________________
તત્વત્રયીની પ્રસ્તાવના.
૧૮૭
અને ઉપર બતાવેલી અનેક પ્રકારની સૂચનાઓથી સહજે સમજી શકાય તેવું છે કે-વૈદિકેના પંડિતએ, જે ઇતિહાસ લખે છે કે, સર્વાના ઇતિહાસમાંથી લઈને, તેમાં ઉંધી છત્તી કલ્પનાઓ કરીને, અજણ વગરને ઉંધા પાટા બંધાવવાનો જ પ્રયત્ન કરેલ છે. બાકી વૈદિકમાં પાછળથી લખાય પ્રાચીન ઇતિહાસ ન તો કઈ ભૂતને બતાવે છે કે, નતે, કઈ સુતને? એમ શાણા પંડિતેને તે ચાખું દેખાઈ આવશે. એટલું જ નહી પણ મધ્યમ વર્ગ પણ નિર્ણય કરી લેવાની ઈચ્છાવાળે, આ પ્રકાશના સમયમાં, બીજાની સહાયતા વિનાજ, નિર્ણય કરી લે તેવા પ્રકારને આ સમય છે. કારણ કે લાયબ્રેરીના સાધનથી, કેઈને પૂછવાની પણ જરૂર પડે તેમ નથી. માત્ર નિઃપક્ષપાત બુદ્ધિથી વિચારવાની જરૂર છે.
અહીં સુધી જૈન-વૈદિકના ઇતિહાસની તુલના કરીને જોતાં, વિકારી સ્વરૂપને ઇતિહાસ, કેનામાંથી લઈને કેણે ઉભો કર્યો છે, એ સહજથી વિચારી શકાય તેવું છે.
હવે આપણે પ્રાચીન ગણાતા વેદની મૂળની સ્થિતિને વિચાર હુંકા તપાસીને જોઈએ–
આ વેદમાં યજ્ઞ યાગાદિકના વિધાનવાળું તત્ત્વજ્ઞાન કેટલું બધું ઉચ્ચા દરજાનુ હતું, તે તે આપ સર્વે જાણે છે. છતાં તેની મહિમા જોતાં-વેદે અનાદિના છે, સુષ્ટિની આદિમાં-બ્રહ્માએ પિતાના ચારે મુખથી, ચારે વેદેને પ્રકાશકર્યો. એવા પ્રકારની અનેક વાતે, કેટલા સત્ય દરજાની સત્યરૂપની ભાસે છે?
વૈદિકના પંડિતે સર્વના પરિચયમાં વિશેષ આવતાં, સર્વજ્ઞોના તરફનું સત્ય વસ્તુનું જ્ઞાન સત્ય રૂપે ન ગ્રહણ કરતાં, કેવળ સ્વાર્થના તરફ દેરવાઈને બીજી અજ્ઞાન પ્રજાને પણ ઉંધા પાટા બંધાવવાને જ પ્રયત્ન કરતા ગયા. તે વાત તો આપ મારા તુલનાત્મક લેખાથી કબુલજ કરશે.
સર્વજ્ઞોના અધ્યાત્મિક તનમાં પણ તેવાજ પ્રકારની બાજી ખેલાઈ છે, પરંતુ તે અધ્યાત્મિક તત્વજ્ઞાનના વિષયમાં, ઇતિહાસના વિષય જેવી, પુરેપુરી બાજ ખેલી શકયા નથી. માત્ર ઉપર ચેટીયું ગ્રહણ કરી તેમાં ઉંધું છ-તું તે જરૂર કરતા ગયા છે. જેમ કે-મંકોપનિષદ્દમાં
(૧) “નદીઓ વહેતી વહેતી જેવી રીતે સમુદ્રમાં અદશ્ય થાય છે, અને પિતાનું નામ તથા રૂપ છે દે છે, તેવી રીતે વિદ્વાન માણસ, નામ તથા રૂપથી વિમુક્ત થઈ, પરથી પણ પર એવા દિવ્ય પુરૂષમાં લીન થઈ જાય છે.” તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org