________________
તત્રયીની પ્રસ્તાવના.
૧૭૫
પ્રકારનું આસ્તિકપણું જાહેર કરતા,પરંતુ તેમ આપણે જાણવામાં આવેલું નજરે પડતું નથી તેનું શું કારણ? સર્વજ્ઞોની આસ્તિકતા આજ કાલના પંડિતો છુટથી જાહેર કરી રહ્યા છે. તે સમયના વૈદિકના પંડિતેઓ પોતાનામાં જે આસ્તિકપણું ક૯પ્યું છે તે પક્ષપાતનું છે પરંતુ વાસ્તવિકપણાનું નથી એમ સહજથી સમજી શકાય તેમ છે. ભલે તેઓ પક્ષમાં મોટા હતા પણ આસ્તિકપણમાં કે જ્ઞાનમાં મેટા હોય તેમ લાગતું નથી.
વૈદિકમાં ઉંધા છત્તા સ્વરૂપથી સર્વજ્ઞમાંની હજારો વર્ષોની
છૂપીને રહેલી હજારો વાતો, ઘણાજનક વેદને અંધારામાં રાખીને વૈદકના કેટલાક આગ્રહી પંડિતએ સર્વમાંની સત્યવસ્તુનું ગ્રહણ સત્યરૂપે ન કરતાં તેઓની હજારો વાતને લઈ તેમાં ઉંધુ છ-તુ લખીને એવું તે કેકડું ગૂંચવ્યું છે કે કેટલાક મોટા મોટા પંડિતે પણ તે કેકડું ઉકેલવાને આજ સુધી સર્મથ થયા નથી, પણ તેઓ મેટી મુંજવણમાં પડેલા છે. તેવા સત્યહૃદયના પંડિતેની મુંજવણ ઓછી થવાના હેતુથી અહીં જેન–વૈદિકેમાંનો બે ચાર વાતો સૂચના માત્રથી લખીને બતાવું છું અને મારે લખેલે “તત્વત્રયી મીમાંસા” નામનો ગ્રંથ વાંચવાનો ભળામણ કરું છું. અને જૈનોના પંડિતેને સર્વજ્ઞપિતા શ્રી મહાવીરના ખજાનામાંથી શું શું ગયું, આજ સુધી કેટલું પ્રકાશમાં આવ્યું અને બીજુ કેટલું હજુ અંધારામાં રહ્યું છે તેની વિશેષ શેધ કરી લેકેના જાણ માટે બહાર પાડવાની ભલામણ કરું છું.
- (૧) જૈનેમાં રાષભદેવના પહેલાં યુગલ ધમ ચાલતું હતું. નાભિરાજા સાતમાં કુલકર હતા, તે મેરૂદેવીની સાથે જન્મેલા હતાં. તેમના પુત્ર રાષભદેવત્રણજ્ઞાન યુકત જમ્યા. તેમણે યુગલ ધર્મનું નિવારણ કરી લેકેને વ્યવહાર માર્ગમાં દાખલ કર્યા. પછી તેઓ દીક્ષિત થઇ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સત્યધર્મને પ્રકાશ પણ કરતા ગયા અને પોતે આ અવસર્પિણીમાં પહેલા તીર્થકર થઈ મેક્ષમાં ચાલ્યા ગયા.
* વૈદિકમાં-નાભિરાજાએ–મેરૂ પર્વતની . દીકરી, મેરૂ દેવીની સાથે લગ્ન કર્યું. પુત્રના માટે ૪ યજ્ઞારંભ કર્યો.
* પર્વતને દીકરી કોના સંયોગથી ? દીકરીને દેવી કેણ કહે છે તે વિચારવાનું.
૪ સર્વનો ઇતિહાસ જોતાં પશુયજ્ઞાદિકના વિયારે ન્યાજ્ઞવક્ય, પિપ્પલાદ, વસુ રાજા, પર્વત આદિના પછીથી જ વેદાદિકમાં ઘૂસેલા નજરે પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org