________________
૧૨૨
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
www
(૩) સં. સા. પૃ. ૨૮૩ થી–પરમાત્માના સ્વરૂપને વિચાર એ સઘલા ઉપનિષદેનું મુખ્ય તત્વ છે. નાગવેદના પુરૂષમાંથી–ધીરે ધીરે આત્મન ના 'વિચારોને ઉદ્ભવ થશે. સુષ્ટિના રચનાર પ્રજાપતિમાંથી ભૂતમાત્રના આદિકારણ એવા નિર્ગુણ બ્રહને વિચાર ઉત્પન્ન થયે. એ ક્રમનું છેવટમાં છેવટનું પગથીયું તે આ ઉપનિષદોમાં આપણે જોઈએ છીએ.
(૪) સં. સા. પૃ ૨૮૨ થીજે કે ઉપનિષદ એ સાધારણ રીતે બ્રામ્હણને જ એક ભાગ હોય છે. અને બ્રામ્હણના વિચાર તત્વને જ્ઞાન મiz ઉપનિષદમાં આગળ વિસ્તાર કરવામાં આવ્યો હોય છે, પણ ખરું જોતાં કનિષ થી વિધાન તત્વ (જર્મis) ની સાથે વાસ્તવિક વિધિમાં રહેનારા વિચારતત્વ (જ્ઞાન ) ના નવા ધર્મનું સ્થાપન થાય છે. દેવતાઓના માટે કંઈ પણ રીતની ખેડખાંપણ વગરના ય કરીને પૃથ્વી ઉપરનું સુખ મેળવવું એ જે ઉદ્દેશ બ્રામ્હણેમાં (બ્રાહણ ગ્રંથમાં) દીઠામાં આવે છે તે આ ઉપનિષદમાં દીઠામાં આવતું નથી. પણ યથાર્થ જ્ઞાનવડે કરીને જીવાત્મા અને પરમાત્માની એકતા થતાં સંસારી જીવનમાંથી મુકિત મળે એજ ઉપનિષદને ઉદ્દેશ જણાય છે. આ કારણથી આ સ્થલે યજ્ઞને વિધિ બિન ઉપયોગી થઈ પડ્યો છે. અને અધ્યામિકજ્ઞાન સૌથી વધારે અગત્યનું ગણાવા માંડયું છે* - (૫) સં. સા. પૃ ૨૮૫ થી–ઉપનિષદમાં અષ્ટા તરિકેનું સ્થાન પ્રજાપતિના બદલે આત્મન ને આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે બૃહદારણ્યકના પ્રથમાધ્યાયના ચતુર્થ બ્રામ્હણમાં કહ્યું છે કે--શરૂઆતમાં “ આત્મા” અથવા બહુ તેજ આ વિશ્વ હતું તેને એકલાં વ્હીક લાગવા માં અને કંઇ ગમ્યું નહીં, તેને બીજા માણસની ઈચ્છા થઈ. તે સ્ત્રી અને પુરૂષ થયા. તેનાથી આખી માનવજાતિની ઉત્પત્તિ થઈ. પછી એજ રીતે-નરજાતિ અને નારીજાતિના પશુઓની ઉત્પત્તિ તેણે કરવા માંડી, છેવટે–પાણું, અગ્નિ, દેવતાઓ વગેરે એણે ઉત્પન્ન કર્યા. પછી ગ્રંથકાર વધારે પ્રૌઢ શિલીમાં કહે છે કે ... : તે આત્મન અહીં નખનાં ટેરવાં સુધી સર્વત્ર વ્યાપી રહેલો છે. જેમ
ખાની અંદર મૂકાયેલે અસ્ત્રો જણાતે નથી, જેમ અગ્નિને ઢાંકી રાખવાના સ્થાનમાં મૂકાયેલ અગ્નિ જણાતું નથી તેમ એને કોઈ જોઈ શકતું નથી. કારણ
* પૃ. ૨૮૨ ની ટીપમાં–અશક રાજાએ બૈદ્ધ ધર્મને આશ્રય આપો ત્યાર પછી પણ કેટલાંક ઉપનિષદો રચાયાં હતાં. અને એ ઉપનિષદે ઉપર બુદ્ધના નવા ધર્મની અસર થઈ હતી. એ વખતે બ્રાહ્મણ અને દ્ધ ધર્મના અનુયાયીઓ એક બીજાને શત્રુ જેવા હેતા ગણતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org