________________
૧૬૬
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
*
Wvvvvvvvvv ૧૧---
num
જગતની નીતિમાં જે ન્યાયનું તત્ત્વ છે તેને પુરૂ પાડનાર અને અનાદિકાળના “સંસાર” ની સ્થિતિને બતાવનારે, એ પુનર્જન્મને સિદ્ધાંત સર્વોએ બતાવેલ મૂળથી જ સિદ્ધ રૂપને છે. કદાચ વચમાં વ્યવધાનવાળે થયે હશે તે પણ, જૈનોના ૨૩મા તીર્થંકર ઈ. સ. પૂર્વે હજારમા સૈકામાં વિદ્યમાન હતા, ત્યાંથી તે સતત ચાલતે આવેલે વર્તમાન કાળમાં પણ દેખાઈ જ રહ્યો છે. જૈનોની માન્યતા એવી છે કે જે તીર્થકર થાય તેમનું જ શાસન મનાય, એટલે છેલલા ૨૪મા તીર્થંકરનું શાસન ઈ. સ. પૂર્વે છઠ્ઠા સૈકાથી મનાતું ચાલ્યું. એટલું જ વિશેષ છે.
" આમાં બીજું વિચારવાનું કે–૧ નરક, ૨ તિર્યંચ, ૩, મનુષ્ય, અને દેવ એ ચાર ગતિના અને વિચાર સર્વના સિદ્ધાંતમાં વિસ્તારથી કરવામાં આવેલો છે. એક એક જાતિમાં અનેક અનેક ભેદે છે. બીજી તિર્યંચની ગતિમાં પણ અનેક ભેદે છે. તેમાં જે કેવળ એકેદ્રિયના જીવે છે તેનાજ મોટા પાંચ ભેદ બતાવેલા છે. ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેજસ્કાય, (અગ્નિકાય) ૪ વાયુકાય, અને ૫ મે વનસ્પતિકાય. આ પાંચે કાયના જીને એકેંદ્રિયના સ્વરૂપવાળા જ બતાવેલા છે. તેમાં જે પૂર્વના ચાર ભેદ છે તે તો અસંખ્ય–અસંખ્ય જીવોથી વ્યાપ્ત સ્વરૂપના બતાવેલા છે અને તે જ પ્રાયે અસંખ્યાતા કાળસુધી પોતાની જાતિમાં જ મરણ જીવન કર્યા જ કરે છે. પછી કેઈ ભવિતવ્યતાના યોગથી ઉપરની ગતિઓમાં ચઢતા જાય છે, પાંચમે જે વનસ્પતિ કાયને ભેદ છે તેના પણ બે મેટા વિભાગ છે. ૧ પ્રત્યેક વનસ્પતિ નામને અને બીજે સાધારણ વનસ્પતિ કાયના નામને છે. પહેલો ભેદ–વૃક્ષ કે, વેલ, આદિના નામથી ઓળખાય છે. તેમાં છાલ, પત્ર, ફુલ, ફળ, આદિમાં જુદા જુદા છ રહેલા છે તેથી તે પ્રત્યેક વનસ્પતિના નામવાળે છે. તેથી તે છે પણ પ્રાયે અસંખ્યાતા કાળસુધી એકેંદ્રિયની જાતિમાંજ જન્મ અને મરણ કર્યા કરે છે પછી ભવિતવ્યતાના
ગથી ઉપરની જાતિમાં ચઢતા જાય છે. જે વનસ્પતિના છ એકજ * પિંડમાં અનંત જી વ્યાપીને રહેલા હોય છે તે સાધારણ વનસ્પતિના
નામથી ઓળખાય છે અને તે જ પ્રાયે અનંત કાળ સુધી તેમને તેમાં જન્મ મરણ કર્યા જ કરે છે. પછી કે ભવિતવ્યતાના પગથી ઉપરની પાયરીપર ચઢતે જાય છે. કેટલાક જીવે બતાવેલા કાળથી ઓછા કાળમાં પણ ઉપરની પાયરી પર ચઢતા જાય તેથી સર્વત્ર પ્રાયઃ શબ્દથી સૂચના કરવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org