________________
૧૪૨
તવત્રયીની પ્રસ્તાવના.
થતું સુખ અર્થાત્ સ્વર્ગ સુખનો ભોગ ક્ષણિક છે. તથા જે મનુષ્ય અવિકારી સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેના મનને તે સુખ સંતેષ પમાડતું નથી. આત્મા અવિકારી સ્થિતિને પ્રાપ્ત થવાથી ઉત્પન્ન થતું જે સુખ, તે અખંડાનંદ સુખ કહેવાય છે. આથી એ પ્રશ્ન ઉભો થાય છે. કે-ઈદ્રિ તથા મન આદિરૂપ ક્ષણિક ભેગના સાધનોથી જે વિભક્ત છે, એવા આત્માનું મૃત્યુ પછી અસ્તિત્વ શું છે? આ વાતને સાબીત કરવાનું કાર્ય મહાન કઠિણ છે. છતાં તે કાર્ય ઘણાજ ઉચ્ચ પ્રકારનું છે. કારણ તે જ્ઞાન અખંડાનંદ પ્રાપ્ત કરાવવા સમર્થ છે. માટે કોઈ પણ આનાકાની સિવાય તે વિષયને પ્રથમ હાથમાં લેવું જોઈએ.
૨ દ્વિતીય વલીમાં–જગતનું કારણ શું છે, તથા આપણે તે કેવી રીતે જાણી શકીએ છિએ? આ પ્રશ્નનું સાધારણ સમાધાન તેમાં દર્શાવેલ છે. જે સુખ લાગે છે તેથી ભિન્ન આનંદ રૂપે તે છે, અને આજ કારણથી મનુષ્યને ક્ષણિક આનંદ તથા અખંડાનંદ આ બેમાંથી એકનીજ સ્પૃહા રાખવી પડે છે. કારણ તે બને આનંદ એવા ભિન્ન પ્રકૃતિવાળાં છે કે, તે બન્નેની પ્રાપિત સાથે હોઈ શકે જ નહીં. સમ્યફ પરીક્ષણ પછી માલમ પડશે કે આ બે પ્રકારના સુખમાં અખંડાનંદનું સુખ શ્રેષ્ઠ છે. જે ચીજે આનંદ ઉત્પન્ન કરે છે તે વસ્તુઝાન ખરું જોતાં અજ્ઞાન જ છેઝ કારણ કે કેવલ આ જગતજ પિતાના વિષય સુખે સાથે અસ્તિત્વમાં છે. પણ બીજી કઈ વસ્તુ સુખને અર્થે નથી. આ રીતની માન્યતા ઉત્પન્ન કરવા વડે અર્થાત્ વસ્તુના સત્ય સ્વરૂપને તે ભૂલાવવામાં નાખી દે છે. આ અવિદ્યા અજ્ઞાનનું પરિણામ એ આવે છે કે-આત્મા મરણથી જન્મને અને જન્મથી મરણને વારંવાર પ્રાપ્ત થયા કરે છે. આથી ઉલટી રીતે વિદ્યા અથવા જ્ઞાન સત્ય વસ્તુ તરફ દેરવી લઈ જાય છે. તથા તેને મુખ્ય હેતુ એજ હોય છે કે મનુષ્યના આત્માને સત્ય વિષય પ્રદશિત કરે.”
જે જ્ઞાન પરમાત્મા સંબંધીનું નથી, તે અવિદ્યા રૂપ છે. આ રીતનો વિચાર તે વેદાંત શાસ્ત્રનો મુખ્ય વિષય છે.
| વેદાંત શાસ્ત્ર વિષે કહેવામાં આવે છે કે–સંસાર અવિદ્યા, તથા માયાથી ઉત્પન્ન થએલો છે. વળી મુંડકોપનિષદના પ્રથમ ખંડના થતુર્થ મંત્ર વિષે તે એટલે સુધી કહેવામાં આવ્યું છે કે –“ વિર તથ ફુતિ દરમ ચત્ ત્રવિરો પતિ
બ્રહ્મવિત પુરૂષ કહે છે કે વિદ્યા બે પ્રકારની છે. પરા તથા અપરા અર્થાત બ્રહ્મ સંબંધી વિદ્યા “પરા ' શ્રેષ્ઠ ગણાય છે. તથા વેદ વિષે દર્શાવેલ વિદ્યા “ અપરા' ઉતરતી ગણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org