________________
૧૧૮
તત્ત્વત્રયીની પ્રરતાવના.
વેદના પક્ષકારે પોતાની મહત્તતા જાળવવાને માટે સર્વાના તત્ત્વના વિષયને અને તેમના ઈતિહાસના વિષને ગ્રહણ કરતા ગયા અને પિતાની ઈચ્છા પ્રમાણે ઉલટ પાલટપણે પોતાના નવીન ગ્રંથોમાં દાખલ કરી લોકોને ઉંધા પાટા બંધાવવાનો પ્રયત્ન કરતા ગયા.
આ સૃષ્ટિ–ઉર્ધ્વ, અધો અને મધ્ય, એમ ત્રણ વિભાગવાળી અનાદિન કાળથી ચાલતી આવેલી, પ્રત્યક્ષ નજરે પડી રહેલી છે અને સર્વે સર્વ બતાવતા આવેલા છે. એવી તાજી વાત પ્રકાશમાં આવતાં આ અત્યંત પક્ષના વિષયમાં વૈદિકના પંડિતે વિરૂધ્ધમાં આવ્યા.
સર્વાએ પ્રકાશમાં મુકેલા ઈતિહાસમાં-ઘણા ઘરમાં રહેલા પુત્રીના પતિ પ્રજાપતિને ખોળી કાઢીને તેમને બ્રહ્મારૂપે ક૯યા, અને તેમના પુત્ર આ અવસર્પિણીમાં પહેલાજ ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા હતા તેમને સર્વથા છે દઈને તેમના પ્રતિપક્ષી પ્રતિવસુદેવ “અશ્વગ્રીવ' ને ઘેડાના માથાવાળા કલ્પીને “ હયગ્રીવ વિષ્ણુ” ઠરાવી, વિષ્ણુને પણ સંપૂર્ણ વૈદિક ધર્મના અધિકારવાળા જ સ્થાપતા ચાલ્યા.
જુવે પ્રથમ વેદધર્મની મહત્વતા દર્શાવવાને લખવામાં આવેલા બ્રાહ્મણ ગ્રંથો.
(1) શતપથ બ્રામ્હણ ગ્રંથમાં–લખ્યું છે કે-એકલા બ્રમ્હાને બહુ થવાની ઇચ્છા થતાં–મનું રૂપ ધરીને આ સૃષ્ટિની રચના કરી. ત્યાંથી તે “કાયપી” કહેવાઈ.
. (૨) ફરીથી એજ શતપથમાં એવું પણ છે કે–પ્રથમ જળજ હતું તેમાં રહેલી પૃથ્વીને-બ્રહી વરાહનું રૂપ ધરીને બહાર ખેંચી લાવ્યા. . (૩) ગેપથ બ્રામ્હણમાં લખાયું છે કે–બ્રમ્હા તપ તપ્યા પછી પિતાના
ત્રણ અંગથી ત્રણ લેકની સ્થાપના કરી. | વેદના એક દશામાજ મંડળમાં, આ પ્રજાપતિનાં ત્રણ મોટાં સૂકતે વિસ્તારથી લખાયાં છે.
(૧) પ્રલય દશાના સૂકતમાં–સુષ્ટિની અનિર્વચનીય દશા બતાવીને જણાવ્યું છે કે ન કેઈ લોક હતો, ન પૃથ્વી, ન અંતરિક્ષ આદિ કાંઈ જ ન હતુ. માત્ર ગૂઢ તમજ તમ હતું. “માણીલિટું તમોમૂત” એમ મનુ મહારાજ પણ લખી ગયા છે. પ્રાપાર મામાણમાં પણ પ્રલય દશાનું વર્ણન એવા સ્વરૂપનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org