________________
ગાથા ૧૫૦
૪૯
પ્રવચન નં. ૨૩૧ ગાથા૧૫૦, શ્લોક–૧૦૩, ૧૦૪
રવિવાર, વૈશાખ વદ ૯, તા. ૨૦૫-૧૯૭૯
(‘સમયસાર, ગાથા-૧૫O) છે ? વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મ. એમ. પેલું જડકર્મ એમ નહિ. આવા શુભભાવો જે છે એને અહીંયાં શુભકર્મ કહેવામાં આવ્યા છે. વતના, તપના, નિમયના, શીલના એ ભાવ છે, શુભભાવ (છે) એને પણ અહીંયાં કર્મ તરીકે કહેવામાં આવ્યા છે. જોકે એક ઠેકાણે એવું કહ્યું કે, એની જે ક્રિયાઓ છે તે કર્મ છે અને એનો ભાવ છે તે શુભ ઉપયોગ છે. “કળશટીકામાં એમ કહ્યું છે. પણ એનો અર્થ ઈનો
૧૫૦. બને કર્મો' બને કર્યો એટલે ઈ. વ્રત, નિયમ, શીલ, તપ, હિંસા, જૂઠું, ચોરી, વિષયવાસના બેય ભાવ કર્મ કહેવામાં આવે છે અને એ આત્મા નહિ, આત્માની જાત નહિ. આહા...હા..! “બને કર્મો બંધનાં કારણ છે. વ્રત, નિયમ, તપ, શીલ એ બધો શુભભાવ બંધનું કારણ છે. આ..હા...! “અને નિષેધવાયોગ્ય છે.” પાછુ એમ આવ્યું છે. બંધના કારણ છે અને નિષેધવા યોગ્ય છે. એનાથી આત્માને લાભ થાય એ વાત તો નહિ પણ નિષેધવા લાયક છે. આહા..હા...!
મુમુક્ષુ :- નુકસાનકારક કહ્યું છે.
ઉત્તર :- નુકસાન છે. આગળ કળશમાં આવશે. અંદર એક કળશ છે ને ? એમ કે, ઘાતનું કારણ નથી પણ આમ છે. આવે છે ને એક (કળશમાં) ? ૧૦૮ (કળશ). “કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી તે પોતે જ બંધસ્વરૂપ હોવાથી અને તે મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી...” એ જુદું. એક નાનો કળશ છે. યાદ આવે તો આવે ને ! શું કીધું ઈ ? આ તો કળશમાં છે. ઘાત કરનારું છે, નિષેધવા યોગ્ય નથી, ઘાત કરનારું છે એમ છે. તિરોધાઈ એ તો છે. આ તો કળશમાં એક શબ્દ છે.
(૧૬ ૧-૧૬૩ ગાથાનો ભાવાર્થ) “પહેલાં ત્રણ ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું-સમ્યક્ત્વાદિનું-ઘાતક છે. પછીની એક ગાથામાં એમ કહ્યું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. આ છેલ્લી ત્રણ ગાથાઓમાં કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવોસ્વરૂપ છે...” એ છે પણ એક કળશમાં ક્યાંક છે. એક કળશમાં કયાંક એકદમ (લખ્યું છે). એ કયાંક આવી ગયું હશે. આવે ત્યારે ખરું.
અહીં તો કહેવું છે કે, બન્ને બંધના કારણ છે અને નિષેધવાયોગ્ય છે “એમ આગમથી સિદ્ધ કરે છે – આગમ એટલે વીતરાગની વાણી. જિનેશ્વરદેવની આગમની વાણીમાં આમ છે એમ કહે છે. ત્રણ પ્રકાર કહ્યા. બંધના કારણ છે, નિષેધવા યોગ્ય છે એમ આગમની