________________
ગાથા ૧૫૪
૮૭ શુભ અને અશુભ ભાવ, એવા જે ભાવકર્મો, એના પક્ષનો નાશ કરવાથી. આહાહા.! “ઊપજતો જે આત્મલાભ...” શુભ અને અશુભ ભાવનો નાશ કરવાથી (કે) જે કર્મનો પક્ષ છે. એટલે વિકારી પક્ષ છે, એનો નાશ કરવાથી “ઊપજતો જે આત્મલાભ.” (એટલે) “–નિજ સ્વરૂપની પ્રાપ્તિ). આત્મા એટલે નિજ સ્વરૂપ. લાભ (એટલે) પ્રાપ્તિ. આહા..હા...! એવા તે આત્મલાભસ્વરૂપ મોક્ષને...” આત્મલાભસ્વરૂપ મોક્ષને “આ જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં કેટલાક જીવો ઇચ્છે છે. આહા...હા..! છતાં “મોક્ષના કારણભૂત સામાયિક મોક્ષનું કારણ તો સામાયિક છે. પુણ્ય-પાપ ભાવ એ કોઈ (મોક્ષનું) કારણ નથી. આહાહા..!
સામાયિકની – કે જે સામાયિક.' સામાયિક કોને કહેવી ? કહે છે. જે “સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા....” નિશ્ચય જે સમ્યગ્દર્શન (અર્થાત) સ્વભાવ જે ચૈતન્યપ્રભુ ! એનું દર્શન – પ્રતીતિ, તેનું જ્ઞાન અને તેમાં રમણતા. એવા જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે....” સામાયિક તો એને કહીએ, કહે છે. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર સ્વભાવવાળા પરમાર્થભૂત આત્મા. એટલે (કે) જ્ઞાન. જ્ઞાનનું પરમાર્થે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રપણે થવું, પરિણમવું એ સામાયિક છે. લો, આ સામાયિકની વ્યાખ્યા !
અંતરમાં ભગવાનઆત્મા પુણ્ય-પાપના પરિણામથી ભિન્ન છે). અંતર અનંત ગુણનો સાગર આત્મા, તેના પ્રત્યે સન્મુખ થઈને નિર્વિકલ્પ સમ્યગ્દર્શન, નિર્વિકલ્પ સ્વજ્ઞાન અને નિર્વિકલ્પ સ્વરૂપની ચારિત્રની રમણતા પ્રગટ થાય) એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ સામાયિક (છે). એવા પરમાર્થભૂત જ્ઞાનનું થવું. આહાહા..! એવો પરમાર્થભૂત ભગવાનઆત્મા, એનું આત્માના શુદ્ધ સ્વભાવપણે થવું. જેવું એનું સ્વરૂપ, સ્વભાવ છે એ રીતે એની દશામાં શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું. આ..હા....!
એકાગ્રતાલક્ષણવાળું... કેવું છે ઈ પરમાર્થભૂત જ્ઞાનનું ભવન ? કે, એકાગ્રતા – શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા છે. શુભાશુભ ભાવની એકાગ્રતા છૂટી ગઈ છે અને ચૈતન્ય સ્વભાવ, એવો શુદ્ધ પ્રભુ, એમાં એકાગ્રતાલક્ષણવાળું (ભવન) છે. સામાયિક – બે પ્રકાર કહ્યા. એક દર્શન-જ્ઞાન સ્વભાવવાળા જ્ઞાનનું થવું એટલે કે એકાગ્રતાલક્ષણવાળું છે. આહા..હા.! શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતાલક્ષણવાળું છે.
અને સમયસારસ્વરૂપ છે. એ સામાયિક તો સમયસાર સ્વરૂપ છે. આહા..હા..! સમયસાર જે ત્રિકાળ છે એનું વર્તમાનમાં સમ્યગ્દર્શન-જ્ઞાનપણે શુદ્ધ નિશ્ચયપણે થવું એનું નામ સમયસાર છે. આહાહા...! અને એ સમયસાર સ્વરૂપ એકાગ્રતા લક્ષણ દર્શન-જ્ઞાનચારિત્રનું આત્મસ્વરૂપનું થવું – ભવન, એનું નામ સામાયિક છે. લ્યો, આ સામાયિકની આવી વ્યાખ્યા ! અહીં તો કંઈ સમજ્યા વિના સામાયિક ને પોસા ને કંઈક કર્યા કરે). આહા...!
પ્રશ્ન :- સાતમા ગુણસ્થાન પછીની વાત છે ને ? ઉત્તર :- આ તો મુનિની મુખ્યતાથી વાત છે, સામાયિકની વાત છે. વ્યવહાર-ઠ્યવહારનો