________________
૩૧૬
સમયસાર સિદ્ધિ-૬ આ..હા...! પરંતુ જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે” જ્ઞાનની દશા ક્ષયોપશમ છે, હિણી છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખી” શકતો નથી. પોતાના સ્વરૂપને સર્વોત્કૃષ્ટ ભાવે તો દેખી શકતો નથી અને ન જાણી શકે છે અને ન આચરણ કરી શકે છે. આહા..હા..! પરંતુ જઘન્ય ભાવે દેખી,” શકે છે. આહા..હા...! નીચલા દરજ્જામાં જઘન્ય ભાવ આવે છે ને ? હિન્દી, હિન્દીમાં જઘન્ય કહે છે ને ? નીચલો દરજ્જો. આહા....! ચોથ, પાંચમે, છઠ્ઠ આદિ જઘન્ય ભાવ છે. સાચું ગુણસ્થાન, હોં ! ચોથ, પાંચમે, છછે. જે કોઈ પુણ્યની ક્રિયા ને દેહ-ક્રિયા હું કરી શકું છું, શરીરની આ ક્રિયા હું કરી શકું છું, હું પરની દયા પાળી શકું છું અને દયા પાળવાનો ભાવ થયો એ ધર્મ છે એમ જ્યાં સુધી માને છે ત્યાં સુધી તો મિથ્યાષ્ટિ છે. આહા..હા...! કેમકે પરની દયા પાળવાનો ભાવ (રાગ છે). (દયા) પાળી શકતો નથી, ભાવ થાય છે એ રાગ છે. પરદ્રવ્ય તરફનું લક્ષ છે, રાગ છે. રાગ છે તો એ સ્વરૂપની હિંસા છે. સ્વરૂપની હિંસા થાય છે. આહાહા! અહીં લોકો કહે) દયા એ ધર્મ છે. ઈ તો આત્માની દયા. પૂર્ણાનંદનો નાથ જેવું એનું જીવન છે, જેવી ચીજ છે એવી પ્રતીતિમાં જ્ઞાન અને અનુભવમાં લેવી એ આત્માની દયા છે. આહા..હા...! એ આત્માની અહિંસા છે. પરને ન મારવો એ કોઈ અહિંસા નથી. પરની દયા એ કાંઈ પરમાર્થ-અહિંસા નથી. આહા..હા...!
જેટલે અંશે સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે એટલા અંશે તો અબંધ પરિણામ છે પણ એ જ્ઞાનીને પણ, પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં કહ્યું, જેટલા અંશમાં રાગ-દ્વેષનો અંશ આવે છે એટલું આસવનું કારણ છે, નવા કર્મનું કારણ છે. આહાહા...!
“તેથી એમ જણાય છે કે. એ કારણે એમ જણાય છે કે, તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વક.” રુચિપૂર્વક નહિ. અરુચિપૂર્વક. કર્મકલંકનો વિપાક (અર્થાત્ ચારિત્રમોહસંબંધી રાગદ્વેષ) વિદ્યમાન છે.” આહાહા...! “આસ્રવ અધિકાર છે ને !“અને તેથી તેને બંધ પણ થાય છે. પહેલા કહ્યું હતું કે, સમ્યક્દૃષ્ટિ નિરાસવી નિબંધ છે. એ મિથ્યાત્વ અને અનંતાનુબંધીની અપેક્ષાએ કહ્યું હતું. અહીંયાં તો બેય – આસવ અને બંધ બેય છે. આહા..હા...!
જેટલા અંશે પોતાના સ્વરૂપમાં નિર્મળ દૃષ્ટિ, જ્ઞાન અને સ્થિરતા છે એટલો તો અબંધ ભાવ છે અને જેટલા અંશે અંદરમાં રાગ આવ્યો, એટલા અંશમાં આસ્રવ છે અને એટલા અંશમાં એ બંધ પણ છે. આહાહા...! આવી ઝીણી વાતું હવે.
માટે તેને એમ ઉપદેશ છે. સમકિતીને ! “માટે તેને એમ ઉપદેશ છે કે-જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે.” આ..હા...હા....! સમકિતીને ઉપદેશ છે એમ કહે છે. આહા..હા..! પ્રભુ ! જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી રાગ છે અને રાગ છે તો એટલો બંધ પણ છે. માટે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભગવાનને દેખવો, જાણવો અને આચરણ કરવું. આહાહા..! એ આચરણનો અર્થ અહીંયાં રાગ કરવો એ આચરણ નહિ.