________________
ગાથા–૧૮૬
પ૦૭ નિરોધ નહિ થવાથી, અશુદ્ધ આત્માને જ પામે છે. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે.
ભાવાર્થ :- જે જીવ અખંડધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામે છે; અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસવો રોકાતા નથી તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે.
ગાથા ૧૮૬ ઉપર પ્રવચન
હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ” એટલે અનુભવથી સંવર કઈ રીતે થાય છે ?? તે જ રીતે ધર્મ થાય ? એમ પૂછે છે). ધર્મની શરૂઆત શુદ્ધ આત્માના અનુભવથી જ થાય એ કઈ રીતે ? એમ પૂછે છે. શું કીધું ઈ ? કે, સંવર એટલે ધર્મ. શુદ્ધ આત્માના અનુભવથી જ “સંવર કઈ રીતે થાય છે ? એવો પ્રશ્ન છે. એને ઉત્તર દેવામાં આવે છે. આહા..હા...! જેને આ પ્રશ્ન અંદરથી એવો ઉદ્દભવે છે કે, આ પ્રભુ આત્મા શુદ્ધ આત્માના અનુભવથી જ એને ધર્મ થાય, બાકી ધર્મ ન થાય, એ કઈ રીતે છે ? એની વિધિ શી રીતે છે ? એમ શિષ્ય પૂછે છે. આ..હા..! શિષ્ય એમ પૂછવું નથી કે, અમે રાગક્રિયા કરીએ તો ધર્મ થાય, ભક્તિ કરીએ, પૂજા કરીએ, વ્રત કરીએ (તો) ધર્મ થાય. એમ તો પૂછ્યું નથી. અહીંયાં તો શુદ્ધ આત્માના અનુભવથી સંવર કઈ રીતે થાય ? એમ પૂછ્યું છે). આહા..હા...! ગાથા.
सुद्धं तु वियाणंतो सुद्धं चेवप्पयं लहदि जीवो।
जाणतो दु असुद्धं असुद्धमेवप्पयं लहदि।।१८६।। નીચે હરિગીત.
જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે;
અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬. આ.હા...! જે સદાય અચ્છિન્નધારાવાહી. આ તો બધી ઝીણી વાત છે, ભઈ ! જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે.” જે સદાય તૂટક પડ્યા વિના, અચ્છિન્નધારા. રાગથી ભિન્ન ભેદજ્ઞાન (થયું) એ અચ્છિન્ન ધારા (છે). એકધારાથી જેને રાગથી ભિન્નનો અનુભવ છે. આહા..હા...! અચ્છિન્ન ધારાવાહી જ્ઞાન એટલે આત્માથી શુદ્ધ આત્માને અનુભવતા.