________________
૫૬૦
સમયસાર સિદ્ધિ-૬
જે કોઈ બંધાણા એ તેના અભાવથી બંધાયા. કર્મને લઈને બંધાણા એમેય નથી કહ્યું. આહાહા...! અત્યાર સુધી જે બંધાણા એ કર્મના જોરે ને કર્મને કારણે બંધાયેલા છે, એમ નહિ. ભેદજ્ઞાનના અભાવથી બંધાણી છે. આહા..હા...! રાગથી ભિન્ન પડ્યા વિના બંધાણા છે. સંસારમાં જેટલા અત્યાર સુધી નિગોદાદિ રહ્યા એ બધા ભેદજ્ઞાનના અભાવથી બંધાયેલા પડ્યા છે. આહાહા..! નિગોદના અનંતા ભવ (કર્યા) એ ભેદજ્ઞાનના અભાવથી ભવ છે. આહાહા..! એક શરીરમાં અનંત જીવ અને એક એક જીવને બે-બે શરીર અને એક એક જીવને અક્ષરના અનંતમા ભાગનો ઉઘાડ, એટલો જે બંધભાવ એને લઈને રખડે છે. આ..હા...! કર્મને લઈને નહિ. કર્મને લઈને બંધાયેલા નથી અને કર્મના અભાવથી નહિ. કર્મનો અભાવ પોતે કર્યો અને આમાં ગયા છે ત્યારે મુક્ત થયા છે. આ..હા..! કષાયની મંદતા, વ્રત ને તપ ને ભક્તિની મંદતા કંઈ પણ સહાયક થાય, મુક્તિમાર્ગને કંઈ પણ મદદ થાય એ બિલકુલ નહિ. તેથી કીધું, વન વિના કોઈપણ નિશ્ચયથી. આહા....! આવો માર્ગ છે.
જે કોઈ બંધાણી તે તેના જ (–ભેદવિજ્ઞાનના ) અભાવથી બંધાયા છે. આહા..હા...! એ રાગથી જુદા પાડતો નથી અને રાગનું એકત્વ બંધ કર્યો છે તેનાથી જ મિથ્યાત્વ છે અને બંધાય છે. આહા...હા...! આ મૂળ શ્લોક છે.
ભાવાર્થ :- “અનાદિ કાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી. આ ખુલાસો (કરે છે). આ..હા...! જ્યાં સુધી ભગવાનની ભક્તિ ને વિનય ને જાત્રા ને પૂજા કરી નથી ત્યાં સુધી એને મુક્તિ નથી, એમ નથી. આહા..હા.! ભઈ ! એણે મંદિર બંધાવ્યા નથી, દાન કર્યા નથી, ભગવાનની ભક્તિ કરી નથી. આહાહા...! એ બધા ભાવો પરદ્રવ્ય તરફના વલણના બધા ભાવ બંધના કારણ છે. એ બંધાણા છે એ એને પોતાના માનીને બંધાણા છે.
અનાદિ કાળથી... એટલે એમાં તો એમેય લીધું કે નિગોદના જીવને કર્મનું જોર છે માટે ત્યાં રહ્યા છે એમ નથી. આવ્યું એમાં ? નિગોદના જીવ અનંત કાળ રહ્યા અને હજી કેટલાક ત્રસ પામ્યા નથી અને ત્રસ પામશે નહિ, એને કર્મનું જોર છે માટે (એમ) છે, એમ નહિ. ભેદજ્ઞાનનો અભાવ અને રાગની એકતાબુદ્ધિ પડી છે. આહા..હા...! એનાથી નિગોદમાં રહ્યા છે. આહાહા...! કેટલાક અનંતકાળે પણ ત્રસ નહિ થાય એ ભેદજ્ઞાનના અભાવને લઈને (નહિ થાય). આહા..હા..! મહાસિદ્ધાંત !
મુમુક્ષુ – નિગોદમાં શું ભેદજ્ઞાન કરે ?
ઉત્તર :- ભેદજ્ઞાન કરવાની ક્યાં વાત છે? એ નથી, એટલી વાત છે ને ! ભેદવિજ્ઞાનનો ત્યાં અભાવ છે, એટલું. ભેદજ્ઞાનનો અભાવ છે કે નહિ ? ત્યાં કયાં ભેદજ્ઞાન કરે ? ત્યાં આગળ રાગની એકતાબુદ્ધિ છે ને ? એ જ ભેદવિજ્ઞાનનો અભાવ છે અને એનાથી જ બંધાયેલા છે, એમ કહેવું છે). ભેદવિજ્ઞાન નથી કરી શકતા માટે (ત્યાં છે), એમ નહિ પણ ત્યાં ભેદવિજ્ઞાન કરતા નથી એટલે રાગથી એકત્વબુદ્ધિમાં જઈ પડ્યા છે. આહા...હા...!