Book Title: Samaysara Siddhi 6
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 596
________________ પ૭૮ સમયસાર સિદ્ધિ-૬ ઉત્તર :- એમ ! ઈ તો નાશવાનમાં બાપુ ! ક્યારે શું થશે ? આ તો કહે છે કે, શાશ્વત જ્ઞાન પ્રગટ્યું. આ.હા...હા...! રાગથી ભિન્ન પડી સમ્યગ્દર્શન પ્રગટ કર્યું, સંવર પ્રગટ કર્યો, એટલું કર્મનું આવવું અટકાવી દીધું પછી સ્વરૂપમાં ઠરતાં કેવળજ્ઞાન થયું એ શાશ્વત કેવળજ્ઞાન રહેશે. એમ ને એમ પ્રગટ્યું ત્યારથી તે અનંત કાળ (રહેશે). અનંત અનંત જેનો અંત નહિ. આહાહા. શાશ્વત-ઉદ્યોતમ્ જેનો ઉદ્યોત શાશ્વત છે (અર્થાત્ જેનો પ્રકાશ અવિનશ્વર છે).' ઓ.હો.હો....! શ્લોક ભારે મંગળિક ! દુનિયાની સામે બધું મૂક્યું છે. દુનિયા મોટા ચક્રવર્તીના રાજ પડ્યા હોય. “બ્રહ્મદત્ત' મરીને સાતમી નરકે ગયો. છ— હજાર તો સ્ત્રી, છનું કરોડ પાયદળ, સોળ હજાર દેવ સેવા કરે, એને હીરાના શું કહેવાય ? ઢોલિયા, પલંગ. હીરાના પલંગમાં સૂતો હોય અને સોળ હજાર દેવ સેવા કરતા. (ઈ) મરીને સાતમી નરકે ગયો. અત્યારે સાતમી નરકે છે. આહાહા....! બાપુ ! એ નરકના દુઃખ એક ક્ષણના, ભાઈ ! દેખનારાને રૂદન આવે એવા દુઃખો છે. ભાઈ ! તેં એવા દુઃખ અનંત વાર સહન કર્યા છે, બાપુ ! તને હરખ શેનો આવે છે ? બહારના હરખ તને શેના આવે છે ? આહા..હા...! બહારની ચીજમાં તારા કરતાં અધિકપણું, વિશેષપણું કેમ ભાસે છે? તું મહા અધિક ભગવાન છો અંદર અને એનું જ્ઞાન અને ભાન થતાં કેવળજ્ઞાન થઈને પછી શાશ્વત રહે. અનંત અનંત કાળ, આદિ વિનાનો અનંત કાળ. બહુ મંગળિક કર્યું. આહા..હા.! ટીકા – “આ રીતે સંવર (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.” એટલે સંવર પૂરો થઈ ગયો ને કેવળજ્ઞાન થઈ ગયું. એમ હવે સંવર કરવો રહ્યો નહિ. સંવર નીકળી ગયો. આહા..હા...! ભાવાર્થઃ- “રંગભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો....” સંવર એટલે ધર્મની દશા. રાગ વિનાની નિર્મળ નિર્મળ નિર્મળ ભેદજ્ઞાન દશા. એવો જે સંવર, આનંદ, શાંતિના વેદન સહિત, જે સંવર પ્રગટ થયો એ સ્વાંગ પૂરો થઈ ગયો. એ “સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો.” એટલે સંવર પૂરો થઈ ગયો, કેવળજ્ઞાન થઈ ગયું. હિન્દી. ભેદવિજ્ઞાનકલા પ્રગટે તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી, રાગ-દ્વેષ-વિમોહ સબહી ગલિ જાય ઈમે દુઠ કર્મ રુકાહી; ઉજ્વલ જ્ઞાન પ્રકાશ કરે બહુ તોષ ધરે પરમાતમમાહી, યોં મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહીં. ઓલામાં કહ્યું કે, કર્મ ધારણ કર્યું હતું ને ? આહાહા.! “ભેદવિજ્ઞાનકલા પ્રગટે.” આહાહા...! રાગના કણથી ભિન્ન). શરીર, વાણી આ તો માટી ને ધૂળ જડ છે. એ તો મસાણની રાખું થવાની. આહાહા...! પણ અંદર રાગ, પુણ્ય-પાપના ભાવ (થાય) એનાથી ભેદજ્ઞાન કરતાં જે સમ્યગ્દર્શન અને સંવર થાય. ‘તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી...” ત્યારે

Loading...

Page Navigation
1 ... 594 595 596 597 598 599