________________
શ્લોક-૧૩૨
૫૭૭
સરવાળો લેવો છે ને ? આ..હા..હા...! જે એક છે...’ ઓલા ક્ષયોપશમમાં તો ભેદ હતા. એક કેવળજ્ઞાન, એક સમયનું અનંત આનંદને વેદતું કેવળજ્ઞાન પ્રગટ્યું. અનંત અતીન્દ્રિય આનંદ જે આત્માનો (છે) એ અતીન્દ્રિય આનંદને વેદતું અનંત કેવળજ્ઞાન પ્રગટ્યું. આહા..હા... ! એકલું છે, એકરૂપ છે, એમાં ભેદ નથી. ક્ષયોપશમથી ભેદ હતા એ નથી.
શાશ્વત-પઘોતમ્” આ..હા..હા...! શું મંગળિક કર્યું છે ને ! એ અંદરમાં આત્મા જેમ શાશ્વત છે તેમ એનું જ્યાં રાગથી ભિન્ન પડીને જ્ઞાન થયું, ભાન, સમ્યગ્દર્શન, જ્ઞાન થયું એથી એને સમ્યગ્દર્શન, જ્ઞાન વધીને કેવળજ્ઞાન થવાનું, એ શાશ્વત રહેવાનું. એ કેવળજ્ઞાન થયું એ થયું. એમ ને એમ અનંતકાળ રહેવાનું. આહા..હા..! અહીં તો પાંચ-પચીસ કરોડ આવે અને વ૨સ, બે વરસ (થાય ત્યાં) ભિખારી થઈ જાય.
બિહા૨’માં ધરતીકંપ થયો હતો ને ? એક કરોડપતિ માણસ બહાર ફરવા ગયેલો. કરોડપતિ, હોં ! ફરવા ગયેલો. પોતા પાસે સાત-આઠ હજાર રૂપિયાનું કાંઈક કહે, ચાંદીનું કે ઘડીયાળ (હશે), જ્યાં આવ્યો ત્યાં કુટુંબ ને મકાન ને બધું ગામ પ્રલય નાશ થઈ ગયો). બહા૨ કચાંક ફરવા ગયેલો. આહા..હા...! એક ક્ષણમાં ખલાસ. એ પાછો આવ્યો, અહીં જામનગ૨’. ત્યાં એક વિનયમાર્ગ છે. બધાને પગે લાગે. ઈ બધાને પગે લાગે. એમાં પાછો આવ્યો, ભાષણ જ્યાં કર્યું ત્યાં ભાષણ કરતો કરતો મરી ગયો. એમાં આ સંસાર ઘડીકમાં કાંઈ કાંઈ. ક્ષણમાં ગરીબ બનાવ્યો અને ક્ષણમાં પાછો અહીં આવ્યો ત્યાં દેહ છૂટી ગયો. ભાષણ કરતો હતો. લોકોને પહેલા કાંઈક પૈસા આપેલા. એટલે શેઠિયા આવ્યા છે, શેઠિયા (એમ કરીને ભાષણ કરવા ઉભા કર્યા). આહા..હા...! પણ એ તો કો'કને થાય એમ માને. અમારે (કાં) છે ? અમારે ક્યાં (કંઈ છે) ? નિરોગ શરી૨ છે, બે-ત્રણ લાડુ ઉડાવીએ છીએ, પત્તરવેલિયા ખાઈએ છીએ, ઓ.. ઓડકાર ખાઈને) બે-ત્રણ કલાક નિરાંતે સૂવે. ધૂળેય નથી, મરી ગયો છે, સાંભળને. આત્મા આનંદના નાથને પ્રભુ તેં મારી નાખ્યો. તેં પરમાં સુખ માનીને આત્મામાં સુખ છે તેને તેં મારી નાખ્યો. આહા..હા...! જીવતી જ્યોત ભગવાન આનંદનો નાથ છે ને ! આ..હા..હા...! એ જીવતી જ્યોતનો અનાદર કરીને મરી ગયેલા મડદાં. પુણ્ય ને પાપ ને રાગ ને દ્વેષ મડદાં છે. એને જીવતા માનીને, સુખી માનીને બેઠો છો. આવું છે. દુનિયાથી ઊંધું છે, ભઈ ! આહા...હા...!
પચાસ કરોડ રૂપિયા, લ્યો ! ‘ચીમનભાઈ’ના શેઠને ત્યાં હમણાં આવ્યા હતા ને ! મુંબઈ’ ! ‘ચીમનભાઈ’ એમાં નોક૨ હતા ને ! એ આવ્યો હતો. પચાસ કરોડ ! વૈષ્ણવ છે, બૈરા બધા જૈન છે. પ્રેમ બિચારાને એટલે આવ્યો હતો. (એમના ઘરે) ગયા હતા ને ! ઈ આવ્યા ત્યારે નાળિયેર મૂક્યું, એક હજાર રૂપિયા મૂક્યા હતા. ઘરે ગયા ત્યારે પંદરસો મૂક્યા હતા. ઘરે પંદરસો રૂપિયા મૂક્યા હતા. પૈસા ધૂળમાં શું ગણતો હતો ?
મુમુક્ષુ :– એના ભાઈના છોકરાનું હમણાં જર્મની'માં હાર્ટ ફેઈલ થઈ ગયું.
=