________________
શ્લોક–૧૩ર
પ૭૯ પોતાનો શુદ્ધ સ્વભાવ પ્રાપ્ત કરે. જે રાગને, પુણ્ય-પાપને અનાદિથી પ્રાપ્ત કરતો, એનાથી ભિન્ન પડીને. આહા..હા...! દુનિયાથી બધું ઊંધું છે. આહા! “ભેદવિજ્ઞાનકલા પ્રગટે તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી.... પોતાના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ કરે. ‘રાગ-દ્વેષ-વિમોહ સબહી ગલિ જાય.” રાગ-દ્વેષ ને વિમોહ (એટલે) મિથ્યાત્વ “સબહિ ગલિ જાય.” (એટલે) નાશ થઈ જાય. “ઈમૈ દુઠ કર્મ કાહી;...” દુષ્ટ કર્મ રોકાઈ જાય. સંવર આવતા આત્માની સ્થિરતા થતાં કર્મ રોકાઈ જાય આહાહા....
“ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ કરે.” અંતરની ચૈતન્યની ઝળહળ જ્યોતિ, ચૈતન્યના પ્રકાશની મૂર્તિ, કેવળજ્ઞાનનો કંદ પ્રભુ, એ પર્યાયમાં ઉજ્જવળ જ્ઞાનપ્રકાશ કરે. આહા..હા...! “બહુ તોષ ધરે.” ઘણો આનંદ ધારણ કરે, ઘણો આનંદરૂપે પરિણમે, અતીન્દ્રિય આનંદરૂપે જ્ઞાન પરિણમે. સંવર થતા તેના ફળમાં અતીન્દ્રિય આનંદરૂપે પરિણમે. આહાહા...! પુણ્ય-પાપ અને આમ્રવના ફળમાં દુઃખી થાય. બહારના સંયોગ મળે એમાં રાજી થાય, દુઃખી થાય. આહા..હા...!
ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ કરે બહુ તોષ.” આનંદે પરિણમે, આનંદ ધારે. પરમાતમમાહી.” પરમાત્મા આત્મા એમાં આનંદને ધારે. એમાં આનંદનું પરિણમન કરે. એમાં ને એમાં જે ઊંધો પડ્યો, રાગ-દ્વેષ અને દુઃખનું પરિણમન કરતો, એ સવળો પડ્યો એ આત્મામાં આનંદના સંતોષને ધારણ કરે. આહા..હા...! “યોં મુનિરાજ..” મુખ્ય મુનિની વાત છે ને ! “ભલી વિધિ ધારત...” આ જ ભલી રીતીને ધારત. જે કીધી હતી તે સંવરની ધારક. કેવલ પાય સુખી શિવ જાહીં? લ્યો કેવળજ્ઞાન પામીને શીવ – સુખી શીવ થાય. શીવ જાય એટલે મોક્ષ થાય. આહા..હા..!
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકાઆત્મપ્રસિદ્ધિ. આ ટીકાનું નામ આત્મખ્યાતિ (છે). આત્માની પ્રસિદ્ધિ થાય છે. જે અનાદિથી રાગ ને વિકારની પ્રસિદ્ધિ હતી એનો નાશ કરીને આત્માની પ્રસિદ્ધિ થાય છે. આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, શાંત સ્વરૂપ, વીતરાગમૂર્તિ પ્રભુ છે એની પ્રસિદ્ધિ થાય છે. એનું નામ ધર્મ કહેવાય છે. આહાહા..! અરે.રે...! આવું સાંભળવા મળે નહિ ત્યાં બિચારા શું કરે ? એમ ને એમ બહારમાં કાંઈક સરખાઈ ભાળે ત્યાં સંતોષાય જાય ને (માને કે) એ. અમે સુખી છીએ.
એક ફેરી કહ્યું હતું ને? ‘નાનાલાલભાઈના સગા હતા, “ચુડગર હતા. અમારા સગાં સુખી છે, કહે. કરોડપતિ “નાનાલાલભાઈ’, ‘રાજકોટ’. ‘જસાણી. જસાણી” એના વેવાઈ અહીં આવ્યા હતા. આવે ને બધા આવે તો ઘણીવાર. (ત્યારે કહેતા હતા કે, અમારા વેવાઈ સુખી છે. કીધું, સુખીની વ્યાખ્યા શું ? સુખીની વ્યાખ્યા શું ? આ પૈસા ધૂળ મળે, કરોડપતિ ઈ સુખી ? ગાંડા તે ગાંડા, પાગલ દુનિયા પાગલ આખી. પૈસાવાળાને સુખી માને.