Book Title: Samaysara Siddhi 6
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Catalog link: https://jainqq.org/explore/008310/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ િસમયસાર સિદ્ધિ ભાગ-૬ श्री महावीर कुंदकंद दिगंबर जैन परमागममंदिर www.AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ ဒီ श्री सीमंधरदेवाय नमः श्री निज शुद्धात्मने नम સમયસાર સિદ્ધિ ભાગ-૬ અધ્યાત્મયુગપુરુષ પ. પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામીના સમયસારજી શાસ્ત્ર ઉપ૨ના ૧૯ મી વખતના પુણ્યપાપ અધિકારની ગાથા ૧૪૫ થી ૧૬૩, આસ્રવ અધિકારની ગાથા ૧૬૪ થી ૧૮૦ તથા સંવર અધિકારની ગાથા ૧૮૧ થી ૧૯૨ તથા પ્રત્યેક અધિકારના શ્લોક ઉપર થયેલા ૪૦ મંગલમયી પ્રવચનો : પ્રકાશક તથા પ્રાપ્તિ સ્થાન : શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ યોગીનિકેતન પ્લોટ સ્વરુચિ’ સવાણી હોલની શેરીમાં, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫. ટેલી ન. ૦૯૩૭૪૧૦૦૫૦૮ / (૦૨૮૧) ૨૪૭૭૭૨૮ / ૨૪૭૭૭૨૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ (ાન સંવત ) (ર, સેવન)( કહાન સંવત વીર સંવત ૨૫૩૩ વિક્રમ સંવત ૨૦૬૩ ) ( ઈ. સ. ) ૨૮ પ્રકાશન મહા સુદ-૫, વસંતપંચમીના પવિત્ર દિને તા. ૨૩-૦૧-૨૦૦૭ પ્રથમ આવૃત્તિ -- ૧OOO પડતર કિંમત – રૂ. ૧૭૫/- મૂલ્ય - રૂ. ૬૦/ પ્રાપ્તિ સ્થાન રાજકોટ : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ૫, પંચનાથ પ્લોટ, શ્રી કાનજી સ્વામી માર્ગ, રાજકોટ-૩૬૦૦૦૧. ટેલી. નં. ૨૨૩૧૦૭૩ શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ યોગીનિકેતન પ્લોટ “સ્વરુચિ' સવાણી હોલની શેરીમાં, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫. ટેલી. નં. ૦૯૩૭૪૧૦૫૦૮ | (૦૨૮૧) ૨૪૭૭૭૨૮ મુંબઈ : શ્રી શાંતિભાઈ ઝવેરી ૮૧, નિલામ્બર, ૩૭, પેડર રોડ, મુંબઈ-૪૦૦૦૨૬ ટેલી. નં. ૨૩૫૧૬૬૩૬/૨૩૫૨૪૨૮૨ શ્રી મહેન્દ્રભાઈ મહેતા ‘સાકેત સાગર કોપ્લેક્ષ, સાંઈબાબા નગર, જે.બી. ખોટ સ્કૂલ પાસે, બોરીવલી (વે), મુંબઈ-૪૦OO૯૨ ટેલી. નં. ૨૮૦૫૪૦૬૬/૦૯૮૨૦૩૨૦૧૫૯ શ્રી ભરતભાઈ સી. શાહ ૯૦૫/૯૦૬ યોગી રેસીડેન્સી, એક્સર રોડ, યોગીનગર, બોરીવલી (વે) મુંબઈ-૯૨ ટેલી. નં. ૨૮૩૩૦૩૪૫ કિલકત્તા : શ્રી પ્રકાશભાઈ શાહ ૨૩/૧, બી. જસ્ટીસ દ્રારકાનાથ રોડ, ખાલસા સ્કૂલ સામે, ભવાનીપુર, કલકત્તા-૧૦. ટેલી. ન. ૨૪૮૫૩૭૨૩ સુરેન્દ્રનગર: ડૉ. દેવેન્દ્રભાઈ એમ. દોશી જૂના ટ્રોલી સ્ટેશન સામે, દર્શન મેડીકલ સ્ટોર સામે, સુરેન્દ્રનગર. ટેલી. નં. ૨૩૧૫૬૦ અમદાવાદ: વિનોદભાઈ આર. દોશી ૨૦૫, કહાન કુટીર, દિગંબર જૈન મંદિર સામે, નવરંગપુરા, અમદાવાદ, ટેલી. નં. ૨૬૪૨૨૬ ૭૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ Thanks & our Request Shree Samaysaar Siddhi Part 6 has been kindly donated by Shree Simandhar Kundkund Kahan Aadhyatmik Trust - Rajkot who have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) Great care has been taken to ensure this electronic version of Samaysaar Siddhi Part - 6 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी। मंगलं कुन्दकुन्दाों जैनधर्मोऽस्तु मंगलम् ।। મહાવિદેહક્ષેત્રમાં સદેહે વિહરમાન ત્રિલોકનાથ વીતરાગ સર્વજ્ઞ પરમદેવાધિદેવા શ્રી સીમંધર ભગવાનની દિવ્ય દેશનાનો અપૂર્વ સંયચ કરી ભરતક્ષેત્રમાં લાવનાર સીમંધર લઘુનંદન, જ્ઞાન સામ્રાજ્યના સમ્રાટ, ભરતક્ષેત્રના કળિકાળ સર્વજ્ઞ એટલે કે શુદ્ધાત્મામાં નિરંતર કેલિ કરનાર હાલતાં ચાલતાં સિદ્ધ આચાર્ય શ્રી કુંદકુંદદેવ થયા. જેઓ સંવત ૪૯ માં સદેહે મહાવિદેહક્ષેત્રમાં ૮ દિવસ ગયા હતા. મહાવિદેહક્ષેત્રમાં ત્રિલોકનાથ સર્વશદેવના શ્રીમુખેથી વહેતી શ્રુતામૃતરૂપી જ્ઞાનસરિતાનો તથા શ્રુતકેવળીઓ સાથે થયેલી આધ્યાત્મિક સૂક્ષ્મ ચર્ચાનો અમૂલ્ય ભંડાર સંઘરીને ભરતક્ષેત્રમાં આવી પંચપરમાગમ આદિ આધ્યાત્મિક શાસ્ત્રોની રચના કરી. તેમાંનું એક શ્રી સમયસારજી દ્વિતીય શ્રુતસ્કંધનું સર્વોત્કૃષ્ટ અધ્યાત્મ શાસ્ત્ર છે. જેમાં શ્રી કુંદકુંદાચાર્યે ૪૧૫ માર્મિક ગાથાઓની રચના કરી છે. આ શાસ્ત્ર સૂક્ષ્મ દૃષ્ટિપ્રધાન ગ્રંથાધિરાજ છે. શ્રી કુંદકુંદાચાર્ય બાદ એક હજાર વર્ષ પછી અધ્યાત્મના અનાહત પ્રવાહની પરિપાટીમાં આ અધ્યાત્મના અમૂલ્ય ખજાનાના ઊંડા હાર્દને સ્વાનુભવગમ્ય કરી શ્રી કુંદકુંદદેવના જ્ઞાનહૃદયને ખોલનાર સિદ્ધપદ સાધક મુનિવર સંપદાને આત્મસાત કરી નિજ સ્વરૂપ સાધનાના અલૌકિક અનુભવથી પંચપરમાગમાદિનું સિદ્ધાંત શિરોમણિ શાસ્ત્ર સમયસારજી છે તેની ૪૧૫ ગાથાની ટીકા કરવાનું સૌભાગ્ય તથા તેમાં રહેલા સૂક્ષ્મ ને ગૂઢ રહસ્ય ને તેનો મર્મ અપૂર્વ શૈલીથી આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે “આત્મખ્યાતિ' નામક ટીકા કરી ખોલ્યો ને તેના ઉપર ૨૭૮ માર્મિક મંગળ કળશો તથા પરિશિષ્ટની રચના કરી. - આ શાસ્ત્રનો ભાવાર્થ જયપુર સ્થિત સૂક્ષ્મજ્ઞાન ઉપયોગી પંડિત શ્રી જયચંદજીએ કરેલો છે. વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ પ્રાય; લોપ થયો હતો. મિથ્યાત્વનો ઘોર Page #6 -------------------------------------------------------------------------- ________________ 4 અંધકાર છવાયેલો હતો. જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતો મૃતપ્રાયઃ થયા હતા. પરમાગમો મોજૂદ હોવા છતાં તેના ગૂઢ રહસ્યોને સમજાવનાર કોઈ ન હતું. તેવામાં જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી વીરપુરુષ અધ્યાત્મમૂર્તિ, અધ્યાત્મસૃષ્ટા, આત્મજ્ઞસંત અધ્યાત્મ યુગપુરુષ, નિષ્કારણ કરુણાશીલ, ભવોધિ તારણહાર, ભાવિ તીર્થાધિરાજ પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો ઉદય થયો. જેમણે આ આચાર્યોના જ્ઞાનહૃદયમાં સંચિત ગૂઢ રહસ્યોને પોતાના જ્ઞાનવૈભવ દ્વારા શ્રુતામૃત રસપાન કરી આચાર્યોની મહામહિમ ગાથાઓમાં ભરેલા અર્થગાંભીર્યને સ્વયંની જ્ઞાનપ્રભા દ્વારા સરળ સુગમ ભાષામાં ચરમસીમાએ મૂર્તિમંત કર્યા. મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાનના ઘોર તિમિરને નષ્ટ કરવા એક તેજોમય અધ્યાત્મ દીપકનો સુવર્ણમય ઉદય થયો. જેમણે પોતાની દિવ્યામૃત ચૈતન્યરસીલી વાણી દ્વારા શુદ્ધાત્મસિંધુના અસ્ખલિત સાતિશય શુદ્ધ પ્રવાહને વહેતો કર્યો. તેઓશ્રીએ જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોને અતિ સ્પષ્ટપણે, અવિરુદ્ધતાપૂર્વક ભવ્યજીવોને ભવતાપવિનાશક પરમશાંતિ પ્રદાયક પ્રવચનગંગા દ્વારા તેઓશ્રી પોતાની સાતિશય વાણીથી રેલાવતા રહ્યા. વિરોધીઓના વિરોધનો પણ જંગલમાં ફરતા કેસરી સિંહની જેમ અધ્યાત્મના કેસરી સિંહ બની નિડરપણે છતાં નિષ્કારણ કરુણાવંત ભાવે સામનો કરી વિરોધીઓ પણ ભગવાનઆત્મા’ છે તેવી દૃષ્ટિથી જગતના જીવો સમક્ષ અધ્યાત્મના સૂક્ષ્મ ન્યાયોને પ્રકાશિત કર્યાં. શ્રી સમયસારજી શાસ્ત્ર પૂજ્ય ગુરુદેવશ્રીના હાથમાં સંવત ૧૯૭૮ ના ફાગણ માસમાં આવ્યું. આ સમયસારજી હાથમાં આવતાં જ ઝવેરીની પારખુ નજર સમયસારના સૂક્ષ્મ ભાવો ઉપર પડી અને તેમાં દૃષ્ટિ પડતાં, સહજ જ અંતરના ઊંડાણમાંથી કરુણાશીલ કોમળ હૃદય બોલી ઊઠ્યું. અરે ! આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ પ્રતિબુદ્ધ કેમ થાય તેનું સંપૂર્ણ રહસ્ય ને શુદ્ધાત્માનો સંપૂર્ણ ખજાનો આ શાસ્ત્રમાં ભરેલો છે. આ શાસ્ત્રનું રહસ્ય ખરેખર તો અધ્યાત્મ યુગપુરુષ પૂજ્ય કાનજીસ્વામીના હાથામાં આ શાસ્ત્ર આવ્યા બાદ જ ચરમસીમાએ પ્રકાશિત ને પ્રદર્શિત થયું. ૪૫-૪૫ વર્ષ સુધી સુવર્ણપૂરીમાં સોનગઢ’ મુકામે અધ્યાત્મની હેલી નીતરતી Page #7 -------------------------------------------------------------------------- ________________ d ચાલી. પૂજ્ય ગુરુદેવશ્રીએ ૧૯૭૮ થી ૧૯૯૧ (૧૩) વર્ષ સુધી ગુપ્તમંથન કરી જ્ઞાનવૈભવનો સંપૂર્ણ નિચોડ આ શાસ્ત્રમાંથી શોધી કાઢ્યો અને ફરમાવ્યું કે ઃ– * સમયસાર તો દ્વિતીય શ્રુતસ્કંધનું સર્વોત્કૃષ્ટ સર્વોચ્ય આગમોનું પણ આગમ છે. * સમયસાર તો સિદ્ધાંત શિરોમણિ-અદ્વિતીય અજોડ ચક્ષુ ને આંધળાની આંખ છે. * સમયસાર તો સંસાર વિષવૃક્ષને છેદવાનું અમોઘ શાસ્ત્ર છે. * સમયસાર તો કુંદકુંદાચાર્યથી કોઈ એવું શાસ્ત્ર બની ગયું. જગતના ભાગ્ય કે આવી ચીજ ભરતક્ષેત્રમાં રહી ગઈ. ધન્ય કાળ ! * સમયસારની એક એક ગાથા ને આત્મખ્યાતિ ટીકાએ આત્માને અંદરથી ડોલાવી નાખ્યો છે. સમયસારની આત્મખ્યાતિ જેવી ટીકા દિગંબરમાં પણ બીજા કોઈ શાસ્ત્રોમાં નથી. એના એક એક પદમાં કેટલી ગંભીરતા, ખોલતાં ખોલતાં પાર ન આવે એવી વાત અંદર છે. * સમયસાર તો સત્યનું ઉદ્ઘાટન છે. ભારતનું મહારત્ન છે. *સમયસાર જેના થોડા શબ્દોમાં ભાવોની અદ્ભુત ને અગાધ ગંભીરતા ભરેલી છે. * સમયસાર તો ભરતક્ષેત્રનો પ્રવચનનો સર્વોત્કૃષ્ટ બાદશાહ છે. આ સાર શાસ્ત્ર કહેવાય. * સમયસાર તો જગતના ભાગ્ય, સમયસારરૂપી ભેટલું જગતને આપ્યું. સ્વીકાર નાથ ! હવે સ્વીકાર ! ભેટ પણ દે, એ પણ સ્વીકારે નહીં ? * સમયસાર તો વૈરાગ્યપ્રેરક પરમાર્થ સ્વરૂપને બનાવના૨ વીતરાગી વીણા છે. * સમયસારમાં તો અમૃતચંદ્રાચાર્યે એકલા અમૃત રેડ્યા છે અમૃત વહેવરાવ્યા છે. * સમયસાર એકવાર સાંભળીને એમ ન માની લેવું કે આપણે સાંભળ્યું છે. એમ નથી બાપુ ! આ તો ... વચનસાર છે એટલે આત્મસાર છે વારંવાર સાંભળવું. * સમયસાર ભરતક્ષેત્રની છેલ્લામાં છેલ્લી અને ઊંચામાં ઊંચી સત્તને પ્રસિદ્ધ Page #8 -------------------------------------------------------------------------- ________________ 6 કરનારી ચીજ છે. ભરતક્ષેત્રમાં સાક્ષાત કેવળજ્ઞાનનો સૂર્ય છે. સમયસારે કેવળીના વિરહ ભૂલાવ્યા છે. * સમયસારની મૂળભૂત એક એક ગાથામાં ગજબ ગંભીરતા પાર ન પડે એવી ચીજ છે. એક એક ગાથામાં હીરામોતી ટાંકેલા છે. * સમયસારમાં તો સિદ્ધના ભણકારા સંભળાય છે. શાશ્વત અસ્તિત્વની દૃષ્ટિ કરાવનારું પરમહિતાર્થ શાસ્ત્ર છે. સમયસાર એ તો સાક્ષાત પરમાત્માની દિવ્યધ્વનિ, ત્રણલોકના નાથની આ દિવ્યધ્વનિ છે. આવા અપૂર્વ સમયસારમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીએ પોતાના નિજ સમયસારરૂપી શુદ્ધાત્માને અનુભવીને ફરમાવ્યું કે આત્મા આનંદનો પહાડ છે. જ્ઞાયક તો મીઠો મહેરામણ આનંદનો ગંજ ને સુખનો સમુદ્ર છે. ન્યાયોનો ન્યાયાધીશ છે. ધર્મનો ધોધ એવો ધર્મી છે. ધ્રુવ પ્રવાહ છે. જ્ઞાનની ધારા છે. ત્રણ લોકનો નાથ ચૈતન્યવૃક્ષ અમૃતફળ છે. વાસ્તવિક વસ્તુ છે. સદાય વિકલ્પથી વિરામ જ એવો નિર્વિકલ્પ જેનો મહિમા છે એવો ધ્રુવધામ ધ્રુવની ધખતી ધગશ છે. ભગવાન આત્મા ચિંતામણિ રત્ન, કલ્પવૃક્ષ ને કામધેનુ છે. ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે. અનંત ગુણોનું ગોદામ-શક્તિઓનું સંગ્રહાલય ને સ્વભાવનો સાગર છે. સનાતન દિગંબર મુનિઓએ પરમાત્માની વાણીનો ધોધ ચલાવ્યો છે. જૈનધર્મ સંપ્રદાય વાડો ગચ્છ નથી વસ્તુના સ્વરૂપને જૈન કહે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ શાસ્ત્રના અર્થ કરવાની જે પાંચ પ્રકારની પદ્ધતિ શબ્દાર્થ, મતાર્થ, આગમાર્થ, નયાર્થ ને ભાવાર્થ છે તે અપનાવીને ક્યાં કઈ અપેક્ષાએ કથન ક૨વામાં આવ્યું છે તેનું યથાર્થ જ્ઞાન આપણને મુમુક્ષુ સમુદાયને કરાવ્યું. આ પ્રવચનગંગામાં ઘણા આત્માર્થીઓ પોતાના નિજ સ્વરૂપને પામ્યા, ઘણા સ્વરૂપની નિકટ આવ્યા ને આ વાણીના ભાવો ગ્રહણ કરીને ઘણા આત્માર્થીઓ જરૂ૨ આત્મદર્શન પામશે જ. તેની નિરંતર અમૃત ઝરતી વાણીમાં જ તેમની અસાધારણ પ્રતિભાનો ખ્યાલ આવે છે. પૂજ્ય ગુરુદેવશ્રી સમયસારમાં ફરમાવે છે કે સમયસાર બે જગ્યાએ છે એક પોતાનો શુદ્ધાત્મા છે તે સમયસાર છે ને ઉત્કૃષ્ટ નિમિત્તપણે સમયસારજી શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં પોતાનો નિજ સમયસારરૂપી શુદ્ધાત્મા બતાવવામાં આવ્યો Page #9 -------------------------------------------------------------------------- ________________ છે. એક એક ગાથાના અર્થ કરતાં પૂજ્ય ગુરુદેવશ્રી એવા ભાવવિભોર થઈ જાય છે કે તેમાંથી તેને નીકળવું મુશ્કેલ પડે છે. - પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન વચનામૃતમાં પૂજ્ય ગુરુદેવશ્રી વિશે ફરમાવે છે કે પૂજ્ય ગુરુદેવશ્રીનું દ્રવ્ય તો અલૌકિક ને મંગળ છે. તેમનું શ્રુતજ્ઞાન ને વાણી આશ્ચર્યકારી છે. તેઓશ્રી મંગળમૂર્તિ, ભવોદધિ તારણહાર ને મહિમાવંત ગુણોથી ભરેલા છે. તેમણે ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો, તેમનો અપાર ઉપકાર છે કે કેમ ભૂલાય ? પૂજ્ય ગુરુદેવશ્રીને તીર્થકર જેવો ઉદય વર્તે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો બીજાને માર્ગ બતાવ્યો તેથી તેમનો મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષો સુધી પણ ગવાશે. પૂજ્ય બેન શાંતાબેન ફરમાવે છે કે જેમ મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર પરમાત્માનો સાક્ષાત્ ઉપકાર છે તેવી જ રીતે ભરતક્ષેત્રમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો એટલો જ ઉપકાર છે કારણ કે જે ભવનો અંત તીર્થંકરદેવની સમીપમાં ન આવ્યો તે ભવનો અંત જેમના પ્રતાપે થાય તે પરમકૃપાળુ સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી વારંવાર નમસ્કાર હો. નમસ્કાર હો. પૂજ્ય નિહાલચંદ્રજી સોગાની કે જેઓને પૂજ્ય ગુરુદેવશ્રીનું એક જ પ્રવચન સાંભળતા ભવના અભાવરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સોનગઢ સુવર્ણપૂરી મુકામે થઈ. તેઓ ફરમાવે છે કે પૂજ્ય ગુરુદેવના એક કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. બધી વાતનો ખુલાસો પૂજ્ય ગુરુદેવશ્રીએ તૈયાર કરી આપ્યો છે તેથી કોઈ વાત વિચારવી પડતી નથી. નહિં તો સાધક હોય તો પણ બધી તૈયારી કરવી પડે. “શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ' ની રચના સ્વ. ચંદુલાલ ખીમચંદ મહેતાના સ્મરણાર્થે બેન સરોજબેન ચંદુલાલ મહેતા પરિવાર રાજકોટ દ્વારા કરવામાં આવી છે. આ ટ્રસ્ટની પ્રવૃત્તિમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો પ્રકાશિત કરવાનું કાર્ય કરવામાં આવશે. આ પરિવારને આદરણીય પૂ. શ્રી લાલચંદભાઈ મોદી-રાજકોટ દ્વારા જ આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશની પ્રેરણા તથા આધ્યાત્મિક મહામંત્રોનું રસપાન થયું હોય આ પરિવાર તેમનો અત્યંત ઋણી છે. પૂ. લાલચંદભાઈ હંમેશાં આ પરિવારને Page #10 -------------------------------------------------------------------------- ________________ કહેતા કે તમો બધા પૂજ્ય ગુરુદેવશ્રીના ભવભ્રમણનો થાક ઉતારનારા મૂળત્ત્વને સાંભળી ને સમજો. તેઓશ્રી ફરમાવતા કે તને જાણનારો જણાય છે ખરેખર પર જણાતું નથી તેમ અમે જાણીએ છીએ, હવે તો સ્વીકાર કરી લે. આવા આવા ઘણા મહામંત્રો જેમાં બાર અંગનો સાર ભરેલો છે તેવા મહામંત્રો તથા પૂ. ભાઈશ્રીની અધ્યાત્મની સૂક્ષ્મ સિદ્ધાંતિક સચોટ શૈલીથી જ આ પરિવાર અધ્યાત્મમાં ઓતપ્રોત થયો હોય તેઓશ્રીનો અત્યંત આભારી છે. આવા અપૂર્વ અનુપમ શ્રી સમયસારજી શાસ્ત્રની પુણ્ય-પાપ, આસવ તથા સંવર અધિકારની ગાથાઓ ૧૪૫ થી ૧૯૨ તથા તેના શ્લોકો ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના સળંગ પ્રવચનો નં. ૨૨૮ થી ૨૬ ૮ સમયસાર સિદ્ધિ ભાગ-૬માં અક્ષરશઃ પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પ્રવચનોમાં ૪ હિન્દી પ્રવચનો ગુજરાતીમાં ભાષાંતર કરી પ્રકાશિત કરવામાં આવ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ જાહેરસભામાં સમયસાર ૧૯ વખત વાંચ્યું અને ખાનગીમાં તો સેંકડો વખત વાંચ્યું છે. અને અંદરમાં તો.... તેમને આમાં કેટલો માલ દેખાણો હશે. કોઈવાર દોઢ વર્ષ કોઈવાર બે વર્ષ કોઈવાર અઢી વર્ષ તેમ ૧૯ વખત ૪૫ વર્ષમાં જાહેરમાં વાંચ્યું છે. આ પ્રવચનો પૂજ્ય ગુરુદેવશ્રીની ૪૫ વર્ષની સોનગઢ સુવર્ણપૂરીમાં થયેલી સાધનાના નિચોડરૂપ માખણ છે. જેમ જેમ જ્ઞાનીની જ્ઞાન સ્થિરતા વૃદ્ધિગત્ત થતી જાય છે તેમ તેમ એકને એક ગાથાના પ્રવચન પણ ફરી લેવામાં આવે તો નવા નવા ભાવો આવે છે. તેથી જ ૧૮મી વારના પ્રવચનો સંકલિત થઈને પ્રકાશિત થયા હોવા છતાં આ અંતિમ પ્રવચનો પ્રકાશિત કરવાનો ભાવ આવેલ છે. ટોટલ ૪૮૭ પ્રવચનો ૧ થી ૧૧ ભાગમાં ક્રમબદ્ધ શૃંખલારૂપે પ્રકાશિત થશે. પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવે છે કે પાંચમાં આરાના છેડા સુધી જે કોઈ જીવા સમ્યગ્દર્શન પામશે તેને આ વીતરાગની વાણી નિમિત્ત થશે. આ વાણી સીધી સીમંધર ભગવાનની વાણી છે. આમાં એક અક્ષર ફરે તો બધું ફરી જાય. આ સમગ્ર પ્રવચનો પૂજ્ય ગુરુદેવશ્રીની સી. ડી. ઉપરથી અક્ષરશઃ ઊતારવામાં આવેલા છે. ત્યારબાદ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કૌંસ કરી વાક્યો પૂરા કરેલાં છે. ટેઈપ ઉપરથી ઉતારવાનું કાર્ય શ્રી નિલેષભાઈ જૈન, ભાવનગર Page #11 -------------------------------------------------------------------------- ________________ 9 દ્વારા તથા સમગ્ર પ્રવચનોને ફરીથી સી.ડી. ઉપરથી સાંભળી ચેક કરી પ્રુફ રિડીંગનું કાર્ય શ્રી ચેતનભાઈ મહેતા, રાજકોટ દ્વારા પૂર્ણ થયેલ છે તથા ડૉ. દેવેન્દ્રભાઈ દોશી, સુરેન્દ્રનગરનો પણ આ કાર્યમાં સહયોગ પ્રાપ્ત થયેલ છે તે બદલ સંસ્થા સર્વેનો આભાર માને છે. આ પ્રવચનોનાં પ્રકાશનમાં કાંઈ ક્ષતિ ન રહે તે માટે અમોએ વારંવા૨ પ્રવચનો સાંભળી લખાણ શુદ્ધિ કરી છે છતાં કોઈપણ ક્ષતિ રહી હોય તો તે અમારો દોષ છે તે બદલ અમો ક્ષમા ચાહીએ છીએ. ‘સમયસાર સિદ્ધિ’ ભાગ-૬ના પ્રવચનોનું સમગ્ર કૉમ્પ્યુટરાઈઝડ ટાઈપસેટિંગનું કાર્ય શ્રી નિલેષભાઈ જૈન, ભાવનગર દ્વારા તથા પુસ્તક પ્રિન્ટિંગ બાઈન્ડિંગનું સંપૂર્ણ કાર્ય શાર્પ ઓફસેટવાળા શ્રી ધર્મેશભાઈ શાહ-રાજકોટ દ્વારા તથા કલર પેઈજનું કામ ડોટ એડવાળા શ્રી કમલેશભાઈ સોમપુરા-રાજકોટ દ્વારા થયું હોય સંસ્થા તેમનો આભાર માને છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ પંચમકાળમાં અમૃત વરસાવ્યા છે. અધ્યાત્મની હેલી વરસાવી મોક્ષના માંડવા રોપ્યા છે. આવા અતિ અપૂર્વ માર્મિક શાસ્ત્રની ગાથાઓના ખૂબ જ સરળ ભાષામાં આચાર્યોના ગૂઢભાવોને રજૂ કરી મુમુક્ષુ જગત ઉપ૨ અપૂર્વ ઉપકાર કર્યો છે. ભગવાન આત્મા' કહીને પ્રત્યેક જીવને વીતરાગી કરુણાથી સંબોધન ક૨ના૨ પૂજ્ય ગુરુદેવશ્રી અમ બાળકોના અનંત અનંત ઉપકારી ધર્મપિતા છે. બસ તેમનો ઉ૫કા૨ તો આપણે સૌ તેમણે બતાવેલા શુદ્ધાત્માનું રસપાન કરીને જ વાળી શકીએ. સમયસાર સિદ્ધિ ભાગ-૬ માટે એક મુમુક્ષુભાઈ તરફથી સહયોગ પ્રાપ્ત થયેલ છે તે બદલ ટ્રસ્ટ તેમનો આભાર માને છે. આ પુસ્તક http://www.AtmaDharma.com ૫૨ મૂકેલ છે. ટ્રસ્ટી શ્રી સીમંધ૨ કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ રાજકોટ Page #12 -------------------------------------------------------------------------- ________________ | અનુક્રમણિકા ગાથા/શ્લોક નં. પ્રવચન નં. તારીખ પેઈજ નં. શ્લોક-૧૦૦ ૨૨૮ ૨૨૮ શ્લોક-૧૦૧ ગાથા-૧૪૫ ૦૧ O૨. OOG ૦૧૨ ૦૧૪ ૨૨૮ ૨૨૯ ૧૬-૫-૭૯ ૧૬-૫-૭૯ ૧૬-૫-૭૯ ૧૭-૫-૭૯ ૧૮-૫-૭૯ ૧૮-૫-૭૯ ૧૮-૫-૭૯ ૧૮-૫-૭૯ ૨૩૦ ૦૨૬ ૦૨૭ શ્લોક-૧૦૨ ગાથા-૧૪૬ ગાથા-૧૪૭ ગાથા-૧૪૮-૧૪૯ ગાથા-૧૫૦ ૨૩૦ ૨૩૦ ૨૩૦ ૦૩૦ ૦૩૪ ૦૪૨ ૦૪૩ ૦૪૮ ૦૫ર શ્લોક-૧૦૩ શ્લોક-૧૦૪ ગાથા-૧૫૧ ૨૩૧ ૨૩૧ ૨૩૧ ૨૫-૭૯ ૨૫-૭૯ ૨૦-૫-૭૯ ૦૫૬. ૨૧-૫-૭૯ ૨૩૨ ૨૩૨ ૨૧-૫-૭૯ ગાથા-૧૫૨ ગાથા-૧૫૩ ૨૩૩ ૨૩૩ ૨૨-૫-૭૯ ૨૨-૫-૭૯ શ્લોક-૧૦૫ ગાથા-૧૫૪ ગાથા-૧૫૫ ૦પ૭ ૦૬૬ ૦૭૧ ૦૭૨ ૦૮૨ ૦૮૫ ૦૮૬ ૦૯૫ ૧૦ ૧૦૮ ૧૧૫ ૧૧૭ ૧૨૪ ૧૨૭ ૨૩૪ ૨૩૪ ૨૩૫ ૨૩૫ ૨૩૬ ૨૩૬ ૨૩૬ ૨૩૬ ગાથા-૧૫૬ ૨૩-૫-૭૯ ૨૩-૫-૭૯ ૨૪-૫-૭૯ ૨૪-૫-૭૯ ૨૬-૫-૭૯ ૨૬-૫-૭૯ ૨૬-૫-૭૯ ૨૬-૫-૭૯ શ્લોક-૧૦૬ શ્લોક-૧૦૭ શ્લોક-૧૦૮ ગાથી-૧૫૭-૧૫૯ ૧૩૦ ૨૩૭. ૨૭૫-૭૯ ૧૩૨ ગાથા-૧૬૦ ૧૪૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ ગાથા/શ્લોક નં. ગાથા-૧૬૧-૧૬૩ શ્લોક-૧૦૯ શ્લોક-૧૧૦ શ્લોક-૧૧૧ શ્લોક-૧૧૨ શ્લોક-૧૧૩ ગાથા-૧૬૪-૧૬૫ ગાથા-૧૬૬ ગાથા-૧૬૭ ગાથા-૧૬૮ શ્લોક-૧૧૪ ગાથા-૧૬૯ શ્લોક-૧૧૫ ગાથા-૧૭૦ ગાથા-૧૭૧ ગાથા-૧૭૨ પ્રવચન નં. ૨૩૭ ૨૩૮ ૨૩૮ ૨૩૯ ૨૪૦ ૨૪૦ ૨૪૧ ૨૪૧ ૨૪૨ ૨૪૩ ૨૪૩ ૨૪૪ ૨૪૪ ૨૪૫ ૨૪૫ ૨૪૬ ૨૪૬ ૨૪૭ ૨૪૭ ૨૪૮ ૨૪૮ ૨૪૮ ૨૪૮ 11 તારીખ ૨૭-૫-૭૯ ૨૮-૫-૭૯ ૨૮-૫-૭૯ ૨૯-૫-૭૯ ૩૦-૫-૭૯ ૩૦-૫-૭૯ ૩૧-૫-૭૯ ૩૧-૫-૭૯ ૧-૬-૭૯ ૩-૬-૦૯ ૩-૬-૭૯ ૪-૬-૭૯ ૪-૬-૭૯ ૫-૬-૭૯ ૫-૬-૭૯ ૬-૬-૭૯ ૬-૬-૭૯ ૭-૬-૭૯ ૭-૬-૭૯ ૮-૬-૭૯ ૮-૬-૭૯ ૮-૬-૭૯ ૮-૬-૭૯ પેઈજ નં. ૧૪૩ ૧૪૭ ૧૫૬ ૧૫૮ ૧૬૩ ૧૭૬ ૧૮૪ ૧૯૩ ૧૯૭ ૨૦૮ ૨૦૯ ૨૨૨ ૨૩૨ ૨૩૩ ૨૩૬ ૨૪૧ ૨૪૨ ૨૫૨ ૨૫૯ ૨૬૦ ૨૬૭ ૨૭૩ ૨૭૪ ૨૮૧ ૨૮૨ ૨૯૦ ૨૯૫ ૨૯૬ ૨૯૮ ૨૯૯ ૩૦૧ ૩૦૩ ૩૦૪ ૩૦૯ Page #14 -------------------------------------------------------------------------- ________________ ગાથા/શ્લોક નં. શ્લોક-૧૧૬ શ્લોક-૧૧૭ ગાથા-૧૭૩-૦૬ શ્લોક-૧૧૮ શ્લોક-૧૧૯ ગાથા-૧૭૭-૧૭૮ શ્લોક-૧૨૦ શ્લોક-૧૨૧ ગાથા-૧૭૯-૧૮૦ શ્લોક-૧૨૨ શ્લોક-૧૨૩ શ્લોક-૧૨૪ શ્લોક-૧૨૫ પ્રવચન નં. ૨૪૮ ૨૪૯ ૨૪૯ ૨૫૦ ૨૫૦ ૨૫૧ ૨૫૨ ૨૫૨ ૨૫૨ ૨૫૨ ૨૫૩ ૨૫૩ ૨૫૪ ૨૫૪ ૨૫૫ ૨૫૫ ૨૫૬ ૨૫૬ ૨૫૬ ૨૫૭ ૨૫૭ 12 તારીખ ૮-૬-૭૯ ૧૦-૬-૭૯ ૧૦-૬-૭૯ ૧૧-૬-૭૯ ૧૧-૬-૭૯ ૧૨-૬-૭૯ ૧૩-૬-૭૯ ૧૩-૬-૭૯ ૧૩-૬-૭૯ ૧૩-૬-૭૯ ૧૪-૬-૭૯ ૧૪-૬-૭૯ ૧૫-૬-૭૯ ૧૫-૬-૭૯ ૧૭-૬-૭૯ ૧૭-૬-૭૯ ૧૮-૬-૭૯ ૧૮-૬-૭૯ ૧૮-૬-૭૯ ૧૯-૬-૭૯ ૧૯-૬-૭૯ પેઈજ નં. ૩૧૧ ૩૧૨ ૩૨૦ ૩૨૧ ૩૨૫ ૩૩૫ ૩૩૬ ૩૩૯ ૩૪૧ ૩૫૫ ૩૫૬ ૩૫૭ ૩૬૩ ૩૬૪ ૩૬૫ ૩૬૬ ૩૦૦ ૩૦૩ ૩૭૪ ૩૮૨ ૩૯૦ ૩૯૧ ૩૯૪ ૪૦૦ ૪૦૧ ૪૦૭ ૪૦૯ ૪૧૦ ૪૧૧ ૪૨૦ ૪૨૧ ૪૨૩ ૪૨૫ ૪૨૬ Page #15 -------------------------------------------------------------------------- ________________ ગાથા/શ્લોક નં. પ્રવચન નં. તારીખ પેઈજ ને. ગાથા-૧૮૧-૧૮૩ ૪૩૦ ૪૩૩ ૪૪૧ ૨૫૭ ૨૫૮ ૨૫૯ ૨૬૦ ૧૯-૬-૭૯ ૨૬-૭૯ ૨૧-૬-૭૯ ૨૨-૬-૭૯ ૨૪-૬-૭૯ ૪૫૩ ૪૬૫ ૪૭૬ ૪૮૭ ૨૬ ૧ શ્લોક-૧૨૬. ૨૬ ૧ ૨૬ ૨. ૨૪-૬-૭૯ ૨૫-૬-૭૯ ૪૮૮ ૪૮૯ ગાથા-૧૮૪-૪૮૫ ૨૬ ૨ ૨૬૩ ૨૫-૬-૭૯ ૨૬-૬-૭૯ ગાથા-૧૮૬ ૨૬૩ ૨૬-૬-૭૯ | શ્લોક-૧૨૭ ૨૬૩ ૨૬૪ ૨૬-૬-૭૯ ૨૭૬-૭૯ ૪૯૮ ૫૦૦ પ૦૩ ૫૦૬ ૫૦૭ ૫૧૫ ૫૧૬ ૫૧૭ પ૨૦ ૫૨૨ પ૨૮ પ૨૯ પ૩૧ પ૩૩ પ૩૪ | ગાથા-૧૮૭-૧૮૯ ૨૬૪ ૨૭૬-૭૯ શ્લોક-૧૨૮ ૨૬૪ ૨૭-૬-૭૯ ગાથા-૧૯૦-૧૯૨ ૨૬૪ ૨૬૫ ૨૭-૬-૭૯ ૨૮-૬-૭૯ ૨૯-૬-૭૯ ૨૯-૬-૭૯ ૫૪૫ ૨૬૬ ૫૪૮ શ્લોક-૧૨૯ શ્લોક-૧૩૦ | | ૫૫૪ ૦ ૨૯-૬-૭૯. ૫૫૫ | શ્લોક-૧૩૧ | ૨૬૭ ૩૦-૬-૭૯ પપ૭ ૫૫૮ પ૬૬ ૫૬૭ શ્લોક-૧૩૨ | | ૨૬૭ ૨૬૮ ૩-૬-૭૯ ૧-૭૭૯ ૫૭૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ 14 શ્રી સમયસારજી સ્તુતિ (હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી. (અનુષ્ટ્રપ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા (શિખરિણી) અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. (શાર્દૂલવિક્રીડિત). તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા; તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકુલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા) સૂછ્યું તને રસનિબંધ શિથિલ થાય, જાગ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે. (અનુષ્ટ્રપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. lates (UEARABA) Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્દગુરુદેવ-સ્તુતિ (હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં, આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ કહાન તું નાવિક મળ્યો. (અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં. (શિખરિણી) સદા દૃષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત સત, જ્ઞાન જ્ઞાન ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; - રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભારેંદ્રિમાં - અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. | (વસંતતિલકા) નિત્ય સુધાઝરણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું; હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું. | સ્ત્રગ્ધરા) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ ! તારી ઉર- અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, * ખોયેલું રત્ન પામું, - મનરથ મનનો; પૂરજો શક્તિશાળી oooooooooooo R Page #18 -------------------------------------------------------------------------- ________________ 16 મંગલ સુપ્રભાતની બોણી આજે સુપ્રભાત છે. આપણે કળશટીકામાં સુપ્રભાત આવે છે, ત્યાં તો અનંત જ્ઞાન, અનંત દર્શનને સુપ્રભાત કહ્યું છે પણ સમ્યગ્દર્શન થાય એ પણ સુપ્રભાત–બીજરૂપે સુપ્રભાત છે. અખંડ આનંદ સ્વરૂપ પ્રભુ, એના આશ્રયે સમ્યગ્દર્શન થાય એ પણ એક સુપ્રભાત છે. એ દિવસ ઊગ્યો એને સુપ્રભાત છે. અહીં તો ૩૮મી ગાથામાં ત્યાં સુધી કહ્યું છે ને ! કે પંચમ આરાના સંત–ગુરુ અપ્રતિબુદ્ધને સમજાવે છે. આહાહા ! અનાદિ અપ્રતિબુદ્ઘ અજ્ઞાનીને ગુરુ વારંવાર સમજાવે છે, એનો અર્થ વારંવાર એ વિચાર કરે છે. પંચમકાળના શ્રોતાને ગુરુ સમજાવે છે એ સાંભળીને, અંતર અનુભવીને, જેને સમ્યગ્દર્શન થાય છે એ શ્રોતા એમ કહે છે કે હું એક શુદ્ધ ચૈતન્યઘન છું. દર્શન-જ્ઞાન-ચારિત્રથી પરિણમિત છું અને તે પરિણમિત થયેલી ચીજ મને ફરી પાછી પડે એવો હું નથી. આહાહા ! પંચમઆરાના શ્રોતાની આ વાત ! ઓછી વાત નથી. આગમ યુક્તિથી ને અનુભવથી જે અમને આત્મજ્ઞાન થયું તે હવે અમને ફરીને પડવાનું નથી. ઓહોહો ! પંચમઆરાના શ્રોતાની આ દશા ! ભલે કોઈ શ્રોતા પાકે પણ એ શ્રોતાની આવી જ દશા હોય. આહાહા ! શું શૈલી ! જીવ અધિકાર પૂર્ણ કરતાં ૩૮ ગાથામ, પંચમઆરામાં પણ આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જેણે સાંભળ્યું, સાંભળીને જેણે મનન કર્યું, ધ્યાનમાં જેને પ્રાપ્ત થયું એ શ્રોતા એમ કહે છે કે અમારૂ આ સમ્યગ્દર્શન-જ્ઞાન અપ્રતિહત છે, એ પાછું ફરવાનું નથી. અરે પંચમઆરાના શ્રોતા ભગવાન પાસે ગયા નથી ને ! કહે છે કે ભગવાન પોતે છે એની પાસે ગયો છે તેથી તેને અંત૨માં એવું અપ્રતિહત દર્શન થયું છે. આહાહા ! ગજબ વાત છે. એનું નામ જઘન્યભાવની શરૂઆતની સુપ્રભાત કહેવામાં આવે છે. ઉત્કૃષ્ટ ભાવરૂપ કેવળજ્ઞાન એ તો અત્યારે નથી છતાં પણ જે સમ્યગ્દર્શન પામેલ છે એને અલ્પ ભવમાં કેવળજ્ઞાન થવાનું જ છે, એમાં કાંઈ ફેરફાર છે જ નહિ તેથી તેને જે સુપ્રભાત ઉદ્યોત થવાનું છે એનું અત્યારે જ માંગલિક કરે છે કે અમે સર્વજ્ઞપણું પામવાના છીએ, અમને કેવળજ્ઞાન થવાનું છે. ઓહોહો ! આનું નામ મંગળ સુપ્રભાત છે. ભમ્’ નામ ૫૨નો અહંકાર, એને ગલ’ નામ જેણે ગાળ્યો છે તે માંગલિક છે. આહાહા ! રાગ ને પર્યાયનું અહપણું એવો જે મિથ્યાત્વભાવ તેને, શુદ્ધ ચૈતન્યઘનમાં અહપણું માનીને, જેણે ગાળ્યો તેને અહીંયાં માંગલિક કહેવામાં આવે છે. ખરેખર તો પંચપરમેષ્ઠી–અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુપણું એ આત્માનું જ સ્વરૂપ છે—એમ યોગીન્દ્રદેવમાં આવે છે. આત્મામાં જ અદ્વૈતપણું, સિદ્ધપણું, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુપણું–પંચ પરમેષ્ઠીપણું ભરેલું છે. આત્મા પોતે જ પંચપરમેષ્ઠીસ્વરૂપ છે. આહાહા ! એને (-આત્માને) અહીં માંગલિક તરીકે, ઉત્તમ તરીકે, શરણ તરીકે કહેવામાં આવ્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રી, નૂતન વર્ષની વહેલી સુપ્રભાતે.(આત્મધર્મ અંક-૭૦૮) — Page #19 -------------------------------------------------------------------------- ________________ OR ॐ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર સમયસાર સિદ્ધિ (અધ્યાત્મયુગપુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના શ્રી ‘સમયસાર’ઉપર પ્રવચન) (ભાગ ૬) - - પુણ્ય-પાપ અધિકાર अथैकमेव कर्म द्विपात्रीभूय पुण्यपापरूपेण प्रविशति - (द्रुतविलम्बित) तदथ कर्म शुभाशुभभेदतो द्वितयतां गतमैक्यमुपानयन् । ग्लपितनिर्भर मोहरजा अयं स्वयमुदेत्यवबोधसुधाप्लवः । ।१०० । । પુણ્ય-પાપ બન્ને કરમ, બંધરૂપ ૬૨ માની; શુદ્ધાત્મા જેણે લહ્યો, નમું ચરણ હિત જાણી. પ્રથમ ટીકાકાર કહે છે કે હવે એક જ કર્મ બે પાત્રરૂપ થઈને પુણ્ય-પાપરૂપે પ્રવેશ કરે છે.’ જેમ નૃત્યના અખાડામાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે, તેવી રીતે જોકે કર્મ એક જ છે તોપણ Page #20 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ પુણ્ય-પાપના ભેદે બે પ્રકારનાં રૂપ કરી નાચે છે તેને, સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે. તે જ્ઞાનના મહિમાનું કાવ્ય આ અધિકારની શરૂઆતમાં ટીકાકાર આચાર્ય કહે છે : શ્લોકાર્ધ :- (૩) હવે (કર્તાકર્મ અધિકાર પછી), (૫-૩ -એતિ:) શુભ અને અશુભના ભેદને લીધે દિતતાં તમ્ તત્ બે-પણાને પામેલા તે કર્મને નમ્ ૩પનિયન એકરૂપ કરતો, (પિત-નિર્મર-મોહરની) જેણે અત્યંત મોહરને દૂર કરી છે એવો (વોઇ-સુથાપ્નવ:) આ પ્રત્યક્ષ–અનુભવગોચર) જ્ઞાન-સુધાંશુ (સમ્યજ્ઞાનરૂપી ચંદ્રમા) (સ્વયમ્) સ્વયં (તિ) ઉદય પામે છે. ભાવાર્થ – અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું તેને શાને એક પ્રકારનું બતાવ્યું. જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી તે દૂર કરવામાં આવી ત્યારે યથાર્થ જ્ઞાન થયું; જેમ ચંદ્રને વાદળાં તથા ધુમ્મસનું પટલ આડું આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ જાણવું. ૧૦૦. પ્રવચન નં. ૨૨૮ શ્લોક-૧૦૦ બુધવાર, વૈશાખ વદ ૫, તા. ૧૬-૦૫-૧૯૭૯ હવે, ત્રીજો પુણ્ય-પાપ અધિકાર પુણ્ય-પાપ બને કરમ, બંધરૂપ દુર માની; શુદ્ધાત્મા જેણે લહ્યો, નમું ચરણ હિત જાણી. પુણ્ય અને પાપ બને બંધનરૂપ (છે એમ જાણી) એને દૂર કરીને પોતાના શુદ્ધાત્માને જેણે જાણ્યો... આ...હા..! “નમું ચરણ હિત જાણી.” તેના ચરણમાં હું નમસ્કાર કરું છું. હિતને જાણીને (એટલે મારું હિત એમાં છે. સ્વરૂપમાં એકાગ્ર થવું એ મારું હિત છે. આહાહા...! શુદ્ધત્માને જાણવો અને એમાં) ઠરવું એ મારું હિત છે. એમ જેણે આવું કર્યું તેને પણ હું નમસ્કાર કરું છું. આહા...હા...! પ્રથમ ટીકાકર કહે છે કે, “હવે એક જ કર્મ બે પાત્રરૂપ થઈને પુણ્ય-પાપરૂપે પ્રવેશ કરે છે. નાટકનો દાખલો આપ્યો છે ને ! એક જ પુરુષ હોય ઈ ઘડીકમાં રાજા થઈને આવે અને ઘડીકમાં ગુલામ થઈને આવે. નાટકમાં ! એમ પુણ્ય અને પાપ એકરૂપ વેશ ધારણ કરી પ્રવેશ કરે છે. આહા...હા..! જેમ નૃત્યના અખાડામાં નાચવાના અખાડામાં – સ્થાનમાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય... આહાહા.. તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે...” નાટકમાં ઘડીકમાં સ્ત્રીનો વેશ લઈને આવે, ઘડીકમાં પુરુષનો વેશ લઈને આવે. ‘પાલેજમાં એક ફેરી અમારે બન્યું હતું. ત્યાં મુસલમાનનું જોર અને જે નાટકનો Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૦૦ ૩ મૂળ (સૂત્રધાર) હતો એ અંદર સ્ત્રીનો વેશ પહેરતો હતો અને અહીં તક૨ા૨ થઈ તો ઘણા મુસલમાનો અંદર મફતમાં પેઠા. આ તો (સંવત) ૧૯૬૫-૬૬ની વાત છે. એને એકદમ બહાર આવી પડ્યું. સ્ત્રીનો વેશ પહેરેલો રાખીને) બહાર (આવ્યો). ત્યારે લોકોએ પણ જાણ્યું કે આ તો એનો મુખ્ય માણસ છે, નાટકનો મુખ્ય માણસ (હતો) એણે સ્ત્રીનો વેશ પહેર્યો હતો) રાણીનો (હતો) રાણીનો. ઘણું કરીને તો પીંગળા’નો વેશ હતો. ‘ભર્તુહરી’ની ‘પીંગળા’ આવે છે ને ? ઈ અંદર પહેરતો હતો ત્યાં તક૨ા૨ થઈ એટલે એને એકદમ બહાર આવવું પડ્યું. સ્ત્રીના વેશમાં આવવું પડ્યું). માથુ ઉઘાડુ હતું. આહા..હા...! ત્યારે જાણી લીધું કે, ઓ...હો...! આ તો નાટકનો મુખ્ય માણસ ! પ્રમુખ માણસ (છે) એ આ રાણીનો વેશ ધારણ કરે છે. એમ પુણ્ય અને પાપના બે વેશ છે તો એક જ વિકારના. આહા..હા...! પણ અજ્ઞાની એને બે રૂપે માને છે. પરંતુ) તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે...' પુણ્ય અને પાપ બેય એક જ છે. ભગવાનઆત્મા એનાથી ભિન્ન અને પુણ્ય અને પાપના ભાવ દયા, દાન, વ્રત, શીલ, તપ આદિ ભાવ... આહા..હા..! હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના, બેય જાત એક જ છે. આ..હા..હા...! આકરું કામ ! તેવી રીતે જોકે કર્મ એક જ છે તોપણ પુણ્ય-પાપના ભેદે બે પ્રકારનાં રૂપ કરી નાચે છે તેને, સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે.' લ્યો ! અહીં તો સમ્યગ્દષ્ટિ લીધું. પેલો જ્યાં હોય ત્યાં સાધુ.. સાધુ નાખે છે. ‘વિદ્યાધરજી’. આહા..હા...! સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે.’ સમ્યગ્દષ્ટિનું જ્ઞાન ચોથા ગુણસ્થાનનું જ્ઞાન. સમ્યગ્દષ્ટિ પણ વીતરાગી પર્યાય છે. કેમકે જિનસ્વરૂપ છે, પોતે વીતરાગસ્વરૂપ જ છે, એની પ્રતીતિ અને જ્ઞાન થઈને જે દશા થઈ એ દશા ભલે ચોથા (ગુણસ્થાનની) હોય, પણ તે વીતરાગી દશા છે. આહા..હા...! એ વીતરાગી દશાનું જ્ઞાન યથાર્થ છે. - તે એકરૂપ જાણી લે છે.’ (અર્થાત્) પુણ્ય અને પાપ બન્ને એક જ છે. ચાહે તો હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના, ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવાનનું સ્મરણ (હો), બેય એક જ જાત છે. આ..હા..હા..! (આવું સાંભળે ત્યાં) આકરું કામ પડે છે. હમણાં સાંભળ્યું, તમે કહ્યું ને ? સ્વરૂપાચરણ ચારિત્ર ! ‘કળશટીકા’ ‘રાજમલજી’ની ટીકામાં ૧૦૬ કળશમાં છ વાર આવે છે. આ તો ‘રાજમલજી’નું નામ રાત્રે આવ્યું હતું. ત્રણ નામ આવ્યા અને ચોથું (નહોતું). (મેં કીધું, આમાં પણ છે ને ? જોકે આમાં વ્રત એટલે ચારિત્ર. ચારિત્ર, સ્વરૂપાચરણ ચારિત્ર. એક જ ૧૦૬ કળશમાં છ વાર આવે છે. સ્વરૂપાચરણ ચારિત્ર... સ્વરૂપાચરણ ચારિત્ર... આહા..હા...! ? Page #22 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ મૂળ તો સ્વરૂપ જે ભગવાન ચિઠ્ઠન આનંદકંદ ! એનું ભલે ચોથે (ગુણસ્થાને) અંશે પણ આચરણ છે એ સ્વરૂપાચરણ છે અને પછી પાંચમાં ગુણસ્થાનમાં પણ જે વિશેષ છે એ સ્વરૂપાચરણ છે અને છઠું પણ સ્થિરતા વધી ગઈ છે એ સ્વરૂપાચરણ છે, સાતમે વધી ગઈ છે એ સ્વરૂપાચરણ છે. આ..હા...હા..! એમાં રાગનું આચરણ નથી એટલે સ્વરૂપાચરણ છે એમ કહેવું છે. આ..હા..! આવો માર્ગ ! અહીં તો સવારે ત્યાં – આ ૧૦૬ કળશમાં નજર ગઈ હતી, કીધું, ત્રણ બોલના નામ આપ્યા હતા એમાં ‘રાજમલ' સ્વરૂપાચરણ (કહે છે ઈ નહોતું. પણ “રાજમલ’ સ્વરૂપાચરણ વ્રતને કહે છે. ચોથે સ્વરૂપાચરણ છે. પણ વત શબ્દ જે લીધો છે એ સ્વરૂપાચરણના અર્થમાં લીધો છે) અને બીજા વ્રતનો અર્થ લીધો છે એ શુભભાવના આચરણમાં (લીધો છે). દયા, દાન, વ્રત આદિ. એ વ્રત એટલે વિકાર અને આ વ્રત એટલે સ્વરૂપાચરણ. આહાહા.! આકરું કામ બહુ ! શુદ્ધ સ્વરૂપ ચૈતન્યપ્રભુ! સ્વદ્રવ્ય જે છે એ શુદ્ધ ચૈતન્યઘન છે. એ સ્વદ્રવ્યનું આચરણ તે સ્વરૂપઆચરણ. તે નિર્જરા અને મોક્ષનું કારણ છે. આહા..! સંવર, નિર્જરા અને મોક્ષનું એ કારણ છે. શું કહ્યું ઈ ? ભગવાનઆત્મા ધ્રુવ ચૈતન્યસ્વરૂપ જ્ઞાયકભાવ અનંત ગુણનું એકરૂપ એવો જે ભગવાન, એનું જે આચરણ (છે) એ પુણ્ય અને પાપના વિકલ્પથી રહિત (છે). એનું એ આચરણ (છે). એ આચરણ સ્વરૂપ આચરણ છે. રાગનું આચરણ છે એ વિરૂપઆચરણ છે. આહા..હા..! એ સ્વરૂપ.... સ્વ-રૂપ શુદ્ધ ચૈતન્યઘન આત્મા સ્વરૂપ, એનું આચરણ, એમાં લીનતા અને એકાગ્રતા (થવી) તે સંવર, નિર્જરા અને મોક્ષનું કારણ છે અને એ સ્વરૂપાચરણ સિવાય જેટલી વૃત્તિ રાગાદિમાં જાય એ બધું બંધનનું કારણ છે). એ પરદ્રવ્યઆચરણ છે, આ સ્વરૂપ આચરણ છે. ત્યારે પેલું પરદ્રવ્ય (આચરણ છે). એમ ૧૦૭માં આવ્યું છે. આ સ્વદ્રવ્યમાં (આચરણ) છે, પેલું પરદ્રવ્ય (આચરણ છે). આહા...હા! છે ને, આમાં જુઓને ! ૧૦૭ માં છે, જુઓ ! ૧૦૬ માં છે. “પદ્રવ્યરવમાવવા ૧૦૬માં ઈ છે. “પદ્રવ્યસ્વમાવત્તા અને ૧૦૭ માં “ટ્રવ્યાન્તરqમાવત્વા’ આહા..હા..! ૧૦૭ (કળા). “ટ્રવ્યાન્તરવમાવત્વા’ (અર્થાતુ) દ્રવ્યથી અનેરા દ્રવ્યનો સ્વભાવ. આહાહા.! શું ટૂંકી ભાષા ! પદ્રવ્યqમાવત્વા જ્ઞાનરચ મવન વૃત્ત આહાહા..! ભગવાન જ્ઞાન અને આનંદનું સ્વદ્રવ્યનું અંદર આચરણ તે વ્રત નામ તે આચરણ અને તેને ચારિત્ર કહીએ. આહાહા... અને જે દ્રવ્યાંતર (એટલે) આ દ્રવ્યથી અનેરું – દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના પરિણામ (થાય) એ અનેરા દ્રવ્યનું આચરણ હોવાથી તે અણઆચરણ છે. સ્વરૂપનું અણઆચરણ છે, પરદ્રવ્યનું આચરણ છે. આહા..હા...! ઈ ૧૦૬, ૧૦૭ આમાં આવશે. (અહીંયાં આપણે) શ્લોક-૧૦૦. તે જ્ઞાનના મહિમાનું કાવ્ય આ અધિકારની શરૂઆતમાં Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૦૦ ટીકાકાર આચાર્ય કહે છે :–' तदथ कर्म शुभाशुभभेदतो द्वितयतां गतमैक्यमुपानयन्। ग्लपितनिर्भरमोहरजा अयं स्वयमुदेत्यवबोधसुधाप्लवः ।।१०० ।। (શ્લોકાર્થ) – “હવે (કર્તાકર્મ અધિકાર પછી), શુભ અને અશુભના ભેદને લીધે...” (દિત તાં) બે-પણાને પામેલા તે કર્મને...” ભલે બે-પણાને પામેલું કર્મ લીધું છે એટલે કેટલાક એમ કહે છે કે, એ તો કર્મના બે પ્રકારનો નિષેધ છે. પણ પછી આચાર્ય પોતે કહે છે, કર્મનું કારણ જે શુભાશુભ ભાવ છે, એ પણ બે છે. બે છે તે એક જ છે, બંધન એક છે અને એનું ફળ પણ એક જ છે. આહા...હા..! “ભેદને લીધે બે-પણાને પામેલા... આહા...હા.! શુભભાવ જુદો અને અશુભભાવ જુદો – બે જુદો એમ કહે છે. અજ્ઞાની બેને માને છે. એને “એકરૂપ કરતો.” આહા..હા..! એકરૂપ કરતો એનો અર્થ – પોતાની સાથે એકરૂપ નહિ કરતો. બે (છે) તે એક જ રૂપ વસ્તુ છે. શુભ અને અશુભ ભાવ બે તે એક જ પ્રકાર છે. આહા...હા...! એકરૂપ કરતો,” એકરૂપ એટલે બે માન્યતા છે કે, આ પુણ્ય તે ઠીક છે અને અપુણ્ય તે અઠીક છે અથવા પુણ્ય શુભ છે અને પાપ અશુભ છે. એ બે-પણાને માનતો મિથ્યાદૃષ્ટિ (અને) જ્ઞાની બેને એકપણે જાણતો. આહા..હા..! બેય ભાવ એક જ બંધનના કારણ છે, બેય ઝેર છે, બન્ને દુઃખ છે. આહા..હા...! દયા, દાન, વ્રત, શીલ, તપને ઝેર કહેવું ! કેમકે અમૃતસાગર ભગવાન ! અમૃતનો દરિયો પ્રભુ, એનાથી (શુભ) ભાવ તે વિરુદ્ધ છે. ચાહે તો દયા, દાન, વ્રત, શીલ, તપ ગમે તે હો, પણ પ્રભુ અમૃતનો સાગર દરિયો ધ્રુવ એક જ મહાપુભ છે. આ..હા..હા...! એનાથી આ પુણ્ય-પાપના બે ભાવ અમૃતથી વિરુદ્ધ છે માટે તેને ઝેર કહ્યાં છે. અર.૨.૨...! આ કહે કે, પરની દયા પાળો તો ધર્મ છે. અહીં કહે છે કે, પરની દયા તો પાળી શકતો નથી પણ પરની દયાનો ભાવ છે તે રાગ અને ઝેર છે. આ વાત.! આકરું કામ છે, બાપુ ! આહાહા...! - બેમાંથી “એકરૂપ કરતો...” એકરૂપ કરતો એટલે પોતાની સાથે એકરૂપ કરતો (એમ) નહિ. પુણ્ય અને પાપ બન્ને એક જ જાત છે, બંધનું કારણ ઝેર છે. અજ્ઞાની બેને બેરૂપે ભિન્ન જાણતો હતો તે જ્ઞાની બેને એકરૂપે – ઝેરનું, બંધનું કારણ એક જ પ્રકાર છે (એમ જાણે છે). જેણે અત્યંત મોહરને દૂર કરી છે. આમાં “મોહરજ' શબ્દ છે પણ એનો અર્થ મોહભાવ – મિથ્યાત્વભાવ છે). ભાઈમાં મોહરજનો અર્થ મિથ્યાત્વભાવ કર્યો છે. એક ગાથામાં શેઠ આવ્યા હતા ત્યારે લીધી હતી). પેલામાં પણ આવે છે ને ? મોહરજ ! ઈ ભાવમોહ છે. ઈ તો નામ નથી આપ્યું, મૂળ તો ભાવમોહ છે. ભગવાન આત્મા પૂર્ણાનંદના નાથને ભૂલી Page #24 -------------------------------------------------------------------------- ________________ ૬ સમયસાર સિદ્ધિ-૬ અને પુણ્ય અને પાપને બેને બે તરીકે ભિન્ન ભિન્ન જાણે, એ મિથ્યાત્વભાવ છે. આહા..હા...! નવ તત્ત્વ તરીકે ગણતા એના પુણ્ય અને પાપનું તત્ત્વ જુદું ગણ્યું. પણ એક ઠેકાણે પાછું કાઢી નાખ્યું. આસવ ગણીને પુણ્ય-પાપ ન રાખ્યા. સાત તત્ત્વ કીધાં ને ત્યાં ? આહા...હા...! એને – એ પુણ્ય-પાપને બેને આસવ ગણીને એક જ તત્ત્વ ગણ્યું. વ્યવહારે બેને જુદા પાડ્યા હતા. આહા..હા...! એ નિશ્ચયથી બે એક છે, આસ્રવ છે, બંધનું કારણ છે. આહા..હા...! હવે આમાં કયારે નિવૃત્તિ લેવી ! અરે......! ચોરાશી લાખ અવતારમાં પરિભ્રમણ કરતો ચાંય એને વિશ્રામસ્થાન મળ્યું નહિ. એ પોતે જ છે અંદર. તેનું માહાત્મ્ય – મહિમા, અને રાગથી જુદાપણાનું ભાન એણે ન કર્યું. આહા..હા...! બાકી બધું એણે ગમે તે કર્યું હોય, પાંચ-પચાસ લાખ ભેગા કર્યાં હોય, બે-પાંચ કરોડની ધૂળ (ભેગી કરી હોય)... આહા..હા...! એનું શું ? એ તો દુર્ગતિનું કારણ છે. આહા..હા...! મુંબઈ’માં બેને જોયા, ભાઈ ! પેલો બે અબજ અને ચાલીસ કરોડવાળાનો દીકરો આવ્યો હતો. પણ ઈ પગે લાગીને એટલું બોલ્યો કે, મારા બાપુજીને આવવાનો ભાવ હતો.’ એટલું બોલ્યો. ઠીક, કીધું. મારા બાપને આવવાનો ભાવ હતો' એટલું બોલ્યો. ઠીક કીધું. એ તો પોપટભાઈ’ કહેતા. એના બનેવી પણ કહેતા કે, કોઈવાર પહેલા એવો વિચાર થયો હશે. એમ કે, આ બધા સોનગઢ’ જાય છે, મારી બેન ત્યાં છે, મારો બનેવી ત્યાં છે. તો જોવા તો જઈએ. બે અબજ અને ચાલીસ કરોડ ! ધૂળમાં ગરી ગયેલા, મરી ગયેલા બિચારા ! આ..હા..હા...! બીજો આ જોયો. વૈષ્ણવ ! મુંબઈ’ તમારો શેઠ ! પચાસ કરોડ ! પચાસ કરોડ ! આવ્યો હતો. (પોતે) વૈષ્ણવ, ઘરે બૈરા છે એ જૈન છે. શ્વેતાંબર જૈન એટલે એને પ્રેમ છે. પગે લાગવા આવ્યો હતો. ભાઈ એમાં નોકર હતા ને ‘ામદાસ’! ― મુમુક્ષુ :- ત્રણ વખત મળ્યા હતા. ઉત્તર :- આવ્યા હતા, આવ્યા હતા. ફરીને આવ્યા હતા. પહેલા આવ્યા હતા પછી ઘરે લઈ ગયા, પાછા ફરીને આવ્યા હતા. (શ્રોતા ઃ જન્મજયંતી વખતે...) જન્મજયંતી (વખતે આવેલા), ખબર છે, ખબર છે ને ! પચાસ કરોડ રૂપિયા ! પાટણ’ના વૈષ્ણવ (હતા). અરે...! કર્તા.. કર્તા.. કર્તા (માને). વૈષ્ણવ ખરા ને ? મેં તો એમ જ કહ્યું, તમે કર્તા કહો તો પછી નરસિંહ મહેતા’ એમ કહે છે, જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ’ ત્યાં એમણે એમ નથી કીધું કે, જ્યાં લગી ઈશ્વરને એણે જાણ્યા નહિ' મુમુક્ષુ :- અમારામાં એમ છે ને, એમ એણે આપને જવાબ આપ્યો હતો. ઉત્તર - ઈ તો એને જરી આધાર દેવા માટે (કહ્યું). જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહિ’ એમાં બે વાત નીકળી. એક તો ઈશ્વરને જાણ્યો નહિ એમ નથી કીધું તેમ જાણ્યું Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૦૦ છે એ આત્મા સિવાય બીજા તત્ત્વો છે, અસ્તિ છે. ત્યારે એમ કીધું ને કે, “જ્યાં લગી આતમાં તત્ત્વ ચીન્યો નહિ બીજા તત્ત્વો છે. એટલે (એ) છે અને આત્મા છે એનો કોઈ કર્તા-હર્તા છે નહિ. મુમુક્ષુ - છે એને કોણ કરે ? ઉત્તર :છે, એમ તો એમાંથી આવી ગયું. અને “ગીતામાં પણ એવું એક વાક્ય છે. આપણે જોયું છે. આપણે અહીં ગીતા' છે ને ! એમાં જોયું છે, એક એવો શ્લોક છે. નથી હું કર્તા, એવો એક શ્લોક છે. “ના મામ્ વર્તા' એવું કાંઈક છે. આહા..હા...! છે વસ્તુ. આહાહા...! કોણ કરે ? છે એને કરે કોણ ? અને નથી એને કરે કોણ ? કરવું ઈ થાય – દ્રવ્યની પર્યાય. એ કરવું થાય. એ પણ પર્યાયરૂપે કરવું થાય. આહા...હા...! પલટે છે ને ! આહા..હા...! અહીં કહે છે, “જેણે અત્યંત મોહરને દૂર કરી છે એવો આ પ્રત્યક્ષ–અનુભવગોચર)...” આ..હા..હા...! (યં સેવાઇ-સુથાપ્નવ:) “આ પ્રત્યક્ષ–અનુભવગોચર.” એમ, જોયું ? (કર્યા છે ને ? પ્રત્યક્ષ અવબોધ નામ જ્ઞાન. (સુધાર્ણવ:) નામ ચંદ્ર. આ...હા...હા....! “જ્ઞાનસુધાંશુ (સમ્યજ્ઞાનરૂપી ચંદ્રમા)...' પ્રભુ અંદર છે. આ.હા..હા...! મુમુક્ષુ :- પુણ્યમાં ફસાઈ ગયા છે. ઉત્તર :ધૂળમાં... પુણ્ય-પાપમાં એકલું દુઃખ છે. અહીં સુધાંશું (એટલે) જેમ ચંદ્રમા નિર્મળ છે એમ ભગવાન જ્ઞાનસુધા ચંદ્રમા છે. આહા...હા.! લોગસ્સમાં પણ આવે છે ને ? “ચંદેસુ નિમ્મલયરા”. લોગસ્સ કર્યું છે કે નહિ? એના અર્થની પણ ખબર ન હોય. “ચંદેસુ નિમ્મલયરા' (અર્થાતુ) ચંદ્રથી પણ હે પ્રભુ ! આપ તો નિર્મળતર છો. એકલા નિર્મળાનંદ ચંદ્ર ! ચંદ્રનું નિર્મળપણું તો જડનું છે. આનું નિર્મળપણું ચૈતન્યનું છે. આ...હા...! “આઈએસુ અહિય પયાસયરા” એ લોગસ્સમાં આવે છે (પણ) અર્થની પણ ખબર ન મળે. હાંકે રાખે. આદિત્ય નામ સૂર્ય, એનાથી અધિક. આઈચ્ચેનુ અહિય પયાસયરા” એનાથી અધિક અનંતગુણો પ્રકાશ – ચૈતન્યમૂર્તિ ઝળહળ જ્યોતિ અંદર છે આ..હા...હા...! સાગરવરગંભીરા સાગરમાં પ્રધાન સાગર મોટો જેમ સ્વયંભૂરમણ છે), જેની ગંભીરતાનો પાર ન મળે. અસંખ્ય જોજનમાં ફેલાયેલો) અને જેમાં નીચે રેતી ન મળે, એકલાં રત્ન ભર્યા છે. છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર. આખીરનો અસંખ્યમો. અસંખ્ય જોજનમાં હેઠે એકલા રત્ન ભર્યા છે અને પાણી અસંખ્ય જોજનમાં (છે). આહા..હા...! એવો “સાગરવરગંભીરા' ! પ્રભુ ! તારા તળમાં અનંતા રત્નો ભર્યા છે, આહા..હા..! જેના અનંત રત્નની ગંભીરતાનો પાર ન મળે. અને સ્વયંભૂ (એટલે) એ બધું પોતાથી છે. એને કોઈએ કર્યો છે એમ છે નહિ. આહા...હા...! Page #26 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ એવો આ ‘યં’ પ્રત્યક્ષ. યં’નો અર્થ પ્રત્યક્ષ કર્યો આ. અને ‘અવવોધ” નામ જ્ઞાન. ‘સુધાપ્તવ’ ‘સુધાહ્રવ” “સુધાંશુ (સમ્યજ્ઞાનરૂપ ચંદ્રમા) સ્વયં ઉદય પામે છે.’ આ..હા..હા...! જેને કોઈ દયા, દાન ને રાગની મંદતાની, શુભતાની પણ કોઈ અપેક્ષા નથી. એમાં એ નથી, એનું એ સ્વરૂપ નથી પણ એની એને અપેક્ષા પણ નથી. સ્વયં ! આહા..હા...! ‘સુધાય્તવ’ ચંદ્ર ! શાંતિ.. શાંતિ... શાંતિ... એવો જે ચંદ્રમા, ભગવાન જ્ઞાનરૂપી ચંદ્રમા ! પુણ્યપાપને બેને જ્યાં એક તરીકે ભિન્ન જાણે છે, ત્યારે સુધાપ્તવ” પ્રગટ થાય છે. ત્યારે શુદ્ધ ચંદ્રમા ભગવાન નિર્મળ પ્રગટ થાય છે. આહા..હા...! પુણ્યના ભાવમાં ઠીક છે’ એમ કરીને રોકાતો. વ્યવહા૨ે ભેદ પાડ્યો. નવ તત્ત્વમાં ભેદ પાડ્યા ને ! નવ કીધા, પછી તો સાત કરીને કાઢી નાખ્યા. આહા..હા...! પણ વ્યવહારે એટલે અભૂતાર્થનયથી. આહા..હા...! ભૂતાર્થ સત્ય વસ્તુથી તો એ પ્રભુ જ્ઞાનચંદ્રમાં જે આ છે, જેમાં કોઈ પુણ્ય ને પાપની ગંધ નથી. આહા..હા...! ‘પ્રત્યક્ષ–અનુભવગોચર) જ્ઞાન-સુધાંશુ સ્વયં ઉદય પામે છે.’ આહા..હા...! સ્વયં ઉદય પામે છે. એને એમ કે, રાગની કે કોઈ વ્યવહારની મંદતા મળી, વ્યવહા૨ રત્નત્રય હતો તો આ શુદ્ધ થયો, જણાણો એમ નથી. આ..હા..હા..! એવો સ્વતંત્ર પ્રભુ સ્વયં ઉદય પામે છે. આહા..હા... ભાવાર્થ :– અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું... પુણ્ય અને પાપ બેય એક જ જાતના છે. ભલે અહીં બંધનનું કર્મ લીધું છે પણ એના ભાવ(ની) પણ એક જ જાત છે. ‘અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું તેને જ્ઞાને એક પ્રકારનું બતાવ્યું.’ આ..હા..હા...! જ્યાં ચૈતન્યનું સમ્યજ્ઞાન થયું ત્યાં એ શુભ-અશુભ ભાવ બેય એક જ પ્રકારના બંધનના કારણ અને ઝેર છે, એમ જ્ઞાનમાં બેનું એકપણું જણાણું. બેનું બે-પણું અજ્ઞાનમાં ભિન્ન જણાતું હતું કે, પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે. આહા..હા...! એ જ્ઞાને એક પ્રકારનું બતાવ્યું.’ જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી...' આ..હા...! ભાવ ! મોહરૂપી મિથ્યા ભ્રમણા લાગી હતી તે દૂર કરવામાં આવી...' આ..હા..હા...! ત્યારે યથાર્થ જ્ઞાન થયું; જેમ ચંદ્રને વાદળાં તથા ધુમ્મસનું પટલ આડું આવે...' આહા..હા...! ચંદ્રને વાદળાં આડાં આવે કે ધુમ્મસના પટળ આડા આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ દૂર થતાં...' ચંદ્ર તો ચંદ્રમાં જ છે. આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ જાણવું.’ ભગવાનઆત્મા પુણ્ય-પાપના વાદળામાં અટકી ગયો હતો. આહા...હા...! એ અંધારું હતું, આડું પટળ હતું, મોટો પડદો હતો. આ..હા...! શુભ અને અશુભ ભાવ બે અંધારું, પડદો હતો એને તોડી નાખ્યો. એ અજ્ઞાન અંધકાર એકરૂપ છે. મારી ચીજ જ્ઞાનસ્વરૂપ તો એનાથી ભિન્ન છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૦૧ આમ જેણે આત્માને સમ્યજ્ઞાનમાં, જ્ઞાનને જ્ઞાન તરીકે અને રાગને ભિન્ન તરીકે જાણી લીધા). બન્ને એક જ જાત – ચાહે તો શુભ હો કે અશુભ હો. આહાહા.... પટળ આડું આવે) “ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ જાણવું.' લ્યો ! આ.હા..હા...! “હવે પુણ્ય-પાપના સ્વરૂપના દૃષ્ટાંતરૂપ કાવ્ય કહે છે :-' હવે દૃષ્ટાંત દઈને સિદ્ધાંત કહે છે. (મન્દન્તિા ) एको दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमानादन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव। द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण ।।१०१ ।। હવે પુણ્ય-પાપના સ્વરૂપના દૃષ્ણતરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્ધ :- (શૂદ્રાણીના એકસાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઊછર્યો અને બીજો શૂદ્રના ઘેર જ રહ્યો. (:) એક તો (બ્રાહી વિ-મમરાના) “બ્રાહ્મણ છું એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે તેમવિર) મદિરાને તૂરા) દૂરથી જ હત્યનતિ) છોડે છે અર્થાત્ સ્પર્શતો પણ નથી; (ચ:) બીજો (દમ્ સ્વયમ્ શૂદ્રઃ કૃતિ) “હું પોતે શૂદ્ર છું' એમ માનીને (તથા ઇવ) મદિરાથી જ નિત્ય) નિત્ય (જ્ઞાતિ) સ્નાન કરે છે અર્થાત્ તેને પવિત્ર ગણે છે. તૌ પિ) આ બન્ને પુત્રો (ક્રિશ્ચય: ૩૨ યુપત્ નિત) શૂદ્રાણીના ઉદરથી એકીસાથે જન્મ્યા છે તેથી સાક્ષાત્ શૂદ્ર) પરમાર્થે) બન્ને સાક્ષાત્ શૂદ્ર છે, (પ વ) તોપણ (નાતિભેદ્ર-પ્રમેT) જાતિભેદના ભ્રમ સહિત (વરત:) તેઓ પ્રવર્તે છે – આચરણ કરે છે. આ પ્રમાણે પુણ્ય-પાપનું પણ જાણવું). ભાવાર્થ :- પુણ્ય-પાપ બન્ને વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધરૂપ જ છે. વ્યવહારદૃષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબ – એમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થદૃષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે. ૧૦૧. Page #28 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬, શ્લોક ૧૦૧ ઉપર પ્રવચન एको दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमानादन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव। द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण ।।१०१ ।। આહા...હા...! (શૂદ્રાણીના એકીસાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મને ત્યાં ઊછર્યો) બ્રાહ્મણને પુત્ર) નહોતો તો બ્રાહ્મણને આપ્યો તો એ ત્યાં ઊછર્યો. “અને બીજો શૂદ્રના ઘેર જ રહ્યો). પોતાને ઘરે (રહ્યો). એક તો...” (બ્રહUI-fમમાંના) આહા...હા...! શું આચાર્યની કથની ! “હું બ્રાહ્મણ છું એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે મદિરાને દૂરથી જ છોડે છે...” મદિરાને અડતો પણ નથી. આહા..હા..! “સ્પર્શતો પણ નથી.” “બીજો...” (હમ્ સ્વયમ્ શૂદ્રઃ રૃતિ) પોતે શૂદ્ર છું’ ‘એમ માનીને મદિરાથી જ નિત્ય સ્નાન કરે છે. એટલે કે હાથ-બાથ બધે દારૂ ચોટેલો હોય. તેને પવિત્ર ગણે છે.” (પત તો પિ) “આ બન્ને પુત્રો.. (શૂટ્રિાય: ૩૯રાન્ યુરપત્ નિત) “શૂદ્રાણીના ઉદરથી એકીસાથે જન્મ્યા છે. આહાહા...! “શૂદ્રાણીના ઉદરથી એકીસાથે જન્મ્યા છે તેથી...” (સાક્ષાત્ શૂદ્ર) પરમાર્થે) અને સાક્ષાત્ શૂદ્ર છે,...’ બન્ને ચંડાળ જ છે, ભલે (એક) બ્રાહ્મણને ઘરે ઊછર્યો હોય. આ..હા...! “તોપણ....' (નાતિ મેઢ-શ્રમે) જાતિભેદના ભ્રમ સહિત....” (વરત:) તેઓ પ્રવર્તે છે – આચરણ કરે છે. (આ પ્રમાણે પુણ્ય-પાપનું પણ જાણવું) આહાહા...! આચાર્યું એવું નાખ્યું છે ! પુણ્યભાવ કરે છે ને ! એને અભિમાન (થાય છે કે, હું પુણ્ય કરું છું, અમારે આ ખપે નહિ, અમારે આ ખપે નહિ. બ્રાહ્મણને ત્યાં ઊછર્યો ઈ એમ કહે કે, આ ખપે નહિ. એમ આ પુણ્યના પરિણામવાળો, મિથ્યા અભિમાની (એમ કહે છે કે, અમારે વિષયકષાય ખપે નહિ, એ નહિ, આ ખપે નહિ. આહાહા..! “અભિમાન' શબ્દ લીધો હતો ને ? ત્રીત્વ-મમીના” એમ પુણ્યના પરિણામનો અભિમાની, પુણ્ય પરિણામ વ્રત ને તપ ને ભક્તિ કરનારો, એના અભિમાનમાં એમ કહે કે, અમને આ પાપ ખપે નહિ, વિષયકષાય ખપે નહિ, સ્ત્રીનો સંગ ન ખપે. પણ છે તો એ ચંડાળનો દીકરો પુણ્યના પરિણામ પણ છે તો વિભાવનો દીકરો. વિભાવરૂપી ચંડાળણી ! આ..હાહા...! આકરું કામ આવું! અત્યારે તો એકલી ધમાધમ ચાલે છે). આ..હા.! વ્રત કરો ને અપવાસ કરો ને વર્ષીતપ કરો... મુમુક્ષુ - અત્યારે તો ઘણું સુધર્યું છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૦૧ ૧૧ ઉત્તર :બીજા જ્યાં છે ત્યાં તો એમ ને એમ જ પડ્યા છે. એવું ને એવું (છે). જ્યાં છે ત્યાં તો એવું ને એવું (છે), અને એથી પણ સવાયું થઈ ગયું. અહીં થયું એને લઈને ત્યાં વધારે જોર થયું. જ્યાં છે ત્યાં વધારે જોર પકડાણું છે. આપણે બરાબર કરવું જોઈએ, આ કરવું જોઈએ. મુમુક્ષુ :- વ્યવહારના કામ કરવા જોઈએ. ઉત્તર :- હા, વ્યવહાર પણ વસ્તુ છે કે નહિ ? વ્યવહાર વિના નિશ્ચય થાય ? (એમ કરીને) જોર પકડે છે. આહાહા...! ભાવાર્થ :- પુણ્ય-પાપ બને વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધરૂપ જ છે, વ્યવહારદૃષ્ટિએ ભ્રમને લીધે જોયું ? ‘વ્યવહારદૃષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબ – એમ બે પ્રકારે તેઓ દેખાય છે. આહાહા...! દુકાન છોડી, ધંધા છોડી, બાયડી-છોકરા છોડી ત્યાગી થયો છે. આ હા..હા...! એને ભલું માને. પણ એ બધો ભાવ જે છે એ પુણ્ય છે એ પણ ઈ જાતનું છે. આકરું કામ ! બહારનો ત્યાગ દેખીને (એમ દેખે કે, “આ ત્યાગી છે, ભાઈ ધંધો કરતા નથી, છોકરા નથી, બાયડીછોકરા કાંઈ નથી.” આહાહા...! પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબ-એમ બે પ્રકારે તેઓ દેખાય છે....” આ..હા...! પરમાર્થદૃષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ.” (દેખે) છે. એકરૂપ છે, બંધરૂપ છે, ખરાબ જ જાણે છે. ત્રણ બોલ લીધા. આ..હા...હા...! શુભ અને અશુભ ભાવ બેય એકરૂપ છે, બેય બંધરૂપ જ છે અને જ્ઞાની બેય ખરાબ જ જાણે છે. એમાં એકેયને સારા જાણતો નથી. વિશેષ કહેશે.. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !) આત્મા અપને દ્રવ્ય સે પર્યાય કો છૂતા નહિ ઔર પર્યાય વો દ્રવ્ય કો છૂતી નહિ. આત્મા પર કો તો છૂતા નહિ પર્યાય કો ભી છૂતા નહિ. જ્ઞાન કી પર્યાય જો રાગ કો જાનતી હૈ વો રાગ કો છૂએ બિના ઉસકા જ્ઞાન કરતી હૈ ઔર જો દ્રવ્ય કો જાનતી હૈ વો દ્રવ્ય કો છૂએ બિના દ્રવ્ય કા જ્ઞાન કરતી હૈ. રાગ હૈ તો જાનતી હૈ યા દ્રવ્ય કા અસ્તિત્વ હૈ તો પર્યાય મેં ઉસકા જ્ઞાન હુઆ ઐસા હૈ નહિ. એક સમય કી પર્યાય કી ઇતની તાકાત હૈ કી વો સબ જાન લેતી હૈ. - પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ, નવેમ્બર-૨૦૦૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમયસાર સિદ્ધિ-૬, भाया-१४ कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं। कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि।।१४५।। कर्म अशुभं कुशीलं शुभकर्म चापि जानीथ सुशीलम्। __कथं तद्भवति सुशीलं यत्संसारं प्रवेशयति ।।१४५।। शुभाशुभजीवपरिणामनिमित्तत्वे सति कारणभेदात्, शुभाशुभपुद्गलपरिणाममयत्वे सति स्वभावभेदात्, शुभाशुभफलपाकत्वे सत्यनुभवभेदात्, शुभाशुभमोक्षबन्धमार्गाश्रितत्वे सत्याश्रयभेदात्, चैकमपि कर्म किश्चिच्छुमं किश्चिदशुभमिति केषाश्चित्किल पक्षः । स तु सप्रतिपक्षः । तथाहिशुभोऽशुभो वा जीवपरिणामः केवलाज्ञानमयत्वादेकः, तदेकत्वे सति कारणाभेदात् एकं कर्म । शुभोऽशुभो वा पुद्गलपरिणामः केवलपुद्गलमयत्वादेकः, तदेकत्वे सति स्वभावाभेदादेकं कर्म। शुभोऽशुभो वा फलपाकः केवलपुद्गलमयत्वादेकः, तदेकत्वे सत्यनुभावाभेदादेकं कर्म। शुभाशुभौ मोक्षबन्धमार्गौ तु प्रत्येकं केवलजीवपुद्गलमयत्वादनेकौ, तदनेकत्वे सत्यपि केवलपुद्गलमयबन्धमार्गाश्रितत्वैनाश्रयाभेदादेकं कर्म । હવે શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન ગાથામાં કરે છે : છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને ! તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે ? ૧૪પ. Puथार्थ :- [अशुभं कर्म] अशुभ. भ. [कुशील] दुशाल छ (-५२०. छ) [अपि च] भने [शुभकर्म] शुभ . [सुशीलम्] सुशील छ (- छ) मेम. [जानीथ] तमे neu. छो. ! [तत्] ते. [सुशीलं] सुशार. [क] भ. [भवति] डोय. [यत्] [संसारं] (वन) सं॥२w. [प्रवेशयति] प्रवेश उरावे. छ ? ટીકા :- કોઈ કર્મને શુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી અને કોઈ કર્મને અશુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી કર્મના કારણમાં ભેદ–તફાવત છે અર્થાત્ કારણ જુદાં જુદાં છે; કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય અને કોઈ કર્મ અશુભ મુગલપરિણામમય હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ છે, કોઈ કર્મનો શુભ ફળરૂપે અને કોઈ કર્મનો અશુભ ફળરૂપે વિપાક થતો હોવાથી કર્મના અનુભવમાં –સ્વાદમાં) ભેદ છે, કોઈ કર્મ શુભ (સારા) એવા મોક્ષમાર્ગને આશ્રિત હોવાથી અને કોઈ કર્મ અશુભ (ખરાબ) એવા બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના Page #31 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૪૫ ૧૩ આશ્રયમાં ભેદ છે. માટે—જોકે (૫૨માર્ચે) કર્મ એક જ છે તોપણ–કેટલાકનો એવો પક્ષ છે કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે. પરંતુ તે પક્ષ) પ્રતિપક્ષ સહિત છે. તે પ્રતિપક્ષ (અર્થાત્ વ્યવહારપક્ષનો નિષેધ કરનાર નિશ્ચયપક્ષ) આ પ્રમાણે છે : - શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના કારણમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ પુદ્ગલ પરિણામ કેવળ પુદ્ગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ ફળરૂપે થતો વિપાક કેવળ પુદ્ગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના અનુભવમાં (–સ્વાદમાં) ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ (સારો) એવો મોક્ષમાર્ગ તો કેવળ જીવમય હોવાથી અને અશુભ ખરાબ) એવો બંધમાર્ગ તો કેવળ પુદ્દગલમય હોવાથી તેઓ અનેક (–જુદાં જુદાં, બે) છે; તેઓ અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુદ્ગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ નથીઃ માટે કર્મ એક જ છે. ભાવાર્થ :– કોઈ કર્મ તો અરહંતાદિમાં ભક્તિ-અનુરાગ, જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ, મંદ કષાયથી ચિત્તની ઉજ્જવળતા ઇત્યાદિ શુભ પરિણામોના નિમિત્તે થાય છે અને કોઈ કર્મ તીવ્ર ક્રોધાદિક અશુભ લેશ્યા, નિર્દયપણું, વિષયાસક્તિ, દેવ-ગુરુ- આદિ પૂજ્ય પુરુષો પ્રત્યે વિનયભાવે ન પ્રવર્તવું ઇત્યાદિ અશુભ પરિણામોના નિમિત્તથી થાય છે; આમ હેતુનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે, શાતાવેદનીય, શુભ-આયુ, શુભનામ અને શુભગોત્ર–એ કર્મોના પરિણામ (–પ્રકૃતિ વગેરે)માં તથા ચાર ઘાતિકર્મી, અશાતાવેદનીય, અશુભ-આયુ, અશુભનામ, અશુભગોત્ર–એ કર્મોના પરિણામ (–પ્રકૃતિ વગેરે)માં ભેદ છે; આમ સ્વભાવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. કોઈ કર્મના ફળનો અનુભવ સુખરૂપ છે અને કોઈ કર્મના ફળનો અનુભવ દુઃખરૂપ છે, આમ અનુભવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. કોઈ કર્મ મોક્ષમાર્ગને આશ્રિત છે (અર્થાત્ મોક્ષમાર્ગમાં બંધાય છે) અને કોઈ કર્મ બંધમાર્ગના આશ્રયે છે; આમ આશ્રયનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. આ પ્રમાણે હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ ચા૨ પ્રકારે કર્મમાં ભેદ હોવાથી કોઈ કર્મ શુભ છે અને કોઈ અશુભ છે એમ કેટલાકનો પક્ષ છે. હવે એ ભેદપક્ષનો નિષેધ કરવામાં આવે છે ઃ– જીવના શુભ અને અશુભ પરિણામ બન્ને અજ્ઞાનમય છે તેથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે; માટે કર્મ એક જ છે. શુભ અને અશુભ પુદ્ગલપરિણામો બન્ને પુદ્ગલમય જ છે તેથી કર્મનો સ્વભાવ એક પુદ્ગલપરિણામરૂપ જ છે; માટે કર્મ એક જ છે. સુખરૂપ અને દુઃખરૂપ અનભવ બન્ને પુદ્ગલમય જ છે તેથી કર્મનો અનુભવ એક પુદ્ગલમય જ છે; માટે કર્મ એક જ છે. મોક્ષમાર્ગ અને બંધમાર્ગમાં, મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે અને બંધમાર્ગ કેવળ પુદ્ગલના Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમયસાર સિદ્ધિ-૬. પરિણામમય જ છે તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ જ છે (અર્થાત્ કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ થાય છે–મોક્ષમાર્ગમાં થતાં નથી); માટે કર્મ એક જ છે. આ પ્રમાણે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરી તેનો નિષેધ કર્યો; કારણ કે અહીં અભેદપક્ષ પ્રધાન છે, અને અભેદપક્ષથી જોવામાં આવે તો કર્મ એક જ છે – બે નથી. પ્રવચન નં. ૨૨૯ ગાથા–૧૪૫ ગુરુવાર, વૈશાખ વદ ૬, તા. ૧0૫-૧૯૭૯ (“સમયસાર') “પુણ્ય-પાપ અધિકાર (ની) પહેલી ગાથા – ૧૪પ. कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं । कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि।।१४५।। છે કર્મ અશુભ કુશલ ને જાણો સુશીલ શુભકર્મને ! તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે ? ૧૪પ. આ ગાથામાં શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન કરવામાં આવે છે). શુભાશુભ કર્મનું વર્ણન, એમ છે હોં ભાવનો પાઠ નથી. તેથી કેટલાક લોકો કહે છે ને ! ઈ તો કર્મની વાત છે. પણ ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ એમાંથી ચાર બોલ કાઢશે. ટીકા :- કોઈ...” વ્યવહારના પક્ષવાળા કર્મને શુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી....” શું કીધું ? જે કર્મબંધન થાય એને “શુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી અને કોઈ કર્મને અશુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી કર્મના કારણમાં ભેદ તફાવત છે.” એમ વ્યવહારનયવાળાનો એક પક્ષ છે. આ...હા...! “(અર્થાત્ કારણ જુદાં જુદાં છે,...” પુણ્ય બંધાય એમાં શુભભાવ હોય છે અને પાપ બંધાય એમાં અશુભભાવ હોય છે. એટલે અજ્ઞાની વ્યવહારનયવાળા (એમ કહે છે કે, બે બંધના કારણમાં બે ભેદ છે. માટે બે ચીજ જુદી છે, એમ વ્યવહારવાળાનો પક્ષ છે. “કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય....” એના પરિણામની પહેલી વાત કરી કે, પુણ્ય બંધાય છે તેમાં શુભભાવ નિમિત્ત છે. પાપ બંધાય એમાં અશુભભાવ) નિમિત્ત છે તો પરિણામમાં ભેદ છે, એમ વ્યવહારનયવાળાનો પક્ષ છે. અહીંયાં એ કહે છે) કે, “કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય...” હવે બંધનની વાત થઈ. પેલા પરિણામની વાત હતી. કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય અને કોઈ કર્મ અશુભ પુદ્ગલપરિણામમય હોવાથી. એમ કે બંધનમાં ફેર છે. કોઈ શુભ પગલકર્મ બંધાય અને કોઈમાં અશુભ છે. આહાહા..! માટે ભેદ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪૫ ૧૫ એમ વ્યવહારનયવાળાનો પક્ષ છે. આહા..! એથી કર્મબંધનના “સ્વભાવમાં ભેદ છે.” એમ. એક શાતા બંધાય છે, એકમાં અશાતા બંધાય છે. માટે કર્મના સ્વભાવમાં બંધમાં ફેર છે. એમ વ્યવહારનયવાળાનો પક્ષ છે. કોઈ કર્મનો શુભ ફળરૂપે અને કોઈ કર્મનો અશુભ ફળરૂપે વિપાક થતો હોવાથી...” આહા...હા....! ‘કર્મના અનુભવમાં -સ્વાદમાં) ભેદ છે.” (અર્થાતુ) કર્મના ફળના સ્વાદમાં ભેદ છે. શાતાવેદનીયથી મળેલી ચીજ, એનો સ્વાદ બીજો હોય છે, શુભ ફળ છે. અશાતાના ઉદયથી રોગાદિ આવે, એના ફળમાં (સ્વાદ બીજો હોય છે. આહા...! પેલામાં –શુભભાવનું) શુભ ફળ છે અને પેલામાં (-અશુભભાવનું) અશુભ ફળ – વિપાક છે. તો ફળમાં ફેર છે. બંધનના કારણમાં ફેર છે, બંધનના પુદ્ગલપરિણામના સ્વભાવમાં ફેર છે અને તેના ફળમાં ફેર છે. એમ વ્યવહારનયના પક્ષવાળાએ ત્રણ વાત કરી. (હવે) વ્યવહારવાળાનો ચોથો પક્ષ (કહે છે). કોઈ કર્મ શુભ સારા) એવા મોક્ષમાર્ગને આશ્રિત હોવાથી અને કોઈ કર્મ અશુભ (ખરાબ) એવા બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ છે. માટે–જોકે પરમાર્થે) કર્મ એક જ છે તોપણ” પરમાર્થે કર્મ એક જ છે. આ શુભ એવા મોક્ષમાર્ગને આશ્રિત છે ને ! ત્યાં આગળ મોક્ષમાર્ગને આશ્રિતનો અર્થ ફૂલચંદજી” એવો કરે છે. અહીં એ નથી (કહેવું). પરમાર્થે) કર્મ એક જ છે તોપણ—કેટલાકનો એવો પક્ષ છે કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે.પરંતુ તે પક્ષ) પ્રતિપક્ષ સહિત છે.” (એટલે કે, તે પક્ષનો વિરોધપક્ષ છે. નિશ્ચય છે એ વ્યવહારનો વિરોધપક્ષ છે. આહા..હા...! તે પ્રતિપક્ષ (અર્થાત્ વ્યવહારપક્ષનો નિષેધ કરનાર નિશ્ચયપક્ષ) આ પ્રમાણે છે :- આ.હા..હા...! શુભ કે અશુભ જીવપરિણામ...” પેલો કહેતો હતો કે, બંધનના પરિણામમાં ફેર છે. એકમાં શુભપરિણામ છે અને એકમાં અશુભ પરિણામ) છે. એના ઉત્તરમાં નિશ્ચયથી એવો પ્રતિપક્ષ રજુ કરે છે કે, “શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક (જી છે.” આ..હા..હા...! ચાહે તો શુભ હો કે અશુભ હો, એ અજ્ઞાન છે. એટલે કે એમાં જ્ઞાનસ્વભાવનો અંશ નથી. આ.હા..! ચૈતન્ય સ્વભાવ છે. શુભ-અશુભભાવમાં જ્ઞાનસ્વરૂપી ભગવાન, એના અંશનો એમાં અભાવ છે. એથી તે અજ્ઞાન છે. શુભ-અશુભ બેય પરિણામ અજ્ઞાન છે. આહાહા...! દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ પણ અજ્ઞાન છે, કહે છે. હમણાં કહેશે. કારણ કે એમાં જ્ઞાનસ્વરૂપ પ્રભુ ! જે જ્ઞાયકસ્વભાવ તત્ત્વ ! એનો એમાં અભાવ છે. એની જે જ્ઞાનની નિર્મળ પર્યાય જોઈએ એ એમાં (-શુભ-અશુભભાવમાં) નથી. એથી એ અજ્ઞાન છે. શુભ-અશુભ બેય પરિણામ અજ્ઞાન છે. અજ્ઞાન છે એટલે મિથ્યાત્વ છે એમ નહિ. એ તો વળી એને પોતાના માને તો મિથ્યાત્વ છે) પણ એ પોતે અજ્ઞાન છે. (એટલે કે) એમાં જ્ઞાનસ્વરૂપનો – ચૈતન્યસ્વરૂપનો અભાવ છે. આહાહા...! Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સમયસાર સિદ્ધિ-૬ ‘તે એક જ હોવાથી કર્મના કારણમાં ભેદ નથી.” તેં કારણમાં પરિણામ-ભેદ કહ્યો પણ અમે કહીએ છીએ કે, બેય પરિણામ એક (છે), અજ્ઞાન છે એમાં કાંઈ ભેદ નથી. આહાહા..! બંધના કારણમાં શુભ-અશુભ બેય પરિણામ જીવના ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ હોવાથી તે અજ્ઞાન છે. તેથી પરિણામમાં તું ફેર માને છે એમ નથી. બેય અજ્ઞાન છે. આ..હા....! પાછું “અજ્ઞાનમય’ કહ્યું છે હોં ! ભગવાન જ્ઞાનમય પ્રભુ છે ત્યારે શુભાશુભ પરિણામ અજ્ઞાનમય છે. કારણ કે એની જાતથી તે વિરુદ્ધ જાત છે. આહા..હા...! “માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ પુદ્ગલપરિણામ કેવળ પુદ્ગલમય હોવાથી.” તું કહે છે કે, એક પુગલ શાતાવેદનીયનો સ્વભાવ (છે) અને અશાતા(વેદનીય) આદિનો સ્વભાવ (એ બેમાં) ભેદ છે. તો અમે કહીએ છીએ કે, “શુભ કે અશુભ પુદ્ગલપરિણામ...” બેય કેવળ પુદ્ગલમય હોવાથી.” ભલે શાતા બંધાણું કે અશાતા બંધાણું. આહા..હા...! “ પુ લમય હોવાથી તે) એક (જી છે.” ઈ કોની વાત થઈ ? બંધનની. પહેલાં બંધનના કારણની વાત હતી. (વ્યવહાના પક્ષવાળાએ એમ કહ્યું કે, બંધનના કારણમાં ફેર છે. ત્યારે આ (આચાર્ય મહારાજ) કહે કે, બેયમાં ફેર નથી, બેય અજ્ઞાન છે. ત્યારે પેલાએ એમ કહ્યું કે, પુદ્ગલના બંધનમાં ફેર છે. એકમાં શાતા બંધાય અને એકમાં અશાતા (બંધાય). પુદ્ગલનો સ્વભાવ જુદી જાત છે. એકમાં જશકીર્તિ બંધાય, એકમાં અપજશકીર્તિ બંધાય. આહા...હા..! એના પુદ્ગલના સ્વભાવમાં ફેર છે. એમ વ્યવહારનયવાળાનો પક્ષ હતો અને અહીં તોડ્યો છે. શુભ કે અશુભ પુદ્ગલપરિણામ કેવળ પુગલમય હોવાથી એક હજી છે.” આહા..હા...! “તે એક હોવાથી...” બંધન હોં ! ‘કર્મના સ્વભાવમાં ભેદ નથી;...” માટે કર્મના સ્વભાવમાં ભેદ નથી). પુદ્ગલમય છે માટે કર્મના સ્વભાવમાં ભેદ નથી. ચાહે તો શાતા બંધાય કે અશાતા બંધાય, જશકીર્તિ બંધાય કે અપજશકીર્તિ બંધાય, મનુષ્યગતિ બંધાય કે ઢોરગતિ બંધાય કે દેવગતિ બંધાય. આહા...! પણ () બંધાય છે એ પુદ્ગલમય છે. આ.હા..હા... એમાં ચૈતન્યની જાત ક્યાંક આવી નથી. માટે પુદ્ગલના સ્વભાવમાં તું ભેદ કહે છે એમ નથી. બેય પુદ્ગલમય છે માટે પુદ્ગલનો સ્વભાવ છે. આહા..હા...! તે એક હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી, માટે કર્મ એક જ છે. ચોથું. “શુભ કે અશુભ ફળરૂપે થતો વિપાક કેવળ પુદ્ગલમય હોવાથી” તું કહે છે કે, શુભનું ફળ આવે આમ શાતાવેદનીયના સંયોગો, પૈસા-લક્ષ્મી, શરીરાદિ, અશાતાના ઉદયમાં રોગાદિ (આવે). પણ એ બધું પુદ્ગલમય કર્મ હોવાથી કેવળ “એક () છે. શુભ-અશુભના ફળરૂપે થતો ઈ બધો વિપાક કેવળ પુદ્ગલમય છે. આ..હા..હા! ચાહે તો રોગ હોય કે ચાહે તો નીરોગ હો, એ બધું પુગલમય છે. એના ફળમાં તને ફેર દેખાતો હોય તો કહે છે કે એના ફળમાં ફેર નથી. આહાહા..! Page #35 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૫ ૧૭ ‘તે એક હોવાથી કર્મના અનુભવમાં (-સ્વાદમાં) ભેદ નથી.” શાતાવેદનીયમાં સુખનું વેદન આવે, અશાતમાં દુઃખનું (વેદન) આવે એમ અજ્ઞાની કહે છે. અહીં કહે છે કે, બેયનો સ્વાદ ભંડો છે, ખોટો છે. સ્વાદમાં ભેદ નથી. આહા..હા...! શાતા વેદનીયને લઈને મળેલી લક્ષ્મી – કરોડો, અબજો રૂપિયા અને અશાતાને લઈને મળેલી નિર્ધનતા, દરિદ્રતા, રોગ ઈ ફળમાં ફેર છે ને ! એમ અજ્ઞાનીનો પક્ષ છે. આહાહા...! (તો કહે છે કે, ફળમાં જરીયે ફેર નથી, ઈ બેય પુદ્ગલની વાતું છે બધી. આહા..હા..! –સ્વાદમાં) ભેદ નથી; માટે કર્મ એક જ છે.” “શુભ સારો) એવો મોક્ષમાર્ગ તો કેવળ જીવમય હોવાથી...” આમાં ‘શુભ સારો) એવો મોક્ષમાર્ગ...” અહીં “શુભ' શબ્દ શુદ્ધ. શુભ એટલે સારો. સારો એટલે શુદ્ધ એમ ત્યાં અર્થ લેવો. શુભ સારો) એવો મોક્ષમાર્ગ” કેમકે પુણ્ય અને પાપના બેય ભાવ અશુભ છે અને આ મોક્ષમાર્ગ છે તે શુભ છે, આ શુભ છે. પેલા શુભાશુભ બેય પરિણામ તો અશુભ છે. આહાહા.! ત્યારે મોક્ષનો માર્ગ તે શુભ છે. શુભ છે એટલે સારો છે. સારો છે એટલે શુભાશુભ ભાવથી રહિત છે. આહા...હા...! આહાહા...! એમ “મોક્ષમાર્ગ તો કેવળ જીવમય હોવાથી.” એમ લીધું છે ને ! આમાં ક્યાં (શુભભાવને મોક્ષમાર્ગ કહ્યો છે ?) શુભરાગને (મોક્ષમાર્ગ) કહે તો ત્યાં તો એને) અજ્ઞાન કીધું છે. જો શુભનો અર્થ ત્યાં શુભભાવ (હોય તો) મોક્ષમાર્ગ કેવળ જીવમય (છે) એ વાત મળતી નથી. આહા...હા...! માણસને પકડ થઈ જાય પછી ફરવું કઠણ પડે, આકરું પડે છે. અહીં તો કહે છે કે, શુભ એટલે કે નિશ્ચય જે મોક્ષમાર્ગ છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, એ શુદ્ધ ચૈતન્યસ્વરૂપને અવલંબે થાય તેને અહીંયાં શુભ કહેવામાં આવે છે. તેને જ ભલો કહેવામાં આવે છે. શુભ અને અશુભ બેય પરિણામ તે ભલાં નથી, ભુંડા છે. આહાહા...! આ.હા...હા....! હવે પેલા લોકો ટીકા કરે છે, એમ કે તમે પુણ્યને વિઝા (કહીને) હલકી ઉપમા આપી દીધી. ‘ઉત્તરાધ્યયન’નું પહેલું અધ્યયન છે ને ! એમાં બોલ છે ઈ આવી ગયો હતો. તદ્દન હલકી ઉપમા આપી છે. અહીં તો કહે છે કે, ઝેર છે ને અજ્ઞાન છે. શુભ અને અશુભ ભાવ બેય અજ્ઞાન છે. અને મોક્ષમાર્ગમાં તો કહે છે કે, ઝેર છે, ભલો નથી. શુભ-અશુભ ભાવ બેય ભલાં નથી. ભલો તો એક આત્માનો શુદ્ધ મોક્ષમાર્ગ છે તે ભલો છે). આત્મા ચિદાનંદ પ્રભુ ! એને આશ્રયે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટે). નિશ્ચય કેમ (કહ્યું) ? કે, પેલા રાગની અપેક્ષાએ (કહ્યું). બાકી પર્યાય અપેક્ષાએ તેને વ્યવહાર કહેવાય છે. આહા...હા...! પણ પર્યાયની અપેક્ષાએ જે વ્યવહાર કહેવાય છે તે રાગની અપેક્ષાએ નિશ્ચય છે. તે અહીં ભલો કીધો છે. ભલો અહીં શુભભાવને ભલો કીધો છે એમ નથી. આહા...હા....! મુમુક્ષુ – જે સંસારમાં દાખલ કરે એને ભલો કહેવાય કેમ ? Page #36 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ ઉત્તર – પણ સંસારમાં રખડે એને (ભલો) કેમ કહેવાય ? એના માટે તો ગાથા છે. “શું તદ્રવતિ સુશીને યત્રાંસાર પ્રવેશયતિ' એનો તો આ અર્થ છે. આહા..હા...! જેનાથી ભવ મળે એને સારો કેમ કહેવાય ? આહા..હા...! સારો તો મોક્ષનો માર્ગ છે) કે જેનાથી મોક્ષ થાય તેને સારો ને ભલો ને શુભ કહેવામાં આવે. શુભ એ છે. મોક્ષ જે ત્રિકાળી કેવળજ્ઞાન એ જેનાથી પ્રાપ્ત થાય એવો નિશ્ચય મોક્ષમાર્ગ તે શુભ છે. બાકી શુભાશુભ પરિણામ તે બેય અશુભ અને અજ્ઞાન છે. આહા..હા...! આમાં આવી તો ચોખવટ પડી છે. માણસને પક્ષ થઈ જાય છે ને ! અને એકવાર, બે વાર બોલાઈ ગયું હોય પછી માળું ફરવું મુશ્કેલ પડે. એમ નહિ કે, ભઈ મારી ભૂલ થઈ હતી, એમાં શું છે. શુભ એટલે મોક્ષમાર્ગ. અહીં શુભ એટલે પુણ્યને મોક્ષમાર્ગ વ્યવહાર (કહેવો છે) એમ નહિ. શુભ એટલે એ શુભ ભાવરૂ૫) વ્યવહાર મોક્ષમાર્ગ તે નહિ. અહીંયા તો શુભ એટલે નિશ્ચય મોક્ષમાર્ગ, જે નિશ્ચય વીતરાગી પર્યાય (પ્રગટી તે શુભ). જે જિનસ્વરૂપી પ્રભુ ! એને આશ્રયે થયેલી જિનદશા તે વીતરાગીદશા તે મોક્ષમાર્ગ (છે), તેને અહીં શુભ કહેવામાં આવે છે. આહાહા...! તેને અહીંયાં ભલો કહેવામાં આવે છે. તેને અહીંયાં સારો કહેવામાં આવે છે. સામે છે ને ! પાઠ સામે પડ્યો છે ને ! આહા..હા...! “અને અશુભ (ખરાબ) એવો બંધમાર્ગ દેખો ! શુભ-અશુભ બને ભાવ અશુભ છે. આહા.હા...! વ્રત, અવ્રતના પરિણામ, દયા, દાનના પરિણામ, પ્રભુની ભક્તિના પરિણામ આહાહા...! કહે છે કે, એ બેય અશુભ છે. “અશુભ (ખરાબ) એવો બંધમાર્ગ તો કેવળ પુદગલમય હોવાથી...” આ...હા..હા..! બંધમાર્ગ તો કેવળ પુદ્ગલમય હોવાથી. મોક્ષમાર્ગ કેવળ જીવમય હોવાથી. એમ એની સામે લેવું. મોક્ષમાર્ગ કેવળ જીવમય હોવાથી. એકલો આનંદનો સાગર પ્રભુ ! એની નિર્મળ દશા એ કેવળ જીવમય છે. એમાં પુદ્ગલનો કોઈ અંશ નથી. આહા..હા...! અને બંધમાર્ગ તો કેવળ પુદ્ગલમય હોવાથી. બંધમાર્ગ એકલો મુગલમય છે. આહાહા....! આવું છે. ‘તેઓ અનેક (-જુદાં જુદાં, બે) છે;.” જુદાં જુદાં બે છે. મોક્ષમાર્ગ ભલો, એક, જીવમય (છે) અને પુદ્ગલમય બંધમાર્ગ બીજો. એમ બે છે. બેય એક નથી, એમ કહે છે). આહાહા...! શું કહ્યું ? સારો એવો મોક્ષમાર્ગ કેવળ જીવમય હોવાથી (અર્થાતુ) શુદ્ધ ચૈતન્યની પરિણતિ નિર્મળ હોવાથી તે ભલો અને સારો કહેવામાં આવે છે અને શુભ કહેવામાં આવે છે. અને જે બંધમાર્ગ છે તે કેવળ પુગલમય હોવાથી. આ.હા.હા.હા...! એ શુભાશુભ પરિણામ કેવળ બંધમાર્ગ, કેવળ પુદ્ગલમય હોવાથી શુભાશુભ પરિણામ હોં ! એ કેવળ પુગલમય હોવાથી. આહા...હા...! દયા, દાન, વ્રત, ભક્તિના) પરિણામ હો કે હિંસા, જૂઠું, ચોરી આદિના પરિણામ હો, બેય બંધમાર્ગ તો કેવળ પુદ્ગલમય હોવાથી. આહાહા..! તેઓ અનેક જુદાં જુદાં, બે) Page #37 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૪૫ ૧૯ છે;...’ એટલે કે સારો એવો મોક્ષમાર્ગ અને ખરાબ એવો બંધમાર્ગ. સારો એવો મોક્ષમાર્ગ જીવમય (અને) ખરાબ એવો બંધમાર્ગ અજીવ પુદ્ગલમય. એમ બે છે. બેમાં આ એક ઠીક અને એક અઠીક એવા ભાગ નથી. આહા..હા...! તેઓ અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુદ્ગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત હોવાથી...’ દેખો ! ‘અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુદ્દગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત...’ છે. મોક્ષમાર્ગને આશ્રિત જરીયે અંશે રાગ કે બંધ નથી. આહા..હા...! અનેક હોવા છતાં...' એ અનેક એટલે (શું) ? જીવમય મોક્ષનો માર્ગ – નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, એ ભલો. અને એનાથી વિરુદ્ધ પુણ્ય અને પાપનો પુદ્ગલમય બંધમાર્ગ. એ તો પુદ્ગલમય છે, એ જીવમય નહિ. આહા..હા...! = મોક્ષમાર્ગ અને બંધમાર્ગ બે અનેક હોવા છતાં ‘કર્મ તો કેવળ પુદ્ગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત...' છે એમ કહે (છે). આહા..હા...! કર્મ તો એ પુણ્ય-પાપને આશ્રિત કર્મબંધન છે. મોક્ષમાર્ગને આશ્રિત બંધ છે નહિ. બંધનો આશ્રય મોક્ષમાર્ગ નથી. બંધનો આશ્રય બંધમાર્ગ છે. આહા..હા...! આવી વાત છે. દુનિયાને આકરું પડે. લાખો, કરોડો રૂપિયા ખર્ચે, મંદિર બનાવે... કેટલાક એમ કહે કે, પૈસા ખર્ચે છે), લ્યો ! આ ‘શાંતિભાઈ ઝવેરી' જુઓ ! કેટલા ખર્ચ્યા ! પોણા બે લાખ રૂપિયા ! પંદર દિ’માં પોણા બે લાખ (ખર્ચા). આહા..હા..! એક લાખ ને સાંઈઠ હજાર તો ખર્ચ્યા. ચોખ્ખું દેખાય. બીજું અંદર ઘણું (ખર્ચતા), દ૨૨ોજ મૂકતા, મહેમાનોને જમાડતા ને.... પેલી બુકું આપતા. એકમને બુકું હસુભાઈ’એ આપી હતી, બીજ-ત્રીજે એણે આપી હતી. જેની પાસે નહોતી ને (એને) એના તરફથી (આપી). ચારે બાજુમાં એનો હાથ હતો. મુમુક્ષુ :– જમણ હતું. ઉત્તર :– હા, જમણમાં રૂપિયા આપ્યા. આખા જમણના અગિયાર હજાર રૂપિયા મંડળને (આપ્યા). બાકી મંડળને ખર્ચ તો મોટો થયો હોય. ચાર હજાર માણસ જમે તોપણ વીસ હજાર થાય. પણ એને એમ કે કોઈને કાંઈ આમાં આપવું છે ? તો એમના તરફથી એમણે અગિયાર હજાર આપ્યા. એ તો ઠીક. પણ વાત એ છે કે, એ બેય બંધમાર્ગને આશ્રયે જ શુભાશુભ પરિણામ છે, એ બંધમાર્ગ છે, એ પુદ્ગલમય છે, અજ્ઞાનમય છે. આ..હા..હા...! પેલી ટીકામાં આવે કે, વ્યવહા૨ે ફેર છે. પણ વ્યવહા૨ે ફેર છે એનો અર્થ ? વ્યવહારનય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આહા..હા...! મુમુક્ષુ : લૌકિકમાં એમ કહેવાય. ઉત્તર ઃબહારથી લૌકિક બહારની અપેક્ષાએ (કહેવાય) એનો અર્થ શું ? ત્યાં સત્ય ક્યાં આવ્યું ? સત્ ચિદાનંદ પ્રભુ ! પૂર્ણાનંદનો સાગર ! એની જે નિર્મળ પરિણિત છે (એ) રાગ, પુણ્યના પરિણામ વિનાની છે. એ એક જ મોક્ષમાર્ગ છે) અને એને આશ્રયે બંધ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સમયસાર સિદ્ધિ-૬, છે નહિ. આહા...હા...! ‘તેઓ અનેક –જુદાં જુદાં બે) છે; તેઓ અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુદ્ગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત” છે. આહાહા..! જુઓ ! “કર્મના આશ્રમમાં ભેદ નથી.” કર્મના બંધનના આશ્રયમાં – અવલંબનમાં ભેદ નથી. માટે કર્મ એક જ છે.” આ.હા...! આવું સ્પષ્ટ છે છતાં લોકો) ગોટા વાળે. પ્રભુ એક કોર શુદ્ધ ચૈતન્યમૂર્તિ ! ત્યાં પુણ્ય-પાપ અધિકાર’માં વ્રતમાં પણ એ કહ્યું ને ! ચારિત્ર જે છે એ સ્વદ્રવ્યને આશ્રિત છે. સ્વરૂપાચરણ ! પોતાનો શુદ્ધ ચૈતન્યઘન ભગવાન ! એને આશ્રયે જે સ્વરૂપ એનું આચરણ (થયું) તે દર્શન-જ્ઞાન-ચારિત્ર છે અને પરદ્રવ્યને આશ્રયે જે વ્રત, તપ, આદિ ભગવાનની ભક્તિ આદિ (થાય) એ તો પરદ્રવ્યને આશ્રયે છે. આહા..હા..! તેથી તે પરદ્રવ્યને આશ્રયે બંધમાર્ગ છે. આ સ્વરૂપ આશ્રયથી મોક્ષનો માર્ગ છે. આ..હા...! સ્વદ્રવ્યને આશ્રયે છે એ મોક્ષમાર્ગ છે અને પરદ્રવ્યના લક્ષે જે થાય એ પદ્રવ્યને આશ્રયે છે. આહાહા.. એ બંધમાર્ગ છે. ભગવાન એમ કહે કે, અમારા ઉપર લક્ષ કરતા તને બંધભાવ ઉત્પન્ન થશે, બાપા ! આહાહા...! તારું તત્ત્વ અંદર ભરેલું ભગવાનસ્વરૂપ છે ને ! ત્યાં જો ને! ત્યાં જા ને ! ત્યાં માલ પડ્યો છે. રાગાદિમાં કાંઈ માલ નથી, પ્રભુ! વૃથા (છે). આહા..હા...! એ તો પુદ્ગલમય છે. શુભભાવ બંધમાર્ગ હોવાથી પુગલમય છે. આહા..હા.! શુદ્ધભાવ – શુભભાવ – ભલો ભાવ – મોક્ષ સ્વદ્રવ્યને આશ્રયે હોવાથી તે મોક્ષમાર્ગ છે. આ...હા..હા...! સ્વદ્રવ્ય આશ્રયે મોક્ષમાર્ગ અને પરદ્રવ્ય આશ્રયે બંધમાર્ગ – આ સિદ્ધાંત. પછી એના બધા ભેદ પાડ્યા. આહા..હા...! હવે એનો ખુલાસો કરે છે. ભાવાર્થ – “કોઈ કર્મ તો અરહંતાદિમાં ભક્તિ -અનુરાગ...” પંચ પરમેષ્ઠીમાં ભક્તિ , વ્રત, તપ... આ..હા..હા..! “જીવો પ્રત્યે અનુકંપાના....” ભાવ. આ..હા..! કોઈ કર્મ તો અરહંતાદિમાં ભક્તિ-અનુરાગ, જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ...” એ બંધ શુભરાગ (છે). “મંદ કષાયથી ચિત્તની ઉજ્જવળતા ઇત્યાદિ શુભ પરિણામોના નિમિત્તે થાય છે અને કોઈ કર્મ તીવ્ર ક્રોધાદિક અશુભ લેગ્યા,” આહા..હા...! “નિર્દયપણું.... અનુકંપા હો કે નિર્દયપણું હો. આહા...હા...! “વિષયાસક્તિ, દેવ-ગુરુ આદિ પૂજ્ય પુરુષો પ્રત્યે વિનયભાવે ન પ્રવર્તવું ઈત્યાદિ અશુભ પરિણામોના નિમિત્તથી...” કોઈ કર્મ બંધાય છે એમ. “કોઈ કર્મ પહેલું લખ્યું છે ને ? કોઈ કર્મ તો એમ. અરહંતાદિની ભક્તિ આદિ. જીવની અનુકંપાથી, મંદ કષાયથી, શુભ પરિણામોના નિમિત્તથી. કોઈ કર્મ તીવ્ર ક્રોધાદિક અશુભ લેયા આદિ અને દેવ-ગુરુ પ્રત્યે વિનયભાવે ન પ્રવર્તવું ઇત્યાદિ. ‘આમ હેતુનો ભેદ હોવાથી...” (એમ) વ્યવહારનયના પક્ષથી પક્ષકાર કહે છે. છે ? હેતુનો ભેદ હોવાથી...” બંધનના હેતુના કારણમાં ભેદ હોવાથી. અરહંતાદિની ભક્તિમાં પુણ્ય બંધાય અને નિર્દયપણામાં પાપ બંધાય. આહા..હા...! તો વ્યવહારનયના પક્ષવાળો કહે છે કે, આમ હેતુનો ભેદ છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪૫ ૨૧ કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે.” આહા..હા..! પેલા પરિણામના ભેદ કીધાં, આ બંધનના ભેદ છે. આહા..હા....! “શાતાવેદનીય, શુભ-આયુ,” આહાહા..! શાતાવેદનીય બંધાય કે દેવનું શુભ-આયુ હો. “શુભનામ.... જશોકીર્તિ. “શુભગોત્ર... ઊંચ ગોત્ર. “એ કર્મોના પરિણામ -પ્રકૃતિ વગેરે)માં તથા ચાર ઘાતિક, અશાતાવેદનીય...” એની સામે ફેર છે એમ કહે છે. ચાર ઘાતિકર્મો, અશાતાવેદનીય, અશુભ-આયુ, અશુભનામ, અશુભગોત્ર—એ કર્મોના પરિણામ (-પ્રકૃતિ વગેરે)માં ભેદ છે;” એમ અજ્ઞાનીનો પક્ષ છે. એક બાજુ ચાર ઘાતિનો.. આ..હા..હા....! બંધ પડે અને એક બાજુ શાતાનો બંધ પડે. આ..હા...હા..હા...! ઘાતિકર્મનો બંધ પડે અને એક બાજુ શાતાનો બંધ પડે, કહે છે. ફેર નથી ? આટલો બધો ફેર નથી લાગતો ? કાંઈ ફેર નથી. આ..હા...હા...! ઘાતિકર્મનો બંધ પડો, શાતાનો પડો કે જશકીર્તિનો પડો. આ..હા...હા.! પણ બંધ છે, એ તો બધો પુદ્ગલનો સ્વભાવ છે. આહાહા..! આ “સોનગઢની વાણી છે આ ? “સોનગઢથી છપાણું એટલે (‘સોનગઢની વાત થઈ ગઈ ?) આ તો પહેલાની વાત છે. આ...હા..! “અશુભગોત્ર–એ કર્મોના પરિણામ (પ્રકૃતિ, વગેરેમાં) ભેદ છે. ક્યાં શાતાવેદનીય બંધાય અને ક્યાં દર્શનમોહનીય બંધાય ! ચારિત્રમોહનીય બંધાય. એમ અજ્ઞાની કહે છે કે, આમાં તમને ફેર લાગતો નથી ? તો કહે છે), ના. ત્યાં બેય પુદ્ગલના પરિણામ છે. આ..હા..હા...! કારણમાં પણ બેય અજ્ઞાનમય પરિણામ અને બંધમાં પણ) શાતા બંધાય કે ઘાતિ (બંધાય), બેય પુગલના પરિણામ છે. આમ છે. આકરું પડે એવું છે. ‘કર્મના શુભ કે અશુભ એવા બે ભેદ છે. ક્યાં શાતાવેદનીય બંધાય અને ક્યાં ઘાતકર્મ ! તમે કાંઈ ફેર ન માનો ? અમને તો કેટલો ફેર લાગે છે, કહે છે. સાંભળ, સાંભળ ! હજી એનો પ્રશ્ન છે. કોઈ કર્મના ફળનો અનુભવ સુખરૂપ છે.” આ કલ્પના (છે). અનુકૂળ દેખીને સુખની કલ્પના થાય. “અને કોઈ કર્મના ફળનો અનુભવ દુઃખરૂપ છે;” છે તો બેય દુઃખરૂપ. પણ એણે માન્યું છે ને કે, શાતાવેદનીયના ઢગલા આવવા, અબજો રૂપિયાના ઢગલા ! આમ એકલા મખમલના ગાદલાં ને મખમલના પાથરણા ! લાખો રૂપિયાના મખમલના આ પાથરવાના ! ત્યાં આવા (સાદા) પાથરે ? આહા...હા...! અરે! પેલા “રાવણને સ્ફટિકમણિના બંગલા (હતા) ! સ્ફટિકમણિની નિસરણી ! સ્ફટિકમણિની લાદી ! સ્ફટિકમણિની લાદી !! અને સાતમી નરકમાં અગ્નિના ભડકા) ! એમ ફેર નથી લાગતો ? (એમ) વ્યવહારવાળો કહે છે. કાંઈ ફેર નથી, બાપા ! સાંભળ ! આ.હા..હા...! એ સાતમી નરકની અગ્નિની વેદના અશાતાનું ફળ (છે) અને અહીંયાં સ્ફટિકમણિની લાદી ! આમ નિસરણી ચડતાં અંદર વિચારે ચડી જાય કે, આ ચડાય છે કે પગલું આમ જાય છે ? પગ હેઠે દેખાય. આહા...હા...! ભાઈ ! એ બધા પુદ્ગલના Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સમયસાર સિદ્ધિ-૬. પરિણામ છે, બાપા ! પ્રભુ ! એમાં ભગવાન કયાંય આવ્યો નહિ. આહા..હા...! એ શુભાશુભ પરિણામમાં પ્રભુ ન આવ્યો. તો એના બંધન અને એના ફળમાં ક્યાંથી પ્રભુ આવે? આ.હા.! આ.હા..હા...! આકરું કામ છે. (આની) મોટી તકરાર છે ને ! એક ફેરી પુણ્યને વિષ્ટા કીધી ત્યાં તો લોકો રાડ નાખી ગયા ! અહીં તો કહે છે) શુભભાવ છે એ પુગલ છે, ઝેર છે. મુમુક્ષુ :- આત્મા અમૃત છે. ઉત્તર – પેલો પ્રભુ અમૃત છે. અમૃતનો સાગર પ્રભુ અંદર ડોલે છે. આ..હા..હા..! સચ્ચિદાનંદ પ્રભુ ! અતીન્દ્રિય આનંદનું ધ્રુવ. ધ્રુવ (ધામ) બિરાજે છે. એની સામે શુભઅશુભ પરિણામ તો ઝેર છે, કહે છે. આહા..હા...! પેલો કહે કે, તમે આટલો બધો ફેર માનો ? આ નરકના દુઃખો અને ક્યાં સ્ફટિકમણિના બંગલામાં રહેવું ! ક્યાં સાતમી નરકમાં તેંત્રીસ સાગરે રહેવું ? બાપુ ! બેય પુદ્ગલના પરિણામ છે, ભાઈ ! એમાં ક્યાંય આત્મા આવ્યો નહિ. આ..હા...હા..હા...! એના ફળમાં ફેર નથી. સાતમી નરકનું નારકીપણું મળે કે સ્ફટિકમણિના બંગલા મળે (બેમાં કાંઈ ફેર નથી). આ.હા..હા...! ‘રાવણ’ સ્ફટિકમણિના (મહેલમાં) રહેતો ! આ..હા...હા...! એ મરીને નરકે ગયો. આહા..હા...! અને મુનિ જંગલમાં ઊના તપેલા પથરા (ઉપર) બેસે અને અંદર આનંદના ધ્યાનમાં જાય ! આ..હા...હા..! એને કેવળજ્ઞાન થાય !! આ...હા..હા..! અંદર ભગવાનનું અવલંબન લીધું છે. પ્રભુ મોટો બિરાજે છે) ! આહા..હા...! એનું જ્યાં અવલંબન છે ત્યાં મોક્ષમાર્ગ અને મોક્ષ તો એની હથેળીમાં (છે) ! અંદર ભર્યું છે. આહા...હા...! શક્તિમાં છે તે વ્યક્તિમાં પ્રગટ થાય જ. તો આ પુણ્ય અને પાપના પરિણામ શક્તિમાં ક્યાં હતા ? અને એનું બંધન ને ફળ, એ ક્યાં આત્માનું કોઈ ફળ છે ? આ..હા..હા...! આવું છે. અહીં તો જરીક અનુકૂળતા હોય ત્યાં બસ ! આપણે જાણે સુખી છીએ, સુખી છીએ. અને સાધારણ ગરીબ માણસને બિચારાને એવું હોય... “મુંબઈમાં નહિ ? શું કહેવાય ઈ ? પેલા ઉપર સૂતા હોય છે. ફૂટપાથ ! ગરીબ માણસ બધે ‘અમદાવાદ, ભાવનગર જ્યાં હોય ત્યાં એકલા પડ્યા હોય બહાર. જ્યાં મોટર ચાલતી ન હોય એવી જગ્યા હોય ને આમ ત્યાં બિચારા પડ્યા હોય. આ..હા...હા..! એ ખાવાના ક્યાં ? પીવાના ક્યાં ? નળના પાણી પીવા ! આ.હા...હા.! અને મોટરું ઉભી રહે એની પાસે માંગવું. જ્યાં મોટર ઉભી રહે ને ! પેલું લાલ લાલ થાય ને ! લાલ સિગ્નલ) આવે ત્યાં જ્યાં સુધી (ગાડી) ચાલે નહિ ત્યાં સુધી બધા ભિખારી ત્યાં માંગવા માટે ભેગા થાય. મોટરું ઉભી રહે ને ! આહા...હા...! અને ક્યાં માગે ત્યાં મળે હજાર ફળ ! કહે છે કે, પણ પ્રભુ ! બેયના ફળમાં ફેર નથી હોં ! આ..હા...હા...! બાપુ ! તને ફળમાં ફેર લાગે છે. અતીન્દ્રિય આનંદનો નાથ જેમાં અતીન્દ્રિય આનંદનું ફળ આવે, પ્રભુ ! એની પાસે Page #41 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૪૫ ૨૩ એ પુદ્દગલના ફળ તો અજ્ઞાનના ફળ (છે), બંધના ફળ છે, એ પુદ્ગલમય છે. પ્રભુ એમાં નથી. આ..હા..હા...! અને ભગવાન ત્રિલોકનાથ ચૈતન્યપ્રભુ ! એનો એક જરીક આશ્રય લીધો ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન અને આનંદ આવ્યો ! આ..હા..હા...! એ ચીજ આગળ આ બધા તારા સુખની સાહેબીઓ પુદ્ગલની જાત અને ઝેરની જાત છે. આહા..હા...! આવું છે. ગરીબ થઈ જાય એટલે આમ દીન થઈ જાય અને પૈસા થાય એટલે આમ ચાલે ત્યાં... (આમ ચાલે) ! અમારે બોટાદ’માં (એક) સ્વામિનારાયણના ‘હિંમતલાલ' શેઠ હતા. એની ચાલ એવી હતી ને ચાલ... એની કોપી બીજો એક કરતો. સ્થાનકવાસી હતો એ એની કોપી કરતો. ઈ ચાલે એના જેવું ચાલે. શેઠ જેવું (ચાલે). આ..હા....! શું છે પણ આ ? એમ કે આમ નગરશેઠ ! શરી૨ મજબુત ! લાખો રૂપિયા ! આબરુ મોટી ! એની સાથે આપણે હોડ કરીએ, થોડું થોડું તો કરીએ, એમ કહે). અરે.. પ્રભુ ! કોની સાથે હોડ કરવી (છે) ? એ બધા પુદ્ગલના ફળ, ઝેરના ફળ છે, ભાઈ ! આ..હા..હા..હા...! પ્રભુ ! તારો આનંદનો સાગ૨ ! ચિંતામણિ રત્ન પડ્યું છે ને ! આ..હા..હા...! ૧૪૬ (ગાથામાં) દાખલો આપ્યો છે. ૧૪૬ ગાથા છે ને ! (એની) યસેનાચાર્યદેવ’ની ટીકામાં દાખલો આપ્યો છે). છાશને માટે રત્નને વેંચે છે. ૧૪૬માં ચસેનાચાર્યદેવ’ની સંસ્કૃત ટીકામાં (છે). છાશ... છાશ જોવે છે એમાં રત્નને વેંચી નાખે ! રત્નને વેંચીને છાશ લે !! આહા..હા...! રાખ માટે રત્નનો ઢગલો બાળે ! થોડી રાખ જોઈતી હોય, આ મગ સડી ન જાય (એટલે) નાખે છે ને ! એ રાખ માટે રત્નની રાશિ – ઢગલો બાળે. આ..હા..હા...! એક દોરા માટે હીરાના હારનું ચૂર્ણ કરી નાખે ! યસેનાચાર્યદેવે’ ચાર દાખલા (આપ્યા) છે અને એક કોદરવા માટે ચંદનનું વન છેદી નાખે. ચંદનનું વન ! યસેનાચાર્યદેવ’ની ટીકામાં ચા૨ દાખલા છે. પહેલા કહેવાય ગયા છે. આહા..હા...! એમ પુણ્યને માટે મરી જાય છે, કહે છે. આહા..હા...! રાગના પુણ્યના પ્રેમમાં આત્માને હારી દે છે. આ..હા...! છાશ માટે જેમ રત્નને વેંચે એમ એ પુણ્યના પરિણામના પ્રેમમાં આખો વેંચાઈ જાય છે, આખો આત્માનો અનાદર કરી નાખે છે. આહા..હા...! રાખ માટે રત્નની રાશિનો – ઢગલો બાળે છે. એમ એક પુણ્યના પરિણામમાં ભગવાન મોટો રત્નની રાશિ છે... આહા..હા...! એનો એ અનાદર કરે છે. સૂતરના દોરા માટે એક હા૨ને ચૂરી નાખે છે, ચૂરણ કરે છે. (એમ) એક શુભભાવના રસમાં અનંત રત્નનો હીરલો પ્રભુ !... આ..હા...હા...હા...! એને એ બાળી મૂકે છે, અનાદર કરી નાખે છે. આહા..હા...! કોદરવા માટે ચંદનના વનને છેદી નાખે છે. આહા..હા...! એમ એક શુભ પરિણામના પ્રેમમાં ભગવાન ચંદનવૃક્ષ મહાપ્રભુ ! આ..હા..હા...! એનો અનાદર કરે છે. આહા..હા...! સાધારણ કામ નથી, બાપા ! આ તો અંતરની વાતું (છે). આહા..હા...! વીતરાગમાર્ગને સત્યપણે, (સત્ય) રીતે સાંભળવા પણ મહાભાગ્ય જોઈએ ! આ..હા..હા...! આહા..હા...! કાં Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સમયસાર સિદ્ધિ-૬. ચૈતન્યરત્નથી ભરેલો ભગવાન અને ક્યાં પુણ્ય-પાપનો અજ્ઞાન ભાવ ! આહા...હા...! અને એના બંધનમાં પણ પુદ્ગલના પરિણામ, એના ફળમાં પુગલમય પરિણામ અને એ બંધ પણ પુદ્ગલ ને બંધને આશ્રયે થાય છે. મોક્ષમાર્ગના આશ્રયે કાંઈ રાગ, બંધ ન થાય. આહા..હા..! આ.હા...! (શુભ-અશુભના સ્વાદમાં) “અનુભવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. કોઈ કર્મ મોક્ષમાર્ગને આશ્રિત છે.” જોયું ! ઈ સામું કહે છે. મોક્ષમાર્ગને આશ્રિત કોઈ કર્મ છે. (અર્થાત્ મોક્ષમાર્ગમાં બંધાય છે, અને કોઈ કર્મ બંધમાર્ગના આશ્રયે છે; આમ આશ્રયનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે.” એમ વ્યવહારનયના પક્ષવાળા અજ્ઞાની માને છે. આહા...હા...! આકરું બહુ ! આ પ્રમાણે હેતુ” એટલે પરિણામ. “સ્વભાવ” એટલે પુગલબંધન. “અનુભવ” એટલે એનું ફળ “અને આશ્રય.” એટલે બંધને આશ્રયે વિકાર છે. મોક્ષના માર્ગને આશ્રયે પુણ્ય ન હોય, આત્માના આશ્રયે પુણ્ય ન હોય. બંધમાર્ગને આશ્રયે પુણ્ય હોય. આહા..હા...! આમ કોઈ કર્મ શુભ છે અને કોઈ અશુભ છે એમ કેટલાકનો પક્ષ છે.” આહાહા...! હવે એ ભેદપક્ષનો નિષેધ કરવામાં આવે છે – જીવના શુભ અને અશુભ પરિણામ બન્ને અજ્ઞાનમય છે.” શું કહે છે ? કે, શુભ પરિણામ રાગની મંદતા અને અશુભ પરિણામ રાગની તીવ્રતા. આટલો ફેર છે. અહીં કહે છે કે, “બને અજ્ઞાનમય છે.” ઈ આમાં પહેલું આવી ગયું છે ને ! શુભ-અશુભ પરિણામ અજ્ઞાનમય છે. પહેલું આવી ગયું છે. એનો ખુલાસો કરે છે. તેથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે.” આ.હા..હા..! કર્મના હેતુના બે પરિણામ, જાત, બે ભેદ છે એમ નથી. કર્મનો હેતુ તો એક જ અજ્ઞાન છે. આહા..હા..! માટે કર્મ એક જ છે.” ‘શુભ અને અશુભ પગલપરિણામો બને પુદ્ગલમય જ છે.” (અર્થાતુ) બંધન. શાતા બંધાય કે અશાતા બંધાય, જશ બંધાય કે અપજશ બંધાય. આહા...હા...! એ શુભ-અશુભ પુદ્ગલપરિણામ અને પુદ્ગલમય જ છે.” તેથી તે બંધના કર્મનો સ્વભાવ “એક પગલપરિણામરૂપ જ છે.” આહાહા...તું એ પુદ્ગલપરિણામના સ્વભાવમાં ભેદ પાડે છો (પણ) અમે કહીએ છીએ કે, બન્ને પગલપરિણામ છે. હવે એમાં ભેદ શાનો પાડે છે ? આહા...હા...! ત્યારે પેલા છાંયા અને તડકાનો દાખલો આપે છે. જુઓ ! અવ્રત છોડીને વ્રતમાં આવવું. છાંયે બેસીને શુદ્ધઉપયોગની વાટ જોવી. પણ ઈ તો એની વાત બીજી છે). એ વ્રતના વિકલ્પોની ભૂમિકા કોને હોય ? જેને સમ્યગ્દર્શન છે અને એમાં પ્રભુનો વિશેષ આશ્રય લીધો છે એને વ્રતના વિકલ્પ હોય છે. એને પુણ્યબંધ થાય છે એમ કહે છે. આહાહા...! પણ એને લઈને એમ કહે કે, અવ્રતમાં રહેવું ઈ કરતાં વ્રતના પરિણામ સારા, ઈ કઈ અપેક્ષાએ કીધા ? Page #43 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪૫ ૨૫ ઈ તો સમ્યગ્દર્શન સહિત છે અને એમાં જ્યાં વ્રતના વિકલ્પ છે એને થોડી શાંતિ વધી છે. આહા...હા...! એ વ્રતવાળાના વ્યવહારને એનું ફળ શાતા અને સ્વર્ગ છે, છાંયો છે એમ. આહાહા....! પણ મૂળ જે મથાળું છે એને તું જોતો નથી. આહા..હા.! જુઓ ! અવ્રતના ફળમાં નરક છે. “સમાધિશતક (માં) કહે છે. વ્રતના ફળમાં છાંયા છે, ઝાડનો છાંયો મળે એમ અને અવ્રતના ફળમાં અગ્નિનો તડકો છે. બાપુ ! બેના ફેરમાં એ તો અંદર શાંતિ થોડીક વધી છે ને ! એની ભૂમિકામાં શુભભાવ છે ઈ એને ત્યાં પાપાનુબંધી પુણ્યને છોડીને પુણ્યાનુબંધની પુણ્યની વાતું કરી છે. પણ એ ભૂમિકાના જોરથી વાત કરી છે. આહાહા....! આણે વિદ્યાસાગર મુનિએ ઈ નાખ્યું છે. (અહીંયાં કહે છે, “કર્મનો સ્વભાવ એક પુદ્ગલપરિણામરૂપ જ છે; માટે કર્મ એક જ છે. સુખરૂપ અને દુઃખરૂપ અનુભવ બને પુગલમય જ છે.” આ.હા..હા..હા...! શાતાવેદનીયના ઢગલા પડ્યા હોય). ચૂરમા, લાડવા ખાતો હોય અને એમાં જે ભાવ છે એ તો અશુભભાવ છે. આહાહા.! પુદ્ગલપરિણામ છે. જે સુખ તેં માન્યું છે ઈ સુખ નથી. બેય અનુભવ પુદ્ગલનો છે. આહા...હા...! તેથી કર્મનો અનુભવ એક પુગલમય જ છે....... કર્મના અનુભવમાં બે ભેદ પાડે કે, શાતાથી આમ ઢગલા થાય ને ઠંડી હવા, શાતમાં રહે.. આહા..હા...! એનાથી નિવૃત્તિ લઈને ત્યાં ધર્મ થઈ શકે, શરીર સારું હોય તો ફલાણું (થાય). અહીં કહે છે કે, ભગવાન સારો હોય તો ધર્મ થઈ શકે, એક જ વાત છે. બહારમાં સારું હોય) ઈ બધી પુગલમયની વાતું છે. “મોક્ષમાર્ગ અને બંધમાર્ગમાં, મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય લ્યો ! અહીં તો ઈ લીધું, ત્યાં પણ ઈ લીધું. “મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય.” (છે). ઈ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર જે સ્વને આશ્રયે થાય એને જ કેવળ જીવના પરિણામ કીધા છે. શુભ-અશુભ ભાવ ઈ જીવના પરિણામ નહિ. એ તો અજ્ઞાન, પુગલના પરિણામ છે. આહા..હા..હા....! બંધમાર્ગ કેવળ પુદ્ગલના પરિણામમય જ છે.” મોક્ષમાર્ગ કેવળ જીવના પરિણામ છે. શુભાશુભ નહિ, શુદ્ધ પરિણામ). “અને બંધમાર્ગ કેવળ પુદ્ગલના પરિણામમય જ છે તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ જ છે.” મોક્ષના માર્ગને આશ્રયે બંધ છે ઈ વાત બિલકુલ ખોટી છે. “અર્થાત્ કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ થાય છે – મોક્ષમાર્ગમાં થતાં નથી; માટે કર્મ એક જ છે.” આહાહા! આ પ્રમાણે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરી..” એમ કહ્યું. “તેનો નિષેધ કર્યો;” છે. જેમ પર્યાયને અભૂતાર્થ કીધી હતી એ ગૌણ કરીને અભૂતાર્થ કીધી હતી. ભલે છે, છે ખરું પણ ગૌણ કરીને તેનો નિષેધ કર્યો છે. (ઊંધું) કાઢવું હોય (એ) આમાંથી કાઢે કાઢવું હોય તો. કારણ કે અહીં અભેદપક્ષ પ્રધાન છે, અને અભેદપક્ષથી જોવામાં આવે તો કર્મ એક જ છે-બે નથી.” વિશેષ કહેશે... (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !) Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સમયસાર સિદ્ધિ-૬ Lજ 0 0 0 (૩પનાતિ) हेतुस्वभावानुभवाश्रयाणां सदाप्यभेदान्न हि कर्मभेदः। तद्वन्धमार्गाश्रितमे कमिष्टं स्वयं समस्तं खलु बन्धहेतुः । ।१०२ ।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્ધ :- હેતુ-સ્વભાવ-અનુમવ-માશ્રયUIT) હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય – એ ચારનો (અર્થાત્ એ ચાર પ્રકારે) (સદ્દા પસદાય (મેા) અભેદ હોવાથી ન હિ મે:) કર્મમાં નિશ્ચયથી ભેદ નથી; (તત્ સમતું ) માટે સમસ્ત કર્મ પોતે રત્ન) નિશ્ચયથી (વીમા-કાશ્રિતમ્) બંધમાર્ગને આશ્રિત હોવાથી અને વહેતુ:) બંધનું કારણ હોવાથી, પમ્ રૂટં) કર્મ એક જ માનવામાં આવ્યું છે – એક જ માનવું યોગ્ય છે. ૧૦૨. પ્રવચન નં. ૨૩૦ શ્લોક-૧૦૨, ગાથા – ૧૪૬થી૧૪૯. શુક્રવાર, વૈશાખ વદ ૭, તા. ૧૮-૦૫-૧૯૭૯ ‘સમયસાર કળશ-૧૦૨. કળશ છે ને ? हेतुस्वभावानुभवाश्रयाणां सदाप्यभेदान्न हि कर्मभेदः। तद्वन्धमार्गाश्रितमेकमिष्टं स्वयं समस्तं खलु बन्धहेतुः ।।१०२ । । હતુ.” કળશનો ઉત્તર આપે છે કે, બંધના કારણનો હેતુ પુણ્ય અને પાપ, શુભ અને અશુભ ભાવ એક જ છે. બંધનો હેતુ એક જ છે, શુભ અને અશુભ બેય એક જ છે. શુભથી પુણ્ય અને અશુભથી પાપ એવા બે ભેદ એમાં નથી. ભાવમાં હોં ! શુભ Page #45 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪૬ ર૭ અને અશુભ ભાવ બે હેતુ અજ્ઞાનરૂપ છે. એટલે હેતુમાં કોઈ ફેર નથી. “સ્વભાવ” (એટલે) એનું પુદ્ગલમાં) બંધન પડે કે, શુભભાવથી પુણ્ય બંધાય અને અશુભભાવથી) પાપ (બંધાય). એ બધો પુગલ સ્વભાવ છે. એમાં પણ કાંઈ ભેદ છે નહિ. “અનુભવ” શુભનો અનુભવ પણ દુઃખરૂપ છે અને અશુભનો અનુભવ – પણ દુઃખરૂપ ફળ છે. આહાહા....! એમાં ક્યાંય આત્માનો આનંદ નથી. શુભ પરિણામનું ફળ શાતાવેદનીય આદિ આવે પણ એમાં પણ સુખરૂપ કલ્પના છે, ઈ છે દુઃખ. એટલે ફળમાં ફેર નથી. શુભનું ફળ સારું અને અશુભનું ફળ ખરાબ, એવું કાંઈ નથી. બેયનું ફળ એક જ છે. આ.હા...! આશ્રય. શુભઅશુભ બંધનું કારણ એ બંધને આશ્રયે છે. શુભ કોઈ મોક્ષને આશ્રયે અને અશુભ બંધને આશ્રયે (છે) એવા આશ્રયમાં ભેદ નથી. આહાહા...! બેયનો) એક જ આશ્રય છે. શુભ અને અશુભ ભાવ બેય બંધને આશ્રયે જ થાય છે. ‘એ ચારનો (અર્થાત્ એ ચાર પ્રકારે)” (સવા પિ) “સદાય.” આહાહા...! (મેવા) અભેદ હોવાથીચારે બધા અભેદ – એક જ છે. આહા...હા...! (ન દિ મે:) “કર્મમાં નિશ્ચયથી ભેદ નથી. આ કારણે કોઈ પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે અથવા પુણ્યનું બંધન થાય એ ઠીક (છે) અને પાપનું અઠીક (છે) એમ છે નહિ. બધું બંધનું કારણ અઠીક છે. (તદ્ સમસ્ત સ્વયં “માટે સમસ્ત કર્મ પોતે...” કર્મ જે છે, શુભ-અશુભ ભાવ કે બંધન એ પોતે નિશ્ચયથી' (વીમા-સાશ્રિતમ્) “બંધમાર્ગને આશ્રિત હોવાથી.” આહા..હા....! એ વ્રત, તપ, ભક્તિ, પૂજા, દાન, દયા આદિ ભાવ અને હિંસા, જૂઠું, ચોરી, વિષય (આદિ) ભાવ, એ બન્ને ભાવ બંધને આશ્રયે છે. આહાહા..! આવું છે. લોકોને ખટક પડે. શુભ-અશુભ ભાવ બેય બંધરૂપ છે અને બેય બંધનું કારણ છે. બેય અજ્ઞાનરૂપ છે. આહાહા...! બંધનું કારણ હોવાથી, કર્મ એક જ માનવામાં આવ્યું છે...... કર્મ તો એક જ પ્રકારે છે). “કર્મ' શબ્દ લીધો હતો ને ! એટલે. બાકી પછી ચાર પ્રકાર પાડ્યા. કર્મ એક જ માનવું યોગ્ય છે. એ ૧૪૫ ગાથાનો કળશ કહ્યો. هههههههههه ગાથા-૪૬ છે) अथोभयं कर्माविशेषेण बन्धहेतुं साधयति - सोवण्णियं पि णियलं बंधदि कालायसं पि जह पुरिसं। बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ।।१४६।। Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સમયસાર સિદ્ધિ-૬, सौवर्णिकमपि निगलं बध्नाति कालायसमपि यथा पुरुषम् । बध्नात्येवं जीवं शुभमशुभं वा कृतं कर्म ।।१४६।। शुभमशुभं च कर्माविशेषेणैव पुरुषं बध्नाति, बन्धत्वाविशेषात्, काञ्चनकालायसनिगलवत् । હવે, (શુભ-અશુભ) અને કર્મો અવિશેષપણે કાંઈ તફાવત વિના) બંધનાં કારણ છે એમ સિદ્ધ કરે છે : જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬. ગાથાર્થ :- (થા] જેમ સિવવમ સુવર્ણની દુનિયા બેડી [બપિ પણ પુરુષ પુરુષને વંદનાતિ બાંધે છે અને વિનાયરસ] લોખંડની [ પ પણ બાંધે છે, વુિં તેવી રીતે શુમમ્ વા ગામમ| શુભ તેમ જ અશુભ ાિં રુ કરેલું કર્મ (નીવં] જીવને વિશ્વાતિ (અવિશેષપણે) બાંધે છે. ટીકા :- જેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે કારણ કે બંધનપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી, તેવી રીતે શુભ અને અશુભ કર્મ કાંઈ પણ તફાવત વિના પુરુષને (-જીવને) બાંધે છે કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી. ગાથા–૧૪૬ ઉપર પ્રવચન હવે, (શુભ-અશુભ) બને કર્મો અવિશેષપણે....” એટલે સામાન્યપણે કાંઈ તફાવત વિના) બંધનાં કારણ છે.” આહા..હા...! “એમ સિદ્ધ કરે છે :- ૧૪૬ (ગાથા). सोवण्णियं पि णियलं बंधदि कालायसं पि जह पुरिसं। बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ।।१४६।। જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬. ટીકા :- જેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે.” સોનાની બેડી હોય કે લોઢાની હોય. આહાહા..! એમ શુભભાવ હોય કે અશુભ (ભાવ) હોય, બેય બંધનનું કારણ છે. એમાં ધર્મનું એકેય કારણ છે નહિ. આહા..હા...! Page #47 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૪૬ ૨૯ કારણ કે બંધનપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી....’ શુભ અને અશુભ ભાવ સોના અને લોઢાની બેડીની અપેક્ષાએ, શુભ સોનાની બેડી, અશુભ લોઢાની બેડી (છે). આહા..હા...! બંધનમાં કાંઈ ફેર નથી, બેય બાંધે છે. તેવી રીતે શુભ અને અશુભ કર્મ...’ કાર્ય - ભાવ, ભાવ કે બંધન. મૂળ અહીં કર્મથી ઉપાડ્યું છે ને એટલે કેટલાક લોકો એમ કહે (છે) કે, ઈ તો કર્મની વાત છે, ભાવની વાત કર્યાં છે ? એમ કહે છે. પણ આ હેતુ, સ્વભાવ, (અનુભવ, આશ્રય એમ) ચા૨૫ણે તો સ્પષ્ટ કર્યું છે. આહા..હા...! શુભ અને અશુભ કર્મ કાંઈ પણ તફાવત વિના પુરુષને (– જીવને) બાંધે છે...’ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, તપનો ભાવ હો કે ચાહે તો હિંસા, જૂઠું, ચોરી, વિષય-ભોગ, કામ, ક્રોધ, રાગ-દ્વેષના ભાવ હો, બેય ભાવ બંધનનું કારણ છે. આહા..હા...! બેયમાં એકેય ધર્મ અને ધર્મનું કારણ છે નહિ. મુમુક્ષુ :- ભાવબંધ... ઉત્તર :- ઈ પોતે બેય ભાવબંધ જ છે. શુભ-અશુભ ભાવ ભાવબંધ છે અને જડ છે ઈ દ્રવ્યબંધ છે. ભાવબંધ એક જાત છે અને જડબંધ છે એક જાત છે. પુદ્ગલનું ફળ, એક જાત છે. આહા..હા...! મુમુક્ષુ :- ભાવબંધ... ઉત્તર :- ઈ પુણ્ય-પાપના ભાવ એ જ ભાવબંધ છે. ઈ કહેશે. ઈ તો પેલામાં આવ્યું ને ! સ્વયં સમસ્ત કર્મ પોતે બંધમાર્ગને આશ્રિત છે. ઈ (૧૦૨) કળશમાં આવી ગયું. ઈ શુભ-અશુભ ભાવ પોતે જ બંધને માર્ગે આશ્રિત છે. આહા..હા...! આકરું પડે જગતને. તેથી એમ કોઈ કહે કે, શુભ-અશુભ ભાવ વ્યવહાર રત્નત્રય કરતા નિશ્ચય થાય. ઘણે ઠેકાણે આ લાકડા ગરી ગયા છે. આવે ક્યાંક લખાણમાં આવે પણ ખરું પણ ઈ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે (કે) નિમિત્ત આવું હતું. એ વસ્તુ પોતે આત્માને કોઈ મદદ કરે છે કે ધર્મનું કારણ છે એમ નથી. આહા..હા...! કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી.' ચાહે તો શુભભાવ હો કે અશુભભાવ હો, બેય બંધનું કારણ છે. બંધના કારણની અપેક્ષામાં કાંઈ ફેર નથી. વ્યવહારે ફે૨ કહે પણ ઈ ૫રમાર્થે ફેર છે નહિ. એટલે ખરેખર ફેર નથી. વ્યવહારે કહે કે અશુભભાવથી શુભ(ભાવ) ઠીક (છે), એમ. આહા..હા...! પરમાર્થે વાસ્તવિક રીતે તો એ શુભ અને અશુભ બેય ભાવ બંધના કારણ (છે) અને એક જ રૂપે બંધ છે. આ..હા...! ૧૪૬ (ગાથા પૂરી) થઈ. ૧૪૭ (ગાથા). - Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સમયસાર સિદ્ધિ-૬. ગોથી अथोमयं कर्म प्रतिषेधयति । तम्हा दु कुसीलेहि य रागं मा कुणह मा व संसग्गं । साहीणो हि विणासो कुसीलसंसग्गरायेण ।।१४७।। __ तस्मात्तु कुशीलाभ्यां च रागं मा कुरुत मा वा संसर्गम्। स्वाधीनो हि विनाशः कुशीलसंसर्गरागेण ।।१४७।। कुशीलशुभाशुभकर्मभ्यां सह रागसंसर्गो प्रतिषिद्धौ, बन्धहेतुत्वात्, कुशीलमनोरमामनोरमकरेणुकुट्टनीरागसंसर्गवत्। હવે બને કર્મોનો નિષેધ કરે છે : તેથી કરો નહિ રાગ કે સંસર્ગ એ કુશીલો તણો, છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭. ગાથાર્થ – તિરમાત્ તો માટે વિશીતામ્યાં એ બન્ને કુશીલો સાથે [RI] રાગ (મા ત] ન કરો (વાઅથવા (સંશમ્ સંસર્ગ પણ Iિ] ન કરો [દિ કારણ કે વુિશીનાંસરો] કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી વાધીનઃ વિનાશ:] સ્વાધીનતાનો નાશ થાય છે અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે). ટીકા :– જેમ કુશીલ (ખરાબ) એવી મનોરમ અને અમનોરમ હાથણીરૂપ કૂટણી સાથે રાગ અને સંસર્ગ (હાથીને) બંધનાં કારણે થાય છે તેવી રીતે કુશીલ એવાં શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધનાં કારણ હોવાથી, શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. ગાથા-૧૪૭ ઉપર પ્રવચન ૧૪૭. હવે બને કર્મોનો નિષેધ કરે છે – ચાહે તો શુભભાવ હો કે અશુભ હો, બન્ને બંધનું કારણ હોવાથી બન્નેનો નિષેધ કરવામાં આવે છે. આહા...હા...! Page #49 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪૭ ૩૧ तम्हा दु कुसीलेहि य रागं मा कुणह मा व संसग्गं। साहीणो हि विणासो कुसीलसंसग्गरायेण ।।१४७।। તેથી કરી નહિ રાગ કે સંસર્ગ એ કુશીલો તણો, છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭. આમ કહે છે. જેમ કુશીલ (ખરાબ) એવી મનોરમ અને અમનોરમ હાથણી....” મનોરમ (અમનોરમ એટલે) અનુકૂળ અને પ્રતિકૂળ. ‘હાથણીરૂપ કૂટણી સાથે રાગ અને સંસર્ગ (હાથીને) બંધનાં કારણે થાય છે.” જે હાથણી મનોરમ – અનુકૂળ હોય અને પ્રતિકૂળ હોય. બેય હાથણી બંધનું કારણ છે. આ ખાડામાં નાખીને પકડે છે. બન્ને રાગ અને સંસર્ગ બંધના કારણ થાય છે. એના પ્રત્યેનો પ્રેમ અને એનો સંસર્ગ કરવો એ બધા બંધના કારણ છે. આહા...હા...! અહીં તો કહે છે કે, ચાહે તો જાત્રાનો ભાવ હો કે ચાહે તો દુનિયાના વેપારના, હિંસાના (ભાવ હો).. આહા...હા...! સમેદશીખરની જાત્રાનો ભાવ હોય અને દુકાનનો માલ વેચવાનો ભાવ (હો) બેય ભાવ બંધના કારણ છે. આહા..હા...! મુમુક્ષુ – દાખલો (આપો એટલે ખ્યાલ આવે). ઉત્તર :- દાખલો.. આ...હા...હા...! અહીં તો સામાન્ય વાત કરે છે. આમ જુઓ તો સમેદશીખરનો જાત્રાનો ભાવ અને દુકાને બેસીને વેપારનો ભાવ એ અશુભ છે, પેલો શુભ છે, બેય બંધનું કારણ છે. આહા..હા..! આવું કામ છે. દુકાને બેસીને ધંધાનો ભાવ અને (એ બધું છોડીને બિચારો મેદશીખર જાત્રાએ જાય (કે) ભઈ ! અમેદશીખરની જાત્રા માટે આઠ દિ’ની નિવૃત્તિ લ્યો. એ ‘ચીમનભાઈ ! બેય (ભાવ) વિકલ્પ છે, બાપુ ! શુભ અને અશુભ બેય રાગ છે. એ મનોરમ અને અમનોરમ હાથણીના પેઠે બેય બંધના કારણ છે. આહાહા.! આકરું કામ પડે માણસને. દુકાનનો ધંધો છોડી અને કોઈ પાંજરાપોળના કામ કરવા જાય, કોઈની સેવા માટે જાય તોપણ કહે છે કે, બેય ભાવ સરખા છે. પ્રશ્ન :- અમારી સ્વાધીનતા શું રહી ? સમાધાન :- સ્વાધીનતાનો નાશ થાય છે. સ્વતંત્રતા, શાંતિ રહી નહિ. ઈ તો હવે આવે છે ને ! શાંતિ. જ્ઞાયકભાવ. વીતરાગસ્વભાવથી ભરેલો ભગવાનઆત્મા એની વિતરાગતાની પર્યાયને શુભ અને અશુભભાવથી ઘા પડે છે. આ...હા...! “કર્તા-કર્મ અધિકારમાં આવ્યું નહિ ? જે વીતરાગ પર્યાય – ઉદાસીન પર્યાય ઉત્પન્ન થવી જોઈએ એને છોડીને શુભાશુભ ભાવ ઉત્પન્ન કરે એ કર્તા-કર્મ બંધનું કારણ છે. આહા..હા...! કર્તા-કર્મ અધિકારની ૬૯-૭૦ (ગાથા). આહાહા....! પ્રશ્ન :- પુણ્ય-પાપ અને કર્તા-કર્મ અધિકારમાં ફેર શું ? સમાધાન :- એક જ સરખુ છે. કર્તા-કર્મમાં કર્તા-કર્મ સિદ્ધ કરવું છે, અહીં પુણ્ય Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સમયસાર સિદ્ધિ-૬ પાપના ભાવ બેય સરખા (છે), ઈ સિદ્ધ કરવું છે. પેલામાં કર્તા (એટલે કે) કરનારો અને કર્મ, બેય અભેદ છે (એમ સિદ્ધ કરવું છે). એટલે કે અજ્ઞાન-કર્તા અને પુણ્ય-પાપ એનું કામ, એ કર્તા-કર્મ એક છે, અજ્ઞાન છે. આત્મા સ્વભાવિકનો કર્તા અને એનું વિકારી કાર્ય એમ ભેદ નથી. આહા...હા...! ક્યાં પણ નવરાશ (છે) ? નિવૃત્તિ ન મળે. આહા........! આ તો મોટા બીજા ભાગની વાત છે ને ! ‘કુશીલ એવાં શુભ અને અશુભ...’ એ પણ કુશીલ. જોયું ? કુશીલ એટલે ખરાબ એવી હાથણીની પેઠે (અને) મનોરમ – અનુકૂળ હાથણી હોય પણ હાથીને તો બેય બંધના કા૨ણ છે. એમ શુભભાવ તને મનો૨મ લાગે અને અશુભ રાગ અમનોરમ લાગે (તોપણ) બેય બંધના કારણ છે. આ..હા...! લોકો આમાંથી ઘણું બીજું કાઢે છે કે, આ તો નિશ્ચયની વાત છે, પણ વ્યવહાર આવે છે એ કારણ છે. વ્યવહાર આવે એ કારણ છે. તો વ્યવહાર આવે એને સાધન કહ્યું છે એ તો જ્ઞાન કરાવ્યું છે. બાપુ ! એ નિશ્ચયથી તો દુવિĒ પિ મોપદેરું જ્ઞાળણ પાપળવિ નં મુળી નિયમા।” (‘દ્રવ્યસંગ્રહ ગાથા-૪૭)’ શુભ-અશુભ વિકલ્પ છે એ તો આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છે. આહા..હા...! અહીંયાં તો આત્મા શુભાશુભ ભાવથી રહિત જ્ઞાયકભાવમાં ધ્યાનમાં એકાગ્ર થાય ત્યારે તેને સાચો – નિશ્ચય મોક્ષમાર્ગ ઉત્પન્ન થાય છે. આહા..હા...! અને તે વખતે રાગ કાંઈ બાકી છે, હજી પૂર્ણ વીતરાગતા થઈ નથી એથી એને વ્યવહા૨ મોક્ષમાર્ગ તરીકે કહેવામાં આવ્યું છે. આવી વસ્તુ છે. એ દુવિહં પિ મોવપહેરું જ્ઞાળણ પાપળવિ એમ કીધું છે. એનો સા૨ આખો (કહી દીધો). આહા..હા....! અહીંયાં તો જેને આત્મકલ્યાણ કરવું હોય એને માટે વાત છે. એને શુભ ને અશુભ ભાવ બેય અકલ્યાણનું કારણ છે. તેથી તેને હાથણીની પેઠે કુશીલ એવો શુભ... ઓ...હો..હો...! અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ...' વચનથી પણ એનો પિરચય – સંસર્ગ એમ ન કરવો કે, આ ઠીક છે એમ વચનથી પણ કહેવું નહિ. આ...હા...! રાગ અને સંસર્ગ બંધના કારણ હોવાથી,...' એમાં બહુ પિરચય કરવાથી. રાગ અને બહુ પરિચય કરવાથી. સંસર્ગ બંધના કારણ હોવાથી, શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે.’ લ્યો ! અહીં તો શુભાશુભ કર્મ લીધું છે હોં ! પણ એના કારણો ભાવ (આદિ) ચારે આવી ગયા. આહા..હા...! પેલા આમાંથી વિશેષ કાઢે છે ને ! એમ કે, અહીં કર્મ કીધું છે, કંઈ શુભાશુભ ભાવ (નથી કહ્યા). પણ એ ખુલાસો કર્યો ને ! “અમૃતચંદ્રાચાર્યે” પોતે કર્યો. (તો કહે) ‘અમૃતચંદ્રાચાર્યે’ એમ કહ્યું છે પણ ‘કુંદકુંદાચાર્યદેવ' તો કર્મ જ કહે છે. પણ ઈ કર્મમાં બધું આવી ગયું. શુભાશુભ ભાવકર્મ, જડકર્મ, એના ફળ અને બંધમાર્ગનો આશ્રય. એ શુભનો આશ્રય એ બંધમાર્ગનો આશ્રય છે. આહા..હા...! Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ગાથા ૧૪૭ દુનિયાથી વિલક્ષણ લાગે. અને આ દુનિયાની હોંશું. આહા..હા..! એમાંથી અટકીને રોકાઈ જવું. આહાહા..! ત્યાં અટકે છે એનું રોકાવું (અને) અહીં આવીને રોકાઈ જવું. આહા...હા....! શુભ-અશુભ ભાવ બેય એક જ પ્રકારના છે માટે એનો રાગ (ન કરવો) અને વાણીથી પણ કંઈક ઠીક છે એમ ન કહેવું. એનો પરિચય – સંસર્ગ જ ન કરવો. આહા..હા..! કાયા ને વાણી ને મન – ત્રણેથી (સંસર્ગ ન કરવો). આહા..હા..! રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. કેમકે “રાગ અને સંસર્ગ બંધના કારણ હોવાથી.” એમ. રાગ અને સંસર્ગ બંધના કારણ હોવાથી શુભ-અશુભ કર્મોનો નિષેધ કરવામાં આવ્યો છે. આહા..હા...! અહીં તો જરીયે આશ્રય કરવાલાયક છે એમ કાંઈ કહ્યું નથી. નિશ્ચયમાં જરી મદદ કરે એમ કાંઈ કહેવામાં આવ્યું નથી. અને ક્યાંક ક્યાંક કહેવામાં આવ્યું હોય છે તો સાધનને ઓળખાવ્યું છે. અંદર સાધન – રાગ કોણ છે ? જ્યાં નિશ્ચય સાધ્ય પ્રગટ્યું છે ત્યારે ત્યાં રાગ કોણ હતો ? એમ નૈગમનયથી વાત કરે અને કાં વર્તમાન છે તેને ઉપચારથી કરે. પૂર્વના રાગથી થયું એમ કહે તો ઈ નૈગમનયથી કહ્યું અને વર્તમાન રાગ છે તેનાથી કહે તો એ ઉપચારથી કહ્યું. આહા...હા...! આમ છે. મુમુક્ષુ :- સ્વાધીનતાનો નાશ થાય છે. ઉત્તર :- સ્વાધીનતાનો નાશ થાય છે. એનો અર્થ ઈ કે, પોતાનો ઘાત પોતાથી થાય છે. પુણ્ય અને પાપમાં સ્વાધીનતા, સ્વતંત્રતાનો નાશ થાય છે. એને બંધ કીધું ને ! બંધનું કારણ છે એટલે એનો અર્થ એનો ઘાત થાય છે). એ બંધનું કારણ છે એટલે સ્વાધીનતાનો નાશ છે, એમ. સ્વતંત્રતા જે શુદ્ધતા થવી જોઈએ (એ ન થઈ. આ.હા..હા....! સ્વાધીનતાનો નાશ થાય, પોતાનો ઘાત પોતાથી થાય એનો અર્થ ઈ. એમ. ઘાત થાય છે ને ! એને બંધમાં નાખી દીધું. આહાહા...! શુભ-અશુભ ભાવ બેયામાં) શાંતિનો ઘાત થાય છે, આત્માના સ્વભાવની શુદ્ધ પર્યાયનો ઘાત થાય છે. આહાહા....! એટલે કે ઉત્પન્ન થતી નથી તેનો ઘાત થાય છે. આહા...હા..! શુભ અને અશુભ ભાવ ઉત્પન્ન થાય છે ત્યાં શુદ્ધ ભાવ ઉત્પન્ન થતો નથી તેથી તેનો ઘાત થાય છે. એ સ્વાધીનતાનો નાશ છે, એમ. આહાહા...! આકરું પડે જગતને ! મુમુક્ષુ :- સાધકને શુભભાવ વખતે શુદ્ધિ વધી જાય છે. ઉત્તર :- ધૂળમાંય વધતી નથી. ઈ તો બીજી વાત કરે છે. સમ્યગ્દર્શન છે, દૃષ્ટિ શુદ્ધ (સ્વભાવ) ઉપર પડી છે, શુદ્ધ ઉપર વિશેષ (સ્થિર થાય છે) એને જે શુભભાવ છે એમાં જરી અશુભ (ભાવ) ઘટ્યો છે. એમ. એને (માટે તે વાત છે). છતાં શુભભાવ છે એ છે તો બંધનું કારણ પણ ‘સને સને એ મોક્ષમાર્ગમાં આવે છે ને ! અને એટલે સ્વભાવની દૃષ્ટિ થઈ છે. શુભાશુભ ભાવ બંધનું કારણ છે. ત્રિકાળ શુદ્ધ ચૈતન્યમૂર્તિ તે મુક્તિનું કારણ છે. એવો અનુભવ, સમ્યગ્દર્શન થયું છે. એને માટે એ વાત કરી છે. ત્યાં શુભ છે એમાં Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સમયસાર સિદ્ધિ-૬ અશુભ ઘટે છે. મિથ્યાત્વ ટળ્યું છે અને સમકિત થયું છે એ અપેક્ષાએ પેલા શુભમાં અશુભ ઘટે છે એમ કીધું છે. પણ જ્યાં હજી શુભ કે અશુભને બે માને એ તો હજી મિથ્યાષ્ટિ છે. આહા...હા...! એને તો શુભમાં અશુભ ઘટતું પણ નથી કારણ કે મૂળ અશુભ મિથ્યાત્વ તો પડ્યું છે. શુભભાવ અને અશુભભાવ બન્ને(માં) ફેર છે એવો મિથ્યાત્વભાવ તો પડ્યો છે. આહાહા...! ઘણે ઠેકાણે એવું આવે. “જયસેનાચાર્યદેવની ટીકામાં આવે. વ્યવહાર સાધન છે, નિશ્ચય સાધ્ય છે. ઈ તો છે એનું જ્ઞાન કરાવ્યું, બાપુ ! આહાહા..! લોકોને “જયસેનાચાર્યદેવની ટીકા ઠીક પડે. તે દિ “જ્ઞાનસાગરે એના અર્થ કર્યા ને ! “જયસેનાચાર્યદેવની ટીકાના (અર્થ કર્યા. અને વિદ્યાસગરે પણ એ કર્યું છે, એણે એમાંથી બધા પદ લીધા છે. આ..હા...! બાપુ ! ધ્રુવ પોતે અંદર સ્વતંત્ર ચૈતન્ય (દ્રવ્ય છે). રાગ થાય, આવે, હોય છે પણ એ આશ્રય કરવાલાયક છે કે જરીયે લાભદાયક છે એમ નથી. જ્ઞાનીને પણ રાગ આવે, અશુભ રાગ આવે, શુભ રાગ આવે પણ અહિતકર જાણીને, હેય જાણીને, દુઃખરૂપ જાણીને દૃષ્ટિમાંથી છોડે છે. આહા...! એને દૃષ્ટિમાંથી છોડે છે. એ અસ્થિરતામાં આવી ગયા છે. આહા...હા...! ( ગાથા-૧૪૮થી૧૪૯) अथोभयं कर्म प्रतिषेध्यं स्वयं दृष्टान्तेन समर्थयते . जह णाम को वि पुरिसो कुच्छियसीलं जणं वियाणित्ता। वज्जेदि तेण समयं संसग्गं रागकरणं च।।१४८।। एमेव कम्मपयडीसीलसहावं च कुच्छिदं णाएं । वज्जति परिहरंति य तस्संसग्गं सहावरदा।।१४९।। यथा नाम कोऽपि पुरुषः कुत्सितशीलं जनं विज्ञाय । वर्जयति तेन समकं संसर्गे रागकरणं च।।१४८।। एवमेव कर्मप्रकृतिशीलस्वभावं च कुत्सितं ज्ञात्वा। वर्जयन्ति परिहरन्ति च तत्संसर्गे स्वभावरताः ।।१४९।। Page #53 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪૮ થી ૧૪૯ ૩પ यथा खलु कुशलः कश्चिद्वनहस्ती स्वस्य बन्धाय उपसर्पन्तीं चटुलमुखीं मनोरमाममनोरमां वा करेणुकुट्टनी तत्त्वतः कुत्सितशीलां विज्ञाय तया सह रागसंसर्गो प्रतिषेधयति, तथा किलात्माऽरागो ज्ञानी स्वस्य बन्धाय उपसर्पन्ती मनोरमाममनोरमां वा सर्वामपि कर्मप्रकृति तत्त्वतः कुत्सितशीलां विज्ञाय तथा सह रागसंसर्गों प्रतिषेधयति। હવે, બને કર્મ નિષેધવાયોગ્ય છે એ વાતનું ભગવાન કુંદકુંદાચાર્ય પોતે જ દખંતથી સમર્થન કરે છે : જેવી રીતે કો પુરુષ કુત્સિતશીલ જનને જાણીને, સંસર્ગ તેની સાથે તેમ જ રાગ કરવો પરિત; ૧૪૮. એમ જ કરમપ્રકૃતિશીલસ્વભાવ કુત્સિત જાણીને, નિજ ભાવમાં રત રાગ ને સંસર્ગ તેનો પરિહરે. ૧૪૯. ગાથાર્થ :- (યથા નામ જેમ [ોડપ પુરુષ: કોઈ પુરુષ િિાશીત કુત્સિત શીલવાળા અર્થાત્ ખરાબ સ્વભાવવાળા (ન] પુરુષને [વિજ્ઞાય] જાણીને તેના સમb] તેની સાથે સિં ૨ રાવરVi] સંસર્ગ અને રાગ કરવો વિર્નયતિ] છોડી દે છે, વિમ્ વ વા તેવી જ રીતે સ્વિમવરતા:] સ્વભાવમાં રત પુરુષો ર્મિપ્રકૃતિશીનરૂમાવં] કર્મપ્રકૃતિના શીલ સ્વભાવને રુિતિં કુત્સિત અર્થાતુ ખરાબ (જ્ઞાત્વા] જાણીને તિif, તેની સાથે સંસર્ગ વિર્નયત્તિા છોડી દે છે પિરિહરન્તિ ના અને રાગ છોડી દે છે. ટીકા – જેમ કોઈ કુશળ વન-હસ્તી પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણીરૂપી કૂટણીને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી, તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી (ઉદયમાં આવતી) મનોરમ કે અમનોરમ (શુભ કે અશુભ) – બધીયે કર્મપ્રકૃતિને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી. ભાવાર્થ :- હાથીને પકડવા હાથણી રાખવામાં આવે છે; હાથી કામાંધ થયો થકો તે હાથણીરૂપી કૂટણી સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે, અને જો ચતુર હાથી હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી; તેવી રીતે અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી બંધમાં પડી પરાધીન થઈને સંસારનાં દુઃખ ભોગવે છે, અને જો જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કદી કરતો નથી. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ગાથા-૧૪૮ થી ૧૪૯ ઉ૫૨ પ્રવચન સમયસાર સિદ્ધિ-૬ ૧૪૮-૧૪૯ (ગાથા). ‘હવે બન્ને કર્મ નિષેધવાયોગ્ય છે એ વાતનું ભગવાન કુંદકુંદાચાર્ય પોતે જ દૃષ્ટાંથી સમર્થન કરે છે ઃ– પેલું તો ‘અમૃતચંદ્રાચાર્યદેવે' સિદ્ધ કર્યું હતું. આહા..હા...! णाम को विपुरिसो कुच्छियसीलं जणं वियाणित्ता । वज्जेदि तेण समयं संसग्गं रागकरणं च । ।१४८ ।। एमेव कम्मपयडीसीलसहावं च कुच्छिदं णादुं । वज्जंति परिहरंति य तस्संसग्गं सहावरदा । । १४९।। જેવી રીતે કો પુરુષ કુત્સિતશીલ જનને જાણીને, સંસર્ગ તેની સાથ તેમ જ રાગ કરવો પિરતજે; ૧૪૮. એમ જ કરમપ્રકૃતિશીલસ્વભાવ કુત્સિત જાણીને, નિજ ભાવમાં રત રાગ ને સંસર્ગ તેનો પિરહરે. ૧૪૯. આહા..હા...! જેમ કોઈ કુશળ વન-હસ્તી...’ વનનો હાથી, પણ ડાહ્યો, કુશળ. પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણીરૂપી કૂટણીને પરમાર્થે બૂરી જાણીને...' આહા...હા...! જેમ કોઈ કુશળ... ડાહ્યો. વનનો હાથી. ડાહ્યો વનનો હાથી – કુશળ. પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી...' એટલે અનુકૂળ હાથણી. મનોરમ કે અમનોરમ હાથણીરૂપી કૂટણીને પરમાર્થે બૂરી જાણીને...' આહા..હા...! તે કુશળ હાથી બેયને બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી... યસેનાચાર્યદેવ’ની સંસ્કૃત (ટીકામાં) એમ આવ્યું (છે) કે, વચનને. મન, વચન ને કાયા ત્રણ નાખ્યા છે સંસર્ગમાં. પરમાર્થે બૂરી જાણી...' હાથણી મનોરમ – અનુકૂળ હોય કે પ્રતિકૂળ હો. આહા..હા...! તેની સાથે રાગ કે સંસર્ગ કરતો નથી....' તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો.' પેલો કુશળ (લીધો હતો). આ અરાગી આત્મા આનંદ, જ્ઞાનસ્વરૂપ છે. આત્મા વીતરાગસ્વરૂપ છે તે રીતે વીતરાગી પર્યાયને કરતો થકો. અરાગી જ્ઞાની થયો થકો...' આહા..હા...! પોતાના બંધને માટે સમીપ આવતી ઉદયમાં આવતી)...' કહે છે, ભલે પુણ્યનો ઉદય આવે. આહા..હા...! કે પાપનો ઉદય આવે, બેયને સમિકતી બંધનું કારણ જાણે છે. પુણ્યનો ઉદય આવ્યો એટલે એમ કે પૈસા થયા ને આ બધું કુટુંબ ને કબીલા જામ્યું... એને એ દુઃખરૂપ લાગે છે. આહા..હા...! અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી...’ (એટલે કે) ઉદય. Page #55 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪૮ થી ૧૪૯ કર્મનો ઉદય આવે ને ! સત્તામાંથી સમીપ આવ્યો ને ! “મનોરમ કે અમનોરમ (શુભ કે અશુભ) – બધીયે કર્મપ્રકૃતિને.... આહાહા....! ચાહે તો પુણ્યની પ્રકૃતિનો ઉદય આવો કે ચાહે તો પાપ પ્રકૃતિનો ઉદય આવો, (બધું) આવે. (બન્નેને પરમાર્થે બૂરી જાણીને.” બેય પ્રકૃતિની વાત લીધી છે. એમાં ભાવ આવી ગયા. “પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.” આ..હા...! ભાવાર્થ – “હાથીને પકડવા હાથણી રાખવામાં આવે છે; હાથી કામાંધ થયો થકો...” (અર્થાતુ) કામને વશ થયો થકો. હાથણીરૂપી કૂટણી સાથે રાગ તથા સંસર્ગ કરે છે.” રાગ કરે છે અને એની સાથે ભાષા કરે. હાથી આમ ગલ. ગલ. ગલ ભાષા બોલે છે ને ! આમ અનુકૂળ બોલે. આહા..હા..! તેથી પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે....” એ હાથી હાથણીની અનુકૂળતાના... આહાહા..! કે પ્રતિકૂળ હોય, લ્યો ! બેયની સાથે રાગ અને સંસર્ગ કરે (તો) એ પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે....” આ.હા..! અને જો ચતુર હાથી હોય.” આ.હા....હા..! “તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.” ભલે અનુકૂળ મનોરમ હાથણી હોય તોપણ તે ચતુર ડાહ્યો હાથી એની સાથે રાગ અને અનુકૂળ ભાષા બોલતો નથી. હાથી બોલે છે ને ! ગુલ... ગુલ. ગુલ... આમ હાથણી માટે અનુકૂળ ભાષા (બોલે). આહા..હા...! પણ ચતુર હાથી) “રાગ તથા સંસર્ગ કરતો નથી.” આહા..હા...! તેવી રીતે અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે.” આહા..હા.! અજ્ઞાની કમની પુણ્યપ્રકૃતિ અનુકૂળ દેખીને, હમણાં અમને બધું સુખ છે, કર્મનો ઉદય અનુકૂળ છે, કુટુંબ-કબીલા બધા અનુકૂળ છે, ધંધો પણ બહુ સારો ચાલે છે.. આહા...હા...! મુનિમો પણ બધા સારા મળ્યા છે. મુમુક્ષુ :- પ્રમાણિક મુનિમ મળ્યા છે. ઉત્તર :- પ્રમાણિક મુનિમો મળ્યા છે. એમાં પણ શું ધૂળ થયું ? આહાહા...! મુનિમો પ્રમાણિક છે, છોકરાઓ પણ ડાહ્યા જાગ્યા છે, છોડીયું પણ સારે ઠેકાણે પડી છે, બધી રીતે હમણાં સુખી છીએ ! એમ અજ્ઞાની અજ્ઞાનમાં આવા વિકારના રાગમાં અને વાણીની અનુકૂળતામાં પકડાય જાય છે. આહા..હા..! હવે આવા તો ચોખ્ખા લખાણ છે છતાં પણ જ્યાં હોય ત્યાં લાકડા પાછા નાખે. અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને સારી સમજીને..” પુણ્યનો ઉદય નિરોગતા. શાતાનો ઉદય, જશકીર્તિનો ઉદય.. આ..હા...હા.... બહારની બધી સામગ્રી, જેવી જોઈએ એવી, હાથી, ઘોડા. એના હાથી, ઘોડાના બધા સામાન સોનાના ને રૂપાના ! આહાહા...! અજ્ઞાની એ કર્મપ્રકૃતિના ફળને સારી જાણીને. એ તો કર્મ પ્રકૃતિ થઈ. તારો સ્વભાવ ક્યાં આવ્યો ત્યાં ? આ.હા..! ‘કર્મપ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે. લોકો પણ એવું કહે Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમયસાર સિદ્ધિ-૬. કે... આહાહા! હમણાં અમે સુખી છીએ, બધી રીતે ધંધા-પાણીમાં અવળું નાખીએ તો સવળું પડે છે). “ચીમનભાઈ ! આહા..હા..! એમ કે, પાસા અવળા પણ નાખવા જઈએ ત્યાં સવળા પડે છે. અમારે હમણા એવી સરખાઈ છે. શેની પણ છે? આહાહા....! છોકરાઓ પણ મોટા કરોડોપતિને ઘરેથી દીકરીઓ પરણ્યા છે. પાંચ-પચીસ લાખ રૂપિયા લઈને આવ્યા છે. બધી રીતે અમારે હમણા સુખી છીએ. દુઃખી (છે). આહાહા..! છે દુઃખી અને માને છે સુખી ! આહાહા..! ત્યાં પર તરફના વલણવાળો ભાવ જ દુઃખ છે. આ..હા...! આ ઠીક છે. આહા...હા..! - એકલો રોગી માણસ કોઈ ઘરમાં બીજુ માણસ ન હોય, ઘર ન હોય, ઝૂંપડી ન હોય. આહા...હા....! એક માણસને જોયો હતો, ‘વડીયામાં ! સવારમાં વહેલા દિશાએ જાતા હતા. એકલો (હતો) ને રોગ હતો, કોઈ ઘર નહિ, મકાન નહિ, બાયડી-છોકરા નહિ. કોકનું મકાન હતું એમાં ખૂણે બેઠો બેઠો રોતો હતો. સવારમાં વહેલા દિશાએ જઈએ ને ! “વડીયા'.... વડીયા” ! ત્યાં કોક મકાનને ખૂણે ગરીબ માણસ હતો). અમને દેખીને એમ થાય ને કે) પુણ્યવંત છે. એટલે એકદમ રોવા મંડ્યો. એકલો માણસ અને ટાઢ – ઠંડી, અંધારું, કોઈ નહિ ને રોગી. એક મકાનને ખૂણે બેઠો બેઠો રોતો હતો). આહાહા...! રહેવાના મકાન નહિ, સૂવાના સ્થળ – જમીન. આહાહા...! શરીરમાં રોગ (હોય) અને લોકો પ્રતિકૂળ માને છે. અને પાંચ-દસ લાખના મોટા મકાન હોય, આમ હવા નાખે, ગરમી આવે ત્યાં પંખા (ચાલુ કરે), અત્યારે તો પંખા કર્યા છે ને ! વીજળીના પંખા ફરે, ફર.૨. ફર.૨.! હવા આવે, હવા ! બહારની હવા કરતા અંદરની હવા આવે. હાશ! એમ જે માને છે કે, અમે કાંઈક સરખાઈમાં છીએ.... આહાહા..! એ અજ્ઞાની જીવ પ્રકૃતિને સારી સમજીને. કોઈપણ પ્રકૃતિનું ફળ (હો). એમાં અનુકૂળ હોય શું ? ઓ..હો..હો.! ઔદારિક શરીર મળે, ભગવાનને તો પહેલેથી પરમ ઔદારિક શરીર મળે. લ્યો ઠીક ! તીર્થકરને તો પહેલેથી પરમ ઔદારિક શરીર હોય). આહાર હોય અને નિહાર ન હોય. આહા...! પાણી હોય ને પેશાબ ન હોય. આહા..હા.છતાં તેમાં ક્યાંય ઠીક છે એમ એ માનતા નથી. આહા...હા...! તીર્થકર જીવ ત્રણ જ્ઞાન લઈને આવે છે. કેટલાક ક્ષાયિક સમ્યગ્દર્શનાદિ લઈને આવે).. આહા...હા....! એવી સ્થિતિમાં ક્યાંય એને ઠીક છે, આ પરમ ઔદારિક શરીર મળ્યું ને ખોરાક લઈએ છતાં દસ્ત નહિ, પાણી પીએ છતાં પેશાબ નહિ, રોગ માટેની દવા નહિ. જન્મથી હોં ! આહા...હા....! પણ એ સમકિતી ભગવાન તો માતાના પેટમાં સમકિત લઈને આવે છે. આહા...હા...! ક્યાંય એવી ચીજને એ ઠીક છે એમ માનતા નથી. આહા..હા..! એટલી અનુકૂળતા ! માતાના પેટમાં પણ ત્યાં દેવ એમને રહેવાનું સ્થાન અનુકૂળ કરી દયે છે. આહાહા...! એ બહાર આવે ત્યારે આટલી અનુકૂળતા, ઈન્દ્રાણી ઉભી હોય. ત્રણ જ્ઞાનના ધણી છે. ત્રણ જ્ઞાનમાં બધો ખ્યાલ આવે Page #57 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪૮ થી ૧૪૯ ૩૯ છે. ક્યાંય એમાં ઠીક છે. આહા..હા..! અનુકૂળ છે એમ એ માનતા નથી. આહા..હા... અને સમકિતી એકલો વાંઢો મકાન વિનાનો રોગી ક્ષય રોગ લાગુ પડ્યો હોય. આહાહા.... છતાં સમકિતી તેને ખરાબ છે એમ માનતો નથી. આહા..હા...! છે એ જ્ઞાનમાં જણાય છે, જ્ઞાન જાણે છે કે, આમ છે બસ. બાકી કાંઈ છે નહિ. આહા..હા...! આટલો બધો ફેર ! દૃષ્ટિ એવી સૃષ્ટિ ! જેને ચૈતન્ય ભગવાન ઉપર દૃષ્ટિ પડી છે એને બાહ્યના અનુકૂળ ને પ્રતિકૂળના ઢગલા હોય તોપણ એને સૃષ્ટિ નામ શાંતિની ઉત્પત્તિ હોય છે. આ..હા...હા....! અજ્ઞાનીને અનુકૂળતાના ઢગલા હોય તો દૃષ્ટિ મિથ્યા છે એટલે એમાં એને પ્રેમના વાણલા વાવ્યા. પચીસ વરસથી સુખી છીએ, શરીરમાં રોગ આવ્યો નથી, સૂંઠ ચોપડી નથી, સૂંઠ પણ ચોપડી નથી એવું નિરોગ (શરીર) છે. શું પણ એમાં થયું ? આ.હા...હા...! એ બધા પુગલના ચાળા (છે), પ્રભુ ! આહા..હા..! આ..હા..હા...! પણ બેયમાં ધર્મી ક્યાંય અનુકૂળપ્રતિકૂળ છે એમ માનતો નથી. આહાહા...! કેમકે જેને આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ વીતરાગમૂર્તિ જ્યાં દૃષ્ટિમાં આવ્યો અને આ અનુકૂળ ને પ્રતિકૂળમાં ક્યાંય બેમાં ફેર છે, એમ એ માનતો નથી. આહા..હા....! ત્યારે પેલામાં કહ્યું છે ને ! જ્યાં સુથી શરીરમાં રોગ ન આવે, ઇન્દ્રિય હિણી ન પડે, જીર્ણતા ન આવે ત્યાં સુધીમાં આત્મહિત કરે લે). એ તો એના પુરુષાર્થની નબળાઈની ઉગ્રતા બતાવવા કહ્યું છે. એનાથી જરાવસ્થામાં (આત્મહિત) ન થાય અને રોગ અવસ્થામાં ન થાય, એ પ્રતિકૂળ છે માટે (ન થાય એમ નથી). આહાહા...! આવે છે ને ! “મોક્ષ પાહુડમાં આવે છે, “છ ઢાળામાં આવે છે. આહા...હા...! મારગડા બહુ જુદા, ભાઈ ! આહા..હા...! આ શબ્દો શ્વેતાંબરના “દશવૈકાલિક”ના છે. ઇન્દ્રિયો હિણી ન પડે, રોગની વૃદ્ધિ દેખાય નહિ.. આહા.હા...અવસ્થા જીર્ણ ન થાય, ઇન્દ્રિયો હિણી ન પડે.. આહા..હા..! ત્યાં ધર્મ કરી લેજે. એનો અર્થ છે કે, એટલી અનુકૂળતામાં ધર્મ થાય એમ છે ? પછી પ્રતિકૂળતામાં ધર્મ ન થાય. એ તો એક વૈરાગ્યથી વાત કરી. પાછો એનો અર્થ એવો લ્ય કે, જુઓ ! અનુકૂળતામાં ધર્મ કરી લે, પ્રતિકૂળતામાં ધર્મ નહિ થાય. અહીં તો કહે છે કે, પ્રતિકૂળતા ને અનુકૂળતા બન્ને એક જાત છે. આહાહા...! પગ ચાલી શકે નહિ, પગલું ભરી શકે નહિ. અમારે “જીવરાજજી' અત્યારે જુઓ, ખાટલે પડ્યા છે, પગ ભરી શકે નહિ, બેસી શકે નહિ. દરરોજ સવારે જઈને એકવાર કહીએ, જ્ઞાયકસ્વરૂપ છે, ભાઈ ! ધ્યાન રાખજે, બાપા ! આ શું છે ઈ ભૂલી જજો. જોર બતાવે, હોં ! વારંવાર મારો એકલો પારિણામિકભાવ છે) એ હું યાદ કરું છું એમ કહે. આહા...! દોઢ મહિનાથી આમ પડ્યા છે. પેશાબ ને ઝાડા પથારીમાં થાય). એ પ્રતિકૂળતા છે માટે મને ધર્મ ન થઈ શકે અને એના પ્રત્યે દ્વેષ થાય. આ..હા..હા...! એમ નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સમયસાર સિદ્ધિ-૬ અહીં તો કહે છે કે, કર્મપ્રકૃતિ સારી, બહારમાં આમ અનુકૂળતા આવે.. આહા..હા...! એકને જ્યાં હુકમ કરે ત્યાં હજાર હાજર થાય. શું જોઈએ છે પ્રભુ પાણી ? એને ઠેકાણ બરફ આપે, આઈસક્રીમ આપે. કહો, “ચીમનભાઈ ! તમારા શેઠનું તમે ઘણું બધું જોયું હશે, નહિ? આહા..હા..! પચાસ કરોડ રૂપિયા ! અત્યારે મોટો માણસ વૈષ્ણવ, “મુંબઈ' ! આ..હા...હા...! શું છે પણ એમાં ? જ્યાં હોય ત્યાં દુકાનો, મુનિમો સારા, પેદાશ સારી આપે, હોંગકોંગમાં દુકાન, મકાન, ફલાણામાં દુકાન, ઢીકણામાં દુકાન. “મધુ', “શાંતિભાઈનો ભાઈ કહેતો, એમની દુકાન હોંગકોંગમાં છે. દુકાનનું નામ “કેવળચંદ ને? શું હતું? “કીલાચંદ દેવચંદ ! ત્યાં હોંગકોંગમાં પણ છે. અહીં લાખોની પેદાશ છે. પેલાની પેદાશ મોટી હશે, પચાસ કરોડ રૂપિયા ! પણ એથી શું ? અરેએમાં આત્માને શું ? આહાહા...અજ્ઞાની અનુકૂળતામાં રાગ કરે છે અને પ્રતિકૂળતામાં દ્વેષ કરે છે. એ બેય તો પ્રકૃતિના ફળ છે, એમાં એકમાં રાગ ને એકમાં દ્વેષ (કરવો) એનો અર્થ શું ? કહે છે. આહા..હા...! તેથી બંધમાં પડી...” આહા..હા...! એ અનુકૂળતાના શરીર ને વાણી આદિ સાધન જોઈને, પ્રકૃતિના બધા ફળ અનુકૂળ હોય અને શરીરમાં રોગ (હોય) ને વાણી બોલી શકાય નહિ, બહારના પ્રતિકૂળ સાધન હોય).. આહા..હા...! એકલો માણસ હોય, પણ નરકનો નારકી લ્યો ને ! સાતમી નરકનો નારકી ! આહાહા...! સમ્યગ્દષ્ટિ હોય એને) એટલી પ્રતિકૂળતા હોય) કે, તેંત્રીસ સાગર પાણીનું બિંદુ નહિ, આહારનો કણ નહિ, શીતળતાનો પાર નહિ. શીતળતા તે શીતળતા ! આહા..હા...! એ તો એક શરીર સહન કરે, છતાં આયુષ્ય હોય ત્યાં સુધી એનું કાંઈ ન થાય. આહાહા...! છતાં એ વખતે સમ્યગ્દષ્ટિ.. આહા..હા...! એવી સાતમી નરકની પ્રતિકૂળતાને જાણવા લાયક માને છે. એના પ્રત્યે દ્વેષ (થતો નથી કે, આ પ્રતિકૂળ કેમ ? હવે અનુકૂળ પ્રકૃતિ આવે તો ઠીક (એમ થતું નથી). આહા...હા....! એક કોર સાતમી નરકનો નારકી અને એક કોર “રાવણ ! સ્ફટિકમણિના બંગલા ! બેય સરખા છે. આહા...હા...! બેય પુદ્ગલના નાટક છે. આહાહા...! એમાં પ્રભુ આત્મા ક્યાંય આવ્યો નહિ. આહા.હા! એમ બંધમાં પડી પરાધીન થઈને...” આહા...હા...! “સંસારનાં દુઃખ ભોગવે છે...” એ સ્ફટિકમણિના બંગલા અને હજારો રાણીઓ ખમા ખમા કરે. આ..હા..! દુઃખી છે. અરે..! આ દૃષ્ટિ છે. દષ્ટિ અને સ્વીકારે કે મને અનુકૂળ છે. પેલો દૃષ્ટિનો સ્વીકાર કરે) કે, સાતમી નરકનો નારકી કહે, આ મને પ્રતિકૂળ છે. તો કહે છે), ના. આહા..હા...! અહીં તૃષા લાગે ત્યાં ઠંડા બરફના પાણી, મોસંબીના (રસ) મળે, ત્યાં તેંત્રીસ સાગર સુધી પાણીનું એક) બિંદુ ન મળે. છતાં એ તો પ્રકૃતિના ફળ છે, પ્રભુ ! આહાહા..! એ જડનો સંસાર છે. એમાં પ્રભુઆત્મા નથી. આત્મા એનાથી જુદો છે. આહા...! એવા ભાનમાં.. આહાહા...! એને પરાધીનતા થતી નથી. અને અજ્ઞાની બંધમાં પડી, પરાધીનતાનું) દુઃખ ભોગવે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪૮ થી ૧૪૯ ૪૧ અને જો જ્ઞાની હોય.” એટલું આવ્યું, જોયું ? “તો તેની સાથે...” સાતમી નરકની પ્રતિકૂળતા હોય) અને રાવણની સ્ફટિકરનના મકાનની અનુકૂળતા! આહા..હા.! “જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કદી કરતો નથી. કદી કરતો નથી). આહા...હા....! મુમુક્ષુ :- જ્ઞાતા-દષ્ટા રહે. ઉત્તર:– એ જાણનાર, દેખનાર (સાથે) ભેગો આનંદ છે ને ! આનંદ.. આનંદ. આનંદ.. અનંત ગુણની વ્યક્તતા અંશે પ્રગટ થઈ ગઈ છે. આહા..હા..હા....! અનંત ગુણની અંશે વ્યક્તતા પ્રગટ થઈ છે. એના અસ્તિત્વના સ્વામિપણે આ વાતનો સ્વામિ થતો નથી, એનો ધણી થતો નથી. તેને જ્ઞાતા-દષ્ટા તરીકે જાણે. આહાહા..! એવી વસ્તુ છે. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) આહાહા ! દૃષ્ટિનાં વિષયમાં પર્યાય છે જ નહિ ! પણ પર્યાય છે જ નહિ-કાંઈ વસ્તુ જ નથી એમ નથી. પર્યાય પર્યાયમાં છે એમ જાણવું જોઈએ. પર્યાય દ્રવ્યમાં નથી પણ પર્યાય પર્યાયમાં છે. પર્યાયને જે અભૂતાર્થઅસત્યાર્થ કહી હતી–ગૌણ કરીને પર્યાય નથી એમ કહ્યું હતું તે તો પર્યાયમાં છે તેને પણ દૃષ્ટિનાં વિષય વખતે ગૌણ કરીને અભૂતાર્થ કહી છે. તેનો મતલબ એમ નથી કે પયય દ્રવ્યમાં છે અને એમ પણ નથી પર્યાય પર્યાયમાં પણ નથી. ઝીણી વાત છે બાપુ ! દ્રવ્ય બે પ્રકારનું છે : એક તો પ્રમાણનું દ્રવ્ય અને બીજું દૃષ્ટિના વિષયનું દ્રવ્ય. પ્રમાણમાં દ્રવ્યમાં દ્રવ્ય અને પર્યાય બંનેનો સમાવેશ થાય છે. જ્યારે દૃષ્ટિનાં વિષયનું દ્રવ્ય તો ત્રિકાળી ધ્રુવ છે, તેમાં પર્યાયનો સમાવેશ જ નથી. નિશ્ચયથી તો દ્રવ્ય ત્રિકાળી ધ્રુવ જ છે, તેમાં પર્યાય છે જ નહિ - તે દૃષ્ટિનાં વિષયનું દ્રવ્ય છે. તેમાં પર્યાયને ભેળવતાં તે પ્રમાણનું દ્રવ્ય થાય શ્રોતા :- દ્રવ્ય અને પર્યાયમાં ભેદ છે ? પૂજ્ય ગુરુદેવશ્રી :- દ્રવ્ય અને પર્યાયમાં સર્વથા ભેદ છે. દ્રવ્ય સર્વથા ત્રિકાળી નિત્ય છે અને પર્યાય સર્વથા અનિત્ય છે. દ્રવ્ય કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય છે–એમ નથી. પર્યાય સર્વથા દ્રવ્યમાં-ત્રિકાળી ધ્રુવમાં પણ નથી. પર્યાય પર્યાયમાં તો છે, પર્યાય પર્યાયમાં પણ નથી એમ નથી. -પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ નવેમ્બર-૨૦૦૬ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સમયસાર સિદ્ધિ-૬ هههههههند ગાથાલપત્ર ) अथोभयं कर्म बन्धहेतु प्रतिषेध्यं चागमेन साधयति - रत्तो बंधदि कम्मं मुच्चदि जीवो विरागसंपत्तो। एसो जिणोवदेसो तम्हा कम्मेसु मा रज्ज।।१५०।। रक्तो बध्नाति कर्म मुच्यते जीवो विरागसम्प्राप्तः । एषो जिनोपदेशः तस्मात् कर्मसु मा रज्यस्व ।।१५०।। यः खलु रक्तोऽवश्यमेव कर्म बध्नीयात् विरक्त एव मुच्येतेत्ययमागमः स सामान्येन रक्तत्वनिमित्तत्वाच्छुभमशुभमुभयं कर्माविशेषेण बन्धहेतुं साधयति, तदुभयमपि कर्म प्रतिषेधयति વા હવે, બન્ને કર્મો બંધનાં કારણ છે અને નિષેધવાયોગ્ય છે એમ આગમથી સિદ્ધ કરે છે : જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે, -એ જિન તણો ઉપદેશ; તેથી ન રાચ તું કમાઁ વિષે. ૧૫૦. ગાથાર્થઃ- રિવર: નીવડ] રાગી જીવ વિરુ કર્મ ર્વિજ્ઞાતિ બાંધે છે અને વિરાણપ્રાત:] વૈરાગ્યને પામેલો જીવ ગુમાવ્ય] કર્મથી છૂટે છે–પૃ:] આ નિનોપદ્દેશ:] ઉપદેશ છે; તિરHI] માટે હે ભવ્ય જીવ !) તે વિકર્મ કર્મોમાં માં ખ્યા પ્રીતિ–રાગ ન કર. ટીકા – “રક્ત અર્થાત્ રાગી અવશ્ય કર્મ બાંધે અને વિરક્ત અર્થાત્ વિરાગી જ કર્મથી છૂટે એવું જે આ આગમવચન છે તે, સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બને કર્મને અવિશેષપણે બંધના કારણ તરીકે સિદ્ધ કરે છે અને તેથી બને કર્મને નિષેધે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૫૦ ૪૯ પ્રવચન નં. ૨૩૧ ગાથા૧૫૦, શ્લોક–૧૦૩, ૧૦૪ રવિવાર, વૈશાખ વદ ૯, તા. ૨૦૫-૧૯૭૯ (‘સમયસાર, ગાથા-૧૫O) છે ? વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મ. એમ. પેલું જડકર્મ એમ નહિ. આવા શુભભાવો જે છે એને અહીંયાં શુભકર્મ કહેવામાં આવ્યા છે. વતના, તપના, નિમયના, શીલના એ ભાવ છે, શુભભાવ (છે) એને પણ અહીંયાં કર્મ તરીકે કહેવામાં આવ્યા છે. જોકે એક ઠેકાણે એવું કહ્યું કે, એની જે ક્રિયાઓ છે તે કર્મ છે અને એનો ભાવ છે તે શુભ ઉપયોગ છે. “કળશટીકામાં એમ કહ્યું છે. પણ એનો અર્થ ઈનો ૧૫૦. બને કર્મો' બને કર્યો એટલે ઈ. વ્રત, નિયમ, શીલ, તપ, હિંસા, જૂઠું, ચોરી, વિષયવાસના બેય ભાવ કર્મ કહેવામાં આવે છે અને એ આત્મા નહિ, આત્માની જાત નહિ. આહા...હા..! “બને કર્મો બંધનાં કારણ છે. વ્રત, નિયમ, તપ, શીલ એ બધો શુભભાવ બંધનું કારણ છે. આ..હા...! “અને નિષેધવાયોગ્ય છે.” પાછુ એમ આવ્યું છે. બંધના કારણ છે અને નિષેધવા યોગ્ય છે. એનાથી આત્માને લાભ થાય એ વાત તો નહિ પણ નિષેધવા લાયક છે. આહા..હા...! મુમુક્ષુ :- નુકસાનકારક કહ્યું છે. ઉત્તર :- નુકસાન છે. આગળ કળશમાં આવશે. અંદર એક કળશ છે ને ? એમ કે, ઘાતનું કારણ નથી પણ આમ છે. આવે છે ને એક (કળશમાં) ? ૧૦૮ (કળશ). “કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી તે પોતે જ બંધસ્વરૂપ હોવાથી અને તે મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી...” એ જુદું. એક નાનો કળશ છે. યાદ આવે તો આવે ને ! શું કીધું ઈ ? આ તો કળશમાં છે. ઘાત કરનારું છે, નિષેધવા યોગ્ય નથી, ઘાત કરનારું છે એમ છે. તિરોધાઈ એ તો છે. આ તો કળશમાં એક શબ્દ છે. (૧૬ ૧-૧૬૩ ગાથાનો ભાવાર્થ) “પહેલાં ત્રણ ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું-સમ્યક્ત્વાદિનું-ઘાતક છે. પછીની એક ગાથામાં એમ કહ્યું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. આ છેલ્લી ત્રણ ગાથાઓમાં કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવોસ્વરૂપ છે...” એ છે પણ એક કળશમાં ક્યાંક છે. એક કળશમાં કયાંક એકદમ (લખ્યું છે). એ કયાંક આવી ગયું હશે. આવે ત્યારે ખરું. અહીં તો કહેવું છે કે, બન્ને બંધના કારણ છે અને નિષેધવાયોગ્ય છે “એમ આગમથી સિદ્ધ કરે છે – આગમ એટલે વીતરાગની વાણી. જિનેશ્વરદેવની આગમની વાણીમાં આમ છે એમ કહે છે. ત્રણ પ્રકાર કહ્યા. બંધના કારણ છે, નિષેધવા યોગ્ય છે એમ આગમની Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સમયસાર સિદ્ધિ-૬. વાણી છે. સર્વજ્ઞ પરમાત્મા, એની દિવ્યધ્વનિ જે આગમ, એનું પ્રમાણ છે. ૧૫૦ (ગાથા). रत्तो बंधदि कम्मं मुच्चदि जीवो विरागसंपत्तो। एसो जिणोवदेसो तम्हा कम्मेसु मा रज्ज ।।१५०।। નીચે હરિગીત. જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્યપ્રાપ્ત મુકાય છે, એ જિન તણો ઉપદેશ; તેથી ન રાચ તું કર્મો વિષે. ૧૫૦. એની ટીકા. “રક્ત અર્થાત્ રાગી અવશ્ય કર્મ બાંધે...” આ..હા...! ચાહે તો એ શુભરાગ હો કે અશુભરાગ હો. દયા, દાન, વ્રત, તપનો ભાવ હો, હિંસા, જૂઠું, વિષયનો ભાવ હો બન્ને રાગી છે, બન્ને રાગ છે અને રાગી જરૂર કર્મ બાંધે. આ.હા.! વૈરાગ્ય પામેલ – વૈરાગી એટલે પુણ્ય, શુભ-અશુભ ભાવથી છૂટવું એનું નામ વૈરાગ્ય છે. વૈરાગ્ય (એટલે આ બાયડી. છોકરા છોડ્યા ને દુકાન છોડી માટે વૈરાગી છે એમ નહિ. આહા...હા...! વૈરાગ્ય એને કહે છે કે, જે પુણ્ય અને પાપ, શુભ-અશુભ ભાવ, રાગ, એનાથી વિરક્ત છે તેને વૈરાગ્ય કહે છે. આહાહા...! બહારથી કોઈ કુટુંબ-કબીલા છોડી, દુકાન છોડી બેઠો એટલે) વૈરાગી છે એમ નહિ. આહાહા...! એ તો ‘નિર્જરા અધિકારમાં આવ્યું છે ને ! જ્ઞાન-વૈરાગ્ય શક્તિ. અસ્તિપણે જે ભગવાન પૂર્ણાનંદ છે તેના અસ્તિત્વનો, સત્તાનો, ભૂતાર્થનો, જ્ઞાયકનો જે શ્રદ્ધા ને જ્ઞાનભાવ (થયો) તે જ્ઞાન. અને પુણ્ય ને પાપ, શુભાશુભ ભાવથી વિરક્ત તે વૈરાગ્ય. જ્ઞાન ને વૈરાગ્ય બે શક્તિ સમકિતીને કાયમ હોય છે. એમ ત્યાં કીધું છે. વસ્તુસ્વરૂપ જે પૂર્ણાનંદ પ્રભુ ! આ..હા...! પૂર્ણ શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક ! અનંત અતીન્દ્રિય ગુણમણિ રત્નની ખાણ ! આ..હા...! એવો જે ભગવાન આત્મા, એનું જ્ઞાન (તે જ્ઞાન). અને શુભ કે અશુભ ભાવથી વૈરાગ્ય, એ રાગથી રહિત તે વૈરાગ્ય આહા..હા..! એ અહીં કહે છે, “રાગી અવશ્ય કર્મ બાંધે અને વિરક્ત અર્થાત્ વૈરાગી જ કર્મથી છૂટે વૈરાગી જ (કહ્યું છે). એ શુભ-અશુભ ભાવથી જેને છૂટવું છે, વૈરાગ્ય છે એ વૈરાગી કર્મથી છૂટે છે. રાગી પુણ્ય, દયા, દાન, વ્રતના પરિણામવાળો છૂટે છે અને છૂટવામાં મદદગાર છે એમ નથી. આહા...હા... વિરક્ત – વૈરાગી જ કર્મથી છૂટે છે. પુણ્ય-પાપમાં જે રક્ત છે તે બંધાય છે અને શુભ-અશુભ ભાવથી જે વિરક્ત છે (તે છૂટે છે). રક્ત છે તે બંધાય છે, વિરક્ત છે તે છૂટે છે. વિરક્ત નામ ત્યાંથી છૂટ્યો, નિવૃત્ત થયો છે. આહા...હા...! બહારની નિવૃત્તિ લીધી એટલે એ વૈરાગી છે એમ નહિ. આહાહા...! અંદરના શુભ ને અશુભ ભાવ, એનાથી જે વિરક્ત નામ વૈરાગ્ય છે... આહાહા....! તે જ કર્મથી છૂટે છે. એવું જે આ આગમવચન છે.” જુઓ ! મૂઠ પાઠમાં ઈનોવો છે ને ! જિનનો એ ઉપદેશ છે. ભગવાન ત્રિલોકનાથ તીર્થકરો એ જિનેશ્વરદેવનો એ ઉપદેશ છે. એ ઉપદેશ Page #63 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૫૦ ૪૫ છે ઈ આગમવચન છે. કેમકે “ૐકાર ધ્વનિ સુણી, અર્થ ગણધર વિચારે અને તેમાંથી આગમ રચે. ઈ આગમ જિનવાણી છે. આ...હા...! જિનવાણીમાં એટલે કે આગમમાં પુણ્ય-પાપથી છૂટવું એવું વચન છે. શુભાશુભ ભાવથી કંઈ લાભ થાય એવું વચન વીતરાગના ઉપદેશમાં – વાણીમાં નથી. આહા..હા...! ‘હીરાલાલજી” આવું છે. રાગી બંધાય છે અને વૈરાગી છૂટે છે – આ બે શબ્દો થયા. ચાહે તો પુણ્ય અને પાપના શુભ-અશુભ ભાવ (હો), એ બંધનને પામે છે અને એ શુભાશુભ ભાવથી વિરક્ત વૈરાગી છે) એ કર્મથી છૂટે છે. આહા...હા.હા..! આમ તો કહ્યું ને ! વ્રત, નિયમ, શીલ, તપ. ચારે શુભકર્મ છે, શુભરાગ છે. એ શુભ કર્મ છે. આહાહા...! એનાથી વૈરાગ્ય પ્રાપ્ત કરે, એનાથી વિરક્ત થાય અને આત્માના સ્વભાવમાં રક્ત થાય. આત્મા આનંદ, અતીન્દ્રિય આનંદ સ્વભાવ, એમાં રક્ત થાય અને પુણ્ય-પાપથી વિરક્ત થાય. આહા..હા..! એ કર્મથી છૂટે છે. આહા..હા...! આ આકરું પડે છે. કોઈ ઠેકાણે પાછું એવું લખાણ હોય ખરું (કે) વ્યવહાર છે ઈ સાધન છે. પણ ઈ તો નિમિત્તના જ્ઞાન કરાવ્યા, ભાઈ ! સાધન તો આ રાત્રે જરી કહ્યું હતું. નહિ ? અંતરાત્મા તે પરમાત્માનું સાધન છે. બહિરાત્મા એ પૂણ્ય અને પાપને પોતાના માનનાર બહિરુ જે વસ્તુમાં નથી. ચિદાનંદ પ્રભુ ! જ્ઞાનઘન પ્રભુ ! એમાં પુણ્ય અને પાપના ભાવ નથી. આહા...હા..હા...! એ પુણ્ય ને પાપ એમાં નથી. આ..હા...! એમાં જે રાચે છે એ બંધનને પામે છે. એનાથી અંતરાત્મા ભિન્ન પડે છે. પેલો બહિરાત્મા થયો. શુભરાગમાં પણ પોતે રાચે છે તે બહિરુ છે. બહિરુ વસ્તુમાં નથી તેમાં તે રાચે છે. માટે તે બહિરાત્મા છે. આ..હા...હા...! અને જે વસ્તુમાં નથી તેવા રાગમાં રાચતો નથી અને વસ્તુની અસ્તિત્વની શ્રદ્ધાપૂર્વક શુભ-અશુભ ભાવથી જે વિરક્ત છે અને સ્વરૂપમાં રક્ત છે તે કર્મથી છૂટે છે. આહા...હા...હા...! આવું સ્વરૂપ છે. અહીં પંદર દિના અપવાસ કરે ને મહિનાના અપવાસ કરે ત્યાં મોટા વરઘોડા ચલાવે, જાણે એણે શું કર્યું ! ભાઈ ! પણ (એ) બંધનું કારણ છે). શુભ રાગ અને એમાં વળી જો ધર્મ માને તો મિથ્યાત્વનું પોષણ છે. જે મિથ્યાત્વમાં અનંત ભવ કરવાની તાકાત છે. આહા...હા...હા...! એવા ભાવમાં ધર્મ માનનાર મિથ્યા નામ સત્યથી વિપરીત છે. સત્ય એવો પ્રભુ ! જે રાગ વિનાનો છે એવો સત્ય પ્રભુ ! એની દૃષ્ટિ અને એમાં રક્તતા (થવી) અને શુભ-અશુભ ભાવથી વિરક્તતા (થવી) તે અંતરાત્મા છે. એ અંતરાત્મા પરમાત્માનું સાધન કરે છે. રાગ પરમાત્માનું સાધન છે એમ નથી. મોક્ષમાર્ગમાં આવે છે ને ! અંતરાત્મા થઈને પરમાત્માને સાધે. આહા...હા..! એટલે શુભ-અશુભ રાગ... આકરું કામ બહુ, બાપુ ! આહા..હા..! બેયને એક જાત કહી અને આગમનું વચન છે એમ કીધું. કુંદકુંદાચાર્યદેવે’ એમ કીધું કે, “ નિવસો' (એટલે Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સમયસાર સિદ્ધિ-૬. કે, જિનનો આ ઉપદેશ – વાણી છે. આ..હા..! ટીકાકાર કહે છે કે, એ આગમવચન છે હોં ! ભગવાનનું વચન છે ને પ્રભુ ! આહા...હા...હા..! કેમકે પ્રભુ વીતરાગ છે. એ વીતરાગ થવાનો ઉપદેશ દે. તો એ વીતરાગ થવાના ઉપદેશમાં આગમનું વચન એ આવ્યું કે, રાગથી વિરક્ત થા. રાગમાં રાચ (~રાચવું) એ બંધન અને અજ્ઞાન છે. આહા..હા...! રાગમાં રાચવું છોડી ભગવાનમાં રાચ અને રાગથી વિરક્ત થા, એને કર્મથી છૂટે એવું આગમનું વચન છે. સિદ્ધાંતનું આ વચન છે). ચારે કોર ગોતીને ગોત તો આ વચન – સિદ્ધાંત છે એમ કહે છે. આ..હા...હા..! ચારે અનુયોગની અંદરમાંથી ગોત તો વચન તો આ છે. આહા..હા...! કે, ફલાણાં અનુયોગમાં એમ કહ્યું છે કે, આ કર્મથી લાભ થાય. આ...હા..! તો અહીં કહે છે કે, એ આગમવચન નહિ. આહા..હા..! જે આ આગમવચન છે તે.... એટલે ? કે, રાગથી વિરક્ત થા એટલે ? કે, “સામાન્યપણે રાગીપણાના નિષેધપણાને લીધે. એમાં કંઈ એમ ન આવ્યું કે, અશુભનો નિષેધ અને શુભનો આદર (કરવી). “સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે સંક્ષેપમાં શુભ અને અશુભ બેયને ભાવ આવ્યા. આહા...હા...હા..! પ્રશ્ન :- ચરણાનુયોગમાં પણ એ છે ? સમાધાન – ચારે અનુયોગમાં બધે વીતરાગતા કીધી છે. વ્યવહારથી ઉપદેશ આપ્યો છે (કે), આમ કરવું, આમ કરે. ‘ભાવપાહુડમાં પણ ઘણું કહ્યું છે ને ! “ભાવપાહુડમાં તો બહુ કહ્યું છે. ષોડશકારણ ભાવનાથી એ તીર્થકર ગોત્ર બાંધે, પંચ મહાવ્રતની પચીસ ભાવના કરે.. બધી વાતું આવે છે. એ વ્યવહારનયથી ત્યાં જ્ઞાન કરાવ્યું છે. એ ચીજ છે ને ! પણ છે એ બંધનું કારણ. આ.હા...! એમ આગમ – મૂળ આગમનું નિશ્ચય વચન, આગમનો પરમાર્થ ઉપદેશ તો આ છે. પેલો ઉપદેશ છે ઈ બધો વ્યવહારથી જાણવા માટે કહ્યો છે. આ..હા...! આદરવા માટેનું આગમનું વચન આ છે. આહાહા...! આ તો બહારથી મરી જાય ત્યારે સમજાય એવું છે. ક્યાંક બહારમાં રસ રહે, દેવ-ગુરુ-શાસ્ત્રમાં રસ રહે તોપણ રાગ (છે) અને રાગ તે બંધનું કારણ છે). આહાહાહા...! મુમુક્ષુ :- મુનિને મહાવ્રત સહજ હોય. ઉત્તર :- હોય છે છતાં બંધનું કારણ છે. સહજ હોય છે એનો અર્થ કે, ત્યાં કર્તબુદ્ધિ – કરવાલાયક છે નહિ. એથી આવે છે. અને જ્ઞાનનયે તે પરિણમન છે માટે કર્તા છે એમ પણ કહેવાય છે. આહાહા...! છઠ્ઠ (ગુણસ્થાને) પંચ મહાવ્રતપણે એટલો પરિણમે છે ને ! એ પ્રમાદ છે. અને પરિણમે છે માટે તેને કર્તા પણ કહેવાય છે. પરિણમનની અપેક્ષાએ, કરવાલાયક છે એ અપેક્ષાએ નહિ. આહા...હા...! પ્રશ્ન :- બંધનું કારણ બરાબર છે પણ નિષેધ કેવી રીતે કરવો ? ઉત્તર :- નિષેધ છે, એમ કીધું ને! આગમનું વચન છે કે તે) નિષેધ કરવા લાયક છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૫૦ ૪૭ મુમુક્ષુ :– ઇ ગુણસ્થાને તો આવશે ને. ઉત્તર :– ત્યાં ભલે કહ્યું હોય. મુમુક્ષુ :– ઇ ગુણસ્થાને તો આવશે ને. ઉત્તર :– ગુણસ્થાન પણ આદરવા લાયક નથી. ગુણસ્થાન જીવમાં છે જ નહિ. ૬૮ ગાથા ! આહા..હા...! જય યમાં વ્યવહા૨ નિશ્ચય મુંચઈ’ ત્યાં એનો અર્થ ઈ કે, ભેદ છે. પણ તત્ત્વમાં – અંદર વસ્તુમાં એ ભેદ નથી. આહા..હા..! ચોથું, પાંચમું, છઠ્ઠું (ગુણસ્થાન) એ તીર્થ છે. તીર્થ છે એટલે એનાથી અહીં પમાય છે એ પ્રશ્ન અહીં નથી. આ..હા...! ઈ અવસ્થા છે, એટલું. એ વ્યવહાર નથી એમ નહિ. અને એ વ્યવહારથી ભિન્ન ભગવાન તત્ત્વ નિશ્ચય છે, એમાં તો એ ગુણસ્થાનનો ભેદ પણ નથી, માર્ગણાસ્થાનના ભેદ પણ નથી, જીવ(સ્થાનના) ભેદ પણ નથી. આ..હા..હા...! જેમાં ક્ષાયિકભાવ નથી... આહા..હા...! એવો જે ભગવાનઆત્મા ! એ જ અંત૨માં ઉપાદેય તરીકે, આદરણીય તરીકે, સ્વીકાર તરીકે, સત્કા૨ તરીકે માનવા લાયક છે. આહા..હા..હા...! શું થાય ? જગત પહોંચી ન વળે એટલે કંઈ વસ્તુ બીજી થઈ જાય ? પહોંચી ન શકે એટલે કાંઈ માર્ગ બીજો થાય, બાપુ ! આહા...હા...! અહીં આચાર્ય કહે છે, સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બન્ને કર્મને અવિશેષપણે બંધનાં કારણ તરીકે સિદ્ધ કરે છે...’ એમાં એમ ન લેવું કે, પુણ્ય શુભભાવ વ્રત છે એ ઠીક છે. સામાન્યપણે જે રાગી કીધો એમાં બધું આવી ગયું. શુભ અને અશુભ બેય ભાવ રાગીપણામાં આવી ગયા. રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બન્ને કર્મ...’ એટલે પર્યાય, બન્ને પરિણામ ‘અવિશેષપણે...’ એટલે સામાન્યપણે બંધનાં કારણ તરીકે..’ બેય સરખા બંધના કારણ છે. આહા..હા...! ‘અવિશેષપણે...’ (એટલે) શુભભાવમાં બંધમાં કાંઈ ફેર છે (અને) અશુભમાં કાંઈ ફેર છે એમ નથી. અવિશેષ (એટલે) સામાન્યપણે શુભ અને અશુભ બેય કાર્ય – કામ બંધનાં કારણ તરીકે સિદ્ધ કરે છે...’ આગમ. આહા..હા...! હવે આમાં ચર્ચા-વાર્તા કરે. આ..હા...! ખાણિયા’ની મોટી ચર્ચા થઈ છે ને ! એની સામે આ મૂકે છે, ‘બંસીધરજી’. ‘જૈનદર્શન'માં મોટું ચાલ્યું છે, લાંબુ.. લાંબુ.. લાંબુ... (લખાણ આવે છે). અહીં તો વાંચ્યું પણ નથી. જૈનદર્શન”માં (એમ લખે છે કે), ખાણિયા'માં આમ છે ને આમ છે ને આમ છે. અરે... ભગવાન ! શું થાય ? બાપુ ! આ..હા...! અહીં તો સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બન્ને કર્મને અવિશેષપણે બંધનાં કારણ તરીકે સિદ્ધ કરે છે અને તેથી બન્ને કર્મને નિષેધે છે.” લ્યો ! આહા..હા...હા...! ચરણાનુયોગમાં એને કરવાલાયક કહ્યા. કાલે આવ્યું હતું, નહિ ? પંચ મહાવ્રતનું ! મોટા પુરુષે આચર્યાં છે, મોટા પુરુષે કરેલા છે, ઈ મોટા છે. મહાવ્રત પોતે મોટા છે. ત્રણ શબ્દ મૂક્યા હતા, ત્રણ હતા. આહા..હા..! એને એ વખતે એની દશામાં Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સમયસાર સિદ્ધિ-૬ મહાવ્રતના વિકલ્પ ટાણે તે દશા છે, એ દશાસહિતના વિકલ્પ છે એને અહીંયાં મહાવ્રત તરીકે, વ્યવહાર તરીકે કીધું. નિશ્ચય તરીકે તો મહાવ્રત (એટલે) પોતાના સ્વરૂપમાં ઠર્યો છે એ મહાવ્રત છે. આહા..હા..હા...! ઈ આવે છે ને ? ‘નિયમસાર’ ! ધ્યાનમાં બધું આવે છે. ઈ આવે છે. નિયમસાર'માં એક (ઠેકાણે આવે છે). જે બધી ક્રિયાઓ કરે તેનો ત્યાગ કરીને આત્માનું ધ્યાન (થવું) એ વ્રત ને તીર્થ ને સંયમ ને એ બધું ઈ છે. (આવે) છે ને ! આહા..હા...! એ બન્ને કર્મ એટલે કાર્ય, તેને નિષેધે છે. શ્લોક-૧૦૩ (સ્વાગતા) कर्म सर्वमपि सर्वविदो यद् बन्धसाधनमुशन्त्यविशेषात् । तेन सर्वमपि तत्प्रतिषिद्धं ज्ञानमेव विहितं शिवहेतुः । । १०३ । । શ્લોકાર્થ :- (ચ) કારણ કે (સર્વવિવ:) સર્વશદેવો (સર્વમ્ અપિ વર્ષ) સમસ્ત (શુભ તેમ જ અશુભ) કર્મને (વિશેષાત્ અવિશેષપણે (વન્યસાધનમ્) બંધનું સાધન (કારણ) (ઉન્તિ) કહે છે (તેન) તેથી (એમ સિદ્ધ થયું કે સર્વજ્ઞદેવોએ) (સર્વમ્ અપિ તત્ પ્રતિષિદ્ધ) સમસ્ત કર્મને નિષેધ્યું છે અને જ્ઞાનમ્ વ શિવહેતુ: વિહિત) જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ૧૦૩. શ્લોક ૧૦૩ ઉપ૨ પ્રવચન આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :– ૧૦૩ (શ્લોક). कर्म सर्वमपि सर्वविदो यद् बन्धसाधनमुशन्त्यविशेषात् । तेन सर्वमपि तत्प्रतिषिद्धं ज्ञानमेव विहितं शिवहेतुः । । १०३ । । Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૦૩ ૪૯ (૧) નામ “કારણ કે.” (સર્વવિ૬) એટલે “સર્વશદેવો.’ ‘વિ:' એટલે જ્ઞાની. સર્વ જાણનારા સર્વજ્ઞદેવ પરમાત્મા એણે (સર્વમ્ પિ ) સમસ્ત (શુભ તેમ જ અશુભ)...” ભાવને ‘અવિશેષપણે” (એટલે) સામાન્યપણે. એમાં કંઈ પણ ફેર છે એમ નહિ. આહા..હા..! અવિશેષ એટલે સામાન્ય, વિશેષ નહિ. સામાન્યપણે (વસઈનY) “બંધનું સાધન (કારણ) કહે છે.” લ્યો, ઠીક ! આહા! શુભ કે અશુભ ભાવ બેય બંધના સાધન છે. આહા...હા...! હવે જે બંધના સાધન છે એ મોક્ષના સાધન તરીકે વ્યવહારે નાખે એ ન ચાલે. આહા..હા..! સર્વશદેવો, અનંત તીર્થકરો, અનંત કેવળીઓ.. આહા..હા..! એ શુભ કે અશુભ ભાવને સામાન્યપણે બન્ને એક જ સરખા છે (એમ) માનીને બંધનું કારણ કહે છે. ભગવાન ત્રિલોકનાથ જિનેશ્વરદેવ એમ દિવ્યધ્વનિમાં ફરમાવે છે. આ..હા..હા...! “તેથી એમ સિદ્ધ થયું કે સર્વશદેવોએ).” (સર્વમ્ પ તત્ પ્રતિષિદ્ધ, સમસ્ત કર્મને નિષેધ્યું છે... આહાહા...! અને શુભાશુભ બેય ભાવને જિનેશ્વરદેવે નિષેધ્યા છે. બેય ધર્મ નથી. આહા..હા...! ત્યારે છે શું ? જ્ઞાનમ્ વ શિવત વિહિતિ આહા..હા...હા...! ભગવાન સર્વજ્ઞદેવોએ જ્ઞાન એટલે આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પ્રભુ ! આહા..હા..! એકલો પુણ્ય-પાપ વિનાનો પ્રભુ શુદ્ધ, શુદ્ધ એવા જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. એકલો જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, જે દયા, દાનના વિકલ્પથી ભિન્ન છે, એ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, તે જ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે. આગમમાં એ કહ્યું છે. ચારે અનુયોગ લ્યો. આગમમાં તો એ આવી ગયું કે નહિ ? કે, પેલા ત્રણ આગમ નહિ ? ચરણાનુયોગમાં આમ કહ્યું છે ને કરણાનુયોગમાં આમ કહ્યું છે. બધું કહ્યું છે. આહાહા...! ભગવાનના આગમમાં તો સમસ્ત કાર્યનો નિષેધ છે. “જ્ઞાન” વિ' શબ્દ છે. જોયું ? એકાંત કર્યું ! જ્ઞાનને જ. કથંચિત્ આત્માના સ્વભાવને અને કથંચિત્ રાગના ભાવને મોક્ષનું કારણ (કહ્યું છે એમ નથી). એમ કથંચિત્ (શબ્દનો અર્થ નથી. આહા...હા...! “જ્ઞાનમ્ | ભગવાન આત્મા શુભ-અશુભ ભાવ વિનાનો એવો જે ચૈતન્યસ્વરૂપ, મહાન ધ્રુવ નિત્ય આત્મસ્વરૂપ, પુણ્ય-પાપ તો ક્ષણિક, કૃત્રિમ, વિકાર, દુઃખરૂપ એક સમય પૂરતા વિભાવ છે. અને આ ભગવાન જ્ઞાનસ્વભાવી ત્રિકાળ છે. એ ત્રિકાળી જ્ઞાનસ્વભાવને જ મોક્ષના સાધન તરીકે પ્રભુએ વર્ણવ્યું છે. આ...હા..હા..! આમાં તો ભગવાનની ભક્તિને પણ મોક્ષના સાધન તરીકે નિષેધ્યું છે. દેવ-ગુરુ ને શાસ્ત્ર, એની ભક્તિ એ પણ રાગમાં – સામાન્ય રાગમાં આવી જાય છે. રાગ કીધો, રાગથી બંધાય છે એ સામાન્ય રાગમાં એ વાત આવી જાય છે. આહા...હા...! ભારે કામ આકરું ! ભક્તિવાળાને આકરું પડે, ક્રિયાકાંડવાળાને આકરું પડે) અને ન કરી શકે એને આકરું પડે. કરી શકાય નહિ. માટે (એમ થાય કે) માળું આ શું ! મુમુક્ષુ :- કરી શકતા નથી પછી કેવી રીતે કરે ? Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સમયસાર સિદ્ધિ-૬ ઉત્તર :- કરી શકે છે, હા. એના જ્ઞાનમાં પહેલો નિર્ધાર તો નક્કી કરે કે, શુભાશુભ ભાવ તે બંધના જ કારણ છે અને જ્ઞાનસ્વરૂપ ભગવાન, જે શુભ-અશુભ ભાવથી રહિત ત્રિકાળ છે, વીતરાગમૂર્તિ છે, જિનસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે, ઈશ્વરસ્વરૂપ છે તેને, તેનું સાધન કરે તેને મોક્ષ થાય છે. આહાહા! આવું છે. જ્ઞાનને જ.” એમ કીધું છે ને “જ્ઞાનમ્ વ' ત્યાં એમ નથી કહ્યું કે, આત્માનો સ્વભાવ સાધન છે અને રાગ પણ કથંચિત્ સાધનમાં કહીએ છીએ. આ ૪૭ નયમાં આવે છે ને ! વ્યવહારનય, નિશ્ચયનય, ક્રિયાનય, જ્ઞાનનય બેય આવે છે. લ્યો ! ૪૭ મયમાં તો ક્રિયાનયને નાખી છે. ઈ તો એક સમયની યોગ્યતા બધી આ જાતની ગણી. કો'કને ક્રિયાનય ને કોકને જ્ઞાનનય, કોકને વ્યવહારનય ને કો'કને નિશ્ચયનય, એમ નહિ. આ.હા..હા..! ૪૭ નવમાં આવે છે ને !) એ તો એકના એક જીવને જેની દૃષ્ટિ સ્વભાવ ઉપર પડી છે એની પર્યાયમાં આવા એક એક નયના ભાવોની યોગ્યતા ગણીને કહેવામાં આવ્યું છે. તે એકસાથે છે). કો'કને ક્રિયાનયથી ને કોકને જ્ઞાનનયથી, કોકને વ્યવહારથી ને કોકને નિશ્ચયથી થાય) એમ નથી. આહા...હા...! આવો માર્ગ છે. આકરો માર્ગ છે. એક તો સાંભળવા મળે નહિ. આહાહા...! અને આ દુનિયાની પંચાતના પાર ન મળે. ધંધા-પાણી પાપના કરે અને એમાં નવરો થાય તો સાંભળવાનું મળે (કે) વ્રત કરો ને તપ કરી ને ભક્તિ કરો ને. ઈ મળે બિચારાને. એનો કલાક લૂંટાય જાય. આહા...હા...! આવો મનુષ્યદેહ મળ્યો એમાં શું કર્યું તેં ? ભાઈ ! આહાહા...! મનુષ્યદેહ તો ચાલ્યો જશે, બાપુ ! આ.હા...! એની ક્ષણ ને પળ નક્કી છે. જે સમય છે તે સમયે દેહ છૂટીને ચાલ્યો જશે. આ..હા..! તારું તેં શું કર્યું? પ્રભુ ! આહા...હા...! બહારમાં નામ કાઢ્યા કે આ પાંચ-પચાસ હજાર કે લાખ, બે લાખ, પાંચ લાખ, પચીસ લાખ ભેગા કર્યા, કુટુંબમાં મોઢા આગળ પડ્યો. (ઈ તો) પાપી પ્રાણીમાં મોઢા આગળ પડ્યો. આહા..હા...કર્મી. કર્મી કર્મી નથી કહેતા ? અમારા છોકરા કર્મી જાગ્યા છે. કર્મ જાગ્યા છે ને ? એનો અર્થ) પાપી જાગ્યા છે. આહા...હા..! આ.હા..હા...! ભગવાન જિનેશ્વરદેવે તો આત્માનો જે સ્વભાવ શુદ્ધ ચૈતન્યઘન (છે) તેનો આશ્રય લઈને મોક્ષનું સાધન થાય એમ કહ્યું છે. આહા...હા...! અનંત તીર્થકરો, અનંત થઈ ગયા, વર્તમાન પ્રભુ બિરાજે છે, મહાવિદેહમાં વીસ તીર્થકર, લાખો કેવળીઓ બિરાજે છે, પ્રભુ ! અનંત તીર્થકરો, અનંત કેવળીઓ થઈ ગયા, છે અને થશે (એ) બધા તીર્થકરોના ઉપદેશનો આ ધ્વનિ છે. આહાહા..! અરે..! કેમ બેસે ? વાડામાં – સંપ્રદાયમાં પકડાય ગયા હોય (એને આ ન બેસે). એના ગુરુ એને કહેતા હોય, આ વ્રત કરો, આ તપ કરો, આ અપવાસ કરો, આ કરો, આ કરો. છપરબી કંદમૂળ ન ખાવા, છપરબી બ્રહ્મચર્ય પાળવું એ ધર્મ નથી ? ધૂળેય નથી, સાંભળને ! ધૂળેય નથી એટલે ? કે ત્યાં પુણ્યાનુબંધી પુણ્ય પણ નથી. આ.હા..હા...હા...! આવું કામ કરું પડે બિચારાને. આ તો “સોનગઢ ને જંગલ ! આમાં Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૦૩ ૫૧ કોઈનો વાડો નથી કે વાડામાં રહે. આવી વાત (કરે તો) વાડામાં રહેવા ન દયે. આહા..હા...! પ્રભુ ! તારું હિત કેમ થાય? બાપુ ! આવો મનુષ્યદેહ મળ્યો. અનંત કાળે માંડ મનુષ્યદેહ (મળ્યો) એમાં પણ આર્યકુળ. જૈનકુળમાં અવતાર. ભલે નામ જૈન (હોય), એમાં વીતરાગની વાણી પ્રભુ ! તને સાંભળવા મળે ! આ..હા...હા...! આવી દુર્લભતામાં આ વાત જો ન સમજ્યો પ્રભુ ! આ.હા...! ભાઈ ! તારા આરા ક્યાં આવશે ? તારા ટાણાં ચૂકીને બાપુ ! એ અનંત ભવના ગર્ભમાં અનંત ભવનું દુઃખ છે, ભાઈ ! એમાં રખડપટ્ટીમાં અજાણ્યા ક્ષેત્રે અજાણ્યા કાળે જઈને અવતરશે. આહા...હા...! એમાં આ માંહ્યલું સાથે કાંઈ નહિ આવે એને. આહા..હા...! અનંત તીર્થકરો...! અહીં વજન કેમ આપવું છે ? (જ્ઞાનમ્ ઘવ શિવહેતુ: વિહિi) આગમમાં, વીતરાગના આગમ એને કહીએ કે જે આગમમાં... આહા...હા...! આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, આત્માનું ચારિત્ર, આત્માને આશ્રયે થતી વીતરાગી દશા તે જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે, તે જ એક મોક્ષનું સાધન છે એમ અનંત તીર્થકરોએ દિવ્યધ્વનિમાં આ વચનો કહ્યા છે, પ્રભુ ! તને કેમ બેસે)? આહા..હા...! “જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. અહીં વજન આટલું છે. કથંચિત્ વ્યવહાર અને કથંચિત્ આત્માના સ્વભાવને (સાધન કહ્યું છે એમ નથી). તેમ એ જ્ઞાનનો આત્મસ્વભાવ વ્યવહાર પહેલો આવે તો એનાથી થાશે એ વાત અહીં તો કરી નથી. આહા...હા... ભગવાન જ્ઞાનની મૂર્તિ પ્રભુ ! ચૈતન્યઘન આત્મા ! જ્ઞાયકભાવ નિત્યભાવ, ધ્રુવભાવ, અભેદ ભાવ, એક ભાવ, સામાન્ય ભાવ, સદ્દશ ભાવ, ભૂતાર્થ ભાવ ! આ..હા...! તેને આશ્રયે જે સાધન થાય તેને મોક્ષનું સાધન કહ્યું છે. આહાહા...! બાકી વચ્ચે બધા મંદિરો ને આ ધામધૂમ ને આ બધું હા... હો.. હા.. એમાં કાંઈ પણ મોક્ષનું કારણ છે એમ નથી, કહે છે. આ મોટું બાવીસ લાખનું મંદિર બનાવ્યું). તે શું છે ? આહા..હા...! એનો પ્રેમ ને ભક્તિ હોય તો શુભભાવ છે. શુભભાવ એ કંઈ મોક્ષનું કારણ નથી. આહા...હા...! ત્રણ શબ્દ છે. (જ્ઞાનમ્ જીવ શિવહેતુ: વિહિi) ફરમાવ્યું છે. અનંત તીર્થકરોએ આત્માના જ્ઞાનસ્વભાવમાં જવું, ત્યાં ઠરવું, ત્યાં રહેવું, ત્યાં દૃષ્ટિ કરવી... આહા..હા...હા...! એને અનંત સર્વજ્ઞોએ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. આહા...હા...! થોડું લખ્યું ઘણું કરીને જાણજો એમ લખ્યું છે. આહા..હા..! એમ થોડું કહ્યું બહુ કરીને માનજો. આહા...હા...! આહા...હા...! પહેલો એના જ્ઞાનમાં નિર્ણય તો કરે, પ્રભુ ! કે એ આત્મા જે ત્રિકાળ સ્વભાવ છે એ શુભ-અશુભ ક્રિયાકાંડના રાગ, એથી તો એ ભિન્ન ચીજ છે. ભિન્ન ચીજને ભિન્ન રાગથી લાભ થાય એવું ત્રણકાળમાં બને નહિ. આહા...હા...! જ્ઞાનને જ મોક્ષનું કારણ...” ઓ.હો...! આટલા શબ્દોમાં તો કેટલું ભર્યું છે !! આ...હાહા..! આત્મસ્વભાવ શુદ્ધ ચૈતન્યની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા, તેને જ. વ્યવહાર પણ વચ્ચે આવે માટે સાધન છે એમ નહિ. એને મોક્ષનું કારણ, પરમાત્મપદની) પ્રાપ્તિનું કારણ અનંત તીર્થકરોએ ફરમાવ્યું છે. આહા...! છે ને ? ‘વિહિત આ વિહિતિ આહા...હા...! Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સમયસાર સિદ્ધિ-૬ અનંત સર્વજ્ઞ પરમેશ્વરે આવી ‘વિહિત વિધિ આ કીધી છે. કહ્યું છે, ફરમાન આ છે. આ.હા...હા..! હવે એમાં ચર્ચા ને વાર્તા ને... આ.હા...! જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું... તમે કહો છો કે, વ્રત ને તપ ને ભક્તિ બિચારા આખો દિ કરે તો વખત તો મળે, આધાર તો મળે. એનો તો તમે નિષેધ કર્યો. હવે એને શરણ કોનું? અહિંસા, સત્યદત્ત, વ્રત પાળવા, બ્રહ્મચર્ય પાળવું, સ્ત્રીનો સંસર્ગ કરવો નહિ, નવ વાડે બ્રહ્મચર્ય પાળવું આવું કાંઈક એને કરવાનું તો આવે. આહા...હા...! જ્યારે તમે આવા ભાવનો તો નિષેધ કર્યો ત્યારે મુનિ કોને શરણે મુનિપણું પાળે ? આવા વ્રતાદિ, તપાદિ ભાવને તો તમે સંસાર અને બંધનું કારણ કહ્યું. મૂળ પાઠમાં સંસાર કહ્યો છે. રાગ એટલે સંસાર – એવો શબ્દ છે. રાગ તે સંસાર. ચાહે તો દયા, દાન, વ્રતનો, તપનો રાગ, વિકલ્પ હો પણ (એ) સંસાર (છે). આહા..હા...હા...! જ્યારે તમે એનો નિષેધ કર્યો ત્યારે તેને શરણ શું? કરવાનું જ હતું, જે આચરણમાં મુકવાનું હતું, જે કરી શકાય એવું હતું, જે તેમ કરી શકે છે, હવે એનો તો તમે નિષેધ કર્યો. આ..હા..! ત્યારે હવે એને કરવું શું ? એને રહ્યું શું ? જે કરવાની ક્રિયાઓ (હતી) વ્રત ને નિયમ ને અપવાસ ને ભક્તિ ને વિનયનો તમે નિષેધ કર્યો, તો હવે એને કરવાનું શું રહ્યું ? આ..હા..! એમ શિષ્યનો પ્રશ્ન છે. હવેના કળશમાં એ કહે છે – થતી કાજ રે (શિવ) निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्य न खलु मुनयः सन्त्यशरणाः । तदा ज्ञाने ज्ञानं प्ररतिचरितमेषां हि शरणं स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः ।।१०४ ।। જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું તે હવેના કળશમાં કહે છે : શ્લોકાર્ધ :- (સુતરિતે સર્વમિન્ T વિલન નિષિદ્ધ) શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ – એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં અને નૈશ્ચર્યે Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૦૪ ૫૩ પ્રવૃત્ત) એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, (મુનય: જીભુ અશરણા: નૈ પત્તિ) મુનિઓ કાંઈ અશરણ નથી; (તવા) (કારણ કે) જ્યારે નિષ્કર્મ અવસ્થા નિવૃત્તિ-અવસ્થા) પ્રવર્તે છે ત્યારે (જ્ઞાને પ્રતિચરિતમ્ જ્ઞાનં હિં) જ્ઞાનમાં આચરણ કરતું–રમણ કરતું–પરિણમતું જ્ઞાન જ (છ્યાં) તે મુનિઓને (રળ) શરણ છે; (તે) તેઓ (તંત્ર નિતાઃ) તે જ્ઞાનમાં લીન થયા થકા (પરમમ્ અમૃતં) પરમ અમૃતને સ્વયં) પોતે (વિત્તિ) અનુભવે છે–આસ્વાદે છે. - ભાવાર્થ :- સુકૃત કે દુષ્કૃત – બન્નેનો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી મુનિઓને કંઈ પણ કરવાનું નહિ રહેવાથી તેઓ મુનિપણું શાના આશ્રયે, શા આલંબન વડે પાળી શકે ?” એમ કોઈને શંકા થાય તો તેનું સમાધાન આચાર્યદેવે કર્યું છે કે :- સર્વ કર્મનો ત્યાગ થયે જ્ઞાનનું મહા શરણ છે, તે જ્ઞાનમાં લીન થતાં સર્વ આકુળતા રહિત પરમાનંદનો ભોગવટો હોય છે જેનો સ્વાદ જ્ઞાની જ જાણે છે. અજ્ઞાની કષાયી જીવ કર્મને જ સર્વસ્વ જાણી તેમાં લીન થઈ રહ્યો છે, જ્ઞાનાનંદનો સ્વાદ નથી જાણતો. ૧૦૪. 1 શ્લોક ૧૦૪ ઉ૫૨ પ્રવચન (शिखरिणी) निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः सन्त्यशरणाः । तदा ज्ञाने ज्ञानं प्ररतिचरितमेषां हि शरणं स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः । ।१०४ । । આહા...હા...! સુતઽરિતે સર્વસ્મિન્ ર્મળિ તિ નિષિદ્ધે” પ્રભુ ! શુભ આચરણરૂપ...’ જોયું ? શુભ આચરણ (કહ્યું છે). દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, અપવાસ એ શુભ આચરણરૂપ કર્મ... એટલે ભાવ કાર્ય અને અશુભ આચરણરૂપ કર્મ...’ હિંસા, જૂઠું, ચોરી, વિષય, આ દુકાનના ધંધા-પાણી, દુકાનના થડે બાવીસ કલાક બેસે ને ! બાવીસ કલાક તો (ન બેસે), છ-સાત કલાક તો સુવે ને ! બે-ચાર કલાક ખાવા-પીવામાં, બાયડી, છોકરા રાજી કરવામાં જાય, દુકાને છ-સાત કલાક બેસે. દસ-દસ કલાક બેસે ! અમારે દુકાન હતી ને ! અમારા ‘કુંવરજીભાઈ’ સવારમાં ઉઠે તે.. છ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ! અમારે પાલેજ” દુકાન (હતી). શું કરો છો કીધું તમે આ ? આખો દિ' આ ! આ તો એકલું પાપ (છે). એ.. બેન આવો, એ.. ભાઈ આવો, આ માલ લ્યો, Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સમયસાર સિદ્ધિ-૬ ફલાણું લ્યો, ઢીકણું લ્યો, આમ છે, તેમ છે... આના બે રૂપિયા છે, તો પેલા કહે, અમારી પાસે) એટલા નથી. તો કહે, બે આના ઓછા આપજો, લ્યો ને ! તમારી જિંદગી આમાં જાય, આ શું છે કીધું આ ? દુકાનના ધંધા, બાયડી-છોકરાને રાજી કરવામાં, છ-સાત કલાક ઊંઘમાં (જાય)... અરે.........! એને કલાક-બે કલાક વખત મળે (અને) સાંભળવા જાય તો (સાંભળવા) આવું મળે પાછું ! વ્રત કરો, તપ કરો, એનાથી તમારે કલ્યાણ થશે. અરે.... પ્રભુ ! ત્યારે હવે એને કરવું શું ? આહા..હા...! જે કાંઈ કરી શકાય, દેખાય છે, બીજાને દેખાય છે એ વાતનો તો તમે નિષેધ કરો છો. આહા..હા...! ત્યારે મુનિને શું કરવું ? પણ પ્રભુ ! તને ખબર નથી, સાંભળ ! આહા..હા....! અને...’ધૈર્યે પ્રવૃત્ત” એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં...' આહા..હા..! એ શુભઅશુભ જે કર્મ નામ ભાવ, તેનાથી રહિત નિષ્કર્મ અવસ્થા. પેલી કર્મ અવસ્થા છે. આહા..હા...! શુભ-અશુભ ભાવ એ કર્મ વિકાર, સંસાર અવસ્થા (છે). એનાથી ‘નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં,...’ આહા..હા...! મુનિઓ એને કહીએ કે, એ શુભ-અશુભ ભાવથી નિવૃત્તિ થઈ અને નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં,... ‘મુનય: વસ્તુ અશરણા: 7 સન્તિ” “મુનિઓ કાંઈ અશરણ નથી...' કાંઈ અંદર કરવાનું નથી એમ નથી. આહા..હા..! શુભાશુભ ભાવથી રહિત થયો, નિષ્કર્મ અવસ્થામાં પ્રવર્તે છે ઈ કાંઈ કરવાનું નથી એમ નહિ. એ આત્મભગવાન અંદર નિષ્કર્મ અવસ્થામાં પ્રવર્તે છે. આહા..હા...! શુદ્ધ જ્ઞાનથન ભગવાનઆત્મા ! એમાં એ શુભ-અશુભ ભાવ રહિત નિષ્કર્મ દશામાં પ્રવર્તે છે. પ્રભુ ! આ..હા..હા..હા...! છે ને ? નૈર્ચે પ્રવૃત્ત” એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં....’ આહા..હા...! મુનય: વહુ અશરણા: ન સન્તિ” “મુનિઓ કાંઈ અશરણ નથી;...’ આ..હા..હા...! ‘(કારણ કે) જ્યારે નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિ—અવસ્થા) પ્રવર્તે છે...’ આહા..હા...! જ્યારે એ શુભભાવથી પણ નિવૃત્તિ(રૂપ) એવી અવસ્થા સંતો, સાચા મુનિઓને પ્રવર્તે છે... આહા...હા...! એ શુભભાવ કર્મ છે, વિકા૨ છે, કાર્ય છે એનાથી નિવૃત્તિરૂપ નિષ્કર્મ અવસ્થા(માં એટલે કે) સ્વભાવ સન્મુખમાં પ્રવર્તે છે)... આહા..હા...! “નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિ—અવસ્થા) પ્રવર્તે છે ત્યારે...’ જ્ઞાને પ્રતિવરિતમ્ જ્ઞાનં દિ' આ..હા..હા...! જ્ઞાનમાં આચરણ કરતુંરમણ કરતુંપરિણમતું જ્ઞાન જ...' આ..હા..હા..હા...! આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ પ્રભુ, એ આનંદ અને જ્ઞાનમાં રમતો... આ..હા..હા...! એ નિષ્કર્મ અવસ્થા તે એણે ક૨વા જેવી શરણ છે. શુભાશુભ છૂટી ગયું માટે એને કાંઈ કરવાનું રહ્યું નથી એમ નથી. આહા...હા...! ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! અંદર આનંદનો સાગર ! અતીન્દ્રિય અનંત ગુણની રત્નની માળા ભરી છે ! આહા..હા..! એવા ભગવાનઆત્મામાં એકાગ્રતા એ નિષ્કર્મ અવસ્થા, એ મુનિઓને શરણ છે. આ..હા..હા..હા...! હવે અહીં તો બહારના વ્રત પાળે ને આ કર્યું... (એના) પણ Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૦૪ ઠેકાણાં ક્યાં છે ? આહા..હા...! નિષ્કર્મ અવસ્થા પ્રવર્તે ત્યારે જ્ઞાને પ્રતિવરિતમ્ જ્ઞાનં' આ..હા..હા...! આત્મા આત્મામાં આચરણ કરતો. અહીં ‘જ્ઞાન’ શબ્દ લીધો એટલે આત્મા. પુણ્ય-પાપ ભાવ એ કાંઈ આત્મા નથી, એ તો અનાત્મા છે). આહા..હા...! જ્ઞાનમાં આચરણ કરતું...' ભગવાન શુદ્ધ સ્વરૂપ, તેના ઉપર દૃષ્ટિ પડતાં શુદ્ધ સ્વભાવનું અવલંબન લેતાં, જ્ઞાનમાં એટલે આત્મામાં આચરણ કરતું, આત્મામાં ‘રમણ કરતું...’ આત્મામાં પરિણમતું...' આ.હા..હા..હા...! એ જ્ઞાન જે તે મુનિઓને શરણ છે;...' આહા..હા...! આવો માર્ગ ! અંતર આત્મામાં ધ્યાનમાં પ્રવર્તે છે એ જ એને શરણ છે. રાગ ને પુણ્ય-પાપના પરિણામ છોડી, સંતો જૈનના સંતો એને કહીએ. આ..હા..હા..હા...! — ૫૫ જૈન કોઈ પક્ષ નથી, વાડો નથી. જૈન તો વસ્તુનું સ્વરૂપ છે. આહા..હા..! જૈન કોઈ પક્ષ–વાડો નથી. એ તો વસ્તુ જિનસ્વરૂપ છે. ઘટ ઘટ અંત૨ જિન વસે’ એ જિનસ્વરૂપી પ્રભુ ભગવાન છે આત્મા ! બાપુ ! તને ખબર નથી. આ..હા...! એ પુણ્ય ને પાપના ભાવના ત્યાગમાં એને જિનસ્વરૂપ એવું વીતરાગ (સ્વરૂપ)નો આશ્રય લઈને નિષ્કર્મ અવસ્થામાં પ્રવર્તે છે. આહા..હા...! અરે......! આવું આકરું ! આવું સાંભળ્યું પણ ન હોય. એકલા પાપમાં જિંદગી (ગાળે). આહા..હા...! અરે......! ઢોરના જીવન અને માણસના જીવનમાં ફે૨ શું ? એ પણ ખાય-પીવે, મૈથૂન ને વિષય ને સૂવે, આ પણ ઈનું ઈ (કરે), એમાં ફેર શું ? બાપા ! અહીં તો જ્યારે શુભ વ્રતાદિના પરિણામનો નિષેધ કર્યો, પ્રભુ ! ત્યારે એને હવે આચરવું શું ? આચરણ જે છે, દેખાય, કરી શકાય એનો તો તમે નિષેધ કર્યો કે, એ તો રાગ છે. આહા..હા...! એ બંધનું કારણ છે. પ્રભુ ! તારો નાથ અંદર બિરાજે છે કે નહિ ? ભાઈ ! એ પુણ્ય-પાપનો નિષેધ થયો એટલે તારી વસ્તુનો ત્યાં નિષેધ થયો ? આ..હા...! શુભ-અશુભ ભાવનો નિષેધ થતાં, પ્રભુ અંદર જ્ઞાનઘન, આનંદઘન, ચિદાનંદ પ્રભુ બિરાજે છે. આહા..હા...! એ શુભાશુભ ભાવથી નિવર્તે છે ત્યારે શુદ્ધ સ્વભાવમાં પ્રવર્તે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? ? ‘જ્ઞાનમાં આચરણ કરતું,...’ ‘પ્રતિવરિતમ્ છે ને ? જ્ઞાને પ્રતિવરિતમ્” જ્ઞાનમાં આચરણ, એમ. ‘જ્ઞાનમાં આચરણ કરતું...’ એ પ્રતિવરિતમ્” નો અર્થ કર્યો. પાછું આ ‘રમણ કરતું...’ એનો અર્થ પણ ઈ છે) અથવા પરિણમતું...’ ઈ ‘પ્રતિવરિતમ્” નો અર્થ છે. જ્ઞાને પ્રતિવરિતમ્ જ્ઞાનં દિ’વાં’‘તે મુનિઓને (સંતોને) શરણ છે;...’ આહા..હા...! ‘તેઓ તે જ્ઞાનમાં લીન થયા થકા...' આ..હા..હા...! સંતો તો એને કહીએ કે જે આનંદ ને આ જ્ઞાનસ્વરૂપ પ્રભુ, એમાં લીન થયા થકા. આહા..હા...! શુભાશુભ પરિણામના ક્રિયાકાંડમાંથી છૂટીને... આહા...હા...! ‘જ્ઞાનમાં...’ એટલે આત્માના શુદ્ધ સ્વભાવમાં લીન થયા થકા...’ શું કીધું જોયું ? ‘તંત્ર નિતાઃ’ પોતાના પુરુષાર્થથી જ્ઞાનમાં લીન થતાં. સ્વરૂપ જે આત્મા છે, જ્ઞાયકભાવ, Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સમયસાર સિદ્ધિ-૬. ધ્રુવભાવ, નિત્યભાવ, તેમાં લીન થતાં. આહા..હા...! અનિત્ય અને કૃત્રિમ શુભાશુભ ભાવથી છૂટ્યા માટે કાંઈ શરણ નથી એમ નહિ. આહા..હા...! ભગવાન આત્માનું એને શરણ છે. ‘તે જ્ઞાનમાં લીન થયા થકા...” “પરમ્ અમૃત એ શુભ-અશુભ ભાવ તો ઝેર હતો. આહા..હા...હા...! એ દયા, દાન, વ્રત, ભક્તિ , તપના પરિણામ તો ઝેર હતા. આહા...હા...! ત્યાંથી છૂટ્યો તે પરમ અમૃતને પોતે અનુભવે છે.” આ..હા...હા..! અમૃતને “આસ્વાદે છે.” અંદર અમૃતઘન છે, પ્રભુ ! આનંદનો નાથ પરમાત્મા પોતે છે ! આ..હા...હા..! એવા અમૃતને (અનુભવે છે). “પરમન્ મૃતં પાછું. દુનિયાના બહારના અમૃત ઘણા કહેવાતા હોય. આહા...! પરમ અમૃતને.” “સ્વયં” પોતે....” સ્વયં પોતે (એટલે) પરની અપેક્ષા વિના. “વિન્દતિ નામ “અનુભવે છે–આસ્વાદે છે.' એ એને શરણ છે. વિશેષ કહેશે... (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !) هههههههههه . ગાથા-૧૫૧ ) अथ ज्ञानं मोक्षहेतुं साधयति । परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी। तम्हि द्विदा सहावे मुणिणो पावंति णिव्वाणं ।।१५१।। परमार्थः खलु समयः शुद्धो यः केवली मुनिर्ज्ञानी। तस्मिन् स्थिताः स्वभावे मुनयः प्राप्नुवन्ति निर्वाणम्।।१५१।। ज्ञानं हि मोक्षहेतुः, ज्ञानस्य शुभाशुभकर्मणोरबन्धहेतुत्वे सति मोक्षहेतुत्वस्य तथोपपत्तेः । तत्तु सकलकर्मादिजात्यन्तरविविक्तविज्जातिमात्रः परमार्थ आत्मेति यावत्। स तु युगपदेकीभावप्रवृत्तज्ञानगमनमयतया समयः, सकलनयपक्षासङ्कीर्णैकज्ञानतया शुद्धः, केवलचिन्मात्रवस्तुतया केवली, मननमात्रभावतया मुनिः, स्वयमेव ज्ञानतया ज्ञानी, स्वस्य भवनमात्रतया स्वभाव: स्वतश्चितो भवनमात्रतया सद्भावो वेति शब्दभेदेऽपि न च वस्तुभेदः। હવે, જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છે : પરમાર્થ છે નકી, સમય છે, શુધ, કેવળી, મુનિ, જ્ઞાની છે, એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. ૧૫૧. Page #75 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૫૧ પ૭ ગાથાર્થ – વિનુ નિશ્ચયથી ચિ:] જે [પરમાર્થ:] પરમાર્થ પરમ પદાર્થ છે, સમય:] સમય છે, [શુદ્ધ શુદ્ધ છે, વિતી] કેવળી છે, મુિનિ: મુનિ છે, (જ્ઞાની] જ્ઞાની છે તિમિર્ સ્વમાવે તે સ્વભાવમાં [રિચતા:] સ્થિત મુન: મુનિઓ દુનિનિર્વાણને પ્રિનુવન્તિ પામે ટીકા – જ્ઞાન મોક્ષનું કારણ છે, કેમ કે જ્ઞાન શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણ પણું બને છે. તે જ્ઞાન, સમસ્ત કર્મ આદિ અન્ય જાતિઓથી ભિન્ન ચૈતન્ય-જાતિમાત્ર પરમાર્થ (-પરમ પદાર્થ) છે–આત્મા છે. તે (આત્મા) એકસાથે યુગપ૬) એકીભાવે (એકત્વપૂર્વક) પ્રવર્તતાં એવાં જે જ્ઞાન અને ગમન (પરિણમન) તે-સ્વરૂપ હોવાથી સમય છે, સકળ નયપક્ષોથી અમિલિત (અમિશ્રિત) એવા એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે, કેવળ ચિત્માત્ર વસ્તુસ્વરૂપ હોવાથી કેવળી છે, ફક્ત મનનમાત્ર (જ્ઞાનમાત્ર) ભાવસ્વરૂપ હોવાથી મુનિ છે, પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે, “સ્વ”ના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સ્વભાવ છે અથવા સ્વતઃ પોતાથી જી ચૈતન્યના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સભાવ છે (કારણ કે જે સ્વતઃ હોય તે સ-સ્વરૂપ જ હોય). આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં વસ્તુભેદ નથી –નામ જુદાં જુદાં છે છતાં વસ્તુ એક જ છે). ભાવાર્થ – મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે. વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે. ૧ભવન = હોવું તે. પ્રવચન નં.૨૩ર ગાથા-૧૫૧,૧૫ર સોમવાર, વૈશાખ વદ ૧૦, તા. ૨૧-૦૫-૧૯૭૯ ‘સમયસાર ૧૫૧ ગાથા. ૧૫૦ (ગાથા) પૂરી થઈ ગઈ. હવે, જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છે :- ૧૫૧. જ્ઞાન એટલે આત્માનો સ્વભાવ, શુદ્ધ સ્વભાવ (છે) એ જ મોક્ષનું કારણ છે. પુણ્ય અને પાપના (ભાવ), વૃતાદિ બંધના કારણ છે. એ કંઈ મોક્ષના કારણ નથી. परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी। तम्हि द्विदा सहावे मुणिणो पावंति णिव्वाणं ।।१५१।। પરમાર્થ છે નકી, સમય છે, શુધ, કેવળી, મુનિ, જ્ઞાની છે, એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. ૧૫૧. જ્ઞાન મોક્ષનું કારણ છે...” જ્ઞાન એટલે આત્મા. આત્માનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સમયસાર સિદ્ધિ-૬ શુભ-અશુભભાવ રહિત એવો જે આત્માનો જ્ઞાનસ્વભાવ, એ મોક્ષનું કારણ છે. કેમ કે જ્ઞાન.... એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ “શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ હોવાથી.” આજે ઈ મોટો લેખ આવ્યો છે, એમ કે, વ્રત ને એ બધું સંવર, નિર્જરાનું કારણ છે. કેમકે દ્રવ્યસંગ્રહમાં ૩૫ મી ગાથામાં આવે છે ને ! એ વાત અહીં (સંવત) ૧૯૯૪ પહેલા “હીરાભાઈના મકાનમાં પહેલી થઈ ગઈ હતી. દ્રવ્યસંગ્રહ ! વ્રત, સમિતિ સંવર, નિર્જરાનું કારણ છે). ટીકામાં ચોખ્ખું લખ્યું) છે. વ્રત એટલે શુભાશુભ ભાવ રહિત – એવી ચોખ્ખી ટીકા છે. નિશ્ચયની વાત છે. હવે ઈ આ મોક્ષનું કારણ છે). ઈ અને એક પુરુષાર્થસિદ્ધિ ઉપાય (માં) “અસમગ્ર' આવે છે ને ! રાગાદિ છે ઈ મોક્ષનો પણ ઉપાય છે, બંધનું પણ કારણ છે). બને ત્યે છે. એમ. એમાં ઈ ઠરાવે છે. અને એક શ્રાવકના અધિકાર(માં) શુભભાવ પરંપરા મોક્ષનું કારણ છે એમ) આવે છે ને ! ઈ આ બધા નાખે. દ્રવ્યસંગ્રહની ૩૫ મી ગાથામાં તો ચોખા (શબ્દો છે). ઈ વાત તો “હીરાભાઈના મકાનમાં (સંવત) ૧૯૯૪ પહેલા ઘણી થઈ ગઈ છે કે, ભઈ આ તો નિશ્ચયની વાત છે. પાઠ – ટીકા છે. વ્રત એટલે શુભાશુભ ભાવ રહિત એવું જે વ્રત, એ મોક્ષનું કારણ છે, એ સંવર, નિર્જરાનું કારણ છે. ૩૫ મી ગાથા છે. આમાં એ નાખ્યું છે કે, જુઓ ! એ સંવર, નિર્જરાનું કારણ છે. પણ સંવર, નિર્જરાનું કારણ તો શુદ્ધ છે. “વ્રત’ શબ્દ પડ્યો એટલે ? આહા...હા...! પેલો ‘ઉજ્જૈનનો ‘દયાચંદજી જૈન છે. આ.હા.... અહીં કહે છે કે, આત્મ સ્વભાવ “શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ હોવાથી....” આત્મ સ્વભાવ, શુદ્ધ સ્વભાવ શુભાશુભા ભાવ રહિત, એવા સ્વભાવની પરિણતિ બંધનું કારણ નહિ હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણ પણું બને છે. આહા..હા...! આમાં મોટા ઝઘડા ! કાયાથી ને મનથી એમ કે નિવૃત્તિ લ્ય તો સંવર, નિર્જરા થાય, એમ (અજ્ઞાની કહે છે). અહીંયાં કહે છે કે, મોક્ષનું કારણ તો એક આત્માનો સ્વભાવ શુદ્ધ સ્વભાવ, પવિત્ર સ્વભાવ (છે). એને અહીં જ્ઞાન તરીકે કહ્યું છે. એ જ્ઞાન તે મોક્ષનું કારણ છે). કેમકે તે જ્ઞાન એટલે આત્મ સ્વભાવ. પરિણતિ હોં ! “શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણપણું બને છે.” આ..હા..હા...! અસ્તિ-નાસ્તિ કરી. જ્ઞાનસ્વભાવ એ મોક્ષનું કારણ છે અને શુભાશુભ ભાવ બંધનું કારણ એ જ્ઞાન નથી. જ્ઞાન શુભાશુભ બંધનું કારણ નથી અને જ્ઞાન મોક્ષનું કારણ છે. એમ બે અસ્તિ-નાસ્તિ સિદ્ધ કરી. આ..હા..! “તે જ્ઞાન, સમસ્ત કર્મ આદિ અન્ય જાતિઓથી ભિન.... (અર્થાત) શુભાશુભ પરિણામાદિ, કર્માદિથી ભિન્ન. ચૈતન્ય-જાતિમાત્ર.” એ તો ચૈતન્યજાતિમાત્ર. આહા...હા..! અને આ શુભાશુભ ભાવ (થાય) એ ચૈતન્યજાતિ નહિ. આહાહા...! ચૈતન્યજાતિ (એટલે) જ્ઞાન, શ્રદ્ધા, આનંદ, શાંતિ, સ્વચ્છતા વગેરે (છે) એ ચૈતન્ય-જાતિમાત્ર પરમાર્થ –પરમ પદાર્થ) છે.” આહા...હા...! તે જ્ઞાન એટલે અહીં જ્ઞાનનું પરિણમન લેવું છે, સ્વભાવ ! ત્રિકાળી જ્ઞાનનો Page #77 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧પ૧ પ૯ આશ્રય છે ત્યાં પરિણતિ થાય તે મોક્ષનું કારણ છે એમ. ત્રિકાળી દ્રવ્ય મોક્ષનું કારણ છે એ સિદ્ધ નથી કરવું. ત્રિકાળી વસ્તુ શુદ્ધ છે તેને આશ્રયે જે જ્ઞાન, દર્શન, આનંદ પ્રગટ થાય તે મોક્ષનું કારણ છે. કેમકે તે શુભાશુભ બંધનું કારણ નથી. માટે તેને પરમ પદાર્થ કહેવામાં આવે છે. આહાહા....! અન્ય જાતિઓથી ભિન્ન ચૈતન્ય-જાતિમાત્ર.. આ..હા..હા..! જાણક-દેખન, આનંદાદિ ચૈતન્યજાતિ માત્ર. એમાં પુણ્ય-પાપના ભાવ (થાય) એ ચૈતન્યજાતિ નહિ, કજાત છે. આહા..હા...! આવું આકરું પડે છે લોકોને. મહાવ્રત ને વ્રત લઈને બેઠા, હવે એને સંવર, નિર્જરા ઠરાવવી છે. એ “આત્મા છે. ચૈતન્ય-જાતિમાત્ર પરમાર્થ –પરમ પદાર્થ) છે–આત્મા છે. એટલે એ જ્ઞાનસ્વભાવનું જે પરિણમન (થયું) તે મોક્ષનું કારણ છે, તે આત્મા છે. સમજાણું ? બીજો બોલ. તે (આત્મા) એકીસાથે યુગપ૬) એકીસાથે એકત્વપૂર્વક) પ્રવર્તતાં એવા જે જ્ઞાન...” પ્રવર્તતાં હોં ! “એવાં જે જ્ઞાન અને ગમન પરિણમન) તે-સ્વરૂપ હોવાથી સમય છે....” અંતર આનંદ અને જ્ઞાનનું પરિણમન. છે ને ? આહાહા.! “એવાં જે જ્ઞાન અને ગમન...” જાણવું અને પરિણમવું એમ. જાણવું અને જાણવાનું પરિણમન, આનંદ અને આનંદનું પરિણમન, શાંતિ અને શાંતિનું પરિણમન. આહાહા...! એ મોક્ષનું કારણ છે. તેને સમય કહેવાય છે, એમ કહે છે. પણ સમય એટલે દ્રવ્ય નહિ, પર્યાયની વાત છે. શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તેને અવલંબે – આશ્રયે તેની જાતની પરિણમન દશા થાય, ચૈતન્યની જાતિનું પરિણમન થાય તે મોક્ષનું કારણ છે અને તે શુભાશુભ બંધનું કારણ નથી. માટે તે મોક્ષનો ઉપાય છે. એને પરમ પદાર્થ કહેવાય છે. એ આત્માનું પરિણમન છે એ પરમ પદાર્થ છે. એ આત્મા પોતે પરમ પદાર્થ છે તો એનું પરિણમન, મોક્ષનું કારણ એ પરમ પદાર્થ છે. શુભાશુભ ભાવ એ પરમ પદાર્થ નથી. આહા...હા...! આ.હા....! એ જ્ઞાન અને ગમન (અર્થા) જાણવું અને પરિણમવું તે-સ્વરૂપ હોવાથી સમય છે,” એ મોક્ષના માર્ગની દશાની આ વાત છે. આહા..હા..! સમય છે, એ સમય - ત્રિકાળી તો સમય છે. પણ ત્રિકાળી સમયનો આશ્રય લઈને જે પરિણતિ થઈ તેને પણ અહીંયાં સમય કહેવામાં આવે છે. સમજાણું ? રાત્રે ભિંડરવાળા ભાઈ આવ્યા) હતા, ઈ ગયા? નથી લાગતા. ગયા હશે. “ભિંડરવાળા નહિ? રાત્રે (આવ્યા હતા). (શ્રોતા : ‘ઉદય પ્રકાશ” એનું નામ) ઈ ગમે એ હોય. ચાલતું હોય અને કહે કાંઈક. એની શૈલી એવી છે. બધી વિરુદ્ધ શૈલી. અહીં છે કે નહિ ? ત્યારે કહે, ના. (અહીંયાં આપણે) બીજો બોલ (ચાલે છે). “પરમ કહ્યું છે ને ? એટલે પહેલી પરમાર્થની વ્યાખ્યા કરી. ૧૫૧ (ગાથા) છે ને ? “પરમgોની વ્યાખ્યા કરી. પહેલું પદ “પરમgો છે Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સમયસાર સિદ્ધિ-૬ ને ! એની વ્યાખ્યા કરી. પછી બીજો બોલ) “મો’ કહ્યું. પછી ત્રીજો (બોલ) “સુદ્ધો સકલ નયપક્ષોથી અમિલિત.” અહીં શુદ્ધની ઈ વ્યાખ્યા છે. “અમેવો નુ સુદ્ધો (૩૮મી ગાથામાં કહ્યું, ત્યાં બીજી વ્યાખ્યા (કરી). જે ઠેકાણે જે વ્યાખ્યા હોય તે પ્રમાણે અર્થ સમજવો) અને “શુદ્ધ' શબ્દ આવે એના અર્થો ઘણા હોય. એકરૂપને શુદ્ધ કહેવાય, શુદ્ધને એકરૂપ કહેવાય. અહીં ‘સકલ નયપક્ષોથી...” આ.હા..હા...! વિકલ્પથી રહિત એમ કહેવું છે. નયપક્ષો (કહ્યું છે ને) ? (એટલે એનો અર્થ) વિકલ્પ. હું અબદ્ધ છું, મુક્ત છું એવા નયના પક્ષથી “અમિલિત....” એવા વિકલ્પથી નહિ મળેલું “એવો એક જ્ઞાનસ્વરૂપ હોવાથી” એક જ્ઞાનસ્વરૂપ હોવાથી “શુદ્ધ છે...... આહાહા.! જેમાં શુભાશુભ ભાવનું મિલન નથી. એકલા આત્માની ચૈતન્યજાતિની શુદ્ધતાનું પરિણમન છે. આહા..હા...! તેને અહીં શુદ્ધ કહેવામાં આવે છે. ૭૩ ગાથામાં શુદ્ધ કહ્યું હતું એ વળી એક સમયની ષકારકની પરિણતિથી પાર ઉતરેલી જે અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છે). ત્યાં બીજું કહ્યું હતું. આ તો પહેલા લીધું છે ને ? “મહંમેવો નું સુદ્ધોઅખંડિત છું, એક છું, પૂર્ણ છે. શુદ્ધની વ્યાખ્યા ત્યાં એ કરી. અહીંયાં નયપક્ષથી રહિત (કહ્યું). શુભથી તો રહિત જ (છે). સાધારણ જે દયા, દાન, વ્રત, ભક્તિના શુભ (ભાવ) છે એનાથી તો રહિત છે, પણ નવપક્ષના ભાવથી પણ રહિત (છે. એ વિકલ્પ છે, રાગ છે. આહાહા...! એનાથી રહિત એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે,” આહા...હા...! કેવળ ચિન્માત્ર વસ્તસ્વરૂપ હોવાથી કેવળી છે...” એ પર્યાય પોતે કેવળી છે). નિર્મળ છે ને (એટલે એમ કહ્યું). અને “ચારિત્ર પાહુડમાં આવ્યું ને ! “અમેયા ! અક્ષય અને અમેયા. પર્યાય હોં ! પોતે ભગવાન આત્મા અક્ષય અને અમેય છે. એટલે કે મર્યાદા વિનાનો સ્વભાવ જેનો અમર્યાદિત છે. આહા...હા...! મર્યાદા નહિ. એટલો એટલો અપા..૨ અપા.૨, ગહન ગંભીર એવો ભગવાન આત્માનો એક એક ગુણનો એવો ઊંડો ઊંડો સ્વભાવ (છે). એવા અનંતા ગુણોનો ઊંડો સ્વભાવ ! આ...હા..હા..! તેનું પરિણમન. આહા..હા..! તેને (અહીંયાં) કેવળી કહ્યું છે). કેવળી એટલે કેવળ, એમ. કેવળ ! રાગ વિનાનો એકલો કેવળી ભાવ, એ કેવળ. કેવળી એટલે પેલા કેવળી ભગવાન અહીં નથી લેવા. અહીં તો મોક્ષમાર્ગ લેવો છે. આહા..હા..! એકલો ! શુભાશુભ ભાવથી રહિત એકલો શુદ્ધ પરિણમનનો ભાવ – કેવળ. એથી એને કેવળી એમ કહેવામાં આવ્યું. આહા...હા...! - પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં “અસમગ્ર' (આવે) છે ને ! ત્યાં એના અર્થ લોકો) ઊંધા કરે છે ને ! જુઓ ! બંધ પણ મોક્ષનું કારણ છે ! એનો અર્થ ભાઈએ બીજો કર્યો છે. કૈસાલચંદજીએ. ‘ટોડરમલજીએ તો બરાબર અર્થ ભર્યા છે. એનું બરાબર ભરેલું છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૫૧ ૬૧ આહા..હા...! શું થાય પણ ? પ્રભુ ! પોતાની માન્યતાની પુષ્ટી કરવી છે એવા શાસ્ત્રના અર્થ કરવા (છે), પણ શાસ્ત્રને જે પુષ્ટી કરવી છે એ રીતે એના અર્થ કરવા (જોઈએ). આ..હા...! અહીં તો કેવળી (કહ્યું છે એટલે) એકલો કેવળ. પુણ્યનો જેને સંબંધ નહિ. એમ. શુભાગનો જેને જરી સંબંધ નહિ, સંગ નહિ. આહા..હા...! એવો જે શુદ્ધ માર્ગ, એને અહીંયાં કેવળી તરીકે (કહ્યો છે). કેવળ, એકલો, શુદ્ધ (છે) એથી કેવળી, એમ. છે તો મોક્ષમાર્ગ. આહા..હા...! (એ) કેવળી. (હવે કહે છે), ફક્ત મનનમાત્ર...' આ..હા..હા...! ભાવસ્વરૂપ હોવાથી મુનિ છે,...’ એ તો જ્ઞાનનું એકાગ્રપણું, જ્ઞાનનું મનન એટલે ચિંતવન. વિકલ્પ નહિ. આત્મસ્વભાવનું મનન એટલે એકાગ્રતા. એથી તે મુનિ કહેવામાં આવે છે. એને મુનિ (કહે છે). આહા..હા...! આત્માના સ્વભાવનું મનન એટલે એકાગ્રતા (થવી) તેને અહીંયાં મોક્ષમાર્ગ અને મુનિ કહેવામાં આવે છે. મોક્ષમાર્ગને મુનિ તરીકે પણ કહેવામાં આવે (છે). આહા..હા....! પૂર્વના પક્ષના આગ્રહ રાખીને શાસ્ત્રના અર્થ કરે ઈ કાંઈ મેળ ન ખાય. પોતે પુષ્ટી કરવા જાય પણ એમ કંઈ ખોટી પુષ્ટી થાય ? આ..હા...! આ તો ભગવાન, સંતો કેવળી (કહે છે). આહા..હા...! એ મુનિને અહીં કેવળી કીધા. કેવળીને મુનિ કીધા. ઈ કેવળી એટલે આ. રાગના સંબંધ વિનાનો એકલો શુદ્ધ ભાવ (થયો) તે કેવળ, તે કેવળી, તે મુનિ. આહા..હા...! આવું મુનિપણું ! એમાં ક્યાંય વ્રત ને તપ ને ક્રિયા ને એવું કાંઈ આવ્યું નહિ. આહા..હા...! મનન, મનન નામ આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ પ્રભુ ત્રિકાળી, એનું મનન. એટલે એકાગ્રતા. મનન એટલે વિકલ્પ નહિ. આહા..હા....! ભગવાનઆત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! અતીન્દ્રિય આનંદનો, અતીન્દ્રિય અનંત ગુણોનો સાગર ! એનું મનન, એમાં એકાગ્રતા (થવી) તેને મનનને કરનારો છે માટે તેને મુનિ કહીએ. મોક્ષમાર્ગને મુનિ કહીએ. આહા..હા...! આવી વાત છે. મુમુક્ષુ :- અહીં એક શાયક સ્વભાવની શુદ્ધ પરિણિત લેવી ? ઉત્તર :- પિરણિત લેવી છે, મોક્ષમાર્ગ લેવો છે. અહીં મનન કહ્યું ને ? ફક્ત મનનમાત્ર (જ્ઞાનમાત્ર)...' મનન એટલે જ્ઞાનસ્વભાવરૂપ. શુદ્ધ સ્વભાવના પરિણમનરૂપ. એકલો ‘ભાવસ્વરૂપ હોવાથી મુનિ છે,' એકલા જ્ઞાનના ભાવસ્વરૂપ હોવાથી. જ્ઞાન એટલે ત્રિકાળી સ્વભાવ. એના મનન (એટલે) એકાગ્રમાત્ર હોવાથી તે મુનિ છે. મોક્ષમાર્ગ છે તેને મુનિ કહેવામાં આવે છે. આ..હા..હા...! આવી વાત છે. વાડામાં પકડાય ગયા હોય એને તો આ એવું લાગે કે, આ શું ? આ શું વાત કરે છે ? જે કરી શકાય, ખ્યાલમાં આવે વાતો કહે છે (કે), બંધનું કારણ (છે). હવે, કોઈ અગમ્ય વાતું ! આહા..હા...! ભાઈ ! માર્ગ કોઈ એવો છે. આહા..હા...! Page #80 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ ફક્ત મનનમાત્ર.” એમ કીધું ને ? ફક્ત ! ફક્ત ભગવાન શુદ્ધ ચૈતન્યનું મનન. આહા...હા...! રાગનું, પુણ્યનું, દયા, દાનનું મનન નહિ. આહા...હા..! બહુ માર્ગ (આકરો છે), બાપુ ! એને હા પાડવી એ પણ.... આહાહા..! પુરુષાર્થ છે કે, માર્ગ તો આ છે. આહા...હા...! પહોંચી વળી શકે નહિ માટે ફેરફાર કરવો, બીજી રીતે માનવું અને મનાવવું એ કંઈ વસ્તુ છે ? આહા..હા..! “ફક્ત મનનમાત્ર..” એમ કેમ કહ્યું? કંઈ પણ, એને શુભરાગનો સંબંધ કંઈ નહિ. એકલું આનંદ અને જ્ઞાનનું મનન – એકાગ્રતા. ભગવાન આત્મા તો શુદ્ધ છે. એના અનંત ગુણો શુદ્ધ છે. એક વસ્તુ તરીકે આત્મા (એક) અને ગુણ તરીકે અનંત. એ શુદ્ધ (છે), બધા ગુણો શુદ્ધ છે. (એ અનંત) ગુણનો ધરનારો પ્રભુ ! એનું ફક્ત એકનું જ મનન. આહા...હા...! એના તરફની એકની જ એકાગ્રતા. એ મુનિ છે. અહીંયાં મોક્ષમાર્ગમાં મુનિને આમ (આવા) કીધા. એમ ન કીધું કે, પંચ મહાવ્રત પાળે છે, નગ્ન છે માટે (મુનિ છે). આહા..હા..! આવી વ્યાખ્યા છે. એકલો - ફક્ત ભગવાન એકલો, નિરાળો, ત્રિકાળ નિરાવરણ, અખંડ એક શુદ્ધ પરિણામિક લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય, તેનું મનન, આહાહા...! તેનું મનન ! મનન એટલે આમ વિકલ્પથી મનન (કરે) એમ નહિ. એ જ્ઞાનનું એકાગ્ર થવું તે મનન છે). મુનિ છે ને ! એટલે મનન. મનન એટલે મુનિ, એમ. મનન એટલે મુનિ એટલું લીધું. એ મનનનો અર્થ શુદ્ધ ચૈતન્યમાં એકાગ્રતા. આહાહા...! તેને અહીં મુનિ કહીએ, તેને શુદ્ધ કહીએ, તેને પરમાર્થ કહીએ, તેને સમય કહીએ. આહા..હા...! હવે (કહે છે), પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે...” પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી...” એટલે કે એના જ્ઞાનને પ્રગટ કરવા માટે પોતે જ્ઞાનસ્વરૂપ જ ત્રિકાળ છે અને એમાંથી જ્ઞાનની પરિણતિ આવે છે. એને કોઈના સહારાની કે મદદની અપેક્ષાની જરૂર નથી. એ “જ્ઞાનસ્વરૂપ હોવાથી.... પરિણતિ એકદમ જ્ઞાનસ્વરૂપ હોવાથી. એટલે કે એની પર્યાય, પરિણતિ એટલે આત્મસ્વભાવ શુદ્ધ હોવાથી તેને જ્ઞાની કહેવામાં આવે છે. આહાહા..! પોતે જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે. આહાહા...! અહીં શાસ્ત્રનું આટલું ભણતર થયું માટે જ્ઞાની છે, એમ ન કહ્યું. આહા...હા..! કે આટલું એને આવડે છે માટે તે જ્ઞાની છે એમ ન કહ્યું. આહા..હા..! એ તો “જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે....” એની પરિણતિ જ જ્ઞાનસ્વરૂપ છે. જેમ વસ્તુ જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે એમ એની પરિણતિ પણ અનંત ગુણની વ્યક્તતાના અંશ (સ્વરૂપ છે). એ જ્ઞાનસ્વરૂપ હોવાથી, રાગસ્વરૂપ નહિ, વિકલ્પસ્વરૂપ નહિ હોવાથી, જ્ઞાનસ્વરૂપ હોવાથી તે જ્ઞાની છે. આહા..હા...! એક એક ગાથાના એક એક શબ્દ, એકાંત લાગે એવું છે. આ..હા..હા...! એક સમયમાં કેવળજ્ઞાનને લઈ શકે ! અરે. પ્રભુ ! આહા..હા...! એક સમયમાં અનંત આનંદનો લાભ લઈ શકે એવી તાકાતવાળો પ્રભુ તું એને નાનો કેમ માને Page #81 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૫૧ ૬૩ (છો) ? એનું જે જ્ઞાનનું, આનંદનું સ્વરૂપ (છે)... આહા..હા...! તેની પરિણતિથી તે જ્ઞાની કહેવામાં આવે છે. આહા..હા...! એ જ્ઞાની એટલે આટલું જાણ્યું ને આટલું જાણવામાં આવ્યું માટે જ્ઞાની છે (એમ નથી). ૫૨, શાસ્ત્ર આદિ (જાણવાની) વાત નહિ. આહા..હા...! ગાથા તો એક પછી એક ચડતી આવે છે !! આ..હા...! ‘સમયસાર’ એટલે આ..હા..હા...! અજોડ ચક્ષુ છે ! એની સાથે બીજા કોઈનો મેળ ખાય એવું નથી. આહા..હા...! એને જ્ઞાની કહે છે. મોક્ષમાર્ગની પરિણતિને જ્ઞાનસ્વરૂપ, આત્મસ્વરૂપ હોવાથી તેને જ્ઞાની કહે છે, તેને મુનિ કહે છે, તેને ૫૨માર્થ કહે છે, તેને સમય કહે છે, તેને શુદ્ધ કહે છે. આહા..હા....! ‘સ્વ’ ભવનમાત્રસ્વરૂપ હોવાથી સ્વભાવ છે...’ સહાવે” શબ્દ છે ને ? ઈ પછી છે. એટલા અર્થ થઈ ગયા ૫૨માર્થ, સમય, શુદ્ધ, કેવળી, મુનિ અને શાની. ‘તમ્તિ દિવા’ પછી સત્તાવે’ આવે છે. એ સદાવે”ની વ્યાખ્યા કરી. ત્રીજા પદમાં તમ્તિ દિવા સદાવે (છે) એ સહાવે”ની વ્યાખ્યા કરે છે. ‘સ્વ’ના ભવનમાત્રસ્વરૂપ હોવાથી સ્વભાવ છે...’ સ્વભાવ કેમ કીધું ? સ્વભાવ કેમ કીધો ? આહા...હા...! સ્વના ભવનમાત્ર (અર્થાત્) એકલો પ્રભુ ! અનંત ગુણનો સાગર પ્રભુ ! એ અનંત ગુણની પરિણિત એકલી શુદ્ધ ! આ..હા...! એ સ્વનું ભવન છે. એકલા નિર્મળાનંદના નાથનું સ્વનું ભવન છે. રાગ છે ઈ પર છે એનું એમાં ભવન નથી, થતું નથી. આહા..હા...! અરે...! પ્રભુ ! આ તો હિતની વાત છે ને ! એને એકાંત કરીને એમ ન નખાય. આહા..હા...! દેહ છૂટી જાય છે, જુઓ ને આ ! કેટલા સાંભળીએ છીએ. આહા..હા...! આ ડૉક્ટર ગુજરી ગયા, એક પચીસ વર્ષની છોડી હમણા ગુજરી ગઈ ! આ..હા...! ‘ચૂડગર’ની છોડી હતી ને ! ભાઈ ! રાજકોટ’ આવી હતી. એકની એક દીકરી. લગ્નમાં ચાલીસ-પચાસ હજાર ખર્ચ્યા. સવા વર્ષનું લગ્ન, એમાં બે મહિનાનું બાળક. અંદર આંતરડા બે થઈ ગયા. પેલી પોતે (કહે) મારે કાંઈ જોઈતું નથી. સમાધિ મરણ કાળ ! અહીં બે-ત્રણ વાર આવી ગઈ છે. આહા..હા...! પચીસ વર્ષની ઉંમર ! ક્યારે દેહ છૂટે, બાપુ ! એની સ્થિતિ નિશ્ચિત છે). આહા..હા...! એમ ન જાણવું કે, અત્યારે અમે નિરોગી છીએ, અમને કચાંય રોગ દેખાતો નથી માટે અમને (હમણાં મરણ નહિ આવે). આહા..હા..! ચે પળે ૫૨માણુઓ) ફરે.. આહા..હા...! ફરવાનો એક સમય છે. સમ્યગ્દર્શન થવામાં, જ્ઞાનાંત૨ થવામાં પણ એક સમય છે. આહા..હા...! દેહ છૂટવામાં પણ... આ..હા...! એક જ સમય (લાગે છે). જા..ય... બીજે. આહા..હા...! પ્રભુ ! ક્યાં જઈશ તું ? આહા..હા...! તારો સ્વભાવમાત્ર જે છે તે રીતે સ્વભાવ પ્રગટ કર્યો હશે... આ..હા...! તો જ્યાં જઈશ ત્યાં તું સ્વભાવમાં જ છો. આહા...હા....! ‘શ્રીમદ્’ને એકે ‘શ્રીકૃષ્ણ’નું પૂછ્યું હતું ને ! ‘શ્રીકૃષ્ણ’ કયાં છે ? એ આત્માના સ્વભાવમાં છે, એમ કીધું. પેલા જાણે કે, આમ ફલાણું ફલાણું કહેશે. એ ન્યાં પણ આત્મસ્વભાવમાં છે, ભાઈ ! આહા..હા...! સમિતી છે, જ્ઞાની છે. આહા..હા...! એ કોઈ પણ ગતિમાં છે Page #82 -------------------------------------------------------------------------- ________________ 5 ૬૪ સમયસાર સિદ્ધિ-૬. એમ નથી. આહાહા....! એ ગતિના સ્થળમાં છે એ પણ) નથી. એ તો આનંદ અને જ્ઞાનસ્વરૂપ પ્રભુ ! તેનું પરિણમન છે તેમાં તે છે. વિકલ્પ આવે એમાં પણ એ જ્યાં નથી તો ગતિમાં તો ક્યાંથી હોય)? આહા..હા...! બહુ દુઃખ ત્યાં થાય (ત્યારે) જરી અણગમાનો દ્વેષ પણ આવે છતાં એમાં એ નથી. આહા..હા...! એ તો મનન – ભાવ જે સ્વભાવ છે, ચૈતન્યનો જે સ્વભાવ છે... આ...હા.......! એ માત્ર છે. આહા...હા...! સમ્યફદૃષ્ટિ ગમે તે.. કાલે કહ્યું નહોતું ? ૩૪મે પાને. મિથ્યાત્વના નાશથી સાક્ષાત્ ત્રણ રત્નત્રય ઘટે પ્રગટે) છે. આ..હા...! કાલે આવ્યું હતું. આહાહા...એટલો પણ સ્વરૂપનો સ્થિરતાનો અંશ ચોથે ગુણસ્થાને પણ આવે છે, ભાઈ ! પાંચમે તો દર્શન, ચારિત્રમાં, ભક્તિમાં સ્થિત છે એમ તો કીધું છે પણ અહીં તો ચોથે કીધું. આહા..હા...! એ તદ્દન અસ્થિરતા બિલકુલ પૂરી હતી એમાંથી અનંતાનુબંધી અને મિથ્યાત્વ ગયું. આહાહા....! એ ઘરમાં આવ્યો અને ઘરમાં થોડો સ્થિર થયો. આહા..હા...! એથી એ તો સ્વભાવમાત્ર છે. આહા..હા....! ‘અથવા સ્વભાવની બે વ્યાખ્યા કરી. ‘સદાવે' એ શબ્દ છે એના બે અર્થ કર્યા એક આ – “સ્વ”ના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સ્વભાવ છે “અથવા સ્વતઃ પોતાથી જી ચૈતન્યના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સદ્ભાવ છે. બીજો અર્થ સદ્ભાવ કર્યો. “સ્વતઃ ચૈતન્યના ભવનમાત્ર.. આહાહા...! ચૈતન્યનું હોવું. ભગવાન આનંદ અને જ્ઞાનનું સ્વરૂપ, એની પર્યાયમાં એ ચૈતન્યનું હોવું. રાગના હોવાનો અભાવ, ચૈતન્યના હોવાનો સદ્ભાવ. આહા...હા...! ભગવાન ચૈતન્યસ્વરૂપ, એનું હોવું એ સદ્ભાવ. સદ્દભાવ – જેવો સ્વભાવ છે તેવું થયું તેનું નામ સભાવ. આહા..હા..! સ્વતઃ પોતાથી ) ચૈતન્યના ભવનમાત્ર...” ભવન એટલે થવું. ‘હોવું તે' (મૂળ ગ્રંથમાં) નીચે (ફૂટનોટ છે). ચૈતન્યના હોવામાત્રસ્વરૂપ હોવાથી સદ્ભાવ છે (કારણ કે જે સ્વતઃ હોય તે સતુ–સ્વરૂપ જ હોય).” જોયું ? સદ્ભાવ છે ને ? સદ્દભાવ – સભાવ. આહા..હા..! ‘(કારણ કે જે સ્વતઃ હોય તે સતુ–સ્વરૂપ જ હોય).” સ્વતઃ હોય તે સત્ જ હોય, સસ્વરૂપ જ હોય. આહા..હા..! મોક્ષનો માર્ગ સદૂભાવ છે, સતસ્વભાવ છે. સત છે તેવો જ એનો સદ્ભાવ – પરિણમન છે. આહાહા...! જેવું સ્વતઃ ત્રિકાળી સ્વરૂપ છે એવો જ એનો મોક્ષનો માર્ગ પણ સદૂભાવ સ્વતઃ છે. આહા..હા..! એને કોઈ વ્યવહાર ને નિમિત્ત કોઈની અપેક્ષા નથી. આહાહા...! સમજાણું કાંઈ ? આવી વાત છે. એક ગાથાએ ગજબ કર્યું છે ને ! આ.હા..હા..! સદાવે’ના બે અર્થ કર્યા. “સEવે છે ને ? ‘તષ્ઠિ ફિવા સEાવે એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ અર્થ કર્યા એમાં સાતમો (અર્થ છે). સાતમાના બે અર્થ કર્યા. આહાહા...! એક તો સ્વના પરિણમનરૂપ, હોવારૂપે (છે) માટે સ્વભાવ. બીજું સ્વતઃ પોતાથી જી ચૈતન્યના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સર્ભાવ છે...” આહા...હા...! આહાહા! હવે આવો ઉપદેશ...! Page #83 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૫૧ ૬૫ માર્ગ બાપા ! બહુ ઝીણો, ભાઈ ! આ..હા...! ચોરાશીના અવતારમાં રખડી રખડીને મરી ગયો. આહા...! અહીં અબજોપતિ (હોય ઈ) ઇંડા, માંસ ખાતા હોય તો મરીને નરકમાં જાય અને નહિતર તિર્યંચમાં (જાય). આહા...હા...! કાગડીને કુંખે, કાબરને કુંખે (જાય). આહા...હા....! ભગવાન આત્મા ! પૂર્ણ અનંત પવિત્ર સ્વભાવ (સ્વરૂપ છે), તેનું તે રીતે થવું માટે સ્વભાવ. અને સદ્ભાવ. આહા..હા...! (એટલે કે) એ સસ્વરૂપ છે... આહાહા....! “સ્વતઃ પોતાથી જી ચૈતન્યના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સદ્ભાવ છે (કારણ કે જે સ્વતઃ હોય તે સત્— સ્વરૂપ જ હોય).” ‘આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં.” સાત શબ્દભેદ પડ્યા ને ? અર્થ કર્યા આઠ. “શબ્દભેદ હોવા છતાં વસ્તુભેદ નથી -નામ જુદાં જુદાં છે છતાં વસ્તુ એક જ છે). મોક્ષના માર્ગની પરિણતિ તો એક જ પ્રકારની છે. નામભેદે ભલે સાત પ્રકાર કહ્યા. આહાહા...! ઊડે ભગવાનના ઘરે ગયો, ભોંયરામાં ગયો, પ્રભુ ! બહારમાં જ્યાં રખડતો હતો), પર્યાય ને બહારમાં (રખડતો હતો).. આહાહા...! પર્યાય જે અવસ્થા છે એ બહારમાં રખડતી હતી), પુણ્ય, શુભ-અશુભ ભાવમાં રખડતી હતી). ઘણાને તો અશુભમાં વર્તતી. આહાહા...! એને ઘરમાં વાળી લીધી. જે પોતે તળિયે પડ્યો છે, પર્યાયને તળિયે ધ્રુવ જોડે જ છે. આમ જોડે છે, આમ જોડે નથી. બહારમાં જોડ્ય રાગ છે અને અંતરમાં જોશે ધ્રુવ છે. આહાહા....! આવા મોક્ષમાર્ગના નામ જુદા જુદા હોવા છતાં વસ્તુ એક જ છે. ભાવાર્થ :- “મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે. મૂળ ઉપાદાન – શુદ્ધ ઉપાદાન તો એ જ છે. આ..હા...! “વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે. બધા ગુણો કરતાં, બીજા ગુણોની હયાતી છે પણ આ જ્ઞાન તો પોતે પોતાને જાણે, પોતે પર જાણે. આહા...હા...! છતાં વિકલ્પ વિના જાણે એવો તેનો સ્વભાવ છે). છતાં વિકલ્પ એનો સ્વભાવ (અર્થાતુ) સ્વ-પરને જાણવું એવો વિકલ્પ એ સ્વભાવ છે). રાગ વિકલ્પ એ નહિ. આહાહા...! આવી વસ્તુ (છે). પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાન છે તે આત્મા છે” જોયું? ‘અને આત્મા છે તે જ્ઞાન છે. માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે. આહા..હા..! એ આત્માનો સ્વભાવ છે તેનું પરિણમન થાય) તે જ મોક્ષનું કારણ છે. એ જ્ઞાનનું જ પરિણમન છે, રાગનું નહિ. આહાહા...! Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૬ अथ ज्ञानं विधापयति - ગાથા-૧૫૨ સમયસાર સિદ્ધિ-૬ परमट्टम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि । तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू ।।१५२ ।। परमार्थे त्वस्थितः यः करोति तपो व्रतं च धारयति । तत्सर्वे बालतपो बालव्रतं ब्रुवन्ति सर्वज्ञाः । ।१५२।। ज्ञानमेव मोक्षस्य कारणं विहितं, परमार्थभूतज्ञानशून्यस्याज्ञानकृतयोर्व्रततपःकर्मणोः बन्धहेतुत्वाद्वालव्यपदेशेन प्रतिषिद्धत्वे सति तस्यैव मोक्षहेतुत्वात् । હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છે ઃ૫રમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે, સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વશો કહે. ૧૫૨. ગાથાર્થ :– [પરમાર્થે તુ] ૫રમાર્થમાં [ગસ્થિતઃ] અસ્થિત [યઃ] એવો જે જીવ [તપ) રો િતપ કરે છે વઘુ તથા વ્રતં ધારયતિ] વ્રત ધારણ કરે છે, તત્સ] તેનાં તે સર્વ તપ અને વ્રતને [સર્વજ્ઞાઃ] સર્વજ્ઞો [વાતતપઃ] બાળતપ અને વાતવ્રતાનું બાળવ્રત [ધ્રુવન્તિ] કહે છે. ટીકા :– આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે (એમ સિદ્ધ થાય છે); કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે તેનાં, અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો બંધનાં કારણ હોવાને લીધે તે કર્મોને બાળ' એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ ઠરે છે. ભાવાર્થ :– જ્ઞાન વિના કરાયેલાં તપ તથા વ્રતને સર્વશદેવે બાળતપ તથા બાળવ્રત (અર્થાત્ અજ્ઞાનતપ તથા અજ્ઞાનવ્રત) કહ્યાં છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ગાથા ઉપર ગાથા ૧૫ર ઉપર પ્રવચન ‘હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છે – આ..હા...! ૧૫ર (ગાથા). परमट्टम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि । तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू ||१५२।। પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે, સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧૫ર. આહા..હા...! “આગમમાં પણ...” (અર્થાત) વીતરાગના ઉપદેશમાં, દિવ્યધ્વનિમાં. “ૐ ધ્વનિ સુણી અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ' એ ભગવાનની વાણીમાંથી આગમની રચના થઈ છે. ગણધરોએ તે આગમમાંથી રચના કરી. આહા..હા...! “આગમમાં...” એનો અર્થ કે જેના આગમમાં રાગની વૃત્તિ મોક્ષમાર્ગ માને તે આગમ નહિ. આહાહા.! એ ભગવાનના આગમ નહિ. આહાહા...! ભગવાનના આગમમાં ત્રિલોકનાથની વાણીમાં આવ્યું તે આગમમાં ચાણું. એ આગમમાં.. આહા..હા...! “આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે....” ઉપરથી તો કહીએ છીએ પણ સિદ્ધાંત, વીતરાગની વાણી આમ કહે છે. આહા..હા..! ‘આગમમાં પણ...” આહા! એટલે કે કોઈ એમ કહે કે, વ્રત ને તપ ને આ બધું છે એ પણ મોક્ષનું કારણ છે. તો કહે છે), ના, ના. આગમમાં એમ કહ્યું નથી. વીતરાગ ત્રણલોકના નાથ અનંત તીર્થકરો, એની રચાયેલી વાણી, એના રચાયેલા આગમ, એમાં પણ જ્ઞાન એટલે આત્માને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. આહા..હા..! આમાં મોટો લેખ આવ્યો છે. આહા..હા...! આ વ્યવહાર વ્રત ને ઈ બધા સંવર, નિર્જરાનું કારણ છે. કહો ! આહા...હા...! “ઉજજેનનો કોઈ દયાળચંદ શેઠ છે, કોઈ શાસ્ત્રી છે. આ...હા...! એક તો પેલો “ઉજજેનનો છે ને ! નહિ ? ‘ઉજ્જૈનનો પેલો મુખ્ય નથી ? પંડિત ! “સત્યેન્દ્ર ! આ કો'ક બીજો છે. “દયાળચંદ' ! એને બિચારાના બેઠું હોય એમ કહે. ઈ કંઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી). આહા..હા...! અહીંયાં તો સત્ય વસ્તુ હાથ આવે અને મોક્ષનો માર્ગ થાય. બાકી રાગ ને દ્વેષના પરિણામ અંદર અનંતકાળથી થયા. આહાહા..! એ સને માનવાની સંખ્યાની કાંઈ જરૂર નથી. ઘણા માને માટે એ સાચું છે, થોડા માને માટે ખોટું છે), એવું કાંઈ નથી. સત્ તો Page #86 -------------------------------------------------------------------------- ________________ ६८ સમયસાર સિદ્ધિ-૬ સત્ છે. આહા...હા..! ‘આગમમાં પણ..” આ.હા...હા...! આવ્યું ને ! વૅતિ સquદૂ પાઠમાં છે ને ! (અર્થાત) સર્વજ્ઞો આમ કહે છે. એનો અર્થ કર્યો છે. આહાહા...! સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ આમ કહે છે. આહાહા...! વીતરાગ સર્વજ્ઞપ્રભુની વાણીમાં – આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે...” આત્માનું જે શુદ્ધ સ્વરૂપ (છે) તે જ મોક્ષનું કારણ છે. આહા...હા...! એ લાખ-કરોડ વ્રત ને તપ ને ભક્તિના પરિણામ (કરે પણ) આગમમાં એને મોક્ષનું કારણ કહ્યું નથી. તું એના અર્થ ઊંધા કરીને આગમમાંથી કાઢ પણ) એ આગમના અર્થો નથી. આહા...હા...! આગમના અર્થમાં તો આ ભર્યું છે. અંદર જ્ઞાન – આત્મા ચૈતન્યસ્વરૂપ પ્રભુ ! આ...હા..હા..! વિકલ્પથી પેલે પાર એવો પરમાત્મા પોતે શુદ્ધ ચૈતન્ય બિરાજે છે) તેને અહીંયાં “જ્ઞાન” શબ્દ કીધો. એનું પરિણમન ને એનું પરિણમન તે જ્ઞાન, એમ. એ “જ્ઞાનને જ..” “જ' શબ્દ પાછો વાપર્યો છે. એકાંત કરી નાખ્યું. કથંચિત્ મોક્ષનો માર્ગ જ્ઞાન અને કથંચિત્ રાગ (કહો) તો અનેકાંત થાય, નહિંતર એકાંત થઈ જાય છે. આહા..હા..! જ્ઞાનને જ.” એમ. ત્રણલોકના નાથની વાણીમાં આત્માના આનંદસ્વભાવ અને જ્ઞાનસ્વભાવની એકાગ્રતાને મોક્ષનો માર્ગ કહ્યો છે. આહાહા...! અરે..! પરમેશ્વર ને જૈનને માનનારાઓને... આહાહા...! એમ કહે છે કે, જૈનને જો તમે માનનારાઓ હો તો જૈન ભગવાનના ઉપદેશમાં તો – આગમમાં તો આ આવ્યું છે. આહા....! “જ્ઞાનને જ.” (કોઈ) કહે કે, જૈનદર્શનમાં જ હોય જ નહિ. એમ એક પત્રમાં આવે છે, નહિ ? “શ્રીમદૂમાં આવે છે. એ તો નિત્ય જ છે કે અનિત્ય જ છે, એમ નહિ, એમ (કહેવું છે). કથંચિત્ નિત્ય છે, કથંચિત્ અનિત્ય છે એમ કહેવું છે). નિત્ય છે તે નિત્ય જ છે, અનિત્ય છે તે અનિત્ય જ છે. એમાં જ નહિ, એમ નહિ. આખું દ્રવ્ય કહેવું હોય તો કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય (કહેવાય), પણ નિત્યથી કહેવું હોય તો નિત્ય તે નિત્ય જ છે. વળી, કથંચિતુ નિત્ય તે નિત્ય છે અને કથંચિત અનિત્ય તે નિત્ય છે (એમ નહિ). આ.હા..હા....! એમ અનિત્ય છે તે અનિત્ય જ છે. કથંચિત્ અનિત્ય પણ નિત્ય છે અને અનિત્ય છે, એમ અનેકાંત નથી. આહા..હા..! એમ જે મોક્ષનો માર્ગ છે તે માર્ગ એક જ છે. આહા...! “મોક્ષનું કારણ ફરમાવ્યું છે.” જોયું ? “એમ સિદ્ધ થાય છે); કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે.” આહાહા...! પરમાર્થભૂત (એટલે) પરમ પદાર્થ પ્રભુ ભગવાન ! એનું જ્ઞાન અને એની શ્રદ્ધા. પરમ પદાર્થ પ્રભુ આત્મા ! એની જ્ઞાન, શ્રદ્ધા. એનાથી રહિત છે. આહાહા...! પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે.” ત્રિકાળી નહિ, આ તો એનું – ત્રિકાળીનું જ્ઞાન અને શ્રદ્ધા, એનાથી રહિત છે. આહા..હા....! તેનાં, અજ્ઞાનપૂર્વક Page #87 -------------------------------------------------------------------------- ________________ ગાથા ઉપર ૬૯ કરવામાં આવેલાં. આહા...હા...! એ તો “કળશટીકામાં કહ્યું નથી ? પેલા યાવત્ કર્મધારા અને જ્ઞાનધારા. સમકિતીના વ્રત, તપાદિ હોય એ પણ બંધના કારણ છે. અજ્ઞાની કોઈ એમ કહે (માને) કે, મિથ્યાષ્ટિના વ્રતાદિ બંધના કારણ (છે), અને સમકિતીના નહિ. એમ ટીકામાં છે. “કળશટીકા'.... “કળશટીકા' ! એ કળશ થોડા વખત પછી આવશે. આહા..હા....! ભગવાન પૂર્ણ અનંત ગુણનો સાગર) હાજરાહજૂર બિરાજે છે ને ! આ..હા...! અમારે ત્યાં લખાતું. “કુંવરજીભાઈ અને ઈ બધા હૈદરશાહીને માનનારા ને ! (એટલે) ચોપડામાં લખે, હૈદરશાહી હાજરાહજૂર. ફકીર છે. પાલીતાણા' છે ને ! નીચે, નહિ ? ત્યાં ઉતર્યા હતા. આ બાજુ “ભૈરવનાથનું મંદિર છે અને આ બાજુ આગળ જતાં બીજું છે). બેય જોયા છે. ત્યાં તો આહાર કર્યા હતા. હૈદરશાહીમાં ! (સંવત) ૧૯૬૯માં હરગોવિંદના લગ્ન હતા ત્યારે) ગયા હતા. મેં કીધું, ભઈ ! હું રાત્રે ખાતો નથી. તમારે જાનને મોડી કરશે ને સામૈયુ કરશે ને વાર લાગશે તો રાત્રે હું નહિ ખાઉં. ૧૯૬૯ની વાત છે. દીક્ષા લીધા પહેલા, હોં ! હૈદરશાહીનું મકાન છે. આમ છતાં ભૈરવનાથ” છે ને ! ત્યાં ઉતારો કર્યો હતો. પછી ત્યાંથી લાડવા કે ગાંઠીયા હતા ઈ ખાય લીધા, પાણી પી લીધું. ચોવિહાર (કરી લીધો). હું રાત્રે નહિ ખાઉં. આહાહા..! એ હાજરાહજૂર લખે, માળા ! એ હાજરાહજૂર નહિ પણ ત્રણલોકનો નાથ પરમાત્મા હાજરાહજૂર છે. એ ભગવાન તો હાજરાહજૂર છે પણ આ ભગવાન હાજરાહજૂર છે, એમ કહે છે. આહાહા...! સચ્ચિદાનંદ પ્રભુ ! અનંત અનંત અતીન્દ્રિય ગુણનો સાગર પ્રભુ ! આ...હા...હા....! એ હાજરાહજૂર પ્રભુ છે. તારી નજરુંમાં તું લેતો નથી એટલે તને દેખાતો નથી. આહા...! આહાહા...! તારી નજરું રાગ અને પર્યાય ઉપર હોવાથી પ્રભુ હાજરાહજૂર નિત્યાનંદ સહજાનંદ છે, એ છે તે એને દેખાતો નથી. આહા..હા.. જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે. જેને આત્મજ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી એવા જીવ). આહાહા...! “તેનાં, અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્યો. દેખો ! કર્મ એટલે અહીં જડકર્મ નથી લીધું. વ્રત અને તપ, બે શબ્દ લીધા છે. પછી આગળ બીજા વધારી દેશે. વ્રત, નિયમ, શીલ, તપ પછી લેશે. પછીની ૧૫૩ મી ગાથામાં નિયમ અને શીલ (એ) બે વધારે નાખશે. અહીં બે નાખ્યા. “વ્રત અને તપ આદિ કર્મો...” એટલે રાગના કાર્યો. આહા...હા....! બંધના કારણ હોવાને લીધે તે કમને બાળ એવી સંજ્ઞા આપીને....” આહા..હા...! સર્વજ્ઞ પરમેશ્વરે તેને “બાળ એવી સંજ્ઞા આપીને... આહા...હા..! નિષેધ્યાં હોવાથી. એનો નિષેધ કર્યો છે. આ.હા..! આગમમાં કહ્યું ને ! ઈ સર્વજ્ઞ શબ્દનો અર્થ કર્યો. “સબૂÇ કીધું એનો અર્થ) સર્વશ, એમ. આ..હા...! અત્યારે સર્વજ્ઞ નથી ને ! સર્વજ્ઞ (ભલે) નથી પણ) સર્વજ્ઞની વાણી છે ને અહીંયાં ભલે સર્વજ્ઞ નથી (પણ) બીજે સર્વજ્ઞ પ્રભુ છે. અને અહીં સર્વજ્ઞ નથી તેથી ‘આગમ' શબ્દ લીધો, સર્વશની Page #88 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ ૭૦ વાણી લીધી. સર્વજ્ઞની વાણી છે કે નહિ ? આહા..હા...! ‘તે કર્મોને...’ એટલે કાર્યોને. આત્માના જ્ઞાન વિનાના વ્રત ને તપ ને આ વર્ષીતપ ને... આહા..હા...! શરીરથી જાવજીવના બ્રહ્મચર્ય પાળે), એ બધાને ‘બાળ’ એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ ઠરે છે.’ આહા..હા...! આવી ચોખ્ખી વાત છે છતાં ગડબડ કરે. ભાવાર્થ :- આત્માના જ્ઞાન વિના કરાયેલાં..' આત્મજ્ઞાન વિના કરાયેલા તપ ને વ્રતને સર્વજ્ઞદેવે બાળતપ તથા બાળવ્રત (અર્થાત્ અજ્ઞાનતપ તથા અજ્ઞાનવ્રત) કહ્યાં છે,...' આહા..હા...! માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે.’ આત્મા (છે). એ જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! આ...હા....! પ્રવચનસાર’માં આવે છે ને ! ત્રિકાળી જ્ઞાન. ત્રિકાળી જ્ઞાનને કારણપણે ગ્રહીને, ઈ કારણપણે ગ્રહ્યું ત્યારે અહીં જ્ઞાન થયું. આહા..હા...! ત્રિકાળી જ્ઞાનને જ્યાં ગ્રહે છે ત્યાં જ પર્યાયમાં જ્ઞાન અને સમ્યગ્દર્શન થયું. તેને મોક્ષનું કારણ કહ્યું, બીજાને મોક્ષનું કારણ કહ્યું નથી. (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રભુ ! તું જ્ઞાતા છો ને ! એ જ્ઞાતાની પર્યાયનો ઉત્પાદ પરને જાણે છે માટે છે એમ નથી પણ જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ એના પહેલાની પર્યાયના સંહારને લઈને થયો છે. શ્રી સમયસારની ૩૨૦ ગાથામાં નિર્જરા ને મોક્ષ કરે નહિ પણ જાણે એમ કહ્યું છે. એ નિર્જા ને મોક્ષની પર્યાય છે માટે જાણવાની પર્યાય એને જાણે છે એમ નથી પણ એ જાણવાની પર્યાય તેની પહેલાની જે જાણવાની પર્યાય હતી તેના અભાવસ્વભાવે પ્રકાશે છે. જ્ઞાતાદૃષ્ટાની પર્યાય જેને જાણે છે તેનાથી થઈ છે એમ નથી, જ્ઞાતાદાની પર્યાય ઉત્પન્ન થઈ તે તેના પૂર્વની પર્યાયના અભાવસ્વભાવે પ્રકાશે છે. કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે છે માટે લોકાલોકને લઈને જાણે છે એમ નથી, કેવળજ્ઞાનની પર્યાય તેની પૂર્વપર્યાયના અભાવસ્વભાવે અવભાસે છે. પ્રગટ પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય ન હોય, એ પ્રગટ પર્યાય તેના પૂર્વ પર્યાયના અભાવસ્વભાવે પ્રકાશે છે. –પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ સપ્ટેમ્બર-૨૦૦૬ Page #89 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧પ૩ ઈ ગોથા 1 પડે છે अथ ज्ञानाज्ञाने मोक्षबन्धहेतू नियमयति . वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता। परमट्टबाहिरा जे णिव्वाणं ते ण विदंति।।१५३।। व्रतनियमान् धारयन्तः शीलानि तथा तपश्च कुर्वन्तः । परमार्थबाह्या ये निर्वाणां ते न विन्दन्ति ।।१५३।। ज्ञानमेव मोक्षहेतुः, तदभावे स्वयमज्ञानभूतानामज्ञानिनामन्तव्रतनियमशीलतपःप्रभृतिशुभकर्मसद्भावेऽपि मोक्षाभावात्। अज्ञानमेव बन्धहेतुः, तदभावे स्वयं ज्ञानभूतानां ज्ञानिनां बहिर्वतनियमशीलतपःप्रभृतिशुभकर्मासद्भावेऽपि मोक्षसद्भावात्। જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છે : વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩. ગાથાર્થ - વ્રિતનિયમાન] વ્રત અને નિયમો [પારયન્ત:] ધારણ કરતા હોવા છતાં તિથી] તેમ જ [શીતાનિ વ તા:] શીલ અને તપ વુિર્વન્તઃ કરતા હોવા છતાં યેિ જેઓ [પરમાર્થવાહ્યા:] પરમાર્થથી બાહ્ય છે (અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી) તેિ તેઓ [નિર્વા] નિર્વાણને નિ વિન્દન્તિ પામતા નથી. ટીકા :– જ્ઞાન જ મોક્ષનો હેતુ છે; કારણ કે તેના (-જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અભાવ (હયાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે. અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં, પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્ભાવ હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે. | ભાવાર્થ :– જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે અને અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે; વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કાંઈ મોક્ષના કારણ નથી. જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને તે શુભ કર્મો ન હોવા છતાં તે મોક્ષને પામે છે; અજ્ઞાનરૂપે પરિણમેલા અજ્ઞાનીને તે શુભ કર્મો હોવા છતાં તે બંધને પામે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પ્રવચન નં.૨૩૩ ગાથા-૧૫૩, શ્લોક–૧૦૫ સમયસાર સિદ્ધિ-૬ મંગળવાર, વૈશાખ વદ ૧૧, તા. ૨૨-૦૫-૧૯૭૯ ‘સમયસાર’ ૧૫૩ ગાથા. એનું મથાળું. જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છે :–' वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता । परमट्टबाहिरा जे णिव्वाणं ते ण विंदंति । । १५३ ।। વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે, ૫રમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩. ચાર બોલ તો પાઠમાં આવ્યા. પહેલા વ્રત ને તપ બે આવ્યા હતા. આમાં ચાર આવ્યા વ્રત, નિયમ, શીલ અને તપ (એમ) ચાર. પાઠમાં ચા૨ આવ્યા. ટીકા :– જ્ઞાન જ મોક્ષનો હેતુ છે;...' એટલે ? એ જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાન, ત્રિકાળી આત્મા, એમ અહીં નહિ. જે ત્રિકાળી આત્મા જ્ઞાનસત્ત્વ, અનંત ગુણનું સત્ત્વ છે તે સત્ત્વનું પર્યાયમાં સત્ત્વપણું આવે, જેવું અંદર છે, આત્મામાં અનંત જ્ઞાનાદિ રસ, સત્ત્વ (ભર્યું છે), એવું જે સત્ત્વ છે તેનું સત્ત્વના પરિણમનમાં એ સત્ત્વનું પરિણમન આવે, એનું જે અબંધ સ્વરૂપ છે, મોક્ષસ્વરૂપ છે, અબંધ કહેશે, એવું જેનું પરિણમનમાં અબંધ સ્વરૂપ મોક્ષ સ્વરૂપનું પરિણમન, સત્ત્ત આવે. સનું સત્ત્વ પર્યાયમાં આવે એમ કહે છે. પુણ્ય અને પાપના ભાવ (થાય છે) એ સત્ત્નું સત્ત્વ નથી. એ તો અધ્ધરથી ઊભો થયેલો વિકૃત ભાવ છે. અહીંયાં એને બંધભાવ કહેશે. પુણ્ય અને પાપ, વ્રત, તપ, શીલને ભાવબંધ (કહે છે). આ ભાવમોક્ષ (સ્વરૂપ છે). ભગવાનઆત્મા ! મોક્ષસ્વરૂપ સત્ત્વ છે. એનું પર્યાયમાં જે સનું સત્ત્વ છે એટલે કે સત્નો જે કસ છે... આહા...હા...! એ કસ જે પર્યાયમાં આવે એને અહીંયાં જ્ઞાન કહે છે. આ...હા...! ભગવાનઆત્મા...! અહીં પોતે કહેશે, મુક્તસ્વરૂપ છે. મુક્તસ્વરૂપ છે તો મોક્ષનું કારણ થાય છે, એમ. વિકાર છે એ તો બંધસ્વરૂપ છે. ઈ ભાવબંધ બંધસ્વરૂપ જ છે. ભાવબંધ છે ઈ બંધનું કારણ થાય. જ્ઞાન જ...’ (એમ કહીને) એકાંત કર્યું છે. કચિત્ આત્માનું જ્ઞાન પરિણમન, અનંત ગુણનું સત્ત્વનું પરિણમન અને કચિત્ વ્યવહાર રાગ મોક્ષનું કારણ છે એમ નથી કહ્યું. દયા, દાન, વ્રત, શીલ, તપ કંઈક કંઈક એના સત્ત્વના પરિણમનમાં મદદ કરે છે એમ નથી. એ તો આવી ગયું છે ને પહેલાં ? પ્રવચનસાર' ! કે, જે દ્રવ્ય છે એ ગુણ અને એની Page #91 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧પ૩ પર્યાયને પહોંચી વળે છે. અહીં નિર્મળ પર્યાયને પહોંચી વળે છે એટલું લેવું. ત્યાં તો મલિન, નિર્મળ બધી પર્યાયની) વાત હતી. આહા...! જે ભગવાન આત્મા આનંદ અને જ્ઞાનાદિ સત્ત્વનો રસ છે એ આત્માનો કસ છે. આહા..હા...! એ કસ છે તેનું પર્યાયમાં પરિણમન થવું તેને અહીંયાં જ્ઞાન કહેવામાં આવે છે. આહાહા..! તે “જ્ઞાન જ.” પાછું (જ કહીને) એકાંત કર્યું. સમ્યફ એકાંત ! એ “જ્ઞાન જ મોક્ષનો હેતુ છે. આહા...હા...! ભગવાન આત્મામાં અનંત ગુણનો આખો રસ પડ્યો છે, સત્ત્વ છે. એ સનું સત્ત્વ છે, એ સત્નો કસ છે. આહા..હા...! ત્રિકાળી જ્ઞાન, દર્શન ને આનંદાદિ અનંત ગુણ (છે) એ સનું સત્ત્વ છે, એ સત્નો કસ છે. એના ઉપર દૃષ્ટિ પડતાં જે સનું સત્ત્વ છે તે સત્ત્વ પર્યાયપણે પરિણમે. ભલે ઈ સત્ત્વ ગુણ છે એ તો ભલે ગુણરૂપે રહે પણ તેવી જાતનું પરિણમન, સત્ત્વનું સત્ત્વ તરીકેનું પરિણમન), એના પોતામાં છે ઈ જાતનું પરિણમન. એ રાગ અને પુણ્ય, દયા એ કંઈ આત્માનો કસ નથી, આત્માનું સત્ત્વ નથી. એ તો બંધસત્ત્વ સ્વરૂપ છે. આહા..હા..! આકરું કામ છે. લોકો એકાંત... એકાંત કહે છે. જ્ઞાન જ, આત્માનો ચૈતન્ય સ્વભાવ, જે અનંત ગુણથી ભરેલો ભંડાર છે), એનું પરિણમન અને એની દશા થાય), દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય પણ એ જાતની શુદ્ધ થાય) એ એક જ મોક્ષનો હેતુ છે. આહા...હા...! “કારણ કે તેના (-જ્ઞાનના) અભાવમાં,...” ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! અનંત અનંત ગુણનો રસકંદ પ્રભુ આત્મા, એના ભાવના પરિણમન વિના. આ.હા..! પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને...” આ.હા...! જેને આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે, અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય ગુણનો રસકંદ છે, તેના પર્યાયમાં તેના સત્ત્વના ભાવ વિના અજ્ઞાનીઓને જે અંતરંગમાં વ્રત કરે. વ્રત પાળે, વ્રત ! એ સંસાર છે, બંધ છે. આહા..! એ વસ્તુમાં નથી. આહા...હા...! વ્રત ને તપ બે શબ્દો તો આવ્યા હતા. આ ગાથામાં ચાર શબ્દ છે. મૂળપાઠ (છે). વ્રત, નિયમ ધારણ કરવા, વિકલ્પ (કરવો), શીલ, કષાયની મંદતાનો ભાવ (થાય), મંદ. મંદ ઘણોય મંદ હોય). એવો એનો સ્વભાવ કે, શરીરથી બ્રહ્મચર્ય પાળવું એવું જે શીલ અને તપ. જે વિકલ્પ ઉઠે, બાર પ્રકારના તપમાંથી વિકલ્પ ઉઠે એ વગેરે. જેટલા પરના લક્ષે ઉત્પન્ન થયેલા અસંખ્ય પ્રકારના શુભભાવ. જુઓને અહીં તો શુભનું નાખ્યું છે ને ! વગેરે શુભ કર્મો.” એટલે શુભ કાર્યો. જોયું ? અહીં કર્મ એટલે પેલું જડકર્મ નહિ. આહા..હા...! પર્યાયમાં વ્રત, તપ, શીલ, નિયમ વગેરે વિભાવના અસંખ્ય પ્રકાર (થાય) એ કોઈ જીવનું સત્ નથી, એનું સત્ત્વ નથી, જીવનો સ્વભાવ નથી. આહા..હા...! એવા જીવના સ્વભાવના અભાવને લઈને અજ્ઞાનીને પર્યાયમાં જે વ્રત, શીલ, તપ થાય તે બધા “શુભ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સમયસાર સિદ્ધિ-૬ કર્મોનો સદ્ભાવ (હયાતી).” હો. એવી શુભકર્મની હયાતી હોવા છતાં.... છે, કહે છે એનો શુભભાવ બરાબર છે, એમ. આહા...હા...! વ્રતનો ભાવ, તપ, ઉપવાસ આદિનો (ભાવ), શીલના નિયમાદિ – આકરાં નિયમ ધારણ કરે. એવા શુભભાવની હયાતી છે. છે ને ? આવા કાર્યના અભાવમાં પોતે ) “અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદ્દભાવ હોવા છતાં.” આહા...હા...! શુભ આચરણના શુભ પરિણામનો ભાવ હોવા છતાં. એની હયાતી – મોજૂદગી (છે). શુભભાવ છે, પણ જ્ઞાયકભાવના સત્ત્વના ભાન વિના ચૈતન્યનો રસકંદ જે સ્વરૂપ પ્રભુ (છે), તેના સત્ત્વના પરિણમનના ભાન વિના આવા વ્રત, તપ, નિયમ ને શીલ (આદિના) શુભકર્મો હોવા છતાં “મોક્ષનો અભાવ છે.” એવા શુભભાવ હો, ભલે હયાતી ધરાવે. આહા...હા...! શુક્લલેશ્યા હો, એ ભાવ હયાતી ધરાવે છે. પણ એ ભાવ એને મોક્ષનું કારણ નથી. કેમકે ભગવાન આત્મા વિકાર વિનાના સત્ત્વનું સત્ છે તેના તરફનું પરિણમનનું સત્ત્વ આવ્યા વિના આવા ભાવોની હયાતી હોવા છતાં તેને “મોક્ષનો અભાવ છે.” આહાહા...! છે ? અજ્ઞાન જ બંધનો હેતુ છે.” હવે સામે નાખે છે. સ્વરૂપનું અજ્ઞાન એટલે કે વ્રત, તપ, શીલ, નિયમ(ના ભાવ છે) એ અજ્ઞાન છે. આ..હા...! એમાં જ્ઞાનનો અંશ નથી માટે) અજ્ઞાન છે. આહા..હા...! “અજ્ઞાન જ.” “અજ્ઞાન જ.” પાછું (કહ્યું છે). ત્યાં પણ એકાંત કર્યું છે. “બંધનો હેતુ છે.” એટલે કે આત્માના સ્વભાવનું પરિણમન (થાય) એ બિલકુલ બંધનો હેતુ નથી. આહા..હા...! એ તો મોક્ષનો જ હેતુ છે. એક કોર ભગવાનઆત્મારામ આત્મરામનું જે પરિણમન છે. આહા...હા...! એ તો બિલકુલ બંધના અભાવ કારણરૂપ, મોક્ષના સદ્ભાવના કારણરૂપ છે. આવે છે ને કેટલેક ઠેકાણે ? કે, મોક્ષમાર્ગ છે એ પણ બંધનું કારણ છે. એમ (કેટલાક) લ્ય છે. “અસમગ્ર” “પુરુષાર્થસિદ્ધિ ઉપાય(માં આવે છે). જે બંધનું કારણ છે તે બિલકુલ અબંધનું કારણ હોઈ શકે નહિ અને જે અબંધનું સ્વરૂપ પ્રભુ છે, મુક્ત સ્વરૂપ જ છે. આત્મા તો અબંધસ્વરૂપ જ છે, એના ગુણોનું સત્ત્વ આખું અબંધ સ્વરૂપ છે. આહા...હા...! એ પ્રભુ પોતે અને તેના અનંત ગુણો, એ બધા મુક્ત સ્વરૂપ, સના સત્ત્વ સ્વરૂપ, કસ સ્વરૂપ, એનું જે પરિણમન (થાય), એનો – સત્નો પર્યાયમાં કસ આવે, એ બિલકુલ મોક્ષનું કારણ છે (અને) બિલકુલ બંધનું કારણ નથી. સમજાણું કાંઈ ? અને જે આત્માના સ્વભાવના, ચૈતન્યબિંબ પ્રભુ ! અનંત ગુણનો રસકંદ ! તેના સતનું સત્ત્વ પરિણમનમાં આવ્યા વિના અજ્ઞાનીને મોક્ષનું કારણ છે નહિ. આહા..હા...! અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં,” કોના અભાવમાં ? અજ્ઞાનના અભાવમાં. આહા...હા...! એટલે કે રાગ અને દ્વેષની પર્યાય અજ્ઞાનસ્વરૂપ (છે) તે જ બંધનું કારણ છે). તેના અભાવમાં... આ...હા...હા...! છે ? પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને Page #93 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૫૩ ૭૫ આહા...હા...! પોતે જ આત્માના સ્વભાવ, શુદ્ધ પરિપૂર્ણ ભગવાનઆત્મા, એના રૂપે પોતે થયેલ. આહા..હા....! તેના અભાવમાં,...’ કોના અભાવમાં ? બંધના અભાવમાં. પોતે જ જ્ઞાનરૂપ થયેલા...' એટલે ? ભગવાનઆત્મા આનંદ ને જ્ઞાન શાંતિ ને પ્રભુતાના શક્તિરૂપ જે સત્ત્વ છે તે રૂપે પોતે જ પરિણમનમાં થયેલો. એને કોઈ વ્યવહારના વ્રત, નિયમની અપેક્ષા છે નહિ. અહીં તો બીજી વાત ક૨શે. આ..હા...! જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને’ અંતરના આત્માના સ્વભાવના પર્યાયમાં તે સ્વભાવનું પરિણમન થવાથી એ જ્ઞાનીને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્ભાવ હોવા છતાં...' આગળ વધીને એકલું આત્મ પરિણમન થઈ ગયું એને આ વ્રત, નિયમ, શીલનો તો અભાવ છે છતાં મોક્ષનું કારણ છે. આહા..હા...! સમજાણું કાંઈ ? બે બાજુ લીધી. એક કોર ભગવાનઆત્મા શુદ્ધ ચૈતન્યઘન જ છે. એક સમયની પર્યાયમાં જે વિકાર છે એ અજ્ઞાન છે. એથી આખું સ્વરૂપ જે છે તેનું જે પરિણમન થવું તે મોક્ષનું કારણ (છે), એમાં બંધનો બિલકુલ અભાવ છે) અને એ આનંદના જ્ઞાનના સ્વભાવના ભાવના પરિણમન વિના એકલા રાગ-દ્વેષ, વ્રત, નિયમ, શીલ, તપ (કરે એ) એકલું બંધનું કારણ (છે). બિલકુલ મોક્ષના કારણમાં મદદગાર, સહાયક (નથી). નિમિત્ત કહેવાય, નિમિત્ત કહેવાનો અર્થ એ (કે) નિમિત્ત કાંઈ કરે નહિ. આહા..હા...! વ્રત, નિયમના વિકલ્પોને શુદ્ધ જ્ઞાનના પરિણમનમાં નિમિત્ત કહેવાય. નિમિત્તનો અર્થ એક બીજી ચીજ છે. એનાથી થયું છે અને થાય છે એમ નહિ. આહા..હા...! જ્ઞાનીઓને’ એવા જ્ઞાની અહીં લીધા છે કે જેનું પરિણમન ઉગ્ર થઈ ગયું છે. એકલો ચૈતન્યમૂર્તિ ભગવાન, જેવો એનો સ્વભાવ ત્રિકાળી, નિર્મળ, શુદ્ધ રસકંદ (છે) તેવું જ જેનું પરિણમન થઈ ગયું છે, એને આ વ્રત, નિયમ, શીલ છે નહિ. આ...હા...! એ બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્ભાવ...’ છે. (તેમ) ‘હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે.' આહા..હા...! મુમુક્ષુ :- બાહ્ય શબ્દ લખ્યો છે તો તે બાહ્ય વ્રત છે ? ઉત્તર ઃ- બાહ્ય બધી વિકલ્પની વાત છે. બાહ્ય વ્રત એટલે શરીરની ક્રિયા નહિ, વિકલ્પ. વ્રત, શીલ ને તપ (એવી જે) રાગની ક્રિયા છે એ અજ્ઞાનરૂપ છે અને બંધનું જ કારણ છે. એના અભાવમાં એકલા જ્ઞાનસ્વભાવના, આનંદ સ્વભાવના, ચૈતન્ય સ્વભાવના પરિણમનમાં બંધના ભાવનો બિલકુલ અભાવ છે. એકલા જ્ઞાન અને આનંદભાવે પરિણમ્યો છે. એને વ્રત, નિયમનો અભાવ છે છતાં મોક્ષનું કારણ છે. આહા..હા...! અજ્ઞાનીને વ્રત, નિયમ, તપ, શીલની હયાતી છે, પંચ મહાવ્રત છે, પાંચ સમિતિ, ગુપ્તિ વ્યવહા૨ છે, એવો વ્યવહાર ભાવ હોવા છતાં એ બંધનું કારણ છે. એકલું બંધનું કારણ (છે), બિલકુલ મોક્ષના કારણમાં એ સહાયક નથી. કેમકે જ્યાં આત્મા ભગવાનઆત્મા - Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સમયસાર સિદ્ધિ-૬ પોતાનું જે દ્રવ્ય છે અને એના જે આનંદાદિ ત્રિકાળી શુદ્ધ ગુણ છે એ રૂપે જ્યાં પરિણમન થયું એને વ્રત ને નિયમનો અભાવ છે છતાં મોક્ષનું કારણ છે. આહા..હા...! આવું છે. પેલા રાડેરાડ પાડે છે. એ..ઈ...! ‘સોનગઢીયા' આમ કરે છે ને આમ કરે છે. બાપુ ! ભાઈ ! તારા હિતની વાત છે, પ્રભુ ! આ..હા...! એમાં તારો અનાદર નથી આમાં. તું અંદર મહાપ્રભુ છો ! આ..હા...! એકલો અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય પ્રભુતાનો ૨સકંદ સત્ત્વ છે ને ! એ સત્ત્વનું પરિણમન થાય... આહા..હા...! તે પરિણમનના કાળમાં વ્રત ને નિયમ, શીલ, તપનો અભાવ હોવા છતાં મોક્ષનું કારણ થાય છે. આહા..હા...! અને અજ્ઞાનીને પોતાનો ભગવાનઆત્મા, એના શુદ્ધના સત્ત્વના પિરણમનના અભાવમાં એને વ્રત, નિયમ, શીલ, તપ બંધનું જ કારણ છે. આ..હા...! કેટલી વાત કરી છે, કહો ! બિલકુલ મોક્ષના માર્ગને જરીયે સહાય થાય, એમ નથી. આહા..હા...! બધાએ એ નાખ્યું (છે). ‘વિદ્યાસાગરે’ એ નાખ્યું, ભાઈએ ‘જગમોહનલાલજી’એ નાખ્યું છે. વ્રત, નિયમ (આદિના) શુભભાવ અંદર શુદ્ધતાનું કારણ છે. એટલે એનાથી શુદ્ધમાં જવાય છે. આહા..હા...! ઝેર પીતાં પીતાં અમૃતના ઓડકાર આવે ! એવો એ અર્થ છે. ઝીણી વાત છે, ભાઈ ! આહા..હા...! - જ્ઞાન શબ્દે અહીંયાં એનું પરિણમન લેવું છે. પરિણમન – જ્ઞાનનું પરિણમન છે. મૂળ જ્ઞાન શબ્દે કાંઈ ત્રિકાળી ગુણ નહિ. નહિતર ત્રિકાળી ગુણ – કા૨ણ પરમાત્મા પણ મોક્ષનું જ કારણ છે પણ અત્યારે એ વાત નથી. અત્યારે તો પર્યાય જ્ઞાનરૂપે, આનંદરૂપે પ્રગટી છે, એ વસ્તુમાં જે સત્ છે તે રૂપે પર્યાયમાં પરિણમન થયું છે તેને અહીંયાં જ્ઞાન કહેવામાં આવે છે. આહા..હા...! આવું હવે મોંઘું ! સાંભળવા મળે નહિ અને સાંભળવા મળે તો ઊંધું મળે. નિવૃત્તિ મળે નહિ. આહા..હા...! આ કરો, આ કરો, વ્રત કરો, તપ કરો, વ્યવહા૨ ચારિત્ર પાળો. વ્યવહાર ચારિત્ર એટલે રાગ. (શ્રોતા = વ્યવહા૨ને પોષો). એને પાળો, એને કરો, એ રસ્તો છે. અંતર શુદ્ધતા (તરફ) જવાનો રસ્તો છે. અશુભને ટાળી અને શુભ કરવું એ શુદ્ધમાં જવાનો રસ્તો છે એમ સ્થાપે છે. અરે...! બે જાત ભેદ છે, બે વસ્તુભેદ છે. આ..હા...! એક કજાત છે અને એક સજાત છે. અંદર ભગવાનઆત્મા ! અનંત અનંત અનંત પવિત્ર ગુણનું ધામ ! આ..હા..હા...! તેનો આશ્રય લેતાં, તેના ઉપરની એકાગ્રતા, દૃષ્ટિ થતાં એ પૂર્ણ સ્વરૂપનો જ્ઞાનની પર્યાય અને શ્રદ્ધાની પર્યાયમાં સ્વીકાર થતાં, પર્યાય સત્ત્વનું સત્ત્વ છે, તે રૂપે પરિણમે છે. આહા..હા...! એ બંધના ભાવની (મદદથી) જરીયે પણ પરિણમે છે એ નહિ. આહા..હા...! શું કરવું આ ? ‘નવલચંદભાઈ’ ! બીજું કાંઈક સહેલું હશે કે નહિ ? સહેલું એટલે રાગ. માર્ગ આ છે. આહા..હા...! Page #95 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧પ૩ ૭૭ પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાની.” એટલે પોતે કેમ કીધું ? એ કંઈ પેલા વ્રત ને શીલ ને તપ હતા માટે અહીં જ્ઞાનરૂપ, આનંદરૂપ પરિણમન થયું એમ નથી. આહાહા! પોતે સ્વયં ભગવાન આત્મા ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એનું અવલંબન લઈને પોતે જ સ્વયં શુદ્ધપણે પરિણમ્યો. એ જ્ઞાન થયું, એ પરિણમન થયું એ આત્માની દશા થઈ. એ આત્માના સ્વભાવની દશા થઈ. આહાહા....! એ જ્ઞાનીને “બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મો.” જોયું ? એ કર્મ એટલે પેલા જડ(કર્મ) ન લીધા. ભાવ, શુભભાવ છે ઈ ભાવકર્મ શુભ વિકારી છે. આહાહા.... મૂળ પાઠમાં છે ને ! મૂળ પાઠ છે ને ! “વળિયમાળ ઘરંતા સીતાણ તદા તવ બંતાT લ્યો ! “પરમવાદિરા' (એટલે) પરમાર્થ ભગવાન ચૈતન્યનું સત્ત્વ તો હાથ આવ્યું નથી. આહા...હા...! પરમપ્રભુ ભગવાનઆત્મા મોજૂદ હાજરાહજૂર પડ્યો છે ! આહા! અનંત ગુણથી બિરાજમાન આત્મા, એને તો હાથ લાગ્યો નથી, એનો પત્તો લીધો નથી એ બધા પરમકૃવાહિરા' છે, પરમાર્થથી બાહ્ય છે. આહાહા..! આ તો છોકરાઓને સમજાય એવી ભાષા છે. અમારે “ધરમચંદ માસ્તર' કહે છે ને ! ચાર ચોપડી ભણેલો હોય એને સમજાય એવી વાત છે) એમ કહે છે. નહિ ? આ તો અમારે ધરમચંદ' એમ કહે કે, આ તો એવી સહેલી ભાષા છે (કે) ચાર ચોપડીવાળો પણ સમજી જાય). આહાહા.! ભગવાન આત્મા છો ને ! એને ચોપડીના ભણતરનું શું કામ છે ? આહા..હા..! તષ-માષ. શું નામ ? “શિવભૂતિ’ મુનિ ! આહાહા..! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની ખાણ ને મોટું ભોંયરું, ભંડાર ! આ.હાહા..! એનો જ્યાં પત્તો લીધો અને જ્યાં એકાગ્ર થયો (તો) કહે છે કે, (એમને) તુષ-માષના શબ્દો પણ યાદ ન રહ્યા. તુષ એટલે ફોતરાં અને માષ એટલે અડદનો કસ. પેલી બાઈ અડદની દાળ ધોતી હતી. અડદની દાળ પડેલી તે ધોતી હતી. પેલા કૂચા કાઢતી હતી. શિવભૂતિ' મુનિ નીકળ્યા ત્યાં) કો’ક બાઈએ પૂછ્યું, બા ! શું કરો છો તમે ? (તો બાઈએ કહ્યું, “તુષ-માષ – ફોતરાં અને ભાષ...” માષ એટલે અડદની દાળ, અડદ, કસ “બન્ને જુદા પાડીએ છીએ. આહા..હા...! ફોતરાં ઉપરના અને પેલી અડદની દાળ, જે કસ હોય છે જુદી પાડીએ છીએ. આહા..હા...! એટલું જ્યાં સાંભળ્યું એને... ઓ...હો...! ભગવાન અંદર, જેમ ધોળી અડદની દાળ... શું કહેવાય? ધોળીને શું કહે છે? છડી.. છડી ! છડી દાળ. તમારી ભાષા હોય ઈ આવવું જોઈએ ને ત્યારે ! છડી દાળ કહે છે, છડી દાળ ! પેલા ફોતરાં કાઢી નાખે (એટલે) છડી દાળ (રહે. એમ ભગવાનઆત્મા એવું જ્યાં સાંભળ્યું કે તુષ-માષ, જે વિકલ્પ છે એ તુષ – ફોતરાં (છે). જ્ઞાન તો હતું, ભાન હતું પણ સ્થિરતા નહોતી એમાં જરી આ શબ્દ જ્યાં કાને પડ્યા. અરે..! માષ નામ ધોળી અડદની દાળ. એમ આત્મા ધોળો, ઉજળો, શુદ્ધ ચૈતન્યઘન, આનંદકંદ અને વ્રત, નિયમના વિકલ્પો (થાય) એ તો બંધના કારણ ને રાગ – ફોતરાં (છે). એ ફોતરાં Page #96 -------------------------------------------------------------------------- ________________ ७८ સમયસાર સિદ્ધિ-૬ ને માષને આમ જ્યાં જુદા કર્યા નથી ત્યાં, સ્થિર થયા ત્યાં કેવળજ્ઞાન થઈ ગયું !! આ..હા...! કહો, સમજાણું કાંઈ ? શિવભૂતિ મુનિ’ ! આ..હા..હા...! જે કરવાનું છે ત્યાં એની દૃષ્ટિ અને સ્થિરતા પોગી ગઈ. આહા..હા...! હવે એને કહે છે, વ્રત ને નિયમ નથી છતાં એ મોક્ષનું કારણ છે. આહા..હા...! મુમુક્ષુ :– વ્રત ને નિયમ મોક્ષનું કારણ નથી. ઉત્તર :– હા. વ્રત ને નિયમ ને તપ, શીલ મોક્ષનું કારણ નથી. (જે) બંધનું કારણ છે એ મોક્ષના કારણમાં મદદ કરે, સહાય થાય એમ લખ્યું છે. અરે... પ્રભુ ! સહાયની વ્યાખ્યા શું છે ? નિમિત્ત હોય એટલું. ધર્માસ્તિકાયવત્. આહા..હા...! પહેલા વ્યવહારજ્ઞાન કરે. મુમુક્ષુ : ઉત્તર ઃ- વ્યવહારશાન કરે એ બિલકુલ – કાંઈ મદદ ન કરે અંદર. આવે ભલે પણ એનાથી ન થાય. ઈ તો પહેલા આવ્યું નહિ ? શાસ્ત્ર ભણવું ને ઈ. છતાં જ્યાં સુધી પરલક્ષી વિકલ્પ છે અને એનાથી જે ઉઘડેલું જ્ઞાન છે એનાથી આત્માનું જ્ઞાન ન થાય. આ..હા...! ભાવજ્ઞાનના અવલંબન વડે, આવ્યું હતું ને ? ભાવજ્ઞાનના અવલંબન વડે દઢપણે... આહા..હા...! અંદરમાં એકાગ્ર થાય છે. આહા..હા...! પ્રવચનસારમાં આવ્યું હતું. આ..હા...! વાત તો બહુ થોડી છે પણ માલ છે મોટો ! આહા..હા...! ભગવાનઆત્મા ! શરીર પ્રમાણે આત્મા એમ કહેવાય પણ બાપુ ! એ ભગવાનસ્વરૂપ છે, ભાઈ ! આહા..હા...! એ પરમેશ્વર છે, એ જિન છે, એ વીતરાગ છે, એ કેવળજ્ઞાન છે – એકલો જ્ઞાનનો પિંડ સર્વજ્ઞ સ્વભાવ છે. આ..હા..હા...! સર્વદર્શી સ્વભાવ છે, અનંત વીર્ય નામ પુરુષાર્થ છે. આહા..હા...! એ બધાનું અનંત સનું સત્તાનું સ્વરૂપ એવું છે. આહા..હા...! એનું પરિણમન થતાં બાહ્ય વ્રત, તપાદિ ન હોય તોપણ મોક્ષનું કારણ છે, કહે છે. આહા..હા...! અને અંતરનો આ ભગવાનઆત્મા જાગ્યો નહિ, ગાડ્યો નથી... આહા..હા...! એના અભાવમાં કીધું ને ? સ્વરૂપના સત્ત્વના ભાવ વિના. એમાં વ્રત, શીલ, તપ છે એ તો એકલું બંધનું કારણ છે. આહા..હા...! ત્યારે કહે, અંદર મોક્ષના માર્ગની સાથે આવો વ્યવહાર હોય છે એટલે એનાથી કાંઈક કાંઈક મદદ તો મળે કે નહિ ? કાંઈક. થોડું એનાથી હળવે હળવે શુભભાવમાં આવે તો થોડો વિશ્રામ મળે પછી અંદર સ્થિરમાં જવાય. આહા..હા...! એમ નથી. વિશ્રામસ્થાન ! વિશ્રામઠામ તો પ્રભુ છે. જે રાગ અને વિકલ્પ વિનાનું ઠામ ધામ છે. — સ્વયં જ્યોતિ સુખધામ છે. આહા..હા...! ‘શ્રીમદ્’માં આવે છે ને ! શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ’ શુદ્ધ, બુદ્ધ ! આહા..હા...! શુદ્ધ બુદ્ધ સ્વયં. ચૈતન્યઘન (એટલે) પ્રદેશ લીધા. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન' પવિત્ર જ્ઞાનનો પિંડ, અસંખ્ય પ્રદેશી પિંડ. સ્વયં જ્યોતિ પોતાથી પોતે સ્વયં છે. આહા..હા..! એને પોતાથી પરિણમન કરીને. આહા..હા...! એ સુખનું - Page #97 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૫૩ ૭૯ ધામ છે. પ્રભુ ! એ આનંદનું સ્થળ છે, અતીન્દ્રિય આનંદનો એ બેટ છે. આહા..હા...! મોટા દરિયાના સમુદ્રમાં બેટ ક્યાંક મળે ત્યાં) વિશ્રામ લ્ય. એમ આ મોટો પ્રભુ મોટો બેટ છે. આહા..હા...! એક વ્હોરા કહેતા. “જામનગરમાં વ્યાખ્યાનમાં આવતા. એ કહે, અમે એકવાર વહાણમાં ગયા એમાં દરિયામાં લોહચુંબકનો ડુંગરો હશે (એટલે) વહાણ ખેંચાઈ ગયું. ખેંચાઈ ગયું. એટલે ત્યાં કાંઈ ન મળે, કોઈ માણસ ન મળે. નાળિયેરના ઝાડ (હતા) અને હેઠે ગંધાયેલા પાણી પડ્યા હતા. ત્યાં સુધી કોઈ વહાણને ઓળખે (તો) આવે. વહાણ ખેંચાઈ ગયેલું. પછી કહે, પાણી અંદર બંધાયેલું હોય, નાળિયેર નાખીએ. ટોપરા અને પાણી બે લઈએ. પાણી મીઠું નીકળે અને ટોપરું ખાઈએ. આહા..હા...! એમ ભગવાન આત્મા.... આહાહા...! અંદરમાં અનંત અનંત પુરુષાર્થના વીર્યે ચડાવી. આહાહા...! જેણે અનંત આનંદમાં ખીલવટ કરી છે, અનંત જ્ઞાનની ખીલવટ કરી છે. પરિણમન કર્યું છે કે અહીં ! શક્તિરૂપે પડ્યો છે, સ્વભાવે ભલે હો. આહાહા...! જે વસ્તુ છે, ગુણનો ભંડાર, આનંદનો ભંડાર (છે) એને ખીલવ્યો છે. આહાહા...! કમળ જેમ લાખ પાંખડીએ ખીલે એમ ભગવાન અનંત ગુણની નિર્મળ વ્યક્ત પર્યાય ખીલી નીકળે છે ! આહાહા.... પેલાને લાખ પાંખડી હોય છે. એક સાંભળ્યું છે, ત્યાં હજાર પાંખડીવાળું (કમળ છે). ગામમાં ગયા હતા. “ચીખલી.. ચીખલી’ ! ત્યાં કહેતા કે, આ ખેતર છે. આમાં કમળ થાય છે, હજાર પાંખડીનું થાય છે. ઊંચુ થાય છે. હજાર પાંખડીનું એક ગુલાબ ! લાખ પાંખડીનું સાંભળ્યું છે. આ તો અનંત (ગુણની) પાંખડીનો આત્મા ! આહા..હા...! કહે છે, એને અંતરમાં હોવાથી. આહા...હા...! પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને...” ધર્માત્માને. એકવચન નથી લીધું. ઘણા જ્ઞાનીઓને. આ..હા...! જેટલા જ્ઞાનીઓ થયા તે બધા જ્ઞાનીઓ. પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે કાર્યોનો અસદૂભાવ છે.” એ કાર્ય એની પાસે નથી. આહા...હા...! છતાં મોક્ષનો સદૂભાવ છે. વસ્તુના સ્વભાવનું પરિણમન થયું એ મોક્ષનો સદ્ભાવ છે. આહાહા...! ભાવાર્થ - જુઓ ! આ ખુલાસો આવ્યો. “જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે.” જ્ઞાન (એટલે) ત્રિકાળી જ્ઞાનની અહીં વાત નથી. ચૈતન્યબિંબ પ્રભુ પોતે જ્ઞાનરૂપે, સમ્યગ્દર્શન રૂપે, શાંતિરૂપે, આનંદરૂપે, સ્વચ્છતારૂપે, ઈશ્વરતારૂપે જે પર્યાયમાં પરિણમે છે અને અહીંયાં જ્ઞાનનું પરિણમન કહેવામાં આવ્યું છે. એ મોક્ષનું કારણ છે. પરિણમન જ મોક્ષનું કારણ છે.” વચ્ચે બંધનો ભાવ પણ જરીયે મદદ કરે એમ નથી). આ અત્યારે મોડી રાડ (છે). આ.હા....! ‘વિદ્યાસાગરે લખ્યું છે. વ્રતને અંદર સંભાળવા. બારમી ગાથામાં આવે છે ને ! જાણેલો પ્રયોજનવાન. ત્યાં એમ કે, સંભાળવા. એમ લખ્યું છે, એવો અર્થ કર્યો છે. બારમી ગાથામાં સંભાળવાની ક્યાં (વાત છે). છે એને જાણે છે એ તો. તે તે પ્રકારના જ્ઞાનની પર્યાયનો Page #98 -------------------------------------------------------------------------- ________________ ८० એનો કાળ છે. આહા..હા...! સમયસાર સિદ્ધિ-૬ મુમુક્ષુ :– એકાંત જંગલમાં જાય પછી ધ્યાન કરે. ઉત્તર :– ઈ બહારમાં કાંઈ જાય નહિ. બહારમાં પણ ગિરીગુફામાં ગરી જાય. (પણ) આ (આત્મારૂપ) ગિરીગુફા વિના કાંઈ ન મળે. ઈ સમયસાર’માં ૪૯મી ગાથામાં સંસ્કૃત ટીકામાં આવે છે. યસેનાચાર્યદેવ’ની ટીકામાં (આવે છે). અનુભવની નિર્વિકલ્પ સમાધિરૂપ ગિરીગુફામાં જતાં. આહા...હા...! એ ગિરીગુફા છે. બહારની ગિરીગુફામાં તો વાઘ ને સર્પ બધા રહે છે. આહા..હા...! આવો માર્ગ ! સંપ્રદાયમાં જુઓ તો વ્યાખ્યાનમાં એવી વાતું ચાલે છે (કે), વ્રત કરો ને અપવાસ કરો ને તપસ્યા કરો. ભગવાને બાર વર્ષ તપસ્યા કરી હતી. ત્યારે તો એમને કેવળ થયું. અરે... ભગવાન ! સાંભળ. એ તપ તું કહે છે ઈ નહિ. અતીન્દ્રિય આનંદનું (વેદન) જ્યાં ઉગ્રપણે પ્રગટ થયું એને ત્યાં તપ કહ્યું (છે). ‘પ્રતપન તે ઇતિ તપ’ આત્માની ચારિત્રદશા (છે), સમ્યગ્દર્શન સહિત ચારિત્ર છે એ વિશેષે ઓપે છે, શોભે છે, વધે છે, શુદ્ધિ કરે છે એને તપ કહેવામાં આવે છે. આ તો બધી લાંઘણું છે. વર્ષીતપ ને ઢીકણા તપ ને... આ..હા..હા...! મુમુક્ષુ : ઇ કહે એક વખત કરી તો જુઓ પછી ખબર પડે. ઉત્તર :– કરી જોયું નથી ? અત્યાર સુધી પહેલાં ઘણું કર્યું છે. એવી ક્રિયાકાંડ હતી કે, લોકો રાડ દેતા ! વ્હોરવા જાઈએ ત્યાં શેઠિયાઓ રાડ નાખે. શેઠિયાની વહુ (અમને) દેખીને આમ ધ્રુજે (કે) કેમ થશે ? પહેલા જ્યારે (સંવત) ૧૯૭૭માં ‘ભાવનગર’માં આવ્યા હતા ત્યારે તો તમે (નહોતા), કણબીવાડના ‘હરગોવિંદભાઈ’ હતા. ૧૯૭૭માં ‘ભાવનગ૨’માં ઠેકાણા વિનાનું હતું. ઉમેચંદજી’ હતા ને ! બધું ઠેકાણા વિનાનું હતું. ખબર છે ને ! મળ્યા હતા, ‘ઉમેચંદજી” મળ્યા હતા. પહેલાવહેલા ગયા ત્યારે રાડ નાખતા હતા. ત્રીસ-પાંત્રીસ ઘરે જાઈએ ત્યારે માંડ આહાર મળે. નહિતર (તો) ક્યાંક ... કયાંક ઢીકણું... પછી ચોપાનીયા છાપવા પડ્યા. ‘અમરચંદભાઈ’એ (છાપ્યા), ‘હિરભાઈ’ના ભાઈ. ચોપાનીયા છાપવા પડ્યા (કે) આટલો આ પ્રમાણે આહા૨ દેવો. નહિતર ગર્ભમાં ગળશો. આ ૧૯૭૭ની સાલ, (પહેલીવાર) દીક્ષા લઈને ‘ભાવનગર' આવ્યા હતા. લોકોમાં રાડ ! માણસો વ્યાખ્યાનમાં ખુબ ભરાય. બહા૨માં એમ બોલાય કે, ‘ગાંધીજી’ ધર્મમાં આવ્યા છે. પેલા ‘ગાંધી’ સંસારના ‘ગાંધી’ હતા અને આ ગાંધી’ ધર્મના છે ! ગામના અપસરામાં હોં ! પેલો અપાસરો છે ને ! મેડી ! માણસ માય નહિ. ૧૯૭૭ની સાલ ! આહા..હા...! ક્રિયા તો (એવી પાળતા કે) વ્હોરવા જઈએ ત્યાં લોકો રાડ પડતા. જરી કંઈક ફેર પડે, કળશામાં પાણીનું એક ટીપુ પડ્યું હોય અને એનો સાડલો અડી ગયો હોય (તો) બંધ. ગુવારનું શાક પડ્યું હોય, ગુવાર... ગુવાર ! એનો કટકો કયાંક પડ્યો હોય અને ચાલતા એનો પગ અડી ગયો (હોય તો) આહાર બંધ ! બિચારા પછી કેટલાક રોવે ! અરે.....! અમારે ત્યાં આવ્યા (ને આવું થયું). ગામમાં પહેલાવહેલા Page #99 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧પ૩ ૮૧ અમારે ત્યાં આવ્યા (અને આવું થયું. એ તો બધી ધૂળધાણી ! બધી રાગની ક્રિયાઓ છે. (એમાં પણ) પાછું અભિમાન (કરે), અમે આ કરીએ છીએ કે આ અમે કરીએ છીએ ને બીજા કરતા નથી. આહા...હા...! (અહીંયાં કહે છે), “અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે.” એમાં ઈ પરિણમન છે, જોયું ? પેલામાં પણ જ્ઞાનનું પરિણમન લીધું હતું. એટલે સ્વભાવનું પરિણમન. આમાં વિભાવનું પરિણમન (છે). એ વિભાવને અજ્ઞાન કીધો. ‘અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે; વ્રત...” (એટલે) પાંચ મહાવ્રત. આહા..! બાર વત. “નિયમ...” (એટલે) અભિગ્રહ (ધારવો). એ “શ્રીમમાં પણ આવે છે ને ! યમ, નિયમ, સંયમ આપ કિયો “શ્રીમમાં આવે છે. યમ, નિયમ, સંયમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્મ લગાય દિયો’ આહાહા...! “જપ ભેદ જપે તપ ત્યોંહિ તપે, ઉરમેં હી ઉદાસી લહી સબસે, સબ શાસ્ત્રનકે નય ધારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો, અબ ક્યોં ન બિચારત હૈ મન સે, કછુ ઔર રહા ઉન સાધન સે કોઈ સાધન બીજું છે. આહા...હા...! “નિયમ” એટલે આ નિયમ. આમાં નિયમ છે ને ! એ નિયમ. યમ એટલે મહાવ્રત. નિયમ એટલે આ નિયમ. એવા યમ, નિયમ, સંયમ આપ કિયો' અનંતવાર ઇન્દ્રિયના દમન કર્યા. આહા..હા...! પણ અણિન્દ્રિય એવા ભગવાનને પહોંચ્યા વિના. આ..હા...! એ બધા (કાર્યો) ધર્મને માટે નિષ્ફળ ગયા. સંસાર માટે – રખડવા માટે સફળ થયા. આહાહા...! અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે; વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કાંઈ મોક્ષનાં કારણ નથી.” જરીયે મોક્ષનાં કારણ નથી. આ..હા...! આકરું કામ છે. એને જ્ઞાનમાં હજી પહેલો નિર્ધાર તો કરે પછી અંદર જવામાં પ્રયોગ કરે. પણ હજી જ્ઞાનના પણ ઠેકાણા ન મળે એ પ્રયોગ ક્યારે કરે ?) એ સાચું જ્ઞાન (થયા) વિના અંતર સત્ સત્ય છે ત્યાં કેમ જવાશે ? આ..હા..! હજી આનાથી મદદ થાય, આનાથી આમ થાય, એ શુભક્રિયાથી શુદ્ધમાં ત્યાં જવાય, કેમકે છેલ્લો શુભભાવ હોય છે. હોય છે એટલે શું ? આહા..હા...! છેલ્લો શુભભાવ (હોય) પણ અંદર તેની રુચિ અને લક્ષ છોડે ત્યારે ભગવાન ઉપર લક્ષ જાય. આહા..હા..! આવી વાતું છે, “ચીમનભાઈ ! આહા...હા.... વ્રત, નિયમ, શીલ, તપ શુભ ભાવરૂપ શુભ કર્મો.” (એટલે) કાર્યો કાંઈ મોક્ષનાં કારણ નથી, જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને...” આ.હા..હા..! ઉત્કૃષ્ટ લીધો ને ! છેલ્લો ! આત્મારૂપે થયેલા ધર્મીને “શુભ કર્મો ન હોવા છતાં...” એ વખતે વ્રત ને નિયમનો વિકલ્પ નથી પણ અંદરમાં કર્યો છે અને આશ્રય) ઉગ્ર થઈ ગયો છે તે મોક્ષને પામે છે. નીચલી દશામાં નિશ્ચય અને સાથે વ્યવહાર હોય, ઈ અહીં નહિ. જ્યાં પૂર્ણ જ્ઞાનનું પરિણમન થયું ત્યાં Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સમયસાર સિદ્ધિ-૬ તો આ રાગ જરીયે છે નહિ. તો ત્યાં તો વ્રત, તપ વિનાનો મોક્ષ થયો. મોક્ષનું કારણ તો એ થયું. વ્રત, નિયમ કાંઈ કા૨ણ થયું નહિ. એ તો બંધના કારણ છે. આહા..હા...! ભલે નીચે હોય, નિશ્ચય પણ હોય અને વ્યવહાર પણ હોય. વ્યવહાર એ બંધનું કારણ છે અને નિશ્ચય મોક્ષનું કારણ છે. આવું છે. ‘અજ્ઞાનરૂપે પરિણમેલા અજ્ઞાનીને તે શુભ કર્મો હોવા છતાં...' જોયું ? એ શુભ કાર્યો – આચરણ વ્રત ને નિયમ ને તપ ને પંચ મહાવ્રત ને બા૨ વ્રત ને ભક્તિ ને જાત્રા ને - પૂજા ને કરોડો રૂપિયા ખર્ચીને મોટા ગજરથ કાઢે ને રથયાત્રા કાઢે. આ..હા...! એ શુભકર્મો હોવા છતાં અજ્ઞાનરૂપે પરિણમેલ છે (એટલે) જેની દૃષ્ટિ આત્મા ઉપર છે નહિ, એની દૃષ્ટિ જ રાગની ક્રિયા ઉપર છે. આ..હા...! તે શુભ કર્મો હોવા છતાં તે બંધને પામે છે.’હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :-' મુમુક્ષુ :– બન્ને હોય તો મોક્ષ થાય એમ ધવલ'માં આવે છે. ઉત્તર :– બિલકુલ નહિ. બન્ને હોય તો ઈ કઈ અપેક્ષાએ કહ્યું છે ? ભાવલિંગ હોય ત્યાં આવું દ્રવ્યલિંગ હોય છે એમ સિદ્ધ કરવા એવું આવે છે. ભાઈ ! મોક્ષપાહુડ’માં આવે છે. ભાવ છે ત્યાં આવું દ્રવ્ય હોય. એમ. હોય એટલું. બીજી જાતનું વિરુદ્ધ ન હોય એટલું બતાવવા (એમ કહ્યું). દ્રવ્યલિંગ અને દ્રવ્ય મહાવ્રતના પરિણામ નિશ્ચય છે ત્યાં આવા હોય, એમ (કહેવું છે). ભાવસહિતનું દ્રવ્ય મુક્તિનું કારણ છે એમ પણ શાસ્ત્રમાં શબ્દ આવે છે. પાહુડમાં આવે છે. સમજાણું કાંઈ ? એ તો જોડે અધુરાશ છે એટલે રાગ છે ઈ બતાવ્યો છે, એટલું. એ મોક્ષનું કારણ નથી, મોક્ષનું કારણ તો આ છે. પણ અપૂર્ણ છે એમાં એને હજી વ્રતના વિકલ્પો ઊભા છે. અહીં તો ઈં કાઢી નાખ્યા. અહીં તો જ્યાં એકલું આત્માનું પરિણમન પૂર્ણ થઈ ગયું ત્યાં આ વ્રતના વિકલ્પો પણ નથી. છતાં એ બંધના કારણ છે ઈ જો મોક્ષના કારણ હોય તો આને તો (એવું) કાંઈ છે નહિ. મોક્ષનું કારણ તો એકલો આત્મા રહ્યો. પરિણમન હોં ! પ્લીકે-૧૦૫ (શિવરિી) यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं शिवस्यायं हेतुंः स्वयमपि यतस्तच्छिव इति । अतोऽन्यद्वन्धस्य स्वयमपि यतो बन्ध इति तत् ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम् । ।१०५ । । Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૦૫ ૮૩ હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્થ:- (ત્ તત્ ધ્રુવમ્ અવેન જ્ઞાનાત્મા મવનમ્ આમાતિ) જે આ જ્ઞાનસ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાનસ્વરૂપે થતો-પરિણમતો ભાસે છે (યે શિવશ્ય હેતુ:) તે જ મોક્ષનો હેતુ છે (યત:) કારણ કે (તત્ સ્વયમ્ પિ શિવઃ તિ) તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે; (ત: ચે) તેના સિવાય જે અન્ય કાંઈ છે ( વચ્ચે) તે બંધનો હેતુ છે (યત:) કારણ કે (તત્ સ્વયમ્ પિ વી: તિ) તે પોતે પણ બંધસ્વરૂપ છે. (તત:) માટે (જ્ઞાનત્વે મવન) જ્ઞાનસ્વરૂપ થવાનું જ્ઞાનસ્વરૂપ પરિણમવાનું) એટલે કે અનુભૂતિઃ હિં) અનુભૂતિ કરવાનું જ (વિહિતમ્) આગમમાં વિધાન અર્થાતુ ફરમાન છે. ૧૦૫. શ્લોક ૧૦૫ ઉપર પ્રવચન यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं शिवस्यायं हेतुंः स्वयमपि यतस्तच्छिव इति । अतोऽन्यद्वन्धस्य स्वयमपि यतो बन्ध इति तत् ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम् ।।१०५ ।। ૧૦૫ (કળશ). લ્યો, પહેલામાં ‘વિદિતમ્ આવ્યું છે ને ! કળશમાં આવ્યું હતું પહેલું. ‘વિદિત શિવતુ નહિ ? આવ્યું હતું. “શિવહેતુઃ ૧૦૩ (કળશ). “જ્ઞાનમેવ વિદિત શિવહેતુ ૧૦૩. આહા..હા...! યત્ પતર્ ધ્રુવમ્ વત્નમ્ જ્ઞાનાત્મા મવનમ્ આમાતિ) જે આ જ્ઞાનસ્વરૂપ આત્મા.” “પતિ ધ્રુવF “ધ્રુવપણે અને અચલપણે “જ્ઞાનાત્મા મવન જ્ઞાનસ્વરૂપે થતો.” “જ્ઞાનાત્મા વિનમ્' (અર્થાતુ) જેવું સ્વરૂપ છે તેવું ભવનમ્ (અર્થાતુ) તે રૂપે સત્ત્વ થતું. સનું સત્ત્વ સત્ત્વરૂપે પરિણમતું. આહાહા.! એ પુણ્ય અને પાપ એ કાંઈ આત્માનું સત્ત્વ નથી, એ કાંઈ આત્માનો કસ નથી. આહા...હા..! આવું સાંભળે એટલે પછી માણસને, સંપ્રદાયનું સાંભળ્યું હોય એમાં આવું સાંભળે એટલે (રાડ પાડે કે), એ.ય આ તો વ્યવહારને ઉડાવે છે, ઉડાડે છે. વ્યવહારને ઉડાડે છે એટલે ? ઈ બંધનું કારણ છે. પૂર્ણ (દશા) જ્યાં ન હોય ત્યાં વ્યવહાર હોય ખરો, પણ છે બંધનું કારણ. આહા..હા..! જ્યાં પૂર્ણ સ્થિરતા નથી. ત્યાં “આસ્રવ અધિકાર માં આવ્યું છે ને ! જઘન્ય જ્ઞાનનું પરિણમન. “સમયસાર’માં) “આસવ અધિકાર’માં) આવ્યું છે. જ્યાં જઘન્ય જ્ઞાનનું પરિણમન છે ત્યાં અનેરાપણે જાય છે, વિકલ્પમાં જાય છે, ત્યાં સુધી ત્યાં બંધ છે. એટલો વિકલ્પ થાય છે એટલો હજી બંધ છે. યથાખ્યાત પૂર્ણ સ્થિરતા થઈ ગઈ એને આ નથી એમ અહીં Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સમયસાર સિદ્ધિ-૬ કહ્યું. એને વ્રતનો વિકલ્પ – વ્યવહાર છે નહિ, બીજાને વ્યવહાર હો પણ એ બંધનું કારણ છે. વ્યવહાર કંઈ મદદગાર છે અને વ્યવહાર પાળવો પડે એમ નથી. છતાં ચરણાનુયોગમાં એમ આવે (કે), એને પાળવું, આનું આમ કરવું, એનું આમ કરવું... આહા..હા...! એ તો વસ્તુની સ્થિતિ જણાવે છે. આહાહા...! - જ્ઞાનસ્વરૂપે ભવનમ્ છે ને ? જોયું ! વજન ત્યાં છે. ભગવાન આત્માનું જે ચૈતન્યસ્વરૂપ છે તેનું ભવનમ્ (એટલે કે, તેનું તે રૂપે થવું. છે ? જ્ઞાનસ્વરૂપે પરિણમતો, જ્ઞાનસ્વરૂપે થતો. આહાહા...! શુદ્ધ ચૈતન્યઘન ભગવાન, એ રૂપે થતો. જેવું એનું સત્ છે તે રૂપે તે થતો. આ.હા...! તે રૂપે એટલે જ્ઞાનસ્વરૂપ એટલે એનું જ સ્વરૂપ છે તે રૂપે પરિણમતો. એનો સ્વભાવ જે શુદ્ધ પરમઆનંદાદિ છે તે રૂપે થયો થકો. આહા..હા...! પરિણમતો ભાસે છે.” અને શુદ્ધપણે પરિણમતો જ્ઞાનીને ભાસે છે. આહા..હા...! યં શિવશ્ય હેતુ?” “તે જ મોક્ષનો હેતુ છે.” “શિવશ્ય હેતુ: જોયું ? આ જ મોક્ષનો હેતુ છે. આટલા તો “જ” નાખે છે. કારણ કે તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે.” કેમ મોક્ષનો હેતુ છે? કે, મોક્ષસ્વરૂપ છે. પ્રભુ આત્મા છે એ તો મોક્ષસ્વરૂપ છે. આહા..હા...! મોક્ષસ્વરૂપ ન હોય તો પર્યાયમાં મોક્ષદશા આવશે ક્યાંથી ? આ.હા..હા...! પોતે પણ મોક્ષસ્વરૂપ છે. પણ કેમ કીધું ? કે, એનું પરિણમન છે એ મોક્ષનો હેતુ છે અને તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે, એમ. આહાહા..! એનું પરિણમન છે એ મોક્ષનું કારણ છે અને એ કેમ ? કે, વસ્તુ પોતે મોક્ષસ્વરૂપ છે. તેના સિવાય જે અન્ય કાંઈ છે તે બંધનો હેતુ છે.” કેમ પાછું ? “સ્વયમ્ પિ વ:” પોતે બંધસ્વરૂપ છે. બંધસ્વરૂપ છે તે બંધનું કારણ છે, મોક્ષસ્વરૂપ છે તે મોક્ષનું કારણ છે. આ...હા...! “જ્ઞાનસ્વરૂપ થવાનું –જ્ઞાનસ્વરૂપ પરિણમવાનું) એટલે કે...” જેવો સ્વભાવ છે તેવું થવાનું. “એટલે કે અનુભૂતિ કરવાનું જ આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે.' લ્યો ! બાર અંગમાં અનુભૂતિ (કરવાનું કહ્યું છે). બાર અંગનું આવ્યું છે ને ! કે, બાર અંગ ભલે વિકલ્પ છે પણ એમાં કીધી છે અનુભૂતિ. પેલા ઈતિહાસીકે પણ એમ કહ્યું છે. જૈનધર્મ એ અનુભૂતિ છે. જાપાનનો કોક જૂનો ઇતિહાસીક છે. એ (અહીયાં) આવ્યું. ‘અનુભૂતિ કરવાનું જ.” “અનુભૂતિઃ દિ છે ને ? “હિ ‘આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે. આ..હા..હા..! વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) Page #103 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૫૪ अथ पुनरपि पुण्यकर्मपक्षपातिनः प्रतिबोधनायोपक्षिपति - परमट्टबाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति । संसारगमणहेदुं पि मोक्खहेदुं अजाणता । । १५४ ।। परमार्थबाह्या ये ते अज्ञानेन पुण्यमिच्छन्ति । संसारगमनहेतुमपि मोक्षहेतुमजानन्तः । । १५४ ।। गाथा-१५४ इह खलु केचिन्निखिलकर्मपक्षक्षयसम्भावितात्मलाभं मोक्षमभिलषन्तोऽपि तद्धेतुभूतं सम्यग्दर्शनज्ञानचारित्रस्वभावपरमार्थभूतज्ञानभवनमात्रमैकाग्ग्रलक्षणं समयसारभूतं सामायिकं प्रतिज्ञायापि, दुरन्तकर्मचक्रोत्तरणक्लीबतया परमार्थभूतज्ञानभवनमात्रं सामायिकमात्मस्वभावमलभमानाः, प्रतिनिवृत्तस्थूलतमसंक्लेशपरिणामकर्मतया प्रवृत्तमानस्थूलमविशुद्धपरिणामकर्माणः, कर्मानुभवगुरुलाघवप्रतिपत्तिमात्रसन्तुष्टचेतसः, स्थूललक्ष्यतया सकलं कर्मकाण्डमनुन्मूलयन्तः, स्वयमज्ञानादशुभकर्म केवलं बन्धहेतुमध्यास्य च, व्रतनियमशीलतपः प्रभृतिशुभकर्म बन्धहेतुमप्यजानन्तो, मोक्षहेतुमभ्युपगच्छन्ति । ૮૫ હવે ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છે :૫રમાર્થબાહ્ય જીવો અરે ! જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય ઇચ્છે હેતુ જે સંસારનો. ૧૫૪. गाथार्थ :- [ये] ेञ [परमार्थबाह्यः] परमार्थथी बाह्य छे [ते] तेख [मोक्षहेतुम्] भोक्षना हेतुने [अजानन्तः] नहि भागता था - [संसारगमनहेतुम् अपि भेडे पुण्य संसारगमननो हेतु छे तोप - [अज्ञानेन] अज्ञानथी [पुण्यम्] पुष्यने (भोक्षनो हेतु भाएगीने) [इच्छन्ति ] छेरछे छे. *भवन = ટીકા :– સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઊપજતો જે આત્મલાભ (નિજ સ્વરૂપની પ્રાપ્તિ) તે આત્મલાભસ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં, મોક્ષના કારણભૂત સામાયિકની – કે જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે, એકાગ્રતાલક્ષણવાળું છે અને સમયસારસ્વરૂપ છે તેની – પ્રતિજ્ઞા थवुं ते; परिशमन. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સમયસાર સિદ્ધિ-૬ લઈને પણ, દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દાઈને લીધે (અસમર્થતાને લીધે) પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને નહિ પામતા થકા, જેમને અત્યંત સ્થૂલ સંક્લેશપરિણામરૂપ કર્મો નિવૃત્ત થયાં છે અને અત્યંત સ્થૂલ વિશુદ્ધપરિણામરૂપ કર્મો પ્રવર્તે છે એવા તેઓ, કર્મના અનુભવના ગુપણા–લઘુપણાની પ્રાપ્તિમાત્રથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા, પોતે) પૂલ લક્ષ્યવાળા હોઈને સંક્લેશપરિણામોને છોડતા હોવા છતાં) સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ કર્મને જ બંધનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મો પણ બંધનાં કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે – મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે. ભાવાર્થ – કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે પરંતુ સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહિ કરી શકવાથી, સ્થૂલ લક્ષ્યવાળા તે જીવો સ્થૂલ સંક્લેશપરિણામોને છોડીને એવા જ સ્થૂલ વિશુદ્ધપરિણામોમાં (શુભ પરિણામોમાં) રાચે છે. (સંક્લેશપરિણામો તેમ જ વિશુદ્ધપરિણામો બને અત્યંત સ્થૂલ છે; આત્મસ્વભાવ જ સૂક્ષ્મ છે). આ રીતે તેઓ – જોકે વાસ્તવિક રીતે સર્વકર્મરહિત આત્મસ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે તોપણ – કર્માનુભવના બહુપણા-થોડાપણાને જ બંધ-મોક્ષનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે. પ્રવચન નં.૨૩૪ ગાથા–૧૫૪,૧૫૫ બુધવાર, વૈશાખ વદ ૧૩, તા. ૨૩-૦૫-૧૯૭૯ સમયસાર ગાથા-૧૫૪. ‘હવે ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને૧૫૪ (ગાથાની) ઉપરની લીટી. ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને.” એટલે કે શુભભાવથી ધર્મ થાય એવો પક્ષપાતી પ્રાણી. આ..હા...! એનો જેને પક્ષ છે કે એનાથી ધર્મ થાય છે, એને “સમજાવવા માટે તેનો દોષ બતાવે છે :– આ.હા...! परमट्ठबाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति। संसारगमणहेदूं पि मोक्खहेतुं अजाणंता।।१५४।। પરમાર્થબાહ્ય જીવો અરે ! જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય ઇચ્છે હેતુ જે સંસારનો. ૧૫૪. આ..હા...! પુણ્ય-પાપ અધિકાર’ છે ને ! ટીકા – “સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી...” Page #105 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૫૪ ૮૭ શુભ અને અશુભ ભાવ, એવા જે ભાવકર્મો, એના પક્ષનો નાશ કરવાથી. આહાહા.! “ઊપજતો જે આત્મલાભ...” શુભ અને અશુભ ભાવનો નાશ કરવાથી (કે) જે કર્મનો પક્ષ છે. એટલે વિકારી પક્ષ છે, એનો નાશ કરવાથી “ઊપજતો જે આત્મલાભ.” (એટલે) “–નિજ સ્વરૂપની પ્રાપ્તિ). આત્મા એટલે નિજ સ્વરૂપ. લાભ (એટલે) પ્રાપ્તિ. આહા..હા...! એવા તે આત્મલાભસ્વરૂપ મોક્ષને...” આત્મલાભસ્વરૂપ મોક્ષને “આ જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં કેટલાક જીવો ઇચ્છે છે. આહા...હા..! છતાં “મોક્ષના કારણભૂત સામાયિક મોક્ષનું કારણ તો સામાયિક છે. પુણ્ય-પાપ ભાવ એ કોઈ (મોક્ષનું) કારણ નથી. આહાહા..! સામાયિકની – કે જે સામાયિક.' સામાયિક કોને કહેવી ? કહે છે. જે “સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા....” નિશ્ચય જે સમ્યગ્દર્શન (અર્થાત) સ્વભાવ જે ચૈતન્યપ્રભુ ! એનું દર્શન – પ્રતીતિ, તેનું જ્ઞાન અને તેમાં રમણતા. એવા જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે....” સામાયિક તો એને કહીએ, કહે છે. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર સ્વભાવવાળા પરમાર્થભૂત આત્મા. એટલે (કે) જ્ઞાન. જ્ઞાનનું પરમાર્થે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રપણે થવું, પરિણમવું એ સામાયિક છે. લો, આ સામાયિકની વ્યાખ્યા ! અંતરમાં ભગવાનઆત્મા પુણ્ય-પાપના પરિણામથી ભિન્ન છે). અંતર અનંત ગુણનો સાગર આત્મા, તેના પ્રત્યે સન્મુખ થઈને નિર્વિકલ્પ સમ્યગ્દર્શન, નિર્વિકલ્પ સ્વજ્ઞાન અને નિર્વિકલ્પ સ્વરૂપની ચારિત્રની રમણતા પ્રગટ થાય) એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ સામાયિક (છે). એવા પરમાર્થભૂત જ્ઞાનનું થવું. આહાહા..! એવો પરમાર્થભૂત ભગવાનઆત્મા, એનું આત્માના શુદ્ધ સ્વભાવપણે થવું. જેવું એનું સ્વરૂપ, સ્વભાવ છે એ રીતે એની દશામાં શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું. આ..હા....! એકાગ્રતાલક્ષણવાળું... કેવું છે ઈ પરમાર્થભૂત જ્ઞાનનું ભવન ? કે, એકાગ્રતા – શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા છે. શુભાશુભ ભાવની એકાગ્રતા છૂટી ગઈ છે અને ચૈતન્ય સ્વભાવ, એવો શુદ્ધ પ્રભુ, એમાં એકાગ્રતાલક્ષણવાળું (ભવન) છે. સામાયિક – બે પ્રકાર કહ્યા. એક દર્શન-જ્ઞાન સ્વભાવવાળા જ્ઞાનનું થવું એટલે કે એકાગ્રતાલક્ષણવાળું છે. આહા..હા.! શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતાલક્ષણવાળું છે. અને સમયસારસ્વરૂપ છે. એ સામાયિક તો સમયસાર સ્વરૂપ છે. આહા..હા..! સમયસાર જે ત્રિકાળ છે એનું વર્તમાનમાં સમ્યગ્દર્શન-જ્ઞાનપણે શુદ્ધ નિશ્ચયપણે થવું એનું નામ સમયસાર છે. આહાહા...! અને એ સમયસાર સ્વરૂપ એકાગ્રતા લક્ષણ દર્શન-જ્ઞાનચારિત્રનું આત્મસ્વરૂપનું થવું – ભવન, એનું નામ સામાયિક છે. લ્યો, આ સામાયિકની આવી વ્યાખ્યા ! અહીં તો કંઈ સમજ્યા વિના સામાયિક ને પોસા ને કંઈક કર્યા કરે). આહા...! પ્રશ્ન :- સાતમા ગુણસ્થાન પછીની વાત છે ને ? ઉત્તર :- આ તો મુનિની મુખ્યતાથી વાત છે, સામાયિકની વાત છે. વ્યવહાર-ઠ્યવહારનો Page #106 -------------------------------------------------------------------------- ________________ ८८ સમયસાર સિદ્ધિ-૬ અહીં પ્રશ્ન છે નહિ. વ્યવહા૨ એ રાગ છે. માથે કહ્યું નહિ ? એના પક્ષપાતીને સમજાવવા માટે દોષ બતાવે છે. આહા..હા...! જે શુભભાવનો પક્ષપાતી છે એને દોષ બતાવે છે કે એ તો રાગ છે, વિકાર છે. એ સામાયિક નહિ. આહા..હા...! સામાયિક તો આત્મા અંદર પૂર્ણાનંદ પ્રભુ ! તેનું નિર્વિકલ્પ દર્શન, તેનું રાગના અવલંબન વિનાનું આત્માનું જ્ઞાન અને આત્મામાં ચરવું, આનંદમાં રમવું એવું જે ચારિત્ર (તે સામાયિક છે). દર્શન-જ્ઞાન-ચારિત્ર લક્ષણવાળું (કહ્યું) છે ને ? પરમાર્થભૂત જ્ઞાન... એટલે આત્માનું થયું. એટલે કે એકાગ્રતા લક્ષણવાળુ. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા લક્ષણવાળું. એટલે કે તે સમયસાર સ્વરૂપ છે. આહા..હા...! આવી સામાયિક ! અહીં તો કહે છે કે, એવી પ્રતિજ્ઞા લેતા છતાં. એમ કહેશે. તેની પ્રતિજ્ઞા લઈને પણ...’ પ્રતિજ્ઞા તો આ છે. પ્રતિજ્ઞા જે લે છે, એ પ્રતિજ્ઞા તો આ છે કે શુદ્ધ સ્વરૂપ ભગવાનઆત્મા ! શુભ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામથી પણ ભિન્ન (છે), એવા શુદ્ધ સ્વરૂપના દર્શનજ્ઞાન ને ચારિત્ર, એવા આત્માનું થવું, એ રૂપે સ્વભાવ છે તેનું તે રીતે થવું એટલે કે તેમાં એકાગ્રતા લક્ષણ એવું જે સમયસાર સ્વરૂપ તેની પ્રતિજ્ઞા લઈને પણ. આહા..હા...! પ્રતિજ્ઞા એની સામાયિકની લે છે, પણ આવા સામાયિકની. આહા..હા...! દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નાર્મદાઈ...' આ..હા..હા...! પણ જે શુભભાવ છે, પુણ્ય છે, બંધનનું કારણ છે. એવો એનો અંત લાવવો. કર્મચક્ર એટલે શુભ અને અશુભ બેય. એ કર્મચક્ર છે. ચાહે તો અશુભભાવ હો કે ચાહે તો શુભ હો, છે બેય કર્મચક્ર. એ કોઈ આત્માનું સ્વરૂપ નથી. કર્મચક્રને પાર ઊતરવાની નાÉદાઈ...' જોયું ? આહા..હા...! ‘ક્લીબ’ શબ્દ છે. શુભભાવથી પાર ઊતરવાની નાÉદાઈ (એટલે) નપુંસક છે, (એમ) કહે છે. આહા..હા...! જેનું વીર્ય એ શુભભાવ દયા, દાન, વ્રતમાં રોકાઈ ગયું છે એ નામર્દ છે, એ મર્દ નહિ. એ પુરુષ નહિ, એ નપુંસક છે, કહે છે. આહા..હા...! જેમ નપુંસકને વીર્ય ને હોય ને પુત્ર ન હોય, એમ શુભભાવમાં ધર્મની પ્રજા ન હોય. આહા..હા...! નામર્દાઈ ! પહેલી ૩૯થી ૪૩ (ગાથા) આવી ગઈ છે અને ૧૫૪, બે ઠેકાણે ‘ક્લીબ' શબ્દ છે. પાઠમાં ‘ધર્મવોત્તરળવજ્રીવતયા” (એમ છે). પુણ્ય અને પાપના બે ભાવ, એનાથી પાર ઊતરવાની નપુંસકતા છે, નામર્દાઈ છે. આહા..હા...! મર્દ તો એને કહીએ કે એ શુભ-અશુભ ભાવથી રહિત આત્માના શુદ્ધ સ્વરૂપનું પરિણમન કરે તેને મર્દ કહીએ. આહા..હા...! આવી વાત છે. એ દુરંત કર્મચક્રને પાર ઊતરવાની ક્લીબતાને લઈને, નપુંસકતાને લઈને નામર્દાઈ ‘(અસમર્થતાને લીધે)... આહા..હા..! પરમાર્થભૂત જ્ઞાન...' એટલે આત્મા. ૫રમાર્થભૂત આત્મસ્વભાવ એનો અનુભવમાત્ર. આત્મસ્વભાવનો અનુભવમાત્ર. એમાં કોઈ શુભભાવ દયા, Page #107 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૫૪ ૮૯ - દાન, વ્રતનો ભાવ આવે નહિ. આહા..હા...! જે સામાયિક...’ કેવી (સામાયિક) ? આટલા સુધી (લીધું તેવી). પહેલું લીધું – દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વભાવ(વાળા) પરમાર્થભૂત આત્માનું થવું, અંત૨માં એકાગ્રતા થવી, સમયસારરૂપ રહેવું, કર્મચક્રના પારને ઊતરીને પરમાર્થભૂત જ્ઞાનના અનુભવન(માત્ર રહેવું). આ..હા..હા...! અંતર ભગવાન પૂર્ણ આનંદ અતીન્દ્રિય અનંત ગુણનો દરિયો ભર્યો છે. એમાં જવાને અસમર્થ અને નામર્દાઈને લઈને તેનો જે આત્મસ્વભાવ છે) તેનું પરિણમન થવું એવી જે સામાયિક. આ..હા..હા...! તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવ... આહા..હા...! આટલી (વાત) લીધી. એ સામાયિક સ્વરૂપ કેવું છે ? કે, એ તો આત્માનો સ્વભાવ છે. આહા..હા...! દયા, દાન, વ્રત, તપનો ભાવ એ કંઈ આત્મસ્વરૂપ નથી. આ..હા...! આ સામાયિકસ્વરૂપ જે અંદર પુણ્ય અને પાપના ભાવ રહિત, ચૈતન્ય સ્વભાવ જે ધ્રુવ (છે), જે સ્વભાવથી ભરેલો ધ્રુવ (છે), એવા ધ્રુવના સ્વભાવને નહિ પામતા, એવા આત્મસ્વભાવને નહિ પામતા થકી...' આહા..હા...! જેમને અત્યંત સ્થૂલ સંક્લેશપરિણામરૂપ કર્મો નિવૃત્ત થયાં છે...' (અર્થાત્) અશુભભાવ એણે છોડ્યો છે. આહા..હા..! હિંસા, જૂઠું, ચોરી, વિષયવાસના, ભોગ એ અશુભભાવ એણે છોડ્યો છે અને અત્યંત સ્થૂલ વિશુદ્ધપરિણામરૂપ કર્મો પ્રવર્તે છે...' એ અશુભભાવ પણ અત્યંત સંક્લેશ સ્થૂળ છે. એનાથી નિવર્તો છે પણ અત્યંત સ્થૂળ એવા વિશુદ્ધ પરિણામમાં પ્રવર્તે છે. આહા..હા...! તેથી તે ધર્મમાં (એટલે કે) સામાયિકમાં આવ્યો નથી. આહા..હા...! હવે, આવી સામાયિક ! આ તો આઠ આઠ વર્ષના છોકરાઓ પણ સામાયિક કરે અને વળી એને કાંઈક આપે. રૂપિયો કે બે આઠ આના (આપે). થઈ ગઈ સામાયિક ! અરે... પ્રભુ ! આહા..હા...! સામાયિક તો એને કહીએ કહે છે કે, જે આત્મા પુણ્ય-પાપના ભાવ રહિત અને પૂર્ણ સ્વભાવથી ભરેલો ભગવાન, એનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મસ્વભાવનું થવું... આ..હા...! અને તેમાં એકાગ્ર થવું એવું જે સમયસારસ્વરૂપ (તેને સામાયિક કહીએ). એને નહિ પહોંચતા સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને નહિ પામતા થક.... આહા..હા...! આહા..હા...! જેમને અત્યંત સ્થૂલ સંક્લેશપરિણામરૂપ કર્યો...' કર્મ એટલે પરિણામ, ભાવકર્મ. અહીં કર્મ શબ્દમાં કેટલાક ઈ લ્યે છે કે, જડકર્મ.. જડકર્મ.. જડકર્મ. પહેલેથી જડકર્મ લીધું છે ને ! પણ ઈ જડકર્મની સાથે ભાવકર્મ છે એ બધા કર્મમાં જાય છે. આહા..હા...! સંક્લેશ, અત્યંત સ્થળ સંક્લેશ અશુભ પરિણામના કાર્યથી, પરિણામથી નિવૃત્ત છે. પણ ‘અત્યંત સ્થૂલ વિશુદ્ધપરિણામ...' આહા..હા...! શુભભાવ અત્યંત સ્થળ વિશુદ્ધ પરિણામ છે, અત્યંત સ્થૂળ છે, ભગવાન(આત્મા) સૂક્ષ્મ છે. એ વિશુદ્ધ - શુભભાવથી ભિન્ન અંતર સૂક્ષ્મ તત્ત્વ Page #108 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ અરૂપી સૂક્ષ્મ છે. આહાહા...! જેને અત્યંત સંક્લેશ પરિણામ (થતા હતા) એમાંથી નિવર્યો. દુકાન છોડી દીધી, ધંધા છોડી દીધા, સ્ત્રી છોડી, વિષય છોડ્યા, ભોગ છોડ્યા પણ એથી શું ? કહે છે. પણ અત્યંત ધૂળ જે વિશુદ્ધ પરિણામ છે એમાં એણે માન્યું છે અને એમાં અટકી ગયો છે. આ..હા....! એમાં એ પ્રવર્તે છે, એમ છે ને ? અત્યંત સ્થૂલ વિશુદ્ધ” એટલે શુભ પરિણામરૂપ ભાવ, એવા કાર્ય, તેમાં એના પરિણામ પ્રવર્તે છે. આહાહા..! “એવા તેઓ, કર્મના અનુભવના ગુરુપણા-લઘુપણાની પ્રાપ્તિમાત્રથી.” એ તો કર્મનો અનુભવ છે. ગુરુ (એટલે) અશુભભાવ. એ ગુરુપણે ભારે હતા અને શુભભાવ જરી લઘુ હતો, પણ છે બેય કર્મ. શુભભાવ છે ભલે લઘુ પણ છે કર્મચક્ર. અશુભભાવ સ્થૂળ છે પણ છે કર્મચક્ર. બેય કર્મચક્ર (છે). આહાહા.! આવું સાંભળવું મળવું મુશ્કેલ પડે. થઈ ગઈ સામાયિક કરી ને આ કર્યો, તે કર્યા, બે ઘડી બેસે, ણમો અરહંતાણં, તિબ્બત્તો, સામાયિક (થઈ ગઈ). મુમુક્ષુ :- છ કાયના જીવની રક્ષા એમાં થાય. ઉત્તર :- કોની રક્ષા ? તારી રક્ષા તેં કરી નથી. પરની રક્ષા કરી શકતો નથી. પરની રક્ષા કરી શકતો નથી. કેમકે દરેક દ્રવ્ય પોતપોતાની પર્યાયને પ્રાપ્ત થાય છે. ઈ તો આપણે આવી ગયું. દરેક દ્રવ્ય વર્તમાન પોતાની પર્યાયને પહોંચે છે, પ્રાપ્ત કરે છે, પામે છે. એ કંઈ બીજાની પર્યાયને પ્રાપ્ત કરે છે, બીજાની પર્યાયને મદદ કરે છે એમ નથી. આહાહા...! મુમુક્ષુ :- છ કાયના રક્ષક કહેવામાં આવે છે ને. ઉત્તર :- એ બધી વાતું (છે). છ કાયમાં પોતે આત્મા છે કે નહિ? આત્માનો રક્ષક ! પેલામાં છ કાયના ગોવાળ, છ કાયના પીયર. એ. ‘ચીમનભાઈ ! સંવત્સરી પછી એકબીજા સગાવહાલાંને કાગળ લખે ને ! છ કાયના રક્ષક, છ કાયના પીયર, છ કાયના ગોવાળ એવું લખતા. આહા...હા...! છ કાયમાં આ ભગવાન આત્મા છે કે નહિ? (શ્રોતા :- આત્મામાં કાય ક્યાં છે ?) એ અસંખ્યપ્રદેશી કાય છે. આહા...હા...! અસંખ્યપ્રદેશી કાય છે એમ પાઠ છે. અસંખ્યપ્રદેશીને કાય એ જ એને કાય કહીએ. આહા...! તે પણ ઘન છે. આહા..હા..! પરમાણુ અને કાળાણુને કાય નથી. આ તો અસંખ્યપ્રદેશી કાય છે. આહા..હા....! નિર્મળાનંદ અનંત આનંદનું ધામ ભગવાન ! આ.હા.હા..! એના ભાવને ન પામતાં સ્થૂળ ગુરુ અને લઘુપણું. અશુભભાવ તે ગુરુ છે અને શુભભાવ તે લઘુ છે, પણ છે કર્મનું ચક્ર, એ કર્મનો અનુભવ છે). પુણ્ય અને શુભ કે અશુભ ભાવ બેય છે કર્મનો અનુભવ, આત્માનો અનુભવ નહિ. આહા..હા...! એ “ગુપણા-લઘુપણાની પ્રાપ્તિમાત્રથી જ.” પ્રાપ્તિમાત્રથી જ “સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા” (એમ કે આપણે કંઈક સામાયિક કરી, આપણે પોષા કર્યા. આહા...હા...! ચોવીસ કલાકમાંથી બે કલાક બચાવ્યા, બે સામાયિક કરી. Page #109 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧પ૪ ૯૧ અમારે ત્યાં બોટાદમાં ચાર-ચાર કરતા. વહેલા ઊઠતા, “કુંવરભાઈ સાથે. આહાહા...! કોને કહેવી સામાયિક ? હજી જેના દેવ-ગુરુ-શાસ્ત્ર સાચા નથી એને વળી સામાયિક કેવી ? આ તો સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર જેને મળ્યા, એની શ્રદ્ધાનો ભાવ એ પણ શુભભાવ (છે), કર્મચક્રનો શુભભાવ છે. આહા..હા....! એ “સ્થૂળ લક્ષ્યવાળા હોઈને.... આહાહા...! કેમ ? કે, અશુભભાવ છોડ્યો પણ શુભભાવમાં સંતુષ્ટ થઈ ગયો. સંતુષ્ટ ચિત્તવાળો થયો. એથી એ તો સ્થૂળ લક્ષ્યવાળો છે. આહાહા..! એનું લક્ષ શુભ પરિણામ સ્થૂળ છે તેના ઉપર એનું લક્ષ છે. ભગવાન આત્મા ! શુભ પરિણામથી ભિન્ન સૂક્ષ્મ છે તેના લક્ષની એને ખબર નથી. આહા..હા....! આવી વાતું હવે. “સ્થૂળ લક્ષ્યવાળા હોઈને (સંક્લેશપરિણામોને છોડતા હોવા છતાં) સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. પણ એ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાનો ભાવ શુભભાવ (છે), એ તો કર્મ છે, એ કર્મચક્રનો ભાવ છે. એને મૂળમાંથી, “સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. આહા..હા...! આવો માર્ગ સાંભળ્યો કઠણ પડે. આ તો સામાયિક કરી ને આ બધા ઘડિયાલું લઈને બેસે ને ! બૈરાએ સામાયિક કરી નાખી અને હવે રાંધવામાં રોકાઈ ગયા. સવારમાં ઊઠીને પહેલી સામાયિક કરી. ક્યાં સામાયિક હતી, બાપા ! મિથ્યાત્વનું પોષણ છે. આહાહા..! કર્મકાંડને ધર્મ માનતા થકા ત્યાં સંતોષાય ગયા છે. આપણે કાંઈ કર્યું! આહા..હા...! “સમસ્ત કર્મકાંડ....” એટલે કર્મની ક્રિયાઓને મૂળથી ઉખેડતા નથી. આહાહા.... આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી....” કોઈ કર્મને કારણે નહિ. આહા....! “પોતે પોતાના અજ્ઞાનથીઆહા.હા...! જ્ઞાતા-દષ્ટાના સ્વભાવથી ભરેલો પ્રભુ ! તેને પોતે પોતાના અજ્ઞાનથી, સ્વરૂપના અજ્ઞાનથી. સ્વરૂપ આપ્યું મોટું મહાપ્રભુ છે, તેના સ્વભાવના અજ્ઞાનથી. આહાહા...! અનંત અનંત ગુણનો સાગર ! ગુણધામ પ્રભુ ! એવો શુભભાવની પાસે બિરાજે છે, એના અજ્ઞાનને લીધે. આહા...હા...! એ શું ચીજ છે ? અંદર ભગવાન પરમાત્મસ્વરૂપ જિનસ્વરૂપ બિરાજે છે), તેના અજ્ઞાનને લીધે. આહા..હા...! કેવળ અશુભ કર્મને જ બંધનું કારણ માની...” બસ ! એ અશુભ કર્મને જ કર્મબંધનનું કારણ માનીને. “વ્રત, નિયમ, શીલ, તપ વગેરે...” વગેરે એટલે શુભભાવના અસંખ્ય પ્રકાર. આહા...હા.... દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ગુણસ્મરણ, પ્રભુનું સ્મરણ (આદિ). આહા...હા...! પ્રભુ પરદ્રવ્ય છે, એનું સ્મરણ પણ શુભભાવ છે. આવી વાત ! એ વગેરે શુભ કાર્યો પણ બંધનાં કારણ હોવા છતાં....” એ શુભભાવ પણ બંધનું કારણ છે, એ સંસાર છે. આહાહા..! મોક્ષસ્વરૂપ પ્રભુ તો એનાથી અંદર ભિન્ન છે. આહાહા! પહેલાં એ અંદર આવી ગયું છે. પોતે મોક્ષસ્વરૂપ છે માટે મોક્ષનું કારણ છે અને શુભ-અશુભભાવ બંધસ્વરૂપ જ છે માટે બંધનું કારણ છે). આહા..હા...! આવી વાત હવે. હજારો સામાયિક થાય, પોષા થાય, સાંજે પડિકમ્મણા કરે પછી સૌને કંઈક કંઈક આપે. પછી આઠ આઠ વર્ષના છોકરા આવે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સમયસાર સિદ્ધિ-૬ મુમુક્ષુ :- રૂપિયો, બે રૂપિયા મળે ને ! ઉત્તર :- પહેલાં એટલું બધું નહોતા હતા. પહેલા સાધારણ થાતું. પહેલા રૂપિયાની કિમત હતી નહિ, પણ તે દિ કાંઈક પતાસા આપે, પેંડા આપે એવું સાધારણ આપે. ચોપડી આપે, પથરણું – સારું પથરણું આપે. એવું આપતા. અત્યારે તો બે-બે રૂપિયાની કિંમત શું છે ? ચાર પૈસાનો રૂપિયો ! રૂપિયો આપે, બે રૂપિયા આપે (એટલે) પેલા ખુશી થાય. સામાયિક કરવા બહુ ભેગા થાય. ક્યાં સામાયિક હતી, બાપુ ! એ “અશુભ કર્મને જ બંધનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે.. વગેરે શુભભાવના પ્રકાર. (એ) “પણ બંધનાં કારણ હોવા છતાં...” એ શુભભાવ બંધનું કારણ છે. આહાહા.! “તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા...” આ.હા..! અત્યારે તો ઈ કહે છે કે, વ્યવહાર દયા, વ્રત, તપાદિ નિશ્ચયનું સાધન છે. લ્યો, ઠીક ! બહિરંગ સાધન તો આમાં ‘જયસેનાચાર્યદેવની ટીકામાં પણ આવે) છે. બહિરંગ સાધન (કહ્યું છે). પેલું નિશ્ચય સાધન કરે છે ત્યારે રાગની મંદતાને બહિરંગ સાધનનું નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. જયસેનાચાર્યદેવની ટીકામાં છે. “સમયસાર ! એને પકડે છે જુઓ આ બહિરંગ સાધન (કીધું છે). અંદરમાં ભગવાન શુભ-અશુભ ભાવથી તદ્દન ભિન્ન નિરાળો (બિરાજે છે). ત્રિકાળ પવિત્રતાનો પિંડ પ્રભુ ! એકલો આત્મસ્વભાવ, જેમાં વિભાવની ગંધ નથી. એવા સ્વભાવને ન પામતાં શુભભાવ કરીને સંતોષમાં આવી જતાં. આહા..હા...! ‘તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે... આહા..હા...! એ શુભભાવ પણ મોક્ષનું કારણ છે. આ.હા...! અશુભમાંથી કાંઈ શુદ્ધમાં જવાશે ? માટે શુભભાવ છે (કારણ છે). એક જણો વળી એમ કહેતો. ઈ પગથીયું છે. શુભભાવમાંથી શુદ્ધમાં જવાય માટે શુભભાવ કારણ છે. અરેરે...! લસણ ખાતા ખાતા કસ્તૂરીના ઓડકાર આવે એવું કહે છે. આકરી વાત છે. “મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે.” શુભભાવ તો જ્ઞાનીને આવે પણ એ બંધનું કારણ જાણી અને દુઃખરૂપ જાણીને હેય જાણે. આહા..હા...! પોતાનો જે ચૈતન્ય સ્વભાવ નિત્યાનંદ પ્રભુ ! ધ્રુવ સ્વભાવ જે નિત્ય પ્રભુ છે અને નિત્યમાં પણ બધા ગુણો પણ નિત્ય છે. આ.હાહા....! એ અનંત અનંત ગુણની રાશિનું નિત્યપણું જે પ્રભુનું (છે), એના સ્વભાવ તરફ ન જતાં આહા...હા! (એ) રાગની ક્રિયાને મોક્ષના કારણ તરીકે અંગીકાર કરે છે). એ શુભ ક્રિયાકાંડના ભાવને... આ..હા...હા..! “મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે. લ્યો ! એ શુભભાવ આશ્રય કરવાલાયક છે એવું માને છે). બારમી ગાથામાં જાણેલો પ્રયોજનવાન છે એમ કીધું છે ને ! એને ઠેકાણે એનો અર્થ એવો કર્યો કે, વ્યવહારને સંભાળો! આહાહા..! હોય છે, પણ એ જાણવાલાયક છે, આદરવા લાયક નથી. હોય Page #111 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૫૪ ૯૩ છે, જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી) એવો ભાવ આવે પણ છતાં એ દુઃખરૂપ છે અને હેય છે. તે કાળે તેને તે પ્રકારે છે એવું જાણવું. આવી સામાયિકની ખબર ન મળે. અને આ સામાયિક. સામાયિક... સામાયિક.! બહાર છોકરા તોફાન કરે છે. મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે.” “બંધના કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા,... આહાહા...! વ્રત, નિયમ, શીલ, તપ વગેરે. અહીં તપ (એટલે) આ બહારના તપ. અંદરનું તપ છે એ જુદી વાત (છે), ઈ તો આનંદસ્વરૂપમાં રમવું એ અંતર તપ છે. એ નિર્જરાનું કારણ છે. બાકી આ બધા અપવાસ કરે) એ બધી બાહ્ય લાંઘણું છે. આહા..હા...! આવો વીતરાગનો માર્ગ છે. મુમુક્ષુ :- છઠ્ઠા ગુણસ્થાન સુધી વ્યવહાર મોક્ષનું કારણ નથી પણ સાતમાં ગુણસ્થાન પછી કારણ છે ? ઉત્તર :- એકેએક, વ્યવહાર મોક્ષનું કારણ ક્યાંય જરીયે નથી, બંધનું કારણ છે. ઈ કીધું ને પહેલું. બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે.” માને ઈ મિથ્યાદૃષ્ટિ છે. આહા..હા...! “મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે. તેમનો આશ્રય કરે છે. આવી જાય છે, સ્વભાવની દૃષ્ટિ છે, શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ અને જ્ઞાન છે, છતાં એમાં સ્થિર થઈ શકતો નથી એટલે શુભભાવ આવે પણ એનો આશ્રય નથી. એને જાણવાલાયક જાણીને છોડે છે. આ તો આશ્રય કરે છે કે, એનાથી મને લાભ થશે. શુભનું અવલંબન રહેશે તો મને લાભ થશે. આહાહા...! ભાવાર્થ :- કેટલાક અજ્ઞાની લોકો... કેટલાક અજ્ઞાની લોકો “દીક્ષા લેતી વખતે....” મુખ્ય તો અહીં દીક્ષાની વાત છે ને ! “સામાયિકની પ્રતિજ્ઞા લે છે પરંતુ સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની...” સૂક્ષ્મ એવો આત્મસ્વભાવ. આ પુણ્ય-પાપ એ સ્થળ છે. આહા..હા... સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન તથા અનુભવ...” લક્ષ એટલે જ્ઞાન. એ નહિ કરી શકવાથી, સ્થૂલ લક્ષ્યવાલા તે જીવો પૂલ સંક્લેશપરિણામોને છોડીને...” (એટલે કે) અશુભને છોડે. “એવા જ સ્થૂલ વિશુદ્ધપરિણામોમાં (શુભ પરિણામોમાં) રાચે છે. પાછા એવા જ' એમ શબ્દ છે ને ? આ..હા...! એવા જ. જેવા અશુભભાવ બંધનું કારણ છે એવા જ શુભભાવ છે. આહા..હા...! આમાં મોટી તકરારું, વાંધા મોટા ! આહાહા...! અત્યારે તો ગડબડ જ બધી ચાલે છે). વ્યવહારની વાતું હોય તો લોકોને ઠીક પડે. ઓ.હો..હો..! આમ સેવા કરો, આનું આ કરો, દેશસેવા, હિન્દી ભાષાનો પ્રચાર કરો (તો) લાભ થાય. બધી રાગની ને વિકલ્પની વાતું. આહા...હા...! એમાં એનો આશ્રય કરીને ધર્મ માનનારા. આહા...હા...! એવા જ સ્થૂલ વિશુદ્ધપરિણામોમાં (શુભ પરિણામોમાં) રાચે છે. (સંક્લેશપરિણામો તેમ જ વિશુદ્ધપરિણામો બને અત્યંત સ્થૂલ છે)' અત્યંત સ્થળ છે. આહા...હા...! ભગવાન Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સમયસાર સિદ્ધિ-૬ તો અંદર વિકારી પરિણામથી તદ્ન ભિન્ન) સૂક્ષ્મ સૂક્ષ્મ ઝીણો છે. આહાહા..! એ અત્યંત સ્થૂળ પરિણામથી પકડાય એવો નથી. આહા..હા...! એ દયા, દાન, વ્રતાદિ શુભભાવ છે (એ અત્યંત સ્થૂળ છે). ઘણાને તો અત્યારે આ જ વાત છે. વ્યવહાર છે એ સાધન છે, વ્યવહાર છે એ સાધન છે. નિશ્ચય ભલે સાધ્ય છે. આહાહા..! અહીં કહે છે, વ્યવહાર (છે) એ બંધનું કારણ છે. એ સ્વભાવનું સાધન નથી. આહા..હા...! શું થાય પણ ? હવે મોટો ભાગ અત્યારે એ થઈ ગયો અને આ વાણિયાને નવરાશ ન મળે. જે માથે બેસે ઈ જય નારાયણ ! તુલના કરીને સત્ય શું છે ? અસત્ય શું છે ? (એની પરીક્ષા કરતા નથી). આ રીતે તેઓ – જોકે વાસ્તવિક રીતે સર્વકર્મરહિત આત્મસ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે.” જોયું ? શુભ અને અશુભ ભાવથી રહિત આત્મસ્વભાવનું અનુભવન મોક્ષનું કારણ છે. આહાહા..! ‘તોપણ – કર્માનુભવના બહુપણા થોડાપણાને જ બંધ-મોક્ષનું કારણ માનીને... આહાહા...! અશુભ (ભાવ) છે એ બંધનું કારણ, શુભ (ભાવ) એ મોક્ષનું કારણ એમ માને છે). કર્માનુભવનું બહુપણું-થોડુંપણું) (એટલે કે) અશુભ બહુ, શુભ થોડું એમ બેમાં ભાગલા પાડતાં બંધ-મોક્ષનું કારણ માનીને...” અશુભ છે એ બંધનું કારણ છે), શુભ છે એ મોક્ષનું કારણ છે, એમ અજ્ઞાની માને છે. વ્રત, નિયમ, શીલ, તપ વગેરે...” રસનો ત્યાગ કર્યો, આણે આનો આટલો ત્યાગ કર્યો, આટલા રસ ખાતા નથી, આમ લે છે, ઢીકણું લે છે. આહા..હા...! “વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે. એનું અવલંબન લ્ય ક્રમબદ્ધનો નિર્ણય જ્ઞાતાપણાના નિર્ણય તરફ લઈ જાય છે જે સમયે જે પર્યાય થવાની તે જ થવાની પણ તેનો નિર્ણય ક્યારે થાય કે હું અકર્તા છું એમ નિર્ણય કરે ત્યારે. એવો નિર્ણય ક્યારે થાય ? હું જ્ઞાયક છું એમ જ્ઞાયકની દૃષ્ટિ થાય ત્યારે અકર્તુત્વનો નિર્ણય થાય. જ્ઞાયકની દૃષ્ટિ થતાં જ્ઞાતાપણાનો નિર્ણય થાય છે. તેથી ક્રમબદ્ધનો નિર્ણય જ્ઞાતાપણાના નિર્ણય તરફ લઈ જાય છે એટલે કે જ્ઞાયકની દૃષ્ટિ થાય છે. -પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ ઓક્ટોબર-૨૦૦૬ Page #113 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૫૫ ગાયી-૧૫૫ अथ परमार्थमोक्षहुतं तेषां दर्श - ૯૫ जीवादीसद्दहणं सम्मत्तं तेसिमधिगमो णाणं । रागादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो । । १५५ ।। जीवादिश्रद्धानं सम्यक्त्वं तेषामधिगमो ज्ञानम् । ||૧૬૬।। रागादिपरिहरणं चरणं एषस्तु मोक्षपथः । ।१५५ ।। मोक्षहेतुः किल सम्यग्दर्शनज्ञानचारित्राणि । तत्र सम्यग्दर्शनं तु जीवादिश्रद्धानस्वभावेन ज्ञानस्य भवनम्। जीवादिज्ञानस्वभावेन ज्ञानस्य भवनं ज्ञानम् । रागादिपरिहरणस्वभावेन ज्ञानस्य भवनं चारित्रम्। तदेवं सम्यग्दर्शनज्ञानचारित्राण्येकमेव ज्ञानस्य भवनमायातम् । ततो ज्ञानमेव परमार्थमोक्षहेतुः । હવે એવા જીવોને પરમાર્થ મોક્ષકા૨ણ ખરું મોક્ષનું કારણ) બતાવે છે ઃજીવાદિનું શ્રદ્ધાન સમકત, જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ-વર્જન ચરણ છે, ને આ જ મુક્તિપંથ છે. ૧૫૫. ગાથાર્થ :- (નીવાશ્રિદ્ધાનું) જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન (સમ્યવત્ત્વ) સમ્યક્ત્વ છે, તેષામ્ અધિગમ:) તે જીવાદિ પદાર્થોનો અધિગમ (જ્ઞાનમ્) જ્ઞાન છે અને (વિપરિત્તર) રાગાદિનો ત્યાગ (વર) ચારિત્ર છે; (Vષ: તુ) આ જ (મોક્ષપથ:) મોક્ષનો માર્ગ છે. ટીકા :– મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું–પરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે શાનનું થવું – પરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું – પરિણમવું તે ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન (–પરિણમન) જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે. ભાવાર્થ :- આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રધાન કરીને વ્યાખ્યાન છે. તેથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર – એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે’ એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. શાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે – એમ કહેવામાં કાંઈ પણ વિરોધ નથી. માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્યદેવે જ્ઞાનસ્વરૂપ આત્માને જ્ઞાન' શબ્દથી કહ્યો છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯ સમયસાર સિદ્ધિ-૬, ગાથા૧૫૫ ઉપર પ્રવચન હવે એવા જીવોને પરમાર્થ મોક્ષકારણ ખરું મોક્ષનું કારણ) બતાવે છે – ખરેખરું મોક્ષનું કારણ કોણ છે ? (એ બતાવે છે. આ ગાથા(ની) “વિદ્યાનંદજીની સાથે ચર્ચા થઈ હતી. ક્યાં ? “કલકત્તાને ? દિલ્હી.. દિલ્હી” ! “ દિલ્હી ! બધા શેઠિયા હતા. ‘શાહૂજી શાંતિપ્રસાદ પેલા દિલ્હીવાળા હતા, ઘડિયાળવાળા ! જેના વોચ કંપની ! ઈ ઘણા બધા હતા અને આ પ્રશ્ન થયો હતો. આ ૧૫૫ મી ગાથાનો ‘વિદ્યાનંદજીની સાથે દિલ્હીમાં પ્રશ્ન થયો હતો). શું કહે છે ? જુઓ ! “એવા જીવોને પરમાર્થ મોક્ષકારણ ખરું મોક્ષનું કારણ) બતાવે છે :- ૧૫૫. जीवादीसद्दहणं सम्मत्तं तेसिमधिगमो णाणं। रागादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो।।१५५।। જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ-વર્જન ચરણ છે, ને આ જ મુક્તિપંથ છે. ૧૫૫. ટીકા :- “મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં.... હવે આ સમ્યગ્દર્શનમાં વાંધા. હવે વાંધાવાળી ગાથા (છે). “સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે...” (એ લોકો) એમ (કહે છે) કે, જીવાદિ પદાર્થનું શ્રદ્ધાન થવું એ સમકિત છે. એમ નથી કીધું. ઈ “જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું – પરિણમવું... (અર્થાતુ) શુદ્ધ સ્વભાવનું પરિણમવું. એકલા જીવાદિ પદાર્થની) શ્રદ્ધા, વ્યવહાર નવ તત્ત્વની (શ્રદ્ધા) એ તો વ્યવહાર છે, રાગ છે. “જયસેનાચાર્યદેવની ‘જયસેનાચાર્યદેવે ટીકામાં નાખ્યું છે કે, જીવાદિ પદાર્થની શ્રદ્ધા વ્યવહાર સમકિત છે) અને આત્માનો સ્વભાવ નિશ્ચય છે. ટીકામાં બેય નાખ્યું છે. અહીં તો “અમૃતચંદ્રાચાર્યદેવે નિશ્ચય નાખ્યો છે. પણ એ જીવાદિ પદાર્થનું શ્રદ્ધાન એટલે શું? કીધું. દિલ્હીમાં વાત થઈ. એ જીવાદિ શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું, કીધું. જોયું આ ? કીધું, અહીં વજન છે. આત્મ શુદ્ધ સ્વભાવ છે એ આત્માને અહીં જ્ઞાન કીધો છે. ઈ આત્માનું શુદ્ધનું થવું તેનું નામ સમ્યગ્દર્શન છે. એકલા જીવાદિ શ્રદ્ધાનની વાત એકલી એમ નથી. આહા..હા..! સમજાણું કાંઈ ? શેઠિયા બધા હતા પણ પછી બધાને બહાર કાઢ્યા. એક જિનેન્દ્ર વર્ણ (હતા). આ ચર્ચા કાઢી હતી કે, આ જીવાદિ પદાર્થના શ્રદ્ધાનસ્વભાવે આત્માનું પરિણમવું. એકલી જીવાદિ શ્રદ્ધાનનો Page #115 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧પપ વ્યવહાર વિકલ્પ છે એ નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ? આ જ ગાથા ખાનગી પૂછી હતી. બધા માણસને બહાર કાઢી શેઠીયાઓને કીધું, આ જીવાદિ પદાર્થના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાન એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ, તેનું પરિણમવું એનું નામ સમ્યગ્દર્શન છે. એકલી જીવાદિ શ્રદ્ધા, નવ તત્ત્વની શ્રદ્ધા એ તો મિથ્યાત્વ છે. આમાં “કળશટીકામાં આવી ગયું છે. નવ તત્ત્વના ભેદવાળી શ્રદ્ધા એ તો મિથ્યાત્વ છે. આમાં આવી ગયું છે. આ “કળશટીકા' નહિ ? કેટલામું છે ઈ ? છઠ્ઠો (કળશ). છઠ્ઠો જુઓ ! “સંસાર અવસ્થામાં જીવદ્રવ્ય નવ તત્ત્વરૂપ પરિણમ્યું છે તે તો વિભાવપરિણતિ છે, તેથી નવ તત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. એ વાત અહીં નથી, કીધું. અહીં તો આત્માના આનંદ અને જ્ઞાન સ્વભાવ જે શુદ્ધ છે તેનું પરિણમવું, તેનું થવું એનું નામ સમકિત છે. એકલી જીવાદિ શ્રદ્ધા, નવ તત્ત્વની શ્રદ્ધા થઈ એટલે સમકિત થયું એમ નથી. આહા..હા.! થાય પણ ? માર્ગ એવો છે અને બહારથી (દીક્ષા) લઈને બેઠા હોય એને કરવું શું ? વસ્તુ નથી. સ્વભાવની વાત છે નહિ એટલે પેલી ક્રિયાકાંડમાં કયાંક મનાવવું છે. એમાં વ્યવહારમાં મનાવ્યા વિના બીજો ઉપાય નથી. આહા..હા...! અહીં તો કહે છે કે, જીવાદિ પદાર્થો (કહીને) ભલે જીવાદિ લીધા, પણ એની શ્રદ્ધાસ્વભાવે – એના શ્રદ્ધાનના સ્વભાવે આત્માનું પરિણમવું થવું. આત્મા નિર્વિકલ્પ શ્રદ્ધાપણે પરિણમે એને સમ્યગ્દર્શન કહીએ. આહા..હા...! અનાદિના એકલા ભેદવાળા નવ તત્ત્વને માને, એ નહિ. આહાહા..! અને આ નવા નવ તત્ત્વ લ્યો – સંવર, નિર્જરા અને મોક્ષ, પણ એને પણ બહિર્તત્ત્વ કહ્યું છે. નિયમસાર’ ૩૮ મી ગાથા. ઈ બહિર્તત્ત્વ છે. કેમકે) પર્યાય છે ને ! આ.હા...! એટલે એના ઉપરનું લક્ષ નહિ. લક્ષ તો ત્રિકાળી ભગવાન ઉપર(ના) લક્ષથી જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, જે એનું સત્ત્વ છે, સનું સત્ત્વ છે તે સત્ત્વરૂપે, પર્યાય સત્ત્વરૂપે પરિણમે તેને અહીંયાં સમ્યગ્દર્શન કહે છે. આહા..હા...! આકરું કામ છે, બાપુ ! બહુ માર્ગ એવો છે. આહા..હા...! અત્યારે સાંભળવા મળવો મુશ્કેલ પડે. સાંભળવામાં પણ એને પાછું વ્યવહારે પરલક્ષી બેસવું (કે) વસ્તુ આ છે (એ પણ કઠણ પડે). આહા...હા...! એકલો ભગવાન આત્મા ! અનંત ગુણની પવિત્રતાનો પિંડ પ્રભુ ! આહાહા..! એ અનંત ગુણ જે પવિત્ર છે, તે પર્યાયપણે – પવિત્રપણે પરિણમે. આહા...હા..! એ દ્રવ્યપણે પવિત્ર, ગુણપણે પવિત્ર અને પર્યાયપણે પણ એ પવિત્રપણે, નિર્દોષપણે, નિર્વિકલ્પપણે, આનંદપણે, શાંતિપણે, સ્વભાવપણે, જ્ઞાનના પરિણમનપણે થાય એને સમ્યગ્દર્શન કહે છે. આહા..હા...! આવી સમ્યગ્દર્શનની વ્યાખ્યા ! શ્વેતાંબરમાં એવું આવે, ૨૮મી ગાથા, ૨૮ ‘ઉત્તરાધ્યયન’“ભાવેણસદહંત સમંત.... એનો અર્થ કર્યો હોય, અંતઃકરણથી શ્રદ્ધે તેને સમકિત (કહીએ). પણ અંતઃકરણ એટલે તો મન થાય). ૨૮મું અધ્યયન છે. મોટી વ્યાખ્યા ચાલતી. (સંવત) ૧૯૫૦ માં. કઈ સાલ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સમયસાર સિદ્ધિ-૬ કીધી ? (સંવત) ૧૯૭૪ ! “રાજકોટમાં ચોમાસુ હતું. (સંવત) ૧૯૮૦ ની સાલ ! બોટાદમાં માણસ તો ઘણું આવે), હજારો માણસ ભેગું આવે. એમાં શું આ વાત ચાલી હતી. ભઈ, આ સમ્યગ્દર્શન એટલે શું ? એટલે આ સંક્ષેપરુચિ કરીને બેઠા છીએ માટે સમકિત (છે). સંક્ષેપરુચિ આવે છે કે નહિ ? અને પાછું નવ તત્ત્વના નામ લઈ ‘ભાવેણંસદહંત...” શુદ્ધ અંત:કરણથી શ્રદ્ધે ઈ સમકિત. અંતઃકરણ એટલે અહીં તો મન (અર્થ થાય) છે. આ તો અંતર સ્વરૂપ ભગવાન આત્મા શુભ-અશુભના રાગથી ભિન્ન છે, તેવું સ્વભાવનું પરિણમન થવું તેનું નામ સમ્યગ્દર્શન છે. આહા...હા...! છે ? આ આખો બીજી લીટીનો અર્થ છે. “મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં...” મોક્ષનું કારણ જે આ ત્રણ છે તેમાં. “સમ્યગ્દર્શન...” એને કહીએ, મોક્ષના કારણ તરીકેના સમ્યગ્દર્શન એને કહીએ... આહાહા.! કે, “જીવાદિ પદાર્થોના શ્રદ્ધા, એના સ્વભાવે, શ્રદ્ધાના સ્વભાવે, જેવી શ્રદ્ધા ત્રિકાળી શુદ્ધ છે, શ્રદ્ધા ત્રિકાળી શુદ્ધ છે. શ્રદ્ધા નામનો ત્રિકાળી ગુણ છે ને ! એના શ્રદ્ધાનસ્વભાવે...” આ..હા...હા...! આત્માનું પરિણમવું થવું. આહા...હા...! આત્મા નિર્વિકલ્પપણે રાગના આશ્રય વિના પૂર્ણાનંદનો નાથ પ્રભુ! “મૂવલ્યમરિસતો હતુ એ ભૂતાર્થનો – ત્રિકાળનો આશ્રય લઈને જે સમ્યગ્દર્શન સ્વભાવરૂપે પરિણમે, એ સ્વભાવરૂપ પરિણમે ત્યાં આનંદની સાથે શાંતિ (આદિ) બધું છે. આહા..હા...! તેને અહીંયાં સમ્યગ્દર્શન કહ્યું છે. જ્ઞાનનું થવું...અહીં કીધું. જોર અહીં છે. એકલી જીવાદિ પદાર્થની શ્રદ્ધાન એમ નહિ. આ...હા...! તેમાં જ્ઞાન એટલે આત્માના સ્વભાવનું થવું (એટલે કે આત્માના સ્વભાવનું પરિણમવું. શુભભાવથી ભિન્ન શુદ્ધ આત્માના સ્વભાવનું શુદ્ધપણે પરિણમવું, શુદ્ધપણે થવું, તેને સમ્યગ્દર્શન કહે છે. આ તો હજી એકડાની પહેલી વાત છે. આહાહા..! છે ? એનું નામ સમ્યગ્દર્શન છે. આમ જીવાદિ શ્રદ્ધા તો યોગસારમાં આવે છે. બીજેય આવે છે. જીવાદિ શ્રદ્ધા છે એ વ્યવહાર શ્રદ્ધા છે. નિશ્ચયશ્રદ્ધા તો શુદ્ધ સ્વભાવનું પરિણમવું તે નિશ્ચય છે. આવે છે ને ! આમાં પાહુડમાં આવે છે). જીવાદિ શ્રદ્ધા તે વ્યવહાર છે. નિશ્ચય તો સ્વભાવનું પરિણમવું તે છે. એ અહીંયાં નિશ્ચય છે. આહા...હા...! જેને એ ખ્યાલ નથી, સમ્યગ્દર્શનની સ્થિતિ કેવી હોય અને કેને આશ્રયે થાય? અને એ થાય તો એની શ્રદ્ધા કેવી હોય ? એ શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું તે તેનું સમ્યગ્દર્શન છે. શુભનું પરિણમન થવું એ તો કર્મચક્રનું પરિણમન) છે. આહાહા...! નિર્ણય કરવાનો, તુલના કરવાનો વખત મળે નહિ અને જિંદગી ચાલી જાય છે. આહાહા...! મુમુક્ષુ :- તત્ત્વોની શ્રદ્ધા એમ છે ? ઉત્તર :– એકવચન છે. અનેકવચન નથી. જીવાદિ શ્રદ્ધાનું એકવચન છે. જીવની શ્રદ્ધા થતાં તેમાં પેલાની શ્રદ્ધા આવી ગઈ. એમાં નથી એમ ભેગી શ્રદ્ધા આવી જાય છે. જ્ઞાનપ્રધાન કથન છે. આહા...હા...! “તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શનમ્ ! “મોક્ષમાર્ગ પ્રકાશક'માં એ જ Page #117 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૫૫ ૯૯ આખું લીધું છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો આ નવ તત્ત્વની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન (કહ્યું છે). ઈ નવ તત્ત્વ આ રીતે છે). એક જીવ સ્વભાવનું શ્રદ્ધવું થઈ અને બીજી બધી પર્યાયો એમાં નથી એવું જ્ઞાન થઈને શ્રદ્ધા થાય એનું નામ સમ્યગ્દર્શન (છે). મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શન’ છે ને ! તત્ત્વાર્થના નામ તો નવ છે, ભલે ત્યાં સાત આપ્યા છે. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. પણ એમાં એક વચન છે. એકવચન એટલે નવમાંથી એકરૂપની જે ભેદ વિનાની શ્રદ્ધા (થવી તે સમ્યગ્દર્શન છે). આહા..હા...! સાતનો ભેદ પણ જેમાં નથી. “મૂલ્યેળામિળવા તેરમી ગાથામાં) આવે છે ને ! “મૂર્ત્યામિળવા ભૂતાર્થથી જાણેલા નવ તત્ત્વને એટલે કે આત્માને ભૂતાર્થથી જાણતા નવ તત્ત્વ જણાય જાય છે અંદર. આહા..હા...! એટલે અહીં (કહ્યું કે), મોક્ષનું કારણ ખરેખર...’ ખરેખર ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.’ એ ખરેખરની આ વ્યાખ્યા આવે છે. તેમાં ખરેખર ‘સમ્યગ્દર્શન...’ એ ‘જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે...’ આત્માનું પરિણમવું, નિર્વિકલ્પપણે પરિણમવું. આહા..હા...! ભેદ વિનાનું અભેદપણે પરિણમવું. આહા..હા...! તે સમ્યગ્દર્શન છે. શેઠિયાઓને બહુ તુલના કરવાની ઓલી (દ૨કા૨) ન હોય. પૈસા ખર્ચે, દાન આપે એટલે જાણે ધર્મ થઈ જાય એમ માને. ‘સાહુજી’ ઘણા પૈસા આપતા હતા. અમારી ૮૭મી (જન્મજયંતી) ત્યાં હતી ને ! ‘મુંબઈ’માં સત્યાસીમી જન્મજયંતી (હતી) ઈ વખતે સત્યાસી હજાર આપ્યા હતા. તીર્થમાં ! તીર્થ ફંડમાં સત્યાસી હજા૨ (આપ્યા). પેલી સત્યાસીમી જન્મજયંતિ હતી (એટલે) સત્યાસી હજા૨ (આપ્યા). લોકોને એમ થઈ જાય કે, આ..હા..હા...! સત્યાસી હજાર શું, સત્યાસી લાખ આપે તોય શું ? એમાં રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે. પણ આબરુ માટે ને દુનિયા મને વખાણે, એ હોય તો એ પાપ છે. અહીં તો એ વાત છે. આ..હા....! હવે સમ્યજ્ઞાન કોને કહેવું ? જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે શાનનું થવું...' આહા..હા...! શાસ્ત્રનું જ્ઞાન ને આ જ્ઞાન, એ નહિ. જીવાદિ નવ પદાર્થોના જ્ઞાનસ્વભાવે (થવું). એનો જે આત્મસ્વભાવ છે, એ આત્મસ્વભાવે પરિણમવું. એ જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવું, આત્મ સ્વભાવે આત્માનું પરિણમવું. આ..હા..હા...! તે જ્ઞાન છે, બાકી આ બધા જ્ઞાન બહારના વ્યાકરણ ને સંસ્કૃત એ કોઈ જ્ઞાન નથી. આહા..હા...! શાસ્ત્રજ્ઞાન, અગિયાર અંગનું જ્ઞાન એ કંઈ જ્ઞાન નથી. અહીંયાં તો આત્મા જ્ઞાનમૂર્તિ પ્રભુ છે, એ જ્ઞાનપણે પરિણમે, જ્ઞાનપણે જ્ઞાતાનું જ્ઞાન પરિણમે એનું નામ જ્ઞાન છે. આ..હા..હા...! બહારના શાસ્ત્રના ભણતર-બણતર (એ કંઈ જ્ઞાન નથી). આવ્યું (છે), પરમાત્મપ્રકાશ’માં આવ્યું છે. ભાવના અવલંબે સૂત્રનો અભ્યાસ કરવો. આવે. આ..હા..! પણ એ તો ભગવાન ચૈતન્યસ્વરૂપ છે, જેમાં આખું જ્ઞાન ભર્યું Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સમયસાર સિદ્ધિ-૬ છે. શાસ્ત્રશબ્દોમાં ક્યાં જ્ઞાન ભર્યું છે ? એ તો શબ્દજ્ઞાન છે. એ તો શબ્દનું જ્ઞાન છે. આહા..હા...! આ તો આત્મજ્ઞાન. આત્મજ્ઞાન કોને કહીએ ? કે, જેને રાગનું તો નહિ પણ એની પર્યાય સંબંધીનું પણ નહિ. આહાહા...! આત્મજ્ઞાન ! આત્મા જે જ્ઞાનસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ છે, એનું જ્ઞાન તેને જ્ઞાન કહેવામાં આવે છે. આહા..હા...! છે ? “જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે..” આત્મસ્વભાવે આત્માનું થવું, પરિણમવું. આહાહા...! એ આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપે સ્વભાવપણે પરિણમે તેને જ્ઞાન કહીએ. આહા..બીજાને બોલાવતા આવડ્યો ને બોલતા આવડ્યું ને સમજાવતા આવડ્યું માટે જ્ઞાન છે, એ જ્ઞાનની વ્યાખ્યા જ નથી. આહાહા! બહુ આકરું કામ. જીવાદિ પદાર્થ...” એમાં જીવ, અજીવ બધું આવ્યું ને ? પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. બધાનું જ્ઞાન છે તેવું જ્ઞાનપણે પરિણમવું. આત્માનું) જ્ઞાનપણે પરિણમવું. આહાહા..! તેનું નામ જ્ઞાન કહેવામાં આવે છે. વિશેષ કહેશે.. શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ ! પ્રવચન નં. ૨૩૫ ગાથા-૧૫૫,૧૫૬ ગુરુવાર, વૈશાખ વદ ૧૪, તા. ૨૪-૦૫-૧૯૭૯ (‘સમયસાર ૧૫૫ ગાથા ચાલે છે). ફરીને લઈએ). “મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર છે.” આ એનો સિદ્ધાંત સિદ્ધ કરવો છે. હવે સમ્યગ્દર્શન કોને કહેવું ? તેમાં સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે...” આત્માનું થવું, આત્માનું પરિણમવું તે છે;” આત્મા જે પવિત્ર પૂર્ણ સ્વભાવ છે, એ પવિત્ર સ્વભાવનું શ્રદ્ધાપણે પરિણમવું. એકલી શ્રદ્ધા એટલે વિકલ્પની શ્રદ્ધા ને એ નહિ. ચૈતન્ય સ્વરૂપ જે વીતરાગ સ્વભાવ સ્વરૂપ પ્રભુ, એનું દર્શન એટલે સમ્યગ્દર્શન, વીતરાગ સ્વભાવની પર્યાયપણે આત્માનું પરિણમવું એનું નામ સમ્યગ્દર્શન છે. આહા..હા..! એ કાલે આવી ગયું છે. એ લોકો એમ જ કહે છે કે, જીવાદિ પદાર્થોની) શ્રદ્ધા તે સમકિત છે. શ્રદ્ધા એટલે શું પણ ? શ્રદ્ધા એટલે વિકલ્પ છે ? આ જીવાદિ વિકલ્પ છે ઈ શ્રદ્ધા છે ? ચૈતન્ય સ્વરૂપ રાગરહિત પૂર્ણ શુદ્ધ પવિત્ર સ્વરૂપ, અનંત ગુણનો પિંડ, એ એનું અનંત ગુણનું શુદ્ધ સ્વરૂપ છે એ પર્યાયમાં સમ્યગ્દર્શનપણે, વીતરાગ પર્યાયપણે થવું એનું નામ સમ્યગ્દર્શન છે. આહા...હા..! (હવે, સમ્યકજ્ઞાન (કોને કહે છે ?). ‘જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે.” અનંત ગુણ (સ્વરૂપ) જે જીવ વસ્તુ છે, એનું જ્ઞાનનું થવું, સ્વભાવનું જ્ઞાનનું થવું, આત્મ સ્વભાવનું જ્ઞાનનું પરિણમવું તે જ્ઞાન છે. આહા..હા..! આને જ્ઞાન કહીએ. આ બધા વકીલાતના ને ડોક્ટરના, Page #119 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૫૫ ૧૦૧ એમ.એ.ના ને એલ.એલ.બી.ના એ બધા કુશાન છે. એ.. ‘કનુભાઈ’ ! જજનું જ્ઞાન કુશાન છે એમ કહે છે. એ તો ઠીક કુશાન પણ શાસ્ત્રનું જ્ઞાન એ કરે એ પણ કુશાન છે. ૫૨લક્ષી છે (માટે). આહા..હા...! ભગવાનઆત્મામાં અનંત અનંત ગુણની રાશિ મોટો ઢગલો ! શુદ્ધ સ્વરૂપ, તેનું પરિણમવું. જ્ઞાન એટલે આત્મા. એ આત્માનું તે જ્ઞાનપણે એટલે સ્વભાવપણે, શુદ્ધ સ્વભાવપણે થવું તેનું નામ જ્ઞાન કહેવામાં આવે છે. આહા..હા...! બે બોલ તો આવ્યા હતા. હવે, ચારિત્ર કોને કહેવું ? આહા...હા...! ‘રાગાદિના ત્યાગસ્વભાવે...’ આત્માનું પરિણમવું. આહા..હા...! મહાવ્રતાદિ તો રાગ છે, એ કંઈ ચારિત્ર નથી. આહા..હા...! એ તો અચારિત્ર છે. એ રાગાદિનું (એટલે) રાગ, દ્વેષ, વિકલ્પાદિ, એના ત્યાગસ્વભાવે. રાગના વિકલ્પના અભાવસ્વભાવે, ત્યાગસ્વભાવે. રાગનો વિકલ્પ છે ચાહે તો પંચ મહાવ્રતનો (હો), પણ એ રાગના ત્યાગસ્વભાવે, રાગના અભાવસ્વભાવે. જ્ઞાનનું...’ એટલે આત્માનું થતું. આહા..હા...! આત્મા પોતાના આનંદ અને અનંત ગુણના શુદ્ધ સ્વરૂપમાં રમણતાથી થતું જે ચારિત્ર, એને ચારિત્ર કહે છે. પંચ મહાવ્રત ને પાંચ સમિતિ ને ગુપ્તિ ને અઠ્યાવીસ મૂળગુણના વિકલ્પ (આવે) એ ચારિત્ર નથી. આહા..હા...! એ અચારિત્ર છે, દોષ છે. આવી ચારિત્રની વ્યાખ્યા ! આ..હા...! જે રાગ, દ્વેષાદિના ત્યાગસ્વભાવ (અર્થાત્ એનો અભાવસ્વભાવ. રાગનો અભાવસ્વભાવ, રાગનો ત્યાગસ્વભાવ, એ રૂપે આત્માનું થવું. ભગવાનઆત્મા જેવો વીતરાગ સ્વભાવે છે એવા વીતરાગ સ્વભાવની શ્રદ્ધા, વીતરાગ સ્વભાવનું પરિણમવું જ્ઞાન અને વીતરાગપણે થવું, રમવું એનું નામ ચારિત્ર છે. આહા..હા...! = રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થયું.' રાગના સદ્ભાવે ચારિત્ર થવું એમ નથી. આહા..હા...! આવી વ્યાખ્યા. રાગ – વિકલ્પ શુભ કે અશુભ, એના ત્યાગ - અભાવસ્વભાવે આત્માનું પરિણમવું. રાગપણે ન થવું અને વીતરાગ સ્વભાવપણે, રાગના સ્વભાવના અભાવ સ્વભાવપણે શુદ્ધ ચારિત્રપણે, શુદ્ધ પવિત્રપણે પરિણમવું એનું નામ ચારિત્ર છે. આહા..હા...! છે ? તે ચારિત્ર છે.' તેથી એ રીતે એમ ફલિત થયું...’ તેથી એ રીતે એમ પરિણામ આવ્યું, એનો સ૨વાળો એ ફળરૂપે આવ્યો કે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન (–પરિણમન) જ છે.’ એ ત્રણે એકલું આત્માનું ભવન છે, આત્માનું પરિણમવું છે, રાગાદિ નહિ. ત્રણેમાં... આ.હા..હા..! સરવાળો જુઓ લીધો ! અરે...! ભગવાનઆત્મા અનંત ગુણનું અનંત ધામ ! સ્વયં જ્યોતિ સુખધામ ! એ સુખસ્થાન, આનંદધામ, એનું આનંદપણે પરિણમીને પ્રતીતિ – સમ્યગ્દર્શન આત્માનો સ્વભાવ (થાય) એનું નામ સમ્યગ્દર્શન. અને આનંદનું જ્ઞાન, સ્વભાવનું જ્ઞાન, રાગનું નહિ, શાસ્ત્રનું નહિ, સ્વભાવનું જ્ઞાન સ્વભાવ સન્મુખ થઈને સ્વભાવમાંથી Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સમયસાર સિદ્ધિ-૬ થતું જ્ઞાન તે જ્ઞાન અને સ્વભાવમાં રાગના અભાવસ્વભાવરૂપે સ્વભાવનું – આત્માનું જ્ઞાનનું એટલે આત્માનું થયું તેને ચારિત્ર કહે છે. આહા...! આ રીતે, આ જ રીતે “એમ ફલિત થયું.” એનું ફળ એ આવ્યું, એનો સરવાળો એ આવ્યો કે, “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે...” એ ત્રણે ‘એકલું જ્ઞાનનું ભવન....” એકલા આત્માના સ્વભાવનું થવું એ છે. આહાહા...! સમ્યગ્દર્શન હો કે સમ્યકજ્ઞાન (કે) સમ્યફચારિત્ર (હો), ત્રણે અનંત શુદ્ધ પવિત્ર જે સ્વભાવ (છે), રાગના અભાવસ્વભાવ રૂપ ધ્રુવ સ્વભાવ, એ ધ્રુવ સ્વભાવનું પરિણમવું... આહાહા...! પર્યાયપણે પરિણમવું), તેમાં શક્તિ જે સત્ત્વ છે તેનું પર્યાયપણે સત્ત્વપણું આવવું એને અહીંયાં દર્શન-જ્ઞાન અને ચારિત્ર કહે છે. આહા..હા...! જે સત્ પ્રભુ છે, અકારણિક સત્ છે. જ્ઞાયક અકારણિક છે. સત્ અનંત અનંત ગુણનું ભરેલું સતુ, એ સનું સરૂપે, એનું સત્ત્વ જે શુદ્ધ, પવિત્ર, વીતરાગતા છે, એ વીતરાગતાપણે પરિણમવું, એ પરિણમનને ત્રણ પ્રકાર લાગુ પડે – દર્શન-જ્ઞાન અને ચારિત્ર. આહાહા...! આવી તો વાત છે. - પ્રવચનસારમાં છેલ્લે આવ્યું ને ! રાગ છોડીને. વચમાં રાગ આવે છે, પણ એ કંઈ ચારિત્ર નથી. છઠ્ઠ ગુણસ્થાને પણ રાગ આવે ઈ ચારિત્ર નથી એમ કહે છે. જેટલું સ્વભાવનું પરિણમન થયું છે એટલું ચારિત્ર (છે), પણ રાગનો અભાવ થઈને જ્યારે ચારિત્રની સાતમા ગુણસ્થાનની પરિણતિ થાય એને ત્યાં ચારિત્ર વર્ણવ્યું છે. આહા..હા...! આવો માર્ગ ! મુમુક્ષુ :- કુંદકુંદાચાર્યદેવે” મહાવ્રત પાળ્યા હતા કે નહિ ? ઉત્તર :– પાળ્યા નહોતા. મહાવતના વિકલ્પ આવ્યા હતા અને જાણ્યા હતા કે, આ દુઃખરૂપ છે. એના સ્વામિ નહોતા, એના ધણિ નહોતા, એનું સ્વસ્વામિપણે એમાં નહોતું. આત્મામાં સ્વસ્વામિસંબંધ નામનો ૪૭ મો ગુણ છે. એ આત્મા દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ, એ એનું સ્વ અને એ એનો સ્વામિ. રાગ થાય એનો એ સ્વામિ નહિ અને એ એનું સ્વ નહિ. એનું સ્વ નહિ માટે એનો સ્વામિ નહિ. આહા...હા...! આવી વાતું છે. જે પોતાનું દ્રવ્ય સ્વ શુદ્ધ, ત્રિકાળી ગુણ સ્વ શુદ્ધ અને વર્તમાન પવિત્ર પર્યાય, વીતરાગી અનંત ગુણની નિર્મળ પર્યાય સ્વ શુદ્ધ, એનો એ સ્વામિ છે. વચ્ચે રાગાદિ આવે પણ) એનો એ સ્વામિ નથી, એનો ધણિ નથી. આહાહા...! મારા ધણિ વિનાનો એ માલ છે. આ..હા..હા..! - એક ફેરી ઘણા લાખો રૂપિયાનો માલ દરિયાને કાંઠે આવ્યો હતો. પછી એમાં એવું હતું કે, જો એ પકડાય તો બહુ મોટો ગુનો થાય એવું હતું. એટલે એ માલનો ધણિ થયો નહિ. લાખોનો, ઘણા લાખોનો માલ હતો. (કોઈ) ધણિ ન થયો. એમ ભગવાન આત્મા ! વચમાં રાગ આવે એનો ધણિ ન થાય. પકડાય (જાય), ધણિ થાય તો પકડાય જાય. ખંભાતના કાંઠે મોટું થયેલું. ઘણા લાખોનો કાપડની ગાંસડિયું (આવેલી). ઘણા લાખોના Page #121 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૫૫ ૧૦૩ ગાંસડિયું (આવેલી). કાંઈક ગુનાથી ખાનગી લાવ્યા હશે. એમાં કોઈ કહે કે, આ છે કોની ? એ પકડાણો. એટલે એનો ધણિ (કહે), મારો માલ નથી આ. થઈ રહ્યું. આહા..હા...! એમ આત્મામાં પવિત્ર ભગવાન પૂર્ણાનંદનો નાથ જ્યાં આનંદ અને શાંતિપણે પરિણમે છે, તેની પ્રતીતિપણે, તેના જ્ઞાનપણે અને તેના રાગના અભાવના સ્વભાવપણે પરિણમે છે તે ચારિત્ર, દર્શન ને જ્ઞાન છે. આહા..હા...! આવું છે. મુદ્દાની રકમની વાત મૂકીને બધી વાતું કરે). આમ પાળો ને આ કરો ને આ કરો ને દેશસેવા કરો ને વ્રત પાળો ને અપવાસ કરો, શાસ્ત્ર બનાવો, શાસ્ત્રની પ્રભાવના કરો, પ્રસાર કરો... પણ કોનો ? બાપુ ! શું છે આ ? આહાહા.... કરોડો શાસ્ત્રો બનાવો, પચીસ લાખના, પચાસ લાખના (બનાવો) પછી શાસ્ત્રની પ્રભાવના કરો. પણ શું છે એમાં ? એ તો બધો વિકલ્પ છે. મુમુક્ષુ :- શાસ્ત્ર છપાવવાની પ્રભાવના તો આપે કરી. ઉત્તર :– એ પ્રભાવના નથી. એને અંદર રાગથી રહિત એવી દૃષ્ટિ, જ્ઞાન ને રમણતા (કરવી) એ એની પ્રભાવના છે, સ્વ પ્રભાવના (છે). પણ વચ્ચે આવો રાગ આવે એને વ્યવહાર પ્રભાવના કહેવામાં આવે છે, પણ એ બંધનું કારણ. આહાહા...! આવી વાતું છે. ત્રણનો સરવાળો કર્યો. “એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું. જ્ઞાનનું ભવન...” (છે). એકલા આત્માના સ્વભાવનું ભવન (છે), જેમાં રાગના અંશની બિલકુલ મદદ ને સહાય નહિ. આહાહા...! શાસ્ત્રમાં વ્યવહાર રત્નત્રયને નિમિત્ત કહેવામાં આવે પણ એ નિમિત્તની સહાય નથી અને નિમિત્તપણું કહ્યું એ તો ઉપચારથી એને કહ્યું, વસ્તુસ્થિતિ તો આ છે. આહા..હા...! વીતરાગમાર્ગ આકરો છે. ત્રણેની વ્યાખ્યા કરી. પછી કીધું કે, “એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન... એકલા આત્મસ્વભાવનું થવું એમ. જોયું ? એકલું (કહ્યું છે. આ એકલા ઉપર વજન છે. બેકલો રાગનો વિકલ્પ ભેગો નહિ. બેકલો હોય તો બગડશે, એકડે એક ને બગડે છે. આહા..હા...! એક ચૈતન્ય સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ ને પૂર્ણ ચૈતન્ય જ્યોતિ, અતીન્દ્રિય અનંત અનંત ગુણનો પિંડ, એ એના ગુણોના સ્વભાવપણે પર્યાયમાં પરિણમવું, સ્વભાવપણે પરિણમવું, એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન...” (છે). એકલા આત્મસ્વભાવનું થવું (છે). આ.હા...હા...! આવી સ્પષ્ટ વાત છે. એમાં વ્યવહાર ચારિત્ર ને રાગની ગંધય અહીં નથી. આહા...હા...! એને કારણે પાળતા પાળતા (શુદ્ધતા) થાય. એ વળી કેટલાક કહે છે. ટીકામાં ક્યાંક આવે (કે), વ્યવહાર સાધન-સાધ્ય. એ તો સમજાવ્યું છે. આહા..હા... એકલો ભગવાન રાગ અને વિકલ્પ વિનાનો જે ગુણ – સ્વભાવ, એવો એકલો પ્રભુ, પોતાના શુદ્ધ સ્વભાવપણે દ્રવ્ય અને ગુણે છે એ રીતે પર્યાયમાં શુદ્ધપણે, એનું જે સત્ત્વ છે તે પર્યાયપણે સત્ત્વ આવ્યું, પરિણમ્યું એને દર્શન-જ્ઞાન-ચારિત્ર કહે છે. આહાહા...! આકરું કામ છે. અહીં તો જરી બાળ બ્રહ્મચારી છોડીયું હોય, દીક્ષા લે (તો) ઓ...હો.હો.. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સમયસાર સિદ્ધિ-૬ ચારિત્ર ! ધૂળેય ચારિત્ર નથી. આહા..હા...! હજી સમ્યગ્દર્શન, શુદ્ધ સ્વભાવના પરિણમનની ખબર નથી ત્યાં ચારિત્ર આવ્યું ક્યાંથી ?) આહા..હા...! ત્રિકાળી ભગવાન મહાસત્તા જેની શુદ્ધ પવિત્ર, એના હોવાપણે, એનું હોવાપણું છે તેવું જ હોવાપણું પરિણમનમાં – પર્યાયમાં – અવસ્થામાં આવે ત્યારે તો તેને હજી સમ્યગ્દર્શન કહે છે. એવું જ પરિણમન આવે ત્યારે તેને જ્ઞાન કહે છે અને એવું જ સ્વભાવનું પરિણમન આવે તેને રાગાદિના ત્યાગસ્વભાવરૂપ ચારિત્ર કહે છે. આહા..હા...! છે કે નહિ એમાં ? પહેલી ત્રણેની વાત તો કરી, પછી લીધું કે, ત્રણે એકલું શાનનું ભવન...' (છે), એકલા આત્મસ્વભાવનું થવું (છે). આ...હા..હા...! ભાષા મૂકી, જોઈ ? એકલો સ્વભાવ શુદ્ધ ચૈતન્યપ્રભુ ! એકલું જ્ઞાન ને આનંદ ને શુદ્ધ સ્વભાવનું થવું, જેમાં વ્યવહારની ગંધ નહિ, વ્યવહારની સહાય નહિ... આહા..હા...! વ્યવહાર આવો હોય તો એ નિશ્ચય પામે (એવી) જેમાં ગંધ નથી. ઈ વાત જ જૂઠી છે. આહા..હા..! વાતું વ્યવહારની કરે (એટલે) લોકો રાજી થાય. આમ કરો, આમ કરો, સાધર્મીને મદદ કરો. અરે...! પણ સાધર્મી છે ક્યાં ? તું હજી સાધર્મી (નથી), મિથ્યાદૃષ્ટિ (છે). સાધર્મીને આમ કરો (એમ કહે) એટલે લોકોને એવું થાય કે, આ..હા..હા...! એક તો ઓશિયાળા સાધારણ હોય. સાધર્મીને આમ દેવું, મદદ કરવી, ફલાણું કરવું, આમ કરવું ઈ પ્રભાવના છે, એ સમ્યગ્દર્શનની પ્રભાવના છે. આહા..હા....! અહીં તો ૫૨માત્માનું કહેલું ‘કુંદકુંદાચાર્યદેવ’ સંત કહે છે અને એના ટીકાકાર એમાંથી કાઢીને આ ભાવ કહે છે. આહા..હા...! પાઠ છે ને ! જુઓને ! રાવીપરિહરળ ઘરળ પાઠમાં છે. નીવાવીસદ્દહળ સમ્માં” એ પણ રાગરહિત જે સ્વભાવની શ્રદ્ધા, એમ છે. ‘નીવાવીસદ્દાં” આવ્યું એટલે જાણે જીવની શ્રદ્ધા ને અજીવ ને નવ તત્ત્વની શ્રદ્ધા થઈ એટલે થઈ ગયું. આહા...હા....! ‘એ ત્રણે એકલું...’ આત્માનું ભવન. એકલું આત્માના શુદ્ધ સ્વરૂપનું ભવન થવું ભવન (થવું). ‘ભવન જ છે.' એમ છે, જોયું ? એકલું આત્માના સ્વભાવનું થવું જ છે. (એ) ત્રણ એકલું આત્માના સ્વભાવનું થવું જ છે. આ..હા..હા...! સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર એ ત્રણ એકલા આત્મસ્વભાવનું થવું જ છે. એમાં બિલકુલ રાગાદિની, નિમિત્તની મદદ નથી. આહા..હા...! અને વ્યવહાર રત્નત્રયથી આ સ્વભાવનું પરિણમન થાય એવી એ વસ્તુ નથી. આ..હા...! - ‘એકલું જ્ઞાનનું...’ એટલે સ્વભાવનું એટલે આત્માનું ‘(–પરિણમન) જ છે...’ આહા...હા....! એકલું આત્માનું પરિણમન જ છે, એકલું આત્માના સ્વભાવનું પરિણમન જ છે. રાગના પરિણમનનો અંશ જેમાં બિલકુલ નથી. આહા..હા...! આમાં છે કે નહિ એમાં ? કોઈ કહે કે, ‘સોનગઢ’વાળા એકાંત નિશ્ચયની જ વાતું કરે છે. ભેગી વ્યવહારની (વાત) કહેતા નથી. Page #123 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૫૫ ૧૦૫ પણ કથનમાં વિકલ્પ આવે છતાં આવે ઈ વસ્તુ નથી. આહા..હા...! આ ‘સમયસાર’ શું કહે છે ? આ અત્યારનું ‘સમયસાર’ છે ? બે હજાર વર્ષ પહેલાંનું ‘કુંદકુંદાચાર્યદેવ’નું (ચેલું છે) અને આ અભિપ્રાય તો અનાદિનો છે. આ (અભિપ્રાય) કાંઈ એકલા ‘કુંદકુંદાચાર્યદેવ’નો નથી. અનાદિ સંતો, દિગંબર મુનિઓ, કેવળીઓનો આ અભિપ્રાય છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ’ એના બે ભાગ ન હોય કે આમેય હોય ને આમેય હોય. આહા..હા..! કઠણ પડે, એકાંત લાગે. અનેકાંત જોઈએ, વ્યવહા૨થી પણ થાય, સ્વભાવથી પણ થાય (એમ કહો). પણ એકલું “જ”, “એકલું જ, એકલો સ્વભાવ જ’, સ્વભાવપણે પરિણમવું “જ” તે દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એકલું અને જ, બેય જોડી દીધા. આ..હા..હા...! અરે... પ્રભુ ! સત્યનો માર્ગ તો આવો છે ને પ્રભુ ! દુનિયા કોઈ માને ને મનાવી રે, એને લાખો માણસ માને.... ઓ...હો..હો...! શું વ્યવહાર આ છે ને લાણું આ છે ! આ...હા...! મોટા ગજરથ કાઢ્યા, દસ લાખ ખર્ચ્યા માટે એમાં ધર્મ થઈ ગયો ! સંઘવીની પદવી મળે. મુમુક્ષુ : ઉત્તર :- પદવી અજ્ઞાનીઓ આપે. સંઘવીની પદવી આપે. આહા..હા...! આ તો સંઘ મોટો ભગવાન અનંત ગુણનો સંઘ ! આ..હા..હા...! એની પદવી જેણે પર્યાયમાં પ્રાપ્ત કરી છે, આહા..હા...! જેને નિમિત્ત અને રાગની સાથે લાગતુંવળગતું કાંઈ નથી. વ્યવહાર રત્નત્રય સાથે નિશ્ચય રત્નત્રય જે આ છે એને બીજાનું લાગતુંવળગતું કાંઈ નથી. આહા..હા...! મુમુક્ષુ :- નિશ્ચય તો વ્યવહારનો નિષેધ કરે છે. ઉત્તર ઃ- સ્વભાવ સ્વભાવરૂપે પરિણમે છે એ અભાવપણું બતાવે છે કે વ્યવહા૨ હતો એનો અભાવસ્વભાવ. આહા..હા...! વ્યવહારથી થાય છે (એમ જે કહે) એ તો જૈનદર્શન નથી, એ વીતરાગમાર્ગ નથી. આહા...હા...! પહેલી વ્યાખ્યા આત્માની કરી. આત્મા આ પ્રમાણે સ્વભાવપણે પરિણમે એ સમ્યગ્દર્શન, સ્વભાવપણે પરિણમે તે જ્ઞાન, સ્વભાવપણામાં રાગાદિ રહિત થઈ પરિણમે તે ચારિત્ર. પછી ભેગું કરીને એકદમ એકાંત કરી નાખ્યું. એ ત્રણે એકલું...' આત્માનું ભવન (છે), જેમાં રાગ અને નિમિત્તની કાંઈ લેશ અપેક્ષા નથી, નિરપેક્ષપણે પરિણમે છે). એકલા આત્માના સ્વભાવનું ભવન જ. ભવવું એટલે થવું, પરિણમન. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકા૨ણ છે.’ લ્યો. છેવટે સરવાળો (આ કર્યો). જ્ઞાન એટલે આત્મા. આત્માનો સ્વભાવ શુદ્ધ જે છે એ જ ૫૨માર્ચે મોક્ષનું કારણ છે. એ શુદ્ધનું પરિણમન થવું તે (મોક્ષનું કારણ છે). જે ત્રિકાળ શુદ્ધ છે... આહા..હા...! એ શુદ્ધનું પરિણમન થવું એ જ પરમાર્થે મોક્ષકારણ છે. ચાર લીટી, પાંચ લીટીમાં તો ઘણું ભર્યું ! આહા..હા....! ભાવાર્થ :- આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે.’ હવે અહીં શું કહે છે ? કે, જ્ઞાન જ્ઞાન કેમ કહ્યું ? આત્મા ન લીધો અને જ્ઞાન જ્ઞાન કેમ કહ્યું ? (કેમકે), આત્માનું Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમયસાર સિદ્ધિ-૬. અસાધારણ....” એટલે કોઈ બીજામાં આ (ગુણ) નથી, આને બીજો કોઈ આવો ગુણ નથી. “અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે.” કે જે સ્વ અને પરને જાણવાની સ્વતઃ તાકાત છે. બીજા ગુણો જાણવાની તાકાત રાખતા નથી અને રાગાદિની વાત તો અહીં છે જ નહિ. આહાહા..! આત્માનું અસાધારણ....” એટલે બીજું કોઈ નહિ એવું સ્વરૂપ તે “જ્ઞાન જ છે. વળી આ પ્રકરણમાં.” આ અધિકારમાં “જ્ઞાનને જ મુખ્ય કરીને વ્યાખ્યાન છે. જ્ઞાનનું થવું, જ્ઞાનનું થવું, રાગનું થવું નહિ, રાગનું થવું નહિ. આહા...હા...! એ જ્ઞાનને જ મુખ્ય કરીને વ્યાખ્યાન છે. તેથી “જ્ઞાનને જ..” આત્માના જ્ઞાનને જ. પ્રધાન.” મુખ્ય ‘કરીને વ્યાખ્યાન છે. તેથી...” એમ કેમ કહ્યું? કે, બીજા ગુણો અંદર ભેગા છે ખરા પણ જ્ઞાનને પ્રધાન કરીને કહ્યું એટલે રાગને ગૌણ કરીને કહ્યું એમ અહીં નથી (કહેવું). અહીં તો ગુણ જે અનંત છે એમાં અસાધારણ જે જ્ઞાન છે એને જ મુખ્ય કરીને કહ્યું. અંદર બીજા અનંત ગુણો છે. સમજાણું કાંઈ ? પણ જ્ઞાનને મુખ્ય કરીને કહ્યું એટલે અંદર રાગ પણ ગૌણપણે છે, એમ નથી. આહા..હા....! આવો માર્ગ સાંભળવો કઠણ પડે. આ ભવના અંતની વાતું છે ને પ્રભુ ! જેમાં ભવના અંત ન આવે, બાપા ! એ ભવભ્રમણ કરી કરીને મરી ગયો છે. આહા..હા..! | ‘અષ્ટપાહુડમાં તો કહે છે, પ્રભુ ! તેં સાધુના દ્રવ્યલિંગ એટલી વાર ધાર્યા. આહા..હા...! કે, એના પછી પણ તે અનંતા ભવ કર્યા છે. દ્રવ્યલિંગ દિગંબર સાધુ પંચ મહાવ્રતધારી, એવા દ્રવ્યલિંગ એટલી વાર ધાર્યા કે અનંત અનંત વાર પાળ્યા અને એના પછી અનંત વાર તેં અનંતા ભવ કર્યા છે. આહા...હા...! અને તારા જન્મની જનની માતા(ના), તારા દુઃખને દેખીને તારા રૂદનના આંસુ એવા પડ્યા, તારી માને (એટલા આંસુ આવ્યા).. આહાહા..! આમ વીસ વર્ષનો જુવાન, છ મહિના-બાર મહિનાનું પરણેતર હોય, એકનો એક દીકરો હોય અને એની મા જોતી હોય (કે), અરે...! હવે (ભરવાની) તૈયારી છે. અર.૨.૨...! આહાહા...! ચાલ્યો આ ! એમ કીધું હતું, ભાઈ ! કેવા “લાખાણી” ? “મૂળજી લાખાણી' ! મૂળજીનો મોટો છોકરો હતો ને ? “ભાનુભાઈ ! જુવાન માણસ ! “ભૂરાભાઈને ત્યાં પરણ્યો હતો. પોરબંદર ! એની વહુ કહે, આ છોકરો ચાલ્યો. આહા...! પરણેલો ! શું કહેવાય જૈનપ્રકાશ ? આપણું “આત્મધર્મ' ! “ભાનુ'નું હતું. પહેલા ઈ ભાનુ'નું હતું. સંપાદક તરીકે (ઈ હતા). પરણેલો મોટા ગૃહસ્થમાં. આહા...હા..! જેના લગ્નમાં આમ પ્લેનમાં કેરીઓ ઉતારી હતી ને મોટા જમણ કર્યા હતા. એની મા કહે, જુઓ ! છોકરો (ચાલ્યો). દેહ છૂટી ગયો, ફડાક દઈને ! આહા! એવા મરણ થતાં તારી માંના આંસુ, જનની આંસુના ઢગલા કરે તો આખા દરિયા ભરાય, કહે છે. દરિયો ભરાય એટલા તારી માતાએ તારી પાછળ (આંસુ પાડ્યા) છે, બાપા આહા...હા...! ભાઈ ! તને ખબર નથી. અનંત અનંત ભવમાં કયાં ભેડું પડી ગઈ છે અને ક્યાં દુઃખોના ઢગલા વેક્યા છે ? ભાઈ ! ભૂલી ગયો તું. આહા...હા...! Page #125 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૫૫ ૧૦૭ તારા દુઃખને દેખી બીજાને રોણા આવ્યા છે, પ્રભુ ! એવા દુઃખ વેઠ્યા છે, ભાઈ ! આહા..હા...! એ આ સ્વરૂપની પ્રાપ્તિ વિના. આ વિના બધું થયું. દ્રવ્યલિંગે ધારણ કર્યાં, પંચ મહાવ્રત અનંત વા૨ પાળ્યા, દિગંબર સાધુ અનંત વાર થયો. આહા..હા...! મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઊપજાયો’ મુનિવ્રત પાળ્યા. પંચ મહાવ્રત પાળ્યા). વસ્ત્રનો ત્યાગ (કર્યો), એક દોરો (રાખ્યો) નહિ એવા મુનિવ્રત પાળ્યા પણ અંદર સમ્યગ્દર્શન - આત્મ સ્વભાવની દૃષ્ટિ વિના બધા થોથા નીકળ્યા. આહા..હા...! મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઊપજાયો, પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' પણ આત્મા રાગથી ભિન્ન (છે) એનું જ્ઞાન અને સમિકત વિના એને સુખનો સ્વાદ ન આવ્યો. એ પંચ મહાવ્રતના પરિણામનો સ્વાદ એ દુઃખ છે. આહા..હા....! આહા..હા..! પંચ મહાવ્રત ને અઠ્યાવીસ મૂળગુણના વિકલ્પો એ દુઃખ છે, બાપા ! તેં દુ:ખ વેઠ્યા. તને સુખ મળ્યું નથી. આહા..હા...! આ..હા..હા...! એ અહીં કહે છે. ‘આ પ્રકારણમાં જ્ઞાનને જ...’ મુખ્ય કરીને. મુખ્ય કરીનો અર્થ એના અનંતા ગુણો છે એ અપેક્ષાએ. જ્ઞાનને મુખ્ય કરીને એટલે કે વ્યવહારને ગૌણ કરીને એમ અહીં નથી, એવી અહીં અપેક્ષા નથી. આહા..હા...! જ્ઞાનને જ...’ મુખ્ય કરીને વ્યાખ્યાન છે.’ વળી, ‘તેથી ‘સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર–એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે’ ત્રણે સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે. એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે.’ જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે...’ જોયું ? એ તો જ્ઞાન(થી) વાત કરી બાકી અભેદથી તો ઈ આત્મા જ છે. આહા..હા...! જ્ઞાન છે તે અભેદ...’ જ્ઞાન અને દ્રવ્ય આત્મા, બે. અભેદ કથનમાં જ્ઞાન તે જ આત્મા છે. એમ કહેવામાં કાંઈ પણ વિરોધ નથી.’ આહા..હા...! માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્યદેવે જ્ઞાનસ્વરૂપ આત્માને જ્ઞાન’ શબ્દથી કહ્યો છે.’ જ્ઞાનસ્વરૂપ ભગવાનને ‘જ્ઞાન’ શબ્દથી જ કહ્યો છે. જ્ઞાનનું પરિણમવું... જ્ઞાનનું પરિણમવું... જ્ઞાનનું પરિણમવું, રાગનું પરિણમવું નહિ એટલે કે આત્માનું પરિણમવું એમ અર્થ લેવો. આ..હા...! અજ્ઞાની પર્યાયનું અને દ્રવ્યનું જ્ઞાન કરવા જાય છે ત્યાં અનાદિના અભ્યાસથી પર્યાયમાં અહંપણાનું જોર રહેવાથી દ્રવ્યનું જ્ઞાન સાચું થતું નથી. અજ્ઞાનીને એમ થાય છે કે પર્યાય છે ને ! પર્યાય છે તો ખરી ને ! એમ પર્યાય ઉપર જોર આપવાથી દ્રવ્ય ઉપર જોર આપી શકતો નથી અને તેથી અંદરમાં ઢળી શકતો નથી. પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ મે–૨૦૦૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ગાથા-૧૫૬ अथ परमार्थमोक्षहेतोरन्यत् कर्म प्रतिषेधयति સમયસાર સિદ્ધિ-૬ पवट्टंति । विहिओ । ।१५६ ।। मोत्तूण णिच्छयट्टं ववहारेण विदुसा परमट्टमस्सिदाण दु जदीण कम्मक्खओ मुक्त्वा निश्चयार्थं व्यवहारेण विद्वांसः प्रवर्तन्ते । परमार्थमाश्रितानां तु यतीनां कर्मक्षयो विहितः । ।१५६ ।। यः खलु परमार्थमोक्षहेतोरतिरिक्तो व्रततपःप्रभृतिशुभकर्मात्मा केषाञ्चिन्मोक्षहेतुः स सर्वोऽपि प्रतिषिद्धः, तस्य द्रव्यान्तरस्वभावत्वात् तत्स्वभावेन ज्ञानभवनस्याभवनात्; परमार्थमोक्षहेतोरेवैकद्रव्यस्वभावत्वात् तत्स्वभावेन ज्ञानभवनस्य भवनात्। હવે પરમાર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છે ઃવિદ્વજ્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે, પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ-આશ્રિત સંતને. ૧૫૬. ગાથાર્થ :- નિશ્ચયા) નિશ્ચયનયના વિષયને (મુવત્ત્તા) છોડીને (વિદાસઃ) વિદ્વાનો (વ્યવહારે) વ્યવહાર વડે (પ્રવર્તો) પ્રવર્તે છે; (જી પરંતુ (પરમાર્થમ્ આશ્રિતનાં) ૫રમાર્થને (–આત્મસ્વરૂપને) આશ્રિત (યતીન) યતીશ્વરોને જ (ર્મક્ષય:) કર્મનો નાશ (વિતાિઃ) આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મક્ષય થતો નથી.) ટીકા :– ૫રમાર્થ મોક્ષહેતુથી જુદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે; કારણ કે તે મોક્ષહેતુ) અન્ય દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ પુગલસ્વભાવી) હોવાથી તેના સ્વ-ભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી, માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ જીવસ્વભાવી) હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે. — ભાવાર્થ :– મોક્ષ આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. જે અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય ? શુભ કર્મ પુદ્ગલસ્વભાવી છે તેથી તેના ભવનથી ૫રમાર્થ આત્માનું ભવન ન થઈ શકે; માટે તે આત્માના મોક્ષનું કા૨ણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી છે તેથી તેના ભવનથી આત્માનું ભવન થાય છે; માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. આ રીતે જ્ઞાન જ વાસ્તવિક મોક્ષહેતુ છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૫૬ ગાથા ૧૫૬ ઉપ૨ પ્રવચન - ૧૦૯ હવે, પરમાર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છે :–” મોક્ષના કારણથી અન્ય જે રાગાદિ, વ્યવહા૨ રત્નત્રયાદિ, એનો આમાં નિષેધ કરે છે. ૧૫૬. मोत्तूण णिच्छयट्टं ववहारेण विदुसा पवट्टंति । परमट्टमस्सिदाण दु जदीण कम्मक्खओ विहिओ । । १५६ ।। વિદ્વજ્જનો ભૂતાર્થ તજી, વિદ્વાનો તમે અંદર નિશ્ચયને છોડી દઈને વ્યવહાર, વ્યવહારની વાતો કરવા મંડી પડ્યા છો અને વ્યવહા૨ના વર્તન, વ્યવહા૨ના વર્તન (કરો છો). આહા..હા...! ‘કુંદકુંદાચાર્યદેવ’ ટાણે (આવા) લોકો હશે. વિદ્વજ્જનો ભૂતાર્થ તજી...' નિશ્ચય વસ્તુ છે તેને છોડી દઈને અરે......! વિદ્વાનો તમે શું કર્યું ? તમારી વિદ્વત્તાની અંદરમાં આ ફળ શું લાવ્યા ? આ..હા...! વ્યવહાર કરો, વ્યવહા૨ કરો, વ્યવહારથી થાશે. આહા..હા...! છે કે નહિ અંદર ? ભાઈ ! પાઠ છે કે નહિ ? આહા..હા...! વિદ્વજ્જનો ભૃતાર્થ તજી’ જયસેનાચાર્યદેવ’ જરી બીજો અર્થ કર્યો છે). વિદ્વાનો વ્યવહા૨ને કરતા નથી, નિશ્ચયને કરે છે, વ્યવહારમાં પ્રવર્તતા નથી એમ કહે છે. એવો અર્થ કર્યો છે. અહીં મૂળ પાઠને ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ની શૈલીથી (કહે છે). આહા..હા...! મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છે ઃ—આ..હા...! વિદ્વજ્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે, પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ-આશ્રિત સંતને. ૧૫૬ આ..હા..હા...! હજી તો ઓળખાણે ન મળે, શ્રદ્ધાના ઠેકાણા ન મળે અને ચારિત્ર થઈ ગયા ને મોક્ષ જશે (એમ કહે). આહા..હા...! બાપુ ! આકરી વાત છે, ભાઈ ! દીપચંદજી’ થઈ ગયા, દીપચંદજી’ ! એણે અધ્યાત્મનું પંચસંગ્રહ’ (બનાવ્યું) છે. ‘અધ્યાત્મ પંચસંગ્રહ’માં લખ્યું છે. દીપચંદજી’ શું કહેવાય ? ‘ચિદ્વિલાસ' બનાવ્યું છે ને ! ‘અનુભવ પ્રકાશ’ ! એમણે કહ્યું, તે દિ' એમ કહ્યું હોં ! અત્યારે કોઈ(ની) આગમ પ્રમાણે મને શ્રદ્ધા દેખાતી નથી. જો મોઢે કહેવા જાઈએ તો સાંભળતા નથી.’ એમ એમાં લખે છે. ‘અધ્યાત્મ પંચસંગ્રહ’ છે. પાંચ મોટા પુસ્તક છે. એ પાંચનો એક સંગ્રહ (છે). છે, બધા જોયા છે ને ! આગમ પ્રમાણે શ્રદ્ધા (દેખાતી નથી). એ વખતે, ૨૦૦ વર્ષ પહેલાં ! આગમ પ્રમાણે કોઈની શ્રદ્ધા (હું) જોતો નથી. આહા..હા..! મોઢેથી કહેવા માગીએ તો સાંભળતા નથી. માટે લખી જાઉં છું. એવું લખ્યું છે. મુમુક્ષુ :- આજે તો સાંભળનારા ઘણા થઈ ગયા છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ ઉત્તર :– હવે છે ખરા. હવે સાંભળનારા થયા છે. લાખો માણસો જરી વિચા૨માં ફેરફાર = કરીને વિચાર કરે છે. માર્ગ તો કાંઈક બીજો છે. ટીકા, ૧૫૬ની ટીકા. પરમાર્થ મોક્ષહેતુથી જુદો...' (અર્થાત્) મોક્ષના કારણથી જુદો. ‘વ્રત, તપ...’ શીલ, તપ ‘વગેરે શુભકર્મ...’ શુભ પરિણામ. મોક્ષહેતુ કેટલાક લોકો માને છે,’ આને મોક્ષનું કા૨ણ કેટલાક અજ્ઞાની માને છે. આહા..હા...! પેલો ‘વિદ્વાન’નો અર્થ ‘કેટલાક લોકો’ કરી નાખે છે. આહા..હા...! પરમાર્થે મોક્ષકારણથી, હેતુ એટલે કારણ. મોક્ષના કારણથી – હેતુથી જુદો. એ વ્રત, તપ મોક્ષનો હેતુ નથી. આહા..હા...! પંચ મહાવ્રત ને સમિતિ, ગુપ્તિ વ્યવહા૨ ને અઠ્યાવીસ મૂળગુણ... આ..હા...! અત્યારે તો એનાય ક્યાં ઠેકાણા છે ? હંમેશાં એને માટે ચોકા કરી આહાર લે. આહા..હા...! ઉદ્દેશીક આહા૨ એને માટે (બનાવેલો આહાર લે). વ્યવહાર અઠ્યાવીસ મૂળગુણના ઠેકાણા નથી (તો ત્યાં) નિશ્ચય તો ક્યાં હતો ? આહા..હા...! આ..હા..! એને માટે બધું બનાવે. પાણી, આહાર, મોસંબીનો રસ, ઢીકણું... આહા..હા...! કોઈક અહીં કહેતું હતું (કે), જ્યપુર’માં ‘વિદ્યાનંદજી’ હતા. એક મહિનાના ત્રીસ દિવસના શેઠિયાઓ નક્કી કરે. આ દિવસે (આ) ઠેકાણે જવું, આ દિવસે) આ ઠેકાણે (જવું એમ) ત્રીસના ઠેકાણા (નક્કી કરે). એને માટે બનાવી અને શેઠિયા બનાવે અને ત્યાં વ્હોરવા જાય. હમણાં કો’ક કહેતું હતું. કોણ કહેતું હતું ? કો’ક કહેતું હતું. ‘શ્રીપાળજી’ ! ‘દિલ્હી’વાળા ! આહા...હા...! ‘શ્રીપાળજી’ ! એક મહિનાના (ઘર) નક્કી થાય. આ દિવસે આના ઘરે જાવું. એને ત્યાં એના માટે બધું એકેએક બન્યું હોય. અરે......! અરે.... ભાઈ ! જ્યાં અઠ્યાવીસ મૂળગુણના છેદ છે. ‘અષ્ટપાહુડ’માં પાઠ છે. એના મૂળગુણમાં છેદ છે એનું બધું ખોટું છે, એનું એકેય સાચું છે નહિ. આહા..હા...! શું થાય ? અત્યારે આખી વાત ક્યાં કરવી ? આહા..હા...! (શ્રોતા ‘કુંદકુંદાચાર્યદેવ’ના વખતમાંય એવું હતું). એવું છે એટલે પોકાર કર્યો છે. આહા..હા....! ૧૧૦ -: — ૫૨માર્થે મોક્ષના હેતુથી જુદો. મોક્ષના હેતુથી જુદો એટલે બંધનું કારણ. ‘વ્રત, તપ વગેરે શુભકર્મ... એટલે શુભ ઉપયોગ, શુભ પરિણામ. એ મોક્ષહેતુ કેટલાક...’ એટલે અંદર (પાઠમાં) જે પેલા વિદ્વાન કીધા ને ! એવા કેટલાક લોકો માને છે,...' આહા..હા...! ‘તે આખોય નિષેધવામાં આવ્યો છે;...' આખોય વ્યવહાર (નિષેધવામાં આવ્યો છે). આ..હા..હા...! આકરું કામ છે. ‘આખોય...’ એટલે શું કીધું ? વ્રત વગેરે શુભ પરિણામ, એ આખોય નિષેધવામાં આવ્યો છે. શુભના અનેક પ્રકાર છે, અસંખ્ય પ્રકા૨ (છે). શુભભાવ એ વ્યવહાર પ્રભાવના.. પણ એ બધો શુભભાવ તો નિષેધવામાં આવ્યો છે. આહા..હા...! બહારમાં કોઈ સમજે માટે વ્યવહા૨ પ્રભાવના (કરે છે) એ (કંઈ પ્રભાવના નથી). એને શું સંબંધ છે ? એને શુભભાવ આવ્યો Page #129 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧પ૬ ૧૧૧ છે એ વ્યવહાર પ્રભાવના. નિશ્ચય સ્વભાવની એકાગ્રતા અંદર છે એ નિશ્ચય પ્રભાવના અને શુભભાવ) આવ્યો છે (એ) વ્યવહાર. એ પણ નિષેધવામાં આવ્યો છે. આહાહા...! (આવું સાંભળીને) પછી “સોનગઢ'વાળાનું એકાંત છે કહે ને ! વ્યવહારથી કંઈ પણ થાય, પાંચમો આરો છે, હલકો આરો (છે) અને એકલી નિશ્ચય નિશ્ચયની વાતું કરો. એમ કહે બાપુ ! માર્ગ તો આ છે, ભાઈ ! અને તે પણ હિતને માટે છે, ભાઈ ! આ દેહ છૂટીને ચાલ્યો જાઈશ, બાપા ! એ વ્યવહારના પક્ષથી ધર્મ માનીને મિથ્યાત્વ સેવી.. આહાહા...! કયાંય અજાણ્યા ક્ષેત્રે ચાલ્યો જાઈશ). વિશેષ તો મિથ્યાષ્ટિ નિગોદમાં જાય એની વાત છે. અને ચૌદ બોલમાં પશુ થાય એવો પાઠ છે. પશુ ! “સમયસારમાં છેલ્લે ચૌદ બોલ છે ને ! પશુ ! “પશ્યતિ ઇતિ પશુ બધ્યતે' મિથ્યાત્વથી બંધાય છે એ બધા પશુ છે. આહાહા....! અને એ પશુમાં અવતાર (થાય) એ નિગોદ પણ પશુ છે ને ! તિર્યંચ છે ને ! નિગોદ તિર્યંચ છે ને ! આહા...હા....! જેની શ્રદ્ધા વ્યવહારથી થાય, નિશ્ચયનો લાભ થાય, એવો જે મિથ્યાત્વ ભાવ (છે)... આહાહા....! તેના ફળ તરીકે તો નિગોદ છે અને નિગોદ તરીકે જાય એને પશુ પણ કીધા છે. આહા..હા...! ચૌદ બોલ પાછળ આવે છે. તદુ, અતત્, એક, અનેક (વગેરે). (શ્લોક) દીઠ પશુ છે. ચૌદ બોલ પાછળ આવે છે. (શ્લોક) દીઠ પશુ... પશુ કીધા છે. સંસ્કૃતમાં એનો અર્થ કર્યો છે. પશ્યતિ ઇતિ પશુ, બધ્ધતિ ઇતિ પશુ આહાહા...! બંધન એટલે મૂળ તો મિથ્યાત્વ. મિથ્યાત્વથી બંધાય છે તે પશુ છે. આહાહા..! અને તેના ફળ તરીકે પશુમાં જશે. આહા..હા...ભાઈ ! બહારમાં કોઈ મદદ કરે (કે), આટલું કર્યું હતું ને ! ‘રામવિજયના ગુરુ “પ્રેમવિજય’ હતા ને ! શ્વેતાંબર ! આ ‘રામવિજય'ના ગુરુ મરતાં બિચારા બોલી ગયા, અરેરે....! મેં જૈનધર્મનો વિરોધ કર્યો છે. મને કોઈ ભેદજ્ઞાન સંભળાવો. છાપામાં આવ્યું હતું. શ્વેતાંબર ! આહાહા...! છેવટે એને બિચારાને મરતાં થઈ ગયું, મેં જૈનધર્મનો વિરોધ કર્યો છે. આહાહા...! મને હવે કોઈ ભેદજ્ઞાન સંભળાવો. કોણ સંભળાવે ? બીજા કહે, ના, ના સાહેબ ! આપે તો બહુ કામ કર્યા છે ! આપે તો (બહુ કર્યું છે). આહા..હા...! શું થાય ? અરે..! દુનિયા રાજી થાય અને માને એટલે શું ? મિથ્યાત્વનો નાનામાં કણ, શલ્ય પણ અનંત અનંત સંસારનું કારણ છે. આહા..હા...! ચારિત્રદોષ એ જુદી વસ્તુ છે. | દર્શનપાહુડમાં પહેલાં (ત્રીજી ગાથામાં) કીધું ને ! વંસUપટ્ટા | શિષંતિ સિૉંતિ વરિયમટ્ટા ચારિત્રભ્રષ્ટ હશે, ચારિત્ર નહિ હોય ઈ સીઝશે. એની દૃષ્ટિમાં ખ્યાલ છે કે, મારામાં દોષ છે. “વંસUાપા | સિન્ડ્રુતિ પણ દર્શન – શ્રદ્ધાભ્રષ્ટ છે. આહા..હા..! એ મુક્તિએ નહિ જાય. “ સિબ્સતિ વરિયમટ્ટા સમકિત હશે ને ચારિત્ર નહિ હોય, ચારિત્રના દોષ સેવતો હશે છતાં એના ખ્યાલમાં છે કે, આ દોષ છે. એ આગળ એને ટાળીને સ્થિર Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમયસાર સિદ્ધિ-૬ થઈને મોક્ષ જશે. “ષ્ક્રિાંતિ વરિયમ' એવો પાઠ છે. આહાહા.! અહીં (અજ્ઞાની) એકલા વ્રત ને નિયમ ને ક્રિયાઓ, વ્યવહારની વાત (કરે) એનાથી મોક્ષ થશે (એમ કહે). આ.હા...! શું થાય આમાં ? અહીં (કહે છે), પરમાર્થ મોક્ષહેતુથી જુદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક લોકો....” એટલે પેલા વિદ્વાન જે કીધા હતા તે. તે આખોય નિષેધવામાં આવ્યો છે; કારણ કે તે મોક્ષહેતુ) અન્ય દ્રવ્યના સ્વભાવવાળો” આહાહા...! વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાનો ભાવ. આહા..હા..! એ તો અન્યદ્રવ્યના સ્વભાવવાળો હોવાથી (અર્થાત્ પુદ્ગલસ્વભાવી) હોવાથી.” આહા..હા...! એ રાગની ક્રિયા (છે) એ પુદ્ગલસ્વભાવી છે, આ...હા...! એ ભગવાન સ્વભાવી નહિ. આહા...હા...! એક લીટી, એક ગાથા પણ બરાબર સમજે તો (કલ્યાણ થઈ જાય). પણ એમને એમ મોટા મોટા થોથા વાંચે ને એ.ઈ..! દસદસ હજાર, વીસ-વીસ હજાર માણસ ભેગું થાય. ઓ.હો...હો..! ભારે કર્યો, ભારે કર્યો એમ લોકો કહે. મુમુક્ષુ :- ભારે કર્યો ! ઉત્તર :– ભારે એટલે આમ તો અનુકૂળ એમ કહેવા માગે છે). ભારે પ્રભાવના થઈ ! સભામાં વીસ હજાર માણસ ! આ..હા..હા...! એમાં શું થયું? કીડીયુંનાં ઢગલા બધા ભેગા થયા એટલે. કીડીના ઢગલા ભેગા થાય એટલે કંઈ ઈ માણસની સંખ્યા ગણાય ? આહા..હા... અહીંયાં પ્રભુ કહે છે, “કુંદકુંદાચાર્યદેવ', “અમૃતચંદ્રાચાર્યદેવ મહાસંત ભગવંત સ્વરૂપે છે, એ એમ કહે છે, આ.હા....! કે, વ્રત ને તપ ને શીલ ને સંયમ ને દમન એ અન્ય દ્રવ્યનો સ્વભાવ છે, ભાઈ ! તારા દ્રવ્યનો સ્વભાવ નહિ, પ્રભુ ! આહા..હા..! એ તો પુદ્ગલ દ્રવ્યનો સ્વભાવ છે, ભાઈ ! આહા...હા..! છે ? અન્ય દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ પુદ્ગલસ્વભાવી) હોવાથી તેના સ્વ-ભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી...એ વ્રત ને તપ ને ભક્તિ લાખ, કરોડ, અબજ કર તું. આહા...હા...! છ ઢાળામાં આવે છે ને ! “લાખ વાતની વાત, નિશ્ચય ઉર આણો, છોડી જગત દ્રુદ્ધ ફંદ નિશ્ચય આતમ ઉર ધ્યાવો” “છ ઢાળામાં આવે છે. આહા..હા..! પહેલાના પંડિતો(એ) બહુ સારું કામ (કર્યું છે). “ટોડરમલજી’, ‘બનારસીદાસ”, “ભાગચંદજી' બહુ કામ કરી ગયો, માળા ! આહાહા...! ભલે ગૃહસ્થાશ્રમમાં હોય) પણ દર્શનશુદ્ધિની બહુ સરસ વાત (કરી ગયા). આહા..હા...! “તેના સ્વ-ભાવ વડે જ્ઞાન” એટલે આત્મા. વ્રત ને તપ ને ભક્તિ આદિના રાગથી આત્માના જ્ઞાનનું ભવન થતું નથી....એથી આત્માનો નિશ્ચય સ્વભાવ શુદ્ધ છે, તેનું થવું નથી. આહા..હા...! આ વ્યવહારની આટલી આટલી ક્રિયાઓ લાખ, કરોડ કરે પણ) ક્લેશ છે, કહે છે. એનાથી આત્માના સ્વભાવનું પરિણમવું એ નથી. આહાહા..! આકરું કામ, Page #131 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૫૬ પ્રભુ ! ‘તેના સ્વ-ભાવ વડે...’ એટલે પુદ્ગલસ્વભાવ વડે એટલે વ્રત, તપના વિકલ્પ એ પુદ્દગલ સ્વભાવ. એનાથી આત્માનું ભવન થતું નથી. એનાથી આત્માની શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર થતું નથી. ‘–માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ...' પરમાર્થ મોક્ષનું કારણ જ. અહીં તો ‘જ’ લગાવી દીધો છે. એક દ્રવ્યના સ્વભાવવાળો...' આહા..હા...! એક જીવદ્રવ્યના સ્વભાવવાળો મોક્ષહેતુ. જીવદ્રવ્ય જે છે, પ્રભુ ! એનો સ્વભાવ તદ્દન વીતરાગી આનંદ, શાંતિ, અતીન્દ્રિય પવિત્ર ભગવાન... આહા..હા...! એ એક જ દ્રવ્યના સ્વભાવવાળો...' અને એ દ્રવ્યના સ્વભાવવાળો મોક્ષમાર્ગ છે. આ..હા..હા...! આવું સ્પષ્ટીકરણ કરવા જાય તો કહે, એ.. એકાંત છે, એકાંત છે. પણ આમાં... બાપુ ! મુમુક્ષુ : આચાર્યનું છે પણ છપાવ્યું તો ‘સોનગઢે’ ને ! ઉત્તર :– ‘સોનગઢે’ છપાવ્યું હોય તો ભલે છપાવ્યું. ગમે તેણે (છપાવ્યું હોય) ભાવ, શબ્દો કોના છે ? અનંત તીર્થંકરો, અનંતા કેવળીઓ (આ કહે છે). કુંદકુંદાચાર્યદેવ' કહે છે એ સર્વજ્ઞો કહે છે તે કહે છે. આ..હા...હા...! ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ હજાર વર્ષ પહેલા થયા. પણ અનંત તીર્થંકરો ને કેવળીઓ ને સંતો કહે છે તે કહે છે. આહા..હા...! એની પરંપરા (છે) એ સર્વજ્ઞની પરંપરા છે. આહા..હા...! ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ છે ને ! આ..હા...! ભગવાન અનંત સંતો અને ભગવાન કેવળીઓ થયા, તેના સ્વભાવના અનુસારે પરમાર્થે ભગવાન ‘અમૃતચંદ્રાચાર્યદેવ' કહે છે. આહા...હા....! માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો....' જોયું ? એ જીવસ્વભાવી છે. આ...હા...! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ – રાગ પુદ્ગલસ્વભાવી છે, અન્ય દ્રવ્યસ્વભાવી છે. ત્યારે સાચો મોક્ષનો માર્ગ એક જીવદ્રવ્યસ્વભાવી છે, એક જીવદ્રવ્યસ્વભાવી છે. પુદ્ગલ વ્યવહા૨નો અને નિમિત્તનો એમાં કાંઈ સંબંધ ને સંગ નથી. આહા..હા...! અરે......! અનંત તીર્થંકરોનો આ માર્ગ છે, ભાઈ ! ભગવાનના વિરહ પડ્યા, પ્રભુ રહ્યા ત્યાં. આહા..હા....! અને માર્ગને કંઈ જુદી જુદી રીતે મલાવે. સાંભળનારાને ખબર ન હોય એટલે રાજી રાજી થઈ જાય. આ...હા...! અરે... પ્રભુ ! આ...હા...! વ્રત ને તપ ને જેટલા શુભભાવના ભાવ ને અસંખ્ય પ્રકારના આચરણ, એ બધો પુદ્ગલસ્વભાવી છે. આ..હા...હા...! માટે તે મોક્ષના હેતુનો નિષેધ કર્યો છે. એક જીવદ્રવ્યસ્વભાવ, એક જીવદ્રવ્ય પોતાનો ભગવાન ! આ..હા...! વિકાર તો એક સમયની પર્યાયમાં છે. બાકી આખું દ્રવ્ય તો પવિત્ર ધામ છે. આ..હા...! ધ્રુવધામ મોટો પિરપૂર્ણ ગુણથી ભરેલો ભગવાન છે. એનો સ્વભાવ – એકદ્રવ્યસ્વભાવી – એક જ દ્રવ્ય. એમાં બીજા દ્રવ્યના સંગ ને નિમિત્તની જરૂર નહિ. આહા..હા....! એક દ્રવ્યસ્વભાવી એટલે કે જીવસ્વભાવી હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન ૧૧૩ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમયસાર સિદ્ધિ-૬ થાય છે. તે દ્રવ્યના – જીવના સ્વભાવ વડે જ્ઞાન એટલે સ્વભાવનું (એટલે કે) જ્ઞાનનું, શ્રદ્ધાનું, શાંતિનું, આત્માનું પરિણમન થાય છે. એક દ્રવ્યના સ્વભાવ વડે શુદ્ધ પરિણમન થાય છે. બાકી અન્ય દ્રવ્યનો જે રાગાદિ સ્વભાવ (છે) એ બધો પુદ્ગલનો સ્વભાવ છે. વિશેષ કહેશે.... શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ ! સમયસારની ૩૨૦મી ગાથાની શ્રી જયસેનાચાર્યદેવની ટીકામાં આવે છે કે આત્મા એ મોક્ષનો માર્ગ અને મોક્ષની પર્યાયથી ભિન્ન છે. મોક્ષની પર્યાયનો કર્તા આત્મા નહિ, ધ્રુવ નહિ. આવી વાત છે ! કેમ કે કર્તા હોય તો બે એક થઈ જાય જેમ. એક સત્તાવાળું દ્રવ્ય બીજા સત્તાવાળાને કાંઈ કરે તો બન્ને એક થઈ જાય તેમ. ભગવાન આત્માની સ્વભાવ સત્તા અને વિભાવ સત્તા બે સત્તા જ ભિન્ન છે, બને હોવાપણે ભિન્ન છે. માટે, હોવાપણે ભિન્ન તે સ્વભાવ તે વિભાવને કેમ કરે ? સ્વભાવની પર્યાય તે વિભાવને કેમ કરે ? ન જ કરે. સ્વભાવ પર્યાય જે છે તે વિભાવ પર્યાયની કર્તા નથી. ભગવાન આત્મા આસવ સત્તાનાં હોવાપણાનાં ઉદયભાવથી તો ભિન્ન વસ્તુ છે. ઉદયભાવ એ તો ભાવબંધ તત્ત્વ છે અને સ્વભાવ અબંધતત્ત્વ છે; તેથી અબંધતત્ત્વ એ બંધતત્ત્વનો કર્તા નથી. જો કર્તા થાય તો એ બને એક થઈ જાય, પણ એમ છે નહિ. હવે, જે વીતરાગી પર્યાય થઈ તે આસવની કર્તા નથી. તે વીતરાગી પર્યાય આસવની પર્યાયને અડતી જ નથી, આલિંગન કરતી જ નથી. જો આલિંગન કરે તો બને એક થઈ જાય. વીતરાગી પર્યાય અને આસવની પર્યાય બને ભિન્ન છે. મૂળ સિદ્ધાંત તો એ છે કે જેનું હોવાપણું ભિન્ન છે તેને બીજું હોવાપણું અડી શકતું નથી; અડી શકતું નથી માટે કર્તા નથી. આમ ત્રણ ભિન્ન સત્તા થઈ : (૧) સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય એ ભિન્ન સત્તા છે માટે પરનો કર્તા નહિ. (૨) સ્વાભાવિક વસ્તુ અને તેની નિર્મળ પર્યાય તેનાથી આસવ પર્યાય તદ્દન ભિન્ન છે. આસવભાવ ઉદયભાવ પણ પરદ્રવ્ય છે માટે દ્રવ્ય અને તેની નિર્મળ પર્યાય પણ તે આસવભાવ-પદ્રવ્યની કર્તા છે નહિ અને (૩) વીતરાગી પર્યાય અને દ્રવ્યની સત્તા એક નથી. એક સામાન્ય સત્તારૂપ ધર્મ છે અને એક વિશેષ સત્તારૂપ ધર્મ છે. બે એક સત્તાપણે નથી, અને સત્તા ભિન્ન છે માટે, ભિન્ન સત્તા હોવાથી દ્રવ્ય એ વીતરાગી પર્યાયનો પણ કર્યા નથી. મોક્ષમાર્ગની પર્યાયનો–મોક્ષની પર્યાયનો પણ દ્રવ્ય કર્તા નથી. -પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ નવેમ્બર-૨૦૦૬ Page #133 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૫૬ ૧૧૫ શનિવાર, જેઠ સુદ ૧, તા. ૨૬-૦૫-૧૯૭૯ પ્રવચન નં. ૨૩૬ ગાથા૧૫૬, શ્લોક - ૧૦૬, ૧૦૭ સમયસાર’ ૧૫૬ ગાથાનો ભાવાર્થ. “મોક્ષ આત્માનો થાય છે.” મોક્ષ એટલે પરમ આનંદનો લાભ કે અનંતા ગુણની પૂર્ણ પર્યાયનો લાભ આત્માને થાય છે. તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ.” મોક્ષનું કારણ મોક્ષ જ્યારે આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. કેમકે આત્માના જે અનંત ગુણો છે એ બધા શુદ્ધ છે. કોઈ ગુણ વિકારરૂપે થાય એવો કોઈ ગુણ નથી. તેથી તેના અનંત ગુણ જે સ્વભાવ (છે), એ એનું – મોક્ષનું એ કારણ છે. અનંત ગુણનો સ્વભાવ, એનો જે આશ્રય, એનું જે પરિણમન, એ આત્માનો મોક્ષ થાય છે તો આત્માનો સ્વભાવ મોક્ષનું એ કારણ છે. દયા, દાન, વ્રત, વ્યવહાર રત્નત્રય એ બધાનો નિષેધ છે. અહીંયાં એને) પુદ્ગલસ્વભાવી કહ્યો છે. કેમકે આત્માનો (એ) કોઈ ગુણ નથી. પર્યાયમાં થાય છે તે નિમિત્તને આધીન (થાય છે તેથી થાય છે. તેથી તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. આહાહા...! જે અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય ?’ એ પુણ્ય અને પાપનો ભાવ આત્માનો કોઈ સ્વભાવ નથી. અનંત ગુણમાં કોઈ ગુણ નથી. પર્યાયમાં છે માટે એ પર્યાયમાં પરને આધીન થયેલો હોવાથી.. આહાહા...! અન્ય દ્રવ્યના સ્વભાવવાળો હોવાથી તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય ?’ આહા...હા......! શુભ કર્મ પુદ્ગલસ્વભાવી છે...... દયા, દાન, વ્રત, ભક્તિ, નામસ્મરણ, ચિંતવનાદિ બધું એ શુભભાવ પુદ્ગલસ્વભાવી છે, આત્મસ્વભાવી નહિ. આત્માના અનંતા અનંતા ગુણો છે, પણ બધા શુદ્ધ છે) અને શુદ્ધપણે પરિણમે તે તેનો સ્વભાવ છે. તેથી પર્યાયમાં – અવસ્થામાં જે કર્મના નિમિત્તના લક્ષે થાય એ બધા પુગલના સ્વભાવ ગણીને મોક્ષના કારણમાં એનું કારણ નથી. આહા...હા...! અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય ? શુભ કર્મ પુદ્ગલસ્વભાવી છેઆ અપેક્ષાએ. એનો ત્રિકાળી પુદ્ગલ જે છે, પર્યાયમાં તેને આશ્રયે થાય છે. કોઈ ગુણ આત્માનો નથી, કોઈ સ્વભાવ નથી કે વિકાર થાય. આહા...હા..! તેથી એ દયા, દાન, વ્રત, ભક્તિ(નું) થવું (એ) પુદ્ગલસ્વભાવી છે. જીવ સ્વભાવી ત્રિકાળ નથી તેથી પુદ્ગલસ્વભાવી છે. આહા...હા...! આવું છે. લોકોને ખ્યાલ નથી). થાય છે એની પર્યાયમાં પણ પર્યાયમાં થતાં થતાં એનો એવો કોઈ ગુણ નથી. ગુણ તે વિકારપણે પરિણમે એવો કોઈ ગુણ નથી. આહા...હા...! એ કારણે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ અન્ય દ્રવ્યસ્વભાવી Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સમયસાર સિદ્ધિ-૬ છે. કાયમી પ્રભુનો સ્વભાવ.. આ...હા...હા...! એ તો પૂર્ણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદાદિ પૂર્ણ ગુણનો સ્વભાવ, અનંતી શક્તિનો સ્વભાવ શુદ્ધ છે અને એની અનંતાઅનંતી શક્તિનો કોઈ શક્તિનો ગુણ કે સ્વભાવ વિકારરૂપે થાય એવો નથી. આ..હા...! દયા, દાનના વિકલ્પરૂપે પરિણમે એવો કોઈ ગુણ નથી. આહા..હા...! તેથી તેને અન્ય દ્રવ્યસ્વભાવ (કહ્યું). તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન ન થઈ શકે;” આહા...હા...! વાંચન, શ્રવણ, મનન, ચિંતવન બધું વિકલ્પ – રાગ છે. આ...હા...! એ રાગ મુગલસ્વભાવી છે, જીવસ્વભાવી નથી. ભગવાન એ તો પૂર્ણ અનંત ગુણનો પિંડ એ તો પવિત્ર સ્વભાવ છે. એ પવિત્ર સ્વભાવી ભગવાન, પવિત્ર પૂર્ણ મોક્ષનું કારણ છે પણ વિકારનું કારણ એ નહિ. આહા..હા...! વિકારનું કારણ તો પુદ્ગલ છે તે નિમિત્ત છે અને તે અધ્ધરથી પર્યાયમાં તેના લક્ષે થાય છે તેથી તે પુગલસ્વભાવી કીધા. આહાહા...! વ્રત ને નિયમ ને તપ ને એ બધો પુદ્ગલસ્વભાવી છે એમ કહ્યું. એ “શુભ કર્મ કર્મ એટલે કાર્ય. “યુગલસ્વભાવી છે તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન ન થઈ શકે.” પરમ પદાર્થ એવો ભગવાન આત્મા ! તેનું થવું તેનાથી ન થઈ શકે. માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી.” આહા...હા...! માટે વ્રત, તપ, ભક્તિ , પૂજા, દાન, સ્મરણ, ચિંતવન વગેરે એ બધાં કોઈ આત્માને મોક્ષના કારણે થતા નથી. જ્ઞાન આત્મસ્વભાવી છે.” જ્ઞાન, દર્શન, આનંદ એ આત્માનો સ્વભાવ છે. એ આત્મસ્વભાવી જ્ઞાનથી, “તેના ભવનથી.' (અર્થાતુ) તેના પરિણમનથી. શુદ્ધ પૂર્ણ અનંત ગુણના આશ્રયે જે પરિણમન થાય એ આત્માનું ભવન થાય છે. તેથી તેના સ્વભાવે પરિણમવાથી), જ્ઞાનસ્વભાવી હોવાથી તેનું ભવન થવાથી. “આત્માનું ભવન...” એટલે આત્માનું પૂર્ણ સ્વરૂપ પરિણમે છે. માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. આહાહા...! કાલે તો ભક્તિમાં આવ્યું નહોતું? “પ્રભુ મેરે તુમ સબ બાતે પૂરા આ.હા...! તારામાં શું ખામી છે ? ભાઈ ! પ્રભુ મેરે તુમ સબ બાતે પૂરા, પર કી આશ કહાં કરે પ્રિતમ પ્રભુ ! પ્રિતમ કહીને કહ્યું, હે પ્રેમ કરવાવાળા ભગવાન ! તું પ્રીતમ છો, પ્રભુ ! આ.હા...! અન્ય કી આશ કહાં કરે પ્રીતમ ? કઈ વાતે તું અધૂરા ? કયા ભાવે, કયા ગુણે, કઈ શક્તિએ તું અધુરો ક્યાં છે ? આ..હા...હા..! એક એક ગુણ જે જીવતરશક્તિ આદિ છે એમાં અનંત ગુણનું રૂપ (છે), એવો એક એક ગુણ પરિપૂર્ણ, પ્રભુત્વ આદિથી ભરેલો પરિપૂર્ણ, એવા અનંત ગુણનું રૂપ પ્રભુ તારું એ ક્યાં અધુરું અને વિરુદ્ધ છે. આ..હા..! એ તો પરિપૂર્ણ પ્રભુ છે. એ પરિપૂર્ણ પ્રભુને આશ્રયે જે ભવન થાય એટલે દશા થાય તે મોક્ષનું કારણ છે. આહા..હા...! “આત્માના મોક્ષનું કારણ થાય છે. આ રીતે જ્ઞાન જ.” આત્માનો સ્વભાવ જે જ્ઞાનાદિ છે તેનું પરિણમન જ “વાસ્તવિક મોક્ષહેતુ છે. તેનું પરિણમન (કહ્યું). જ્ઞાન એટલે જ્ઞાનનું Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૦૬ ૧૧૭ પરિણમન, આત્માનું પરિણમન. ત્રિકાળી પરિપૂર્ણ પ્રભુ ! એનું પરિણમન થાય, એ જ મોક્ષનું કારણ હેતુ છે. આહા...! વાસ્તવિક તો એ મોક્ષનું કારણ છે. વિકાર તે પુગલસ્વભાવી હોવાથી, ચૈતન્યના કોઈ ગુણસ્વભાવી નહિ હોવાથી તે પુગલસ્વભાવી (છે અને) તે આત્મસ્વભાવનું મોક્ષનું કારણ થતું નથી. આહા...હા...! આવું આકરું પડે. ચિંતવન, મનન, વિકલ્પાદિ પુદ્ગલસ્વભાવી છે). આહા...હા...! પ્રભુ તો પરિપૂર્ણ ભગવાન (છે). ગુણે પરિપૂર્ણ પડ્યો છે ને પ્રભુ ! એમાં વિકલ્પ ઊઠાવવો એ એની જાત નથી. આહા..હા..! એ યુગલસ્વભાવી જાત કજાત છે. એનાથી આત્માનો મોક્ષ અને પરિપૂર્ણ (દશાનું) કારણ, પરિપૂર્ણ સ્વભાવની શક્તિની વ્યક્તતાનું કારણ એ થતું નથી. આહા..હા... Oિ ••••••••••••••••••••છ C લોક૧G૬ ) (નુષ્ટ્રમ) वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा। एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत् ।।१०६ ।। હવે આ જ અર્થના કળશરૂપ બે શ્લોકો કહે છે : શ્લોકાર્થ – (દ્રવ્યસ્વમાવત્વાત) જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી (–જીવસ્વભાવી-) હોવાથી (જ્ઞાનરરૂમાવેન) જ્ઞાનના સ્વભાવથી (સા) હંમેશાં (જ્ઞાનસ્થ મવન વૃત્ત) જ્ઞાનનું ભવન થાય છે; (ત) માટે (તત્ વ મોક્ષદેતુ:) જ્ઞાન જ મોક્ષનું કારણ છે. ૧૦૬. શ્લોક ૧૦૬ ઉપર પ્રવચન હવે આ જ અર્થના કળશરૂપ બે શ્લોકો કહે છે : वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा। एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत् ।।१०६ ।। આહા..હા..! આ ૧૦૬ કળશ છે ને ! એમાં પેલા સ્વરૂપાચરણ(ના) છ બોલ લખ્યા છે. આમાં – “જ્ઞાનસ્થ મવન વૃત્ત નીચે છે ને બીજે ? એના અર્થમાં લખ્યા છે). જ્ઞાનનું Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમયસાર સિદ્ધિ-૬ ભવન એટલે કે સ્વરૂપાચરણ. એટલે કે સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય છે તેનું પરિણમન – આચરણ (થવું) તે જ એક મોક્ષનું કારણ છે. આહા...હા...! પદ્રવ્યqમાવત્વ જ્ઞાનાદિ અનંત ગુણ જે શુદ્ધ છે એ એકદ્રવ્યસ્વભાવી (છે). એક જ દ્રવ્યસ્વભાવી છે), બીજા દ્રવ્યનું ત્યાં અવલંબન, નિમિત્ત છે જ નહિ. આહાહા...! ‘એકદ્રવ્યસ્વભાવી...પૂર્ણ પ્રભુ ! અનંત ગુણે પ્રભુ પૂર્ણ (છે), એવો એકદ્રવ્યસ્વભાવ. આહા...હા...! “સ્વભાવવા’ છે ને ? એકદ્રવ્યસ્વભાવ હોવાથી એમ. એક દ્રવ્યનો એ સ્વભાવ હોવાથી. આહા...હા..! અનંત અનંત ગુણ જે પવિત્ર પ્રભુ ! એનું એકદ્રવ્યસ્વભાવી એટલે તે ગુણનું પરિણમન શુદ્ધ થયું) તે એકદ્રવ્યસ્વભાવી છે. આહા.! “જ્ઞાન....” એટલે ગુણ, શાંતિ, વીતરાગ આનંદ વિગેરે. ‘એકદ્રવ્યસ્વભાવી...... એક આત્મદ્રવ્યસ્વભાવી ઈ વસ્તુ છે. એનું પરિણમન. “જ્ઞાનસ્વમાવેન’ આ..હા..હા..! એવા “પદ્રવ્યqમાવવી” એક દ્રવ્યના સ્વભાવ હોવાથી. પરિપૂર્ણ પવિત્ર એકદ્રવ્ય સ્વભાવ એવો જે હોવાથી. “જ્ઞાનસ્વમાન તે શુદ્ધનું પરિણમન થવું. આહા..હા...! શુભાશુભનું પરિણમન (થવું) તે અશુદ્ધ પરિણમન છે અને તે) પુદ્ગલસ્વભાવી કહેવામાં આવ્યું. આહા...હા...! હિંસા, જૂઠું, ચોરી, વિષયવાસના એ પણ પુદ્ગલસ્વભાવી છે. અનંતા. અનંતા. અનંતા.... અનંતા... અનંતાનો અંત નહિ એટલા ગુણો ! પણ કોઈ એક ગુણ વિકૃતપણે પરિણમે એવો કોઈ ગુણ એનામાં છે નહિ. આ.હાહા...! એ ગુણનો ગુણ અનંતા.. અનંતા... અનંતા ગુણોનો ગુણ વિકારપણે થવું તે ગુણનો ગુણ નથી. આહા..હા...! એ ગુણનો ગુણ અનંત પવિત્ર જે ગુણોની સંખ્યા, તે ગુણનો ગુણ પવિત્રપણે પરિણમવું તે ગુણનો ગુણ છે. આહાહા...! અરે..! એને પોતાની મોટપની ખબર ન મળે. પોતાના માહાભ્યની ખબર ન મળે કે આ ચૈતન્યતત્ત્વ શું છે ? કરોડોની કિંમતના હીરા કહેવાય છે, એના પાસા હોય છે. આ તો અનંતા પાસાવાળો, પવિત્ર પાસાવાળું તત્ત્વ પ્રભુ છે એમાં) અનંતા ગુણના પાસા ભર્યા છે. આહાહા...! એવો એકદ્રવ્યસ્વભાવ જેમાં પરનું લક્ષ અને પર્યાયમાં પરનો આશ્રય છે એ આમાં નથી. આહા...હા...! અહીં આ ત્રણ લીટીમાં પૂરું કર્યું છે. કળશમાં આખું પાનું ભર્યું છે ! છ વાર સ્વરૂપાચરણ, સ્વરૂપાચરણ એવા શબ્દ છે. આ..હા...! એ દયા, દાન, વ્રત, ભક્તિ, તપાદિ સ્વરૂપાચરણ નથી. આહા...! એ તો વિભાવઆચરણ છે તેથી તે પુદ્ગલસ્વભાવ છે. ભગવાન આત્મા ! અનંત ગુણથી પરિપૂર્ણ સ્વભાવથી ભરેલો પ્રભુ ! એના ગુણથી ગુણનું પરિણમવું. એના ગુણનો ગુણ શુદ્ધ નિર્વિકારી આનંદ ને જ્ઞાન ને શાંતિ ને સ્વચ્છતા ને પ્રભુતા, એવી નિર્મળ પર્યાયપણે થવું એ ગુણનો ગુણ છે. આહાહા...! એ ગુણે શું ગુણ Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૦૬ ૧૧૯ કર્યો ? આહા...હા.! એ અનંતા અનંતા ગુણો છે તેણે શું ગુણ કર્યો ? કે એનો આદર કરતાં શુદ્ધ પરિણમન કર્યું તે તેનો ગુણ કર્યો. આહાહા..! માણસ કહે ને, ભઈ ! આના સંગે તને શું લાભ થયો? એમ પ્રભુ ! ભગવાન ! તું પરિપૂર્ણ છો, પ્રભુ ! આ..હા..હા....! (તારામાં) વિકાર તો નહિ પણ અપૂર્ણતા નહિ. આહા..હા..! એવો પરિપૂર્ણ સ્વભાવી અનંત ગુણથી ભરેલો પ્રભુ ! તેનો ગુણ તો શુદ્ધપણે, પવિત્રપણે, આનંદપણે, શાંતિપણે, સ્વચ્છતાપણે, ઈશ્વરતાપણે થવું. અનંત ગુણનું ગુણપણે પરિણમન થવું તે તેનો ગુણ અને તે મોક્ષનું કારણ છે. આહા..હા...! મુમુક્ષુ – મંદ કષાય કરતાં કરતાં શાંત થઈ જાય. ઉત્તર :– ધૂળમાંય થાય નહિ. મંદ કષાય છે (એ) ઝેર છે. ઝેર કરતાં કરતાં અમૃત થાય ! લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ડકાર આવે તો શુભભાવ કરતાં કરતાં શુદ્ધતા થાય. આ..હા..! અહીં તો એકદ્રવ્યસ્વભાવી વસ્તુ અનંત ગુણનો પિંડ પ્રભુ! પરિપૂર્ણ પ્રભુ! તેનું પરિણમન, તે ગુણનું પરિણમન (મોક્ષનું કારણ કહ્યું છે). આ.હા..! અનંતા અનંતા ગુણોનું વર્તમાન પર્યાયમાં પરિણમન તે એકદ્રવ્યસ્વભાવી હોવાથી, એક સ્વદ્રવ્યનો સ્વભાવ તે પરિણમન થયું, એ મોક્ષનું કારણ છે. રાગની મંદતા લાખ, કરોડ, અનંત કરે, અનંત વાર કરી છે (છતાં તે મોક્ષનું કારણ નથી). આ.હા...! મુમુક્ષુ :- વિશુદ્ધ લબ્ધિ કીધી છે, વિશુદ્ધ લબ્ધિ પ્રગટ થાય પછી શુદ્ધ થાય. ઉત્તર :- લબ્ધિ-બબ્ધિ પછી, અહીં તો સીધો સ્વભાવ પ્રગટ કરે). લબ્ધિ સાંભળે છે, સાંભળ્યું છે, દેશનાલબ્ધિ, એનાથી ન થાય. કારણ કે એ તો પરલક્ષે સાંભળ્યું. સ્વલક્ષે સાંભળવામાં જાય તો તો પરલક્ષ છૂટી જાય છે. (એ) હો, પણ એનાથી થાય નહિ. આહા...હા...! ઈ તો આમાં “ભાવપાહુડમાં પહેલા આવ્યું નહોતું? કે, મોક્ષમાર્ગ થાય છે તો અંદરના નિર્મળ ભાવથી, પણ દ્રવ્યલિંગ નગ્ન અને પંચ મહાવ્રત એવો દ્રવ્ય સાથે હોય જ. ભાવ અને દ્રવ્ય બેય આવ્યા હતા. પણ એ દ્રવ્ય મોક્ષનું કારણ નથી. છતાં એ નિમિત્ત તરીકે હોય ખરું. આહાહા....! પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! અંદર સળવળીને, ચળીને જ્યારે. આહા...હા...! પરિણમે છે.. આહા...હા....! ત્યારે ત્યાં અંદર આનંદની લહેર ઊઠે છે. એની સાથે અનંતા ગુણોનું પરિણમન ઊઠે છે. તે એકદ્રવ્યસ્વભાવી હોવાથી, તે એકદ્રવ્યસ્વભાવ એવો જે મોક્ષ, મોક્ષ આત્માનો સ્વભાવ છે તેથી આત્માના દ્રવ્યસ્વભાવથી તેનો મોક્ષ થાય છે. આહા...હા..! એનો સંગ કરવાથી શું લાભ થયો ? પૂર્ણાનંદના નાથનો સંગ કરવાથી શું થયું ? એ અસંગ છે તેનો સંગ કરવાથી શું લાભ થયો? આ..હાહા...! અંદર એ અસંગ વસ્તુ છે. જેને રાગનોય સંગ નથી. વસ્તુ ત્રિકાળ નિરાવરણ અસંગ શુદ્ધ પડી છે). આહા..હા..! એનો સંગ કરવાથી Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમયસાર સિદ્ધિ-૬. શું થયું ? કે, એનો સંગ કરવાથી મોક્ષનું કારણ પ્રગટ) થયું. આ.હા.! કેમકે એનો સંગ પૂર્ણ કરવાથી મોક્ષ થાય છે. તો શરૂઆતનો સંગ કરવાથી મોક્ષનું કારણ થાય છે. આહાહા.... આવી વાતું હવે લોકોને સાંભળવા મળે નહિ, બહારમાં વખત ન મળે. અરે..રે...! આવા ટાણા – ટાઈમ મળ્યો. આ એક શ્લોકમાં છ વાર સ્વરૂપાચરણ ચારિત્ર નાખ્યું છે. છ વાર ! સ્વરૂપાચરણ... સ્વરૂપાચરણ. રાગ એ કરૂપાચરણ – પુદ્ગલઆચરણ (છે). આહા.હા...! વૃત્ત', “વૃત્ત'નો અર્થ ત્યાં એ કર્યો છે. સ્વદ્રવ્ય આચરણ. છે ને? “જ્ઞાનરચ” “જ્ઞાનના સ્વભાવથી હંમેશાં...” સા' નામ હંમેશાં, ત્રિકાળ – ત્રણે કાળમાં. આહા..હા..! “જ્ઞાનસ્થ ભવન વૃત્ત જ્ઞાનનું થવું - સ્વરૂપાચરણ, દ્રવ્યસ્વરૂપનું આચરણ, દ્રવ્યસ્વભાવનું વર્તન, દ્રવ્યસ્વભાવનું પરિણમન. એ મોક્ષનું કારણ થાય છે. કાલે તો ભક્તિમાં આવ્યું હતું, નહિ ? “પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા” “પ્રભુ મેરે તુમ સબ વાત પૂરા, પ૨ કી આશ કહાં કરે પ્રીતમ મારા નાથ ! પ્રેમનો નાથ ! સાગર ! “પર કી આશ” રાગ અને પરની આશ તું શું કરે છે ? ‘પર કી આશ કહાં કરે પ્રતીમ, કઈ વાતે તું અધૂરા' કઈ વાતે તું અધૂરો છો ? આહા...હા...! કયા ભાવે તું અધૂરો છો કે પરની આશા રાખે છે ? કે આ દયાથી, રાગથી, પુણ્યથી (ધર્મ) થશે. અરે..! પ્રભુ ! શું કરે છે તે આ ? તારામાં ક્યાં અધૂરાશ છે ને ક્યાં પૂરું નથી ભરેલું ? આ..હા..હા..! એ પૂરો હશે તે છલકાશે. આહા...હા...! અનંત અનંત ગુણનો સાગર પ્રભુ ! એવું છે તેનું “વૃત્ત એટલે સ્વરૂપાચરણ, એ આ “જ્ઞાનસ્થ ભવન વૃત્ત આત્માનું થયું તે ચારિત્ર છે. “વૃત્ત એટલે ચારિત્ર. વ્રત ને તપ ને ભક્તિ ને એ કોઈ ચારિત્ર નથી. એ તો અચારિત્ર છે. આહા..હા.! “જ્ઞાનરા આત્માના પરિપૂર્ણ સ્વભાવનું પર્યાયમાં ભવનું નામ સનું જે સત્ત્વ છે તેનું પરિણમન). સત્ એવો જે પ્રભુ, એનું જે સત્ત્વ અનંત ગુણ છે તેનું પર્યાયમાં પરિણમવું. આ.હા...! ત્રણ એક જાત થઈ જાય. આહાહા....! દ્રવ્ય પદાર્થ પ્રભુ ! જેને ચૈતન્યનો આશ્રય છે.. આહા...! ચૈતન્ય એવા ગુણને જેનો આશ્રય છે, એનો આશ્રય છે... આહા..હા..! એવા સ્વસ્વભાવી ભગવાન. આહા..હા....! એક સાધારણ વાતમાં લલચાય જાય, લોભાય જાય અને રાજી થાય એને આવો મારો નાથ પ્રભુ પૂર્ણ સ્વરૂપે (છે) એને એનો પ્રેમ કેમ આવે? આહા..હા.! સાધારણ કોઈ પાંચ-પચીસ લાખ પૈસા થયા, છોકરા બે-પાંચ રળાવ, કર્મી થયા, કર્મી ! કર્મી થયા અને કંઈક બાયડી ઠીક થઈ ને બાયડી પીયરમાંથી પાંચ-પચીસ લાખ લઈને આવી, ત્યાં તો આમ જાણે.... આહાહા...! (થઈ જાય). શું છે પ્રભુ તને ? આહા..! આ દુ:ખના સ્થાનમાં તને રાજીપો ! એ આનંદના નાથનો રાજીપો તને નહિ આવે, નાથ ! આહા..હા...! Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૦૬ ૧૨૧ અતીન્દ્રિય અનંત ગુણનો સાગર પ્રભુ ! આ..હા..હા..! જેમાં અનંતા ગુણોના એક એક ગુણનું અનંત રૂપ, એવો છલોછલ, ઠસોઠસ પરિપૂર્ણ પ્રભુ ભગવાન છે ને નાથ ! આ.હા..હા...! પ્રભુ ! તેની સામું જો ને ! એનો સંગ કર ને ! આ રાગ ને વિકારના સંગથી તો સંસારમાં દુઃખી છો, પ્રભુ ! વર્તમાન દુઃખી છો, એમ આવ્યું છે, કાલે આવ્યું હતું. પૈસાવાળા આદિ કરોડોપતિ વર્તમાન દુઃખી છે. આહા..હા.. કેમકે એનું લક્ષ પર ઉપર – ધૂળ ઉપર જાય છે. આહા..હા.! કાં પંદર-પચીસ હજારનો માસિક પગાર હોય તો જાણે ઓ..હો...હો....! અમે જાણી વધી ગયા ! ધૂળમાં ! ધૂળમાં વધી ગયા. આહા..હા...! ચૈતન્ય સ્વભાવ.. “જ્ઞાનસ્ય ભવન વૃત્ત આ (આવ્યું) એટલો અર્થ અહીં ચાલે છે. એ ભગવાન પૂર્ણ સ્વરૂપ જે છે તેનું “વૃત્ત', “વૃત્ત' એટલે તેનું આચરણ. સમજાય છે ? એને “વૃત્ત કીધાં, પણ સ્વરૂપનું આચરણ તે નિશ્ચય વ્રત. આહા...હા..! અરે...! આત્માનું થવું – “મવનું સત્વ પ્રભુ જે છે, સનું સત્ત્વ. પ્રભુ સત્ છે, ચિદાનંદ એ ગુણોનું પૂર્ણ સ્વરૂપ છે, એ સત્ત્વ છે, એ સત્ત્વનું પરિણમન થવું. આહા..! એટલે એ સત્ત્વનું નહિ પણ સનું પરિણમન થવું. આહા..હા...! એ સતનું સત્ત્વ છે તેનું સનું પરિણમન સત્તપણે પર્યાયમાં થવું. ઈ ચિવિલાસમાં આવે છે. ગુણનું પરિણમન નથી, દ્રવ્યનું પરિણમન છે. ગુણનું પરિણમન (એટલે) એક ગુણ ભિન્ન પરિણમે છે) એમ નથી, આખું દ્રવ્યનું પરિણમન. ગુણનું પરિણમન તે દ્રવ્યનું પરિણમન નહિ પણ દ્રવ્યનું પરિણમન તે ગુણનું પરિણમન છે. ચિવિલાસમાં આવે છે. આહા...હા...! આવી વાતું હવે ક્યાંય સાંભળી ન હોય, બીજી જાત બધી. માર્ગ બહુ જુદો, ભાઈ ! આહા...હા...! કહે છે કે, આત્મા જે સ્વભાવથી પરિપૂર્ણ છે તે સ્વભાવનું થયું. એટલે તે સ્વરૂપનું આચરણ થવું, તે સ્વરૂપનું પર્યાયમાં આચરણ થવું તેને અહીંયાં વ્રત કહેવામાં આવે છે અને તે વ્રત તે મોક્ષનું કારણ છે. આહા..હા...! છે કે નહિ અંદર ? આત્મ-ભવન (અર્થાત) આત્માનું પર્યાયમાં થવું તે વ્રત, તે ચારિત્ર. આહાહા...! ભગવાન પરિપૂર્ણ અનંત ગુણે ભરેલો. એવો જે દ્રવ્યસ્વભાવ, તે સ્વભાવ પોતે – દ્રવ્ય આખું પર્યાયમાં પરિણમે છે. આહાહા...! શુદ્ધ શુદ્ધપણે, શુદ્ધ ઉપયોગપણે પરિણમન (થવું) તેને અહીંયાં ચારિત્ર કહ્યું છે. આહા! એ વાત તો પડી રહી ને બહારના આ વ્રત ને આ તપ ને આ અતિચાર (કર્યા, રસ ત્યાગ્યો ને ફલાણું ત્યાગું ને ધૂળ. પણ આત્મરસ ત્યાગી દીધો એનું શું કરવું ? આત્મરસ ! ભગવાન અનંત ગુણનો રસ ! એની તો દૃષ્ટિ છોડી દીધી અને રાગના રસના રસમાં પડ્યો, પ્રભુ ! એ તો મિથ્યા આચરણ છે. ભલે તેણે (બીજા) રસ છોડી દીધા હોય, એક જ રસ ખાતો હોય, પાંચ રસ છોડીને ઢીકણું કર્યું. આ.હા...! અને તે પણ રસનો ત્યાગ કરે ત્યારે કહે કે, આને બે રસ ખપે, ઈ બે રસ બનાવો. એને ખપે Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઈ બનાવે ને ! અર.....! આહા..હા...! પ્રભુનો મારગ બહુ શુરાનો, એ કાય૨ના કામ નથી. આહા..હા...! નામર્દનું અહીં કામ નથી. ઈં આવી ગયું હતું. પુણ્ય પરિણામમાં રોકાનારા નામર્દો છે, ક્લીબ છે. આહા..હા...! ઈ આપણે પહેલાં આવી ગયું છે. કેટલામી ગાથા છે ? ૧૫૪, ૧૫૪ (ગાથામાં) આવ્યું છે. ‘નામર્દાઈને લીધે’‘દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દાઈને લીધે... આહા..હા...! (જે) ભગવાનના સ્મરણ ને વિકલ્પને જરીયે અડ્યો નથી, આહા..હા....! સમયસાર સિદ્ધિ-૬ એક બાજુ કહ્યું કે, દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયને ચૂંબે છે. એ તો પરદ્રવ્યથી ભિન્ન કરીને (કહ્યું). પછી જ્યારે સ્વદ્રવ્યમાં ભિન્ન, પોતાના દ્રવ્યના પવિત્રને ચૂંબે છે, અપવિત્રને એ ચૂંબતો અને અડતોય નથી. એ અધ્ધર જેમ પાણીના દળમાં તેલના બિંદુ ઉ૫૨ ઉ૫૨ ૨હે છે, પાણીના દળમાં તલના તેલના ટીપા અંદર નહિ જાય. એમ ભગવાન આનંદનો સાગર પ્રભુ ! એમાં એ પુણ્યના પરિણામ તેલ જેવા અંદર નહિ જાય. એ ઉ૫૨ ઉપ૨ ૨હેશે. આહા..હા...! એ એનો સ્વભાવ નથી. આહા..હા...! આવું સ્વરૂપ આકરું પડે. (અહીંયાં કહે છે), ‘જ્ઞાનસ્ય મવન વૃત્ત' આત્માના અનંતા ગુણો પવિત્ર છે, એ પવિત્રનો પિંડ પ્રભુ આત્મા દ્રવ્ય, તેનું થવું. જે પવિત્ર ગુણો છે તે પણે દ્રવ્યનું પરિણમન થવું. આહા..હા...! તેને ચારિત્ર કહે છે. આ ચારિત્રની વ્યાખ્યા ! આહા..હા...! એ ‘જ્ઞાનસ્ય મવન” સ્વરૂપનું થવું તે સ્વરૂપાચરણ છે. સ્વરૂપનું થવું તે સ્વરૂપાચરણ છે. સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય છે તેનું પરિણમવું તે સ્વરૂપાચરણ છે. સ્વરૂપાચરણ છે તે ચારિત્ર છે. આહા..હા...! આવું છે. સંપ્રદાયમાંથી વિરોધ ઊભો કરે.. એ... એકાંત છે, એ તો એકાંત છે. જા જઈને પ્રભુને કહે. પ્રભુને કહે, આ એકાંત છે, એકાંત છે. આહા..હા...! શું કરે ? લાખ શાસ્ત્ર ભણ્યો હોય પણ ભણી ભણીને કાઢ્યું હોય પાછું ઈં કે, રાગથી લાભ થાય ને વ્યવહારથી લાભ થાય. અહીં પરમાત્મા કહે છે, ૫રમાત્માએ કહેલું જ સંતો કહે છે. આત્માનું પરિણમન, ભવન એટલે પરિણમન. સત્, એનું અનંત ગુણનું જે સત્ત્વ ગુણ, તેનું પરિણમન તે વ્રત છે, તે ચારિત્ર છે. આહા..હા...! માટે તવ વ મોક્ષહેતુઃ’ ‘તવ વ મોક્ષહેતુઃ’ એક ‘તત્નો અર્થ એ કર્યો. તત્ તત્ વ મોક્ષહેતુઃ” તે જ, તે જ મોક્ષનો હેતુ. એમ. વાત એમ છે. ‘તત્ તત્ વ મોક્ષહેતુઃ” તે જ, તે જ મોક્ષનો હેતુ કારણ છે. આહા..હા...! એમાં બે તત્ જ છે. હા, તત્ જ છે. બે વાર તત્, તત્ કરીને (વાત કરી છે). તે જ, તે જ મોક્ષનું કારણ છે. આમાં છે. બે ટીકા છે ને ! એક આ ટીકા છે અને એક આ ટીકા છે. કળશટીકા’ ! બે ટીકા છે. આ..હા..હા....! અહીં ત્રણ લીટી છે, ત્યાં તો આખુ પાનું ભર્યું છે. આહા..હા...! સ્વરૂપાચરણ ! વ્રત, તપ, દયા, દાનના વિકલ્પો (થાય) એ પુદ્ગલ આચરણ (છે). આહા..હા...! બે ભાગ જ પાડ્યા. એક કો૨ પુદ્ગલ આચરણ અને એક કો૨ સ્વરૂપાચરણ. - - Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૦૬ ૧૨૩ આહા..હા...! ભગવાન પરિપૂર્ણ સ્વભાવથી ભરેલો પ્રભુ, તેનું પરિણમન થવું, પરિપૂર્ણ દ્રવ્યનું પરિપૂર્ણપણે પરિણમન થવું, પરિપૂર્ણ પરિણમન થવું એ તો મોક્ષ થયો, પણ એ પરિપૂર્ણ પરિણમન (થવું) એ દ્રવ્યનો સ્વભાવ છે. એમ અહીંયાં પરિપૂર્ણ દ્રવ્યનું પરિણમન ભલે અધૂરું છે તેને અહીંયાં ચારિત્ર – મોક્ષનો માર્ગ કહે છે. આહાહા...! “માટે.” “તર વ મોક્ષદેતુ” “જ્ઞાન જે મોક્ષનું કારણ છે.” આ તો એકાંત “જ' કહ્યો. વ છે ને ‘વ’. આત્માનું શુદ્ધ પરિણમન, શુભ-અશુભ ભાવથી રહિત, શુદ્ધ સ્વભાવે શુદ્ધના ઉપયોગનું પરિણમન (થવું) તે એક જ મોક્ષનું કારણ છે. એને એક જ મોક્ષનું કારણ છે, બે મોક્ષના કારણ નથી કે, વ્યવહાર અને નિશ્ચય. આહા...હા...! આવું આકરું કામ. ધંધા, બાયડી, છોકરા, પાપ આડે નવરો થાય નહિ, થોડો વખત મળે (અને) કલાક સાંભળવા જાય ત્યાં પેલા એવી વાતું કરે કે, આ..હા...! વ્રત કરો ને તપ કરી ને રસત્યાગ કરો, આમ કરી ને તેમ કરો. આહા..હા...! પરનું ત્યાગ-ગ્રહણ તો આત્મામાં છે જ નહિ. ત્યાગગ્રહણ શૂન્ય છે. આહા...હા...! પરનો ત્યાગ અને પર રજકણનું ગ્રહવું એનાથી તો શૂન્ય છે. પછી રસનો ત્યાગવો એ ક્યાં આવ્યું)? રસને કે દિ ગ્રહ્યો તો તે ત્યાગે? આહા..હા....! ફક્ત રાગને પર્યાયમાં ગ્રહ્યો હતો, એ સ્વભાવનો આશ્રય લઈને તેને ત્યાગે છે. એમ એ નામકથન છે, નામકથન છે. આહા...! રાગનો ત્યાગ કરે છે એ પણ નામકથન (છે). પરમાર્થે તો એ વસ્તુસ્વરૂપ છે ઈ તો રાગરૂપે તો થઈ નથી. પછી થઈ નથી એને છોડવું ? (એ કેમ બને ?) આહા..હા..! મુમુક્ષુ :- રાગ હોય તોય ! ઉત્તર :- એ થાય તોય વસ્તુ એ રૂપે થઈ નથી. આહાહા...! વસ્તુએ તો રાગનો ત્યાગ કર્યો. એ પણ વ્યવહાર છે. વસ્તુ પોતે જ્ઞાનસ્વભાવ છોડીને રાગરૂપે થઈ નથી. પરદ્રવ્યરૂપે તો થઈ નથી, પ્રશ્ન જ નહિ. પણ રાગરૂપે થઈ નથી. તો પછી રાગનો ત્યાગ કરવો એ તો નામમાત્ર છે. આહા..હા...! એ તો વસ્તુસ્વરૂપ પવિત્ર પ્રભુ છે, એમાં જામી જાય છે, ઠરી જાય છે, બસ ! એનું નામ ચારિત્ર. એણે અચારિત્રનો – રાગનો ત્યાગ કર્યો એ પણ અહીંયાં તો ઉપચારમાત્ર છે. વ્યવહાર રત્નત્રયનો ત્યાગ કર્યો એ પણ ઉપચારમાત્ર કથન છે. આહા..હા...! આવી વાતું છે. શું કરે પણ ? ‘ત ઇવ મોક્ષદેતુ: “ત૮ વ’ આત્માના સ્વભાવનું પરિણમન, શુદ્ધનું પવિત્ર પરિણમન થવું એ રાગની ક્રિયાના અભાવસ્વભાવરૂપે પરિણમવું, તે એક જ મોક્ષનું કારણ છે. બીજું કોઈ મોક્ષનું કારણ છે નહિ. આહા..હા...! Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સમયસાર સિદ્ધિ-૬ C ક્લી કે-૧૦૭ (અનુષ્ટ્રમ) वृतं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि। द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत् ।।१०७ ।। શ્લોકાર્થ:- (કવ્યાન્તરમાવવા) કર્મ અન્યદ્રવ્યસ્વભાવી -પુદ્ગલસ્વભાવી-) હોવાથી (ર્મસ્વમાન) કર્મના સ્વભાવથી (જ્ઞાનચ ભવ ન હિ વૃત્ત) જ્ઞાનનું ભવન થતું નથી; તત) માટે ( મોક્ષદેતુ ન) કર્મ મોક્ષનું કારણ નથી. ૧૦૭. શ્લોક ૧૦૭ ઉપર પ્રવચન બીજો શ્લોક. वृतं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि । द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत् । ।१०७ ।। આહા...હા...! “ટ્રાન્તરમાવવા’ ‘કર્મ અન્યદ્રવ્યસ્વભાવી -પુગલસ્વભાવી) હોવાથી.” આહા..હા..! એ વ્યવહાર વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને દયા ને દાનના ભાવ (થાય એ) કર્મ અન્યદ્રવ્યસ્વભાવી છે અર્થાતુ) એ કાર્ય છે એ અન્યદ્રવ્યસ્વભાવી છે. ચૈતન્યસ્વભાવી એ કાર્ય નથી. આહા...હા...! ચૈતન્યનો સ્વભાવ તો વિકારરૂપે થવો એવો કોઈ છે નહિ. આહા..હા..! કર્મ નામ પુણ્યના પરિણામ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ અન્યદ્રવ્યસ્વભાવી...” એ તો “-પુગલદ્રવ્યસ્વભાવી) હોવાથી....... આહાહા...! “રવમાવેન’ ‘કર્મના સ્વભાવથી.” એ પુણ્યના પરિણામના સ્વભાવથી એટલે કે કર્મના સ્વભાવથી. “જ્ઞાનરચ ભવન ન દિ વૃત્ત આત્માનું હોવું થતું નથી. આહાહા...! “જ્ઞાનસ્થ ભવન ન હિ વૃત્ત ચારિત્ર – જ્ઞાનનું થયું નથી તે ચારિત્ર. જ્ઞાનનું થયું નથી તે ચારિત્ર નથી, એમ કહેવું છે). આહા...હા...! “જ્ઞાનસ્થ ભવ ન દિ વૃત્ત એ વ્રત પુદ્ગલના પરિણામ (છે) ઈ જ્ઞાનભવન નથી. આ.હા.! ઈ તો પુદ્ગલનો સ્વભાવ છે. આહાહા..! Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૦૭ ૧૨૫ ‘કર્મ અન્યદ્રવ્યસ્વભાવી -પુદ્ગલસ્વભાવી) હોવાથી....” એક કોર ભગવાનસ્વભાવીનું પરિણમન અને એક કોર કર્મસ્વભાવી પરિણમન (અર્થાતુ) રાગ, દયા, દાન, વ્રતાદિ. આ..હા...! બે વાત (કરી). બહારની ધમાધમ. પંચકલ્યાણક થાય એટલે રથ જોડે, ઘોડા જોડે, હાથી (લાવે) અને બોલી બોલે, ત્રીસ-ત્રીસ લાખ, પચાસ લાખ ભેગા થાય ને માને કે ઓ.હો.હો...! શું ધર્મ થયો ! અહીં કહે છે કે, એ ધર્મ નથી, બાપુ ! એ તો મુગલસ્વભાવી વસ્તુ છે. આવું છે. આ...હા...! કર્મના સ્વભાવથી.” એટલે વિકારી ભાવ તો કર્મનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ (તો) વિકારપણે થવું એવો સ્વભાવ નથી. આહાહા...! તેથી કર્મસ્વભાવથી આત્માનું “મવન ન દિ વૃત્ત' “જ્ઞાનનું ભવન.” ચારિત્ર થતું નથી.... કર્મના સ્વભાવથી આત્માનું એવું ચારિત્ર તે થતું નથી. આહા..હા..! “માટે...” “ર્મ મોક્ષદેતુઃ ન’ (અર્થાત) એ પુણ્યના પરિણામ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ કર્મ (છે). કર્મ એટલે કાર્ય. તે “મોક્ષનું કારણ નથી.” આહા...હા...! શુભરૂપી કાર્ય તે મોક્ષનું કારણ નથી. આહા..હા...! મુમુક્ષુ :- મોક્ષમાર્ગનું તો કારણ છે. ઉત્તર :- બિલકુલ નહિ. મોક્ષમાર્ગની વાત જ અહીં ચાલે છે. મોક્ષમાર્ગનું કારણ જરીયે નથી, બંધનો માર્ગ – સંસારમાર્ગ છે. આવું છે. આહાહા...! મુમુક્ષુ :- “જયસેનાચાર્યદેવની ટીકામાં ઘણી વાર આવે છે. ઉત્તર :- હા, ઈ તો હતું એનું જ્ઞાન કરાવ્યું. દૂધ શેમાં હતું, દહી શેમાં હતું, એ વાસણનું – નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. નિમિત્ત હોય છે પણ તે નિમિત્તથી અંદર થાતું નથી. અહીં પહેલું કહ્યું ને ! ભાવચારિત્રપણું સમ્યગ્દર્શન, અનુભવપૂર્વક અંદર જ્યાં પ્રગટે ત્યાં આગળ વ્રતાદિના વિકલ્પ અને નગ્નપણું જ હોય છે. દ્રવ્યપણું – દ્રવ્ય એવું જ હોય છે. જેવો અહીં ભાવ – સ્વભાવ શુદ્ધપણે પરિણમ્યો તો એનું નિમિત્ત પણ ત્યાં નગ્નપણું ને પંચ મહાવ્રત ને એ જ નિમિત્ત હોય છે. છતાં એનાથી થાય છે એમ નહિ. આહાહા...! આહા..હા..! પેલા કહે છે ને ! જાતિવેશનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય ગમે તે જાત ને ગમે તે વેશ હોય, એમ નહિ. નગ્નપણું અને પંચ મહાવ્રતના પરિણામ જ નિમિત્તપણે, દ્રવ્યપણે હોય. ત્રિકાળી સ્વભાવનું, મોક્ષનું કારણનું જે પરિણમન થયું ત્યાં નિમિત્ત આવું જ હોય છતાં એનાથી મોક્ષ ન થાય. છતાં નિમિત્ત હોય તો એવું જ હોય. આહાહા...! કોઈ વસ્ત્રસહિત હોય તો પણ જાણે મુનિ થાય (એમ) ત્રણકાળ ત્રણલોકમાં નથી). મુમુક્ષુ – આ લોકમાં તો બધા મુનિ થાય છે, આચાર્ય થાય છે, ઉપાધ્યાય થાય છે. ઉત્તર :- એ આચાર્ય, ઉપાધ્યાય થાય એ બધા વિકલ્પ. ક્યાં હતા ? આકરું કામ, બાપુ ! બહુ મુશ્કેલી પ્રભુ ! છે તો પ્રભુ તારા હિતની વાતું. બાપુ ! આ દેહ આવ્યો. દેહ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬. સમયસાર સિદ્ધિ-૬ છૂટી જશે. ભાઈ ! આ તો મુદતી ચીજ છે. તું તો અનાદિઅનંત છો, પ્રભુ ! આ તો મુદતની ચીજ છે, મુદત છે ત્યાં સુધી રહેશે (પછી) ચાલી જશે. આહા..હા...! પછી કયાં જઈશ? પ્રભુ ! આહા...હા...! તારી દૃષ્ટિ જો રાગ અને પુણ્ય ઉપર હશે તો પ્રભુ ! તું પુદ્ગલમાં જઈશ, રખડવામાં જઈશ. આહા..હા..! અને જે રાગરહિત પ્રભુ આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે, એવી જો દૃષ્ટિ હશે તો અહીંથી જઈને પણ તું આત્મામાં જ રહીશ. ગમે તે અવતાર થાવ, પછી મનુષ્યનો કે દેવનો, પણ ત્યાં તું આત્મામાં જ રહીશ. ગતિમાં તું નહિ જઈ શકે. નિમિત્તપણે ભલે (ગતિમાં) હો. આહાહા..! આવી વાતું. ‘કર્મ મોક્ષનું કારણ નથી. એ ૧૦૭ (શ્લોક પૂરો) થયો. શુદ્ધ નિશ્ચયનયના બળથી વ્યવહારનયને હેય કહ્યો છે, તે હેયરૂપ વ્યવહારનયના વિષયમાં ઉદય આદિ ચાર ભાવો આવી જાય છે. ચૌદ જીવસ્થાનો અને ચૌદ માર્ગણાસ્થાનો અને ચૌદ ગુણસ્થાનો પણ આવી જાય છે. એ બધાને શુદ્ધ નિશ્ચયનયના બળથી હેય ગણવામાં આવે છે. અરે સંસાર અને મોક્ષ એ બધી પર્યાયો હોવાથી ત્રિકાળી શુદ્ધ જીવ વસ્તુમાં તેનો અભાવ હોવાથી તેને વ્યવહાર જીવ ગણીને હેય કહ્યા છે. આહાહા ! ગજબ વાત કરી છે. નિમિત્તને તો પરસ્વભાવ ગણી પરદ્રવ્ય ગણીને હેય કહેવામાં આવે છે અને રાગને પણ પરસ્વભાવ ગણી પરદ્રવ્ય ગણીને હેય કહેવામાં આવે છે પણ અહીં નિયમસાર ગાથા ૫૦ માં તો નિર્મળ પર્યાયને પણ પરસ્વભાવ કહીને પરદ્રવ્ય કહીને હેય કહે છે. આહાહા ! આચાર્યદેવે અંતરના મૂળ માખણની વાત ખુલ્લી કરી દીધી છે. નિર્મળ પર્યાય ઉપર લક્ષ જતાં વિકલ્પ ઊઠે છે, તેથી તેનું લક્ષ છોડાવવાના હેતુથી તેને પરસ્વભાવ ને પરદ્રવ્ય કહીને હેય કહી છે. -પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ ઓક્ટોબર-૨૦૦૬ Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૦૮ ૨૭ દી લો કેન્o (મનુષ્ટ્રમ) मोक्षहेतुतिरोधानाद्धन्धत्वात्स्वयमेव च। मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते ।।१०८ ।। હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છે : શ્લોકાર્ધઃ- (મોક્ષદેતુતિરોધાના) કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી, સ્વયમ્ Eવ વત્વ) તે પોતે જ બંધસ્વરૂપ હોવાથી (વ) અને મોક્ષાતિરોધાયમાવત્વા) તે મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી તત્ નિષિધ્ય) તેને નિષેધવામાં આવે છે. ૧૦૮. શ્લોક ૧૦૮ ઉપર પ્રવચન હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છે : मोक्षहेतुतिरोधानाद्धन्धत्वात्स्वयमेव च। मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते ।।१०८ ।। આહાહા...! પુણ્યના પરિણામ “મોક્ષના કારણનું તિરોધાન કરનારું. ઢાંકનારું ઘાતક છે. આહા..હા... જે એની પર્યાયમાં થાય છે છતાં તે પર્યાય તે દ્રવ્યના ગુણથી થઈ નથી. આહા..હા...એ પુદ્ગલ અધ્ધર, એક કોર દ્રવ્ય ભગવાન આત્મા અને એક કોર પુગલ. તો એ પુદ્ગલસ્વભાવી દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ. એ કર્મ મોક્ષના કારણનું...” ઘાત કરનારું છે. તિરોધાન નામ ઘાત કરનારું છે. આહા...હા....! “સ્વયમ્ વ વન્યત્વ' એક વાત – ઘાત કરનારું છે અને બીજું) સ્વયં બંધસ્વરૂપ છે. આહા..હા! એ દયા, દાન, વ્રત ભાવબંધસ્વરૂપ છે. આહા...હા...! કર્મ દ્રવ્યબંધસ્વરૂપ છે. ભગવાન શુદ્ધ સ્વભાવ સ્વરૂપ છે. આહા..હા..! પોતે જ બંધસ્વરૂપ હોવાથી. પુણ્યના પરિણામ શુભ, દયા, દાન, વ્રત, ભક્તિ એ (તિરોધાયિ = તિરોધાન કરનાર) Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમયસાર સિદ્ધિ-૬ પોતે બંધસ્વરૂપ છે. આહા..હા...! ‘અને...’ ‘મોક્ષહેતુતિરોધાયિમાવત્વાત્” તે મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ...' વિરુદ્ધ ભાવસ્વરૂપ એમ. આ..હા...! પેલું ઘાત કરનારું હતું. પેલામાં આવ્યું છે ને ! કળશમાં કહ્યું હતું. દ્રવ્યચારિત્ર જે દયા, દાન, વ્રતાદિ જે ક્રિયા છે એ દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે. વિષયકષાયના પરિણામની પેઠે તે પણ બંધનું કારણ છે. આમાં આવ્યું હતું. બતાવ્યું હતું ને ? , ‘કળશટીકા’ ૧૦૮ (કળશ). લ્યો, એ જ આવ્યું ! જુઓ ! ‘કારણ કે વ્યવહારચારિત્ર...’ (અર્થાત્) એ પંચ મહાવ્રતના પરિણામ, પાંચ સમિતિ, ગુપ્તિ આદિ. વ્યવહા૨ના બધા વિકલ્પો. ‘એવું હોતું થકું દુષ્ટ છે...' વ્યવહારચારિત્ર તે દુષ્ટ છે. આ ‘કળશટીકા’ છે, ‘રાજમલજી’ કૃત. ‘અનિષ્ટ છે,... દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે;’ વ્યવહારચારિત્ર નિશ્ચયચારિત્રની અપેક્ષાએ દુષ્ટ છે, અનિષ્ટ છે અને શાંતિનો ઘાતક છે. આહા..હા...! હવે આ વાતું ગુપ્ત પડી રહી ને ઉપરની બધી વાતું કરવી. દર્શનશુદ્ધિ કેમ થાય અને કેમ એનો સ્વભાવ હોય તો એનું શું સ્વરૂપ કહેવાય ? એ વાત પડી રહી અને ઉપરની વાતું બધી હો.. હા... હો.. હા...! દસ-દસ હજાર, વીસ-વીસ હજાર માણસ ભેગા થાય (એટલે) રાજી થાય, લોકરંજન થાય. આહા..હા...! હવે આવા તો... મુમુક્ષુ :– લોકરંજન એટલે રાગરંજન. ઉત્તર :– લોકરંજન ‘ભાવપાહુડ’માં આવ્યું હતું. રંજન ! વેશ પહેરીને લોકરંજન કરીશ નહિ. એવા મહાવ્રતના વેશ પહેરીને લોકરંજન કરીશ નહિ કે અમે સાધુ છીએ. ‘ભાવપાહુડ’માં આવ્યું હતું. અને ભાઈ ‘તારણસ્વામી’ તો ત્યાં કહે (છે). એના શ્લોકમાં તો બહુ આવે છે કે, લોકરંજન કરનારાઓ નિગોદમાં જનારા છે. લોકને ખુશી કરે. આ...હા..હા...! શુભભાવ કરતા (કરતા) પણ લાભ થાય. બાપુ ! આહા..હા...! મુમુક્ષુ :- આ કાળમાં તો શુભભાવ જ છે. ઉત્તર :– અને આ કાળમાં શુભભાવ જ હોય (એમ તું કહે). અરે... પ્રભુ ! આત્મા નથી ? અને આત્મા છે તો એની આત્માની) પ્રતીતિ અને અનુભવ એ શુભભાવ છે ? નથી. પ્રભુ... પ્રભુ ! શું કરે ? બાહ્યનો ત્યાગ નગ્નપણું દેખી લોકો બિચારા મૂર્છાય જાય છે. મુમુક્ષુ :- વ્યવહારચારિત્રને છોડવું નહિ એની પર્યાયની એવી સ્થિતિ હો. ઉત્તર :– છોડવાનો અહીં કયાં પ્રશ્ન છે ? છે જ નહિ ને આમાં પછી છોડવું ક્યાં છે ? સ્વરૂપમાં ઠરે છે એ ચારિત્ર છે. પેલું ચારિત્ર નથી. (શુભભાવ) છે એ ભિન્ન રહી ગયું, છૂટી ગયું. છોડવું પડતુંય નથી. આ..હા...! રાગને છોડવો પડતો નથી. સ્વરૂમાં ચારિત્રમાં રમણતામાં તે ઉત્પન્ન થતું નથી, એ અપેક્ષાએ છોડ્યું એમ નામથી કહેવામાં આવે. અહીં તો (કહે છે), ‘વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે...' વિષય Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૦૮ ૧૨૯ કષાયની માફક (કહ્યું). આ..હા..હા...! વિષય-કષાયનો ભાવ જેમ પાપ છે તેમ આ વ્યવહારચારિત્ર પણ તેની જેમ) નિષેધ કરવાલાયક છે. આહા...! બેય નિષેધ છે. આહા..! આમાં આખો ૧૦૮ મોટો શ્લોક છે. “રાજમલજી'ની ટીકા છે. (અહીં કહે છે), “તિરોધાયભાવસ્વરૂપ....” છે. વર્તમાન ભાવ, વિરોધભાવ હોવાથી. પેલો તો ઘાતક છે અને આ તો સ્વભાવથી વિરુદ્ધ ભાવ ભાવસ્વરૂપ હોવાથી તેને નિષેધવામાં આવે છે. લ્યો ! વિશેષ કહેશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) આહા ! જેણે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયમાં સ્થાપ્યા અને જેને જ્ઞાનનું-જ્ઞાયકનું જ્ઞાન થયું તેનું જ્ઞાન રાગને અને શરીરને જાણે છે. પરંતુ તેથી તેને શેયકૃત-પ્રમેયકૃત અશુદ્ધતા થઈ નથી. કેમકે એ તો જ્ઞાયકની પર્યાયને જ જાણે છે. અહા ! એ રાગને જાણવા કાળે રાગ આકારે જે જ્ઞાન થયું છે તે રાગને કારણે રાગને આકારે) થયું છે એમ નથી. પરંતુ તે કાળે જ્ઞાનપર્યાયનો જ પોતાના જ્ઞાનાકારે થવાનો સ્વભાવ હોવાથી એ રીતે થયું છે. માટે, તે વખતે રાગ જણાયો નથી પણ જાણનારની પર્યાયને તેણે જાણી છે. સમજાણું કાંઈ ? શ્રોતા :- દ્રવ્ય ને પર્યાયની સત્તા ભિન્ન કરી નાખી ? પૂજ્ય ગુરુદેવશ્રી :- બન્ને સત્તા ભિન્ન જ છે. દ્રવ્યની સત્તા દ્રવ્યમાં અને પર્યાયની સત્તા ભિન્ન છે. નિશ્ચયથી તો ચૈતન્યની સત્તાનાં પ્રદેશ છે તે પર્યાયનાં પ્રદેશથી ભિન્ન જ છે. શ્રોતા :- તો પછી નિમિત્ત-નૈમિત્તિકસંબંધ કેમ કહ્યો ? પૂજ્ય ગુરુદેવશ્રી :- એ નિમિત્ત-નૈમિત્તિકસંબંધનો અર્થ જ એમ છે કે કાંઈ સંબંધ જ નથી. -પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ ઓક્ટોબર-૨૦૦૬ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમયસાર સિદ્ધિ-૬ © ગાથાનપણ થી ૧૫૮) अथ कर्मणो मोक्षहेतुतिरोधानकरणं साधयति . वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। मिच्छत्तमलोच्छण्णं तह सम्मत्तं खु णादव्वं ।।१५७।। वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। अण्णाणमलोच्छण्णं तह णाणं होदि णादव्वं ।।१५८।। वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। कसायमलोच्छण्णं तह चारित्तं पि णादव्वं ।।१५९।। वस्त्रस्य श्वेतभावो यथा नश्यति मलमेलनासक्तः । मिथ्यात्वमलावच्छन्नं तथा सम्यक्त्वं खलु ज्ञातव्यम् ।।१५७।। वस्त्रस्य श्वेतभावो यथा नश्यति मलमेलनासक्तः । अज्ञानमलावच्छन्नं तथा ज्ञानं भवति ज्ञातव्यम् ||१५८।। वस्त्रस्य श्वेतभावो यथा नश्यति मलमेलनासक्तः। कषायमलावच्छन्नं तथा चारित्रमपि ज्ञातव्यम् ।।१५९।। ज्ञानस्य सम्यक्त्वं मोक्षहेतुः स्वभावः परभावेन मिथ्यात्वनाम्ना कर्ममलेनावच्छन्नत्वात्तिरोधीयते, परभावभूतमलावच्छन्नश्वेतवस्त्रस्वभावभूतश्चेतस्वभाववत्। ज्ञानस्य ज्ञानं मोक्षहेतुः स्वभावः परभावेनाज्ञाननाम्ना कर्ममलेनावच्छन्नत्वात्तिरोधीयते, परभावभूतमलावच्छन्नश्वेतवस्त्रस्वभावभूतचेतस्वभाववत्। ज्ञानस्य चारित्रं मोक्षहेतुः स्वभावः परभावेन कषायनाम्ना कर्ममलेनावच्छन्नत्वात्तिरोधीयते, परभावभूतमलावच्छन्नश्वेतस्त्रस्वभावभूतश्चेतस्वभाववत् । अतो मोक्षहेतुतिरोधानकरणात् कर्म प्रतिषिद्धम्। હવે પ્રથમ, કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે એમ સિદ્ધ કરે છે : મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું, મિથ્યાત્વમળના લેપથી સમ્યકત્વ એ રીત જાણવું. ૧૫૭. Page #149 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧પ૭ થી ૧૫૯ ૧૩૧ મળમિલનપથી નાશ પામે જેતપણું જ્યમ વસ્ત્રનું, અજ્ઞાનમળના લેપથી વળી જ્ઞાન એ રીત જાણવું. ૧૫૮. મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું, ચારિત્ર પામે નાશ લિપ્ત કષાયમળથી જાણવું. ૧૫૯. ગાથાર્થ – (યથી જેમ (વસ્ત્રરચ) વસ્ત્રનો (શ્વેતમાવ:) શ્વેતભાવ (મનમેનનાસવત્ત:) મેલના મળવાથી ખરડાયો થકો (નશ્યતિ નાશ પામે છે – તિરોભૂત થાય છે, (તથી તેવી રીતે (મિથ્યાત્વમનાવચ્છ) મિથ્યાત્વરૂપી મેલથી ખરડાયું–વ્યાપ્ત થયું-થકું (સચવત્વે ) સમ્યક્ત્વ ખરેખર તિરોભૂત થાય છે (જ્ઞાતવ્યમ) એમ જાણવું. (યથા) જેમ (વસ્ત્રરચ) વસ્ત્રનો (ચેતાવ) ચૈતભાવ (મનમેનનાવડ) મેલના મળવાથી ખરડાયો થકો (નતિ) નાશ પામે છે – તિરોભૂત થાય છે, (તથા) તેવી રીતે (અજ્ઞાનમનીવચ્છન્ન) અજ્ઞાનરૂપી મેલથી ખરડાયું–વ્યાપ્ત થયુંથકું (જ્ઞાન ભવતિ જ્ઞાન તિરોભૂત થાય છે (જ્ઞાતવ્યમ) એમ જાણવું. (યથા) જેમ (વસ્ત્રરચ) વસ્ત્રનો (શ્વેતામાવા) શ્વેતભાવ (મનમેનનાસવર:) મેલના મળવાથી ખરડાયો થકો (નશ્યતિ) નાશ પામે છે – તિરોભૂત થાય છે, તેથી તેવી રીતે વિષયમનાવછન્ન) કષાયરૂપી મેલથી ખરડાયું-વ્યાપ્ત થયું-થકું (વારિત્રમ્ )િ ચારિત્ર પણ તિરોભૂત થાય છે (જ્ઞાત) એમ જાણવું. ટીકા :- જ્ઞાનનું સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી, તિરોભૂત થાય છે – જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ અજ્ઞાન નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે – જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ કષાય નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે – જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. માટે મોક્ષના કારણનું – સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું –) તિરોધાન કરતું હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. ભાવાર્થ – સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું સમ્યક્ત્વરૂપ પરિણમન મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે; જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન અજ્ઞાનકર્મથી તિરોભૂત થાય છે; અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન કષાયકર્મથી તિરોભૂત થાય છે. આ રીતે મોક્ષના કારણભાવોને કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમયસાર સિદ્ધિ-૬ પ્રવચન નં. ૨૩૭ ગાથા-૧૫૭થી ૧૬૦ રવિવાર, જેઠ સુદ ૨, તા. ૨0૫-૧૯૭૯ સમયસાર ૧૫૬ ગાથા પૂરી થઈ. ૧૫૭ (ગાથા). એનું મથાળું. હવે પ્રથમ, કર્મ...” જે શુભ-અશુભ ભાવ, મિથ્યાત્વ ભાવ એ મોક્ષના કારણનું...” ઢાંકનારું છે. શુભ-અશુભ ભાવ એ મારો છે એવો મિથ્યાત્વ ભાવ અને સ્વરૂપનું અજ્ઞાન અને અચારિત્ર, એ સ્વરૂપને ઢાંકનારું છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એવું જે સ્વરૂપ, એને નહિ પ્રગટ કરવા દેતા, ઢાંકનારું (છે). એ કહે છે. ગાથા. वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। मिच्छत्तमलोच्छण्णं तह सम्मत्तं खु णादव्वं ।।१५७।। वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। अण्णाणमलोच्छण्णं तह णाणं होदि णादव्वं ।।१५८।। वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो। कसायमलोच्छण्णं तह चारित्तं पि णादव्वं ।।१५९।। હરિગીત. મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું, મિથ્યાત્વમળના લેપથી સમ્યકત્વ એ રીત જાણવું. ૧૫૭. મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ્ વસ્ત્રનું, અજ્ઞાનમળના લેપથી વળી જ્ઞાન એ રીત જાણવું. ૧૫૮. મળમિલનલેપથી નાશ પામે જેતપણું જ્યમ વસ્ત્રનું, ચારિત્ર પામે નાશ લિપ્ત કષાયમળથી જાણવું. ૧૫૯. ટીકા – ‘જ્ઞાનનું સમ્યકત્વ.” આ.હા...! ભગવાન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રભુ ! એનું સમ્યફ. એનું જ્ઞાન થઈને તેની સ્વસંવેદનમાં પ્રતીતિ થવી, એવું જે જ્ઞાનનું સમકિત. જ્ઞાનનું સમકિત એટલે આત્માનું સમકિત કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. સમકિત જે આત્માનું સમકિત એ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. આહા..હા...! એ પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ...” મિથ્યાત્વ મેલ છે. વિપરીત માન્યતા એ જ મૂળ તો મેલ છે. એ મિથ્યાત્વ નામનું કર્મ એટલે વિપરીત ભાવ એ મેલ (છે), તેના વડે વ્યાપ્ત થવાથી ઊંધી માન્યતાના ભાવથી સમકિતનું ઢંકાઈ જવું. આ..હા...! Page #151 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૫૭ થી ૧૫૯ ૧૩૩ વ્યાપ્ત, “મેલ તેના વડે વ્યાપ્ત..” (થવાથી) “તિરોભૂત થાય છે. એટલે કે સમ્યગ્દર્શનને ઢાંકી દયે છે. સમ્યગ્દર્શન થવા દેતું નથી. આ.હા....! જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ.” પરભાવસ્વરૂપ મેલથી વસ્ત્રનું સફેદપણું, તે ઢંકાઈ જાય છે. આહા..હા....! તેમ આત્માનું સમ્યગ્દર્શન મિથ્યાત્વના ભાવથી ઢંકાઈ જાય છે. આહા...હા...! આચ્છાદન થઈ જાય છે. કર્મ તો નિમિત્તથી છે. ખરેખર તો એ ભાવ – મિથ્યાત્વ ભાવ, શ્વેત વસ્ત્રને જેમ જેતપણું મેલથી ઢંકાઈ જાય, એમ ભગવાન આત્માનું સમકિત તે મિથ્યાત્વ ભાવથી ઢંકાઈ જાય છે, એટલે થતું નથી. આહાહા...! તેમ...” હવે બીજું. પેલું જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રનો સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ તેમ આત્માનું સમકિત મિથ્યાત્વની વિપરીત માન્યતાના મેલથી ઢંકાઈ જાય છે, આચ્છાદન થઈ જાય છે. આહા....! મુમુક્ષુ :- મેલ આવે છે ક્યાંથી ? ઉત્તર :- મેલ પોતે કરે છે. આવું ક્યાંથી ? પોતે મિથ્યાત્વ મેલ કરે છે (તો) મેલથી ઢંકાઈ જાય છે એમ કહે છે. સમકિત જે કરવું જોઈએ (તે) ન કરતાં, વિપરીત મિથ્યાત્વના મેલથી એ સમકિત આચ્છાદન થઈ જાય છે એટલે કે ઉત્પન્ન થતું નથી. પછી બંધનું કારણ લેશે અને પછી લેશે એ મોક્ષના કારણ(રૂ૫) સમ્યક્ ભાવથી વિરુદ્ધ ભાવ (છે). એ પછી ત્રણ ગાથામાં લેશે. અહીંયાં તો ત્રણ પ્રકાર (લે છે). પહેલો એ કે, ચેતને જેમ મેલ ઢાંકી દે છે એમ ભગવાન આત્માના સમકિતને મિથ્યાત્વ ભાવ ઢાંકી દે છે. ત્રીજામાં એમ આવશે. બીજામાં બંધસ્વરૂપ આવશે અને) ત્રીજામાં એમ આવશે કે, જે સમકિત કારણ છે તેનાથી ઈ વિરુદ્ધ ભાવ છે. મિથ્યાત્વ છે તે વિરુદ્ધ ભાવ છે. અહીં કહે છે કે, મિથ્યાત્વ છે તેનાથી સમકિત ઢંકાઈ જાય છે, આચ્છાદન થઈ જાય છે. વસ્ત્રનું જેતપણું મેલથી ઢંકાઈ જાય છે. એમાં કોઈ પૂછે કે મેલ આવ્યો ક્યાંથી ? કે, મેલ છે. વસ્ત્રમાં મેલ છે એ મેલથી સફેદાઈ ઢંકાઈ જાય છે. એમ ભગવાનઆત્માનું સમ્યગ્દર્શન છે નહિ, પણ એ મિથ્યાત્વને લઈને ઢંકાઈ જાય છે એટલે થાતું નથી. આહા..હા...! મુમુક્ષુ – શક્તિમાં છે. ઉત્તર :- અહીં એમ નથી. શક્તિ તો ત્રિકાળ છે. અહીં તો સમકિત જે પ્રગટ થવું, સમ્યગ્દર્શન જે પ્રગટ થવું તેને મિથ્યાત્વરૂપી ભાવ ઢાંકી દે છે એટલે થવા દેતું નથી. પર્યાયની વાત છે. શકિતમાં છે ઈ અત્યારે નહિ). શક્તિમાં તો ત્રિકાળ છે. આ.હા...! અહીં જ્ઞાનનું સમકિત કીધું ને ! જ્ઞાનનું સમકિત એટલે ત્રિકાળની શ્રદ્ધા એ નહિ. જ્ઞાનનું સમકિત એટલે આત્મસ્વભાવ, તેની જે સમ્યક્ પ્રતીતિ થવી) તે. તેને મિથ્યાત્વરૂપી મેલ ઢાંકી દે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪. સમયસાર સિદ્ધિ-૬ આહા...હા...! આ મૂળ પહેલી ચીજ છે. અધિકાર તો પુણ્ય-પાપનો છે ને ! આહાહા..! પુણ્ય-પાપનો ભાવ મારો છે એવો જે મિથ્યાત્વ ભાવ, એ જ્ઞાનનું સમકિત – આત્માનું સમકિત, તેને તે ઢાંકી દે છે. આહા..હા....! (એટલે કે) થવા દેતું નથી. આહા..! પછી ત્રીજા બોલમાં આવશે કે, સમકિતરૂપી કારણનો મિથ્યાત્વ (છે) તે વિરુદ્ધ ભાવ છે. મોક્ષના કારણનો એ વિરુદ્ધ ભાવ છે. અહીં કહે છે કે, મોક્ષનું કારણ સમ્યગ્દર્શન, જે આત્માનું સમ્યકજ્ઞાન, તેને મિથ્યાત્વ ઢાંકી દે છે, તિરોધાયી કરી નાખે છે. આહાહા...! બીજું, ‘જ્ઞાનનું જ્ઞાન...” છે ? આત્મા જે જ્ઞાનસ્વરૂપ છે. “જ્ઞાનનું જ્ઞાન....” એટલે ? આત્માનું જ્ઞાન. આત્મા જે વસ્તુ ત્રિકાળ છે તેનું પર્યાયમાં જ્ઞાન (થવું). કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.” જોયું ? આ તો કારણરૂપ સ્વભાવ પર્યાયની વાત છે ને ! આહા..હા...! “જ્ઞાનનું જ્ઞાન” ત્રિકાળ વસ્તુ ભગવાન ચૈતન્ય જ્ઞાનસ્વરૂપ, તેનું પર્યાયમાં જ્ઞાન થવું) એ “મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.” જ્ઞાનનું જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, જ્ઞાનનું સમકિત મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. એ પહેલું આવી ગયું. આહા....! પર્યાયની વાત છે. દ્રવ્યને તો ક્યાં ઢંકાવું છે ? એ તો ત્રિકાળી નિરાવરણ (છે). આહા....! વસ્તુ છે એ તો ત્રિકાળ નિરાવરણ અખંડ શુદ્ધ જ્ઞાનઘન અખંડ (છે). એનો તિરોભાવે નથી ને આવિર્ભાવે નથી. આહાહા...! એ તો જણાય ત્યારે આવિર્ભાવ થયો એમ કહેવામાં આવે. એ તો છે ઈ છે. જણાતો નથી તેને તિરોભાવ થઈ ગયો એમ કહેવામાં આવે. દ્રવ્ય (તિરોભાવ થઈ ગયું એમ કહેવામાં આવે પણ) અહીં પર્યાયની વાત છે. અગિયારમી ગાથામાં છે ને ! આવિર્ભાવ ને તિરોભાવ. એ જ્ઞાયકની વાત છે. આ..હા...! ત્રિકાળી ચૈતન્ય ભગવાન ! જ્ઞાનમૂર્તિ! એ જેને જાણવામાં આવતો નથી તેને તે તિરોભૂત થઈ ગયો, તિરોભાવ થઈ ગયો. એ તો છે ઈ છે, પણ જેને જાણવામાં આવતો નથી એને તિરોભાવ જ છે અને જેને જાણવામાં આવે છે તેને તે જ્ઞાયકભાવ આવિર્ભાવ (છે). જ્ઞાયકભાવ તો આવિર્ભાવ, તિરોભાવ વિનાનો ત્રિકાળ છે, પણ પર્યાયમાં જ્યારે આત્મા ન જણાણો અને વિરોધ થયો ત્યારે તે જ્ઞાયકભાવ તિરોભૂત છે. આહા...હા..! અને જ્યારે જણાણો (કે), છે ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ નિર્મળ શુદ્ધ ચૈતન્ય, એમ જણાણો ત્યારે તે જ્ઞાયકભાવ આવિર્ભાવ થયો. પર્યાયની અપેક્ષાએ આવિર્ભાવ અને તિરોભાવ (કહ્યું છે). ત્યાં પાઠ તો એવો છે કે, જ્ઞાયકભાવ તિરોભાવ, આવિર્ભાવ (થયો). જ્ઞાયકભાવ તિરોભાવ, આવિર્ભાવ (થતો નથી). વસ્તુ છે) એ તો ત્રિકાળી એકરૂપ શુદ્ધ ચૈતન્યઘન છે. પણ તેના ખ્યાલમાં ન આવ્યું તેથી તે જ્ઞાયક એને તિરોભૂત થઈ ગયો અને ખ્યાલમાં આવ્યો ત્યારે તેને તે જ્ઞાનભાવ – જ્ઞાયકભાવ આવિર્ભાવ થઈ ગયો, પ્રગટ થઈ ગયો. એ તો છે ઈ છે, પણ પર્યાયમાં જાણવામાં આવ્યો ત્યારે પ્રગટ થયો એમ કહેવામાં આવે છે). આહા...હા...! હવે Page #153 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૫૭ થી ૧૫૯ ૧૩પ આવી બધી વાતુંનો) નિર્ણય કરવો. (આવું) ક્યાંય નથી), બાપુ ! જગતના ઝગડા, જગતના તોફાનો... આહા...હા...! તોફાન તો તેં અંદરમાં ઊભું કર્યું છે, કહે છે. જે આત્માનું સમકિત છે, જે મોક્ષનું કારણ છે એને તેં મિથ્યાત્વભાવે ઢાંકી દીધું. આહા...હા...! તેં ઝગડો ઊભો કર્યો છે. જ્ઞાનનું જ્ઞાન છે, પર્યાયમાં હો ! એ જ્ઞાનસ્વરૂપ ભગવાન શુદ્ધ ચૈતન્ય, એનું જ્ઞાન છે તે જ જ્ઞાન મોક્ષના કારણ(રૂ૫) સ્વભાવ છે. આહાહા...! તે, પરભાવસ્વરૂપ અજ્ઞાન...” સ્વરૂપનું અજ્ઞાન એવો જે ભાવ. ‘અજ્ઞાન નામના કર્મમળ વડે.” અજ્ઞાન નામ અજ્ઞાનના ભાવ વડે ‘વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે.” આ..હા...! (અર્થાતુ) એને જ્ઞાન થતું નથી. જ્ઞાન ઢંકાઈ જાય છે. આહા..હા..! એ તો “કર્તા-કર્મ (અધિકાર) (ની) ૬૯-૭૦ (ગાથામાં) આવ્યું ને ! ભાઈ ! એમ કે, અવસ્થા (છે) તેને પ્રગટ થવા દેતું નથી. અવસ્થા જાણે કે પ્રગટ) હોય નહિ. કર્તા-કર્મ'(ની) ૬૯-૭૦ (ગાથા). જ્ઞાયકની અવસ્થા, એને ઉત્પન્ન થવા દેતું નથી. એટલે કે અવસ્થા જાણે થઈ હોય. એને ઢાંકી દીધી છે. ૬૯-૭૦માં આવે છે. ઢાંક્યું છે એનો અર્થ કે એને પ્રગટ કર્યું નથી. તેથી તે પર્યાય ઢંકાઈ ગઈ છે તેથી તે દ્રવ્ય એને દૃષ્ટિમાં ઢંકાઈ ગયું છે. આહાહા...! આવું છે. પરભાવસ્વરૂપ અજ્ઞાન નામના કર્મમળ...” વિકારભાવ “એ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે – જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો...” જેતપણું તો એનો સ્વભાવ છે અને મેલ છે એ તો પરભાવ છે. એ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે. આહા..હા...! “તેમ,...” તે જ્ઞાન. જ્ઞાનનું જ્ઞાન અજ્ઞાન વડે તિરોભૂત થાય છે. બસ ! બે બોલ થયા – દર્શન અને જ્ઞાન. (હવે કહે છે), ચારિત્ર “જ્ઞાનનું ચારિત્ર...” આહાહા..! સ્વરૂપ જે ભગવાન શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાયકભાવ, તેનું ચારિત્ર. એટલે તેમાં જ રમણતા. આહા..હા..! ભગવાનઆત્મા ! એ તો કાલે તો આવ્યું હતું ને ! વીતરાગભાવરૂપ ચારિત્ર શુદ્ધ ઉપયોગરૂપી ધર્મ. આહા...હા...! વીતરાગ, પરમવીતરાગ ચારિત્રસ્વરૂપ. આહાહા..! શુદ્ધ ઉપયોગરૂપ જે ધર્મ. આ..હા.! તે આ ચારિત્ર. તે (આ) અચારિત્રના પરિણામથી ઢંકાઈ જાય છે. આહા..હા...! સમજાણું કઈ ? “જ્ઞાનનું ચારિત્ર...” એટલે કે આત્માનું ચારિત્ર. એટલે કે આત્માનું પરમ વિતરાગચારિત્ર રૂપ શુદ્ધ ઉપોયગરૂપી ધર્મ. આહા....! તે “મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. જે આત્માનું ચારિત્ર (છે) એ તો મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. આહા..હા...! “તે, પરભાવસ્વરૂપ કષાય,... દેખો ! આહા! કષાય મેલ. ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ. એ ચાર ક્રોધ, માન (આદિ) રાગ-દ્વેષના પ્રકાર છે. રાગ – માયા અને લોભ, Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમયસાર સિદ્ધિ-૬ દ્વેષ – ક્રોધ અને માન. એવો જે કષાય, પરભાવસ્વરૂપ કષાય મેલ. આહા..હા...! મેલથી વ્યાપ્ત થયેલો... ‘પરભાવસ્વરૂપ કષાય નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે.’ ચારિત્ર પ્રગટ થતું નથી, એને ઢાંકી દે છે. અકષાય ચારિત્ર, પરમ વીતરાગ ચારિત્રરૂપ શુદ્ધ ઉપયોગરૂપી ધર્મ. ‘ચરિતમ્ ખલુ ધમ્મો’ એ ધર્મ. તેને પરભાવ એવો જે વિકાર કષાયભાવ તેને ઢાંકી દે છે. આહા..હા..! ચાહે તો શુભરાગ હો તોપણ તે પરમ ચારિત્રને ઢાંકી દે છે. આહા..હા...! ઝીણી વાત છે, બાપુ ! માર્ગ એવો ઝીણો છે. આ..હા...! છે એના ઘરમાં પણ ઘરમાં જાય, જોવે ત્યારે ખબર પડે ને ! આ..હા...! જે જ્ઞાનનું ચારિત્ર. જ્ઞાનનું સમકિત, જ્ઞાનનું જ્ઞાન (એ) બે તો આવી ગયું. (હવે) આત્માનું ચારિત્ર (કહે છે). ભગવાનઆત્મા ચિદાનંદ શુદ્ધ ચૈતન્ય, એનું ચારિત્ર. એટલે ? ૫૨મ વીતરાગરૂપી શુદ્ધ ઉપયોગરૂપી ધર્મ, તે મોક્ષનું કારણ છે તેને કષાય ઢાંકી દે છે. આહા..હા...! કહો, હીરાભાઈ’ ! આવી ઝીણી વાત છે. આ તો ભઈ ! બહુ ધીરજથી કામ લેવું જોઈએ. આ..હા...! આ કાંઈ ઉતાવળે આંબા પાકે એવું નથી. ગોટલું વાવ્યું અને આંબો તરત થઈ જાય એમ છે ? એથી લોકો નથી કહેતા, ઉતાવળે આંબો ન પાકે. ગોટલું વાવ્યું હોય એટલે કે લાવો આંબો – કેરી. પણ એમ ન થાય ભાઈ ! જરી ધીરજ રાખ. એમ ભગવાનઆત્મા ! પૂર્ણાનંદનો નાથ ! એનું સમકિત તે મિથ્યાત્વ ભાવથી ઢંકાઈ જાય છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એનું જ્ઞાન, તે અજ્ઞાનથી ઢંકાઈ જાય છે. આહા...હા...! પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એનું જે ચારિત્ર, પરમ વીતરાગ ચારિત્રરૂપ શુદ્ઘ ઉપયોગ, એવો જે ધર્મ, એ અશુદ્ઘ ઉપયોગ એવો જે વિકાર ભાવ કષાય, તેનાથી ઢંકાઈ જાય છે. આહા..હા...! હવે આવી વાતું ! જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ, માટે મોક્ષના કારણનું (–સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રનું–) તિરોધાન કરતું હોવાથી... તિરોભૂત (એટલે) ઢાંકી દેતું હોવાથી. ‘કર્મને નિષેધવામાં આવ્યું છે.’ એ પુણ્ય અને પાપના ભાવ એ મારા, એવો જે મિથ્યાત્વ ભાવ, પુણ્ય અને પાપના ભાવને જાણનારું એ અજ્ઞાન, અને પુણ્ય ને પાપરૂપી ભાવ તે અચારિત્ર. આહા..હા...! એ તિરોધાન કરતું હોવાથી તેને નિષેધવામાં આવ્યું છે.’ એ મિથ્યાત્વરૂપી ભાવ, અજ્ઞાનરૂપી ભાવ અને શુભઅશુભ રૂપી મેલ – ભાવ, એને નિષેધવામાં આવ્યું છે. આહા..હા..! આ કારણે નિષેધવામાં આવ્યું છે એમ કહે છે. - આત્માનું જે સમ્યગ્દર્શન પર્યાયમાં થવું જોઈએ તે વિપરીત માન્યતાના મેલથી ઢંકાઈ જાય છે. માટે તે કર્મ એટલે શુભાશુભ ભાવ અને તેને પોતાના માનવા એનો અહીંયાં નિષેધ છે, નિષેધ કર્યો છે. આ..હા...! સમજાણું કાંઈ ? આ...હા....! મુમુક્ષુ :– મોક્ષના કારણરૂપ સ્વભાવ વ્યક્ત છે ? Page #155 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૫૭ થી ૧૫૯ ૧૩૭ ઉત્તર :- ના, વ્યક્ત ક્યાં છે ? થાતું નથી, ઢાંકી દે છે એમ કીધું ને ! ‘કર્તા-કર્મ (અધિકારમાં) કીધું ને ! કર્તા-કર્મનું ન કહ્યું ? ૬૯ ગાથા. દાખલો આપ્યો છે ને ! મુમુક્ષુ - તિરોધાન કરતું હોવાથી (એમ કીધું ને ? ઉત્તર :– એ તો થવા દીધું નથી એટલે એનો અર્થ ઈ થયો. જુઓ ! જુઓ ! જે આ આત્મા પોતાના અજ્ઞાનભાવને લીધે, જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન (જ્ઞાતાદઝમાત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને.” એટલે અવસ્થા હતી ? હતી તેનો ત્યાગ કરીને નહિ પણ એ અવસ્થા થતી નથી એનો ત્યાગ કરીને એમ) એનો અર્થ છે). આહા..હા...! જ્ઞાતા-દૃષ્ટાની અવસ્થા થઈ નહિ એનો એણે અજ્ઞાન, મિથ્યાત્વ ભાવથી ત્યાગ કર્યો એમ કહેવું છે. આ..હા...! છે ? “જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન (જ્ઞાતાદૃષ્ટામાત્ર) અવસ્થા.... જાણે હોય. તેનો ત્યાગ કરીને.” એટલે એ અવસ્થાને ઉત્પન્ન થવા ન દેતા. એમ. એનો ત્યાગ કર્યો, મિથ્યાત્વાદિને ગ્રહણ કર્યું. આહાહા...! એમ અહીંયાં લેવું). ભાવાર્થ – “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે.” એ પ્રગટ છે, પર્યાય છે એમ નહિ. આહા...એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે એવું સિદ્ધ કર્યું. એ “જ્ઞાનનું સમ્યક્તરૂપ પરિણમન...” આત્માનું સમકિતરૂપી પરિણમન મિથ્યાત્વ.” મેલથી “તિરોભૂત થાય છે;.” મિથ્યાશ્રદ્ધા રૂપી મેલ, પુણ્યથી ધર્મ છે, વ્યવહારથી નિશ્ચય થાય છે, એનાથી મને લાભ છે, એવો જે મિથ્યાત્વ ભાવ તેનાથી સમકિત થતું નથી પણ સમકિત ઢાંકી દે છે, એમ. મુમુક્ષુ :- જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી સમકિત થતું નથી ને ? ઉત્તર :- મિથ્યાત્વ છે પણ અહીં તો મિથ્યાત્વથી ઢંકાઈ જાય છે ઈ વાત કરવી છે. મિથ્યાત્વ છે ઈ ત્રીજા બોલમાં લેશે. સમકિતથી વિરુદ્ધ ભાવ છે ઈ પછી લેશે. અહીં તો પહેલાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષનો માર્ગ છે એ અહીં નથી, એને ઢાંકી દેનારું મિથ્યાત્વ, અજ્ઞાન ને રાગ-દ્વેષ છે. એટલી વાત છે. સમજાણું કાંઈ ? ત્રણ પ્રકાર લેશે. એક તો ભગવાન આત્મા ! એનું જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે નહિ પણ એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષનું કારણ જે છે તેને મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય ઢાંકી દે છે. એટલે એને તે છે નહિ. એને છે મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગ-દ્વેષ. આ..હા...! સમજાણું કાંઈ ? મુમુક્ષુ :- જે છે નહિ એને કેમ રાખી શકે ? ઉત્તર :- ઈ જ કીધું ને ! વાત કરી ને ! થવી જોઈએ આ એને થવા દીધું નહિ એટલે થઈ નહિ (એમ કહ્યું). એટલે તો પહેલા ૬૯ (ગાથા) બતાવી. જ્ઞાતાદણની ઉદાસીન અવસ્થા તેનો ત્યાગ કર્યો. એમ કહીને તેને થવા દીધી નહિ, તેનો ત્યાગ કર્યો. ત્યાગ કર્યો એટલે થઈ છે અને ત્યાગ કર્યો એમ નહિ. થઈ નહિ એનું નામ ત્યાગ કર્યો. ઈ તો પહેલા ૬૯-૭૦ (ગાથાનો) દાખલો આપ્યો. ઝીણી વાત છે, બાપુ ! બહુ આકરી વાત ! Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સમયસાર સિદ્ધિ-૬. આ...હા...! જૈનધર્મ એ સમજવો વસ્તુનો સ્વભાવ છે. આહાહા...! અહીંયાં તો ૬૯-૭૦ (ગાથામાં) કીધું નહિ? જ્ઞાતાદૃષ્ટાની ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને. એટલે અવસ્થા છે ? ત્યાગ જ છે. મુમુક્ષુ - અનાદિથી ત્યાગ છે. ઉત્તર :- ત્યાગ જ છે. એને અવસ્થા થઈ જ નથી. મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાયને લઈને એ અવસ્થાનો ત્યાગ છે. ત્યાગ છે એટલે કે (એ) અવસ્થા એને નથી, આ અવસ્થા છે. આહાહા...! મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગ-દ્વેષની અવસ્થા છે. મોક્ષના કારણની અવસ્થાનો એણે ત્યાગ કર્યો છે. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! શબ્દફેરે મોટો ફેર થઈ જાય). આ તો શાસ્ત્ર છે ને ! આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે, ગંભીર શાસ્ત્ર છે, ભાઈ ! એમાં અમૃતચંદ્રાચાર્યદેવની ટીકા ! આ હા...હા...! ખોલી નાખ્યા છે કપાટ ! કહે છે કે, ખોલી નાખેલા કપાટની જે દશા જોઈએ તે દશાને મિથ્યાત્વએ ઢાંકી દીધી છે અને ખોલી છે નહિ. શશીભાઈ ! આહા..હા..! આ પહેલી ત્રણ વાતમાં) કીધું ને ! શ્વેત વસ્ત્ર છે એનું જેતપણું પ્રગટ જોઈએ, એને મેલે ઢાંકી દીધું. ત્રિકાળી શ્વેત છે એમ નહિ, પણ ચેતની જે શ્વેત પર્યાય જોઈએ તેને મેલે ઢાંકી દીધું. એટલે ચેતની પર્યાય રહી નહિ. એને ઢાંકી દીધી. પર્યાયની વાત છે. આહાહા..! એમ ભગવાન આત્મા ! અમૃતનો સાગર પ્રભુ ! તેની દશા તો જ્ઞાતા-દષ્ટા ને સમકિતની થવી જોઈએ. આહા...હા..! તે દશાને ન થવા દેતાં તેનો ત્યાગ કરીને મિથ્યાત્વ ભાવે તેને ઢાંકી દીધો. એટલે થવા દીધું નહિ. એમ. આહાહા...! એક ન્યાય ફરે તો આખી વસ્તુ ફરી જાય. આ તો વસ્તુસ્થિતિ છે. એ ૬૯-૭૦ (ગાથામાં) કહ્યું ને ! જ્ઞાતા-દષ્ટાની ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને. ત્યાગ કરીને એટલે અવસ્થા હતી ? એ અવસ્થા ન થઈ એનો ત્યાગ કર્યો એમ તેનો અર્થ (છે). આહાહા...! ભવગાનઆત્માની અવસ્થા તો જ્ઞાતા-દષ્ટા થવી જોઈએ. રાગનું પણ જ્ઞાન અને પરનું જ્ઞાન ને પરની ઉદાસીન અવસ્થા થવી જોઈએ. એ ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને. ત્યાગ કરીને એટલે કે ઉદાસીન અવસ્થા પ્રગટ ન થવા દેતા. આહા..હા...! મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાયે તે પર્યાયને ઢાંકી દીધી. એટલે કે પ્રગટ છે અને ઢાંકી દીધી એમ નહિ. થવા ન દીધી. આહા..હા...! સમજાય એવું છે, ભાઈ ! આ...હા...! ભાષા તો સાદી છે પણ ભાવ તો ભાઈ, છે ઈ છે. આહાહા...! ભાવાર્થ – સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. આ તો સમજાવે છે. એક આત્માનું સમકિતરૂપ પરિણમન.” જોયું ? એ “મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે.” (એટલે કે) પરિણમન થયું નહિ. મિથ્યાશ્રદ્ધા (અર્થાત) રાગ, પુણ્યથી મને ધર્મ થશે, પાપમાં સુખપણું છે એવી માન્યતા). આહા..હા..! Page #157 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૫૭ થી ૧૫૯ ૧૩૯ આગળના અધિકારમાં તો છેલ્લે એવું લેશે કે, ભઈ ! આ અધિકાર તો વ્યવહાર સમ્યગ્દર્શન, ચારિત્રનો ચાલે છે અને એમાં તમે આ વ્યવહાર છે તે જૂઠો છે. આ તો છેલ્લે આવે છે. પુણ્ય છે ઈ ખરેખર તો પવિત્ર છે અને અધિકાર તો પાપનો ચાલે છે. એટલે કે વ્યવહાર રત્નત્રયનો અધિકાર ચાલે છે અને તમે કહો છો) અધિકાર પાપનો ચાલે છે. ત્યાં તમે વ્યવહાર રત્નત્રયને શું કહેવા માગે છે ? બાપુ ! વ્યવહાર રત્નત્રય છે ઈ નિશ્ચયથી તો પાપ છે. એ વ્યવહાર રત્નત્રય નિશ્ચય રત્નત્રયની સાથે હોવાથી વ્યવહારે પવિત્રતાનું કારણ (છે) એવું આરોપથી કહેવાય છે. છતાં તે પવિત્રતાનું કારણ ન થતાં, થવું જોઈએ અને પરંપરાએ મોક્ષનું કારણ છે વ્યવહાર (એ) નિશ્ચય છે માટે પણ એમ ન થતાં.... આહાહા....! એ વસ્તુના સ્વરૂપથી પતીત થઈ જાય છે, નિશ્ચયનયથી પતીત થઈ જાય છે માટે તે વ્યવહાર રત્નત્રયને અમે અહીંયાં પાપ કહીએ છીએ. પહેલું પવિત્રતા, નિશ્ચય રત્નત્રયાની) પવિત્રતાનું નિમિત્તપણું છે એવું કારણ કહ્યું પણ છતાં પાછી ગુલાંટ ખાઈને વાત કરી. આહા..હા...! કે, ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પવિત્ર છે એમાંથી ખસી જવાય છે. વ્યવહાર રત્નત્રયમાં રાગમાં ખસી જવાય છે, પતીત થાય છે. માટે તે વ્યવહાર રત્નત્રયને પાપ કહીએ છીએ. આહા..હા.! સંસ્કૃત ટીકામાં છેલ્લે છે. મુમુક્ષુ :- “જયસેનાચાર્યદેવની ટીકામાં છે. ઉત્તર :- હા, છે ને ! બધી વાત થઈ છે, ઘણી વાત થઈ ગઈ. આ તો ૧૯મી વાર ચાલે છે, આ તો ૧૯મી વાર વંચાય છે. અઢાર વાર તો વંચાય ગયું છે. આ પહેલેથી ઠેઠ સુધી આખું અઢાર વાર વંચાય ગયું છે. પાછું ઓગણીસમી વાર (ચાલે છે). આહા..હા...! ઈ આવશે ત્યારે લેશું. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે.” આ તો સ્વરૂપ જણાવ્યું. એને પ્રગટેલું છે એમ નહિ. “જ્ઞાનનું સમ્યકત્વરૂપ પરિણમન....” એમ જોઈએ. ત્રિકાળી ભગવાનઆત્મા સચ્ચિદાનંદ શુદ્ધ પ્રભુ ! તેનું સમકિતનું પરિણમન જોઈએ. વસ્તુનું સ્વરૂપ છે તેનું પરિણમન (જોઈએ), શ્રદ્ધાનું સમ્યક્ પરિણમન જોઈએ. તે મિથ્યાત્વરૂપ ભાવથી તિરોભૂત થાય છે.” જડ મિથ્યાત્વકર્મ નિમિત્ત છે પણ અહીંયાં મિથ્યાત્વ ભાવ – મેલ છે. મિથ્યાત્વરૂપી મેલથી ઢંકાઈ જાય છે. એટલે કે સમ્યગ્દર્શન થતું નથી. આહા...હા...! જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન. દેખો ! જ્ઞાન એટલે આત્મા. એનું જ્ઞાનરૂપ” એટલે જ્ઞાન આત્મારૂપ પરિણમન. શુદ્ધ સ્વરૂપનું શુદ્ધરૂપે પરિણમન એ જ્ઞાન, પરિણમન. એ અજ્ઞાનરૂપ મેલથી તિરોભૂત થાય છે. અજ્ઞાનરૂપી મેલથી સ્વરૂપનું અજ્ઞાન અને રાગનું જ્ઞાન, તેના તરફના લક્ષથી એવા અજ્ઞાનભાવથી તે જ્ઞાનનું જ્ઞાન – સ્વરૂપનું જ્ઞાન તે તિરોભૂત થઈ જાય છે. આહાહા...! એકલું રાગ અને નિમિત્તનું જ્ઞાન કરવા જાય છે ત્યારે જે આત્માનું જ્ઞાન છે. તે ત્યાં તિરોભૂત થઈ જાય છે એમ કહે છે. આહાહા...! સામે પુસ્તક છે ને ? ક્યા Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સમયસાર સિદ્ધિ-૬ શબ્દનો અર્થ થાય છે ? આહા..હા...! માર્ગ બહુ ઝીણો છે, બાપા ! આ...હા...! આ કંઈ ‘હળદરના ગાંઠીયે ગાંધી' થવાય એવું નથી. ગંભી૨ ચીજ છે. પ્રભુનો વીતરાગમાર્ગ બહુ ગંભીર છે. આ..હા...! ‘અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન...’ ભાષા જુઓને ચોખ્ખી લીધી ! જ્ઞાન એટલે આત્મા, એનું ચારિત્ર એટલે વીતરાગ ચારિત્ર શુદ્ધ ઉપયોગરૂપી ધર્મ, એનું પરિણમન. ‘કષાયકર્મથી તિરોભૂત થાય છે.’ એ પરિણમન થતું નથી. પુણ્ય અને પાપના ભાવ થતાં વીતરાગી ચારિત્ર છે તે થતું નથી તેથી તે ઢંકાઈ ગયું એમ કહે છે. આહા..હા...! આ કાંઈ કથા વાર્તા નથી, બાપા ! (આ તો) ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવની વાણી છે. સંતો એ વાણી કહે છે. કુંદકુંદાચાર્યદેવ’, “અમૃતચંદ્રાચાર્યદેવ’દિગંબર સંતો... આહા..હા...! ભગવાનની વાણીથી કહે છે. ‘બંધ અધિકાર'માં આવે છે ને ! ભગવાન આમ કહે છે, લ્યો ! પોતે કહે છે એમ નહિ કહેતા જિનવરદેવ આમ કહે છે (એમ કહે છે). પોતે કહે ઈ સત્ય છે. મુનિ છે. પણ જિનવ૨દેવ આમ કહે છે કે, ૫૨ને જીવાડી શકું એ માન્યતા તે મિથ્યાત્વ છે. આહા..હા...! એમ જિનવરદેવ કહે છે. પ૨ની દયા પાળી શકું, તને આકરું લાગે તો પ્રભુ ! કહું છું કે, એ તો જિનવરદેવ કહે છે. આહા...હા...! તું પરની દયા પાળી શકતો તો નથી પણ પરની દયાનો ભાવ, રાગ થાય... આ..હા..હા...! એ પણ સ્વરૂપની હિંસા થાય છે. વીતરાગભાવ થતાં વીતરાગભાવ સ્વરૂપમાં રાગ થતાં પર્યાયની વીતરાગતાનો હ્રાસ થાય છે એમ જિનવરદેવ કહે છે પ્રભુ ! તને આકરું લાગતું હોય તો. આ..હા..હા..! અરે...! ક્યાં જાવું ? આહા..હા...! ‘જ્ઞાનનું...’ એટલે આત્માનું ચારિત્રરૂપ પરિણમન...' પરિણમન – પર્યાય લેવી છે ને અહીંયાં ! એ થવા દેતું નથી એમ કહે છે. કષાયરૂપી કર્મ (એટલે) પુણ્ય અને પાપના ભાવ, એ બધા કષાય છે, અચારિત્ર છે. ઈ અચારિત્રથી ચારિત્ર તિરોભૂત થાય છે. આહા..હા...! એ જો દયા, દાન, વ્રતના પરિણામના પ્રેમમાં ગયો તો ત્યાં ચારિત્ર છે તે થતું નથી, ઢંકાઈ જાય છે. એ અચારિત્ર ઊભું થયું. આહા..હા...! મહાવ્રતના પરિણામમાં ગયો, (તેના) પ્રેમમાં ત્યાં ગયો... આહા..હા...! તો ત્યાં એ અચારિત્ર ઊભું થાય છે, ત્યાં ચારિત્ર ઢંકાઈ જાય છે. આવી વાતું છે. જયંતીભાઈ ! ક્યાંય ન મળે, સાંભળવા મળે એવું નથી. આહા..હા...! આહા..હા...! એ રીતે મોક્ષના કારણભાવોને... જોયું ? મોક્ષના કારણભાવો (રૂપ) પર્યાયને ‘કર્મ તિરોભૂત કરતું...’ એ પુણ્ય અને પાપનો ભાવ, મિથ્યાત્વાદિ ઢાંકી દેતું (હોવાથી) તેનો નિષેધ કરવામાં આવ્યો છે.’ માટે તેનો નિષેધ કરવામાં આવ્યો છે. ઈ દર્શન-જ્ઞાન-ચારિત્ર જે મોક્ષનું કા૨ણ છે તેને વ્યવહાર રત્નત્રયના રાગાદિ ભાવ એ મારા અને એ મને લાભદાયક (છે), એવો જે મિથ્યાત્વ ભાવ એ ચારિત્ર થવા દેતું નથી, દર્શન થવા દેતું નથી, જ્ઞાન (થવા દેતું Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ગાથા ૧૫૭ થી ૧૫૯ નથી) માટે તેનો નિષેધ કર્યો છે. સમજાણું કાંઈ ? એ પુણ્ય પરિણામ મારા, એવી માન્યતા. પુણ્ય પરિણામ ઉપરનું એકલું જ્ઞાન અને પુણ્ય પરિણામની રમણતા એ ત્રણે, પ્રભુ ! આત્માનું સમકિત, જ્ઞાન અને ચારિત્ર થવા દેતું નથી. માટે તેનો અમે નિષેધ કર્યો છે. આહાહા...! આવી વાત ક્યાં છે ? તેનો નિષેધ કરવામાં આવ્યો છે.” લ્યો ! હવે કર્મ પોતે બંધસ્વરૂપ છે એની એક ગાથા છે. પુણ્ય અને પાપનો ભાવ એ મારો, એ મિથ્યાત્વભાવ, એનું જ્ઞાન તે અજ્ઞાન અને એનું આચરણ તે અચારિત્ર. એ ત્રણે મોક્ષના માર્ગને ઢાંકનારું હોવાથી એનો અમે નિષેધ કર્યો છે. આહાહા! હવે કહે છે કે, ઈ પોતે પુણ્ય-પાપનો ભાવ એ મારો એવો મિથ્યાત્વભાવ અને પુણ્ય-પાપ ભાવ એ પોતે કર્મસ્વરૂપ છે, એ બંધસ્વરૂપ છે એમ કહે છે). એ તો બંધસ્વરૂપ જ છે. ભગવાન આત્મા અબંધસ્વરૂપ છે. આહા..હા..! “નો પતિ બપ્પા ગવદ્ધપુછું આવે છે ને ! ૧૪ અને ૧૫ ગાથા. એ અબદ્ધસ્વરૂપ જે ભગવાન આત્મા ! એમાં પુણ્ય અને પાપ ભાવ એ બંધસ્વરૂપ છે. એ પુણ્ય અને પાપનો ભાવ, કર્મ એટલે કાર્ય, એ બંધસ્વરૂપ છે. આહા..હા..! સ્વયં બંધસ્વરૂપ છે. વરસાદ આવે છે. વરસાદ તો ખરેખર આ છે. આત્માને શરીર જ નથી તો ગતિ ક્યાંથી મળે ! અનંતગુણનો પિંડ આત્મા, ક્રમસર થતાં પરિણામનો જ્ઞાતા-દષ્ટ છે, કર્તા નથી. ૩૨૦ ગાથાની જયસેનાચાર્યની ટીકામાં લીધું છે કે ધ્રુવદ્રવ્ય મોક્ષમાર્ગનો કે મોક્ષનો પણ કર્તા નથી. ધ્રુવ પર્યાયનો કર્તા નથી એ બતાવવું છે. પર્યાય પર્યાયની કર્તા છે. રાજકોટમાં આ વ્યાખ્યાન બહુ થયા. આ તો શાંતિની વાત છે. આમ ને આમ મોટી મોટી વિદ્વત્તાની વાતો કરે અને લાખો માણસ રાજી થઈ જાય એવી આ વાત નથી. આ તો સંસારનો અંત અને મોક્ષની શરૂઆત થાય એવી વાત છે. એ પણ દ્રવ્યમાં નથી એમ કહે છે. કાંઈ પણ પરિણમન હું કરું... એ દ્રવ્યનું કાર્ય નથી. દ્રવ્યનું ભાન થતાં શુદ્ધ પરિણમન સ્વયં થાય છે. રાગ આવે છે તેનું પણ જ્ઞાન થાય છે. -પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ નવેમ્બર-૨૦૦૬ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સમયસાર સિદ્ધિ-૬ هههههههه C ગાથા-૧૬, 2 अथ कर्मणः स्वयं बन्धत्वं साधयति - सो सव्वणाणदरिसी कम्मरएण णियेणावच्छण्णो। संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ।।१६०।। स सर्वज्ञानदर्शी कर्मरजसा निजेनावच्छन्नः । संसारसमापन्नो न विजानाति सर्वतः सर्वम् ।।१६०।। यतः स्वयमेव ज्ञानतया विश्वसामान्यविशेषज्ञानशीलमपि ज्ञानमनादिस्वरुपुरुषापराधप्रवर्तमानकर्ममलावच्छन्नत्वादेव बन्धावस्थायां सर्वतः सर्वमप्यात्मानमविजानदज्ञानभावेनैवेदमेवमवतिष्ठते; ततो नियतं स्वयमेव कमैंव बन्धः । अतः स्वयं बन्धत्वात् कर्म प्रतिषिद्धम्। હવે, કર્મ પોતે જ બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે - તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મરજ-આચ્છાદને, સંસારપ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦. ગાથાર્થ – (૧) તે આત્મા (સર્વજ્ઞાન (સ્વભાવથી) સર્વને જાણનારો તથા દેખનારો છે તોપણ (નિઝેન રન) પોતાના કર્મમળથી (વછન્ન:) ખરડાયો–વ્યાપ્ત થયો–થકો (કંસારામાપ) સંસારને વ્યાપ્ત થયેલો તે (સર્વત:) સર્વ પ્રકારે (સર્વ) સર્વને ન વિનાનાતિ) જાણતો નથી. ટિકા :- જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને –સર્વ પદાર્થોને) સામાન્ય વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત આત્મદ્રવ્ય, અનાદિ કાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મ મળ વડે લેપાયું – વ્યાપ્ત થયું – હોવાથી જ, બંધ-અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ શેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થર્ક, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે –અજ્ઞાનદશામાં) વર્તે છે; તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું ભાવાર્થ :- અહીં પણ “જ્ઞાન” શબ્દથી આત્મા સમજવો. જ્ઞાન અર્થાતુ આત્મદ્રવ્ય Page #161 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૬૦ ૧૪૩ સ્વભાવથી તો સર્વને દેખનારું તથા જાણનારું છે પરંતુ અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે, અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી; એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. આ પ્રમાણે કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા કર્મ વડે લિપ્ત હોવાથી અજ્ઞાનરૂપ અથવા બદ્ધરૂપ વર્તે છે, માટે એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે. ગાથા ૧૬૦ ઉપર પ્રવચન બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે -' ૧૬૦ (ગાથા). આ..હા. હુકમચંદજી શેઠ આવ્યા ત્યારે એ અધિકાર ચાલ્યો હતો. सो सव्वणाणदरिसी कम्मरएण णियेणावच्छण्णो। संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ।।१६०।। તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મરજ-આચ્છાદને, સંસારપ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦. તે સર્વજ્ઞાની-દર્શી પણ ભગવાન પોતે સર્વજ્ઞાન, સર્વદર્શી છે. આ...હા...! આહા..હા..! કોઈપણ ચીજ પરને મારનારો નથી તેમ પરથી પોતામાં થાય એવો થનાર નથી. એ તો સર્વજ્ઞ, સર્વદર્શી સ્વભાવી પ્રભુ છે. આ..હા...! “તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મરજ-આચ્છાદને જુઓ ! અહીં રજ' (શબ્દ) મૂક્યો છે, છતાં પુરુષાર્થ લેશે. “કર્મરજ' શબ્દ છે. તે દિ અહીં ‘જીવણધર'ને ઈ હતા. આ...હા...! જુઓ ! આ “કર્મરજ' (શબ્દ) છે એનો અર્થ કરશે – પુરુષાર્થ. એનો ઊંધો પુરુષાર્થ છે. “સંસાપ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને.” આ..હા..હા..! ગાથા...! જે પોતે જ જ્ઞાન હોવાને લીધે.” ભગવાન તો જ્ઞાનસ્વરૂપ છે. જેમ આંખ જ્ઞાનસ્વરૂપ છે, એમ બીજા બધાને તેથી જાણનાર છે. કોઈને રચનાર અને કોઈને તોડનાર, કોઈની પર્યાયનો ઉત્પાદ કરનાર, કોઈની પર્યાયનો વ્યય કરનાર આંખ નથી. એમ ભગવાન જ્ઞાનસ્વરૂપ છે એ પોતા સિવાય પરની કોઈ પર્યાયનો ઉત્પાદ કરનાર અને કોઈ પર્યાયનો વ્યય કરનાર આત્મા નથી. આહા..હા....! - જે પોતે જ જ્ઞાન હોવાને લીધે...” એ જાણનાર જાણનાર... જાણનાર ચંદ્રમા, જિનચંદ્ર પ્રભુ ! આહા...હા...! વીતરાગી જ્ઞાનસ્વરૂપી શીતળ પ્રભુઆત્મા ! પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને એટલે –સર્વ પદાર્થોને સર્વ પદાર્થ. “સામાન્ય-વિશેષપણે જાણવાના સ્વભાવવાળું Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સમયસાર સિદ્ધિ-૬ છે.’ ભગવાનઆત્મા એકલો જ્ઞાન ને દર્શન સ્વભાવ, એનો એ ત્રિકાળી સ્વભાવ છે. એથી તે ૫૨૫દાર્થને જાણવા-દેખવાના સ્વભાવવાળો છે. આ..હા...! એ સામાન્ય એટલે દર્શનથી અને વિશેષ એટલે શાન. જાણવા-દેખવાના સ્વભાવવાળું છે. ‘એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય,...' એમ. મૂળ તો દ્રવ્ય લેવું છે ને આ ! એવું જે આત્મદ્રવ્ય, અનાદિ કાળથી...' દેખો ! પેલો ‘કર્મરજ” શબ્દ હતો ને ! કર્મજ આચ્છાદને’ કર્મની રજથી ઢંકાયેલ છે. એનો ‘અમૃતચંદ્રાચાર્યદેવે’ અર્થ કર્યો. એ પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા...’ ‘જીવણધર’ શેઠ હતા તે દિ' આ અર્થ કર્યો હતો. એ લોકોને કર્મ કાઢવું (હતું). સૌને કર્મ, કર્મ, કર્મ નડે ને કર્મને લઈને વિકાર થાય). જૈનમાં કર્મ ગરી ગયું. બીજામાં ઈશ્વર કર્તા ગરી ગયો. (ત્યાં) ઈશ્વર કર્તા (અને) આને જડકર્મનો કર્તા. પેલાને ચૈતન્યકર્તા. આહા..હા...! જ્યાં હોય ત્યાં કર્મ કર્તા, કર્મ કર્તા... રાગ થાય તો કર્મને લઈને થાય, દ્વેષ થાય (એ) કર્મને લઈને, વિષયવાસના કર્મને લઈને થાય... એલા જડને લઈને તારામાં વિકાર થાય, આ તું શું કહે છે ? પેલો ઈશ્વર કર્તા કહે, તું તારા ભાવનો તારા જડ કર્મને કર્તા કહે. આહા..હા...! મૂઢ છે. આહા..હા...! ઢંઢેરો નવો પીટ્યો આપે ! મુમુક્ષુ : ઉત્તર ઃ- આ છે. એટલું શાંતિથી કહ્યું. કેટલા વર્ષ થયા ? ચોસઠ ! ચોસઠ વર્ષ થયા. (સંવત) ૧૯૭૧થી ‘લાઠીમાં ઢંઢેરો પીટ્યો હતો. બપોરે એક કલાક વાંચવું પડતું. (ત્યારે કહ્યું હતું), કર્મને લઈને વિકા૨ થાય એ વાત છે નહિ. ‘ભગવતી’ વાંચતો હતો, ‘ભગવતી’ ! એનું ત્રીજું અધ્યયન આવ્યું હતું. એમાં સંશયનો અધિકાર આવ્યો હતો. એમાંથી કાઢ્યું હતું. તે દિ’ તો આ ‘સમયસારે’ હાથ(માં) ક્યાં હતું ? ‘સમયસાર’ તો (સંવત) ૧૯૭૮માં મળ્યું. એને કહીને બપોરના વ્યાખ્યાનમાં મૂકયું હતું. કર્મને લઈને, જ્ઞાનાવરણીયને લઈને જ્ઞાન ઢંકાય, દર્શનમોહનીયને લઈને મિથ્યાત્વ થાય એ વાત શાસ્ત્રમાં નથી, કીધું. એ કર્મ જડ છે, પ્રભુ ! તું તારી ભૂલ કરે છો એ તને નુકસાનકર્તા છે. આહા..હા..! અહીં પાઠમાં ‘કર્મરજ’ શબ્દ છે. ‘અમૃતચંદ્રાચાર્યદેવે’ અર્થ કર્યો – પોતાના પુરુષાર્થના અપરાધથી' જ્ઞાનાવરણીયને લઈને જ્ઞાન ઢંકાય એમ નહિ. આહા..હા...! તારા પુરુષાર્થની ઊલટાઈ છે, પ્રભુ ! તને ખબર નથી. તું ભગવાનને ભૂલ્યો, ભૂલને લઈને રખડે (છો) અને એ ભૂલ તારી એ (છે)... ‘શ્રીમદ્’માં આવે છે કે, ૫૨ને પોતાનું માનવું, પોતે પોતાને ભુલી જવું. આહા..હા...! જોયું ? પાઠમાં શું હતું ? “મ્મરણ” છે ને ? બીજું પદ ‘મ્મરણા’ કર્મરૂપી ૨૪. અર્થ કર્યો કે, પોતાનો અપરાધ. એ કર્મ એટલે ભાવ વિકારી પરિણામ એ કર્મરજ. આહા..હા...! જડ બિચારા શું કરે ? કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત લોહ કી સંગતિ પાઈ” એકલી અગ્નિને કોઈ ઘણ ન મારે. પણ એ અગ્નિ જો = Page #163 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૬૦ ૧૪૫ લોઢામાં ગરી.. આ લોહના પાટા થાય છે ને ? આ પેડાના પાટા, ગાડાના. ઊની થાય એમ ઘણ પડે. એમ ભગવાનઆત્મા એકલો જ્ઞાતાદૃષ્ટા રહે એને દુઃખ નહિ હોય, પણ એ રાગ ને પુણ્ય ને પાપમાં ઘૂસી જાય છે, એ મારા છે (એમ જે માને છે. એને દુઃખના ઘણ પડે છે, બાપા! આહા..હા...! “અષ્ટપાહુડમાં ત્યાં સુધી લીધું છે પૈસાવાળાને માટે કે, તું વર્તમાન દુઃખી છો, હોં ! એમ લીધું છે. વર્તમાન તું દુઃખી છો, દુઃખી. ભૂતકાળમાં થઈ ગયો એ નહિ, પણ તું વર્તમાન દુઃખી છો. આત્માનું જ્ઞાન નથી, આત્મા કોણ છે એનું ભાન નથી. વર્તમાન તું દુઃખી છો. આહા..હા...! એ દુઃખના પરિણામ મિથ્યાત્વ, અજ્ઞાન, રાગ-દ્વેષ, એ પરિણામ તેં કર્યા છે. તારા અપરાધને લઈને તારામાં થયા છે. કર્મને લઈને થયા છે એમ નથી. આહાહા...! આવી વાતું હવે. એને ન બેસે ને (એટલે) બિચારા વિરોધ કરે (કે), આ તો બિલકુલ કર્મથી કંઈ થાય નહિ (એમ જ કહે છે). જૈનદર્શન તો કહે, કર્મકર્તા ને કર્મનો ભોક્તા. ‘ઉત્તરાધ્યયન’ના વીસમા અધ્યયનમાં આવે છે. “અપાકર્તા વિવર્તાય” અનાથી મુનિના અધિકારતમાં આવે છે). બાપુ ! ઈ કર્તા કોણ ? કીધું. પોતાના અશુદ્ધ પરિણામનો કર્યા. એથી કર્મ નિમિત્ત (દેખીને) કીધું કે, એ કર્તા (છે). એ તો આરોપ દઈને કર્તા કીધો છે. આ..હા.! જડને અડતો નથી, પ્રભુ ! અને ચૈતન્ય પોતે જડને અડતો નથી. હવે અડ્યા વિના એકબીજાના ભાવ બીજો કરે, પ્રભુ ! આ શું છે ? આ.હા...હા...! આવી વાત છે. “વિશ્વને...” પોતે જ જ્ઞાન ને જ્ઞાનસ્વરૂપ ને દર્શનસ્વરૂપ (છે). જ્ઞાનની પ્રધાનતાથી કહ્યું ને ! પણ જ્ઞાનસ્વરૂપ, દર્શનસ્વરૂપ જ્ઞાતા-દૃષ્ટા. ત્યાં જ્ઞાતા-દ્રષ્ટા લીધા છે ને ? ૬૯-૭૦ (ગાથામાં). ૬૯-૭૦ (ગાથામાં) જ્ઞાતા-દ્રષ્ટા (લીધો છે). જ્ઞાતા-દૃષ્ટાની અવસ્થા ઉદાસીન થવી જોઈએ તેનો ત્યાગ કરીને એ રાગનો કર્તા થાય છે. આહાહા...! અહીંયાં કહે છે કે, જ્ઞાન – આત્મા જે વિશ્વને જાણવાના સ્વભાવવાળું (છે). “જાણવાના સ્વભાવવાળું છે.” જ્ઞાન એટલે આત્મા. “એવું જ્ઞાન અર્થાતુ આત્મદ્રવ્ય અનાદિ કાળથી.” નિગોદમાં પણ પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્યો છે. આહા..હા...! નિગોદમાં કર્મનું જોર છે અને અહીં મનુષ્ય થયો ત્યારે કર્મનું જોર કાંઈ ઓછું છે માટે અહીં (જ્ઞાનનો) ઉઘાડ થયો છે એમ નથી. આહાહા...! અનાદિ કાળથી...” જ્યારે નિગોદમાં હતો ત્યારે. અનંત કાળે તો ત્રસ થયો છે, પ્રભુ ! એમાંથી ઇયળ ને કીડોય અનંત કાળે થયો. એમાંથી અનંત કાળે મનુષ્યપણું મળ્યું છે. આ.હા! એમાં જૈનકુળ મળ્યું ને જેનની વાણી મળી ત્યાં સુધી પ્રભુ ! તું આવ્યો છો ને ! સબ અવસર આ ગયા હૈ. આહા..! આહા..હા..! વિવાહમાં ગાય છે. પાછો નહિ ફરે રે, નાણાનો બળનો વળિયો’ એમ કાંઈક ગાય Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમયસાર સિદ્ધિ-૬ છે. ઈ તો મેં સાંભળેલું એટલે યાદ છે). વર તોરણથી પાછો નહિ ફરે. કેમ? (કે), નાણાનો બળિયો વર છે. નાણું એટલે પૈસાના બળનો બળિયો છે. વિવાહમાં ગાય, વિવાહમાં. એમ આનંદ અને જ્ઞાનનો બળિયો આત્મા, એ પાછો નહિ ફરે. હવે સંસારમાં નહિ જાય. આહાહા...! તોરણે આવ્યો..” એમ કાંઈક છે ખરું, સાંભળ્યું છે. ખુશાલભાઈના લગ્નમાં તો હું આમ જુદો રહ્યો, પણ “કુંવરજીભાઈનો રથ નીકળ્યો હતો. એના આ બીજા લગ્ન થયા, આ બીજા લગ્નના છોકરા છે. તે દિહું ત્યાં અપાસરામાં હતો. (સંવત) ૧૯૭૨ ! રથમાં નીકળ્યો એમ ત્યાં અંદર બોલતા હતા. ‘નાણાનો બળિયો પાછો તોરણથી નહિ ફરે એવું કાંઈક છે, બાયું ગાય છે. આહા..હા..! એમ આનંદ ને જ્ઞાનનો બળિયો પ્રભુ ! એ હવે પાછો નહિ ફરે. એ આપણે ૯૨ ગાથામાં આવી ગયું છે. બપોરે ! આગમકૌશલ્ય અને આત્મજ્ઞાન વડે મિથ્યાત્વ દૃષ્ટિ હણાય ગઈ છે. તે અમને હવે ફરીને થવાની નથી. આ..હા...હા..! આ તે સંતનો પોકાર ! આ સંત કહેવાય, બાપુ ! આ..હા...હા..હા..! શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસાનુદાસ થઈને રહીએ. આહા..હા...! એ આત્મદ્રવ્ય અનાદિ કાળથી.” અનાદિ કાળથી. નિગોદથી માંડીને હોં ! કોઈ એમ કહે કે, ના, ના. ત્યાં કર્મનું જોર છે માટે ત્યાં રહી ગયો છે, એમ નથી. ઘણા એમ કહે છે કે, નિગોદમાં છે તો કર્મનું જોર છે. પછી હવે બહાર આવ્યો હતો) કર્મનું જોર ઘટી ગયું. “કચ્છવી કમ બળિયો, કચ્છવી જીવો બળિયો’ ‘ઇબ્દોપદેશમાં આવે છે. ટીકામાં આવે છે. ત્યાં આ નાખે – કોઈવાર કર્મનું જોર છે અને કોઈવાર જીવનું જોર છે. એ પ્રભાશંકર પટણી અહીં બોલ્યો હતો. દિવાન ! “ભાવનગરના દિવાન હતા ને ! પ્રભાશંકર પટણી' ! વ્યાખ્યાનમાં આવ્યા હતા. (સંવત) ૧૯૯૩ની સાલની વાત છે. ૧૯૯૩ ! કેટલા થયા ? બેતાલીસ વર્ષ થઈ ગયા. ઈ એમ બોલ્યો હતો. મોટો દિવાન ! ઊભો થઈને બોલ્યો હતો (કે), કોઈવાર કર્મનું જોર છે અને કોઈવાર આત્માનું જોર છે. વ્યાખ્યાન સાંભળીને પછી (આ બોલ્યા). અરે...! કીધું, આ તો બધું ઊંધું માર્યું ! પ્રભાશંકર પટણી દિવાન હતા ને ! અહીં કહે છે કે, પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે...” જોયું ? એ ઊંધો પુરુષાર્થ (છે) એ કર્મમળ છે. આહા...હા.! કર્મ જડ છે, અજીવ છે એને તો કોઈ દિ અડ્યો નથી. એક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાય સિવાય પરની પર્યાયને કદી ત્રણકાળમાં અડવું નથી. આહાહા...! પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું –વ્યાપ્ત થયું...” આહા..હા...! હોવાથી જ, બંધઅવસ્થામાં પહેલું કીધું ને ! “વિશ્વને (સર્વ પદાર્થોને)...” જાણવા-દેખવાનો સ્વભાવ છે એવું આત્મદ્રવ્ય છે. વસ્તુ તો એવી છે પણ બંધઅવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ શેયોને જાણનારા એવા પોતાને Page #165 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૬૦ ૧૪૭. નહિ જાણતું થયું. આહા...હા....! “સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ શેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થકું.” એ તો સર્વને જાણનાર-દેખનારું છે તેને નહિ જાણતો થકો. આ.હા...! એ પોતાના અપરાધને લઈને છે, કર્મને લઈને છે એમ નથી. બંધ અવસ્થામાં પોતાના અપરાધથી પ્રવર્તતા મેલની દશામાં. આહાહા..! “સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને...” પોતે આત્મા સર્વ પ્રકારે અને સંપૂર્ણ એવો પોતાને. “સર્વ પ્રકારે સર્વ શેયોને જાણનારો એવા પોતાને નહિ જાણતું થયું.” આહાહા...! “આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે (-અજ્ઞાનદશામાં) વર્તે છે. પોતે પોતાને કારણે વર્તે છે). તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે.” એ ભાવકર્મ – પુણ્ય-પાપાદિ એ બધું બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.' લ્યો, વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૩૮ ગાથા–૧૬૦ થી ૧૬૩ સોમવાર, જેઠ સુદ ૩, તા. ૨૮-૦૫-૧૯૭૯ ‘સમયસાર’ ૧૬૦ ગાથાનો ભાવાર્થ. શું કહે છે ? “અહીં પણ “જ્ઞાન” શબ્દથી આત્મા સમજવો.” જ્ઞાનનું કહ્યું ને ? જ્ઞાનનું સમકિત, જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનનું ચારિત્ર. “અહીં પણ “જ્ઞાન” એટલે “આત્મા.” ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તે આત્મા. “જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય સ્વભાવથી તો સર્વ દેખનારું...” પાઠમાં છે ને ઈ ? “સબૂUITM’ એનો સ્વભાવ તો સંપૂર્ણ પોતાને જાણે ત્યારે એ વિશ્વને જાણે એવો એનો સ્વભાવ છે. પોતે જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપ છે. એ સર્વને પોતાના સ્વરૂપને સર્વને જાણવું, એ જાણે ત્યારે સર્વને પરને પણ જાણવું એમાં આવી જાય છે. આ..હા...! એ “આત્મદ્રવ્ય...” વસ્તુ “સ્વભાવથી તો સર્વને દેખનારું તથા જાણનારું છે.” એટલે અહીં સર્વને દેખનાર-જાણનાર (છે) એમ કહીને એનો સ્વભાવ સર્વને જાણવું-દેખવું એ સ્વરૂપ છે એમ કહેવું છે). આ દેહમાં પ્રભુઆત્મા બિરાજે છે) એનો સ્વભાવ તો સંપૂર્ણ સર્વને બધાને દેખવું-જાણવું એવો એનો સ્વભાવ છે. જ્ઞાતા-દષ્ટા પૂર્ણપણે થાય એ તો એનો સ્વભાવ છે. આહા..હા...! કોઈનું કરે એ વાત અહીં છે નહિ. અહીંયાં તો કહે છે કે, અનાદિ કાળથી પોતે અપરાધી હોવાથી...” એ શુભભાવ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવ એ મારા છે એવી માન્યતા (જે કરે છે, તે અપરાધી છે. આહા..હા..! એ મિથ્યાષ્ટિ સ્વરૂપનો અપરાધી છે. આ..હા..! સ્વરૂપમાં એ પુણ્ય-પાપના ભાવ એમાં નથી અને એના નથી. એમાં નથી, એના નથી. એ તો પર્યાયમાં પુગલના નિમિત્તના લક્ષે ઉત્પન્ન થતા હોવાથી તેને પુગલસ્વભાવી લીધા છે. આહા..હા...! બહુ કામ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સમયસાર સિદ્ધિ-૬. (આકરું). અહીંયાં (કહે છે કે, અનાદિ કાળથી પોતે પોતાનો અપરાધી હોવાથી. કર્મને લઈને નહિ. સર્વને જાણનાર-દેખનાર એનો સ્વભાવ હોવા છતાં પોતાના અપરાધથી પોતે જ અલ્પજ્ઞપણાં રાગાદિમાં રહી અને આ જ મારું સ્વરૂપ છે એમ માને છે. એ પોતાનો અપરાધ છે. આહાહા.! પાઠમાં “કમરજ' (શબ્દ હતો). “કર્મરજ-આચ્છાદને (એમ છે. એનો અર્થ આચાર્યો કર્યો કે, પોતાનો અપરાધ છે. કર્મરજ કહેતાં પોતાનું સ્વરૂપ જે ચિદાનંદ, જ્ઞાનાનંદ (છે) એને ન જાણતાં એ રાગને અને પુણ્યને જાણવામાં રોકાય ગયો એ એનો અપરાધ છે. આહાહા..! એ પુણ્ય પરિણામના કરવાપણામાં રોકાણો અને પુણ્ય પરિણામમાં જાણવામાં રોકાણો એ એનો અપરાધ છે. એમ કહે છે. આ..હા....! આવી વાતું હવે ! તેથી અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે...” ખરેખર એ પુણ્ય અને પાપના ભાવ એ મારા (છે એમ માને છેએને લઈને એ ઢંકાઈ ગયો છે. સ્વરૂપ એનું ઢંકાઈ ગયું છે. એ સ્વરૂપમાં નથી અને એની જાત નથી. છતાં એ પુણ્ય અને પાપના ભાવ પોતાના માની અને સ્વરૂપનું અજ્ઞાન કરી અને પોતાના અપરાધથી જ પોતે ઢંકાઈ ગયો છે. આહા..હા....! અપરાધી હોવાથી કર્મ” એટલે પુણ્ય-પાપના ભાવ. એ વડે ઢંકાઈ ગયો છે. એટલે ? એને પોતાનું સ્વરૂપ શુદ્ધ છે તે જોવું જોઈએ, તે જાણવું જોઈએ, તે દેખવું જોઈએ એમ ન કરતાં એ પુણ્યના પરિણામ, પાપના ભાવને એટલામાં જાણવામાં રોકાણો એ એનો અપરાધ છે. સર્વને જાણનાર-દેખનાર એ રાગને જાણવા રોકાણો એ એનો અપરાધ છે. આહા...હા...! આવો માર્ગ ! વીતરાગદેવ જિનેશ્વરદેવ સર્વજ્ઞની વાણી આ છે. સંતો એ પ્રભુની વાણી તરીકે બતાવે છે. આહા...! પ્રભુ ! તું સર્વને જાણનાર-દેખનાર છો ને ! એ સર્વને જાણનાર-દેખનાર ઉપર તારી દૃષ્ટિ નથી એથી પુણ્ય અને પાપના પરિણામ જે બંધસ્વરૂપ છે તેને જાણવામાં રોકાઈ ગયો). અબંધ સ્વરૂપ તો સર્વને જાણનાર-દેખનાર (છે) એ અબદ્ધ સ્વરૂપ છે. પણ તેના ઉપર તારી દૃષ્ટિ નહિ હોવાથી પુણ્ય અને પાપના શુભ-અશુભ ભાવ તેને જ, એટલાને જ જોય કરીને જ્ઞાનમાં ત્યાં રોકાઈ ગયો. આહા..હા..! એટલા જ શેયનું જ્ઞાન કરીને રોકાણો. નહિતર સર્વને જાણે. પોતાનું સ્વરૂપ સંપૂર્ણ જાણે તો સર્વ શેયને જાણે. સમજાણું કાંઈ ? આ.હા..! ઝીણી વાત છે, ભાઈ ! આત્મા પોતે ચૈતન્ય સ્વભાવ સર્વને જાણવા-દેખવાનો જ એનો સ્વભાવ છે. પણ એ ક્યારે ? કે, પોતે પોતાને જોવે અને જાણે ત્યારે તે સ્વભાવ જાણવા-દેખવાનો છે એમ એના અનુભવમાં આવે. પણ તેના ઉપર તો અનાદિથી નજર નથી. એની નજરું વર્તમાન દયા ને વ્રત ને ભક્તિ ને પૂજા કરું છું, એવો જે વિકારીભાવ (છે), એટલાને શેય બનાવી અને Page #167 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૬૦ ૧૪૯ જ્ઞાનનો વિષય એટલો છે અને જ્ઞાન એવડું છે... આહા..હા...! (એમ માન્યું) એ એનો અપરાધ છે. સમજાય છે કાંઈ ? આહા..હા...! બાપુ ! માર્ગ બહુ ઝીણો છે, ભાઈ ! આહા..હા...! જિનેશ્વરદેવનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. અત્યારે તો બહારની સ્થૂળ વાતુંમાં બધા રોકાઈ ગયા. આ વ્રત કર્યા ને તપ કર્યાં ને અપવાસ કર્યાં ને ભક્તિયું કરી ને પૂજા કરી ને જાત્રા કરી. આ..હા...! એ તો બધી રાગની ક્રિયા (છે). (એટલું જ) જ્ઞેય (છે) એમ જાણીને ત્યાં એટલામાં જ્ઞાન રોકાઈ ગયું. આહા..હા...! એ એનો પોતાનો અપરાધ છે, કર્મને લઈને નહિ. કર્મે એને ત્યાં રાગમાં રોકચો છે એમ નહિ. એકલા પુણ્ય-પાપના ભાવમાં જ્ઞાન રોકાણું છે એ કર્મને લઈને છે, જ્ઞાનાવરણીય કર્મને લઈને તે જ્ઞાન ત્યાં રોકાઈ ગયું એમ નહિ. સર્વને જાણના૨-દેખનાર પ્રભુ ! પાઠ એવો લીધો છે ને ! જુઓ ને ! ‘સવ્વબાળરસી’ આ..હા...! એ તો સર્વને જાણવું-દેખવું એ એનું સ્વરૂપ છે. એ સ્વભાવ ઉપ૨ નજ૨ ન રાખતાં અનાદિથી તે પ્રભુ સર્વને જાણનાર-દેખનાર, સર્વને જાણના૨-દેખનાર એવો સ્વભાવ, એની ઉપર નજરું ન કરતાં, વર્તમાન પૂરતા પુણ્ય અને પાપના ભાવ (થાય છે) તેમાં મારું આ કર્તવ્ય છે અને એ હું છું, એ મારું આચરણ છે, એમ ત્યાં રોકાણો એ જ એનો અપરાધ છે. સમજાય છે ? ઝીણી વાત છે થોડી, પણ આ તો ઝીણા રહસ્ય છે. સમયસાર’ એટલે ભગવાનની વાણી બહુ ઊંડી ! એ કોઈ કથા-વાર્તા નથી. આહા..હા...! મુમુક્ષુ :- અખંડ પ્રતિભાસ જોઈએ ને ! ઉત્તર :- અખંડ પ્રતિભાસ જોઈએ તે નથી માટે ખંડમાં રોકાણો એ એનો અપરાધ છે. છે અબદ્ધસૃષ્ટ. એ તો આવી ગયું છે ને પહેલું ! મુક્તસ્વરૂપ છે. આહા...હા...! અબદ્ધસૃષ્ટ છે. આ..હા...! એવો હોવા છતાં એને.. એને.. એને જાણતો નથી. એને જાણે તો તો એ સર્વજ્ઞ, સર્વદર્શી સ્વભાવ છે. એથી એ રાગમાં રોકાઈને એને જાણવા રોકાય એટલું (સ્વરૂપ) નથી. આહા..હા...! પોતાનો ભગવાનઆત્માનો સ્વભાવ, બધા આત્મા ભગવાનસ્વરૂપ (છે). એનો સ્વભાવ જ બધું પૂર્ણ પોતાને જાણવું અને પૂર્ણ પોતાને જાણે એથી ૫૨ જાણવામાં એમાં આવી જાય છે. સમજાય છે કાંઈ ? પોતાના અપરાધથી આચ્છાદિત છે, ઢંકાઈ ગયેલો છે. આ..હા...! અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને...' જોયું ? અને તેથી તે પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી;...' આમ લીધું. ભગવાનઆત્મા સંપૂર્ણ એનું સ્વરૂપ તો જાણવું-દેખવું છે. એ જાણવું-દેખવું એનું સ્વરૂપ છે એને એ જાણતો નથી. અનાદિથી દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રા આદિના ભાવ – રાગ, એને જાણવામાં રોકાય ગયો. એને જાણવાનો સ્વભાવ તો પોતામાં પોતાનું પૂર્ણ સ્વરૂપ છે તેને જાણવાનો સ્વભાવ છે. અને એ પૂર્ણને જાણતા બીજા બધા જાણવામાં આવી જાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સમયસાર સિદ્ધિ-૬ પણ એમ ન જાણતાં... આહા..હા...! એ શુભ અને અશુભ ભાવ, પુણ્ય અને પાપના ભાવ, એમાં રોકાઈને, તેટલાને શેય બનાવીને, તેટલું જ જ્ઞાન મારું, એને જાણનારું જ્ઞાન તેટલો હું.... આહાહા..! અને એ રાગ છે એ મારું સ્વરૂપ છે, એ રાગ મારું કર્તવ્ય છે એમ પોતાના અપરાધથી ત્યાં રોકાય ગયેલો છે. આહાહા...! આકરી વાત છે, બાપુ ! વીતરાગમાર્ગ (બહુ ઝીણો). શું કહ્યું ? જુઓ ! ‘તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી.” એમ કીધું ને ? આહા...હા...! એ રાગ – પુણ્ય, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ, એ પુણ્ય છે, રાગ છે. એને જાણવામાં રોકાણું અને એ મારા છે એમ માનીને ત્યાં રોકાણો. આહાહા....! તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી. આહા..હા...! હવે વાત આવી પકડવી ક્યારે ? વાડાબંધી બાંધીને એમાં) પડી, જિંદગી ચાલી જાય છે. આ..હા...! ભગવાન ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવ એમ કહે કે, પ્રભુ ! તું તો સર્વને તારા પૂર્ણ સ્વરૂપને જાણનારો છો ને ! એ સંપૂર્ણને જાણનારો છો એટલે સર્વ વિશ્વને જાણનારો છે, એમ. આહાહા..! વિશ્વમાં પોતે અને પર બેય આવી ગયા ને ! આહાહા...! એ ભગવાનઆત્મા અંદર ચૈતન્ય સર્વજ્ઞસ્વરૂપી છે. સર્વદર્શી, સર્વજ્ઞ કહ્યું ને? પાઠમાં એમ આવ્યું ને ? “સબૂ ગાળવરિલી' એ સર્વજ્ઞ અને સર્વદર્શી તેનો સ્વભાવ છે. ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી પરમાત્મા અરિહંત થયા એ ક્યાંથી થયા ? એ દિશા) કંઈ બહારથી આવે છે ? આહાહા.! એ સર્વજ્ઞ, સર્વદર્શી એની શક્તિ, એનું સત્ત્વ, એનો સ્વભાવ છે. આહાહા...! એને સંપૂર્ણપણે, જે પોતાનું સ્વરૂપ છે તેને જાણવું જોઈએ... આહાહા...! એ પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતો નથી. એને જાણવું જોઈએ, એને જાણતો નથી. આહા...હા.! સમજાય છે કાંઈ ? ઝીણી વાત છે, પ્રભુ ! વીતરાગ પરમેશ્વર ! એનો હુકમ, એની આજ્ઞા કોઈ જુદી જાતની છે. અત્યારે તો બધી ગડબડ ગડબડ (ચાલે છે). આખો રસ્તો ઊંધી લાઈને ચડી ગયો છે. આહા! કહ્યું? એ સર્વને દેખનારું, જાણનારુંનો અર્થ – પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણવુંદેખવું એ એનું સ્વરૂપ છે. આહાહા..! એને ન જોતાં, એ પુણ્ય ને પાપના, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવ થાય, ત્યાં જ્ઞાનની પર્યાયને રોકી, વસ્તુ તો વસ્તુ છે, (પણ) પર્યાયને ત્યાં રોકી. આહાહા...! મુમુક્ષુ – પોતાના ભગવાનને જોવાની વિધિ આપે બતાવી. ઉત્તર :- આ છે. ભગવાન ત્રણલોકનો નાથ પોકાર કરે છે ! આ.હા..હા..! સીમંધરસ્વામી ભગવાન મહાવિદેહમાં બિરાજે છે. એની આ વાણી છે. આહા..હા....! પ્રભુ બિરાજે છે. પાંચસો ધનુષનો દેહ છે, કોડ પૂર્વનું આયુષ્ય છે. વીસમા “મુનિસુવ્રત ભગવાનના વાડામાંથી પોતે કેવળજ્ઞાન પામ્યા છે. તે કાળે ત્યાં કેવળજ્ઞાન પામ્યા છે. અબજો વર્ષથી Page #169 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૬૦ ૧૫૧ છે અને હજી અબજો વર્ષ રહેવાના છે. આવતી ચોવીશીના તેરમા તીર્થંકર અહીં થશે ત્યારે તે અરિહંતપદ છૂટીને સિદ્ધપદ થશે. અત્યારે ણમો અરિહંતાણંમાં છે. મહાવી૨’ આદિ પરમાત્મા ણમો સિદ્ધાણંમાં છે. અત્યારે ણમો અરિહંતાણમમાં નથી. અહીં હતા ત્યારે અરહંતાણમમાં હતા. અત્યારે પ્રભુ ણમો સિદ્ધાણંમાં છે. આહા..હા...! અરિહંત ભગવાન બિરાજે છે એ અત્યારે સિદ્ધપદમાં નથી, અત્યારે એ અરિહંતપદમાં છે. ચાર કર્મ બાકી, ચાર કર્મ છેદ્યા. કેવળજ્ઞાન થયું પણ હજી ચાર અઘાતિકર્મ બાકી છે. આહા..હા...! એ ભગવાન પાસે ‘કુંદકુંદાચાર્યદેવ' ગયા. અરે......! (લોકોને) એય વિશ્વાસ ન આવે. પેલામાં વિચાર આવ્યો છે. વિદ્યાનંદજી’ તરફથી ‘સમયસાર’ (બહાર) પડ્યું છે ને ? ‘સમયસાર’ ! આજે વળી કો'કે ત્યાં મૂક્યું હતું. એમાં એ (−કુંદકુંદાચાર્યદેવ’) મહાવિદેહમાં ગયા એ વિશ્વસનીય નથી એમ (લખ્યું છે). અર.........! આચાર્યોએ કહ્યું, “જયસેનાચાર્યદેવે’ કહ્યું. મહામુનિ ! ટીકામાં (કહ્યું છે). જયસેનાચાર્યદેવ’ની ટીકા છે. પંચાસ્તિકાય’માં, આમાં નહિ. પંચાસ્તિકાય’ની ટીકામાં છે કે, ‘કુંદકુંદાચાર્યદેવ’ સંવત ૪૯માં નગ્ન મુનિ, દિગંબર મુનિ ભગવાન પાસે ગયા હતા. દેવસેનાચાર્યદેવ' (કહે છે કે), ભગવાન પાસે ગયા હતા અને એ જો ત્યાંથી આવો માર્ગ ન લાવે તો અમે મુનિપણું કયાંથી સમજત ? આહા..હા....! અરે.....! અહીં તો એમ કહે છે કે, પોતાનો સ્વભાવ તો સર્વને જાણવું-દેખવું છે એમ છતાં પોતાનો અપરાધ એટલે અલ્પ જ્ઞાનને રાગમાં રોકી, એણે ત્યાં મિથ્યાત્વનો અપરાધ કર્યો. આહા..હા...! એ મિથ્યાત્વના અપરાધ વડે કરીને સર્વને જાણનારું-દેખનારું (સ્વરૂપ) તે ઢંકાઈ ગયું છે. આ બંધસ્વરૂપની વ્યાખ્યા ચાલે છે ને ! ઢંકાઈ ગયું છે ઈ પહેલી ત્રણ ગાથામાં આવ્યું હતું. આ તો (કહે છે) બંધસ્વરૂપ જ છે, પુણ્ય-પાપ એ બંધસ્વરૂપ છે. તેથી અબંધસ્વરૂપ એવો ભગવાન સર્વને જાણના૨-દેખનારને ન જાણતા... આહા..હા...! પોતાના અપરાધથી ફક્ત એ દયા, દાન, વ્રત, ભક્તિ અને કામ, ક્રોધના શુભાશુભભાવને જાણીને એને થઈ ગયું કે, જાણે ઓ..હો..હો...! આપણે જાણે ઘણું જાણ્યું ! એવો જે મિથ્યાત્વ ભાવ, એ બંધભાવ છે. એ અબંધભાવથી વિરુદ્ધ ભાવ છે. બંધભાવ તરીકે, હોં ! મોક્ષના માર્ગના પરિણામથી વિરુદ્ધ ભાવ (છે એમ) હવેની ત્રણ ગાથામાં આવશે. આ તો અબંધથી વિરુદ્ધ ભાવ બંધ છે, એટલી વાત છે. સમજાણું કાંઈ ? પહેલી ત્રણ ગાથામાં એમ આવ્યું હતું કે, ભગવાનઆત્માનો જે મોક્ષમાર્ગ – આત્માનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, એને મિથ્યાત્વાદિએ ઢાંકી દીધું છે. એમ આવ્યું હતું. અને આમાં એમ આવ્યું કે, ભગવાનઆત્મા અબદ્ધ સ્વરૂપ સર્વજ્ઞ સર્વદર્શી છે છતાં રાગાદિના બંધસ્વરૂપમાં રોકાઈ ગયેલો છે. માટે એ બંધસ્વરૂપ છે, માટે એ નિષેધ કરવામાં આવે છે. ચાહે તો Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સમયસાર સિદ્ધિ-૬ દયા, દાન, વ્રત, ભક્તિના, જાત્રાના પરિણામ હોય પણ છે એ બંધસ્વરૂપ – રાગ. આહા..હા...! આકરું પડે ભાઈ ! માણસને બિચારાને, શું કરે ? કોઈ દિ' જિંદગીમાં સાંભળ્યું નથી અને એ ઉપદેશ થતો નથી. ઉપદેશ તો આ કરો, આ કરો, આ કરો. પાલીતાણાની જાત્રા કરો, ગિરનારની કરો, ‘સમેદશીખરની કરો, જાઓ ! પણ આ ત્રણલોકનો નાથ છે એની તો જાત્રા એકવાર કર ! એવી પરની જાત્રાઓ તો અનંતવાર કરી. આહાહા..! ભગવાનઆત્મા ! પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી;.” આ.હા..હા...! એમ કહ્યું, જોયું? “એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. પોતાનું જાણવું-દેખવું સંપૂર્ણ સ્વરૂપ છે તેને જાણતો નથી. તેથી તે રાગને એકલાને જાણવામાં રોકાઈને અજ્ઞાનમાં વર્તે છે. આ પ્રમાણે કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા...” જોયું ? આ..હા..! અહીં ઈ રાગાદિ બંધસ્વરૂપ છે એમ કહ્યું ને) ! અહીં મુક્તસ્વરૂપ છે, આ.હા..! અહીંયાં જ્ઞાનની પર્યાય ફક્ત રાગમાં રોકાણી છે, ત્યારે એનું સ્વરૂપ કેવળજ્ઞાન, આખું કેવળજ્ઞાન છે. આહાહા..! “શ્રીમદ્દે કહ્યું છે કે, સમકિત થતાં શ્રદ્ધામાં કેવળજ્ઞાન પ્રગટે છે. આમ વસ્તુ હતી પણ એને શ્રદ્ધામાં ન આવી ત્યાં સુધી શું ? આ..હા...હા...! સમજાણું ? એક આ સવાલ આવ્યો હતો. અમૂર્તનું આવ્યું ને? અમૂર્તનું ! કર્મના છેદવાથી પછી અમૂર્તપણું પ્રગટે છે. એનો અર્થ છે કે, અમૂર્તપણે તો છે, પણ એની દૃષ્ટિમાં ન આવે ત્યાં સુધી એ અમૂર્તપણે એને નથી. વ્યાખ્યા એવી આવે છે ને ! અમૂર્તની વ્યાખ્યા છે આમાં, જુઓ ! કેટલામો બોલ છે એ ? અમૂર્ત. એકવીસમાં આવ્યું છે, વીસ.. વીસ ! વીસ છે. ‘કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા, સહજ, સ્પર્ધાદિ શૂન્ય –સ્પર્શ, રસ, ગંધ અને વર્ણથી રહિત) એવા આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તશક્તિ. એટલે લીધું કે, અમૂર્તશક્તિ તો છે પણ એની પ્રતીતિમાં આવી જાય ત્યારે એને માટે) અમૂર્તશક્તિ છે). રાગથી ભિન્ન પડી, બંધથી ભિન્ન પડી અને અબંધ જ્યારે શક્તિ તો અમૂર્ત છે, ત્યારે તેને અમૂર્તશક્તિની પર્યાયમાં પ્રગટતા થઈ, એને આ અમૂર્ત છે એમ જાણવામાં આવ્યું. અજ્ઞાનીને તો રાગ ને પુણ્ય ને મૂર્ત છું એમ અનાદિથી માને છે. આહાહા..! સમજાણું કાંઈ ? આહા..હા...! ઘણું ગંભીર છે. અહીં તો કર્મના અભાવથી વ્યક્ત કરવામાં આવતા, એમ કહ્યું ને ? “સહજ, સ્પર્શાદિ શુન્ય.. એવા આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તશક્તિ. આહાહા... એટલે કે જેને અંદરમાં રાગની એકતા તૂટીને સ્વરૂપનું જ્ઞાન થયું છે તેને અમૂર્તશક્તિ છે (એવી) એને પ્રતીતિ થઈ. આહાહા...! ભગવાન તો ત્રિકાળ અમૂર્ત જ છે. ભગવાન તો ત્રિકાળ કારણપરમાત્મા છે. પણ કારણપરમાત્માની દૃષ્ટિ થયા વિના, આ છે, એને રાગની એકતા તૂટીને સ્વભાવની એકતા કરે ત્યારે તેને કારણપરમાત્મા છે એમ પ્રતીતમાં – દૃષ્ટિમાં આવ્યું. આ.હા..! ઈ તો ત્રિભોવન વારિયાએ પ્રશ્ન કર્યો હતો ને ! કે, કારણપરમાત્મા છે તો તો કાર્ય Page #171 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૬૦ ૧૫૩ આવવું જોઈએ. બધા કા૨ણપ૨માત્મા અંદર વસ્તુ ભગવાનસ્વરૂપ છે અને કાર્ય તો આવતું નથી. આહા..હા...! એમ પ્રશ્ન કર્યો હતો. પણ ભાઈ ! કા૨ણપ૨માત્મા છે... બાપુ ! માર્ગ પ્રભુ ! (શું કહીએ) ? એ કા૨ણપ૨માત્મા પૂર્ણ... પૂર્ણ... પૂર્ણ પૂર્ણ... પૂર્ણ. પૂર્ણ... અનંત ગુણનો પિંડ પૂર્ણ છે. આ..હા...! એવી જેને સ્વસન્મુખ થઈને દૃષ્ટિ થઈ છે એને કા૨ણ૫૨માત્મા છે, એને કાર્યસમકિત થયા વિના રહે નહિ. સમજાણું કાંઈ ? અરે......! આવી વાતું હવે ! જિંદગી ચાલી જાય છે. આ..હા...! સત્યને ભગવાને કહ્યું ઈ સત્ય એક કો૨ પડ્યું રહે છે અને બહા૨માં ખોટા ઢસરડા કરી જિંદગી પૂરી કરે છે). આહા..હા...! પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવનો પોકાર છે આ, પ્રભુ ! આહા..હા...! તું છો તો કા૨ણપ૨માત્મા. પરમાણુને કા૨ણપ૨માણુ કીધો છે ને ! ‘નિયમસાર’માં. આહા..હા...! પણ એ વસ્તુ તો છે એ ત્રિકાળ આનંદકંદ અબદ્ધ છે, મુક્તસ્વરૂપ છે. અહીં આવ્યું ને ? “કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા...’ છે. છે તો એવો એ ત્રિકાળ. વસ્તુને આવરણ નથી, વસ્તુમાં વિપરીતતા નથી, વસ્તુમાં ઉણપ નથી. આહા..હા...! પણ કર્મ પુણ્ય અને પાપના ભાવમાં રોકાયેલો, એનાથી લિપ્ત હોવાથી. આ..હા..હા...! એ શુભ અને અશુભ ભાવ જે મલિનભાવ છે. ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો, જાત્રાનો હો પણ એ રાગ મિલન છે. રાગભાવ છે ઈ દુનિયાને ખબર નથી. દુનિયા જાણે (કે) આ ધર્મ છે (એમ માને છે). આ..હા...! ધર્મ તો અંતર આનંદસ્વરૂપ ભગવાન ! એને રાગથી ભિન્ન પોતાનું પૂર્ણ સ્વરૂપ છે એમ જ્યારે જાણે અને માને ને અનુભવે ત્યારે એને ધર્મ થાય. આહા...હા...! એને ઠેકાણે આ દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રાના પરિણામમાં જ્ઞાન રોકાયેલું (રહે છે) તેથી તે પૂર્ણને જાણતું નથી. અલ્પને જાણવા રોકાતા પૂર્ણને જાણતું નથી એ જ એનો અપરાધ છે. આહા..હા...! હવે આવું પકડાય નહિ પછી વિરોધ કરે. મુમુક્ષુ :- બરાબર સાંભળે, સમજે નહિ ને વિરોધ કર્યા કરે. ઉત્તર ઃ- શું કરે ? ભાઈ ! ‘જામાં જિતની બુદ્ધિ હૈ, ઇતનો ક્રિયે બતાય, વાંકો બૂરો ન માનિયે ઔર કહાં સે લાય ?” ક્યાંથી લાવીએ ? ભાઈ ! આ..હા..હા...! મહાપ્રભુ અંદર બિરાજે છે. ત્રણે કાળે ચૈતન્યદ્રવ્ય તો નિરાવરણ પડ્યું છે. આહા..હા...! એને રાગમાં રોકાયને આવરણમાં એ ભાવઆવરણમાં નાખી દીધું. પર્યાયમાં, પર્યાયમાં. એ દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રા આદિનો ભાવ રાગ છે. તેમાં રોકાઈ ગયો એ મુક્તસ્વરૂપને એણે ઢાંકી દીધું. કેવળજ્ઞાન સ્વરૂપ પ્રભુ અંદર છે એનો એણે અનાદર કર્યો છે. આવી વાતું છે. દુનિયા પાગલ માને એવું છે. અરે.....! આખી વાત (ફે૨ફા૨ થઈ ગઈ). આહા..હા....! મુમુક્ષુ :– પહેલા મંદ કરે પછી (શુદ્ઘમાં આવી જાય). - Page #172 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ ઉત્તર :– મંદ કરે ઈ અજ્ઞાન છે. મંદ છે તે કરવુંય નથી. મંદ છે એ રાગ છે, ઝેર છે. એને કરે પછી (ધર્મ થાય એ તો) લસણ ખાય પછી કસ્તૂરીનો ડકાર આવે તો આ શુભભાવ કરે તો એને ધર્મ થાય (એના જેવી વાત છે). બાપુ ! મારગડા જુદા પ્રભુ ! શું કરીએ ? આહા..હા...! પ્રભુના ભરતમાં વિરહ પડ્યા, ભગવાન બિરાજે ત્યાં પણ વાણીનો વિરહ નહિ. વાણી તો ભગવાનની જે છે એ વાણી છે. આહા..હા...! અહીં તો સંપૂર્ણ જાણનારો એ પોતાના સંપૂર્ણ (સ્વરૂપને) ન જાણતા અપૂર્ણ અથવા વિપરીત પર્યાયને જાણવામાં રોકાણો એ એનો અપરાધ છે. આહા..હા...! એ એનો મિથ્યાત્વનો અપરાધ છે. આહા..હા...! બહુ આકરી વાત, બાપા ! આહા..હા...! એ પ્રમાણે કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા...’ પોતાના વિકારી પરિણામ ‘વડે લિપ્ત હોવાથી...’ આહા..હા...! લિપ્ત હોવાથી (એટલે) મિથ્યાત્વ ભાવથી ઢંકાયેલો હોવાથી અજ્ઞાનરૂપ અથવા બદ્ધરૂપ વર્તે છે...’ સ્વરૂપના અજ્ઞાનરૂપ અને રાગના બદ્ધરૂપમાં વર્તે છે. આહા..હા...! માટે એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે.’ પુણ્ય અને પાપના ભાવ પ્રભુ ! એ બંધસ્વરૂપ છે. પ્રભુ ! તું તો અબદ્ધસ્વરૂપ આખો ભિન્ન છો. આ..હા...! અરે...! કેમ બેસે ? અત્યારે હું અબદ્ધસ્વરૂપ છું. ભગવાન ! તારું સ્વરૂપ તો અબદ્ધસ્વરૂપ જ છે. અબદ્ધ ન હોય તો પર્યાયમાં અબદ્ધપણું મુક્તપણું કયાંથી આવશે ? ભાઈ ! કાંઈ બહારથી આવતું નથી. આહા..હા..હા...! મુમુક્ષુ :– એકાએક કેવી રીતે થઈ જશે ? ઉત્તર :– એકાએક અહીં તો તૂટી પડે એવું છે. એક સમયનો ફેર છે. એક સમયમાં રાગને જોનાર એકતા રોકી છે, એ ગુંલાટ ખાઈને આત્માને જોવે તો એક સમયનો ફેર છે. મુમુક્ષુ :સ્વપરપ્રકાશકપણું તો છે, સ્વપપ્રકાશક તો હતો ને. ઉત્તર :- હા, ઈ છે. એ પોતે પોતાને જ જાણ્યો નથી. એમ કીધું ને ? એ પ૨ને, રાગને, દયાને જાણવા રોકાય ગયો. એ સ્વને જાણવામાં જાય એને એક સમયની વાત છે. આહા..હા..! શું થાય ? મારગ તો આ છે, પ્રભુ ! દુનિયા પછી સાધુને નામે, પંડિતોના નામે ગમે ઈ ગડબડી ચલાવે એ મારગ વીતરાગનો નથી, બાપા ! આહા..હા...! ૧૫૪ તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે.’ કર્મ એટલે પુણ્ય-પાપ. પુણ્ય-પાપ બંધસ્વરૂપ છે, શુભ-અશુભ ભાવ બંધસ્વરૂપ છે. પહેલામાં એમ કહ્યું હતું કે, પુણ્ય-પાપના ભાવ મારા એમ માનીને સમ્યગ્દર્શનને ઉત્પન્ન થવા દેતું નથી, ઢાંકી દીધું, ઘાત કર્યો, ઘાત કર્યો. આમાં કહ્યું કે, એ બંધસ્વરૂપ છે. આહા..હા...! હવે ત્રીજો બોલ. બે બોલ ગયા. આ બે બોલ. ક્યા ? કે, એક તો ભગવાનઆત્મા આત્માનું સમકિત, આત્માનું જ્ઞાન અને આત્માનું ચારિત્ર, તેનો મિથ્યાત્વભાવથી ઘાત થાય છે, એનો એમાં ઘાત થાય છે. પુણ્ય પરિણામ મારા એવા મિથ્યાત્વથી સમકિત ઉત્પન્ન Page #173 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૬૦ ૧૫૫ થતું નથી તેને વાત કરે છે એમ કહ્યું). આ રાગાદિ છે એને પોતાનો માનતા, રાગ બંધસ્વરૂપ છે, એણે અબંધસ્વરૂપની દૃષ્ટિ ન કરતાં બંધમાં છે, બંધસ્વરૂપ છે માટે નિષેધ છે. હવે ત્રીજામાં (કહે છે), એ ભાવો સમકિતદર્શન, જ્ઞાન, ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે. આહા..હા....! એ ત્રણે મિથ્યાત્વ – પુણ્યમાં ધર્મ છે, દયા, દાન, વ્રત, ભક્તિમાં ધર્મ છે એવો મિથ્યાત્વભાવ, એ મિથ્યાત્વભાવ સમકિતભાવથી વિરુદ્ધ છે. એ ત્રીજા બોલમાં છે. ક્રમબદ્ધ દ્વારા આત્માના અકર્તાપણાની સિદ્ધિ આ બહુ સરસ ગાથા છે. આ ગાથા મોક્ષ અધિકારની ચૂલિકા છે. અહીં આચાર્યદેવ આત્માનું અકર્તાપણું બતાવે છે. અકર્તાપણું એટલે કે જ્ઞાયકસ્વભાવની સિદ્ધિ ક્રમબદ્ધ દ્વારા કરી છે. એક પછી એક થાય અને જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય તેનું નામ ક્રમબદ્ધ છે. દરેક દ્રવ્યની જે સમયે જે પર્યાય થવાની તે જ થાય છે એટલે કે તેને અન્ય દ્રવ્ય તો કરતું નથી પણ તે પર્યાયને તે દ્રવ્ય પણ આઘીપાછી કરી શકેફેરફાર કરી શકે એમ નથી. ક્રમબદ્ધ તો મહાસિદ્ધાંત છે. ક્રમબદ્ધનો સાચો નિર્ણય કરવા જાય ત્યાં દૃષ્ટિ દ્રવ્યસ્વભાવ ઊપર જાય છે અને ત્યારે જ કબમદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. ક્રમબદ્ધ પર્યાયના આશ્રયે ક્રમબદ્ધનો નિર્ણય નહિ થાય, અકર્તાસ્વભાવની દૃષ્ટિ કરવાથી ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. માટે, ક્રમબદ્ધના નિર્ણયમાં પુરુષાર્થનો નિષેધ થઈ જતો નથી પણ ક્રમબદ્ધના નિર્ણયમાં દ્રવ્યસ્વભાવનો અનંતો પુરુષાર્થ છે. અકર્તાપણું એ નાસ્તિનું કથન છે. કમબદ્ધ દ્વારા જ્ઞાયકસ્વભાવની અહીં સિદ્ધિ કરવામાં આવી -પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ સપ્ટેમ્બર-૨૦૦૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ગાથા-૧૬૧થી૧૬૩ अथ कर्मणो मोक्षहेतुतिरोधायिभावत्वं दर्शयति . समयसार सिद्धि-६ सम्मत्तपडिणिबद्धं मिच्छत्तं जिणवरेहि परिकहियं । तरसोदयेण जीवो मिच्छादिट्टि त्ति णादव्वो ।।१६१ | णाणस्स पडिणिबद्धं अण्णाणं जिणवरेहि परिकहियं । तरसोदयेण जीवो अण्णाणी होदि णादव्वो ।। १६२ ।। चारित्तपडिणिबद्धं कसायं जिणवरेहि परिकहियं । तरसोदयेण जीवो अचरित्तो होदि णादव्वो ।।१६३ ।। सम्यक्त्वप्रतिनिबद्धं मिथ्यात्वं जिनवरैः परिकथितम् । तस्योदयेन जीवो मिथ्यादृष्टिरिति ज्ञातव्यः ।।१६१।। ज्ञानस्य प्रतिनिबद्धं अज्ञानं जिनवरैः परिकथितम् । तस्योदयेन जीवोऽज्ञानी भवति ज्ञातव्यः ।। १६२ ॥ चारित्रप्रतिनिबद्धः कषायो जिनवरैः परिकथितः । तस्योदयेन जीवोऽचारित्रो भवति ज्ञातव्यः।।१६३।। सम्यक्त्वस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबन्धकं किल मिथ्यात्वं तत्तु स्वयं कर्मैव, तदुदयादेव ज्ञानस्य मिथ्यादृष्टित्वम् । ज्ञानस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबन्धकं किलाज्ञानं, तत्तु स्वयं कर्मैव, तदुदयादेव ज्ञानस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबन्धकं किलाज्ञानं तत्तु स्वयं कर्मैव, तदुदयादेव ज्ञानस्याज्ञानित्वम् । चारित्रस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबन्धकः किल कषायः, स तु स्वयं कर्मैव, तदुदयादेव ज्ञानस्याचारित्रत्वम् । अतः स्वयं मोक्षहेतुतिरोधायिभावत्वात्कर्म प्रतिषिद्धम्। હવે, કર્મ મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ (અર્થાત્ મિથ્યાત્વાદિભાવસ્વરૂપ) છે खेभ जतावे छे : સભ્યશ્ર્વપ્રતિબંધક કરમ મિથ્યાત્વ જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ મિથ્યાત્વી બને એમ જાણવું. ૧૬૧. Page #175 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૧ થી ૧૬૩ ૧૫૭ એમ જ્ઞાનપ્રતિબંધક કરમ અજ્ઞાન જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું. ૧૬૨. ચારિત્રને પ્રતિબંધ કર્મ કષાય જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ બને ચારિત્રહીન એમ જાણવું. ૧૬૩. ગાથાર્થ :- (સમ્યવત્ત્વપ્રતિનિવદ્ધ) સમ્યક્ત્વને રોકનારું (મિથ્યાત્વ) મિથ્યાત્વ છે એમ (નાિનવરે:) જિનવરોએ (પરિથિતમ્) કહ્યું છે; (તસ્ય યેન) તેના ઉદયથી (નીવ:) જીવ (મિથ્યાવૃષ્ટિ:) મિથ્યાદૃષ્ટિ થાય છે (કૃતિ જ્ઞાતવ્ય:) એમ જાણવું. (જ્ઞાનસ્ય પ્રતિનિવá) જ્ઞાનને રોકનારું (અજ્ઞાન) અજ્ઞાન છે એમ (બિનવરે:) જિનવોએ (પરિથિતમ્) કહ્યું છે; (તત્ત્વ ૩વયેન) તેના ઉદયથી (નીવ:) જીવ (અજ્ઞાની) અજ્ઞાની (મતિ) થાય છે (જ્ઞાતવ્ય:) એમ જાણવું. (ચારિત્રપ્રતિનિવદ્ધઃ) ચારિત્રને રોકનાર (ષાય:) કષાય છે એમ (નિનવરૈ:) જિનવરોએ (પરિચિત:) કહ્યું છે; (તત્ત્વ પ્રત્યેન) તેના ઉદયથી (નીવ:) જીવ (અત્તારિત્ર:) અચારિત્રથી (મતિ) થાય છે (જ્ઞાતવ્ય:) એમ જાણવું. ટીકા :– સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું મિથ્યાત્વ છે; તે (મિથ્યાત્વ) તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને મિથ્યાદૃષ્ટિપણું થાય છે. જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકાનારું અજ્ઞાન છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે. ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેનો રોકનાર કષાય છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અચારિત્રીપણું થાય છે. માટે, (કર્મ) પોતે મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે. ભાવાર્થ :- સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે તેમનાથી વિપરીત મિથ્યાત્વાદિ ભાવો છે; કર્મ તે મિથ્યાત્વાદિ ભાવો-સ્વરૂપ છે. આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવો-સ્વરૂપ છે. પહેલાં ત્રણ ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું – સમ્યક્ત્વાદિનું – ઘાતક છે. પછીની એક ગાથામાં એમ કહ્યું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. આ છેલ્લી ત્રણ ગાથાઓમાં કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવોસ્વરૂપ છે – મિથ્યાત્વાદિસ્વરૂપ છે. આ પ્રમાણે એમ બતાવ્યું કે કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધસ્વરૂપ છે અને બંધના કારણસ્વરૂપ છે, માટે નિષિદ્ધ છે. અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહિ, બાધક જ છે, તેથી નિષિદ્ધ જ છે; પરંતુ શુભ કર્મ પણ કર્મસામાન્યમાં આવી જતું હોવાથી તે પણ બાધક જ છે તેથી નિષિદ્ધ જ છે એમ જાણવું. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સમયસાર સિદ્ધિ-૬ હવે, કર્મ મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ (અર્થાત્ મિથ્યાત્વાદિભાવસ્વરૂપ) છે.” જોયું ? સમ્યગ્દર્શનને ઠેકાણે મિથ્યાત્વાદિ ભાવ (થાય છે) એ મોક્ષના માર્ગથી વિરુદ્ધ ભાવ છે. આ..હા....! બંધભાવ તો પેલામાં ગયો. અહીં તો એને વિરુદ્ધભાવ (તરીકે) સિદ્ધ કરવું છે. વસ્તુના સ્વરૂપથી જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ જોઈએ તેનાથી આ મિથ્યાત્વાદિ વિરુદ્ધ પરિણામ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? (મિથ્યાત્વાદિભાવસ્વરૂ૫) છે.” જોયું ? ત્રણ ગાથા (છે). सम्मत्तपडिणिबद्धं मिच्छत्तं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो मिच्छादिट्टि ति णादव्वो।।१६१।। णाणस्स पडिणिबद्धं अण्णाणं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो अण्णाणी होदि णादवो।।१६२।। चारित्तपडिणिबद्ध कसायं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो अचरित्तो होदि णादब्बो।।१६३।। સમ્પત્તપડિવિä મિછત્ત નિવરહિ પરિદિયા' આહા! જુઓ ! આચાર્યો સંતો પણ નામ ભગવાનનું આપીને કહે છે. “નિવહિ પરિવટિયે ત્રણલોકના નાથ જિનવરદેવ સર્વજ્ઞ મહાવિદેહમાં બિરાજે છે એમણે આ કહ્યું છે. આહા..હા...! “વરસોયેબ નીવો મિચ્છાિિ ત્તિ વિવો? આમાંય કેટલોક ઊંધો ગોટો છે. ત્રણેમાં જિનવર, જિનવર, જિનવર નાખ્યા. નીચે હરિગીત. સમ્યક્તપ્રતિબંધક કરમ મિથ્યાત્વ જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ મિથ્યાત્વી બને એમ જાણવું.૧૬ ૧. એમ જ્ઞાનપ્રતિબંધક કરમ અજ્ઞાન જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું.૧૬ ૨. ચારિત્રને પ્રતિબંધ કર્મ કષાય જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ અને ચારિત્રહીન એમ જાણવું. ૧૬૩. સમ્યક્તપ્રતિબંધક કરમ મિથ્યાત્વ જિનદેવે કહ્યું, એના હૃદયથી...” એટલે પ્રગટ થવાથી. ટીકા :- “સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.” જોયું ? ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન પૂર્ણાનંદ, એની સન્મુખની પ્રતીતિ, જ્ઞાન કરીને થવી એનું નામ સમ્યગ્દર્શન (છે). આહા..હા...! જે અનંત કાળમાં (એક) સેકંડ કર્યું નથી. “મુનિવ્રત ધાર અનંત બૈર, રૈવેયક ઊપજાયો મુનિ થયો, દિગંબર થયો, વસ્ત્રનો ટૂકડો ન રાખ્યો પણ આત્મજ્ઞાન, સમ્યગ્દર્શન વિના એ બધા ભવના ભ્રમણના કારણે થયા. આહા...હા...! અહીં શું કહે છે ? “સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.” પરિણતિ હોં! Page #177 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૧ થી ૧૬૩ ૧૫૯ ત્રિકાળી સ્વભાવ નહિ. ત્રિકાળી શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ છે, તેનું જ્ઞાન થઈને તેની નિર્વિકલ્પ પ્રતીતિ થવી એ એ સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે...’ (અર્થાત્) મોક્ષના કારણરૂપ પરિણામ છે. આ..હા...! આવી વાતું હવે. એ કરતાં એકેન્દ્રિયા, બેઇન્દ્રિયા, તેઇન્દ્રિયા, જીવિહા, તસ્સ મિચ્છામી દુક્કડમ્ (કરો), જાઓ ! અને ઓસરે.. તાઉકાયઠાયણું, અપ્પાણં વોસરે (ક૨ે એટલે) થઈ ગઈ સામાયિક ! અરે... ભગવાન ! બાપા ! લોગસ્સમાં ‘ઉજ્જોયગરે..’ કર્યું. વિહુય યમલા, પહેણ જરમરણા..’ એના અર્થની ખબર ન મળે. અરે...! ભાઈ ! અહીં તો સમ્યક્ત્વ જે ભગવાનઆત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પૂર્ણાનંદ, પુણ્ય-પાપના રાગરહિત (છે), તેના અનુભવમાં પ્રતીતિ થવી તેને સમિકત કહે છે. આહા..હા..હા...! એ સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ...’ પરિણામ સ્વભાવ છે...’ જોયું ? આ પરિણામની વાત છે. તેને રોકનારું મિથ્યાત્વ છે;..' ભાવ, વર્તમાન મિથ્યાત્વ છે એમ કહે છે. સમિકતથી વિરુદ્ધ એવો મિથ્યાત્વ ભાવ વર્તમાન છે. જોઈએ સમકિત. ત્રિકાળી જ્ઞાયકભાવની પ્રતીતિ અનુભવમાં (હોવી જોઈએ) પણ એનાથી વિરુદ્ધ મિથ્યાત્વ, તે તેની પાસે છે. એ સમિતના ભાવથી વિપરીત ભાવ છે. આહા..હા...! પહેલામાં ઘાતક કહ્યું હતું. આમાં એનાથી વિપરીત ભાવ છે એમ કહે છે. વચમાં બંધસ્વરૂપી (કહ્યો) હતો. આહા..હા...! આવો ઝીણો માર્ગ. વેપારીને ધંધા આડે નવરાશ ન મળે, આખો દિ' પાપ ! ધંધા.. ધંધા... ધંધા. દુકાન. નવરો થાય તો બાયડી, છોકરાને રાજી રાખવા જાય. અર.......! છ-સાત કલાક ઊંઘમાં જાય એમાં આ વસ્તુ શું છે ? વીતરાગ શું કહે છે ? એનો નિર્ણય કરવાનો ટાઈમે ન મળે. અરે...! આહા..હા...! એ જીવન શેના જીવન ? એ જીવન બધા ઢોર જેવા જીવન છે. ભલે પછી કરોડોપતિ ને અબજોપતિ હોય. આહા..હા...! અહીં પ્રભુ એમ કહે છે કે, જે સમિકત છે, જે મોક્ષના કારણ(રૂપ) પરિણામ (છે) તેનાથી મિથ્યાત્વ તે વિરુદ્ધ ભાવ છે. સમ્યગ્દર્શનના ભાવથી મિથ્યાત્વ વિરુદ્ધ પરિણામ છે). મિથ્યાત્વ એ પરિણામ છે. સમકિત એ પરિણામ છે, પણ સમકિતના પરિણામથી મિથ્યાત્વ પરિણામ વિપરીત છે. આહા..હા...! એ દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રાના ભાવ મારા અને મને લાભ ક૨શે, એવો જે મિથ્યાત્વભાવ એ સમકિતભાવથી વિરુદ્ધ ભાવ છે. સમજાય છે કાંઈ ? બાપુ ! આ પાગલપણે નથી કહેવાતું. ભાઈ ! દુનિયા આખી પાગલ છે. આ..હા...! અરે......! ત્રણલોકના નાથ જિનેશ્વરદેવને કહેવું શું છે ? એ સાચી વાતને પાગલ ઠરાવે, પાગલોની વાતને સાચી ઠરાવે ! આહા..હા...! પ્રભુ ! એકવાર તત્ત્વજ્ઞાન તો કર. તત્ત્વવિચાર તો કર, જાણપણું, તુલના તો કર કે, સકિત જે છે એ ત્રિકાળી ચૈતન્ય ભગવાન પ્રભુ ! એનું જ્ઞાન થઈને તેમાં આ છે એમ પ્રતીતિ થવી, એવું સમ્યગ્દર્શન જે મોક્ષનું કારણ, એમાં હજી પુણ્યના પરિણામ મારા અને મને લાભ ક૨શે, એવો જે મિથ્યાત્વ ભાવ, એ સમિતથી Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સમયસાર સિદ્ધિ-૬. વિરુદ્ધ ભાવ છે. આહા...હા...હા...! આવી વાતું પકડવી કઠણ પડે. આહાહા...! છે ? “તે મિથ્યાત્વ) તો પોતે કર્મ જ છે...” (એટલે કે, વિકાર ભાવ છે. પેલું સમકિત છે એ તો મોક્ષના કારણરૂપ પરિણામ હતું અને એનાથી આ મિથ્યાત્વ છે એ પરિણામ તો મિથ્યાત્વરૂપી કર્મ – કાર્ય છે, વિપરીત શ્રદ્ધાનું કાર્ય છે. પોતે જ એક કર્મ છે. એ ધર્મ નથી તેમ આત્મા નથી. આહા..હા....! આ.હા...! બે વાત કરી કે, સમ્યગ્દર્શન જે છે એ આત્માનું જે સમ્યગ્દર્શન છે એ મોક્ષનું કારણ છે. એમ કહ્યું ને ? હવે એનાથી વિરુદ્ધ જે મિથ્યાત્વ છે, એ વિરુદ્ધ ભાવ છે એ મિથ્યાત્વ કાર્ય છે. આહાહા...! “તેના ઉદયથી. એટલે તેના પ્રગટ થવાથી વિપરીત ભાવના પ્રગટ થવાની જ્ઞાનને મિથ્યાષ્ટિપણે થાય છે. પેલા નિમિત્તથી કર્મ લે પણ અહીં તો વિપરીત ભાવ પ્રગટ થયો એનાથી તે મિથ્યાદૃષ્ટિ છે. આહાહા....! મુમુક્ષુ :- પરની ભ્રમણતાથી ? ઉત્તર :એ પોતાની છે. પેલું કર્મ નિમિત્ત છે. પોતાની વિપરીત માન્યતાના ઉદયથી, પ્રગટ થવાથી... આહા..હા..! “જ્ઞાનને મિથ્યાષ્ટિપણું થાય છે. આત્માને તેથી મિથ્યાદૃષ્ટિપણું થાય છે. આહાહા...કર્મનો ઉદય છે એ તો જડ છે. જડ કંઈ આત્માને મિથ્યાત્વ કરાવતું નથી. આહાહા...! મુમુક્ષુ – આમાં તેના ઉદયથી જ લીધું. ઉત્તર :- પોતાનો મિથ્યાત્વ) સ્વભાવ વિપરીત જડ છે. ભાવકર્મ એ જડ છે. એના ઉદયથી એટલે એના પ્રગટ થવાથી. આહા...હા...! ઉદયથી જ. એટલે મિથ્યાશ્રદ્ધાના પ્રગટ થવાથી જ મિથ્યાદૃષ્ટિપણું થાય છે.” આહાહા..! હવે આમાં કેટલી વાત યાદ રાખવી ? એક કલાકમાં સાંભળેલી વાત બધી બીજી નીકળે. અરે... પ્રભુ ! શું કરે છે ? ભાઈ ! મારગડા જુદા રહી ગયા, પ્રભુ ! આ.હા..! અને બીજે રસ્તે ચડી ગયા. ઊંધે રસ્તે ચડી અને અમે જૈનધર્મી છીએ એમ માને! આહા...હાહા..! એ કર્મ (એટલે) જડ ઉદય લેવો પણ ઉદય ત્યારે એને કહેવાય કે, અહીંયાં પરિણામ વિપરીત કર્યા તો પેલાને ઉદય કહેવાય. નહિ તો એ ઉદય શું ? એ તો જડની પર્યાય છે. આ.હા... જડની પર્યાયનો ચૈતન્યને સ્પર્શ પણ નથી. ભગવાન આત્મા તો અરૂપી છે અને જડકર્મ છે એ તો રૂપી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળું (છે), પણ તેના ઉદયના કાળમાં પોતે પોતાથી વિપરીત માન્યતા કરે છે તે જ તેને રોકનારું છે. એટલે તે જ વિપરીત ભાવ છે. અહીં તો વિપરીત ભાવ બતાવવો છે ને ? સમકિતથી વિરુદ્ધ ભાવ તે મિથ્યાત્વ છે એમ અહીં સિદ્ધ કરવું છે. પહેલાં ત્રણ ગાથામાં એમ કહ્યું હતું કે, સમકિતને ઢાંકી દેનારું છે માટે તે કર્મ છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૬૧ થી ૧૬૩ ૧૬૧ પછી મિથ્યાત્વાદિ છે એ ભાવબંધ છે એમ કહ્યું). ભાવબંધ છે માટે અબંધ (સ્વરૂપથી) ભિન્ન જાત છે. આમાં કહે છે કે, સમકિતરૂપી મોક્ષનું કારણ એનાથી વિરુદ્ધ મિથ્યાત્વ તે વિપરીત ભાવ છે. કહો, સમજાય છે કાંઈ ? “વજુભાઈ આવું બધું ઝીણું છે, બાપુ ! ધંધા આડે નવરાશ ન કરી. આહા..હા...! કોઈ કયાંય શરણ નથી, પ્રભુ ! આહા...હા...! કહે છે કે, એ દયા, દાન(નો) રાગ છે એ શરણ નથી. પણ એ રાગને પોતાનો માન્યો છે એ મિથ્યાત્વ ભાવ સમકિત (કે જે) મોક્ષનું કારણ છે એનાથી વિરુદ્ધ ભાવ છે. આહા..હા....! આ તો વીતરાગની વાણી છે, બાપા ! આ કાંઈ કથા-વાર્તા નથી. ત્રણલોકનો નાથ, જેને ઇન્દો સાંભળવા આવે, ગણધરો સાંભળવા આવે, એ જ વનના વાઘ ને સિંહ અને નાગ સાંભળવા આવે. ભાઈ ! સમવસરણમાં પ્રભુ બિરાજે છે. અહીં ભગવાન હતા ત્યારે સમવસરણ હતું. ‘વીરપ્રભુ બિરાજતા ત્યારે અત્યારે તો સિદ્ધ થઈ ગયા. આહા..હા...! બાપુ ! એ વાણી કેવી હોય ! એકાવતારી ઇન્દો સાંભળવા આવે એ વાણી કેવી હોય ! એક ભવે મોક્ષ જનારા એ પહેલા ઇન્દ્ર છે. એની ઈન્દ્રાણી પણ એક ભવે મોક્ષ જનારી (છે). એ જ્યારે પ્રભુની સભામાં આવે છે. આ..હા..હા..! બાપુ ! એ દયા પાળો, વ્રત કરો એ તો પેલા કુંભારે કહે છે. કહ્યું નહોતું પહેલાં ? અમારા ઉમરાળા જન્મગામમાં પોણોસો વર્ષ પહેલાની વાત છે. (સંવત) ૧૯૮૦. શ્રાવણ મહિનો બેસે તે ભાદરવા સુદ પાંચમ સુધી, જે શેઠિયા હોય (એ) ઘાંચીની ઘાણી હોય, ઘાંચીની ! અને કુંભારના નિભાડા (હોય), એની પાસે જાય. પાંચ સોપારી આપે. એટલે પેલા સમજી જાય કે, વાણિયાના પર્યુષણ આવ્યા. શ્રાવણ સુદ એકમથી, ભાદરવા સુદ પાંચમ સુધી) મુસલમાન ઘાણી ચલાવે નહિ. જન્મગામ ‘ઉમરાળા” ! બધું જોયું છે ને ! હવે એવું તો મુસલમાન કરતા. એક મહિનો ને પાંચ દિ ઘાણી ન કરે. કુંભાર એક મહિનો ને પાંચ દિ' નિભાણો ન કરે. નિંભાણો સમજે ? ઇંટુ બનાવે). પછી પણ જરી હરીફાઈ ચાલે. પાંચમ પછી પહેલો કોણ શરૂ કરે છે ? કારણ કે પાપ છે. એમ તો માળા મુસલમાનો પણ એ વખતે સમજતા). ત્યાં ઘાંચી મુસલમાન છે પણ પાંત્રીસ દિ બંધ કરી દયે. મહાજન લોકોનું ત્યાં જોર હતું. અમારે એક “સુખડ’ શેઠ હતા, એ તો ગુજરી ગયા), છોકરાઓ મુંબઈ (રહે) છે. આમ બિચારા સાધારણ હતા પણ માણસ ખાનદાન બહુ. પૈસા-બૈસા કાંઈ નહોતા બહુ. પાંચ સોપારી (લઈને) જાય. એટલે પેલાને એમ થાય કે, પાંત્રીસ દિ બંધ કરવું, ઘાણી ચલાવવી નહિ. હવે એવું તો મુસલમાનો પણ કરતા). બાપુ ! વીતરાગની વાણી કોઈ જુદી છે. આહા...હા..હા...! અહીં કહે છે, સમકિત જે મોક્ષનું કારણ... આહાહા...! તેને રોકનારો વર્તમાન વિરુદ્ધ મિથ્યાત્વ ભાવ છે. એ વિરુદ્ધ ભાવ બતાવવો છે. રોકનારું પેલામાં કહ્યું હતું, ઈ તો ઢાંકી Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સમયસાર સિદ્ધિ-૬ દેનારું (કહ્યું હતું). મિથ્યાત્વથી સમકિતને ઢાંકવું અને આ ઘાત કરનારું. અને અહીં કહે છે કે, વર્તમાન મિથ્યાત્વ ભાવ છે. સમકિતથી મિથ્યાત્વ ભાવ વિરુદ્ધ ભાવ છે. આહા..હા..! સમજાય એવું છે, હોં ! ભાષા કાંઈ એવી અઘરી) નથી. ભાવ તો બાપા શું કરે ? પ્રભુની વાણી (એવી છે). આહા...હા...! કાલે ગાયું નહોતું ? પ્રભુની વાણી જોર રસાળ, સાંભળવા તલસે છે.' આહા..હા..! આહા..હા....! ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવ એમ ફરમાવે છે, પ્રભુ ! પૂર્ણ સ્વરૂપ તારું સર્વજ્ઞ સર્વદર્શી અતીન્દ્રિય આનંદ, એવી અનંતી શક્તિ ! એક એક શક્તિ પૂર્ણ એવી અનંતી પૂર્ણ (શક્તિઓનું) રૂપ ! તેની સન્મુખ થઈને અનુભવ થવો અને અનુભવ થઈને પ્રતીત થવી એનું નામ સમ્યગ્દર્શન (છે). એ સમ્યગ્દર્શનથી વિરુદ્ધ ભાવ તે મિથ્યાત્વ ભાવ છે). આહા.! સમ્યગ્દર્શન મોક્ષનું કારણ અને મિથ્યાત્વ છે તે બંધનું કારણ બંધસ્વરૂપ છે એ તો આવી ગયું, પણ આ મિથ્યાત્વ વિપરીત ભાવ છે. આહાહા...! આ હા.હો ને જાત્રાવાળા આવે ને ! અહીં દર્શન કરવા આવે પણ હા...હો સાંભળીને (ચાલ્યા જાય). સાંભળવા-બાંભળવામાં કંઈ ખબર ન પડે). આ પાલીતાણા” જાત્રા કરી ને ગિરનાર જાત્રા કરી (એટલે) થઈ ગયો ધર્મ ! ધૂળમાંય ધર્મ નથી. આહાહા...! મુમુક્ષુ :- આપને વિનંતી કરે કે બે મિનિટ સંભળાવો, બે મિનિટ. ઉત્તર :- એ તો પેલા કહેતા હતા. મેં કીધું, વ્યાખ્યાન થાય ત્યારે. વ્યાખ્યાન સાંભળો. ઈ વખતે અહીં વ્યાખ્યાન રાખ્યું હતું. આહાહા..! પોતે કર્મ જ છે” તેના પ્રગટવાથી જ આત્માને મિથ્યાદૃષ્ટિપણું થાય છે? આ.હા...હા...! પર્યાયમાં મિથ્યાષ્ટિપણું થાય છે). પુણ્યના પરિણામ અને પાપના પરિણામ બે મારા છે એવો જે મિથ્યાત્વ ભાવ, એનો ઉદય થવાથી એટલે કે પ્રગટ થવાથી. આ..હા..હા...! આત્માને ‘ મિથ્યાદૃષ્ટિપણે થાય છે.” જ્ઞાનને એટલે આત્માને. છે ? પહેલી બે લીટી. આહાહા...! પહેલી લીટીમાં મોક્ષનું કારણ છે એમ કીધું અને મિથ્યાત્વ છે તે મોક્ષના કારણથી વિપરીત ભાવ છે એમ કહ્યું. આહા..હા...! ઈ પુણ્ય પરિણામથી મને ધર્મ થશે એવો જે મિથ્યાત્વ ભાવ તે સમકિત ભાવથી વિરુદ્ધ ભાવ છે. આહા...હા..હા..! આવું ઝીણું કાંતવું. મારગ બાપા ! પ્રભુનો બહુ જુદી જાત છે, ભાઈ ! આહાહા..! જ્ઞાન” શબ્દ સમજાણું ? જ્ઞાન એટલે આત્મા. તેના પ્રગટવાથી વિપરીત શ્રદ્ધા થવાથી આત્માને મિથ્યાદૃષ્ટિપણું થાય છે. આહા...હા..! એને મિથ્યાદૃષ્ટિપણે વર્તમાન છે તે) સમ્યગ્દર્શન (કે જી મોક્ષનું કારણ છે), એનાથી વિપરીત ભાવ તે મિથ્યાદૃષ્ટિપણું (છે), તે વિપરીત ભાવ છે. સમ્યગ્દર્શન એ મોક્ષના કારણનો અવિપરીત ભાવ (છે) અને આ મિથ્યાત્વ છે તે) આત્માના મોક્ષના કારણથી વિપરીત ભાવ (છે) અને બંધના કારણરૂપ (છે), બંધરૂપ છે. એ વાત કરી. વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !) Page #181 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૬૧ થી ૧૬૩ ૧૬૩ પ્રવચન ન. ૨૩૯ ગાથા-૧૬૧–૧૬૩ મંગળવાર, જેઠ સુદ ૪, તા. ૨૯-૦૫-૧૯૭૯ સમયસાર ૧૬ ૧થી ૧૬૩ ગાથા, એની ટીકા. એક શબ્દ ચાલ્યો છે. નહિ ? ટીકા છે ને? “સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. ટીકા, ૧૬ ૧ થી ૧૬ ૩ ની ટીકા. એને બતાવો. છેલ્લી ત્રણ ગાથાની (ટીકા). શું કહે છે ? સમ્યત્વ જે છે એ આત્મા શુદ્ધ પરિપૂર્ણ અખંડ આનંદ (સ્વરૂપ છે) તેની સન્મુખ થઈને તેનું જ્ઞાન થઈ તેની પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એ પર્યાય છે. પર્યાયરૂપ ભાવ છે. છે ને ? સમ્યક્ત્વ એ પર્યાય છે. ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ ભગવાન, (તેમાં) અંતર્મુખ થઈને સમ્યગ્દર્શન અનંત કાળમાં થયું નથી, એવા સ્વભાવનો અનુભવ થઈને પ્રતીતિ થવી તેનું નામ સમ્યગ્દર્શન છે). એ સમ્યગ્દર્શન સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે...” એ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. સમ્યગ્દર્શનની પર્યાય મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનારું મિથ્યાત્વ છે;” એ સમ્યગ્દર્શનથી વિરુદ્ધ, સમ્યગ્દર્શનની પર્યાય જે મોક્ષનું કારણ છે તેનાથી વિરુદ્ધ મિથ્યાત્વ ભાવ (છે). દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામમાં ધર્મ માનવો, પરને હું કાંઈક કરી શકું છું એવી મિથ્યાશ્રદ્ધા, એ મિથ્યાશ્રદ્ધાના સ્થળપણે અસંખ્ય પ્રકાર) છે અને સૂક્ષ્મ અનંત પ્રકાર) છે. એ મિથ્યાત્વભાવ, સમકિતરૂપી ભાવથી વિરુદ્ધ છે. સમજાણું ? સમ્યકત્વ (અર્થાત) સમ્યકપણું, સત્યપણું. એ પૂર્ણ સત્યસ્વરૂપ પ્રભુ ! તેની અનુભવમાં પ્રતીત થવી અને આત્માનું આત્મારૂપે શુદ્ધ પરિણમન થવું. પુણ્ય અને પાપના વિકલ્પ – રાગથી ભિન્ન પરિણમન થવું), એવું જે સમ્યગ્દર્શન છે એ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. આહા...! મોક્ષ નામ આત્માનો પૂર્ણ આનંદરૂપી લાભ તે મોક્ષ. અને પૂર્ણથી દુઃખથી મુક્ત થવું તે મોક્ષ. એ મોક્ષનું સમ્યગ્દર્શન કારણરૂપ સ્વભાવ છે. આહા...! કારણરૂપ સ્વભાવ છે. તેનાથી વિપરીત, મિથ્યાત્વભાવ તેનાથી વિપરીત છે. મિથ્યાત્વભાવનો અર્થ કે, પુણ્યના દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ એ પુણ્ય છે તેને ધર્મ માને અને તેને ધર્મનું કારણ માને તો એ મિથ્યાત્વભાવ છે. એ મિથ્યાત્વભાવ, સમ્યગ્દર્શન કે જી મોક્ષના કારણ(રૂ૫) સ્વભાવ છે તેનાથી) વિરુદ્ધ ભાવ છે. મુમુક્ષુ :- પુણ્યમાં દોષ શું ? ઉત્તર :- મિથ્યાત્વ દોષ છે. અનંત સંસારનું કારણ વિપરીત માન્યતા. શ્રદ્ધા વિપરીત (છે). જેવું સત્ય છે તેવી માન્યતા નહિ કરી, હું પરનું કંઈક કરી શકું છું અને પરથી મારામાં Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સમયસાર સિદ્ધિ-૬ લાભ-નુકસાન થાય છે અને મારામાં જે દયા, દાન, વ્રતાદિ પરિણામ થાય છે એ ધર્મ છે અને ધર્મનું કારણ છે, એવી માન્યતા મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વભાવ મોક્ષના કારણરૂપ સ્વભાવ (એવા) સમકિતથી વિપરીત છે. આ..હા...! ઝીણી વાત છે. આટલું તો કાલે આવી ગયું છે. આટલું તો કાલે આવ્યું હતું. આ તો આજે હિન્દી લોકો આવ્યા છે ને (એટલે ફરીથી લીધું). “સમ્યત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.” જુઓ ! પર્યાયને સ્વભાવ કહ્યો, હોં ! સમકિતરૂપી પર્યાય જે છે એ સ્વભાવિક પર્યાય છે. શુદ્ધ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ! તેનું જેવું પૂર્ણ સ્વરૂપ છે એવું જ્ઞાનમાં આવી, તેમાં પ્રતીતિ, વિશ્વાસ, રુચિ, દૃષ્ટિ થવી એ સમ્યકત્વ (છે). એ અનંતકાળમાં અનંતકાળથી થયું નથી. એ સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.” પર્યાય છે ને ! “તેને રોકનારું...” તેનાથી વિપરીત. “મિથ્યાત્વ છે; આહા..! તે ( મિથ્યાત્વ) તો પોતે જ કર્મ છે. વિપરીત માન્યતા જે છે, ઊલટી શ્રદ્ધા જે છે એ સ્વયં કર્મ છે. એ કોઈ આત્માની દશા, આત્મા છે નહિ. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! અનંતકાળમાં સમ્યગ્દર્શન (પ્રગટ કર્યું નથી). “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપજાયો છ ઢાળામાં આવે છે. મુનિવ્રત લીધા, દિગંબર સાધુ (થઈને) અઠ્યાવીસ મૂલગુણ, પંચ મહાવ્રત (પાળ્યા) પણ મિથ્યાદૃષ્ટિ રહ્યો. એ ક્રિયાકાંડ મારી ક્રિયા છે અને પંચ મહાવ્રત પરિણામ મને લાભદાયક છે એવો જે મિથ્યાત્વભાવ એ સમ્યક્ મોક્ષના કારણથી વિપરીત ભાવ છે. આહાહા.! આવું આકરું કામ છે. પોતે કર્મ જ છે.” એ આત્મા નહિ. આહા.હા! મિથ્યાત્વભાવ – વિપરીત માન્યતા (એટલે) ધર્મને અધર્મ માનવું અને અધર્મને ધર્મ માનવો, જીવને અજીવ માનવો અને અજીવને જીવ માનવો. આહાહા..! પુણ્ય અને પાપના ભાવ જે મેલ છે તેને ધર્મનું કારણ માનવું, એવો જે મિથ્યાત્વભાવ, એ સમ્યક્ત્વ જે મોક્ષના કારણ(રૂ૫) સ્વભાવ છે એનાથી વિપરીત ભાવ છે. આહાહા..! છે ? તેના ઉદયથી” (અર્થાતુ) તેના પ્રગટ થવાથી. વિપરીત પ્રતીતિ પ્રગટ થવાથી. કર્મનો ઉદય તો નિમિત્ત છે. તેના ઉદયથી જ.” વિપરીત શ્રદ્ધાના પ્રગટપણાને કારણે જ “જ્ઞાનને મિથ્યાદૃષ્ટિપણું થાય છે. જ્ઞાન શબ્દ આત્મા. આત્માને વિપરીત શ્રદ્ધાને કારણે મિથ્યાદૃષ્ટિપણે થાય છે. આહા...હા...હા...! એ તો બપોરે ઘણું આવ્યું હતું. કાલે બપોરે આવ્યું હતું ને? પોતાની પર્યાયને દ્રવ્ય કરે છે. પોતાની પર્યાય વિકૃત હો કે અવિકત, તે પોતાના દ્રવ્યથી થાય છે. કર્મથી વિકાર થતો નથી અને રાગથી સમ્યગ્દર્શન થતું નથી. એમાં આવ્યું છે. આહા...! તેના બદલે માનવું કે, કષાયની મંદતાનો ભાવ પુણ્ય, એનાથી મને ધર્મ થશે, એવો જે મિથ્યાત્વભાવ Page #183 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૬૧ થી ૧૬૩ ૧૬૫ એ સમ્યફ મોક્ષનું કારણ જે સ્વભાવ, તેનાથી વિપરીત ભાવ છે. આમ છે. ત્યાં સુધી તો કાલે આવ્યું હતું. - હવે જ્ઞાન. જ્ઞાન એટલે ? પોતાના શુદ્ધ સ્વરૂપનું સ્વસંવેદન જ્ઞાન. પોતાનું સ્વરૂપ જે ચૈતન્યમૂર્તિ ભગવાન ! અનંત અનંત અતીન્દ્રિય પૂર્ણ ગુણથી ભર્યો પડ્યો પ્રભુઆત્મા ! તેનું જ્ઞાન. આ પર્યાયની વાત છે ને ! “જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ...” છે. એ સમ્યકજ્ઞાન જે ત્રિકાળી ચૈતન્ય પ્રભુ તેનું જ્ઞાન. ત્રિકાળી વસ્તુ તો ધ્રુવ છે પણ તેના આશ્રયે જે (જ્ઞાન થયું તે) સમ્યજ્ઞાન, શાસ્ત્રજ્ઞાન નહિ, પરનું જ્ઞાન નહિ. એ જ્ઞાન (એટલે) આત્માનું જ્ઞાન. જે જ્ઞાન જોકે, “મોક્ષના કારણરૂપ સ્વભાવ છે...” આહા...હા...! આત્માનું સ્વભાવિક જ્ઞાન. ત્રિકાળી જ્ઞાન નહિ. એની વર્તમાન જ્ઞાનની પર્યાય. આહા...હા...! એ મોક્ષના કારણરૂપ સ્વભાવ સમ્યકજ્ઞાન છે. તેનાથી વિરુદ્ધ અજ્ઞાન છે. રાગને પણ જાણવું. દયા, દાનના પરિણામને પણ જાણવા અને પોતાને ન જાણવું એ અજ્ઞાનભાવ સમ્યજ્ઞાનથી વિરુદ્ધ ભાવ છે. આહા..હા..! વીતરાગમાર્ગ બહુ ઝીણો, બાપુ ! આહા..હા..! સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરદેવ મહાવિદેહમાં તો “સીમંધર ભગવાન બિરાજે છે ત્યાંથી આ વાત આવી છે. કુંદકુંદાચાર્યદેવ’ સંવત ૪૯ માં પ્રભુ પાસે ગયા હતા. સંવત ૪૯ ! બે હજાર વર્ષ પહેલાં). “કુંદકુંદાચાર્યદેવ' દિગંબર (સંત). (અહીંયાં પરમાગમ મંદિરમાં) વચમાં મુનિ છે ઈ. એમણે ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા. તો એ શાસ્ત્રમાં તો આ કહ્યું છે કે, સમ્યફજ્ઞાન (એટલે કે, પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું સ્વસંવેદન જ્ઞાન. સ્વ (એટલે) પોતાના વેદનનું જ્ઞાન. એ જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. એ જ્ઞાનથી વિપરીત, રાગ અને પર્યાયને જ જાણવું અને પરને જ જાણવું અને પોતાને ભૂલી જવું, એ પરને જાણવામાં રોકાવું થાય છે એ અજ્ઞાન ભાવ છે. આહાહા...! પોતાને જાણવારૂપ જે ભાવ છે, જે મોક્ષનું કારણ છે), તે માત્ર પરને જાણવામાં રોકાઈ ગયું તે અજ્ઞાન, જ્ઞાનથી વિરુદ્ધ ભાવ છે. આવી વાતું હવે. સમજાણું કાંઈ ? જ્ઞાન, જે આત્મજ્ઞાન, આ આત્મજ્ઞાનનો અર્થ કોઈ નિમિત્તનું નહિ, રાગનું નહિ, પર્યાયનું (જ્ઞાન નહિ), આત્મા જે ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ ! સત્ શાશ્વત જ્ઞાન અને આનંદાદિ ગુણનો ભંડાર ! એવા આત્માનું જ્ઞાન, એ જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. એ જ્ઞાનથી વિપરીત માત્ર શુભ-અશુભ ભાવ અથવા જ્ઞાનને પરમાં રોકવું તે અજ્ઞાન છે. એ અજ્ઞાન, આત્મજ્ઞાન (કે) જે મોક્ષનું કારણ છે, તેનાથી આ અજ્ઞાન વિપરીત ભાવ છે. આહાહા.! આવી વાતું છે. મુમુક્ષુ :- ચૌદ ગુણસ્થાન જીવસમાસ વાંચીએ ને ભણીએ તો. ઉત્તર :- એ જ્ઞાન અનંતવાર ભણ્યો. અભેદ દૃષ્ટિ કરી નહિ, અભેદનું જ્ઞાન કર્યું નહિ ત્યાં એ બધા થોથાં છે. મુમુક્ષુ :- અગિયાર અંગ ભણ્યો. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સમયસાર સિદ્ધિ-૬ ઉત્તર :- અગિયાર અંગ અનંત વાર ભણ્યો. એક આચારાંગમાં અઢાર હજાર પદ અને એક પદમાં એકાવર કરોડ જાજેરા શ્લોક, એવા અગિયાર અંગ પણ અનંતવાર ભણ્યો. આ.હા...! અને પંચ મહાવ્રત ને પાંચ સમિતિ, ગુપ્તિ વ્યવહાર પણ અનંત વાર કર્યા. એ તો રાગની ક્રિયા છે. શાસ્ત્રનું જ્ઞાન (કર્યું) એ તો પર તરફના લક્ષવાળું જ્ઞાન છે. આહા...હા...! એ પરના લક્ષમાં રોકાવાથી પોતાનું જે આત્મજ્ઞાન, જે આત્માના જ્ઞાનની સમ્યક પર્યાય, જે મોક્ષનું કારણ છે, એ જ્ઞાનને માત્ર પરમાં રોકવું, એ અજ્ઞાન છે અને એ જ્ઞાન સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. આહા..હા...! ઝીણી આકરી વાત છે, પ્રભુ ! મોક્ષનો માર્ગ ભગવાન જિનેશ્વરની અલૌકિક વાત છે ! એ કંઈ સાધારણ વાત નથી. આહાહા..! અનંતકાળમાં કદી કર્યું નથી. અનંત વાર દિગંબર સાધુ થયો પણ મિથ્યાદૃષ્ટિ (રહ્યો). રાગ કર્યો છે, મહાવ્રતનો રાગ એ આસવ, દુઃખ છે. તેને ચારિત્ર માન્યું અને તેને ધર્મ માન્યો. એવું જે આત્મજ્ઞાનથી વિરુદ્ધ જ્ઞાન એ અજ્ઞાન (છે), આત્મજ્ઞાનથી વિરુદ્ધ છે. આ...હા...! એકલું પરનું જ્ઞાન એ પોતાના સ્વરૂપના જ્ઞાનથી વિરુદ્ધ છે. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! વીતરાગ ધર્મ, વીતરાગ જિનેશ્વરદેવ ત્રિલોકનાથ ! તેમની વાત અલૌકિક એ જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાન નહિ, ત્રિકાળી આત્માનું જ્ઞાન જે મોક્ષના કારણરૂપ સ્વભાવ.. છે ? ‘તેને રોકનારું અજ્ઞાન છે.” જ્ઞાન પરમાં રોકાય ગયું એ અજ્ઞાન છે. આહાહા...! પોતાને જાણવું હતું એવું જે જ્ઞાન, તે જ્ઞાન એકલું પરમાં રોકાય ગયું એ અજ્ઞાન છે. એ અજ્ઞાન, જ્ઞાન (કે જી મોક્ષનું કારણ છે તેનાથી) વિપરીત ભાવ છે. આવી વાત છે. અહીં તો (અજ્ઞાનીઓ કહે), બહારથી આ કરો, આ કરો, દયા પાળો, વ્રત કરો. હવે એ તો બધી રાગની ક્રિયા છે અને રાગની ક્રિયામાં ધર્મ માનવો એ મિથ્યાજ્ઞાન અને મિથ્યાશ્રદ્ધા છે. આવી વાત છે, ભાઈ ! સમજાણું કાંઈ ? (જ્ઞાન) “મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.” જ્ઞાન એટલે આત્મજ્ઞાન, આત્માનું જ્ઞાન. ભગવાન સ્વરૂપ પ્રભુ ! તેનું જ્ઞાન, સમ્યકજ્ઞાન જે મોક્ષના કારણ(રૂપ) પર્યાય છે તેનાથી વિરુદ્ધ. “રોકનારું...” નામ વિરુદ્ધ. પરના જ્ઞાનમાં રોકાઈ ગયું તો પોતાના જ્ઞાનથી વિરુદ્ધ અજ્ઞાન છે. એ અજ્ઞાન પોતાના સમ્યકજ્ઞાનથી વિરુદ્ધ ભાવ છે. આહા...હા...! ભલે એકલું શાસ્ત્રનું જ્ઞાન હો, પણ પોતાના જ્ઞાનથી તે વિરુદ્ધ છે, પરલક્ષી જ્ઞાન છે. આહાહા...! ઈ શબ્દજ્ઞાન છે. એ આત્મજ્ઞાન નહિ. આહા...હા..! માર્ગ બહુ સૂક્ષ્મ, ભાઈ ! “તે તો પોતે કર્મ જ છે....” શું કહે છે ? કે, પોતાના સ્વરૂપનું જે જ્ઞાન છે, નિર્મળ પર્યાય થવી જોઈએ, તેને છોડી એકલા પરના જ્ઞાનમાં રોકાઈ ગયું, એ જ્ઞાન કર્મ છે. ખરેખર તો એ વિકારી ભાવ છે. આહાહા...! એ આત્માનું જ્ઞાન નહિ. શાસ્ત્રનું શાબ્દિક જ્ઞાન હો એ પણ અજ્ઞાન છે. આહાહા..! એકલું પરમાં રોકાઈ ગયું અને સ્વનું આત્મજ્ઞાન છે Page #185 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૧ થી ૧૬૩ ૧૬૭ એ પરમાં રોકાઈ ગયું એ પોતાના જ્ઞાનથી વિપરીત અજ્ઞાન છે. તો એ જ્ઞાનને રોકનારું અથવા જ્ઞાનથી વિરુદ્ધ એ અજ્ઞાન છે. આહા..હા...! આવી વાત, લ્યો ! પોતે કર્મ જ છે,... એ કાર્ય છે. વિકાર, અજ્ઞાન, ૫૨ને જાણવું એ સરખું જ કાર્ય છે, કર્મ જ છે, એ આત્મા નહિ. તેના ઉદયથી...’ માત્ર પરના જ્ઞાનમાં રોકાવાથી. તેના ઉદયથી (અર્થાત્) પ્રગટ થવાથી, પોતાનું જે આત્મજ્ઞાન છે એનાથી તે જ્ઞાન વિરુદ્ધ છે. આ..હા...! જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે.’ એ જ્ઞાન શબ્દે આત્માને અજ્ઞાનીપણું થાય છે. આહા..હા...! ભાષા કઈ જાતની ! ગ્રીક લેટિન જેવું નવું લાગે ! પેલા (અજ્ઞાનીઓ) કહે, જાત્રા કરો ને ભક્તિ કરો ને આ કરો, એનાથી ધર્મ (થશે). અહીં કહે છે કે, એમાં ધર્મ માનનારાને આત્મજ્ઞાનથી વિરુદ્ધ ભાવ છે, અજ્ઞાન છે. આહા..હા...! બે બોલ થયા. ત્રીજો. ‘ચારિત્ર....’ ત્રીજો બોલ. ‘ચારિત્ર...’ ચારિત્ર કોને કહે છે ? કે, પોતાનું શુદ્ધ સ્વરૂપ જે આનંદકંદ પ્રભુ છે, તેમાં લીન થવું, રમણતા કરવી, ચરવું, રમવું, જામી જવું. આ ચારિત્ર પર્યાયમાં, હોં ! આત્માનો ગુણ ચારિત્ર છે એ તો ત્રિકાળ છે, પણ એ ચારિત્રગુણમાં વર્તમાન પર્યાય એ ગુણમાં, આનંદમાં રમે (એ ચારિત્ર છે). આહા..હા..! અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ ! આહા..હા...! એમાં રમવું. રમવું ક્યારે થાય છે ? કે, જ્યારે તેનું જ્ઞાન થાય છે, દૃષ્ટિમાં – શ્રદ્ધામાં એ વસ્તુ આવી ગઈ હોય તો એમાં રમણતા થાય છે. એમાં જે રમણતા થાય છે તે ચારિત્ર. એ ચારિત્ર જે છે એ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. આ ચારિત્ર, હોં ! પંચ મહાવ્રતના પરિણામ (થાય) એ ચારિત્ર નથી. આ..હા...! એ તો અચારિત્ર છે. પણ અહીંયાં જે ચારિત્ર મોક્ષનું કારણ છે (તેની વાત છે). એ અચારિત્ર ભાવ ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે. આહા..હા...! પંચ મહાવ્રતના પરિણામ, વ્યવહાર સમિતિ, ગુપ્તિના ભાવ, એ જે આત્માનું ચારિત્ર છે, જે મોક્ષના કા૨ણ (રૂપ) સ્વભાવ છે, તેનાથી વિપરીત ભાવ છે. આહા.હા...! અચારિત્ર છે. પંચ મહાવ્રતના પરિણામ, વ્યવહાર અઠ્યાવીસ મૂળગુણાદિ એ બધું અચારિત્ર છે. એ ચારિત્રથી વિરુદ્ધ અચારિત્ર છે. એ ચારિત્રના ભાવથી વિરુદ્ધ ભાવ છે. આ..હા..હા...! આવું છે. અત્યારે તો ગડબડ ગડબડ એવી ચાલી છે બધી, ક્યાંય મૂળ તત્ત્વ આખી વાતને જ જગતે ફેરફાર કરી નાખ્યો. લોકોનો નવરાશ ન મળે અને માથે જે કહે ઈ જી..હા ! જી.. હા ! કરીને (માની લે). આ..હા....! - આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા વીતરાગદેવનું આ કથન છે. ‘કુંદકુંદાચાર્યદેવ’ ભગવાન પાસે સંવત ૪૯માં ગયા હતા. બે હજાર વર્ષ પહેલાં ! આઠ દિવસ ત્યાં રહીને અહીંયાં આવ્યા હતા. ‘કુંદકુંદાચાર્યદેવ’ દિગંબર સંત ! એ આવે છે ને ! મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમો ગણી, મંગલં કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલં’ એ ‘કુંદકુંદાચાર્યદેવ’ ત્યાં ભગવાન પાસે ગયા હતા. ભગવાન અત્યારે બિરાજે છે. સમવસરણમાં મહાવિદેહમાં બિરાજે Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સમયસાર સિદ્ધિ-૬ છે. બે હજાર વર્ષ પહેલાં કુંદકુંદાચાર્યદેવ’ ગયા હતા, ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા છે. આહા...હા...! ભાષા સમજાય છે ને, ભાઈ ! વાત ઝીણી છે, ભગવાન ! બહુ ઝીણું તત્ત્વ, પ્રભુ ! આ..હા...! તારી પ્રભુતા.. આહાહા...! આપણે ભજન નહોતું આવ્યું ? પંડિતજીએ નહોતું ગાયું? પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, પર કી આશ કહાં કરત પ્રીતમ, પર કી આશ કહાં કરે પ્રીતમ, કઈ બાતે તુમ અધુરા, પ્રભુ મેરે..” આ..હા...હા...! તુમ સબ વાતે પૂરા.. આહાહા...! અંદર ભગવાન આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા. એવી અનંત શક્તિનો ભંડાર ભગવાન આત્મા છે. પૂર્ણાનંદ પ્રભુઆત્મા છે. આહા..હા...! “પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા આ.હા..! ભજન છે. “પર કી આશ કહાં કરે પ્રીતમ' અરે. વ્હાલા પ્રભુ ! એ શુભના રાગ દયા, દાન ને પરની આશા રાખીને એનાથી ધર્મ થશે એમ માને છો), પ્રભુ ! તને શું થયું આ ? શું થયું તને ? “પર કી આશ કહાં કરે પ્રીતમ, કઈ વાતે તુમ અધૂરા પ્રભુ ! તું કઈ વાતે અધૂરો છે ? અંદર પૂર્ણાનંદ છે ને નાથ ! કેમ બેસે ? આહા..હા..! એ પૂર્ણ આનંદ અને પૂર્ણ સ્વભાવમાં રમવું, ચરવું, રમવું, આનંદનું ભોજન કરવું... આહાહા..! અતીન્દ્રિય આનંદનું વેદન કરવું એ ચારિત્ર (છે). એ ચારિત્ર. એ ચારિત્ર મોક્ષના કારણ (રૂ૫) સ્વભાવ છે. એ ચારિત્રથી વિરુદ્ધ પંચ મહાવ્રતના પરિણામ આદિ દયા, દાનના પરિણામ આદિ રાગ, એ ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે. આહાહા..! કહો, સમજાય છે કાંઈ? આહા..હા..! ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.” આ...હા...! ચારિત્ર એટલે શું ! બાપા ! સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન સહિત આત્માના આનંદમાં રમવું, ચરવું, જામી જવું. અતીન્દ્રિય આનંદનો અનુભવ – વેદન કરવું એ ચારિત્ર (છે). મુમુક્ષુ :- આ ચારિત્ર તો આઠમાં ગુણસ્થાને થાય ને ! ઉત્તર :- છઠ્ઠ ગુણસ્થાનથી ચારિત્ર છે, અંશે ચોથેથી છે. સ્વરૂપાચરણ ચારિત્ર સમ્યગ્દર્શનથી (શરૂ) થાય છે. આહા...હા..! આ ચારિત્ર સાતમાનું લીધું છે. સાતમાથી નીચે છછું આવે છે (ત્યારે) પંચ મહાવ્રતનો વિકલ્પ ઊઠે છે તો કહે છે કે, એ ચારિત્રથી વિપરીત ભાવ છે. આહા..હા...! અરે.રે...! સત્ય વાત સાંભળવા મળે નહિ. પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવ એમનો આ હુકમ છે કે, ચારિત્ર જે છે એ તો મોક્ષના કારણરૂપ પર્યાય સ્વભાવ છે, એ વીતરાગી પર્યાય છે. આ..હા...! ચારિત્ર જે છે... આત્મા જિનસ્વરૂપ છે, ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, મતમદિરા કે પાન સો મતવાલા સમજે ન” “ઘટ ઘટ અંતર જિન વસે પ્રભુ ! જિનસ્વરૂપી તું છો, ભગવાન એમ કરીને આચાર્ય બોલાવે છે. આ...હા...હા...! ભગવાન ! “ઘટ ઘટ અંતર જિનસ્વરૂપી” Page #187 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૬૧ થી ૧૬૩ ૧૬૯ તું છો ને પ્રભુ ! આહા.હા...! પૂર્ણ જિનસ્વરૂપી સ્વભાવ જિનસ્વરૂપ ન હોય તો વીતરાગ જિનસ્વરૂપની પર્યાય ક્યાંથી આવશે? આહા..હા..! સમજાણું કાંઈ ? તારું સ્વરૂપ જિનસ્વરૂપ છે એમાં રમવું એ વીતરાગી ચારિત્ર થયું. આહા..હા..! એ આપણે આવી ગયું હતું, નહિ? પરમ વીતરાગ ચારિત્રરૂપ શુદ્ધ ઉપયોગરૂપી ધર્મ. આવ્યું હતું ને ? આ.હા..હા..! પરમ વીતરાગ વીતરાગી ચારિત્ર. આહા..! બાપુ ! એવા) ચારિત્ર કહ્યાં છે)? પરમ વીતરાગી ચારિત્ર શુદ્ધ ઉપયોગ, દયા, દાન, વ્રતના પરિણામ તો અશુદ્ધ ઉપયોગ છે, એ તો મેલ છે. આહાહા..! આ જે શુદ્ધ ઉપયોગ, વીતરાગ ચારિત્રરૂપ શુદ્ધ ઉપયોગ એ ધર્મ ને ચારિત્ર છે. એ ચારિત્ર મોક્ષના કારણ (રૂ૫) સ્વભાવ છે. એનાથી વિરુદ્ધ જેટલા દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ આવે છે, ભાવ, એ બધું અચારિત્ર છે, એ ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે. આહા...હા...! “ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે....” કારણરૂપ ભાવ છે, સ્વભાવ છે. પછી આમાં – ભાવાર્થમાં ભાવ એવો અર્થ) કર્યો છે. કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર....” ભાવ કેમ કીધો ? પેલી પર્યાય છે ને ! કોક (એમ) માની ન લે કે, આ ત્રિકાળી સ્વભાવ છે. ત્રિકાળી સ્વભાવ તો શુદ્ધ ધ્રુવ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય છે, ધ્રુવ ! એમાં રમવું, આનંદમાં રમવું એ ચારિત્ર પર્યાય છે. એ ચારિત્રની પર્યાય મોક્ષનું કારણ છે. આ ચારિત્રની પર્યાય. વ્યવહાર પંચ મહાવ્રતના પરિણામ, પાંચ સમિતિ, ગુપ્તિનો ભાવ એ ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે. આહા..હા...! ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે અને અહીંયાં લોકો) ચારિત્ર માને છે. આહા..હા....! સમજાય છે ? ઝીણી વાત છે, બાપુ ! આહા..હા...! એનો માર્ગ અલૌકિક છે ! લૌકિક સાથે ક્યાંય મેળ ખાય એવો નથી. આહા..હા....! “ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. ભાવ છે, પર્યાય છે ને એટલે. કોઈ એમ માની ન લે કે, આ વળી ત્રિકાળી સ્વભાવ છે. તેને રોકનાર કષાય છે...” એ પુણ્ય અને પાપના ભાવ એ કષાય છે. ચાહે તો દયાનો, દાનનો, વ્રતનો, ભક્તિનો, પાંચ મહાવ્રતનો (ભાવ) એ કષાયભાવ છે, રાગ છે, કષાયભાવ છે. ચારિત્ર જે આત્માનું ચારિત્ર છે. જે વીતરાગી દશા, શુદ્ધ ઉપયોગ, ધર્મ તેનાથી આ રાગ એ વિરુદ્ધ છે, કષાય એનાથી વિરુદ્ધ છે. આહા...હા...! સમજાય છે ? ઝીણી વાત આવી છે, ભાઈ ! ગાથા જ એવી છે ત્યાં (શું થાય ?). પહેલી ત્રણ ગાથામાં એમ આવ્યું હતું કે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને ઘાત કરનાર છે. મિથ્યાત્વ, અવ્રત, વિકલ્પ અને પરનું જ્ઞાન એ ઘાત કરવાવાળા (છે). બીજી ગાથામાં એમ આવ્યું કે, પુણ્ય અને પાપ ભાવ, બંધસ્વરૂપ જ છે. બંધસ્વરૂપ જ છે તો બંધનું કારણ છે. આ ત્રણ ગાથામાં એમ આવ્યું કે, જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તારો નિર્મળ સ્વભાવ છે, પર્યાય, ત્રિકાળી સ્વભાવનો અનુભવ, દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એ જે મોક્ષનું કારણ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સમયસાર સિદ્ધિ-૬ છે, તેનાથી આ રાગ (ભાવ) એ વિપરીત ભાવ છે. સમકિતથી મિથ્યાત્વ વિપરીત છે, સમ્યકજ્ઞાનથી પરમાં રોકાયેલું જ્ઞાન (એવું) અજ્ઞાન વિપરીત છે, સ્વરૂપનું ચારિત્ર જે મોક્ષનું કારણ છે તેનાથી કષાય વિપરીત છે. ચાહે તો પંચ મહાવ્રતનો શુભ રાગ હો પણ એ ચારિત્રથી વિપરીત છે. આહા..હા...! આવું છે. ભગવાનની વાણી આવી છે. આ..હા...! કુંદકુંદાચાર્યદેવ” પ્રભુ પાસે ગયા હતા. સંવત ૪૯ ! આ કુંદકુંદાચાર્યદેવ' ! અને આ ટીકા છે “અમૃતચંદ્રાચાર્યદેવની. એક હજાર વર્ષ પહેલા થયા. ભગવાન કુંદકુંદાચાર્યદેવ' બે હજાર વર્ષ પહેલા થયા અને ટીકા કરવાવાળા ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ હજાર વર્ષ પહેલા થયા. એમની આ ટીકા છે. આહાહા...! સમજાય છે ? આ તો ‘પદ્મપ્રભમલધારીદેવ છે. નિયમસારની ટીકા કરનાર. આ બાજુ પદ્મપ્રભમલધારીદેવ’ દિગંબર સંત મુનિ ! આ..હા..હા...! અહીંયાં કહે છે કે, ચારિત્ર જે છે એ તો મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. શું ? ચારિત્ર કોને કહેવું ? કે, ચારિત્ર નામ ચરવું, રમવું. ભગવાન આત્માના દર્શન થયા છે અને જ્ઞાન થયું છે, તો જ્ઞાનમાં જે પૂર્ણાનંદ ચીજ જાણવામાં આવી તેમાં રમવું, લીન થવું, ચરવું, અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન પ્રગટ કરવું તેનું નામ ચારિત્ર છે. એ ચારિત્ર મોક્ષના કારણરૂપ સ્વભાવ છે અને એનાથી આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ કષાય છે, રાગ છે. એ ચારિત્રથી વિરુદ્ધ છે. આહાહા...! તેને રોકનાર કષાય છે...” પણ કષાય કોને કહેવો ઈ હજી ખબર ન મળે. ઈ પંચ મહાવ્રતના પરિણામ (કર્યા) એટલે જાણે એ તો ચારિત્ર (થઈ ગયું). પણ એ કષાય છે, રાગ છે, વિકલ્પ છે. આહાહા...! આ.હા...! મુમુક્ષુ – મહાવ્રત તો મોટા પુરુષો પણ ધારણ કરે છે. ઉત્તર :- ઈ તો અંદર સ્થિરતા છે, ત્રણ કષાયના અભાવની એ ભૂમિકામાં આવો વ્યવહાર હોય એમ કરીને એને મોટા પુરુષો (ધારણ કરે છે. એમ કહ્યું. મોટા પુરુષને મોટા મહાવત છે ને ! પણ કોણ ? અંદર ભગવાન અતીન્દ્રિય આનંદનો સાગર ઉછળે છે, તેનું દર્શન, જ્ઞાન અને ચારિત્ર થયા... આહા...હા...! સમજાણું કાંઈ ? તેની સાથે જે પંચ મહાવ્રતના વિકલ્પ છે એ વ્યવહાર (છે). એમાં સ્થિરતાની પ્રશંસા કરવા માટે મહાવ્રતને મોટા કર્યા છે. આ..હા.. બાકી મહાવ્રત, પંચ મહાવ્રત છે (એ તો રાગ છે). ઈ આવશે. હવેના શ્લોકમાં એ આવશે. કળશમાં છે ભઈ ! મિથ્યાષ્ટિનું જે યતિપણું છે, વ્યવહાર રત્નત્રય બંધનું કારણ છે અને સમ્યક્રદૃષ્ટિના જે વ્યવહાર રત્નત્રયના પરિણામ છે એ એને મોક્ષનું કારણ છે, એમ છે નહિ. સમ્યક્દૃષ્ટિનો શુભ ભાવ હો કે મિથ્યાદૃષ્ટિનો (હો), ઈ બંધનું જ કારણ છે. છે ને એમાં ? એ શ્લોક હવે આવશે. આ શ્લોક છે ને ? ૧૧૦ મો શ્લોક આવશે. જુઓ ! એમાં છે. આમાં – “કળશટીકા' ! Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ગાથા-૧૬૧ થી ૧૬૩ ‘અહીં કોઈ ભ્રાંતિ કરશે કે મિથ્યાષ્ટિનું યતિપણું ક્રિયારૂપ.... પંચ મહાવ્રતાદિ ક્રિયારૂપ ‘બંધનું કારણ છે, સમ્યફદૃષ્ટિનું છે જે યતિપણું...” શુભ ભાવ પંચ મહાવ્રતાદિ એ “શુભ ક્રિયારૂપ, તે મોક્ષનું કારણ છે.” એમ કોઈ અજ્ઞાની માને છે. “કારણ કે આત્માનું) અનુભવજ્ઞાન તથા દયા, વ્રત, તપ, સંયમરૂપ ક્રિયા બંને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે.” એમ કેટલાક અજ્ઞાની માને છે. “આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. કળશની રાજમલજીની ટીકા છે. ત્યાં સમાધાન આમ છે કે – જેટલી શુભ-અશુભ ક્રિયા આ..હા..હા.! ચાહે તો હિંસા, જૂઠું, ચોરીના ભાવ, ચાહે તો દયા, દાન, વ્રત, સંયમ, શીલના ભાવ (હો), આહા...! દયા, દાન, વ્રત, તપ, સંયમના વિકલ્પ. “બહિર્શલ્પરૂપ વિકલા અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધસ્વરૂપનો વિચાર ઈત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે. સમ્યક્દષ્ટિ-મિથ્યાષ્ટિનો એવો ભેદ તો કાંઈ નથી; એવા કરતૂતથી (કૃત્યથી) એવો બંધ છે....... આહાહા...! “શુદ્ધસ્વરૂપ પરિણમનમાત્રથી મોક્ષ છે.’ આહાહા...! લખાણ મોટું છે, આખા બે પાના ભર્યા છે. (આપણે) હવેનો શ્લોક આવશે ને ! ૧૧૦ માં આવશે. હવે ૧૦૯ આવશે પછી ૧૧૦ માં આવશે. એમાં એ છે. આહાહા.! ચારિત્ર જે આત્માના આનંદમાં રમવું, અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન કરવું, પ્રચુર વેદન ! અલ્પ વેદન તો સમકિતીને પણ ચોથે ગુણસ્થાને હોય છે પણ જેને સાચું મુનિપણું હોય છે એમને અતીન્દ્રિય આનંદ પ્રચુર હોય છે. અતીન્દ્રિય આનંદ જે અંદર સ્વરૂપમાં છે, એ પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન થાય છે એ ચારિત્ર છે. એ ચારિત્ર મોક્ષના કારણરૂપ સ્વભાવ છે, એને રોકનાર આ કષાય છે. આહાહા...! એનાથી વિરુદ્ધ તો પુણ્યભાવ છે. આહા...હા...! એ ચારિત્ર જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે એનાથી વિરુદ્ધ ભાવ, અંદર કહ્યા ને ! દયા, દાન, વ્રતાદિ ભાવ, એ બધા.. આ હા...કષાય છે. તે તો પોતે કર્મ જ છે.” એ કષાય તો કર્મ જ છે, એ કંઈ આત્મા નહિ. આ.હા...હા...! આકરું કામ બહુ, ભાઈ ! દરકાર ક્યાં છે ? એમને એમ જગતમાં જ્યાં જન્મ્યો એમાં જે કોઈ માથે બેઠા હોય (એણે જે કહ્યું એ હા પાડી. જાવ ! જિંદગી પૂરી. આ..હા..! ચાર ગતિમાં રખડવું છે, બાપુ ! ચોરાશી લાખ યોનિ ! એક એકમાં અનંતવાર અવતાર કર્યા. મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્રને કારણે). આહાહા...! એ અહીંયાં કહે છે કે, ચારિત્ર જે છે સ્વરૂપમાં ચરવું, આનંદમાં રમવું એવી જે ચારિત્રની દશા એ તો મોક્ષનું કારણ છે, એનાથી વિપરીત કષાય ભાવ છે. ચાહે તો વ્રત, તપ, દયા, દાનના વિકલ્પ ઊઠે છે એ ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે.. આ..હા..! એ કષાય છે. તે તો પોતે કર્મ જ છે....” એ આત્મા નહિ. એ તો સ્વયે રાગ કર્મ જ છે. આહા..હા...! ભાવકર્મ ! ‘તેના ઉદયથી જ જ્ઞાનને અચારિત્રપણું થાય છે. રાગના ઉદયથી જ, પ્રગટપણાથી Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સમયસાર સિદ્ધિ-૬ જ સ્વરૂપની વીતરાગ ચારિત્ર દશા (થવી જોઈએ તે ન થતાં)... આ..હા...! તેનાથી આત્માને અચારિત્રપણું થાય છે. જ્ઞાન એટલે આત્મા લેવો. તેના ઉદયથી આત્માને અચારિત્રપણું થાય છે. આહા..હા...! ચાહે તો લાખ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને અનંત વા૨ ક૨ે પણ એ ભાવ રાગ છે, એ ચારિત્રભાવથી વિપરીત ભાવ છે. અચારિત્ર ભાવ છે, કષાય ભાવ છે, કર્મ છે, સ્વયં કર્મ છે. આ..હા...! તેના ઉદયથી... એવા કષાયના ભાવને કારણે ‘જ્ઞાન...’ નામ આત્માને ‘અચારિત્રપણું થાય છે.’ અહીંયાં જ્ઞાન એટલે આત્મા લેવો. આ..હા....! સમજાણું કાંઈ ? તેથી ‘(કર્મ) પોતે મોક્ષના કારણના...’ સ્વયં મોક્ષનું કારણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર જે નિર્મળ નિર્વિકલ્પ અનુભવ આદિ, તે કારણના તિરોધાયિભાવસ્વરૂપ...' (અર્થાત્) તેનાથી વિરુદ્ધ ભાવસ્વરૂપ. મોક્ષના કારણરૂપ સ્વભાવથી વિરુદ્ધ ભાવ સ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.’ એ ક્રિયાકાંડનો રાગ તે ધર્મ નથી એમ નિષેધ કર્યો છે. આહા..હા...! અંદર છે કે નહિ ? (શ્રોતા :– એમાં તો છે પણ આપ સમજાવો ત્યારે સમજાય છે). આ તો ઓગણીસમી વાર ચાલે છે. ‘સમયસાર’ (ઉપ૨) પહેલેથી (છેલ્લે સુધી) અઢાર વખત તો વ્યાખ્યાન થઈ ગયા છે. અઢાર.. અઢાર, ઓગણીસમી વાર ચાલે છે. અહીં તો ૪૪ વર્ષ થયા. જંગલમાં ! ૪૪ વર્ષ (થયા) અને ૪૫ મું ચાલે છે. પિસ્તાલીસ વર્ષે આવ્યા હતા, નેવુંમું વર્ષ ચાલે છે, શરીરને ! શરીરને નેવું, હોં ! આત્માને નહિ, આત્મા તો અનાદિઅનંત છે. આ..હા..હા..! અહીં તો ૪૪ વર્ષથી અઢાર વાર તો સભામાં વંચાઈ ગયું. આ ઓગણીસમી વાર ચાલે છે. વ્યાખ્યાન પણ થઈ ગયા છે, એક પુસ્તક થઈ ગયું છે. બાવીસ-ત્રેવીસ લાખ તો પુસ્તક છપાય ગયા છે. હવે મુંબઈ”માં ઘણા પુસ્તક છપાશે. ત્યાં સાત લાખ રૂપિયા ભેગા કર્યાં ને ! નેવુમી જન્મજ્યંતી ! વૈશાખ સુદ બીજ, આજે તો ચોથ છે. એક મહિનો ને બે દિ થઈ ગયા. મુંબઈ’ ! એક સાત લાખ કાઢ્યા છે, એમાંથી વ્યાખ્યાનના પુસ્તક બનશે. આહા..હા...! અરે.....! આવી વાત સંપ્રદાયનો આગ્રહ હોય એને આકરું લાગે. અરે......! આ શું ? બાપુ ! બધી ખબર છે, ભાઈ ! આહા..હા...! = ભાવાર્થ :- સમ્યગ્દર્શન, (સમ્યક્) જ્ઞાન અને (સમ્યક્) ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે...’ પેલો સ્વભાવ કીધો હતો ને ! એટલે કો'ક એ સમજી ન જાય કે, ત્રિકાળી(ની વાત) છે. એટલે પંડિતજીએ ‘ભાવ’ (શબ્દ) લખ્યો. આ..હા...! માથે ‘સ્વભાવ’ (શબ્દ) આવ્યો હતો ને ! એટલે પાછું કોઈ ત્રિકાળી ન સમજી જાય. આ..હા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ વર્તમાન નિર્મળ પર્યાયરૂપ ભાવ છે. મોક્ષનો માર્ગ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે એ વર્તમાન શુદ્ધ નિર્મળ પર્યાયરૂપ ભાવ છે. ત્રિકાળી ભગવાન ધ્રુવ છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્ ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની જે ઉત્પાદરૂપ પર્યાય થઈ એ તો પર્યાયરૂપી ભાવ છે અને Page #191 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૬૧ થી ૧૬૩ ૧૭૩ પર્યાય સિવાય ધ્રુવ જે છે એ તો ત્રિકાળી ધ્રુવ સત્ ત્રિકાળ વસ્તુ પડી છે. એ સ્વભાવ સ્વરૂપ, સ્વભાવનો પિંડ, સ્વભાવનો ગંજ, સ્વભાવનું આખું પોટલું છે. આ...હા..હા...! પ્રભુ ! અંદર ધ્રુવ છે. એ ‘તત્ત્વાર્થ સૂત્રમાં આવે છે ને ! ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્. તો આ ચારિત્ર પર્યાય છે એ ઉત્પાદ છે. વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય છે, એ મોક્ષનો માર્ગ છે અને એ પર્યાય ધ્રુવ જે સ્વરૂપ છે તેના આશ્રયે થાય છે. એ ચારિત્રથી વિપરીત જે વિકલ્પ – રાગ ઊઠે છે (તે બંધનું કારણ છે). આમાં (‘–કળશટીકા'મા) બહુ આવ્યું છે, શુદ્ધ (સ્વરૂપનો) વિચાર કરે એ વિકલ્પ પણ બંધનું કારણ છે. આહા..હા...! આમાં બહુ નાખ્યું છે). વાંચ્યું ને હમણાં એમાં. “રાજમલજીએ બહુ સ્પષ્ટ કર્યું છે. ભાવાર્થ – સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે તેમનાથી વિપરીત મિથ્યાત્વાદિ ભાવો છે.” આ લેવું છે ને ! મિથ્યાત્વ, અજ્ઞાન અને અચારિત્ર એ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ભાવથી, એ ત્રણ ભાવ વિપરીત ભાવ છે. આહા..! પહેલાં એ બધું કહેવાય ગયું. “કર્મ તે મિથ્યાત્વાદિ ભાવો-સ્વરૂપ છે.” એ કર્મ જ મિથ્યાત્વાદિ સ્વરૂપ છે. એ આત્મા નહિ. પુણ્ય અને પાપના ભાવ એ કર્મસ્વરૂપ જ છે. ‘આ રીતે કર્મ...” એટલે વિકારી ભાવ “મોક્ષના કારણભૂત ભાવોથી.” મોક્ષના કારણરૂપ ભાવથી (એટલે) પર્યાયથી વિપરીત ભાવો-સ્વરૂપ છે. લ્યો છે ? આહા...હા...! આકરું કામ બહુ. અહીં તો થોડા વ્રત લ્યો ને અપવાસ કરો એટલે થઈ ગયું ! ભાઈ ! સાંભળ તો ખરો પ્રભુ ! એ તો વિકલ્પ છે, રાગ છે અને એ રાગ છે તે મોક્ષના કારણ (રૂપ) સ્વભાવ ભાવથી વિપરીત ભાવ છે. આહા...હા! છે કે નહિ અંદર ? “સોનગઢનું નથી આ. મુમુક્ષુ :- ભગવાનનું છે. ઉત્તર :– ભગવાન આમ કહે છે. ત્રણલોકનો નાથ “સીમંધર પરમાત્મા ગણધરો અને ઇન્દ્રોની વચ્ચે પરમાત્માની દિવ્યધ્વનિ આ આવી છે. સમજાણું કાંઈ ? આહા..હા..! આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવો-સ્વરૂપ છે. પહેલાં ત્રણ ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું-સમ્યત્વાદિનું-ઘાતક છે.” સમકિત આદિના ઘાતક છે. પહેલી ત્રણ ગાથા – ૧૫૭, ૧૫૮, ૧પ૯, ઈ ત્રણ. પછી ૧૬૦ એક, ૧૬ ૧, ૧૬ ૨, ૧૬૩ ત્રણ. (એમ) સાત ગાથામાં (આ સિદ્ધ કર્યું. પહેલાં ત્રણ ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ..” એટલે વિકારી ભાવ એ “મોક્ષના કારણરૂપ ભાવોનું-સમ્યક્ત્વાદિનું-ઘાતક છે. આહા..હા.! “પછીની એક ગાથામાં એમ કહ્યું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે.” ૧૬૦ (ગાથા). એ પુણ્ય અને પાપના ભાવ કર્મસ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે જ નહિ, બંધસ્વરૂપ છે. આહા..હા..! બંધના કારણરૂપ ભાવ એ બંધસ્વરૂપ જ છે. પંચ મહાવ્રતાદિ પરિણામ બંધસ્વરૂપ છે. (આવું સાંભળીને) રાડ નાખે. આહાહા...! Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સમયસાર સિદ્ધિ-૬ આ છેલ્લી ત્રણ ગાથાઓમાં આ ચાલી તે. ‘કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવોસ્વરૂપ છે.” જોયું? કર્મ જે પુણ્ય-પાપના ભાવ છે એ મારા છે એવો મિથ્યાત્વ ભાવ, પરનું જ્ઞાન એવું અજ્ઞાન અને રાગ-દ્વેષ ભાવ, એ ત્રણે “મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવોસ્વરૂપ છે.” એ કર્મ જે વિકારી ભાવ છે, એ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવસ્વરૂપ છે. આહાહા..! “મિથ્યાત્વાદિસ્વરૂપ છે.” વિરોધી ભાવોસ્વરૂપ છે એટલે ? મિથ્યાત્વાદિસ્વરૂપ છે. આહાહા..! એ પુણ્ય પરિણામમાં ધર્મ માનવો એ મિથ્યાત્વ ભાવસ્વરૂપ સમ્યગ્દર્શનથી વિપરીત ભાવ છે અને એ રાગને જ જાણવો અને પરને જાણવામાં જ્ઞાનને રોકવું એ અજ્ઞાન છે. એકલું પપ્રકાશકજ્ઞાન છે. એ સ્વનું જ્ઞાન જે થયું તે જ્ઞાનથી એ ભાવ – અજ્ઞાન વિરુદ્ધ છે. અને સ્વરૂપની ચારિત્ર દશા છે તેનાથી રાગ કષાય ભાવ વિરુદ્ધ છે. આ પ્રમાણે એમ બતાવ્યું કે કર્મ મોક્ષના કારણનું ઘાતક છે....” (પહેલી) ત્રણ ગાથા. બંધ સ્વરૂપ છે.” ૧૬૦ (ગાથા). બંધના કારણસ્વરૂપ છે,” એ આ ૧૬ ૧, ૧૬ ૨, ૧૬૩ (ગાથામાં કહ્યું). આહાહા..! માર્ગ તો બાપા...! આ..હા...હા...! અનંત અનંત કાળ ચોરાશીના અવતાર કરતા કરતા કરતા દ્રવ્યલિંગ એટલી વાર ધારણ કર્યું, જૈન દિગંબર સાધુ (થયો), સમ્યગ્દર્શન અનુભવ વિના. રાગથી ભિન્ન ભગવાન છે તેના સમ્યગ્દર્શન વિના દ્રવ્યલિંગ એટલી વાર ધારણ કર્યું કે, પછી (આકાશના) દરેક પ્રદેશે અનંત વાર જન્મ્યો. ‘ભાવપાહુડમાં આવ્યું છે. દ્રવ્યલિંગ ધારણ કરી મુનિવ્રત પંચ મહાવ્રત ધારણ કર્યા એ દ્રવ્યલિંગ છે, એ વસ્તુ આત્મા નહિ. નગ્નપણું, પંચ મહાવ્રત એવા દ્રલિંગ તો અનંત વાર ધારણ કર્યા અને અનંત વાર ધારણ કર્યા પછી પણ આ લોકના દરેક પ્રદેશમાં અનંત વાર જન્મ-મરણ થયા. આહા...હા....! એટલી વાર પહેલા પણ અનંત વાર દ્રવ્યલિંગ ધારણ કર્યું. મહાવ્રતાદિ અનંત વાર લીધા પણ એમાં ધર્મ માન્યો અને એ મહાવ્રતના પરિણામને ચારિત્ર માન્યું... આહાહા...! અને દેવ-ગુરુધર્મની શ્રદ્ધા એ રાગ છે તેને સમકિત માન્યું અને શાસ્ત્રનું જ્ઞાન () પરશેય નિષ્ટ છે તેને પોતાનું જ્ઞાન માન્યું. આહા..હા...! જરી મગજને કેળવવું પડે એવું છે, બાપુ ! આ કાંઈ વાર્તા નથી, આ કાંઈ કથા નથી. આ તો ત્રણલોકના નાથ સર્વજ્ઞ ભગવાનની વાણી છે. અત્યારથી ચાલતી બધી (વાતથી) ઊંધી છે. આહા...હા...! તમારા “લાડનૂમાં તો પેલા એક તેરાપંથી છે. “તુલસી” ! ક્યાંના છે ઈ? લાડનૂના ખબર છે. સ્થાનકવાસીમાં તુલસી છે. વિપરીત માન્યતા, મોટી વિપરીત (માન્યતા). ખબર છે ને ! “લાડન્’ તો અમે બે વાર આવ્યા છીએ. આહા...હા...! એ “તુલસી આવ્યા હતા પણ અહીં આવ્યા નહિ. અહીં આવે નહિ, કેમકે વિપરીત માન્યતા ને ! એ બધી ક્રિયાકાંડમાં ધર્મ માનનારા. એને અધ્યાત્મ માનનારા. આ ક્રિયા કરવી, વ્રત ને એ બધું અધ્યાત્મ છે. આહા...હા...! અહીં કહે છે કે, એ અધ્યાત્મ નહિ, એ તો કર્મ છે. આહા..હા...! બહુ આકરું કામ, ભાઈ ! Page #193 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૧ થી ૧૬૩ ૧૭૫ ભગવાન અંદ૨ સચ્ચિદાનંદ પ્રભુ ! અનંત ગુણથી પરિપૂર્ણ ભરેલો પ્રભુ અંદર છે. એવા અનંત આત્માઓ છે. ૫૨માત્મા સર્વજ્ઞદેવ જિનેશ્વરદેવે તો એમ કહ્યું કે, બધા જીવ જિનસ્વરૂપે છે. અર્થાત્ સર્વ જીવ સિદ્ધ સમાન છે. ‘નિયમસા૨’માં આવ્યું છે, ‘નિયમસાર’ ! કુંદકુંદાચાર્યદેવે” ‘નિયમસાર'માં કહ્યું ને (કે), મારી માટે મેં બનાવ્યું છે. એમાં આવ્યું છે. ‘નિયમસાર’ ! સર્વ જીવ સિદ્ધ સમાન છે. સિદ્ધ સમાન સ્વરૂપ ન હોય તો સિદ્ધપણું પર્યાયમાં આવશે ક્યાંથી ? આહા..હા...! અહીંયાં તો રાગની ક્રિયા થાય તેને) અમારે ધર્મ થયો માને. મિથ્યાત્વ થયું છે અને એ મિથ્યાત્વના ભાવમાં તો અનંતા સંસારનો ગર્ભ છે. ગર્ભ છે એમાં, અનંતા જન્મ-મરણની ઉત્પત્તિનો એ ગર્ભ છે. એમાંથી ઉત્પત્તિ થશે. આહા..હા...! આવ્યું ? આ પ્રમાણે એમ બતાવ્યું કે કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધસ્વરૂપ છે અને બંધના કારણસ્વરૂપ છે, માટે નિષિદ્ધ છે. અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહિ...' હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના એ તો એકલા પાપ છે. એ તો અશુભ કર્મ છે, તેની તો અહીં વાત જ નથી, એ તો પાપ છે. અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહિ, બાધક જ છે,...' એ અશુભ ભાવ તો વિઘ્ન કરનાર છે. તેથી નિષિદ્ધ જ છે;... નિષિદ્ધ જ છે. પરંતુ શુભ કર્મ પણ કર્મસામાન્યમાં આવી...’ જાય છે. શુભ પરિણામ એ કર્મ સામાન્યમાં એ શુભભાવ આવી ગયા. આહા..હા...! એ શુભકર્મ કહો કે શુભભાવ કહો. ચા૨ બોલ આવ્યા હતા ને ! એ સામાન્યમાં આવી જાય છે તેથી ‘તે પણ બાધક જ છે...’ એ શુભકર્મ અને શુભકાર્ય પણ વિઘ્ન કરનાર છે. આહા..હા...! આવું આકરું પડે. નવરાશ ન મળે, આખો દિ' ધંધા, બાયડી, છોકરા. એકાદ કલાક, બે કલાક મળે (અને) સાંભળવા જાય ત્યાં એવી વાતું કરે કે એને સમજાય કે, આ દયા પાળો, આ વ્રત કરો, આ અપવાસ કરો. અહીં કહે છે કે, એ બધું કરવું કરવાનો જે વિકલ્પ રાગ છે એ તો વિકાર છે, એ આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, ભાઈ ! આહા..હા...! લ્યો ! ‘એમ જાણવું.’ શું કહ્યું ઈ ? કે, અશુભભાવ જે છે એ તો નિષિદ્ધ જ છે. આ..હા...! કેમકે એ તો બાધક જ છે, પણ શુભભાવ પણ (બાધક જ છે). શુભ-અશુભ કર્મ – ભાવનો નિષેધ કર્યો તો એમાં શુભભાવ પણ આવી ગયો. તેથી તે પણ બાધક જ છે. શુભભાવ પણ વિઘ્ન ક૨ના૨ છે. તેથી નિષિદ્ધ જ છે એમ જાણવું.' કળશ વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !) — Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ २००४-१०८ ( शार्दूलविक्रीडित ) संन्यस्तव्यमिदं समस्तमपि तत्कर्मैव मोक्षार्थिना संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा । सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भवन् नैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति । । १०९ ।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :सोअर्थ :- (मोक्षार्थिना इदं समस्तम् अपि तत् कर्म एव संन्यस्तव्यम्) भोक्षार्थीओ खा सघणुंय उर्भमात्र त्यागवा योग्य छे. (संन्यस्ते सति तत्र पुण्यस्य पापस्य वा किल का कथा) भ्यां समस्त अर्भ छोडवामां आवे छे त्यां पछी पुण्य हे पापनी शी वात ? (કર્મમાત્ર ત્યાજ્ય છે ત્યાં પુણ્ય સારું અને પાપ ખરાબ એવી વાતને ક્યાં અવકાશ છે ? दुर्भसामान्यभां जन्ने खावी. गयां.) (सम्यक्त्वादिनिजस्वभावभवनात् मोक्षस्य हेतुः भवन्) समस्त કર્મનો ત્યાગ થતાં, સમ્યક્ત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે થવાથી—પરિણમવાથી મોક્ષના आरएात्भूत थतुं, (नैष्कर्म्यप्रतिबद्धम् उद्धतरसं) निष्ठुर्भ अवस्था साथै भेनो उद्धत (–352) रस प्रतिबद्ध अर्थात् संगायेलो छे खेवुं (ज्ञानं) ज्ञान (स्वयं) आपोआप (धावति) होडयुं खावे छे. समयसार सिद्धि-६ — ('समयसार') १०८ श. ભાવાર્થ :– કર્મને દૂર કરીને, પોતાના સમ્યક્ત્વાદિસ્વભાવરૂપે પરિણમવાથી મોક્ષના કારણરૂપ થતું જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે, ત્યાં પછી તેને કોણ રોકી શકે ? ૧૦૯, प्रवयन नं. २४० श्लोड - १०८, ११० बुधवार, भेड सुह ५, ता. 3०-०५-१८७८ संन्यस्तव्यमिदं समस्तमपि तत्कर्मैव मोक्षार्थिना संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा। सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भवन् नैष्कर्म्य प्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति । । १०९ ।। Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૦૯ ૧૭૭ શું કહે છે ? જુઓ ! (મોક્ષાર્થના રૂટું સમરતમ્ બપિ તત્ ર્મ કવ સંન્યરતવ્ય) મોક્ષાર્થીએ.” “રાજમલજી’ની ટીકામાં એમ કહ્યું છે કે, મોક્ષાર્થી (એટલે) જેને મોક્ષની અભિલાષા છે, જેને અતીન્દ્રિય આનંદનો અનુભવ થયો હોય. અતીન્દ્રિય આનંદના અભિલાષીને “કળશટીકા'માં મોક્ષાર્થી કહે છે. “રાજમલજીની ટીકા છે ને ! ૧૦૯ (કળશ). મોક્ષાર્થી – “સાળકર્મક્ષયલક્ષણ મોક્ષ – અતીન્દ્રિય પદ, તેમાં જે અનંત સુખ તેને ઉપાદેય અનુભવે છે.” અતીન્દ્રિય આનંદ મોક્ષમાં છે, એ અતીન્દ્રિય આનંદ જે અનુભવે છે તે જીવ. આહા..! મોક્ષનો અભિલાષી – મોક્ષાર્થીનો અર્થ એ છે). આત્માનો જે અનંત આનંદ છે, સહજ સ્વરૂપ, તેનો અનુભવ થઈ ઉપાદેયપણે માને છે... આહાહાતે જીવ મોક્ષાર્થીની વ્યાખ્યા મોટી લાંબી છે. (અહીંયાં કહે છે), “મોક્ષાર્થીએ આ સઘળુંય કર્મમાત્ર ત્યાગવા યોગ્ય છે. પુણ્ય અને પાપના ભાવ બધુ ત્યાગવા યોગ્ય છે. આહાહા...! ચાહે તો હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, કામ, ક્રોધ હો કે ચાહે તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા એ બધા ભાવ બંધના કારણ છે. આહા..હા..! “મોક્ષાર્થીએ....” અનંત આનંદ, સુખને ઉપાદેયપણે અનુભવે છે એવા મોક્ષાર્થીએ “સઘળુંય કર્મ.” કર્મ શબ્દ શુભાશુભ. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા એ બધું “ત્યાગવા યોગ્ય છે.” એ ધર્મ નહિ. આહા...હા...! (સંન્યસ્તે સતિ તત્ર પુખ્ય પાચ વા વિરુન વI 5થા) “જ્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે. આહાહા...! જ્યાં સમસ્ત પુણ્ય અને પાપના ભાવનો ત્યાગ કરવામાં આવે છે ત્યાં પછી પુણ્ય કે પાપની શી વાત ?” કે, પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે. રાત્રે તમારો સમાનજાતિનો પ્રશ્ન થયો હતો ને એ હું સમજ્યો નહોતો. સમાનજાતિ તો અહીંયાં લેવાનું છે. દ્રવ્ય અને ગુણ સમાનજાતિમાં લેવાનું છે. અહીં દ્રવ્ય-પર્યાય લેવું છે ને ! દ્રવ્ય-પર્યાય લેવું છે ને ! આ...હા...! અહીંયાં કહે છે કે, જેને આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ (છે), તેને અનુભવમાં ઉપાદેય તરીકે જાણે છે, એવા મોક્ષાર્થીને પુણ્ય અને પાપ બેય ભાવ કર્મરૂપ છે માટે ત્યાગવા યોગ્ય છે. તેમાં વળી આ પુણ્ય ઠીક અને પાપ અઠીક, એવી વાત ક્યાં છે ? બેય બંધના કારણ છે. આહા...હા..! વ્રત ને તપ, દયા ને દાન, પૂજા ને ભક્તિ , હિંસા ને જૂઠું, ચોરી ને વિષયવાસના, બધું કર્મ વિકાર છે, એ ત્યાગવા યોગ્ય છે. આહા...હા....! ‘ત્યાં પછી પુણ્ય કે પાપની શી વાત ?’ કે, પુણ્ય શુભભાવ વ્રત, તપાદિ ઠીક છે એવી વાત ક્યાં આવી ? એમ કહે છે. આહા..હા...! “કર્મમાત્ર ત્યાજ્ય છે ત્યાં પુણ્ય સારું અને પાપ ખરાબ – એવી વાતને ક્યાં અવકાશ છે ? આહાહા...! ઝીણી વાત, પ્રભુ ! શુદ્ધ ચૈતન્ય પરમાનંદની મૂર્તિ પ્રભુ આત્મા ! તેનું જેને શુદ્ધ પરિણમન કરવું છે અને પૂર્ણ પરિણમનનો અભિલાષી છે, તેને તો પુણ્ય-પાપમાં પુણ્ય ઠીક અને પાપ અઠીક, એવું કાંઈ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સમયસાર સિદ્ધિ-૬, છે જ નહિ. બન્ને છોડવા યોગ્ય છે. આહા...હા...! મુમુક્ષુ :- પુણ્ય તો સિદ્ધમાં છૂટે છે. ઉત્તર :- નહિ, પહેલેથી જ દૃષ્ટિમાંથી છોડવું. પછી શુદ્ધ ઉપયોગ પૂર્ણ થશે ત્યારે એ અસ્થિરતામાંથી છૂટી જશે. પણ દૃષ્ટિમાંથી તો પહેલા છોડવું. શ્રદ્ધામાંથી તો પહેલા જ છોડવું. પછી જ્યારે શુદ્ધ ઉપયોગ પૂર્ણ થશે ત્યારે એ શુભ પરિણામ ઉત્પન્ન નહિ થાય. પણ અહીંયાં તો પહેલેથી શ્રદ્ધામાં પુણ્ય અને પાપ બને ત્યાગવા યોગ્ય છે અને ત્રિકાળી આનંદ સ્વરૂપ જ ઉપાદેય છે, એમ પહેલેથી શ્રદ્ધામાં લેવું. આ..હા...! એવી વાત છે, ભાઈ ! ઝીણી વાત છે, બાપા ! વીતરાગમાર્ગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ ! એ વીતરાગ ભાવમાં મોક્ષમાર્ગ કહે છે. રાગમાં મોક્ષમાર્ગ નથી કહેતા). આહાહા...વીતરાગ છે, સર્વજ્ઞ પરમાત્મા છે. એ વીતરાગ કેમ થયા? કે, વીતરાગ ભાવથી વીતરાગ ભાવ થયો. રાગની ક્રિયાથી વીતરાગ ભાવ નથી થતો. આ.હા..હા...! શુભ કે અશુભ બને ભાવ કર્મબંધનના કારણ છે. માટે બન્ને ભાવ ત્યાજ્ય છે. બેમાંથી કોઈ ભાવથી વીતરાગતા થશે એમ છે નહિ. આહાહા...! ‘એવી વાતને ક્યાં અવકાશ છે ? કર્મસામાન્યમાં બને આવી ગયાં).” (સગવત્પાદિનિનqમાવનાત્ મોક્ષરી દેતુ: મવન) ત્યારે હવે શુભ અને અશુભનો ત્યાગ છે તો મોક્ષનું કારણ શું? જ્યારે શુભ-અશુભ ભાવ મોક્ષનું કારણ નથી અને ત્યાજ્ય છે તો હવે મોક્ષનું કારણ છે શું ? “સમસ્ત કર્મનો ત્યાગ થતાં, સમ્યક્ત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે થવાથી–પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું.” પોતાનો પૂર્ણાનંદ પ્રભુ ! તેનું સમ્યગ્દર્શન, શુદ્ધ સ્વભાવ, પૂર્ણ શુદ્ધ સ્વભાવના અવલંબનથી નિશ્ચય સમ્યગ્દર્શન શુદ્ધ પરિણમન છે, તે મોક્ષનું કારણ છે. આહાહા...! શુભ-અશુભ ભાવ બન્ને અશુદ્ધ પરિણમન હોવાથી મોક્ષના કારણને ત્યાગી દીધા છે. તેમાં મોક્ષનું કારણ છે નહિ. ચાહે લાખ વ્રત, તપ કરે, ભક્તિ-પૂજા કરે કરોડો વાર, પણ એ તો શુભરાગ છે એમાં કોઈ મોક્ષનું કારણ છે નહિ. મોક્ષનું કારણ તો શુદ્ધ ચૈતન્યપ્રભુ ! તેનું સમ્યગ્દર્શનમાં શુદ્ધ પરિણમન (થાય), શુદ્ધ પરિણમન (થાય તે મોક્ષનું કારણ છે). શુભ-અશુભ ભાવ છે એ અશુદ્ધ પરિણમન છે. પુણ્ય અને પાપના બન્ને ભાવ અશુદ્ધ ભાવ છે. આ આત્માના સ્વભાવના અવલંબને જે સમ્યગ્દર્શન (થયું તે મોક્ષનું કારણ છે). કહ્યું છે, જુઓ ! સમ્યક્ત્વાદિ.” (અર્થાતુ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જે પોતાનો સ્વભાવ તે રૂપે હોવાથી. એ તો પોતાની પર્યાયમાં પોતાનો સ્વભાવ છે. ત્રિકાળી નહિ, ત્રિકાળી સ્વભાવ તો ધ્રુવ છે. આ તો પર્યાયમાં પોતાનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ સ્વભાવ છે. વિભાવરહિત સ્વભાવ છે. આહા..હા...! સમ્યકત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે થવાથી–પરિણમવાથી... પેલો ત્રિકાળી સ્વભાવ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ શ્લોક-૧૦૯ નહિ. ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા ! “મૂલ્યમરિ ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે એ અગિયારમી ગાથા(માં કહ્યું છે). ત્રિકાળ ભૂતાર્થ ભગવાન પૂર્ણ આનંદ, ધ્રુવ ચૈતન્યના અવલંબને, તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. એ સમ્યગ્દર્શન શુદ્ધ પરિણમન છે. નિશ્ચય સમ્યગ્દર્શન એ શુદ્ધ પરિણમન છે, વ્યવહાર સમકિત (કહ્યું એ તો) રાગને આરોપ કરીને કહ્યું. એ કોઈ સમકિત) છે નહિ. વ્યવહાર-ળ્યવહાર સમકિત છે જ નહિ. આહી.હાં...! એ તો નિશ્ચય સમકિત છે ત્યાં રાગને વ્યવહાર સમકિતનો આરોપ દઈને સમજાવ્યું. પણ એ સમકિત છે જ નહિ. નિશ્ચય સમ્યકત્વ એ જ સમ્યગ્દર્શન છે. આહા..હા..! - ભગવાન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ! પૂર્ણ અતીન્દ્રિય અનંત આનંદાદિ ગુણનો સાગર છે. અનંત અનંત ગુણનું ગોદામ આત્મા છે. ગોદામ સમજાય છે ? મોટું મકાન હોય એમાં ગોદામ હોય. (એમાં) મોટી ચીજ રહી શકે, મોટું ગોદામ ! ગોદામ કહે છે ને ? અમારે ત્યાં “પાલેજમાં તેર ગોદામ છે. ગોદામ ! અમારી દુકાન ત્યાં હતી ને ! “પાલેજ ! “ભરૂચ અને “વડોદરાની વચ્ચે “પાલેજ” છે. ગુજરાતમાં ! ત્યાં અમારી દુકાન હતી ને ! મેં તો (સંવત) ૧૯૬ ૮થી છોડી દીધી. પણ અત્યારે) દુકાન ચાલે છે. મોટી દુકાન છે. તેર તો ગોદામ છે. પચાસ-પચાસ, સાઠ-સાઠ હજારના તેર ગોદામ ! મોટી દુકાન છે. ચાલીસ લાખ રૂપિયા છે. ચાર લાખની વર્ષની આવક છે. પાલેજ’ ‘ભરૂચ’ અને ‘વડોદરાની વચ્ચે છે. તેર ગોદામ છે. અંદર માલ પડ્યો હોય. ચોખાની ગુણોની થપ્પી પડી હોય. એમ આ ભગવાન ગુણી ! આ ચોખાની ગુણીની મોટું ગોદામ હોય છે. આ ગુણી આત્મા ગુણનું ગોદામ છે. આહા...હા..! ભગવાન આત્મા ! આ.હા...હા..! સમ્યક્ત્વાદિ. આદિ એટલે ત્રણે. સમ્યગ્દર્શન-સમ્યકજ્ઞાન-સમ્યક્રચારિત્ર. એ પોતાનો સ્વભાવ તે-રૂપે થવાથી...' પર્યાય હોં ! ત્રિકાળી નહિ. પર્યાય જે છે એ સમ્યગ્દર્શન. જ્ઞાન તો પોતાના સ્વભાવરૂપ શુદ્ધ પરિણમન છે. આહાહા..! એ સ્વભાવરૂપ હોવાથી અર્થાત્ લીટી (એટલે) અર્થાત્. પરિણમવાથી.” ત્રિકાળી ભગવાનઆત્મામાં જે અનંત ગુણ ભર્યા છે, શ્રદ્ધાળુણ છે, ચારિત્રગુણ છે, આનંદગુણ ત્રિકાળ છે. તેના આશ્રયે પર્યાયમાં શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (છે), એ મોક્ષનું કારણ છે). આવી વાત છે. સંપ્રદાયમાં લોકોએ તો બહારથી કાંઈક મનાવી લીધું છે. આ અપવાસ કરો ને આ વર્ષીતપ કરો ને આ શું કહેવાય ? ભગવાનની ભક્તિ કરો, પૂજા કરો. એ ભાવ હોય છે પણ એ ભાવ બંધનું કારણ છે, મોક્ષનું કારણ નહિ. આહા..હા...! મુમુક્ષુ :- હેય માનશે તો કોઈ કરશે નહિ. ઉત્તર :- કરે નહિ એ જ સત્ય છે. કરવાલાયક છે નહિ, પણ થશે. કરવાલાયક નથી. સમ્યફદૃષ્ટિને રાગ આવે છે પણ કરવાલાયક છે એમ માનતા નથી. એમ તે હિતકર છે એમ માનતા નથી અને એ પોતાનો સ્વભાવ છે એમ માનતા નથી અને એ મોક્ષનું Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સમયસાર સિદ્ધિ-૬ કારણ છે એમ માનતા નથી. આહા..હા...! આકરી વાત, ભાઈ ! દુનિયા કાંઈક રસ્તે ચડી ગઈ છે. પ્રભુનો માર્ગ અંદર ક્યાંય રહી ગયો. આ.હા...! પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું” દેખો! આહા..હા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ પોતાનું શુદ્ધ પરિણમન (છે). દયા, દાન, વ્રત, ભક્તિ એ તો અશુદ્ધ પરિણમન છે. આ શુદ્ધ પરિણમન છે. પર્યાય છે પણ શુદ્ધ છે. ત્રિકાળીના આશ્રયે ઉત્પન્ન થયેલી પર્યાય એ શુદ્ધ છે. એ શુદ્ધ પર્યાય જ મોક્ષનું કારણ છે. આહાહા..! કેમકે મોક્ષ પણ પર્યાય છે, મોક્ષ પણ પર્યાય છે અને તેનું કારણ મોક્ષનો માર્ગ પણ પર્યાય છે અને સંસાર પણ પર્યાય છે. મિથ્યાત્વ અને રાગ-દ્વેષની પર્યાય એ સંસાર છે. સંસાર પોતાની પર્યાયમાં છે. સંસાર બહારમાં રહેતો નથી. આહા..હા...! એમ મોક્ષમાર્ગ પોતાની પર્યાયમાં છે, બહારમાં નથી. મોક્ષ પણ પોતાની શુદ્ધ પૂર્ણ પર્યાય છે. બહારમાં મોક્ષ નથી. આહાહા...! પોતાનું શુદ્ધ પરિણમન થવું (તે મોક્ષમાર્ગ છે). ( નૈ ર્યપ્રતિવદ્ધમ્ ઉદ્ધતરર) નિષ્કર્મ અવસ્થા સાથે...” એ પુણ્ય અને પાપના ભાવ તો કર્મ અવસ્થા છે, આ નિષ્કર્મ અવસ્થા (છે). આહા...હા...! નિષ્કર્મ અવસ્થા હોં ! વસ્તુ તો ત્રિકાળ છે. પણ ત્રિકાળના અવલંબને નિષ્કર્મ અવસ્થા પ્રગટ થાય છે. પર્યાય ! અવસ્થા કહો, પર્યાય કહો, અલ્પ દશા કહો, વર્તમાન શુદ્ધ પરિણમન કહો. આહા...હા.! નિષ્કર્મ અવસ્થા સાથે.” એ પુણ્ય અને પાપના પરિણામ તો કર્મ છે. તેનાથી રહિત નિષ્કર્મ અવસ્થા આત્મામાં થાય છે. સ્વભાવના અવલંબને પુણ્ય અને પાપની કર્મ-અવસ્થાથી ભિન્ન નિષ્કર્મ અવસ્થા થાય છે. આહા...હા...! એ અવસ્થાની સાથે જેનો ઉદ્ધત –ઉત્કટ) રસ પ્રતિબદ્ધ છે. એ શુદ્ધ પરિણમનમાં લીન છે. ધર્માત્મા મોક્ષના માર્ગમાં પોતાના શુદ્ધ પરિણમનમાં એ લીન છે, એ જ મોક્ષમાર્ગ (છે). આહા..હા...! –ઉત્કટ) રસ પ્રતિબદ્ધ.” છે. નિર્મળાનંદ નાથ પર્યાય, પર્યાય હોં ! શુદ્ધ નિર્મળ પવિત્ર પર્યાય ઉત્કટ રસવાળી છે. અતીન્દ્રિય આનંદના રસવાળી છે. આહા..હા...! સમ્યગ્દર્શનમાં, સમ્યગ્દર્શન જ્યારે થાય છે ત્યારે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. રાગ દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ છે એ દુ:ખનો સ્વાદ છે. આહાહા..! એ આસવ છે, રાગ છે, દુઃખનો સ્વાદ છે અને આત્મસ્વભાવમાં જ્યારે દૃષ્ટિ થઈ, જ્ઞાન થયું તો અંતરમાં અતીન્દ્રિય આનંદના સ્વાદનું વદન થયું તો એ સ્વાદના વેદનમાં ઉત્કટ રસ પ્રતિબદ્ધ છે. આ..હા...! મોક્ષમાર્ગની પર્યાય અતીન્દ્રિય આનંદના રસમાં પ્રતિબદ્ધ છે. આહા..હા...! આવું ઝીણું ! ક્રિયાકાંડમાં લોકોને ઘુસાડી દીધા અને ધર્મ મનાવીને સંપ્રદાય ચલાવ્યો. વીતરાગમાર્ગ ભિન્ન છે, પ્રભુ ! આ..હા...! ઓ.હો.હો...! શું કહે છે ? “નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉદ્ધત –ઉત્કટ) રસ.” અતીન્દ્રિય આનંદનો રસ જેમાં પ્રતિબદ્ધ છે. આહા..હા..! અતીન્દ્રિય આનંદનું જેમાં વેદન છે એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૦૯ ૧૮૧ મોક્ષના કારણરૂપ પર્યાય છે. આહા..હા...! વસ્તુ તો ભઈ ! આચાર્યોએ બહુ ટૂંકામાં (સમાડી દીધી). દિગંબર ભાવલિંગી સંત છે. પ્રચુર સ્વસંવેદન જેને વર્તમાનમાં છે. મુનિ એને કહીએ, સમકિતીને પણ આત્મિક અતીન્દ્રિય આનંદનો અંશ આવે છે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. તો મુનિ તો પ્રચુર સ્વસંવેદનમાં (છે). અંદર અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન થાય છે. ત્યારે સાચા મુનિ થાય. એ ક્રિયાકાંડ વ્રત ને તપ ને ક્રિયા એ બધું તો બંધનું કા૨ણ (છે). એમાં મુનિપણું નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? મુમુક્ષુ :- નિષ્કર્મ અવસ્થા સાથે. ઉત્તર ઃ– એ નિષ્કર્મ અવસ્થા છે. રાગ કર્મ છે, તેના વિનાની મોક્ષની નિષ્કર્મ અવસ્થા છે. મુમુક્ષુ :નિષ્કર્મ અવસ્થા સાથે.. ઉત્તર :- નહિ, નિષ્કર્મ અવસ્થા જ પોતે છે. જે મોક્ષનો માર્ગ છે એ નિષ્કર્મ અવસ્થા છે. સાથે-બાથેની વાત નહિ. મોક્ષનો માર્ગ છે એ નિષ્કર્મ અવસ્થા છે. સાથે રાગ હોય છે એ તો કર્મ અવસ્થા છે, એ તો બંધનું કારણ છે, માટે ત્યાગ કર્યો. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! નિષ્કર્મ દશા ! પુણ્યના પરિણામ છે એ કર્મ દશા છે. તેનાથી ભગવાન મોક્ષના માર્ગની દશા નિષ્કર્મ દશા છે. તેમાં કર્મ અવસ્થા છે જ નહિ. આહા..હા...! એમાં તો આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ ! તેનું શુદ્ધ પરિણમન થાય એ નિષ્કર્મ અવસ્થા છે. આહા....હા...! આચાર્ય ખુલાસો કરે છે. ‘અમૃતચંદ્રાચાર્યદેવ’નો કળશ છે. ટીકા એમની છે, ગાથા ‘કુંદકુંદાચાર્યદેવ’ની છે, ગાથા ! આ કળશ છે અને ટીકા છે એ ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ની છે. એમણે બનાવી છે. એક હજાર વર્ષ પહેલાં અહીંયાં સંપ્રદાયમાં હતા, દિગંબર સંપ્રદાયમાં ! ‘કુંદકુંદાચાર્યદેવ’ બે હજાર વર્ષ પહેલા હતા. એની ટીકા ‘અમૃતચંદ્રાચાર્યદેવે’ બનાવી. મૂળ રહસ્ય ! પછી એક ટીકા જયસેનાચાર્યદેવ’ની છે. સંસ્કૃતમાં બે ટીકા છે. આહા..હા....! ‘એવું જ્ઞાન...’ એટલે આત્માનો સ્વભાવ. આપોઆપ દોડ્યું આવે છે.' આ...હા...હા...! શું કહે છે પુણ્ય અને પાપના ભાવનો નિષેધ કરીને, જે પોતાના શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરીને નિષ્કર્મ અવસ્થા જે પ્રગટ થાય છે, કહે છે કે, એ તો દોડતી આવે છે. નિર્મળ પરિણતિ, પરિણતિ, પરિણિત... પરિણિત... એકદમ... એકદમ દોડતી આવે છે. આહા..હા...! પેલામાં એકમાં દોડતું કહ્યું છે ને ! પ્રવચનસાર'માં ! પર્યાય દોડતી આયત સમુદાય (છે). બપોરે આવ્યું હતું ને ? વિસ્તારસમુદાય (એટલે) ગુણ, આયતસમુદાય એ પર્યાય (છે). દોડતી પર્યાય, એવો પાઠ છે. દોડતી એટલે એકદમ એક પછી એક થતી. એમ આનંદની દશા દોડતી એક પછી એક આનંદની દશા અંદર ચાલે છે. આહા..હા..હા...! તેને અહીંયાં પ્રભુ મોક્ષમાર્ગ કહે છે. આહા..હા...! હવે આવા સમ્યગ્દર્શન, જ્ઞાનનું તો ભાન નહિ અને Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સમયસાર સિદ્ધિ-૬ બહા૨ વ્રત ને તપ ને ભક્તિ, પૂજા કરીને કાય ક્લેશ કરીને મરી જાય. આવી વાત છે, પ્રભુ ! આહા...હા...! આપોઆપ દોડ્યું આવે છે.' શું કહે છે ? કે જેને રાગની મંદતાની પણ અપેક્ષા નહિ. એ નિર્મળ અવસ્થા આપોઆપ દોડતી આવે છે, આમ નિર્મળ થઈને આવે છે. આહા..હા..! શુદ્ધ સ્વરૂપ ભગવાનઆત્મા પૂર્ણાનંદ ! તેના અવલંબનથી જે સમ્યગ્દર્શન, જ્ઞાન શુદ્ધ થયું એ દોડતી પર્યાય ઉત્પન્ન થાય છે. એને કોઈની અપેક્ષા નથી. સ્વયં ધાવતિ' `સ્વયં ધાવતિ પોતાથી, પોતાના પુરુષાર્થથી આ ત્રણે વીતરાગ દશા પ્રગટ થાય છે). સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે વીતરાગ દશા છે. આહા..હા...! કેમકે પ્રભુ પોતે જિનસ્વરૂપ છે. આત્મા ઘટ ઘટ અંત૨ જિન વસે ને ઘટ ઘટ અંત૨ જૈન, મતમદિરા કે પાન સો મતવાલા સમજે ન’ ઘટ ઘટ અંત૨ જિન વસે’ પ્રભુ ! અંદર વીતરાગમૂર્તિ આત્મા છે. તેની શક્તિ – સ્વભાવ ત્રિકાળી વીતરાગ સ્વરૂપ છે. જિનસ્વરૂપી આત્મા છે. આહા..હા...! સ્વભાવ ! એ જિનસ્વરૂપમાંથી.. આ..હા..હા..! આશ્રય લઈને જે પર્યાય થઈ એ સ્વયં પોતાથી (થઈ છે). કોઈ સંહનન કે મનુષ્ય કે દેવ-ગુરુની કૃપાથી કે મદદથી એ શુદ્ધ પરિણિત થાય છે એમ નથી. સ્વયં આપોઆપ દોડતી આવે છે. આહા..હા...! જેમ આયત દોડતી આવે છે કહ્યું છે એમ અહીંયાં સ્વયં દોડતી આવે છે (એમ કહ્યું છે). દોડતી કહે છે ને ? આહા..હા...! એક પછી એક નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. આહા..હા..! કેમકે પર્યાય તો એક સમયની અવસ્થા છે, ધ્રુવ ત્રિકાળ છે. એક સમયની અવસ્થાની પાછળ બીજા, ત્રીજી.. એમ એક પછી એક દોડતી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે. એ પરિણતિને મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. આવું છે, ભગવાન ! આ..હા...! ૭૨ ગાથામાં ભગવાન તરીકે તો બોલાવે છે. સમયસાર'ની ૭૨ ગાથા છે. આચાર્યમહારાજ પોતે ભગવાનઆત્મા એમ કહે છે). આ..હા..હા...! ૭૨મી ગાથામાં છે. ભગવાનઆત્મા ! એમ કરીને બોલાવે છે. આ..હા...! હે જીવ કર્મસહિત, એમ કહીને નથી બોલાવતા. આહા..હા...! ભગવાનઆત્મા ! એ તો રાગ પુણ્યની ક્રિયાથી ભિન્ન એવો ભગવાનઆત્મા છે. આહા..હા...! એ ભગવાનઆત્માના અવલંબનથી જે નિષ્કર્મ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની વીતરાગ અવસ્થા છે એ દોડતી પ્રગટ થાય છે. એક પછી એક, એક પછી એક.. વીતરાગી પર્યાય જ ઉત્પન્ન થાય છે. મોક્ષમાર્ગનો આશ્રય લેનાર, મોક્ષમાર્ગ કી પર્યાય કા આશ્રય દ્રવ્ય, દ્રવ્યનો આશ્રય લેનારી એ પર્યાય એક પછી એક દોડતી ઉત્પન્ન થાય છે. આહા..હા...! સાંભળતા આ વાત જ આકરી લાગે. અત્યારે તો વ્રત કરો ને તપ કરો ને અપવાસ કરો, સાધુ થઈ જાઓ, લૂગડાં છોડીને નગ્ન (થઈ જાઓ). હવે નાગા અનંત વાર થયા છે. પંચ મહાવ્રતના પરિણામ (અનંત વા૨ કર્યા). મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો’ ઈ છ ઢાળા’માં આવે છે. પણ આત્મજ્ઞાન Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૦૯ ૧૮૩ બિન લેશ સુખ ન પાયો' એ પંચ મહાવ્રતના પરિણામ દુઃખ છે, આસ્રવ છે. આહા..હા...હા...! પણ આત્મજ્ઞાન, આનંદનો અનુભવ એ વિના સંસારમાં ભટક્યો. પંચ મહાવ્રત પાળ્યા, દિગંબર મુનિ દ્રવ્યલિંગી (થયો). દ્રવ્યલિંગી મુનિપણું નગ્ન વસ્ત્રનો કટકો ન રાખે, એમાં શું થયું? અંતરમાં દૃષ્ટિનો અનુભવ નહિ, સમ્યગ્દર્શન (નહિ), આનંદનો સ્વાદ આવ્યો નહિ તો એ ક્રિયાકાંડ તો પરિભ્રમણનું કારણ છે. આહા..હા..! “એવું જ્ઞાન આપોઆપ દોડ્યું...” એટલે પર્યાય. જ્ઞાન એટલે અહીંયાં આત્માના જ્ઞાનની પર્યાય, સમકિતની પર્યાય, ચારિત્રની પર્યાય, બધાને જ્ઞાન કહીએ. એ “જ્ઞાન આપોઆપ દોડ્યું આવે છે.” આ...હા..હા..! આપોઆપ ! સ્વયં અને આપોઆપ. શુદ્ધ ચૈતન્ય ભગવાનનું અવલંબન લેવાથી જે સમ્યગ્દર્શન, જ્ઞાન થયા એ સ્વયં પોતાથી અને દોડતા આવ્યા. એક પછી એક પછી એક શુદ્ધ પરિણતિ તેને પ્રગટ થાય છે અને શુદ્ધ પરિણતિ પૂર્ણ થઈ જાય એ મોક્ષ છે. આ.હા..! સમજાણું કાંઈ ? ભાવાર્થ :- “કર્મને દુર કરીને...” (અર્થાતુ) શુભાશુભ ભાવને દૂર કરીને પોતાના સમ્યક્ત્વાદિસ્વભાવરૂપે પરિણમવાથી...” પોતાના સમ્યગ્દર્શન-જ્ઞાન સ્વભાવરૂપ પરિણમવાથી (એટલે કે) પર્યાયમાં પરિણમન કરવાથી, અવસ્થા પ્રગટ કરવાથી. “મોક્ષના કારણરૂપ થતું જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે....” એ જ્ઞાનનું સમકિત, જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનનું ચારિત્ર આપોઆપ પ્રગટ થાય છે. ત્યાં પછી તેને કોણ રોકી શકે ?’ આહા...હા...! વિકાર પણ પોતાથી થાય છે, એ કંઈ કર્મથી નથી થતો. ‘કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ સ્તુતિમાં આવે છે. બધા એમ કહે કે, રાગ કર્મથી થાય છે, કર્મથી થાય છે. અરે..! કર્મ તો જડ છે, ધૂળ છે અને રાગ, વિકાર તો અરૂપી તારી દશામાં છે. તેને તો કાઢી નાખવા માટે પુદ્ગલનો કહ્યો છે. છે તો તારી પર્યાયનો વિકાર. સમજાણું કાંઈ ? અહીંયાં કહે છે કે, મોક્ષના કારણરૂપ થતો પોતાનો આત્મા, તેની પર્યાય, આપોઆપ પ્રગટ થાય છે. તેને વ્યવહારની પણ અપેક્ષા નથી કે, મંદ રાગનો વ્યવહાર કર્યો તો આ શુદ્ધ સમકિતદર્શન થયું (એમ) એની અપેક્ષા નથી. આહા..હા...! એ માટે સ્વયં કહે છે અને દોડ્યું આવે છે એમ કહ્યું). અંદરથી એક પછી એક નિર્મળ પર્યાય ચાલી આવે છે. દ્રવ્યનું અવલંબન લીધું તો અંદર શુદ્ધ પરિણતિ એક પછી એક દોડતી આવે છે. આહા..હા..! આવો માર્ગ છે. સંપ્રદાયમાં તો આકરું પડે. ધમાલ... ધમાલ...! એ... મોટા મંદિર બનાવો ને પ્રતિષ્ઠા કરી ને એમાં ઇન્દ્રો બને ને એમાં લાખ-લાખ રૂપિયાના ઇન્દ્રોને (એમ થાય કે, જાણે ધર્મ થઈ ગયો ! ધૂળેય ધર્મ નથી. મુમુક્ષુ :- ધર્મનું કારણ તો થાય ને ? ઉત્તર :- બંધનું કારણ છે. શું કહ્યું ? મુમુક્ષુ – ધર્મનું કારણ થાય. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સમયસાર સિદ્ધિ-૬. ઉત્તર :- અરે..ધર્મ (શું) પુણ્યનું કારણ છે. નિશ્ચયથી તો “પાપ કો પાપ સહુ કહે પણ અનુભવીજન પુણ્યને પાપ કહે.” યોગીન્દ્રદેવના દોહરામાં આવે છે. પાપ કો પાપ તો સહુ કહે પણ અનુભવીજન...” સમકિતી “પુણ્યકો પાપ કહે.” પાપ (અર્થાતુ) પોતાના સ્વરૂપથી ડગી જાય છે. આહાહા! આવી વાત સાંભળવા મળવી મુશ્કેલ. જ્યાં હોય ત્યાં આ વ્રત કરો, તપ કરો, અપવાસ કરો. ક્રિયાકાંડમાં ધર્મ માની લીધો. આહા..હા...! હવે આશંકા ઊપજે છે કે – અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે ? વળી કર્મ અને જ્ઞાન બને -કર્મના નિમિત્તે થતી શુભાશુભ પરિણતિ અને જ્ઞાનપરિણતિ બને) સાથે કેમ રહી શકે ? (શાર્દૂલવિક્રીડિત) यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित्क्षतिः । किन्त्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तन् मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः ।।११० ।। શ્લોકાર્થ – (વાવ) જ્યાં સુધી (જ્ઞાનરર્ચ ર્મવિરતિઃ) જ્ઞાનની કર્મવિરતિ (II સચ પામ્ ન તિજી બરાબર પરિપૂર્ણતા પામતી નથી (તાવ) ત્યાં સુધી મર્મજ્ઞાનસમુખ્યયઃ પિ વિહિતા, ન વાવિત ક્ષતિ) કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે; તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. (9િ પરંતુ (ત્ર )િ અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં (નવશતઃ યર્ ર્મ સમુન્નતિ) અવશપણે (જબરદસ્તીથી) જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે (તત્ વત્થાયી તે તો બંધનું કારણ થાય છે, અને (મોક્ષાય) મોક્ષનું કારણ તો, તમ્ વ પરમ જ્ઞાન રિચત) જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે – (સ્વતઃ વિમુવત્ત) કે જે જ્ઞાન સ્વતઃ વિમુક્ત છે (અર્થાત્ ત્રણે કાળે પરદ્રવ્ય-ભાવોથી ભિન્ન છે). ભાવાર્થ :- જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને બે ધારા Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૦ ૧૮૫ રહે છે – શુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા. તે બન્ને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી. (જેમ મિથ્યાજ્ઞાનને અને સમ્યજ્ઞાનને પરસ્પર વિરોધ છે તેમ કર્મસામાન્યને અને જ્ઞાનને વિરોધી નથી.) તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય-કષાયના વિકલ્પો કે વ્રતનિયમના વિકલ્પો – શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં – કર્મબંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે. ૧૧૦. શ્લોક ૧૧૦ ઉપર પ્રવચન ૧૧૦ કળશ. આમાં હજી બાકી છે ને ! હવે આશંકા ઊપજે છે કે – અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને જ્યાં સુધી કર્મનો ઉદય રહે છે..” શું કહે છે ? કે, સમ્યક્દષ્ટિને રાગ તો આવે છે. ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે ?” ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે ? શું કહ્યું) ? કે, સમ્યગ્દર્શન થયું, અનુભવ થયો, આત્માના આનંદનો સ્વાદ આવ્યો તેને પણ રાગ તો આવે છે. વીતરાગ થાય તો રાગ ન થાય. નીચલા દરજ્જામાં રાગ તો આવે છે. ભક્તિનો, વિનયનો, વાંચનનો, શ્રવણનો એવો રાગ તો આવે છે. તો કહે છે, ઈત્યાદિ કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે ? વળી કર્મ અને જ્ઞાન બને –કર્મના નિમિત્તે થતી શુભાશુભ પરિણતિ અને જ્ઞાનપરિણતિ બને) સાથે કેમ રહી શકે ?” (એમ) શિષ્યનો પ્રશ્ન છે કે, એક તો પોતાના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને નિર્વિકારી પરિણતિ અને સાથે રાગ, એ એકસાથે બેય કેવી રીતે રહી શકે ? શિષ્યનો પ્રશ્ન એ છે કે, જ્યાં સુધી આત્મા પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી આત્મામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની) નિર્મળ પરિણતિ પણ છે અને સાથે રાગ પણ છે. જો રાગ ન હોય તો વીતરાગ થઈ જાય. તો એકસાથે આ બન્ને કેવી રીતે રહી શકે ? એમ પૂછે છે. સમજાણું કાંઈ ? સમ્યક્દૃષ્ટિને પણ જ્યાં સુધી વીતરાગતા નથી ત્યાં સુધી ભક્તિનો, વિનયનો શુભરાગ તો આવે છે પણ છે બંધનું કારણ. તો કહે છે કે, એક સમયમાં શુદ્ધ પરિણમન અને બીજો અશુદ્ધ રાગ, એમ કેમ થાય છે ? અવિરત સમ્યક્દૃષ્ટિ ચોથે, પાંચમે (ગુણસ્થાને) કંઈ વીતરાગ નથી. પોતાના સ્વભાવની દૃષ્ટિ થઈ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (થયા) એટલી તો વીતરાગતા (છે), પણ હજી પૂર્ણ વીતરાગતા નથી તો રાગ પણ આવે છે. એ રાગ બંધનું કારણ અને શુદ્ધ પરિણમન અબંધનું કારણ, બેય એકસાથે કેવી રીતે રહી શકે ? Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સમયસાર સિદ્ધિ-૬ એમ પ્રશ્ન છે. સમજાણું કાંઈ ? આહા...હા...! શુભાશુભ પરિણતિ અને જ્ઞાનપરિણતિ બને-સાથે કેમ રહી શકે ? એવી શિષ્યની આશંકા છે, હોં ! છે ને ? શંકા બીજી ચીજ છે. શંકા (એટલે) તમે કહો છો એ ખોટું છે, ઈ શંકા છે. અને તમે કહો છો એ ઠીક છે પણ હું સમજી શકતો નથી તેને આશંકા કહે છે. શંકા તો તમે કહો છો તે ખોટું છે, એ શંકા (છે), પણ આશંકા (એટલે) તમે કહો છો એ બરાબર છે પણ મને સમજાતું નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? આશંકા લીધી ને ? “આશંકા ઊપજે છે એમ કહ્યું હતું. આ શું ? પ્રભુ ! આત્મામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થયા એ વીતરાગી પરિણતિ થઈ એ મોક્ષનો માર્ગ (છે) પણ એટલામાં પૂર્ણ વીતરાગતા નથી તો રાગ તો સાથે આવે છે. દયાનો, દાનનો, ભક્તિનો, વિનયનો, શાસ્ત્ર વાંચનનો, સાંભળવાનો (રાગ તો આવે છે, તો બન્ને એકસાથે કેવી રીતે રહી શકે ? એવી આશંકા છે. આહા..હા..! ૧૧૦. આમાં તો બહુ થોડું છે. એમાં (–“કળશટીકામાં) બે પાના ભર્યા, “કળશટીકામાં આ ૧૧૦ (કળશમાં) બે પાના ભર્યા છે. બરાજમલજીની ટીકા ! (હૂિત્રવિક્રીડિત). यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित्क्षतिः । किन्त्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तन् मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः ।।११० ।। આહાહા...! (યાવત) જ્યાં સુધી.” (જ્ઞાન વિરતિ ) “જ્ઞાનની કર્મવિરતિ.... જ્ઞાનની કર્મવિરતી એટલે આત્માની શુદ્ધ પરિણતિમાં જ્યાં સુધી રાગની પૂર્ણ નિવૃત્તિ જ્યાં નથી ત્યાં સુધી “જ્ઞાનની કર્મવિરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી.’ આત્માનું જ્ઞાન, દર્શન, ચારિત્ર શુદ્ધ ચૈતન્યના અવલંબન થયા પણ રાગની ક્રિયાનો જ્યાં સુધી પૂર્ણ અભાવ નથી થતો ત્યાં સુધી રાગની પરિણતિ સાથે છે. આહા...હા...! છે ? જ્ઞાનની કર્મવિરતિ” જ્ઞાન એટલે આત્માની શુદ્ધ પરિણતિ, એ જ્યાં સુધી રાગની પૂર્ણ નિવૃત્તિ ન થાય, રાગથી પૂર્ણ નિવૃત્તિ ન થાય ત્યાં સુધી) બરાબર પરિપૂર્ણતા પામતી નથી ત્યાં સુધી.” (કર્મજ્ઞાનમુવય: પિ વિદિતા, છાવિત ક્ષતિ:) તો પુણ્યના પરિણામ પણ સાથે હોય અને જ્ઞાન પણ સાથે છે, સ્વરૂપ શુદ્ધ ચૈતન્યની દર્શન, જ્ઞાન અને ચારિત્ર, વીતરાગી પર્યાય પણ અપૂર્ણ વીતરાગી પર્યાય પણ ધર્મીને હોય છે અને સાથે રાગ પણ હોય છે. એમાં કોઈ વિરોધ નથી. જેટલો રાગ આવે છે તેટલું બંધનું કારણ છે અને જેટલું સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થયા (એ) અબંધનું કારણ છે, મોક્ષનું કારણ Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૦ ૧૮૭ છે. આહાહા..! સમજાણું કાંઈ ? માટે તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી.” શું કહે છે ? ભગવાન આત્મા ! શુદ્ધ સ્વરૂપ પવિત્ર આનંદકંદ ! તેના સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર એવી નિર્મળ પરિણતિ ઉત્પન્ન થઈ પણ પૂર્ણ નિર્મળ નથી તો સાથે રાગ પણ આવે છે તો એમાં કોઈ વિરોધ નથી. જેટલો રાગ છે તેટલું બંધનું કારણ છે. શુદ્ધ આત્માના સ્વભાવના આશ્રયે જેટલો મોક્ષમાર્ગ ઉત્પન્ન થયો એ મોક્ષનું કારણ છે. બન્ને ભલે હો, બે ધારા (ભલે) હો. - અજ્ઞાની મિથ્યાદૃષ્ટિને એક ધારા છે, બંધની ધારા (છે). વીતરાગને એક અબંધની ધારા (છે) અને સાધકને બે (ધારા) છે. મોક્ષમાર્ગની ધારા પણ છે અને રાગની પણ ધારા છે, બન્ને સાથે છે. આહાહા...! શું કહ્યું? કે, મિથ્યાષ્ટિ રાગથી ધર્મ માને છે, પુણ્યથી ધર્મ માને છે એવા મિથ્યાષ્ટિને તો એકલી કર્મધારા, વિકારધારા છે તો એને તો સમ્યગ્દર્શન, જ્ઞાન કંઈ છે નહિ અને સર્વજ્ઞ વીતરાગ થયા એમને કર્મ, રાગ છે નહિ. એકલી નિર્મળ ધારા છે. મિથ્યાદૃષ્ટિને એકલી મલિન ધારા છે, સર્વજ્ઞને એકલી નિર્મળ ધારા છે. અને સાધકજીવને ચોથે ગુણસ્થાનેથી નિર્મળ ધારા પણ છે અને મલિન (ધારા) પણ છે. અધૂરાશ છે ને ! આહા..હા...! સમજાણું કાંઈ ? જ્યાં સુધી રાગ, પુણ્યના દયા, દાનના પરિણામ મારા છે અને મને લાભ થશે, એવી મિથ્યાદૃષ્ટિ છે ત્યાં સુધી તો એકલી મિથ્યાત્વની મલિન ધારા છે અને સર્વજ્ઞ પરમાત્માને એકલી નિર્મળ ધારા છે, તેમને રાગ છે નહિ. પણ જ્યાં સુધી ચોથા ગુણસ્થાને, પાંચમે, છઠ્ઠ ગુણસ્થાને સાધક છે ત્યાં સુધી બન્ને ધારા સાથે છે. આત્માના આશ્રયે જે નિર્મળ પવિત્ર પર્યાય થઈ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વીતરાગી પર્યાય પણ હો અને સાથે જરી રાગ પણ હોય, પૂર્ણ વીતરાગ નથી તો રાગ આવે છે તો એમાં કોઈ વિરોધ નથી. બે સાથે રહે એમાં) વિરોધ નથી. હા, સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનને સાથે રહેવામાં વિરોધ છે. સમ્યગ્દર્શન પણ હોય અને મિથ્યાદર્શન પણ હોય. એ સાથે રહેવામાં) વિરોધ છે. પણ આત્મામાં શુદ્ધ પરિણતિ છે અને અશુદ્ધ પરિણતિ સાથે રહે એમાં વિરોધ નથી. બન્ને હો. આહા..હા...હા..! સમજાણું કાંઈ ? મારગ પ્રભુનો ભાઈ ! અલૌકક છે ! ભાઈ ! અત્યારે તો પ્રરૂપણા એવી ચાલે, સાધુ પણ એવી પ્રરૂપણા કરે કે, વ્રત કરો, તપ કરો, અપવાસ કરો, આમ કરો, આમ કરો. એ તો ક્રિયાકાંડ છે. રાગ છે. સમ્યગ્દર્શનની વાત પહેલી નહિ. કે ભઈ રાગથી ભિન્ન થઈ, પુણ્ય-પાપની ક્રિયાથી ભિન્ન થઈ, પોતાનો આત્મસ્વભાવ જે શુદ્ધ ચૈતન્યઘન પડ્યો છે, તેનું અવલંબન લેવાથી જે સમ્યજ્ઞાન, દર્શન થાય છે એ જ મોક્ષનું કારણ છે, એ ધર્મ છે. ધર્મીને વચ્ચે રાગ આવે છે, એ ધર્મ નથી. આવે છે, હોય છે, વીતરાગ નથી ત્યાં સુધી થાય છે. આ..હા..! સમજાણું કાંઈ ? જ્યાં સુધી જ્ઞાનની કર્મવિરતિ.” આત્મામાં રાગની પૂર્ણ વિરતિ ન થાય “બરાબર Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સમયસાર સિદ્ધિ-૬ પરિપૂર્ણતા પામતી નથી” જ્ઞાન નામ આનંદની દશા, વીતરાગી દશા પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી...” (ર્મજ્ઞાનસમુખ્યયઃ પિ વિદિતા, ર ાવિત્ ક્ષતિ:) પુણ્યના પરિણામ અને જ્ઞાનની નિર્મળ દશા (તેનું) એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે;.” બેય ભગવાને શાસ્ત્રમાં કહ્યું છે કે, બેય સાથે ચાલે છે. આ.હા...! સમ્યફષ્ટિ ચોથે ગુણસ્થાને છે તો એની સમ્યગ્દર્શનની પર્યાય જે વીતરાગી છે તે નિર્મળ છે પણ સાથે હજી ત્રણ કષાયનો રાગ છે. તો રાગ પણ હો અને આ પણ હો, એમાં કોઈ વિરોધ નથી. પણ જેટલો રાગ છે એ બંધનું કારણ છે અને મોક્ષનું કારણ નિર્મળ પરિણતિ છે). બે હોવાથી, બે ધારાના બે ફળ છે. આહા...હા..હા.! સમજાણું કાંઈ ? આ હા.! ‘કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે. જોયું ? “વિદિત છે ને ? જ્ઞાન ર્મજ્ઞાનસમુષ્યયઃ પિ વિદિત: શબ્દમાં ‘વિહિત: શબ્દ છે. ભગવાને શાસ્ત્રમાં કહ્યું છે કે, જ્યારે આત્માનું સમ્યગ્દર્શન, જ્ઞાન થાય છે, સ્વભાવના આશ્રયે શુદ્ધ આનંદનો સ્વાદ (આવે છે, પણ અપૂર્ણ છે) તેને રાગ પણ છે, તો રાગ પણ છે અને સ્વભાવ પણ છે, શુદ્ધ પરિણતિ પણ છે. શાસ્ત્રમાં કહ્યું છે, ભગવાને કહ્યું છે. મુમુક્ષુ - બધા એમ કહે છે શાસ્ત્રમાં છે પણ મને અનુભવમાં નથી આવતો. ઉત્તર :- હજી પૂર્ણ નથી ત્યાં સુધી રાગ છે એમ શાસ્ત્રમાં પણ કહે છે. મુમુક્ષુ :- રાગ અનુભવમાં નથી આવતો. ઉત્તર :- રાગ તો અનુભવમાં – વેદનમાં આવે છે. વેદનમાં તો બન્ને આવે છે. (રાગને) પોતાનો માનતા નથી. વેદન આવે છે, રાગનું વદન તો છે. નય હૈ, ૪૭ નય છે એમાં લીધું છે. પ્રવચનસાર ! સમકિતીને પણ રાગનું પરિણમન છે અને રાગનો ભોક્તા પણ છે. પણ એ જ્ઞાનની દૃષ્ટિથી (કહ્યું). મુમુક્ષુ :- અનુભવ છે કે નથી ? ઉત્તર :- અનુભવ પણ છે અને રાગનું વેદન પણ છે, બેય છે. એક જો હોય તો વીતરાગ થઈ જાય. અને એક જ રાગ હોય તો મિથ્યાદૃષ્ટિ થઈ જાય. મુમુક્ષુ :– જ્ઞાનીને પણ બેય છે ? ઉત્તર :- ત્યાં પણ બે છે. હજી પૂર્ણ નથી ને ! ઉપશમ છે ને ! ઉપશમ છે. બારમા ગુણસ્થાને પણ હજી પૂર્ણ નથી. કેવળજ્ઞાન પૂર્ણ નથી થયું ત્યાં. આ..હા...! અહીં તો નીચલા (ગુણસ્થાનની) વાત ચાલે છે. મુમુક્ષુ :- અહીંયાં છઠ્ઠા ગુણસ્થાનની વાત ચાલે છે. ઉત્તર :– ચોથ, પાંચમે, છઠ્ઠ (ગુણસ્થાનની વાત ચાલે છે. ચોથ, પાંચમે, છઠ્ઠ ગુણસ્થાને પોતાના સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચેતનની નિર્મળ પરિણતિ છે, સાથે રાગ પણ છે. શાસ્ત્ર કહે છે અને અમે પણ કહીએ છીએ. Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૦ ૧૮૯ મુમુક્ષુ :- જ્ઞાનમાં પકડાય છે ? ઉત્તર :- પકડાય છે, જાણે છે. રાગ છે એમ) જાણે (છે). આત્માનું જ્ઞાન થયું અને) સાથે રાગ આવ્યો તો એ સમયે જાણે છે કે, રાગ છે. પણ એ મારી ચીજ નહિ, દુઃખદાયક છે એમ જાણે છે). ઈ બારમી ગાથામાં આવ્યું છે. વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. સંસ્કૃતમાં “તવાત્વે’ (શબ્દ) છે. નિશ્ચય પોતાના ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થયું, ત્રિકાળ જ્ઞાયકભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. પર્યાયષ્ટિથી અને રાગથી ક્યારેય સમ્યગ્દર્શન થતું નથી. આવું થયું તોપણ જ્યાં સુધી પર્યાયમાં પૂર્ણ વીતરાગતા નથી ત્યાં સુધી, જ્યાં સુધી આવું છે ત્યાં સુધી રાગ પણ થાય છે. થાય છે, પણ રાગ છે તે બંધનું કારણ છે અને સ્વભાવના આશ્રયે જે નિર્મળ (પર્યાય થઈ) તે મોક્ષનું કારણ છે. બન્ને સાથે રહે છે. સાથે આવે છે તો એ રાગ મોક્ષનું કારણ છે એમ નથી. આહાહા...! જુઓ ! શું કહ્યું? ‘કર્મ એટલે શુભ ભાવની ક્રિયા, પરિણામ અને જ્ઞાન એટલે આત્માની શુદ્ધ પરિણતિ. (બન્નેનું) “એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે;.” “વિદિત: ‘તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. સાથે હોય એમાં વિરોધ નથી. બે છે તો બન્ને પોતપોતાના) કામ કરે છે. શુદ્ધ પરિણમન છે એ મોક્ષના કારણનું – નિર્જરાનું કામ કરે છે અને અશુદ્ધ છે એ બંધનું કામ કરે છે. આહા.હા...! એમાં બહુ લખ્યું છે કે, જે સમ્યગ્દર્શન છે ત્યાં મિથ્યાદર્શન સાથે હોય એમ બનતું નથી. પણ અહીંયાં શુદ્ધ પરિણતિ અલ્પ છે તેની સાથે રાગની પરિણતિ પણ છે તેમાં) વિરોધ નથી. સમ્યગ્દર્શનની સાથે મિથ્યાદર્શનનો વિરોધ છે. મિથ્યાદર્શનની સાથે સમ્યગ્દર્શનનો વિરોધ છે. પણ શુદ્ધ પરિણતિની સાથે રાગનો વિરોધ નથી. રાગ થાય છે તો જ્ઞાનમાં ખટક થઈ ગઈ અથવા મોક્ષમાર્ગ ચાલ્યો ગયો એમ નથી. આહા..હા.! આવો માર્ગ ! વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા મહાવિદેહમાં બિરાજે છે એમની) આ બધી વાણી છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવ ત્યાં ગયા હતા (એમણે આ શાસ્ત્ર) બનાવ્યું. એના કળશ “અમૃતચંદ્રાચાર્યદેવે’ બનાવ્યા, જે એક હજાર વર્ષ પછી થયા. અત્યારથી એક હજાર વર્ષ પહેલાં અને ભગવાન કુંદકુંદાચાર્યદેવ’ પછી એક હજાર વર્ષે (થયા). અત્યારથી એક હજાર વર્ષ પહેલા અને કુંદકુંદાચાર્યદેવ’ પછી એક હજાર વર્ષ બાદ). “કુંદકુંદાચાર્યદેવને બે હજાર વર્ષ થયા, ‘અમૃતચંદ્રાચાર્યદેવને એક હજાર વર્ષ (થયા). આ..હા..હા....! આમાં (“કળશટીકામાં) તો મોટા બે પાના ભર્યા છે. ૧૧૦ (કળશ) છે ને ! બે પાના હોં ! મોટા ! આહા..હા...! જુઓ ! આ ૧૧૦, ૧૧૦ અહીંથી શરૂ થાય છે. મોટુ લાંબુ બહુ છે. બે પાના ભર્યા છે. આ બધું સ્પષ્ટીકરણ થાય છે. “રાજમલજી'ની ટીકા (છે). “રાજમલ જૈન ધર્મી, જૈન ધર્મના મર્મી ! એ બધું વંચાઈ ગયું છે. અત્યારે નહિ). સામે પુસ્તક ન હોય ને ! વ્યાખ્યાનમાં બધું વંચાઈ ગયું છે. અહીં Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમયસાર સિદ્ધિ-૬ તો ૪૪ વર્ષ થયા. ચાલીસ અને ચાર ! આ તો ઓગણીસમી વા૨ સમયસાર’ ચાલે છે. અઢાર વા૨ તો આખું અક્ષરે અક્ષરના અર્થ (સહિત) ચાલી ગયું. આ (‘કળશટીકા’) પણ ચાલી ગયું, ‘પ્રવચનસાર' બપોરે ચાલે છે એ પણ છઠ્ઠી-સાતમી વાર ચાલે છે. એ ચાલતું હોય ને તો સાથે હોય તો એના અર્થ નીકળે. અહીંયાં એનો વિસ્તાર આ છે કે, કર્મ નામ પુણ્ય પરિણામ – દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ અને જ્ઞાનનું એકઠાપણું (અર્થાત્) આત્માના સ્વભાવનું શુદ્ધ પરિણમન (બેને) એકસાથે રહેવામાં વિરોધ નથી. સાધકપણું છે તો બાધકપણું પણ છે, સાધકપણું પણ છે. આહા...હા...! રાગને ધર્મ માનના૨ જીવને એકલું બાધકપણું, મિથ્યાદષ્ટિપણું છે. અને વીતરાગ એકલા પૂર્ણાનંદને પ્રાપ્ત થઈ ગયા તો એકલી વીતરાગધારા છે અને સમ્યગ્દર્શન ચોથે, પાંચમે, છઠ્ઠ (ગુણસ્થાને) છે ત્યાં આગળ શુદ્ધધારા પણ છે અને અશુદ્ધ ધારા પણ છે. બેય એકસાથે રહેવામાં વિરોધ નથી. એકસાથે રહેવામાં વિરોધ નથી. છે તો રાગ નુકસાનકારક, પણ (સાથે) રહેવામાં વિરોધ નથી. આહા..હા...! આમાં (‘કળશટીકા’માં) વિસ્તાર કર્યો છે. એનો વિસ્તાર તો એમ કર્યો છે. જુઓ ! પહેલો શબ્દ છે, ૧૧૦ છે. ‘કોઈ ભ્રાંતિ કરશે કે મિથ્યાદૃષ્ટિનું યતિપણું...' (અર્થાત્) જે દિગંબર સાધુ થાય અને રાગથી ધર્મ માને છે, પુણ્યથી ધર્મ માને છે, મહાવ્રતથી મને ધર્મ થશે એ મિથ્યાષ્ટિ છે. એ મિથ્યાદૃષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે, તે બંધનું કારણ છે. સમ્યગ્દષ્ટિનું છે જે યતિપણું...' કોઈ એમ કહે કે, સમ્યક્દષ્ટિનું જે મુનિપણું છે એમાં પણ પંચ મહાવ્રતના પરિણામ તો આવે છે, તો એ શુભ ક્રિયારૂપ, તે મોક્ષનું કારણ છે;...’ એમ કોઈ કહે છે ‘કારણ કે અનુભવ–જ્ઞાન તથા દયા-વ્રત-તપ-સંયમરૂપ ક્રિયા બંને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે.’ એનું તો અહીં સ્પષ્ટીકરણ છે. ત્યાં સમાધાન આમ છે કે – જેટલી શુભ-અશુભ ક્રિયા, બહિર્જલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધસ્વરૂપનો વિચાર ઇત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે.’ આટલું (સ્પષ્ટીકરણ) આપ્યું. બનારસીદાસે’ લખ્યું છે, ‘રાજમલ જૈનધર્મી, જૈનધર્મ કા મર્મી’. બનારસીદાસ’ ! ‘સમયસાર નાટક’ બનાવ્યું ને ! આમાંથી બનાવ્યું છે. એમણે ‘સમયસાર નાટક’ લખ્યું છે. પહેલેથી બધું જોયું છે ને ! (સંવત) ૧૯૭૮માં ‘સમયસાર’ મળ્યું છે. કેટલા વર્ષ થયા ? ૧૯૭૮ની સાલમાં પહેલું ‘સમયસાર’ મળ્યું. બાવીસ અને પાંત્રીસ, સત્તાવન વર્ષ પહેલાં ! પચાસ અને સાત ! ‘બનારસીદાસે’ પણ ‘સમયસાર નાટક’માં એમ કહ્યું, ‘રાજમલ જૈનધર્મી, જૈનધર્મ કા મર્મી હૈ' એમણે આ ટીકા બનાવી છે. આહા..હા...! આ પછી મળ્યું હતું. મુમુક્ષુ : સમ્યક્દષ્ટિને મહાવ્રતનો ભાવ આવે કે નહિ ? Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૦ ૧૯૧ ઉત્તર – કીધું કે, સ્વસંવેદનમાં જ્યારે મુનિ થાય છે, આત્માના આનંદનું ઉત્કૃષ્ટ વેદન (થાય) એ દશામાં મહાવ્રતના પરિણામ આવે છે, પણ છે બંધનું કારણ. એ તો કહે છે કે, આત્મદ્રવ્યના અવલંબને જેટલું સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર થયું એ મોક્ષનું કારણ છે) અને વચમાં પંચ મહાવ્રત, અઠ્યાવીસ મૂળગુણ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનો વ્યવહાર આવે છે એ બંધનું કારણ છે. જો ન આવે તો વીતરાગ થઈ જાય. અને બિલકુલ જ્ઞાનપરિણતિ ન હો, શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ન હોય તો મિથ્યાદૃષ્ટિ છે, મિથ્યાત્વ છે. એને એક ધારા છે. આ તો બે ધારા છે. શુદ્ધ પરિણતિ પણ છે અને અશુદ્ધ પરિણતિ પણ છે. આહાહા.... (અહીંયાં કહે છે), ‘તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. એમાં એમ લખ્યું છે કે, સમ્યગ્દર્શન (અને) મિથ્યાદર્શન (સાથે) રહેવામાં વિરોધ છે. પણ વીતરાગી પરિણતિ અલ્પ છે એમાં રાગ આવવો એ કાંઈ વિરોધ નથી. રાગ આવે છે પણ છે બંધનું કારણ. બંધનું કારણ અને મોક્ષનું કારણ એકસાથે રહેવામાં વિરોધ નથી. મુમુક્ષુ - સાધકને બાધક હોય જ. ઉત્તર :- હોય જ, સાધક કોને કહે ? સાધક છે ત્યાં સુધી થોડો બાધક ભાવ તો આવે જ છે. પૂર્ણ સાધ્ય સિદ્ધ કેવળી થઈ ગયા તેમને રાગ નથી). કાં એકલા રાગને ધર્મ માનનાર મિથ્યાષ્ટિને એકલી અજ્ઞાન ધારા છે. એને સમ્યગ્દર્શન છે નહિ. આહાહા...! પરંતુ અહીં એટલું વિશેષ જાણવું જોઈએ કે આત્મામાં...” “ નવશતઃ વત્ સમુન્નતિ) “અવશપણે....” જે રાગ આવે છે, કર્મ એટલે રાગ, રાગ કરવાનો ભાવ નથી પણ રાગ આવ્યા વિના રહે નહિ. પુરુષાર્થની કમજોરી છે ને ! ચોથ, પાંચમે, છઠ્ઠ ગુણસ્થાને રૌદ્રધ્યાન પણ છે. પાંચમા ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન છે. છઠ્ઠા ગુણસ્થાનમાં આર્તધ્યાન છે. મલિન (ભાવ) આવે છે પણ નિર્મળ પણ સાથે છે અને મલિન પણ સાથે છે. મલિન છે તે બંધનું કારણ છે અને નિર્મળ છે એ મોક્ષનું કારણ છે). આ..હા..! એકલા પંચ મહાવ્રત પાળે છે એ તો મિથ્યાદૃષ્ટિ છે. પંચ મહાવ્રતના પરિણામ આસ્રવ છે તેને ધર્મ માને છે એ તો મિથ્યાષ્ટિની ધારા એક જ છે. પણ પોતામાં શુદ્ધ ચૈતન્યના આશ્રયે સમ્યગ્દર્શન થયું અને પંચ મહાવ્રતના પરિણામ બંધનું કારણ છે એમ દૃષ્ટિ થઈ, આગળ જતાં) તેની સ્વસંવેદનની દશા ઉગ્ર થઈ ગઈ તો પંચ મહાવ્રતના પરિણામ આવે છે. તો ધારા નિર્મળ પણ છે અને મલિન પણ છે. મલિન ધારા બંધનું કારણ છે, નિર્મળ ધારા મોક્ષનું કારણ છે. આહાહા...! સમજાણું કાંઈ ? આવું ઝીણું પડે. આ..હા...! આ તો લઈ લ્યો પડિયા ! પણ હજી સમ્યગ્દર્શન વિના પડિમા-ફડિમાં આવી ક્યાંથી ? બે પડિમા, ચાર પડિમા, સાત પડિમાં, અગિયાર પડિમાં. મુમુક્ષુ - સાત પડિમા સુધી તો કોઈ એનો ભાવ ન પૂછે. ઉત્તર :- ક્યાં પડિમા) છે ? આ છે ને, એક જણો અહીં આવ્યો હતો. મારી પાસે Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સમયસાર સિદ્ધિ-૬ સાત ડિમા છે તોપણ હજી અમને કોઈ પૂછતું નથી એટલે અગિયાર પડિમા લઈ લેશું. પછી લોકો પૂછે તો ખરા ! અરે......! એ ‘રાજકોટ’ આવ્યા હતા, ‘રાજકોટ’ ! પંચ ક્લાયણકમાં (આવ્યો હતો). ઈ તો એકલા ક્રિયાકાંડ. આત્મા કોણ છે ? રાગથી ભિન્ન છે, એ રાગની ક્રિયાના કર્તા માનવું એ મિથ્યાદષ્ટિ છે. રાગ આવે છે જરૂર, પણ જ્ઞાની તેને કર્તાપણે કરવાલાયક છે એમ માનતા નથી અને રાગમાં પોતાપણાની બુદ્ધિ નથી અને પરબુદ્ધિ તરીકે તેને જાણે છે કે, જાણવાલાયક ચીજ છે. પણ છે બંધનું કારણ. ધર્મીને પણ રાગ આવ્યો એ બંધનું કારણ (છે). આહા..હા..! છà ગુણસ્થાને સાચા સંત હો એમને પંચ મહાવ્રતના વિકલ્પ આવે છે, પણ છે રાગ. એને છોડીને સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે અપ્રમત્ત દશા સાતમે (ગુણસ્થાને) આવે છે. અને છઠઠ્ઠું (ગુણસ્થાન) પણ પહેલાં સમ્યગ્દર્શન થયું હોય એને મુનિપણું આવે છે. સમ્યગ્દર્શનના હજી ઠેકાણા ન હોય (ત્યાં મુનિપણું કયાંથી હોય ) શરીરની ક્રિયા હું કરી શકું છે, ૫૨ની દયા પાળી શકું છે (એમ માનના૨) તો બધા મિથ્યાસૃષ્ટિ છે. પોતાની પર્યાયમાં વિકાર થાય છે તો એ વિકા૨ કર્મથી થાય છે (એમ માનના૨) મિથ્યાષ્ટિ છે. કર્મ તો જડ છે. કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ' મારી ભૂલ અધિક છે. કર્મ તો જડ છે. અગ્નિ સહે ઘનઘાત લોહ કી સંગતિ પાઈ.’ ભજનમાં આવે છે. આ..હા...! અહીંયાં કહે છે, અવશપણે...’ અવશ એટલે બળજોરી નહિ, જ્ઞાનીને કરવાનો ભાવ નથી, પણ અવશપણે પુરુષાર્થની કમીથી રાગ આવે છે. તે તો બંધનું કારણ છે,... સભ્યષ્ટિને અને મુનિને પણ જે પંચ મહાવ્રતનો વિકલ્પ આવે છે, સમ્યક્દષ્ટિને જે દયા, દાન, ભક્તિના પરિણામ આવે છે એ બંધનું કારણ છે. આહા..હા..! મુમુક્ષુ :– અવશપણે એટલે કર્મના ઉદયના કારણે ? ઉત્તર :– એટલે પોતાનો કરવાનો ભાવ નથી, પણ પુરુષાર્થની નબળાઈથી આવે એ અવશ, પરવશ થઈ ગયો. નિમિત્તને આધીન થઈ ગયો. નિમિત્તે કરાવ્યું નથી. નિમિત્તને આધીન થઈ ગયો. પુરુષાર્થની કમી એ અવશ, પરવશથી (થયો છે). પરવશ પણ પોતે પોતાથી થયો છે, પરવશ બીજો કરાવે છે એમ નહિ. આહા..હા...! તે તો બંધનું કારણ થાય છે...’ છે ? પરવશપણે નામ પોતાનો કરવાનો ભાવ નથી, એમાં સુખબુદ્ધિ નથી, હિતબુદ્ધિ નથી (અને) રાગ આવે છે તો અવશ કહેવામાં આવ્યું. એ બંધનું કારણ છે. (પ્રત્ વ પરમ જ્ઞાનં સ્થિતમ્) એક ૫૨મ જ્ઞાન સ્વરૂપ નિર્મળ પરિણિત તે એક જ મોક્ષનું કારણ છે. આહા..હા...! શુદ્ધ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ! રાગના વિકલ્પથી નિર્વિકલ્પ ભિન્ન ચીજ છે, એ નિર્વિકલ્પ સ્વભાવના આશ્રયે જે નિર્વિકલ્પ સમ્યગ્દર્શન, જ્ઞાન થયું એ તો મોક્ષનું કારણ છે. એ બંધનું અંશે પણ કારણ નથી. એમાં આનાથી પણ સ્પષ્ટ લીધું છે કે, રાગ છે એ અંશે પણ મોક્ષનું કારણ નથી. બિલકુલ બંધનું કારણ છે. અને Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૦ ૧૯૩ મોક્ષનું કારણ છે એ અંશે પણ બંધનું કારણ નથી. એના સ્પષ્ટીકરણમાં એ લીધું છે. સમજાણું કાંઈ ? ‘(અર્થાતુ ત્રણે કાળે પરદ્રવ્ય-ભાવોથી ભિન્ન છે). આહા..હા...! મોક્ષની પર્યાય છે કારણ છે એ રાગથી તો ત્રણે કાળ ભિન્ન છે. રાગની સાથે ભલે હો પણ વસ્તુ ભિન્ન છે. રાગથી ભિન્ન છે એ મોક્ષનું કારણ છે. વિશેષ કહેશે.. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૪૧ શ્લોક ૧૧૦, ૧૧૧ ગુરુવાર, જેઠ સુદ ૫, તા. ૩૧-૦૫-૧૯૭૯ સમયસાર ૧૧૦ કળશનો ભાવાર્થ છે. જ્યાં સુધી....” યથાખ્યાત ચારિત્ર થતું નથી. ભાવાર્થમાં છે. આત્મામાં પૂર્ણ ચારિત્ર યથા જેવું અંતર ચારિત્રનું સ્વરૂપ છે તેવું પર્યાયમાં યથાર્થ ચારિત્ર પ્રગટ (ન) થાય ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને..” યથાખ્યાત પૂર્ણ ચારિત્ર – સ્વરૂપની રમણતા પૂરી ન થાય ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને બે ધારા રહે છે....... બે ધારા એટલે એક જ્ઞાનધારા અને એક શુભાશુભ વિકારધારા. શુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા) બેય લીધા. શુભ અને અશુભ પરિણામ એ પણ હોય છે અને જ્ઞાનધારા (એટલે કે, શુદ્ધ સ્વરૂપની જેવી અનુભવદશા થઈને જે શુદ્ધ પરિણતિ થઈ છે અને અહીંયાં જ્ઞાનધારા કહે છે. એટલે શુદ્ધ પરિણતિ થઈ એને અહીંયાં જ્ઞાનધારા કહે છે. “તે બન્ને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી.” શુદ્ધ પરિણતિ પણ હોય અને પુણ્યપાપના ભાવ પણ હોય. બે રહેવામાં વિરોધ નથી. વિરોધ નથી એટલે ? હોય છે. આત્માનું સમ્યગ્દર્શન – શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પૂર્ણ ધ્રુવ, તેને ધ્યેયમાં લઈ અને જે સમ્યગ્દર્શનમાં અનુભવ થાય તે શુદ્ધ ધારા તો સદાય રહે છે અને એની સાથે શુભાશુભ પરિણામના ભાવ પણ સાથે હોય છે. એ સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી.” (જેમ મિથ્યાજ્ઞાનનને અને સમ્યજ્ઞાનને પરસ્પર વિરોધ છે) મિથ્યાજ્ઞાન હોય અને તે વખતે સમ્યકજ્ઞાન પણ હોય એમ ન હોય. મિથ્યાદૃષ્ટિ પણ હોય અને સમ્યક્દૃષ્ટિપણું પણ હોય એવું ન હોઈ શકે. બેય(માં) તદ્દન વિરોધ છે. મુમુક્ષુ :- ત્રીજે ગુણસ્થાને હોય છે. ઉત્તર :- ત્રીજે શું છે ? ત્રીજે અનંતાનુબંધીનો ઉદય નથી, મિશ્ર છે. પણ એ તો અંતર્મુહૂર્તની મિશ્રની સ્થિતિ છે. અહીંયાં તો ચારિત્રમોહનો ઉદય અને નિર્મળ ધારા બેયની વાત કરવી છે. સમ્યગ્દર્શન અને જ્ઞાન અને જેટલે અંશે શુદ્ધતા થઈ એ ધારા તો સદાય રહે છે અને તેમાં જેટલી Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સમયસાર સિદ્ધિ-૬ કમી છે એટલો શુભાશુભ ભાવ પણ થાય. એ બંને સાથે રહેવામાં વિરોધ નથી. - મિશ્રમાં તો જરી અંતર્મુહૂર્તની સ્થિતિ છે. કુદેવને પણ માને અને સુદેવને પણ માને એવી એક સૂક્ષ્મ સાધારણ વાત છે. અહીંયાં તો રાગધારા અને આત્માની શુદ્ધિધારાની વાત છે. ચારિત્રમોહનો ઉદય હોય, રાગ-દ્વેષ હોય, વિષયકષાય પણ હોય અને એક બાજુ આત્માની તરફની દૃષ્ટિ, જ્ઞાન અને નિર્મળતા પણ હોય. યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી બે ધારા હોય છે. (તેમ કર્મસામાન્યને અને જ્ઞાનને વિરોધ નથી).” મિથ્યાજ્ઞાન અને સમ્યફજ્ઞાન એક સમયમાં બે સાથે હોઈ શકે નહિ. એમ કર્મસામાન્ય. સામાન્ય એટલે શુભ-અશુભ. શુભ હો કે અશુભ ભાવ હો અને આત્માની શુદ્ધતા. સમ્યગ્દર્શનની શુદ્ધતા, જ્ઞાનનું અંશે વેદન અને સ્વરૂપનું આચરણ વગેરે. એવી ધારા સાથે રહેવામાં) વિરોધ નથી. કર્મસામાન્ય એટલે શુભાશુભ ભાવ અને આ બાજુમાં સ્વભાવને આશ્રય થયેલી શુદ્ધતા, બેયને એકસાથે રહેવામાં વિરોધ નથી. “તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે. આહાહા...! શુભાશુભ ભાવ થાય એ પોતાનું બંધનું કાર્ય કરે છે. કોઈ વખતે એમ આવે કે, સમ્યદૃષ્ટિને બંધ નથી. ત્યાં એકાંત તાણી લે એમ નહિ. એ તો દૃષ્ટિના જોરની અપેક્ષાએ બંધ નથી અને ભોગ નિર્જરાનો હેતુ છે એમ પણ કહ્યું. પણ એ ભોગનો ભાવ કંઈ નિર્જરાનો હેતુ નથી. એ ભાવ હોય છે, એ ભાવ પોતાનું બંધનું કાર્ય કરે. આહાહા..! મુમુક્ષુ :- સમ્યક્દષ્ટિનો ભોગ તો નિર્જરાનો હેતુ કહેવાય છે. ઉત્તર :- ઈ તો દૃષ્ટિના જોરની અપેક્ષાએ વાત છે. (બાકી) ભોગ છે એ રાગ છે. રાગ છે એ બંધનું કારણ છે. ઈ તો દૃષ્ટિના જોરની અપેક્ષાએ શુદ્ધ ચૈતન્ય ધ્રુવ ઉપર જોર છે (એટલે કહ્યું). પરમ સ્વભાવભાવ પારિણામિક ત્રિકાળ જ્ઞાયકભાવ, એના આશ્રમમાં પડ્યો છે એ જોરથી એને રાગાદિ આવે એ ખરી જો એમ કહે. આહા...! જેમ ભગવાનને હાલવા-ચાલવાનો ઉદય આવે છે એ પણ ખરી જાય છે. ક્ષાયિકભાવ છે ને ! અહીંયાં તો પુણ્ય-પાપના ભાવમાંથી ગમે તે કર્મસામાન્ય હો, રૌદ્રધ્યાન પણ હોય. પાંચમે ગુણસ્થાને, લ્યો ! છ આર્તધ્યાન હોય, ચોથે-પાંચમે રૌદ્રધ્યાન હોય. એવા બે ભાગ હોય છે. તેથી તેમાં કર્મ પોતાનું કાર્ય કરે છે.” શુભ-અશુભ ભાવ આવે એ બંધનું કાર્ય કરે અને “જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જ્ઞાન એટલે શુદ્ધ પરિણતિ હોં! પર્યાયમાં જેટલું સમ્યગ્દર્શન, જ્ઞાન શુદ્ધ થયું છે એટલું જ્ઞાન પોતાનું કાર્ય કરે. એટલે કે, એ તો નિર્જરાનું કાર્ય કરે. આહાહા..! એક સમયમાં બે હોઈ શકે છે. અંધકાર અને પ્રકાશમાં વિરોધ છે, એમાં અવિરોધ નથી. પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય અને અંધકાર હોય ત્યાં પ્રકાશ ન હોય. એમ આ વિરોધ નથી. ચૈતન્યની દ્રવ્યદૃષ્ટિ ધ્રુવને) ધ્યેય કરીને જ્યાં શુદ્ધ ચૈતન્ય પર્યાયમાં Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૦ ૧૯૫ પ્રગટ્યું છે (ત્યાં) અનંત ગુણની શુદ્ધિનો અંશ પ્રગટ્યો છે. આહા.હા...! તે અનંત ગુણની શુદ્ધિનો અંશ જે પ્રગટ્યો છે તે પોતાનું કાર્ય કરે. જાણવા-દેખવાનું કે નિર્જરાનું (કાર્ય કરે) અને પુણ્ય-પાપ ભાવ બંધનું કાર્ય કરે. જેટલા અંશ શુભાશુભ કર્મધારા છે.' આ..હા..! પુણ્ય અને પાપના જેટલે અંશે ભાવ છે તેટલા અંશે કર્મબંધ થાય છે...' લ્યો ! એક કો૨ એમ કહ્યું કે, સમિકતીને બંધ નથી. એમાંથી લોકો પકડે, જુઓ ! સમિકતીને (બંધ નથી). દીપચંદજી’એ ઈં પકડ્યું હતું ને ! કે, સમિકતીને દુ:ખ હોય નહિ. અહીં કહે છે, શુભાશુભ ભાવ છે (તો) દુઃખ હોય. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી થોડો આનંદનો પણ અનુભવ હોય અને શુભાશુભ ભાવનું દુ:ખનું પણ વેદન હોય. આહા..હા...! પોતાના પક્ષમાં પકડાય જાય ને ત્યારે આકરું પડે. એને છૂટવું આકરું પડે. અહીં તો યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી મુનિ છઠ્ઠ ગુણસ્થાને હોય એને જેટલી શુદ્ધિ પ્રગટી છે એ તો નિર્જરાનું કામ કરે પણ એની સાથે પંચ મહાવ્રત આદિના પરિણામ છે એ બંધનું કામ કરે. આહા..હા...! બે એ રીતે રહેવાને વિરોધ નથી. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે...’ પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં પણ લીધું છે ને ! પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં ત્રણ ગાથા આવે છે ને ! જેટલે અંશે રાગ એટલે અંશે બંધ અને જેટલે અંશે ધર્મ - સમ્યગ્દર્શન, તેટલે અંશે નિર્જરા. ત્રણ ગાથા છે – દર્શન, જ્ઞાન અને ચારિત્ર. પુરુષાર્થસિદ્ધિ ઉપાય' ! કઈ અપેક્ષાએ કથન છે એમ ન સમજે (પછી) એકાંત તાણે કે, સમ્યગ્દર્શન થયું એટલે પછી એને ઉદય આવીને ખરી જાય છે. ઉદય આવી ખરી જાય છે પણ ઉદયમાં જોડાય છે કે નહિ ? જોડાતો ન હોય તો તો વીતરાગ થઈ જાય. આ...હા...! એટલું પોતાની દશામાં પરાધીન (થઈને) કર્તાભોક્તાના પરિણામ થાય. જ્ઞાનનયમાં એમ કહ્યું કે, જ્ઞાનીને પણ કર્તા અને ભોક્તાના પરિણામ થાય છે. પણ એ કર્તા-ભોક્તાના જેટલા અશુદ્ધ પરિણામ છે એ બંધનું કારણ છે અને જેટલી દ્રવ્યને આશ્રયે શુદ્ધતા થઈ છે એ પવિત્રતાનું કારણ છે. આહા..હા....! જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે.’ જોયું ? એટલા અંશે કર્મ નિર્જરે છે. ‘વિષય-કષાયના વિકલ્પો...' હોય છે. આહા..હા..! સમ્યક્દષ્ટિ છ ખંડના રાજમાં પડ્યો હોય, છન્નુ હજાર સ્ત્રી હોય, એના તરફનો રાગ પણ હોય અને આત્મા તરફના સમ્યગ્દર્શનની શુદ્ધતા પણ હોય. બેય સાથે હોય છે. ‘વિષય-કષાયના વિકલ્પો...' હોય કે વ્રત-નિયમના વિકલ્પો...’ પેલા અશુભ લીધા અને આ શુભ (લીધા). ‘શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં...' શુદ્ધ સ્વરૂપનો વિચાર શબ્દ વિકલ્પ છે. એ સુદ્ધાં ‘કર્મબંધનું કારણ છે;... આહા..હા...! શુદ્ધ છું, પવિત્ર છું એવો જે વિકલ્પ ઊઠે છે એને અહીં વિચાર કહીને એ બંધનું કારણ (કહ્યું Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ છે). આહા..હા...! જેટલે અંશે વીતરાગ સ્વરૂપ પ્રભુ છે, એને આશ્રયે જેટલે અંશે વીતરાગતા પ્રગટી છે તેટલે અંશે કર્મની નિર્જરા છે. આ..હા...! જેટલી સ્વને આશ્રયે પરિણતિ પ્રગટી છે એ નિર્જરાનું કારણ છે અને પરલક્ષે જેટલા શુભાશુભ થયા એટલું બંધનું કારણ છે. આ..હા...! મુમુક્ષુ :વિષય-કષાય અને વ્રતમાં પરસ્પર અંત૨ છે ? ઉત્તર :- શુભાશુભ છે ને ! ભલે નામ નથી. આ આવ્યું ને ! કર્મધારા આવી ને ! *યાવત્ જ્ઞાનસ્ય ર્મવિરતિઃ” પૂર્ણ થઈ નથી એમ એમાં આવ્યું ને ! કર્મમાં આવી ગયું કે નહિ ? કર્મવિરતિ પૂર્ણ થઈ નથી ત્યાં શુભાશુભ ભાવ છે. આવ્યું કે નહિ ? ‘પ્રવત: યત્ વર્ગ સમુન્નતિ” એ અંદર આવ્યું. એને પરાધીનપણે કર્મ એટલે શુભાશુભ ભાવ ઉત્પન્ન થાય છે. (મૂળ) કળશમાં છે. ‘અવશત: યત્ વર્ગ સમુન્નતિ જોયું ? ‘(જબરજસ્તીથી) જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે...’ એ શુભાશુભ છે, તે બંધાય છે. આહા..હા...! સામાન્ય બંધનું કારણ કીધું એમાં શુભાશુભ ભાવ આવી ગયા. ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ના કળશના પાઠમાં આવી ગયા. કર્મસામાન્ય અને એકકોર જ્ઞાનધારા. કર્મસામાન્યમાં શુભાશુભ આવ્યા. આહા..હા...! સમયસાર સિદ્ધિ-૬ શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં – કર્મબંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે.’ એક આત્મા પવિત્ર શુદ્ધ ચૈતન્ય ધ્રુવ શાયકભાવ, એને આશ્રયે જે પરિણતિ થઈ તેટલી જ જ્ઞાનધારા (છે), એ મોક્ષનું કારણ છે. કેમકે આત્મા પોતે મોક્ષસ્વરૂપ છે, અબંધસ્વરૂપ છે, મુક્તસ્વરૂપ છે. એને અવલંબે જેટલી પરિણિત થઈ તે બધી મોક્ષનું કારણ છે. આહા..હા...! અને તે ક્ષણે જેટલા વિષય-કષાયના પરિણામ, શુભાશુભ ભાવ થાય કે દયા, દાન, વ્રતના (ભાવ) થાય એ બંધનું કારણ છે. એક ક્ષણમાં બે રહેવામાં વિરોધ નથી. વિરોધ નથીનો અર્થ એવો નથી કે, શુદ્ધ પરિણતિથી રાગ છે તે વિરોધ નથી. એ શુદ્ધ પરિણતિથી તો વિરોધ છે પણ અહીં સાથે રહેવામાં વિરોધ નથી. એમ. નહિતર શુદ્ધ પરિણતિથી તો શુભાશુભ ભાવ વિરોધ છે. વિરોધ છે, વિરોધ ભાવ આવ્યું હતું ને ? વિરોધ ભાવ. પણ એ તો પવિત્રતાની દશાની અપેક્ષાએ વિરોધ છે એમ કહ્યું પણ સાથે રહી શકે નહિ એમ વિરોધ નથી. સમ્યગ્દર્શનની સાથે જેમ મિથ્યાદર્શન રહી શકે નહિ એમ અહીંયાં શુદ્ધ પિરણિતની સાથે શુભાશુભ ભાવ રહી શકે નહિ એમ નથી. આહા...હા...! કોઈ ઠેકાણે એમ કીધું હોય કે ભઈ, સમ્યક્દષ્ટને તો જે કંઈ ઉદય છે એ ખરી જાય છે. નિર્જરાની ગાથામાં આવે છે, ઇન્દ્રિયનો ભોગ છે એ બધો નિર્જરી જાય છે. જુઓ ! (નિર્જરા અધિકાર’ની) પહેલી ગાથા. કઈ અપેક્ષાએ કહે છે ? એ શુદ્ધતાના જોરે. નહિતર ત્યાં ગાથામાં તો સચેત-અચેતનો ભોગ પણ લીધો છે. સચેત-અચેતનો ભોગ પણ નિર્જરાનો હેતુ છે એમ કીધું. ‘વમોનર્મિવિયેર્દિ’ આ..હા...! એ તો સ્વભાવની દૃષ્ટિ તરફ ઢળી ગયેલો ? Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૧ ૧૯૭ ભાવ, અલ્પ જે પરને આશ્રયે રહ્યો એને ગૌણ કરીને બંધનું કારણ નથી એમ કહ્યું છે. આહાહા..! એમ કરીને કોઈ સ્વચ્છંદી થઈ જાય કે, સમ્યક્દષ્ટિ થયો હવે પછી ગમે તેટલા વિષય-કષાય એવું તો મારે બંધ નથી એમ નહિ ચાલે. આહાહા..! જેટલે અંશે વિષય-કષાયના પરિણામ, શુભાશુભ ભાવ જેટલે અંશે થાય તેટલે અંશે બંધન છે, તેટલે અંશે દુઃખ છે, તેટલે અંશે આસ્રવ છે. આહા..હા.! એકસાથે રહેવામાં વિરોધ નથી એટલે અહીં સિદ્ધ કરવું છે. e) દલોકના ૧૧ , (શાર્દૂત્મવિશ્રીડિત) मग्नाः कर्मनयाबलम्बनपरा ज्ञानं न जानन्ति यन्मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छन्दमन्दोद्यमाः । विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं ये कर्वन्ति न कर्म जात न वशं यान्ति प्रमादस्य च।।१११|| હવે કર્મ અને જ્ઞાનનો નયવિભાગ બતાવે છે : શ્લોકાર્થ – નર્મનયાવનqનYRI: મના) કર્મનયના આલંબનમાં તત્પર (અર્થાત્ કર્મનયના પક્ષપાતી) પુરુષો ડૂબેલા છે (ય) કારણ કે (જ્ઞાને ન ખાનન્તિ) તેઓ જ્ઞાનને જાણતા નથી. (જ્ઞાનનય-ષિા: પિ મના!) જ્ઞાનનયના ઇચ્છક (અર્થાતુ પક્ષપાતી) પુરુષો પણ ડૂબેલા છે (ય) કારણ કે (શતિસ્વચ્છત્ત્વમન્દ્ર-ઉદ્યHI:) તેઓ સ્વચ્છેદથી અતિ મંદઉદ્યમી છે (સ્વરૂપપ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી. પ્રમાદી છે અને વિષયકષાયમાં વર્તે છે). (તે વિશ્વચ ઉપર તરત્તિ) તે જીવો વિશ્વના ઉપર તરે છે કે હવે સ્વયં સતત જ્ઞાન ભવન્તઃ ફર્મ ર્વત્તિ) જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા – પરિણમતા થકા કર્મ કરતા નથી (૧) અને (નાતુ પ્રમાદ્રશ્ય વશ ન યાન્તિો ક્યારેય પ્રમાદને વશ પણ થતા નથી –સ્વરૂપમાં ઉદ્યમી રહે છે). ભાવાર્થ :- અહીં સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે. કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂપ આત્માને તો જાણતા નથી અને વ્યવહાર દર્શનજ્ઞાનચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે – તેનો Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સમયસાર સિદ્ધિ-૬. પક્ષપાત કરે છે. આવા કર્મનયના પક્ષપાતી લોકો – જેઓ જ્ઞાનને તો જાણતા નથી અને કર્મનયમાં જ ખેદખિન છે તેઓ – સંસારમાં ડૂબે છે. વળી કેટલાક લોકો આત્મસ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદી મિથ્યાદૃષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે છે. પોતાની પરિણતિમાં જરાય ફેર પડ્યા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને છે અને વ્યવહાર દર્શનશાનચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક જાણી છોડી દે છે. આવા જ્ઞાનનયના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી અને શુભ પરિણામોને છોડી સ્વચ્છંદી થઈ વિષય-કષાયમાં વર્તે છે તેઓ પણ સંસારસમુદ્રમાં ડૂબે છે. મોક્ષમાર્ગી જીવો જ્ઞાનરૂપે પરિણમતા થકા શુભાશુભ કર્મને હેય જાણે છે અને શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે. તેઓ માત્ર અશુભ કર્મને જ નહિ પરંતુ શુભ કર્મને પણ છોડી, સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉદ્યમવંત છે – સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા થતાં સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે. જ્યાં સુધી, પુરુષાર્થની અધૂરાશને લીધે, શુભાશુભ પરિણામોથી છૂટી સ્વરૂપમાં સંપૂર્ણપણે ટકી શકાતું નથી ત્યાં સુધી – જોકે સ્વરૂપસ્થિરતાનું અંતરૂ-આલંબન (અંતઃસાધન) તો શુદ્ધ પરિણતિ પોતે જ છે તોપણ – અંતર્-આલંબન લેનારને જેઓ બાહ્ય આલંબનરૂપ કહેવાય છે એવા (શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ) શુભ પરિણામોમાં તે જીવો હેયબુદ્ધિએ પ્રવર્તે છે, પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મોમાં પ્રવર્તવાની બુદ્ધિ તેમને કદી હોતી નથી. આવા જીવો – જેઓ એકાંત અભિપ્રાય રહિત છે તેઓ – કર્મનો નાશ કરી, સંસારથી નિવૃત્ત થાય છે. ૧૧૧. શ્લોક ૧૧૧ ઉપર પ્રવચન “હવે કર્મ અને જ્ઞાનનો નિયવિભાગ બતાવે છે -' હવે ૧૧૧ શ્લોક આવ્યો. (ાર્ટૂર્નાવિડિત) मग्नाः कर्मनयाबलम्बनपरा ज्ञानं न जानन्ति यन्मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छन्दमन्दोद्यमाः । विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं ये कुर्वन्ति न कर्म जातु न वशं यान्ति प्रमादस्य च ।।१११।। આહા...હા..! પુણ્ય-પાપ” વ્યાખ્યાનનો આ કળશ છે. (ર્મનયાવનqનYRI: મુના:) કર્મનયના આલંબનમાં તત્પર...” એટલે કે વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાનો જેને પક્ષ છે Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૧ ૧૯૯ કે એનાથી મારું કલ્યાણ થશે એ (કર્મનયના પક્ષપાતી) પુરુષો ડૂબેલા છે... આ..હા..હા..! વ્રત ને તપ ને ભક્તિ, પૂજા ને શુદ્ધ. શુદ્ધ... શુદ્ધ છું એવો જે વિકલ્પ, એ પણ બંધનું કારણ છે એમ ન માનતા, એ નિર્જરા, ધર્મ છે એમ માને ઈ ડૂબી ગયા છે. આહાહા..! એ સંસારમાં મિથ્યાત્વમાં ડૂબી ગયા છે. આહા..હા...! મિથ્યાત્વ એ સંસાર છે. આત્માની પર્યાય સિવાય સંસાર કાંઈ દૂર રહેતો નથી. એથી જે શુભાશુભ ભાવ થાય અને એમ માને કે, આ બંધનું કારણ નથી, મને લાભનું કારણ છે, એવી જે મિથ્યાષ્ટિ, એ મિથ્યાષ્ટિ એ સંસાર છે. આહા..! એ મિથ્યાત્વમાં ડૂબી ગયા છે એમ કહે છે. આહાહા...! દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામથી કલ્યાણ થશે એમ માનનારા મિથ્યાત્વમાં ડૂબી ગયા છે. આહા....! છે? ‘કર્મનયના આલંબનમાં તત્પર પુરુષો ડૂબેલા છે..” આહા.હા....! કારણ કે તેઓ જ્ઞાનને જાણતા નથી.” સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ! એ શુદ્ધ છે તેની પરિણતિને પ્રગટ કરતા નથી અને જાણતા નથી. આહા..હા...! રાગની ક્રિયા છે એમાં જે સર્વસ્વ માનીને બેઠા છે એ મિથ્યાત્વમાં ડૂબી ગયા, સંસારમાં ડૂબીને પડ્યા છે. આહા..હા....! કેમ ? કે, (જ્ઞાન જ નાનન્તિ) ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્ય વીતરાગમૂર્તિ, એને તો એ પર્યાયમાં જાણતા નથી, પર્યાયમાં એને અનુભવતા નથી, પર્યાયમાં એને શ્રદ્ધા, જ્ઞાનમાં લેતા નથી. આહાહા..! તે કારણે જ્ઞાનને એટલે આત્માની શુદ્ધ પરિણતિ એને નથી તેથી તે મિથ્યાત્વમાં ડૂબી ગયેલા છે. આહા..હા...! (જ્ઞાનનય-BUM: પિ મના.) “જ્ઞાનનયના ઇચ્છક.” ઈચ્છક કીધા છે. જ્ઞાનનય પ્રગટ્યું છે એમ નહિ. અનુભવ પ્રગટ્યો છે એમ નહિ. આત્મા શુદ્ધ ચૈતન્ય છે એ અનુભવમાં આવ્યો છે એમ નહિ, ફક્ત જ્ઞાનના ક્ષયોપશમની ધારાને ઇચ્છયા કરે છે. ઉઘાડ થયો એટલે જાણે અમને જ્ઞાન થઈ ગયું ! આહાહા...! “જ્ઞાનનયના.... “ષિા:” શબ્દ છે ને! જ્ઞાનનયના શોધનારા, જ્ઞાન પ્રગટ્યું નથી. જ્ઞાનાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ પ્રભુ ! એ દૃષ્ટિમાં, જ્ઞાનમાં અને પરિણતિમાં આવ્યો નથી. ફક્ત જ્ઞાનના ક્ષયોપશમમાં.. આ..હા...! તેના ઇચ્છુક ‘(અર્થાત્ પક્ષપાતી).” જ્ઞાન ઉઘડ્યું એનો ફક્ત પક્ષપાતી કે અમને આનાથી મોક્ષ થશે. ભલે અમે વિષય-કષાય ગમે તેટલા સેવીએ પણ અમારે આ જ્ઞાન થયું એનાથી મુક્તિ થશે. એ પણ ડૂબી ગયા છે. આ...હા...! જેમ પુણ્ય-પાપના પક્ષકાર મિથ્યાત્વમાં ડૂળ્યા છે એમ જ્ઞાન-પરિણતિ, શુદ્ધ શ્રદ્ધા-જ્ઞાન છે નહિ, અનુભવ અંતર વસ્તુ નથી, અંતર (સ્વરૂપ) સન્મુખ દૃષ્ટિ થઈ નથી, અંતર્મુખ કરતો નથી. ફક્ત વર્તમાનમાં જ્ઞાનના ક્ષયોપશમ દ્વારા અમને આ ધર્મ થયો એમ માને એ પણ મિથ્યાત્વમાં ડૂબી ગયા છે. આહા...હા...! અમે સમ્યક્દૃષ્ટિ છીએ, અમને હવે વિષયકષાય ભોગવવામાં શું વાંધો છે ? એમ માનનારા (મિથ્યાત્વમાં ડૂબી ગયા છે). આહાહા... વિષય-કષાય ભાવ, ભાઈ ! દુઃખરૂપ છે. ભગવાનનો સ્વભાવ તો આનંદ છે. એ આનંદની Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સમયસાર સિદ્ધિ-૬ ધારા જેને પ્રગટી નથી અને ફક્ત જ્ઞાનના ઉઘાડની વાતું કરીને વિષય-કષાયમાં એકાકાર લીન થઈ ગયા છે એ ડૂબી ગયા છે. આહા...હા...! બે વાત કરી. શુભ-અશુભ ભાવને મોક્ષ માનનારા એ ડૂબી ગયા છે, એને શુદ્ધતાનું ભાન નથી અને અહીં જ્ઞાનના ક્ષયોપશમમાં શુદ્ધતાનો અનુભવ નથી. તેમ શુદ્ધતા તરફ મંદ ઉદ્યમ છે. પાઠ છે ને ? “મ-૩માં: આ.હા...! તે તરફનો પુરુષાર્થ મંદ છે અને વિપરીત ભાવમાં તીવ્ર પુરુષાર્થ છે. શુભાશુભ ભાવ, વિષય-કષાયના ભાવમાં.... આ.હા.! તીવ્ર ઊંધો ભાવ છે. પ્રમાદી છે,” પ્રમાદના પોટલા ! અંદર જ્ઞાનનું ભાન ન મળે અને અમે જ્ઞાતા-દૃષ્ટા છીએ એવું જ્ઞાનના ક્ષયોપશમની એકલી દશાથી અંતર્મુખના વલણની દશા વિના આ ઉઘાડથી જ મને ધર્મની પ્રાપ્તિ થશે, એ પણ કહે છે જ્ઞાનના ઇચ્છુકો (એને) સ્વભાવનું ભાન નથી અને વિષય-કષાયમાં તલ્લીન થઈ ગયા છે એ પણ ડૂબશે. આહા..હા..! આવું છે. જ્ઞાનનયના.” “ષિાઃ એમ કીધું ને ? એ તો ફક્ત ઇચ્છુક છે. વસ્તુ ઉઘડી નથી. તેમ અંતર્મુખ પ્રયત્ન છે નહિ. શુદ્ધ ચૈતન્યમૂર્તિ, તેના પ્રત્યેનું વલણ પણ નથી. આહા....! ભાવાર્થમાં છે, આમાં – અર્થમાંય છે. જેઓ સ્વરૂપનો કોઈ પુરુષાર્થ કરતા નથી – જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી. નીચે છે. પેલામાંય છે – “મુન્દ્ર-૩મા છે ને ? એવો શબ્દ છે ને ? આ..હા...! (તિરછદ્મવ્હામા:) એમ છે ને ? કેવા છે ? ડૂબેલા કેમ છે ? કે, ‘તેઓ સ્વચ્છેદથી અતિ મંદ-ઉદ્યમી છે...” સ્વરૂપ તરફનો પ્રયત્ન જ નથી. આહા...હા...! મુમુક્ષુ :- સ્વરૂપનો પ્રયત્ન જ નથી. ઉત્તર :- હા, એ નથી. સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય છે એ તરફનું વલણ જ નથી. તેના તરફનો ઝુકાવ જ નથી અને સ્વચ્છંદ સેવીને જ્ઞાનના ઉઘાડને નામે વિષય-કષાય સેવીએ. તોપણ અમને બંધ નથી (એમ માનનારા) ડૂબી ગયા છે. આહા..હા...! વસ્તુ તો આ એટલે અંશે જેમ છે તેમ છે આ. આહા...હા...! જ્ઞાનના ઉઘાડના નામે અમે પંડિત છીએ, અમને જાણપણું છે અને અમને નિર્જરા અધિકારમાં કહ્યું છે કે, અરતિભાવે સેવતા એને બંધ નથી. આવે છે ને ? એનો અમને પ્રેમ નથી અને અમે સેવીએ છીએ. પણ પ્રેમ નથી અને સેવીએ છીએ (એમ તું કહે તો) સ્વરૂપનો ઉઘાડ હોવો જોઈએ. તો પ્રેમ નથી. સ્વરૂપની દૃષ્ટિની સ્થિરતા આદિ શ્રદ્ધા-જ્ઞાન હોય તો આમાં પ્રેમ નથી એમ કહેવાય, પણ એનો પ્રેમ નથી તો આમાં પ્રેમ છે અને વિષય-કષાયમાં ડૂબી ગયો છે. આહાહા..! આવું છે. બેય પડખેથી (વાત કરી). આહાહા...! જ્ઞાનના ઉઘાડને નામે પોતાની મોટપ સેવે. આ હા..હા...! દુનિયા પાસેથી પૈસા માગે, અનુકૂળતા ત્યે અને એમ કહે કે, અમને તો જ્ઞાન છે. પણ જ્ઞાન હોય તો નિર્મળતા હોય તો આ જાતનો લોભ જ તીવ્ર ન હોય. જ્ઞાનના ઉઘાડને નામે પર પાસે માગવું એ હોઈ Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૧ ૨૦૧ શકે જ નહિ. આહા..હા...! આકરી વાત છે, ભાઈ ! વીતરાગની એકેએક વાત એવી છે. આહા..હા...! જુઓ ! એનો અર્થ કર્યો, જુઓ ! તેઓ સ્વચ્છેદથી અતિ મંદ-ઉદ્યમી છે.” અતિ મંદ-ઉદ્યમી છે એમ કીધું. ‘સ્વરૂપપ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી.)' અંતરમાં વલણ કરતા નથી. હજી ભલે પામ્યા ન હોય પણ અંતરમાં વલણ હોય છે એને પણ અહીં ઊભા રાખ્યા છે. પણ જેને અંતરનું વલણ જ નથી અને એકલો મંદ ઉદ્યમ (છે), સ્વભાવ તરફ છે નહિ અને પુણ્ય-પાપની તીવ્રતામાં પડ્યો છે. આહા..હા...! છે ? “સ્વચ્છેદથી અતિ મંદ-ઉદ્યમી છે.” (ગતિસ્વછન્ડમન્ડ-૩મા) એ શબ્દ પડ્યો છે. સમદષ્ટિ ન હોય પણ સમ્યગ્દર્શન સન્મુખ, મિથ્યાદૃષ્ટિ હોય તેને અહીંયાં આગળ આમાં નથી રાખ્યો. સમજાણું કાંઈ ? સમ્યગ્દર્શનની સન્મુખ છે, છે હજી મિથ્યાત્વ પણ સન્મુખ છે એને આ પર તરફના વિષયકષાયમાં લીનતા હોતી નથી, એમાં અંદર રસ હોતો નથી. આહાહા....! એથી આ શબ્દ વાપર્યો છે – (તિરસ્વચ્છત્ત્વમન્દ્ર-૩મા:). અંતર ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ, એના તરફનો ઝુકાવ અને વલણ જરીયે નથી અને એકલા વિષય-કષાયના પરિણામ તરફના ઝુકાવમાં પડ્યો છે... આહા..હા...! ભારે શ્લોક છે. જેમ એ પુણ્ય-પાપના કરનારાઓ પણ ધર્મ માનીને ડૂબેલા છે એમ જેને અંતર્મુખનો પ્રયત્ન જ નથી, અંતર્મુખ (થવાનો) જે પ્રયત્ન જોઈએ એ પ્રયત્ન જ નથી અને એકલો બહિર્મુખનો પ્રયત્ન છે) અને જ્ઞાનનો ઉઘાડ (છે), એનાથી અમને ધર્મ થશે એમ માનનારા) પણ ડૂબેલા છે. આહા..હા...! એ પણ મિથ્યાત્વમાં છે એમ કહેવું છે. ડૂબેલા એટલે કયાં ડૂળ્યા છે ? મિથ્યાત્વમાં ડૂળ્યા (છે) ઈ સંસારમાં ડૂળ્યા છે. આહાહા....! વાસ્તવિક અંદર વસ્તુ પ્રભુ ! શુદ્ધ આનંદઘન ! તેના તરફનું વલણ જ નથી, ઝુકાવ જરીયે નથી અને એકલા જ્ઞાનના ઉઘાડને નામે વિષય-કષાયને સેવી સ્વચ્છંદી તથઈ) પૈસા આદિ અનેક પ્રકારે છે કે અત્યારે ? જ્ઞાનને નામે પૈસા ઉઘરાવે, અમને જ્ઞાન થયું માટે પૈસા આપો, આમ કરો, તેમ કરો. આહા..હા...! એ પરમાં એકદમ લાલસાવાળા ( મિથ્યાદૃષ્ટિ છે). અંદરમાં તો અતિ મંદ ઉદ્યમ છે. એટલે કે તેના તરફનું વલણ જરીયે નથી. આ.હા..હા..! સ્વભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ! જે એ જ ચીજ છે એ આત્મા છે એવા પૂર્ણાનંદનું ધ્યેય નથી, ધ્રુવનું જેને ધ્યેય નથી અને જ્ઞાનના ઉઘાડમાં ધ્યેય (અને) લક્ષ તો ફક્ત પર તરફ છે. આ..હા....! મુમુક્ષુ :- પર તરફ લક્ષ છે એટલે ? ઉત્તર – અંતર તરફ નહિ, પર તરફ જ છે). આત્મા સિવાયના જેટલા પરપદાર્થ છે એટલી તરફનું વલણ છે. આત્મા તરફનો મંદ ઉદ્યમ પણ નથી અને સ્વચ્છંદમાં મહા ઉદ્યમવાળા થઈને (ફરે છે). આહા..હા...! એવી વાત છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમયસાર સિદ્ધિ-૬ સ્વરૂપપ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી.)” જુઓ ! ઈ મંદ ઉદ્યમની વ્યાખ્યા આમ કરી. સ્વરૂપ પ્રાપ્તિનો અંતર ઝુકાવ, પુરુષાર્થ કરતા નથી. પ્રમાદી (થઈનેપડ્યા છે). પ્રમાદના પોટલા (છે). આહા.! “(અને વિષય-કષાયમાં વર્તે છે). પાછું જોયું ? અતિ સ્વચ્છંદ છે ને ! મંદ ઉદ્યમ એટલે પુરુષાર્થ સ્વ તરફ કરતા નથી, પ્રમાદી છે અને એકલા વિષયકષાયમાં વર્તે છે એમ. આહા...હા...! એ પણ ડૂબેલા છે. એ પણ મિથ્યાત્વમાં જ પડ્યા છે એમ કહેવું છે. આહાહા..! (તે વિશ્વરચ ૩૫રિ તરન્તિ) હવે ત્રીજો, ત્રીજો... ત્રીજો બોલ છે). બે બોલ કીધા, હવે ત્રીજો સમ્યક્દૃષ્ટિનો બોલ કહે છે). તે જીવો વિશ્વના ઉપર તરે છે કે” (યે સ્વયં સતત જ્ઞાન ભવન્તઃ વર્મ પૂર્વત્તિ) આહા...હા...! જેઓ પોતે નિરંતર...” આનંદરૂપ થતા “જ્ઞાનરૂપ થતા–પરિણમતા...” જ્ઞાન એટલે વસ્તુ જે જ્ઞાનસ્વરૂપ છે તે રીતે પરિણતિમાં જ્ઞાનરૂપ થતા, એમ. આહાહા....! જાણવાના ક્ષયોપશમનું જ્ઞાન નહિ. આ તો કેવું સ્વરૂપ ચૈતન્ય છે તેવી રીતે તેનું જ્ઞાન થતા, તેનું પરિણમન થતા, એમ. આહા...હા...! “જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા....” આહા..! વિશ્વના ઉપર તરતા એટલે રાગથી માંડીને બધી ચીજોથી ભિન્ન રહેતા. ઉપર તરતા એમ આવે છે ને ? ૧૪૪ (ગાથામાં) ઉપર તરતો' (શબ્દ) આવે છે ને ! ત્યાં આવે છે. વિશ્વ ઉપર તરતા. રાગથી માંડીને બધી ચીજથી ભિન્ન રહેતા. આ..હા...એ વિશ્વ ઉપર તરંતા એટલે ભિન્ન રહેતા. આહાહા..! જ્ઞાનીને રાગ હોય છતાં એનાથી તે ભિન્ન રહે છે. આહા...હા...! સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે તેના ધ્રુવના ધ્યાનમાં ધ્યેય તો ધ્રુવ છે. એની અંદર મગ્ન છે એ વિશ્વ ઉપર તરે છે. રાગથી માંડીને બધી ચીજથી ભિન્ન રહ્યા છે, એમ. તરે છે એટલે એનાથી ભિન્ન રહ્યા છે. આહા..હા...! “તે જીવો વિશ્વના ઉપર તરે છે કે..” (ચે સ્વયં સતત જ્ઞાન ભવન્તઃ વર્ષ ન 7િ) એમ. જે પોતે નિરંતર જ્ઞાનસ્વરૂપ પરિણમતા થકા. જ્ઞાન એટલે આત્મસ્વરૂપ (તે રૂપે) પરિણમતા થકા. આખા આત્માના સ્વરૂપનું પરિણમન કરતા થકા. આહાહા..! કર્મ કરતા નથી.” રાગ આવે તેનો કર્તા થતો નથી, અકર્તાપણે જાણે છે. “અને....” (નીત પ્રકાશ ન યાન્તિ) “ક્યારેય પ્રમાદને વશ પણ થતા નથી –સ્વરૂપમાં ઉદ્યમી રહે છે). આહાહા..! ધર્મી જીવ તો સદાય સ્વરૂપ તરફના વલણથી ચૂકતા નથી. આ.હા...! ધ્રુવના ધ્યેયને ભૂલતા નથી. આ...હા.! એથી તે પ્રમાદને વશ થતા નથી. આહા...હા..! ભારે ભાઈ શ્લોક ! ‘અમૃતચંદ્રાચાર્યદેવે ટૂંકામાં ઘણું નાખ્યું છે ! ઘણું નાખ્યું છે !! (નાતુ પ્રમાર વશ ન યાત્તિ) “કયારેય.... પણ. કદાચિત્ કહે છે ને ! “ખાતુ' શબ્દનો (અર્થ) આવે છે) ને ? કદાચિત્, ક્યારેય. એમ. અહીં “ક્યારેય’ નાખ્યું છે. પ્રમાદને વશ પણ થતા નથી...” આ.હા...હા...! એ સ્વરૂપને ભૂલી અને રાગને વશ થતા નથી. સ્વરૂપની જાગૃતિ તો ધર્મીને સદાય રહે છે. એને પછી ભેદજ્ઞાન કરવું પડતું નથી. આહા...હા...! ભેદજ્ઞાન Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૧ ૨૩ થયું છે એ સદાય રહ્યા જ કરે છે. ભેદપણે જ રહ્યા કરે છે. સ્વરૂપ તરફ જ વલણ જાવાથી રાગથી ભિન્નની ભેદ-દશા સદાય રહ્યા જ કરે છે. આહા..હા..! આવો માર્ગ છે. ભાવાર્થ – ‘અહીં સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે. સર્વથા એકાંત. પુણ્યપાપના ભાવથી મોક્ષ થશે એ સર્વથા એકાંત મિથ્યાત્વ છે). એમ આત્માના સ્વરૂપ તરફના વલણ વિના એકલા જાણપણાથી મોક્ષ થશે એ પણ એકાંત અભિપ્રાય છે. આહાહા....! સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે.” આહા...હા...! કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂપ આત્માને તો જાણતા નથી...” ભગવાન તો જ્ઞાનસ્વરૂપ જ્ઞાતા-દ્રષ્ટા છે. ત્રિકાળી જ્ઞાતા-દષ્ટા છે તેનું તો જ્ઞાન નથી, તેની પ્રતીત નથી, તેનો અનુભવ નથી અને વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને.” આહા..હા...! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન અને દયા, દાન, વ્રતના વિકલ્પ. એવા ક્રિયાકાંડના આડંબરને..” ક્રિયાકાંડનો બધો આડંબર છે. આહા..હા.! એમાં ઘેરાય ગયો છે. એનાથી ભિન્ન ભગવાન જ્ઞાતા-દ્રષ્ટા છે તેના તરફ તો ઝુકાવ, વલણ છે નહિ અને એકલા પુણ્યની ક્રિયામાં અને પાપની ક્રિયામાં. ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે. આહા..હા..! અજ્ઞાની. ‘તેનો પક્ષપાત કરે છે.' “આવા કર્મનયના પક્ષપાતી લોકો.... કર્મનય એટલે આ પુણ્ય-પાપના ભાવ, ઈ (કર્મય). જેઓ જ્ઞાનને તો જાણતા નથી. ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ ધ્રુવ, તેના તરફ તો ધ્યેય નથી, વલણ નથી, વિશ્વાસ નથી. તે તરફની રુચિની મંદતા છે, ઠેકાણું નથી. અહીં બહારમાં રુચિની ઉગ્રતા છે. આ..હા...! દયા, દાન, વ્રત, ભક્તિમાં) એટલો ઉત્સાહ. એટલો ઉત્સાહઓ.હો.હો....! મંદિરમાં પ્રતિમા સ્થાપી એટલે જાણે શું કર્યું અમે ! કૂદે. કૂદે આમ નાચે સ્થાપનારો ! એમ કે, આહાહા...! અમે તો ભગવાનને બિરાજમાન કર્યા ! પણ એ તો એકલો રાગ છે. એ ટાણે આત્મા રાગરહિત છે તે તરફનું વલણ તો જરીયે નથી. શુદ્ધ ચૈતન્યઘન આત્મા તરફ તો વલણ, ઝુકાવ છે નહિ અને એકલા પર તરફના રાગમાં અમે મંદિર સ્થાપ્યા, અમે લાખો રૂપિયા) ખર્મા, પાંચ લાખ ખર્ચા, દસ લાખ ખર્ચા. મુમુક્ષુ :- પુણ્યને હેય માનતો નથી. ઉત્તર :- એ પુણ્યને ઉપાદેય માને છે. આહાહા...! એટલે ધર્મનું કારણ માને છે. આહા...હા...! ‘આવા કર્મનયના પક્ષપાતી લોકો – જેઓ જ્ઞાનને તો જાણતા નથી.” વસ્તુ ભગવાન શુદ્ધ ચૈતન્યઘન છે તેના તરફનું તો વલણ જ નથી, તેના તરફનો તો કોઈ ઝુકાવેય નથી. થોડો પણ પુરુષાર્થ સ્વભાવ તરફ હોય એ પણ નથી. બધો પુરુષાર્થ પુણ્ય અને પાપમાં રોકી દીધો છે. આહા..હા...! સમજાણું કાંઈ ? “વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ક્રિયાકાંડ.” Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સમયસાર સિદ્ધિ-૬ એ બધો ક્રિયાકાંડ, રાગ છે. આહા...હા...! પંચ કલ્યાણક કરે, ધમાધમ ! એમાં લાખ-બે લાખ ખર્ચે. ઇન્દ્રો થાય. આહા...હા....! જાણે કે અમે શું કર્યું ! આ..હા...! ભાઈ ! એ તો પર તરફના વલણવાળો રાગ છે. એ આત્મા તરફના વલણવાળી દશા ક્યાં છે ત્યાં ? આહા..હા...! ગમે એટલા પંચકલ્યાણકમાં કરોડ રૂપિયા ખર્ચે અને આખા ગામને જમાડે. ગામ ધુમાડાબંધ (જમાડે કેમકે ભગવાનની પ્રતિષ્ઠા કરી છે ! તેથી શું થયું, કહે છે. અંતર આનંદસ્વરૂપ ભગવાન, તેના તરફનો તો ઝુકાવ નથી અને એકલા આ તરફના ઝુકાવથી ધર્મ માને છે ઈ ( મિથ્યાત્વમાં) ડૂબી ગયેલા છે. આ..હા..! આ વાત..! હાથી કાઢે, ઘોડા કાઢે. આહા...હા...! મુમુક્ષુ :- આપણે હાથી તો લાવીએ છીએ. ઉત્તર :- ઈ જ કહીએ છીએ. લાવે છે છતાં એની મર્યાદા છે. એ તરફના વસ્તુના ભાગ ઉપર મર્યાદા છે, જોર ત્યાં નથી. અહીં જોર જોઈએ. હોય ભલે, ઈ તો કીધું ને ! જ્ઞાનીને (એવો ભાવ) હોય છે પણ તેમાં એ એકાકાર થતો નથી. આ હા.! હાથી, ઘોડા.... મુમુક્ષુ – લોકો એમ કહે છે કે, તમે કરો ઈ બરાબર અને અમે કરીએ એ બરાબર નહિ. ઉત્તર :– એમ કોણે કીધું ? જે કંઈ આત્માના સ્વભાવ તરફનો ઝુકાવ નથી અને કરે છે અને એકલો પર તરફ ઝુકાવ છે તે મિથ્યાષ્ટિ છે. અહીં તો ઈ (વાત છે). ગમે તે મોટી ધમાલ કરે, પંચ કલ્યાણક કરે, ગજરથ ચલાવે એથી શું થયું ? એ તો પરની ક્રિયા છે. એ બાજુ ભાવ કદાચિત્ હોય તો રાગ મંદ છે અને એ તો ક્રિયાકાંડ છે. એનાથી ધર્મ માને છે એ તો ડૂબી ગયા છે. આહા..હા...! આવી વાત છે. એમાં સાધુને આહારપાણી યે ને એમાં ઉત્સાહ કરે. જાણે આપણે તો કલ્યાણ થઈ જશે ! ભાઈ ! એ તો પર તરફના વલણનો ભાવ છે, ભાઈ ! મુમુક્ષુ – એવું તો શાસ્ત્રમાં લખ્યું છે કે, મુનિને આહાર દે તો સંસાર પરિત કરે. ઉત્તર :- પરિત સંસાર કર્યો ઈ કહેતા નથી. શ્વેતાંબરમાં છે, દિગંબરમાં નથી. શ્વેતાંબરમાં છે કે, આ સાધુને આહાર આપે તો પરિત સંસાર (કર્યો. બિલકુલ જૂઠી વાત છે. પરદ્રવ્ય તરફના વલણનો ભાવ ઈ રાગ છે, રાગ ઈ તો સંસારનું કારણ છે. અંતરદૃષ્ટિ તે વખતે સ્વભાવ સન્મુખ હોય તો એ રાગ પુણ્યનું કારણ છે અને અહીંયાં જેટલી શુદ્ધતા છે તે નિર્જરાનું કારણ છે. એમ બેય એકસાથે હોય પણ આત્માની શુદ્ધતા તરફનું વલણેય નથી, ઝુકાવ નથી, રુચિ નથી.. આહા..હા...! એની પૂર્ણતાના પ્રભુતાની મોટપ જેને ભાસતી નથી અને આ રાગની ક્રિયાની મોટપ જેને ભાસે છે તે મિથ્યાત્વમાં ડૂબેલા છે). આહાહા...! આ તો વીતરાગમાર્ગ ચોખ્ખો છે, બાપુ ! આમાં ક્યાંય પોલ ચાલે તેવું નથી). આ...હા...! જ્ઞાનને તો જાણતા નથી અને કર્મનયમાં જ ખેદખિન છે” જોયું ? એ શુભભાવમાં Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૧ ૨૦૫ ખેદખિન્ન (છે). દુઃખ, એકલું દુઃખ વેદે છે. તેઓ – સંસારમાં ડૂબે છે. સંસાર (કહીને) મિથ્યાત્વમાં ડૂબી ગયા છે એમ કહેવું છે. વળી કેટલાક લોકો આત્મસ્વરૂપને યથાર્થ જાણતા નથી.” જેઓ ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાનઘન નિર્મળ સ્વરૂપને તો જાણતા નથી “અને સર્વથા એકાંતવાદી મિથ્યાષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ.' આહા..હા...! ખોટી રીતે કલ્પી...” વાસ્તવિક સ્વરૂપ તરફનો ઝુકાવ નથી અને એકલા બહારના જાણપણામાં રોકાઈને) આહાહા..! તેમાં પક્ષપાત કરે છે. પોતાની પરિણતિમાં જરાય ફેર પડ્યા વિના....” જોયું? વાત અહીં છે. આમાંય છે. પોતાની દિશામાં કાંઈ ફેર પડ્યા વિના, અંતર્મુખના કાંઈ જરીયે વલણ વિના. આહા..હા....! પોતાની પરિણતિમાં જરાયે ફેર પડ્યા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને છે.” અમારે અબંધ છે. અમારે શું છે ? ઈ તો આવે છે ને ! “નિર્જરા અધિકારમાં નથી આવતું ? ક્લેશ કરો તો કરો. આહા...હા...! એક “અમૃતચંદ્રાચાર્યદેવનો કળશ છે. આ..હા...! મુમુક્ષુ :- તપશ્ચર્યા કરે છે તેને માટે છે. ઉત્તર :– ઈ તપસ્યા કરે છે તો રાગ છે, ઈ બધી તપસ્યા ક્યાં છે)? આત્મા તરફનું વલણ નથી ત્યાં) તપસ્યા (કેવી) ? છ છ મહિનાના અપવાસ અનંત વાર કર્યા. ભગવાનની આરતી અનંત વાર ઉતારી, ભગવાનની સેવા, ભક્તિ, પૂજા અનંત વાર (કરી). ઈ તો પર તરફનું વલણ તો રાગ છે. આહા...! “પરફળાવો હુમા પરદ્રવ્યના વલણ તરફ તો ચૈતન્યની ગતિ છે જ નહિ. એમાં જાણપણાને નામે તેમાં રોકાઈ જઈ અને અંતરનું વલણ કરતા નથી એ ડુબી ગયેલા છે. આહા..હા..! પોતાની પરિણતિમાં જરાય ફેર પડ્યા વિના....” છે ને ? અતિ મંદ ઉદ્યમ છે ખરું ને ! તેઓ પોતાને સર્વથા અબંધ માને છે અને વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક પાણી છોડી દે છે. નથી થતી શુદ્ધતા અને અશુભમાં પડીને શુભને છોડી દે છે, એમ કહે છે. આહાહા..! ક્રિયાકાંડ શુભભાવ છે એ છોડી દે છે અને અશુભમાં પડયો છે, શુદ્ધતાનું લક્ષ નથી. મુમુક્ષુ :- ક્રિયાકાંડ નિરર્થક થયું ને ? ઉત્તર :- નિરર્થક જ છે. ક્રિયાકાંડ તો નિરર્થક જ છે પણ ક્રિયાકાંડ નિરર્થક છે ઈ જ્ઞાનના સ્વરૂપની ખબર છે, આ બાજુ વલણનો ઝુકાવ છે એનો ક્રિયાકાંડ નિરર્થક છે. ઈ તો જ્ઞાનીનેય ક્રિયાકાંડ નિરર્થક છે. એ તો આમાં આવી ગયું ને ? મિથ્યાદૃષ્ટિનું યતિપણું ઈ બંધનું કારણ છે અને સમ્યફદૃષ્ટિનું યતિપણે મોક્ષનું કારણ છે એમ છે નહિ. યતિપણું છે, ઈ બેય ક્રિયાકાંડ છે. યતિને ભરોસે રહીશ નહિ. અંદર ભગવાનનો ભરોસો કર ! આહા...હા...! બહારના અઠ્યાવીસ મૂળગુણના ભરોસે રહીશ નહિ. અઠ્યાવીસ મૂળગુણ પાળીએ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમયસાર સિદ્ધિ-૬ છીએ, પંચ મહાવ્રત પાળીએ છીએ, જાવજીવ બ્રહ્મચર્ય પાળીએ છીએ. એના ભરોસે રહીશ નહિ. કારણ કે એ તો પ૨ તરફના વલણનો ભાવ છે. આહા..હા....! વ્યવહાર દર્શન-શાન-ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક જાણી છોડી દે છે.’ એમ જાણીને (છોડી દે છે). સ્વરૂપ તરફ દૃષ્ટિ નથી, ઝુકાવ નથી અને પુણ્યને છોડીને પાપમાં પડ્યા છે, એમ કહે છે. આ..હા...! ‘આવા જ્ઞાનનયના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી...’ એમ. આહા..હા...! પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! તેના તરફ જરીયે ઝુકાવ નથી, વલણ નથી, તેના તરફના પ્રયત્નનો બિલકુલ અભાવ છે અને એકલા જ્ઞાનના ઉઘાડથી ધર્મ માનીને વિષય-કષાયને સેવે છે. આ..હા...! આવા જ્ઞાનનયના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી... જોયું ? અને શુભ પરિણામોને છોડી...’ દે છે. એમ લ્યે છે. શુભ પરિણામને છોડી દે છે. એ વિષય-કષાયમાં વર્તે છે તેઓ પણ સંસારસમુદ્રમાં ડૂબે છે.’ આ તો વીતરાગમાર્ગ છે, ભાઈ ! જરીયે પણ ફેરફાર હોય તો અહીં પાલવે એવું નથી, કહે છે. જ્ઞાનનો ઉઘાડ ક્ષયોપશમ છે ઈ પરલક્ષી છે. એ તો શબ્દજ્ઞાન છે, કંઈ આત્મજ્ઞાન નથી. એ શબ્દજ્ઞાનમાં સંતોષાય અને આત્મજ્ઞાન તરફ વલણ કરતો નથી અને બાકી કષાયના ભાવ તીવ્ર આવ્યા જ કરે તોપણ દરકાર કરતો નથી. આહા..હા...! એ ડૂબી ગયેલા છે. આહા..હા...! ‘વિષય-કષાયમાં વર્તે છે...’ પાછુ એમ કીધું ને ! સ્વરૂપનો જરીયે ઉદ્યમ નથી, ‘શુભ પરિણામોને છોડી સ્વચ્છંદી થઈ વિષય-કષાયમાં વર્તે છે તેઓ પણ સંસારસમુદ્રમાં ડૂબે છે.’ સંસારસમુદ્ર એટલે મિથ્યાત્વ. આહા..હા...! મિથ્યાત્વ એ જ સંસાર છે. એ એકાંતપણું છે એ જ મિથ્યાત્વ છે અને એ જ સંસાર છે. અંતરના સ્વરૂપ તરફ વલણ નથી અને એકલા જ્ઞાનના ઉઘાડના ભાવમાં જ ધર્મ માની (બેસે). શબ્દજ્ઞાન થઈને, એ શબ્દજ્ઞાન તો અગિયાર અંગનું જ્ઞાન અનંત વાર કર્યું. એ જો ધર્મનું કારણ હોય તો અગિયાર અંગનું જ્ઞાન અનંત વાર થયું. આહા..હા...! એ શબ્દજ્ઞાનમાં સંતોષાય જાય છે પણ આત્મજ્ઞાન તરફ વલણ કરતા નથી. અહીં તો એવું છે રોકડેરોકડા, જેટલા હોય એટલા. આહા..હા...! મુમુક્ષુ :- શરાફની પેઢી હોય ને. ઉત્ત૨ :- આડુંઅવળું કાંઈ ચાલે નહિ. પહેલા એવો રિવાજ હતો. રૂપિયો ખોટો હોય તો ચાલવા ન દો. ચોડી ક્યે પોતે, ઉંબરામાં ચોડી ચે. પોતાના ઉંબરામાં ચોડી ચે. પેલો ના પાડે તો કહે, નહિ, ચાલવા નહિ દઉં. (આ તો) વીતરાગની દુકાન છે, શરાફી ! એમાં કાંઈ આડુંઅવળું ચાલે એવું નથી. આહા..હા...! મુમુક્ષુ :- ઉભયાભાસી હોય તો ? ઉત્તર :– એ ઉભયાભાસી પણ ઈં છે. આહા..હા..! Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૧ ૨૦૭ મોક્ષમાર્ગી જીવો જ્ઞાનરૂપે પરિણમતા થકા.... દેખો ! શુદ્ધ આત્માની શ્રદ્ધા, જ્ઞાનરૂપે પરિણમતા થકા ધર્મી. ‘શુભાશુભ કર્મને હેય જાણે છેત્રીજા નંબરના (જીવ લીધા). “મોક્ષમાર્ગી જીવો..” શુદ્ધ સ્વરૂપે પરિણમતા થકા. આ..હા...! “શુભાશુભ કર્મને હેય જાણે છે અને શુદ્ધ પરિણતિને જે ઉપાદેય જાણે છે. એ તો શુદ્ધ સ્વભાવની નિર્મળ પરિણતિ થાય તે જ ઉપાદેય છે એમ માને છે). સમકિતી શુભભાવને ઉપાદેય માનતો નથી. આહા.... ‘તેઓ માત્ર અશુભ કર્મને જ નહિ પરંતુ શુભ કર્મને પણ છોડી” શુભ – પુણ્ય. આહાહા....! ધર્મી સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉદ્યમવંત છે.” સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉદ્યમવંત છે. આહાહા...! “સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા થતાં સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે.” તે તરફ એ પુરુષાર્થ હોય જ છે. આ..હા...હા...! ભેદજ્ઞાનથી... આવતું નથી? ભેદજ્ઞાનથી ચારિત્ર થાય છે એવી) ગાથા આવે છે ને ! ઈ એના તરફનું વલણ જ હોય છે. અંતર.... અંતર... અંતર. અંતર્મુખ. એથી તે સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા થતાં સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે. “જ્યાં સુધી, પુરુષાર્થની અધૂરાશને લીધે, શુભાશુભ પરિણામોથી છૂટી સ્વરૂપમાં સંપૂર્ણપણે ટકી શકાતું ત્યાં સુધી – જોકે સ્વરૂપસ્થિરતાનું અંતરૂ-આલંબન (અંતસાધન) તો શુદ્ધ પરિણતિ પોતે જ છે.” અંતર ધ્રુવ ધ્યેય તો એને જ છે. આહા..હા...! ધ્રુવનું જ આલંબન છે, જ્ઞાયકનું જ આલંબન છે. શુદ્ધ ભાવ ત્રિકાળ અંતર તત્ત્વનું જ આલંબન છે. બહિર્તત્ત્વ રાગાદિનું આલંબન પણ નહિ એમ કહે છે. આ..હા...! જોકે સ્વરૂપસ્થિરતાનું અંતરૂ આલંબન (અંતઃસાધન) તો શુદ્ધ પરિણતિ પોતે જ છે તોપણ – અંતર્-આલંબન લેનારને જેઓ બાહ્ય આલંબનરૂપ કહેવાય છે એવા (શુદ્ધ સ્વરૂપના વિચાર આદિ) શુભ પરિણામોમાં તે જીવો હેયબુદ્ધિએ પ્રવર્તે છે. સમકિતીને શુભભાવ આવે છે પણ) હેયબુદ્ધિએ પ્રવર્તે છે. આહા! પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કમોંમાં.” નથી પ્રવર્તતા. વાત ઈ છે. (એમ) પ્રવર્તવાની બુદ્ધિ તેમને કદી હોતી નથી.” શુભને છોડીને અશુભમાં પ્રવર્તવું એવી બુદ્ધિ કદી હોતી નથી. ‘આવા જીવો – જેઓ એકાંત અભિપ્રાય રહિત છે તેઓ – કર્મનો નાશ કરી, સંસારથી નિવૃત્ત થાય છે. લ્યો ! એ ત્રીજા બોલની વાત કરી. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્લોક-૧૧૨ (મંવાળાંતા) भ्रमरसभरान्नाटयत्पीतमोहं भेदोन्मादं मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन। हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि સમયસાર સિદ્ધિ-૬ ज्ञानज्योतिः कवलिततमः प्रोज्जजृम्भे भरेण । ।११२।। इति पुण्यपापरूपेण द्विपात्री भूतमेकपात्रीभूय कर्म निष्क्रान्तम् । इति श्रीमदमृतचंद्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ पुण्यपापप्ररूपकः તૃતીયો: || હવે પુણ્ય-પાપ અધિકારને પૂર્ણ કરતાં આચાર્યદેવ શાનનો મહિમા કરે છે ઃશ્લોકાર્થ :- (પીતમોö) જેણે મોહરૂપી મદિરા પીધી હોવાથી (ભ્રમ-રસ-મરાત્ મેવોન્માવં નાયતા) જે ભ્રમના રસના ભારથી (અતિશયપણાથી) શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને (ગાંડપણાને) નચાવે છે (તત્ સત્તમ્ અપિ ર્મ) એવા સમસ્ત કર્મને (વલેન) પોતાના બળ વડે (મૂત્રો'નું ત્હા) મૂળથી ઉખેડી નાખીને (જ્ઞાનખ્યોતિઃ મરેળ પ્રોપ્નતૃમ્ભે) જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. કેવી છે તે જ્ઞાનજ્યોતિ ? (વૃત્તિતતમઃ) જે અજ્ઞાનરૂપી અંધકારને કોળિયો કરી ગઈ છે અર્થાત્ જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે, (હેતાઉન્મિલતા) જે લીલામાત્રથી (–સહજ પુરુષાર્થથી) ઊઘડતી વિકસતી જાય છે અને (પરમલયા સાર્ધમ્ આધ્ધતિ) જેણે પરમ કળા અર્થાત્ કેવળજ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે એવી તે જ્ઞાનજ્યોતિ છે. (જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ છદ્મસ્થ છે ત્યાં સુધી જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાન સાથે શુદ્ઘનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે, કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે.) ભાવાર્થ :– પોતાને (જ્ઞાનજ્યોતિને) પ્રતિબંધક કર્મ કે જે શુભ અને અશુભ – એવા ભેદરૂપ થઈને નાચતું હતું અને જ્ઞાનને ભુલાવી દેતું હતું તેને પોતાની શક્તિથી ઉખેડી નાખી જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. આ જ્ઞાનજ્યોતિ અથવા જ્ઞાનકળા કેવળજ્ઞાનરૂપી પરમકળાનો અંશ છે અને કેવળજ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે તેમ જ તે તરફ પ્રગતિ કરે છે, તેથી એમ કહ્યું છે કે જ્ઞાનજ્યોતિએ કેવળજ્ઞાન સાથે ક્રીડા માંડી Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૨ ૨૦૯ છે.” જ્ઞાનકળા સહજપણે વિકાસ પામતી જાય છે અને છેવટે પરમકળા અર્થાત્ કેવળજ્ઞાન થઈ જાય છે. ૧૧૨. ટીકા - પુણ્ય-પાપરૂપે બે પાત્રરૂપ થયેલું કર્મ એક પાત્રરૂપ થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયું. ભાવાર્થ – કર્મ સામાન્યપણે એક જ છે તો પણ તેણે પુણ્ય-પાપરૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો. તેને જ્ઞાને યથાર્થપણે એક જાણી લીધું ત્યારે તે એક પાત્રરૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું, નૃત્ય કરતું અટકી ગયું. આશ્રય, કારણ, રૂપ, સવાદસે ભેદ વિચારી ગિને દોઉ ત્યારે, પુણ્ય રુ પાપ શુભાશુભભાવનિ બંધ ભયે સુખદુઃખકરા રે; જ્ઞાન ભયે દોઊ એક લગૈ બધુ આશ્રય આદિ સમાન વિચારે, બંધકે કારણ હૈ દોઉ રૂપ, ઇન્હેં તજિ જિનમુનિ મોક્ષ પધારે. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્દ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં પુણ્ય-પાપનો પ્રરૂપક ત્રીજો અંક સમાપ્ત થયો. પ્રવચન નં. ૨૪૨, શ્લોક-૧૧૨ શુક્રવાર, જેઠ સુદ ૬, તા. ૦૧-૦૬-૧૯૭૯ સમયસાર કળશ-૧૧૨. હવે પુણ્ય-પાપ અધિકારને પૂર્ણ કરતાં આચાર્યદેવ જ્ઞાનનો મહિમા કરે છે :- છેલ્લો (કળશ). भेदोन्मादं भ्रमरसभरान्नाटयत्पीतमोहं मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन। हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि ज्ञानज्योतिः कवलिततमः प्रोज्जजृम्भे भरेण।।११२।। જેણે મોહરૂપ મદિરા પીધી....” છે એમ કહે છે. આહા...! જેણે મિથ્યાત્વનો દારૂ પીધો છે. ક્રમ-રર-મર” એની ભ્રમણાના રસથી – ભારથી – બોજથી મિથ્યાશ્રદ્ધા (જીતમોé) મહા મિથ્યાત્વ એવો મોહ જેણે પીધો છે એટલે જેના અનુભવમાં મિથ્યાત્વ છે. આહા...! તે જીવ “ભ્રમના રસના ભારથી....” ભ્રમણાના કારણે “મેવોનાવું નાટય એ કર્મમાં ભેદ પાડે છે. મિથ્યાદૃષ્ટિ જીવ મિથ્યાત્વના રસથી) અતિશય ભારથી થયેલા. મેવોન્માદું પુણ્ય Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સમયસાર સિદ્ધિ-૬ અને પાપમાં બેમાં ભેદ પાડે છે. પુણ્ય છે તે ઠીક છે, પાપ એ ઠીક નથી એમ અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ મિથ્યાત્વના જોરને લઈ, કર્મનો એક જ પ્રકાર છે એમાં બે ભેદ પાડે છે. આહા..હા.! મેવોનાä નાટય” કર્મના ભેદને – ઉન્માદને – ગાંડપણાને. આહા...! એ શુભભાવ વ્રત, તપ, ભક્તિ ઠીક છે કે એનાથી હળવે હળવે આગળ જવાય એમ અજ્ઞાની. આહા..હા...! ભેદરૂપી ગાંડપણાને લઈને. એ ભેદ ગાંડપણું – પાગલ મિથ્યાત્વ છે એથી ભેદ પાડે છે. આ...હા.! પુણ્ય અને પાપ બેય ભાવ એક જ કર્મ જ છે. એમાં અજ્ઞાની ભેદ ગાંડપણું કરીને પાડે છે. કેટલા વિશેષણ આપ્યા ! મોહ પીધો છે, મોહના ભારથી વિશેષપણે અતિશયપણે મિથ્યાત્વનું જોર ફાટ્યું છે. આ..હા...! એ જીવ કર્મ એક પ્રકારના, પુણ્ય અને પાપ બેય એક જ પ્રકાર છે (છતાં) અજ્ઞાની એમાં ભેદ પાડે છે. આહાહા...! આવો તો ખુલાસો છે તોય પછી બધા નાખે છે. અંદર નાખે શુભભાવ આ વ્રત, તપ, પડિયામાંથી પણ નિશ્ચયમાં) જવાય. કહો ! અહીં કહે છે, એવા સમસ્ત કર્મને... હવે ટાળવાની વાત છે. આ વાત તો ગાંડપણે ઉન્માદ થઈને કર્મ – પુણ્ય શુભ અને અશુભ ભાવ બેય એક જ કર્મ છે એને ગાંડપણે ભેદ પાડે છે. આહા...હા...! પાગલ થઈને મિથ્યાત્વના ભ્રમમાં પુણ્ય વ્રત, નિયમ, તપ ઠીક છે અને પાપ પરિણામ ઠીક નથી એમ અજ્ઞાની મિથ્યાત્વના પીધેલા, અનુભવી – મિથ્યાત્વના અનુભવી... આહા...હા...! ભેદને ઉન્માદામાં) ગાંડપણે નચાવે છે. આકરી વાત છે. આવું તો ચોખું છે. મુમુક્ષ :- આચાર્ય ગાંડા તો કહે છે. બેયમાં ભેદ પાડે તેને (ગાંડા કહે છે). ઉત્તર :- ગાંડા જ છે. ભેદને ઉન્માદ કીધો ને ! મેવોન્મ ભેદ પાડે છે તે જ ઉન્માદ, ગાંડપણું છે. આહા...હા...! હવે અત્યારે તો ગડબડ બધી એ ચાલે છે, શુભભાવ હોય, વ્રત હોય, તપ હોય, ભક્તિ (હોય). અર...૨.૨! આવી વાત પ્રભુ ! આહા! શુદ્ધ ચૈતન્ય ભગવાન ! અતીન્દ્રિય અમૃતનો ચૈતન્ય રસકંદ બિરાજે છે, પ્રભુ ! એમાં ઉણપ, ખોટ, વિબ કે આવરણ છે જ નહિ. એવું સત્ત્વ ભગવાનઆત્મા ! એનો અનાદર કરી મિથ્યાત્વના દારૂ પીધેલાઓ. મિથ્યાત્વરૂપી દારૂ પીધો એમ કહ્યું. પેલો દારૂ નહિ. ભેદને ઉન્માદ – બેને જુદા પાડે છે. ઉન્માદ અને ગાંડપણાને લઈને ભેદ પાડે છે). આહા..હા..! આવું આકરું લાગે. અત્યારે બધે ઈ ચાલે છે. સાધુપણામાં પડિમાધારી (એમ કહે કે, પડિયા લ્યો ને આ લ્યો. પણ હજી મૂળમાં ઠેકાણા નહિ (ત્યાં) પડિમાનો તો વિકલ્પ છે. એ સારો ક્યાંથી આવ્યું ? આહા..હા...! શુભ અને અશુભ ભાવ બે એક જ છે. શુભાશુભ કર્મ આઠે (લઈ લેવા). છતાં તેના ભેદરૂપી ઉન્માદને ગાંડપણાને) નચાવે છે.” આ...હા...! મિથ્યાત્વને પરિણમાવે છે. આહા...! Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૨ ૨૧૧ ભગવાન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અમૃત ચૈતન્યરત્નાકરનો દરિયો ! એનાથી ઊંધું પુણ્ય અને પાપમાં ભેદ પાડીને ઘેલછાઈ ઊભી કરે છે. આ..હા...! એવા કર્મને, “એવા સમસ્ત કર્મને...” (વર્લેન) પોતાના બળ વડે.” હવે સવળો પડ્યો. આ..હા...! ભગવાન શુદ્ધ છે આત્મા એમ અંતરના બળ વડે પુણ્ય અને પાપ બેયને એક માની અને છોડી દયે છે. આહા..હા...! પોતાના બળ વડે.” પાછું, ભાષા આમ છે. આત્માના બળ – પુરુષાર્થ વડે. એ પુરુષાર્થ કોઈ રાગની મંદતા થઈ માટે આ બળ એને નાશ કરવાનું પ્રગટ્યું એમ નથી). જેને નાશ કરવું છે એનાથી બળ કેમ પ્રગટે ? આહા..હા...! એને તો જુદું પાડવું છે, એનો નાશ કરવો છે. ઈ એના બળમાં મદદ કરે ? એથી શબ્દ વાપર્યો છે – પોતના બળ વડે એમ કહે છે. આત્માના બળ વડે. શુદ્ધ ભગવાન પરમાત્મા અમૃતસ્વરૂપ ! અમૃતનો મોટો દરિયો ! સ્વયંભૂરમણ ! આ.હા...! અનંત અનંત ગુણથી પવિત્રતાથી બિરાજમાન પ્રભુ ! એના બળ વડે. આત્મા તરફના બળ વડે ધર્મી જીવ.... આ...હા...! (મૂતોનૂનં વા) મૂળથી ઉમૂલ (અર્થાતુ) એનું મૂળ ઉખેડી નાખે છે. આહાહા...! મિથ્યાત્વનો એક અંશ ન રહે એ રીતે ઉખેડી નાખે છે એમ કહે છે. આ..હા...! નટુભાઈ ! તમારે પાલીતાણા” કાંઈ ચાલે છે કે નહિ ? આહાહા..! પેલા “નાનુભાઈ ત્યાં આવ્યા છે ને ? પાલીતાણા' નહિ? અહીં બોર્ડિંગમાં ઈ કહેતા હતા કે, આવું અમારે ત્યાં “પાલીતાણામાં તો ચાલતું નથી. ત્યાં તો આખો દિ' હોળી સળગતી હોય. આ ચડ્યા ને ઉતર્યા ને આ કર્યા ને તે કર્યા, ફલાણું કર્યું. ડોલીમાં બેસીને ગયા ને આવ્યા. આહા..હા...! માળા ગણીને ચડે અને માળા ગણીને ઉતરે. જોયા છે ને ! આહા..હા..! કહે છે કે, એવો જે ભેદ પાડે છે કે, આ જાત્રાનો ભાવ સારો અને ઘરે બેઠા વિષયકષાયનો ભાવ થાય એ) ખરાબ (એ મિથ્યાદૃષ્ટિ છે). આહાહા..! દુકાનનો, ધંધાનો ભાવ ખરાબ અને ભક્તિ ને જાત્રાનો ભાવ સારો એવો મિથ્યાદૃષ્ટિના જોરથી ભેદને ઘેલછાથી જુદા પાડે છે. એમ કહે છે. તેને – સમસ્ત કર્મને...” સમસ્ત એટલે શુભ હો કે અશુભ હો, એમ. પુણ્ય હોય કે પાપ હોય, એમ. બેયને સમસ્ત કર્મનો અર્થ એ છે. શુભ હોય કે અશુભ હોય, બેયને પોતાના બળ વડે” ભગવાનઆત્મા ! શુદ્ધ સ્વભાવના આશ્રયે, બળ વડે, એના અવલંબનથી.. આ.હા...! (મૂનોમૂર્ત વૃત્તા) આહાહા...! શુભ અને અશુભને મૂળમાંથી ઉખેડી નાખે છે. આહા...હા...! ગધેડા જેમ ઘાસ ચરે ઈ મૂળમાંથી કાઢે. એમ આ મૂળમાંથી જ્ઞાનીઓ મિથ્યાત્વને ઉખેડી નાખે છે). આહા...હા...! પેલો ગધેડો છે અને આ જ્ઞાની છે. આકરું કામ. વળી કહેશે કે, આખો દિ કામ કરવું અને વળી કહે.. બાપુ ! કોણ કરે ? ભાઈ ! ભગવાન ચૈતન્યમૂર્તિ પ્રભુ ! બાદશાહ મોટો આનંદનો ! આ..હા...! અનંત ચૈતન્ય રત્નાકર Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સમયસાર સિદ્ધિ-૬. બાદશાહ ! એનું જ્યાં પુરુષાર્થમાં જોર આવ્યું, એના બળ વડે. ભેદને – ઉન્માદને અજ્ઞાની નચાવતો હતો એને મૂળમાંથી ઉખેડી નાખે છે. અંશે રાગનો અંશ રહે છે (એમ નહિ). જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવ ઠીક છે એ ભાવને પણ અહીંયાં મૂળમાંથી ઉખેડી નાખે છે. આહા..હા...! આવી વાત છે. મૂળમાંથી ઉખેડી નાખીને ત્રણ શબ્દ છે ને? (મૂનોજૂનું ત્પા) મૂળમાંથી ઉમૂલ – ઉમૂલ – ઉખેડી નાખીને, મૂળિયું તોડી નાખીને એટલે ઉખેડી નાખીને. આહાહા...! (જ્ઞાનજ્યોતિઃ મરે પ્રોબ્લેઝૂમે) ચૈતન્યમૂર્તિ જ્ઞાતા-દષ્ટા “જ્ઞાનજ્યોતિ....” “મરે' એટલે અત્યંત....” “પ્રોબ્લેઝૂમે’ ‘સામર્થ્ય સહિત... આહાહા.! પોતાના “અત્યંત સામર્થ્ય સહિત...” પરિણતિમાં, હોં! આહાહા..! જ્ઞાનજ્યોતિ ચૈતન્યમૂર્તિની દષ્ટિ થતા શુદ્ધ પૂર્ણ પરમાત્મસ્વરૂનો આશ્રય થતા જ્ઞાનજ્યોતિ પર્યાયમાં પ્રગટે છે, પરિણમે છે. એ (મોહને) “મૂળથી ઉખેડી નાખીને જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત....” અત્યંત સામર્થ્ય સહિત (એટલે) એને હવે કોઈ વિઘ્ન કરી શકે કે (એ) પર્યાયને કોઈ પાછી પાડે એમ નથી કહે છે. આહાહા..! પંચમ આરાના સાધુ સંત આમ વાત કરે. પરમાત્માના વિરહમાં રહ્યા. આહાહા..! મુમુક્ષુ :- પરમાત્માના વિરહ ભૂલાવી દીધા. ઉત્તર :- આ...હા...હા...! ભગવાન ! એ પરમાત્માને મળે તો એ તો રાગ છે. આહા..હા...... આ પરમાત્માને મળતા વીતરાગતા થાય છે. આહા...હા...! ત્રણલોકના નાથ વીતરાગ તીર્થકરની હાજરી સમવસરણમાં (હોય) એમાં શું ? એના તરફનું સાંભળવાનું કે ભક્તિનું વલણ છે. ઈ તો શુભરાગ છે. અહીંયાં તો આત્મબળ વડે, શુભ કે અશુભના કોઈપણ અંશને મૂળમાંથી ઉખેડી નાખીને. આહા..હા...! શું વાણી ! ફરીને ઉત્પન્ન ન થાય એ રીતે મૂળમાંથી ઉખેડીને, એમ કહે છે. આહાહા...! “જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત.” “મરે' (શબ્દ) છે ને ? ભાર. ભાર, બોજો. “પ્રોબ્લેઝૂમે પ્રગટ થઈ.” જ્ઞાનજ્યોતિ અતિશય બળ વડે પ્રગટ થઈ. ભગવાન આત્મા ચૈતન્યસાગર ! બાદશાહ ! અનંત ગુણનો બાદશાહ ! આહાહા..! નિર્મળ પર્યાયાદિ મારી પ્રજા. એવો જે ભગવાન બાદશાહ, પોતાની પરિણતિમાં નિર્મળપણાને જોરે રાગના બે ભાગને મૂળથી ઉખેડી નાખે છે. આહાહા...! અહીંયાં તો હજી (લોકોને) પાપથી નિવર્તવાનો વખત ન મળે. દુકાન ને ધંધો ને વકીલાત ને... એ.ઈ....! “નટુભાઈ ! આહા..હા...! એ પ્રભુ પુણ્ય-પાપના પરિણામથી નિવૃત્ત સ્વરૂપ જ છે. આહા...! મુમુક્ષુ :- વકીલાતનો ધંધો પાપનો છે ? ઉત્તર :- વકીલાતનો ધંધો એકલા મોટા પાપનો. ઘણા માણસને પાપમાં જોડી દીધેલા. ઘણાને પાપમાં જીતાવ્યા છે. એ વખતે વકીલાતમાં ઈ જ મોટા કહેવાતા. કાઠિયાવાડમાં રામજીભાઈ એટલે... અમારા “મનુભાઈ કહે છે, “કાંપમાં એક “મનહરભાઈ વકીલ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૨ ૨૧૩ (શ્રોતા: ‘અમદાવાદ'). ‘અમદાવાદ“અમદાવાદ હોં ! ત્યાં ઈ રાત્રે દરરોજ આવે, દિવસે વ્યાખ્યાનમાં આવે. એના વખતમાં તો ઈ એક જ હતા, બસ ! “રામજીભાઈ એટલે “રામજીભાઈ બસ ! મુમુક્ષુ – વકીલ એક જ હોય ને ! ઉત્તર :- એક જ હોય, પણ પાપ. આહા...હા...! અહીંયાં તો પ્રભુ એકલો આત્મા, જેને પુણ્ય, શુભાશુભ ભાવની જેને ગંધ નથી. જે પ્રભુ શુભાશુભ ભાવરૂપે પ્રભુ કદી થયો નથી. આહા..હા...! ગમે તેટલા શુભ-અશુભ ભાવ કર્યા હોય, થયા હોય પણ વસ્તુ પ્રભુ છે ઈ ચૈતન્યરસ અતીન્દ્રિય અમૃતનો સાગર પ્રભુ ! સ્વયંભૂરમણ સમુદ્ર (છે) એમ સ્વયંભૂ પ્રભુઆત્મા ! એ શુભ અને અશુભ ભાવે કદી થયો નથી. પર્યાયમાં (મિથ્યાત્વ) હતું તેને મૂળથી ઉખેડી નાખ્યું. આહાહા...! કહો, “સુરેન્દ્રભાઈ આવી વાતું છે. લોકોને એવું થાય કે, આ એકાંત. એકાંત. એકાંત (છે). વ્યવહારનો તો લોપ કરે છે. લોપેય નહિ, અહીં તો વ્યવહારને ઉન્મેલ (મૂળમાંથી) કાઢી નાખે છે. એનું મૂળિયું ફરીને ઉત્પન્ન ન થાય એમ કાઢી નાખે છે). આહાહા..! આ દિગંબર સંતોની વાણી ! એ જ વસ્તુની સ્થિતિ છે. આહાહા! પ્રભાવનાનો શુભભાવ આવે. ભગવાનની પ્રભાવના કરે, પુસ્તક – શાસ્ત્ર બનાવે, એમાંથી તો કાંઈક લાભ થાય કે નહિ? ત્યાગ-ગ્રહણમાં તો એવું આવે છે. નહિ પેલા દસ પ્રકારના? ત્યાગ-ગ્રહણ. ત્યાગમાં એવું આવે છે કે, પોતા પાસે પુસ્તકાદિ હોય તો બીજાને આપવું. ઈ તો ત્યાં પ્રમાદના રાગનો અંશ એ બાજુ વળેલો છે એને ઘટાડે છે, નાશ કરે છે. પુસ્તક બીજાને આપવાથી ત્યાં ત્યાગધર્મ થાય એમ નથી). પુસ્તકનો ત્યાગ તો પહેલેથી અંદર છે. ત્યાગ-ગ્રહણ રહિત જ આત્મા છે. પુસ્તકના ત્યાગ-ગ્રહણથી તો રહિત જ છે. છતાં “પદ્મનંદિ પંચવિંશતિકા (માં) લખાણ એવું આવે કે, ઈ ત્યાગ કરે. પોતા પાસે પુસ્તક હોય અને કોઈ માગે તો તરત આપે. એનો હેતુ છે કે, એ તરફની જરી આસક્તિ હતી એ છોડી દે. મારો પ્રભુ મારી પાસે છે. મારે કોઈ શાસ્ત્રની પણ જરૂર નથી. આહા..હા...! એ બધા શાસ્ત્ર નીકળ્યા છે, મારી જ્ઞાનની શુદ્ધ પરિણતિ થઈ એમાંથી નીકળ્યા છે. આહા...હા....! કેવળજ્ઞાનની પરિણતિ થઈ એમાંથી શાસ્ત્ર નિમિત્તથી નીકળ્યા, તો એ શાસ્ત્રમાંથી મને મળે એવું નથી, હું શાસ્ત્રને બનાવું, વિકલ્પ હોય તો રચના કરું), એમ કહે છે. પણ એ વિકલ્પને હું તો મૂળમાંથી ઉખેડી નાખું છું. એ મને લાભદાયક છે એમ નથી. આહાહા...! (આવું સાંભળે) પછી “સોનગઢવાળાને એકાંત કહે ને એકાંત છે... એકાંત છે... બધા રાડ્યું પાડે છે. ભગવાન ! ખબર નથી, એને ખબર નથી. એક કોર મહાપ્રભુ બિરાજે છે. એક પડખે પુણ્ય-પાપ ભાવ અને એક પડખે પરમાત્મા છે. હવે તારે કોને પડખે જાવું છે ? આ..હા..! એક બાજુ ભગવાન અનંત... અનંત. અનંત.. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સમયસાર સિદ્ધિ-૬ અનંત... આમાં ક્યાંક કહેશે, હોં! “પરમવનયા એમાં કહેશે. આહા..! “જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. કેવી છે તે જ્ઞાનજ્યોતિ” (તિતતમ:) જે અજ્ઞાનરૂપી અંધકારને કોળિયો કરી ગઈ...” (વનિતનમ:) આ.હા..હા...! રાગથી ધર્મ થાય એવો જે મિથ્યાત્વ ભાવ એને તો નાશ કરી નાખ્યો, કોળિયો કરી નાખ્યો. આહા..હા..! ચૈતન્યસ્વરૂપ મહાપ્રભુ! અનંત અનંત અમૃતના સાગરથી ભરેલો ! એક એક ગુણ અમૃત સ્વરૂપ છે. એક એક ગુણમાં સુખનું રૂપ છે. આહાહા...! સુખ, આનંદ આત્માનો સ્વભાવ છે, એ આનંદનું રૂપ દરેક ગુણમાં છે. અનંત અનંત ગુણમાં સુખનું સ્વરૂપ (છે). અતીન્દ્રિય અનંત આનંદના અનંત ગુણનો પિંડ પ્રભુ ! આહા..હા...! એની દૃષ્ટિના જોરે, એના સ્વીકારના જોરે, એ ચીજની ઉપાદેય અને સત્કારપણે જ્યાં દશા થઈ, તેણે પુણ્ય અને પાપના ભેદને મૂળમાંથી ઉખેડી નાખ્યા, કોળિયો કરી ગયા. આ...હા...હા...! આ વસ્તુ ! જૈનદર્શનની આ ચીજ ! વસ્તુદર્શનની આ ચીજ ! વસ્તુ છે આખી પોતે અને પુણ્ય-પાપ તો ભિન્ન વિકાર ઝેર છે. એવી જ વસ્તુની સ્થિતિ છે. આહા...હા...! એ પુણ્ય અને પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ, તપ આદિના ભાવ, એક કોર ભગવાન પરમાત્મા અમૃતસાગરથી ભરેલો, એનાથી તો વિરુદ્ધ છે. એટલે કે જેને ભેદનો ઉન્માદ નાચતો હતો, ભેદ પાડીને ગાંડપણે નાચતા હતા કે, ઘણું સારું છે, પુણ્ય સારા છે, વ્રત સારા છે, એ અંતર આત્માના ચૈતન્યના જોરના બળે, એ વિપરીત) શ્રદ્ધા અને પુણ્ય-પાપ મારા, એમાંથી ઉખેડી નાખ્યું. આહા..હા...! ઉભૂલ કરી નાખ્યું. ફરીને ઉગે નહિ, ફરીને પ્રગટ ન થાય એવી રીતે કરી નાખ્યું. આહા...! ક્ષયોપશમ સમકિતી છે પણ જોડણી ક્ષાયિકવાળા છે !! આ હા હા... બેનને જાતિસ્મરણમાં આવ્યું છે ને ! જોડણી ક્ષાયિક ! ઈ આ જોડણી ક્ષાયિકભાવ છે. આહા...હા...! કેમકે અત્યારે ભગવાન તો નથી એટલે ક્ષાયિક સમકિતની યોગ્યતા નથી. કહે છે કે, અમારી યોગ્યતા એવી છે. આહા..હા...! કે, અમે ક્ષાયિક જ લેવાના. એ ક્ષયોપશમમાંથી પડવાના નહિ. અવિચલિત ચેતનાવિલાસ આત્મા વ્યવહાર, બપોરે આવ્યું હતું. આહા...હા...! ભગવાન અંદર રાગના પડદે પડ્યો, રાગના પ્રેમમાં પડદે પડ્યો અને ભગવાન દેખાતો નથી. એ રાગનો પ્રેમ છોડે તો પ્રભુનો પ્રેમ થાય ત્યારે તેને આત્મા દેખાય. આહા..હા....! એ પુણ્ય ને પાપના બેય ભાવ બંધનના કારણભૂત છે. એમ એનો પ્રેમ જેને છૂટી જાય.... આહાહા...! તેનો પ્રેમ, ઈ પ્રેમ તો કરે છે), પ્રેમ શબ્દ અંદર એકાગ્રતા, આ બાજુ એકાગ્ર થાય. આહાહા...! પુણ્યની ક્રિયા કરીને એકાગ્ર થઈને માનતો હતો કે, હું કાંઈક સારું કરું છું. એ એકાગ્રતા તોડીને અહીં પ્રભુમાં એકાગ્ર થાય. આ..હા..હા...! અનંત અનંત અમૃતના સાગરથી ભરેલો સ્વયંભૂ આત્મા ! ૧૬મી ગાથામાં સ્વયંભૂ Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૧૨ ૨૧૫ કીધો છે ને ! પ્રવચનસાર' ! બપોરે (આવી ગયું). સ્વયંભૂ – પોતે. પોતે પોતાથી ઉત્પન્ન થયો છે. વીતરાગી દશા ક્ષાયિક સમકિત આદિ કે આ ક્ષયોપશમિક ક્ષાયિક જોડણી, એ પોતાથી ઉત્પન્ન થયેલું છે. એને કોઈ બીજાની સહાય કે મદદ છે નહિ. આહા..! કેવળીની સમીપે, શ્રુતકેવળીની સમીપે ક્ષાયિક સમકિત થાય. માટે તેની મદદ છે, માટે ક્ષાયિક થયું એમ નથી. આહા..હા.! નિમિત્તપણે સામે હો. પણ થયું છે પોતાના આત્મબળે. આહા..હા...! આખો ચૈતન્યમૂર્તિ ભગવાન, એને હલાવી નાખ્યો ! જાગૃત કર્યો ! અજ્ઞાનરૂપી અંધકારને (જ્ઞાન) પ્રકાશ કોળિયો કરી ગયો. એ ચૈતન્યના પ્રકાશનો પ્રકાશ પુણ્ય અને પાપમાં ભેદ પાડતો એવો જે અજ્ઞાન અંધકાર, એ પ્રકાશ વડે કરીને અંધકાર નાશ થયો. જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર હોય નહિ, અંધકાર હોય ત્યાં પ્રકાશ હોય નહિ. આહાહા....! જ્યાં સૂરજમાં પ્રકાશ (છે) ત્યાં અંધારા કેવા ? એમ ભગવાન આત્મા ચૈતન્યજ્યોતનો જ્યાં આદર થઈને જ્યાં સ્વભાવની જાગૃતિ થઈ... આ..હા..હા....! તેમાં રાગ, દયા, દાન, વ્રત ઠીક છે એવું જે અજ્ઞાન હતું, અંધકાર હતો એ તો, એ તો અંધકાર હતો. ચૈતન્યના પ્રકાશથી એ અંધકાર નાશ થઈ ગયો. આહા...હા..! આ ક્રિયા એની છે, ‘ચીમનભાઈ ! આહા..હા..! આવું છે. પેલામાં આવ્યું નહિ ? સ્તવનમાં આવ્યું નહિ ? “પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા“પ્રભુ મેરે તુમ સર્વ વાતે પૂરા કોઈપણ પ્રકારે ભગવાન તો પૂરો અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શાંતિ, એના અનંતા ગુણો તે અનંત સ્વરૂપ છે. આહા..હા...! “પરની આશ કહાં કરે પ્રીતમ' રાગ ને પુણ્ય ને પરની આશા (ક્યાં કરે છે) ? ભગવાન મને આપી દે, દેવ-ગુરુ મને આપી દે, એ પરની આશા પ્રભુ (કેમ કરે છે ?) પરની આશ કહાં કરે પ્રીતમ, કઈ વાતે તુમ અધૂરા’ ‘કઈ વાતે પ્રભુ તુમ અધૂરા, પ્રભુ મેરે તુમ સબ બાતે પૂરા” આ.હા..હા..! આવું છે. (અહીંયાં કહે છે), “અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ.” આ.હા...! (વનિતામ:) અજ્ઞાનને તો કોળિયો કરી ગઈ. એટલે મોટું મોટું અને કોળિયો નાનો. એમ પ્રકાશનું જોર, ચૈતન્યની શ્રદ્ધાનું જોર, એ પ્રકાશ. એમાં અજ્ઞાન અંધકાર (એટલે) રાગ ઠીક છે, પુણ્ય ધર્મ છે, એ અંધકારનો નાશ કરી નાખ્યો. આહા...હા...! એવી રીતે નાશ કર્યો કે, ફરીને ઉત્પન્ન ન થાય. આહા...હા...! પંચમ આરાના પ્રાણી સંતો તમે છદ્મસ્થ, કેવળીના વિરહમાં શું કહો છો પ્રભુ આ તમે ? આહાહા! એ કેવળીના વિરહ પડ્યા પણ અમારા નાથના વિરહ અમે તોડી નાખ્યા, કહે છે. આહાહા..! અમે જે રાગની રમતુંમાં હતા તે છોડીને આત્માની રમતુંમાં આવી ગયા). નિજપદમાં રમે સો રામ કહીએ આત્મામાં રમતા, આત્માના જોરે કહીએ છીએ કે, અજ્ઞાન અંધકારનો મૂળમાંથી ઉખેડીને નાશ કરી નાખ્યો છે. આહા..હા...! અસંખ્ય પ્રદેશે પુરુષાર્થના અંકુરો ફૂટ્યા ! આત્મસ્વભાવના પુરુષાર્થના અંકુર ફૂટ્યા ! Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સમયસાર સિદ્ધિ-૬, આહાહા...! એણે અંધકારનો નાશ કરી નાખ્યો. આ..હા...! “જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે....” (હેતા-ન્મિત) આ..હા...હા..! અરે..! એ તો લીલામાત્રથી અજ્ઞાનનો નાશ કર્યો છે. આહા..હા...! રમતમાં, આત્માની રમતું કરતા કરતા નાશ થઈ ગયો છે. આહા...હા...! શબ્દો તો જુઓ ! આ.હા..હા...! કંઈક કષ્ટ પડ્યું છે ને બહુ બહારનું જોર કરવું પડ્યું છે, કોઈની મદદ લેવી પડે છે એમ નહિ. (હેતાઉન્મિત) લીલામાત્રથી. આહાહા.! પ્રભુની લીલા – આત્માની લીલામાત્રથી, અનંત ગુણથી જાગૃત થયો એની લીલામાત્રથી અમે એને હણી નાખ્યા છે. આહા..હા...! (તા-ન્મિત) “લીલામાત્રથી....” એટલે કે અંતરના સ્વાભાવિક પુરુષાર્થથી. આહાહા...! ‘અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે.” (વતિતતમ:) છે ને ? અને (તા-ન્મિત) છે. દેતા' એટલે લીલામાત્રથી. ઉન્મિત્ત આહાહા...! તેનો નાશ કર્યો. લીલામાત્રથી - સહજ પુરુષાર્થથી) ઊઘડતી-વિકસતી જાય છે....” ત્યાં તો એમ કીધું. (હેતા-ઉન્મિત્ર) લીલામાત્રથી વિકસીત થતું જાય છે, કહે છે. આહા..હા...! “લીલામાત્રથી (–સહજ પુરુષાર્થથી) ઊઘડતી-વિકસતી જાય છે...” શું કીધું ? આ.હા..હા...! ભગવાનઆત્મા પૂર્ણાનંદનો નાથ, જ્યાં એનો સ્વીકાર થયો, સત્કાર કર્યો, સચ્ચિદાનંદ પ્રભુ જ્યાં દૃષ્ટિમાં આવ્યા. આ..હા..હા...! (દેના-ન્જિન) લીલામાત્રથી તેની શક્તિ વધતી જાય છે. રમતુંમાં, આનંદની રમતમાં ઈ શક્તિઓનો શુદ્ધતાનો વિકાસ થતો જાય છે. આ...હા...હા...! આવું સ્વરૂપ છે. સાંભળવાનું મુશ્કેલ પડે. (લોકોને) પેલા વ્રત કરો ને તપ કરો ને અપવાસ કરો આદિ (સહેલું લાગતું હતું). આહા..હા..! જુઓ ! આ પુણ્યપાપના (અધિકારનો) પૂર્ણતાનો છેલ્લો કળશ. આહાહા..! ન્જિનત’નો અર્થ શું કર્યો? ઉન્મિના વધારી દીધું એમ કહે છે). પેલામાં ઉન્મિતિ' એટલે મૂળમાંથી અંધકારને તોડી નાખ્યો. અહીં દેતા' લીલામાત્રથી આત્મા શાંતિ અને શાંતિની રમતુંમાં, આનંદમાં રમતા રમતા આનંદને વધારી નાખ્યો. આહાહા...! શુદ્ધતાના સ્વભાવમાં રમતા શુદ્ધતા વધારી નાખી. આહા..હા..! એ પૂણ્ય-પાપના ભાવથી અહીં કંઈપણ લાભ થયો એમ નથી). એક જણો વળી એમ કહેતો, પેલા છોટાલાલ’ કહેતા કે, વ્યવહારમાં આવે તો થોડો વિશ્રામ મળે. અરે..રે...! ભગવાન ! પછી ફરી ગયા હતા. પછી છેલ્લે ફરી ગયા હતા. છેલ્લે ફરી ગયા હતા. પહેલું ઠીક હતું, વચમાં અઠીક હતું, પછી ફરી ગયું. આ વાત...! આ...હા...! અરે.રે...! એક ક્ષણનો પુણ્ય-પાપનો દોષ એ પર્યાયમાં (છે), અને જે મારું માનીને... આહાહા...! રખડતો હતો, આહાહા...! એણે પોતાના ભગવાન આત્માના સ્વભાવના નિધાન ખોલી નાખ્યા. આહાહા...! શક્તિરૂપે સ્વભાવ જે પરમાત્મસ્વરૂપ છે એને વ્યક્તરૂપે પર્યાયમાં પ્રગટ કરી અતીન્દ્રિય આનંદમાં રમતા રમતા પ્રગટ કરી. આહા..હા...! કન્મિત્ત વધારી દીધું છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૨ ૨૧૭ લીલામાત્રથી શુદ્ધ પરિણતિ વધારી દીધી છે. આહા..હા...! આવો શ્લોક છે. આ..હા...! (હેતાઉન્મિતત્) આહા..હા...! લીલામાત્રથી સ્વભાવિક પુરુષાર્થથી. આત્માની શાંતિમાં રમતા રમતા ઊઘડતી વિકસતી જાય છે... પોતાની શક્તિ. આ..હા...! ઓ..હો..હો...! દેહ દુ:ખમય, મહાદુ:ખમય છે. મુમુક્ષુ : ઉત્તર ઃ- એ બધી વાતું. એ શ્વેતાંબરમાં છે. ઈ તો અહીં આપણે આવે કે, ભઈ ! દુ:ખ વખતે જો પૂર્વે ચેતીશ નહિ તો પાછું સુખ વખતે તને ભ્રષ્ટ થવું પડશે. માટે પુરુષાર્થથી સ્વભાવ ઉપ૨ જા. અનુકૂળ વખતે તને ધર્મ છે, ધર્મ છે એમ તને થશે પણ જો સહન કરવાની શક્તિ, જ્ઞાતા-દૃષ્ટાના સ્વભાવને વિકસીત નહિ કર્યો હોય... આહા..હા...! તો નાશ થઈ જશે. આહા..હા...! વિકારના પ્રતિકૂળતાના દુઃખ વખતે તારું સ્વરૂપ નહિ રહી શકે. અનુકૂળ શાતાની વેદનામાં, અનુકૂળતામાં અમે ધર્મ કર્યો છે, આમ છે, એમ માન્યું હોય પણ જ્યારે પ્રતિકૂળતા આવે એ વખતે ભ્રષ્ટ થઈ જઈશ. આ...હા...! આહાર આવે નહિ, મોઢામાં પાણી મૂકે તો ઊલટી થઈ જાય, પેટ સંગ્રહે નહિ, શરીરમાં બીજો રોગ ન હોય એને કરવું શું ? કયાં જાવું ? દવા કોઈ લાગુ પડે નહિ. આહા..હા..! એવા પ્રતિકૂળ પ્રસંગ) વખતે, અનુકૂળતાના વખતમાં જ શાંતિના સાગરને જગાડી દેજે. આહા..હા...! પ્રતિકૂળ પ્રસંગ) ભલે પછી આવે પણ અનુકૂળતાના ટાઈમમાં, અનુકૂળ એટલે વસ્તુ તો છે ઈ છે, શેય અનુકૂળપ્રતિકૂળ તો આવે. શરીર ઠીક હોય. જરા જરે પિલ્લઈ આવે છે ને ! એ તો એના બળની – પુરુષાર્થની ઉગ્રતા કરવા માટે. ઇન્દ્રિયો હાનિ ન પામે, શરીરમાં જીર્ણતા ન આવે અને શરીરમાં રોગ ન ફાટે તે પહેલા કરી લેજે. એ તો પુરુષાર્થની નબળાઈવાળાને પુરુષાર્થની ઉગ્રતા કરાવે છે. આહા..હા...! બાકી સાતમી નરકનો ના૨કી... બાપુ ! એનું દુઃખ સાંભળ્યું જાય નહિ. એ મિથ્યાત્વનો નાશ કરીને સકિત પામે છે. આહા..હા...! એ સાતમી નરકના અસંખ્ય નારકીઓ... આ..હા..હા...! મિથ્યાત્વનો અંધકાર લઈને ગયેલા, પણ ત્યાં પૂર્વે સાંભળેલું, પ્રભુ ! તું ચૈતન્ય શુદ્ધ આનંદ છો ને ! આ..હા...! એનું જ્યાં સ્મરણ આવ્યું (ત્યાં મિથ્યાત્વના અંધકારનો નાશ થઈ ગયો). આ..હા..હા...! સાતમી નરકની પીડા, બાપુ ! ઓ...હો...! સંયોગની અપેક્ષાએ વાત છે. આમ તો નિગોદનું દુઃખ ઘણું હિણું થઈ ગયું છે ને ! નિગોદમાં તો હિણી દશા થઈ છે તો નરક કરતાંય દુઃખ વધારે છે. કારણ કે દશા જ હિણી થઈ ગઈ. અને અહીં પણ હિણી દશા ને વિપરીત ભાવ એ દુ:ખનું કારણ છે. આહા..હા...! અને આવા સંયોગ ! સાતમી નરક ! ઠંડીની એક લહેરની કટકી આખી અહીં આવે તો દસ-દસ હજા૨ વિઘામાં માણસ મરી જાય. અરે...! એવી ઠંડીમાં નાથ ! તેં તેંત્રીસ સાગર કાઢ્યા, પ્રભુ ! એક વાર નહિ એવા અનંત વા૨ ! આ..હા..હા...! ભાઈ ! તને કોના માન જોઈએ છે ? આ..હા...! તારે કોની પાસે ગણાવવું છે ? પ્રભુ ! આ..હા...! જે ગણતરીમાં ગણાવા લાયક છે એને જોને ! આ..હા..! પુણ્ય Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સમયસાર સિદ્ધિ-૬ પાપ એ ગણતરીમાં ગણાવા લાયક નથી, એના ફળ પણ ગણાવા લાયક નથી. આહા..હા...! એ સાતમી નરક, બાપા ! આહા..હા...! તેંત્રીસ સાગર સુધી પાણીનું બિંદુ નહિ. અહીં સવારના છ કલાક થાય ને તૃષા લાગી હોય ને પાણી ન મળે (તો) પાણી લાઓ, પાણી લાઓ, પાણી લાઓ (થઈ જાય). એમાં આવી ગરમી હોય. આ ફેરી ગરમી ઘણી પડી ગઈ. લૂ... લૂ ! આ..હા..હા....! આ લૂ થી તો અનંતગુણી ઉષ્ણતા પહેલી નરકમાં છે. પહેલી નરકમાં શીત નથી, ઉષ્ણ છે, નીચે શીત છે. આહા..હા...! એવી પીડામાં પણ ગુલાંટ ખાય જાય છે, પડખું ફેરવી નાખે છે. આહા..હા..! મારો પ્રભુ ચૈતન્ય આનંદનો નાથ ! આ..હા...! એ બાજુ પડખું, દૃષ્ટિ હતી એ પડખું ફેરવી નાખે, આમ ફેરવી નાખે. આ..હા...! અને શક્તિને વધારતો જ જાય છે. આ..હા...! નિર્મળ શક્તિની વ્યક્તતાને વધારતો જાય છે. આહા..હા...! અને અજ્ઞાનના અંધકારને મૂળમાંથી છેદી નાખ્યું છે. આહા..હા...! આ..હા..હા...! ‘શ્રીમદ્’ કહે છે ને ! દિગંબરના વચનોની તીવ્રતાને લઈને કંઈક રહસ્ય સમજી શકાય છે. એની ભાષા તો જુઓ ! ઓ...હો...! આ..હા..હા..! પ્રભુ ! એવો છે. આહા..હા...! પ્રભુ ! તું અમૃતનો સાગર છો ! પ્રભુ ! તને બેસતું નથી અને જ્યાં ત્યાં સુખ છે, સુખ છે એવી બુદ્ધિ એ અજ્ઞાન, મહા મિથ્યાત્વ છે. આહા..હા...! અરે...! જરી ઠંડી હવા આવે ત્યાં તને ઠીક લાગે, પ્રભુ ! આ..હા...! અને જ્યાં ગ૨મી આવે ત્યાં (બોલવા માંડે) પંખો કો, પંખો કરો ! શું છે પણ પ્રભુ ? આ..હા..હા...! એવી જરીક ગ૨મી ને જરીક ઠંડીમાં તને રાડ નખાય જાય છે, બાપા !! ત્યાં નકમાં અનંતી ઠંડી અને અનંતી ગરમી, પ્રભુ ! તેં અનંત સાગરોપમ વેઠી છે. એક ભવમાં તેંત્રીસ સાગર એવા અનંત તેંત્રીસ સાગર કર્યા, પ્રભુ ! આ..હા...! પણ ભગવાન તારો તારા સમીપમાં, પર્યાયની સમીપમાં જ પડ્યો હતો. એને તેં દૂર કરીને રાખ્યો અને પુણ્ય પરિણામ દૂર છે તેને મારા કરીને રાખ્યા. મારા કરીને રાખ્યા. મારનાર ! આહા..હા...! ભગવાન ધ્રુવ ચૈતન્ય શાયકભાવ ભર્યો છે ને પ્રભુ ! એના જોરથી જેણે તમ ને અજ્ઞાનનો નાશ કર્યો, પણ અહીં પોતાની શક્તિને હવે વધારતો જ જાય છે. આહા..હા...! સમયે સમયે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. આહા..હા...! ભાષા જરી સાદી છે પણ ભાવ જરી બહુ ઊંડા છે, બાપુ ! આ..હા..હા...! દુનિયા માને, ન માને, એની સંખ્યા હોય થોડી કે ન હોય એની સાથે કંઈ સંબંધ નથી. આ..હા...! સત્ તો આવું છે. આહા..હા....! હવે (કહે છે), એ શુદ્ધ કલા ‘ઊઘડતી વિકસતી જાય છે અને. (પરમના સાર્થમ્ આધ્ધતિ) એણે તો પ૨મ કળા અર્થાત્ કેવળજ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે...’ આ..હા..હા...! શું કહે છે ? (જે) પુણ્ય ને પાપમાં ભેદ માનતો હતો એ મિથ્યાત્વ હતું એનો તો કોળિયો કરી ગયો, નાશ કર્યો. આ બાજુ ચૈતન્યનો પ્રકાશ પ્રગટ થયો. એ ચૈતન્યના — Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૧૨ ૨૧૯ પ્રકાશની પ્રગટ દશા કેવળજ્ઞાનની સાથે ક્રીડા કરે છે, ક્રિડા ! આહા..હા...! આવ કેવળજ્ઞાન, આવ થોડા કાળમાં ! આવે છે ને ધવલમાં ? આ...હા...! મતિ-શ્રુત જ્ઞાન નિર્મળ થઈને જ્યાં આવ્યું, થયું તો એ) કેવળજ્ઞાનને બોલાવે છે. આ કેવળજ્ઞાન સાથે ક્રિડા કરે છે.આત્માના સ્વભાવના અનુભવનું મતિ-શ્રુત જ્ઞાન છે. આ..હા...! એ વિકસતી જાતી જે શક્તિ છે અને) (પરમનયા સાર્થમ્) પરમ કળા જે કેવળજ્ઞાન. પરમ કળા એટલે કેવળજ્ઞાન. આ સમ્યગ્દર્શન, જ્ઞાનમાં હજી અલ્પ કળા છે. આહા..હા..! (પરમવનયા સાર્થમ્) પરમ કેવળજ્ઞાનની ક્રીડા શરૂ કરી છે દીધી છે. કેવળજ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે.” આ..હા...! આ.હા...હા....! અહીં તો એ સમ્યગ્દર્શન ને જ્ઞાન થયું એ પર્યાય વધતી જાય છે. વધતા વધતા કહે છે કે, એ કેવળજ્ઞાન સાથે ક્રિીડા કરે છે. કેવળજ્ઞાન અલ્પ કાળમાં પ્રગટ થાય એ રીતે એનો પુરુષાર્થ છે. આહા..હા...! અજ્ઞાનનો નાશ થયો એ તો (હવે, નહિ થાય પણ આટલી અલ્પ દશામાં અમે નહિ રહી શકીએ, નહિ રહીએ. આહા..હા...! પૂર્ણાનંદનો નાથ હાથ આવ્યો... આ..હા..! ગજબ વાતું છે ! પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા ! અતીન્દ્રિય અનંત અનંત અતીન્દ્રિય ગુણનો દરિયો ! એ પુણ્ય ને પાપના ભેદ પાડતો નહતો) એ અજ્ઞાનનો નાશ કરી.. આહાહા...! પોતાની શક્તિની વ્યક્તતા પ્રગટ કરી એ વ્યક્તતા કેવળજ્ઞાનની વ્યક્તતા સાથે ક્રીડા કરે છે. આહા...હા...! આ.હા..હા...! આવું સાંભળવા મળવું મુશ્કેલ પડે એવું છે. કઠણ પડે કે, આ એકાંત છે. લાખ તારા દયા, દાન ને વ્રત, ભક્તિ ને પૂજા કર, જાત્રા કર. મરી જા તો એમાં ધર્મ નથી, લે ! અમે “સમેદશીખરની દસ ને વીસ ને પચીસ જાત્રા કરી ! લાખ કરને ! અનંત કાળમાં અનંત વાર ત્યાં રહ્યો છે, જઈ આવ્યો છે. “સમેદશીખર ! ઈ તો બધી રાગની ક્રિયા (છે), ન્યાં ક્યાં એમાં ધર્મ હતો. આહા..હા...! જેણે આવી ચૈતન્યસ્વરૂપને જાગતી જ્યોતને જગાડી અને એ દયા, દાનના, વ્રતના પરિણામ ઠીક છે ને મને મદદ કરે છે એવા) અજ્ઞાનને તોડી નાખ્યું. કહે છે. તોડી નાખ્યું એટલે તે હવે રહ્યું નથી. ઉઘડેલું જ્ઞાન કેવળજ્ઞાન સાથે ક્રીડા કરે છે. આહાહા...! સમ્યકજ્ઞાન અને સમ્યગ્દર્શન થયું.... આ..હા...હા..! એ કેવળજ્ઞાન અને કેવળ પૂર્ણ આનંદ. આ..હા...હા....! એની સાથે ક્રીડા (કરે છે). ‘ગારધ' છે ને? “ગારબ્ધ (અર્થાત) “શરૂ કરી છે.” “સાર્થમ્ કારસ્થતિ એ “ક્રીડા શરૂ કરી છે” એની સાથે હવે શરૂ કરી નાખી. આહા..હા...! અરે...! આવી વાત ક્યાં છે ? મુમુક્ષુ :- ક્રીડા કરે છે એટલે શું ? ઉત્તર :- એકાગ્રતા વધતી જાય છે. શુદ્ધતાની એકાગ્રતા વધી ને કેવળજ્ઞાન લેવાના છે એમ કહે છે. આ મુનિરાજ એમ કહે છે. અમે પાંચમા આરાના સાધુ માટે અમને કેવળજ્ઞાન Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સમયસાર સિદ્ધિ-૬. નહિ થાય, વાર લાગશે એમ નહિ કહે છે. આહાહા..! ભલે આ ભવમાં ન થાય પણ અમે ક્રીડા શરૂ કરી છે કેવળજ્ઞાનની સાથે. વચમાં એકાદ ભવ (થશે કેમકે) પંચમ આરામાં જન્મી ગયા છીએ. આ..હા..! વચમાં એકાદ સ્વર્ગનો ભવ ધર્મશાળા તરીકે આવશે. ધર્મશાળામાં ઉતારા કર્યા પણ ત્યાં તો આગળ નહિ ચાલે. ત્યાંથી નીકળીને અમે પૂરું કરી દેશે. કેવળજ્ઞાનની સાથે ક્રીડા શરૂ કરી દીધી છે. આહા..! અમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયે છૂટકો છે એમ કહે છે. અહીં મૂળમાં મિથ્યાત્વ) નાશ કર્યું છે, અહીં મૂળ પૂરું કરવાનું છે. આહા..હા..! મુમુક્ષુ :- જોડણી ક્ષાયિક. ઉત્તર :– એ ક્ષાયિક-બાયિક, એ જોડણી.. ત્યાં પહોંચી જવાના છીએ. આહા..હા....! પ્રભુ ! એવી તારી મોટપ છે, નાથ ! પ્રભુ ! તું એમ માન કે આ સ્ત્રીનું શરીર ને બાળક ને યુવાન ને વૃદ્ધ ને વાણિયો ને એ તું નહિ. અરે..! દયા, દાનના પરિણામ (થાય) એ તું નહિ. આ..હા...! તું તો પરમાત્મા જિનસ્વરૂપી પ્રભુ છો ને ! આ.હા..હા...! આહા..હા...! એની દૃષ્ટિ થતાં જે જ્ઞાનનો વિકાસ થયો એ વિકાસની શ્રેણી વધતી જતા જતા કેવળજ્ઞાનની સાથે ક્રીડા કરી કેવળજ્ઞાન લેવાના છીએ. આહા...હા...! કહો, આ એક કળશમાં કેટલું ભર્યું છે ! પાર નથી, બાપુ ! એમાં એટલું ભર્યું છે, પાર નથી ! એમના એ વખતના હૃદયમાં.... આહા..હા..! આવો ભાવ મુનિની દશામાં હતો. પંચમ આરાના મુનિ હજાર વર્ષ પહેલાં (થયા) અને અહીં કહે કે, પંચમ આરામાં (શુભ ભાવ જ હોય). અરે...! પ્રભુ ! સાંભળને પ્રભુ ! આવું શું કરે છે ? બાપા ! આ...હા..! અરે...! પ્રભુ ! તું આચાર્ય સાધુ નામ ધરાવીને આવું શું કહે છે ? ભાઈ ! તને શોભે નહિ, બાપા ! આ..હા..! આ..હાહા..! કેવળજ્ઞાનની સાથે ‘આરહ્ય' લીલા શરૂ કરી દીધી, ‘ક્રીડા શરૂ કરી. કેવળજ્ઞાન સાથે રમતું માંડી. આહાહા...! નાના છોકરા નાના સાથે રમતા હોય અને મોટા ઘરમાં જાય (તો) એમ કહે કે, અમે તો હવે મોટા સાથે રમીશું. રાગથી તો નહિ, પણ આ સાધક અવસ્થા એટલામાં નહિ રહીએ. આહા..હા..! ગારધ્ધતિ શરૂ કરી દીધી છે. આહાહા...! પરમાત્મ કેવળજ્ઞાન લેવાની અમે શરૂ કરી દીધી છે. આહાહા...! પંચમ આરાના સંત તમે શું કહો છો ? બાપુ ! આરો-ફારો આત્મામાં ક્યાં છે ? આરાથી અંદરમાં ઉતરી ગયા છીએ. પગથીયાના આરા હોય ને ? આ...હાહા...! “અમૃતચંદ્રાચાર્યદેવની ટીકા વખતની દશા કેટલી જોરદાર છે !! આ..હા...! નગ્ન મુનિ છે. વ્રતાદિના વિકલ્પ છે પણ એને તો મૂળમાંથી નાશ કરવા ઊભા થયા છે. એને રાખવા ઊભા થયા નથી, એને પાળવા, રાખવા ઊભા થયા નથી. વ્યવહારનયમાં એમ આવે કે એને પાળે. એટલે હોય છે તે જણાવ્યું છે, એમ. આહાહા...! ‘એવી તે જ્ઞાનજ્યોતિ છે. “પરમવનયા સાર્થમ્ સરસ્થતિ “હેતા-ઉન્મિત્ર’ એવી જ્ઞાનજ્યોતિ છે. આહા.હા...! “જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ છવસ્થ છે ત્યાં સુધી જ્ઞાનજ્યોતિ Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૨ ૨૨૧ કેવળજ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છેએટલે કે કેવળજ્ઞાન નથી પણ શુદ્ધનયના જોરથી ભગવાન આત્મા પૂર્ણ કેવળજ્ઞાન ઘન છે, એનું જ્યાં જોર આવ્યું છે એટલે પર્યાયમાં કેવળજ્ઞાન સાથે, વર્તમાન પ્રગટ નથી છતાં એની સાથે ક્રીડા કરે છે. આહા..હા....! આ પુણ્ય-પાપના અધિકારની પૂર્ણતામાં આ વાત ! આત્માની પૂર્ણતાની પ્રાપ્તિ ! આહાહા...! આવો એક શ્લોક તો જુઓ ! (સંપ્રદાયના) બત્રીસ ને પીસ્તાલીસ (આગમ) વાંચે તો મળે એવું નથી. આહાહા..! આ સંતો તો કેવળજ્ઞાનીની કેડાયતો છે, પ્રભુ ! આ.હા..હા...! દિગંબર સંતો તો કેવળજ્ઞાનીના દીકરા છે ! આહા..હા...! કેવળજ્ઞાન એના પિતા છે. એ કેવળજ્ઞાન લેવાના છે. એક-બે ભવે કેવળી થવાના છે, આ ‘અમૃતચંદ્રાચાર્યદેવ', “કુંદકુંદાચાર્યદેવ', ‘પદ્મપ્રભમલધારીદેવ' ! આ...હાહા...! (અહીંની) સ્થિતિ પૂરી થઈ ગઈ. ચાલતા ચાલતા પચીસ ગાઉ જાવું હતું, ચૌદ-પંદર-સોળ ગાઉ ચાલ્યા, અંધારું થઈ ગયું તો ધર્મશાળામાં રોકાવું પડ્યું. સવાર પડે ત્યાંથી ચાલતા થશું. એમ આ સ્વર્ગમાં ધર્મશાળા તરીકે રોકાય ગયા છીએ પણ અમે નીકળ્યા ભેગા ત્યાંથી કેવળજ્ઞાન લેવાના છીએ. આહા..હા...! કારણ કે કોઈ એ ચીજ બહારથી આવતી નથી. અમારી પાસે જ છે. આ..હા...! અને તેનો સ્વીકાર કરીને વિકાસ તો થયો છે, સ્વીકાર કરીને વિકાસ તો થયો છે. એ વિકાસ પૂર્ણ વિકાસની સાથે રમતું કરે છે. મુનિરાજ એમ કહે છે કે, અમે પંચમા આરામાં સ્વર્ગમાં જશું પણ અમે કેવળજ્ઞાનની સાથે ક્રીડા માંડી છે. એમ થઈને ત્યાં જાશું. આહાહા.! સ્વર્ગમાં પણ અમારું સાધકપણું... આ.હા..હા...! છૂટવાનું નથી. (સમ્યગ્દષ્ટિ છબસ્થ છે.)' છદ્મસ્થ એટલે હજી આવરણમાં છે). “(ત્યાં સુધી જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે)” પ્રત્યક્ષ કેવળજ્ઞાન અત્યારે છે નહિ. પ્રતીતમાં આવ્યું છે કે, કેવળજ્ઞાન આવું હોય અને કેવળજ્ઞાન થાય અને સાધક, આ સાધનથી થાય એ બધું ખ્યાલમાં, દૃષ્ટિમાં આવ્યું છે. હવે એ શ્રેણીને વધારતા જાય છે. નિર્મળ ધારાને શુદ્ધના આશ્રયે પુણ્ય-પાપના ભાવનો નાશ કરીને, પવિત્રતાનો પિંડ પ્રભુ ! પવિત્રતાનો પિંડ પરમાત્મા ! એની પવિત્રતાની પ્રતીતિ અને જ્ઞાનનો અનુભવમાં વિકાસ થયો. પણ એ પવિત્રતાનો પ્રભુ પૂર્ણ છે ઈ પવિત્રતા પર્યાયમાં આવે એવી અમે રમતું માંડી છે હવે. આ..હા.હા..! (કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે).' લ્યો, ઠીક ! શુદ્ધનય ક્રીડા કરે છે કેવળજ્ઞાન થતા સાક્ષાત્ પ્રગટ થાય છે. મોક્ષ થઈ ગયો. જે સ્વભાવ અને શક્તિએ મોક્ષસ્વરૂપ હતો, એ પર્યાયમાં મુક્તરૂપ દશા થઈ. વિશેષ કહેવાશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સમયસાર સિદ્ધિ-૬ પ્રવચન નં. ૨૪૩, શ્લોક-૧૧૨, ૧૧૩ રવિવાર, જેઠ સુદ ૮, તા. ૦૩-૦૬-૧૯૭૯ સમયસાર” ૧૧૨ કળશનો ભાવાર્થ છે ને ? ૧૧૨ કળશ છે, એનો ભાવાર્થ. નીચે ભાવાર્થ છે. ૧૧૨ કળશનો ભાવાર્થ. શ્લોકાર્ય થઈ ગયો છે. ઝીણી વાત છે, પ્રભુ ! શું કહે છે ? કે, આ આત્મા જે છે એ તો જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય ઈશ્વરતા – પ્રભુતાનો પિંડ પ્રભુ છે. એવી જે આ જ્ઞાનજ્યોતિ પ્રભુ, એને પ્રતિબંધ કર્મ છે. છે ભાવાર્થમાં ? શું કહે છે ? કે આ ચૈતન્યસ્વરૂપ જે ચૈતન્ય જેને આત્મા કહીએ, એ તો શુદ્ધ આનંદકંદ અને ચૈતન્યસ્વરૂપ છે. એમાં જે આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ એ ભાવ થાય એ બધા વિકારી છે. એ આત્માનું સ્વરૂપ નહિ. એ આત્માને ધર્મનું કારણ નહિ. આહા..હા...! વ્રત, તપ, ભક્તિ , પૂજા, દયા ને દાન વગેરે ભાવ કર્મ છે, શુભરાગ છે. આહાહા....! એ રાગ કર્મ છે કે જે શુભ અને અશુભ – એવા ભેદરૂપ થઈને નાચતું હતું...” શુભભાવ ઠીક છે અને અશુભભાવ અઠીક છે એમ જે મિથ્યાત્વમાં નાચતું હતું... આહા...હા...! અનાદિકાળથી ભગવાન ચૈતન્યજ્યોતમાં એની જાતથી વિરુદ્ધ જે પુણ્ય અને પાપ, શુભ અને અશુભ ભાવ (થાય છે) એ વિરુદ્ધ છે. એ વિરુદ્ધ હોવા છતાં ભેદરૂપે નાચતું હતું. એટલે ? કે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઠીક છે અને હિંસા, જૂઠું અઠીક છે, એ મિથ્યાત્વ છે. એ ભેદરૂપે નાચતું હતું એ અજ્ઞાન છે. આહાહા..! બેય બંધના કારણ છે, ધર્મનું કારણ એકેય નથી. ઝીણી વાત છે, ભાઈ ! ચાહે તો દયા, દાનનો ભાવ હો કે વ્રત, તપનો ભાવ – વિકલ્પ હો કે પૂજા, ભક્તિનો હો એ ભાવ શુભરાગ છે) અને રાગ એ આત્માની ચૈતન્યજ્યોતિથી વિરુદ્ધ છે. અનાદિથી પુણ્ય પરિણામ શુભભાવ તે ઠીક છે એમ અજ્ઞાની મિથ્યાષ્ટિ માનતા હતા તેથી તે પુણ્ય અને પાપ બે રૂપે પરિણમતું અને નાચતું હતું. આહાહા..! છે ? અને જ્ઞાનને ભૂલાવી દેતું હતું...” એ શુભભાવ કે અશુભભાવ મને મારા ઠીક છે અને મારું કલ્યાણ કરશે એમ માનીને આત્મ સ્વભાવને તે ભાવે ભૂલાવી દીધો હતો. આહા...! ઝીણી વાત, બાપુ ! ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત્ ચિત્ અને આનંદનો કંદ પ્રભુ છે. એમાં દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધના ભાવ એ વિકાર છે, એ ધર્મ નથી તેમ તે ધર્મનું કારણ નથી. ઝીણી વાત છે, પ્રભુ ! આ...હા...! અનાદિથી દયા, દાન, વ્રત, ભક્તિ, તપાદિ, અપવાસ કરું, બે-પાંચ મહિનાના કરું એ તો બધો વિકલ્પ અને રાગ છે. આ દયા, દાનના, વ્રતના પરિણામ એ પણ એક શુભરાગ છે. અજ્ઞાનમાં એ શુભરાગ ઠીક છે અને અશુભરાગ ઠીક નથી એમ મિથ્યાત્વ ભાવમાં Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૨ ૨૨૩ બે પ્રકાર નાચતાં હતાં એ “જ્ઞાનને ભૂલાવી દેતું હતું.” ચૈતન્યસ્વરૂપ પુણ્ય-પાપમાં રોકાય અને એનાથી ભિન્ન ભગવાન ચૈતન્ય સ્વભાવ, પુણ્યને પોતાનો માની અને આત્મસ્વભાવને ભૂલાવી દેતું હતું). સમજાય છે કાંઈ ? ઝીણી વાત છે, ભાઈ ! અનંત કાળ થયા એણે આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, સત્ શાશ્વત ચિદાનંદ જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે એને ભૂલીને પૂણ્ય-પાપના પરિણામમાં બે ભેદ પાડી, પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે, પુણ્ય ધર્મ છે અને પુણ્ય ધર્મનું કારણ છે એમ માની અને આત્માનો આનંદ સ્વભાવ સચ્ચિદાનંદ પ્રભુ ! એને એ ભૂલાવી દેતું હતું). આહાહા..! છે ? ‘તેને પોતાની શક્તિથી ઉખેડી નાખી...” આ..હા..હા.! પ્રભુ ચૈતન્ય જાગ્યો. હું તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું. મારા સ્વરૂપમાં એ પુણ્ય અને પાપના ભાવ મારામાં નથી, એમાં હું નથી, અને એ મને મારા ધર્મનું કારણ નથી. આ..હા..! ઝીણી વાત છે, ભાઈ ! અનંતકાળથી રખડે છે. સત્ય વસ્તુ એને મળતી નથી, સાંભળવા મળતી નથી. જ્યાં હોય ત્યાં વ્રત કરો ને અપવાસ કરી ને તપસ્યા કરી ને ભક્તિ કરી ને પૂજા કરો ને મંદિર બનાવો (ચાલે છે). એ તો બધો પરની ક્રિયાનો કર્તાભાવ તો મિથ્યાત્વ છે પણ એમાં થતો શુભભાવ એ પણ ધર્મ નથી. એ ધર્મ માનીને આત્માને ભૂલાવી દેતું. આ..હા..! એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ શુભ છે એના પ્રેમમાં પ્રભુનો પ્રેમ, આત્મા ચિદાનંદનો પ્રેમ ભૂલાવી દેતો. આહા..હા! અરે..રે....! અનંતકાળથી રખડે છે એનું મૂળ શું છે એની એને ખબર નથી. એ કહ્યું. તેને પોતાની શક્તિથી...” હું તો જ્ઞાનસ્વભાવ છું, સચ્ચિદાનંદ પ્રભુ છું. આ..હા...! મારામાં એ પુણ્ય-પાપની ગંધ નથી. એ પુણ્ય-પાપ ધર્મના કારણ તો નથી પણ એ બંધના કારણ છે. સંસારની વૃદ્ધિનું, બંધનું કારણ છે. આહા..હા...! ભગવાનની ભક્તિનો ભાવ પણ રાગ છે. કારણ કે ઈ પરદ્રવ્ય છે, પર તરફનું વલણ થાય છે ત્યાં રાગ થયા વિના રહે જ નહિ. સ્વદ્રવ્ય ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, એનું જ્યાં જ્ઞાન રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાન આત્માનું થાય છે ત્યારે તે જ્ઞાનશક્તિના જોરથી રાગને ઉખેડી નાખી. આહા..હા...! એ રાગ હું નહિ, એ રાગ બંધનું કારણ છે. મારું સ્વરૂપ તો સર્વજ્ઞ વીતરાગમૂર્તિ પ્રભુ છે. આહા..હા..! સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ છે. આ અંદર ભગવાન આત્મા છે. આહા..! અને પૂર્ણ અતીન્દ્રિય આનંદનો ઈ કંદ છે. એવું જ્યાં અંતરમાં ભાન થાય છે ત્યારે એને ધર્મની શરૂઆત થાય છે. આહા...હા...! એ ધર્મની શરૂઆતમાં એ જ્ઞાનની શક્તિથી ઉખેડી નાખી. પુણ્ય અને પાપ બેય બંધન છે, મારું સ્વરૂપ નથી. એમ તેને ઉખેડી નાખે છે. આહા...હા....! ગધેડા જેમ ઘાસ ખાતા એને મૂળસહિત ઉખેડી નાખે છે એમ ધર્માજીવ ધર્મ જ્યાં અંદર આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, શુદ્ધ ચિદાનંદ આનંદનો નાથ પ્રભુ છે, એનું જ્યાં ભાન થાય છે ત્યાં એ પુણ્ય-પાપને મૂળમાંથી ઉખેડી નાખે છે કે, પુણ્ય અને પાપ બેય અધર્મ છે. આહા...હા...! આવી વાતું ! શું થાય ? બાપુ ! Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સમયસાર સિદ્ધિ-૬ પરમસત્ય કોઈ એવી ચીજ છે. જગતને અનંત કાળથી મળી નથી). “અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને મૂકયા નહિ અભિમાન.” સાચા સંત શું કહે છે ? અને એણે શું કહ્યું એની ખબર વિના અનંત કાળથી ચોરાશીના અવતારમાં રખડે એ અહીં કહે છે, પોતાની શક્તિથી ઉખેડી નાખી.” તો આનંદ અને જ્ઞાનસ્વરૂપ છું. જાણક સ્વભાવ ચૈતન્ય જ્ઞાયકમૂર્તિ હું છું. હું અતીન્દ્રિય આનંદનો ભરચક ભરેલો ભંડાર છું. એવું જ્યાં ભાન થાય છે તે ભાન પુણ્યના, પાપના ભાવને મૂળમાંથી ઉખેડીને કાઢી નાખે છે. એ નહિ, એ ધર્મ નહિ અને ધર્મનું કારણે નહિ. આહા..હા..! આવું આકરું પડે પ્રભુ ! અનંત અનંત કાળ ગયો, ચોરાશી લાખની યોની ! ચોરાશ લાખ યોનિએ એક એક યોનિમાં અનંત વાર અવતર્યો છે. કાં તો પાપના પરિણામમાં મીઠાશ વેદી. હિંસા, વિષયવાસના, ભોગમાં મીઠાશ માની એ પણ મિથ્યાત્વ – ભ્રમ છે અને કાં પુણ્ય પરિણામમાં ધર્મ માન્યો એ મીઠાશ પણ મિથ્યાત્વ છે. આહા..હા..! એને મૂળથી ઉખેડી નાખી જ્ઞાનજ્યોતિ ચૈતન્ય ઝળહળ જ્યોતિ પ્રભુ અંદર આત્મા સંપૂર્ણ સામર્થ્ય સહિત...” પોતાના પૂર્ણ બળ સહિત પ્રકાશિત થઈ. શું પ્રકાશિત) થઈ ? જ્ઞાનજ્યોતિ. આહા..હા..! જે પુણ્ય અને પાપના ભાવની પ્રસિદ્ધિ હતી, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવાનની ભક્તિ આદિ ભાવની પ્રસિદ્ધિ હતી એ તો રાગની પ્રસિદ્ધ હતી, એ કંઈ આત્મા નહિ. આહા..હા..! એ પ્રસિદ્ધિને મૂળમાંથી ઉખેડી અને હું તો જ્ઞાન અને આનંદ છું એની પ્રસિદ્ધિ આત્માએ પ્રગટ કરી. એનું નામ સમ્યગ્દર્શન અને સમ્યફજ્ઞાન, ધર્મની પહેલી સીઢી, પહેલી શ્રેણી કહેવામાં આવે છે. આ વિના બધા થોથાં છે. આહા..હા...! નરસિંહ મહેતાએ કહ્યું ને ! “જ્યાં લગી આત્મા તત્ત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી એ આત્મા શું ? ચૈતન્યમૂર્તિ આનંદનો નાથ છે. આહા...હા...! એને જાણે નહિ. એને અનુભવે નહિ, એને આદરે નહિ, એનો સત્કાર કરે નહિ. તે વિના જેટલા સાધનો ભક્તિ, પૂજા, દાન, દયા એ બધા નિરર્થક છે. નિરર્થક નથી પણ સંસારમાં રખડવામાં સાર્થક છે. ધર્મને માટે નિરર્થક છે. આકરી વાત છે, પ્રભુ ! આ.હા...હા...! “જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ.” આ..હા.હા...હું તો ચૈતન્યસ્વરૂપ છું. એ રાગના દયા, દાનના, વ્રતના, પૂજાના ભાવથી પણ પૃથક્ મારી ચીજ તો ચૈતન્ય છે. શુદ્ધ આનંદકંદ પ્રભુ છું એમ જ્ઞાનજ્યોતિ એટલે આત્મા પોતાના સામર્થ્યથી પુણ્ય-પાપથી ભિન્ન પડીને પ્રકાશિત થઈ. આત્મખ્યાતિ થઈ, આત્મા પ્રસિદ્ધ પામ્યો. આહા...હા.! જે અનાદિથી પુણ્ય અને પાપની પ્રસિદ્ધિ હતી અને એને જ બધું સર્વસ્વ માનતો હતો.... આહા હા..! એને જ્ઞાનજ્યોતિના ભાનથી પોતાનો પ્રકાશ કરી પ્રસિદ્ધ પામ્યો. હું તો આત્મા શુદ્ધ ચૈતન્ય છું, મારામાં પૂણ્ય અને પાપ નથી અને પુણ્ય-પાપના ભાવ મને મારા ધર્મનું કારણ નથી. મારી ચૈતન્યજ્યોતિને સમજવા માટે પણ એ કારણ છે નહિ. આ...હા...હા...! Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૨ ૨૨૫ એમ ‘જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. આત્મધર્મ થયો. જે પુણ્યમાં ધર્મ માનતો એ મિથ્યાત્વ હતું, અજ્ઞાન હતું, પાખંડ હતું. આહા..હા....! એ જ્ઞાનજ્યોતિ પોતે ચૈતન્યસ્વરૂપ છું, ઝળહળ જ્યોતિ ચૈતન્ય ભગવાન પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાનના સ્વભાવથી ભરેલો એવો હું છું એમ જ્ઞાનજ્યોતિ પ્રસિદ્ધ થઈ. ત્યારે તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયું. આહા..હા..! આ જ્ઞાનજ્યોતિ અથવા જ્ઞાનકળા...” શું કહે છે ? જે આત્મામાં પુણ્ય અને પાપના ભાવથી ભિન્ન પડી, જુદો થઈ અને આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છું એમ ભાન થયું એ જ્ઞાનની એક કળા ઉઘડી. જેમ બીજ ઉઘડે છે, બીજ એમ આ કળા ઉઘડી. હવે બીજ જેમ પૂર્ણતાને પામે છે, બીજ થાય અને તેર દિએ પૂર્ણ પૂનમ થયા વિના રહે નહિ. જેને બીજ ઉગી એને) તેરમે દિએ પૂનમ થાય, થાય ને થાય જ. એમ જેને ભગવાન આત્મા જે પુણ્ય અને પાપના ભાવથી પૃથક થઈ અને સમ્યગ્દર્શન અને સમ્યકૃજ્ઞાનની કળા જાગી (એને પૂર્ણતા થયા વિના નહિ રહે. આ..હા..હા..! ઝીણી વાત છે, પ્રભુ ! આ..હા..! ભગવાન તો આત્માને પ્રભુ તરીકે બોલાવે છે. ભગવાન આત્મા ! એમ કરીને (બોલાવે છે). ૭૨ ગાથા છે. ભગવાન આત્મા ! અતીન્દ્રિય આનંદનું દળ, અતીન્દ્રિય જ્ઞાનનો સાગર, અતીન્દ્રિય ઈશ્વરતા ને સ્વચ્છતા ને શાંતિનું પૂર છે ઈ ! અરે..રે..! એ આત્મા શું ચીજ છે તેને જાણ્યા વિના એ બધા દયા, દાન, વ્રત, તપ, ભક્તિ અનંત વાર કરી. એમાંથી સંસાર રખડવાનું કહ્યું નહિ. આહા..હા..! આ જ્ઞાન કેવળ જ્યાં પ્રગટ્યું.. આહા...હા...! જ્ઞાનકળા જાગી હજી તો. એ કેવળજ્ઞાનરૂપી પરમકળાનો અંશ છે.” શું કહે છે ? પરમાત્મ દશા જે આત્મામાં કેવળજ્ઞાન થાય છે (તે) ત્રણકાળ, ત્રણલોકને જાણનારું સર્વજ્ઞપણું જ્યાં આત્મામાં પ્રગટ થાય છે એ સર્વજ્ઞપણું (એટલે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. એ કેવળજ્ઞાનનો આ જ્ઞાનકળા એક અંશ છે. પૂનમને દિ જે પૂર્ણ ચંદ્રમાં થાય છે એનું બીજ એ એક એનો અંશ છે. પૂનમને દિ પૂર્ણ ચંદ્રમા જે સોળ કળાએ ખીલે એ બીજનો જે ચંદ્રમાં છે એ એનો અંશ છે. એમ જ્યાં આત્મા – ભગવાનઆત્મા પોતાના સ્વરૂપની જાગૃતિ કરીને... આ...હા..હા...! એ રાગના વિકલ્પની ચાહે તો ભગવાનની ભક્તિનો રાગ હો, એ પણ બંધનું કારણ અને રાગ છે. આહાહા...! એનાથી ભિન્ન પડીને જ્ઞાનની કળા જાગી એ કેવળજ્ઞાનરૂપી પરમકળાનો અંશ છે... આ...હા.... એ પૂનમ છે એ ચંદ્રની પૂર્ણ કળા છે. બીજ છે એ પૂર્ણ કળાનો અંશ છે. એમ આત્મામાં કેવળજ્ઞાન પરમાત્મદશા જે થાય તેની આ સમ્યકજ્ઞાન ચૈતન્યકળા જાગી કે હું તો પુણ્ય અને પાપના પરિણામથી ભિન્ન મારું સ્વરૂપ છું, પુણ્ય-પાપ તો બંધના કારણ, ધર્મના કારણે નહિ, એમ જે જ્ઞાનની જ્યોતિ – જ્ઞાનકળા, એ જ્ઞાન સ્કૂર્ય, એ કળા કેવળજ્ઞાન જે પૂર્ણ જ્ઞાન છે એનો એ અંશ છે. હાય હાય. આવી વાતું છે. લોકો કંઈક કંઈક સલવાઈને પડ્યા છે. પરિભ્રમણ કરતાં કરતાં અનંત કાળ થયો. ચોરાશી લાખ યોનિ, એમાં એક એક Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સમયસાર સિદ્ધિ-૬ યોનિમાં અનંત વાર અવતર્યો, એ એક આત્મજ્ઞાન વિના. બાકી તો બધું પુણ્યના, દયાના, વતના, તપના ભાવ તો અનંત વાર કર્યો. બહુ પુણ્ય કરે તો કદાચિત્ દેવ થાય અને એમાંથી વળી મરીને કદાચ આ ધૂળના શેઠિયાઓ કહેવાય, આ કરોડપતિ ને લાખોપતિ ને એ ધૂળના શેઠિયા થાય. એમાં આત્માને કાંઈ લાભ છે નહિ. આહા..હા..! કહો, ‘ચીમનભાઈ ! મુમુક્ષુ :- ગરીબી ટળીને શાહુકારી આવી એ લાભ ન થયો ? ઉત્તર – શાહુકારી આવી, શેની શાહુકારી ? કોને કહેવી ? ભિખારા છે. પૈસા આપો, પૈસા મળે, પૈસા મળે, બાયડી મળે, છોકરા મળે... માગણ છે મોટા ભિખારા ! અનંત અનંત જ્ઞાન અને આનંદ અંદર ભર્યો છે એની લક્ષ્મીની તો એને ખબર નથી અને ભિખારા માગણ માગે છે પૈસો લાવો, બાયડી લાવો, આબરૂ લાવો, કોક મોટો માનો. એને તો શાસ્ત્ર ભિખારી કહે છે. “ચીમનભાઈ” તમારા શેઠ પાસે) પચાસ કરોડ રૂપિયા ! ભિખારા છે. “મુંબઈ ! વ્યાખ્યાનમાં આવ્યા હતા. પચાસ કરોડ રૂપિયા ! ભિખારા છે, કીધું બધા ભિખારા – માગણી છે. પૈસા લાવો ! માગણ... માગણ.... માગણ જેમ રોટલી માગે એમ આ પૈસા માગે, બાયડી માગે, છોકરા માગે, આબરૂ માગે. માગણ છે, માગણ – ભિખારા. મુમુક્ષુ :- પૈસા છે એટલે તો કોક શેઠ કહે, પૈસા વગર કોઈ શેઠેય ન કહે. ઉત્તર :- ધૂળના શેઠ કહે એમાં ડાળિયા શું થયા ? એ તો અમારે કુંવરજીભાઈને કીધું હતું કે નહિ ? ફઈના દીકરા ભાગીદાર. એને પૂછ્યું હતું. તમને કેટલી વાર શેઠ કહે ? હજાર વાર કહે ? તો કહે, ના, પાંચસો વાર કહે. બુદ્ધિ કાંઈ ન મળે. પુણ્યને લઈને રળી ખાતા, બુદ્ધિમાં ઠેકાણા કાંઈ ન મળે. આહા..હા..! બાર મહિને બે-બે લાખની પેદાશ ! અક્કલ આવી, અક્કલમાં માલ ન મળે. અમે તો ભેગા રહ્યા હતા, દુકાન(માં) ભાગીદાર હતા). કાંઈ ખબરું ન મળે. આ..હા...! પણ પૂર્વના કોઈ પુણ્યને લઈને પાંચ-પચીસ-પચાસ લાખ ભેગા થાય ત્યાં એમ થઈ જાય કે ઓ.હો.હો...! મુમુક્ષુ :- ઘણાની પેઢી ઊઠી ગઈ ને કુંવરજીભાઈની પેઢી રહી. ઉત્તર :– રહી એમાં ડાળિયા શું થયા ? મરીને ગયો ઢોરમાં. એમાં ડાળિયા શું થયા? આહા...હા..! પશુ થયો, પશુ. અહીં બે લાખની પેદાશ. મેં તો એને (સંવત) ૧૯૬૬ની સાલમાં કહ્યું હતું, ૧૯૬૬, વીસ વર્ષની ઉંમર હતી, અત્યારે તો નેવુ થયા), સીત્તેર વર્ષ પહેલાની વાત છે. મારી દુકાનેય હતી અને એની દુકાને (હતી), બે દુકાન જુદી હતી. એનો મોટો ભાઈ અને હું ભાગીદાર. મેં તો એકવાર ચોખ્ખું કહ્યું હતું, “કુંવરજી તારી આવી મમતા એટલી દેખાય છે. હું તો “ભગત' કહેવાતો ને ! ભલે દુકાન ચલાવતો. બોલે નહિ મારી સામું. મરીને ઢોર થાઈશ, યાદ રાખજે, કીધું. તારા લખણ દેવના થવાના નથી, માણસના થવાના મને લાગતા નથી. અમારા ફઈના દીકરા ભાગીદાર હતા. સીત્તેર વર્ષ પહેલાની વાત છે, અત્યારે નેવુ થયા. બોલે નહિ, મારી સામું બોલે નહિ. “ભગત’ છે ઈ, “ભગત’ છે, બોલશો નહિ. શું માંડી છે આખો દિ આ ? આખો દિ આ રળવું, આ બાયડી ને આ Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૨ ૨૨૭ છોકરા ને આ લાવો ને.. ‘મુંબઈ’થી માલ લાવે તો જાણે... આ... હા..હા...! શું છે પણ આમાં ? ધૂમાડાને બાચકા ભરીને જાણે અમૃત પીએ છીએ એમ તું માને છો. આહા..હા...! આ તો સીત્તેર વર્ષ પહેલાની વાત છે. વીસ વર્ષની ઉંમર (હતી). દેહનો જન્મ (સંવત) ૧૯૪૬માં જન્મ છે. ૧૯૬૬ની વાત છે. વીસ વર્ષ(ના હતા). આ દુનિયા ગાંડી છે, પાગલ છે. પોતાને કાંઈ પૈસા-પૈસા મળ્યા ને આબરૂ થઈ તો જાણે અમે પૈસાવાળા થઈ ગયા. પૈસાવાળા ! એક વાળો અહીં નીકળે છે તો રાડ પાડે છે. અહીં પૈસાવાળો, બાયડીવાળો, છોકરાવાળો, આબરૂવાળો, કીર્તિવાળો... કેટલા વાળા વળગ્યા તને આ ? દવે’ અંહી વાત આવી છે હવે. આહા..હા...! પ્રભુ ! તારી મોટપનો પાર નથી, નાથ ! તું કોણ છો અંદર ? આ..હા..હા...! એને સચ્ચિદાનંદ પ્રભુને જ્યાં જગાડ્યો અને જાણે પુણ્ય ને પાપના ભાવનો તિરસ્કાર કરીને ઉખેડી નાખ્યું (કે) તું ધર્મ નહિ. આ..હા...! એ જ્ઞાનકળા સમ્યકળા જાગી, બીજ ઉગી. એ કેવળજ્ઞાનરૂપી પરમકળાનો અંશ છે...’ એ બીજ ઉગી એ પૂનમનો અંશ છે. એમ જે પહેલું સમ્યજ્ઞાન જાગ્યું, શરૂઆત (થઈ), ભલે હજી પુણ્ય ને પાપ ભાવ હોય પણ એનાથી મારી ચીજ ભિન્ન છે એવો અનુભવ થયો, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન, અનુભવ થયો, એ કળા કેવળજ્ઞાનની ૫૨મકળાનો અંશ છે. આહા..હા...! એમાંય (લોકોને) વાંધા છે. એમ કે, કેવળજ્ઞાન સર્વ ઘાતી (કર્મનો) નાશ થાય ત્યારે થાય અને તમે મતિ-શ્રુત જ્ઞાનને એનો અંશ કહો ! અત્યારે દિગંબરમાં (આ) વાંધા છે. મુમુક્ષુ :‘શ્રીમદ્’ના વખતમાંય ઈ વાંધો હતો. ઉત્તર :- અત્યારે અહીંનો વિરોધ કરે છે ને ! અહીં જ્યારે એમ કહેવાય છે કે, મતિ ને શ્રુતજ્ઞાન એ કેવળજ્ઞાનનો અંશ છે, ત્યારે એ કહે કે, કેવળજ્ઞાન તો સર્વ ઘાતીનો નાશ થાય ત્યારે થાય, એનો અંશ ક્યાંથી આવ્યો આ ? અહીં આ શું કહે છે ? ‘ચેતનજી’ આ શું કહે છે આ ? આ સોનગઢ’નું છે ? આહા..હા...! ભગવાનઆત્મા ચૈતન્યના બળથી જ્યાં જાગૃત થયો.. આહા..હા...! ભલે તે અંશરૂપે હજી પ્રગટ્યો, ધર્મનો અંશ આવ્યો અને પૂર્ણ કેવળજ્ઞાન થવાને એને વાર હોય છતાં તે કેવળજ્ઞાનકળાનો આ જ્ઞાનકળા એક અંશ છે. આહા..હા...! એની જાત છે. એની જાત વધી વધીને કેવળજ્ઞાન થવાનું છે. એ આત્માનો આશ્રય લઈને સમ્યક્ જ્ઞાનકળા જાગી એ પૂર્ણ આશ્રય લઈને એને કેવળજ્ઞાન થવાનું છે. આહા..હા...! એને એ પુણ્યના પરિણામ નડશે નહિ, વિઘ્ન નહિ કરે, એને ઉખેડી નાખશે. આહા..હા...! મારી જાતમાં પુણ્ય પરિણામ ત્રણ કાળમાં છે નહિ. એ મારી જાતમાં તો અનંત આનંદ ને અનંત શાંતિ, વીતરાગતા ને સ્વચ્છતાનો ભંડાર છે. એવું જ્યાં સમ્યમાં ભાન થયું તે જ્ઞાનનો અંશ ધર્મની શરૂઆતનો અંશ, એ પૂર્ણ કેવળજ્ઞાનની કળાનો અંશ છે. આહા..હા...! આ તો મતિ ને શ્રુતનો અંશ છે એ કેવળજ્ઞાનનો અંશ છે. (આનો) વિરોધ કર્યો Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સમયસાર સિદ્ધિ-૬ હતો. જયધવલમાં છે. જયધવલ શાસ્ત્ર છે ને, એમાં આવે છે. કેવળજ્ઞાન છે, સર્વજ્ઞ છે એનો આ મતિ-શ્રુત જ્ઞાન અંશ છે, અવયવ છે. પૂર્ણ કેવળજ્ઞાન એ અવયવી છે, આખી ચીજ છે. સર્વશપણું તો પ્રભુનો સ્વભાવ છે. આ આત્માનો સર્વજ્ઞ સ્વભાવ છે. એ સ્વભાવનું હજી ભાન થયું કે, હું તો સર્વજ્ઞ સ્વરૂપી છું. હજી સર્વજ્ઞપણું પ્રગટ્યું નથી પણ સર્વજ્ઞ છું એવી પ્રતીતિ અને અનુભવમાં આવ્યું. ત્યારે તેની કળાનો એક અંશ જાગ્યો, ધર્મની શરૂઆત (થઈ, ત્યારે એને ધર્મની શરૂઆત થઈ. એ પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ થવાનો અવયવ છે. કેવળજ્ઞાન એ અવયવી છે, જેમ આખું શરીર અવયવી છે (એમાં) આ હાથ, પગ એ અવયવ છે, આખું શરીર અવયવી છે, હાથ-પગ એના અવયવ છે. એમ પૂર્ણ સર્વજ્ઞપણું અવયવી છે, એનું આ જ્ઞાનકળા – મતિ-શ્રુત જે સમ્યકજ્ઞાન થયું તે તેનો એક અવયવ છે. ભાઈ ! ત્યાં અવયવ લીધો છે. આહા...હા...! અરે.રે...! અંતરની વાતની કાંઈ ખબરું ન મળે. બહારમાં ગોથા મારીને મરી ગયો અનંત કાળ. સાધુપણાનું નામ ધરાવીને પણ ઊંધા ગોટા વાળ્યા. આ.હા..! ધર્મના નામે, પુણ્યને નામે ધર્મ સ્થાપી અને સાધુપણું પણ મિથ્યાદૃષ્ટિપણે કર્યું. આહા..હા..! અહીં કહે છે, જ્ઞાનકળા કેવળજ્ઞાનરૂપી પરમકળાનો” પરમકળા (કહ્યું) જોયું ? એનો એ “અંશ છે અને કેવળજ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે... આહાહા....! બીજ ઉગી એ બીજને જાણે, આખા ચંદ્રને જાણે છે. કાળપને પણ જાણે છે અને આખો ચંદ્ર દેખાય. બીજમાં આખો ચંદ્ર આમ દેખાય. બીજ બીજને જાણે, બીજ આખા ચંદ્રને પણ જાણે અને વચમાં અંધારું કેટલું છે એને પણ એ જાણે. આહા...હા...! એમ સમ્યકજ્ઞાનની દશા, પ્રથમ આત્મજ્ઞાન થતાં, એની દશામાં આત્માને ઈ જાણે અને પૂર્ણ સર્વજ્ઞ કેવા હોય એને પણ એ જાણે. આહા...હા...! અરે...! આવી ધર્મની વાતું. લોકોને નવરાશ ન મળે અને નવરાશ હોય એ ધર્મને નામે ઊંધે રસ્તે ચડી ગયેલા હોય. આહાહા...! અરે.રે. મનુષ્યના અવતાર ઢોરના જેવા અવતાર થઈને ચાલ્યા જશે. જેને આ ભગવાનઆત્મા ! આ..હા...! સચ્ચિદાનંદ પ્રભુ ! સત્ શાશ્વત. શાશ્વત જ્ઞાન ને શાશ્વત આનંદનો ભંડાર છે. એવી દશા પ્રથમમાં પ્રથમ જ્ઞાનધારા, સમ્યગ્દર્શન, સમ્યકૂજ્ઞાનની કળા જાગી એ કેવળજ્ઞાનને પણ જાણે. આ અવયવ છે અને પૂર્ણ સર્વજ્ઞ કેવા હોય અને પણ જાણે. સમજાણું કાંઈ ? છે ? ‘સ્વરૂપને તે જાણે છે.” પૂર્ણ સ્વરૂપને તે જાણે છે. કેવળજ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે તેમ જ તે તરફ પ્રગતિ કરે છે,” જોયું ? આ...હા..હા..! એ જ્ઞાનાનંદ પ્રભુ છું એમ જ્યાં અનુભવ થયો એ હવે જ્ઞાન તરફમાં એકાગ્રતા, સ્વરૂપ તરફમાં એકાગ્રતાનું જ વલણ છે. હવે રાગની એકાગ્રતાનું વલણ છૂટી ગયું છે. આહા..હા..! અરે...! આવી વાતું છે. તેમ જ તે તરફ પ્રગતિ કરે છે....” જોયું ? સંપૂર્ણ સ્વરૂપને જાણે છે, સમ્યકજ્ઞાન થતાં મતિ-શ્રુતની જ્ઞાનકળા જ્યાં અંદરમાંથી જાગી, પુણ્ય-પાપ ધર્મ નથી, એમ જ્યાં જ્ઞાન Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૨ ૨૨૯ થયું એ જ્ઞાનની કળા કેવળજ્ઞાનનો અંશ છે પણ એ અંશ કેવળજ્ઞાનને પણ જાણે છે. પરમકળાનો અંશ છે પણ પરમકળા કેવી હોય તેને પણ તે જાણે છે. આહા...હા..! આવો ઉપદેશ હવે. પેલું તો આમ કરો, આમ કરો, દયા પાળો, વ્રત કરો, તપ કરો, ભગવાનની ભક્તિ કરો (એ સહેલું હતું). એ ભક્તા-ફક્તામાં બધો રાગ છે. આહા..! પરદ્રવ્ય તરફના વલણમાં જેટલો ભાવ (થાય) એ બધો રાગ છે. સ્વ તરફના વલણમાં જ્યાં આત્મભગવાન છે એના વલણમાં ભાવ થાય તે ભાવ નિર્મળ અને ધર્મ છે. આહા...હા...! ઝીણી વાત છે, ભાઈ ! અનંત કાળથી કર્યું નથી. એમાં અત્યારે તો ગડબડ, ગોટા બહુ ચાલ્યા છે. પોતાને જેમ લાગે એમ સ્વચ્છેદે પ્રરૂપે, મનાવે. અરે..રે...ભવ ચાલ્યા જશે, બાપા ! કુદરતના નિયમમાં જે સત્ય હશે તે રહેશે. અસત્ય ત્યાં નહિ રહે. આહા..હા...! આ.હા..હા..! એ કેવળજ્ઞાનના સ્વરૂપને તે જાણે છે તેમ જ તે તરફ પ્રગતિ કરે છે,” એટલે પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરવા માટે સ્વભાવની સન્મુખતાનો પ્રયત્ન કર્યા કરે છે. આ..હા...હા..! સમજાણું કાંઈ ? “તેથી એમ કહ્યું છે કે “જ્ઞાનજ્યોતિએ કેવળજ્ઞાન સાથે ક્રીડા માંડી છે. કેવળજ્ઞાન સાથે રમતું માંડી. આહા..હા...! ઓલી રાગ સાથે રમતું માંડી હતી. દયા, દાન ને વ્રત ને તપ ને ભક્તિ ને એ બધો રાગ (હતો). આ...હા...! “નિજપદ રમે સો રામ કહીએ, રાગમાં રમે તે હરામ કહીએ” આહા..હા..! એ અહીં કહે છે. તેથી એમ કહ્યું છે કે “જ્ઞાનજ્યોતિએ કેવળજ્ઞાન સાથે ક્રિીડા માંડી છે.” રમતું માંડી એણે. આહાહા..! અલ્ય કાળમાં કેવળજ્ઞાન લેશે, ભવમુક્ત થશે. આહાહા..! “જ્ઞાનકળા સહજપણે વિકાસ પામતી જાય છે....” એ દયા, દાન, વ્રત, ભક્તિના ભાવથી મારી ચીજ ભિન્ન છે એમ જ્યાં અનુભવ ને દૃષ્ટિ થઈ ત્યારે તેનું જ્ઞાન સહજપણે વિકાસ પામતું જાય છે. એ જ્ઞાન એટલે આનંદ ને શાંતિ સહજપણે વિકાસ થતી જાય છે. બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ કરીને પૂનમ (થાય) એમ. એમ આત્મામાં ધર્મની પહેલી કળા, સમ્યજ્ઞાન જ્યાં ઉગી... આ બાપુ ! એ તો કોઈ અલૌકિક વાતું છે. ભાઈ ! એ જ્ઞાનકળા વધતા વધતા... આ...હા...હા...! કેવળજ્ઞાન સાથે ક્રીડા માંડી. જ્ઞાનકળા સહજપણે વિકાસ પામતી જાય છે.” સહજપણે વિકાસ પામતી જાય છે. ત્યાં હઠ નથી કરવી પડતી. આહા..હા..! “અને છેવટે પરમકળા અર્થાતુ કેવળજ્ઞાન થઈ જાય છે. લ્યો ! પૂર્ણ દશા – પરમાત્મ દશા થઈ જાય છે. દેહ છૂટીને સિદ્ધ થઈ જાય છે. આહા..હા..! ગીકા:- પુણ્ય-પાપરૂપે બે પાત્રરૂપ થયેલું કર્મ પુણ્ય અને પાપ બે છે એમ માનનારા એક પાત્રરૂપ થઈને (રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું.” પુણ્ય હોય કે પાપ હોય, શુભ હોય કે અશુભ હોય, બેય અધર્મ છે, બેય ધર્મ નથી. આહા..હા...! આત્માનું જ્ઞાન ને ભાન થયું એટલે એ બેય પુણ્ય-પાપના ભાવ કર્મરૂપે નીકળી ગયા (અર્થાતુ) બેય કર્મ છૂટી ગયા. આહા...હા..! છે ? Page #248 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ પુણ્ય-પાપરૂપે બે પાત્ર...’ એટલે બે પ્રકાર થઈને, ‘કર્મ એક પાત્રરૂપ થઈને...’ નીકળી ગયું. એ બેય કર્મ જ છે, પુણ્ય ને પાપ બેય કર્મ છે. બેયમાં ધર્મ અને આત્મા નહિ. આ..હા...! ૨૩૦ ભાવાર્થ :- કર્મ સમાન્યપણે એક જ છે...' પુણ્ય હો કે પાપ હો, શુભ હો કે અશુભ હો ‘તોપણ તેણે પુણ્ય-પાપરૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને...’ સ્વાંગ ધારણ કરી (એટલે) એકનો એક આદમી સ્વાંગ ધારણ (કરે એમ). રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો.' આહા..હા...! પુણ્યનો જ્યાં આમ ઠાઠ આવે... કરોડો રૂપિયા, અબજોપતિ, બાયડી રૂપાળી, પોતાનું શરીર રૂપાળુ, પૈસા, મોટા કરોડોના મકાનો... આ..હા..હા...! એ પુણ્યના ઠાઠ દેખીને માણસ એમાં મરતો હોય. એ તો કર્મનું ફળ છે, પ્રભુ ! ત્યાં તું એમાં નથી. અને પાપના ફળમાં નકાદિ ગતિ લ્યો, પણ એ તો પ૨વસ્તુ છે, એ કંઈ તારી ચીજ નથી. આહા..હા...! જાણે હેરાન.. હેરાન (થઈ ગયા). અર.........! અમે નિર્ધન, અમે ગરીબ, અમને ખાવા મળતું નથી. બાપુ ! એ તો પાપની વાત છે. પાપની પ્રતિકૂળતા હોય, એ કંઈ આત્માને નડતી નથી. આહા..હા...! ‘કર્મ સામાન્યપણે એક જ છે તોપણ તેણે પુણ્ય-પાપરૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો.’ નાટકનું બતાવ્યું છે ને અહીંયાં ! રંગભૂમિમાં બે આવ્યા હતા. ‘તેને જ્ઞાને યથાર્થપણે એક જાણી લીધું...' ચૈતન્ય સ્વરૂપે જાણી લીધું કે એ પુણ્ય ને પાપ બેય કર્મ છે, બેય સંસાર છે, બેય બંધનું કારણ છે. આ..હા...! છે ? તેને જ્ઞાને યથાર્થપણે જાણી લીધું ત્યારે તે એક પાત્રરૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું...' બહાર નીકળી ગયું. ‘નૃત્ય કરતું અટકી ગયું.’ પુણ્ય-પાપ અટકી ગયા. એકલો આત્મા રહી ગયો. આહા..હા...! એનું આ હિન્દી છે. આશ્રય, કારણ, રૂપ, સવાદસું ભેદ વિચારી ગિને દોઊ ન્યારે, પુણ્ય રુ પાપ શુભાશુભભાવનિ બંધ ભયે સુખદુઃખકા રે; જ્ઞાન ભયે દોઊ એક લખૈ બુધ આશ્રય આદિ સમાન વિચારે, બંધકે કારણ હૈં દોઊ રૂપ, ઇન્હેં તજિ જિનમુનિ મોક્ષ પધારે. આખા અધિકારનો સાર મૂક્યો. આહા..હા...! અજ્ઞાની પુણ્ય છે ઈ જુદી ચીજ છે અને પાપ જુદું એમ માને. કારણ જુદું છે. પુણ્ય બંધનનું કારણ શુભભાવ છે અને પાપબંધનનું કારણ અશુભ છે એમ અજ્ઞાની બે ભેદ માને. એનું રૂપ (એટલે) બંધનમાં ફે૨ માને અને એના સ્વાદ એટલે ફળ. પુણ્યના ફળમાં આ પૈસા–ધૂળ, બાયડી, છોકરા મળે, પાપના ફળમાં દુર્ગતિ મળે એમ ભેદ વિચારી ગિને દોઊ ન્યારે,...' અજ્ઞાની બેનો ભેદ વિચાર બેય જુદી જાત છે એમ માને. પુણ્ય રુ પાપ શુભાશુભભાવિન બંધ ભયે સુખદુઃખકા રે;' પુણ્ય અને પાપ બેય શુભાશુભ ભાવ ‘બંધ ભયે...’ બેય સુખ-દુ:ખ એટલે લૌકિક સુખ, હોં ! લૌકિક સુખ-દુઃખને Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૨ ૨૩૧ કરે છે. એમાં કાંઈ આત્મા છે નહિ. અબજોપતિ હોય તોય ભિખારા બિચારા દુ:ખી છે. આહા..હા...! આપણે અહીં આવતા નહિ ? શાંતિપ્રસાદ’, ‘દિલ્હી’ ચાલીસ કરોડ ! અહીં તો બધા ઘણા આવતા. ચાલીસ કરોડ ! એ..ઈ...! તમારા (શેઠ) પાસે પચાસ કરોડ છે. પણ આ બીજો આપણો હતો ને ? આ પાણસણા'નો ! છે ને ગોવા’માં ! બે અબજ ચાલીસ કરોડ ! બે અબજ ચાલીસ કરોડ !! ‘શાંતિલાલ ખુશાલ’ મરી ગયો હમણાં પોણા બે વર્ષ પહેલાં. છોકરો હમણાં ત્યાં મુંબઈ” દર્શન કરવા આવ્યો હતો. મારા બાપને આવવું હતું.’ એમ બોલ્યો. પણ ગુજરી ગયા. મારા બાપને તમારા દર્શન કરવા આવવું હતું. કાંઈ ધૂળ.. બે અબજ ને ચાલીસ કરોડ ! બસો ચાલીસ કરોડ ! મરી ગયા બિચારા એમાંને એમા. આ...હા...! મારા પૈસા, મારા પૈસા, મારા પૈસા અને હું ઘણા મોટા ધંધા કરું છું અને ઘણાને નભાવું છું, ઘણાને નભાવું છું એવા અભિમાન ! આ..હા...! મરી જવાના બધા. આહા..હા...! કુદરતના નિયમમાં એ બધા પામો થઈ જવાના. આહા...હા...! અહીં કહે છે, અજ્ઞાની આશ્રયમાં, કા૨ણમાં, એના બંધનમાં અને એના સ્વાદમાં ભેદ વિચારી જુદા જુદા ન્યારે વિચારતો. પુણ્ય રુ પાપ શુભાશુભભાવિન બંધ ભયે સુખદુઃખકા રે;’ બંધથી બધી એક જ જાત છે. જ્ઞાન ભયે દોઊ એક લ...’ છે ? સમ્યજ્ઞાન ચૈતન્યમૂર્તિ પ્રભુ હું તો છું, એમ જ્યાં જ્ઞાન થયું ત્યાં બેય એક જ જાત છે, પુણ્ય અને પાપમાં કાંઈ ફેર નથી. આહા..હા...! જ્ઞાન ભયે દોઊ એક લખે...' લખે એટલે જાણે. સમ્યજ્ઞાન થતાં ધર્મની પહેલી દશા થતાં, પુણ્ય અને પાપ બેય એક જ જાત છે, બંધનું કારણ છે એમ જ્ઞાની જાણે. આહા..હા...! લખે એટલે જાણે. જ્ઞાન ભયે દોઊ એક લખે બુધ આશ્રય આદિ સમાન વિચારે,’ બેયનો આશ્રય બંધનું કારણ છે. શુભ ને અશુભ બંધનું કારણ અને બંધરૂપ છે. આ..હા...! બંધ કે કારણ હૈં દોઊ રૂપ....' શુભ અને અશુભ ભાવ બંધ કે કારણ હૈં દોઊ રૂપ, ઇન્હેં તજિ જિનમુનિ મોક્ષ પધારે.’ એ પુણ્ય ને પાપને છોડી સ્વરૂપની સ્થિરતા, દૃષ્ટિ, અનુભવ કરી જિનમુનિ પરમાત્મપદને પામ્યા. એ પુણ્ય-પાપને લઈને નહિ, પુણ્ય-પાપને છોડીને પામ્યા. આહા..હા...! આવું છે. સમાજમાં તો મુશ્કેલી પડે એવું છે). આ તો જંગલ છે. અહીં કયાં, અહીં કોઈ સમાજ નથી. અહીં તો આત્માની વાત છે. સંપ્રદાયમાં તો વાંધા ઉઠાવે, તક૨ા૨ ઉઠાવે. એ.. આમ નહિ, એ.. આમ નહિ. આમ નહિ તો રાખ તારા ઘરે. માર્ગ તો આ છે. આહા..હા...! ‘આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ...' આ ટીકાનું નામ આત્મખ્યાતિ (છે). આ ટીકા છે ને ? આત્મપ્રસિદ્ધિ. આત્મખ્યાતિ એટલે પ્રસિદ્ધિ. આત્મખ્યાતિ નામની ટીકામાં પુણ્યપાપનો પ્રરૂપક ત્રીજો અંક સમાપ્ત થયો.' લ્યો. જીવ-અજીવ પછી કર્તા-કર્મ અને આ પુણ્ય પાપ. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સમયસાર સિદ્ધિ-૬ - ૪ - આસ્રવ અધિકાર લોક-૧૧લ अथ प्रविशत्यास्रवः। (द्रुतविलम्बित) अथ महामदनिर्भरमन्थरं समररङ्गपरागतमास्रवम्। अयमुदारगभीरमहोदयो जयति दुर्जयबोधधनुर्धरः ।।११३ ।। દ્રવ્યાસવથી ભિન્ન છે, ભાવાસવ કરી નાશ; થયા સિદ્ધ પરમાત્મા, નમું તેહ, સુખ આશ. પ્રથમ ટીકાકાર કહે છે કે હવે આસવ પ્રવેશ કરે છે : જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર માણસ સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં આસવનો સ્વાંગ છે. તે સ્વાંગને યથાર્થ જાણનારું સમ્યજ્ઞાન છે; તેના મહિમારૂપ મંગળ કરે છે : શ્લોકાર્થ:- (ગથી હવે (સમરરંપરાગત) સમરાંગણમાં આવેલા, મહામનિર્મરન્થ) મહા મદથી ભરેલા મદમાતા (શાસ્ત્ર) આસવને (ઝયમ્ ટુર્નવોઘધનુર્ધર:) આ દુર્જય જ્ઞાનબાણાવળી (નયતિ) જીતે છે – (ઉદારમીરમહોય) કે જે જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય ઉદાર છે (અર્થાત્ આસવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો પૂરો પાડે એવો છે) અને ગંભીર છે (અર્થાત્ જેનો પાર છદ્મસ્થ જીવો પામી શકતા નથી એવો છે). ભાવાર્થ – અહીં નૃત્યના અખાડામાં આઅવે પ્રવેશ કર્યો છે. નૃત્યમાં અનેક રસનું Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૩ ૨૩૩ વર્ણન હોય છે તેથી અહીં રસવત્ અલંકાર વડે શાંત રસમાં વીર રસને પ્રધાન કરી વર્ણન કર્યું છે કે “જ્ઞાનરૂપી બાણાવળી આસવને જીતે છે'. આખા જગતને જીતીને મદોન્મત્ત થયેલો આસવ સંગ્રામની ભૂમિમાં આવીને ખડો થયો; પરંતુ જ્ઞાન તો તેના કરતાં વધારે બળવાન યોદ્ધો છે તેથી તે આસવને જીતી લે છે અર્થાત્ અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે. એવું જ્ઞાનનું સામર્થ્ય છે. ૧૧૩. શ્લોક ૧૧૩ ઉપર પ્રવચન હવે ચોથો આસવ અધિકાર ‘દ્રવ્યાસર્વથી ભિન્ન છે....” શું કહે છે ? કે, કર્મ છે ને આ જડ, એ પરમાણુ દ્રવ્ય આસ્રવ કહેવાય. એના પરમાણુ જે પુણ્યના પરમાણુ આવે, પાપના આવે એ દ્રવ્ય આસ્રવ કહેવાય. જેમ વહાણમાં છિદ્ર હોય અને પાણી આવે એમ આત્મામાં પુણ્ય અને પાપના ભાવ એ ભાવ આસ્રવ છે અને એનાથી પરમાણુ આવે એ દ્રવ્યઆસવ છે. અરે...! શું કીધું છે ? દ્રવ્ય આસવથી ભિન્ન છે, પ્રભુ ! “ભાવાસવ કરી નાશ.” અને પુણ્યનો, પાપનો ભાવ બેય આસ્રવ છે, નવા આવરણનું કારણ છે. એનો મુનિઓએ, ધર્માત્માએ ભાવાસવનો નાશ કર્યો. “થયા સિદ્ધ પરમાતમાં...” આ.હા..હા...! ણમો સિદ્ધાણે સિદ્ધ થયા એ. “નમું તેહ, સુખ આશ.” અર્થકાર કહે છે, મારા સુખની આશાએ તેને હું નમસ્કાર કરું છું. મારો સચ્ચિદાનંદ પ્રભુ જાગે અને આનંદમાં આવે તે માટે હું નમસ્કાર નિમિત્તથી કરું છું. આહાહા....! પ્રથમ ટીકાકાર કહે છે કે “હવે આસવ પ્રવેશ કરે છે –' જેમ નૃત્યના અખાડામાં.” આ નાટકમાં. “નૃત્ય કરનાર માણસ સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે...” કોઈ રાજાનો, ભર્તુહરિનો, પીંગળાનો સ્વાંગ લઈને પ્રવેશ કરે) તેમ અહીં આસવનો સ્વાંગ છે.” પુણ્ય અને પાપના બેય ભાવ તે આસ્રવ છે. આસવ એટલે નવા આવરણનું કારણ છે. વહાણમાં જેમ છિદ્ર પડે ને પાણી આવે એમ ભગવાન આત્મામાં પુણ્ય અને પાપ બેય ભાવ આસ્રવ છે એટલે આવે. જેનાથી નવા આવરણ આવે. એ કોઈ ધર્મ નથી. આહા...હા...! “અહીં આસવનો સ્વાંગ છે. તે સ્વાંગને યથાર્થ જાણનારું સમ્યજ્ઞાન છે.” આહાહા....! બહુરૂપી વેશ ધારણ કરીને આવે. રાજાનો લઈને આવે, ગરીબ માણસ થઈને આવે (તો) ડાહ્યો માણસ જાણી લે કે, આ તો બહુરૂપીયો છે. સરાફની મોટી દુકાન હોય ને ! ગાદી, Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સમયસાર સિદ્ધિ-૬ તકિયે બેઠા હોય. ત્યાં કોઈ રસોડું ન હોય, કાંઈ ન હોય તેને બોલતો હોય) એ મા-બાપ મને રોટલા આપજો. એમ ભાંડ થઈને આવે. પણ સમજે કે, આ ખબર નથી ? અહીં ઘર પણ નથી અને રોટલા પણ નથી. પણ ભાંડ છે. ફરીને વળી રાજા થઈને આવે તો સમજી જાય કે આ તો ભાંડ છે. એમ પુણ્ય અને પાપના બેય ભાવ ભાંડની પેઠે બહુરૂપક છે, એ આત્માનું સ્વરૂપ ને આત્માનું કારણ નથી. આહા...હા...! “તે સ્વાંગને યથાર્થ જાણનારું સમ્યજ્ઞાન છે; તેના મહિમારૂપ મંગળ કરે છે –' લ્યો ! મંગળિક કરે છે, મંગળિક ! પહેલો શ્લોક સંસ્કૃત છે. ૧૧૩, મંગળિક. દ્રવિષિત). अथ महामदनिर्भरमन्थरं समररङ्गपरागतमास्रवम्। अयमुदारगभीरमहोदयो जयति दुर्जयबोधधनुर्धरः ।।११३ । । આહા..હા...! એનો શ્લોકાર્થ. “હવે “સમરાપરત ‘સમરાંગણમાં.... જેમ યુદ્ધનું સ્થળ હોય અને જેમ આવે એમ સમરાંગણમાં “મહા મદથી ભરેલા મદમાતા...’ મહામદથી ભરેલા પુણ્ય-પાપ. કેમકે મેં કંઈકને બાદશાહને પાડ્યા, સાધુ થયા એને પણ મેં તો પાડ્યા છે. સાધુ થઈને પણ એ પુણ્યની ક્રિયામાં ધર્મ માનનારાને બધાને મેં પાડ્યા છે. એટલે આસવને અભિમાન થઈ ગયું છે. આહા..! સમજાણું કાંઈ ? છે ? સમરાંગણમાં આવેલા, મહા મદથી ભરેલા મદમાતા આસવને.... આ..હા..હા..! મહામદથી ભરેલો મદમાતા આસ્રવ છે. પુણ્ય ને પાપ મહા અભિમાની છે, કહે છે. માંધાતાને મેં મારા પુણ્યના પરિણામને ધર્મ મનાવીને હેઠે પાડ્યા છે. આહા..હા...! મેં દુર્ગતિમાં નાખ્યા છે. દુર્ગતિ, આ ચાર ગતિ દુર્ગતિ છે. સ્વર્ગીય દુર્ગતિ છે. આ.હા...! “પરબાવો સુપા આવે છે ને ? ભગવાનઆત્માના વલણ સિવાય જેટલું પરદ્રવ્ય તરફ લક્ષ જાય એ બધું ચૈતન્યની ગતિ નહિ. આહાહા...! ભગવાન ત્રણલોકના નાથ તીર્થંકરદેવ, એની પ્રતિમા કે તીર્થકરનું સ્મરણ કે પ્રતિમાના દર્શન, એ બધો શુભભાવ છે. એ કોઈ ધર્મ નથી. આહા..હા....! એથી આસવ કહે છે, મેં તો એને ધર્મ મનાવીને કેટલાયને હેઠે પાડ્યા છે. મારા પંજામાંથી કોઈને નીકળવા દીધો નથી. આહાહા...! જ્યાં હોય ત્યાં એ દયા, દાન, વ્રત, તપને ધર્મ મનાવી, સાધુ નામ ધરાવીને પણ ભ્રષ્ટ થયેલા મિથ્યાદૃષ્ટિઓ, આસ્રવ કહે છે કે, (હું) મદમાતો છું. આહા..હા...! મારું રાજ ચાલે છે ! જ્યાં હોય ત્યાં પુણ્ય ઠીક છે, ધર્મનું કારણ છે, ઈ શુભભાવ કરતા કરતા ધર્મ થાય, એમ એના વિના) પરવાર્યો થતો હશે ? એવું અજ્ઞાનીઓ મનાવીને.. આહાહા...! આકરું કામ છે, બાપુ ! ધર્મ કોઈ એવી ચીજ છે કે, અત્યારે Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૩ ગડબડી બધે બહુ થઈ ગઈ. આહા...હા...! ? એ પુણ્ય અને પાપનો ભાવ આવ્યો. શું કહેવાય ? સંગ્રામમાં. સંગ્રામમાં જેમ આવે ને ? એમ મહા મદથી ભરેલો મદમાતા. આહા..હા...! પુણ્યને નામે ધર્મ મનાવીને મેં તો મહાત્માને માર્યા છે, દુર્ગતિમાં નાખી દીધા છે. (એમ) આસવને અભિમાન થઈ ગયું છે. કારણ કે અત્યાર સુધી એની જીત છે. આત્મા એનાથી ભિન્ન છે એની જીત થઈ નથી. આહા..હા...! આ તો ઝીણી વાત છે, બાપુ ! આ તો સમયસા’ છે ! આ કાંઈ વાર્તા-કથા નથી. આ ભગવત આત્મા એની વાર્તા, અધ્યાત્મકથા છે. એક એક કડી કે એક એક લીટી સમજવું કઠણ છે, ભાઈ ! આ..હા..હા...! ભાષા કેવી (છે), જોઈ ? મહામવનિર્મર” ભરેલો એવો મંથર, મદમાતો. આહા..હા..! છેવટે ભગવાનની ભક્તિ કરશું, (ઈ) કરતા કરતા કલ્યાણ થશે. ભજન કરો. પણ ઈ ભજનબજન છે ઈં પડવાનું ભજન છે, ઈ બધો શુભરાગ છે, એ ધર્મ નથી. તને ખબર નથી. ધર્મ તો આત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ છે એનું અવલંબન લઈને ધર્મ થાય. બહારનું અવલંબન લઈને તો રાગ જ થાય, ભાઈ ! સ્ત્રી, કુટુંબનું અવલંબન લે તો અશુભરાગ થાય, દેવગુરુ-શાસ્ત્રનું અવલંબન લે તો શુભરાગ થાય, પણ બેય રાગ છે. આહા...હા...! એ મહા મદથી ભરેલા મદમાતા આસ્રવને હવે ‘ઝયમ્ વુર્નયવોધધનુર્ધર:' આહા..હા...! આ દુય જ્ઞાન-બાણાવળી...' (અર્થાત્) અંદર પુણ્ય-પાપથી ભિન્ન સ્વરૂપનું જે જ્ઞાન પ્રગટ્યું તે દુય જ્ઞાન-બાણાવળી... એ બાણાવળી (એટલે) એક પછી એક જ્ઞાનની બાણાવળી અંદરથી જાગી. રાગને તોડી નાખ્યો. આ..હા...! દુય જ્ઞાન (એટલે) જે જ્ઞાનને જીતવું (અસંભવ છે), જગતમાં કોઈ જીતી શકે નહિ. એવું દુય આત્માનું જ્ઞાન કેવું છે ? ‘ધનુર્ધર:’ બાણાવળી છે. આહા..હા...! એ દયા, દાન, વ્રત, તપના વિકલ્પથી ભિન્ન પડીને આત્માનું જ્ઞાન થયું એ જ્ઞાનને જીતવા હવે કોઈ સમર્થ નથી. એ જ્ઞાન બાણાવળી એક પછી એક બાણ છોડે છે. પુણ્ય ને પાપનો નાશ કરે છે અને આત્માની શાંતિની જાગૃતિ કરે છે. આહા..હા..! એક કલાકમાં આવી વાતું ! ચાલતામાં તો આ કરો, આ કરો, ભક્તિ કરો ને વ્રત કરો, તપ કરો, મંદિર બનાવો, પૂજા કરો. ધૂળ તારા લાખો-કરોડો ખર્ચ ને ! એ પ૨ની ક્રિયા કરી શકું છું એ માન્યતા જ મિથ્યા ભ્રમ છે. એમાં ભાવ હોય તારો તો શુભભાવ પુણ્ય છે. એ બંધનું કારણ છે. આહા...હા...! એને આ દુય જ્ઞાન-બાણાવળી જીતે છે...' એ જે આસવ મદમાતો હતો એને આ દુય જ્ઞાન સમ્યજ્ઞાન રાગથી ભિન્ન પડેલું જ્ઞાન તેને જીતે છે. આહા..હા...! ‘રવાર્ામીરમહોય:’ કેવું છે ? કે જે જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય ઉદાર છે...’ આ..હા..હા...! રાગના વિકલ્પથી, દયા, દાન, વ્રત, તપના વિકલ્પથી (જ્ઞાન) ભિન્ન પડ્યું પ્રભુ ! એનું જે જ્ઞાન થયું એ જ્ઞાન ઉદાર છે. મહાન ઉદય ઉદાર છે...’ છે ? ‘ઉવારશમીરમહોય:' - - - ૨૩૫ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સમયસાર સિદ્ધિ-૬ જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય ઉદાર છે (અર્થાત્ આસવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો પૂરો પાડે એવો છે).” આહાહા..! આવું આકરું કામ છે. એક એક શ્લોક સમજવો કઠણ, બાપા ! આમ ભણી જાય, વાંચી જાય, વાંચી ગયા (એમ ન ચાલે). આહાહા...! એ જ્ઞાન કેવું છે ? ઉદાર છે. એટલે ? વિકારને નાશ કરવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તે જ્ઞાન પૂરો પાડે છે. આહા...હા...! ઉદાર છે. જ્ઞાન અંદરથી ઉદાર થઈને પ્રગટ્યું છે. જેટલું જોઈએ તેટલું (એટલે) રાગને નાશ કરવા માટે જેટલું) જ્ઞાન જોઈએ તેટલું પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન થતા એની સાથે સમ્યફજ્ઞાન થતા એ જ્ઞાનની ધારા એવી છે કે રાગને નાશ કરવાનો જેટલો પુરુષાર્થ જોઈએ એટલો તૈયાર થઈને જ જાગે છે. આહા..હા...! ઉદાર છે. “ગંભીર છે અર્થાત્ જેનો પાર છદ્મસ્થ જીવો પામી શકતા નથી. આહા..હા..! “મોદયો” મહા ઉદય. “મહોદયો”નો પહેલો અર્થ બાણાવળીનો મહાન ઉદય કર્યો. જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય અને ઉદાર છે. ગંભીર છે. જેનો પાર પામવો... આ.હા..હા....! અલંધ્ય છે. અંદર મધ્ય પામવું કે આ જ્ઞાનનો શું અર્થ છે ? અપાર.. અપાર ! પ્રભુનો જ્ઞાનસ્વભાવ અપાર અપાર છે. એવો એ ગંભીર છે. જેનો પાર અલ્પજ્ઞાની પામી શકતા નથી. આહાહા....! એક કોર કહ્યું કે, મતિ ને શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનનો અંશ છે. આ એની મહિમા બતાવે છે. અપાર જ્ઞાન છે. ચૈતન્યના જ્ઞાનસ્વરૂપ છે, જેના જ્ઞાનનો મહિમાનો પાર ન મળે. અપાર... અપાર. અપાર... અપાર.... અપાર. અનંત. અનંત... અનંત. અનંત... અનંત.... અનંત... અનંત... એવું જ્ઞાન ગંભીર છે. આહાહા...! એણે રાગ-દ્વેષને જીત્યા અને પોતાનું સામર્થ્ય પ્રગટ કરી જન્મ-મરણ રહિત થયો એની આ વાત છે. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) સોમવાર, જેઠ સુદ ૯, તા. ૦૪-૦૬-૧૯૭૯ પ્રવચન નં. ૨૪૪ શ્લોક-૧૧૩ ગાથા-૧૬૪-૧૬૫ આ ‘સમયસાર', એના (“આસવ અધિકારના) પહેલા કળશનો ભાવાર્થ. પહેલો કળશ કાલે થઈ ગયો છે ને ? “અહીં નૃત્યના અખાડામાં...” નાચવાના સ્થાનમાં “આ વે પ્રવેશ કર્યો...” એ રીતે લીધું છે. શુભ-અશુભ ભાવ એ બેય આસ્રવ છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ એ બધો આસ્રવ (છે). આસ્રવ એટલે નવા આવરણ આવે. વહાણમાં જેમ છિદ્ર હોય, છિદ્ર (એમાંથી) પાણી આવે એમ ભગવાન આત્મામાં મિથ્યાત્વ અને શુભાશુભ ભાવ, એ બધા આસવો છે. નવા આવરણનું કારણ છે. એ આસવે રંગભૂમિમાં પ્રવેશ કર્યો. નાટકની ઉપમા આપી છે ને ! રંગભૂમિમાં આસ્રવ એટલે પુણ્ય-પાપના પરિણામે પ્રવેશ કર્યો. Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૩ ૨૩૭ નૃત્યમાં અનેક રસનું વર્ણન હોય.” શાંતરસ, અદ્ભુતરસ, વીરરસ આદિનું) વર્ણન (હોય છે). “અહીં રસવત્ અલંકાર વડે શાંત રસમાં વીર રસને પ્રધાન કરી વર્ણન કર્યું છે કે “જ્ઞાનરૂપી બાણાવળી.” આ.હા.! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ જ્ઞાયકભાવ, એનું જ્ઞાન, જ્ઞાયકભાવ ધ્રુવભાવ સદ્દશ નિત્ય ભાવ, એવું જે આત્માનું સ્વરૂપ, એનું જ્ઞાન. શાસ્ત્રજ્ઞાન કે બાહ્યજ્ઞાનની અહીં વાત નથી. આત્મા જે છે, આત્મજ્ઞાન (એની વાત છે). આત્મા અનંત શુદ્ધ ગુણનો પિંડ છે. આત્મા અનંત ચૈતન્ય રત્નાકર, ચૈતન્યના રત્નના દરિયા, સ્વભાવથી ભરેલો છે, એનું જ્ઞાન. એ આત્માનું જ્ઞાન કે જે આસ્રવને નાશ કરવાની તાકાતવાળું છે. આહા...હા...! છે ? જ્ઞાન(રૂપી) બાણાવળી. બાણાવળી કેમ કહ્યું ? કે, આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે એ કર્મથી તો અભાવ સ્વરૂપ છે, પર શરીરાદિથી તો અભાવ સ્વરૂપ છે, પણ પુણ્ય અને પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા અને કામ, ક્રોધ એ ભાવથી પણ પ્રભુઆત્મા ભિન્ન છે. આહા..હા...! એવા આત્માનું જ્ઞાન થતાં. સ્વ-આત્મજ્ઞાન. આત્મજ્ઞાનનો અર્થ એવો નથી કે, કોઈ નિમિત્તનું જ્ઞાન, રાગનું જ્ઞાન, પર્યાયનું જ્ઞાન, એમ નહિ. આત્મજ્ઞાન. આત્મા જે ત્રિકાળી ધ્રુવ ચિદાનંદ પ્રભુ ! ભૂતાર્થ, સત્યાર્થ, એનું જ્ઞાન, એનું દર્શન અને એમાં લીનતા. એ જ્ઞાનરૂપી બાણાવળી. (અર્થાત) એક પછી એક જ્ઞાનની ધારા. સ્વભાવ શુદ્ધનો આશ્રય જેણે લીધો, સમ્યગ્દર્શને, એ એક પછી એક જ્ઞાનની ધારા, આત્માની ધારા શુદ્ધ વધતી જાય છે. આહા..હા.! ઝીણી વાત છે, પ્રભુ ! જ્ઞાનરૂપી બાણાવળી.” બાણની આવળી. જેમ એક પછી એક બાણ પડે એમ ભગવાન આત્મા આનંદ સચ્ચિદાનંદ પ્રભુ, એનું જ્ઞાન અને અનુભવ થતા, તેનું સમ્યગ્દર્શન થતા, તેમાંથી જ્ઞાન અને આત્માની પવિત્રતાની ધારા વહે એને અહીંયાં જ્ઞાનની બાણાવળી કહેવામાં આવે છે. આહા..હા...! એ “આસવને જીતે છે.” એ મિથ્યાત્વ અને પુણ્ય-પાપના ભાવ એ આસવ (છે), અને જ્ઞાનની ધારા – ભગવાન આત્માના સ્વભાવનું જ્ઞાન અને આનંદની ધારા, એ આસવને જીતે છે. એટલે ? જ્ઞાન આત્માનું અને આનંદ આત્માની દશાની જેમ ઉત્પાદ થાય છે તેમ તેમ પુણ્ય-પાપના પરિણામનો વ્યય થાય, નાશ થાય છે. આ..હા...! આખા જગતને જીતીને મદોન્મત્ત થયેલો આસવ.” આખા જગતને આસવે ગાંડા બનાવ્યા છે, પાગલ ! આસ્રવ જ હું છું અને એનાથી મને લાભ થશે (એમ) આસવે (ગાંડા બનાવ્યા છે). “જગતને જીતીને મદોન્મત્ત થયેલો આસવ...” એને અભિમાન થયું કે, મેં તો મોટા માંધાતાને પાડ્યા છે. મુનિ થયા દિગંબર દ્રવ્યલિંગી, એને પણ પંચ મહાવ્રતના પરિણામ આસવ છે, એનાથી મને લાભ થાય છે. એવાઓને પણ આસ્રવ કહે છે કે, મેં પાડ્યા છે. આહા..હા...! નવમી રૈવેયકે ગયો. આવે છે ને ! “મુનિવ્રત ધાર અનંત વાર મુનિવ્રત ધાર રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો મુનિવ્રત ધાર, અઠ્યાવીસ મૂળગુણ લીધા, પંચ મહાવ્રત લીધા પણ એ તો આસવ છે. આ..હા...! એ દુઃખ છે. એ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સમયસાર સિદ્ધિ-૬ મહાવ્રતનો ભાવ પણ આસવ (છે), દુઃખ છે). “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો’ એનો અર્થ શું થયો? કે, પંચ મહાવ્રત ને અઠ્યાવીસ મૂળગુણ રાગ ને આસ્રવ ને દુઃખ છે. આત્માના જ્ઞાન વિના આનંદનો સ્વાદ એને આવે નહિ. આહા..હા... અહીં પરનું જ્ઞાન નહિ, શાસ્ત્રનું જ્ઞાન નહિ. પ્રભુ ! સચ્ચિદાનંદ પ્રભુ આત્મા ! એનું જ્ઞાન થતા એને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે. આહાહા....! તે અતીન્દ્રિય (આનંદના) સ્વાદ વિના અનંત વાર મુનિપણું પંચ મહાવ્રત ધાર્યા પણ એને આત્મજ્ઞાનનો સ્વાદ ન આવ્યો. કારણ કે એ તો આસ્રવ છે. એ આસ્રવથી અમને કલ્યાણ થશે એ માન્યતા મિથ્યાત્વની છે. આહા..! એને લઈને “આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયોજરી સુખ ન મળ્યું. પંચ મહાવ્રત ને અઠ્યાવીસ મૂળગુણ, રાગ અનંત વાર પાળ્યા પણ એ તો રાગ અને આસ્રવ છે. આહા...હા..! એ મદોન્મત્ત થયેલો આસવ....... મદમાં પાગલ થયો. મેં કંઈકને, માંધાતાને પાડ્યા છે. દિગંબર જૈન સાધુ થયો અનંત વાર, નવમી રૈવેયકે ગયો. પંચ મહાવ્રત અને અઠ્યાવીસ મૂળગુણ પાળે એટલે એ જાણે કે મારું કલ્યાણ થશે. એવો આસવને, એવા મુનિઓને પણ આમ્રવના પ્રેમમાં મિથ્યાત્વમાં લીધા છે. આહા..હા..! આકરી વાત છે, પ્રભુ ! માર્ગ બહુ જુદો છે. જિનેશ્વર વીતરાગ પરમાત્મા...! (એવો મદોન્મત્ત થયેલો) “આસવ સંગ્રામની ભૂમિમાં આવીને ખડો થયો;” ઘણાને મેં તો પાડ્યા છે. આસ્રવ કહે છે કે, મેં મારા ઝપાટામાંથી કોઈને ખસવા દીધા નથી. આહા...હા...! છેવટે પરની દયાનો ભાવ આવે એ રાગ છે. રાગ પણ મને લાભ કરશે, એવો જે મિથ્યાત્વ આસવ, એને ગર્વ થયો કે, મેં તો આવા મહાત્માને હેઠે પાડ્યા છે. આહા..હા...! એવો ‘આસવ સંગ્રામની ભૂમિમાં આવીને ખડો થયો; પરંતુ જ્ઞાન તો તેના કરતાં વધારે બળવાન....” ભગવાન આત્માના સ્વભાવમાં અનંત અનંત વીર્ય અને અનંત પુરુષાર્થ ભર્યો છે. ભગવાન આત્મામાં અતીન્દ્રિય અનંત જ્ઞાન, અતીન્દ્રિય અનંત આનંદ, અતીન્દ્રિય અનંત વીર્ય – પુરુષાર્થ પૂર્ણ ભર્યો છે. આહા..હા...! એવા બળના જોઢે, પોતાના આત્મજ્ઞાન ને શ્રદ્ધાના – જોદ્ધાના બળે. આહા...હા.....! “તેના કરતાં વધારે બળવાન... શાસ્ત્ર કરતા પણ ચૈતન્ય ભગવાનનું જ્ઞાન ને શ્રદ્ધા, શાંતિ થતા વીતરાગી સમ્યગ્દર્શન (વધારે બળવાન છે). કેમકે આત્મા જિનસ્વરૂપ જ છે. ‘ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, મતમદિરા કે પાન સો મતવાલા સમજે ન ઘટ ઘટ અંતર જિન વસે ઘટ ઘટમાં વીતરાગ સ્વરૂપ આત્મા જિન સ્વરૂપ અંદર છે. આહા..હા..! એ “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જેન’ જેનપણું અંદરમાં હોય છે. એ જિનપણાનો આશ્રય લઈ અને મિથ્યાત્વનો જેણે નાશ કર્યો છે તેને અંતરમાં – ઘટમાં જૈન કહેવામાં આવે છે. બહારની પ્રવૃત્તિ દેખીને જેનપણું Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૧૩ ૨૩૯ માને, કોઈ ત્યાગી થયો, એમ નથી કહે છે. આહાહા...! ઘટ ઘટ અંતર જેન વસે એ જિનસ્વરૂપ ભગવાન આત્મા, જેનું અનાદિ વીતરાગ સ્વરૂપ જ એનો સ્વભાવ છે. એનો આશ્રય લઈને એના અવલંબે જે વીતરાગતા પ્રગટ થાય તે આસ્રવ કરતાં પણ તે વીતરાગતા મહા બળવાન છે. ઈ ‘વધારે બળવાન યોદ્ધો છે...” આ...હા...! શું કહે છે ? મિથ્યાત્વ અને શુભ-અશુભ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ આસવ છે. એના બળથી જગતને અનાદિ (કાળથી) અનંત વાર ચાર ગતિમાં રખડાવ્યા પણ એના કરતા ભગવાન આત્માનું બળ.. આહા...અનંત અનંત વીર્ય – પુરુષાર્થ, અંદર આત્મામાં વીર્ય ભર્યું છે. વીર્ય એટલે પુરુષાર્થ, વીર્ય એટલે રેત નહિ. અનંત વીર્ય આત્મામાં ભર્યું છે. એવું એ અનંત વીર્યનું રૂપ અનંત જ્ઞાન, અનંત દર્શનમાં પણ ભર્યું છે. અનંત ગુણમાં અનંત વીર્યનું રૂપ છે. આહાહા.! એવા અનંત ગુણના રૂપમાં અનંતનું વીર્ય, એના સ્વભાવના બળને જોરે, એના સન્મુખના બળને જોરે આસવને જીતી લીધો છે. આહા..હા...! સમજાય છે કાંઈ? આહા..હા...! “તેથી તે આસવને જીતી લે છે...” આ...હા...હા....! ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ! અનંત ચૈતન્યરત્નના દરિયા, દરિયો, સાગર એ (છે). અનંત ચૈતન્યના ગુણનો પ્રભુ સાગર છે. એક એક આત્મા ! આ...હા..હા..! એના જોરના બળે, એનો આશ્રય લઈને. આ...હા...! શક્તિમાં જે અનંત જ્ઞાન ને દર્શન, આનંદ છે તેને પર્યાયમાં વ્યક્તમાં આનંદ ને જ્ઞાન પ્રગટ કર્યું. આહા..હા...! એ ચૈતન્યના સ્વભાવના આશ્રયે પ્રગટ કર્યું. એ કોઈ દયા, દાન ને વ્રતના વિકલ્પને આશ્રયે પ્રગટ થતું નથી. કેમકે એ તો બધો આસવ છે. આહા...હા...! એને “અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરી.” આ.હા.હા..અહીં તો છેલ્લું લેવું છે ને ! સમ્યગ્દર્શન થયું કે પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે. એનો અનુભવ થયો. અનુભવ એટલે એને અનુસરીને દશા થઈ. પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્માને અનુસરીને દશા થઈ. એ “અનુભવ રત્ન ચિંતામણિ ને અનુભવ હૈ રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ' એ અનુભવ દ્વારા આસવને જીતી અને ઉત્કૃષ્ટ અનુભવ દ્વારા કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે.” આ...હા..હા...! આ તો પંચમ આરાના મુનિ છે, એને કાંઈ કેવળજ્ઞાન નથી પણ સામર્થ્ય બતાવે છે. કુંદકુંદાચાર્યદેવ', “અમૃતચંદ્રાચાર્યદેવ” એ બધા પંચમ આરાના સાધુ. કુંદકુંદાચાર્યદેવ” બે હજાર વર્ષ પહેલા થયા. “અમૃતચંદ્રાચાર્ય ટીકાકાર હજાર વર્ષ પહેલા થયા. એ એમ પોકાર કરે છે કે, આત્માના સ્વભાવના જોરના બળે અમે મિથ્યાત્વ ને અજ્ઞાન ને રાગ-દ્વેષનો અંશ તો ટાળ્યો છે પણ એના પૂર્ણના, આત્માના આશ્રયના બળે કર્મનો નાશ કરીને કેવળજ્ઞાન પામશું. આહા...હા...! છે ? Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સમયસાર સિદ્ધિ-૬ અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે. એવું જ્ઞાનનું સામર્થ્ય છે. જ્ઞાન એટલે આત્મા. જ્ઞાન એટલે ભગવાનઆત્મા, એની પરિણતિ જે શુદ્ધ, એને અહીંયાં જ્ઞાન કહેવામાં આવ્યું છે. એ શુદ્ધ પરિણતિ દ્વારા અશુદ્ધ આસવને જીતી અને કેવળજ્ઞાન ઉપજાવે છે. આ હા..હા...! જેમ સ્વદ્રવ્યની અપેક્ષાએ પરદ્રવ્ય અદ્રવ્ય છે તેમ પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય અદ્રવ્ય છે એમ કહીને પર્યાયનું કેટલું સામર્થ્ય છે એ બતાવવું છે. એક સમયની પર્યાય જ વસ્તુ છે, બાકી બધું તેની અપેક્ષાએ અવસ્તુ છે. એક પર્યાય સ્વદ્રવ્યને પણ જાણે અને તે દ્રવ્યને પણ જાણે તો હવે તેમાં બાકી શું રહ્યું ? બધું જ આવી ગયું. દ્રવ્યની મહત્તા કરનાર પર્યાય છે માટે પર્યાયની મહત્તા છે. દ્રવ્યની મહત્તાને જાણનાર પર્યાય છે. આવી વાત છે. પર્યાય એમ જાણે છે કે હું ધ્રુવ છું કેમ કે પયયનું લક્ષ ધ્રુવ ઉપર છે. ૩૨૦ ગાથામાં આવે છે કે ધર્મી અખંડ ત્રિકાળી નિરાવરણ પરમાત્માનું ધ્યાન કરે છે, ખંડ ખંડનું નહિ. આ જરા ઝીણું આવી ગયું. અહીં, જ્ઞાન પરના ક્ષેત્રમાં વ્યાપે છે એમ નહિ, પોતાના ક્ષેત્રમાં વ્યાપે છે. અહીં દ્રવ્ય ને પર્યાયનાં ભેદની વાત નથી. આ તો જાણવાની પર્યાય સર્વ પર ક્ષેત્રને વ્યાપીને જાણે છે–એમ નથી. પોતાના ક્ષેત્રમાં રહીને જાણે છે. શ્રોતા :- અહીંયાં પોતાનું ક્ષેત્ર એટલે શું ? પૂજ્ય ગુરુદેવશ્રી - એ તો પર્યાયનું જેટલું ક્ષેત્ર છે તેટલું ક્ષેત્ર છે. એ તો પરથી જુદું પાડવાની વાત છે ને પોતાનામાં પણ બે ભેદ છે. બે ચીજ ભિન્ન છે. આહાહા ! પ્રમાણનો વિષય દ્રવ્ય અને પર્યાય બને છે અને નિશ્ચયનો વિષય એકલું દ્રવ્ય છે પણ તેને વિષય કરનાર પર્યાય છે. કાર્ય પણ પર્યાયમાં થાય છે. ત્રિકાળી કારણદ્રવ્યમાં કાર્ય નથી આવતું. આ તો પ્રશ્ન થયો હતો રાજકોટમાં કે કારણપરમાત્મા તો ત્રિકાળી છે તો કાર્ય કેમ આવતું નથી ? કીધું સાંભળો...... કારણપરમાત્મા છે તેનો જેને સ્વીકાર છે એને માટે જ એ કારણપરમાત્મા છે. જેને સ્વીકાર નથી તેને માટે નહિ. –પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ ઓગસ્ટ-૨૦૦૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૪ થી ૧૬૫ ગાથા-૧૪૪થી૧૬૫ तत्रास्रवस्वरूपमभिदधाति - मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु । बहुविहभेया जीवे तस्सेव अणण्णपरिणामा ||१६४ ।। णाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होंति । तेसिं पि होदि जीवो य रागदोसादिभावकरो ।।१६५ । मिथ्यात्वमविरमणं कषाययोगौ च संज्ञासंज्ञास्तु। बहुविधभेदा जीवे तस्यैवानन्यपरिणामाः । । १६४।। ज्ञानावरणाद्यस्य ते तु कर्मणः कारणं भवन्ति । तेषामपि भवति जीवश्च रागद्वेषादिभावकरः ।।१६५।। रागद्वेषमोहा आस्रवाः इह हि जीवे स्वपरिणामनिमित्ताः अजडत्वे सति चिदाभासाः । मिथ्यात्वाविरतिकषाययोगाः पुद्गलपरिणामाः, ज्ञानावरणादिपुद्गलकर्मास्रवणनिमित्तत्वात्, किलास्रवाः। तेषां तु तदास्रवणनिमित्तत्वनिमित्तं अज्ञानमया आत्मपरिणामा रागद्वेषमोहाः । तत आस्रवणनिमित्तत्वात् रागद्वेषमोहा एवास्स्रवाः । ते चाज्ञानिन एव भवन्तीति अर्थादेवापद्यते । હવે આસ્રવનું સ્વરૂપ કહે છે : — ૨૪૧ મિથ્યાત્વ ને અવિરત, કષાયો, યોગ સંશ અસંશ છે, ૧એ વિવિધ ભેદે જીવમાં, જીવના અનન્ય પરિણામ છે; ૧૬૪ વળી તેહ જ્ઞાનાવરણઆદિક કર્મનાં કારણ બને, ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬૫. गाथार्थ :- (मिथ्यात्वम्) मिथ्यात्व (अविरमणं) अविरभा, (कषाययोगौ च) उषाय અને યોગ खे. आस्रवो (संज्ञासंज्ञाः तु) संज्ञ (अर्थात् येतनना विहार) पाए। छे खने असंज्ञ (अर्थात् पुहुगवना विझर) पाए। छे. (बहुविधभेदाः) विविध लेहवाना संज्ञ खस्रवो - (जीवे) } भेजो भवमां उत्पन्न थाय छे तेखो · (तस्य एव) ̈वना ४ (अनन्यपरिणामाः) अनन्य परिणाम छे. (ते तु) वणी असंज्ञ आस्रवो (ज्ञानावरणाद्यस्य कर्मणः) ज्ञानावरण — Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સમયસાર સિદ્ધિ-૬ આદિ કર્મનું IRU) કારણ નિમિત્ત) (ભવન્તિ થાય છે () અને (તેષામ્ છે તેમને પણ (અર્થાત્ અસંજ્ઞ આસવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં) (રાગદ્વેષાદ્વિમાવવર: નીવડ) રાગદ્વેષાદિ ભાવ કરનારો જીવ (મતિ) કારણ (નિમિત્ત) થાય છે. (ટીકા – આ જીવમાં રાગ, દ્વેષ અને મોહ – એ આસવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે માટે તેઓ જડ નહિ હોવાથી ચિદાભાસ છે -જેમાં ચૈતન્યનો આભાસ છે એવા છે, ચિદ્ધિકાર છે). મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ – એ પુદ્ગલપરિણામો, જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આસવણનાં –આવવાનાં) નિમિત્ત હોવાથી, ખરેખર આસવો છે; અને તેમને (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) કર્મ-આસવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોહ છે કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે. માટે (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને આસ્રવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ-મોહ જ આસવો છે. અને તે તો –રાગદ્વેષમોહ તો) અજ્ઞાનીને જ હોય છે એમ અર્થમાંથી જ નીકળે છે. (ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી તોપણ ગાથાના જ અર્થમાંથી એ આશય નીકળે છે). ભાવાર્થ – જ્ઞાનાવરણાદિ કર્મોના આસવણનું –આગમનનું) કારણ તો મિથ્યાત્વાદિકર્મના ઉદયરૂપ પુદ્ગલના પરિણામ છે, માટે તે ખરેખર આસવો છે. વળી તેમને કર્મઆસવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહરૂપ (અજ્ઞાનમય) પરિણામ છે માટે રાગદ્વેષમોહ જ આસવો છે. તે રાગદ્વેષમોહને ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. તે રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યાષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસવો હોય છે. ગાથા ૧૬૪-૧૬૫ ઉપર પ્રવચન હવે ગાથા ૧૬૪-૧૬૫. “આસવનું સ્વરૂપ.' मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु। बहुविहभेया जीवे तस्सेव अणण्णपरिणामा।।१६४।। णाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होति। तेसिं पि होदि जीवो य रागदोसादिभावकरो।।१६५।। નીચે હરિગીત. મિથ્યાત્વ ને અવિરત, કષાયો, યોગ સંજ્ઞ “અસંજ્ઞ છે, “એ વિવિધ ભેદે જીવમાં, જીવના અનન્ય પરિણામ છે; ૧૬૪. Page #261 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૬૪ થી ૧૬૫ ૨૪૩ વળી તેહ જ્ઞાનાવરણઆદિક કર્મનાં કારણ બને, ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬૫. આ..હા...! ટીકા :- ‘આ જીવમાં....” પર્યાયમાં જે રાગ ને દ્વેષ છે એ જીવના પરિણામ છે. આહા...હા.... “આ જીવમાં રાગ, દ્વેષ અને મોહ-એ આસવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે...” એ શું કહે છે ? કે, રાગ-દ્વેષ ને મોહ કોઈ કર્મને કારણે થયા છે એમ નહિ. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત લોહકી સંગતિ પાયી આહા..હા..! એ અહીં કહે છે કે, “આ જીવમાં ભગવાન આત્મામાં, એની પર્યાયમાં “રાગ, દ્વેષ અને મોહ-એ આસવો છે. મિથ્યાત્વ આસ્રવ છે તેમ હિંસા, જૂઠું, ચોરી, ભોગ, વાસના આસવ છે તેમ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ પણ આસવ છે. આહાહા..! એ “રાગ, દ્વેષ અને મોહ-એ આસવો પોતાના પરિણામના નિમિત્તે..” એ શું કહેવા માગે છે ? કે, મોહ, રાગ, દ્વેષના પરિણામ થયા એ કોઈ એમ કહે કે, કર્મને કારણે થયા એમ નથી. પોતાના પરિણામને કારણે થયા છે. આહા..હા...! સમજાય છે કાંઈ ? સંસ્કૃત ટીકા છે. “સ્વપરિણામનિમિત્તા: સંસ્કૃત છે. “સ્વપરિણામનિમિત્તા: આહા...હા...! નિમિત્ત એટલે કારણ. પોતાના પરિણામને કારણે થયા છે. એ કર્મને કારણે રાગ, દ્વેષ ને મોહ થયા છે એમ નથી. કર્મ જડ બીજી ચીજ છે, ભગવાન ચૈતન્ય બીજી ચીજ છે. એક ચીજ બીજી ચીજને કદી અડતી નથી. આહા..હા..! અડે નહિ, અડે નહિ, સ્પર્શે નહિ. કર્મ આત્માને સ્પર્શતું નથી, આત્માનો રાગ કર્મને સ્પર્શતો નથી. આહા..હા...! ઝીણી વાતું બહુ, બાપુ ! મુમુક્ષુ :- કર્મે વાળ્યો આડો આંક. ઉત્તર :- ઈ વાતું લોકની. એ માટે તો આચાર્ય મહારાજ પોતે કહે છે. આસવો “રવપરિણામનિમિત્તા: પોતાની પરિણતિને કારણે આસવો થયા છે, કર્મને લઈને નહિ. કર્મ જડ છે, અજીવ છે અને આ પરિણામ જીવે પોતે કર્યા, તે જીવના પરિણામ જીવ છે. મુમુક્ષુ :- કર્મ-શાસ્ત્રમાં તો કર્મના કારણે વિકાર થાય એમ આવે છે). ઉત્તર :– એ તો નિમિત્તના કથન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ પણ કરે (એ) ત્રણકાળ, ત્રણલોકમાં નહિ. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી ને ! એ તો ત્રીજી ગાથામાં કહી ગયા. “સમયસાર' ત્રીજી ગાથા. દરેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયને ચૂંબે છે. ત્રીજી ગાથામાં આવી ગયું છે. દરેક દ્રવ્ય, દરેક આત્મા ને દરેક પરમાણુ પોતાના ગુણ ને પર્યાયને ચૂંબે છે. પરને કદી ચૂંબતું નથી. એ ત્રીજી ગાથામાં આવી ગયું. આહા..હા...! બહુ ફેર. આ તો કહે, કર્મ કરાવે. કર્મનો ઉદય આકરો આવે એટલે આત્માને રાગ-દ્વેષ કરવો પડે. એ અહીં આચાર્ય ના પાડે છે. પોતાના પરિણમનને કારણે રાગ, દ્વેષ અને મોહ થયો છે. છે ? “આ જીવમાં....” આ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સમયસાર સિદ્ધિ-૬. જીવ, એમાં ‘રાગ, દ્વેષ ને મોહ–એ આસવો...” બંધના કારણો, મલિન ભાવ પોતાના પરિણામના નિમિત્તે થાય છે. પોતાના પરિણમનની દશાને કારણે થાય છે. પોતાના પરિણમન, પર્યાયને કારણે થાય છે. પરને કારણે થતા નથી. આહાહા..! છે કે નહિ અંદર ? ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ ટીકાકાર છે, “કુંદકુંદાચાર્યદેવની ગાથા છે. ઈ “અમૃતચંદ્રાચાર્યદેવ’ હજાર વર્ષ પહેલા થયા. કુંદકુંદાચાર્યદેવ' પછી હજાર વર્ષ અને અત્યાર પહેલા હજાર વર્ષ. કુંદકુંદાચાર્યદેવને બે હજાર વર્ષ થયા. એમણે આ મૂળ શ્લોકો બનાવ્યા અને એની ટીકા ‘અમૃતચંદ્રાચાર્યદેવ દિગંબર સંત એ એમ કહે છે, પ્રભુ ! એકવાર સાંભળ ! આહા...! તારા આત્મામાં રાગ-દ્વેષ, દયા, દાન, કામ, ક્રોધ, મિથ્યાત્વ, પુણ્ય-પાપ ભાવ થાય એ તારા પરિણમનને કારણે છે. આહાહા.! કોઈ નવું કર્મ સ્ત્રી, કુટુંબ-પરિવારથી તો ન થાય પણ કર્મના ઉદયથી પણ તારામાં પરિણમન થાય એમ નથી. આહા..હા....! કેમકે કર્મનો ઉદય જડ છે અને આ ચૈતન્યના અરૂપી વિકારી પરિણામ છે. આહા..હા...! કર્મ જે છે એના દ્રવ્ય-ગુણ-પર્યાય જડ છે અને આ જે રાગ-દ્વેષ-મોહ છે ઈ છે ? તેઓ જડ” નથી. આહા..હા...! રાગ-દ્વેષ અને મોહ જે આત્માના પરિણામ અજ્ઞાનથી કરેલા (છે), એ આસવો પોતાના પરિણામને કારણે થાય છે. પોતાના પલટવાના, બદલવાના, અવસ્થાને કારણે થાય છે, પરને કારણે નહિ. આહા..હા....! “માટે તેઓ જડ નહિ હોવાથી...” જોયું? એ જડ નથી. કેમકે આત્મા ભગવાન પોતે અરૂપી ચિદાનંદ, એ જ પોતે ભૂલમાં પોતે પરિણામમાં ભૂલ ઊભી કરે છે. એ મિથ્યાત્વ ને રાગ-દ્વેષ એની ભૂલ, એના પરિણામ પોતાથી થયેલા છે. તેથી તે જીવના છે. માટે તેઓ જડ નહિ હોવાથી....... આહા..હા...! બીજે ઠેકાણે પુદ્ગલના કહે છે. એ બીજી વાત છે. એ આત્મસ્વભાવ જે અનંત ગુણ છે, એમાં અનંત ગુણમાં એવો કોઈ ગુણ વિકાર કરે એવો ગુણ છે જ નહિ. પર્યાયમાં વિકાર થાય છે ત્યારે સ્વભાવની દૃષ્ટિ કરતા, પર્યાયમાં જે વિકાર થાય છે એ પુદ્ગલના નિમિત્તે થયો છે માટે પુદગલ કહેવામાં આવ્યા. બીજે ઠેકાણે એમ કહ્યું છે પણ આ અપેક્ષાએ. બીજે ઠેકાણએ કઈ અપેક્ષા છે એમ જાણવું જોઈએ ને ! બીજે ઠેકાણે એમ કહ્યું કે, એ પુણ્ય અને પાપના ભાવ પુદ્ગલ છે. કેમકે પુગલના નિમિત્ત અધ્ધરથી પર્યાયમાં થાય છે. આત્માનો એવો કોઈ ગુણ નથી. આત્મામાં અનંતા. અનંતા.. અનંતા.... અનંતા.. ગુણ છે, પણ એમાં એકેય ગુણ એવો નથી કે વિકાર કરે. એથી તેની પર્યાયમાં જે વિકાર થાય છે તે સ્વભાવની દૃષ્ટિ કરનારને, સ્વભાવની દૃષ્ટિ કરાવવા એ પુદ્ગલના છે એમ કરીને કાઢી નાખે છે. આહા..હા... અહીંયાં તો કોઈ એમ માને કે, પુણ્ય અને પાપ, રાગ અને દ્વેષ જેવો કર્મનો ઉદય આવે એવા જીવને પરિણામ થાય. (તો કહે છે), ના. ‘કર્મ બિચારે કૌન ?” એ તો જડ છે, માટી – ધૂળ છે. જેવી આ ધૂળ છે એવી ઝીણી ધૂળ છે, ધૂળ. આ જાડી ધૂળ છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૪ થી ૧૬૫ ૨૪૫ આ ધૂલી.. ધૂલી ! એ ઝીણી ધૂળ છે, અજીવ છે, માટી છે. એને કંઈ ખબર નથી કે, અમે કર્મ છીએ કે નહિ, એની એને કયાં ખબર છે ? આહા..હા....! ઓહો..હો...! મથાળામાં કેટલું બાંધ્યું ! એ આસવો પોતાના પરિણામના કારણે થાય છે, કર્મને કારણે નહિ. સ્ત્રી, કુટુંબ-પરિવાર, દીકરાને કારણે રાગ-દ્વેષ થાય છે (એમ) નહિ. માટે તેઓ જડ નહિ હોવાથી.” એ રાગ-દ્વેષ ને મોહ, તે જડ નહિ હોવાથી ચિદાભાસ છે.” ચિદાભાસ છે. આત્માનું) પ્રગટ ચિદાનંદ સ્વરૂપ નથી, ચિદાભાસ – ચૈતન્યનો આભાસ છે (એવા) એ પરિણામ છે. આહાહા...! છે ? –જેમાં ચૈતન્યનો આભાસ છે એવા છે, ચિકિકાર છે).' આહાહા..! આમાંય ફેર. વાત વાતમાં ફેર. તત્ત્વની ખબર ન મળે. આહા....! પહેલેથી કહે, કર્મને લઈને રખડ્યો, કર્મને લઈને રખડ્યો, કર્મને લઈને રખડ્યો. પણ કર્મ તો જડ છે. મુમુક્ષુ – કર્મનો નાશ કરવા માટે અમે પૂજામાં ધૂપ નાખીએ છીએ. ઉત્તર :- ધૂલ કોણ નાખે ? ધૂપના પરમાણુ પણ ત્યાં પડવાના હતા), એને આત્મા નાખે, એ ત્રણકાળમાં ખોટી વાત છે. આહાહા....! તે પરમાણુની તે સમયની અવસ્થા થવામાં એ પરમાણુ કારણ છે, આત્મા કારણ નથી. આમ સ્વાહા (કરે એમાં) આ હાથ હલે છે એ આત્માથી નહિ. આહા...હા...! એની – આ જડની, શરીરની પર્યાય છે. એ શરીરના પરિણામ છે, આત્માના નહિ. આહા..હા..! અને જીવના જે રાગ-દ્વેષ, મોહ પરિણામ છે) એ જડના નહિ, એ કર્મના નહિ. આહા...હા...! માટે તેઓ જડ નહિ હોવાથી..” જ્ઞાનાભાસ. વાસ્તવિક ચૈતન્ય સ્વરૂપ નથી, પણ ચિદાભાસ છે). ચૈતન્ય જેવો આભાસ થાય) એવા પરિણામ એના છે. –જેમાં ચૈતન્યનો આભાસ છે એવા છે, ચિદ્વિકાર છે). આહા...હા..! અઢી લીટીમાં તો કેટલું ભર્યું છે ! દિગંબર સંતોના વાણી ઘણી ગંભીર ! આ..હા...! શ્વેતાંબર અને સ્થાનકવાસીમાં એ કંઈ છે જ નહિ. આ.હા..! શ્વેતાંબર અને સ્થાનકવાસીને તો ‘ટોડરમલે પાંચમા અધ્યાયમાં અન્ય મતમાં નાખ્યા છે. એ જૈન મત જ નથી. આહા...હા..! આ વસ્તુની સ્થિતિ છે. આહા...હા....! મુમુક્ષુ – ઇચ્છા ન હોય તોય રાગ થઈ આવે છે, એનું શું ? ઉત્તર :- ઇચ્છા નથી કોણ કહે છે ? રાગ થયો એ જ ઇચ્છા છે, રાગ થયો એ જ ઇચ્છા છે. રાગના બે પ્રકાર, માયા અને લોભ, લોભ રાગમાં આવી ગયો. દ્વેષના બે પ્રકાર – ક્રોધ અને માન. દ્વેષના બે પ્રકાર – ક્રોધ અને માન. રાગના બે પ્રકાર – માયા અને લોભ. ઇચ્છા આવી ગઈ. રાગ થયો એ જ ઇચ્છા થઈ. આહા..હા...! બહુ ફેર, ભાઈ ! વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ “સીમંધર ભગવાન મહાવિદેહમાં બિરાજે છે. ત્યાંથી આ વાણી આવી છે. આહા...હા...! કુંદકુંદાચાર્યદેવ’ ત્યાં ગયા હતા, આઠ દિ' રહ્યા હતા. ત્યાંથી આવીને આ શ્લોકો બનાવ્યા છે. એની ટીકા “અમૃતચંદ્રાચાર્યદેવે’ હજાર વર્ષ પછી Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સમયસાર સિદ્ધિ-૬ (બનાવી. કુંદકુંદાચાર્યદેવે” તીર્થકર જેવું કામ કર્યું અને “અમૃતચંદ્રાચાર્યદેવે” એના ગણધર જેવું કામ કર્યું ! આ...હા..હા...! આવી વસ્તુ છે. આ ત્રણ લીટીમાં કેટલું ભર્યું ! રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ એ બધો કષાય છે. એ આસવો છે. એ પોતાના પરિણમનના નિમિત્તે થાય છે. આહાહા....! “માટે તેઓ જડ નહિ હોવાથી ચિદાભાસ છે. આહા! આત્માની જ એ વિકારદશા છે. એ જડની વિકારદશા નથી. આહાહા...! મુમુક્ષુ – પહેલા અધિકારમાં તો એને અજીવપણું કહ્યું છે. ઉત્તર :– ઈ કઈ અપેક્ષાએ કીધું? પોતાના સ્વભાવ શુદ્ધની દૃષ્ટિ કરાવવા એ વિકારની ઉત્પત્તિ પુદ્ગલને કારણે થઈ માટે એને અજીવ કીધાં. નિમિત્તને આધીન થઈને થયા તેને અજીવ કીધાં. પણ છે તો આત્માની પર્યાયમાં થતા પોતાના પરિણામનો અપરાધ છે. આહા..હા...સમજાણું કાંઈ ? આહા...હા...! મુમુક્ષુ :- નિશ્ચયથી શું છે ? એમ ભાઈ પૂછે છે. ઉત્તર :- આ નિશ્ચય, નિશ્ચય છે. આ અશુદ્ધ નિશ્ચય છે. એ જીવની પર્યાયમાં છે. શુદ્ધ નિશ્ચયની દૃષ્ટિ કરાવવા એ પરિણામ પુદ્ગલના છે એમ કરીને કાઢી નખાવવા માટે (કહ્યું). સમજાય છે કાંઈ ? અશુદ્ધ નિશ્ચય કહો કે વ્યવહાર કહો. આહાહા...! એ એની પર્યાયમાં થાય છે. એના પરિણામ, પરિણમનને કારણે થાય છે. પરને કારણે બિલકુલ નહિ. આહા...હા...! તેથી તો કહ્યું કે, તેઓ જડ નહિ હોવાથી ચિદાભાસ છે.” આત્માની ચિદાભાસ, જ્ઞાનાભાસ જેવી એની ઈ દશા છે. આહા..હા..! હવે, એનો વિસ્તાર (કરે છે). મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ પુદ્ગલપરિણામો.” કયા ? એ પૂર્વના. એ પૂર્વના જે કર્મ છે ને, એની અહીંયાં વાત છે. મિથ્યાત્વ (એટલે) દર્શનમોહ, અવિરતિ (એટલે) ચારિત્રમોહ, કષાય અને યોગ એ પુદ્ગલપરિણામ જડ છે. એ “જ્ઞાનાવરણાદિ ગુગલકર્મના આસવણનાં (-આવવાના) નિમિત્ત હોવાથી, શું કહે છે ? પૂર્વના જે કર્મ જડ છે એ પુદ્ગલના પરિણામ છે. કર્મ. કર્મ. ધ્યાન રાખજો, બાપુ ! એ પુદ્ગલપરિણામ છે. “જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આસવણનાં (આવવાનાં) નિમિત્ત...” છે. શું કહે છે ? જૂના જડ કર્મ, એ નવા કર્મને આવવાનું નિમિત્ત અને આસવ છે. સાંભળજો ! જૂના જડ કર્મ, મિથ્યાત્વ, અવ્રત, કષાય, યોગ ગુગલપરિણામ એ જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આસવના નિમિત્ત હોવાથી. ખરેખર એ પૂર્વના કર્મનો ઉદય છે એ આસવ છે. હવે (કહે છે), તેમને ( મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) કર્મ-આસવણના નિમિત્તપણાનું નિમિત્ત...” એ પૂર્વનું જડ જે છે એ આસવ નવા આવવાનું કારણ કહ્યું. પણ કોને ? કે, તે પૂર્વના કર્મ છે, તેમાં જે રાગ-દ્વેષ ને મોહ જેમાં નિમિત્ત થાય છે એને કારણે એ નિમિત્ત નવા કર્મનું કારણ થાય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૪ થી ૧૬૫ ફરીને, ખરેખર ‘(મિથ્યાત્વાદિ પુદ્દગલપરિણામોને)...’ એટલે જડને. ‘કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું...' જુના જડ કર્મને નવા કર્મને આવવાનું નિમિત્ત છે તેને, ‘રાગદ્વેષમોહ...’ આહા..હા...! તે (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોહ છે...' જીવના પરિણામ છે. આહા..હા...! ફરીને, જૂના કર્મ જે જડ છે, એ નવા કર્મનું આસ્રવનું નિમિત્ત કહ્યું. પણ એ નિમિત્ત પણ ક્યારે થાય ? કે, જ્યારે આત્માને રાગ, દ્વેષ, મોહ થાય, રાગ-દ્વેષ, મોહ કરીને જ્યારે નિમિત્તને (આધીન) થાય ત્યારે નવા કર્મનો આસવ નિમિત્તને કહેવામાં આવે. આ.......! ફરીને, ભગવાનઆત્મા ! એમાં જે જોડે કર્મ જડ છે, માટી – ધૂળ (છે), એનો જે ઉદય છે એ નવા કર્મને આવવાનું નિમિત્ત છે. પણ એ નિમિત્ત ક્યારે ? તે જડ કર્મને આત્માના રાગ-દ્વેષ-મોહ નિમિત્ત થાય ત્યારે. આહા..હા..! શું કહ્યું સમજાણું કાંઈ ? ? અહીંયાં તો માથે કહ્યું કે, રાગ-દ્વેષ-મોહ એ જીવના પરિણામ (છે), એ સિદ્ધ કરવું છે. એ પૂર્વના જડ કર્મ છે એ નવા આવવાનું કારણ છે, એ ક્યારે ? કે, એ નિમિત્તને રાગ-દ્વેષ ને મોહ જીવના પરિણામ મળે તો. રાગ-દ્વેષ ને મોહના જીવના પરિણામ ન મળે તો એ નિમિત્ત નવા કર્મનો આસ્રવ થતો નથી. આહા..હા...! સમજાય છે કાંઈ ? ભાઈએ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં નાખ્યું છે. ફરીને, જૂના જડ કર્મ એ નવા કર્મને આવવાનું નિમિત્ત. પણ ક્યારે ? કે, જૂના જડ કર્મમાં જીવના રાગ-દ્વેષ-મોહ નિમિત્ત થાય તો. જીવના રાગ-દ્વેષ-મોહ નિમિત્ત ન થાય તો જૂનું કર્મ નવાનું આવરણ કારણ થાય નહિ. મુમુક્ષુ :– ઉદયને લેવામાં ન આવ્યો. ઉત્તર ઃ- ઉદય ઉદયમાં રહી ગયો. ૨૪૭ અહીંયાં રાગ-દ્વેષ ને મોહ જીવ કરે તો જૂના કર્મને નિમિત્ત નવા આવવાનું કહેવામાં આવે, પણ રાગ-દ્વેષ-મોહ જીવ ન કરે તો જૂના કર્મને નવા આવવાનું કારણ પણ કહેવાય નહિ. આહા..હા..! અરે.....! આવી વાતું છે. શું કીધું ? ફરીને, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ એ પૂર્વના પુદ્ગલના પરિણામ (છે). પૂર્વના કર્મની વાત કરી. એ જ્ઞાનાવરણી પુદ્ગલકર્મના આવવાના નિમિત્ત (છે). એ પૂર્વના કર્મનો ઉદય, નવા કર્મને આવવામાં નિમિત્ત (છે). પણ તેમને મિથ્યાત્વાદિ પુદ્દગલપરિણામોને) કર્મઆસ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોહ છે...' અહીંયાં અજ્ઞાની રાગ-દ્વેષ-મોહ કરે તો જૂના કર્મને નવા કર્મનું નિમિત્તકારણ કહેવાય. રાગ-દ્વેષ ન કરે તો જૂનું કર્મ નવાનું આવવાનું નિમિત્ત પણ છે નહિ. આહા..હા...! સમજાય છે ? ભાષા તો સાદી છે પણ પ્રભુ શું થાય ? માર્ગ તો પ્રભુનો એવો છે. આહા..હા...! જૂના કર્મને નવા કર્મનું નિમિત્ત કહ્યું. પણ ક્યારે ? કે, એ જૂના કર્મને જીવના રાગ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સમયસાર સિદ્ધિ-૬. દ્વેષ-મોહ નિમિત્તપણે આવે તો તે નિમિત્ત નવા આવવાનું કારણ કહેવાય, પણ રાગ-દ્વેષમોહ જીવ ન કરે તો જૂનું કર્મ નવા (કર્મ) આવવાનું કારણ બને નહિ. આહા...હા...! ભાષા તો સમજાય એવી છે, પણ બાપા ! માર્ગ એવો છે કોઈ. આહા..હા..! ભગવાન પોતાના પરિણમનમાં જ્યારે અજ્ઞાની પોતાના સ્વરૂપને ન જાણતા, રાગ-દ્વેષ ને મોહરૂપે પરિણમે છે એ પરિણમનમાં કારણ આત્મા છે. એમાં કર્મ (કારણ) નહિ. હવે અહીં કહે છે કે, જૂના કર્મ નવાનું કારણ થાય ક્યારે ? કે, જૂના કર્મના નિમિત્તમાં અહીં રાગ-દ્વેષ ને મોહ જીવ કરે તો તેને નવા આવવાનું કારણ નિમિત્ત કહેવાય, પણ રાગ-દ્વેષ, મોહ જીવ ન કરે તો જૂના કર્મ નવા આવરણ થવાનું કારણ પણ છે નહિ. આહા..હા...! આવી વાત છે. અટપટી વાત જેવું લાગે. મુમુક્ષુ – આમ હોય તો જ છૂટી શકાય. ઉત્તર :– પણ આમ જ છે. જો કર્મનો ઉદય માત્ર (કારણ) હોય તો સર્વને ઉદય છે. એ સંસ્કૃત ટીકામાં છે – જયસેનાચાર્યદેવની ટીકામાં છે કે, ઉદયથી જો થતું હોય તો ઉદય તો સર્વને છે. તો કદી બંધરહિત થઈ શકે નહિ. પણ ઉદયમાં રાગ-દ્વેષ, મોહ પોતે કરે તો તે નિમિત્ત નવા આવવાનું કારણ થાય, ન કરે તો છૂટી જાય. આહા...હા...! જયસેનાચાર્યદેવની સંસ્કૃત ટીકામાં છે. છે અહીં ? “સમયસાર'. આ પ્રવચનસાર' છે ? હિન્દી. હિન્દી (જોઈએ). આ તો નિયમસાર’ છે, નથી લાગતું. પ્રવચનસાર આવ્યું નથી. શું કહ્યું ? ફરીને, એક વાત તો પહેલી એ કરી કે, જેટલા પુણ્ય-પાપ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ થાય એ જીવના પરિણમનથી થાય. આ તો “સમયસાર છે, “સમયસારની ટીકા જોઈએ. નથી. આમાં “જયસેનાચાર્યદેવની ટીકા નથી. અહીં છે, લ્યો ને, આટલામાં જ આ (આવી જાય છે. એક સિદ્ધાંત કે, જીવ પોતે રાગ-દ્વેષ, મોહપણે પરિણમે તો તે પરિણમનનું કારણ જીવ થાય. પણ એ પરિણમે તો કર્મનું કારણ કહેવાય, એમ નથી. આહા...હા...! એક સિદ્ધાંત તો એ સિદ્ધ કર્યો. બીજો સિદ્ધાંત કે, પૂર્વના કર્મનો ઉદય નવાને નિમિત્ત થાય. નિમિત્ત થાય ને ! ઉપાદાન તો આવે ઈ છે. નવા કર્મ આવે ઈ ઉપાદાન છે અને આ તો નિમિત્ત (છે). પણ નિમિત્ત ક્યારે થાય ? કે, જો જીવ મિથ્યાત્વ ને રાગ-દ્વેષનું પરિણમન કરે તો તે નિમિત્ત નવા આવવાનું કારણ થાય. પણ જો રાગ-દ્વેષ-મોહ ન કરે તો એ નિમિત્ત ખસી જાય અને નવા કર્મ આવે નહિ. આહા..હા...! ભારે કામ ! છે ને એમાં ? મુમુક્ષુ :- એમ જ હોય ને ! તત્ત્વ તો જે છે તે જ છે. ઉત્તર :– આમ જ છે, વસ્તુ આ છે. વસ્તુની સ્થિતિ જ આ છે. ભગવાને કાંઈ કરી નથી. ભગવાને તો જેવી છે એવી જાણી છે. જાણી છે એવી કહી છે. ભગવાન કંઈ એની Page #267 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૬૪ થી ૧૬૫ ૨૪૯ સ્થિતિમાં કરતા નથી. આ..હા...! ઈશ્વરકર્તા છે એમ કંઈ નથી આ. આ.હા..! જગતનો કર્તા ઈશ્વર, જૈનના વિકારનો કર્તા જડ કર્મ. આહાહા...! એને જડ વધી ગયો. પેલાને કહે કે, બધાનો ઈશ્વરકર્તા છે. ત્યારે આ કહે કે, અમારા વિકારનો કર્તા જડ કર્મ. આહાહા...! મુમુક્ષુ – ઈશ્વર તો કલ્પિત છે અને જડ તો વસ્તુ છે. ઉત્તર :- આ તો કર્મ વસ્તુ છે. ઈશ્વર તો કલ્પિત (છે), ઈશ્વર હતો કે દિ' ? વસ્તુ છે એને કર્તા કોણ ? છે એને કર્તા કોણ ? અને નથી એને કર્તા કોણ ? આહાહા..! અનાદિઅનંત વસ્તુ સ્વતંત્ર છે. એ તો અહીંયાં કહેવા માગે છે. આહા..હા...! કર્મનો ઉદય જડ છે. એ નવાને નિમિત્ત થાય. પણ ક્યારે ? કે, જો જીવ રાગ-દ્વેષમોહ, મિથ્યાત્વ કરે તો. પુણ્ય પરિણામથી ધર્મ થાય, રાગ છે એ મારું સ્વરૂપ છે એવું મિથ્યાત્વ કરે અને પુણ્ય-પાપના ભાવ કરે તો એ જૂના કર્મના નિમિત્તને તે પરિણામ નિમિત્ત થાય. તેથી નવા કર્મ આવે એ આ રાગ-દ્વેષ-મોહને કારણે છે. ખરો તો રાગ-દ્વેષ-મોહ જ આસ્રવ છે. આહા.! મુમુક્ષુ – કર્મનો ઉદય આવે તો ડિગ્રી ટુ ડિગ્રી રાગ થાય જ. ઉત્તર :- થાય એ વાત જુદી, ન થાય એમ નહિ. તો તો પછી ઉદયથી તો આમાં પહેલી વાત કરી ને ! ઉદય તો બધાને છે. ઉદયમાત્રથી બંધ થાય તો કોઈ દિ બંધથી છૂટવાનો પ્રસંગ આવે નહિ. ઉદય કે દિ નથી ? બધાને છે. ઈ છે, જયસેનાચાર્યદેવની ટીકામાં. છે ને ! આમાંય છે, આના અર્થમાંય છે. આના અર્થમાં છે. પુસ્તક ત્યાં રહી ગયું. પણ અહીં લ્યો ને ! અહીં આ શું વાંચ્યું ? ગડબડ... ગડબડ, જગતને ગડબડ કરીને મારી નાખ્યા. કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય. તીવ્ર કર્મનો ઉદય આવે તો આત્માને મિથ્યાત્વ થાય અને મંદ આવે તો શુભભાવ થાય. આહાહા.. અહીં કહે છે કે, ઈ જીવના પરિણામ પોતાના પરિણામનું કારણ પોતે છે. એને કર્મ કારણ છે નહિ. અને અહીંયાં જે કર્મકારણ નવાને કીધું એ ક્યારે ? કે, જીવ જો રાગદ્વેષ-મોહ કરે તો. રાગ-દ્વેષ-મોહ ન કરે તો જૂના કર્મ નવાનું કારણ થાય નહિ અને બેય ખરી જાય. જૂનું કર્મ છે ઈ ખરી જાય, નવું તો આવે નહિ. આહાહા..! આવી વાત છે, ભાઈ ! પ્રભુનો માર્ગ તો આવો છે. જિનેશ્વરદેવ ત્રિલોકનાથ પરમાત્મા, એનો હુકમ આ છે. એમાં આડીઅવળી ગડબડ કરે તો એની વિપરીત માન્યતા થાય. આહા...હા...! કર્મ-આસવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોહ છે-કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે.' જોયું ? રાગ-દ્વેષ-મોહ એ તો અજ્ઞાનમય જીવના પરિણામ છે. એ કંઈ જડના પરિણામ નથી. કર્મનો ઉદય છે એ તો જડના પરિણામ છે. આહાહા...! જૂના કર્મ નવાનું કારણ છે, પણ ક્યારે ? કે, તેને નિમિત્તપણાનું નિમિત્ત રાગ-દ્વેષ-મોહ હોય તો. કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે. અજ્ઞાનમય પરિણામો છે). જ્ઞાનીને તો રાગ-દ્વેષ-મોહ છે નહિ. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સમયસાર સિદ્ધિ-૬ આહા...હા...! અજ્ઞાની રાગથી ધર્મ માનનારા, પુણ્યથી ધર્મ માનનારા એવા મિથ્યાષ્ટિનું અજ્ઞાન, એ અજ્ઞાન પરિણામ એનામાં પોતામાં છે. તે અજ્ઞાન પરિણામ જૂના કર્મને નિમિત્ત થાય છે. ત્યારે જૂનું કર્મ નવાને નિમિત્ત થાય છે. આમાં કાંઈક વાત તો ચોખ્ખી થાય છે. આમાં કાંઈ ગડબડ ચાલે એવું કાંઈ નથી. આહાહા...! આ વાત તો અમારે (સંવત) ૧૯૭૧થી ચાલે છે. ૧૯૭૧ની સાલ ! કેટલા વર્ષ થયા? ચોસઠ ! ચોસઠ વર્ષ પહેલા ૧૯૭૧માં વાત બહાર પાડી હતી. ૧૯૭૧નું ચોમાસુ, ચોસઠ વર્ષ પહેલા. લાઠી ચોમાસામાં હતા. આત્મામાં જે કંઈ મિથ્યાત્વ ને રાગ-દ્વેષ થાય એ કર્મને લઈને નહિ. ૧૯૭૧માં વાત બહાર પાડી હતી. સંવત ૧૯૭૧. ચોસઠ વર્ષ પહેલા. ટૂંઢિયામાં દીક્ષા હતી ને ! સ્થાનકવાસી. એમાંય આ સત્ય વાત છે નહિ. આહાહા...! વિકાર જીવમાં થાય એ કર્મને લઈને નહિ. (આટલું કહ્યું ત્યાં) એ.. શરૂઆત થઈ. ભડક્યું.. ભડક્યું ! ૧૯૭૧ની સાલ, ચોસઠ વર્ષ પહેલા. શ્વેતાંબરનું “ભગવતીસૂત્ર છે. સોળ હજાર શ્લોક છે અને એક લાખની ટીકા છે. એ સત્તર વાર વાંચ્યું હતું. આ વાત એમાં ન મળે. પણ આટલી વાત એમાંથી કાઢી હતી કે, વિકાર થાય તે કર્મને લઈને નહિ. વિકાર કરે તો આત્માને કર્મ નિમિત્ત કહેવામાં આવે. બાકી કર્મનો ઉદય થયો માટે અહીં વિકાર કરવો પડે છે એ વાત તદ્દન મિથ્યા (છે). બીજાના પરિણામને લઈને પોતાના પરિણામ થાય એ વાત) તદ્દન મિથ્યા છે. બીજી વાત, આપણે “પ્રવચનસારમાં આવી ગયું કે, પોતાના પરિણામને દ્રવ્ય પોતે પહોંચી વળે છે. પછી મિથ્યાત્વનું હોય કે રાગ-દ્વેષના હોય કે નિર્મળ પરિણામ હોય). સમ્પર્શનના પરિણામને પણ આત્મા પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વના પરિણામને પણ આત્મા પ્રાપ્ત કરે છે. એ એને પહોંચી વળે છે. એક ગાથા આવી ગઈ છે. બીજી ગાથા કે, પર્યાય દ્રવ્ય-ગુણથી થાય છે. ૯૩ મી ગાથા. “પ્રવચનસાર’ શેય અધિકારની પહેલી ગાથા. દ્રવ્ય-ગુણને દ્રવ્ય અને ગુણથી પર્યાય થાય છે, પરથી નહિ. તો વિકારી, અવિકારી પર્યાય પણ પોતાના દ્રવ્ય-ગુણથી થાય છે, પરથી નહિ. આહાહા...! આવું જ શેયનું સ્વરૂપ છે. શેય અધિકાર છે. પ્રવચનસારનો શેય અધિકાર છે. ૯૨ ગાથા (સુધી) જ્ઞાન અધિકાર (છે), ૯૩ થી ૨૦૦ (ગાથા સુધી) શેય અધિકાર છે), પછી ૭૫ (ગાથામાં) ચરણાનુયોગનો અધિકાર (છે). એ તો બધા ઘણી વાર જોયા છે. અહીંયાં કહે છે કે, પર્યાય દ્રવ્યમાં થાય છે એ એના દ્રવ્ય-ગુણને લઈને થાય છે). ચાહે તો વિકારી થાય કે અવિકારી (થાય). આ..હા...! એ આપણે બપોરે આવી ગયું કે, દ્રવ્યથી થાય છે, પરથી નહિ. આહાહા..! દરેક દ્રવ્યના પરિણામ - પર્યાય – વર્તમાન દશા જડની કે ચૈતન્યની, તે પર્યાય તેના દ્રવ્ય-ગુણને લઈને થાય છે, પરને લઈને નહિ. અને દરેક પર્યાયને તેનું દ્રવ્ય પહોંચી વળે છે. દરેક પર્યાયને તેનું દ્રવ્ય પ્રાપ્ત કરે છે, પામે Page #269 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૪ થી ૧૬૫ ૨૫૧ છે. ઈ પહેલી ગાથામાં આવી ગયું. આહા...હા.! સમજાય છે કાંઈ ? આહા..હા..! માટે (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને...” જૂના. “આસવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ-મોહ જ આસવો છે. આહા...હા...! હવે આવી ચોખ્ખી સ્પષ્ટ વાત છે (તોય તકરાર કરે). જૂના કર્મ નવા આવવાનું નિમિત્ત છે, ક્યારે કે તે નિમિત્તને – જડના ઉદયને અહીં જીવ રાગ-દ્વેષ-મોહ કરે તો. આહા..હા..! એ જીવના અજ્ઞાન પરિણામ છે, રાગ-દ્વેષ-મોહ એ અજ્ઞાન પરિણામ છે. આ..હા...! ભેગો મોહ છે ને ! મિથ્યાત્વ પરિણામ અને રાગ-દ્વેષ પરિણામ, એ જીવના પરિણામ છે. આહા..હા...! માટે (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને)... જૂના. “આસવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ-મોહ જ આસવો છે. આહાહા..! અને તે તો (રાગદ્વેષમોહ તો) અજ્ઞાનીને જ હોય છે....” જ્ઞાનીને આત્માનું જ્ઞાન હોવાથી તેને મોહ, મિથ્યાત્વ હોતો નથી અને મિથ્યાત્વને લગતા જે રાગ-દ્વેષ છે એ જ્ઞાનીને હોતા નથી. જ્ઞાનીને અસ્થિરતાના રાગ-દ્વેષ હોય, ચારિત્રદોષ (હોય), પણ મિથ્યાત્વને લગતા જે અનંતાનુબંધીના રાગ-દ્વેષ અને મિથ્યાત્વ એ જ્ઞાનીને હોતા નથી. આ તો અજ્ઞાનીને હોય છે. આહા...હા..! જેને આત્મા ચિદાનંદ પ્રભુની ખબર નથી. સચ્ચિદાનંદ પ્રભુ આત્મા નિર્મળાનંદ અનંત ગુણનો પિંડ છે, એવો જેણે અંદરમાં આદર કર્યો નથી અને જેને રાગ ને દ્વેષના, પુણ્ય, દયા, દાનના પરિણામનો આદર કર્યો છે, તે મિથ્યાષ્ટિને મિથ્યાત્વ અને રાગ-દ્વેષ અને અજ્ઞાન હોય છે. આહા..હા..હા..! “ગોવિંદરામજી ! આમાં ક્યાં ઢાંકીને વાત કરીએ છીએ), અહીં (તો) ઢંઢેરો પીટીને વાત ચાલે છે. અહીં કાંઈ ગુપ્ત વાત નથી. બાવીસ લાખ પુસ્તક અહીંના બહાર પડી ગયા છે. બધામાં આ લખાણ છે. આહાહા...! એ રાગ-દ્વેષ-મોહ તો “અજ્ઞાનીને જ.” આ.હા...હા..! જૂના કર્મમાં નિમિત્તપણે અજ્ઞાનીના રાગ-દ્વેષ-મોહ થાય. તે રાગ-દ્વેષ-મોહ અજ્ઞાનીને હોય છે. આહા...! મોહ ભેગો નાખ્યો છે ને, મિથ્યાત્વ ! “એમ અર્થમાંથી જ નીકળે છે. એ ટીકા છે, ટીકામાં છે હોં ! “નિમિત્તત્વ રાકાષણોદા વાત્રવાડા તે વાજ્ઞાનિક ઇવ ભવન્તીતિ ગર્ચાવા દ્યતે' એવો અર્થ એમાંથી નીકળે છે. “અમૃતચંદ્રાચાર્યદેવની સંસ્કૃત ટીકા છે. આહા..હા...! ‘ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી તોપણ ગાથાના જ અર્થમાંથી એ આશય નીકળે છે). શું આશય? કે, જૂના કર્મને અજ્ઞાનીના રાગ-દ્વેષ-મોહ પરિણામ પોતે કરેલા પરિણામનું કારણ પોતે, અજ્ઞાનીને તે પરિણામ જૂના કર્મને નિમિત્ત થાય ત્યારે જૂનું કર્મ નવા (કર્મ) આવવાને નિમિત્ત થાય. આહા...હા...! જૂના કર્મને, જ્ઞાનીને રાગ-દ્વેષ-મોહ નથી. આહા...હા...! જેને આત્મા આનંદ, જ્ઞાતા-દૃષ્ટા છે એવું ભાન સમકિતમાં થયું એને આ મિથ્યાત્વ સંબંધીના રાગ-દ્વેષ-મોહ નથી તો જૂના કર્મને નિમિત્ત પણ થતું નથી, તો જૂના કર્મ નવાને નિમિત્ત થતા નથી તો) એને આવરણ પણ આવતું નથી. આહાહા..! (એમ) ગાથાના અર્થમાંથી નીકળે છે. વિશેષ કહેશે.. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !) Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સમયસાર સિદ્ધિ-૬ પ્રવચન નં. ૨૪૫ ગાથા-૧૬૪ થી ૧૬૬ મંગળવાર, જેઠ સુદ ૧૦, તા. ૦૫-૦૬-૧૯૭૯ ‘સમયસાર' ૧૬૪–૧૬ ૫ ગાથા, એનો ભાવાર્થ. “જ્ઞાનાવરણાદિ કર્મોના આસવણનું – આગમનનું) કારણ....” શું કહે છે? નવા કર્મ જે જ્ઞાનાવરણીય આદિ બંધાય છે, એનું કારણ તો મિથ્યાત્વાદિ કર્મના ઉદયરૂપ પુગલના પરિણામ છે....” પૂર્વના જે મિથ્યાત્વાદિ કર્મના પરિણામ છે એ જડના પરિણામ એ જડને લાવવામાં નિમિત્ત છે. આહાહા.... આ ક્યાં વિચારે કે દિ ? આ આત્મા છે એ તો શુદ્ધ ચિદ્દઘન આનંદકંદ છે. ત્યારે એને કર્મ નવા આવે છે ને ? તો કહે છે. એ તો પૂર્વના મુદ્દગલ કર્મ જે જડ પડ્યા છે. પૂર્વના બંધાયેલા પડ્યા છે), એ કર્મ નવા આવવાનું નિમિત્ત છે. નવા આવે છે પરિણામ તો એના ઉપાદાનથી. નવા કર્મ આવે છે એ તો એના ઉપાદાનથી, પણ એનું નિમિત્ત પૂર્વના જડકર્મ છે. એક વાત (થઈ). (માટે) તે ખરેખર આસવો છે. પૂર્વના કર્મનો ઉદય, બાંધેલા જે કર્મ છે એનો જે ઉદય, એ નવા કર્મને બંધનું કારણ છે. વળી તેમને કર્મઆસવણના નિમિત્તભૂત નિમિત્ત એટલે કે જૂના કર્મ જે છે, નવા કર્મને આવવાનું નિમિત્ત, નવા કર્મ આવે છે તેના ઉપાદાનથી પણ આ નિમિત્ત છે. પણ એ નિમિત્તને પણ નવા આવવાનું કારણ ક્યારે થાય ? કે, જીવ રાગ-દ્વેષ અને મોહ કરે તો. જીવાના) રાગ-દ્વેષ અને મોહ, એ ભાવ જૂના કર્મને નિમિત્ત થાય ત્યારે જૂનું કર્મ નવા કર્મને નિમિત્ત થાય. સમજાણું કાંઈ ? થોડો કંઈક અભ્યાસ હોય તો ખબર પડે. આ તત્ત્વની ખબર વિના અનાદિથી ચાર ગતિમાં ચોરાશીના અવતારમાં રખડે છે. આહા...! કહે છે કે, ભગવાન આત્મા ! એ તો પૂર્ણ શુદ્ધ અને ચિદ્મન છે. છતાં એણે પૂર્વના બાંધેલા કર્મો એ નવા આવવાનું નિમિત્ત થાય, એ નિમિત્ત થાય કયારે ? કે, જીવ પોતે રાગ-દ્વેષ અને અજ્ઞાન કરે તો જૂના કર્મને નિમિત્ત થાય, તો જૂનું કર્મ નવાને બાંધે. આહાહા...! આટલું યાદ રાખવું (કઠણ પડે), આ તો હજી સાધારણ વાત છે. અભ્યાસ ન મળે. અનાદિથી ચોરાશીના અવતારમાં રખડે છે. ચોરાશી લાખ યોનિમાં એક એક ઉત્પત્તિના સ્થાનમાં અનંત વાર ઊપજ્યો. હેતુ મિથ્યાત્વ છે. અજ્ઞાન આગળ કહેશે. મુમુક્ષુ :- મિથ્યાત્વ એ જ અજ્ઞાન. ઉત્તર :- એ અજ્ઞાન, મિથ્યાત્વ. પેલો લોહચુંબકનો દાખલો આપે છે ને ! પછી આવશે કે, લોહચુંબક છે અને સોય છે. એ સમયમાં લોહચુંબકના સંસર્ગથી સોયમાં પોતામાં પર્યાય Page #271 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૬૪ થી ૧૬૫ ૨૫૩ એવી ઉત્પન્ન થાય કે (એ) લોહચુંબકમાં ખેંચાય જાય. શું કહ્યું? લોહચુંબક જે છે એ સોયને ખેંચે છે, એ કેમ ? કે, સોય પોતે લોહચુંબકના સંસર્ગમાં આવતા સોયમાં પોતામાં તે તરફ ગતિ થાય તેવો ભાવ ઉત્પન્ન થાય છે. આહાહા...! એમ નવા કર્મ બાંધવામાં જૂના કર્મનું નિમિત્ત થાય છે, ક્યારે ? કે, જીવ પોતે રાગદ્વેષ-મોહ (કરે છે). એ કર્મના નિમિત્તના સંસર્ગે, નિમિત્તથી નહિ, પણ પોતાનો સ્વભાવ શુદ્ધ ચિઘન આનંદકંદ છે તેનો પરિચય છોડી દઈ અને જૂના કર્મના નિમિત્તના પરિચયમાં આવે છે તેથી તેને પોતામાં મિથ્યાત્વ ભાવ ઉત્પન્ન થાય છે અને મિથ્યાત્વ ભાવ તે રાગ-દ્વેષમોહને કરે છે અને તે રાગ-દ્વેષ-મોહ જૂના કર્મને નિમિત્ત થતા નવા કર્મ બંધાય છે. હવે આટલું યાદ રાખવું. છે ? તેમને... એટલે જૂના કર્મને પણ નવા આવવાનું નિમિત્ત ત્યારે થાય છે, તેમને કર્મઆસવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહ.” જીવને રાગ-દ્વેષ-મોહરૂપ ‘(અજ્ઞાનમય) પરિણામ...” ભાષા દેખો ! અજ્ઞાન છે, સ્વરૂપનું એને ભાન નથી. આહા...હા...! પ્રભુ ! ચૈતન્યસ્વરૂપ અતીન્દ્રિય આનંદનો સાગર આત્મા છે. તેનું એને અજ્ઞાન છે. એ અજ્ઞાનને લઈને રાગ-દ્વેષ-મોહનો કર્તા થાય અને તેથી રાગ-દ્વેષ-મોહ પૂર્વના કર્મને નિમિત્ત થાય ત્યારે પૂર્વનું કર્મ નવાને નિમિત્ત થાય. આહાહા....! “ચીમનભાઈ પકડાય છે? અરે..રે....! શું ? સંસારમાં કેમ રખડ્યો એની વાત કરે છે. ચોરાશીના અવતારમાં પરિભ્રમણ કરીને ઈ દુઃખી છે. કરોડોપતિ, અબજોપતિ જીવ હોય એ મહાદુઃખી બચારા ભિખારી છે. કારણ કે પરવસ્તુ માગે છે. અહીં તો એમ કહેવું છે કે, આત્મામાં કર્મના નિમિત્ત છે તેનો સંસર્ગ કરતા, પરિચય કરતા આત્મામાં પોતાના સ્વભાવનું અજ્ઞાન ઉત્પન્ન થાય છે. એ અજ્ઞાન તે રાગ-દ્વેષ-મોહના કર્તા થાય તે રાગ-દ્વેષ-મોહનો કર્તા થાય. તે ભાવ જૂના કર્મને નિમિત્ત થાય છે. ત્યારે જૂનું કર્મ નવાને નિમિત્ત થાય છે. આહા..હા...! સમજાય છે કાંઈ ? મુમુક્ષુ :- રાગ-દ્વેષ-મોહ ભાવ નવા કર્મને નિમિત્ત થાય છે કે જૂના કર્મને ? ઉત્તર :– જૂના કર્મને, કીધું નહિ ? કાલેય કીધું હતું. અત્યારેય કહીએ છીએ. જૂનું કર્મ નિમિત્ત થાય છે, ક્યારે ? જૂના કર્મ નવાને નિમિત્ત કયારે થાય ? કે, જૂના કર્મના નિમિત્તનો આત્મા પરિચય કરતા, પોતાના સ્વભાવને ભૂલી અને તે તરફના લક્ષમાં અજ્ઞાન કરી અને અજ્ઞાનને લઈને રાગ-દ્વેષ-મોહનો કર્તા થાય, તે રાગ-દ્વેષ-મોહ જૂના કર્મને નિમિત્ત થાય અને જૂનું કર્મ નવા આવવાને નિમિત્ત થાય. આહા...હા....! આવું છે. અરે..! તત્ત્વની ખબર ન મળે. અનાદિકાળથી બિચારા રખડી મરે છે. મુમુક્ષુ - એનો અર્થ એ થયો કે, જેને જૂના કર્મ હોય એને જ નવા કર્મ આવે. ઉત્તર :- નવા કર્મ, જૂના કર્મ હોય એને આવે) પણ પરિચય કરે એને જૂના કર્મની Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સમયસાર સિદ્ધિ-૬ સાથે પરિચય કરે, એ બાજુ લક્ષ કરે અને પોતાના લક્ષને છોડે એવો અજ્ઞાન ભાવ રાગદ્વેષ-મોહનો કર્તા થઈ અને એ રાગ-દ્વેષ-મોહ જૂના કર્મને નિમિત્ત થાય અને જૂનું કર્મ નવા આવવાને નિમિત્ત થાય. આટલી તો (સ્પષ્ટ) વાત છે, બાપુ ! આહા..હા....! અહીં કહેવાનો આશય તો એવો છે કે, ભગવાનઆત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ છે, તેનું તે જ્ઞાન કરતો નથી, તેને આદરતો નથી, તેની શ્રદ્ધાની એને ખબર નથી. સમજાય છે કાંઈ ? આસવમાં પહેલું આ લીધું છે. ભગવાનઆત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ જ્ઞાતા-દૃષ્ટા અનંત અનંત અતીન્દ્રિય ગુણથી ભરેલો ભંડાર છે. તેનું અજ્ઞાની જ્ઞાન કરતો નથી, તેનો આદર કરતો નથી, તેને પોતાનું માનતો નથી, તેને ઉપાદેય તરીકે સ્વીકારતો નથી. તે જીવ જૂના કર્મના નિમિત્તના સંગમાં અજ્ઞાનભાવે, પોતાના અજ્ઞાનને ભાવે, રાગ-દ્વેષ-મોહનો કર્તા થાય ત્યારે પૂર્વના કર્મને આ નિમિત્ત થાય. ત્યારે પૂર્વનું કર્મ નવા આવવાને નિમિત્ત થાય. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! વીતરાગમાર્ગ જિનેશ્વરનો માર્ગ અપૂર્વ છે. આહા..હા...! ખૂબ તો શું કરી છે. અજ્ઞાનભાવે, અજ્ઞાન મૂક્યું છે ને ? વળી તેમને કર્મઆસ્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહરૂપ (અજ્ઞાનમય) પરિણામ છે...’ જોયું ? મિથ્યાત્વ મોહના પરિણામ છે. આહા..હા...! ભગવાનઆત્મા અનંત અનંત અતીન્દ્રિય ગુણનો સાગર ભંડા૨ છે આત્મા ! એને ન ઓળખતા, એનો આદર ન કરતા, કર્મનું જડપણું જે પૂર્વનું છે તેના તરફમાં દોરાયને, જોડાઈને, લક્ષ કરીને પોતે અજ્ઞાનપણું, મિથ્યાત્વપણું ઉત્પન્ન કરે છે તે મિથ્યાત્વશ્રદ્ધા, રાગ-દ્વેષનો કર્તા થાય છે અને તે રાગ-દ્વેષ અને મોહ, જૂના કર્મને નવા આવવામાં નિમિત્ત થાય છે. આહા..હા...! — અરે.....! અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન’ ભાન વિના ચોરાશીના અવતાર કર્યા. અબજોપતિ અનંત વા૨ થયો, રાજા અનંત વા૨ થયો પણ મરીને પાછો નરકે ગયો. એ શેઠિયાઓ મરીને જાય નકમાં કાં ઢોરમાં અવતરે. મુમુક્ષુ :– શેઠિયા નરકમાં જાય ઈ વાત આકરી પડે છે. ઉત્તર :– શેઠિયા માંસ, દારૂ ખાતા હોય તો તો નરકમાં જાય. પણ માંસ, દારૂ ન ખાતા હોય તો એકલા કષાય ભાવ, આખો દિ' ધંધામાં પાપ જ કરે છે. ધંધા.. ધંધા.. ધંધા.. આ કર્યું ને આ કર્યું ને આ કર્યું. એકલું પાપ જ કરે છે અને એમાંથી નવો થાય (તો) છ-સાત કલાક સૂવે, એમાંથી બે-ચાર કલાક બાયડી, છોકરા સાથે રાજી કરવા રોકાય. એટલે આખો દિ’ એ તો પાપ જ કરે છે. અર......! એને આવા પાપમાં એ માંસ ને દારૂ ખાતા ન હોય તો એ પાપ એવા છે કે તેને તિર્યંચગતિમાં લઈ જશે. અહીં તો જરીક એવી વાત આવી હતી કે, તિર્યંચગતિ પછી મૂળ તો તિર્યંચગતિ નિગોદ છે. ભાઈ ! એમ કહ્યું ને કે, મુનિ વસ્ત્રનો એક ધાગો રાખી અને અમે મુનિ છીએ Page #273 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૬૪ થી ૧૬૫ ૨પપ એમ માને અને મનાવે અને એને માનનારાઓ મિથ્યાદૃષ્ટિઓ, વસ્ત્રસહિત સાધુ માને એવા મિથ્યાષ્ટિઓ એ નિગોદમાં જવાના. એમ શાસ્ત્રમાં પાઠ છે. નિગોદ છે એ તિર્યંચગતિનો એક ભાગ છે. મુમુક્ષ :- મિથ્યાત્વ છે એટલે તો નિગોદમાં જાય છે. ઉત્તર :- નિગોદ) એ તિચય છે, તિર્યચ. આહાહા..! અરે..રે...! પોતાની જાતને જાણી નહિ અને જે એમાં નથી, એનું નથી એવા પુણ્ય ને પાપના ભાવ અને પુણ્ય-પાપના બાહ્ય ફળ, પૈસા, બાયડી, છોકરા, કુટુંબ, હજીરા – મકાન જે પર છે એને મારા માની મિથ્યાત્વથી રાગ-દ્વેષનો કર્તા થઈ અને નવા કર્મ બાંધવામાં જૂના કર્મને નિમિત્ત થાય છે. આહા...હા...! શું શૈલી ! એ અજ્ઞાનમય પરિણામ છે. આહાહા...! વસ્તુના ભાન વિનાના એ પરિણામ છે. ભગવાન જ્ઞાતા-દષ્ટ પ્રભુ ! અને તેના જીવને અતીન્દ્રિય અનંત ગુણનો મોટો ભંડાર છે, જેની સંખ્યાનો પાર નથી, એવા ગુણનો ભંડાર પ્રભુ ! એનું જેને અજ્ઞાન છે એટલે કે જેના સ્વરૂપની તેને ખબર નથી, એવો જે અજ્ઞાની રાગ-દ્વેષ-મોહને કરે છે. તે રાગ-દ્વેષ-મોહ જૂના કર્મને નિમિત્ત થાય છે અને જૂનું કર્મ નવા આવવાને નિમિત્ત થાય છે. આહા..હા...! મૂળ કારણ પેલું અજ્ઞાન લીધું, ભાઈ ! આહા..હા....! ધીરેથી સમજવાની વાત છે, બાપુ ! જે વાત ઇન્દ્રો અને ગણધરો સાંભળવા આવતા હશે એ કેવી વાત હશે, ભાઈ ! ઇન્દ્ર મોટા બત્રીસ લાખ વિમાનનો સ્વામી ! એક એક વિમાનમાં અસંખ્ય દેવ ! એવા બત્રીસ લાખ વિમાનનો સ્વામી) શક્રેન્દ્ર ! એક ભવે મોક્ષ જનારા છે, મનુષ્ય થઈને મોક્ષ જવાના છે. એ ભગવાનની વાણી સાંભળવા આવતા હશે, એ વાણી કેવી હશે !! આ તમે દયા પાળો, વ્રત કરો એવી વાતું હશે ? એવી વાતું તો) કુંભારે કરે છે. આ..હા...હા...! ત્રિલોકનાથ જિનેશ્વરદેવની વાણીમાં આમ આવ્યું એ સંતો જગતને જાહેર કરે છે. પ્રભુ ! તારા સ્વરૂપનું અજ્ઞાન.... આહાહા..! અને તે અજ્ઞાનને લઈને જૂના કર્મના લક્ષમાં જતા તેના જૂના કર્મને તારા અજ્ઞાનભાવના રાગ-દ્વેષ નિમિત્ત થતા નવા આઠ કર્મ – જ્ઞાનાવરણાદિ બંધાય. આહા.હા..! અને એને લઈને એ ચાર ગતિમાં રખડે. નરક ને નિગોદમાં (જાય). આહાહા...! અંતર્મુહૂર્તમાં એક નિગોદના ભવ, લસણ ને ડુંગળીમાં એક અંતર્મુહૂર્ત – અડતાલીસ મિનિટની અંદરમાં અઢાર ભવ કરે. મરીને જન્મ, એવા ભવ) અનંત વાર કર્યા ભાઈ ! એ ભૂલી ગયો. આ કાલે આવ્યું નહોતું ? “વાદીરાજનું ! (કહે છે), પ્રભુ ! જ્યારે પૂર્વના દુઃખ યાદ કરું છું. આ મુનિ કહે છે. આહાહા..! ભાવલિંગી સંત જેને એક-બે ભવે કેવળ લેવાનું છે. એ “વાદીરાજ’ મુનિ એમ કહે છે, પ્રભુ ! હું પૂર્વના દુઃખને યાદ કરું ત્યાં કંપારી આવે Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સમયસાર સિદ્ધિ-૬ છે. આવ્યું હતું કે, ભાઈ ! ઘા વાગે છે. આયુધ ઘા લાગે છે. આહાહા...! પ્રભુની સ્તુતિ કરતા કહે છે, પ્રભુ ! મારા પૂર્વના દુઃખો નરકના, નિગોદના અનંત અનંત ભવમાં સહ્યા પ્રભુ ! એને યાદ કરું તો આયુધ – જેમ શસ્ત્ર તરવારનો ઘા વાગે, જમૈયાનો ઘા વાગે એવો ઘા વાગે છે. આહા..હા..! ઈ તો પહેલા કહ્યું હતું. પણ કોને પડી છે ? આ બહારમાં ધૂળ. આહાહા.! બાયડી, છોકરા, કુટુંબ ને આ પૈસા ને આબરૂ ને કીર્તિ ને ધંધો એકલું પાપ આખો દિ. ધર્મ તો નથી પણ એને તો પુણ્યય નથી. આહા..હા....! અહીં પ્રભુ એમ કહે છે, પ્રભુ ! તને નવા કર્મ જે બંધાય એનું કારણ શું ? કે, એનું કારણ જૂના કર્મનું નિમિત્ત છે તે. તે નિમિત્ત છે તે કારણ એમ કેમ થાય ? કે, એ નિમિત્તનો પરિચચ – સંગ કરી, સ્વભાવનો સંગ છોડ્યો. આહાહા...! અને સ્વરૂપનું અજ્ઞાન ઉત્પન્ન કર્યું એ અજ્ઞાનભાવથી પુણ્ય ને પાપનું કર્તાપણું આવ્યું, એથી તે જૂના કર્મને નિમિત્ત એ થાય છે. તેથી જૂનું કર્મ નવાને લાવે છે. આ..હા...! અને એ આઠ કર્મ બાંધીને ચાર ગતિમાં રખડે છે. આહા..હા...! અરે.રે..! છે ? ‘(અજ્ઞાનમય) પરિણામ છે.” મારે તો આમાં બીજું કહેવું હતું. લોહચુંબકમાંથી કહેવું છે કે, જે સોય ખેંચાય છે એ સોયમાં પોતાની પર્યાય થઈ છે. એ સોયે લોહચુંબકનો સંગ - સંસર્ગ કર્યો, પોતે જાતે (કર્યો), માટે તેમાં ખેંચાવાની પોતામાં યોગ્યતા થઈ છે. લોહચુંબક એને ખેંચે છે એમ નહિ. આહા..હા.! સમજાણું કાંઈ ? એમ જૂના કર્મ નવાને લાવે છે અને જૂના કર્મ તને રાગ-દ્વેષ કરાવે છે એમ નથી. આહાહા...! ભગવાન અતીન્દ્રિય શુદ્ધ પ્રભુ ! એને તેં યાદ કર્યો નહિ, એને સ્મર્યો નહિ, એના તે ધ્યાન કર્યા નહિ. એ શું અંદર અનંત અતીન્દ્રિય ગુણનો ભંડાર મોટો ભગવાન અંતર લક્ષ્મી પડી છે. અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, અનંત જીવતર શક્તિ આદિ અનંતી શક્તિઓનો સાગર ભગવાન ! એને તેં યાદ ન કર્યો ને કર્મને યાદ કર્યા. આહા...હા...! આ...હા..હા...! જે તારામાં નથી અને તે યાદ કરીને અજ્ઞાનપણે રાગદ્વેષ ઊભા કર્યા અને એ રાગ-દ્વેષ ને મોહનો કર્તા અજ્ઞાનપણે થયો. આહા..હા.! એથી તેને નવા કર્મ બાંધવામાં જૂના કર્મ નિમિત્ત થયા. હવે, આવું છે. વાણિયાને ધંધા આડે નવરાશ ન મળે ને આવી અટપટી વાતું. આહા...હા..! અરે..રે..! માટે રાગદ્વેષમોહ જ આસવો છે.' જોયું ? જૂના કર્મને આસ્રવ કહ્યા હતા. બીજી લીટીમાં ખરેખર આસવો છે.” એમ કહ્યું હતું. પણ ખરેખર તો રાગ-દ્વેષ ને મોહ જ આસ્રવ છે. સ્વરૂપનું અજ્ઞાન અને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા રાગ-દ્વેષ-મોહ ભાવ, એ જ નવા કર્મને લાવવાનું કારણ છે. આહા...હા...! માટે રાગદ્વેષમોહ. એટલે મિથ્યાત્વ, ભ્રમણા, અજ્ઞાન એ જ “આસવો છે. તે રાગદ્વેષમોહને ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. એ આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મિથ્યાત્વ ભાવ અને રાગ-દ્વેષ ભાવ તે ચિદાભાસ છે. એ આત્મા નથી પણ Page #275 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૪ થી ૧૬૫ ૨૫૭ આત્માનો ચિદાભાસ છે. એ ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. આત્માનો એ વિકાર છે એમ પણ કહેવામાં આવે છે. આ.હા.હા...! તે રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે.’ જોયું ? એ રાગ-દ્વેષ ને મોહ જીવને ભગવાનના સ્વરૂપના ભાન વિના અજ્ઞાન અવસ્થામાં તે રાગ-દ્વેષ-મોહ હોય છે. આહા..હા...! મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે.' જોયું ? પોતે પ્રભુ પૂર્ણ છે તેને વિપરીત માનતા – રાગવાળો છું, હું પુણ્યવાળો છું, હું પૈસાવાળો છું, હું બાયડીવાળો છું, છોકરાવાળો છું એવો જે મિથ્યાત્વ ભાવ. આહા..હા...! એ મિથ્યાત્વ ભાવ સહિત જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે.’ અજ્ઞાન કેમ કહ્યું ? કે, પેલો મિથ્યાત્વ ભાવ છે તો તેને અજ્ઞાન કહ્યું. આ..હા...! અને એ અજ્ઞાનભાવ રાગ-દ્વેષ-મોહનો કર્તા થતા જૂના કર્મને તે નિમિત્ત થાય અને જૂનું કર્મ નવા આવવામાં નિમિત્ત થાય. આવું હવે બધું... અભ્યાસ ન મળે હજી તો સાંભળવાનો અભ્યાસ ન મળે. સમજવાની વળી કયાં (વાત કરવી) ? આહા..હા...! અરે......! રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યાષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસવો હોય છે.’ જોયું ? જ્ઞાની (કે જેને) આત્માનું ભાન છે તેને રાગ-દ્વેષ-મોહ છે જ નહિ. અલ્પ જે રાગાદિ થાય છે તેની અહીં ગણતરી ગણી નથી. આહા..હા...! આત્મા ચૈતન્યમૂર્તિ ભગવાન ! અનંત ગુણ ગંભીર, એવો અનંત ગુણનું ગોદામ પ્રભુઆત્મા ! એનું જ્યાં જ્ઞાન થાય છે... આહા..હા...! ત્યારે તેને અજ્ઞાન અને મિથ્યાત્વનો નાશ થાય છે અને તેથી તે મિથ્યાત્વનો નાશ થતા તેને રાગ-દ્વેષ થાય છે તેનો એ કર્તા થતો નથી. થોડા રાગ-દ્વેષ હોય છે પણ તેનો કર્તા થતો નથી. તેથી તેને અજ્ઞાન ભાવથી બંધાતા જે કર્મ તે એને બંધાતા નથી. સમજાણું કાંઈ ? આવું ઝીણું છે. એક તો બહા૨ની વિભૂતિ પૈસા, બાયડી, છોકરા, ધૂળ, મકાન એ બહા૨ની મસાણની વિભૂતિ છે. એના ભપકામાં ખેંચાયને બચારો પડ્યો છે, મૂઢ થઈને મરી ગયો છે. આહા..હા...! જાગતી જ્યોત ચૈતન્ય ભગવાન ! આ..હા..હા...! એના સ્વભાવને તો જાણ્યો નહિ, અનુભવ્યો નહિ, આદર્યો નહિ અને અજ્ઞાન ભાવે સ્વરૂપના અજ્ઞાનથી બહા૨ની વિભૂતિ, સંસારની આ જે મસાણની ચમક દેખાય, મસાણમાં (જેમ) હાડકાની ચમક દેખાય એવી આ બધી બહારની ચમક છે. મકાન ને બાયડી ને છોકરા ને પૈસા ને.. અબજોપતિ ને પૈસા ને ધૂળ ને.. આહા...હા....! આ..હા..હા...! મુમુક્ષુ :– અમેરિકા’ના લોકો કહે છે કે અમોને શાંતિ નથી. ઉત્તર :- છે કયાં ? ધૂળમાં. ત્યાં અબજોપતિ છે. શાંતિ નથી જરીયે. પછી ‘મુંબઈ’માં આવીને આ ઢોંગ કરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.. મુંબઈ’માં આવે જ છે ને ! જોયા છે ને બાવા ! એ બધું કૃત્રિમ છે. આહા..હા...! અબજોપતિ છે ત્યાં. કેટલા માળ ? માળા Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સમયસાર સિદ્ધિ-૬ પચાસ પચાસ માળના મોટા બંગલા ! ઓ...હો...! આ...હા...હા...! હોય. ગમે એટલા ઊંચા લઈ જાય. પચાસ-પચાસ તો અહીં “મુંબઈમાં છે ને ! જમીન થોડી હોય ત્યારે આમ ઊંચાઈ ઉપર કરે અને વસ્તી વધારે. આમ માય નહિ પછી આમ માય. અરેરે..! આવું મનુષ્યપણું મળ્યું પણ એમાં તેં આત્માને ન જાણ્યો, પ્રભુ ! આ..હા..! અનંત વાર આવા મનુષ્યપણા મળ્યા. પ્રભુ ! તને પહેલું મળ્યું) નથી. અબજોપતિ અનંત વાર મનુષ્યપણે થયો છો. આહા હા..આહા...હા...! ત્રણ તો આપણે અહીં જોયા ને ! “શાંતિલાલ ખુશાલ ! મુમુક્ષુ શાંતિલાલ ખુશાલ' તો ઘણા બુદ્ધિવાળા હતા. ઉત્તર :- બુદ્ધિવાળા લાવે, ધૂળેય નહિ. બુદ્ધિવાળા ઘણા હોય તોય રખડે છે. પૈસા આવે એ તો પૂર્વના પુણ્યના પરમાણુ પડ્યા હોય. એ આપણે ત્રણ તો મોટા જોયા ને ! શાંતિલાલ ખુશાલ” આપણા “પાણાસણાવાળો દશાશ્રેિમાળી. બે અબજ ચાલીસ કરોડ ! મરી ગયો. છોકરો હમણા “મુંબઈમાં આવ્યો હતો. દર્શન કરવા આવ્યો હતો. ઈ છોકરો ખ્રીસ્તીને પરણ્યો છે. પૈસા બે અબજ ચાલીસ કરોડ ! મગજ ફાટી ગયેલા ! દર્શન કરવા આવ્યો હતો. એમ બોલ્યો, મહારાજ ! મારા બાપ મરી ગયા છે પણ એને તમારી પાસે આવવાનો ભાવ હતો. આપણા “શાહુજી ! “દિલ્હી' ચાલીસ કરોડ ! અહીં આવતા ને, આવે છે ને ! હમણા મરી ગયા, ગુજરી ગયા. એમાં ધૂળમાં શું થયું ? તમારો શેઠ. “રામલાલ ! પચાસ કરોડ ! એની પાસે પચાસ કરોડ છે. “મુંબઈ' ! આવ્યા હતા, દર્શન કરવા આવ્યા હતા. વૈષ્ણવ છે, બૈરાઓ બધા આપણા શ્વેતાંબર જૈન છે અને ઘરના બધા આદમી વૈષ્ણવ. આવો ધર્મ ! બાઈયુંને પ્રેમ (હતો). એમને કંઈ ધૂળ-ધાણી ને વાહપાણી ! એની પાસે પચાસ કરોડ રૂપિયા છે. આહા..હા...! ચારે કોર મકાન ને બંગલા દુનિયા ગાંડી એને શેઠ કરીને બોલાવે). ઓ.હો.હો....! તમારા શેઠ હતા. એમાં ઈ નોકર હતા ને ! આહા..હા...! પ્રભુ ! આ મોટો શેઠ - શ્રેષ્ઠ તો આ ભગવાન છે ને ! અરે..! એના અજ્ઞાનને લઈને રાગ-દ્વેષ-મોહનો કર્તા થઈ, જૂના કર્મને નિમિત્ત થઈ અને નવા કર્મ બંધાય છે, ભાઈ ! આહાહા...! માટે મિથ્યાષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપ આસવો હોય છે. દેખો ! એ મિથ્યાત્વ સંબંધીના ગણવા છે, હોં ! મિથ્યાદૃષ્ટિ એટલે ચૈતન્ય ભગવાનને ભૂલી અને પર વસ્તુ મારી છે, જે એનામાં પોતે નથી એ આમાં નથી, બાયડીમાં આત્મા નથી, આત્મા બાયડીમાં નથી છતાં બાયડી મારી, છોકરા મારા, પૈસા મારા, આબરૂ મારી (કરે છે). મારી નાખ્યા ! મારા બધા ઊભા કરી મરી ગયો. આહાહા...! એ મિથ્યાષ્ટિ અજ્ઞાનીને જ રાગદ્વેષ-મોહરૂપ આસ્રવ થાય. જ્ઞાનીને નહિ, આ એમ કહે છે. જ્ઞાનીને રાગાદિ થાય એ થોડા છે, અલ્પ છે એની અહીં ગણતરી નથી. અનંતાનુબંધીના રાગ-દ્વેષ અને મિથ્યાત્વની અહીં વાત છે. એ શ્લોક ત્યાં પૂરો થયો. Page #277 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૬ ૨૫૯ هههههههه ગાથા-૧૬ ૬ ) अथ ज्ञानिनस्तदभावं दर्शयति - णत्थि दु आसवबंधो सम्मादिट्ठिस्स आसवणिरोहो। ___ संते पुवणिबद्धे जाणदि सो ते अबंधंतो।।१६६।। नास्ति त्वास्रवबन्धः सम्यग्दृष्टेरास्रवनिरोधः । __सन्ति पूर्वनिबद्धानि जानाति स तान्यबन्धत् ।।१६६।। यतो हि ज्ञानिनो ज्ञानमयैर्भावैरज्ञानमया भावाः परस्परविरोधिनाऽवश्यमेव निरुध्यन्ते; ततोऽज्ञानमयानां भावानां रागद्वेषमोहानां आस्रवभूतानां निरोधात् ज्ञानिनो भवत्येव आस्रवनिरोधः । अतो ज्ञानी नास्रवनिमित्तानि पुद्गलकर्माणि बन्धाति, नित्यमेवाकर्तृत्वात् तानि नवानि न बन्धन् सदवस्थानि पूर्वबद्धानि, ज्ञानस्वभावत्वात्, केवलमेव जानाति। હવે જ્ઞાનીને આસવોનો ભાવાસવોનો) અભાવ છે એમ બતાવે છે : સુદૃષ્ટિને આસવનિમિત્ત ન બંધ, આસવરોધ છે; નહિ બાંધતો, જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે. ૧૬૬. ગાથાર્થ :- ચિકૃષ્ટ તુ સમ્યગ્દષ્ટિને [ગાસ્ત્રવવન્ધ: આસવ જેનું નિમિત્ત છે એવો બંધ (નાસ્તિ] નથી, [કારત્રનિરોધ:] (કારણ કે, આસવનો (ભાવાસવનો) નિરોધ છે; તાનિ નવાં કર્મોને વિના નહિ બાંધતો [] તે, સિન્તિ સત્તામાં રહેલાં પૂર્વવિદ્ભાનિ પૂર્વે બંધાયેલાં કર્મોને (નાનાતિ, જાણે જ છે. ટીકા :- ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ નિરોધાય છે-રોકાય છે–અભાવરૂપ થાય છે કારણ કે પરસ્પર વિરોધી ભાવો સાથે રહી શકે નહિ; તેથી અજ્ઞાનમય ભાવારૂપ રાગ-દ્વેષ-મોહ કે જેઓ આસવભૂત (આસવસ્વરૂપ) છે તેમનો નિરોધ હોવાથી, જ્ઞાનીને આસવનો નિરોધ હોય જ છે. માટે જ્ઞાની, આસવો જેમનું નિમિત્ત છે એવાં (જ્ઞાનાવરણાદિ) પુદ્ગલકર્મોને બાંધતો નથી,-સદાય અકર્તાપણું હોવાથી નવાં કર્મો નહિ બાંધતો થકો સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કમને, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે. (જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કર્તાપણું સ્વભાવ નથી; કર્તાપણું હોય તો કર્મ બાંધે, Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સમયસાર સિદ્ધિ-૬ જ્ઞાતાપણું હોવાથી કર્મ બાંધતો નથી). ભાવાર્થ - જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી, અજ્ઞાનમય ભાવો નહિ હોવાથી (અજ્ઞાનમય) રાગદ્વેષમોહ અર્થાત્ આસવો હોતા નથી અને આસવો નહિ હોવાથી નવો બંધ થતો નથી. આ રીતે જ્ઞાની સદાય અકર્તા હોવાથી નવાં કર્મ બાંધતો નથી અને પૂર્વે બંધાયેલાં જે કર્મો સત્તામાં રહ્યાં છે તેમનો જ્ઞાતા જ રહે છે. અવિરતસમ્યગ્દષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષમોહ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે, સમ્યક્ત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી. સમ્યગ્દષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. તેને ચારિત્રમોહના ઉદયની બળજરીથી જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી; તે રાગાદિકને રોગ સમાન જાણીને પ્રવર્તે છે અને પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે. માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવા છે; તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી, માત્ર અલ્પ સ્થિતિ અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ બંધને અહીં ગણવામાં આવ્યો નથી. આ રીતે જ્ઞાનીને આસવ નહિ હોવાથી બંધ થતો નથી. ગાથા ૧૬૬ ઉપર પ્રવચન હવે જ્ઞાનીને આસવોનો (ભાવાસવોનો અભાવ છે.” શું કહે છે ? ધર્મી જે છે, જેને આત્મજ્ઞાન થાય છે, હું તો આત્મા સચ્ચિદાનંદ સિદ્ધસ્વરૂપી પૂર્ણાનંદનો સાગર ! આ..હા...હા...! મારામાં શું અધૂરાશ છે ? પેલી (ભક્તિ) આવી હતી ને ? “પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, પર કી આશ કહાં કરે પ્રીતમ' પરની આશ, હે પ્રીતમ વ્હાલા નાથ ! તારામાં શું અધૂરાશ છે ? અને તારામાં શું ભર્યું નથી ? “કીસ વાતે અધૂરા ?” કઈ વાતે પ્રભુ ! તું અધૂરો છો ? ક્યાં વલખા તે ક્યાં માર્યા ? આહા...હા....! તારા પૂર્ણ આત્માના સ્વભાવથી ભરેલો ભગવાન પૂર્ણ છો ને અંદર ! કઈ વાતે અધૂરો છો તે તું પરમાં વલખા નાખે છે ? મારે પૈસા જોવે ને બાયડી જોવે ને વિષય જોવે ને ભોગ જોવે ને છોકરા જોવે). આહા...હા...! અરેરે! એણે આત્માને મારી નાખ્યો. જીવતી જ્યોત અનંત ગુણનો ધણી, એનો અનાદર કર્યો અને જેમાં આત્મા નથી એવી ચીજને મારી છે એમ માની આદર કર્યો. આહા..હા..! અરે.. હવે અહીં કહે છે કે, અજ્ઞાનીને એ રાગ-દ્વેષ ને મોહ અજ્ઞાનને લઈને થતા. જ્ઞાનીને તે ભાવાત્સવ થતા નથી. શું કીધું ઈ ? જેને આત્મજ્ઞાન થાય છે, આ આત્મા ભગવાન Page #279 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૬ ૨૬૧ સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરદેવે જે આત્મા કહ્યો એ આત્મા અનંત ગુણનો ભંડાર અંદર આત્મા છે. એ જિનસ્વરૂપી પ્રભુ આત્મા, ભગવત સ્વરૂપ આત્મા અંદર છે. આહા..હા...! એવા ભગવત સ્વરૂપ પ્રભુનું જેને ભાન છે તેને ભાવાસવ એટલે અજ્ઞાનથી થતા રાગ-દ્વેષ ભાવ તે થતા નથી. તેથી તેને જૂના કર્મ નવા બંધનનું કારણ થતું નથી. એને બંધન જ થતું નથી. આહા..હા...! સમજાય છે કાંઈ ? અરે...! આવી વાતું ! ભગવાનઆત્મા ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર કઈ વાતે (તું) પૂરો નથી ? કઈ વાતે તું અધૂરો છો ? પ્રભુ ! આહા..હા...! જ્ઞાનથી પૂરો, આનંદથી પૂરો, શાંતિથી પૂરો, સ્વચ્છતાથી પૂરો, પ્રભુતાથી પૂરો. એવી અનંતી શક્તિથી પ્રભુ તું પૂરો ભગવાન છો અંદર. એવું જેને પૂરો પરમાત્મ સ્વભાવ (લક્ષમાં આવ્યો), પરમાત્મા એટલે પોતે હોં ! એનું જેને જ્ઞાન થયું, એનો જેને આદર થયો તેને મિથ્યાત્વ સંબંધી જે આસ્રવ થતા પુણ્ય-પાપના ભાવ, એ એને થતા નથી. આહા..હા...! અહીં તો મિથ્યાત્વ એ સંસાર અને સમિત એ મોક્ષ, બે વાત છે. પછી બીજી વાતું. આહા..હા...! ધર્મી – જ્ઞાનીને, જ્ઞાની એટલે ધર્મીને. ધર્મી એટલે ? પોતાના જે અનંત ગુણ – ધર્મ સ્વભાવથી ભરેલો ભગવાન, એની સન્મુખ થઈને રાગ ને નિમિત્ત ને પર્યાયથી વિમુખ થઈને ભગવાન પોતાના પૂર્ણ સ્વરૂપને જેણે જાણ્યું એવો જે ધર્મી નામ સમિકતી. આહા....હા....! તે સમિકતીને અહીંયાં જ્ઞાની કહ્યો. એ જ્ઞાનીને આસવોનો એટલે કે અજ્ઞાનભાવે જે પુણ્યપાપનો કર્તા થઈને જે આસ્રવ થતા, એ આસ્રવ એને થતા નથી. આસવ એટલે નવા કર્મને આવવાનું કારણ. આસ્રવવું. વહાણમાં જેમ છિદ્ર પડે અને પાણી આવે એમ ભગવાનઆત્મામાં પોતાના સ્વરૂપના અજ્ઞાનભાવે છિદ્ર પડેલા તેથી તેને વિકારભાવનો ભાવઆસ્રવ થાય છે. ધર્મીને તે ભાવાસવનું છિદ્ર બુરાઈ જાય છે. આહા..હા...! ભલે એ ચક્રવર્તીના રાજમાં બેઠો હોય. અહીં સમિકતીની વાત લેવી છે. પણ છતાં અંદર ચૈતન્ય ભગવાનનું એને ભાન છે. એ સ્વરૂપના ભાનના આદર આગળ કોઈ ચીજ તેને કિંમતી લાગતી નથી. ચક્રવર્તીના રાજ પણ સમકિતીને કિંમતી લાગતા નથી. આહા..હા...! પોતાના અણમૂલ એવા ભગવાનની જ્યાં કિંમત ટાંકી, એવો જે ધર્મી સંસારમાં ભલે હો, પણ એને પોતાના આત્માની કિંમત આગળ બીજી કોઈ ચીજની તેને કિંમત દેખાતી નથી. આહા..હા...! ધર્મીને, જ્ઞાની એટલે ધર્મી. ધર્મી એટલે ચોથા ગુણસ્થાનવાળો સમકિતી. જેને રાગથી ભિન્ન પડીને આત્માના સ્વરૂપનું વેદન, ભાન થયું છે એવો ધર્મી. ધર્મની પહેલી સીઢીવાળો, ધર્મની પહેલી શ્રેણીવાળો. એ જ્ઞાનીને આસ્રવો.’ એટલે પુણ્ય-પાપના ભાવાસવોનો અભાવ છે એમ બતાવે છે ઃ–' ૧૬૬ ગાથા. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ સમયસાર સિદ્ધિ-૬. णत्थि दु आसवबंधो सम्मादिहिस्स आसवणिरोहो। संते पुवणिबद्धे जाणदि सो ते अबंधंतो।।१६६।। નીચે હરિગીત. સુદષ્ટિને આસવનિમિત્ત ન બંધ, આસવરોધ છે; નહિ બાંધતો, જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે. ૧૬૬. આહા...હા...! આમાં એ લીધું પાછું. પૂર્વે જે બંધાયેલું છે, ભલે સત્તા પડી હોય, કહે છે. એને એ જાણે છે. આ..હા..! એમાં એ મિથ્યાત્વસહિત જોડાતો નથી. આહા...હા...! ભગવાનનો માર્ગ બહુ અલૌકિક છે, ભાઈ ! સુખના પંથ આ, સુખના પંથી, સુખનો પંથ કોઈ અલૌકિક છે ! બાકી આ બધા દુઃખના પંથે દોરાય ગયા છે. આખી દુનિયા દુઃખને રસ્તે દોરાય ગઈ છે. આહા...હા...! સુખનો પંથ તો એ પરમાત્માએ કહ્યો તે એક જ છે. એ આત્મા આનંદ ને જ્ઞાનની મૂર્તિ, તેના સ્વભાવનું ભાન કરીને તેમાં જાય એ સુખનો પંથ છે. આહા...હા...! આ બહારના સુખની વાત નથી, હોં ! બહારના ધૂળ સુખ નથી, એ તો દુઃખ છે. અબજોપતિ હોય એ દુઃખી મોટા, ભિખારી પ્રાણી બિચારા માગે છે, માગે. છે. આ લાવ, આ લાવ, આ લાવ. પૈસા લાવ, આબરૂ લાવ, બાયડી લાવ, બાયડી એક હોય ને છોકરા ન થાય તો બીજી લાવો, ભિખારા એક પછી એક માગ્યા જ કરે છે, માળા ! માગણો ! મુમુક્ષ :- વાણિયા માગતા હશે ? વાણિયા ન માગે. ઉત્તર :- જ્ઞાની માગતો નથી. વાણિયા એટલે ? વાણિયા તો મોટા ભિખારા. મુમુક્ષુ :- બ્રાહ્મણ માગે. ઉત્તર :- અરે...! વાણિયા મોટા ભિખારા ! કીધું નથી પેલાએ ? હમણાં આવ્યું નથી ? જાપાનમાંથી જાપાનનો એક લેખ આવ્યો છે. મોટો ઇતિહાસિક છે કોઈ, ૬૭ વર્ષની ઉંમર છે. મોટો ઇતિહાસિક ! લાખો પુસ્તક તેણે વાંચ્યા). એણે કહ્યું કે, ભઈ, જિનધર્મ તે કોને કહેવો ? અનુભૂતિ જિનધર્મ છે. આત્મા આનંદસ્વરૂપ છે એનો અનુભવ કરવો એ જૈનધર્મ છે. પણ પછી એણે જરી લખ્યું, પણ આવો જૈનધર્મ વાણિયાને મળ્યો. વાણિયા વેપારમાં પાપ આડે નવરા થાતા નથી. એમ બિચારાએ લખ્યું છે. જાપાનથી લેખ આવ્યો છે. આવો જેનધર્મ વાણિયાને મળ્યો ને વાણિયા વેપાર આડે આખો દિ હોળી સળગે આખી ! આ લાવો ને આ દીધુ ને આ ઘરાક આવ્યા ને આ આપ્યું ને આ માલ થઈ રહ્યો છે, “મુંબઈથી નવો લવો, જૂનો થઈ રહ્યો છે ને નવો લાવો, આ ભાવે આવશે, આ ભાવે (જાશે). અરે....! હોળી આખો દિ સળગે. અર....! એમાંથી એણે નીકળવું. અહીં કહે છે કે, એ બધું હો પણ છતાં જેને આત્મજ્ઞાન થયું... આહા..હા...! Page #281 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૬ ૨૬૩ ભગવાનઆત્મા અંદર આનંદનો સાગર અને અનંત ગુણનો ભંડાર (બિરાજે છે), એવું સ્વસન્મુખ થઈને આત્મજ્ઞાન થયું તે જ્ઞાનીને ભાવાસવ એટલે મિથ્યાત્વ સહિત થતા રાગ-દ્વેષના ભાવ, એને છે નહિ. આહા..હા..! એમ બતાવે છે. છે ને ? આવી ગયું ને ઈ ? ‘સુદૃષ્ટિને આસ્રવનિમિત્ત ન બંધ, આસવરોધ છે; નહિ બાંધતો, જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે.’ એની ટીકા. ટીકા છે ને ઓલી કોર ? ખરેખર જ્ઞાનીને...’ જેને આત્માની કિંમત જાગી છે... આ..હા..હા...! મારી ચીજ અણમૂલ અને એની એણે કિંમત ટાંકી. આહા..હા...! અણમૂલો હીરો પ્રભુ ચૈતન્ય ! એની જેણે અંદર જઈને કિંમત ટાંકી. આ..હા...! એનું જેને જ્ઞાન થયું, એ ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે...’ એને તો આત્માના જ્ઞાન, દર્શન, આનંદના ભાવ વડે. અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ નિરોધાય છે...’ એટલી જ અહીં તો વાત છે. અજ્ઞાનથી ઉત્પન્ન થતા જે મિથ્યાત્વ ને રાગ-દ્વેષના ભાવ, એ જ્ઞાનીને થતા નથી. આહા..હા..! ખરેખર શાની...’ એટલે આત્મજ્ઞાનીને. ભલે એ ગૃહસ્થાશ્રમમાં પડ્યો હોય પણ જેને આત્મજ્ઞાન થયું છે એવા જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે..’ પોતાના જ્ઞાન, આનંદ ને શાંતિના ભાવ વડે ‘અજ્ઞાનમય ભાવો...' એવા જે રાગ-દ્વેષ ને મિથ્યાત્વ એ રોકાય જાય છે. રુંધાય છે, રોકાય છે – અભાવરૂપ થાય છે... આહા..હા...! ચૈતન્ય ભગવાનઆત્મા ! પૂર્ણાનંદનો સાગર નાથ પ્રભુ ! એવા આત્માનું જેને અંતર્મુખ થઈને બહારની કિંમત, બધી વિભૂતિની કિંમત છોડી દઈને, અંતરની વિભૂતિની કિંમત જેને અંદરથી જાગી ગઈ છે.. આહા..હા...! એવો જે ધર્મી તેને અજ્ઞાનમય ભાવ એટલે કે મિથ્યાત્વ ભાવ. રાગ ઠીક છે ને રાગમાં લાભ છે, એવો જે અજ્ઞાનમય ભાવ જરૂ૨ રોકાય છે, જરૂર અજ્ઞાનનો અભાવ થાય છે. આ..હા...! ઝીણી વાતું છે, બાપુ ! આહા..હા...! વીતરાગનો માર્ગ બહુ ઝીણો. પેલા તો કહે, કાંઈ ખબરું ન મળે, સામાયિક કરો, પોષા કરો, પડિકમ્મણા કરો. ક્યાં હતા પણ હવે ? હજી આત્મા શું છે એની ખબરું ન મળે, આ તારી સામાયિક આવી કયાંથી ? આહા..હા...! સામાયિકમાં તો સમતાનો લાભ આવે. સામાયિકનો અર્થ શું ? સમતાનો લાભ, વીતરાગપણાનો લાભ. પણ વીતરાગપણાનો લાભ કોને હોય ? જે આત્મા વીતરાગ સ્વરૂપ જિન સ્વરૂપ છે, એવી જેને દૃષ્ટિ અને અનુભવ થયો છે, તેને તેમાં ઠરવાની સામાયિક આવે. આ..હા...! હજી વસ્તુની જ ખબર ન મળે (ત્યાં) તને સામાયિક આવી કયાંથી ? પોષા આવ્યા ને પડિકમ્મણા કર્યાં ને... ધર્મના પડિકમ્ભણા કર્યા. ધર્મથી પાછો વળ્યો ! વિકા૨થી પાછો વળવો જોઈએ, મિથ્યાત્વનું પ્રતિક્રમણ જોઈએ.. આહા..હા...! મિથ્યાત્વનું પ્રતિક્રમણ એટલે ? કે, પુણ્ય અને પાપ છે એમાં મને લાભ છે એવો જે મિથ્યાત્વ ભાવ અને પુણ્યના ફળ તરીકે આ બહારમાં સામગ્રી ધૂળ મળે, એનાથી હું મોટો છું, એવો જે મિથ્યાત્વ ભાવ.. આહા..હા...! એનો જેને નાશ થાય તેને અહીંયાં જ્ઞાની Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સમયસાર સિદ્ધિ-૬ અને સમકિતી કહેવામાં આવે છે. એને અહીંયાં અજ્ઞાન ભાવનો નાશ થાય છે. આહા..હા...! આવી વાતું ! કારણ કે પરસ્પર વિરોધી ભાવો સાથે રહી શકે નહિ.” શું કહે છે ઈ ? કે, જેને આ આત્મા ચિદાનંદ ભગવાનનું ભાન થયું તેને તો તે આત્મમય ભાવ થાય. શાંતિ, વીતરાગતા, સ્વચ્છતા, આનંદ એ ભાવ થાય. એને પુણ્ય-પાપના ભાવ એ તો એનાથી વિરુદ્ધ ભાવ છે. મિથ્યાત્વ સહિતના પુણ્ય ભાવ તો વિરુદ્ધ છે. તો એક સ્થાનમાં બે ભાવ રહી શકે નહિ. આહાહા.! એને આત્માનો જ્ઞાનમય ભાવ પણ થાય અને અજ્ઞાનમય રાગ-દ્વેષના ભાવ પણ થાય, એમ હોઈ શકે નહિ. આ...હા...! “કારણ કે પરસ્પર વિરોધી.” પરસ્પર વિરોધી સમજાણું? કે, રાગ-દ્વેષના પરિણામ, એ મારા છે અને હું કર્તા છું એવો જે મિથ્યાત્વ ભાવ, એ અજ્ઞાનભાવ અને એક કોર આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને હું શુદ્ધ ચૈતન્ય છું, હું રાગનો કર્તાય નથી, રાગ મારામાં છે જ નહિ, રાગથી મને લાભ છે નહિ એવું જે જ્ઞાન આત્માનું થયું એવા આત્મજ્ઞાન ટાણે એને એનાથી વિરુદ્ધ મિથ્યાત્વના રાગ-દ્વેષના કરવાના ભાવ, એ મિથ્યાત્વ ભાવ હોતો નથી. એક મ્યાનમાં બે તરવાર રહેતી નથી. આહાહા...! જેને આ ભગવાન ચૈતન્યપ્રભુ અંદર ચમત્કારિક ચીજ પડી છે, મહાપ્રભુ ! આ.હા..હા...! જેના ચૈતન્યના ચમત્કાર આગળ ઇન્દ્રોના ઇન્દ્રાસન સડેલા તરણા જેવા લાગે. ઇન્દ્રના ઇન્દ્રાસનો સડેલા કૂતરા અને મીંદડાં મરી ગયેલા હોય એવું લાગે. આહાહા..! એના ભોગ ને એના સુખ જ્ઞાનીને એવા લાગે. અજ્ઞાનીને તો એક જરીક કાંઈક અનુકૂળતા પાંચ-પચીસ લાખ મળ્યા, બાયડી ઠીક (ભળી) ત્યાં એમ માની બેસે કે, અમે સુખી છીએ. ધૂળેય નથી. મરી ગયો, સાંભળને ! ભગવાન અંદર ચૈતન્યજ્યોતિ બિરાજે છે. એનો તેં અનાદર કર્યો છે. અનાદર કર્યો એટલે મેં એની હિંસા કરી છે. અને જે તાારમાં નથી, પુણ્ય અને પાપના ભાવ, તેનો કર્તા થઈને એને – વિકારને તેં જીવતો રાખ્યો. ચેતન જીવતો છે તેને તેં મારી નાખ્યો. આહાહા..! અરે.! આવું સાંભળવું ક્યાં મળે ? બાપા ! શું થાય ? આંખ્યું મીચાઈ જશે, ભાઈ ! ચોરાશીના અવતારમાં ક્યાંય રખડવા ચાલ્યો જઈશ. આત્મા તો નિત્ય છે. દેહ છૂટતા કંઈ આત્મા નાશ થાય એવો નથી. અજ્ઞાનપણે ભવ કાઢ્યા, જઈને રખડશે ચોરાશીમાં ક્યાંય ! કાગડા, કૂતરા, કંથવા, સિંહ, વાઘમાં જન્મશે. આહાહા...! અહીં કહે છે, જ્ઞાનીના જ્ઞાનમય ભાવ સાથે અજ્ઞાનીના રાગ-દ્વેષના કર્તાના અજ્ઞાન ભાવ, બેય એક ઠેકાણે રહી શકે નહિ. સમજાય છે કાંઈ ? આહા..હા..! પરસ્પર વિરોધી ભાવો સાથે....” પરસ્પર વિરોધી (એટલે) આત્મા ચૈતન્ય આનંદનું જ્ઞાન અને ભાન થયું ત્યાં જ્ઞાનમય શુદ્ધતાના ભાવ થયા અને અજ્ઞાનભાવે તો રાગ-દ્વેષનો કર્તા થાય અને એ રાગદ્વેષ ભાવ થાય. એ બે એક સ્થાનમાં રહી ન શકે. જ્ઞાનમય ભાવમાં અજ્ઞાનમય ભાવ નહિ Page #283 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૬૬ ૨૬૫ અને અજ્ઞાનમય ભાવ ટાણે જ્ઞાનમય ભાવ નહિ. આહા...હા....! આવો ઉપદેશ કઈ જાતનો ? પેલું તો બહારથી બધા રાજી થાય. આમ વ્રત પાળો, ભક્તિ કરો, અપવાસ કરી લોકો રાજી થાય બિચારા ! અરે.રે...! એ બધા અજ્ઞાન ભાવના પોષક છે. આહાહા...! પરસ્પર વિરોધી...” એમ કીધું ને ? અજ્ઞાન સ્વરૂપના અજ્ઞાનપણે અજ્ઞાનથી રાગદ્વેષાનો) કર્તા થતો હતો તે આત્માના જ્ઞાનભાવમાં જ્ઞાનભાવનો કર્તા થઈ અને રાગભાવનો કર્તા થતો નથી. તેથી એક સ્થાનમાં બે ભાવ હોઈ શકે નહિ. આહાહા...! ‘તેથી અજ્ઞાનમય ભાવારૂપ રાગ-દ્વેષ-મોહ.” જે અજ્ઞાનથી થયેલા અનંતાનુબંધીનો રાગદ્વેષ અને મિથ્યાત્વ કે જેઓ આસવભૂત...” છે. એ પોતે ભાવાસ્રવ જ છે. સ્વરૂપનું અજ્ઞાન અને મિથ્યાત્વ ભાવ રાગ અને દ્વેષનો કર્તા થાય એ મિથ્યાત્વ ભાવ પોતે જ આસ્રવ છે. નવા કર્મનું કારણ એ ભાવ જ છે. આહા..હા...! “જેઓ આસવભૂત (આસવસ્વરૂ૫) છે તેમનો નિરોધ હોવાથી...” જ્ઞાનીને તે આસ્રવભૂત અજ્ઞાનભાવના રાગ-દ્વેષ તો રોકાય ગયા છે. આહા..હા.! જાણી લીધું કે, મારો પ્રભુ તો આનંદ છે અને આ રાગ તો વિકાર છે. આહાહા...! ત્યાં વાત અટકી ગઈ. અજ્ઞાનમય ભાવ હતો તે) ત્યાં રોકાય ગયો અને જ્ઞાનમય ચૈતન્યનો ભાવ નિર્મળાનંદ પ્રભુ પ્રગટ થયો. આહા...હા....! જેને અંતર ચૈતન્યનું ભાન થયું એ બાપુ ! અલૌકિક વાતું, ભાઈ ! એ કોઈ બાહ્ય ક્રિયાકાંડથી મળે એવી ચીજ નથી. આહાહા...! કે, ખૂબ વ્રત કરીએ ને બહુ અપવાસ કરીએ (તો) સમકિત થઈ જાય. એ તો બધો અજ્ઞાનભાવ, કર્તા (ભાવ છે), એનાથી સમકિત ન થાય. આહાહા..! પ્રભુ ! માર્ગ જુદો છે. એ આત્મા અંદર પરિપૂર્ણ પરમાત્મ સ્વરૂપ બિરાજમાન (છે). “અપ્પા સો પરમઅપ્પા આત્મા તે પરમાત્મસ્વરૂપ જ છે અંદર. એનો સ્વભાવ પરમાત્મ સ્વરૂપ છે, પ્રભુ ! આહા...હા...! કેમ બેસે? બે બીડી સરખી પીવે ત્યારે ભાઈસાહેબને પાયખાને દિશા ઉતરે, એને હવે એમ કહેવું કે, તું પ્રભુ છો આવડો !! યે ગજે માપે ? આહા...હા...! અજ્ઞાનમય ભાવોરૂપ રાગ-દ્વેષ-મોહ કે જેઓ આસવભૂત (આસવસ્વરૂપ) છે.” જોયું? એ આસવભૂત છે ખરું તો. સ્વરૂપનું અજ્ઞાન અને મિથ્યાત્વ ભાવ અને જે મિથ્યાત્વ ભાવ રાગ-દ્વેષનો કર્તા થાય તે રાગ-દ્વેષ ને તે મિથ્યાત્વ ભાવ તે જ આસ્રવ છે, તે જ બંધના કારણ છે. આહા...હા...! તેમનો નિરોધ હોવાથી, જ્ઞાનીને આસવનો નિરોધ હોય જ છે.” આહા...હા..! સમ્યગ્દર્શન થતા આત્મા પૂર્ણાનંદનો નાથ, તેની સમૃદ્ધિનું ભાન થયું. મારામાં પૂર્ણ આનંદ અને પૂર્ણ ગુણો ભર્યા છે. એમ સમ્યક્ – સત્ય દર્શન, સાચી પૂર્ણ વસ્તુ છે તેનો અનુભવ દર્શન થતાં તેને આત્માની ઋદ્ધિ જે અંદર અનંતી છે એનો નમૂનો એને પર્યાયમાં આવ્યો. આહાહા..! પર્યાય એટલે અવસ્થા. એથી એને ‘આસવનો નિરોધ હોય જ છે.” અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો એવો જે રાગ-દ્વેષ ભાવ એ એને હોતો નથી. “..થી...! Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સમયસાર સિદ્ધિ-૬ “માટે જ્ઞાની, આસવો જેમનું નિમિત્ત છે એવાં (જ્ઞાનાવરણાદિ) પુદ્ગલકર્મને બાંધતો નથી,” લ્યો ! આસવો જેને નિમિત્ત છે. નવા કર્મને આસ્રવ નિમિત્ત છે, અહીં (એ) લેવું છે. એવા મિથ્યાત્વ, રાગ-દ્વેષનો કર્તા થાય. દયા, દાનના પરિણામનો કર્તા થાય એ મિથ્યાષ્ટિ છે. કેમકે એ રાગ છે. આહાહા...! એ મિથ્યાદૃષ્ટિને જે રાગદ્વેષ ને અજ્ઞાનભાવ હતા તે જ્ઞાનીને નથી. તેથી આસવ જેમનું નિમિત્ત છે એવાં (જ્ઞાનાવરણાદિ પુગલકર્મને બાંધતો નથી,” તે આઠ કર્મને બાંધતો નથી અથવા એ અનંતાનુબંધીના રાગ-દ્વેષ અને મિથ્યાત્વ એને હોતું નથી. આહા..! સદાય અકર્તાપણું હોવાથી” ધર્મી તો રાગનો ને દયા, દાનનો વિકલ્પ આવે પણ તેનો કર્તા થતો નથી તેનો જાણનાર-દેખનાર રહે છે. આહા..હા...! “સદાય અકર્તાપણું હોવાથી નવા કર્મો નહિ બાંધતો થકો સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કર્મોને, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને,...” આહાહા! શુદ્ધ જ્ઞાન, આનંદ છે તે હું છું, એમ ધર્મીને પહેલે દરજે ભાન થાય છે. આહાહા...! તેના ભાનમાં એને “પૂર્વબદ્ધ કમને, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે.” જોયું ? પેલું પૂર્વકર્મ જે હતું તેનો સંસર્ગ કરે છે, અજ્ઞાની પરિચય કરે છે, એના ઉપર લક્ષ (કરે છે. અહીં લક્ષ છોડી દે છે. આ જ્ઞાની) જૂના કર્મની સાથે સંબંધ કરતો નથી. પોતાના સ્વરૂપની સાથે સંબંધ કર્યો છે. તેથી પૂર્વનું કર્મ જે છે તેને કેવળ જાણે જ છે.” ‘(જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કર્તાપણું સ્વભાવ નથી” ધર્મી રાગ ને દયા, દાનના પરિણામનો પણ કર્યા નથી. આહાહા...! આવું ગળે ઉતરવું કઠણ પડે). “(જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કર્તાપણું સ્વભાવ નથી; કતપણું હોય તો કર્મ બાંધ)' પરની, શરીરની, વાણીની ક્રિયા કરી શકું છું અને પુણ્ય-પાપના પરિણામ પણ મારા કર્તાથી થાય છે એમ જેની કર્તાબુદ્ધિ પડી છે. આ.હા..! એ તો નવા કર્મને બાંધે છે. જ્ઞાનીનો જ્ઞાનસ્વભાવ (છે), કર્તાસ્વભાવ નથી. ‘(કર્તાપણું હોય તો કર્મ બાંધે, એ પુણ્ય-પાપ ને પરનો કર્તા થાય તો નવા કર્મ બાંધે. જ્ઞાતાપણું હોવાથી કર્મ બાંધતો નથી).’ આહા...હા..! બહુ સરસ ! પહેલા દરજ્જાનો ચોથે ગુણસ્થાને સમકિતી, ધર્મની પહેલી સીઢીવાળો, એવો સમકિતી જ પહેલો. પાંચમુ ગુણસ્થાન એ તો વળી આગળ (છે). શ્રાવક કોને કહેવા ? મુનિ એ તો આગળ બહુ ચીજ આકરી છે. આ તો હજી સમ્યક્રદૃષ્ટિ જીવ. આહાહા..! રાગ ને પરની ક્રિયાનો કર્તા થતો નથી અને પોતાના જ્ઞાનસ્વરૂપમાં જ્ઞાતા-દષ્ટા રહે છે. તેથી તેને કર્મ બંધાતા નથી. (જ્ઞાતાપણું હોવાથી કર્મ બાંધતો નથી.” વિશેષ કહેવાશે લ્યો... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) Page #285 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૬ ૨૬૭ પ્રવચન નં. ૨૪૬ ગાથા-૧૬૬-૧૬૭ બુધવાર, જેઠ સુદ ૧૧, તા. ૦૬-૦૬-૧૯૭૯ આ ‘સમયસાર ચાલે છે. ૧૬૬ ગાથાનો ભાવાર્થ, “આસવ અધિકાર'. ખરેખર જે મિથ્યાત્વ છે એ જ આસવ છે, મિથ્યાત્વ એ જ સંસાર છે. પછી પાછળ થોડો દોષ રહે છે એ અલ્પ સંસાર છે. મિથ્યાત્વ કોને કહે છે ? કે, જે આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે તેમાં તો શુભ-અશુભ ભાવ થાય છે એ મારા છે અને તેનાથી મને લાભ થશે. દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ આવે છે એ બધા શુભ ભાવ છે, પુણ્ય છે. એનાથી મને લાભ થશે એ મિથ્યાત્વ ભાવ છે. એ મિથ્યાત્વ ભાવ સંસાર અને આસ્રવ છે. ભાવાર્થ :- “જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી....... આહાહા....! જેને આત્મજ્ઞાન થયું, જે અનંત કાળમાં ક્યારેય કર્યું નથી. આમ વ્રત ને તપ ને ભક્તિ, પૂજા તો અનંત વાર કર્યું. એ કોઈ નવી ચીજ નથી. એ તો પુણ્ય આસવ ભાવ છે. પણ એનાથી રહિત મારી ચીજ (છે), શુભ-અશુભ ભાવથી ભિન્ન પૂર્ણ શુદ્ધ ચૈતન્યઘન સર્વજ્ઞ પરમેશ્વરે જે પૂર્ણ આત્મા જોયો એવો હું છું, એવી અંતર અનુભવદૃષ્ટિ થવી તેનું નામ સમ્યગ્દર્શન છે. તેનું નામ જ્ઞાની છે. તેને જ્ઞાની કહેવામાં આવે છે. આત્મા શરીરની ક્રિયાથી તો ભિન્ન છે, આ તો જડ છે, એ પરની ક્રિયા આત્મા કરી શકતો નથી. પરની ક્રિયા કરી શકું છું એ તો મિથ્યાષ્ટિ છે, એ તો ધર્મી નહિ. પણ અંદરમાં પુણ્ય અને પાપ ભાવ થાય છે તેમાં પણ જેને પ્રેમ છે, પુણ્યભાવ પ્રત્યે પ્રેમ છે અને પુણ્યથી રહિત મારી ચીજ અંદર ભિન્ન છે એનો જેને પ્રેમ નથી એ મિથ્યાદૃષ્ટિ જીવ છે, અજ્ઞાની છે. આહા..હા..! જેને અંતરમાં પુણ્ય-પાપના ભાવનો પ્રેમ અને રુચિ છૂટી ગઈ અને જ્ઞાનસ્વરૂપી પ્રભુ ભગવાન આત્મા, એનો અનુભવ થઈને દૃષ્ટિ થઈ તેને અહીંયાં જ્ઞાની કહે છે. ધર્મી કહો કે જ્ઞાની કહો. પણ ધર્મી આ. બહારની કોઈ પ્રવૃત્તિ – વ્રત ને નિયમ ને તપ ને કરે માટે એ ધર્મી છે એમ છે નહિ. એ તો બધી પુણ્ય-ક્રિયા છે. “જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી.” એ પુણ્ય પરિણામ મારા, એવો અજ્ઞાનભાવ ધર્મીને નથી હોતો. આહાહા! ઝીણી વાત બહુ. ધર્મીને “અજ્ઞાનમય ભાવો હોતા નથી, અજ્ઞાનમય ભાવો નહિ હોવાથી..” રાગ – દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ બંધનું કારણ છે, મારી ચીજ એનાથી ભિન્ન છે, એમ જેને ધર્મની પહેલી સીડી, પહેલું પગથિયું, સમ્યગ્દર્શન અને જ્ઞાન થયા એને અજ્ઞાનભાવ હોતા નથી. એ શુભ-અશુભ ભાવ મારા છે એવો ભાવ એને નથી હોતો. સમજાણું કાંઈ ? Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સમયસાર સિદ્ધિ-૬ અજ્ઞાનમય) રાગદ્વેષમોહ અર્થાત્ આસવો હોતા નથી.” એ કારણે જ્ઞાની – ધર્મીને મિથ્યાત્વનો નાશ થયો અને સમ્યગ્દર્શન – સ્વરૂપની પ્રતીતિ અનુભવ થયો તો મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ-મોહ એને થતા નથી. આ..હા..! અનંતાનુબંધીના રાગ-દ્વેષ અને મિથ્યાત્વ ભાવ ધર્મીને હોતા નથી. આહા..હા...! પહેલી વાત જ કઠણ છે. આસવો નહિ હોવાથી.” ધર્મીને પોતામાં શુદ્ધ શ્રદ્ધા – સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન આત્મામાં અનુભવથી થયા એ કારણે એને મિથ્યાત્વ સંબંધી આસ્રવ થતો નથી. ‘આસવો નહિ હોવાથી નવો બંધ થતો નથી.” આહાહા..! “આ પ્રકારે જ્ઞાની સદાય અકર્તા હોવાથી....” ધર્મી એને કહીએ કે, પરનો કર્તા તો છે નહિ પણ પુણ્ય પરિણામનો એ કર્તા નથી. આહા..હા..! પાપનો તો કર્તા નથી પણ પુણ્ય પરિણામનો કર્તા પણ ધર્મી (નથી). પહેલે દરજજે ધર્મી અકર્તા હોવાથી (અર્થાત) પરનો કર્તા નહિ અને રાગનો પણ કર્તા નહિ, ધર્મી તો પોતાના જ્ઞાન સ્વરૂપ આનંદનો કર્તા છે. આહા...હા...! આવી વાત છે. આ પ્રકારે જ્ઞાની સદાય અકર્તા હોવાથી..” ધર્મી તો પરથી, પરપદાર્થની કોઈપણ પર્યાય થાય છે તેનો આત્મા કર્તા નહિ. આ શરીર ચાલે છે, વાણી બોલાય છે એ ક્રિયાનો આત્મા કર્તા નથી. આહાહા..! અજ્ઞાની પરનું કરી તો શકતો નથી પણ માને છે કે હું પરનું કરું અને કરી શકે છે એ કે, પુણ્ય-પાપના ભાવનો અજ્ઞાની કર્તા થાય છે. જ્ઞાની એ પુણ્યપાપનો પણ કર્તા થતો નથી. તેનો જાણનાર રહે છે. પૂર્વે બંધાયેલાં જે કર્મો.” નવા કર્મ બાંધતો નથી કેમકે મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ નથી તો એ સંબંધીનો આસ્રવ નથી તો નવા કર્મ બંધાતા નથી. અને જૂના કર્મો જે બંધાયેલા પડ્યા હતા તેનો માત્ર “જ્ઞાતા જ રહે છે. પૂર્વકર્મ બંધાયેલા પડ્યા છે તેનો તો ધર્મી જાણનાર છે. એ કર્મ મારા છે અને મારામાં બંધ છે, એમ ધર્મી માનતો નથી. બહુ ચીજ ઝીણી છે, ભાઈ ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, એની ધર્મની શરૂઆતવાળી ચીજ કેવી છે એ બહુ કઠણ છે અને સમ્યગ્દર્શન વિના તો જ્ઞાન અને ચારિત્ર તો હોતા જ નથી. આ...હા...! અહીંયાં તો કહ્યું કે, સમ્યક્દૃષ્ટિને મિથ્યાત્વ અને રાગ-દ્વેષ અનંતાનુબંધીના થતા નથી તો એટલો બંધ પણ થતો નથી. અને પૂર્વ બંધ છે એને જાણનાર રહે છે. પૂર્વ બંધ જડ છે એ મારી ચીજ નહિ. આહા...! મારામાં છે નહિ એ તો જડમાં છે. એમ ધર્મી જૂના કર્મ પડ્યા છે તેનો જાણનાર-દેખનાર રહે છે. નીચે. અવિરતસમ્યગ્દષ્ટિને..” હજી ગૃહસ્થાશ્રમમાં હોય, સમકિતી છે. “શ્રેણિક રાજા આદિ અવિરત સમ્યક્દષ્ટિ (છે). હજી અંતરમાં નિવૃત્તિ નથી. પુણ્ય અને પાપથી નિવૃત્તિ નહિ, વ્રત ને પચ્ચખાણ આદિ ચારિત્ર પણ નથી પણ અવિરતસમ્યફદૃષ્ટિ, જેને અવ્રત છે પણ છે સમ્યફદૃષ્ટિ. ચોથે ગુણસ્થાને. ચોથું ગુણસ્થાન. (તેને પણ) “અજ્ઞાનમય રાગદ્વેષમોહ હોતા નથી.” ચોથે ગુણસ્થાને પાંચમા (ગુણસ્થાનનો) શ્રાવક થયા પહેલાં. છઠ્ઠ (ગુણસ્થાન) મુનિપણું Page #287 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૬ એ તો કોઈ અલૌકિક વાતું છે ! અહીંયાં તો ચોથે ગુણસ્થાને પહેલો ધર્મ પ્રાપ્ત કર્યો, પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો તો એ અવિરત (સમ્યગ્દષ્ટિ છે). ભલે રાગનો ત્યાગ નથી, ઇન્દ્રિયના વિષયનો પણ ત્યાગ નથી, છતાં અવિરત સમ્યક્દષ્ટિ(ને) દૃષ્ટિ સત્ય પ્રગટ થઈ છે. આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે, એ વિકાર રહિત છે અને પૂર્ણ આનંદ છે એમ અનુભવમાં ધર્મી જીવને શરૂઆતમાં ચોથે ગુણસ્થાને અવિરત સમ્યક્દષ્ટ હોય છે. આહા..હા...! એને પણ અજ્ઞાનમય રાગદ્વેષ હોતા નથી. સમ્યષ્ટિ - ધર્મી થયો એને અજ્ઞાનમય રાગ-દ્વેષ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય..' આહા..હા...! જેની શ્રદ્ધા મિથ્યાત્વ છે એ પાપ પરિણામમાં ઠીક – સુખ છે અને પુણ્ય પરિણામમાં ધર્મ છે એવી જેની દૃષ્ટિ છે એ મિથ્યાદૃષ્ટિ છે. એ જૈન નહિ. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! ‘મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે,...’ વિપરીત માન્યતા, રાગ-દ્વેષ મારા છે એવી જે માન્યતા છે, એવા મિથ્યાદૃષ્ટિનો રાગાદિ ભાવ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે,...’ એ અજ્ઞાન છે. પોતાના સ્વરૂપનું ભાન નહિ અને રાગ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ મારો ધર્મ છે અને એનાથી ધર્મ થશે, એવી મિથ્યાષ્ટિ છે તેના અજ્ઞાનમય ભાવમાં (રાગ-દ્વેષ ગણાય છે). મિથ્યાદૃષ્ટિના અજ્ઞાનમય પક્ષમાં રાગ-દ્વેષ થાય છે. મિથ્યાત્વનો નાશ થયો અને સમ્યગ્દર્શન થયું તો અજ્ઞાન પક્ષમાં જે રાગ-દ્વેષ થાય છે એ થતા નથી. આવી વાત છે. ‘સમ્યક્ત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી.’ જેને પોતાનો સ્વભાવ પુણ્ય અને પાપના ભાવથી, શુભ-અશુભ ભાવથી ભિન્ન છે એમ અંતર દૃષ્ટિ થઈ એ સમકિત સહિત રાગાદિ અજ્ઞાનના પક્ષમાં નથી. એ સમિકતીને રાગ થાય છે પણ અજ્ઞાનના પક્ષમાં નથી. જ્ઞાની રાગનો જાણના૨ ૨હે છે. રાગ મારું કર્તવ્ય છે એમ જ્ઞાનીને હોતું નથી. આહા..હા...! સમ્યગ્દષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે.' આહા..હા...! ધર્મી પહેલા દરજ્જાનો એને કહેવાય કે, જેને દયા, દાન, વ્રત પરિણામ રાગ, એનાથી ભિન્ન જ્ઞાનધારા સદાય ચાલે છે. હું તો સદા જ્ઞાતા-દૃષ્ટા, આનંદ છું એવી દૃષ્ટિમાં રાગથી ભિન્ન ભેદજ્ઞાનની ધારા ચાલે છે. આહા..હા...! આવી વાત છે. લોકોને નવરાશ નહિ (અને) બહારથી ધર્મ માની લે. આહા..હા...! આ જાત્રા કરી આવ્યા (એટલે) ધર્મ થઈ ગયો. ‘સમેદશીખર’ની જાત્રા, એ તો પુણ્ય છે, ધર્મ નહિ. ગિરનાર’ની જાત્રા, શેત્રુંજય’ની જાત્રા એ તો રાગ છે. રાગથી મને ધર્મ થશે એ તો મિથ્યાદૃષ્ટિ છે. એ મિથ્યાષ્ટિના પક્ષમાં જે રાગ-દ્વેષ થતા હતા એવા સમ્યષ્ટિને અજ્ઞાન પક્ષના રાગ-દ્વેષ હોતા નથી. આહા..હા...! રાગ-દ્વેષ થાય છે પણ એ મારા છે અને મને લાભદાયક છે એવી સમકિતી જીવને દૃષ્ટિ હોતી નથી. આહા..હા...! નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે.’ જ કહ્યું છે. હું તો જાણનાર-દેખના૨ જ ૨૬૯ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ સમયસાર સિદ્ધિ-૬ છું. હું તો જ્ઞાતા-દષ્ટા છું. એ દયા, દાન, વ્રતના પરિણામ પણ મારું કર્તવ્ય નથી. આહા..હા...! તેને અહીંયાં પ્રથમ દરજ્જાનો સમકિતી કહેવામાં આવે છે. આહાહા..! “સમ્યગ્દષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. તેને ચારિત્રમોહના ઉદયની બળજોરીથી...” ચોથા ગુણસ્થાનમાં સમ્યક્દષ્ટિને અજ્ઞાનમય રાગ-દ્વેષ હોતા નથી. ત્યારે પૂર્વના ચારિત્રના બળના દોષે, ચારિત્રમોહના કારણે “જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી;.” સમકિતી ભલે ગૃહસ્થાશ્રમમાં હો અને રાગાદિ ચારિત્રમોહનો ઉદય હો પણ ધર્મી તેનો સ્વામી નથી. સ્વામી તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એનો હું સ્વામી છું. આવી વાત છે, ભાઈ ! ચારિત્રમોહના ઉદયથી ધર્મીને પણ રાગ-દ્વેષ, વિષયવાસના આદિ હોય છે પણ એમાં સ્વામીત્વ નથી, એમાં સુખબુદ્ધિ નથી, એમાં હિતબુદ્ધિ નથી. આહાહા! “રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી; તે રાગાદિકને રોગ સમાન જાણીને પ્રવર્તે છે.” આહા..હા....! ધર્મી એને કહીએ કે, જેને રાગ થાય છે અને રોગ સમાન જાણે. એ તો રોગ છે, મારી દશા નહિ. આહાહા...! ધર્મની પહેલી સીઢીવાળો, એને રાગ આવે છે પણ રાગને એ રોગ સમાન જાણે છે. આહા...હા...! છ ખંડનું રાજ હોય). ‘ભરત ચક્રવર્તી સમકિતી હતા પણ એના) સ્વામી નહિ. રાગનો સ્વામી તો નહિ પણ પરનો સ્વામી તો છે જ નહિ. રાગમાં દેખાવા છતાં પણ પોતાનું શુદ્ધ સ્વરૂપ રાગથી ભિન્ન છે), એના સ્વામી થઈને રાગ આવે છે તેના સ્વામી થતા નથી. આહા...હા...! આ તો જ્યાં-ત્યાં દયા, દાન, વ્રત, જાત્રા, ભક્તિના પરિણામ કર્યા એ મારા છે અને મને લાભ થશે એમ માનનાર) તો મિથ્યાષ્ટિ અજ્ઞાની છે, એને ધર્મ નથી. એ તો અજ્ઞાની છે. આહા..હા..! આકરી વાત છે. ‘રાગાદિકને રોગ સમાન જાણીને...” જેમ રોગ આવે છે તો એને ભલો જાણે છે ? એમ ધર્મીને રાગ આવે છે પણ રોગ સમાન જાણે છે. એનો સ્વામી હું નહિ. મારી ચીજ તો એનાથી ભિન્ન છે. એવો બોધ અને સમ્યગ્દર્શન થયું, (તે) રાગ(ને) રોગ સમાન જાણે છે. અજ્ઞાની રાગને પોતાનો માની હિતકર માને છે. આહા..હા..! આ “આસ્રવ અધિકાર" પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે.” આ.હા..! ધર્મી જીવ, પોતાનો શુદ્ધ ચિદાનંદ પ્રભુ, જિનસ્વરૂપી ભગવાન આત્મા, એનું ભાન, સમ્યગ્દર્શન થયું, (એમને) પૂર્વના કારણે રાગ આવે છે પણ એ રાગને કાપે છે, રાગને રાખતા નથી. આહાહા..! રાગ આવે છે એની રક્ષા કરતા નથી. આ..હા...! રાગને કાપતા જાય છે. હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. ધર્મીની પહેલે દરજે, ચોથેગુણસ્થાને આવી માન્યતા હોય છે. પાંચમું ગુણસ્થાન શ્રાવક એ તો બાપુ ! ઊંચી ચીજ છે. સમકિત વિના શ્રાવક હોય નહિ. સમકિત વિના સાધુ પણ હોય નહિ. પહેલું સમકિત આ ચીજ છે કે, ચાહે તો શુભ-અશુભ ભાવ હો એ મારા નથી, Page #289 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૬ ૨૭૧ હું એનો નથી. હું એનો સ્વામી નથી અને હું મારી શુદ્ધ ચીજનો સ્વામી છું. આવો માર્ગ છે. પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે.’ પોતાનો પુરુષાર્થ સ્વભાવ સન્મુખ કરીને રાગને કાપતા જાય છે. રાગ પોતાનો માની સ્વામી થાય છે એ જ્ઞાની નહિ. આહા..હા....! આવો વીતરાગનો માર્ગ છે. અત્યારે તો દુનિયા(એ) બહારથી વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને જાત્રામાં ધર્મ માની લીધો, છે રાગ. એને ધર્મ માની લીધો. (એ) મિથ્યાદૃષ્ટિ છે, એ જૈન નથી, એને જૈનની ખબર નથી. આહા..હા...! માટે જ્ઞાનીને...’ આ..હા...! જે રાગાદિક હોય છે તે...’ રાગાદિ, દ્વેષાદિ, રિત, અતિના પરિણામ થાય છે તે વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન જેવા છે;...’ છે છતાં નથી, એના સ્વામી નથી અને પોતામાં નથી (એમ માને છે). વ્યવહાર રત્નત્રયનો, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, એ પણ પોતાનો નહિ. રાગ ૫૨ છે. આહા..હા...! એવો ધર્મી. ઝીણી વાત છે, બાપુ ! અનંત કાળમાં મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો’ અનંત વાર મુનિ થયો, દિગંબર સંત (થયો) પણ ‘આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' સમકિત પ્રગટ) ન કર્યું તો બધું નિરર્થક છે. વ્રતના પરિણામ પુણ્ય થયા, સ્વર્ગાદિ મળ્યા (પણ) જન્મ-મ૨ણનો અંત ન આવ્યો. મુનિવ્રત ધાર અનંત બૈર ત્રૈવેયક ઉપજાયો' નવમી ત્રૈવેયકે દિગંબર સાધુ થઈને અનંત વાર ગયો પણ આતમજ્ઞાન (વિના). પુણ્ય-પાપના વિકલ્પથી મારી ચીજ ભિન્ન છે અને પુણ્યપાપ બેય બંધના કારણ છે, મારી ચીજ નહિ એવું આત્મજ્ઞાન કર્યું નહિ. આત્મજ્ઞાન વિના લેશ સુખ ન મળ્યું. એ મહાવ્રતના ને અઠ્યાવીસ મૂળગુણના પરિણામ તો દુઃખરૂપ છે, આસવ છે. આહા..હા...! આ ‘આસ્રવ અધિકા૨’ છે ને ! ધર્મીને જરી ચારિત્રદોષના રાગાદિ થાય છે એ વિદ્યમાન હોવા છતાં ‘અવિદ્યમાન જેવા છે;... મારી ચીજ નહિ, મારામાં નહિ, એમાં હું નહિ. આહા..હા...! (એવું) ભેદજ્ઞાન જેને વર્તે છે. એ રાગમાં હું નહિ અને મારામાં રાગ નહિ. છે ? તે વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવા છે; તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી,..’ સામાન્ય સંસારનો અર્થ અનંત સંસારનું બંધન હો એ સામાન્ય સંસાર. સમકિતીને રાગાદિ આવે છે પણ સામાન્ય સંસાર નહિ, પણ અલ્પ રાગ છે તો સ્થિતિ અને રસ, અનુભાગ પણ થોડો પડે છે, પણ અનંત સંસારનું કારણ નથી. આહા...હા....! સામાન્ય સંસારનો બંધ કરતા નથી...' અનંત સંસારનું કારણ મિથ્યાત્વ છે એવો સંસાર એને નથી. માત્ર અલ્પ સ્થિતિ-અનુભાગવાળો...' થોડી સ્થિતિ, કર્મની સ્થિતિ, રસ પડે છે પણ એના પણ એ તો જ્ઞાતા-દૃષ્ટા છે. આહા..હા...! આકરી વાત છે, ભાઈ ! ધર્મ - વીતરાગ માર્ગ પરમેશ્વર જિનેશ્વરે જે ધર્મ કહ્યો એ કોઈ અલૌકિક વાત છે ! અત્યારે તો બધી ગડબડ ચાલી છે. બહારની પ્રવૃત્તિ અને એમાં ધર્મ (માની બેઠા). આ વ્રત કરો ને Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સમયસાર સિદ્ધિ-૬ અપવાસ કરી ને પૂજા કરો ને ભક્તિ કરો ને જાત્રા કરો એ ધર્મ. એ બધો રાગ છે અને એમાં ધર્મ માને છે. મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની છે. મિથ્યાત્વનો સંસાર એની પાસે છે. મિથ્યાત્વ એ જ સંસાર છે. છે એમાં ? છે, આમાં છે. જુઓ ! ૬૮ ગાથામાં છે. ૧૬૮ (ગાથા) છે ને ! સંસારનું કારણ મિથ્યાત્વ જ છે;” ૧૬ ૮ ગાથાથી પાછળ છેલ્લે છેલ્લું પદ, ૧૬૯ (ગાથા) પહેલાં. ૧૬ ૮ની છેલ્લે. છે ? “સંસારનું કારણ મિથ્યાત્વ જ છે;” અલ્પ રાગાદિ થાય છે એ સંસારનું, મૂળ સંસારનું કારણ નથી. છે એમાં ? છે કે નહિ ? આહાહા.... પણ મિથ્યાત્વ કોને કહેવું એ ખબર નહિ. એ જાણે કે જૈનધર્મમાં આવી ગયા અને આ વ્રત કરીએ ને તપસ્યા કરીએ ને પૂજા, ભક્તિ કરીએ તો ધર્મ થશે એમ માને). ધૂળમાંય ધર્મ નથી. એવું તો તેં અનંત વાર કર્યું છે. અત્યાર કરતાં નવમી રૈવેયક ગયો ત્યારે તો અનંત વાર મુનિપણું પાળ્યું. પણ એ પંચ મહાવ્રત અને અઠ્યાવીસ મૂળગુણ તો રાગ અને આસ્રવ છે. એનાથી ભિન્ન મારી ચીજ આનંદ છે તેનું સમ્યજ્ઞાન વિના, એ બધો મિથ્યાત્વનો આસવ એને સંસાર છે. આહા..હા...! અલ્પ બંધને અહીં ગણવામાં આવ્યો નથી.” ૧૬ ૬ (ગાથા) પૂરી. “આ રીતે જ્ઞાનીને...” ધર્મીજીવને રાગથી ભિન્ન પોતાના સ્વરૂપનું ભાન છે. ધર્મી એને કહીએ કે, પોતાના સ્વરૂપમાં રાગની ભિન્નતા છે. રાગમાં હું નહિ અને મારામાં રાગ નહિ. દયા, દાન, વ્રતના પરિણામ પણ રાગ છે એ મારામાં નથી અને હું એમાં નથી. એવું ભેદજ્ઞાન સમ્યક્દષ્ટિને થયું છે. આ રીતે જ્ઞાનીને આસવ નહિ હોવાથી બંધ થતો નથી.” મિથ્યાત્વ સંબંધી આસ્રવ નથી તો એ સંબંધી અનંત સંસારનું કારણ એવો બંધ નથી. આહાહા...! રાગ રાગમાં રહ્યો છે, મારા સ્વરૂપમાં પ્રવેશ થયો જ નથી મારી ચૈતન્યસ્વરૂપ ચીજ તો અનાદિથી એવી ને એવી છે. મારા ધામમાં કોઈએ પ્રવેશ કર્યો જ નથી. રાગ રાગમાં રહ્યો છે, ઉપર ઉપર રહ્યો છે. મારા સ્વરૂપમાં એ કોઈનો પ્રવેશ થયો જ નથી. મારું કાંઈ ખોવાણું નથી. મારું કાંઈ ઓછું થયું નથી. આમ જાણીને હે ભાઈ ! તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. -પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ ઓક્ટોબર-૨૦૦૨ Page #291 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૭ ૨૭૩ C ગાથા-૧૬ ૭ ) अथ रागद्वेषमोहानामास्रवत्वं नियमयति - भावो रागादिजुदो जीवेण कदो दु बंधगो भणिदो। रागादिविप्पमुक्को अबंधगो जाणगो णवरि।।१६७।। भावो रागादियुतो जीवेन कृतस्तु बन्धको भणितः । रागादिविप्रमुक्तोऽबन्धको ज्ञायकः केवलम् ।।१६७।। इह खलु रागद्वेषमोहसम्पर्कजोऽज्ञानमय एव भावः, अयस्कान्तोपलसम्पर्कज इव कालायससूची, कर्म कर्तुमात्मानं चोदयतिः, तद्विवेकजस्तु ज्ञानमयः, अयस्कान्तोपलविवेकज इव कालायससूची, अकर्मकरणोत्सुकमात्मानं स्वभावेनैव स्थापयति । ततो रागादिसङ्कीर्णोऽज्ञानमय एव कर्तृत्वे चोदकत्वाद्वन्धकः । तदसङ्कीर्णस्तु स्वभावोद्भावसकत्वात्केवलं ज्ञायक एव, न मनागपि बन्धकः। હવે, રાગદ્વેષમોહ જ આસવ છે એવો નિયમ કરે છે : રાગાદિયુત જે ભાવ જીવકૃત તેહને બંધક કહ્યો; રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં, જ્ઞાયક નર્યો. ૧૬૭. ગાથાર્થ – (નીવેન : જીવે કરેલો (રાવિયુત ] રાગાદિયુક્ત [માવે: તુ ભાવ વિશ્વવ: મળત:] બંધક (અર્થાત્ નવાં કર્મનો બંધ કરનાર) કહેવામાં આવ્યો છે. [RIBIવિવિપ્રમુવર:] રાગાદિથી વિમુક્ત ભાવ [કવવ:] બંધક નથી, વિનમ્ જ્ઞાવ: કેવળ જ્ઞાયક જ છે. ટીકા :– ખરેખર, જેમ લોહચુંબક-પાષાણ સાથે સંસર્ગથી લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને ગતિ કરવાને) પ્રેરે છે તેમ રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે. અને જેમ લોહચુંબક-પાષાણ સાથે અસંસર્ગથી લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને ગતિ નહિ કરવારૂપ) સ્વભાવમાં જ સ્થાપે છે તેમ રાગદ્વેષમોહ સાથે અભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ, જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી (અર્થાત્ કર્મ કરવાનો જેનો સ્વભાવ નથી) એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે; માટે રાગાદિ સાથે Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ સમયસાર સિદ્ધિ-૬ મિશ્રિત (–મળેલો) અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી બંધક છે અને રાગાદિ સાથે અમિશ્રિત ભાવ સ્વભાવનો પ્રકાશક –પ્રગટ કરનાર) હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરા પણ બંધક નથી. ભાવાર્થ :- રાગાદિક સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ બંધનો કરનાર છે, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ બંધનો કરનાર નથી-એ નિયમ છે. ગાથા ૧૬૭ ઉપર પ્રવચન ‘હવે, રાગદ્વેષમોહ જ આસવ છે એવો નિયમ કરે છે - ભગવાન કુંદકુંદાચાર્યદેવ દિગંબર સંત સંવત ૪૯ માં ભરતક્ષેત્રમાં બે હજાર વર્ષ પહેલાં થયા. ભગવાન પાસે ગયા હતા. સીમંધર ભગવાન અત્યારે મહાવિદેહમાં વિચરે છે. પાંચસો ધનુષનો દેહ છે. ત્યાં ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી આવીને કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્ર બનાવ્યું છે. આહા..હા...! એ કહે છે, “હવે, રાગદ્વેષમોહ જ આસવ છે.” એ મિથ્યાત્વ સંબંધી જે રાગ-દ્વેષ-મોહ છે એ જ આસ્રવ છે. આહા...હા...! ૧૬૭ (ગાથા). भावो रागादिजुदो जीवेण कदो दु बंधगो भणिदो। रागादिविप्पमुक्को अबंधगो जाणगो णवरि।।१६७।। રાગાદિયુત જે ભાવ જીવકૃત તેહને બંધક કહ્યો; રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં, જ્ઞાયક નર્યો. ૧૬૭. આહા..હા...! ઝીણી વાત બહુ, બાપુ ! અહીં તો કહે છે કે, વ્યવહાર કરતા કરતા નિશ્ચય થઈ જશે. એ અજ્ઞાનીની માન્યતા છે. રાગ કરતા કરતા ધર્મ થઈ જશે. આહા...હા...! લસણ ખાતા ખાતા કસ્તૂરીનો ઓડકાર આવી જશે. એમ ક્રિયાકાંડ દયા, દાન, વ્રત, ભક્તિ કરતા કરતા સમકિત થશે એ બધા મિથ્યાદૃષ્ટિ છે. આહાહા..! એ મિથ્યાષ્ટિના “રાગદ્વેષમોહ જ આસવ છે...” ટીકા – “ખરેખર, જેમ લોહચુંબક-પાષાણ...” છે ને? લોહચુંબક પથ્થર. સંત દિગંબર મુનિ ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ દૃષ્ટાંત આપે છે. લોહચુંબક પથ્થર છે તેની સાથે સંસર્ગથી...” એના સંસર્ગમાં. (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ.” એના સંસર્ગથી, એનાથી નહિ. શું કહ્યું ? લોહચુંબક પથ્થર છે (અને) સોય છે). સોયે (લોહચુંબકનો) સંસર્ગ કર્યો તો Page #293 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૬૭ ૨૭પ ખેંચાવાનો ભાવ ઉત્પન્ન થયો. એ લોહચુંબકથી નહિ. સોયએ લોહચુંબકનો સંસર્ગ કર્યો તો પોતાની પર્યાયમાં લોહચુંબક તરફ ખેંચાય જાય એવી પર્યાય ઉત્પન્ન થઈ. આ..હા...! છે? (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ....” સંસર્ગથી ઉત્પન્ન થયેલો ભાવ. ભાવ તો પોતામાં થયો છે. એ લોહચુંબક તો નિમિત્ત છે. લોહચુંબક તો પરવસ્તુ છે, સોય પરવસ્તુ છે. સોયમાં એ બાજુ ખેંચાવાની જે પર્યાય થઈ એ લોહચુંબકના સંસર્ગથી થઈ, પણ પોતાથી થઈ છે. આહા..હા...! “લોહચુંબક-પાષાણ સાથે સંસર્ગથી લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને ગતિ કરવાને) પ્રેરે છે.” એ સોય લોહચુંબક તરફ જાય છે. “તેમ રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી....... આહાહા...! શું કહે છે ? અજ્ઞાની, જેમ લોહચુંબકના સંસર્ગથી સોયમાં ગતિ કરવાની પર્યાય થઈ, એમ અજ્ઞાની કર્મના ઉદયમાં રાગદ્વેષ અને સંસર્ગ કરે છે, એનો પરિચય કરે છે. આહાહા.! રાગ મારો, દ્રેષ મારો. આહાહા...! મુમુક્ષુ :- પરપદાર્થથી થયું એમ ચોખ્ખું કીધું. ઉત્તર :કોઈ પરપદાર્થે કર્યું એમ) કીધું નથી. પોતાથી થયું એમ કહ્યું છે. એનો – પેલા લોહચુંબકનો સંસર્ગ કર્યો માટે ઉત્પન્ન થયું. ‘તેમ રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી....... દેખો ! અજ્ઞાની પોતાનો સ્વભાવ ચૈતન્ય આનંદ સચ્ચિદાનંદ પ્રભુ, એને ભૂલીને અજ્ઞાની એ પુણ્ય-પાપનો રાગ અને દ્વેષનો સંસર્ગ કરે છે, પરિચય કરે છે.... આહા..હા..! એની સાથે જોડાણ કરે છે. ભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ.” રાગ-દ્વેષના પરિણામનો પરિચય કરવાથી, એ મારા છે (એવો) સંસર્ગ (કરવાથી) આત્મામાં અજ્ઞાનમય ભાવ થયો. જેમ સોયમાં લોહચુંબકના પથ્થરનો સંસર્ગ કરવાથી એમાં ખેંચાવાની પર્યાય પોતાથી પોતામાં થઈ. એમ રાગ-દ્વેષ અને મોહ, ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ હો પણ છે રાગ, એનો પરિચય કર્યો – સંસર્ગ કર્યો. આહા..હા...! છે ? “રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ...” પોતામાં રાગની એકત્વબુદ્ધિથી, એ પુણ્ય પરિણામ મારા છે અને મને લાભદાયક છે... આહાહા...! એવા અજ્ઞાનભાવથી “અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે.....” આહા.હા. એ અજ્ઞાનભાવ જ વિકાર કરવાને પ્રેરે છે. વિકાર કર્મ મારું છે, એ અજ્ઞાનભાવ પ્રેરે છે. અજ્ઞાનભાવ રાગનો કર્તા થાય છે. દયા, દાન પરિણામ મારું કર્મ છે અને હું કર્તા છું, એ અજ્ઞાનમય ભાવ છે. આહા...હા..! છે કે નહિ અંદર ? આ...હા...! “આત્માને કર્મ કરવાને...” કર્મ એટલે વિકાર પરિણામ કરવામાં. વિકાર પરિણામના કર્તા થવામાં, વિકારના પરિણામની સાથે પરિચય કર્યો તો વિકાર કર્મ મારું છે, એમ કર્તા થાય છે. કર્મ કરવા માટે પ્રેરિત થાય છે. રાગ મારો છે એમ પ્રેરિત થાય છે. આહા..હા...! ઝીણી વાત. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ સમયસાર સિદ્ધિ-૬ લોહચુંબકનો સંસર્ગ કરવાથી સોયમાં પોતામાં ગતિ કરવાની શક્તિ ઉત્પન્ન થઈ. એમ ભગવાનઆત્મા, પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી, પુણ્ય અને પાપનો રાગ છે એનો સંસર્ગ કરવાથી, એની કર્તા બુદ્ધિ હોવાથી રાગ મારું કાર્ય છે, એવી પ્રેરિત બુદ્ધિ થાય છે. આહાહા...! આવો માર્ગ. વાણિયાને વેપાર-ધંધા આડે નવરાશ ન મળે. આખો દિ ધંધો ને પાપ. એમાં આવું સાચુ સાંભળવા મળે નહિ. બહારનું સાંભળવા મળે. કરો જાત્રા, કરો ભક્તિ, કરો વ્રત ને કરો અપવાસ, કલ્યાણ થઈ જશે. એમ અજ્ઞાનીને રાગની ક્રિયાના પરિચયથી અજ્ઞાનભાવ ઉત્પન્ન થયો એ અજ્ઞાનભાવ રાગનો કર્તા થાય છે. આહાહા...! સૂક્ષ્મ છે, ભાઈ ! અનંત કાળ (ગયો). જિનેશ્વરદેવનો માર્ગ દિગંબર સંત કહે છે. નગ્ન મુનિ ! ‘કુંદકુંદાચાર્યદેવ’, ‘અમૃતચંદ્રાચાર્યદેવ” જગત પાસે (જાહેર કરે) છે. પ્રભુ ! તારામાં રાગ અને પુણ્યનું કર્તાપણું કેમ થયું ? તું તો જ્ઞાતા છો અને રાગ-દ્વેષ પરિણામમાં કર્તાબુદ્ધિ કેમ થઈ ? કે, રાગ ને દ્વેષનો પરિચય કરવાથી, સંસર્ગ કરવાથી.. આ..હા...! રાગની કર્તાબુદ્ધિ તારામાં થઈ. આ..હા...! પહેલી વાત સમજવી કઠણ. સમ્યગ્દર્શન શું ચીજ છે, બાપુ ! આત્માને કર્મ કરવાને પ્રેરિત કરે છે, શું કહ્યું? લોહચુંબકના સંસર્ગથી સોયમાં ગતિ કરવાની શક્તિ થઈ, એમ ભગવાનઆત્મા તો જ્ઞાતા-દૃષ્ટા છે પણ રાગ ને દ્વેષ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામના સંસર્ગથી, એ મારા છે એમ પરિચય કરવાથી અજ્ઞાનભાવથી રાગ મારો છે એમ પ્રેરિત કરે છે. આહા...હા..! સમજાય છે ? આવી વાત છે, ભાઈ ! શું થાય ? “અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને સાચી ચીજ શું છે ? મળી તો આદર ન કર્યો. (માન્ય) નહિ, એ તો એકાંત છે, એકાંત છે એમ કરીને ટાળી દીધી. આહાહા..! પરમાત્મા જિનેશ્વરદેવે જે કહ્યું એ સંતો, દિગંબર સંત આડતિયા થઈને જગતને માલ બતાવે છે. આડતિયા... આડતિયા ! દિગંબર સંત આડતિયા છે. સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્માના ભાવને બતાવવામાં અને કહેવામાં આડતિયા છે. આડતિયાને હિન્દીમાં શું કહે છે ? આહા..હા..! (દલાલ કહે છે). દાખલો તો કેવો આપ્યો છે, જુઓને ! આ..હા...હા...! લોહચુંબકના સંસર્ગથી સોયમાં પોતાની પર્યાયમાં લોહચુંબક તરફ ગતિ થવાની શક્તિ ઉત્પન્ન થઈ. આહા..હા...! એમ ભગવાન આત્મા આનંદકંદ પ્રભુ ! જ્ઞાતા-દષ્ટા સહજાનંદ મૂર્તિ પ્રભુ ! એમાં જે પુણ્ય-પાપના વિકાર ઉત્પન્ન થાય છે એનો પરિચય કરે છે કે, આ મારા છે. આ મારા છે. આ મારા છે. આહાહા..! તેના પરિચયમાં આવે છે, એના સંસર્ગમાં આવે છે), એની સોબત કરે છે. આહા..હા...! રાગ ને પુણ્ય પરિણામની સોબત કરે છે, પુણ્ય પરિણામના કર્તા થવાની શક્તિ અજ્ઞાનમાં ઉત્પન્ન થઈ. આહા...હા...! ઝીણું ઘણું, ભાઈ ! એ અજ્ઞાનીની વાત કરી. Page #295 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૭ ૨૭૭ અને જેમ લોહચુબેંક-પાષાણ સાથે અસંસર્ગથી...' સોયે લોહચુંબકનો સંસર્ગ જ કર્યો નહિ, નજીક જ ગઈ નહિ. આહા...હા...! સોય લોહચુંબકના પથ્થર પાસે ગઈ જ નહિ, સંસર્ગ કર્યો નહિ. આ..હા...! છે ? અસંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ નહિ કરવારૂપ) સ્વભાવમાં જ સ્થાપે છે...’ સોય પોતાના સ્વભાવમાં ૨હે છે. સોયે લોહચુંબકનો સંસર્ગ ન કર્યો તો ગતિ કરીને લોહચુંબક પાસે જાતી નથી, પોતાના સ્વભાવમાં રહે છે. આહા..હા...! એ દૃષ્ટાંત (આપ્યો). ‘તેમ રાગદ્વેષમોહ...’ ભગવાનઆત્મા તો જ્ઞાતા-દૃષ્ટા છે. એમાં તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા, અંદર ઈશ્વરતા (ભરી છે) એવી અનંત શક્તિઓનો સાગર પ્રભુ તો છે. આત્મા ! અહીં તો આત્માને પ્રભુ કહે છે. આ..હા...! એ આત્મા પોતા તરફનો સંસર્ગ છોડીને રાગનો સંસર્ગ કરે છે તો એને રાગનો કર્તા ભાવ થાય છે. પણ પોતાના સ્વભાવના પરિચયવાળો ધર્મી... આ..હા...! રાગદ્વેષમોહ સાથે અસંસર્ગપણાથી...’ રાગ મારો છે અને મને લાભદાયક છે, એવી દૃષ્ટિ ધર્મીને નથી. આહા..હા...! રાગદ્વેષમોહ સાથે અભેળસેળપણાથી...’ જોયું ? હું રાગ છું ને હું દ્વેષ છું, એમ મિશ્રિત નહિ થવાથી જ્ઞાનીને (આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ,...' આહા..હા...! ધર્મી જીવ તો એમ જાણે છે કે, હું તો જ્ઞાન અને આનંદ છું. હું રાગના પરિચયમાં આવ્યો જ નથી. હું રાગ પરચીજ છે, એનો પરિચય શું ? આહા..હા...! મારી ચીજના પરિચયમાં આવના૨ રાગનો પિરચય જ્ઞાની કરતા નથી. આહા..હા...! છે ? તેમ રાગદ્વેષમોહ સાથે અભેળસેળપણાથી આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ,...’ એ રાગાદિ થાય છે પણ તેના તરફનું લક્ષ નથી, એનો પિરચય નથી, તેને પોતાનો માનવો એવો સંસર્ગ નથી. આહા..હા...! એમ જ્ઞાની નામ ધર્મી ચોથે ગુણસ્થાને સમકિતી પ્રવર્તે છે). શ્રાવક તો પંચમ ગુણસ્થાન. એ તો વળી આગળ દશા છે. એ તો અલૌકિક વાતું છે ! અત્યારે બધા માની બેઠા છે કે, અમે શ્રાવક છીએ. માનીને બેઠા, વસ્તુ નથી, બાપુ ! વસ્તુ જુદી છે. આહા..હા...! રાગ-દ્વેષ અને મિથ્યાત્વની સાથે મિશ્રિત નહિ થવાથી, પોતાપણું નહિ માનતા હોવાથી... આહા..હા...! રાગ ને લોભની ઇચ્છા આદિ થઈ એમાં પોતાપણું નહિ માનવાથી ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ,...' એ તો જ્ઞાનમય (ભાવ). હું તો જ્ઞાતા-દૃષ્ટા છું. સમિકતી એમ જાણે છે કે, હું તો જ્ઞાનમય ભાવ છું. એ રાગમય ભાવ હું નહિ. આહા....હા...! ભારે (કામ) ! કમજોરીથી, ચારિત્રમોહના ઉદયથી રાગ આવે છે, પણ એનો સંસર્ગ નહિ, સ્વામીપણું નહિ, એની ઉ૫૨ દૃષ્ટિ નથી. એની ઉ૫૨ દૃષ્ટિ નહિ હોવાથી આત્મામાં રાગનું કર્તાપણું ઉત્પન્ન થતું નથી. આહા..હા....! સમજાય છે કાંઈ ? બહુ સરસ વાત કીધી ! Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ સમયસાર સિદ્ધિ-૬. સોય લોહચુંબકના સંસર્ગ કરે તો સોયમાં ગતિ કરવાની પર્યાય ઉત્પન્ન થાય છે. એમ અજ્ઞાની રાગ અને પુણ્ય પરિણામનો સંસર્ગ કરે તો પુણ્ય પરિણામનો કર્તા અજ્ઞાનભાવથી ઉત્પન્ન થાય છે. આહા..હા..! અને સોય લોહચુંબકના સંસર્ગમાં આવતી નથી અને પોતાના ભિન્ન સ્વભાવમાં રહે છે. એમ ધર્મી જીવ એને કહીએ, જ્ઞાની – ધર્મી ચોથે ગુણસ્થાને (એને કહીએ) કે, રાગ ને દ્વેષના પરિણામ થાય છે, એની ઉપર દૃષ્ટિ નથી, એનો સંસર્ગ નથી, એનો પરિચય નથી, ભગવાનનો સંસર્ગ છે, પોતાના સ્વભાવનો પરિચય છે તો પોતાના સ્વભાવમાં જ્ઞાનમય રહે છે. આહાહા..! આવી વાત છે. દિગંબર સંતોની વાતું બહુ ઝીણી. એવી વાત ક્યાંય બીજે છે નહિ). શ્વેતાંબર અને સ્થાનકવાસીમાં આવી વાત ક્યાંય નથી. મુમુક્ષુ :- આ દુકાન જ બીજી જાતની છે. આ માલ કયાંય મળે નહિ. ઉત્તર :- આહા! દિગંબર સંતો તો કેવળજ્ઞાનીના કેડાયત છે. કેવળજ્ઞાનીના પેટ ખોલીને મૂક્યા છે. પેટ ખોલીને (કહે છે કે, આ માર્ગ છે, ભાઈ ! દુનિયા માને, ન માને (ઈ જાણે). સમાજની તુલના રહે કે ન રહે, એની સંતોને દરકાર નથી. નાગા બાદશાહથી આઘા ! નગ્સ મુનિ અંતરમાં આનંદકંદમાં ઝુલવાવાળા, રાગ આવે છે તેના પણ જાણનાર (છે), એના કર્તા નથી. મહાવ્રતના પરિણામ પણ મુનિને આવે છે પણ મુનિ એને કહીએ કે, એના કર્તા નથી અને પોતાના જ્ઞાતા-દૃષ્ટા આનંદમાં રહે છે. આહાહા..! એમને રાગનો સંસર્ગ નથી એ કારણે રાગના કર્તા થતા નથી. આહા...હા...! લોહચુંબકનો દાખલો “અમૃતચંદ્રાચાર્યદેવે’ આપ્યો છે. ધર્મીને તો જ્ઞાનમય ભાવ (છે). આહાહા...! હું તો આનંદ અને જ્ઞાનસ્વરૂપ છું. રાગનો ભાવ થયો એની ઉપર દૃષ્ટિ નથી તો એનો પરિચય નથી તો એનો સંસર્ગ નથી તો એનું કાર્ય કરવાનો – એ કાર્ય મારું, એ કરવાનો ભાવ ન થયો. આહા..હા...! રાગનો સંસર્ગ નથી તો પોતાના જ્ઞાતા સ્વભાવમાં જ્ઞાનમય હોવાથી, રાગનું કાર્ય મારું નહિ, પણ રાગનો હું જાણનાર છું, એવો સ્વભાવ ભાવ ઉત્પન્ન થાય છે. આહાહા! છે ? થોડી ઝીણી વાત છે, ભાઈ ! ભાવ તો જે હોય ઈ આવે. હિન્દીમાં પણ ભાવ તો હોય ઈ આવે ને ! આહા...હા...! ભગવાન આત્મા ! અતીન્દ્રિય અનંત ગુણનો પિંડ પ્રભુ છે. એ ઇન્દ્રિયના સંસર્ગના કારણે જે રાગાદિ ઉત્પન્ન થાય છે તે રાગનો કર્તા અજ્ઞાની થાય છે. આહાહા..! એ અણિન્દ્રિયનો પરિચય નહિ અને ઇન્દ્રિયનો પરિચય ને ઇન્દ્રિયના વિષયનો પરિચય ને ઇન્દ્રિયના વિષયમાં પ્રેમ – રાગ (કરીને) રાગનો પરિચય (કરે છે). આહાહા.! એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ રાગ (છે). રાગનો પરિચય જ્ઞાનીને નથી. થાય છે તો એનો પરિચય નથી કે, એ મારો છે અને એ મારું કર્તવ્ય છે એ પણ નથી. એ કારણે રાગનું અકર્તાપણું જ્ઞાનીને હોય છે અને જ્ઞાનમય, જ્ઞાનમય જ્ઞાનના કર્તા થાય છે. ભારે આવ્યું ! આ.હા...! આવી વાત ક્યાં છે ? વીતરાગના પેટ છે ! ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવ બિરાજે છે Page #297 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૭ ૨૭૯ ત્યાંથી તો આ વાત આવી છે. પ્રભુ બિરાજે છે. પ્રભુનો પાંચસે ધનુષનો દેહ છે. પ્રભુનું કરોડ પૂર્વનું આયુષ્ય છે. ‘સીમંધર’ ભગવાન મહાવિદેહ ક્ષેત્ર ઉપર બિરાજે છે, હોં ! આ..હા..હા...! ત્યાં આગળ સંવત ૪૯માં ‘કુંદકુંદાચાર્યદેવ’ ગયા હતા, ત્યાંથી આવીને આ બનાવ્યું. અને ટીકાકાર પણ એવા નીકળ્યા... આ..હા...હા...! કે, કુંદકુંદાચાર્યદેવ’ને જે ભાવ કહેવા છે એ જ ભાવ ‘અમૃતચંદ્રાચાર્યદેવ” કહે છે. પ્રભુ ! તું રાગનો કર્તા કેવી રીતે થયો ? તું તો જ્ઞાનસ્વરૂપ છો ને પ્રભુ ! એ દયા, દાન, રાગનો કર્તા કેમ થયો ? કે, તારા જ્ઞાનનો સંસર્ગ નામ પરિચય, અનુભવ છોડીને એ રાગનો પરિચય અને રાગના કર્તાપણાની બુદ્ધિ તને થઈ અને તારી દૃષ્ટિ રાગ ઉપર રહી, એ કારણે રાગનું કર્તાપણું તારામાં ઉત્ન થયું. આહા..હા...! જે શુભ-અશુભ રાગ થયા એની ઉપર તારી દૃષ્ટિ રહી. સંસર્ગનો અર્થ એ છે. એ કારણે તારામાં એ પુણ્યપાપના ભાવના કર્તાનો અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થયો. આહા..હા...! કહો, ચેતનજી' ! આ ક્યાં તમારે શ્વેતાંબરમાં ક્યાંય હતું ? આ દાખલો તો જુઓ ! આહા....હા...! ભગવાન ચૈતન્યમૂર્તિ પ્રભુ ! જ્ઞાન ને શ્રદ્ધા ને આનંદના સ્વભાવથી ભરેલો પ્રભુ ! એનો જેણે પરિચય ન કર્યો. શ્રુત, પરિચિત ત્યાંથી આવ્યું, લ્યો ! એ.....! ભાઈ ! શ્રુત પરિચિત આવ્યું ને ? આહા..હા...! એ રાગનો જેણે પરિચય કર્યો, ચાહે તો શુભાગ હો, તો એના પિરચયથી તારામાં એ રાગ મારું કર્તવ્ય છું, એવી કŕબુદ્ધિ અને કર્મબુદ્ધિ તારામાં ઉત્પન્ન થઈ. આહા..હા...! પણ એ રાગ, પુણ્ય-પાપ એ મારી ચીજ જ નથી. હું તો જ્ઞાનસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છું. જેની દૃષ્ટિમાં જ્ઞાતાપણાના સ્વભાવ ઉપર દૃષ્ટિ છે એનો રાગ સાથે પરિચય નથી. પિરચય નથી તો કર્તાપણું નથી અને કર્તાપણું નથી તો એ એનું કાર્ય છે, એમ છે નહિ. આહા..હા...! આવી વાત છે. દુનિયાથી બીજી જાત લાગે. વ્યવહા૨ લોપ કરે છે ને એકાંત છે એમ કહે. કહો, પ્રભુ કહો ! આ તો પ્રભુના ઘરની વાત છે. આહા..હા....! અહીં પરમાત્મા કહે છે એ વાત આચાર્ય દૃષ્ટાંત દઈને સિદ્ધ કરે છે. આ..હા..હા...! લોકોને ખ્યાલ આવે કે, એકલી સોય લોહચુંબક પાસે ન જાય તો સંસર્ગ વિના ખેંચાવાની તાકાત ઉત્પન્ન થતી નથી. આહા..હા....! એમ ભગવાનઆત્મા પુણ્ય-પાપના પરિણામના પરિચયમાં ન જાય... આહા..હા...! અને પોતાના જ્ઞાતા-દૃષ્ટાના પરિચયમાં આવે તો રાગના કર્તાપણાની બુદ્ધિ, અજ્ઞાનપણું જ્ઞાનીને થતી નથી. આહા..હા...! આવું છે. થોડી વાતે પણ વાત મોટી બહુ, ભાઈ ! ‘કુંદકુંદાચાર્યદેવ’ પેલામાં આવ્યું છે ને ! મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમો ગણી, મંગલ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલં’ ત્રીજે નંબરે ‘કુંદકુંદાચાર્યદેવ’ આવ્યા ! આવે છે ને ? મંગલં ભગવાન વીરો, મંગલ ગૌતમો ગણી, મંગલં કુંદકુંદાર્યો’ ‘ગૌતમ’ પછી ‘કુંદકુંદાચાર્યદેવ’ આવ્યા. અલૌકિક ‘કુંદકુંદાચાર્યદેવ’ હતા ! ભગવાન પાસે ગયા હતા. આ..હા..હા...! ત્યાં Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સમયસાર સિદ્ધિ-૬ આ ધર્મ વર્તે છે. એ ધર્મ કુંદકુંદાચાર્યદેવે અહીંયાં કહ્યો. આહા..હા...! (ઉત્પન્ન થયેલો) “જ્ઞાનમય ભાવ, જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી. શું કહ્યું? પુણ્ય અને પાપના ભાવ થવા છતાં એની ઉપર દૃષ્ટિ નહિ હોવાથી, એનો પરિચય એટલે મારા છે, એમ નહિ કરવાથી પોતાના જ્ઞાનમય ભાવમાં રહેવાથી તેની કર્તા બુદ્ધિનો ભાવ થતો નથી. જ્ઞાતાપણાના ભાવમાં રહે છે. ધર્માજીવ તો જ્ઞાતા-દષ્ટાપણું, જાણવા-દેખવામાં રહે છે. આહા...હા...! આવી વાત ! અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી...” આહા..હા..! “માટે રાગાદિ સાથે મિશ્રિત મળેલો) અજ્ઞાનમય ભાવ...” મિશ્રિતનો અર્થ એ. રાગ મારો છે, રાગથી લાભ થશે. એવો અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરિત કરે છે. રાગ મારું કાર્ય છે, એ અજ્ઞાનમય ભાવથી પ્રેરિત થઈને થાય છે. આહાહા..! અને જેની દૃષ્ટિમાં, પુણ્ય પરિણામ ઉપર દૃષ્ટિ પડી છે તો એને અજ્ઞાનભાવથી આ કર્મ મારું છે, એવી પ્રેરણા થાય છે. જ્ઞાનીને પણ પુણ્યપાપ પરિણામ થાય છે પણ એ પ્રત્યે દૃષ્ટિ નથી, એ પ્રત્યે પરિચય નથી, એનો સંસર્ગ નથી. જેમ ભિન્ન ચીજ છે એમ પોતામાં જ્ઞાનમાં રહીને, એ પુણ્ય-પાપનું કાર્ય મારું છે એવી બુદ્ધિ થતી નથી. આહા...હા... ત્યારે થાય છે શું ? અને રાગાદિ સાથે અમિશ્રિત ભાવ સ્વભાવનો પ્રકાશક –પ્રગટ કરનાર) હોવાથી...” દેખો ! રાગની સાથે અમિશ્રિત (એટલે) રાગ મારો છે એવું મિશ્રિતપણું છૂટી ગયું. હું તો જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ (છું). એમ રાગથી અમિશ્રિત – રાગથી મિશ્રિત નહિ, ભેળસેળ નહિ. આહા...હા...! ભારે ગાથા ! રાગ પુણ્ય, દયા, દાન, વ્રત, કામ, ક્રોધાદિ ભાવ સાથે જ્ઞાનીને અમિશ્રિત ભાવ (છે). હું ભિન્ન છું. એ સહિત હું છું એમ નહિ. આહા...! “સ્વભાવનો પ્રકાશક –પ્રગટ કરનાર) હોવાથી.... (એ) તો સ્વભાવનો પ્રકાશક છે. ધર્મીને જાણવું-દેખવું ભાવ પ્રગટ થયો તો એ રાગનો કર્તા થતા નથી. રાગ મારું કાર્ય એમ થતું નથી. “પ્રકાશક (–પ્રગટ કરનાર) હોવાથી કેવળ જ્ઞાયક જ છે..... આહાહા...! એ સમકિતી ધર્મી પહેલા દરજ્જાવાળો માત્ર જ્ઞાયક જ છે. પોતાને અને પરને જાણવાવાળો જ રહે છે. પરનો પરિચય કરીને પરનું કાર્ય મારું એ જ્ઞાની માનતા નથી. જરા પણ બંધક નથી.” મિથ્યાત્વ સંબંધી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી સમકિતીને જરીયે બંધન નથી. અબંધ છે. અસ્થિરતા જે ચારિત્રદોષની છે એની અહીં ગણતરી નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી જે બંધ હતો એ બંધ એને થતો નથી. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) Page #299 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૮ ગાથા-૧૬૮ अथ रागाद्यसङ्कीर्णभावसम्भवं दर्शयति पक्के फलम्हि पडिए जह ण फलं बज्झए पुणो विंटे । - ૨૮૧ जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेदि । । १६८ ।। पक्के फले पतिते यथा न फलं बध्यते पुनर्वृन्तैः । जीवस्य कर्मभावे पतिते न पुनरुदयमुपैति । । १६८ ।। यथा खलु पक्कं फलं वृन्तात्सकृद्धिश्लिष्टं सत् न पुनर्वृन्तसम्बन्धमुपैति तथा कर्मोदयजो भावो जीवभावात्सकृद्धिश्लिष्टः सन् न पुनर्जीवभावमुपैति । एवं ज्ञानमयो रागद्यसङ्कीर्णो भावः सम्भवति। હવે રાગાદિ સાથે નહિ મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે : ફળ પક્વ ખરતાં, વૃંત સહ સંબંધ ફરી પામે નહીં, ત્યમ કર્મભાવ ખર્ચે, ફરી જીવમાં ઉદય પામે નહીં. ૧૬૮. ગાથાર્થ :– [યથા] જેમ પવ ] પાકું ફળ પતિ] ખરી પડતાં [પુનઃ] ફરીને [i] ફળ [વૃન્તઃ] ડીંટા સાથે [ ન વધ્યતૅતુ જોડાતું નથી, તેમ [નીવવા જીવને [ર્મમા] કર્મભાવ પતિ] ખરી જતાં (અર્થાત્ છૂટો થતાં) [પુનઃ] ફરીને [પ્રયત્ ન ઉત્પત્તિ] ઉત્પન્ન થતો નથી (અર્થાત્ જીવ સાથે જોડાતો નથી). ટીકા :– જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડ્યું થકું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડ્યો થકો ફરીને જીવભાવને પામતો નથી. આ રીતે જ્ઞાનમય એવો, રાગાદિક સાથે નહિ મળેલો ભાવ ઉત્પન્ન થાય છે. ભાવાર્થ :– જો જ્ઞાન એકવાર (અપ્રતિપાતી ભાવે) રાગાદિકથી જુદું પરિણમે તો ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી. આ રીતે ઉત્પન્ન થયેલો, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી જીવ અસ્થિરતારૂપે રાગાદિકમાં જોડાય તે નિશ્ચયદૃષ્ટિમાં જોડાણ છે જ નહિ અને તેને જે અલ્પ બંધ થાય તે પણ નિશ્ચયદૃષ્ટિમાં Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સમયસાર સિદ્ધિ-૬ બંધ છે જ નહિ, કારણ કે અબદ્ધસ્પષ્ટરૂપે પરિણમન નિરંતર વર્યા જ કરે છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી; મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીધ્ર સુકાવાયોગ્ય છે. પ્રવચન નં. ૨૪૭ ગાથા–૧૬૮, શ્લોક-૧૧૪ ગુરુવાર, જેઠ સુદ ૧૨, તા. ૦૦૬-૧૯૭૯ સમયસાર ગાથા-૧૬ ૮. ‘આસ્રવ અધિકાર’. ‘હવે રાગાદિ સાથે નહિ મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે :–' એટલે કે રાગની સાથે જ્ઞાનનું જે એત્વ હતું એ અનાદિ સંસાર હતો. એ રાગથી ભિન્ન પડીને જ્ઞાનસ્વભાવ, ભલે રાગ રહ્યો, પણ રાગથી ભિન્ન પડીને જ્ઞાન સ્વભાવ પ્રગટ થયો એનું સ્વરૂપ બતાવે છે. पक्के फलम्हि पडिए जह ण फलं बज्झए पुणो विंटे। जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेदि ।।१६८।। ફળ પદ્ધ ખરતાં, તૃત સહ સંબંધ ફરી પામે નહીં, ત્યમ કર્મભાવ ખર્ચે, ફરી જીવમાં ઉદય પામે નહીં. ૧૬૮. ટીકા :- જેમ પાકું ફળ કેરી આદિ જે પાકું ફળ હોય ને ! ડીંટાથી એકવાર છૂટું પડ્યું.” એના ડીંટાથી એકવાર છૂટું પડી ગયું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી...” કેરી, જમરૂખ (તુટતાં) ફરીને એના ડીંટડા સાથે જોડાતું નથી. તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ... જીવમાં પુણ્ય ને પાપના ભાવ મારા છે, એવો ઉત્પન્ન થયેલો ભાવ. એકલા રાગ-દ્વેષ નહિ. રાગ-દ્વેષ છે ઈ મારા છે, એવો જે મિથ્યાત્વ ભાવ ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડ્યો.” અંતરમાં સ્વભાવની દૃષ્ટિ કરી ચૈતન્ય ભગવાન પરિપૂર્ણ પરમાત્મા, એનો આશ્રય કરી અને એકવાર ઈ સમ્યગ્દર્શન પામ્યો તો મિથ્યાત્વનો ભાવ જે હતો તે નાશ થઈ ગયો. રાગની એકતાબુદ્ધિનો જે મિથ્યાત્વ ભાવ હતો એ સ્વભાવની એકતાબુદ્ધિના ભાવ દ્વારા નાશ થયો. જીવભાવથી. એમ છે, હોં ! દ્રવ્ય નહિ, જીવભાવ. કર્મના ઉદયથી થતો જીવભાવ. એ પુણ્ય અને પાપ મારા છે, એવો જે મિથ્યાત્વ ભાવ. આહા..હા...! “એકવાર છૂટો પડ્યો..” સમ્યગ્દર્શનથી આત્માને જાણ્યો, માન્યો, અનુભવ્યો એથી તેનું મિથ્યાત્વ તો એકવાર છૂટું પડ્યું. આ..હા...! “ફરીને જીવભાવને પામતો નથી.” ફરીને તે મિથ્યાત્વ ભાવ જીવભાવને પામતો નથી. આહા...હા...! મુમુક્ષુ :- મિથ્યાત્વભાવ જીવભાવ નથી ? Page #301 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૮ ૨૮૩ ઉત્તર :- મિથ્યાત્વ ભાવ જીવભાવ છે. જડના ભાવનું અહીં કામ નથી. જડકર્મના નિમિત્તના સંબંધે પોતાના સ્વભાવને ભૂલી જે રાગ અને દ્વેષ મારા, એવો જે મિથ્યાત્વ ભાવ એ જીવનો ભાવ અહીંયાં કહેવામાં આવે છે. એવી વાત છે. મુમુક્ષુ :– એકવા૨ એમ કહે કે એ જીવનો ભાવ નથી. ઉત્તર ઃઈ કઈ અપેક્ષાએ ? એ જીવનું સ્વરૂપ નથી તે અપેક્ષાએ (કહ્યું છે). અહીં તો એની પર્યાયમાં સ્વભાવના ભાન વિના પર્યાયમાં જે પુણ્ય અને પાપ, શુભ-અશુભ ભાવ એ મારા છે (એવો જે મિથ્યાત્વ ભાવ). ઈ શુભ-અશુભ ભાવ ભલે હો, પછી શુભ-અશુભ ભાવ તો રહેશે. પણ એ શુભ-અશુભ ભાવ મારા છે, એવો જે જીવનો મિથ્યાત્વ ભાવ. આહા..હા...! ‘એકવાર છૂટો પડ્યો થકો...' આહા..હા..! અહીં તો અપ્રતિહતની જ વાત છે. જેને એકવાર ચૈતન્ય ભગવાન અનંત ગુણગંભીર તત્ત્વ દૃષ્ટિમાં લીધું અને સ્વભાવની સાથે એકતા કરી એને જીવભાવ જે મિથ્યાત્વ ભાવ હતો તે છૂટી ગયો એ ફરીને ઉત્પન્ન નહિ થાય. આહા..હા...! આમ છે. આચાર્યોની વાત જ અપ્રતિહતની વાત છે. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પૂર્ણ ચિન એવી દ્રવ્ય વસ્તુ છે, વસ્તુ છે એનું જ્યાં ભાન થઈને પ્રતીત થઈને અનુભવ થયો ત્યારે તે જીવમાં મિથ્યાત્વ ભાવ હતો તે નાશ થઈ ગયો. ફરીને હવે એ મિથ્યાત્વ ભાવ થશે નહિ. અહીં તો ઈ કહે છે. ઈ હવે પડવાનું નથી એમ કહે છે. આહા..હા...! મૂળ પહેલી વાત મિથ્યાત્વ અને સમકિત, ઈ બેની વાત જ પહેલી સમજવી કઠણ (છે). પછી તો રાગ-દ્વેષ હોય ને ટળે ને અસ્થિરતા થાય એ બધી સાધારણ વાત છે. એ કોઈ ચીજ (નથી). આહા...! ભગવાન પૂર્ણાનંદ અને પૂર્ણ અતીન્દ્રિય ગુણનો ગંભી૨ ભગવાન, એની સાથે પુણ્ય અને પાપ એ મારા છે, એવો જે મિથ્યાત્વ ભાવ, એ જીવનો ભાવ (છે) એમ કીધું ને ? જડકર્મ છે એ તો જડ અજીવમાં ગયું. પણ આ ભાવ જે ખર્ચો છે કે, પુણ્ય-પાપ મારા, એ ભાવ જીવનો ભાવ છે. મિથ્યાત્વ (ભાવ છે). આહા..હા...! સમજાય છે કાંઈ ? ? એ મિથ્યાત્વ ભાવ એકવાર છૂટો પડયો થકો ફરીને જીવભાવને પામતો નથી.’ આહા..હા...! એ મિથ્યાત્વ ભાવ જે શરી૨, વાણી, મન તો એક કો૨ ભિન્ન રહ્યા પણ પુણ્ય ને પાપનો વિકલ્પ જે વિકૃત ભાવ છે, એની ઉપર જ્યાં સુધી દૃષ્ટિ છે ત્યાં સુધી તેને જીવનો મિથ્યાત્વ ભાવ કહેવામાં આવે છે. આકરું કામ છે. ચાહે તો પંચ મહાવ્રતધારી ત્યાગી થયો હોય, હજારો રાણીને છોડીને મુનિ થયો હોય પણ અંતરના એ શુભ પરિણામ જે છે એ મારા છે એવો જે મિથ્યાત્વ ભાવ... આહા..હા...! એ જીવનો ભાવ છે, એ જીવમાં થયેલો ભાવ છે. એક બાજુ એમ કહેવું કે, મિથ્યાત્વ ને અવ્રત ને પ્રમાદ, કષાય બધા પુદ્ગલના પરિણામ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સમયસાર સિદ્ધિ-૬ છે. ઈ પહેલા આવી ગયું છે ને ? ૫૦-૫૫ (ગાથા). મિથ્યાત્વ ને બધા પુદ્ગલના પિરણામ કીધાં. કઈ અપેક્ષાએ ? જીવનો સ્વભાવ નથી એ અપેક્ષાએ એ વાત કરી છે. પણ થાય છે ત્યારે જીવમાં થાય છે. આહા..હા...! એ કર્મને લઈને નહિ તેમ દ્રવ્ય સ્વભાવને લઈને નહિ. પર્યાયમાં રાગ છે એ મારો (છે), એવી બુદ્ધિ. આહા..હા..! પર્યાયબુદ્ધિ કહેવા માગે છે. ત્રિકાળી ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનું પરમાત્મ સ્વરૂપ બિરાજે છે તેનો તેને આદર નથી, તેનો તેને સ્વીકાર નથી અને કૃત્રિમ જે ક્ષણિક વિકૃત દશા દયા, દાન, કામ, ક્રોધ ભાવ (થાય) એ મારા, એ જીવનો મિથ્યાત્વ ભાવ છે. એ મિથ્યાત્વ ભાવ એકવાર જીવ સ્વભાવની એકત્વબુદ્ધિથી, રાગની એકત્વબુદ્ધિ એવો જે મિથ્યાત્વ ભાવ, એ સ્વભાવની એકત્વબુદ્ધિથી નાશ થયો એ ફરીને ઉત્પન્ન થવાનો નથી. આહા..હા...! આવું સ્વરૂપ ! આ રીતે જ્ઞાનમય એવો,...’ આત્મામય એવો. પછી જે અસ્થિરતાના રાગ-દ્વેષ છે એની અહીં ગણતરી ગણી નથી. અહીંયાં તો સમ્યગ્દર્શન થતાં આત્માના પરિપૂર્ણ સ્વભાવનો અનુભવ થઈને પ્રતીત થતાં... આહા..હા...! તે જ્ઞાનમય એવો... ભાવ. ત્યારે જ્ઞાનમય ભાવ થયો. ઓલો મિથ્યાત્વ ભાવ હતો. પર્યાયબુદ્ધિમાં રાગને પોતાનો માનવો એ મિથ્યાત્વ ભાવ હતો. એ મિથ્યાત્વ ભાવ સ્વભાવ ભાવના ભાન દ્વારા છોડ્યો તો એ જ્ઞાનભાવ રહ્યો. આત્મ સ્વભાવ ભાવ થયો. આહા..હા...! એને આ જ્ઞાનમય એવો, રાગાદિક સાથે નહિ મળેલો...’ છે ? આહા..હા...! જ્ઞાનમય એટલે ચૈતન્ય સ્વરૂપ છે, ભગવાન, એના જ્ઞાનમય એટલે સ્વભાવમય આત્મામય ભાવ. એ રાગ સાથે નહિ મળેલો ભાવ છે. સમજાય છે કાંઈ ? - મુમુક્ષુ :- રાગ સાથે નહિ મળેલો એવો ભાવ એટલે શું ? ઉત્તર ઃ– રાગ કીધું ને, રાગની એકતાબુદ્ધિથી જે મિથ્યાત્વ ભાવ હતો તે સ્વભાવની એકતાબુદ્ધિથી ટળ્યો, એ જ્ઞાન ભાવ હવે રાગની એકતાબુદ્ધિમાં નહિ આવે. સમજાણું કાંઈ ? ગાથાઓ તો એક એક ગાથા ‘સમયસાર’ની, પ્રવચનસાર’ની અલૌકિક વાતું છે ! આ..હા...! અરે..! આ ભગવાન અંદર ભગવાન સ્વરૂપ આત્મા બિરાજે છે. ત્રણે કાળે નિરાવરણ અખંડ આનંદકંદ પ્રભુ છે. એને નાનામાં નાનો રાગનો વિકલ્પ ભગવાનની ભક્તિ આદિનો હો કે કોઈપણ શુભ વિકલ્પ હો), એ રાગને આત્માના સ્વભાવ સાથે એકત્વબુદ્ધિ કરી, તે મિથ્યાત્વ ભાવ જીવનો ભાવ કહ્યો, એ જીવનો ભાવ એકવાર જ્ઞાનસ્વભાવના ભાવની એકાગ્રતાથી નાશ થયો એ ફરીને મિથ્યાત્વ ઉત્પન્ન નહિ થાય. આહા..હા...! આ રીતે જ્ઞાનમય એવો,...’ આત્મા જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, શાંતસ્વરૂપ, વીતરાગ સ્વરૂપ એવા અનંત ગુણની પિરણિતરૂપ ભાવ. આ...હા...! અનંત ગુણની પરિણિતરૂપ જ્ઞાનમય એવો (ભાવ), રાગાદિક સાથે નહિ મળેલો....' વિકલ્પ ઉઠે એની સાથે એકત્વપણે નહિ થયેલો. આહા..હા...! રાગ થાશે ખરો, પણ તેમાં એકત્વબુદ્ધિ નહિ રહે. એને ભિન્ન તરીકે જાણવામાં Page #303 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૬૮ ૨૮૫ રહેશે. આહા...! આવી વાત રાગાદિક સાથે નહિ મળેલો ભાવ ઉત્પન્ન થાય છે. એટલે મિથ્યાત્વ ભાવ ટળતા એકલો સ્વભાવ ભાવ ઉત્પન્ન થાય છે. આ..હા...! મિથ્યાત્વ ભાવ ટળતા જ્ઞાનમય ભાવ, સ્વભાવમય ભાવ, વીતરાગમૂર્તિ પ્રભુ, એનો ભાવ ઉત્પન્ન થાય છે. એ જ્ઞાનમય ભાવ કહેવામાં આવે છે. આહા..હા...! આવી ધર્મની વાતું). મિથ્યાત્વ (ટાળીને) સમકિતને પ્રગટ કરવાની) આ રીતે છે, કહે છે. આ તો શરૂઆતની વાત છે. ભાવાર્થ – “જો જ્ઞાન.” એટલે આત્મસ્વભાવ, ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ, પૂર્ણ જિન સ્વરૂપ જ છે, એ જિનસ્વરૂપને. “જ્ઞાન...” એટલે જિનસ્વરૂપ “એકવાર (અપ્રતિપાતી ભાવે) રાગાદિકથી જુદું પરિણમે... આહા..હા...! ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન ને શાંત ને વીતરાગમૂર્તિ, એ એકવાર રાગથી ભિન્ન પડીને... આહા..હા...! “જુદું પરિણમે...” રાગ પરિણમે ભલે પણ રાગથી આત્માનો સ્વભાવ ભિન્ન પડીને જુદો પરિણમે તો ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી.” આહાહા..! આત્માના આનંદ અને જ્ઞાન સ્વભાવની એકતા દ્વારા મિથ્યાત્વ ભાવ રાગનો એકતાભાવ ટળી ગયો એ જ્ઞાનભાવ સાથે હવે ફરીને એકરૂપ થતો નથી. એક એવી જ વાત અહીં લીધી છે. ફરીને મિથ્યાત્વ પામશે, ફલાણું થાશે (એ વાત નથી લીધી). આહાહા.! આ તો ધીરાના કામ છે. આ કંઈ બહારની ચીજ નથી. આહા..હા..! અંતરમાં પૂર્ણાનંદ પ્રભુ બિરાજે છે) એને ભૂલીને રાગના નાનામાં નાના કણ સાથે એકત્વબુદ્ધિ (થાય એ મિથ્યાત્વ છે). બંધમાં એ લીધું છે ને ? ભાઈ ! ઉપયોગમાં રાગને એક કરે છે, એમ ત્યાં લીધું છે. બંધ અધિકાર', એકલો રાગ રહે છે એમ નથી લીધું. બંધ અધિકાર જે એને લીધો છે. ઉપયોગમાં રાગને એક કરે છે એ બંધનું કારણ છે એમ ત્યાં લીધું છે. મિથ્યાત્વ ! ઉપયોગ – જાણવું-દેખવું એવો જે ઉપયોગ, એમાં એ રાગને ઉપયોગમાં એકપણે કરે છે, એ જ મિથ્યાત્વ અને એ જ બંધનું કારણ છે. ત્યાં એમ લીધું છે. “બંધ અધિકારમાં આગળ આવશે. આ...હા...! અહીં પણ એ લીધું. ધીરો થઈને એકવાર ચૈતન્યપ્રભુ પૂર્ણ સ્વભાવની વીતરાગી શક્તિઓથી ભરેલો, વીતરાગી શક્તિઓથી ભરેલો ! એમાં એકવાર રાગની એકતા તોડીને સ્વભાવની એકતા કરે તો એ જ્ઞાનમય ભાવ રહેશે. એટલે પછી વીતરાગ ભાવ રહેશે. ભલે ચોથે ગુણસ્થાન (છે) પણ એ બધો વીતરાગ ભાવ છે. સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન કોઈ એમ કહે છે ને, સમકિત તો સરાગ ચોથે હોય પછી સાતમે વીતરાગ થાય. અહીં તો ચોથેથી જ્ઞાનમય કહો કે સમકિતમય કહો કે વીતરાગમય ભાવ કહો (એ શરૂ થઈ જાય છે). એમ આવ્યું ને ભાઈ આમાં ? હવે પેલા કહે છે કે, સાતમે વીતરાગ સમકિત) થાય. અરે.. પ્રભુ ! સાંભળ, ભાઈ ! અરે.! ભાઈ ! પહેલી શરૂઆત જ થઈ નથી ત્યાં સાતમું Page #304 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ ૨૮૬ ક્યાંથી આવશે ? આહા..હા...! પહેલી જડ જ કાપી નથી. રાગનો સૂક્ષ્મ વિકલ્પ અને એનાથી પણ પ્રભુ તો અનંત ગુણનો સૂક્ષ્મ... આહા..હા...! એવી સૂક્ષ્મતાની સાથે સૂક્ષ્મ નાનામાં નાનો રાગ, પર્યાયબુદ્ધિથી જેણે એકત્વ કર્યું છે, તેના જીવભાવને મિથ્યાત્વ ભાવ કહે છે. આહા..હા...! પછી ચાહે તો ભલે દિગંબર સાધુ હો, હજારો રાણી છોડી, પંચ મહાવ્રત પાળતો હોય. પણ જેને એ સૂક્ષ્મ સ્વરૂપ ત્રિકાળ સ્વભાવ, એની સાથે આ રાગ સ્થૂળ છે. આમ સૂક્ષ્મ પણ અત્યંત સ્થૂળ પુણ્ય-પાપ અધિકાર'માં કીધું છે ને ? અત્યંત સ્થૂળ શુભરાગ પણ અત્યંત સ્થળ. પ્રભુ તો અંદર અનંત સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવનો સાગર પ્રભુ (છે). આહા..હા...! એની સાથે આ રાગ અત્યંત સ્થૂળ છે). આહા..હા...! પથરા જેવો અંદ૨ સ્થૂળ એની (સાથે) એકત્વ કર્યું છે. જેણે એ આત્માના સ્વભાવમાં એ રાગને એકત્વ માન્યો છે, એનાથી મને લાભ થશે, એમ માનનારે રાગને એકત્વપણે જ માન્યો છે. આહા..હા...! દયા, દાન, વ્રત પરિણામથી... મુમુક્ષુ :– અજ્ઞાનમાં ક્યાં ખબર પડે કે આ રાગ છે ? ઉત્તર ઃ– એને ખબર જ ક્યાં છે ? એના માટે તો વાત ચાલે છે. આહા..હા...! વ્રત ને તપ ને રાગ છે, કોણ કહે છે ? પણ એને ખબર જ કયાં છે ? વૃત્તિ ઊઠે છે એ વિકાર છે અને એ સ્થૂળ છે. પ્રભુ તો અંદર અતિ સૂક્ષ્મ અરૂપી ભગવાન (છે). આ..હા...! એવા સૂક્ષ્મ સ્વભાવી પરમાત્મા, એને સ્થૂળ સ્વભાવી ભાવી વિકાર રાગ, એનાથી જે જુદો પડ્યો.. આહા..હા...! છે ? રાગાદિકથી જુદું પરિણમે તો ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી.’ આહા..હા...! ‘આ રીતે...’ ઉત્પન્ન થયેલો, શું ? ‘રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ...’ ઉત્પન્ન થયેલો શું ? પેલો તો ગયો. રાગની એકતાબુદ્ધિનો મિથ્યાત્વ ભાવ તો ગયો. હવે ઉત્પન્ન શું થયું ? પેલાનો વ્યય થઈ ગયો. ઉત્પન્ન શું થયું ? આહા...હા...! આ રીતે ઉત્પન થયેલો, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે.’ ભગવાન જેમ સદાકાળ રહે છે તેમ રાગની એકતા તૂટીને જ્ઞાન ને આનંદમય ભાવ થયો, વીતરાગી પિરણિત થાય (એ) સદાકાળ રહે છે. પરિણતિ, હોં ! વસ્તુ તો વસ્તુ છે), ઈ નહિ. આ...હા...! આવું સમજવું મુશ્કેલ પડે. એટલે પછી કો ધર્મ, પુણ્ય ને પાપના પરિણામ. પુણ્યના (પરિણામ) કરે (એટલે) એને થઈ ગયો ધર્મ ! આહા..હા...! આ રીતે ઉત્પન્ન થયેલો, જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે.' આહા..હા..! પછી તે રાગની સાથે એકત્વ થતું જ નથી. ભગવાનની ધારા, જ્ઞાન અને આનંદની ધારા રાગની ધારાથી સદાય છૂટી જ રહે છે. આહા..હા...! ઈ આવી ગયું છે ને આપણે ! બે ધારા – કર્મધારા અને જ્ઞાનધારા. પછી જીવ અસ્થિરતારૂપે રાગાદિકમાં જોડાય...’ રાગ અને વિકલ્પથી એકતા જેણે તોડી છે અને સ્વભાવની એકતા પ્રગટી છે એને હવે મિથ્યાત્વ ભાવ તો ઉત્પન્ન - Page #305 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૬૮ ૨૮૭ થતો નથી. ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાન એવો ચૈતન્યનો ભાવ ઉત્પન્ન થાય. એ ઉત્પન્ન થયો તે તેને સદાકાળ (રહે છે). એ ભાવ સદાકાળ રહે છે. રાગથી ભિન્ન પડેલી શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની દશા એ રાગથી સદાકાળ ભિન્ન રહે છે. આહાહા....! “પછી જીવ અસ્થિરતારૂપે...” જરી રાગ આવે. જ્ઞાનીને જરી અશુભ રાગ અને શુભ રાગ આવે. ઈ અસ્થિરતાનો છે, એકતાબુદ્ધિનો એ નથી. આહા..હા...“જીવ અસ્થિરતારૂપે.” રાગાદિ કીધું ને ? જરી દ્વેષ આવે. આહા..હા..! જ્ઞાનીને દ્વેષનો અંશ આવે, રાગ આવે, વિષય વાસના આવે, અશુભ રાગ થાય અને શુભ રાગ ભક્તિ આદિનો પણ જ્ઞાનીને આવે. અસ્થિરતારૂપે રાગાદિકમાં જોડાય તે નિશ્ચયર્દષ્ટિમાં જોડાણ છે જ નહિ.” આહા..હા..! સ્વભાવની સાથે જોડાણ થયું તેથી રાગની સાથે હવે જોડાણ છે જ નહિ. ભલે અસ્થિરતારૂપે રાગ આવ્યો, દ્વેષ આવ્યો. આહાહા...! છે ? | નિશ્ચયદૃષ્ટિમાં એ રાગમાં જોડાણ નથી, એત્વબુદ્ધિ નથી ને એથી જોડાણ નથી. આહા..હા...આવું હવે. ઝીણી વાતું ક્યારે સમજવી ? બહારમાં કો'ક દિ માંડ કલાક નવરો થાય તો સાંભળવા મળે) સામાયિક કરો ને કાં ભક્તિ કરો ને પૂજા કરો ને વ્રત કરો ને અપવાસ કરો. થઈ રહ્યું, જાઓ જિંદગી લૂંટાઈ જાય) ! મુમુક્ષુ :- લુંટાઈ જાય. ઉત્તર :- રોકાય ગયો. આહા...હા...! અહીંયાં તો કહે છે કે, એ રાગના વિકલ્પમાં રોકાણો એની સાથે એકત્વબુદ્ધિ થઈ. તેથી તે મિથ્યાત્વ ભાવ થયો અને એ મિથ્યાત્વ ભાવને જેણે એકવાર જીવના સ્વભાવ સન્મુખ થઈને રાગથી વિમુખ થઈ, સ્વભાવની સન્મુખ થઈને એકવાર રાગની એકતા તોડી તેને હવે રાગ સાથે એકત્વ – જોડાણ થાતું નથી. રાગ સાથે એકત્વનું જોડાણ થાતું નથી. આહાહા..! “નિશ્ચયદૃષ્ટિમાં જોડાણ છે જ નહિ” આહાહા! એ તો વ્યવહારનયથી અસ્થિરતા છે એ જાણે છે વ્યવહારનય. અને તેને જે અલ્પ બંધ થાયસમકિતીને જ્ઞાનીને રાગની એકતા તુટી તે ધર્મીને જે અસ્થિરતાનો રાગ થાય તેમાં જોડાણ – એકત્વપણું નથી તેથી તે નિશ્ચયષ્ટિમાં તેનું જોડાણ છે નહિ અને તે દૃષ્ટિમાં તેને બંધ અલ્પ થાય તે નિશ્ચયદૃષ્ટિમાં બંધ છે જ નહિ. આહા..હા...! અલ્પ રાગાદિ થાય, એ તીવ્ર વિષયવાસના (થાય), અરે! રૌદ્ર ધ્યાન થાય. આ..હા...! મુમુક્ષુ :– અનંત સંસારનું કારણ ન થાય. ઉત્તર :- અલ્પ સ્થિતિ, રસ હોય છે. એ નિશ્ચયષ્ટિમાં એનો બંધ ગણવામાં આવ્યો નથી. આહા..હા...! એની સાથે જોડાણ નથી તેથી તેનો બંધ થાય તેને પણ અહીં ગણવામાં આવ્યો નથી. સમજાણું કાંઈ ? આવી વાત ! Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સમયસાર સિદ્ધિ-૬ કારણ કે અબદ્ધસ્પષ્ટરૂપે પરિણમન નિરંતર વર્યા જ કરે છે. શું કીધું ઈ ? જે ચૌદમી, પંદરમી ગાથામાં આવ્યું ને ! અબદ્ધસ્કૃષ્ટ ! રાગના ભાવના બંધથી ભિન્ન. રાગ જેને સ્પર્યો નથી, એવો જે અબદ્ધસ્વરૂપ ભગવાન, એની રાગની એકતા તૂટીને અબદ્ધ સ્વરૂપનું જ્ઞાન ને ભાન થયું તે અબદ્ધસ્પષ્ટપણાનું પરિણમન તો સદા નિરંતર રહ્યા જ કરે છે. રાગની એકતાબુદ્ધિ તૂટી તે રાગ વિનાનો અબદ્ધસ્કૃષ્ટ ભાવ સદા નિરંતર રહ્યા જ કરે છે. આહા..હા...! વીતરાગતા છે. આહા...! પેલા ના પાડે છે કે, ચોથે ગુણસ્થાને વીતરાગતા ન હોય. અરે.પ્રભુ! વીતરાગ સ્વરૂપ જ આત્મા છે, એની શ્રદ્ધા, જ્ઞાન ને પરિણમન થયું એ વીતરાગરૂપે પરિણમન હોય કે રાગરૂપે હોય ? ભલે સમકિત હોય અને ચોથું ગુણસ્થાન હોય. આહા..હા...! એ વીતરાગભાવપણે ભલે જઘન્ય ભાવ છે, ઉત્કૃષ્ટ તો યથાખ્યાત થાય ત્યારે થાય, પણ જઘન્ય ભાવ છે એ વીતરાગભાવપણે પરિણમે છે અને રાગની સાથે જોડાણ – એકત્વ નથી. માટે રાગ સાથે જોડાણ નથી અને એ રાગથી કંઈ કર્મથી થોડો રસ બંધ પડે એ નિશ્ચયદૃષ્ટિમાં એને ગણવામાં આવતો નથી. આહાહા...! “અબદ્ધસ્કૃષ્ટરૂપે પરિણમન નિરંતર વર્યા જ કરે છે. સમ્યફદૃષ્ટિને રાગના વિકલ્પની એકતા તૂટતાં વીતરાગ ભાવની અબદ્ધસ્કૃષ્ટ પર્યાય નિરંતર પરિણમ્યા જ કરે છે. આ..હા..હા....! એક વાર ગયું ને થયું, એ થયું તો થયું જ છે, એમ કહે છે. એ થયું તે જ રીતે રહ્યા કરે છે. આહાહા....! રાગથી સંબંધ અને બંધ વિનાનો સ્વભાવ પ્રગટ્યો એ પરિણમન નિરંતર રહ્યા કરે છે. ચાહે તો એ લડાઈમાં ઊભો હોય, સમકિતી ! બે ભાઈ બાડ્યા ને ! “બાહુબલીજી” અને “ભરત’. પણ અંદર તો અબદ્ધસ્કૃષ્ટ પરિણમન નિરંતર રહે જ છે. અરે...! આ વાત કેમ બેસે ? એના ઉપર ઉપર રાગ થાય છે, એનું પરિણમન અહીં અબદ્ધસ્કૃષ્ટમાં ગણવામાં આવ્યું નથી. આહા..હા..! આવું છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથીજે ૪૧ પ્રકૃતિ મિથ્યાત્વમાં બંધાતી. આહા...હા...! ૧૪૮માંથી ૪૧ વધારે અંદર હતી. એ સમિકત થતાં ૪૧ પ્રકૃતિનો બંધ થતો જ નથી. આહા...હા...! “મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી.” એ શું કહ્યું ? બીજી પ્રકૃતિ થોડી બંધાય છે પણ સામાન્ય સંસાર જે મિથ્યાત્વ તેનું કારણ નથી). કહેશે, આના પછી તરત કહેશે. “સંસારનું કારણ મિથ્યાત્વ જ છે;” ઓલી કોર કહેશે. ઓલી કોર પાછળ કહેશે. “સંસારનું કારણ મિથ્યાત્વ જ છે. પહેલી લીટી. ખરેખર મિથ્યાત્વ જ આસ્રવ છે. ખરેખર મિથ્યાત્વ જ સંસાર છે. ખરેખર મિથ્યાત્વ જ પાપ છે. આહા...હા...! ‘તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી. સામાન્ય એટલે જે અનંત સંસારનું કારણ મિથ્યાત્વ હતું, અનંત સંસારનું કારણ મિથ્યાત્વ, એ નથી. એ સામાન્ય સંસાર કહેવાય. અલ્પ સ્થિતિ રસ Page #307 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૬૮ ૨૮૯ પડે છે એની અહીં ગણતરી ગણવામાં આવી નથી. આહા..! અને તે પણ સમકિતીને અશુભ ભાવ આવે ભલે, પણ છતાં આયુષ્ય જ્યારે બંધાશે ત્યારે શુભભાવ આવશે એમાં બંધાશે. આહા..હા..! ચોથે ગુણસ્થાને ગમે ઈ લડાઈમાં ઊભો હોય, વિષયવાસનામાં આવી ગયો હોય પણ તે ટાણે એને ભવિષ્યનું આયુષ્ય નહિ બંધાય. આહા..હા...! કેમકે આત્મા અબદ્ધસ્કૃષ્ટ ચૈતન્યમૂર્તિ ભગવાન દષ્ટિ અને જ્ઞાનમાં નિરંતર પરિણમ્યો છે અને ભવિષ્યનું આયુષ્ય બંધાય એ શુભભાવ આવશે ત્યારે બંધાશે. એટલું એ દૃષ્ટિ અને નિર્મળતાનું જોર છે. આહા...હા....! અન્ય પ્રકૃતિઓ” એટલે કે મિથ્યાત્વ સાથેની ૪૧ બંધાય એ સિવાય, “અન્ય પ્રકતિઓ સામાન્ય... અનંત સંસારનું કારણ નથી. સામાન્ય એટલે મિથ્યાત્વનું કારણ નથી અને મિથ્યાત્વ નથી એટલે સામાન્ય અનંત સંસારનું કારણ નથી. “મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં... આહા..હા...! જે વૃક્ષનું મૂળ કાપી નાખ્યું પછી એના લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીઘૂ... સુકાવાની છે. મૂળ કાપ્યું એના પાંદડાં સુકાઈ જવાના. અલ્પ કાળે હવે ઈ પાંદડાં વધવાના નહિ. આહાહા...! મૂળ પહેલી ચીજ છે એના પર જોર નથી અને જોર બધું આ વ્રત ને તપ ને ત્યાગ ને આ ને આ પંચ કલ્યાણક કરો મોટા...! મુમુક્ષુ – પંચ કલ્યાણક તો આપના હાથે જ થાય છે એટલે બિચારા કરે ને ! ઉત્તર :- પંચકલ્યાણક (વખતે) શુભભાવ હોય, બીજું શું ? એ ક્રિયા તો જડની પરથી થાય છે અને શુભભાવ હોય તે પણ પોતાની ચીજ નથી. આહા...હા...! એ તો લખાણ આવ્યું છે, પાનું આવ્યું છે ને ! પાનું ! સૌરાષ્ટ્રમાં એમ કે, “શ્રીમદૂને લઈને દિગંબર ધર્મ શરૂ થયો, પછી કાનજીસ્વામીને લઈને દિગંબર ધર્મના મંદિરો થયા. છાપુ આવ્યું હતું. ક્યાંક એ છાપુ છે. કાલે બપોરે હતું. નથી ને ? ‘નિયમસાર' (છે). આ પાનું છે, આ. આમાં આવ્યું છે. અહીં કે દિનું પડ્યું હતું. સૌરાષ્ટ્રમાં દિગંબર જૈન સંપ્રદાય. લેખક : શ્રી સત્ય. એમ કરીને બધું નાખ્યું છે. “શ્રીમદૂને લઈને થયેલું પછી “કાનજીસ્વામીને લઈને સૌરાષ્ટ્રમાં જિનમંદિરો થયા, દિગંબર ધર્મ વિસ્તાર પામ્યો. આ..હા..! એ તો બહારની વાતું છે. બહાર થાય ને ન થાય, એની સાથે કાંઈ લેવાદેવા નથી). આહા.હા..! “મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીધ્ર સકાવાયોગ્ય છે. જેના ઝાડના મૂળિયાં કાપ્યા એના પાંદડાં થોડા દિમાં સુકાઈ જશે. એમ જેણે મિથ્યાત્વની ગાંઠ ગાળી નાખી અને સમ્યગ્દર્શન આત્માનું કર્યું અને બીજી પ્રવૃતિઓ જે થોડી છે એ થોડા કાળમાં સુકાઈ જવાની. આહાહા...! આવું કઠણ. હવે, સમકિતીને અશુભભાવ થાય તોપણ કહે છે કે, તેનો એ જાણનાર છે અને એને બંધ પડે એ નિશ્ચયથી નથી. મિથ્યાષ્ટિને ભક્તિ આદિ પુણ્યનો શુભભાવ હોય તો કહે છે કે, મિથ્યાષ્ટિને અનંત સંસારનું કારણ છે. રાગની સાથે એકતા અને સ્વભાવ સાથે એકતા, એમ આ વસ્તુ છે. આ..હા...! એ બેસવું કઠણ જગતને. આહા..! Page #308 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ લો ક૬૫૪ ) (શનિન) भावो रागद्वेषमोहेर्विना यो जीवस्य स्याद् आननिर्वृत्त एव। रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रबौधान् एषोऽभावः सर्वभावास्रवाणाम् ।।११४ ।। હવે, જે જ્ઞાનમયભાવ છે તે જ ભાવાસવનો અભાવ છે એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્ધ :- (નીવચા જીવને ચિ: જે (રાષિમોરે: વિના રાગદ્વેષમોહ વગરનો, [જ્ઞાનનિવૃત્ત: વ ભાવ:] જ્ઞાનથી જ રચાયેલો ભાવ રિચાત] છે અને સર્વાન્ દ્રવ્યવર્માસ્ત્રવગોપાત્ જૂન જે સર્વ દ્રવ્યકર્મના આસવના થોકને (અર્થાત્ જથ્થાબંધ દ્રવ્યકર્મના પ્રવાહને) રોકનારો છે, [ષ: સર્વ-માવાસ્ત્રવાર્ કમાવઃ] તે (જ્ઞાનમય) ભાવ સર્વ ભાવાસવના અભાવસ્વરૂપ છે. ભાવાર્થ – મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય ભાવ રાગદ્વેષમોહ વગરનો છે અને દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો છે, તેથી તે ભાવ જ ભાવ-આસવના અભાવસ્વરૂપ છે. સંસારનું કારણ મિથ્યાત્વ જ છે; તેથી મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ થતાં, સર્વ ભાવાસવનો અભાવ થયો એમ અહીં કહ્યું. ૧૧૪. શ્લોક ૧૧૪ ઉપર પ્રવચન હવે, જે જ્ઞાનમય ભાવ છે....” મિથ્યાત્વ ગયા પછી જે આત્મજ્ઞાન થયું અને આત્માની શ્રદ્ધા, સ્થિરતા આદિ (થયા) એ બધા આત્મભાવ થયા. અનંતા ગુણોની પર્યાય પ્રગટી એ બધી આત્મામય થઈ. સમકિત કહ્યું ને ! “સર્વ ગુણાંશ તે સમકિત”. જેટલા ગુણો છે એની વ્યક્ત અંશે બધી પર્યાય પ્રગટી એ બધા જ્ઞાનમય ભાવ છે, આનંદમય છે, સ્વભાવમય Page #309 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૯૧ છે. આહા..હા..! “તે જ ભાવાસવનો અભાવ છે...” જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવાસવનો અભાવ છે મિથ્યાત્વરૂપી ભાવાસવ. આ..હા..હા...! એનો અભાવ છે. “એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :–' લ્યો ! ૧૧૪ (કળશ). (શનિની भावो रागद्वेषमोहेर्विना यो जीवस्य स्याद् आननिर्वृत्त एव। रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रबौधान् एषोऽभावः सर्वभावास्रवाणाम् ।।११४ ।। જીવને જે રાગદ્વેષમોહ... વિના. એ મિથ્યાત્વ અને અનંતાનુબંધી એ લેવા. રાગદ્વેષમોહ વગરનો, જ્ઞાનથી જ રચાયેલો ભાવ... અહીં એમ કહે કે, બિલકુલ રાગ વિનાનો, એ નહિ. રાગની એકતાની બુદ્ધિવાળો રાગ-દ્વેષ, એ વિનાનો ભાવ. રાગ-દ્વેષ હો. ઈ તો વાત થઈ કે, અસ્થિરતામાં ગઈ. આહા..હા....! એકતામાં જે સંસારમાં હતો તે અસ્થિરતામાં સંસાર અલ્પ રહી ગયો. રાગની એકતાના મિથ્યાત્વ ભાવમાં જે સંસાર અનંત હતો એ અસ્થિરતામાં અલ્પ સંસાર રહી ગયો. એ અલ્પ સંસાર પણ સુકાય જવાનો, સ્વભાવની દૃષ્ટિના જોરથી. આહા..હા...! આવું છે. રાગદ્વેષમોહ વગરનો...” એટલે સમજાણું ? મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષ વિનાનો, એમ. બધા રાગ-દ્વેષ વિનાનો એમ નહિ. “જ્ઞાનથી જ રચાયેલો.” એ આત્માના સ્વભાવથી જ બનેલો. આહા...હા...! સમ્યકજ્ઞાન, સમ્યગ્દર્શન, શાંતિની સ્થિરતા, સ્વરૂપાચરણ, આનંદ, વીતરાગતા વગેરે. એ “જ્ઞાનથી જ રચાયેલો ભાવ છે અને...” “સર્વાન્ દ્રવ્યવર્માસ્ત્રવગોપાત્ “તે સર્વ દ્રવ્યકર્મના આસવના થોકને (અર્થાત્ જથ્થાબંધ દ્રવ્યકર્મના પ્રવાહને) રોકનારો છે, એટલે તે આવતો નથી, એમ. રોકનારાનો અર્થ ઈ. આવતો ને રોક્યો છે એમ નહિ. જે સર્વ દ્રવ્યકર્મના આસવના થોકને....” જે મિથ્યાત્વમાં અને અનંતાનુબંધીના ભાવમાં જે આસ્રવ આવતા એ થોક અહીંયાં સમકિતદર્શન, જ્ઞાન અને શાંતિની સ્થિરતાના ભાવમાં એ દ્રવ્યાસ્ત્રવ રુંધાય જાય છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીથી જે આસ્રવ આવતો એ આસવ રૂંધાય જાય છે. આહા..હા..! હવે આવું ઝીણું પડે માણસને. પછી એને જોડી દીધા, વ્રત ને તપ ને અપવાસ ને શરીરથી બ્રહ્મચર્ય પાળે એટલે થઈ ગયો ધર્મ ! હવે એવું તો અનંત વાર કર્યું છે, બાપા ! અંદર ભગવાન વીતરાગમૂર્તિ પડ્યો છે, એની એકતા વિના અને રાગની એકતા તૂટ્યા વિના જન્મ-મરણનો અંત એને આવતો નથી. આહા...હા....! આ તો ભવના અંતની વાત છે. આ..હા...! Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સમયસાર સિદ્ધિ-૬ સર્વ દ્રવ્યકર્મના આસવના થોક” “ગોવ' છે ને ? ‘ગોઘ’, ‘ગોલાન દ્રવ્યકર્માસવ શોધ’, ‘ગોધ મોટા. “ગોપાન એને રોકનારો છે. આહા..હા..! શું કહે છે ? આત્મા ચૈતન્ય ભગવાન જ્યાં રાગની એકતા તૂટીને સ્વભાવની એકતાનું પરિણમન કર્યું ત્યારે જે પહેલા મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ કાળે જે દ્રવ્યાસવનો થોક આવતો એ હવે અહીં આવતો નથી. રોક્યોનો અર્થ એ આવતો નથી. સમજાણું કાંઈ ? આવતો હતો ને રોક્યો છે, એમ નથી. એને એ આવતો જ નથી. એ આવવાનું પહેલા મિથ્યાત્વ વખતે હતું એ અત્યારે આવતું નથી, એમ. આવવાનું હતું એને રોક્યો છે, એમ નહિ. આવી વાતું છે. કથનમાં શું આવે ? સમજાવવું છે એમાં (આમ જ આવે). પહેલા આવતો હતો અને અત્યારે નથી આવતો એ અપેક્ષાએ એને રોક્યો છે એમ કહ્યું). સર્વ દ્રવ્યકર્મના આસવના...” આહા...હા...! “(જથ્થાબંધ દ્રવ્યકર્મના પ્રવાહને)...” રાગની એકતાબુદ્ધિમાં જથ્થાબંધ કર્મ આવતા. આહા...હા...! તે “રોકનારો છે,...” કોણ ? જ્ઞાનમય ભાવ, આત્મામય ભાવ. રાગની એકતાબુદ્ધિ વિનાનો સ્વભાવની એકતાનો ભાવ, કર્મના ઓઘને – થોકને રોકનારો છે. આહા..હા....! “Sષ સર્વ-માવાસ્ત્રવાળામું અમાવ:” અને “તે (જ્ઞાનમય) ભાવ સર્વ ભાવાત્સવના અભાવસ્વરૂપ છે.” બેય વાત લીધી. જડકર્મનો જે મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો થોક આવતો એ નથી આવતો અને જે મિથ્યાત્વ અને રાગ-દ્વેષનો આસ્રવ હતો, ભાવ. ભાવ, એ નથી. દ્રવ્યાસવ જે મિથ્યાત્વ અને અનંતાનુબંધી વખતે જે દ્રવ્યાસવ આવતા તે અહીંયાં સમ્યગ્દર્શનની પરિણતિમાં એ આવતો નથી અને તેને ભાવાસવ જે મિથ્યાત્વ ને રાગનો હતો એ ભાવાસવ અહીં નથી. દ્વવ્યાસ્ત્રવ અટકી ગયા અને ભાવાસ્રવ છે નહિ. અરે.. અરે..! ભાવાત્સવ એટલે આ મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો જે ભાવ તે ભાવાત્રંવ. છે ને સામે ? પુસ્તક છે કે નહિ ? આહા...હા...! તે જ્ઞાનમય) “ભાવ સર્વ ભાવાસવના અભાવસ્વરૂપ છે.” “સર્વ-માવાસ્ત્રવાર્ કમાવ:” આહા..હા..! એને દ્રવ્યાસવ મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો આવતો એ તો નથી સમ્યગ્દર્શન થતાં, રાગની એકતા તૂટતા અને મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો જે ભાવાસવ હતો એ પણ એને છે નહિ. દ્રવ્યાસવ આવતો નથી, ભાવાસવ છે નહિ. આહા...હા...! મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ભાવાત્સવ. ભાવાર્થ :- મિથ્યાત્વ રહિત ભાવ...” જ્ઞાતા-દષ્ટા સ્વભાવનો ભાવ, દયા, દાન, વ્રતાદિના વિકલ્પની એકતા વિનાનો ભાવ. આહા...હા.... તે જ્ઞાનમય છે. એ આત્મામય છે, એ સ્વભાવમય છે, એ શુદ્ધ છે. મિથ્યાત્વ રહિત ભાવ તે જ્ઞાનમય છે, સમકિતમય છે, શાંતિમય છે, વીતરાગ પર્યાયમય છે. એ ચોથે (ગુણસ્થાને) ! મુમુક્ષુ – અનંતાનુબંધીનો જાય છે. ઉત્તર :- એ અનંતાનુબંધીનો ગયો એટલી સ્વરૂપ આચરણ વીતરાગતા આવી. એ Page #311 -------------------------------------------------------------------------- ________________ ગાથા–શ્લોક-૧૧૪ ૨૯૩ ના પડે છે કે ઘણા ! (સમકિતીને) સ્વરૂપાચરણ નથી. ઓલો વિદ્યાસાગર’ ના પાડે છે, નહિ? “વિદ્યાસાગર’ નામ ને ? લખ્યું છે. એ ના પાડે છે. અરે... પણ પ્રભુ ! આહા..હા...! આત્મા જિનસ્વરૂપ ત્રિકાળ છે. એનું જ્યાં જિનસ્વરૂપનું ભાન થયું).. રાગથી એકતાબુદ્ધિમાં સંસાર હતો, મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો (ભાવ હતો), એ ભાવ હવે સમકિતના ભાવ વખતે એ ભાવ નથી. એ ભાવ નથી તો જ્ઞાનમય ભાવમાં, શ્રદ્ધામય આવ્યો, શાંતિમય આવ્યો, સ્થિરતા આવી, અંશે વીતરાગતા આવી, અંશે આનંદ આવ્યો. આહાહા..! જેટલી શક્તિઓ છે તેની અંશે વ્યક્ત દશા થઈ), એ જ્ઞાનમય ભાવ કીધો, રાગ નહિ. સમજાય છે ને ? આહાહા...! ભાષા તો સાદી છે. આવું સમજાય એવું છે. આહા..હા...! સંતોએ જગતને ન્યાલ કરી દીધા છે ! આહા...હા...! ન્યાકરણ એ લોકોમાં આવે છે. સ્વામીનારાયણ’ હતા ને ? “સ્વામીનારાયણ” જ્યાં ત્યાં દારૂને છોડાવે. ચાલકરણ. ન્યાલકરણ કહેતા એને. “સ્વામીનારાયણ” કાઠીમાં જાય માંસ છોડાવે, દારૂ છોડાવે, એવું છોડાવે એટલે લોકો કહે) વાલકરણ. ન્યાલકરણ. ન્યાકરણ. હવે એમાં શું ? આ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીની એકતાનો રાગ છોડાવ્યો એ ન્યાકરણ છે. આહા..હા..! અને ન્યાય જે આત્માનો ખ્યાલ છે એ પ્રગટ દશા થઈ. આહા..હા...! મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય ભાવ રાગદ્વેષમોહ વગરનો છે.” જોયું? ચોથે ગુણસ્થાને કે પાંચમે પણ જે નિર્મળ પરિણતિ થઈ એ તો રાગ-દ્વેષ-મોહ વગરની છે. મોહ એટલે મિથ્યાત્વ. રાગ-દ્વેષ અનંતાનુબંધી આદિ. એ વગરનું પરિણમન છે. આહાહા....! આસવ અધિકાર ! આગળ ૧૭૦ (ગાથામાં) લેશે. જઘન્યપણે છે એટલે યથાખ્યાત નથી ત્યાં સુધી એને આસવ આવે છે, પણ આ નહિ. રાગની એકતાબુદ્ધિનો મિથ્યાત્વ ભાવનો જે આસ્રવ એમાં દર્શનમોહ આવે છે. આહા..હા...! અને ચારિત્રમાં તે અનંતાનુબંધીનો ભાવ આવે છે. આહા..હા...! આ જ્ઞાનમય ભાવ રાગદ્વેષમોહ વગરનો છે...” મિથ્યાત્વ અને અનંતાનુબંધીના. મિથ્યાત્વ – મોહ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષ વિનાનો છે. આ..હા...! હવે આને સ્વરૂપાચરણ ન કહેવું ત્યારે શું કહેવું એને ? અહીં તો બિલકુલ રાગની એકતા વિનાનો ભાવ. અને બંધ અધિકારમાં પણ એ કહેશે, ઉપયોગમાં રાગને એકત્વ કરે છે એ બંધનું કારણ છે), એમ ત્યાં કહ્યું. રાગ બંધનું કારણ એમ નથી કહ્યું. આહાહા..! ઉપયોગની શરૂઆત કરી. બંધ અધિકારમાં, પાંચ ગાથા. ઉપયોગમાં રાગને એકત્વ કરે તે મિથ્યાત્વ બંધનું કારણ છે. આહાહા...! બંધ... બંધ અધિકાર ! ચારે કોરથી જુઓ તો... આહા...હા...! વસ્તુની ખબર ન મળે. સચ્ચિદાનંદ પ્રભુ અંદર પૂર્ણાનંદનો સાગર ! અનંત ગુણગંભીર મોટો દરિયો પડ્યો છે. છે અરૂપી પણ સ્વભાવનો દરિયો છે ઈ. આહા...હા...! એનું જ્યાં શ્રદ્ધા-જ્ઞાન થાય છે ત્યારે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના જે આસવ આવતા હતા એ અટકી ગયા અને ભાવાસવ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સમયસાર સિદ્ધિ-૬. જે મિથ્યાત્વના હતા એ પણ નથી. દ્રવ્યાસ્ત્રવ નથી અને ભાવાસવે નથી. આહા..હા... “એ દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો છે; તેથી તે ભાવ જ ભાવ-આસવના અભાવસ્વરૂપ છે. બેય લીધું. આહા..હા..! સમજાય છે કાંઈ ? “ઝાંઝરીજી ! આવી વાત (અલૌકિક વાત છે) ! આહા...હા....! કહે છે કે, જ્યાં મિથ્યાત્વની ગાંઠ ગળી ત્યાં અંદર જ્ઞાનમય ભાવ રહે છે અહીં તો. આહા..હા..! આત્મામય ! જ્ઞાનમય એટલે આત્મામય. આત્માના જે શુદ્ધ સ્વભાવ અનંત છે તેની પર્યાયમાં અનંત ભાવનો જ્ઞાનમય, આનંદમય, શાંતિમય, શ્રદ્ધામય એ બધી પર્યાયોની વ્યક્તતા એકલું પરિણમન જ રહે છે. આહા...હા...! એને દ્રવ્યકર્મ જે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના આવતા એ તો રોકાય ગયા પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના જે ભાવાત્રંવ છે એ જ્ઞાનમય ભાવમાં એ નથી. સમજાણું કાંઈ ? આહા...હા...! તેથી તે ભાવ જ ભાવ-આસવના અભાવસ્વરૂપ છે.” અહીં કીધું, જુઓ ! “સંસારનું કારણ મિથ્યાત્વ જ છે.” મિથ્યાત્વ જ કીધું છે. એકાંત કરી નાખ્યું નથી ? મિથ્યાત્વ જ સંસારનું કારણ છે ? પછી બીજા કોઈ કારણ નથી ? ભઈ ! બીજા છે ઈ અલ્પ છે એની ગણતરી નથી. અનંત અનંત નરક ને નિગોદના ભવ, બાપા! એ ચોરાશી લાખના અનંતા. અનંતા. અનંતા.. ભવ, એનું કારણ એક મિથ્યાત્વ જ છે. આહા...હા! સમકિત થાય પછી એક, બે-ચાર ભવ હોય ઈ કાંઈ ગણતરીમાં નથી, એ તો જ્ઞાનનું શેય છે. આહા...હા...! “સંસારનું કારણ મિથ્યાત્વ જ છે અને બીજે પણ આવે છે. મિથ્યાત્વ જ આસવ છે. ખરો તો એ જ આસવ છે. આહાહા..! હવે આ ટીકાકાર કરનારા આમ કહે છે. એને એકાંત કોઈ ઠરાવી દયે. લ્યો ! મિથ્યાત્વ જ સંસાર (એ) એકાંત છે. સાંભળને ! અને સમકિત છે તે જ મોક્ષનું કારણ અને મોક્ષ છે. જેમ મિથ્યાત્વ સંસાર છે તેમ સમ્યગ્દર્શન તે મોક્ષ છે. આહા...હા...! કેમકે મોક્ષ – મુક્ત સ્વરૂપ, એની પ્રતીતિ અનુભવમાં આવી તે મુક્ત સ્વરૂપ જ છે. આ...હા...! “પ્રવચનસારમાં કહ્યું ને ! પાંચ ગાથા ! પાંચ ગાથા મોક્ષમાર્ગની છે છતાં મોક્ષતત્ત્વ કહ્યું છે. આહા..હા.! શું શૈલી ! નિજ સ્વભાવને પ્રાપ્ત કરવા માટેની શૈલી ! આ..હા...હા! બીજા લાખ ક્રિયાકાંડો કરે, દયા ને વ્રત ને તપ ને ભક્તિ ને પંચ લ્યાણક કરે ને બધા ગરથ કાઢે. આ સમ્યગ્દર્શનની શ્રદ્ધાના ભાન વિના એ બધા સંસાર ખાતે છે. આહાહા..! સંસારનું કારણ મિથ્યાત્વ જ છે.” “જ”, “જ' છે, એમ કીધું છે. ત્યારે પછી અવ્રત ને પ્રમાદ, કષાય નહિ ? આ જ કારણ છે ? એ અનંત સંસારનું કારણ નથી. તેથી મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ થતાં, સર્વ ભાવાત્સવનો અભાવ થયો એમ અહીં કહ્યું.” એ જાતના સર્વ ભાવાત્રંવ જે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના, (એ) સર્વ ભાવનો એને અભાવ થયો. સર્વ ભાવનો – આસવનો અભાવન થયો એમ અહીંયાં કહ્યું. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) Page #313 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૧૬૯ આથા-૧૯/ अथ ज्ञानिनो द्रव्यास्त्रवाभावं दर्शयति . ૨૯૫ पुढवीपिंडसमाणा पुव्वणिइबद्धा दु पच्चया तस्स । कम्मसरीरेण दु ते बद्धा सव्वे वि णाणिस्स । । १६९ ।। पृथ्वीपिण्डसमानाः पूर्वनिबद्धास्तु प्रत्ययास्तस्य । कर्मशरीरेण तु ते बद्धाः सर्वेऽपि ज्ञानिनः । ।१६९ ।। ये खलु पूर्वमज्ञानेन बद्धा मिथ्यात्वाविरतिकषाययोगा द्रव्यास्रवभूताः प्रत्ययाः, ते ज्ञानिनो द्रव्यान्तरभूता अचेतनपुद्गलपरिणामत्वात् पृथ्वीपिण्डसमानाः । ते तु सर्वेऽपिलस्वभावत एव कार्माणशरीरेणैव सम्बद्धाः, न तु जीवेन । अतः स्वभावसिद्ध एव द्रव्यास्त्रवाभावो ज्ञानिनः। હવે, જ્ઞાનીને દ્રવ્યાસવનો અભાવ છે એમ બતાવે છે : જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને, છે પૃથ્વીપિંડ સમાન ને સૌ કર્મશરીરે બદ્ધ છે. ૧૬૯. ગાથાર્થ :- [તત્ત્વ જ્ઞાનિનઃ] તે જ્ઞાનીને પૂર્વનિવદ્ધાઃ તુ પૂર્વે બંધાયેલા સર્વે અ]િ સમસ્ત [પ્રત્યયાઃ] પ્રત્યયો [પૃથ્વીપિન્ડસમાનાઃ] માટીનાં ઢેફાં સમાન છે [] અને [] તે [ર્મશરીરે] (માત્ર) કાર્મણ શરીર સાથે [વદ્વા:] બંધાયેલ છે. ટીકા :– જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસવભૂત પ્રત્યયો છે, તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદ્દગલપરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીનાં ઢેફાં સમાન છે (–જેવા માટી વગેરે પુદ્ગલસ્કંધો છે તેવા જ એ પ્રત્યયો છે); તે તો બધાય, સ્વભાવથી જ માત્ર કાર્પણ શરીર સાથે બંધાયેલા છે – સંબંધવાળા છે, જીવ સાથે નહિ; માટે જ્ઞાનીને વ્યાસવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે. - ભાવાર્થ :– જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાસવસમૂહ પ્રત્યયો છે તે તો માટીનાં ઢેફાંની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે. તેમનો બંધ અથવા સંબંધ પુદ્ગલમય કાર્મણ શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નથી. માટે જ્ઞાનીને દ્રવ્યાસવનો અભાવ તો સ્વભાવથી જ છે. (વળી શાનીને Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ સમયસાર સિદ્ધિ-૬ ભાવાસવનો અભાવ હોવાથી, દ્રવ્ય આસવો નવાં કર્મના આસવણનું કારણ થતા નથી તેથી તે દૃષ્ટિએ પણ જ્ઞાનીને દ્રવ્ય આસવનો અભાવ છે). પ્રવચન નં. ૨૪૮ ગાથા–૧૬૯ થી ૧૭૧, શ્લોક-૧૧૫ શુક્રવાર, જેઠ સુદ ૧૩, તા. ૦૮-૦૬-૧૯૭૯ સમયસાર ૧૬૯ ગાથા. હવે, જ્ઞાનીને દ્રવ્યાસવનો અભાવ છે એમ બતાવે છે – ભાવાત્રવનો અભાવ છે એમ તો પહેલે કહ્યું. ઈ ભાવાત્રવ એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી રાગ-દ્વેષ, એનો આસ્રવ એને નથી. એથી સમ્યક્દૃષ્ટિને એ દૃષ્ટિ વિપરીતનો જે આસવ હતો તે આસવ નથી, ભાવાસવ (નથી). હવે અહીં દ્રવ્યાસવ કહે છે. पुढवीपिंडसमाणा पुव्वणिइबद्धा दु पच्चया तस्स। कम्मसरीरेण दु ते बद्धा सव्वे वि णाणिस्स।।१६९।। જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને, છે પૃથ્વીપિડ સમાન ને સૌ કર્મશરીરે બદ્ધ છે. ૧૬૯. ટીકા :- જે પૂર્વે સમ્યગ્દર્શન, આત્મજ્ઞાન પામ્યા પહેલાં અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ...” પ્રમાદ નથી નાખ્યો. પાંચ છે ને ! મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય (અને યોગ)). કષાયમાં પ્રમાદ લઈ લીધો. ‘મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસવભૂત પ્રત્યયો...' ખૂબી શું છે કે, જે કર્મ પડ્યા છે એને દ્રવ્યાસ્રવ કહે છે. જડ. જડ ! ઉદયને તો કહે પણ આ જડ આઠ કર્મ પડ્યા છે. અજ્ઞાનથી પહેલા બાંધેલા એને અહીંયાં દ્રવ્યાસ્ત્રવ (કહે છે). જડ પરમાણુ પડ્યા (છે) તેને દ્રવ્યાસ્ત્રવ કહે છે. પડ્યા છે એને. મુમુક્ષુ :- ઉદય આવે ત્યારે ખરે ને નવા થાય. ઉત્તર :ઈ જુદી વસ્તુ, ઈ પછી. આ તો પૂર્વના પડ્યા છે દ્રવ્યાસવ એ જડ છે. એ તો જડ છે પણ એને દ્રવ્યઆસ્રવ કહ્યા, એમ કહેવું છે. અજ્ઞાનથી પહેલા બંધાયેલા જે જડ કર્મ આત્માના પ્રદેશ પરદ્રવ્ય તરીકે પડ્યા છે અને અહીંયાં દ્રવ્યઆસ્રવ કહ્યા. દ્રવ્યાસવ છે, છે એને. તે દ્રવ્યાસવભૂત પ્રત્યયો.” કીધા ને ? એ જડ આસવો છે. તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો....” એ તો પૂર્વે બંધાયેલા પરમાણુ અન્ય દ્રવ્યસ્વરૂપ છે. સ્વદ્રવ્ય સ્વરૂપ નથી તેમ Page #315 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૬૯ ૨૯૭ સ્વદ્રવ્યમાં જે વિપરીત વિકાર થાય એ પણ એ નથી. એ તો જડ પરમાણુ છે. “અન્ય દ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન” એ અનેરા જડ આઠ કર્મ અન્યદ્રવ્યસ્વરૂપ આસ્રવો અચેતન પુદ્ગલપરિણામવાળા હોવાથી...” એ પુગલના પરિણામ છે. આહાહા...! જ્ઞાનીને માટીનાં ઢેફાં સમાન છે.” ધર્મીને, જેમ માટીનું ઢેફુ ભિન્ન છે તેમ એ જડ કર્મ તો અજ્ઞાનીને પણ એના આત્માથી ભિન્ન છે. અહીંયાં તો ધર્મી (જેને) આત્મજ્ઞાન થયું, ચૈતન્ય અખંડ અભેદ સ્વરૂપ પૂર્ણ પરમાત્મ સ્વરૂપનું સમ્યગ્દર્શનમાં પર્યાયમાં ભાન થયું, ભાન તો પર્યાયમાં થાય છે ને ! તો શેનું ભાન ? અખંડ પરમ પંચમભાવ જ્ઞાયકભાવ ધ્રુવભાવ અખંડ ભાવ, એકરૂપ સ્વભાવભાવ, એનું જ્યાં સમ્યકજ્ઞાન થયું અને આ જડકર્મ પડેલા છે એ માટીનાં ઢેફાં સમાન છે. અજીવ છે ને, અજીવ ! | ‘-જેવા માટી વગેરે પુદ્ગલસ્કંધો છે તેવા જ એ પ્રત્યયો છે); જડ પરમાણુ માટી છે. જેમ આ માટી બહારની છે એમ એ માટી છે. આહા....! તે તો બધાય, સ્વભાવથી જ માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલા છે..” એમ પાઠ છે ને એ તો ! “ સરીરે વલ્કા’ એ કાર્મણ શરીર સાથે રજકણોનો બંધ છે. આત્માની સાથે એને કંઈ સંબંધ છે નહિ. આહાહા...! “જીવ સાથે નહિ.” “કાર્પણ શરીર સાથે બંધાયેલા છે–સંબંધવાળા છે,” એટલો તો પાઠ છે. પછી આચાર્યે એમાંથી કાઢ્યું કે, “જીવ સાથે નહિ.” જડ આઠ કર્મના પરમાણુ પડ્યા છે એ અજીવ છે. એ અજીવ દ્રવ્ય તરીકે છે, જીવદ્રવ્ય તરીકે નથી. માટે જ્ઞાનીને...” આહા..હા...! ત્રિકાળ જ્ઞાયકભાવ ભૂતાર્થ ભાવ, અખંડ પૂર્ણ સ્વભાવ ભાવ, એનું જ્યાં સમ્યગ્દર્શન અને જ્ઞાન થયું એને દ્રવ્યાસવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે. એ જડ છે એ તો જડમાં છે, આત્માને કાંઈ સંબંધ નથી. એ તો સ્વભાવથી જ, અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે. ભાવાર્થ:- “જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાસવભૂત પ્રત્યયો...” એને પ્રત્યય કીધા. પડ્યા છે એને આસવ કીધા. તે તો માટીનાં ઢેફાંની માફક પુદ્ગલમય છે.” અજીવમય પુગલ (છે). તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિ ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે.” આહા...હા....! આમ્રવની વ્યાખ્યા ચાલે છે. આસ્રવ બે પ્રકારના – દ્રવ્યાસવ અને ભાવાસવ. ભાવાસવ મિથ્યાત્વ અને રાગ-દ્વેષ, સમ્યગ્દર્શન થતાં ભાવાર્સવનો પણ અભાવ છે. બીજા અસ્થિરતાના ભાવ છે એની અહીં ગણતરી નથી અને દ્રવ્યાસવ તો જડ છે. એટલે જ્ઞાનીને દ્રવ્યાસ્ત્ર અને ભાવાત્રંવ બેય નથી. આહાહા...! અહીં સમ્યગ્દર્શનની અપેક્ષાએ (વાત) છે, હોં! સર્વથા આસ્રવ નથી જ (એમ નહિ). મિથ્યાત્વ અને અનંતાનુબંધી એ સંબંધીના પરિણામ એને નથી. એથી ભાવાસવ નથી. જડ આસ્રવ પણ અજીવ છે. એ તો સ્વભાવથી જ પુદ્ગલ છે. માટીનાં ઢેફાંની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સમયસાર સિદ્ધિ-૬ જીવથી ભિન્ન છે. તેમનો બંધ અથવા સંબંધ...” આહા...હા....! પુદ્ગલમય.” “બદ્ધ' શબ્દ પડ્યો છે ને ! “મ્મસરીરે વા' “વદ્ધાનો અર્થ કર્યો છે બદ્ધ અથાવ સંબંધ. એમ. એ કાર્મણશરીર સાથે એને બંધ, સંબંધ છે, આત્મા સાથે કાંઈ સંબંધ નથી. આહા..હા...! ચિન્મય જીવ સાથે નથી.” ભગવાન તો ચિન્મય, જ્ઞાનમય (છે). આહા...હા...! એકલો જ્ઞાયકભાવ, એની સાથે એને કાંઈ સંબંધ છે નહિ. ચૈતન્યજ્યોતિ ઝળહળ જ્યોતિ જ્ઞાયકભાવની સાથે એને કાંઈ સંબંધ નથી. માટે જ્ઞાનીને દ્રવ્યાસવનો અભાવ તો સ્વભાવથી જ છે. વળી જ્ઞાનીને ભાવાસવનો અભાવ હોવાથી, દ્રવ્ય આસવો નવાં કર્મના આસવણનું કારણ થતા નથી.” બીજું કારણ મૂકી દીધું. એક તો દ્રવ્યાસ્ત્રવ જડ છે માટે આત્માની સાથે સંબંધ નથી. બીજું કે, ધર્મીને ભાવાત્સવનો અભાવ હોવાથી, દ્રવ્ય આસવો નવાં કર્મના આસવણનું કારણ થતા નથી)” જુના કર્મ જ્ઞાનીને નવા આસવનું કારણ થતું નથી. માટે પણ તે ભિન્ન છે, એમ કહેવું છે). આહા..હા..! મુમુક્ષુ :- રાગ-દ્વેષ-મોહ નથી. ઉત્તર :- નથી, રાગ-દ્વેષ-મોહ નથી. માટે દ્રવ્યાસ્ત્રવથી નિમિત્તમાં થઈને ભાવાસ્રવ થવો જોઈએ તે તો છે નહિ તેથી તે દ્રવ્યાસવ જડ છે અને તેનાથી ભાવાસવ થતા નથી માટે પણ એ પર છે એમ સિદ્ધ કરવું છે. તે દૃષ્ટિએ પણ જ્ઞાનીને દ્રવ્ય આસવનો અભાવ છે).' •••••••••••••••••••••••••••••••• લોક ૧૧૫ ) (૩૫નાતિ) भावासावाभावमयं प्रपन्नो द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः । ज्ञानी सदा ज्ञानमयै कभावो निरास्रावो ज्ञायक एक एव ।।११५ ।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્ધઃ- [માવત્રિવ-માવત્ પ્રપન્ન.] ભાવાસવોના અભાવને પામેલો અને દિવ્યગ્નવેમ્યઃ સ્વતઃ વ મિન્ના દ્રવ્યાસવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો [શય જ્ઞાની] આ જ્ઞાની Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૫ ૨૯૯ રિસરા જ્ઞાનમય-વ-ભાવ:] કે જે સદા એક જ્ઞાનમય ભાવવાળો છે તેનું નિરાત્રવ:] નિરાસવ જ છે, પિ: જ્ઞાવ: વી માત્ર એક જ્ઞાયક જ છે. ભાવાર્થ – રાગદ્વેષમોહરૂપ ભાવાસવનો જ્ઞાનીને અભાવ થયો છે અને દ્રવ્યાસવથી તો તે સદાય સ્વયમેવ ભિન્ન જ છે કારણ કે દ્રવ્યાસ્ત્રવ પુદ્ગલપરિણામસ્વરૂપ છે અને જ્ઞાની ચૈતન્યસ્વરૂપ છે. આ રીતે જ્ઞાનીને ભાવાસવ તેમ જ દ્રવ્યાસવનો અભાવ હોવાથી તે નિરાસવ જ છે. ૧૧૫. શ્લોક ૧૧૫ ઉપર પ્રવચન હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :- ૧૧૫ (કળશ). भावासावाभावमयं प्रपन्नो द्रव्यासवेभ्यः स्वत एव भिन्नः । ज्ञानी सदा ज्ञानमयै कभावो निरास्रावो ज्ञायक एक एव ।।११५ ।। આમાંથી ઘણા કાઢે કે, સમકિતીને નથી, એ તો વીતરાગી સમકિતીને નથી. સાતમા ગુણસ્થાને. આ ટીકામાં પણ છે ને ! પંચમ ગુણસ્થાન ઉપરાંત. “મુખ્ય' શબ્દ પાછો પડ્યો છે. ગૌણતા છે. આહાહા..! મુખ્ય તરીકે પંચમ ગુણસ્થાન ઉપરની વાત આમાં છે. પણ ગૌણ તરીકે સમકિતીને પણ અહીંયાં લીધા છે. આહા..હા...! કારણ કે મિથ્યાત્વ એ જ આસ્રવ અને સંસાર છે. એ જ્યાં ગયું એટલે અલ્પ આસ્રવ જે છે ઈ પછી ગણતરીમાં નથી. એ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. ભાવાસવોના અભાવને પામેલો...” દૃષ્ટિની મહિમા. જ્ઞાનું અને સમ્યગ્દર્શન ત્રિકાળી દ્રવ્યનું ભાન, એની મહિમા કહે છે. ‘ભાવાસવોના અભાવને પામેલો.” ધર્મી. વ્યાસ્ત્રવેમ્યઃ સ્વત વ મિત્ર: દ્રવ્યાસવોથી તો સ્વભાવથી જ ભિન્ન...” એ તો અજીવ છે. ભાવાત્સવ તો હજી એના પરિણામમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીના થાય. એનો અભાવ છે. મિથ્યાષ્ટિના પરિણામમાં રાગ હું છું, પુણ્ય હું છું, એવો મિથ્યાત્વ ભાવ અને એના સંબંધી અનંતાનુબંધીનો રાગ-દ્વેષ થાય છે. એ જ ખરેખર તો સંસાર અને આસ્રવ છે. ત્યારે ખરેખર ભગવાન આત્મા પૂર્ણ છે એનું અંદર જ્યાં ભાન થતાં એ ભાવાત્સવ એને હોતો નથી. આહાહા. દ્રવ્યાસવોથી તો સ્વભાવથી જ ભિન...” છે. એ તો એના પરિણામમાંય નથી. અજ્ઞાનીના પરિણામમાં પણ દ્રવ્ય જડ છે એ તો છે નહિ. અજ્ઞાનીના પરિણામમાં તો મિથ્યાત્વ અને Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સમયસાર સિદ્ધિ-૬. અનંતાનુબંધીનો ભાવ હતો. એ પરિણામ જ્ઞાનીને નથી તેથી ભાવાસવનો અભાવ છે. દ્રવ્યાસવ તો જડ છે. આહા...હા...! “સદા એક જ્ઞાનમય ભાવવાળો છે તે નિરાસવ જ છે...” જ છે, જોયું ? નિરાસવ જ છે. “વ જ્ઞાય વ’ આહા...હા...! “માત્ર એક જ્ઞાયક જ છે.” જાણનાર-દેખનાર જ આત્મા તો છે. બસ ! એ જ્ઞાયક પરિણમે એનો અર્થ છે. જ્ઞાયક છે એવું જે જાણ્યું એના પરિણામ જ્ઞાતા-દષ્ટાના થયા. ત્રિકાળી જ્ઞાયક છે જે પ્રમત્ત-અપ્રમત્ત નથી ને જ્ઞાયક કીધો ને ! છઠ્ઠી ગાથા. એ જ્ઞાયક છે એવું તો પરિણામમાં ભાન થાય છે. સમ્યગ્દર્શન, જ્ઞાનમાં એ પરિણામમાં જ્ઞાયક છે એવું જ્ઞાયક થયું, એને જ્ઞાયકના જ પરિણામ રહે છે. જાણનારદેખનારના પરિણામ રહે છે. ભાવાત્સવ ને દ્રવ્યાસવ બેય નથી. આહા...હા...! “ જ્ઞાય પવ' એમ શબ્દ છે, જોયું ? “માત્ર એક જ્ઞાયક જ જ્ઞાયક જ. જ્ઞાયક શબ્દ ત્રિકાળી જ્ઞાયક દૃષ્ટિમાં છે પણ પરિણામમાં જાણવા-દેખવાનો ભાવ થાય છે. ઈ જ્ઞાયક જ છે – જાણનાર જ છે. આહાહા....! રાગાદિ થાય છે તેનો એ પોતે પોતાના જ્ઞાનપર્યાયમાં સ્વપર પ્રકાશકના પોતાના સામર્થ્યથી જાણે-ખે છે. આહાહા..! આવું ઝીણું. ભાવાર્થ – રાગદ્વેષમોહસ્વરૂપ ભાવાસવનો...” મિથ્યાત્વ સંબંધી ‘જ્ઞાનીને અભાવ થયો છે.” આમાંથી કાઢે કે, જ્ઞાનીને કાંઈ છે જ નહિ. આસ્રવ નથી, દુઃખ નથી. “દીપચંદજી કાઢતા ને ! જ્ઞાનીને દુઃખ ન હોય એટલે આસ્રવ હોય નહિ. આહાહા! અહીં તો મિથ્યાત્વ સંબંધીના રાગ-દ્વેષની વાત છે. આહાહા..! ઈ તો કહેશે, હમણા જ કહેશે. એકાંત સમજે એમ ચાલે ? જેવું સ્વરૂપ છે એવું સમજવું જોઈએ). આહા..હા...! જ્ઞાયકનું ભાન થયું એટલા સંબંધીના એના ભાવાસવ નથી. બાકી બીજા ભાવાસવ છે તે જ્ઞાતાનું શેય છે. જાણનાર (છે) એમ અહીં અત્યારે સિદ્ધ કરવું છે. પછી પાછું સિદ્ધ કરશે કે, જ્ઞાનીને યથાખ્યાત ચારિત્ર નથી ત્યાં સુધી આસવ છે. આહાહા...! આસ્રવ છે એટલું દુઃખ છે. આસ્રવ પોતે દુઃખ છે. આહાહા...! “જ્ઞાની ચૈતન્યસ્વરૂપ છે. આહા..હા...! દ્રવ્યાસવ પૂગલપરિણામસ્વરૂપ છે. ધર્મી ચૈતન્યસ્વરૂપ છે. આહા...હા..! “આ રીતે જ્ઞાનીને ભાવાસવ તેમ જ દ્વવ્યાસવનો અભાવ હોવાથી તે નિરાસવ જ છે. અહીં તો નિરાસ્રવ જ છે એમ કહ્યું. કથંચિત નિરાસવ છે ને કથંચિત સાસવ (છે), એમ ન નાખ્યું. મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી નિરાસવ જ છે. આહા...હા...! એ છ ખંડના રાજમાં હોય છ— હજાર સ્ત્રીના વૃંદમાં હોય છતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો આસ્રવ નથી. તેથી તે ચૈતન્યસ્વરૂપી ભગવાન એ અપેક્ષાએ નિરાસવ છે. બાકી બીજા પરિણામ છે એ આસ્રવ છે, ઈ પછી કહેશે. અહીંથી નીકળી જાય છે એ પરિણામ એને નથી જ, એમ નહિ. આહા..હા...! Page #319 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૧૭૦ ગાથા-૧૦૦ कथं ज्ञानी निरास्रव इति चेत् - चउविह अणेयभेयं बंधते णाणदंसणगुणेहिं । ૩૦૧ समए समए जम्हा तेण अबंधो ति णाणी दु । ।१७० ।। चतुर्विधा अनेकभेदं बध्नन्ति ज्ञानदर्शनगुणाभ्याम् । समये समये यस्मात् तेनाबन्ध इति ज्ञानी तु ।।१७० ।। ज्ञानी हि तावदात्रवभावनाभिप्रायाभावान्निरास्रव एव । यत्तु तस्यापि द्रव्यप्रत्ययाः प्रतिसमय-मनेकप्रकारं पुद्गलकर्म बध्नन्ति तत्र ज्ञानगुणपरिणाम एव हेतुः । હવે પૂછે છે કે જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે ? તેની ઉત્તરની ગાથા કહે છે :ચઉવિધ પ્રત્યય સમયસમયે જ્ઞાનદર્શનગુણથી બહુભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તો બંધક નથી. ૧૭૦. ગાથાર્થ :– [ચસ્મા] કારણ કે ચિતુર્વિધાઃ] ચાર પ્રકારના દ્રવ્યાસવો [જ્ઞાનવર્શનમુળામ્યાનું જ્ઞાનદર્શનગુણો વડે [સમયે સમયે સમયે સમયે [અનેમેવ] અનેક પ્રકારનું કર્મ વિઘ્નત્તિ] બાંધે છે [તેના તેથી [જ્ઞાની નુ શાની તો [અવન્ધ: રૂ]િ અબંધ છે. ટીકા :– પ્રથમ, જ્ઞાની તો આસવભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે નિરાસવ જ છે; પરંતુ જે તેને પણ દ્રવ્યપ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદ્ગલકર્મ બાંધે છે, ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે. ગાથા ૧૭૦ ઉપર પ્રવચન હવે પૂછે છે કે જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે ?” ૧૭૦ (ગાથા). चउविह अणेयभेयं बंधते णाणदंसणगुणेहिं । समए समए जम्हा तेण अबंधो ति णाणी दु ।।१७० ।। ચઉવિધ પ્રત્યય સમયસમયે જ્ઞાનદર્શનગુણથી બહુભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તો બંધક નથી. ૧૭૦. Page #320 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ ટીકા :– પ્રથમ, જ્ઞાની તો આસવભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે...’ આ, આ સિદ્ધાંત ! અજ્ઞાનીને મિથ્યાશ્રદ્ધા અને રાગ-દ્વેષની ભાવના છે. કારણ કે વસ્તુ શુદ્ધ ચિદાનંદ આત્મા અનુભવમાં આવ્યો નથી, દૃષ્ટિમાં આવ્યો નથી. તેથી અજ્ઞાનીને તો એકલા મિથ્યાત્વ અને અનંતાનુબંધીના પિરણામ, ભાવ હોય છે. જ્ઞાનીને તો આસ્રવભાવની ભાવનાનો અભાવ છે. જોયું ? અભિપ્રાય. અજ્ઞાનીને તો અભિપ્રાયમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષની ભાવના છે. કારણ કે વસ્તુ ચિદાનંદ અખંડ આનંદ, એની તો શ્રદ્ધા ને જ્ઞાન થયા નથી. એથી અજ્ઞાનીને ભાવના મિથ્યાશ્રદ્ધા અને રાગ-દ્વેષની ભાવના છે, જ્ઞાનીને એ ભાવના નથી. એ રીતે લીધું. જ્ઞાની તો આસવભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે...' જોયું ? અભિપ્રાય નથી એનો. આહા..હા...! સમકિતી ધર્મી જીવને આસ્રવ ભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે. અભિપ્રાયમાં રાગ ને મિથ્યાત્વની ભાવના નથી. અભિપ્રાય તો સમ્યગ્દર્શન ને શાંતિનો અભિપ્રાય છે. આહા..હા...! પૂર્ણ આનંદનો જે અભિપ્રાય છે તે આનંદની ભાવનાવાળો છે. એ આસવની ભાવનાવાળો નથી. આહા..હા...! આવી વાતું હવે. જ્ઞાની તો આસવભાવની ભાવના, એનો જે અભિપ્રાય એના અભાવને લીધે ‘નિરાસવ જ છે;...’ આ અપેક્ષા લેવી. અભિપ્રાયમાં એની ભાવના નથી માટે નિરાસ્રવ છે. આવું તો ચોખ્ખું કર્યું. તદ્દન નિરાસ્રવ જ છે એમ નથી. અભિપ્રાયની વાત (છે). આહા..હા...! અને એમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન, એનું માહાત્મ્ય વર્ણવ્યું છે. એ મિથ્યાત્વ ને રાગ-દ્વેષની ભાવના ત્યાં કાં છે ? અરે..! દયા, દાનના પરિણામની ભાવના એને નથી કે, આ હોય તો ઠીક. આહા..હા....! દયા, દાન, વ્રત(ના) પરિણામ આવે પણ અભિપ્રાયમાં એને રાખવાને લાયક છે) ને કરવા લાયક છે એવી ભાવના નથી. આહા..હા...! કેટલું સ્પષ્ટ કર્યું છે ! પરંતુ જે તેને પણ દ્રવ્યપ્રત્યયો...' એને પણ જે દ્રવ્યાસવો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદ્ગલકર્મ બાંધે છે...' એ જૂના કર્મ છે એ ઉદય આવે અને નવા કર્મ બાંધે છે. ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે.' કહે છે કે, એ તો પરનું કારણ (છે). આ જ્ઞાનગુણનું પરિણમન તો ભિન્ન છે. જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ નથી. આહા..હા...! જ્ઞાન અને સમિકતનો ભાવ તે બંધનું કારણ નથી. તેને પૂર્વનું કર્મ બંધાયેલું ઉદય આવીને બંધ કરે પણ એ જ્ઞાન ને શ્રદ્ધાનો ભાવ એ નથી. એ અસ્થિરતાનો ભાવ છે એથી જ્ઞાનનું પિરણમન તે બંધનું કારણ નથી. પણ જે ઉદય આવીને નવા રાગ-દ્વેષ થયા અને બંધાય એ ૫૨માં જાય છે. શેયમાં (જાય છે). આહા..હા...! ૩૦૨ “પુદ્ગલકર્મ બાંધે છે, ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે.’ એટલે ? હિણી દશા છે, હિણી દશા છે એ કારણે ત્યાં રાગ-દ્વેષ થાય અને (કર્મ) બંધાય છે. એમ ઈ કહેશે. એ કહે છે હવે, જુઓ ! Page #321 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૧૭૧ ತಿಂತಿ ગાથા-૧૭૧ ) कथं ज्ञानगुणपरिणामो बन्धहेतुरिति चेत - जम्हा दु जहण्णादो णाणगुणादो पुणो वि परिणमदि। अण्णत्तं णाणगुणो तेण दु सो बंधगो भणिदो।।१७१।। यस्मातु जघन्यात् ज्ञानगुणात् पुनरपि परिणमते। अन्यत्वं ज्ञानगुणः तेन तु स बन्धको भणितः ।।१७१।। ज्ञानगुणस्य हि यावज्जघन्यो भावः तावत् तस्यान्तर्मुहूर्तविपरिणामित्वात् पुनः पुनरन्यतयास्ति परिणामः । स तु, यथाख्यातचारित्रावस्थाया अघस्तादवश्यम्भाविरागसद्भावात्, बन्धहेतुरेव स्यात्। હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છે : જે જ્ઞાનગુણની જઘન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો, ફરીફરી પ્રણમતો અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧. ગાથાર્થ – ચિરમાત્ તા કારણકે [જ્ઞાન:] જ્ઞાનગુણ, નિધચાત્ જ્ઞાન ગુII] જઘન્ય જ્ઞાનગુણને લીધે પુનરપિ ફરીને પણ [બન્યત્વે) અન્યપણે [પરિણમતે પરિણમે છે, તિન તા તેથી ]િ તે (જ્ઞાનગુણ) વિશ્વ:] કર્મનો બંધક [મતિ:] કહેવામાં આવ્યો છે. ટીકા :– જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે (–ક્ષાયોપથમિક ભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહૂર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. તે (જ્ઞાનગુણનું જઘન્ય ભાવે પરિણમન), યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે અવયંભાવી રાગનો સદ્ભાવ હોવાથી, બંધનું કારણ જ છે. ભાવાર્થ – ક્ષાયોપથમિક જ્ઞાન એક ય પર અંતર્મુહૂર્ત જ થંભે છે, પછી અવય અન્ય શેયને અવલંબે છે; સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે. પછી વિપરિણામ પામે છે. માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવદશામાં હોવથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સમયસાર સિદ્ધિ-૬ રાગભાવનો સદ્ભાવ હોય છે અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે. ગાથા ૧૭૧ ઉપર પ્રવચન હવે પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે?” જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ ? એક કોર તમે કહો કે, જ્ઞાન ને શ્રદ્ધાનો અભિપ્રાય નથી માટે બંધ નથી. વળી કહો કે બંધનું કારણ જ્ઞાનનું પરિણમન છે. આહા...હા...! એ “જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે ? તેના ઉત્તરની ગાથા કહે છે :- ૧૭૧ (ગાથા). जम्हा दु जहण्णादो णाणगुणादो पुणो वि परिणमदि। अण्णत्तं णाणगुणो तेण दु सो बंधगो भणिदो।।१७१।। જે જ્ઞાનગુણની જઘન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો, ફરીફરી પ્રણમતો અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧. ટીકા :- “જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે.” જોયું ? જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર નથી અને જ્યાં સુધી પૂર્ણ સ્થિરતાના પરિણામ નથી ત્યાં સુધી જ્ઞાનગુણનો વર્તમાન જઘન્ય ભાવ પરિણમન છે. થોડો ભાવ પરિણમ્યો છે, એમ. (–ક્ષયોપથમિક ભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહૂર્તમાં વિપરિણામ (વિપરીત પરિણામ) પામતો હોવાથી.” આહા...હા...! “ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે.” જ્ઞાન અંતર્મુહૂર્ત જ સ્થિર રહી શકે છે. પછી ફરીને એને રાગ થાય વિના રહેતો જ નથી. આહા..હા..! પહેલા ના પાડી. ઈ અભિપ્રાયની અપેક્ષાએ ના પાડી હતી. ચારિત્રના દોષની અપેક્ષાએ છે. એને નથી જ એમ કરી નાખે. સમ્યકુદૃષ્ટિ થયો એટલે કાંઈ જરીયે આસવ નથી, જરીયે દુઃખ નથી... આ.હા....! તો પૂર્ણ સુખ અને પૂર્ણ (શાંતિ) હોવી જોઈએ. આહા..હા...! અટકવાના સાધન ઘણા, છૂટવાનું એક. આહા...! ભગવાન પરિપૂર્ણ સ્વરૂપ એક જ એનો આશ્રય છૂટવાનું કારણ. બાકી અટકવાના સાધન અનંતમાંથી કંઈક કંઈક કંઈક અટકીને અનાદિકાળથી મિથ્યાત્વમાં પડીને બંધન કરે છે. શું કીધું અહીંયાં ? “જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય.... નામ ક્ષયોપશમ ભાવ છે, ક્ષાયિક ભાવ નથી ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહૂર્તમાં વિપરિણામ” પામે છે. વિકારનું પરિણમના થઈ જાય છે. ધર્મીને પણ અંતરમાં સ્થિરતા નિર્વિકલ્પ હોય છે ત્યાં સુધી ભલે એને બુદ્ધિપૂર્વક (વિકલ્પ) નથી પણ જ્યાં બહાર આવ્યો એટલે એના પરિણામ વિકલ્પ ને રાગમાં આવે છે. ધર્મીને પણ રાગ થાય છે. આહાહા...! ચોથે, પાંચમે અશુભ રાત્રેય થાય છે. છછું પછી Page #323 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૭૧ ૩૦૫ શુભ (રાગ હોય છે). અંતર્મુહૂર્તમાં વિપરિણામ પામતો...” જે સ્વરૂપ જ્ઞાતા-દષ્ટા છે તે અંતર્મુહૂર્તમાં અંદરમાં સ્થિર રહી શકે. પછી ગુલાંટ ખાઈને અંદર રાગ-દ્વેષના પરિણામ થાય છે. એક કોર જ્ઞાનીને નિરાસવ કહ્યો અને એક કોર જ્ઞાનીને હજી રાગ-દ્વેષ થાય છે એમ કહ્યું. કઈ અપેક્ષા છે જાણવું જોઈએ. “અંતર્મુહૂર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે....” એટલે વિકારપણે “પરિણમન થાય છે. જ્ઞાનીને પણ સ્વરૂપ પૂર્ણ જ્યાં સુધી નથી પામ્યો ત્યાં સુધી નીચલી દશામાં અન્યપણે એટલે વિકારપણે પરિણમન થાય છે. આહા..હા...! ચોથે ગુણસ્થાને, પાંચમે ગુણસ્થાને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પણ છે. છઠું રૌદ્રધ્યાન નથી. રૌદ્રધ્યાન છે એ આમ ધ્યાન છૂટી, લબ્ધરૂપે ઉપયોગ રહે, પણ ઉપયોગ જ્યાં આર્ત અને રૌદ્રધ્યાનમાં જાય છે ત્યારે અન્ય પરિણામ – વિકાર થઈ જાય છે. એની જાતના પરિણામ જે જ્ઞાતાદૃષ્ટાના છૂટીને એનાથી વિપરીત વિકાર પરિણામ જ્ઞાનીને પણ આર્ત અને રૌદ્રધ્યાન થાય છે. મુમુક્ષુ - હેમબુદ્ધિએ થાય છે. ઉત્તર :- હેમબુદ્ધિએ થાય છે. છે તો હેયબુદ્ધિ, પણ છે. અહીં તો છે એમ સિદ્ધ કરવું છે. પહેલા ના પાડી હતી કે એને નથી એ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીની અપેક્ષાએ (કહ્યું હતું). પણ એની અસ્થિરતાના પરિણામ થાય છે તેથી તેને એટલો આસવ છે. આહા..હા..! ‘તે (જ્ઞાનગુણનું જઘન્ય ભાવે પરિણમન),” એટલે જ્ઞાન એટલે આત્મા. એનો સ્વભાવ જઘન્ય એટલે નીચલા દરજ્જાનું પરિણમન છે. ઊંચે યથાખ્યાત જોઈએ તેવું પરિણમન નથી. અથવા ક્ષાયિકભાવનું પરિણમન નથી. ભલે સમકિત ક્ષાયિક હોય પણ ક્ષાયિક ભાવ જે ચારિત્રનો છે તે પરિણમન નથી. આહાહા.! ક્ષાયિક સમકિતી પણ અસ્થિરતાના પરિણામને પામે છે. આહા..હા...! ચોથે ગુણસ્થાને ક્ષાયિક સમકિત છે. “શ્રેણિક રાજા વગેરે. છતાં અસ્થિરતાના પરિણામમાં ઈ આવી જાય છે. આહા...હા..! મરતા ઝેર ચૂસ્યું. “શ્રેણિક રાજા ! ક્ષાયિક સમકિત ! સમયે સમયે તીર્થકર ગોત્ર બાંધે છે. છતાં ઓલો કોણિક મારવા આવ્યો. એ આવ્યો હતો બચાવવા, પણ એ જાણે મને મારવા આવ્યો એમ લાગ્યું એટલે) હીરો ચૂસી લીધો, ઝેર ખાધું. આપઘાત કર્યો ! એ પરિણામ વિપરીત છે ખરા પણ) સમકિતથી વિપરીત નથી પણ અસ્થિરતામાં વિપરીત છે. આહા...હા...! કહો ! “શ્રેણિક રાજા આવતી ચોવીસીમાં તીર્થકર થવાના. હજારો રાણીઓ ! કેદમાં પૂર્યા. એને છોડાવવા જતો હતો ત્યાં) પોતે ઝેર ખાઈને આપઘાત કર્યો. એ મિથ્યા પરિણામથી) સમકિતને દોષ નથી. એ પરિણામથી સમકિતને દોષ નથી, ક્ષાયિક સમકિત છે પણ ચારિત્રના દોષનું પરિણમન એને થાય છે. એટલો તો એને આસ્રવ પણ છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સમયસાર સિદ્ધિ-૬ યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે...” જોયું ? સ્થિરતાની અપેક્ષાએ અહીં વાત છે ને ! સમકિત ને દર્શન ને જ્ઞાનની અપેક્ષાએ તો વાત થઈ ગઈ. અહીં તો હવે સ્થિરતાની અપેક્ષાએ જ્ઞાનીને જઘન્ય સ્થિરતા છે. છે ? જ્ઞાનગુણનું જઘન્ય ભાવે પરિણમનની સ્થિરતા છે. “યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે....” પૂર્ણ યથાખ્યાત ચારિત્ર. આહાહા...! એની નીચે અવયંભાવી...” જરૂર. રાગનો સદ્ભાવ હોવાથી લ્યો ! “બંધનું કારણ જ છે.” ત્યાંય જ” મૂક્યો. આ...હા...! અસ્થિરતાની અપેક્ષાએ બંધ જ છે. દષ્ટિ અને જ્ઞાનની અપેક્ષાએ એને બંધ નથી. એ જાતના વિપરીત પરિણામ નથી એમ કહે છે. આહા..! કઈ અપેક્ષાએ ત્યાં કહ્યું એની ખબર હોવી જોઈએ). યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે....” એકદમ વીતરાગ અવસ્થા ! યથાખ્યાત એટલે જેવી એની શાંતિ અને ચારિત્રની સ્થિરતાનો સ્વભાવ છે એવો જ સ્થિરતાનો સ્વભાવ પૂર્ણ પ્રગટે નહિ ત્યાં સુધી જરૂર “રાગનો સદ્દભાવ હોવાથી, બંધનું કારણ જ છે.' દસમા ગુણસ્થાન સુધી બંધનું કારણ છે. યથાખ્યાતચારિત્ર પહેલા કીધું ને ! અગિયાર અને બાર ગુણસ્થાન પહેલા પણ બંધનું કારણ છે. એક કોર ચોથે ગુણસ્થાને (આસ્રવ નથી એમ કહ્યું). કઈ અપેક્ષાએ કહ્યું ? મિથ્યાત્વ અને અનંતાનુબંધી સમ્યક્ અને સ્થિરતા – સ્વરૂપાચરણ થઈ એને લઈને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો જે બંધ હતો, આસ્રવ હતો) એ નથી. જરૂર નથી, એમ પાછું. એ એને જરૂર નથી. નિરાસવી છે એ અપેક્ષાએ. પણ સ્થિરતાની અપેક્ષાએ પૂર્ણ સ્થિરતા નથી, સ્થિરતા જઘન્ય છે એ કારણે એને રાગ-દ્વેષના પરિણામ થાય છે. આહા..હા...! (રાગનો) સદ્ભાવ “બંધનું કારણ જ છે. આહાહા...! ભાવાર્થ - ‘ક્ષાયોપથમિક જ્ઞાન એક શેય પર અંતર્મુહૂર્ત જ થંભે છે...” એટલે શું કહે છે ? અંતર ધ્યાનમાં અંદર જ્ઞાયક સ્વરૂપને પકડીને સ્થિર રહે છે એ અંતર્મુહૂર્ત જ રહી શકે. ચિદાનંદ અખંડ જ્ઞાયકભાવ, એના ધ્યાનમાં રહે તો એ અંતર્મુહૂર્ત રહી શકે, વધારે રહી શકે નહિ. એ “જ્ઞાન એક શેય પર અંતર્મુહૂર્ત જ થંભે છે........ પછી જરૂર ‘અન્ય શેયને અવલંબે છે...” સ્વર્શયને છોડી પરણેયને અવલંબે છે. આહાહા...! ‘સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે. સ્વરૂપમાં વધારે રહી શકતો નથી. આહા...હા...! અંતરમાં ધ્યાનમાં સમકિત, જ્ઞાન થાય છે એ ધ્યાનમાં થાય છે. પણ એ ધ્યાન અંતર્મુહૂર્ત જ રહે છે. પછી પણ ધ્યાન થાય એ પણ અંતર્મુહૂર્ત જ રહે. અંતર્મુહૂર્તના તો ઘણા અસંખ્ય પ્રકાર છે. પછી વિપરિણામ પામે છે. સમકિતી પણ, જ્ઞાની પણ અંતર્મુહૂર્ત સ્વરૂપમાં સ્વર્લ્સયમાં રમે પછી એને પરણેયનું અવલંબન થાય (ત્યારે) જરૂર તે રાગને પામે. આહાહા...! “કુંદકુંદાચાર્યદેવે કહ્યું ને ! “પરવાવો ટુચારૂં સ્વદ્રવ્યનું અવલંબન છૂટીને જેટલું પારદ્રવ્યનું અવલંબન જાય પછી તીર્થકર અને ત્રણલોકના નાથનું અવલંબન રાગ અને બંધનું કારણ છે. આહા...હા...! Page #325 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૭૧ ૩૦૭ સ્વદ્રવ્યમાં તો અંતર્મુહૂર્ત જ ધ્યાનમાં રહી શકે છે. પછી એને પરદ્રવ્યનું અવલંબન, પરશેયનું (અવલંબન) આવે છે, “વિપરિણામ પામે છે. આહાહા.! એટલે ? વિકાર પરિણામ જે સ્વભાવથી વિરુદ્ધ છે તેને એ પામે છે. આહા..હા..! અશુભ ભાવ પણ પામે છે. જ્ઞાની અશુભ ભાવ. આહા.હા...! એને પામે છે. બાહુબલી ને ભરત બેય સમકિતી. એકબીજાએ ચક્ર માર્યું. એ અસ્થિરતાનો રાગ છે, ચારિત્રનો દોષ છે. આહા..હા...! સમકિતની અપેક્ષાએ અબંધ છે પણ અસ્થિરતાની અપેક્ષાએ હજી બંધ છે. સ્થિરતા પૂરી થઈ નથી. આહા..હા...! આમાં એકાંત તાણે, સમકિતીને બંધ જ નથી, એને દુઃખ જ નથી. (રાગ) બાકી છે. દસમે ગુણસ્થાને છે કર્મ બાંધે, દસમે ! તેથી યથાખ્યાત પહેલા કીધું ને ! દસમે ગુણસ્થાને પણ એક મોહનીય અને આયુષ્ય વિના છ કર્મને બાંધે છે. રાગ છે ને, રાગ ! આહા..હા... એક કોર સમ્યગ્દર્શન થતાં તે સંબંધીના વિપરીત પરિણામ નથી તેથી તેનું બંધન એને આસ્રવ નથી પણ અસ્થિરતાના અપેક્ષાએ જઘન્ય સ્થિરતા છે, પૂરી સ્થિરતા નથી તેથી તે વિપરિણામ – વિકારમાં આવી જાય છે. વિકારને લઈને બંધન પણ છે. આહાહા...! માટે એમ અનુમાન પણ થઈ શકે છે....” માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવદશામાં હો...... આહાહા. જોયું ? ચાહે તો વિકલ્પ આવે, રાગ આવે એમાં હો કે ચાહે તો નિર્વિકલ્પ દશા ધ્યાનમાં હો. આહાહા..! જોયું ? ભલે નિર્વિકલ્પ દશા ધ્યાનમાં હો, ચોથે, પાંચમે, છઠ્ઠ (હો). યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં....” આ.હા...હા...! સ્થિરતા પૂર્ણ જામ્યા પહેલા. વીતરાગતા ! પર્યાયમાં સ્થિરતાની વીતરાગતા થયા વિના.. આહા..હા....! દૃષ્ટિ છે એ વીતરાગ છે, જ્ઞાને વીતરાગ છે પણ સ્થિરતામાં વીતરાગતા નથી એમ કહે છે. પાછું એમ અહીં લઈ જાય કે, દૃષ્ટિ તે રાગી છે. એમ નથી. દૃષ્ટિ તો સમ્યક્ વીતરાગ છે. જ્ઞાન પણ પ્રગટ્ય તે વીતરાગી જ્ઞાન છે. આહાહા...! સ્વરૂપની સ્થિરતા પ્રગટી છે એ પણ વીતરાગી છે, પણ જઘન્ય સ્થિરતા છે. જે ચારિત્રની સ્થિરતા યથાખ્યાત હોવી જોઈએ એ નથી). એના અભાવને લઈને અનુમાન થઈ શકે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા નિર્વિકલ્પ ધ્યાનમાં હો તોપણ કર્મબંધન કરે છે. આહાહા.! સમજાય છે કાંઈ ? નિર્વિકલ્પ ધ્યાનમાં હોય, જ્ઞાતા-શેયતના ભેદ) ભૂલી જાય, એકલું ધ્યેય રહે. “છ ઢાળામાં આવે છે ને ! જ્ઞાતા-જ્ઞાન-શેય ભૂલી જાય, એકલો જ્ઞાનનો અનુભવ ચોથ, પાંચમે આદિ (રહે. છતાં તે કાળે પણ એને અસ્થિરતા ઊઠી છે માટે તે કાળે પણ આસવ છે, બંધ છે. આહા..હા...! મુમુક્ષુ :- નિર્જરા તે કાળે નથી ? ઉત્તર :- નિર્જરા છે પણ સાથે બંધ છે ને ! નિર્જરા થોડી છે. કીધું ને, સંવર ને નિર્જરા થોડો છે. સ્થિરતા થોડી છે એનો અર્થ શું ? એને અસ્થિરતા છે અને સ્થિરતા Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સમયસાર સિદ્ધિ-૬. ઓછી છે. સ્થિરતા ઓછી છે એટલે કે એટલો સંવર અને નિર્જરાનો ભાવ હજી નથી. ઉગ્ર સંવર જે જોઈએ તે ભાવ નથી. આહા...હા...! અહીં તો સમકિતી નિર્વિકલ્પ ધ્યાનમાં હોય ત્યારે પણ એને કર્મબંધન તો છે. કેમકે સ્થિરતા પૂર્ણ ક્યાં છે ? સ્વરૂપનું આચરણ આદિ સ્થિરતા ભલે ત્યાં આવી. પણ સ્થિરતા પૂર્ણ નથી માટે તેને બંધન છે. ધ્યાનમાં બેઠેલા જીવને પણ, ચોથા-પાંચમાવાળાને બંધન છે, અસ્થિરતાનું બંધન છે. આહાહા...! જુઓ ! શું કીધું ? “સમ્યગ્દષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો.” ચાહે તો રાગના બાહ્ય ઉપયોગમાં હો કે “નિર્વિકલ્પ.” દશામાં હો. આત્માની અંદર ધ્યાનમાં હો. આહાહા...! “યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને જરૂર રાગભાવનો સભાવ હોય છે.” નિર્વિકલ્પ ધ્યાન ચોથે-પાંચમે હોય છે. બાકી સાતમે હોય છે. પછી છઠ્ઠ રાગ આવ્યો કે ચોથે-પાંચમે પણ રાગ આવ્યો એ નિશ્ચય જરૂર બંધનું કારણ છે). એ આસ્રવ છે. આહાહા....! દર્શન, જ્ઞાન થયું છતાં હજી જ્ઞાન પણ પૂર્ણ ક્યાં છે? કેવળજ્ઞાન (કયાં છે)? ભલે ક્ષાયિક સમકિત થયું પણ જ્ઞાન પૂર્ણ નથી. દર્શન પૂર્ણ થઈ ગયું છે અને સ્થિરતા પૂર્ણ નથી, સ્થિરતા ઓછી છે. એટલી અસ્થિરતા નિર્વિકલ્પ ધ્યાનકાળમાં પણ... આહા..હા...! ચોથે ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં પણ હજી ત્રણ કષાયના ભાવનો રાગ છે. નિર્વિકલ્પ ધ્યાન વખતે પણ ! આ..હા...! આવુ બધું લાંબુ. જ્યાં આત્મા જ્ઞાતા-ય ને જ્ઞાન એવા ભેદ ભૂલીને ચોથે-પાંચમે ધ્યાનમાં છે એને પણ સ્થિરતા ઓછી છે માટે એને આસ્રવ ને બંધ છે. આહા...હા...! છે ? નિર્વિકલ્પ અને સવિકલ્પ દશામાં પણ યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય (જરૂર) રાગભાવનો સદ્ભાવ હોય છે.” ચોથે ગુણસ્થાને, પાંચમે ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાન છે. આવે છે. એ વખતે તો ધ્યાન-ધ્યાતા-ધ્યેયના ત્રણ ભેદ પણ ભૂલી જાય છે. છતાં નીચલા દરજ્જામાં તે કાળે પણ ત્રણ કષાયનો રાગ છે. આહા..હા...! બે વાત લીધી. નિર્વિકલ્પ. સવિકલ્પ બે વાત લીધી. એકલા સવિકલ્પમાં રાગાદિ છે એમ નહિ. આહા..હા... ચોથેપાંચમે કે છછું, નિર્વિકલ્પ છઠું નથી, સાતમે થઈ જાય છે, અહીં ચોથે-પાંચમે નિર્વિકલ્પતા આવી જાય છે છતાં તે કાળમાં પણ ચોથે ત્રણ કષાયનો ભાવ છે, પાંચમે બે કષાયનો ભાવ છે. આહા...હા..! અરે...! સાતમે પણ ધ્યાનમાં આવી જાય તોય એક કષાયનો ભાવ હજી છે. છે ને ? અસ્થિરતા, યથાખ્યાત સ્થિરતા પહેલાની વાત લીધી છે ને? પૂર્ણ યથાખ્યાત નથી ત્યાં સુધી સાતમે પણ નિર્વિકલ્પ ધ્યાનમાં હોય તેને પણ રાગ છે. બંધન પણ છે. આહા...હા..! એક બાજુ સમકિતીને આસવ ને બંધ નથી, એક બાજુ સાતમે ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં પણ રાગ અને બંધન છે. કઈ અપેક્ષા કીધી ? આ..હા...હા...! આઠમે પણ નિર્વિકલ્પ ધ્યાનમાં હજી રાગ છે. ભલે નિર્વિકલ્પ છે, પણ રાગ છે એટલું બંધન છે. નવમે પણ એટલું Page #327 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૭ર ૩૦૯ છે, દસમે પણ એમ છે. આહા...હા....! અરે..! ગુણસ્થાનની પણ ખબર ન મળે કે, કયું ગુણસ્થાન (ક્યારે હોય) ? કયા ગુણસ્થાનમાં કેટલો આસવ અને કયા ગુણસ્થાનમાં કેટલું બંધન નહિ, એને આ સમજવું કઠણ પડે. સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ.” દશામાં હો, રાગ થાય છે તે ધર્મી જ્ઞાનના શેય તરીકે જાણે છે. છતાં “અવશ્ય રાગભાવનો સદ્દભાવ હોય છે;” આહા..હા..! ચોથે, પાંચમે, સાતમે, આઠમે, નવમે નિર્વિકલ્પ ધ્યાન છે છતાં હજી એના ગુણસ્થાન પ્રમાણમાં જે રાગ ગયો એટલો નથી, પણ હજી બાકી છે. એટલો યથાખ્યાત પહેલા રાગ છે. આહા..હા....! રાગ હોવાથી બંધ પણ થાય છે.” દસમે બંધ થાય છે. દસમે ગુણસ્થાને ! તેથી યથાખ્યાત લીધું છે ને ! યથાખ્યાત અગિયાર ને બારમે હોય. માટે જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે. શું કીધું ? “માટે જ્ઞાનગુણના જઘન્યભાવ.” (એટલે) અસ્થિરતા. આત્મભાવમાં સ્થિરતા થોડી છે, એમ. એ જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે.” સ્થિરતાની જઘન્ય સ્થિતિ ઓછી છે ઈ અપેક્ષાએ. જે ગુણ છે, નિર્મળ છે એ તો બંધનું કારણ નથી. જેટલી અંદર અસ્થિરતા અને રાગ-દ્વેષ છે એવો જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે. આહા..હા...! एवं सति कथं ज्ञानी निरास्रव इति चेत् - दंसणणाणचरित्तं जं परिणमदे जहण्णभावेण । પાળી તેમાં ટુ વઃિ પોપાનમેળ વિવિદેનારા दर्शनज्ञानचारित्रं यत्परिणमते जघन्यभावेन । ज्ञानी तेन तु बध्यते पुद्गलकर्मणा विविधेन ।।१७२।। यो हि ज्ञानी स बुद्धिपूर्वकरागद्वेषमोहरूपास्रवभावाभावात् निरास्रव एव। किन्तु सोऽपि यावज्ज्ञानं सर्वोत्कृष्टभावेन द्रष्टुं ज्ञातुमनुचरितुं वाऽशक्तः सन् जघन्यभावेनैव ज्ञानं पश्यति जानात्यनुचरति च तावत्तस्यापि, जघन्यभावान्यथानुपपत्त्याऽनुमीयमानाबुद्धिपूर्वककलङ्किविपाकसद्भावात्, पुद्गलकर्मबन्धः स्यात् । अतस्तावज्ज्ञानं द्रष्टव्यं ज्ञातव्यमनुचरितव्यं च यावज्ज्ञानस्य यावान् पूर्णो भावस्तावान् दृष्टो ज्ञातोऽनुचरितश्च सम्यग्भवति। ततः साक्षात् ज्ञानीभूतः सर्वथा निरास्रव एव स्यात्। Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સમયસાર સિદ્ધિ-૬ હવે વળી ફરી પૂછે છે કે – જો આમ છે (અર્થાત્ જ્ઞાનગુણનો જઘન્ય ભાવ બંધનું કારણ છે, તો પછી જ્ઞાની નિરાસવ કઈ રીતે છે ? તેના ઉત્તરની ગાથા કહે છે : ચારિત્ર, દર્શન, જ્ઞાન જેથી જઘન્ય ભાવે પરિણમે, તેથી જ જ્ઞાની વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૭૨. ગાથાર્થઃ- [] કારણ કે [વર્ગનજ્ઞાનવારિત્ર] દર્શન-જ્ઞાન-ચારિત્ર નિપજમાવેના જઘન્ય ભાવે પરિણમતે પરિણમે છે તેન તુ તેથી જ્ઞાની જ્ઞાની વિવિઘેન અનેક પ્રકારનાં પુનિવર્ષU પુદ્ગલકર્મથી વિધ્યતે બંધાય છે. ટીકા – જે ખરેખર જ્ઞાની છે તે, બુદ્ધિપૂર્વક ઇચ્છાપૂર્વક) રાગદ્વેષમોહરૂપી આસવભાવોનો તેને અભાવ હોવાથી, નિરાસવ જ છે. પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે – તે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરવાને અશક્ત વર્તતો થકો જઘન્ય ભાવે જ જ્ઞાનને દેખે છે, જાણે છે અને આચરે છે ત્યાં સુધી તેને પણ, જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિ વડે (અર્થાત્ જઘન્ય ભાવ અન્ય રીતે નહિ બનતો હોવાને લીધે) જેનું અનુમાન થઈ શકે છે એવા બુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્ભાવ હોવાથી, પુદ્ગલકર્મનો બંધ થાય છે. માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું કે જ્યાં સુધીમાં જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય. ત્યારથી સાક્ષાત્ જ્ઞાની થયો થકો (આત્મા) સર્વથા નિરાસવ જ હોય છે. ભાવાર્થ – જ્ઞાનીને બુદ્ધિપૂર્વક (અજ્ઞાનમય) રાગદ્વેષમોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાસવ જ છે. પરંતુ જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવ દેખી, જાણી અને આચરી શકતો નથી – જઘન્ય ભાવે દેખી, જાણી અને આચરી શકે છે, તેથી એમ જણાય છે કે તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વક કર્મકલંકનો વિપાક (અર્થાત્ ચારિત્રમોહસંબંધી રાગદ્વેષ) વિદ્યમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉપદેશ છે કે – જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું. આ જ માર્ગ દર્શન-જ્ઞાનચારિત્રનું પરિણમન વધતું જાય છે અને એમ કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાતુ જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાસવ છે. જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાત્ ચારિત્રમોહનો) રાગ હોવા છતાં, બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાસવપણું કહ્યું અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાસવપણું કહ્યું. આ, વિવક્ષાનું વિચિત્રપણું છે. અપેક્ષાથી સમજતાં એ સર્વ કથન યથાર્થ છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૭૨ ૩૧૧ ગાથા ૧૭૨ ઉપર પ્રવચન હવે વળી ફરી પૂછે છે કે-જો આમ છે (અર્થાત્ જ્ઞાનગુણનો જઘન્ય ભાવ બંધનું કારણ છે, તો પછી જ્ઞાની નિરાસવ કઈ રીતે છે ?' એક કોર તમે નિરાસવ કહો અને એક કોર જ્ઞાનની સ્થિરતાની જઘન્યતામાં આસવ કહો (એ કઈ રીતે ?) તેનો ઉત્તર दंसणणाणचरित्तं जं परिणमदे जहण्णभावेण । णाणी तेण दु बज्झदि पोग्गलकम्मेण विविहेण ।।१७२।। ચારિત્ર, દર્શન, જ્ઞાન જેથી જઘન્ય ભાવે પરિણમે, તેથી જ જ્ઞાની વિવિધ પુગલકર્મથી બંધાય છે. ૧૭૨. આહાહા...! ત્રણેને લીધા. ટીકા :- જે ખરેખર જ્ઞાની છે તે, બુદ્ધિપૂર્વક ઇચ્છાપૂર્વક) રાગદ્વેષમોહરૂપી આસવભાવોનો તેને અભાવ હોવાથી બુદ્ધિ એટલે રુચિ. આહાહા...! ઇચ્છાપૂર્વક, રુચિપૂર્વક એને રાગ-દ્વેષ નથી. રાગ-દ્વેષની રુચિ એને નથી. ધર્મીને રાગ-દ્વેષની રુચિનો અભાવ છે. બુદ્ધિપૂર્વક અને ઇચ્છાપૂર્વક રાગદ્વેષમોહરૂપી આસવભાવોનો તેને અભાવ હોવાથી, નિરાસવ જ છે. પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે તે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે.” આ..હા...હા...! જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખે, સર્વોત્કૃષ્ટ ભાવે જાણે અને સર્વોત્કૃષ્ટ ભાવે ‘આચરવાને અશક્ત વર્તતો થકો...... આહા...હા...! મુમુક્ષુ – અહીં શુદ્ધનયની વાત છે. શુભાશુભ વગર જાણવાની વાત છે, દર્શન ઉપયોગની વાત છે ? ઉત્તર :- ઉપયોગ નહિ. દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણે. સમકિત છે પણ હજી નીચે છે ને ! ઓલી મૂળ જે પરમઅવગાઢ (દશા જોઈએ) એ નથી. આમ સમકિત બંધનું કારણ તો છે જ નહિ. પણ અહીં તો એનું જ્ઞાન અને સ્થિરતા ઓછી છે એ અપેક્ષાએ ત્રણે ઓછું છે એમ કહ્યું છે. મુમુક્ષુ - ત્યાં સુધી એને પરમઅવગાઢ કહેવાતું નથી. ઉત્તર :- છે ને, પરમઅવગાઢ નથી. સમકિત છે, પણ પરમઅવગાઢ પૂર્ણ જે કેવળીને યોગ્ય) જોઈએ તે નથી. આહા..હા...! વિશેષ કહેવાશે.. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સમયસાર સિદ્ધિ-૬ પ્રવચન નં. ૨૪૯ ગાથા-૧૭૨, શ્લોક-૧૧૬ રવિવાર, જેઠ સુદ ૧૪, તા. ૧૦-૦૬-૧૯૭૯ આ ‘સમયસાર’ ૧૭૨ ગાથા. ટીકા. શું ચાલે છે ? આસ્રવ અધિકાર’. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ આસ્રવ છે. અહીંયાં આસવ જ્ઞાનીને શેનો આસ્રવ છે ? અને કર્યો આસ્રવ નથી તેનો ખુલાસો કરે છે. ટીકા. ખરેખર જ્ઞાની છે...’ જ્ઞાનીનો અર્થ, આત્મા પરદ્રવ્યથી તો ભિન્ન છે અને શુભ-અશુભ ભાવ, એનાથી ભિન્ન છે અને વર્તમાન જે એક સમયની પર્યાય છે તેની દૃષ્ટિ જ્યારે અભેદ ઉપ૨ જાય છે, જ્યાં ગુણ-ગુણીના ભેદ પણ નથી. અખંડ, અભેદ ચૈતન્ય વસ્તુ ૫રમાત્મ સ્વરૂપ જ આત્મા છે. એ ઉ૫૨ દૃષ્ટિ જઈને આત્માનું જ્ઞાન અને આત્માનું સમકિત દર્શન થાય છે તો તેની સાથે આત્માનો અતીન્દ્રિય સ્વાદ અનુભવમાં પણ આવે છે ત્યારે જ્ઞાની, સમિકતી કહેવામાં આવે છે. જ્ઞાની કહો કે સમ્યક્દષ્ટ કહો, તેને ખરેખર જ્ઞાની છે તે(ને), બુદ્ધિપૂર્વક (ઇચ્છાપૂર્વક) રાગદ્વેષમોહરૂપી આસવભાવોનો તેને અભાવ...' છે. એને પુણ્ય-પાપના ભાવને કરવાની ઇચ્છા નથી, રુચિ નથી, રુચિ છે નહિ. — સમ્યષ્ટિ થયો તો તેની રુચિ તો આત્મા અતીન્દ્રિય આનંદની રુચિ છે. એ આનંદને વૃદ્ધિ કરવી એવી રુચિ છે. ધર્મ આત્મજ્ઞાન થયું, સમ્યગ્દર્શન (થયું) તો પુણ્ય-પાપના ભાવ અને મિથ્યાત્વ ભાવ, તેની ધર્મીને રુચિ નથી. આહા..હા...! ધર્મીને સમ્યગ્દર્શનમાં રુચિ પોતાનું પૂર્ણ પરમાત્મ સ્વરૂપ, એ તરફની દૃષ્ટિ છે અને એની રુચિ છે. એવા વાસ્તવિક જ્ઞાનીને બુદ્ધિપૂર્વક, રુચિપૂર્વક કે ઇચ્છાપૂર્વક રાગ-દ્વેષ-મોહના આસ્રવ ભાવનો અભાવ છે. મિથ્યાત્વ અને મિથ્યાત્વની સાથે અનંતાનુબંધીના રાગ-દ્વેષ, તેનો તો તેને અભાવ છે. ઝીણી વાત છે, ભાઈ ! તેથી ‘નિરાસ્રવ જ છે.’ પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ, પૂર્ણ વીતરાગ સ્વરૂપી પ્રભુ, એની દૃષ્ટિ અને અનુભવ થયો તો એ સંબંધી જ્ઞાનીને મિથ્યાત્વ અને મિથ્યાત્વ સંબંધી જે રાગ-દ્વેષ, તેને છે નહિ. એ અપેક્ષાએ (કહ્યું કે તે) નિરાસવ જ છે.’ નિરાસ્રવ એ અપેક્ષાએ કહેવામાં આવે છે. આ..હા...! પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે...' જ્ઞાની - ધર્મી જીવ પણ, પોતાનો આત્મા શુદ્ધ ચૈતન્ય પરિપૂર્ણ વીતરાગમૂર્તિ, તેનો અનુભવ દૃષ્ટિ થઈ તે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને,...’ આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને. જ્યાં સુધી સર્વોત્કૃષ્ટ ભાવથી દેખતો નથી. કાલે પરમઅવગાઢ શ્રદ્ધા લીધી હતી. ૧૪૪માં આવે છે ને ? જ્યાં સુધી પૂર્ણ દેખતો નથી ત્યાં સુધી, ૧૪૪માં પાઠ એવો છે. જ્યાં સુધી આત્મા પૂર્ણ સ્વરૂપ દેખતો નથી અથવા Page #331 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૧૭૨ દેખવાનો અર્થ કે શ્રદ્ધા કરતો નથી, એવો ૧૪૪માં પાઠ છે. આ..હા...! પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય સ્વભાવ, જ્યાં સુધી દેખતો નથી અર્થાત્ શ્રદ્ધતો નથી. પાઠ તો દેખતો નથી, એમ છે. પછી અર્થકારે શ્રદ્ધા (કર્યો છે). કોઈ વા૨ દેખવાના અર્થમાં શ્રદ્ધા પણ આવે છે અને શ્રદ્ધાના અર્થમાં કોઈ વખતે દેખવું પણ આવે છે. ત્યાં એટલું વિશેષ છે કે તે શાની...' ધર્મી જીવ. આત્મજ્ઞાન થયું, સમ્યગ્દર્શન થયું, મિથ્યાત્વ ને અનંતાનુબંધી વિકારનો નાશ થયો એટલો આસ્રવ તો એને આવતો નથી. પણ જ્યાં સુધી શામ નામ આત્માને... આહા...હા...! જ્ઞાનસ્વરૂપ ભગવાનઆત્મા, એમાં પુણ્ય અને પાપના વિકલ્પ, રાગ પણ છે નહિ. એવી ચીજને આત્માને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને.... ઉત્કૃષ્ટ ભાવે દેખવાને એટલે કેવળજ્ઞાન જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી ઉત્કૃષ્ટ ભાવે દેખતો નથી. – ૩૧૩ સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરવાને અશક્ત વર્તતો થો... ધર્મી જીવ સમ્યગ્દર્શન થયું તોપણ ભગવાન પૂર્ણ સ્વરૂપ છે તેને પૂર્ણ રૂપે દેખવું, જાણવું, આચરવું એ અશક્ય છે. સમિકતી જઘન્ય દશામાં છે, નીચલી દશામાં છે એ કારણે પૂર્ણ રૂપે આત્માને શ્રદ્ધવો, દેખવો, જાણવો અને આચરણ કરવાને અશક્ત છે. આ..હા...! આવી વાત છે. જઘન્ય ભાવે જ જ્ઞાનને’ એટલે આત્માને. નીચલા દરજ્જામાં ચોથે, પાંચમે આદિ ગુણસ્થાનમાં જઘન્ય ભાવે જ જ્ઞાનને...' એટલે આત્માને દેખે છે, જાણે છે અને આચરે છે...' આહા..હા...! ધર્મની ત્યારે શરૂઆત થાય છે કે, આત્મા નિર્વિકલ્પ વસ્તુ છે, જેમાં શુભરાગનો પણ અભાવ છે અને જેમાં વર્તમાન એક સમયની પર્યાય છે, તેનો પણ તેમાં – વસ્તુમાં અભાવ છે. એવી વસ્તુની અનુભવદૃષ્ટિ અને જ્ઞાન, આચરણ – સ્વરૂપાચરણ આનંદ આવ્યો તો એટલા પ્રકારના મિથ્યાત્વ અને અનંતાનુબંધીના આસ્રવ નથી. એ અપેક્ષાએ એને નિરાસ્રવ કહીએ. એ અપેક્ષાએ નિરાસ્રવ કહીએ. પણ જ્યાં સુધી પૂર્ણ દેખવું, જાણવું, આચરવું નથી ત્યાં સુધી પૂર્ણ નિરાસવી નથી. આહા..હા...! છે ? જઘન્ય ભાવે જ શાનને દેખે છે, જાણે છે અને આચરે છે ત્યાં સુધી તેને પણ, જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિ...’ જો જઘન્ય ભાવ ન હોય તો આસવભાવ ન હોય તો જઘન્ય ભાવ છે. જઘન્ય ભાવ છે તો રાગ-દ્વેષનો આસ્રવ પણ છે. જઘન્ય ભાવ ન હોય, ઉત્કૃષ્ટ ભાવ હોય તો રાગ-દ્વેષ ભાવ જ ન હોય. અસ્થિરતાના રાગ-દ્વેષ છે એ પણ ન હોય. આહા..હા...! જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિ...' (અર્થાત્) આસ્રવ ન હોય તો જઘન્ય ભાવની અન્યથા ઉત્પત્તિ, જઘન્ય ભાવની ઉત્પત્તિ જ ન દેખવામાં આવે. જો આસવ બિલકુલ ન હોય તો જઘન્ય ભાવની ઉત્પત્તિ ન હોય, તો ઉત્કૃષ્ટ ભાવની ઉત્પત્તિ હોય. આહા..હા...! જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિ વડે (અર્થાત્ જઘન્ય ભાવ અન્ય રીતે નહિ બનતો Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સમયસાર સિદ્ધિ-૬ હોવાને લીધે) જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્ભાવ હોવાથી,.' આહા...હા...! ધર્મી સમ્યકુદૃષ્ટિ ક્ષાયિક સમકિત હોય તોપણ જઘન્ય ભાવ છે. ચારિત્ર અને જ્ઞાનની પૂર્ણતા નથી અને પૂર્ણ જાણવું-દેખવું નથી ત્યાં સુધી આસવની સ્થિતિ છે. અન્યથા જઘન્ય ભાવરૂપ પરિણમન ન હોય. આસ્રવ જો ન હોય તો જઘન્ય ભાવની પરિણતિ ન હોત. જઘન્ય ભાવની પરિણતિ જ્યારે છે ત્યાં સુધી આસ્રવ ભાવ પણ છે. બીજો (આસવ), મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો નહિ. આહા...હા...! એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્ભાવ હોવાથી,” આ.હા..! રુચિ નહિ, દષ્ટિ નહિ પણ પોતાની કમજોરીને (કારણે) પર્યાયમાં રાગ-દ્વેષ અસ્થિરતાના આવે છે એ કર્મકલંક વિપાકનો સદ્ભાવ છે. એ ભાવ વિકાર છે એ જ કર્મકલંક છે. જડકર્મ નહિ. જે પુણ્ય અને પાપના ભાવ આવે છે એ વિકારી કર્મ છે. એ વિકારી કર્મ છે એટલું કલંક છે. આહા..હા...! સમ્યગ્દર્શન થયું, ક્ષાયિક સમકિતી થયો, તોપણ જઘન્ય પરિણતિ નીચે છે એ જ બતાવે છે કે એને પણ હજી રાગ-દ્વેષના પરિણામ આસવ ઉત્પન્ન થાય છે. એટલું કર્મ કલંક છે. આહા...હા...! સમજાય છે ? ઝીણી વાત છે, ભાઈ ! “સમયસાર” “આસવ અધિકાર છે. બપોરે પ્રવચનસાર' (ચાલે છે). પુગલકર્મનો બંધ થાય છે. ધર્મી જીવને સમ્યફદૃષ્ટિને પણ નીચલા દરજ્જામાં છે, ઊંચે દરજ્જામાં જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉત્કૃષ્ટ દશા છે નહિ ત્યાં સુધી કર્મ કલંકનો અભાવ હોવાથી રાગ-દ્વેષાદિના ચારિત્રદોષના પરિણામ ઉત્પન્ન થાય છે. તેનાથી પુદ્ગલકર્મનો બંધ થાય છે. એને પુદ્ગલકર્મનો બંધ થાય છે. માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું.” ત્યાં સુધી અંદર ભગવાનઆત્માને દેખવો, ઉત્કૃષ્ટપણે શ્રદ્ધવું અને જાણવું, દેખવું અને ઠરવું. આહા..હા.! ‘ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું કે જ્યાં સુધીમાં જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે.” આહાહા...! આત્મા પૂર્ણ સ્વરૂપ વીતરાગમૂર્તિ પ્રભુ ! એનું પૂર્ણ આચરણ વીતરાગ ભાવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પૂર્ણને દેખવો. આહાહા..! પૂર્ણને દેખવો, પૂર્ણને જાણવો અને પૂર્ણનું આચરણ કરવાનો પ્રયત્ન કરવો. સમજાય છે ? | ‘અને આચરવામાં બરાબર આવી જાય. ‘ત્યાં સુધી જ્ઞાનને દેખવું,” આહા...હા...! જ્યાં સુધી પૂર્ણ આત્માનું આચરણ, જ્ઞાન – કેવળજ્ઞાનાદિ ન હો ત્યાં સુધી “જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય. ત્યારથી સાક્ષાત્ જ્ઞાની થયો થકો...” ત્યારે સાક્ષાત્ જ્ઞાની (થયો). પહેલા નિરાસવ તો કહ્યું પણ ચોથે, પાંચમે ગુણસ્થાને તેની હદ પ્રમાણે નિરાસવ હતો. પણ સાક્ષાત્ નિરાસવ... આ.હા...હા...! આત્માને પૂર્ણ જાણવો, દેખવો અને આચરવું થઈ જાય ત્યારે સાક્ષાત્ નિરાસવ થાય છે. આહા...હા...! Page #333 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૭૨ ૩૧૫ મુમુક્ષુ :- તેરમા ગુણસ્થાનમાં સાક્ષાત થાય છે. ઉત્તર :ઈ આ તેરમે કેવળજ્ઞાન પૂર્ણ દશા થઈ ગઈ, ખલાસ ! આહા..હા...! એટલે જઘન્ય દશામાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો આસ્રવ નથી એ અપેક્ષાએ નિરાસવ કહ્યો. પણ પૂર્ણ દશા જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી ધર્મીને પણ રાગ-દ્વેષના ચારિત્રદોષના પરિણામ કલંક છે તો એટલો પુદ્ગલનો બંધ પણ છે. આહાહા..! તો જ્યાં સુધી પૂર્ણ સ્વરૂપ દેખવામાં, જાણવામાં, આચરવામાં ન આવે ત્યાં સુધી પૂર્ણ આસ્રવ રહિત નથી. જ્યારે પૂર્ણ થઈ ગયો તો પૂર્ણ આસ્રવ રહિત છે. અપેક્ષાથી વાત કરી છે. પહેલા નિરાસ્રવ કહ્યું હતું વળી કહે છે કે, પૂર્ણ હોય ત્યારે નિરાસ્ત્રવ થાય. સમજાય છે ? જેને હજી મિથ્યાત્વ, રાગ, દયા, દાન, ભક્તિ, વ્રત, તપ એ પુણ્ય ભાવ છે, એ ધર્મ છે અને ધર્મનું કારણ છે એમ જ્યાં સુધી માને છે ત્યાં સુધી તો મિથ્યાદૃષ્ટિ છે. આહા..હા....! કારણ કે રાગ એ સમ્યગ્દર્શનનું કારણ નથી. સમ્યગ્દર્શનનું કારણ તો પૂર્ણ પરમાત્મ સ્વરૂપ પોતાનો પૂર્ણ દ્રવ્ય સ્વભાવ (છે) એ જ સમ્યગ્દર્શનનું કારણ છે. આહા...હા...! અને એ સમ્યગ્દર્શનની પ્રથમ દશા, એમ કે આપણે આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા કરીએ તો એ સમ્યગ્દર્શન થશે એમ માને છે, ત્યાં સુધી તો મિથ્યાદૃષ્ટિ છે. આહા..હા..! આવો માર્ગ છે. અને જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન, દર્શન, આનંદનું આચરણ ન હોય ત્યાં સુધી પણ તેને કર્મકલંકનો સદૂભાવ છે અને બંધ પણ છે. આહા...હા...! છે કે નહિ ? બેય અપેક્ષા લીધી. આ.હા..! ‘ત્યારથી સાક્ષાત્ જ્ઞાની.” સાક્ષાત્ નામ કેવળજ્ઞાની. થયો થકો (આત્મા) સર્વથા નિરાલ્સવ જ હોય છે. તેને બિલકુલ આસ્રવ છે નહિ. આહાહા....! ભાવાર્થ – “જ્ઞાનીને બુદ્ધિપૂર્વક (અજ્ઞાનમય) રાગદ્વેષમોહનો અભાવ હોવાથી...” ધર્મી એને કહીએ કે, જેને આત્મા પૂર્ણાનંદ અને શુદ્ધ ચૈતન્યઘન, એનો અનુભવ અને દૃષ્ટિ અને સ્વરૂપમાં આચરણ થોડું થયું છે, ચોથે ગુણસ્થાને સ્વરૂપાચરણ પણ થયું છે... આહાહા...! એ “જ્ઞાનીને (અજ્ઞાનમય) રાગદ્વેષમોહનો અભાવ હોવાથી.” અને બુદ્ધિપૂર્વક અજ્ઞાનમય રાગ કરવા લાયક છે અને રાગ ધર્મનું કારણ છે એવી મિથ્યબુદ્ધિનો તો નાશ થયો છે. સમજાણું ? એવા “(અજ્ઞાનમય) રાગદ્વેષમોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાસવ જ છે. અહીંયાં પણ જ કહ્યું. “નિરાસવ જ છે. કહો, ઠીક ! આ અપેક્ષાએ. આહા...હા..! ભરત ચક્રવર્તી સમકિતી હતા, ‘શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા. ભરત” પણ ક્ષાયિક સમકિત. તો સમકિત છે ત્યાં આત્માનો અનુભવ થાય છે અને એમાં અતીન્દ્રિય આનંદનું આચરણ હોવાથી અતીન્દ્રિય આનંદનું વ્યક્ત અંશે વેદન થાય છે. આહાહા...! એ અપેક્ષાએ અજ્ઞાનમય રાગ-દ્વેષ-મોહ તો એને છે જ નહિ. સમજાણું ? એ અપેક્ષાએ તો નિરાસવ જ છે. આહા...હા...! Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ સમયસાર સિદ્ધિ-૬ આ..હા...! પરંતુ જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે” જ્ઞાનની દશા ક્ષયોપશમ છે, હિણી છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખી” શકતો નથી. પોતાના સ્વરૂપને સર્વોત્કૃષ્ટ ભાવે તો દેખી શકતો નથી અને ન જાણી શકે છે અને ન આચરણ કરી શકે છે. આહા..હા..! પરંતુ જઘન્ય ભાવે દેખી,” શકે છે. આહા..હા...! નીચલા દરજ્જામાં જઘન્ય ભાવ આવે છે ને ? હિન્દી, હિન્દીમાં જઘન્ય કહે છે ને ? નીચલો દરજ્જો. આહા....! ચોથ, પાંચમે, છઠ્ઠ આદિ જઘન્ય ભાવ છે. સાચું ગુણસ્થાન, હોં ! ચોથ, પાંચમે, છછે. જે કોઈ પુણ્યની ક્રિયા ને દેહ-ક્રિયા હું કરી શકું છું, શરીરની આ ક્રિયા હું કરી શકું છું, હું પરની દયા પાળી શકું છું અને દયા પાળવાનો ભાવ થયો એ ધર્મ છે એમ જ્યાં સુધી માને છે ત્યાં સુધી તો મિથ્યાષ્ટિ છે. આહા..હા...! કેમકે પરની દયા પાળવાનો ભાવ (રાગ છે). (દયા) પાળી શકતો નથી, ભાવ થાય છે એ રાગ છે. પરદ્રવ્ય તરફનું લક્ષ છે, રાગ છે. રાગ છે તો એ સ્વરૂપની હિંસા છે. સ્વરૂપની હિંસા થાય છે. આહાહા! અહીં લોકો કહે) દયા એ ધર્મ છે. ઈ તો આત્માની દયા. પૂર્ણાનંદનો નાથ જેવું એનું જીવન છે, જેવી ચીજ છે એવી પ્રતીતિમાં જ્ઞાન અને અનુભવમાં લેવી એ આત્માની દયા છે. આહા..હા...! એ આત્માની અહિંસા છે. પરને ન મારવો એ કોઈ અહિંસા નથી. પરની દયા એ કાંઈ પરમાર્થ-અહિંસા નથી. આહા..હા...! જેટલે અંશે સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે એટલા અંશે તો અબંધ પરિણામ છે પણ એ જ્ઞાનીને પણ, પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં કહ્યું, જેટલા અંશમાં રાગ-દ્વેષનો અંશ આવે છે એટલું આસવનું કારણ છે, નવા કર્મનું કારણ છે. આહાહા...! “તેથી એમ જણાય છે કે. એ કારણે એમ જણાય છે કે, તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વક.” રુચિપૂર્વક નહિ. અરુચિપૂર્વક. કર્મકલંકનો વિપાક (અર્થાત્ ચારિત્રમોહસંબંધી રાગદ્વેષ) વિદ્યમાન છે.” આહાહા...! “આસ્રવ અધિકાર છે ને !“અને તેથી તેને બંધ પણ થાય છે. પહેલા કહ્યું હતું કે, સમ્યક્દૃષ્ટિ નિરાસવી નિબંધ છે. એ મિથ્યાત્વ અને અનંતાનુબંધીની અપેક્ષાએ કહ્યું હતું. અહીંયાં તો બેય – આસવ અને બંધ બેય છે. આહા..હા...! જેટલા અંશે પોતાના સ્વરૂપમાં નિર્મળ દૃષ્ટિ, જ્ઞાન અને સ્થિરતા છે એટલો તો અબંધ ભાવ છે અને જેટલા અંશે અંદરમાં રાગ આવ્યો, એટલા અંશમાં આસ્રવ છે અને એટલા અંશમાં એ બંધ પણ છે. આહાહા...! આવી ઝીણી વાતું હવે. માટે તેને એમ ઉપદેશ છે. સમકિતીને ! “માટે તેને એમ ઉપદેશ છે કે-જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે.” આ..હા...હા....! સમકિતીને ઉપદેશ છે એમ કહે છે. આહા..હા..! પ્રભુ ! જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી રાગ છે અને રાગ છે તો એટલો બંધ પણ છે. માટે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભગવાનને દેખવો, જાણવો અને આચરણ કરવું. આહાહા..! એ આચરણનો અર્થ અહીંયાં રાગ કરવો એ આચરણ નહિ. Page #335 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૧૭૨ ૩૧૭ સ્વરૂપ આનંદસ્વરૂપમાં આચરણ કરવું, લીન થવું). ભગવાન આનંદ, અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ ! એની પ્રતીતિ, એનું જ્ઞાન અને એમાં આચરણ – રમવું. અતીન્દ્રિય આનંદમાં રમવું એ આચરણ કહેવામાં આવે છે. બાકી વ્રત ને તપ ને ભક્તિ આદિના ભાવ થાય) એ આચરણ નહિ. એ તો અસદાચરણ છે. એ સઆચરણ નહિ. આહાહા...! “માટે તેને એમ ઉપદેશ છે કે-જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી આત્માનું) જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું...” જ્ઞાન એટલે આત્મા. શુભ અને અશુભ ભાવનું ધ્યાન છોડી... આહા...હા...! ધર્મીને પણ આર્તધ્યાન, રૌદ્રધ્યાન ચોથ, પાંચમે હોય છે. છઠે આર્તધ્યાન હોય છે. ચોથા, પાંચમા ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન હોય છે. તો કહે છે કે, જ્યાં સુધી પૂર્ણ સ્વરૂ૫) દેખવામાં ન આવે ત્યાં સુધી સ્વરૂપનું ધ્યાન કરવું, એ રાગનું ધ્યાન છોડી દેવું. આહા...હા...! જ્યાં સુધી પૂર્ણ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પુરુષાર્થ સ્વભાવ તરફનો કરવો અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું એમ કહે છે. સમકિતીને એ ઉપદેશ આપે છે. સમકિતીને તો બધી ખબર છે. એ ૧૭-૧૮ ગાથામાં આવ્યું કે, આત્મજ્ઞાન થયું, શુદ્ધ ચૈતન્યનો અનુભવ (થયો) તો શ્રદ્ધામાં એમ આવ્યું કે, આ આત્મા પવિત્ર પૂર્ણ છે અને એમાં જેટલો હું લીન થઈશ એટલો કર્મનો નાશ થશે. વ્રતાદિ ને તપાદિની ક્રિયાથી કર્મનો નાશ થશે, એ નહિ. એ બાહ્યતા નહિ. નિશ્ચયતપ આ (છે). અંદર આનંદસ્વરૂપ ભગવાન ! “તપતિ ઇતિ તપ'. જેમ સોનામાં ગેરુ લગાવવાથી સોનું શોભે છે, ઓપે છે એમ ભગવાન આત્મામાં સમ્યગ્દર્શન થયું એ ઉપરાંત સ્વરૂપમાં લીનતાનો, આનંદમાં રમવાનું ચારિત્ર અને એમાં ઉગ્ર – વિશેષ રમવું એનું નામ તપ (છે). આત્માના આનંદમાં વિશેષ રમવું એ તપ (છે). એ તપ. એ વિના આ બહારના તપ છે એ બધું લાંઘણ છે. આહા..હા..! આવો માર્ગ છે. પહેલા નિરાસવ કહ્યું પછી વળી ફરી આસવ કહ્યું અને પૂર્ણ થાય ત્યારે નિરાસવ થશે એમ કહ્યું). આ..હા..! જેને ખ્યાલમાં એ વાત નથી કે, શું ચીજ છે અને સમ્યગ્દર્શન કેમ થાય છે ? આ તો વ્રત કરો ને અપવાસ કરો ને પડિમા લઈ લ્યો ને ભગવાનની ભક્તિ કરો, મંદિર બનાવો પરની ક્રિયા કોણ કરી શકે છે? ભાવ થાય છે તો એ શુભરાગ છે, પુણ્ય છે. એ કોઈ ધર્મ નથી. આહા..હા..! | મુમુક્ષુ :- ધર્મ માને તો વાંધો શું છે ? ઉત્તર :- ધર્મ માને તો મિથ્યાત્વ છે. ધર્મીને શુભભાવ આવે છે પણ ધર્મ માનતા નથી. આ.હા..! સમ્યફદૃષ્ટિને પણ ભગવાનની ભક્તિ, પૂજાનો ભાવ આવે છે પણ તે એને હેય માને છે, તેને દુઃખરૂપ માને છે, મારી કમજોરીથી મારામાં એ આવે છે, મને એ આદરણીય નથી. આહા...હા..! માટે તેને એમ ઉપદેશ છે કે – જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે.” આ.હા..હા...! Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સમયસાર સિદ્ધિ-૬ ‘ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર...” નિરંતર ! આત્મા આનંદ અતીન્દ્રિય વીતરાગમૂર્તિ, તેનું નિરંતર જ્ઞાન એટલે આત્માનું ધ્યાન કરે. આહા..હા..! ભગવાન જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયકભાવ છે, અલ્પજ્ઞપણું છે નહિ, રાગ-દ્વેષ તો એમાં છે જ નહિ, એવા જ્ઞાયકભાવનું ધ્યાન કરવું (કે) જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી. આહા..હા...! જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું.” આત્માને જ જાણવો અને આત્માને જ ‘આચરવું.” આહા..હા...! “આ જ માર્ગ દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન વધતું જાય છે? જુઓ ! શું કહે છે ? શુભ-અશુભ ભાવથી ભિન્ન ભગવાન તેને દેખવું, જાણવું અને આચરણ કરતા કરતા શુદ્ધિની વૃદ્ધિ થાય છે. છે ? ત્યારે “દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન વધતું જાય છે.” કોઈ વ્રત ને પાંચ મહાવ્રત ને પડિમા લઈને ધર્મની વૃદ્ધિ થઈ જાય છે એમ છે નહિ. આહાહા...! એવો ભાવ આવે છે પણ એ જાણે છે કે આ હેય છે. આ જ માર્ગે.” આત્મા પૂર્ણાનંદ પ્રભુ, એને દેખવો, જાણવો અને તેનું આચરણ કરવું. તેનાથી પરિણમન વધતું જાય છે.” શુદ્ધતા વધતી જાય છે. આહાહા.! અને એમ કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. આમ કરતાં કરતાં કહ્યું). વ્યવહાર કરતા કરતા કેવળજ્ઞાન પ્રગટ થાય છે એમ નહિ. આહાહા....! બહુ આકરું કામ છે. અંદર આનંદસ્વરૂપ પ્રભુ, તેની પ્રતીતિ, જ્ઞાન થયું તોપણ અંદરમાં પૂર્ણ આત્માને દેખવું, જાણવું અને આચરણ કરવું. ત્યારે શુદ્ધિ વધતી જાય છે. અંતરમાં આચરણ કરવાથી શુદ્ધિ વધતી જાય છે. આહા...હા...! “અને એમ કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. આહા..હા...! જ્યારે કેવળજ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાત્ જ્ઞાની છે” ધર્મી છે) અને સર્વ પ્રકારે નિરાસવ છે. તેને કોઈ પ્રકારનો આસ્રવ છે નહિ. ભગવાન પરમાત્મા આત્મા સર્વજ્ઞાની થયા, કેવળજ્ઞાની (થયા) એ બિલકુલ નિરાસવ છે. જ્યારે કેવળજ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાત્ જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાસવ છે. આ..હા..! જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે.” અપૂર્ણ જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાત્ ચારિત્રમોહનો) રાગ હોવા છતાં,... આહાહા...! “બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાસવપણું કહ્યું. જોયું? આ.હા...! ખુલાસો કર્યો છે. પહેલું કહ્યું એનો ખુલાસો કર્યો. જ્યાં સુધી જ્ઞાન અલ્પ છે, સમ્યક્ છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાત્ ચારિત્રમોહનો) રાગ હોવા છતાં,...... ત્યાં ચારિત્રમોહનો રાગ છે. બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ...” રુચિપૂર્વક – દૃષ્ટિપૂર્વક રાગ કરવાની અપેક્ષાએ “જ્ઞાનીને નિરાસવપણું કહ્યું....” છે. આહાહા..! અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાસવપણું કહ્યું.” ત્યારે સર્વથા નિરાસવ છે. આહાહા...! ‘આ, વિવક્ષાનું વિચિત્રપણું છે.' એમ કે, આમ કેમ કહ્યું કે, કથનની અપેક્ષા અનેક પ્રકારે છે. સમ્યગ્દર્શન થયું તો બંધ નથી અને આસ્રવ નથી એમ પણ કહ્યું અને સમ્યગ્દર્શન Page #337 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૭૨ ૩૧૯ થયા પછી પણ ચારિત્રનો દોષ છે, તો આસ્રવ અને બંધ પણ છે એમ કહ્યું અને પૂર્ણ જ્ઞાન જ્યારે થાય ત્યારે નિરાસવ છે. પહેલા સમ્યક્દષ્ટિને નિરાન્સવ કહ્યો, પછી કેવળજ્ઞાન થાય તો સર્વથા નિરાસવ કહ્યું. વિવેક્ષા છે, અપેક્ષાથી કથન છે એમ કહે છે. કઈ અપેક્ષાએ છે તે સમજવું જોઈએ. એકાંત ન તાણવું જોઈએ કે, સમ્યગ્દર્શન થયું એટલે બસ નિરાસવ જ થઈ ગયો. સમ્યગ્દર્શન થયું તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી પૂરતો નિરાસવ છે પણ હજી ચારિત્રમોહનો દોષ છે. સ્વરૂપમાં રમવું (એવું) ચારિત્ર જ્યાં સુધી નથી (ત્યાં સુધી દોષ છે). ચારિત્રનો અર્થ એ નથી કે આ નગ્નપણું લઈ લેવું અને પંચ મહાવ્રત પાળવા એ ચારિત્ર નથી. આહાહા....! ચારિત્ર તો ચરવું, રમવું, જામવું. અતીન્દ્રિય આનંદનું અંદર ભોજન કરવું. આહા..હા...! અતીન્દ્રિય આનંદની ભૂમિમાંથી અતીન્દ્રિય આનંદનો ઉગ્ર સ્વાદ લેવો એનું નામ ચારિત્ર છે. અરે.રે..! વ્યાખ્યાય બહુ આકરી. “અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાસવપણું કહ્યું. આ, વિવક્ષાનું વિચિત્રપણું છે. શું કહ્યું ? કથનની અપેક્ષાની વિચિત્રતા (છે). ખુલાસો કરવો પડ્યો. આહાહા...! કઈ અપેક્ષાએ કહ્યું છે એ કથનની વિચિત્રતા છે. જે જે પ્રકારે જ્યાં (કહ્યું હોય તે પ્રકારે સમજવું જોઈએ). “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થીજન એહ' એકાંતે (લઈ લે કે, સમ્યગ્દર્શન થયું એટલે આસ્રવ રહિત થયો એમ માની લ્ય એ પણ નહિ અને સમ્યગ્દર્શન વિના રાગ મંદ હોય અને એને આસ્રવ નથી એમ માનવું એ પણ મિથ્યાત્વ છે અને સમ્યગ્દર્શનમાં પૂર્ણ આચરણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આસ્રવ છે અને બંધ પણ છે. એ વિવક્ષાની કથનની વિચિત્રતા છે. આહા...હા...! આબાળ-ગોપાળ સૌ ખરેખર જાણનારને જ જાણે છે, પણ એને જાણનારનું જોર દેખાતું નથી તેથી આ રાગ છે, આ પુસ્તક છે, આ વાણી છે માટે જ્ઞાન થાય છે એમ એનું જોર પરમાં જ જાય છે. એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્યનો વિશ્વાસ જ આવતો નથી. તેથી જાણનારને જ જાણે છે એ બેસતું નથી. -પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ મે-૨૦૦ર Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સમયસાર સિદ્ધિ-૬. 000 - લોકન્ડ૧૧૬ ) (શાર્દૂ વિડિત) संन्यस्यन्निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन्। उच्छिन्दन्परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भवनात्मा नित्यनिरास्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा।।११६ ।। હવે, આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. શ્લોકાર્થ – [માત્મા યુવા જ્ઞાની ચાત્ તા] આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે, સ્વિયં પોતે દુનિનવૃદ્ધિપૂર્વમ સમ || પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને [ગનિશ નિરંતર સિંચરચના છોડતો થકો અર્થાતુ નહિ કરતો થકો, વુિદ્ધિપૂર્વમા વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે તે ]િ તેને પણ તું જીતવાને વારંવાર વારંવાર સ્વિશવિત્ત પૃ] (જ્ઞાનાનુભવનરૂ૫) સ્વશક્તિને સ્પર્શતો થકો અને એ રીતે) [સનાં પરવૃત્તિ વ છિન્દ્ર સમસ્ત પરવૃત્તિને-પરપરિણતિને ઉખેડતો (જ્ઞાનરચ પૂર્ણ: ભવન) જ્ઞાનના પૂર્ણભાવરૂપ થતો થકો, [દિ] ખરેખર [નિત્યનિરરત્રવ: મવતિ સદા નિરાસવ છે. ભાવાર્થ :- જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા કરે છે; તેને આસવભાવની ભાવનાનો અભિપ્રાય નથી; તેથી તે સદા નિરાસવ જ કહેવાય પરવૃત્તિ પરપરિણતિ) બે પ્રકારની છે – અશ્રદ્ધારૂપ અને અસ્થિરતારૂપ. જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પરવૃત્તિ છોડી છે અને અસ્થિરતારૂપ પરવૃત્તિ જીતવા માટે તે નિજ શક્તિને વારંવાર સ્પર્શે છે અર્થાત્ પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્યા કરે છે. એ રીતે સકળ પરવૃત્તિને ઉખેડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે. બુદ્ધપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો અર્થ આ પ્રમાણે છે :- જે રાગાદિપરિણામ ઇચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે અને જે રાગાદિપરિણામ ઇચ્છા વિના પરનિમિત્તની બળજોરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદિપરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે; સવિકલ્પ દશામાં થતા રાગાદિપરિણામો જ્ઞાનીની જાણમાં છે તોપણ અબુદ્ધિપૂર્વક છે કારણ Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૧૬ કે ઇચ્છા વિના થાય છે. (રાજમલ્લજીએ આ કળશની ટીકા કરતાં બુદ્ધિપૂર્વક’ અને ‘અબુદ્ધિપૂર્વક’નો આ પ્રમાણે અર્થ લીધો છે :– જે રાગાદિપરિણામ મન દ્વારા, બાહ્ય વિષયોને અવલંબીને, પ્રવર્તે છે અને જેઓ પ્રવર્તતા થકા જીવને પોતાને જણાય છે તેમ જ બીજાને પણ અનુમાનથી જણાય છે તે પરિણામો બુદ્ધિપૂર્વક છે; અને જે રાગાદિપરિણામ ઇંદ્રિયમનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક છે. આ અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ જણાય છે). ૧૧૬. શ્લોક ૧૧૬ ઉ૫૨ પ્રવચન ૩૨૧ હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય છે :-' ૧૧૬ ? ‘અમૃતચંદ્રાચાર્યદેવ’(નો) શ્લોક છે, કળશ છે. संन्यस्यन्निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन् । उच्छिन्दन्परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भव नात्मा नित्यनिरास्स्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा । ।११६ ।। (આત્મા યવા જ્ઞાન ચાત્ તવ) ‘આત્મા જ્યારે જ્ઞાની થાય... આહા..હા...! દયા, દાન, વ્રતાદિનો વિકલ્પ જે છે એનાથી ભિન્ન થઈને આત્માની દૃષ્ટિ અને અનુભવ થાય છે ત્યારે જ્ઞાની થાય છે. કોઈ શાસ્ત્રનું ભણતર ઘણું કરી લીધું અને લાખો માણસને રંજન કરાવ્યું માટે જ્ઞાન છે એમ નથી. આહા..હા...! હજારો શાસ્ત્ર બનાવ્યા, વ્યાખ્યાનમાં લાખો માણસ ભેગા કર્યા એ કોઈ જ્ઞાની નથી. જ્ઞાન તો રાગથી રહિત આત્મા ચિદાનંદ પ્રભુ, એનું જ્ઞાન થાય એ જ્ઞાન કહેવામાં આવે છે. આહા..હા...! તિર્યંચ છે, તિર્યંચ. અઢી દ્વિપ બહાર અસંખ્ય તિર્યંચ છે. સમિકતી છે. પંચમ ગુણસ્થાનવાળા અસંખ્ય તિર્યંચ) બહાર પડ્યા છે. અઢી દ્વિપ બહાર સ્વયંભૂરમણ સમુદ્રમાં મચ્છ ને કચ્છ અને દ્વિપમાં સિંહ અને વાઘ સમિકતી છે એવો શાસ્ત્રમાં પાઠ છે. આહા..હા...! ચારિત્ર નથી. અંદર સ્વરૂપનું આચરણ નથી પણ સમ્યગ્દર્શન અને પંચમ ગુણસ્થાન(વર્તી) સિંહ અને વાઘ, નાગ, મચ્છ ને કચ્છ કાચબા... આહા..હા...! જેણે ભગવાનઆત્માને પૂર્ણાનંદ સ્વરૂપ જ્યાં અંતર દૃષ્ટિમાં અનુભવમાં લીધું, ભલે શરી૨ તિર્યંચનું હો, અરે..! = Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ સમયસાર સિદ્ધિ-૬ નારકીનું શરી૨ હો. સાતમી નરકમાં મિથ્યાત્વ લઈને જાય છે અને ત્યાં સમકિત પામે છે. આહા..હા...! અને નીકળે ત્યારે મિથ્યાત્વ થઈ જાય. સાતમી નરક ! આહા..હા...! એટલી શીત વેદનાની પીડા (છે), જન્મથી સોળ રોગ... આહા..હા...! તેંત્રીસ સાગરમાં પાણીનું બિંદુ નહિ, આહા૨નો કણ નહિ, એ દશામાં પણ જીવ સમકિત પામે છે ! આ.હા..હા....! કોઈ એમ કહે કે, અમને કંઈક ખાવા, પીવાની, સૂવાની અનુકૂળતા હોય, દીકરા-બીકરા વેપાર અનુકૂળ ચાલે, નિવૃત્તિ હોય તો નિવૃત્તિ ઠીક પડે. આહા..હા...! એ બધી કલ્પનાઓ છે. સાતમી નરકમાં એટલી પ્રતિકૂળતા (છે) છતાં દૃષ્ટિ ગુલાંટ ખાઈને, પલટો મારી સ્વભાવ તરફની દૃષ્ટિ કરીને અનુભવ કરે છે. એટલી પ્રતિકૂળતામાં સમકિત થાય છે. પ્રતિકૂળતા એ તો શાનનું શેય છે. આહા..હા...! કોઈ જ્ઞેય પ્રતિકૂળ અને અનુકૂળ છે જ નહિ. શેય તો જ્ઞાનમાં જાણવા લાયક શેય છે. એ શેયમાં છાપ મારી નથી કે આ પ્રતિકૂળ ને આ અનુકૂળ છે. એ તો અજ્ઞાની પ્રતિકૂળ, અનુકૂળ એવી કલ્પના કરે છે. આહા..હા...! અનુકૂળ ચીજ આ છે એ તો શેય છે. પ્રતિકૂળ એ પણ શેય છે. તેને અનુકૂળ-પ્રતિકૂળ કલ્પના કરવી એ મિથ્યાત્વ ભાવ છે. આહા..હા...! – એવી સાતમી નરક અને તિર્યંચના ભવ, સ્વયંભૂરમણ સમુદ્ર(માં) એક હજાર જોજનના મચ્છ સમકિતી છે. આહા..હા...! ત્રણ જ્ઞાન - મતિ, શ્રુત, અવિધ છે). આહા..હા...! અહીંયાં મનુષ્ય હોય રાજા મોટા અબજોપતિ (હોય), કાંઈ ભાન ન મળે, ભિખારાની જેમ પૈસા લાવો, આ લાવ, આ લાવ... અંતરમાં અનંત લક્ષ્મી પડી છે, પ્રભુ ! અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત વીતરાગતા એવી અનંત શક્તિનો ભંડા૨ પ્રભુ ! એનો તો પ્રેમ નથી, એની તો રુચિ નથી અને ધૂળમાં રુચિ (છે). આ પૈસા પાંચ-પચીસ લાખ, કોડ-બે કરોડ મળ્યા ત્યાં (રાજી રાજી થઈ જાય). આહા...હા....! આહા..હા...! અંતરમાં લક્ષ્મી પડી છે, અંતર આનંદ, અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રય જ્ઞાનનો સાગર પ્રભુ બિરાજે છે). અંતર અનંત અતીન્દ્રિય ગુણનો છલોછલ ભરેલો ભગવાન છે. આહા..હા..! એની તો દૃષ્ટિ કરતો નથી અને બહારની આ ધૂળ મળી ને પૈસા મળ્યા ને કાં પૈસા પાંચ-દસ લાખ ગજરથમાં ખર્ચા (તો માની લીધું કે), ધર્મ થઈ ગયો. ધૂળેય ધર્મ નથી. આહા..હા...! એ અહીં કહે છે. આત્મા જ્યારે શાની થાય ત્યારે, પોતે પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને નિરંતર છોડતો થકો...’ ‘સંન્યસ્યન” જુઓ ! ‘સંન્યસ્યન’ (કહ્યું છે), લ્યો, આ ત્યાગ ! બહારના ત્યાગ તો અનંતવા૨ કર્યાં, એ કંઈ આત્મામાં છે નહિ. બહારના ત્યાગ-ગ્રહણ તો આત્મામાં છે જ નહિ. આત્મામાં એક શક્તિ એવી છે. સમયસાર’(માં) પાછળ ૪૭ શક્તિ (છે એમાં) ત્યાગઉપાદાન શક્તિ (છે). પરદ્રવ્યનું ગ્રહણ અને ત્યાગથી તો પ્રભુ રહિત છે, ૫૨નું ગ્રહણ પણ કર્યું નથી અને ૫૨નો ત્યાગ પણ (કર્યો નથી). ત્યાગ છે જ અનાદિથી. આ તો બહારથી Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૧૬ ૩૨૩ થોડો ત્યાગ કરે ત્યાં ઓ..હો.હો...! (થઈ જાય). આ ખરો) ત્યાગ છે “સંચચન' જુઓ ! આહા..હા...! પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને નિરંતર.” “સંન્યન’ નામ સન્યાસ કરે છે. આહાહા..! એ ત્યાગ કરે છે. આહા...હા...! ધર્મી તો રુચિપૂર્વક રાગનો ત્યાગ કરે છે. રાગની રુચિ નથી. આહા...હા...! એ મિથ્યાત્વનો ત્યાગ છે, સમકિતનું ગ્રહણ છે. આહાહા...! આવી વાતું. નિરંતર...” “સંન્યરચન' આ...હા...હા..! નિરંતર ત્યાગી. આહા..હા....! પરનો ત્યાગી તો અજ્ઞાની પણ નિરંતર છે જ. આહા...હા...! પરવસ્તુ શરીર, વાણી, મન, જડ કર્મ પર, એ તો આત્મામાં છે જ નહિ તો પરનો ત્યાગ તો અનાદિથી છે જ. આહા..હા..! પણ રાગની રુચિ (છોડી) અને સ્વભાવની રુચિ કરીને રાગની રુચિ છોડવી, ત્યાગ કરવી એ ખરો ત્યાગ છે. આહા..હા...! આવી કઈ જાતનો ઉપદેશ આ તે ! આ બધું વ્રત પાળો ને પડિમા લ્યો ને એક લ્યો ને બે લ્યો ને ત્રણ લ્યો ને અગિયાર લ્યો ને... અરે...! ભાઈ ! વસ્તુની ખબર વિના પડિમા કેવી ? આહાહા...! મિથ્યાદૃષ્ટિને પડિમા ક્યાંથી આવી ? જેને રાગની પુણ્ય, દયા, દાનની રુચિ છે ત્યાં તો મિથ્યાત્વ છે. આહા..હા...! મિથ્યાત્વનો ત્યાગ નથી ત્યાં રાગનો ત્યાગ ક્યાંથી આવે ? અને પરનો ત્યાગ તો છે જ નહિ. આત્મા તો ત્યાગ-ગ્રહણ રહિત છે. આહાહા...! “સમસ્ત બુદ્ધિપૂર્વક.' બુદ્ધિપૂર્વક સમજાણું ? રુચિપૂર્વક. આ રાગ કરવા લાયક છે, રાગ લાભ દાયક છે, એવી બુદ્ધિપૂર્વક. (એ) છોડી દેવું. આહાહા....! ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ હો, અરે...! ત્રણલોકના નાથનું સ્મરણ હો, પ્રભુનું સ્મરણ થાય એ પણ રાગ છે. એ રાગની ગ્રંચિ છોડી દે. આહા..હા...! આહા..હા..! ભગવાન વીતરાગસ્વરૂપ અંદર છે એની રુચિ કર. અરે. અરે...! આવી વાત છે. “સંચન' છે ને પહેલો શબ્દ ? સંસ્કૃતમાં પહેલો (શબ્દ) છે. સંન્યરચન' શ્લોકમાં છે). એને ત્યાગ કહીએ. રાગની રુચિ બુદ્ધિપૂર્વક છોડવી એનું નામ ત્યાગ કહીએ. આહા...હા....! પહેલો શબ્દ છે ને ! શ્લોક.. શ્લોક(નો) પહેલો શબ્દ છે. આહાહા! છોડતો થકો અર્થાતુ...” રાગ નહિ કરતો થકો...” રુચિપૂર્વક રાગ નહિ કરતો થકો. રાગનો પ્રેમ છોડતો થકો અને પ્રેમથી રાગ નહિ કરતો થકો. આહા..હા.! અબુદ્ધિપૂર્વક રાગ છે. જ્ઞાનીને હજી અસ્થિરતાનો (રાગ છે). રુચિ નથી છતાં પુરુષાર્થની કમજોરીના કારણે અબુદ્ધિપૂર્વકનો રાગ છે. તેને પણ જીતવાને..” અસ્થિરતા, અબુદ્ધિપૂર્વકનો રાગ રહ્યો તેને પણ જીતવાને વારંવાર... આહા..હા...! “સ્વશવિત્ત પૃશન (જ્ઞાનાનુભવનરૂ૫) સ્વશક્તિ.” એ શક્તિ, સ્વશક્તિ. ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ ! એ સ્વશક્તિનું સર્જન કરવું.. આહા..હા...! એને અનુભવવું. આહા..હા...! Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ સમયસાર સિદ્ધિ-૬ સ્વશવિત્ત સ્થૂશન સ્વગુણ – સ્વભાવ આનંદ, એનો અનુભવ. એ “સ્વશક્તિને સ્પર્શતો થકો..” કહે છે ? કે, પ્રથમ સમ્યગ્દર્શન થયું, શુદ્ધ ચૈતન્યની – સ્વરૂપની સન્મુખ થઈને (સમ્યગ્દર્શન થયું. એ પછી એને બુદ્ધિપૂર્વક – રુચિપૂર્વક રાગનું કરવું છૂટી ગયું, એનો સન્યાસ થઈ ગયો. પણ અબુદ્ધિપૂર્વક હજી અસ્થિરતાનો રાગ છે એને પણ છોડવા માટે આત્માના અનુભવનો સ્પર્શ કર. આહાહા...! વીતરાગી સ્વરૂપ ભગવાન આત્માને સ્પર્શ, એને સ્પર્શ, એને જગાડ, સ્થિરતા કર, એ સ્પર્શન છે. આહાહા...! આવી બધી વાત. આ જાણે નિશ્ચયની વાત, વ્યવહાર ક્યાં ગયો ? વ્યવહાર ગયો વ્યવહારમાં, રાગમાં, આત્મામાં છે નહિ. આહા..હા..! “અબુદ્ધિપૂર્વક રાગ છે તેને પણ જીતવાને.” (અર્થાત) નાશ કરવા માટે વારંવાર.” સ્વશક્તિ એટલે આત્માનો અનુભવ. સ્વ આત્માની શક્તિ એટલે આનંદ, એનું સ્પર્શન. સ્વ એટલે જ્ઞાન, પોતાની શક્તિ જ્ઞાન, તેનું સ્પર્શન. સ્વ એટલે આત્મા, એની શક્તિ એટલે વીતરાગ ભાવ, એનું સ્પર્શન. આહાહા...! સ્વશક્તિને સ્પર્શતો થકો અને એ રીતે).” સવનાં પરવૃત્તિમ્ થવ છિન્દ્ર“સમસ્ત પરવૃત્તિને–પરપરિણતિને-ઉખેડતો...” ઉપદેશ તો એમ જ આવે ને ! અંદરમાં જાય છે એટલે રાગ ઉત્પન્ન થતો નથી એને ઉખેડતો થકો એમ કહેવામાં આવે છે. ભાષા તો એમ જ હોય). રાગને ઉખેડતો થકો. રાગ, શુભ વિકલ્પ આવે છે એને પણ નાશ કરતો થકો. સ્વરૂપની દષ્ટિ તો રાગરહિત થઈ છે એમાં સ્થિર થઈને.. આહા..હા..! આત્માનો સ્પર્શ કરી, અનુભવ કરી રાગને છોડતો – ઉખેડતો થકો. “જ્ઞાનરચ પૂર્ણઃ ભવ' આત્માના પૂર્ણભાવરૂપ થતો થકો,...” આત્મા પૂર્ણભાવ એટલે કેવળજ્ઞાન. યથાખ્યાત ચારિત્ર ને કેવળજ્ઞાન ને અનંત આનંદ અને અનંત વીર્ય, એવું પૂર્ણ ભવન. પૂર્ણ ભાવરૂપ થતો થકો. આહા..હા..! દ્રવ્ય સ્વભાવમાં – ગુણસ્વભાવમાં તો પૂર્ણતા છે જ, પણ એને સ્પર્શ કરતાં કરતાં, અનુભવ કરતા કરતા), પર્યાયમાં પૂર્ણ થઈ જાય. આહા...હા..! કેવળજ્ઞાન, કેવળદર્શન, પૂર્ણ અનંત આનંદ, અનંત વીર્યાદિ. “જ્ઞાનના એટલે. આત્માના “પૂર્ણભાવરૂપ થતો થકો, ખરેખર....” “નિત્યનિરત્રવ: મવતિ ખરેખર “ છે ને “હિ. “દિ એટલે નિશ્ચય, ખરેખર. ત્યાં ઓલામાંય “હિં હતું. પણ આ “દિ જુદી જાતનું. આહા..હા...! ખરેખર સદા નિરાસવ છે. પછી સદા નિરાસવ છે. પહેલા નિરાસવ કહ્યું હતું ત્યારે તો સમ્યગ્દર્શનની અપેક્ષાએ, અનંતાનુબંધી, મિથ્યાત્વની અપેક્ષાએ કહ્યું હતું. વિવક્ષાની વિચિત્રતાની કથનની અપેક્ષાએ (કહ્યું હતું). અહીંયાં કહ્યું કે જ્યારે પૂર્ણ વીતરાગતા અંદર થાય, સમ્યગ્દર્શન થયા પછી પણ સ્વરૂપનો અનુભવ કરતા કરતા રાગ છૂટી જાય છે અને વીતરાગ પૂર્ણ થઈ જાય છે ત્યારે નિરાસ્ત્રવ થાય છે. ત્યારે તેને બિલકુલ આસ્રવ હોતો Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૧૬ નથી. છે ? ભાવાર્થ :– જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે.' જુઓ ! ધર્મી તો કોઈપણ રાગ હોય એને હેય માને છે. ભગવાનની ભક્તિનો ભાવ આવે છે પણ માને છે હેય. આહા..હા...! જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા કરે છે; તેને આસવભાવની ભાવનાનો અભિપ્રાય નથી;...' આસ્રવભાવના અભિપ્રાયની ભાવના નથી. આ ઠીક છે અને ક૨વા લાયક છે એમ નથી. તેથી તે સદા નિરાસ્રવ જ કહેવાય છે.' લ્યો ! વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૫૦ ગાથા-૧૭૩થી૧૭૬, શ્લોક-૧૧૬, ૧૧૭ ૩૨૫ સોમવાર, જેઠ વદ ૧, તા. ૧૧-૦૬-૧૯૭૯ ‘સમયસાર’ ‘આસ્રવ અધિકાર’ ૧૭૨ના ભાવાર્થની નીચે છે. વિવક્ષાનું વિચિત્રતાનું લખ્યું છે ને ? ઈ કળશટીકાકારે લખ્યું નથી. આ હેમરાજી’એ લખ્યું છે. પરવૃત્તિ (૫૨પરિણતિ) બે પ્રકારની છે...’ આત્મામાં પરિણતિ, પર્યાય થાય એ બે પ્રકારની છે. એક ‘અશ્રદ્ધારૂપ...’ અને એક “અસ્થિરતારૂપ.’ એક મિથ્યાત્વરૂપ અને એક અસ્થિરતારૂપ. આત્મામાં દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ છે, હવે પરિણતિ, એની જે પર્યાય છે ઈ પર્યાયમાં બે પ્રકાર (છે) અનાદિથી અશ્રદ્ધારૂપ, મિથ્યાત્વરૂપ અને અસ્થિરતારૂપ. જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પરવૃત્તિ છોડી છે...’ ધર્મીએ અશ્રદ્ધારૂપ નામ મિથ્યાત્વરૂપ (અર્થાત્) રાગ એ મારો છે અને રાગથી મને હિત છે, એ બુદ્ધિ જ્ઞાનીએ છોડી છે. આહા..હા...! અજ્ઞાનીને રાગ તે હિતક૨ છે અને રાગ તે મારી ચીજ – સ્વરૂપ છે, એનું એ અશ્રદ્ધાનું – મિથ્યાત્વનું પરિણમન છે અને અસ્થિરતાનું પણ છે. જ્ઞાની – ધર્મીને અશ્રદ્ધા એટલે મિથ્યાત્વ રૂપ પરવૃત્તિ છોડી છે. પ૨નું કરી શકું છું એ વાત ધર્મીએ છોડી દીધી છે. (૫૨નું કરી શકું છું) એ શ્રદ્ધા મિથ્યાત્વ છે. ૫૨નું કાંઈક કરી શકું કાં દયા, દાન, વ્રત પરિણામ ધર્મ (છે) કાં ધર્મનું કારણ (છે), એવી જે મિથ્યા શ્રદ્ધા એ ધર્મીએ છોડી દીધી છે. આહા..હા....! “અસ્થિરતારૂપ પરવૃત્તિ જીતવા માટે...’ હવે ધર્મને અસ્થિરતા છે. રાગ-દ્વેષની વાસના એવી ઉત્પન્ન થાય છે. આ..હા...! એને જીતવા માટે તે નિજ શક્તિને વારંવાર સ્પર્શે છે...’ એને રાગ-દ્વેષ ને અસ્થિરતા હોય છે પણ એને જીતવા માટે આત્માના અનુભવને વારંવા૨ સ્પર્શે છે. નિર્વિકલ્પ આનંદની દશાને વારંવાર સ્પર્શે છે. આહા..હા...! અર્થાત્ પરિણિતને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્યા કરે છે.' પોતાની જે પરિણતિ – પર્યાય છે એ અસ્થિરતામાં જાય છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય-વાસનામાં જાય છે છતાં અંતરમાં વાળવાનો પ્રયત્ન કરે છે. સ્વરૂપ તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ સમયસાર સિદ્ધિ-૬ એ રીતે સકળ પરવૃત્તિને ઉખેડીને... આ રીતે સકળ વિકારની (અર્થાત્) અશ્રદ્ધારૂપ અને અસ્થિરતારૂપ, બેય પરિણિતને ઉખેડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે.’ લ્યો ! આ તો આગળ આવ્યું હતું ને કે, સમકિતી નિરાસ્રવ છે, એને બંધન નથી. એ અશ્રદ્ધાની ઉત્પાદરૂપી બંધન નથી. મિથ્યાત્વનો અને અનંતાનુબંધીનો આસવ નથી. અસ્થિરતારૂપ છે પણ દૃષ્ટિનું બહુ જોર દીધું હોય તો એને એ અસ્થિરતા એની ચીજ જ નથી. એ તો જ્ઞાતાના શેયમાં જાય છે. એમ કહીને સમિકતીને આસ્રવ અને બંધ નથી. પણ પાછો વિચાર કરતાં એને આસ્રવ અને બંધ હજી છે અને થોડો સ્થિતિ, ૨સ કર્મમાં બંધ પણ (પડે) છે પણ તેને ગૌણ કરીને દૃષ્ટિના જોરથી વાત કરી હોય પણ એકાંત માની લેવું કે એને બિલકુલ અસ્થિરતાના આસવ, રાગાદિ છે જ નહિ અને બંધન છે જ નહિ, એમ નહિ. એ વક્તાની અપેક્ષાનું કથન છે. કઈ અપેક્ષાએ કહેવા માગે છે, એમ એણે જાણવું જોઈએ. આહા...હા...! ‘બુદ્ધિપૂર્વક’ અને ‘અબુદ્ધિપૂર્વક'નો અર્થ આ પ્રમાણે છે ઃ- જે રાગાદિપરિણામ ઇચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે...' એટલે ? જે કંઈ દયા, દાન, પુણ્ય, પાપના ભાવ રુચિપૂર્વક હોય, ઇચ્છાપૂર્વક હોય, હિતબુદ્ધિએ હોય એને બુદ્ધિપૂર્વક છે એમ કહે છે. અને જે રાગાદિપરિણામ ઇચ્છા વિના પરનિમિત્તની બળજોરીથી...’ છે તો પોતાની કમજોરી પણ નિમિત્તની અપેક્ષાએ વાત કરી છે. પરનિમિત્તની બળજોરીથી...' જુઓ ! આમાં માણસ કહે કે, જોયું ! પરિમિત્તની બળજોરીથી વિકાર થાય છે. એ તો કઈ અપેક્ષાએ કહે છે ? પોતાને રાગની રુચિ છે નહિ, રાગ દુઃખરૂપ ભાસે છે પણ પોતાની પર્યાયમાં કમજોરીને લઈને વિકા૨ થાય એને નિમિત્તની બળજોરીથી થાય એમ કહેવામાં આવ્યું. આહા....હા...! એક કોર એમ કહેવું કે, દરેક દ્રવ્ય પોતાની પર્યાયને પામે, પહોંચી વળે. એમાં પરનો કોઈ અધિકાર નથી. આહા..હા...! અને તેની પર્યાય તેના દ્રવ્ય-ગુણથી થાય, ૫૨થી ન થાય અને તેની પર્યાય તેને સ્વ-અવસરે જે થવાની હોય તે થાય. આ..હા...! ઘણા પ્રકાર. કઈ અપેક્ષાએ છે (તે સમજવું જોઈએ). આવ્યું હતું ને ? વિવક્ષાનું વિચિત્રપણું' આ ટીકામાં છે કે નહિ ? આ ‘કળશટીકા'માં નથી. ‘હેમરાજીએ નાખ્યું છે. વક્તાને કઈ અપેક્ષાએ કહેવું છે એ કથનનું વિચિત્રપણું છે. કથનનું વિચિત્રપણું છે), વસ્તુસ્વરૂપ તો જેમ છે એમ છે. આહા..હા...! સમ્યક્દષ્ટ થયો એટલે બંધન નથી એમ બહુ જોર આપ્યું હોય એટલે એમ જ માની લેવું કે એને જરીયે બંધન નથી તો તો કેવળજ્ઞાન થઈ ગયું તો યથાખ્યાત ચારિત્ર થઈ ગયું હોય. આહા..હા..! પણ દૃષ્ટિના જ્ઞાનના જોરમાં જે રાગાદિ અસ્થિરતાનો આવે એનું તે જ્ઞાન કરે છે, જ્ઞાનનું શેય છે. દૃષ્ટિમાં હેય છે, જ્ઞાનમાં શેય છે, ચારિત્રની અપેક્ષાએ તે રાગ ઝેર છે. આહા..હા...! એમ જાણતા છતાં આવ્યા વિના રહે નહિ, કહે છે. પણ દૃષ્ટિના જોરની અપેક્ષાએ એમ કહ્યું કે, એને નથી. પણ એકાંતે નથી એમ ન માની લેવું. Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૧૬ ૩૨૭ આહાહા..! દસમા ગુણસ્થાન સુધી રાગ – લોભરાગ છે. છ કર્મ બંધાય છે. અને અહીં ચોથા ગુણસ્થાને આસ્રવ અને બંધ છે જ નહિ (એમ કહ્યું તો એ કઈ અપેક્ષાએ કહ્યું)? એ તો દૃષ્ટિના જોરમાં અને જ્ઞાનમાં રાગાદિ આવે છે જ્ઞાન અને દૃષ્ટિમાં પોતાના માનતો નથી, એને દુઃખરૂપ અને હેય જાણે છે. શું આવી ગયું ને માથે ? “જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. ભાવાર્થ. “સમસ્ત રાગને હેય જાણ્યો છે. ચાહે તો ભગવાનની ભક્તિનો, વિનયનો (રાગ) હો, વાંચનનો હો પણ એ રાગને હેય જાણ્યો છે. આ..હા...હા....! ભગવાન આત્મા પરમાત્મ ચિદાનંદ સ્વરૂપ (છે) એ એક જ જ્ઞાનીને ઉપાદેય, આદરણીય છે. રાગમાત્ર તહેય છે). રાગનો કણ પણ રહી ગયો હોય, એક લોભ, ઈચ્છા (રહી ગયો), દસમે દ્વેષ ગયો, દસમે ગુણસ્થાને દ્વેષ નથી. રાગનો અંશ લોભ રહ્યો હોય છે કર્મ બાંધે છે. સમજાણું કાંઈ? અને અહીં એમ કહેવું કે, સમકિત થયું એટલે રાગેય નથી, આસ્રવેય નથી, બંધય નથી. ઈ તો એક પૂર્ણ દૃષ્ટિ અને એના જ્ઞાનના જોરને જણાવવા એ વાત કરી. અસ્થિરતાનો રાગ આવે એ અલ્પ આવે છે અને એને કર્મબંધન પણ સ્થિતિ અને રસ અલ્પ પડે છે. એમ એની ગણતરી ન ગણતા, ગૌણ કરીને એને બંધન અને આસ્રવ નથી એમ કહ્યું છે. પણ જ્યારે મુખ્યપણે બેય વાત જણાવવી હોય તો) નિર્મળધારા છે તેટલો એને આસવ અને બંધ નથી. એ ગાથા આવી ગઈ છે. અને જ્યાં સુધી રાગની પૂર્ણ નિવૃત્તિ નથી ત્યાં સુધી રાગધારા અને જ્ઞાનધારા બેય હોય છે. આહા..હા..! રાગથી ભિન્ન પડેલું જ્ઞાન એ ભેદજ્ઞાન (થયું. એ પછી ભેદજ્ઞાન કરવું પડતું નથી. એ રાગથી ભિન્ન પડ્યું જ્ઞાન અને જ્ઞાન ને શ્રદ્ધાની ધારા નિરંતર હોય છે. આહાહા...! અને જેટલો કમજોરીને લઈને રાગાદિ થાય એ રાગધારા – કર્મધારા પણ સાથે હોય છે. જેટલે અંશે રાગધારા તેટલે અંશે બંધ છે, જેટલે અંશે જ્ઞાનધારા તેટલે અંશે અબંધ છે. આહા..હા...! અહીંયાં હવે કહે છે, “રાગાદિપરિણામ ઇચ્છા વિના પરનિમિત્તની બળજોરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદિપરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે.” રુચિપૂર્વક નથી, એમ. કરવાયોગ્ય છે, કર્તવ્ય છે એમ નથી. છતાં વળી એક અપેક્ષાએ જ્ઞાનનયની અપેક્ષાએ એને એમેય કહેવાય કે, રાગનો કર્તા પણ છે, ભોક્તા પણ છે. આહા..હા...! ૪૭ નય, પ્રવચનસાર' ! જ્ઞાનપ્રધાન કથન છે ને ! ત્યાં રાગનો અંશ છે, પરિણમે તે કર્તા એમ કહ્યું). એ કરવાલાયક છે માટે (કર્તા) એમ નહિ. પણ પરિણમે છે એ અપેક્ષાએ કર્તા અને પરિણમે ને એને ભોગવે છે, એને ઈ વેદનમાં છે, જ્ઞાનીને રાગનું, દુઃખનું વેદન છે, ન હોય તો પૂર્ણ આનંદનું વદન હોવું જોઈએ અને પૂર્ણ આનંદનું વેદન નથી ત્યાં થોડો આનંદ ને થોડું દુઃખ, બેયનું વેદન સાથે છે. અરે.. અરે..! આટલી બધી Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ સમયસાર સિદ્ધિ-૬ વાતું હવે. એકાંત તાણી જવું કે, બસ ! જ્ઞાનીને કંઈ છે જ નહિ. દુઃખેય નથી, આસ્રવેય નથી, બંધેય નથી (એમ ન હોય). એક ગાથામાં, કળશમાં જોર બહુ આપ્યું છે. જ્ઞાનીને કાંઈ છે જ નહિ. કઈ અપેક્ષાએ ? ભાઈ ! જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે. ભોગ નિર્જરાનો હેતુ થાય ? જ્ઞાની કે અજ્ઞાની ગમે તે હોય. ભોગમાં તો રાગ છે. રાગ તો બંધનનું કારણ જ્ઞાનીનેય થાય. પણ દૃષ્ટિના જોરમાં રાગની રુચિ નથી, રાગમાં સુખબુદ્ધિ નથી, રાગમાં સુખબુદ્ધિ નથી. એથી એને ભોગ ખરી જાય છે, હિતબુદ્ધિ નથી એ અપેક્ષાએ કથન કર્યું. આ...હા..! બાકી તો અંગેઅંશ રાગ જ્યાં સુધી છે ત્યાં સુધી અસ્થિરતાનો દોષ છે, એ આસ્રવ છે અને એ પ્રમાણે બંધન પણ છે. આહાહા..! જ્ઞાનીને જે રાગાદિપરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે; સવિકલ્પ દશામાં થતા રાગાદિપરિણામો જ્ઞાનીની જાણમાં છે.” એટલે શું ? કે, રાગથી ભિન્ન એવું ભેદજ્ઞાન તો છે પણ વિકલ્પ દશા આવી, રાગદશામાં આવ્યો. ચાહે તો દયા, દાનાદિ કે હિંસા, જૂઠું, વિષયાદિ, એ “સવિકલ્પ દશામાં થતા રાગાદિપરિણામો....” રાગ-દ્વેષાદિ પરિણામ જ્ઞાનીની જાણમાં છે, ધર્મીને જાણવામાં આવે છે. મારી નબળાઈ છે, પર્યાયમાં ભાવકર્મનું જોર છે. પેલામાં તો એમ આવ્યું છે ને ! “કમો બળિયો, કબ્બા જીવો બળિયો'. ઈ કર્મ તો જડ છે, એની વાત નથી. કદાચિત્ ભાવકર્મનું બળ વિશેષ વધી ગયું હોય કાં આત્માના જ્ઞાનના આનંદનું બળ વધી ગયું હોય, એમ. “કમ્મો બળિયો' (કહ્યું) એમાં કર્મબળ થઈને આત્માનો કોઈ પર્યાય કરે તો તો પછી એમ તો ઘણીવાર કહેવાયું કે, પોતપોતાની વિકારી કે અવિકારી પર્યાયને તે દ્રવ્ય પામે છે, પહોંચે છે, પ્રાપ્ત કરે છે. આહાહા...! એમાં બીજું દ્રવ્ય એને પમાડે છે એમ છે નહિ. ગોટા ઘણા, ગોટા અત્યારે તો ચાલે છે). એક વાત જ્યાં કરે ત્યાં બીજામાં ભૂલે અને બીજી કરે ત્યાં (ત્રીજામાં ભૂલે). આહા..હા..! રાગ ધર્મીને આવે છે માટે તે હિતબુદ્ધિથી આવે છે એમ નથી. હેયબુદ્ધિએ આવે. આહા..હા...! અંદરમાં સ્થિરતા નથી (થતી).. આ..હા..હા...એથી એને રાગ અને દ્વેષ એવા પરિણામ આવે પણ તેમાં હિતબુદ્ધિ અને રુચિ, બુદ્ધિ નથી. “જ્ઞાનીની જાણમાં છે તોપણ અબુદ્ધિપૂર્વક છે કારણ કે ઇચ્છા વિના...” ઇચ્છા વિના એટલે ? કે, રુચિની ઇચ્છા નથી. કરવાલાયક છે, દૃષ્ટિમાં એને કરવાલાયક છે એમ ભાવ નથી. આ.હા...! બાકી તો ઇચ્છા થઈ છે તે ઇચ્છા થઈ છે. આહા..! પણ આ મને કર્તવ્ય છે અને મને કરવાલાયક છે એમ નથી. પોતાનો આનંદસ્વરૂપ ભગવાન આત્મા.. આહાહા..! પરમાત્મા આત્મા પ્રભુ ! એનું જ્યાં અંદર જ્ઞાન ને આનંદ ને શ્રદ્ધાનું પરિણમન થયું, એમાં પછી એને રાગનો ભાવ આવે પણ સુખબુદ્ધિ નથી, હિતબુદ્ધિ નથી. એ મને ઠીક આવ્યો એમ નથી. આહા..! ‘તોપણ અબુદ્ધિપૂર્વક છે... એટલે રુચિપૂર્વક નથી, એમ. ઇચ્છા વિના થાય છે.” Page #347 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૬ ૩૨૯ હવે બીજો અર્થ ‘રાજમલ્લજીએ આ ટીકા – “કળશટીકામાં કર્યો છે. (રાજમલ્લજીએ આ કળશની ટીકા કરતાં બુદ્ધિપૂર્વક” અને “અબુદ્ધિપૂર્વકનો આ પ્રમાણે અર્થ લીધો છે :જે રાગાદિ પરિણામ મન દ્વારા....” મન દ્વારા એટલે કે મનના સંબંધ દ્વારા રાગ-દ્વેષ વિકારાદિ થાય “અને બાહ્ય વિષયોને અવલંબીને, પ્રવર્તે...” મૂળ તો રાગાદિ બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે છે. જે રાગ-દ્વેષ થાય એ દશાની દિશા પર તરફ જ છે. શું કીધું સમજાણું ? જેટલા રાગ અને દ્વેષ, દયા, દાનાદિ પરિણામ (થાય), એ દશાની દિશા પર તરફ છે. વીતરાગ પરિણતિની દશા, એની દિશા આત્મા તરફ છે. આહા..હા...! આવી વાતું હવે. કેમકે વીતરાગતા – ધર્મદશા એ તો દ્રવ્યને આશ્રયે થાય છે. ઓલા છોકરાઓ તોફાન કરે છે. આ એને સમજાય નહિ તો શું કરવું ? બહાર બાથમબાથ ભીડતા હતા. આહા..હા...! ‘રાજમલ્લજી'એ એવી અપેક્ષાએ વાત કરી છે કે, જે રાગાદિ રાગ-દ્વેષ, વિષયવાસના આદિ મન દ્વારા થાય અને બાહ્ય વિષયોને અવલંબીને થાય. આમ તો રાગ થાય એ બાહ્ય વિષયોને જ અવલંબીને થાય. પણ અહીં એની જરીક બીજી ભાષા કરી. પ્રવર્તે છે.” “બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે છે.” રાગ-દ્વેષ થાય એ બાહ્ય વિષયોને (અવલંબીને) પ્રવર્તે છે. મન દ્વારા બાહ્ય વિષયોને અવલંબે (છે). “અને જેઓ પ્રવર્તતા થકા જીવને પોતાને જણાય છે..” આ..હા...! જીવને જાણવામાં પણ આવે કે, આ રાગ થયો, અશુભરાગ (થયો) એમ જાણવામાં આવે. ‘તેમ જ બીજાને પણ અનુમાનથી જણાય...” કે, આને અત્યારે અશુભ રાગ છે કે શુભ (રાગ છે). બહારની ભગવાનની પૂજા, ભક્તિની) પ્રવૃત્તિમાં હોય ત્યારે શુભ છે અને બીજામાં હોય તો અશુભ છે. એમ અનુમાનથી જાણવામાં આવે. તે પરિણામો બુદ્ધિપૂર્વક છે.” એમ કહ્યું છે. તે પરિણામને બુદ્ધિપૂર્વક કહ્યું છે. શું કહ્યું ? એક તો વિકાર થાય તે મન દ્વારા બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તતા થકા પોતાને જણાય, બીજાને અનુમાનથી પણ જણાય. આ ચાર બોલ લીધા. સમજાણું કાંઈ ? આ તો ધીમાની વાત છે, બાપુ આ..હા...“રાજમલ્લજીએ આવો અર્થ લીધો (કે), રાગ થાય એ મન દ્વારા (થાય). જોકે રાગ થાય છે એ મન દ્વારા જ થાય. પણ અહીં એક વાત બીજી કાઢી નાખશે. મોહના ઉદયથી થાય તેને મન દ્વારા નહિ, એવી એ વાત કરશે. નહિતર તો જેટલો રાગ-દ્વેષ થાય એ મનના સંબંધથી થાય. કાં પરનો, વિષયોનો સંબંધ છે. મનના સંબંધ વિના સીધો રાગ થાય નહિ. મોહકર્મનો ઉદય આવે અને પોતે જોડાય તો એમાં મનનો સંબંધ છે. આહા..હા..! અહીં ‘રાજમલજી એક બીજી અપેક્ષા લેશે. “કળશટીકા છે ને ! જે રાગ-દ્વેષ, પુણ્યપાપના ભાવ મન દ્વારા થાય, બાહ્ય વિષયોને અવલંબીને થાય, બે (વાત થઈ), (એ) પ્રવર્તતા પોતાને જણાય એ (ત્રીજી વાત), બીજાને અનુમાનથી પણ જણાય તે પરિણામો બુદ્ધિપૂર્વક Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ સમયસાર સિદ્ધિ-૬ છે; અને જે રાગાદિપરિણામ ઇંદ્રિયમનના વ્યાપાર સિવાય...' અપેક્ષાથી લીધું છે. નહિતર રાગ થાય એ મનના અવલંબન વિના હોય જ નહિ. પણ બુદ્ધિપૂર્વક મનનું અવલંબન નથી એમ (કહેવું છે). બુદ્ધિપૂર્વક મનનું અવલંબન નથી એ અપેક્ષાએ કહ્યું છે. નહિતર રાગ થાય એ કોઈ રીતે મનના અવલંબન વિના હોય શકે જ નહિ. પરદ્રવ્યના અવલંબન વિના રાગ થાય જ નહિ. મોહનો ઉદય આવીને એકલો રાગ થાય એમ નહિ. પણ અહીં બીજી રીતે સિદ્ધ કરવું છે. એ પરિણામ ઇન્દ્રિય અને મનના વ્યાપાર સિવાય. પોતાનો વ્યાપાર હું કરું એવું નથી. મનમાં જોડાયને રાગ કરું એવો વિશેષ નથી. એથી એને કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે...' સમજાણું આમાં કાંઈ ? આ રીતે લીધું. મન દ્વારા થાય, મન દ્વારા ન થાય. ફક્ત મોહના ઉદયથી થાય એવી એક-બે શૈલી લીધી. બાકી તો રાગ જે થાય એ પદ્રવ્યના સંબંધ વિના, નિમિત્તના સંબંધ વિના થાય જ નહિ. મોહનો ઉદય આવ્યો પણ મન સંબંધમાં જોડાય ત્યારે જ તેને રાગ થાય. આહા..હા...! પણ અપેક્ષાથી અહીં કથન છે. આવું બધું જાણવું. આ..હા...! ઇંદ્રિયમનના વ્યાપાર સિવાય...' આ તો જ્યારે પહેલું વાંચ્યું ત્યારે ખ્યાલ હતો કે, ટીકા આટલી બધી કેમ કરે છે. કળશમાં મન દ્વારા એકલા મોહથી (થાય છે) એ તો એક અપેક્ષાએ ખ્યાલમાં નથી એથી એને મોહ દ્વારા થયું એમ કહેવામાં આવે. જણાય નહિ, એમ આવ્યું હતું ને ? ઓલામાં આવ્યું હતું ને ? કે, જીવ જણાય, બાહ્ય વિષયોનું અવલંબન (છે), મન દ્વારા (થાય તે) બીજાને અનુમાનથી જણાય. એવું આમાં નથી એટલે મોહ દ્વારા (થાય છે એમ) કહ્યું. શું કહ્યું ? એને ખ્યાલમાં આવે નહિ પણ છે તો મનનો સંબંધ. ખ્યાલમાં આવે નહિ એ અપેક્ષાએ મોહના ઉદયથી રાગ ને દ્વેષ થયો એમ કહેવામાં આવ્યું. મન દ્વારા બાહ્ય વિષયોને અવલંબીને પોતાને જાણવામાં આવે અને બીજાને અનુમાનથી પણ જાણે કે આ મને અત્યારે રાગ થાય) છે. આ..હા...! સમકિતી દુકાને વેપાર કરવા બેઠો હોય ત્યારે બધો રાગ જણાય છે કે નહિ ? પોતાને જણાય છે કે નહિ ? મન દ્વારા થયો છે કે નહિ ? પરનું અવલંબન છે કે નહિ ? પોતાને જણાય છે કે નહિ ? બીજા પણ અનુમાન કરે કે, અહીં બેઠો (છે એટલો) રાગ છે. સમજાણું કાંઈ ? આહા..હા...! અને તેના ખ્યાલમાં ન આવે અને ૫૨નો, ઇન્દ્રિયોના વિષયોનો સંબંધ નથી અને બીજા પણ અનુમાન કરી શકે નહિ એ અપેક્ષાએ એને મન વિના, મોહના ઉદયથી થયો એમ કહેવામાં આવ્યું છે. આહા..હા...! મોહના ઉદયની મુખ્યતાથી. મુમુક્ષુ : ઉત્તર :- મુખ્યતા આપી એટલું. બાકી છે તો અંદર મન દ્વારા ખરું. પણ અંદર ઝીણો, સૂક્ષ્મપણે જણાતો નથી અને બીજાઓ પણ એને અનુમાન કરી શકે કે આ રાગમાં છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૬ ૩૩૧ એ રીતે રાગ હોવામાં મનથી નહિ પણ મોહના ઉદયથી થાય એમ અહીં અબુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યું છે. આરે.....! આવું હવે આ બધું ક્યાં યાદ રહે ? કેટલું યાદ રાખવું) ? દરરોજ ફેરફારો. સવારે કાંઈક, બપોરે કાંઈક. માર્ગ તો બાપા એવો ઝીણો (છે). આહા..હા...! જે અપેક્ષાથી કહ્યું છે તે અપેક્ષાથી એણે જાણવું જોઈએ. ભગવાનનો માર્ગ સ્યાદ્વાદ છે. કઈ અપેક્ષાએ કહ્યું તે અપેક્ષાએ જાણવું જોઈએ. સ્યાદ્વાદ કરીને એમ નથી (કહેવું) કે, નિમિત્તથી પણ થાય અને આત્માથી પણ થાય, વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય. એમ સ્યાદ્વાદ નથી. પણ નિમિત્ત પણ છે, ઉપાદાન પણ છે, વ્યવહાર પણ છે, નિશ્ચય પણ છે. આહા..હા...! ઇંદ્રિયમનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી.” જોયું ? સૂક્ષ્મ છે ને ઈ અપેક્ષા લીધી. ઓલામાં જણાતા છે અને અહીં જણાતા નથી એટલી અપેક્ષા લીધી. તે અબુદ્ધિપૂર્વક છે.’ કહ્યું છે બરાબર ઈ. મન દ્વારા એટલે આમ કરું, આમ કરું એમ એટલું જોડાણ, એટલો સ્થૂળ ઉપયોગ નથી. સૂક્ષ્મપણે છે તેને મન દ્વારા નથી એમ કીધું. અને મોહના ઉદયથી થાય છે અને પોતાને જણાતા નથી તેથી તેને અબુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે. એકમાં બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વક (અર્થ કર્યો, અબુદ્ધિપૂર્વક એટલે રુચિ વિના એમ અર્થ કર્યો. અહીંયાં બીજી ચીજ સિદ્ધ કરે છે). અહીંયાં બુદ્ધિપૂર્વક મન દ્વારા ખ્યાલમાં આવે, બીજા જાણે એનું નામ બુદ્ધિપૂર્વક અને પોતાને ખ્યાલમાં ન આવે, ભલે છે મન દ્વારા પણ મન દ્વારા થાય એમ ખ્યાલમાં ન આવે અને મોહના ઉદયથી થાય એને અબુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે. આવું છે. ઈ તો જે દિ પહેલાં વાંચ્યું ત્યારથી આ ખ્યાલ છે કે, આ મન દ્વારા ના પાડે છે. ઈ આ અપેક્ષાએ, કીધું ને ? કે, જીવને જણાતા નથી એ અપેક્ષાએ. આહાહા...! આવો ધર્મ સમજવા માટે.. આવું બધું રોકાવું પડતું હશે ? ધર્મ ચીજ ઝીણી બહુ, બાપુ ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ ! એનું જે જ્ઞાન ત્રણકાળ ત્રણલોકનું, એનો જે સ્વભાવ અને એ સ્વભાવને પોતે પોતામાં પામવું અને સ્વભાવને પામ્યા છતાં રાગ-દ્વેષનું રહેવું. આહાહા..! સ્વભાવમાં રાગ-દ્વેષ છે નહિ. સ્વભાવની દૃષ્ટિ થતાં, અનુભવ થતાં પણ સ્વભાવમાં રાગ-દ્વેષ નથી, દૃષ્ટિમાં રાગ-દ્વેષ નથી, દૃષ્ટિનો વિષય તો સ્વભાવ ત્રિકાળી છે. છતાં એને પણ સૂક્ષ્મપણે મન દ્વારા જણાય નહિ ઈ અપેક્ષાએ મન દ્વારા નથી અને મોહના ઉદયથી રાગ થયો અને પોતાને જાણવામાં આવતો નથી. એને અબુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે. કહો, ‘ચીમનભાઈ ! આમાં કેટલું આમાં યાદ રાખવું)? મુમુક્ષુ :- દુકાનમાં ધંધો કરે તો બધું યાદ રાખે છે. ઉત્તર :- ત્યાં બધી જાત યાદ રાખે). દુકાનમાં અમારે ‘આણંદજી' હતો. તે કેટલી ચીજો અને કેટલું ધ્યાન રાખતો હતો ! આપણને બહુ એવું કાંઈ નહિ. દુકાનમાં બેસતા.. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ સમયસાર સિદ્ધિ-૬ અને માલ લઈને આવે ત્યારે હાથમાં છત્રી લટકતી આમ.... રેલમાંથી ઉતરે તો આવે. ત્રણચારિ દિએ, ત્રણ-ચાર દિએ “મુંબઈ માલ લેવા જાવું પડે. મહિનાનો પાસ લીધેલો. આ તો તે દિ' (સંવત) ૧૯૬૪-૬૫-૬૬ની વાતું છે. ૧૯૬૩માં કુંવરજીની દુકાન કરી હતી. અમારા મોટાભાઈને સાથે લીધા હતા. આહા..હા...! એ બધી વાત જાણે, એકેએક ! મુંબઈમાં આ ચીજનો આ ભાવ છે, આ ભાવે આ ચીજ આપણે લાવેલા એમાં આટલી ખપી છે અને આટલી બાકી છે અને એ ચીજ) નવા ભાવમાં આવા ભાવની આવવાની છે. એ...ઈ...! અમારે ‘આણંદજી” હતો, “આણંદજી ! છેવટે પગ તૂટી ગયો હતો એટલે ચાલી શકતો નહોતો. બાયડી-ભાયડો બે જ હતા, લાખો રૂપિયા હતા. પછી દુકાન છોડી હતી. તોય બે કલાક દુકાને આવે. મુમુક્ષુ – ઘરે શું કરે ? ઉત્તર :– આ ઘર નથી અંદર? આહા..હા..! નિજઘરમાં જાય તો ત્યાં મહાપ્રભુ બિરાજે છે. આહાહા...! એમને એમ મરી ગયો. છેવટે કહે કે, અરે.રે.... મને કોઈએ કહ્યું નહિ. કારણ કે એકલો. બાયડી-ભાયડો બે જ હતા ને દુકાનમાં પાપ કર્યા ઘણા. અને મેં એને કહેલું પણ ઈ મારું કાંઈ (માન્યો નહિ). ઈ તો મહારાજ ત્યાગી છે તો કહે (એમ લઈ ત્યે). પણ મને કોઈ કુટુંબીએ કહ્યું નહિ કે, છોડી દે. પણ તું શું કરવા (કરે છે) ? મજૂર કરીને બેઠો હોય તો મજૂરી કર ને અહીં. આહા..હા...! અરે.રે..! હવે હું જાઉં છું. કોઈએ મને છોડવાનું કહ્યું નહિ. મેં છોડ્યું નહિ, મારે કાંઈ નહોતું તોય. એક જ બાયડી છતાં (છોડ્યું નહિ). લાખો રૂપિયા હતા. પછી તો બેય મરી ગયા. વહુ પણ મરી ગઈ. આહાહા..! આ નાટક સંસારનું ! આ.હા..! દામનગરમાં એક ખુશાલભાઈ હતા. આપણે અહીં ‘જગુભાઈ” રહેતા, “જગુભાઈ ! મોટા ગજુભાઈ ! “ગઢડાએ ગુજરી ગયા. એના બાપ હતા. લૌકિકમાં ડાહ્યા કહેવાતા. એક આંખ હતી ને એક આંખ નહોતી. ગામમાં જ્યાં તકરાર હોય, એવું હોય ત્યાં) જાય તો સમાધાન કરી નાખે. ઘણી વખત એવું બધું કરેલું. ઈ મરવા ટાણે, ભાઈ ! આ.હા..હા..! એનાથી શ્વાસ લેવાય નહિ, મુંઝવણનો પાર ન મળે. જોવા આવે, શેઠિયાઓ જોવા આવે. ‘દામોદરશેઠ” જોવા આવે. ગામમાં કર્તા-હર્તા ઈ હતા ને ! જોવા આવે. પછી રોવે. અરે..રે...! મેં મારું કાંઈ ન કર્યું. મેં પરનું કરવામાં રોકાઈને મેં મારું બગાડ્યું. અરે....હવે ટાઈમ રહ્યો નહિ. એમ છેલ્લો બોલતો હતો. સંસારના ડાહ્યા કહેવાતા. ખુશાલભાઈ ખુશાલ પ્રેમચંદ ! એના બાપનું નામ. આહાહા...! એ ભાઈ રોતા રોતા દેહ છૂટી ગયો. મેં મારું કાંઈ ન કર્યું. અરેરે..! આમ દેહ પૂરો થઈ જશે. માણસો એમને એમ બફમમાં રહ્યા કરે. હજી પછી કરશું, પછી કરશું, પછી કરશું. આટલું કરશું, આટલા પછી કરશું, આટલા પછી કરશું. ઈ પછીમાં પહેલું આવે નહિ અને પછીનું પછી રહ્યા કરે. આહાહા...! અરે..રે..! આવા Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૧૬ ૩૩૩ ટાણા ક્યારે આવે ? ભાઈ ! અનંત અનંત કાળનો બાપુ ! ઈ એણે વિચાર કર્યો નથી. આહા..હા...! અનંતા નરકના, નિગોદના ભવ કરી બાપુ ! અહીંયાં આવ્યો છો તું. આહા..હા...! હવે તો આ નરક ને નિગોદના ભવ, બાપુ ! કેમ સહ્યા છે એ વાત આકરી (છે). આ.હા..! એ ભવ ન થાય એ કરવાનું છે, ભાઈ ! આ.હા...હા...! બાકી તો બધી ચીજ ઠીક, દુનિયા, પૈસા બધા થયા ને આબરૂ થઈ ને છોકરાઓ પાંચ-સાત-દસ થયા ને બધા રળાઉ થયા ને ઢીકણા થયા... એમાં ધૂળમાં કાંઈ નથી). આહાહા..! મરીને દુર્ગતિએ જાઈશ, બાપા ! આહા....! અહીં એ કહે છે, “(અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિલ વડે તેઓ અનુમાનથી પણ જણાય છે).” ઓલાની સાથે – પૂર્વની સાથે મેળવ્યું. બીજા જાણે છે એમ આવ્યું હતું ને ! ભાઈ ! મન દ્વારા થાય એ પોતાને જણાય અને પરના અવલંબને થાય, બીજા પણ અનુમાનથી એને જાણે એમ આવ્યું હતું. હવે આમાં બીજી રીતે (કહે છે). જે “અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે.” પોતે જાણતો નથી પણ જ્ઞાની જાણે. તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી.” બીજા પણ જાણે. અનુમાનથી (જાણે). હજી કેવળજ્ઞાન થયું નથી, પૂર્ણ થયો) નથી અને રાગ છે. આહા..હા... “શ્રીમમાં એક આવે છે. “સોભાગભાઈ’, ‘સોભાગભાઈ ને ? “સોભાગભાઈ ! સોભાગભાઈ મરતા નહિ, છેલ્લે ? જોડે કો'ક હતું, જોડે હતું કો'ક એને ખાટલામાં સૂતા સૂતા કહે, મને કેવળજ્ઞાન થશે તો હું તને કહીશ. મૂળ સ્થૂળ વાતો. એલા પણ હજી ખાટલામાં સૂતો છો)... “સોભાગભાઈ” ને? અને ઓલો જોડે હતો એ? ‘ડુંગરશી’, ‘ડુંગરશી” ! આવી સ્થિતિ ! કેવળજ્ઞાન કોને કહેવું, બાપુ ! આ..હા..! અરે..! એ ખાટલે હોય નહિ, લૂગડાં હોય નહિ. અને કેવળજ્ઞાન થશે તો હું તને કહીશ. આવી વાત આવી છે બહાર. આહા..હા....! આવી વાત બહાર આવી છે, હવે સાચી-ખોટી કેટલી છે (કોણ જાણે) ? અહીં કાને આવી છે. આહા..હા..! કયાંક લખાણમાંય છે, ક્યાંક લખાણ છે. આહા..હા..! અરે. બાપા ! હજી મુનિપણું કોને કહેવું ? ભાઈ ! આ...હા...હા...! જેને ત્રણ કષાયનો નાશ થયો છે), સ્વસંવેદન પ્રચુર આનંદનું વેદન પ્રગટ થયું છે, અને જેની દશા નગ્ન, વસ્ત્રનો ટૂકડોય ન હોય, ભાઈ ! આહાહા...! એને બાયડી, છોકરા, મકાન તો ક્યાં હતા ? એ મુનિદશા બાપુ ! એ કોઈ અલૌકિક છે ! જૈનદર્શનની મુનિદશા ! આ.હા.હા.! જેને અંતર સ્વસંવેદન, આનંદનું પ્રચુર વેદન (હોય), અતીન્દ્રિય આનંદના ઉભરા... ઉભરા આવે ! અતીન્દ્રિય આનંદના અંદર ઉત્સાહ, ઉભરા આવે અંદરથી !! આ.હાહા...! એને જ્યાં નગ્નદશા હોય એને આવું થાય. વસ્ત્રવાળો હોય એને આવી દશા હોય નહિ. આહાહા...! તો વળી ખાટલે સૂતા કેવળજ્ઞાન થાય ? Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સમયસાર સિદ્ધિ-૬ મુમુક્ષુ – “મરુદેવી માતાને હાથીના હોદ્દે કેવળજ્ઞાન થયું એમ તો કહેવાય છે. ઉત્તર :- હાથીના હોદ્દે કેવળજ્ઞાન બધી ખોટી વાત. એ વળી શ્વેતાંબર કહે છે. “મરુદેવી હાથીના હોદ્દે દર્શન કરવા જતા હતા, ત્યાં માથે કેવળ થઈ ગયું, માથે મોક્ષ થઈ ગયા. આહાહા...! આહાહા...! બાપુ ! એમ ન ચાલે, ભાઈ ! સ્ત્રીનો દેહ હોય એને તો પાંચમાં ગુણસ્થાન ઉપર ન આવે, મુનિપણું ન આવે, ભાઈ ! આ તો પદાર્થની વ્યવસ્થા એવી છે. ભગવાને કરી છે નહિ, જેમ છે તેમ કહી છે. આહા..હા...! અહીં કહે છે, “અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે.) પોતાને જાણવામાં ન આવે એમ કહે છે. તેમના અવિનાભાવી ચિલ વડે તેઓ અનુમાનથી પણ જણાય છે.” બીજાને પણ જણાય. સૂક્ષ્મ છે (એટલે) પોતાને ભલે જાણવામાં ન આવે. એને અહીંયાં મોહના ઉદયથી થતા અબુદ્ધિપૂર્વક કહેવામાં આવ્યા છે અને મન દ્વારા બુદ્ધિપૂર્વક રાગાદિ થાય તેને પોતે પણ જાણી શકે, એનું અવલંબન બાહ્ય વિષયનું હોય છે અને તેને જાણતા બીજાને પણ અનુમાનથી જાણી શકાય, બીજા પણ અનુમાનથી એને જાણે. એને બુદ્ધિપૂર્વક રાગ કહે છે અને આ અબુદ્ધિપૂર્વક રાગ પોતાને ન જણાય અને બીજાને પણ ન જણાય. પ્રત્યક્ષ કેવળી જાણે અને બીજા અનુમાનથી જાણે. એને અબુદ્ધિપૂર્વક કહે છે. મુમુક્ષુ :- સાતમાં ગુણસ્થાનથી દસમાં ગુણસ્થાન સુધી અબુદ્ધિપૂર્વક છે. ઉત્તર :- પછી અબુદ્ધિપૂર્વક છે. એ અહીં વાત નથી, એ વાત અહીં નથી. અહીં તો નીચલા દરજ્જામાં બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકની વાત છે, ઓલી વાત અહીં નથી. ઓલી તો સાતમા પછી અબુદ્ધિપૂર્વક છે ઈ અહીં વાત નથી. અહીં તો નીચલા દરજ્જામાં પણ રુચિપૂર્વક જે હોય, પોતાને જણાય. જ્ઞાનીને રુચિપૂર્વક ન હોય પણ પોતાને જણાય અને બીજા પણ અનુમાનથી જાણી શકે અને એનું અવલંબન પર તરફ જાય. (એવા) રાગને બુદ્ધિપૂર્વક કહેવાય. અને જે રાગને સૂક્ષ્મપણે મન દ્વારા નથી અને મન દ્વારા સ્થૂળપણું નથી દેખાતું. એથી તેને મોહના ઉદયથી થયેલું (કહેવામાં આવ્યું. પ્રત્યક્ષ કેવળી જાણે અને બીજા અનુમાનથી પણ જાણે. છે ને ? “અનુમાનથી (પણ) જણાય)' એને અહીંયાં અબુદ્ધિપૂર્વક કહે છે. પેલું સાતમાથી દસમા ગુણસ્થાનના) અબુદ્ધિપૂર્વકની વાત અત્યારે નથી. આ..હા...! પહેલા આમાં આવ્યું હતું. બુદ્ધિપૂર્વક, નહિ ? પહેલા આવ્યું હતું, જુઓ ! “રાગાદિ પરિણામ ઇચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે.” એ (વાત) અહીં પહેલી આવી હતી. અને જે રાગાદિપરિણામ ઇચ્છા વિના પરનિમિત્તની બળજોરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે.” એમ આવ્યું હતું. એ જુદું, આ જુદું, પેલું જુદું. આહા...! ધીમે ધીમે સમજવાની વાત છે, બાપા ! આ.હા...! આ તો વીતરાગમાર્ગ છે, સૂક્ષ્મ માર્ગ છે. આ..હા...! ભગવાનઆત્મા જ સૂક્ષ્મ છે ને ! આ...હા...! એટલે ગ્રંથકારની અપેક્ષાથી રાગાદિપરિણામ બુદ્ધિપૂર્વક થાય અને અબુદ્ધિપૂર્વક થાય Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૭ ૩૩૫ એટલી વાત ત્યાં લીધી. અને ટીકાકાર વાત નાખતા (કહે છે), બુદ્ધિપૂર્વક નામ એના ખ્યાલમાં આવે, મનનું જોડાણ હોય, બીજા પણ જાણી શકે એને બુદ્ધિપૂર્વક કહે. અને અહીંયાં મનમાં જોડાણ નથી, ખ્યાલમાં આવ્યું (કે) જોડાણ નથી તેથી મોહના ઉદયથી થયું, પોતાને પણ જણાય નહિ, પ્રત્યક્ષ કેવળી જાણી શકે (એમ કહ્યું). શ્લોક-૧૧૭ (अनुष्टुभ्) सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसन्ततौ । कुतो निरास्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः । ।११७ ।। હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છે : શ્લોકાર્થ :– ‘સર્વસ્થામ્ વ દ્રવ્યપ્રત્યયસંતતો નીવન્ત્યાં] જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાસવની સંતતિ વિદ્યમાન હોવા છતાં [જ્ઞાન] જ્ઞાની નિત્યમ્ વ્] સદાય નિરાસ્રવઃ] નિરાસ્રવ છે [તાઃ] એમ શા કા૨ણે કહ્યું ” [તિ શ્વેત્ મતિ:] એમ જો તારી બુદ્ધિ છે (અર્થાત્ જો તને એવી આશંકા થાય છે) તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે. ૧૧૭. શ્લોક ૧૧૭ ઉ૫૨ પ્રવચન હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છે :–' ૧૧૭. सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसन्ततौ । कुतो निरास्त्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः । ।११७ ।। આ..હા...! શું કહે છે ? સર્વસ્થામ્ વ દ્રવ્યપ્રત્યયસંતતો નીવન્ત્યાં જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાસવની સંતતિ વિદ્યમાન હોવા છતાં...' આહા..હા...! શંકાકાર પૂછે છે. આશંકા, હોં ! આંશકા છે, હોં ! શંકા નહિ. તમે કહો છો એ ખોટું છે એમ નહિ પણ મને સમજાતું નથી. શું કહો છો તમે આ ? ધર્મીને સમસ્ત દ્રવ્યાસવની સંતતિ જીવતી છે. છે ને ? “નીવન્ત્યાં” વિદ્યમાન છે. નાીવન્ત્યાં’ એટલે વિદ્યમાન છે. સમકિતી – જ્ઞાનીને પણ હજી આઠ કર્મ છે, આયુષ્ય સહિત (છે), એ જીવતા આઠે કર્મ (છે). જીવતા એટલે વિદ્યમાન છે અને Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સમયસાર સિદ્ધિ-૬ तमे अहो छो डे खेने बंधन नथी भने खास्रव नथी. खा शुंडही छो ? आहा... हा...! खेवी वातुं, जायु ! जी जडु [सर्वस्याम् एव द्रव्यप्रत्ययसंततौ जीवन्त्यां] धर्भी व ક્ષાયિક સમકિતી હોય તોય खेने 'समस्त द्रव्यासवनी संतति...' परंपरा अंदर विद्यमान छे. खेभ होवा छतां 'ज्ञानी....' [नित्यम् एव] ‘सहाय... खा..हा..हा...! सहाय निरास्रव छे ? अंदर सेने खाई दुर्भ भवता जिराभे छे. आहा..हा...! नवा (उर्भ) जंघाय छे, राग थाय छे, पूर्वना अर्भ छे, नवा पाए। આવે છે. આવું બધું હોય છતાં તમે પ્રભુ ! આહા..હા...! જ્ઞાની સદાય નિરાસ્રવ છે એમ शा डरो ऽह्युं ?” [इति चेत् मतिः] 'खेभ भे तारी बुद्धि...' होय, खा रीते तने समभवा માટે આશંકા હોય, ‘(અર્થાત્ જો તને એવી આશંકા થાય છે) તો હવે તેનો ઉત્તર કહેવામાં खावे छे.' ગાથા-૧૭૩થી ૧૭૬ सव्वे पुव्वणिबद्धा दु पच्चया अस्थि सम्मदिट्टिस्स । उवओगप्पा ओगं बंधते कम्मभावेण || १७३।। होण णिरुवभोज्जा तह बंधदि जह हवंति उवभोज्जा । सत्तट्टविहा भूदा णाणावरणादिभावेहिं । ।१७४ ।। संता दु णिरुवभोज्जा बाला इत्थी जहेह पुरिसस्स । बंधदि ते उवभोज्जे तरुणी इत्थी जह एदेण कारणेण दु सम्मादिट्टी अबंधगो आसवभावाभावे ण पच्चया बंधगा सर्वे पूर्वनिबद्धास्तु प्रत्ययाः सन्ति उपयोगप्रायोग्यं बन्धाति भूत्वा निरुपभोग्यानि तथा बन्धाति यथा भवन्त्युपभोग्यानि । सप्ताष्टविधानि भूतानि ज्ञानावरणादिभावैः ।।१७४ ।। सन्ति तु निरुपभोग्यानि बाला स्त्री यथेह पुरुषस्य । बन्धाति तानि उपभोग्यानि तरुणी स्त्री यथा नरस्य । । १७५ ।। एतेन कारणेन तु सम्यग्दृष्टिरबन्धको भणितः । आस्रवभावाभावे न प्रत्यया बन्धका सम्यग्दृष्टेः । कर्मभावेन | | १७३ ।। भणिताः ।।१७६।। णरस्स ।।१७५ ।। भणिदो । भणिदा । ।१७६ ।। Page #355 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭૩ થી ૧૭૬ यतः सदवस्थायां तदात्वपरिणीतबालस्त्रीवत् पूर्वमनुपभोग्यत्वेऽपि विपाकावस्थायां प्राप्तयौवनपूर्वपरिणतीस्त्रीवत् उपभोग्यत्वात् उपयोगप्रायोग्यं पुद्गलकर्मद्रव्यप्रत्ययाः सन्तोऽपि कर्मोदयकार्यजीवभावसद्भावादेव बन्धति । ततो ज्ञानिनो यदि द्रव्यप्रत्ययाः पूर्वबद्धाः सन्ति, सन्तुः तथापि स तु निरास्रव एव, कर्मोदयकार्यस्य रागद्वेषमोहरूपस्यास्रवभावस्याभावे द्रव्यप्रत्ययानामबन्धहेतुत्वात् । હવે, પૂર્વોક્ત આશંકાના ઉત્તરની ગાથા કહે છે : જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા સુદૃષ્ટિને, ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મભાવ વડે કરે. ૧૭૩. અણભોગ્ય બની ઉપભોગ્ય જે રીત થાય તે રીત બાંધતા, જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મો સપ્ત-અષ્ટ પ્રકારનાં. ૧૭૪. સત્તા વિષે તે નિરુપભોગ્ય જ, બાળ સ્ત્રી જ્યમ પુરુષને; ઉપભોગ્ય બનતાં તેહ બાંધે, યુવતી જેમ પુરુષને. ૧૭૫. આ કારણે સમ્યક્ત્તસંયુત જીવ અણબંધક કહ્યા, આસ૨તભાવઅભાવમાં નહિ પ્રત્યયો બંધક કહ્યા. ૧૭૬. ૩૩૭ ગાથાર્થ :- [સમ્યકૃè:] સમ્યગ્દષ્ટિને [સ] બધા પૂર્વનિવદ્ધા: તુ પૂર્વે બંધાયેલા [પ્રત્યયા] પ્રત્યયો (દ્રવ્ય આસ્રવો) સન્તિ સત્તારૂપે મોજૂદ છે તેઓ [ઉપયોપ્રાયો ઉપયોગના પ્રયોગ અનુસાર, [ર્મમાવેન] કર્મભાવ વડે (–રાગાદિક વડે) નવો બંધ કરે છે. તે પ્રત્યયો, 'નિરુપમોશ્યાનિ નિરુપભોગ્ય [મૂત્વ] રહીને પછી યથ] જે રીતે [૪૫મોયાનિ ઉપભોગ્ય [મવન્તિજી થાય છે તથા તે રીતે, [જ્ઞાનાવરળાવિમાવૈ:] જ્ઞાનાવરણાદિ ભાવે [સપ્તાષ્ટવિદ્યાનિ ભૂતાનિ] સાત-આઠ પ્રકારનાં થયેલાં એવા કર્મોને વિધ્નાતિ બાંધે છે. સત્તિ gy સત્તા-અવસ્થામાં તેઓ નિરુપમોયા]િ નિરુપભોગ્ય છે અર્થાત્ ભોગવવાયોગ્ય નથી. – [યથા] જેમ [૬૪] જગતમાં [વાતા સ્ત્રી] બાળ સ્ત્રી [પુરુષસ્યા પુરુષને નિરુપભોગ્ય છે તેમ; [જ્ઞાનિ] તેઓ [૪૫મોયાના ઉપભોગ્ય અર્થાત્ ભોગવવાયોગ્ય થતાં વિઘ્નાતિ બંધન કરે છે – યથા] જેમ [તરુળી સ્ત્રી] તરુણ સ્ત્રી [નસ્ય] પુરુષને બાંધે છે તેમ. [તેન તુ હારોન] આ કારણથી [સમ્યવૃષ્ટિ:] સમ્યગ્દષ્ટિને [અવન્ધઃ] અબંધક [મળિતઃ] કહ્યો છે, કારણ કે [આસ્રવમાવામા આસવભાવના અભાવમાં [પ્રત્યયાઃ] પ્રત્યયોને [વન્ધાઃ] (કર્મના) બંધક [ન મળિતા:] કહ્યા નથી. ટીકા :– જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે પરંતુ યૌવનને પામેલી એવી તે પહેલાંની પરણેલી સ્ત્રી યૌવન-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે અને જે રીતે Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સમયસાર સિદ્ધિ-૬ ઉપભોગ્ય થાય તે અનુસાર, પુરુષના રાગભાવને લીધે જ, પુરુષને બંધન કરે છે – વશ કરે છે, તેવી રીતે જેઓ પ્રથમ તો સત્તા-અવસ્થામાં અનુપભોગ્ય છે પરંતુ વિપાક-અવસ્થામાં ઉપભોગયોગ્ય થાય છે એવા પુદ્ગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો હોવા છતાં તેઓ જે રીતે ઉપભોગ્ય થાય તે અનુસાર અર્થાત્ ઉપયોગના પ્રયોગ અનુસારે કર્મોદયના કાર્યરૂપ જીવભાવના સદ્ભાવને લીધે જ, બંધન કરે છે. માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિદ્યમાન છે, તો ભલે હો; તથાપિ તે (જ્ઞાની) તો નિરાસવ જ છે, કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષમોહરૂપ આસવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણ નથી. (જેમ પુરુષને રાગભાવ હોય તો જ જુવાની પામેલી સ્ત્રી તેને વશ કરી શકે છે તેમ જીવને આસવભાવ હોય તો જ ઉદયપ્રાપ્ત દ્રવ્યપ્રત્યયો નવો બંધ કરી શકે છે). | ભાવાર્થ :- દ્રવ્યાસવો ઉદયને અને જીવના રાગદ્વેષમોહભાવોને નિમિત્ત-નૈમિત્તિકભાવ છે. દ્રવ્યાસવોના ઉદય વિના જીવને આવભાવ થઈ શકે નહિ અને તેથી બંધ પણ થઈ શકે નહિ. દ્રવ્યાસવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાસવ થાય તે પ્રકારે દ્રવ્યાસવો નવીન બંધનાં કારણે થાય છે. જીવ ભાવાસવ ન કરે તો તેને નવો બંધ થતો નથી. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવાસવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. (ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી; ઔપથમિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાયો માત્ર ઉપશમમાં–સત્તામાં–જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી; અને ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને પણ સમ્યક્ત્વમોહનીય સિવાયની છ પ્રકૃતિઓ વિપાક-ઉદયમાં આવતી નથી તેથી તે પ્રકારનો બંધ થતો નથી). અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને જે ચારિત્રમોહનો ઉદય વર્તે છે તેમાં જે પ્રકારે જીવ જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે; તેથી ગુણસ્થાનના વર્ણનમાં અવિરતસમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિનો બંધ કહ્યો છે. પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી. સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં સ્વામિત્વભાવે તો જોડાતો જ નથી. માત્ર અસ્થિરતારૂપે જોડાય છે; અને અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચયદૃષ્ટિમાં જોડાણ જ નથી. માટે સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે; ઉદયનો જ્ઞાતાદૃષ્ટા થઈને પરના નિમિત્તથી માત્ર અસ્થિરતારૂપે પરિણમે Page #357 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૭૩ થી ૧૭૬ ૩૩૯ ત્યારે કર્તા નથી, જ્ઞાતા જ છે. આ અપેક્ષાએ, સમ્યગ્દષ્ટિ થયા પછી ચારિત્રમોહના ઉદયરૂપ પરિણમવા છતાં તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને તેમાં જોડાઈને જીવ રાગદ્વેષમોહભાવે પરિણમે છે ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે. જ્ઞાની-અજ્ઞાનીનો અને બંધ-અબંધનો આ વિશેષ જાણવો. વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા કેવળજ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાતુ સંપૂર્ણજ્ઞાની થાય છે ત્યારે તો તે સર્વથા નિરાસ થઈ જાય છે એમ પહેલાં કહેવાઈ ગયું છે. ગાથા ૧૭૩ થી ૧૭૬ ઉપર પ્રવચન ગાથા. ચાર છે ને ગાથા ? सव्वे पुव्वणिबद्धा दु पच्चया अस्थि सम्मदिहिस्स। उवओगप्पाओगं बंधते कम्मभावेण ।।१७३।। होदूण णिरुवभोज्जा तह बंधदि जह हवंति उवभोज्जा। सत्तट्टविहा भूदा णाणावरणादिभावे हिं ।।१७४।। संता दु णिरुवभोज्जा बाला इत्थी जहेह पुरिसस्स। बंधदि ते उवभोज्जे तरुणी इत्थी जह णरस्स ।।१७५।। एदेण कारणेण दु सम्मादिट्ठी अबंधगो भणिद्री। आसवभावाभावे ण पच्चया बंधगा भणिदा।।१७६।। જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા સુદૃષ્ટિને, ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મભાવ વડે કરે. ૧૭૩. અણભોગ્ય બની ઉપભોગ્ય જે રીતે થાય તે રીતે બાંધતા, જ્ઞાનાવરણ ઈત્યાદિ કમાં સપ્ત-અષ્ટ પ્રકારનાં. ૧૭૪. સત્તા વિષે તે નિરુપભોગ્ય જ, બાળ સ્ત્રી જ્યમ પુરુષને; ઉપભોગ્ય બનતાં તેહ બાંધે, યુવતી જેમ પુરુષને. ૧૭૫. આ કારણે સમ્યક્ત્વસંયુત જીવ અણબંધક કહ્યા, આસરવભાવઅભાવમાં નહિ પ્રત્યયો બંધક કહ્યા. ૧૭૬. Page #358 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ આ...હા..હા...! ટીકા :- જેમ પ્રથમ તો તત્કાળની પરણેલી બાળ સ્ત્રી અનુપભોગ્ય છે...’ પરણ્યો હોય પણ છોડી દસ વર્ષની કે અગિયાર વર્ષની કે આઠ વર્ષની હોય તે અણભોગ્ય છે. પરંતુ યૌવનને પામેલી એવી...' એ જ્યારે યુવાન થાય તે પહેલાંની પરણેલી સ્ત્રી યૌવન-અવસ્થામાં ઉપભોગ્ય થાય છે...' દૃષ્ટાંત (કહે છે). અને જે રીતે ઉપભોગ્ય થાય...' જે રીતે વર્તમાનમાં ઉપભોગ્ય થાય તે અનુસારે, પુરુષના રાગભાવને લીધે જ, પુરુષને બંધન કરે છે–’ આ..હા..હા...! વશ કરે છે.” આ દૃષ્ટાંત. તેવી રીતે જેઓ પ્રથમ તો સંસાર-અવસ્થામાં અનુપભોગ્ય છે...’ ધર્મીને સત્તામાં પડેલા કર્મો એ કંઈ ભોગ્ય નથી, પડ્યા છે. આ..હા...! સત્તા-અવસ્થામાં અનુપભોગ્ય છે પરંતુ વિપાક-અવસ્થામાં ઉપભોગયોગ્ય થાય છે..’ એ કર્મનો ઉદય જ્યારે વિપાક આવે ત્યારે તે ઉપભોગ થાય છે. આ..હા...! એવા પુદ્ગલકર્મરૂપ દ્રવ્યપ્રત્યયો...’ જડકર્મનો ઉદય હોવા છતાં... આહા...હા...! તેઓ ઉપયોગના પ્રયોગ અનુસારે..’ એ જે પ્રમાણે વર્તમાન પુરુષાર્થથી જોડાય તે અનુસારે. આ..હા...! ‘ઉપયોગના પ્રયોગ અનુસારે...’ વર્તમાન ઉપયોગ અનુસાર. કર્મ સત્તા(માં) પડ્યું છે એ કાંઈ નહિ. એનો ઉદય આવે ત્યારે પણ વર્તમાન પુરુષાર્થથી જેટલો જોડાય તેટલું તેને બંધન છે. સમજાણું કાંઈ ? આહા..હા...! ‘કર્મોદયના કાર્યરૂપ જીવભાવના સદ્દભાવને લીધે જ... કર્મના ઉદયના કાર્યમાં જો જીવભાવનો સદ્ભાવ હોય, ભેગું જોડાણ હોય તો બંધન કરે છે.’ શું કહ્યું ઈ ? જ્ઞાનીને સત્તામાં કર્મ પડ્યા હતા એ તો કંઈ ભોગ નથી. ઉદયમાં આવે ત્યારે વર્તમાનમાં જેટલો જે જાતનો પોતાને ઉપયોગ જોડાય તે પ્રમાણે બંધન થાય. હવે, જ્ઞાનીનો ઉપયોગ સમ્યગ્દર્શન સહિતનો છે. આ..હા...! આહા..હા...! છે ? ૩૪૦ ‘કર્મોદયના કાર્યરૂપ જીવભાવ...' (એટલે કે) વિકારી ભાવ. એના સદ્ભાવને લીધે જ બંધન કરે. માટે જ્ઞાનીને જો પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો વિદ્યમાન છે,...' ધર્મીને પૂર્વે બંધાયેલા મિથ્યાત્વથી બાંધ્યા હતા તે કર્મો પડ્યા છે તો ભલે હો; તથાપિ તે (જ્ઞાની) તો નિરાસ્રવ જ છે,...' પૂર્વના કર્મની અપેક્ષાએ પણ, તે પડેલા છે એ અપેક્ષાએ નિરાસ્રવ છે. ‘કારણ કે કર્મોદયનું કાર્ય જે રાગદ્વેષમોહરૂપ આસવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણ નથી.’ એ કર્મના ઉદયનું કાર્ય વર્તમાન રાગ-દ્વેષ-મોહ થાય તો આસ્રવ (થાય) પણ એ આસવભાવ તેના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણ નથી.’ ધર્મીને એ (કર્મનો) ઉદય આવે પણ એને રાગ-દ્વેષ થતો જ નથી, કહે છે. એમાં એનું જોડાણ જ નથી. આ..હા..હા...! આ તો સમિકતી છે એના જ્ઞાનનું જોડાણ તો આત્મા સાથે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? દ્રવ્યપ્રત્યયો બંધનાં કારણ નથી.' જડ પડેલા કર્મો કોઈ બંધના કારણ નથી. વર્તમાનમાં ઉદય આવે ત્યારે જેટલો પોતે એ બાજુમાં જોડાય તો એને ભાવ થાય. ‘(જેમ પુરુષને રાગભાવ હોય તો જ જુવાની પામેલી સ્ત્રી તેને વશ કરી શકે છે તેમ Page #359 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭૩ થી ૧૭૬ ૩૪૧ જીવને આસવભાવ હોય તો જ ઉદયપ્રાપ્ત દ્રવ્યપ્રત્યયો નવો બંધ કરી શકે છે. નવા ભાવ કરે, જૂના કર્મ પડ્યા હોય, નવા ભાવ કરે તો બંધનનું કારણ થાય. જૂના કર્મ પડ્યા (છે) માટે એને બંધનનું કારણ થાય એમ નથી. આહા..! વર્તમાનમાં એની દશા જડકર્મની સાથમાં ઉદય આવે ત્યારે જેટલા પ્રમાણમાં વર્તમાનમાં જોડાય, જોડાણ સ્વભાવ તરફ તો છે જ, (છતાં) આમ (ઉદયમાં) જોડાય તેટલા પ્રમાણમાં બંધન) થાય. આ તો સમકિતીનું જોડાણ તો આત્મા સાથે છે. સમજાણું કાંઈ ? થોડું જોડાણ છે. છતાં તેને અહીંયાં આસવ અને બંધનરહિત કહેવામાં આવ્યો છે. આહા..હા..! એ મિથ્યાત્વ અને અનંતાનુબંધીની અપેક્ષાએ છે, હોં ! એ ખુલાસો કરશે. આહા...હા...! ભાવાર્થ) દ્રવ્યાસવોના ઉદયને અને જીવના રાગદ્વેષમોહભાવોને નિમિત્ત-નૈમિત્તિકભાવ છે.” શું કીધું ઈ ? જૂના જડ કર્મ છે નિમિત્ત અને નવા વર્તમાન રાગ-દ્વેષ થાય એ નૈમિત્તિક. એ રાગ-દ્વેષ કરે તો ઓલાને નિમિત્ત કહેવામાં આવે. દ્રવ્યાસવોના ઉદય વિના જીવને આસવભાવ થઈ શકે નહિ.” એકલા નિમિત્ત વિના સ્વભાવમાં એકલો આશ્રવ થઈ શકે નહિ. એટલે અહીં આસ્રવ સિદ્ધ કરવું છે ને ! “જીવને આસવભાવ થઈ શકે નહિ અને તેથી બંધ પણ થઈ શકે નહિ. દ્રવ્યાસવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાસવ થાય તે પ્રકારે દ્રવ્યાસવો નવીન બંધનાં કારણે થાય છે. જીવ ભાવાસવ ન કરે તો તેને નવો બંધ થતો નથી.... કર્મનો ઉદય આવ્યો માટે બંધન થાય એમેય નથી. આહાહા..! પોતાના જોડાણમાંથી છૂટીને એમાં જેટલું જોડાણ કરે, એટલું એને નવું બંધન થાય. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૫૧ ગાથા-૧૭૩-૧૭૬, મંગળવાર, જેઠ વદ ૨, તા. ૧૨-૦૬-૧૯૭૯ ‘સમયસાર ભાવાર્થ પછી બીજો પેરેગ્રાફ છે. “સમ્યગ્દષ્ટિને.” એટલે શું ? કે, આત્મા જે છે એ શુદ્ધ સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ છે. એનું મૂળ સ્વરૂપ સત્ છે અને જ્ઞાન, આનંદાદિ એનો સ્વભાવ છે. એની દશામાં જે પુણ્ય ને પાપના ભાવ થાય એ તો આસ્રવ છે. આસ્રવ એટલે બંધના કારણ છે. જેમ વહાણમાં છિદ્ર હોય અને પાણી આવે એમ આત્મા શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ છે છતાં જેને ભાન નથી, એને અંદર મિથ્યાત્વને લઈને તેનો અનુભવ થતો નથી. અહીં વધારે એ વાત લેવી છે. વસ્તુસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે તેનું જ્ઞાન ને ભાન નથી, એ આત્મા સિવાય પર પદાર્થનો કર્તા થાય છે અને અંદર રાગ ને પુણ્ય ને પાપના ભાવ થાય, હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ પાપ (ભાવ છે). દયા, દાન, વ્રત, તપ, ભક્તિ એ પુણ્ય (ભાવ છે), પણ બેય આસવ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ સમયસાર સિદ્ધિ-૬ છે એટલે બંધના કારણ છે. એ બંધના કારણનો (જેને અભાવ થયો છે એવો) સમ્યગ્દષ્ટિ (અર્થાત્ જેને સ્વરૂપની અંતરદૃષ્ટિ થઈ છે, શુદ્ધ ચૈતન્ય આનંદકંદ પ્રભુ, એની સત્ય દૃષ્ટિ થઈ છે અને તે ચૈતન્યસ્વરૂપ પવિત્ર છે. તેનો અહીંયાં અનુભવ (થયો છે), એને શુદ્ધ ચૈતન્યને અનુસરીને જે આનંદનું વેદન આવવું જોઈએ તે વેદન થઈને અનુભવ થયો હોય તેને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. આ સમ્યગ્દષ્ટિની વ્યાખ્યા ! આહાહા..! બાકી આ પુણ્ય અને પાપના ભાવ (થાય) એ મારું કર્તવ્ય છે એમ જે માને છે એ તો મિથ્યાષ્ટિ, અજ્ઞાની મૂઢ છે. અનાદિનો ચાર ગતિમાં ચોરાશીના અવતારમાં રખડે છે. આહાહા.! ઈ પરવસ્તુનો કર્તા થાય છે અને પોતામાં થતાં વિકારના પરિણામનો રચનારો, કરનારો, બનનારો, સ્વામી થાય છે ત્યાં સુધી તે મિથ્યાષ્ટિ, અજ્ઞાની, મૂઠ છે. આહાહા..! આવું સ્વરૂપ આકરું ! જ્યારે આ ભગવાન આત્મા વસ્તુ છે ને ? પદાર્થ છે, તત્ત્વ છે, સચ્ચિદાનંદ પ્રભુ છે. એનો જેને પુણ્ય અને પાપના ભાવથી જુદું છે ઈ તત્ત્વ એમ અંદર ભાન થાય ત્યારે તે સમ્યગ્દષ્ટિ થાય અને ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે ત્યારે તે સુખને પંથે પડ્યો છે એમ કહેવાય. અને એનું જ્યાં ભાન નથી અને પુણ્ય ને શુભ-અશુભ ભાવનો કર્તા થઈને મિથ્યાત્વભાવથી ત્યાં રોકાયેલો છે એ દુઃખને પંથે છે. આ..હા...! આવી વાતું છે, બાપુ ! જગતથી જુદી બહુ. આહા...! એ “સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વનો...” એટલે વિપરીત માન્યતાનો એટલે કે પરનું કરી શકું, પરનું ભલું-ભૂંડું કરી શકું, પુણ્ય-પાપના ભાવ એ મારા, વિકાર છે એ ત્રિકાળી સ્વભાવથી | ભિન્ન છે છતાં એ વિકાર પરિણામ મારા છે) એવી માન્યતાવાળાને અહીંયાં મિથ્યાત્વ કહે છે. મિથ્યાશ્રદ્ધા (કહે છે). આહાહા..! અને “અનંતાનુબંધી કષાય.” એ મિથ્યાત્વની સાથે અનંત સંસારના કારણ, રખડવાના એવા રાગ-દ્વેષ એને અહીંયાં અનંત અનંતાનુબંધી (કહે છે). અનંત એટલે મિથ્યાત્વની સાથે રહેલા કષાયો, રાગ ને દ્વેષ, તેને અહીંયાં અનંતાનુબંધી કષાય કહે છે. ઝીણી વાત છે, બાપુ ! ધર્મ કોઈ બીજી ચીજ છે. આ..હા...હા! એ “સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી..” એને મિથ્યાત્વ ભાવ પણ નથી અને મિથ્યાત્વ સાથે અનંત સંસારનું કારણ જે કષાય, એ પણ તેને નથી. આ ઝીણી વાત છે બહુ, બાપુ ! આ...હા...હા....! તેને તે પ્રકારના ભાવાસવો તો થતા જ નથી. સમ્યગ્દષ્ટિને મિથ્યાશ્રદ્ધા અને મિથ્યાત્વની સાથે રહેલા અનંત સંસારના કારણરૂપ રાગ-દ્વેષ એ ધર્મની દૃષ્ટિ અને આત્મા-દૃષ્ટિ થયો, આત્મજ્ઞાન થયું ત્યારે એ ભાવ તો એને હોતા નથી. આહા..હા..! તેને તે પ્રકારના ભાવાસવો...” એટલે પુણ્ય ને પાપના ને મિથ્યાત્વ ભાવ, તેને તે પ્રકારના મિથ્યાશ્રદ્ધા અને અનંત સંસારના કારણના ભાવાસવ એટલે જે પરિણામથી નવા બંધન થાય તેવા “ભાવાસવો તો થતા જ નથી. આહા..હા..! સમજાય છે કાંઈ ? માર્ગ Page #361 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭૩ થી ૧૭૬ ૩૪૩ બહુ જુદી જાતનો (છે), બાપુ ! ધર્મ કોઈ એવી ચીજ છે (કે) અનંતકાળમાં એણે કરી નથી). ચોરાશીના અવતાર અનંતકાળથી કરે છે. કેમકે એ તો અનાદિ આત્મા છે, એ કંઈ નવો નથી, તેમ કૃત્રિમ નથી, કોઈએ કરેલો નથી, એ તો છે વસ્તુ. અનાદિની ચીજ છે એની ખબરુ વિના ચોરાશીના અવતારમાં રખડે છે એનું રખડવાનું બંધ કયારે થાય ? કે, આત્મા પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપ છું અને એ પુણ્ય ને શુભ-અશુભ જે દયા, દાન, વ્રતના પરિણામ (થાય) એ પણ મારી ચીજ નહિ.. આ.હા..હા...! એવું જ્યાં અંતર ભાન થાય ત્યારે તેને તે પ્રકારના આસવો એટલે મિથ્યાશ્રદ્ધા અને તેની સાથમાં રહેલા રાગ-દ્વેષ, એવા પરિણામ અને હોતા નથી. અરે..! અજાણ્યાને એક એક ભાષા અજાણી લાગે. અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. કેમકે એ ભાવ નથી તો પછી નવો બંધ પણ એને લઈને થતો નથી. આહા....! જરીક ઝીણી વાત છે, ભાઈ ! ગમે તેટલી વાત એને સહેલી કરીને મૂકે પણ એની મર્યાદામાં સહેલી થાય ને ? આ..હા...! હવે આ જરી ઝીણું આવ્યું છે આ. ‘(ક્ષાયિક સમ્યગ્દષ્ટિને) સમ્યગ્દર્શન તો થયું છે પણ ક્ષાયિક એટલે કે જે હવે નાશ ન થાય અને કેવળજ્ઞાન, પરમાત્મપદને પ્રાપ્ત કરે ત્યાં સુધી ક્ષાયિક ભેગું રહે એવું એ ક્ષાયિક સમ્યગ્દર્શન. પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એનો અનુભવ થઈને એના જ્ઞાનમાં, વર્તમાન જ્ઞાનમાં એ પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન થઈને, આ પૂર્ણ સ્વરૂપ આવું છે એવી જે પ્રતીતિ જ્ઞાનમાં શેય થઈને આત્માને પ્રતીતિ થાય અને તે પ્રતીતિ ક્ષાયિક થાય કે જે થઈ તે જાય નહિ. આહાહા..! એવા “ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે...” આહા...હા...! અધિકાર એ જાતનો આવ્યો છે, બાપુ ! શું થાય ? આ..હા...! અંતર સ્વરૂપ ભગવાન સચ્ચિદાનંદ નિર્મળાનંદ પ્રભુ ! અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય શાંતિનો સાગર છે ઈ ! વસ્તુ છે, આત્મા પદાર્થ છે. એમાં અનંત અનંત શાંતિ ને અનંત આનંદ, અતીન્દ્રિય આનંદ અનંત અનંત (ભર્યો છે). એવી અનંત અનંત શક્તિઓનો એ સાગર છે ! એવું જેને અંતરમાં સન્મુખ થઈને, પરથી વિમુખ થઈને એવી દૃષ્ટિ પ્રગટ થઈ કે જે ક્ષાયિક એટલે તેને વિઘ્ન કરનાર રાગ, મિથ્યાત્વાદિનો અંશ રહ્યો નહિ. એવું ‘(ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સત્તામાંથી)” આહા...હા...! (મિથ્યાત્વનો...) વિપરીત શ્રદ્ધાનો ‘(ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો) આહાહા..! એ અનંત સંસારનું કારણ એવા રાગ-દ્વેષનો પણ એને અભાવ છે. તે સંબંધી અવિરતિ)” આ...હા...હા...! હજી શબ્દોય ન આવડતા હોય ત્યાં (આ સમજાય કેવી રીતે ?) આ તો અધ્યાત્મશાસ્ત્ર છે, આ કાંઈ લૌકિક વાત નથી. ભાષા જ અધ્યાત્મ છે. આત્મા અંદર આનંદનો નાથ પ્રભુ ! અતીન્દ્રિય આનંદનો સાગર છે. એનું એવું અંતરમાં ભાન Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ સમયસાર સિદ્ધિ-૬ થઈને પ્રતીતિ થઈ કે જે પ્રતીતિને કાળે મિથ્યાત્વ સંબંધીનો તો ક્ષય થયો, અનંતાનુબંધી કષાયનો પણ નાશ થયો (તથા) (તે સંબંધી અવિરતિ...)” આહા..હા...! એ સંબંધી જે અવિરતિ એટલે એ મિથ્યાત્વ ને અનંતાનુબંધીને લગતી જે અવિરિત. આહા..હા...! બધી ભાષા ઝીણી કરી. ‘(અવિરતિ અને યોગભાવનો...)' શું કહે છે ? આત્મામાં એક અજોગ એવો સ્વભાવ છે. (આત્મ) પ્રદેશમાં આ કંપન થાય છે એ તો વિકાર છે. અંતર સ્વરૂપમાં એક અજોગ નામનો (સ્વભાવ છે). જેમ આત્મામાં જ્ઞાન, આનંદાદિ, શાંતિ આદિ સ્વભાવ છે તેમ એક અજોગ નામનો એનો ગુણ – સ્વભાવ છે. એ અજોગ નામના ગુણનું પણ પરિણમન થાય છે). આહા..હા...! ‘(યોગભાવનો પણ ક્ષય થઈ...” એક અંશે પણ એ અજોગભાવનો અંશ પ્રગટ થાય છે. એટલે કંપનભાવનો એટલો એને નાશ થાય છે. બધી ભાષા જુદી જાત છે. ચોથે ગુણસ્થાને, હોં ! આત્મા હજી તો પાંચમુ, છઠ્ઠું ને કેવળજ્ઞાન, પરમાત્મા થાય એ તો તેરમું (ગુણસ્થાન) જુદું. મેડીએ ચડવામાં જેમ દાદરાનાં પગથિયાં હોય છે એમ ગુણધારાના ચૌદ પગથિયા હોય છે. એ માહ્યલું ચોથા ગુણસ્થાનની ધારાની વાત અત્યારે ચાલે છે. આ..હા...! એ ચોથા ગુણસ્થાનની ધારામાં ક્ષાયિક દશા જ્યાં થઈ, ભલે ગૃહસ્થાશ્રમમાં હો, પણ અંતરમાં એ સ્વામીપણું એને રાગનું અને રાજનું ઊડી ગયું છે. રાજ હોય મોટું ચક્રવર્તીનું તોપણ સ્વામીપણું જેને અંત૨માંથી ઊડી ગયું છે. આહા..હા...! અંતરમાં ભગવાન અંતર આનંદનું દળ છે, આનંદનું દળ ! આ..હા..હા...! અતીન્દ્રિય આનંદનું દળ પિંડ પ્રભુ આત્મા છે. આહા..હા....! એવું જ્યાં અંતરની દૃષ્ટિ ને સન્મુખ થઈને ભાન થયું તો કહે છે કે, મિથ્યાત્વ ને અનંતાનુબંધી તો ગયા પણ એને લગતી અવિરતિનો અંશ પણ ગયો અને એને લગતા યોગના કંપનના અંશનો પણ એટલો અભાવ થયો. કેમ ? કે, સમ્યગ્દર્શન એટલે ‘સર્વ ગુણાંશ તે સમિકત’. જે આત્મા પ્રભુ છે,... આ તો હાડકાં, દેહ જડ માટી છે, આ કાંઈ આત્મા નથી, આ તો માટી, ધૂળ છે. આ વાણી ધૂળ જડ છે. અંદર એક કર્મ છે, પૂર્વે પુણ્ય-પાપ, શુભ-અશુભ ભાવ કરેલા હોય (એવા) પુણ્ય, પાપ. આ પુણ્યના ઉદયને લઈને બે-પાંચ લાખ પૈસા (–રૂપિયા) મળે ને ? બુદ્ધિ વિનાના હોય પણ છતાં કરોડો પૈસા પેદા કરે. ઈ પૂર્વના પુણ્યને કારણે છે. ઈં એક જડકર્મ છે. એ જડથી પણ પ્રભુ તો અંદર જુદો છે. આહા..હા....! એમાં દયા, દાન ને વ્રતના પરિણામ ને કામ, ક્રોધના પરિણામથી પણ એ જુદો છે. એવું જુદાનું ભાન થયું તો એમાં જેટલા ગુણો છે એની એક અંશે શક્તિઓની વ્યક્તતા થઈ. એ એમ કહે છે કે, તે કાળે યોગનો અંશ પણ ગયો અને અજોગનો અંશ પણ વ્યક્ત પ્રગટ થયો. આહા..હા...! સમજાય છે કાંઈ ? Page #363 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૭૩ થી ૧૭૬ ૩૪૫ આ.હા...હા...! “યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે)' ક્ષાયિક સમકિત લીધું છે ને ? ક્ષયોપશમ (સમકિતમાં) પણ અંશે હોય છે પણ આ તો ક્ષાયિક (સમકિત) લીધું. આહાહા...! જેનું મૂળ તોડી નાખ્યું આખું ! ફરીને ઊગે નહિ. એવી આત્માના આનંદના સ્વરૂપની, જ્ઞાનમાં વસ્તુને શેય બનાવીને વર્તમાન જ્ઞાનની દશામાં આખા તત્ત્વને શેય બનાવીને જે અંતરમાં એ જ્ઞાન થઈને પ્રતીતિ થઈ એ પ્રતીતિ અહીંયાં ક્ષાયિક કરવામાં આવી છે. એ ક્ષાયિક પ્રતીતિમાં વિપરીત માન્યતા અને એની સાથે રહેલા રાગ-દ્વેષ, એનો તો એને અભાવ છે, પણ તેને લગતો અવિરતિ ભાવ જે છે એ પણ નાશ થાય છે અને તેમાં યોગના કંપનનો ભાવ જે છે એક અંશે એનો પણ નાશ થાય છે અને અજોગનો એક અંશ પ્રગટ થાય છે. આહા..હા..! હજી ગૃહસ્થાશ્રમમાં હો, સાધુ ચીજ તો અલૌકિક, બીજી ચીજ છે ! શ્રાવક પણ કોઈ અલૌકિક છે ! શ્રાવક એટલે આ વાડાના શ્રાવક છે એ કંઈ (શ્રાવક નથી). અંદરમાં આત્મઅનુભવ થઈ અને સ્વરૂપમાં લીનતાનો, આનંદનો અંશ વધે ત્યારે તેને શ્રાવક કહેવામાં આવે અને એમાંથી વિશેષ અતીન્દ્રિય આનંદનું (વેદન આવે), પ્રચુર અતીન્દ્રિય આનંદનો અંદરથી ઊભરો આવે, આનંદનું પ્રચુર સ્વસંવેદન (આ), એને સાધુ કહેવામાં આવે છે. અર.૨.૨...! “સાધતે ઇતિ સાધુ ! જે અનંત સ્વભાવ છે તેને સાધે છે, ગુણ અનંત છે તેને સાધે માટે સાધુ. આહાહા...એ સાધુને પણ તેટલા પ્રકારનું ક્ષાયિક સમકિત સહિત સાધુપણું હોય છે, તો એને મિથ્યાત્વ અને બીજા બે કષાય પણ નથી અને અહીં તો ચોથે ગુણસ્થાનથી પણ તેને લાયક અવિરતિ અને તેને લાયક યોગનો અંશ નાશ થઈ ગયો છે. આહાહા...! એમ કહીને એમ કહેવા માગે છે કે, પ્રભુ ! અનંત અનંત ગુણનું ગોદામ આત્મા છે. બાપુ ! આત્મા અનંત ગુણનું ગોદામ, બાપુ ! એણે કે દિ સાંભળ્યો છે ? આ..હા..હા...! અનંત જેની સંખ્યાનો પાર ન મળે. અનંત... અનંત... અનંત... અનંત. અનંત.. અનંત.. અનંત.... એને અનંતા ગુણાકાર કર્યા જ કરો તોપણ એ છેલ્લે અનંતનો છેલ્લો અનંત આવે નહિ એટલા બધા એક એક આત્મામાં ગુણ ભર્યા છે. આહા..હા..! એ બધાય ગુણો ક્ષાયિક સમકિત થતાં બધા ગુણોનો એક અંશ પ્રગટરૂપે અનુભવમાં વ્યક્તરૂપે આવે છે. આહા...હા...! સમજાય છે કાંઈ ? અહીં તો હવે આપણે આ ઓગણીસમી વાર ચાલે છે. આ “સમયસાર તો પહેલેથી અક્ષરેઅક્ષર અઢાર વાર તો પૂરું થઈ ગયું છે. આ તો ઓગણીસમી વાર ચાલે છે. આ..હા...! ઝીણી વાતું બહુ, બાપુ ! દેહથી તો ભિન્ન પ્રભુ (છે) પણ અંદર દયા, દાન, વ્રત ને તપનો વિકલ્પ, રાગ ઊઠે છે એનાથી પ્રભુ અંદર ભિન્ન છે. આ.હાહા...! એવો પ્રભુ ચૈતન્ય ભગવાન ! સત્ ચિદાનંદ સત્ છે અને ચિત્ જ્ઞાનાનંદ છે એવું અંતરમાં જેવી ચીજ, જેવડી Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ સમયસાર સિદ્ધિ-૬ ચીજ છે એવડી ચીજનું જેને અંત૨માં જ્ઞાન થઈને પ્રતીતિ, શ્રદ્ધા થઈ તેને અનંતા ગુણ જેટલી સંખ્યામાં છે એ બધા ગુણોનો એક અંશ શક્તિમાંથી વ્યક્તતા આવે છે. આ..હા...હા...! ભાષા ફેર, ભાવ ફેર. કહો ! સમજાણું કાંઈ ? ચોથે ગુણસ્થાને યોગના અંશનો ક્ષય થાય છે (એમ) કહે છે. પૂરો યોગ ભલે ચૌદમે (ગુણસ્થાને) થાય. ગુણસ્થાન ચૌદ છે તે. આ..હા...! પણ અહીં પણ તેને સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે...' આ..હા..હા...! ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ! જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ ! એનું શુદ્ધ ચૈતન્યઘન અનાદિથી છે પણ એના ભાન વિના શરીર મારું, શરીરની ક્રિયા હું કરું ને કો'કનું ભલું કરી દઉં ને કો'કનું ભૂંડું કરી દઉં ને એવો જે મિથ્યાત્વ ભાવ... આ..હા..હા...! એવો જે સ્વભાવથી વિપરીત ભાવ એવા મિથ્યાત્વની સાથે રહેલા રાગ-દ્વેષ, એને લઈને ઈ ચા૨ ગતિમાં ચોરાશીના અવતારમાં રખડે છે. આ..હા...! એને રખડવાનું ક્યારે ટળે ? કે, જેમાં તે ભાવ, વિકાર ને વિકારનું ફળ જે અંદર સ્વરૂપમાં નથી, એવો જે સચ્ચિદાનંદ પ્રભુ આત્મા ! એનું અવલંબન લેતા જે કંઈ અંદર અજ્ઞાન ને રાગ-દ્વેષ ને તે પ્રકારનો કષાય ટળે છે એ ટાણે તેને લગતા અવિરતિ ને યોગભાવનો અંશ પણ ટળે છે. આહા..હા...! અજાણ્યા નવી ભાષા(વાળાને) તો તદ્દન નવું લાગે. અહીં તો ચુમ્માલીસ વર્ષથી (આ) ચાલે છે. આ..હા...! આ તો અંતરની વાતું છે, બાપુ ! બહારની વાતું અત્યારે અહીં ક્યાંય છે જ નહિ. બહારની વાતું બધે છે. આ અંતર પ્રભુ કોણ છે ? આ (શરી૨ દેખાય એ) તો માટી છે. એની આ બધી દશાઓ થાય છે એ પણ એ માટીને લઈને (થાય છે), આત્માને લઈને નહિ. આહા...હા...! આ હાલવું-ચાલવું, બોલવું બધી જડની પર્યાય અવસ્થા છે, આત્માથી નહિ. કેમ બેસે ? આખો દિ' હું કરું, હું કરું... આ મેં કર્યું, મેં આને કરી દીધું ને મેં આનું કર્યું.. નરસિંહ મહેતા' પણ કહે છે ને ! વૈષ્ણવમાં થયા ઈ ! હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે’ ગાડા હેઠે કૂતરું (હોય) એને ઠુંઠું અડે (તો ઈ એમ માને કે), ગાડું મારાથી ચાલે છે ! એમ અજ્ઞાની દુકાનને થડે કે ઘરે જઈને બેઠો હોય ત્યાં (એમ માને કે), આ બધા ઘરના, દુકાનના કામ મારાથી થાય છે, એ બાયડી મારી ને છોકરા મારા, મેં એને પરણાવ્યા ને મેં એને ઠેકાણે નાખ્યા ને મેં એને ૨ળવાને રસ્તે દોરી દીધા.. આવું જે અજ્ઞાન ને મિથ્યાત્વ ભાવ... આહા..હા...! એ ચા૨ (ગતિમાં રખડાવનારો ભાવ છે). મુમુક્ષુ :– બધુંય અજ્ઞાન ? ઉત્તર :– બધું મિથ્યા છે. ‘સુમનભાઈ’ને એણે ભણાવ્યો હતો. પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચીને ભણાવ્યો ! અને અત્યારે આઠ હજારનો એમના દીકરાને પગાર છે. મુંબઈ' ! – મુમુક્ષુ :– એનાથી શું વળ્યું ? ઉત્તર :- ધૂળ ! ડાળિયા શા ? છોકરા કોના ? પૈસા કોના ? વાતું કોની ? શું છે Page #365 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭૩ થી ૧૭૬ ૩૪૭ આ ? પાંત્રીસ હજા૨ તે દિ' ખર્ચ્યા (ઈ) વકીલાતમાં પાપ કરીને ભેગા કર્યાં હતા. કોર્ટમાં પાંચ કલાક જાતા (ત્યારે) બસો રૂપિયા લેતા. પાંત્રીસ વર્ષ પહેલાંની વાત છે, હોં ! અત્યારે તો બધી (ચીજ) મોંઘી થઈ ગઈ ને ! અત્યારે તો દાણા મોંઘા થયા એટલે પૈસા સોંઘા થઈ ગયા. પહેલાના એક લાખ અને અત્યારના પચીસ લાખ, બેય સરખા. આહા..હા...! અરે...! કોના દીકરા ? કોના બાપ ? ભાઈ ! અરે......! અરે...! એમાં દયાનો ભાવ આવે એ રાગ છે, ઈ જીવનો નહિ, ભાઈ ! પ્રભુ ! તને તારી પ્રભુતાની ખબર નથી. આહા..હા...! ૫૨ને નહિ મારવાનો ને બચાવવાનો ભાવ આવે પણ ઈ કાંઈ બચાવી શકે નહિ. પરનું તો એને કા૨ણે થાય પણ આ જાણે કે, બચાવી દઉં એવો ભાવ આવે, રાગ (આવે), એ રાગનો સ્વામી થાય તે મિથ્યાષ્ટિ છે. આ..હા...! એ આત્માના સ્વભાવની શાંતિને હણે છે. આહા..હા...! = અહીં કહે છે કે, જેને આવો પ્રભુ છે એવું જ્યાં અંતરમાં ભાન થયું, જ્ઞાતા-દૃષ્ટા થયો, સ્વરૂપ જ્ઞાન ને આનંદાદ છે, તેને જ્ઞાનની પર્યાયમાં – વર્તમાન દશામાં, તેનું જેટલું, જેવડું સ્વરૂપ છે તેવું તેને જણાયું અને જાણીને પ્રતીત થઈ એ પ્રતીતમાં વિપરીત મિથ્યાત્વ ને અનંતાનુબંધી કષાય તો એને આવતો નથી પણ તેને તે સંબંધી અવિરતિ અને યોગભાવ પણ ટળી ગયો છે. આ..હા..હા...! વાડામાં તો વાતું આ કરે, દયા પાળો, વ્રત કરો, અપવાસ કરો, દયામંડળી કરો ને આ ધૂળ કો ને પાંચ-પચીસ હજાર ભેગા કરે, લાખ-બે લાખપાંચ લાખ ભેગા કરીને બીજાને સહાય કરો. શું કરે ? ધૂળ ! આ..હા...! ભાઈ ! ઝીણી વાત, બાપા ! આ આંગળી જડ છે, ધૂળ છે, આ તો માટી (છે). ઈં આ ચાલે છે ઈ જડ જડને કા૨ણે (ચાલે છે), આત્માને કા૨ણે નહિ. આહા..હા...! એ માને કે મારાથી થાય છે તે દૃષ્ટિ તેની સત્યનું ખૂન ક૨ના૨ અસત્ય છે. અસત્ય કહો કે મિથ્યા કહો, મિથ્યા કહો કે મિથ્યાદૃષ્ટિ કહો (બધું એકાર્થ છે). આહા..હા...! આવી વાતું છે. ચોરાશીના અવતાર અનંતકાળથી (કરી રહ્યો છે). ચોરાશી લાખ યોનિમાં એક એકમાં અનંત વા૨ અવતર્યો છે. અબજોપતિ અનંત વા૨ થયો, માણસ અનંત વાર થયો, સ્વર્ગમાં) અનંત વાર (ગયો), ઢોર અનંત વાર થયો, કીડી, કાગડો, કૂતરો અનંત વાર થયો. બાપા ! અનંત ભવ થયા. આમ ભૂતકાળમાં ભવ વિનાનો કોઈ દિ' રહ્યો નથી. આ ભવ પહેલા ભવ, પહેલા ભવ, પહેલા ભવ... ભવ... ભવ... ભવ... અનાદિથી ભવમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આહા..હા...! એને પરિભ્રમણને મટવાનો ઉપાય આ છે. આહા..હા...! આત્મા પુણ્ય, શુભ દયા, દાન, વ્રતના પરિણામથી પણ જુદો (છે) અને પોતાના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલો ! આ..હા..હા...! રાગ ને દયા, દાનથી ખાલી અને પોતાના અનંત ગુણના સ્વભાવથી ભરેલો એવું જ્યાં અંત૨માં જ્ઞાન ને આનંદની પ્રતીતિ થાય છે ત્યારે કહે છે Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સમયસાર સિદ્ધિ-૬ કે તે તે કાળે અમુક અમુક અવિરતિ અને યોગનો પણ નાશ થઈ જાય છે. એકલા મિથ્યાત્વ અને અનંતાનુબંધી ગયા એટલો નાશ થયો એટલો એમ નહિ. આહા...હા....! મુમુક્ષુ :- મિથ્યાત્વની ભૂમિકાનો બધો વિકા૨ ગયો. ઉત્તર ઃઈ ગયું એટલે એને જેટલા ગુણો છે, શક્તિ, સત્ત્વ ત્રિકાળી પ્રભુ ! જ્ઞાન, દર્શન, આનંદિ અનંત... અનંત... અનંત... એની શક્તિ છે. શક્તિ એટલે ગુણ. દરેક ગુણનો અંશે, વસ્તુનું જ્ઞાન ને અનુભવ થતાં, એ દયા, દાનના વિકલ્પથી રાગથી પણ પ્રભુ ભિન્ન છે. આહા..હા...! એવી ધર્મની પહેલી દશા, ધર્મની પહેલી સીઢી... આ... હા..હા..! એ હજી ધર્મની પહેલી સીઢી (છે). આહા..હા....! તે દશામાં પણ જેટલા ગુણો સંખ્યાએ અનંત છે એ બધાનો વ્યક્ત અંશ પ્રગટ થાય છે, તો અજોગગુણ જે છે એનો અંશ પણ પ્રગટ થતા તે કાળે જોગના કંપનનો એટલો તો નાશ થઈ જાય છે. આહા..હા...! આવી વાતું છે. આ કઈ જાતની વાતું ? આ તો ૫૨માત્મા સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમેશ્વ૨૫દ જેને પ્રગટ થયું એને ત્રણકાળ ત્રણલોક જણાણા એની વાણી ઇચ્છા વિના નીકળે. ૐ ધ્વનિ ! એમાં આવેલી આ વાત છે. જગતને બહુ કઠણ પડે, બાપુ ! આખે બીજે પંથે – રસ્તે ચડી ગયું જગત. ધર્મગુરુઓને નામે પણ બીજે રસ્તે ચડાવી દીધા છે. આહા..હા...! દયા પાળો ને વ્રત કરો ને અપવાસ કરો ને ભક્તિ કરો ને પૂજા કરો ને દાન કરો ને મંદિર બનાવો ને દાનમાં પૈસા ખર્ચો... એમાં શું છે ? બાપુ ! એ ક્રિયા તો પરની, જડની છે. એમાં કદાચિત્ રાગ મંદ કર્યો હોય તો પુણ્ય, શુભભાવ છે, એ બંધનું કારણ છે. મુમુક્ષુ – એને ધર્મ માને તો ? ઉત્તર ઃધર્મ માને તો મિથ્યાત્વ છે. એ તો મિથ્યાસૃષ્ટિ – જૂઠી દૃષ્ટિ છે, સત્યથી વિરૂદ્ધ દૃષ્ટિ છે. આહા...હા...! (અહીંયાં કહે છે) તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી;...’ શું કહે છે ? તે પ્રકારનો અવિરતિનો અંશ નથી, યોગનો તે પ્રકા૨નો ક્ષય થયો માટે તે પ્રકા૨નો બંધ પણ તેને થતો નથી. આ ઘણું ગોઠવ્યું માળાએ ! ઔપશમિક સમ્યગ્દષ્ટિને...' કહે છે કે, ક્ષાયિક થયું ન હોય પણ જેમ પાણીમાં મેલ હોય અને મેલ બેસી જાય અને પાણી જેમ નીતરી જાય પણ મેલ અંદર હોય, એમ આત્મામાં અંતર અનુભવમાં મિથ્યા ભ્રાંતિ છે એ ઠરી ગઈ હોય એને અહીંયાં ઉપશમ સમિકત કહે છે. પહેલામાં ક્ષય થઈ ગઈ ગયું હોય એને ક્ષાયિક કહે છે. ક્ષય એટલે ? ઈ પાણીમાં જેમ મેલ છે એ એકદમ પૂર્ણ કાઢી નાખીને એકલું નિર્મળ થઈ જાય એમ આત્મા પૂર્ણાનંદના નાથને ક્ષાયિક સમકિત દ્વારા પ્રતીત કરે એને તે સંબંધીના પ્રકારના બંધના કારણો ત્યાં ન હોય. એમ ઉપશમ સમિકતીને પણ... આ..હા..હા...! છે ? મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાયો માત્ર ઉપશમમાં – સત્તામાં જ હોવાથી. — — Page #367 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૭૩ થી ૧૭૬ ૩૪૯ સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના” કહે છે કે, ભલે નિર્મળતા એકલી બહાર આવી નહિ પણ નિર્મળતા થઈ છે તેમાં મલિનતાનો અંશ, સત્તામાં કર્મનો અંશ પડ્યો છે પણ એ સત્તામાં પડ્યો છે ઈ બહાર આવ્યા વિના આત્માને મલિનતા થાય નહિ. આહા....! *ઉપશમમાં–સત્તામાં–જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય.' (અર્થાત) જડ કર્મ ‘ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી; અને ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને પણ...” ત્રણે લીધા. “સમ્યત્વમોહનીય સિવાયની....સમકિત મોહનીય છે. જરીક અંદર સૂક્ષ્મપણે છે). છ પ્રકૃતિઓ વિપાક-ઉદયમાં આવતી નથી તેથી તે પ્રકારનો બંધ થતો નથી). આહાહા.... આટલામાં કેટલું નાખ્યું છે, લ્યો ! પંડિતજી અર્થ કરે છે, હોં ! હેમરાજજી પંડિત” એણે મૂક્યું. મૂળ પાઠ છે કુંદકુંદાચાર્યદેવનો શ્લોક છે અને “અમૃતચંદ્રાચાર્યદેવની ટીકા છે અને આ અર્થ પંડિતજીનો છે. આહા..! આત્મા એટલે શું કંઈ ખબર નથી. આત્મા એટલે આ બીજાનું કાંઈક કરે ને કરી ત્યે, હાલે ને ચાલે ને આ ને તે... અરે...! પ્રભુ આત્મા શું ? બાપુ ! તને ખબર નથી. અનંત કાળ થયો. ચોરાશીના અવતારમાં) સાધુ પણ અનંત વાર થયો, હજારો રાણી છોડીને મુનિ થયો પણ રાગથી ભિન્ન આત્મજ્ઞાન કર્યા વિના એના પરિભ્રમણ મટ્યા નહિ. આહાહા.... એ આવે છે ને ? છ ઢાળામાં આવે છે. “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઊપજાયો” છ ઢાળામાં આવે છે, “છ ઢાળા’ ! “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઊપજાયો પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો આ...હા...! પણ ભગવાન આત્મા! આ...હા...હા....! એ દયા, દાન, વ્રતના વિકલ્પથી પણ ભિન્ન અંદર છે એવા અતીન્દ્રિય આનંદનો સ્વાદ ન આવ્યો અને પંચ મહાવ્રતાદિ અનંતવાર પાળ્યા પણ એમાં કાંઈ ભવ ઘટયો નહિ. આહા...હા...! આવી ચીજ છે. અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને જે.” ત્યારે કહે કે, સમ્યગ્દર્શન, આત્માનું ભાન થયું છતાં એને હજી “ચારિત્રમોહનો ઉદય વર્તે છે. અસ્થિરતાનો ઉદય વર્તે છે. સમ્યગ્દર્શન થયા છતાં હજી પૂર્ણ અંદર સ્વરૂપમાં ઠરતો નથી. ચરવું – ચારિત્ર એટલે ચરવું, ચરવું એટલે રમવું. આનંદસ્વરૂપ ભગવાનનું ભાન થઈ અને ઓળખાણ થઈને પછી એમાં રમવું એનું નામ ચારિત્ર. ચારિત્ર કોઈ ક્રિયાકાંડ ને પંચ મહાવ્રત ને નગ્નપણું એ કોઈ ચારિત્ર નથી. આહાહા...! આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિનું જ્ઞાન થઈ ‘આ વસ્તુ છે એમ ભાન થયું પછી એમાં ઠરે એનું નામ ચારિત્ર કહેવાય છે. એ વખતે જે ચારિત્રમોહનો) જ્યાં સુધી ઉદય વર્તે છે (એટલે કે) સ્થિરતા નથી તેમાં જે પ્રકારે જીવ જોડાય....' સમ્યગ્દર્શન છે, આત્મજ્ઞાન છે પણ પૂર્વનું) ચારિત્રમોહનીયનું કર્મ પડ્યું છે એ ઉદયમાં આવે છે, પ્રગટ થાય છે ત્યારે જે પ્રકારે જોડાય તેને નવો બંધ થાય. જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે. પૂર્વનો ઉદય) આવ્યો માટે એનાથી જ એને વિકાર થાય એમ નહિ. જેટલો Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ સમયસાર સિદ્ધિ-૬. પોતે કરે તે પ્રકારે તેને વિકાર થાય. ધર્મીને પણ, હોં ! સમકિતીને પણ ! આહા..હા....! અસ્થિરતાનો રાગ-દ્વેષ હોય છે. આ.હા...! “તેથી ગુણસ્થાનોના વર્ણનમાં...” ગુણસ્થાન એટલે જેમ મેડીએ ચડવામાં દાદરાના પગથિયાં છે એમ આત્માની પૂર્ણ દશા પામવામાં ચૌદ પગથિયાં છે. આ..હા..હા.! વાતે વાતે ફેર લાગે. આહા...! છે ? (અવિરતસમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિનો બંધ કહ્યો છે. પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી.” ઈ શું કહ્યું? કે, જેને આ આત્માનો અનુભવ થાય છે, અતીન્દ્રિય આનંદનો જ્યાં સ્વાદ આવે છે એને ભલે ચારિત્રનો દોષ આવે, રાગ હોય, પુણ્ય હોય, પાપ હોય એવા ભાવ આવે પણ એની અહીં મુખ્યતા નથી. એનું એને વિશેષ બંધન નથી અને બંધનમાં હોય છતાં તેની સ્થિતિ ને રસ વિશેષ નથી. મૂળિયું કાપી નાખ્યું. જેણે મૂળ કાપ્યું એના પછીના પાંદડાં સૂકાવાને હવે વાર નહિ લાગે. આહા..હા..! આકરું કામ છે. એમ જેણે મિથ્યાત્વનું મૂળ તોડી નાખ્યું અને સમ્યગ્દર્શન જેણે પ્રગટ કર્યું. આ..હા..હા..! એને હવે ચારિત્રનો દોષ છે. ભરત’ ચક્રવર્તી સમકિતી હતા, છ— હજાર સ્ત્રી હતી. “શ્રેણિક રાજા ! હજારો રાણી ને ક્ષાયિક સમકિતી ! તીર્થકર ગોત્ર બાંધ્યું છે. અત્યારે પહેલી નરકમાં ગયા છે પણ ત્યાંથી નીકળીને આવતી ચોવીશીમાં તીર્થકર થવાના. વ્રત ને તપ ને ચારિત્ર નહોતું. અંતરના વ્રત ને તપ, હોં ! આ બહારના વ્રત, તપ કરે એ તો રાગની ક્રિયાકાંડ, સંસાર છે. અંતરમાં સ્વરૂપમાં વીંટાઈ જવું અને અંદર ઠરી જવું. આ..હા..હા...! આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં ભાન થઈને ઠરી જવું, અંદર જામી જાવું. આ..હા..હા..! બરફની જેમ મોટી પાટ હોય છે ને ? “મુંબઈમાં પચાસ પચાસ મણની (હોય છે). ઠંડી પાટ આમ મોટી પચાસ પચાસ મણની ! બરફ ! એમ આ ભગવાન અંદર શાંતરસની મોટી પાટ છે. અરે..રે...! કેમ બેસે ? અવિકારી શાંતરસની પાટ છે આ પ્રભુઆત્મા ! આ..હા...હા..! એનું જેને ભાન થયું એને હજી અસ્થિરતાનું કારણ દોષ છે પણ તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી. સામાન્ય એટલે મિથ્યાત્વ. મિથ્યાત્વથી જે સંસારબંધ થાય એવો સમ્યક્દૃષ્ટિને ચારિત્રના દોષથી એટલો બંધ એવો થતો નથી. સામાન્ય સંસાર એટલે અનંત સંસારનું કારણ જે મિથ્યાત્વ (તે સામાન્ય સંસાર). આહાહા...! છે ? અલ્પ “સામાન્ય સંસારની અપેક્ષાએ..” ભાષા શું કહે છે ? સામાન્ય સંસાર એટલે ? કે જે આત્મા આનંદ ને શુદ્ધ ચૈતન્યઘન છે એવું ભાન ન હોવાથી વિપરીત માન્યતા છે કે, પુણ્ય ને દયા, દાન એ મારા અને એનાથી મારો લાભ એવો જે મિથ્યાત્વભાવ એ મુખ્ય સંસાર છે. એ મિથ્યાત્વ ભાવ એ સંસાર છે. એ સંસાર – સામાન્ય સંસાર એટલે અનંત છે. એવો એ સંસાર સમકિતીને હોતો નથી. આહા..હા...! સમજાય છે ? Page #369 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૭૩ થી ૧૭૬ ૩૫૧ પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી. આહાહા..! “સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં...” ધર્મી છે કે જેને) આત્માનું જ્ઞાન થાય છે ત્યારે તેને જરી રાગ આવે છે, છતાં તે, તે રાગમાં) “સ્વામિત્વભાવે તો જોડાતો જ નથી....” એ રાગ – વિકલ્પ છે ઈ મારો છે એ રીતે રાગમાં જોડાતો નથી. અસ્થિરતાથી જોડાય છે પણ મારો છે એવા સ્વામિપણે જોડાતો નથી. આહાહા...! આ કઈ જાતનો ઉપદેશ? કઈ જાતની આ વાત? બાપા ! આ તો જુદી છે, દુનિયાથી જુદી છે, બાપા ! આખી દુનિયાને જાણીએ છીએ ને ! આહા..હા...! ધર્મની રીત અને ધર્મથી વિરૂદ્ધ શું છે એ વાતું જ કોઈ અલૌકિક છે, બાપુ ! લોકને બિચારાને પડી છે ક્યાં? વેપારમાં ચડે ને બે-પાંચ-પચાસ હજાર, લાખ-બે લાખ મળે એટલે જાણે કે આહાહા...! નોકરીમાં પાંચ હજારનો પગાર (હોય) ને એમાં દસ હજારનો થઈ જાય તો કહે), લાપસી માંડો ! શું ધૂળમાં છે હવે ? આહા..હા....! એકલા પાપ છે, બાપા ! પ્રભુ અંદર સચ્ચિદાનંદ નિર્મળ આત્મા સ્વભાવે સ્ફટિક જેવો પડ્યો છે. જેમ નિર્મળ સ્ફટિક તેમ પ્રભુ નિર્મળ અંદર છે. પણ જેમ એ સ્ફટિકને લાલ ને પીળા ફૂલ હોય છે તેથી અંદર લાલ, પીળી ઝાંય દેખાય, એમ પ્રભુ આત્મામાં પૂર્વના કર્મના નિમિત્તમાં જોડાતા અંદર રાગ ને દ્વેષની ઝાંય દેખાય, પણ એ રાગ-દ્વેષના સ્વામિપણે ધર્મી ન થાય. આહાહા...! અજ્ઞાની તો જ્યાં હોય ત્યાં મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું માને છે). મુમુક્ષુ :- કોણે કર્યું ? ઉત્તર – કરે કોણ ? ઈ વસ્તુ નથી એની ? એની દશા એના જડથી, એનાથી થાય છે. બીજો આત્મા અને બીજા પરમાણુ છે એની પર્યાય – અવસ્થા એનાથી થાય. આહા...હા...! કીધું ને ? બાપુ ! આકરું પડે. આ હાથ જુઓને આમ ચાલે છે આ, ઈ પરમાણુ છે કે નહિ ? જડ છે કે નહિ આ ? અજીવતત્ત્વ છે કે નહિ ? એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ભર્યા છે કે નહિ ? એની અવસ્થા આમ થવાની અવસ્થા એને લઈને થાય છે, આત્માને લઈને નહિ. આકરી વાતું છે. દુનિયાથી જુદી જાત છે. પ્રત્યક્ષમાં તો જ્યારે પક્ષઘાત થાય ત્યારે ખબર નથી પડતી ? ઘણી પ્રેરણા કરે પણ એની જડની અવસ્થા થવાની ન હોય ઈ પરથી થાય એ ત્રણકાળમાં ન થાય. આહા...હા! લાભુભાઈ બિચારા પડ્યા છે અત્યારે, ‘વડોદરામાં ! ૬૮ વર્ષની ઉંમર. ૩૫ વર્ષથી તો બ્રહ્મચર્ય છે. ૩૩ વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય લીધું. કોણ જાણે શું થયું, ચાલતા ચકરી આવી ગઈ. બેશુદ્ધ છે. અંદર સ્થિતિ બેશુદ્ધ છે. વડોદરા ! અહીં રહેતા ને અહીં બેસતા. આહા...હા...! ૩૩ વર્ષની ઉંમરે જાવજીવનું બ્રહ્મચર્ય લીધું. એક દીકરો અને એક દીકરી થઈ. અમારી પાસે (સંવત) ૨૦૦૦ની સાલમાં “રાજકોટમાં પ્રતિજ્ઞા લીધી). એનો બાપ વિરોધમાં, છતાં પોતે ૩૩ વર્ષની ઉંમરે જાવજીવ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી). ૩૫ વર્ષ એને થયા અને ૩૩ Page #370 -------------------------------------------------------------------------- ________________ ઉપર સમયસાર સિદ્ધિ-૬ પોતાની ઉંમર એટલે અત્યારે) ૬૮ થયા. અત્યારે બિચારા... આહાહા...! ચકરી આવી ગઈ છે આમ. હેમરેજ થયું છે, બેશુદ્ધ પડ્યા છે. આ.હા...હા...! આ જડની દશા, ભાઈ ! તારી રાખી નહિ રહે, ભાઈ ! બાપા ! અમે ધ્યાન રાખીએ તો જડમાં આમ થાય. નહિ તારું ધ્યાન ત્યાં ન કામ આવે, બાપા ! આહાહા.! જડની જે અવસ્થા જે સમયે – કાળે જે જડની દશા થવાની તે થવાની જ છે. આત્મા કરી શકે નહિ, આત્મા રોકી શકે નહિ. આહા...હા...! ત્યારે પછી આ દુનિયાના ડાહ્યા શી રીતે કહેવા? દુનિયાના ડાહ્યા કોને કહેવાય? વેપાર કરે, ધંધા કરે, આ વકીલાત કરે. લ્યો, ‘રામજીભાઈ વકીલાત કરતા, ઈ વખતે વકીલોમાં હોશિયાર કહેવાતા. આ.હા...! ધૂળમાંય નહિ, બધા અભિમાન હતા. આહાહા...! અરે..! પ્રભુ ! તું કોણ છો ? આત્મા ! આત્મા એટલે શું ? એ અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદનો સાગર તે આત્મા ! આ.હા..! અરે. પ્રભુ ! તને ખબર નથી. એ પુણ્ય દયા, દાન, વ્રત પરિણામના વિકલ્પ ઊઠે એ પણ તું નહિ, એ તને નુકસાનકારી. આહા...હા.! કેમ બેસે ? આખી દુનિયા જ્યાં ત્યાં અભિમાને ચાલી છે. આનું કર્યું, આનું કર્યું ને આવું કર્યું... આહાહા...! પ્રભુ ! તું તારી સત્તામાંથી બહાર તો નીકળતો નથી. તારું જે હોવાપણું છે એમાંથી બહાર નીકળતો નથી તો બહારનું કોનું કરીશ તું ? આહાહા....! અને જગતની ચીજો છે તે તેની અવસ્થાના કાર્ય વિના, એ ચીજ અવસ્થા વિના હોતી નથી. કોઈપણ અવસ્થા તે તે જડ, ચૈતન્યની એનાથી હોય છે. એનાથી હોય એમાં ત્યાં તું શું કરી શ્વે ? આહા...હા...! બાયડી, છોકરાને સાચવીએ છીએ, છોડીયું મોટી છે એને ઠેકાણે પાડી, છોકરાઓ સારે ઠેકાણે વરાવ્યા. મૂઢ છો ! આ.હા...! મિથ્યાદૃષ્ટિ મિથ્યાત્વના અસત્ય ભાવને સેવનારા સંસારના મૂળિયા સેવે છે. આહાહા...આકરી વાત છે, ભાઈ ! અહીં એ કહે છે, સમકિતીને જરી રાગ-દ્વેષ થાય. તે નિશ્ચયદષ્ટિમાં જોડાણ જ નથી.” આ...હા...! છે ? “સ્વામિત્વભાવે તો જોડાતો જ નથી, માત્ર અસ્થિરતારૂપે જોડાય છે...” એ અસ્થિરતારૂપ જોડાય છતાં નિશ્ચયદૃષ્ટિમાં જોડાણ નથી. આહા...હા...! માટે સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ કહેવામાં આવ્યો છે. આ અપેક્ષાએ. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું..” છે.. આહાહા...! “નિષ્કામ કામ કરવા” એમ અજ્ઞાનીઓ કહે છે. નિષ્કામ (કામ) કરવા, એ વાત જ મૂઢ છે. પરનું કરી શકું એ જ વાત નિષ્કામ નથી, એ જ મિથ્યા અભિમાન છે. આહા..હા...! અનાસક્તિએ કામ લેવું, એમ બધા બોલે છે. ઘણું એ બધું આવે છે. અભિમાનીઓ બધા ! નિષ્કામ કરવું, કામ કરવું (એ) નિષ્કામ કરવું. એના ફળની આશા ન રાખવી. અહીં તો કહે છે કે, પરનું કાંઈ કરી શકું છું એ માન્યતા જ મિથ્યાત્વ ને ભ્રમ ને સંસાર મોટો છે. આહાહા...! જે જુદી ચીજ છે તેનું જુદાપણું ત્યારે રહે છે તેના કાર્ય બીજો ન કરી શકે અને Page #371 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૭૩ થી ૧૭૬ ૩પ૩ એનાથી તું જુદો, તારું કાર્ય તે ન કરી શકે. ત્યારે તો તે જુદા જુદાપણે રહી શકે. નહિતર તો એક થઈ જાય. આહાહા..! આવું સાંભળવા મળવું મુશ્કેલ પડે. છે દુનિયા જોઈ છે. ને, બાકી આખી દુનિયા જોઈ (છે). આ..હા...! અહીં કહે છે, “જ્યાં સુધી કર્મનું સ્વામીપણું” રાખે. કંઈ પણ રાગ, દયા, દાનના પરિણામ થાય એનું ધણીપતું કરે (અર્થા) ઈ મેં કર્યું, મેં કર્યું, મારું સ્વરૂપ છે. (એમ) ‘કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે. ત્યાં સુધી તો જીવ રાગનો ને પરનો કર્તા માને છે. આહાહા..! આ મોટી દુકાને બેસતા હોય ત્યારે (ધંધો) નહિ કરતા હોય ? થડે આમ બરાબર બેસે, પાંચ પાંચ હજારની પેદાશ કરે, લ્યો ! કર્મી છોકરા જાગે. કર્મી. કર્મી ! ધર્મી નહિ. કર્મી છોકરા જાગે મોટા, પાંચ પાંચ હજાર પેદા કરે. ધૂળેય નથી સાંભળને ! એ તો જગતના પરમાણુ છે તે આવવાના હોય એ આવે, જવાના હોય એ જાય. ઈ તારી બુદ્ધિને લઈને આવ્યા છે એમ નથી). આહા..હા...! એનો તું કર્તા થા છો, મારી હોશિયારીથી એ પૈસા આવ્યા. મૂઢ છો ! ભલે બહાર(માં) મોટો પંડિત કહેવાતો હોય. મુમુક્ષુ :- હોશિયારને તો નોકરીએ રાખે. ઉત્તર :- નોકરીએ રાખે, ઈ એના પુણ્ય હોય તે પ્રમાણે આવ્યા વિના રહે નહિ. ઘણા બુદ્ધિના બારદાન જોયા છે ને અમે. બારદાન સમજાણું ? ખાલી ! પાંચ પાચ હજાર પેદા કરે, દસ દસ હજાર પેદા કરે. ઘણા જોયા છે ને ! (સંવત) ૧૯૬૪-૬૫ની વાત હશે, ૬૫-૬૬ ! અમારી પાલેજમાં દુકાન હતી ને ! માલ લેવા ગયેલા (ત્યાં) એક ખોજો જડ જેવો હતો. (સંવત) ૧૯૬૫-૬૬ની વાત છે. પચાસ હજાર તે દિ પેદા કરતો. પચાસ હજાર વર્ષના ! અત્યારને હિસાબે એના પચીસગુણા ગણો. એમાં બુદ્ધો (–બુદ્ધિ) શું કામ આવે ? બુદ્ધિના ખાં હોય (એન) બે હજાર પેદા કરવા પરસેવા ઉતરે અને બુદ્ધિના બારદાન હોય ઈ લાખો પેદા કરે. એની સાથે – પરની સાથે શું સંબંધ છે ? બાપુ ! તને ખબર નથી. આહા..હા...! ઈ અહીં કહે છે. ઉદયનો જ્ઞાતાદૃષ્ટા થઈને જોયું ? ધર્મી થતાં, આત્માનું જ્ઞાન થતાં જે કાંઈ રાગ-દ્વેષાદિ આવે તેને જ્ઞાતા-દ્રષ્ટા એટલે જાણનાર-દેખનાર રહે. પરના નિમિત્તથી માત્ર અસ્થિરતારૂપે પરિણમે ત્યારે કર્તા નથી...... આ.હા..હા...! ઈ રાગની અસ્થિરતા ધર્મી જીવને – ધર્મનું, આત્માનું ભાન છે એને) આવે છતાં તેનો એ કર્તા નથી. આહાહા...! છે ? “કર્તા નથી, જ્ઞાતા જ છે. જાણનાર જ છે. ધર્મી તો જ્ઞાતા (છે). આંખ જેમ જાણવાનું કામ કરે. આંખ કોઈ ખાડો પૂરે અને ખાડો કરે, એવું આંખ કરે ? આમ. આમ કરે ? ધૂળ કાઢવી (એવું કરે) ? એમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે ઈ કરે શું કો'કનું ? આ..હા....! એ તો જાણવા-દેખવાનું કામ પોતામાં પોતાથી કરે. આહા..હા...! Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ સમયસાર સિદ્ધિ-૬, મુમુક્ષુ :- પરનું કામ કરવું કે ન કરવું ? ઉત્તર :- કોણ કરી શકે છે ? ઘણાને જીતાવ્યા હતા. ઈ વખતે મોટા વકીલ કહેવાતા. પાંત્રીસ વર્ષ પહેલા મોટા વકીલ (કહેવાતા) બસે રૂપિયા લેતા ! મુમુક્ષુ :- મોટા પાપી. ઉત્તર :- બધું પાપ. ઈ મંગળભાઈ કહેતા કે, ઈ વખતે વકીલ ઈ હતા. “રામજીભાઈના વખતમાં, પાંત્રીસ વર્ષ પહેલા ! અત્યારે ૯૬ (વર્ષ) થયા. આહા...હા....! અહીં તો કહે છે, પ્રભુ ! તું તારા સિવાય પરના કામ તો અડી શકતો નથી ને પરને અડતો નથી તો કરી શકે ક્યાંથી ? પણ તારામાં જે રાગાદિ થાય એ જો તને ધર્મ ને આત્માનું ભાન હોય તો તે રાગનો સ્વામી થઈને કર્તા ન થાય, જ્ઞાતા-દષ્ટા રહે. આહા..હા... આટલી બધી શરતું હવે. ધર્મીની શરતું આવી. ભાઈ ! ધર્મ તો જેનાથી જન્મ-મરણના અંત આવે, ચોરાશીના અવતાર – આંટા મટી જાય, પ્રભુ ! (એને ધર્મ કહેવાય). એ તો આત્મા અંદર પૂર્ણાનંદ (સ્વરૂપે બિરાજે છે). આહા..હા..! નરસિંહ મહેતાએ કહ્યું નથી ? “જ્યાં લગી આત્મા તત્ત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી એ.ઈ...! તમારા શેઠને કહ્યું હતું નહિ ? “મુંબઈ ! પચાસ કરોડ ! પચાસ કરોડ ને ? એમના શેઠ પાસે પચાસ કરોડ (હતા). હમણા “મુંબઈ (હતા ત્યારે) અમારી પાસે આવ્યો હતો. બૈરાં જૈન અને આદમીઓ બધા વૈષ્ણવ. દર્શન કરવા આવ્યા હતા બિચારા, નાળિયેર ને એક હજાર મૂક્યા હતા. પચાસ કરોડ રૂપિયા છે. એમાં આત્માને શું દાળિયા થયા ? મુમુક્ષુ :- શેઠ કહેવાય. ઉત્તર – શેઠ કહેવાય, હેઠ જાશે. શેઠ બધા હેઠે જાશે, હેઠે ! શેઠ તો એને કહીએ, શ્રેષ્ઠ ! જેણે ચૈતન્ય ભગવાન આનંદનો નાથ અનુભવ્યો, જાણ્યો અને જે રાગનો સ્વામી ન થાય તેને શેઠ અને શ્રેષ્ઠ કહીએ. આહા..હા...! જગતથી જુદી વાત છે, બાપુ ! જગતને જાણીએ છીએ ને ! આ તો નેવું વર્ષ થયા. ૬૭ વર્ષથી તો દુકાન છોડી છે. બધી દુનિયાને (જોઈ છે). દસ હજાર માઈલ તો હિન્દુસ્તાનમાં ત્રણ વાર ફર્યા છીએ. અને આ ચીજ બાપુ ! જુદી કોઈ ચીજ છે, ભાઈ ! એ અહીં સિદ્ધ કરે છે. (જ્ઞાની) અસ્થિરતા(રૂપે) પરિણમે પણ કર્તા નથી તેથી તેને અબંધક કહેવામાં આવ્યો છે. વિશેષ કહેશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !) Page #373 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૭૩ થી ૧૭૬ ૩૫૫ પ્રવચન . ૨પર ગાથા–૧૭૩-૧૭૬, શ્લોક-૧૧૮-૧૧૯ બુધવાર, જેઠ વદ ૩, તા. ૧૩-૦૬-૧૯૭૯ ('સમયસાર) ૧૧૮ કળશ છે એના ઉપર ચાલે છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે” એટલે શું ? કે, દર્શનમોહ જે કર્મ છે, એનો ઉદય છે અને તેમાં જોડાયને, એમાં જ્યારે જોડાય છે, એ દર્શનમોહનો ઉદય છે ઈ કાંઈ કરાવતું નથી, પણ સ્વરૂપ ચૈતન્યસ્વરૂપ પોતાનું અખંડ (છે) તેના તરફનો આશ્રય, લક્ષ છોડીને દર્શનમોહના ઉદય કાળે તેમાં જોડાઈને જીવ રાગ-દ્વેષ-મોહભાવે પરિણમે છે.” આહાહા....! “ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે.” અહીંયાં દૃષ્ટિપ્રધાન કથન છે ને ! જ્યાં સુધી મિથ્યાત્વના ઉદયમાં જોડાય છે ત્યાં સુધી તેને આસ્રવ અને બંધન કહેવામાં આવે છે. ત્યાં સુધી જ તેને અજ્ઞાની.... છે ને? અને બંધક કહેવામાં આવે છે. જ્ઞાની-અજ્ઞાનીનો અને બંધ-અબંધનો આ વિશેષ જાણવો.” ધર્મી જવાને) તો આત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તેની) તરફની દૃષ્ટિ છે, ધર્માનું પર્યાયમાં વલણ દ્રવ્યસ્વભાવ સન્મુખ છે, એથી તેને જ્ઞાની કહેવામાં આવે છે. આહા...હા...! શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમ્યગ્દર્શન, જેવું શુદ્ધ સ્વરૂપ (છે) એની પ્રતીતિ અને જ્ઞાન (થાય) એ સ્વની સન્મુખ થઈને સ્વની પ્રતીતિ ને જ્ઞાન થાય અને એનો અનુભવ થાય તેને સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની કહેવામાં આવે છે. અને જ્યાં સુધી દર્શનમોહનો ઉદય હોય અને તેમાં મોહમિથ્યાત્વ ને રાગ-દ્વેષપણે જોડાય ત્યાં સુધી તેને અજ્ઞાની અને બંધક (કહેવામાં આવે છે). જ્ઞાનીને જ્ઞાની અને અબંધક (કહેવાય છે). એ શૈલી અત્યારે લીધી છે). “જ્ઞાની-અજ્ઞાનીનો અને બંધ-અબંધનો આ વિશેષ જાણવો.” વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા...” ધર્મી પોતાનું પવિત્ર આનંદધામ મૂળ વસ્તુ છે) એના ભાનમાં તો છે પણ એના અભ્યાસ દ્વારા) – અંતરમાં એકાગ્રતાના અભ્યાસ દ્વારા કેવળજ્ઞાન પ્રગટવાથી” એ વસ્તુસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે તેનો અનુભવ છે અને હવે પણ પછી તેના તરફના અભ્યાસમાં એટલે એકાગ્રતામાં અભ્યાસ કરતાં એને કેવળજ્ઞાન થાય છે. કોઈ ક્રિયાકાંડ કરતાં વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા કરતા કેવળજ્ઞાન થતું નથી. આહાહા...! જ્યારે જીવ સાક્ષાત્ સંપૂર્ણજ્ઞાની થાય છે. ઓલો (જ્ઞાની કહ્યો) હતો એ ચોથે ગુણસ્થાનથી મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો અભાવ થયો હતો), સમ્યગ્દર્શન અને સ્વરૂપના અંશની સ્થિરતા (થઈ, તેથી તેને જ્ઞાની અને અબંધક કહ્યો હતો. હવે એ પોતે પોતાના Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ સમયસાર સિદ્ધિ-૬ સ્વરૂપનો અંતરમાં અભ્યાસ – એકાગ્રતાનો અભ્યાસ કરતા કરતા અને જ્યારે કેવળજ્ઞાન થાય (ત્યારે) તે સાક્ષાત્ સંપૂર્ણજ્ઞાની થાય છે. સાક્ષાત્ અને સ્પર્ણજ્ઞાની. પહેલા નીચલા દરજ્જામાં જ્ઞાની અને અબંધક (કહ્યો) પણ એ આત્માના આનંદસ્વરૂપમાં જે અનુભવમાં આત્મા આવ્યો હતો તે આત્મામાં અંતર સ્થિરતા.... સ્થિરતા. સ્થિરતા.. અંતરમાં લીનતાનો અભ્યાસ કરતા કેવળજ્ઞાન થાય એ સાક્ષાત્ જ્ઞાની અને પૂર્ણ જ્ઞાની (થયો). સાક્ષાત્ પૂર્ણ જ્ઞાની (થાય છે) ‘ત્યારે તો તે સર્વથા નિરાસવ થઈ જાય છે. એને પછી કાંઈ આસવ રહેતો નથી. એમ પહેલાં કહેવાઈ ગયું છે.” ( શ્લોક-૧૧૮ (માલિની) विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः । तदपि सकलरागद्वेषमोहव्युदासा दवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः ।।११८ ।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્ધ - યિદ્યપિ, જોકે [સમયમ્ અનુસરન્ત: પોતપોતાના સમયને અનુસરતા (અર્થાત્ પોતપોતાના સમયે ઉદયમાં આવતા) એવા પૂર્વવદ્વા:] પૂર્વબદ્ધ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા) કિવ્યા પ્રત્યયા:] દ્રવ્યરૂપ પ્રત્યયો સત્તi] પોતાની સત્તા રિ વિનંતિ. છોડતા નથી (અર્થાત્ સત્તામાં છે–હયાત છે), તિ]િ તોપણ શિવનેરાધેપમોદવ્યાસ) સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી જ્ઞાનિનઃ] જ્ઞાનીને વિર્મવન્વ.] કર્મબંધ [Mાતા કદાપિ [ગવતતિ ના અવતાર ધરતો નથી–થતો નથી. ભાવાર્થ – જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાસવો સત્તા-અવસ્થામાં હયાત છે અને તેમના ઉદયકાળ ઉદયમાં આવતા જાય છે. પરંતુ તે દ્રવ્યાસવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી. કેમ કે જ્ઞાનીને સકળ રાગદ્વેષમોહભાવોનો અભાવ છે. અહીં સકળ રાગદ્વેષમોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોહની અપેક્ષાએ સમજવો. ૧૧૮. Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૮ હવે ૧૧૮ કળશ. શ્લોક ૧૧૮ ઉ૫૨ પ્રવચન ૩૫૭ विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धा: समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः । तदपि सकलरागद्वेषमोहव्युदासादवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः । ।११८ । । આ..હા...! આસવમાં મુખ્ય વધારે આ વાત લીધી. બાકી તો કીધું જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી હજી અસ્થિરતા છે અને એટલો દોષ પણ છે અને એટલું બંધન પણ છે પણ મુખ્યપણે આમ જ્યારે જ્ઞાનીની વાત કરવા જાય એટલે કે આત્માનો જ્યાં અનુભવ થયો, પરમાત્માનો અનુભવ થયો એ પૂર્ણ અનંત ગુણના રસનો કંદ પ્રભુ છે, એની સન્મુખ થઈને જે અનુભવ થયો ત્યારથી તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવે છે. અને તે જ્ઞાનમાં અભ્યાસ કરતાં કરતાં કેવળજ્ઞાન થાય ત્યારે સાક્ષાત્ સંપૂર્ણ જ્ઞાની કહેવામાં આવે છે. ઓલામાં જ્ઞાની કહેવું એટલું હતું. આ સંપૂર્ણ જ્ઞાની થાય છે). આ..હા...! પણ એ થાય કઈ રીતે ? સંપૂર્ણ જ્ઞાની કે અપૂર્ણ જ્ઞાની થાય શી રીતે ? એ અંતર આત્મા પ્રભુ પરમાત્મા સર્વજ્ઞદેવે જે આત્મા કહ્યો એ અનંત અનંત ગુણનો રસકંદ પ્રભુ છે. વીતરાગમૂર્તિ છે, અનાકુળ આનંદનો ઢગલો છે, અનાકુળ શાંતિનો પૂર્ણ વીતરાગ સ્વભાવનો ૨સ છે. આહા..હા...! એના (તરફના) ઝુકાવથી, એવા સ્વભાવની તરફના ઝુકાવથી જે જ્ઞાન અને દર્શન થાય તેને અહીંયાં જ્ઞાની કહેવાય અને તેને અબંધક કહેવાય. બાહ્યથી ગમે તેટલા પંચ મહાવ્રત પાળતો હોય પણ જેને હજી રાગ છે એની એકતાબુદ્ધિ (છે) ત્યાં જ નજર છે, ભગવાન આખો ૫રમાત્મા પડ્યો એની નજરું નથી. આહા..હા...! ભલે પંચ મહાવ્રત પાળે, નગ્ન થાય, દિગંબર થાય, હજારો રાણી છોડે પણ અંતરમાં જ્યાં સુધી પૂર્ણાનંદનો સ્પર્શ ન કરે અને રાગની ક્રિયાથી ભિન્ન ન પડે ત્યાં સુધી તે મિથ્યાદૃષ્ટિ અને અજ્ઞાની છે. આ..હા..હા...! આવું છે. ન ન - હવે શ્લોક. જોકે...’ [સમયમ્ અનુસરન્તઃ] શું કહે છે ? જ્ઞાનીને પૂર્વના જે કર્મ સત્તામાં પડ્યા છે એ પોતપોતાના સમયને અનુસરતા (અર્થાત્ પોતપોતાના સમયે ઉદયમાં આવતા)’ તે તે સમયે તે કર્મ ઉદયમાં આવે એવા પૂર્વબદ્ધ પૂર્વે અજ્ઞાનઅવસ્થામાં બંધાયેલા)...’ જ્ઞાનીને પૂર્વમાં અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા કર્મો તે સમય સમયમાં ઉદયમાં આવે. આ..હા...! Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩પ૮ સમયસાર સિદ્ધિ-૬ દિવ્યરુપા: પ્રત્યયા:] દ્રવ્યરૂપ પ્રત્યયો....' ઈ પરમાણુ વસ્તુ છે. આઠ કર્મરૂપ પરમાણુ (વસ્તુ છે) એ પોતાની સત્તા છોડતા નથી...” સિત્તાં ન હિ વિનતિ (સત્તામાં છે–હયાત છે), તોપણ...” સિનેરાધેપમોદવુવાસ] આ.હા..હા.! અહીં તો રાગ-દ્વેષ-મોહ, મિથ્યાત્વનો મોહ અને અનંતાનુબંધીનો રાગ-દ્વેષને અહીં ગણવામાં આવ્યો છે. ઈ સકળ “સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી જ્ઞાનીને કર્મબંધ કદાપિ અવતાર ધરતો નથી.” આહા..હા...અલ્પ રાગ થાય છે અને એને લઈને કર્મમાં જરી સ્થિતિ, રસ પડે છે પણ એ અલ્પ છે તેની ગણતરી અહીંયાં ન ગણતા, આત્મજ્ઞાનસ્વરૂપ આત્માનો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો ત્યારે આત્મા આનંદસ્વરૂપ પૂર્ણ છે એમ જાણવામાં, પ્રતીતમાં આવ્યું અને અહીંયાં જ્ઞાની કહેવામાં આવે છે. એ જ્ઞાનીને અજ્ઞાનપણે બંધાયેલા કર્મો સમયે સમયે ઉદયમાં આવે પણ અહીંયાં જોડાણમાં રાગ-દ્વેષ-મોહનું જોડાણ નથી. મિથ્યાત્વ સંબંધીનું રાગનું જોડાણ નથી. એને લઈને એનો અભાવ હોવાથી “જ્ઞાનીને કર્મબંધ કદાપિ....” [અવતરતિ ના એટલે “થતો નથી”. અવતરતો નથી એટલે થતો નથી. આહાહા..! આમાં પાછું એકાંત લઈ જાય (તો ન ચાલે). મુમુક્ષુ – અનંતાનુબંધી અને મિથ્યાત્વનો અવતાર થતો નથી. ઉત્તર :- અહીં તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીની અપેક્ષાએ વાત છે. એકાંત લઈ જાય (કે) સમકિતી થયો એટલે, જ્ઞાની થયો એટલે એને હવે કાંઈ દુઃખ પણ નથી ને આસ્રવ નથી, બંધન નથી એમ નથી. આહા...! ક્યાં ક્યાં કયુ કહેવાનો આશય છે ? એનો) હાર્દ સમજે. નહોતું આવ્યું ? ધર્મી જીવ જે ઠેકાણે શું કહેવું છે તેનો હાર્દ સમજે અને કહેનારની અપેક્ષા શું છે તેનો હાર્દ સમજે છે. આવ્યું હતું ને ? આહા..હા...! આ શરીર માટી જડથી ભિન્ન, કર્મના રજકણોથી ભિન્ન અને અંદર પુણ્ય-પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવથી પણ ભગવાન તો અંદર ભિન્ન છે. એવો જે આત્મા અંદર સત્ દળ પડ્યું છે, અતીન્દ્રિય આનંદનું દળ. દળ પિંડ (છે). આહા..! એની જેને દૃષ્ટિ થઈને અનુભવ થયો અને હવે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષ-મોહ, પૂર્વના બંધાયેલા ઉદયને અનુસારે જે થતા એ હવે થતા નથી. આહા..હા...! ભારે કામ આકરું ! આખું સંકેલીને અંદરમાં જાવું. બહારના સંયોગો ભલે કરોડો મંદિરો બનાવ્યા હોય. કરોડો ગજરથ કાઢ્યા હોય એ કોઈ ચીજ નથી. એ તો પરમાણુની તે વખતે તે અવસ્થા થવાની તે પરમાણુથી થાય, આત્મા એને ન કરી શકે. આહાહા! એમાં કરે તો શુભરાગ કરે. એ શુભરાગ પણ જો મારા છે એમ માને તો એ પણ મિથ્યાદૃષ્ટિ અનંતાનુબંધીના રાગદ્વેષને કરે છે. આહાહા...! જેણે ભગવાનઆત્માને પૂર્ણ બધાથી ભિન્ન વિકલ્પથી માંડીને બધી ચીજોથી ભિન્ન (જાણ્યો), આખો એક કોર આત્મરામ અને એક કોર બધું ગામ, પ્રભુ પૂર્ણાનંદનો નાથ, અતીન્દ્રિય આનંદનો સાગર આત્મા પ્રભુ, એના ઉપર જેની દૃષ્ટિ પડી, એના ઉપર ઝુકાવ Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૮ ૩પ૯ થયો એણે પરમાત્માને સ્વીકાર્યો, એણે પરમાત્મસ્વરૂપનો સત્કાર કર્યો એ જીવને હવે કહે છે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષ થતા નથી. આહા..હા...! આમ હજારો રાણી છોડી નગ્ન દિગંબર થાય, પંચ મહાવ્રત પાળે, અઠ્યાવીસ મૂળગુણ પાળે છતાં એ તો એને ધર્મ માને છે એટલે મિથ્યાષ્ટિ છે. આહાહા...! નિજ) ભગવાનને ભૂલી જાય છે. ભગવાન એટલે ભગ નામ લક્ષ્મી. અનંત અનંત અંતર આનંદ ને જ્ઞાનની લક્ષ્મી પડી છે. એનો વાન. ભગવાન - એ ભગનું વાન (એટલે) સ્વરૂપ છે. અંતરની લક્ષ્મી એ એનું – આત્માનું સ્વરૂપ છે. આહાહા...! એ પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિ એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. એ તો વિકૃત વ્યભિચાર દશા છે. આહા..હા...! જેણે અંતર્મુખના પરિણામ શરૂ કર્યા છે... આ..હા...હા..! જેણે સુખના પંથને આદર્યા છે.... આહાહા...! અંતરમાં એકાગ્ર થઈને અનુભવ (કર્યો છે) એ સુખને પંથે સમકિતી સમ્યક્દૃષ્ટિ પડ્યો. આહા..! દુઃખના પંથ જેણે પૂર્ણ રોક્યા. એ રીતે અહીં પૂર્ણ લેવું છે. થોડો રાગ-દ્વેષ છે, આસવ છે પણ એ અલ્પતા ગણીને તેને નથી (કહ્યું). પણ બિલકુલ નથી એમ એકાંત કોઈ લઈ જતું હોય તો એમ નથી. સમ્યગ્દર્શન થાય પછી પણ એને ચારિત્રદોષ છે. એ એને ટાળીને જ્યારે સ્વરૂપમાં સ્થિર થશે ત્યારે આનંદ અને શાંતિ પ્રગટશે. ત્યારે એને આસ્રવ અને બંધ કરીયે નહિ થાય. આહા..હા...! આવો માર્ગ ! વાણીથી પાર, વચનથી, વિકલ્પથી પાર, રાગથી પાર એવી ભગવાન અંદર ચીજ છે. આહા...હા...! મુમુક્ષુ :– જ્ઞાનમાં રાગને જુદો પાડ્યો છે ને ? ઉત્તર – ઈ (જુદો) પાડ્યો નહિ પણ) પડી ગયો છે. અંતરમાં આમ અંતર્મુખ) થયો એટલે રાગ જુદો પડી ગયો. આમ (રાગ) આવ્યો નહિ. કારણ કે એની ચીજ નથી. આહાહા... પ્રભુ ! વાત તો મુશ્કેલીવાળી છે). અનંતકાળનો અભ્યાસ નહિ, લોકોની આખી પ્રવૃત્તિ ક્રિયાકાંડમાં (ચડી ગઈ). રાગ ને આ દયા પાળો ને વ્રત કરો ને પૂજા કરવી, ભક્તિ કરવી, અપવાસ કરવા, ગજરથ કરવા, રથ ચલાવવા.... જ્યાં ત્યાં ધર્મ છે ? લાખ જાત્રાયું સમેદશીખરની કરવી... મુમુક્ષ :- આગમમંદિરની તો જાત્રા કરવી કે નહિ ? ઉત્તર :- આગમમંદિરની લાખ વાર જાત્રા કર તો શુભભાવ છે. આ મંદિરની ગણતરી શી? આ તો છવીસ લાખનું છે. પણ ‘ભરત ચક્રવર્તીએ ત્રણ ચોવીસીના મંદિર બનાવ્યા. ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વતમાં ત્રણ ચોવીસીના મંદિર બનાવ્યા. અબજો અબજો રૂપિયાનું એક એક મંદિર ! મુમુક્ષુ :- રત્નના બનાવ્યા. ઉત્તર :- અબજોના રત્નના એકલા ! એક એક રત્ન લાખોની કિમતનું ! એવા એકલા રત્નથી (બનાવ્યા). એથી શું? એના તરફનું લક્ષ છે એ શુભરાગ છે, ધર્મ નહિ અને ધર્મનું Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ સમયસાર સિદ્ધિ-૬. કારણ પણ નહિ. એ ભાવ બંધનું કારણ છે. આહાહા..! આવે, ધર્મીને પણ અશુભથી વંચનાર્થ – અશુભને છોડવા (આ), એમ કહેવાય બાકી તો એ સમયે આવે. આ..હા....! પણ હેયબુદ્ધિએ આવે. ઉપાદેયબુદ્ધિએ આવે તો આત્મા હેય થઈ જાય. જો શુભભાવમાં ઉપાદેયબુદ્ધિ આવે, આદરણીય (મનાય) તો ભગવાન પૂર્ણાનંદનો નાથ અંદર હેય થઈ જાય અને જેણે ભગવાનઆત્માને ઉપાદેય કર્યો તે સમકિતીને રાગ – તીર્થકરગોત્ર બાંધે એ રાગ પણ હેય થઈ જાય છે. આહાહા...! આવે, હોય. પૂર્ણ વીતરાગ ન હોય ત્યારે રાગ આવે. આહાહા....! પણ એ બધું હેય તરીકે હોય છે. ઉપાદેય તો એક પ્રભુ ત્રણલોકનો નાથ... આહા..હા...! કળશો જેમ અમૃતના રસથી ભર્યો હોય, કળશો. કળશો.. લોટો ! આ પણ આ લોટો છે ને! આ જુઓને ! અંદર ભગવાન અમૃતના રસથી પૂર્ણ ભરેલો છે. આહાહા.! અતીન્દ્રિય અમૃતના રસથી ભરેલો પ્રભુ આત્મા છે, ભાઈ ! આહા..હા...! જેને દ્રવ્યસ્વભાવ કહીએ. પર્યાય તો એક સમયની છે પણ દ્રવ્યસ્વભાવ કહીએ તો પૂર્ણ. પૂર્ણ... પૂર્ણ.. અમૃતના રસથી ભરેલો (છે). આ કળશાને આકારે આકાર એવો છે એનો, આને (કળશાને લઈને નહિ. પોતાને લઈને આકાર (છે). વ્યંજનપર્યાય છે ને ! આહા..હા...! એવો જે ભગવાન આત્મા...! અરે.રે..! આત્મા(ને) મૂકીને (બધી) વાતું કરે). હવે અત્યારે પેલો એક જણ એમ કહે છે, પેલા “શ્રુતસાગર' ! “શ્રુતસાગર' ને ? કે, અત્યારે તો શુભભાવ જ હોય. એવી પ્રરૂપણા કરે છે. છાપામાં આવ્યું છે. “શ્રુતસાગર છે, “શાંતિસાગરને કેડે. ઈ કહે છે કે, અત્યારે તો શુભભાવ જ હોય. અર.૨.૨...! પ્રભુ.... પ્રભુ... પ્રભુ...! શુભભાવ તો અભવીને પણ હોય છે. નવમી રૈવેયક જાય એને શુભભાવ કેવો હોય ? એવો ભાવ તો અત્યારે હોતોય નથી. આ...હા...! એ શુભભાવ તો ઝેર અને બંધનનું કારણ છે). “શાંતિસાગર અહીં આવ્યા હતા. (સંવત) ૧૯૯૭ માં અહીં આવ્યા હતા. ચોવીસ કલાક રહ્યા હતા. પણ દષ્ટિ બીજી ચીજ, બાપુ બહુ. પ્રવૃત્તિની ક્રિયાઓ જુદી, દૃષ્ટિ જુદી ચીજ છે. આહા..હા..! (અહીં) તો એમ કહે છે કે, ચોથે ગુણસ્થાનથી જ્ઞાનીને અબંધ કહ્યો. કઈ અપેક્ષાએ ? મિથ્યાત્વ અને અનંતાનુબંધીની અપેક્ષાએ. બાકી તો દસમા ગુણસ્થાન સુધી ધર્મી, સમકિતી, ક્ષાયિક સમકિતી હોય. અરે...! તીર્થકર હોય એને દસમા ગુણસ્થાન સુધી રાગનો અંશ છે અને છ કર્મ બંધાય છે. એકાંત તાણી જાય કે, બસ ! સમકિતી થયો એટલે કંઈ બંધ જ નહિ, આસવ નહિ. એમ નહિ. એને યોગ્ય જે છે તે આસવ અને બંધ નથી, એમ. આહા...હા...! ‘સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી” જોયું ? પાઠ તો આવો છે, જોયું ? રિવરફ્લેષમોરવ્યવાન છે ને ? મૂળ પાઠ જ છે. આ ટીકા છે, ટીકા(માં) અંદર અર્થ Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૧૮ ૩૬ ૧ (છે). [વર્નર/ષમોદભુદાસ] આહા..હા...! ‘સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી જ્ઞાનીને કર્મબંધ કદાપિ થતો નથી.” ભાવાર્થ. અહીં તો મહિમા પ્રભુની છે. એ મહિમા કરીને અંતરમાં જવાની વાતું છે, બાપુ ! બાકી બધી લાખ, કરોડ (વાતો કરે), કરોડો મંદિર બનાવે ને કરોડો પુસ્તક બનાવે.. (એ કોઈ ચીજ નથી). મુમુક્ષુ :- હજી આપણે કરોડો નથી બનાવ્યા. ઉત્તર :- આ તો બનાવે કો’ક (એની વાત છે). આ તો બાવીસ લાખ થયા છે. બાવીસ લાખ અહીં છપાણા છે. ઈ તો એ પરમાણુની પર્યાય તે કાળે થવાની એ થાય. કોણ કરે? બાપુ ! ભાઈ ! એ પરમાણુ પુદ્ગલમાં તે સમયની તે અવસરે તે પર્યાય થવાની હોય તે થાય. આહાહા....! એને બીજો કોણ કરે ? આ..હા...હા...! થતી હોય તેને કોણ કરે ? તે તે પરમાણુમાં તે સમયે તે પર્યાય (તે) અવસરે થવાની હોય તે થાય. થાય છે તેને કરે કોણ ? આહાહા.! અભિમાન કરે કે અમે આમ કર્યા ને અમે આમ કર્યા ને અમે પુસ્તકો બનાવ્યા, શાસ્ત્રો બનાવ્યા, મંદિરો બનાવ્યા. કોણ બનાવે ? પ્રભુ ! અહીંયાં તો અંતરમાં શુભરાગ થાય એને પણ બનાવું છું અને મારો છે એ પણ દૃષ્ટિ મિથ્યા છે. આહા..હા...! આકરું કામ બહુ, ભાઈ ! વીતરાગમાર્ગ દિગંબર જૈનદર્શન અલૌકિક છે. ક્યાંય છે નહિ. આવો માર્ગ ક્યાંય છે નહિ. આહા...હા...! શ્વેતાંબરમાં તો બધા ગોટા વાળ્યા છે. આ...હા....! આ નિર્મળાનંદ પ્રભુ તો જુઓ ! આ.હા..હા...! એવો જે ભગવાન આત્મા ! એનું જેને જ્ઞાન અને અનુભવ થયો એને પૂર્વે બાંધેલા) સત્તામાં પડેલા કર્મ હોય અને ઉદય આવે પણ તેમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું જોડાણ નથી માટે સકળ રાગ-દ્વેષ-મોહનો અભાવ છે એમ) મૂળમાં આ અપેક્ષાએ કહ્યો છે. આહા...હા...! ભાવાર્થ:- “જ્ઞાનીને પણ..” એટલે કે અજ્ઞાનીને તો ઠીક પણ “જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાનઅવસ્થામાં બંધાયેલા દ્રવ્યાસવો....” એટલે પરમાણુ આઠ જડ કમ સત્તામાં અજીવ તરીકે પડ્યા છે. દ્રવ્યાસવો સત્તા-અવસ્થામાં હયાત છે.” જોયું ? એ પડેલા (છે) એને દ્રવ્યાસ કહ્યો. પરમાણુ નવા આવે એને દ્રવ્યાસવ (કહે) એ તો વળી જુદી વસ્તુ. આ તો સત્તામાં પડ્યા (છે એને દ્રવ્યાસ્ત્રવ કહ્યું. પેલામાં આવે છે. સિદ્ધાંત પ્રવેશિકામાં આ આવે છે. પૂર્વના પડેલા કર્મની સત્તા પડી છે એને પણ દ્રવ્યાસવ કહેવાય છે. આહા...! નવા આવે છે જુદી વસ્તુ. જૈન સિદ્ધાંત પ્રવેશિકા ! મુમુક્ષુ :- આમાં આગળ આવી ગયું છે. ઉત્તર :- આવી ગયું છે ને ! આ તો સિદ્ધાંત પ્રવેશિકા માં નાખ્યું છે. એને દ્રવ્યાસવ કહેવા. આવ્યા હતા ને, આવ્યા હતા ને એટલે. પડ્યા છે ને ! આહા...હા...! એ દ્રવ્યાસવો Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨ સમયસાર સિદ્ધિ-૬ સત્તા-અવસ્થામાં હયાત છે અને તેમના ઉદયકાળે ઉદયમાં આવતા જાય છે. એનો સમય જ્યારે સત્તામાંથી ઉદય (આવવાનો) હોય તે સમયે તે ઉદયમાં આવતા જાય છે. પરંતુ તે દ્રવ્યાસવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી.” આહા..હા...! કારણ કે તેમાં તેને અનંતાનુબંધી અને મિથ્યાત્વના પરિણામ નથી માટે તે જોડાતો નથી. આ અપેક્ષાએ કહ્યું). કેમ કે જ્ઞાનીને સકળ રાગદ્વેષમોહભાવોનો અભાવ છે.” અહીં ‘સકળ' શબ્દ પડ્યો છે ને ! મૂળ પાઠમાં છે. સકળ ગયા છે. આખા મૂળ જ એ છે. આહા..હા..! એ દયા, દાન, વ્રતના પરિણામ એ મારા અને મને લાભદાયક છે એવો ભાવ એ) મિથ્યાત્વ (છે) અને એની સાથે થયેલા રાગ-દ્વેષ એ અનંતાનુબંધી એ મૂળ ચીજ છે. સંસાર-મૂળ ઈ છે. મિથ્યાત્વ તે આસવ છે અને મિથ્યાત્વ તે સંસાર છે. આહા...હા...! બાયડી, છોકરા, કુટુંબ સંસાર નથી. એ તો પરચીજ છે. સંસાર તો આત્માની પર્યાયમાં હોય, મોક્ષ પણ આત્માની પર્યાયમાં હોય, મોક્ષમાર્ગ પણ આત્માની પર્યાયમાં હોય, સંસાર પણ આત્માની પર્યાયમાં હોય. આહા...હા...! આ...હા..હા..! સંસાર એટલે કે મિથ્યાત્વ. આહાહા..! એ રાગના કણને પણ પોતાનો માનવો અને લાભદાયક માનવો એ મિથ્યાત્વ, એ સંસાર છે. આ કહે છે ને બાયડી, છોકરા છોડ્યા (એણે) સંસાર છોડ્યો. ખોટી વાત છે. કુટુંબ, બાયડી છોડ્યા, દુકાન છોડી માટે સંસાર છોડ્યો (એ) ખોટી વાત છે. મિથ્યાત્વ તે સંસાર (છે અને) એ મિથ્યાત્વ છોડે તો સંસાર છોડ્યો કહેવાય. આહા..હા..! ભાષા સમજ મેં આતી હૈ થોડી થોડી ? આ.હા...! ત્રિલોકનાથ તીર્થંકરદેવ પરમાત્મા બિરાજે છે, મહાવિદેહમાં પ્રભુ તો બિરાજે છે. આહાહા.! પ્રભુનું કરોડ પૂર્વનું આયુષ્ય છે. એક પૂર્વમાં સીત્તેર લાખ કરોડ છપ્પન હજાર કરોડ વર્ષ જાય. એવું કરોડ પૂર્વનું પ્રભુનું આયુષ્ય છે. બે હજાર વર્ષ પહેલાં કુંદકુંદાચાર્યદેવ ત્યાં ગયા હતા. સાક્ષાત્ ભગવાનના સમવસરણમાં આઠ દિ રહ્યા. ભરતના માણસ એ મહાવિદેહની જાત્રાએ ગયા ! ત્રણલોકના નાથની હાજરી. તેની પાસે ગયા આઠ દિ સાંભળ્યું. થોડી-ઘણી શંકાનું સમાધાન શ્રુતકેવળીઓ પાસે કર્યું. ત્યાં તો શ્રુતકેવળીઓ બિરાજે છે, વર્તમાન બિરાજે છે. આહા..! ત્યાંથી આવીને આ બનાવ્યું છે. આહા..હા... અને એમાંથી ‘અમૃતચંદ્રાચાર્યદેવે ટીકા અને કળશ (કર્યા. આહાહા...! અમરના ધામમાં જાવું હોય એને કેમ જાવું એમ અહીં તો કહે છે. અમર-આત્મા અમરધામ છે ! આ...હા...! અને મોક્ષને પણ અમર કહે છે ને ! મોક્ષને અમૃત કહે છે, શાસ્ત્રમાં મોક્ષને અમૃત પણ કહે છે. અમર કહે છે, અમૃત કહે છે, મોક્ષ કહે છે. આ..હા...! ઈ આત્મા અમૃત અને અમર સ્વરૂપ છે, પ્રભુ ! ખરેખર તો એને દયા, દાનના વિકલ્પ, વતના વિકલ્પનો પણ સંબંધ નથી. એ તો સકળ ત્રિકાળ નિરાવરણ પ્રભુ અંદર બિરાજે છે. આહા...હા...! સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૧૯ ૩૬૩ પારિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું. આહાહા..! આ.હા.હા...એમ ધર્મી પોતાના આત્માને આમ ભાવે છે. આહા..હા...! હું રાગી છું ને બાયડીવાળો ને છોકરાવાળો ને પૈસાવાળો ઈ તો કંઈ છે જ નહિ. આહા..હા....! પણ એક સમયની પર્યાય જેટલી ખંડ ખંડ છે એની પણ ભાવના જ્ઞાનીને નથી. જ્ઞાનીને પોતાની – અખંડની ભાવના છે. આહા..હા....! ઈ અખંડની ભાવનામાં જ્યારે સમ્યગ્દર્શન, જ્ઞાન થયું એથી તે ધર્મીને પૂર્વના બાંધેલા કર્મોદય આવે પણ મિથ્યાત્વ ને અનંતાનુબંધીનું જોડાણ નથી. આહા...હા..! સમ્યક્ અને સ્વરૂપ સ્થિરતાનું જોડાણ અહીં થઈ ગયું. એથી મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું આમ જોડાણ હતું એ ગયું. આહા...હા...! માર્ગ અંતરનો બાપુ બહુ એવો ઝીણો છે. આહા..હા...! વાદવિવાદે તો કાંઈ પાર આવે એવું નથી). જેને અંતર (લગની) લાગી હોય (એનું કામ છે). આ ભવ. ભવ ચોરાશી લાખના અવતાર અનંત ભવ, એ ભવનો જેને ડર લાગે. ચાહે તો સ્વર્ગનો ભવ હોય) પણ એ દુર્ગતિ છે. તારી ગતિ નહિ, નાથ ! આહા..હા...! તારી ગતિ તો અંદર શુદ્ધરૂપે પરિણમવું એ ગતિ તારી છે. આહા...હા...! સ્વર્ગની ગતિ પણ દુર્ગતિ છે. ત્યાં દુઃખ છે, આકુળતા છે, કષાય છે. ઈ સુખી નથી. સુખ તો આત્મામાં છે. આહાહા....! એવા સુખસાગરને જ્યાં ઢંઢોળીને જોયો, જાણ્યો... આહા..હા..! કહે છે કે એને હવે પૂર્વની સત્તાના કર્મો ઉદયમાં સમયે સમયે આવતા છતાં તેમાં તેનું જોડાણ નથી. આમ (અંતરમાં) જોડાણ થયું છે તો આમ (બહારમાં) જોડાણ નથી, એવી બે વાત કરી. અસ્થિરતાની વાતને ગૌણ કરી નાખી. આહા...! પ્રભુમાં જોડાય ગયો છે એ રાંકમાં, ઉદયમાં જોડાતો નથી. આહા...હા...! આવી વાત છે. “અહીં સકળ રાગદ્વેષમોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોહની અપેક્ષાએ સમજવો.” જોયું? બુદ્ધિ એટલે રુચિપૂર્વક. પ્રેમપૂર્વક જે રાગ-દ્વેષ-મોહ (થાય) એ એને નથી. બુદ્ધિપૂર્વક (એટલે) કરવાલાયક છે એવી બુદ્ધિપૂર્વક. એને રાગ-દ્વેષ ને મોહનો અપેક્ષાએ અભાવ કહ્યો. આહા..હા...! વલોક-૧૧૯ હવે આ જ અર્થ દઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનિકારૂપ શ્લોક કહે છે : Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ સમયસાર સિદ્ધિ-૬ (મનુષ્યમ) रागद्वेषविमोहानां ज्ञानिनो यदसम्भवः। तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम्।।११९।। શ્લોકાર્ધઃ- [] કારણ કે [જ્ઞાનિન: રાગદ્વેષવિમોદીનાં મસમવ:] જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે [તત: રવા તેથી રિચ વન્યઃ ના તેને બંધ નથી; [રિ] કેમ કે તે વચ્ચે વIRUHI તે (રાગદ્વેષમોહ) જ બંધનું કારણ છે. ૧૧૯. શ્લોક ૧૧૯ ઉપર પ્રવચન “હવે આ જ અર્થ દઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનિકારૂપ શ્લોક કહે છે :- ૧૧૯ કળશ. रागद्वेषविमोहानां ज्ञानिनो यदसम्भवः। तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम् ।।११९ ।। આહા..હા..! શ્લોકાર્થ:- “કારણ કે...' જ્ઞિાનિનઃ રાષિવિમોરનાં સન્મવ: “જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે..” મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ (થયો) એને અહીંયાં અભાવ કહ્યો છે. આહા..હા..! ધર્મીને, ધર્મી જીવની દૃષ્ટિમાં તો ભગવાન છે. આહા..હા...! અજ્ઞાનીની દૃષ્ટિમાં રાગ છે અને પર્યાય છે. આહા..હા..! મિથ્યાષ્ટિની દૃષ્ટિમાં પર્યાય એક સમયની કાં રાગ છે) એ એની દૃષ્ટિમાં છે. તેથી દૃષ્ટિનો વિષય છે સ્વભાવ, તેનો એને અનાદર છે. આહા...હા....! સમકિતીને પૂર્ણાનંદનો સ્વભાવ તે જ આદરણીય અને (તેનો ) સત્કાર છે. એ જ એની ચીજ છે અને એને એ આદરે છે. તેથી તે રાગ-દ્વેષ અસ્થિરતાના થાય તેને આદર આપતો નથી. એમાં હોંશ અને હરખ કરતો નથી. આવે, ધર્મીને રાગ, વિનય વ્યવહાર દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ એવો ભાવ આવે પણ) બંધનું કારણ. આહાહા..! આવી વાત છે, ભાઈ ! બહુ કામ (આકરું). જગતની સાથે મેળ કરવો મુશ્કેલ પડે એવું છે. જગત એટલે મિથ્યાત્વ અને સંસાર. આહા...હા...! આ...હા.હા..! તેથી “જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે...” પેલો અભાવ કહ્યો હતો આ અસંભવ કહ્યું. “તેથી...” [અન્ય વન્ધ: ન] તેને બંધ નથી; કેમ કે...” તેિ વધૂચ IRM] તે (રાગદ્વેષમોહ) જ બંધનું કારણ છે.” મિથ્યાત્વ ને અનંતાનુબંધીના રાગ-દ્વેષ, એ જ બંધનું કારણ (છે) એ જ્ઞાનીને નથી. આહા...હા...! હવે આવું બધું વાંચે ને એકાંત લઈ જાય. આ..હા...! અને પાછું તે એમાં કહી ગયા છે ને કે, યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી જઘન્ય ભાવમાં છે એને બંધ છે. ઈ કહી ગયા છે. આહા...હા..! એ વાત જણાવી દીધી છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૭૭ થી ૧૭૮ ૩૬૫ (ગાથા-૧૭૭ થી ૧૭. रागो दोसो मोहो य आसवा णत्थि सम्मदिहिस्स। तम्हा आसवभावेण विणा हेदू ण पच्चया होति।।१७७।। हेदू चदुवियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं । तेसिं पि य रागादी तेसिमभावे ण बज्झंति ।।१७८।। रागो द्वेषो मोहश्च आस्रवा न सन्ति सम्यग्दृष्टेः । तस्मादास्रवभावेन विना हेतवो न प्रत्यया भवन्ति ।।१७७।। हेतुश्चतुर्विकल्पः अष्टविकल्पस्य कारणं भणितम् । तेषामपि च रागादयस्तेषामभावे न बध्यन्ते।।१७८।। रागद्वेषमोहा न सन्ति सम्यग्दृष्टेः, सम्यग्दृष्टित्वान्यथानुपपत्तेः । तदभावे न तस्य द्रव्यप्रत्ययाः पुद्गलकर्महेतुत्वं विभ्रति, द्रव्यप्रत्ययानां पुद्गलकर्महेतुत्वस्य रागादिहेतुत्वात् । ततो हेतुहेत्वभावे हेतुमदभावस्य प्रसिद्धत्वात् ज्ञानिनो नास्ति बन्धः । હવે આ અર્થના સમર્થનની બે ગાથાઓ કહે છે : નહિ રાગદ્વેષ, ન મોહ–એ આસવ નથી સુદૃષ્ટિને, તેથી જ આસવભાવ વિણ નહિ પ્રત્યયો હેતુ બને; ૧૭૭. હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા, તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮. Duथार्थ :- [रागः] , [द्वेषः] द्वेष. [च मोहः] भने, भोड - [आस्रवाः] मे. सासवो. [सम्यग्दृष्टे:] सभ्यष्टिने [न सन्ति] नथी. [तस्मात] तेथी [आस्रवभावेन विना] पासवभाव. विन। [प्रत्ययाः] द्रव्यप्रत्ययो हेतुवः] भजन ॥२५॥ [न भवन्ति] थत नथ.. [चतुर्विकल्प हेतुः] (मिथ्यात्व) य॥२ .१२॥ तुमो. [अष्टविकल्पस्य] 08 ut२ri. धोनi. [कारणं] २९[भणितम्] Ruwi. भाव्या छ, [च] भने [तेषाम् अपि तेभने ५५ [रागादयः] (94-1) Auguो . ॥२४॥ छ; [तेषाम् अभावे] तेथी. ABudu suvi [न बध्यन्ते] . ciurdu नथ.. (Huटे सभ्य दृष्टिने . नथी). Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ સમયસાર સિદ્ધિ-૬ ટીકા – સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહ નથી કારણ કે સમ્યગ્દષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે (અર્થાત્ રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું બની શકતું નથી), રાગદ્વેષમોહના અભાવમાં તેને સમ્યગ્દષ્ટિને) દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મનું અર્થાત્ પુદ્ગલકર્મના બંધનનું) હેતુપણું ધારતા નથી કારણ કે દ્રવ્યપ્રત્યયોને પુદ્ગલકર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક છે; માટે હેતુના હેતુના અભાવમાં હેતુમાનનો (અર્થાત્ કારણનું જે કારણ તેના અભાવમાં કાર્યનો) અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી. ભાવાર્થ :- અહીં, રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું હોઈ શકે નહિ એવો અવિનાભાવી નિયમ કહ્યો છતાં મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ સમજવો. મિથ્યાત્વસંબંધી રાગાદિકને જ અહીં રાગાદિક ગણવામાં આવ્યા છે. સમ્યગ્દષ્ટિ થયા પછી કાંઈક ચારિત્રમોહસંબંધી રાગ રહે છે તેને અહીં ગણ્યો નથી; તે ગૌણ છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવાસવનો અર્થાત્ રાગદ્વેષમોહનો અભાવ છે. દ્રવ્યાસવોને બંધના હેતુ થવામાં હેતુભૂત એવા રાગદ્વેષમોહનો સમ્યગ્દષ્ટિને અભાવ હોવાથી દ્રવ્યાસવો બંધના હેતુ થતા નથી, અને દ્રવ્યાસવો બંધના હેતુ નહિ થતા હોવાથી સમ્યગ્દષ્ટિને-જ્ઞાનીને-બંધ થતો નથી. સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. “જ્ઞાની' શબ્દ મુખ્યપણે ત્રણ અપેક્ષાએ વપરાય છે – (૧) પ્રથમ તો, જેને જ્ઞાન હોય તે જ્ઞાની કહેવાય; આમ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની છે. (૨) સમ્યક્ જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો સમ્યગ્દષ્ટિને સમ્યજ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે અને મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની છે. (૩) સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો કેવળી ભગવાન જ્ઞાની છે અને છદ્મસ્થ અજ્ઞાની છે કારણ કે સિદ્ધાંતમાં પાંચ ભાવોનું કથન કરતાં બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. આ પ્રમાણે અનેકાંતની અપેક્ષા વડે વિધિનિષેધ નિબંધપણે સિદ્ધ થાય છે; સર્વથા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું નથી. ગાથા – ૧૭૭, ૧૭૮ ઉપર પ્રવચન હવે આ અર્થના સમર્થનની બે ગાથાઓ કહે છે : रागो दोसो मोहो य आसवा णत्थि सम्मदिहिस्स। तम्हा आसवभावेण विणा हेदू ण पच्चया होति।।१७७।। हेदू चदुवियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं । तेसिं पि य रागादी तेसिमभावे ण बज्झंति ।।१७८।। Page #385 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭૭ થી ૧૭૮ નહિ રાગદ્વેષ, ન મોહ—એ આસ્રવ નથી સુદૃષ્ટિને, તેથી જ આસવભાવ વિણ નહિ પ્રત્યયો હેતુ બને; ૧૭૭. હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા, તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮. ૩૬૭ ટીકા :– સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહ નથી...' એ આ. મિથ્યાત્વ અને રાગ-દ્વેષ. મોહ એટલે મિથ્યાત્વ (અને) રાગ-દ્વેષ એટલે અનંતાનુબંધીના રાગ-દ્વેષ. આવું વાંચીને દીપચંદજી (શેઠિયાજી)’ને થઈ ગયું હતું ને ! ભૂલ કાઢી હતી ને પેલી ? સોગાની’ની ! ‘ન્યાલચંદ સોગાની’ કહે કે, જ્ઞાનીને પણ શુભરાગ આવે એ આમ દુઃખ લાગે છે, દુઃખ છે. ઈ એને ન ગોઠ્યું. બાપુ ! ધર્મી છે, ભલે ક્ષાયિક સમકિતી હોય... આહા..હા...! બાહુબલીજી’ અને ભરત’ બેય લડ્યા, છતાં સમિકતી છે. અંદર રાગ આવ્યો છે પણ એ રાગ અસ્થિરતાનો રાગ દોષ છે, દુ:ખ છે. આ..હા..! જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ દુઃખ છે. રાગ છે તે ઝેર છે, દુઃખ છે. પ્રભુ અમૃતનો સાગર છે એનાથી ઊલટો ભાવ છે. એ શુભભાવ પણ અમૃતના સાગરથી ઊલટો ભાવ છે. આહા..હા...! અરે......! ભગવાન મહાપ્રભુ બિરાજે છે, કહે છે. ત્યાં તારું આસન નાખતો નથી અને આસન... આહા..હા...! સારા સ્થાનમાં આસન નાખતો નથી અને વિષ્ટામાં આસન નાખે છે. એમ રાગ ને દ્વેષ, પુણ્ય-પાપમાં આસન નાખ્યા. આ..હા...! ઉદાસીનોસિ આવે છે ને અંદર ? ઉદાસીનોસિ ! ધર્મી તો રાગ ને દ્વેષથી ઉદાસીન છે, એનાથી એનું આસન ભિન્ન અંદર આત્મા ઉપર પડ્યું છે. આ..હા..હા....! ઉદાસીન ઉદ + આસીન. ભગવાન ધામ છે, ચૈતન્યવસ્તુ (છે) ત્યાં તેના આસન દૃષ્ટિ સ્થપાણી છે. તે તેનું સ્થળ છે, તે તેની જમીન છે, તે તેનો ધણી છે અને તે તેનો સ્વામી છે. આ..હા...! જમીનના સ્વામી હોય છે ને ? ઈ (ખરી) જમીન આ છે. અનંત અનંત ગુણથી ભરેલો ભગવાન, એ ધર્મીનું સ્થાન ને ક્ષેત્ર, દળ એ ચીજ છે. રાગાદિ થાય પણ એ એની ચીજ નથી. આહા..હા....! સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહ નથી....’ (એમ) અહીં તો કીધું છે. ‘કારણ કે સમ્યગ્દષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે...' ભાષા દેખો ! આહા..હા...! મિથ્યાત્વ સંબંધીના ભાવ અને રાગદ્વેષ ગયા ન હોય અને સમ્યક્દષ્ટિ હોય એમ ત્રણકાળમાં બને નહિ. સભ્યષ્ટિના શુદ્ધ સમ્યગ્દર્શનનો ભાવ (થયો) અને અનંતાનુબંધીના અભાવરૂપ ભાવ થયો ત્યાં રાગ-દ્વેષ મારા છે એવો ભાવ હોઈ શકે નહિ. આહા..હા...! એ કહે છે, “સમ્યગ્દષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે (અર્થાત્ રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું બની શકતું નથી);...' અહીં કેટલાક કહે છે કે, જરી પણ રાગ રહે ત્યાં સુધી મિથ્યાષ્ટિ છે, એમ કેટલાક કહે છે. ઈ વાત અહીં Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ સમયસાર સિદ્ધિ-૬ નથી. આહા...! અહીં તો મિથ્યાત્વ સંબંધી, વિપરીત માન્યતા મહા સંસાર (છે). આ.હા...! ભગવાન પૂર્ણાનંદનો નાથ મોક્ષસ્વરૂપ છે એનાથી મિથ્યાત્વ ભાવ (અર્થાતુ) રાગના વિકલ્પને પોતાનો માનવો એવો મિથ્યાત્વ ભાવ એ જ મહાસંસાર ને અનંત જન્મ-મરણનો ગર્ભ છે. આહા હા..! હવે એની જેને કિંમત નથી, ઈ આ દયા, દાન ને વ્રત, તપ ને ભક્તિ કરીએ એટલે ધર્મ થઈ જશે એમ અજ્ઞાની માને. આહા...! ભાઈ ! ઈ શુભભાવ છે. આહાહા..! ધર્મ તો શુદ્ધ ઉપયોગ થાય ત્યારે ધર્મ છે. શુભ ને અશુભ, બેય અશુભ છે, અશુદ્ધ છે. આહાહા..! એ અશુદ્ધતા અહીં નથી. સમ્યફદૃષ્ટિમાં જે રાગ-દ્વેષ-મોહ તીવ્ર છે એ અશુદ્ધતા એને નથી માટે સર્વ રાગ-દ્વેષ-મોહનો અભાવ છે. આહા..હા...! એ ૧૭૧ ગાથામાં કહી ગયા. જ્ઞાનીને પણ જઘન્યભાવે દેખે છે, શ્રદ્ધે છે. દેખું-જાણે છે એમ ત્યાં લીધું. એથી હજી ઉત્કૃષ્ટ ભાવે દેખતો નથી. એટલે હજી એને આસ્રવ ને બંધ આવે છે. પૂર્ણાનંદના નાથને પૂર્ણ રૂપે દેખી, શ્રદ્ધ ને ઠરે, પૂર્ણ રૂપે ઠરે એને હવે આસવ અને બંધ હોતો નથી. અહીંયાં જે કહે છે ઈ તો સમકિતની અપેક્ષાની વાત છે. આહા..હા...! આવો ધર્મ કેવો ! આ બધા જાત્રા કરે, મંદિર કરે, લાખો રૂપિયા ખર્ચે, દસ-દસ લાખ (ખર્ચે), દસ શું તારા અબજ ખર્ચ ને ! ઈ ક્યાં તારી ચીજ છે ? ઈ તો જડ છે. આહા..હા....! પૈસા મારા છે એમ માનીને આપે છે તો મિથ્યાત્વ છે. અજીવ જીવનું છે (એમ નથી), ઈ તો અજીવ છે. આત્મા ભગવાન તો જીવ છે. જીવનો અજીવ – પૈસા હોય ? એ અજીવને જીવ માને એ મિથ્યાત્વ છે. આહા...હા...! આકરું કામ. સમ્યગ્દર્શનમાં એ વાત છૂટી જાય છે. એ રાજપાટમાં પડ્યો હોય, કરોડો રૂપિયા દાનમાં આપતો હોય પણ અંદર સ્વામી (થતો) નથી, જાણે છે કે આમ થાય છે, આ જાય છે, આ જાય છે. આ રહે છે, આ જાય છે. આહા..હા...! આવી વાતું છે. (સમ્યગ્દષ્ટિને) દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મનું.” દ્રવ્ય એટલે જોડાણ, જૂના જડ કર્મ. પુગલકર્મનું (અર્થાત્ પુદ્ગલકર્મના બંધનનું) હેતુપણું ધારતા નથી.” આહાહા....! ધર્મની જ્યાં અંદર આત્મઅનુભવની દૃષ્ટિ થઈ, ભેદજ્ઞાન થઈ ગયું, રાગથી – વિકલ્પથી જુદો પડી ગયો એ જુદો પડ્યો તે ભગવાન આત્મા... આહા..હા...! એને જૂના કર્મ પડ્યા છે એ બંધનો હેતુ થતો નથી. આહાહા...! છે ? દ્રવ્યપ્રત્યયો એટલે જૂના જડ (કર્મ). આસ્રવ કીધા ને ? પ્રત્યય એટલે આસવ. ઓલા દ્રવ્યાસવ કીધા, અહીં પ્રત્યય કીધું. પૂર્વના પડ્યા (છે) ઈ હોં ! પુગલકર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક છે;” “હેતુપણું ધારતા નથી કારણ કે દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક છે. પૂર્વના કર્મ નવા કર્મના કારણમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ હોય તો બંધનું કારણ થાય. આહા..હા...! છે ? જઃકર્મો પુદ્ગલકર્મના હેતુપણું – નવા બંધનનું નિમિત્ત, જૂના કર્મ નવા બંધનનું નિમિત્ત, એ નિમિત્તમાં પણ હેતુ રાગાદિ છે. જૂનું (કર્મ) નિમિત્ત છે એ આવી ગયું છે કે, જૂનું કર્મ છે એ નવા કર્મનું Page #387 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭૭ થી ૧૭૮ ૩૬૯ કારણ છે, પણ ક્યારે ? કે, જૂના કર્મમાં (જોડાઈને) પોતે રાગ-દ્વેષ ને મિથ્યાત્વ કરે ત્યારે. આહા..હા...! આવી વાતું હવે, હજી તો સમજવી કઠણ પડે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, એની રીત જ કળા જ જુદી જાત છે. આખી દુનિયાથી એની રીત જુદી છે. આ..હા..! એક એક પરમાણુ પોતાની પર્યાયે તે સમયે પરિણમે એને કોણ પરિણમાવે, કહે છે. આ શરીર છે જુઓ ! આમ આમ ચાલે ઈ તો એની પર્યાય જડની છે. આત્મા એને કરે, આત્મા હાથને હલાવી શકે એ ત્રણકાળમાં બનતું નથી. ઈ કોણ માને ? આહા..હા..! આ લાકડી છે, (આ) પણ આમ ઊંચી-નીચી થાય છે જુઓ ! એની અવસ્થા (થાય) એનો કર્તા ઈ પુદ્ગલ છે, એનો કર્તા આંગળી નથી. આ..હા...! આ હાથને આધારે આ લાકડી રહી છે ? ના. ઈં પરમાણુમાં આધાર નામનો ગુણ છે એને કા૨ણે લાકડી (એને) આધારે રહી છે, હાથને આધારે નહિ. અરે..! આ (કેમ) બેસે ? દેવીલાલજી’ ! આહા..હા....! જગતનો એક એક રજકણ, આ તો અનંતા રજકણનો દળ છે, એક એક રજકણની તે સમયે થતી જે અવસ્થા, તેને બીજો રજકણ કે બીજો આત્મા કરી શકે નહિ. આહા..હા...! હળવો.. હળવો.. હળવો કરી નાખ્યો. હળવો છે જ. પરના કાર્યના કર્તાપણાથી રહિત પ્રભુ છે. આહા..હા...! એ કહે છે, આ.હા..હા...! ધર્મીને બંધનું કારણ ક્યારે થાય ? કે, જૂના કર્મ નવા કર્મનું આવવાનું (કારણ) ચારે થાય ? કે, એ જૂના કર્મમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષનું નિમિત્ત થાય, જૂના કર્મમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષનું નિમિત્ત થાય તો જૂના કર્મ નવા કર્મનું કા૨ણ થાય. આહા..હા...! છે ? ‘દ્રવ્યપ્રત્યયો...’ એટલે જડ પુદ્ગલકર્મના (એટલે) નવા (કર્મના) હેતુનો હેતુ. નવા કર્મ આવવાનું નિમિત્ત એ મિથ્યાત્વ અને રાગ-દ્વેષ છે. આહા..હા...! ‘બંધ અધિકા૨’માં પણ એમ કહ્યું છે ને ? જે કોઈ આત્માના ઉપયોગમાં રાગ કરે તે બંધ મિથ્યાત્વ છે. રાગ ક૨ે (એમ) એકલાની વાત નથી લીધી. જાણવાના ઉપયોગમાં રાગને કરે એ બંધનું કારણ છે. આહા..હા...! બંધ અધિકાર'માં પહેલી શરૂઆતમાં વાત કરી છે). ‘સમયસા૨’ તો અલૌકિક ચીજ છે ! બપો૨ે પ્રવચનસાર’ (ચાલે છે), ‘નિયમસાર’ કોઈ અલૌકિક શાસ્ત્ર (છે) ! કુંદકુંદાચાર્યદેવ’ના શાસ્ત્રો એટલે કેવળીની વાણી છે !! આ..હા..હા...! પણ સમજવા માટે ઘણો પ્રયત્ન જોઈએ, બાપુ ! આહા...હા....! દ્રવ્યપ્રત્યયોને પુદ્ગલકર્મના હેતુ...' નવાનો હેતુ, એનો હેતુ રાગાદિક છે; માટે હેતુના હેતુના અભાવમાં... આહા..હા...! શું કીધું ઈ ? જૂના કર્મ જે હેતુ છે એનો હેતુ મિથ્યાત્વ અને રાગ-દ્વેષ છે. એવા હેતુના હેતુના અભાવમાં હેતુમાનનો (અર્થાત્ કારણનું જે કારણ તેના અભાવમાં કાર્યનો) અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી.' આહા..હા...! જૂના Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ સમયસાર સિદ્ધિ-૬ કર્મ નવાને નિમિત્ત થાય, પણ એ જૂના કર્મને નિમિત્ત જીવના મિથ્યાત્વ ને રાગ-દ્વેષ થાય તો. આહાહા...! તેથી ધર્મીને આત્માનો અનુભવ સમ્યગ્દર્શનમાં છે તેથી તેને મિથ્યાત્વ ને રાગ-દ્વેષ નથી તેથી તેને જૂના કર્મને નિમિત્ત થાવું અને નવું કર્મ થાય, એ એકેય છે. નહિ. નથી મિથ્યાત્વ, રાગ-દ્વેષ પરિણામ, નથી જૂના કર્મને નિમિત્ત થવું અને જૂનું કર્મ નવાને લાવવું એ એકેય એને નથી. આહા..હા..! એને બંધન જ નથી એમ કહે છે. છે ? “અર્થાત્ કારણનું જે કારણ તેના અભાવમાં) કારણનું કારણ એટલે ? જૂના કર્મ નવાનું કારણ છે પણ એ કારણનું કારણ અજ્ઞાનીના રાગ-દ્વેષ ને મોહ છે. એવા ‘(કારણ તેના અભાવમાં કાર્યનો)...” એટલે નવા બંધનનો “અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી.” આ કારણે ધર્મીને બંધ છે નહિ. વિશેષ કહેશે... (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૫૩ ગાથા–૧૭૭-૧૭૮, શ્લોક-૧૨૦ ગુરુવાર, જેઠ વદ ૪, તા. ૧૪-૦૬-૧૯૭૯ સમયસાર ૧૭૩-૧૭૮ (ગાથાના) ભાવાર્થનો બીજો પેરેગ્રાફ. સમ્યફદૃષ્ટિનું અહીં માહાસ્ય કહ્યું. એમ કહ્યું ને (કે), સમ્યક્દૃષ્ટિને આસ્રવ અને બંધ નથી. એ સમ્યગ્દર્શનનું માહાભ્ય (છે). પૂર્ણ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય... આ...હા...! અખંડ સ્વરૂપ અનંત.. અનંત.. અનંત.. શક્તિનો સંગ્રહાલય. અનંતની દૃષ્ટિ થઈ એ અલૌકિક વાત છે. એ દૃષ્ટિએ સંસારનો ત્યાં અંત છે. દયા, દાન, વ્રત, ભક્તિ (આદિની) ગમે તે ક્રિયા કરે, એની કંઈ મહિમા નથી. શુભભાવ અનંત વાર કર્યો અને કરે એની કોઈ મહિમા નથી. મહિમા અને માહાભ્ય, ચમત્કાર તો પ્રભુ ચૈતન્ય ચમત્કારી વસ્તુ છે એને જેણે સ્પર્યો છે, એનો જેને અનુભવ થયો છે, એનું જેને જ્ઞાન થઈને પ્રતીતિ થઈ છે એના મહાસ્યનું વર્ણન છે. એને આસ્રવ અને બંધ નથી. અનંત સંસારનું કારણ એવો આસવ અને બંધ એને નથી. અલ્પ છે એની ગણતરી નથી). (સમ્યગ્દર્શનના) માહાન્ય આગળ (એની) ગણતરી ગણી નથી. “સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે...” છે ? ભાવાર્થનો બીજો ભાગ, બીજો પેરેગ્રાફ. સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે. કેટલાક એમ કહે છે કે, જ્ઞાની તો સાતમે (ગુણસ્થાનથી) હોય. વીતરાગપણે હોય ત્યારે (હોય). વીતરાગ દૃષ્ટિ ત્યારે હોય, નીચે સમ્યદૃષ્ટિને સરાગ દૃષ્ટિ છે). એમ છે નહિ. પહેલે દરજ્જામાં ભગવાન પૂર્ણ સ્વરૂપ પ્રભુ બહારથી સર્વથા પ્રકારે ઉપયોગ સંકેલી નાખ્યો ને. અંતર્મુખમાં દૃષ્ટિએ પલટો માર્યો એ કાંઈ ઓછી વાત નથી. બહારના લક્ષે તો વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા (અનંત વાર કરી), મંદિરો બનાવ્યા, ગજરથ (કાઢ્યા) બધું અનંત વાર કર્યું. એમાં કંઈ કોઈ ભવનો અંત નથી. આહા..હા...! Page #389 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૭૭ થી ૧૭૮ ૩૭૧ આ તો ભવના અંતના કરનારને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. તે વ્યાજબી છે. શાસ્ત્રનું આટલું ભણ્યો માટે જ્ઞાની (છે) એમ નથી. આહા...હા...! જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! જાણક સ્વભાવનો પિંડ જ્ઞાયક, તેનું જ્ઞાન થાય તેને જ્ઞાની કહે છે. બીજી આવડત ઓછી હોય કે સમજાવતા ન પણ આવડે એથી કરીને જ્ઞાન, અજ્ઞાન થતું નથી અને અગિયાર અંગનું જ્ઞાન થતા એ અજ્ઞાન છે તે કાંઈ જ્ઞાન થતું નથી. આહાહા...! ચૈતન્ય મહાપ્રભુ ! એનું જેને જ્ઞાન થયું, એને જેણે જ્ઞાનમાં શેય બનાવી, અનાદિથી પરને ય બનાવીને પર્યાય ત્યાં રોકાણી છે... આહા..હા...! એ પર્યાયને પર્યાયમાં સ્વ-સ્વરૂપને શેય બનાવી. આહા..હા...! જ્યાં સમ્યગ્દર્શન પૂર્વક સમ્યકજ્ઞાન થયું છે તેથી તેને જ્ઞાની કહેવો યોગ્ય જ છે. ભલે તિર્યંચ ભૂંડ હોય. આહા..હા...! ઉંદર હોય, ખિસકોલી હોય પણ ભગવાન આત્મા પૂર્ણ પ્રભુ ત્યાં તો એને પડ્યો છે. એનું જેને અંતરમાં સન્મુખ થઈને, સંયોગનું લક્ષ છોડી, નિમિત્તનું છોડી, રાગનું છોડી ને પર્યાયનું (લક્ષ પણ) છોડી, પર્યાયે પર્યાયનું લક્ષ છોડીને પર્યાય દ્રવ્યને અવલંબે છે (તો) કહે છે કે, એને જ્ઞાની કહેવો ઈ વ્યાજબી છે. આહા..હા...! “જ્ઞાની' શબ્દ મુખ્યપણે ત્રણ અપેક્ષાએ વપરાય છે – (૧) પ્રથમ તો, જેને જ્ઞાન હોય તેને જ્ઞાની કહેવાય; આમ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની છે.” શું કહે છે ? બધા જીવો જ્ઞાન સ્વરૂપે છે એ અપેક્ષાએ જ્ઞાની કહેવાય, પણ એ કંઈ સમ્યજ્ઞાન નહિ. મિથ્યાજ્ઞાન એ સમ્યકજ્ઞાન નથી. જ્ઞાની (એટલે) જે આત્મા જ્ઞાનનો ધરનારો, પૂર્ણ જ્ઞાનનો ધરનાર, એકલો જ્ઞાયકભાવ (છે) એથી બધાને જ્ઞાની કહેવાય. સમ્યકુ-મિથ્યા જ્ઞાની અહીંયાં નહિ. પહેલી સામાન્યની વાત છે). “આમ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ સર્વ જીવો જ્ઞાની છે.” આહા..હા..! અભવી પણ જ્ઞાની છે. કેમકે એનો સ્વભાવ જ જ્ઞાનસ્વરૂપ છે ને ! જાણક સ્વભાવભાવથી ભરેલો ભગવાન, એને લઈને બધાને જ્ઞાની કહેવાય, પણ એથી એ ભવના અંતનું કારણ છે, એ નહિ. આહા...હા...! ૨) સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો અહીં જે કીધું છે ઈ. અહીં તો સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન, એની અપેક્ષાએ જ્ઞાન લેવામાં આવે તો સમ્યક્રદૃષ્ટિને સમ્યકજ્ઞાન હોવાથી..” રાગથી ભિન્ન પડી સ્વરૂપનું જ્ઞાન થયું એવું) સમ્યક્દૃષ્ટિ ભેદજ્ઞાનીને હોવાથી. “સમ્યગ્દષ્ટિને સમ્યકજ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે.” એ અપેક્ષાએ તેને અહીં જ્ઞાની કહ્યો છે. આ મોટા વાંધા કેટલાક ઉઠાવે છે. ખરેખર જ્ઞાની (એટલે એમ કે) નિર્વિકલ્પ દૃષ્ટિ સાતમે (ગુણસ્થાને) થાય ત્યારે સમ્યગ્દર્શન નિર્વિકલ્પ થાય. આહાહા..! “જ્ઞાનસાગરે એવું લીધું છે. જ્યાં સુધી પૂર્ણ નિર્વિકલ્પ સમાધિ ન થાય ત્યાં સુધી એને જ્ઞાન નહિ. એમ કહ્યું. આહા..! આ વાત માને નહિ. એમ કે આ તો પંડિતનું કથન છે ને ! પંડિતનું કથન પાઠમાં બોલે છે. ૧૪૪ ગાથા. સ્વરૂપની પ્રાપ્તિ કરે તેને સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાન (નામ) પામે. ત્યાં એમ કીધું. ત્યાં ચારિત્ર તો લીધું નથી. પાઠ છે, એવા તો ઘણા પાઠ છે. આહા.! કુંદકુંદાચાર્યદેવ પોતાનો આશય આપશે. “સમ્યક્દષ્ટિને Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ સમયસાર સિદ્ધિ-૬ સમ્યજ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે અને મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની છે.' આહા..હા...! ‘(૩) સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે... આ..હા..હા...! સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લઈએ તો કેવળી ભગવાન જ્ઞાની છે...’ આ...હા...! બારમે ગુણસ્થાન સુધી હજી પૂર્ણ જ્ઞાન નથી અને છદ્મસ્થ અજ્ઞાની છે. અજ્ઞાની છે એટલે પૂર્ણ જ્ઞાન નથી, એમ. છદ્મસ્થ છે, છદ્મસ્થ (એને) આવરણ છે, ભાવઆવરણમાં જે રહ્યો છે એથી એને અજ્ઞાની કહેવામાં આવે છે. બારમા ગુણસ્થાન સુધી. એ જ્ઞાનની પૂર્ણતાની અપેક્ષાએ અને પૂર્ણતાના અભાવની અપેક્ષાએ અજ્ઞાની કહ્યો. પણ સમ્યાન પણ નથી એમ નહિ. પૂર્ણ જ્ઞાનના અભાવે એને અજ્ઞાની (કહ્યો), પૂર્ણ જ્ઞાનનો અભાવ છે) તેથી અજ્ઞાની (છે) એટલું કહ્યું. મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શન એ નહિ. આહા..હા...! ‘કારણ કે સિદ્ધાંતમાં પાંચ ભાવોનું કથન કરતાં...' શાસ્ત્રમાં જ્યાં પાંચ ભાવોનું કથન છે, પંચમ ભાવપૂર્વક ચા૨ ભાવ પર્યાયના (લીધા છે). આહા..હા...! ત્રિકાળી પંચમભાવ ભગવાન એનો ભાવ અને ચા૨ પર્યાયમાં ભાવ, એ પાંચ ભાવનું જ્યાં કથન છે ત્યાં બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે.’ વીતરાગ થયો છે, અંતર્મુહૂર્ત પછી કેવળજ્ઞાન થવાનું છે પણ એ પૂર્ણ જ્ઞાનના અભાવની અપેક્ષાએ બારમુ ગુણસ્થાન વીતરાગી (છે) તેને પણ અજ્ઞાની કહ્યો છે. આહા..હા...! અજ્ઞાની એટલે મિથ્યાજ્ઞાની એમ નહિ. પૂર્ણ જ્ઞાનનો અભાવ એટલી અપેક્ષાએ અજ્ઞાની, એમ. 'આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડે... જુઓ ! આ અનેકાંત ! સમ્યષ્ટિને જ્ઞાની કહ્યો એ વસ્તુના સ્વરૂપના ભાનની અપેક્ષાએ. મિથ્યાદષ્ટિને અજ્ઞાની કહ્યો એ સ્વરૂપના અજ્ઞાનની (અપેક્ષાએ). બારમે ગુણસ્થાને અજ્ઞાની કહ્યો એ પૂર્ણ જ્ઞાનના અભાવની (અપેક્ષાએ). એક જ અપેક્ષા લ્યે કે, જુઓ ! મિથ્યાદૃષ્ટિ અજ્ઞાની છે તેવો જ બારમા ગુણસ્થાનવાળો અજ્ઞાની છે એમ નથી. આહા..હા...! આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડે વિધિનિષેધ નિધિપણે સિદ્ધ થાય છે;...' વિધિનિષેધ (એટલે) સમ્યષ્ટિમાં જ્ઞાન છે, બારમે ગુણસ્થાને અજ્ઞાન છે. સંપૂર્ણ (જ્ઞાન) નથી માટે. એ રીતે વિધિનિષેધથી, અનેકાંતથી વાત સાબિત થાય છે. આહા..હા...! સર્વથા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું નથી.' સર્વથા એકાંત કરવા જાય તો કોઈ વાત સિદ્ધ નહિ થાય. એનો અર્થ એવો નથી કે, અનેકાંત એટલે નિમિત્તથી પણ થાય અને ઉપાદાનથી પણ થાય. વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય, ઈ અનેકાંત નથી. એ અનેકાંત છે કે, નિશ્ચયથી થાય અને વ્યવહારથી ન થાય. ઉપાદાનથી થાય અને નિમિત્તથી ન થાય. એ ત્યાં અનેકાંત છે. અહીં અનેકાંત તો અપેક્ષિત સમ્યકૂજ્ઞાન અને પૂર્ણતાના અભાવની અપેક્ષાએ અજ્ઞાન (કહ્યું) અને નીચે મિથ્યાદૃષ્ટિની અપેક્ષાએ અજ્ઞાન (કહ્યું), એ અપેક્ષાએ આ વાત કરી છે. આહા..હા...! Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૦ ૩૭૩ વલો નરને (વર્તાતિન) अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्नमैकाग्यमेव कलयन्ति सदैव ये ते। रागादिमुक्तमनसः सततं भवन्तः पश्यन्ति बन्धविधुरं समयस्य सारम् ।।१२० ।। હવે, જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધનયનું માહાસ્ય છે માટે શુનયના મહિમાનું કાવ્ય કહે છે : શ્લોકાર્થ – ઉિદ્ધવોમ્િ શુદ્ધનયમ્ અધ્યારચા ઉદ્ધત જ્ઞાન (–કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન) જેનું લક્ષણ છે એવા શુદ્ધનયમાં રહીને અર્થાત્ શુદ્ધનયનો આશ્રય કરીને કે જેઓ સિવા રવા સદાય 1િષ્ટ્રમ્ થવા એકાગ્રપણાનો જ વિનન્તિા અભ્યાસ કરે છે તેવું તેઓ, સિતતં નિરંતર RI+Iવિમુવમનસ: ભવન્ત:] રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા, વિશ્વવિધુરં સમરથ સારમું બંધરહિત એવા સમયના સારને (અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને) [પન્તિા દેખે છે–અનુભવે છે. ભાવાર્થ – અહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. “હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું – એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને સ્થિરતા વધતી જાય તે એકાગ્રતાનો અભ્યાસ. શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે અને શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે તેથી તે અપેક્ષાએ શુદ્ધનય દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. વળી તે અનુભવ એકદેશ શુદ્ધ છે તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. ૧૨૦. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ સમયસાર સિદ્ધિ-૬ શ્લોક ૧૨૦ ઉપર પ્રવચન ‘હવે, જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધનયનું માહાસ્ય છે.” જોયું ! આહાહા...! શુદ્ધ ભગવાન પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, પૂર્ણાનંદનો નાથ અનંત ગુણનો સાગર, દરિયો પવિત્ર પ્રભુ ! એકલી પવિત્રતાનો પિંડ પ્રભુ ! આ.હા..હા...! ચૈતન્યપ્રતિમા ! એકલી પવિત્રતાના ગુણની પ્રતિમા પ્રભુ ! આ.હા..હા...! એને જો લઈએ તો એનું માહાસ્ય છે. (માટે) “શુદ્ધનયના મહિમાનું કાવ્ય કહે છે –' એ શુદ્ધનયને લઈને) જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધનયનું માહાસ્ય (છે). શુદ્ધનય એટલે નિર્વિકલ્પ આનંદના અનુભવનું એ માહાસ્ય છે. પૂર્ણ સ્વરૂપનો અનુભવ ને પ્રતીતિ થઈ, એનું માહાસ્ય છે. જ્ઞાનીને બંધ થતો નથી એમાં શુદ્ધનયનું માહાસ્ય છે. આહા...હા..! | નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય ભગવાન જ્યાં સમાધિમાં અંદર શાંતિમાં પડ્યો છે... આહાહા....! તે શુદ્ધનયનું માહાસ્ય છે. માટે શુદ્ધનયના મહિમાનું કાવ્ય કહે છે : अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्नमैकाग्यमेव कलयन्ति सदैव ये ते। रागादिमुक्तमनसः सततं भवन्तः पश्यन्ति बन्धविधुरं समयस्य सारम्।।१२० ।। આહાહા...! કિલ્ફતવોપવિમ્ શુદ્ધયમ્ અધ્યાચ“ઉદ્ધત જ્ઞાન...” આ...હાહા..! જ્ઞાન જે આત્માનું થયું એ જ્ઞાન ઉદ્ધત થઈ ગયું. એ કોઈને ગણતું નથી. આહા..હા..! કર્મના ઉદયને ગણતું નથી, શાસ્ત્રના પાના વાંચું તો જ્ઞાન થાય એમેય ગણતું નથી એવું ઉદ્ધત જ્ઞાન છે. આહા...હા...! “ઉદ્ધત જ્ઞાન –કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન)... આહા...હા..! ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ ચૈતન્યચંદ્ર, ચૈતન્યચંદ્ર અંદર બિરાજે છે ! શાંતિનો સાગર ! આ..હા..! જ્ઞાન ને એની સાથે શાંતિ ને એની સાથે આનંદ, એવો જે ભગવાન નિર્વિકલ્પ વસ્તુ તેને અહીં શુદ્ધનય કીધી છે. એ શુદ્ધનયનું – આત્માનું જ્ઞાન થયું (એ). ઉદ્ધત જ્ઞાન (છે). આહાહા....! “–કોઈનું દબાવ્યું દબાય નહિ)' એ કર્મના ઉદયના જોરમાં દબાય નહિ. આહા...હા...! અથવા વિશેષ વિદ્ધતા અને પંડિતાઈ ન હોય તેથી જ્ઞાન એમ માને કે, અરે..! મને જ્ઞાન નથી, એવું એ નથી. એ ઉદ્ધત જ્ઞાન છે. આહા...હા...! ઘણા લોકો) બહારમાં જ્ઞાનમાં નિપુણ દેખાય એથી પોતાને એમ ન થઈ જાય છે, અરે..આ મને જ્ઞાન બહુ ઓછું (છે). તે ઉદ્ધત જ્ઞાન કોઈને ગણતું નથી. વિશેષ જાણનારોને પણ (એ) જ્ઞાની છે એમ એ ગણતું નથી. આહા..હા...! અને હું ઓછું જાણું Page #393 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૦ ૩૭૫ છું માટે હું જ્ઞાની નહિ, એમ એ જ્ઞાન ઉદ્ધત થઈ ગયું છે. આહા..હા...! જુઓ! સમ્યગ્દર્શનનું માહાસ્ય અને સમ્યકુજ્ઞાનનું માહાસ્ય ! ભગવાન આત્માનું દર્શન અને આત્માનું જ્ઞાન એટલે શું !! આ...હા...હા...! જેને ભગવાનના ભેટા થયા. આ ભગવાન હોં પોતે ! આ.હા..હા...! એનું જે જ્ઞાન થયું તે જ્ઞાની છે અને તે જ્ઞાન ઉદ્ધત થઈ ગયું છે. આહા..હા...! હું શાસ્ત્ર વાંચું તો મને જ્ઞાન થાય એવું પણ એને જ્ઞાનમાં નથી. એટલું જ્ઞાન ઉદ્ધત થઈ ગયું. આહા...હા...! નિજખાણમાંથી જ્ઞાન આવ્યું. આ..હા...હા...! જેમાં અનંત અનંત જ્ઞાન ભર્યું છે, જેનો પાર નથી એવો ભગવાન સ્વભાવ, એમાંથી જ્ઞાન આવ્યું એ જ્ઞાન બીજાના વિશેષ જ્ઞાન દેખીને હું હીણું છું એમ નથી કહેતું, એમ દબાઈ નથી જતું. આહાહા..! અને કેવળજ્ઞાનીને દેખીને એને એમ થતું નથી કે, આ તો કેવળજ્ઞાની છે, પૂર્ણ જ્ઞાની છે, એ અપેક્ષાએ તો હું અજ્ઞાની છું. ના, હું તો જ્ઞાની છું. સમજાય છે કાંઈ ? આહાહા! સ્વદ્રવ્યના આશ્રયે ભગવાન જાગીને ઉઠ્યો એ જ્ઞાન જગતની કોઈ ચીજથી દબાતું નથી. એટલે કે કોઈને ગણતું નથી. આહા...! તે જ્ઞાન, ભગવાનથી પણ મને જ્ઞાન થશે તેમ એ જ્ઞાન ગણતું નથી. આહાહા...! ઉદ્ધત જ્ઞાન (-કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન)....” એવું ઉન્નત જ્ઞાન છે. આહાહા.... જેની સાથે અતીન્દ્રિય આનંદના નમૂના સ્વાદમાં આવ્યા. આ.હા..હા...! એ જ્ઞાન કોઈથી દબાય જતું નથી. આ..હા...! જેવો સ્વભાવ એવું શ્રુતજ્ઞાન. જેનું લક્ષણ છે એવા શુદ્ધનયમાં રહીને અર્થાત્ શુદ્ધનયનો આશ્રય કરીને..” એટલે કે પૂર્ણ નિર્વિકલ્પ વસ્તુ છું તેનો આશ્રય કરીને જે દશા થઈ. આહાહા...! જેઓ સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે. એટલે કે આનંદ ને જ્ઞાન સ્વરૂપ, એવો જે સ્વભાવ તેમાં એકાગ્રતાનો અભ્યાસ કરે છે. આહા..હા..! એ શાસ્ત્રનો અભ્યાસ કરે છે કે એમ નહિ). આ.હા...હા...! ઈ તો આવ્યું નહિ ? “કળશટીકામાં આવ્યું નહિ ? અનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની અટક નથી. “કળશટીકામાં આવે છે). આહાહા..! ભણે, આવે પણ ત્યાં આગળ એમ નથી કે, હું આ ભણું તો જ મારું આ જ્ઞાન રહી જાય, નહિતર જ્ઞાન નહિ રહે. આહા...હા...! ભગવાન ચૈતન્ય સ્વભાવ પૂર્ણ પ્રભુ ! અરે..! જે અનંતકાળમાં હાથ નહોતો આવ્યો (એ હાથ) આવ્યો, એ જ્ઞાન અપૂર્ણ ભલે હો અને બીજાને વિશેષ જ્ઞાન હો. વિશેષના બે પ્રકાર – જાણપણાનું વિશેષ અને એક પ્રગટેલું વિશેષ કેવળજ્ઞાન. પણ એને એમ થતું નથી કે, હું અજ્ઞાની છું ને આ કેવળજ્ઞાની (છે). આવી વાત છે. અરે...! આ તો મુદ્દાની રકમની વાત છે. “સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે.” શેની એકાગ્રતા ? પ્રભુ! ચૈતન્ય વીતરાગમૂર્તિ પ્રભુ ! નિર્વિકલ્પ સમાધિ ને એકાગ્રતાનો જ અભ્યાસ કરે છે. આ અભ્યાસ ! “પ્રવચનસારમાં Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ સમયસાર સિદ્ધિ-૬ કહ્યું કે, ભાવજ્ઞાનના લક્ષે આગમ અભ્યાસ કરવો. કહ્યું છે, અપેક્ષાથી જ્યાં વ્યવહારથી કહ્યું છે. આહા..હા...! આ તો પ્રભુ જ્યાં એકાગ્ર થવું છે ત્યાં થાય છે. આહા..હા...! મહા દરિયો ભર્યો છે ભગવાન ! આ..હા..હા...! જેની પૂર્ણતાની અંદરમાં કોઈ અનંતા ગુણોમાં છેલ્લો આ ગુણ છે, એટલા ગુણો ભર્યા છે કે જેનો છેલ્લો ગુણ છે એટલું નહિ. એવા અનંતા ગુણો ભર્યા છે ! આ..હા..હા...! શું કીધું ઈ ? આત્મામાં એટલા અનંતા... અનંતા.. અનંતા.. અનંતા... ગુણ છે કે, આ ગુણ છેલ્લો છે અને આ અનંતા માહ્યલો અનંતમો (છેલ્લો છે એવું જેમાં નથી)... આ..હા..હા...! એવા દ્રવ્યનું જ્ઞાન થયું – એવા પ્રભુનું જ્ઞાન થયું, એવા ભગવાનનું જ્ઞાન થયું.. આ..હા...! એ જ્ઞાન પોતામાં જ અભ્યાસ કરે છે, એકાગ્ર થાય છે). મને જ્ઞાન વધશે કે આગળ કેમ થશે ? એ તો આમાં એકાગ્ર (થાય છે). આમ બહુ ભણીશ ને શાસ્ત્રજ્ઞાન કરીશ તો મને કેવળજ્ઞાન થાશે (એમ નથી). આહા..હા...! જેમાં જ્ઞાન આખું ભર્યું છે. એકલો સમજણ.. સમજણ.. જ્ઞાનનો પિંડ છે. અનંત બેહદ ભરેલું જ્ઞાન અને એ જ્ઞાનમાં અનંતા ગુણનું રૂપ છે. આહા..હા...! પુરુષાર્થ છે, આનંદ છે, એમાં શાંતિ છે. આહા..હા...! એવું જે જ્ઞાન એ પોતામાં એકાગ્રતાનો અભ્યાસ કરે છે. આહા..હા..! કઈ શૈલી લીધી છે, જુઓને ! આ..હા...! પૂર્ણાનંદ... આ... હા...! આઠ વર્ષની બાલિકાને સમ્યગ્દર્શન થાય, સમ્યક્ત્તાની છે અને તે અંતરમાં એકાગ્રતાનો અભ્યાસ કરવા લાગે. આ..હા..હા..હા...! જ્યાં પ્રભુની મહત્તા મોટપનું ભાન પડ્યું છે. આ..હા..હા...! તેમાં એકાગ્રતાનો અભ્યાસ જ્ઞાની કરે છે. ઈ શાસ્ત્રનો અભ્યાસ ક્યારે કરે ? — મુમુક્ષુ : ઉત્તર :– એ વ્યવહારે આવે ત્યારે થાય. ભાવના લક્ષે (સ્વાધ્યાયનો ભાવ) આવે, પણ જો૨ (ત્યાં) છે, જ્ઞાન વધવામાં (જોર છે), આ શાસ્ત્રને ભાવ લક્ષે પણ ઘણું ઘણું વધી જાય (એમ નથી), અંદર એકાગ્ર થાય તો જ્ઞાન વધશે. આહા..હા...! અરે......! આવો માર્ગ પ્રભુ ! ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે એની લોકોને કિંમત નથી. કિંમત આ દયા, દાન ને વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને રાંકા છે, ભિખારી છે. ઝેરના પ્યાલા છે. આહા..હા...! એને માહાત્મ્ય આપે છે. અમૃતનો સાગર નાથ ! આ..હા..હા...! એને માહાત્મ્ય આપતા નથી તેથી એના ભવભ્રમણ ટળતા નથી. આહા..હા...! મુમુક્ષુ :– આગમના અભ્યાસ કરવાની વૃત્તિ પછી રહેતી જ નથી ? ઉત્તર :– દૃષ્ટિ થાય તોય આનો જ અભ્યાસ કરવાનો છે, એમાં એકાગ્ર થવાનું છે. જેને જોવું છે કે, આ તો આત્મા ભગવાન પરિપૂર્ણ આનંદથી ભરેલો શુદ્ધ છે. માટે તેમાં જ એકાગ્ર થતાં મારું જ્ઞાન અને શાંતિ વધશે. આ..હા..હા...! આ તો અગમ્યગમ્યની વાતું છે. આ..હા...! દિગંબર સંતોએ જગતને જાહેર કરી છે. દુનિયા માને, ન માને, સમતોલ રહે, ન ૨હે (એની દરકાર નથી). આહા..હા...! Page #395 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૦ ૩૭૭ એક ઠેકાણે એમ કહ્યું કે, ભાવલક્ષે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવો. એક ઠેકાણે એમ કહ્યું કે, શાસ્ત્રમાં બુદ્ધિ જાય ઈ વ્યભિચારી છે. કઈ અપેક્ષાએ કહ્યું ? બાપુ ! અહીં એમ કહે છે કે, મારે તો સ્વભાવ ભગવાન પરિપૂર્ણ છે એને મેં જાણ્યો. હવે મારે તો એમાં જ એકાગ્રતા કરવાની છે. આ.હા...હા...! જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ આહાહા...! અનંત અનંત ચૈતન્યના ચમત્કાર, બાપુ ! એના એક એક ગુણનો ચમત્કાર ! આ.હા..હા..! પૂર્ણ ગુણ, પૂર્ણ સ્વભાવ, પૂર્ણ શક્તિ, પૂર્ણ એક એક સનું સત્ત્વ. આ..હા...! એના ચમત્કારની શું વાતું કરવી !! એવા એવા અનંતા... અનંતા... અનંતા... ગુણોનો ચમત્કાર, ચૈતન્ય ચમત્કારી પદાર્થ છે આ..હા..! આ..હા..હા..! જગતના ચમત્કાર એ બધા તુચ્છ છે. આહા...! આ પ્રભુનો ચમત્કાર ! આ.હા...હા...! એક એક ગુણ ચમત્કારથી ભરેલો, એવા અનંતા ગુણનો ચૈતન્ય ચમત્કારી તત્ત્વ પ્રભુ ! એનું જ્ઞાન થાય એ એમાં એકાગ્ર થવા માટે છે. આહા...હા.! શું શૈલી ! એક કોર એમ કહ્યું કે, ભાવકૃત જ્ઞાન દ્વારા – લક્ષે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવો, આગમ અભ્યાસ કરવો. આહાહા...! પણ બધી વાત સ્વદ્રવ્યના અવલંબનમાં એકાગ્રતા વધવાની છે. એમાં એકાગ્રતા વધે એ જ જ્ઞાનીનું પરિણમન ને હેતુ છે. આહાહા..! આવી ચીજ છે. અભ્યાસ નિયત્તિ છે ને ? વિનયત્તિ એટલે અનુભવે છે, “અભ્યાસ કરે છે” એકાગ્રપણાનો જ.” એમ છે, જોયું ? પિઝાષ્ટ્રમ્ | શબ્દ છે ને ? છે ? સંસ્કૃત દેખો. શ્લોકાર્થ. પામ્ થવા એમ છે. એક આ નિશ્ચય કરી નાખ્યું. આ.હા..! જ્ઞાની તો ભગવાન આત્મા... આ...હા...હા...! એની પાછળ ચક્રવર્તીના રાજ પણ ફોતરા જેવા લાગે. આહાહા..! આ.હા...! અહીંયાં મહા કસદાર પડ્યો પ્રભુ ! એને આ (બહારના) કસની શું કિંમત ? આ..હા...! એટલે જેને એનું જ્ઞાન થયું એ એમાં એકાગ્ર થવા માગે છે. આહા...હા....! [ 1+પ્રમ્ | એમ શબ્દ છે. મુમુક્ષુ :- જ. ઉત્તર – હા, જ. આહા..હા...! શું શૈલી ! ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ હજાર વર્ષ પહેલા જે થયા પણ એની શૈલી તો જુઓ ! આ..હા..હા..! ભાવઉદયથી મરી ગયા છે. પારિણામિકભાવને જગાડવા જીવી રહ્યા છે ! આ...હા...હા..! પારિણામિકભાવે પરિપૂર્ણ પરમભાવ પડ્યો છે એનું જ્ઞાન તો થયું પણ હવે વિશેષ એમાં એકાગ્રતાનો જ અભ્યાસ કરે છે. આ..હા...હા..! ઉડાડી દીધી વાત બધી ! પામ્ થવા સંતો કહે છે. પ્રભુ ! ‘અમૃતચંદ્રાચાર્યદેવ' કહે છે. ભગવાનના કેડાયત છે. કેવળજ્ઞાન એકાદ ભવે લેવાના છે. આહાહા..! કેવળજ્ઞાન જેની નજરે તરે છે. જેનું શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવી રહ્યું છે ! આ..હા..હા...! જેનું મતિ અને શ્રુતજ્ઞાન પંચમ આરામાં (કેવળજ્ઞાનને બોલાવી રહ્યું છે) ! મુનિને પણ બાપુ ! આરો-ફારો ક્યાં ત્યાં Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ સમયસાર સિદ્ધિ-૬ છે ? આહાહા..! એ પણ મુક્તિ, મોક્ષને, કેવળને બોલાવી રહ્યું છે. આહા..હા...! પેલા બોલાવે (ને), ભાઈ ! આવ... આવ. એમ નથી કહેતા ? આ એમ બોલાવે છે, આવ... આવ... આવ. અમે એકાગ્રતાનો અભ્યાસ કરીએ એમાં કેવળજ્ઞાન આવ. આવી વાતું છે, “ચીમનભાઈ ! વાણિયા સાધારણ એવા વીર્યહીનનું અહીં કામ નથી. “સુરેન્દ્રભાઈ ! આ..હા...! એ વીરાના માર્ગ છે). આહા..હા..! મુમુક્ષુ - સર્વાર્થસિદ્ધિના દેવો તો તેંત્રીસ સાગરોપમ સુધી આગમની ચર્ચા કરે. ઉત્તર :– કરે, કરે. એ ભાઈએ લખ્યું નથી ? “સોગાની'એ લખ્યું છે કે, ચર્ચા બહુ કરે એથી શું થયું ? (આવે) છે ? આહા..હા...! તેંત્રીસ સાગર સુધી સમકિતી ત્યાં ચર્ચા કરે તોપણ એ આગળ વધતા નથી. ચોથેથી પાંચમે જતા નથી. આહા..હા...! સર્વાર્થસિદ્ધના દેવ ! બાપુ ! આ તો અગમ્યગમ્યની વાતું છે, નાથ ! આ હા...એ તેંત્રીસ સાગર કોને કહે, ભાઈ ! એક સાગરમાં દસ ક્રોડાકોડી પલ્યોપમ (જાય). દસ ક્રોડાક્રોડી પલ્યોપમ ! એક પલ્યના અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વર્ષ (જાય). એવા તેંત્રીસ સાગર ચર્ચા કરે પણ ચોથેથી પાંચમે જતા નથી. આહા..હા...! અને ભગવાન જ્યાં છે ત્યાં એકાગ્ર થાય તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લઈ લ્ય. તેંત્રીસ સાગરની ચર્ચાએ પાંચમું ગુણસ્થાન આવતું નથી. આહા..હા...! (અહીંયાં) ત્રણલોકનો નાથ પૂર્ણ સ્વરૂપમાં એકાગ્ર થતાં અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લ્ય છે. પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિનું જ્ઞાન વિશેષ ન પણ હોય. આહાહા...! પણ અંતરંગ એકાગ્રતા (કરે છે). આ..હા...હા...! એ બધી મહિમા પ્રભુની છે. પોતે પ્રભુ છે એ પ્રભુતા પામરતાને લઈને એ પ્રભુતા કેમ પ્રગટે ? એ પ્રભુતાની તો એકાગ્રતા થાય, એનામાં એને મોટપ આપે અને એકાગ્ર થાય ત્યારે પ્રભુતા પ્રગટે. આહાહા...! આ.હા.! એક કોર શાસ્ત્રમાં બુદ્ધિ જતા વ્યભિચારી કહે, એક કોર શાસ્ત્રનો અભ્યાસ કરે તો કલ્યાણ થાશે, એમ કહે. એક કોર (કહે) સ્વના લક્ષે શાસ્ત્રનો અભ્યાસ કરવો (એ) કલ્યાણનો હેતુ છે. અપેક્ષાથી વાત છે, બાપુ ! મૂળ તો આ છે. આહા...હા...! જેમાં – ગુણમાં અનંતી અનંતી કેવળજ્ઞાનની પર્યાય ઠસોઠસ પડી છે, એવા અનંતા (ગુણોના એકરૂપમાં) એકાગ્ર થાતાં તને કેવળજ્ઞાન થઈ જશે. શાસ્ત્રનો બહુ અભ્યાસ થઈ ગયો અને બહુ જ્ઞાન થયું માટે તને કેવળજ્ઞાન થઈ જશે (એમ નથી). આહા...હા...! “મીઠાલાલજી આવી વાત છે. છે દરકાર ‘અમૃતચંદ્રાચાર્યદેવને દુનિયાની ? તમે એકાગ્રતાની જ વાત કરો. આહાહા...! ભગવાન તમારો પરિચય કરવો છે પણ તમે કહેતા નથી ? આ.હા...! સસમાગમ કરવો (એમ કહેતા નથી). ભાઈ ! આ.હા...! તું સત્ નથી ? આહા...હા...! સત્ સમાગમ, તે શું સત્ નથી ? પ્રભુ ! મહાપ્રભુ સત્ છે. મહાસત્તા ચૈતન્ય સત્ છે. મહા હોવાપણે ચૈતન્યસત્તા છે, સત્ છે. મહા ચમત્કારીનો પિંડ, મહાસત્તાની સત્તાનો ચમત્કારી ભગવાન છે. એ સમાં Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૦ ૩૭૯ એકાગ્ર થા ! આ.હા...હા...! બાકી એની પાસે બીજી વાતું થાય વ્યવહારે. આહા..હા...! અને એમાં તો એમેય કહ્યું ને કે, બાર અંગમાં અનુભૂતિનો ઉપદેશ છે. બાર અંગ છે એ પણ વિકલ્પ છે. એમાં પણ અનુભૂતિ (એટલે કે આત્માને અનુસરવું (એમ કહ્યું છે). આહા...હા....! બાર અંગમાં એ કથન છે. આહા...હા...! ભગવાન ત્રણલોકનો નાથ પ્રભુ ! આ.હા.! જેની પાસે પરમાત્મા અરિહંતની પર્યાય પણ અલ્પ કહેવાય. આ તો અનંત અનંત ગુણનો પિંડ છે). આ..હા...! એવા મહાપ્રભુમાં એકાગ્રતાનો અભ્યાસ કર, પ્રભુ ! આહા...હા...! આ બહારની ધમાલું, ગજરથ કાઢે, માણસ ભેગા થાય, જન્મ મહોત્સવ ને દીક્ષા મહોત્સવ ને પંચ કલ્યાણક ને પૈસાની બોલી બોલે, ઓલો કહે, પાંચ હજાર, ઓલો કહે દસ હજાર, ઓલો કહે લાખ ! પણ છે શું ? બાપુ ! ભાઈ ! છે ને “આફ્રિકામાં ! ત્યાં તો પૈસાવાળા બહુ છે તો પૈસા બહુ ઉડાડશે માળા ! ‘આફ્રિકા' ! ક્યાં ગયા “રામજીભાઈ ? ઈ “રામજીભાઈ આવવાના. એનો ભાણેજ છે ને ત્યાં ! આ...હા...! એ બધું ઠીક. આહા..હા..! બહુ આવું થઈ ગયું ને બહુ પૈસા ભેગા થયા) ને બહુ માણસ ભેગા થયા, બે-પાંચ કરોડ ખચણા. આહાહા....! એ બધો શુભ વિકલ્પ છે. બહારની ક્રિયા તો એને કારણે થાય છે, ભાઈ ! સને આંચ દઈશ નહિ, બાપા ! એ બહારના ભભકામાં સત્ છે તેનો આશ્રય લેવો અને એના આશ્રયથી જ બધું થાય, એ સિવાય આંચ દઈશ નહિ. આવું કરશે તો અમને લાભ થશે ને આ કરશું તો લાભ થશે (એમ) રહેવા દે, પ્રભુ ! આહા...હા...! એ આડ લગાડવી રહેવા દે. આહા...હા....! ઓ.હો..! આચાર્યના હૃદય શું કામ કરે છે ! એને અંતરમાં સમાધિમાં એકાગ્રતા સિવાય ક્યાંય સૂઝ પડતી નથી. સૂઝ-બૂઝ ઈ અંતરની છે. આહાહા..! છે કે નહિ એમાં કળશમાં ? પાશ્ચમ્ વ વનન્તિ એમ શબ્દ છે ને ? આ...હા...! આ શબ્દમાં એ ભરેલું છે, હોં પ્રભુ ! આ.હાહા...! બીજું આવડે, ન આવડે, કવિતા કરતા આવડે, ન આવડે, યાદગીરી બહુ ન હોય, આહા..હા...! પણ એક યાદગીરી કરનારો ભગવાન એને યાદ કરીને એકાગ્ર થા. આહાહા..! “ચીમનભાઈ ! આવી વાતું છે. આહા..! અત્યારે તો મુશ્કેલ થઈ પડી છે. પ્રભુના માહાભ્ય પડ્યા રહ્યા અને આ બધા બહારના) માહાસ્ય વધારી દીધા. આ..હા...! શાસ્ત્રના ભણતર ને મંદિરો ને ઇન્દ્રો થાય મોટા એક લાખ, બે-બે લાખ ખર્ચે). મુમુક્ષુ – આપણેય અહીં શિબિર ગોઠવી છે ને ! ઉત્તર :- આ ફેરે માણસ વધારે આવશે એવું લાગે છે. ચારસો માણસ તો આવે છે, આ ફેરી પાંચસો લગભગ થઈ જશે. આ ફેરી વધારે આવશે એવું લાગે છે. ચારેકોરથી આવવા માગે છે. આવે, હોય છે, એ બધું છે. પણ એમાં કરવાનું તો જે દ્રવ્ય છે તેમાં દૃષ્ટિ કરીને પછી પણ તેનો જ અભ્યાસ કરવો. આ વાત છે. એ.ઈ..! આ.હા...! Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ સમયસાર સિદ્ધિ-૬ મુમુક્ષુ :– એકાગ્રતાનો અભ્યાસ કેવી રીતે કરવો ? ઉત્તર :- પ્રશ્ન ઈ છે. વસ્તુ છે એ અનુભવ થયો એટલે પછી એમાં એકાગ્ર થાય. વસ્તુ પહેલી સમ્યગ્દર્શનમાં અનુભવી છે ને ! એની વાત છે ને ! સમ્યગ્દર્શન કેમ થાય ? એમ પૂછે તો તો આખો દિ' વાત તો ચાલે છે. પૂર્ણાનંદના નાથના અભેદ ઉપર દૃષ્ટિ જતાં સમ્યગ્દર્શન થાય. સમ્યગ્દર્શનની પર્યાયના લક્ષે પણ સમ્યગ્દર્શન ન થાય. અને પછી તેમાં જ એકાગ્ર થવું. પછીની વાત ચાલે છે, પહેલાની વાત નથી. ઈ તો અહીં કીધું ને ? ઉદ્ધત જ્ઞાન (−કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન) જેનું લક્ષણ છે એવા શુદ્ઘનયમાં રહીને અર્થાત્ શુદ્ઘનયનો આશ્રય કરીને જેઓ સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે...' આ..હા..હા...! બહુ ભર્યું પ્રભુએ ! સંતોના હૃદયમાં એ વખતે ભાવ કેવા હશે) ! આ..હા..હા....! મુમુક્ષુ :- ચારિત્ર માટે એકાગ્રતા કરવી ને. ઉત્તર ઃ– એ સ્વરૂપમાં એકાગ્રતા એ બધું ઈ. એ દર્શન ને એ જ્ઞાન ને એ ચારિત્ર ને એ શુક્લધ્યાન ને કેવળજ્ઞાન બધું. આ...હા...હા...! એવી વાત છે, ભાઈ ! બહારમાં તો છવીસ હજાર માણસ ! ગામમાં એમ થઈ ગયું, ઓ..હો..હો...! છવીસ હજાર માણસ ! પણ એથી શું ? બાપુ ! ધર્મનો પ્રચાર થાય. મુમુક્ષુ : ઉત્તર : ધર્મનો પ્રચાર એમ થાય ? ભગવાનઆત્મા ધર્મના સ્વભાવથી ભરેલો ધર્મી ! ધર્મથી ભરેલો ધર્મી ! તેને પર્યાયમાં ધર્મ પ્રગટ થવો. ત્રણેમાં ધર્મ થઈ ગયો. ધર્મી ધર્મસ્વરૂપ, ધર્મ ગુણધર્મ સ્વરૂપ, તેવો જ પર્યાયમાં ધર્મસ્વરૂપ, સ્વરૂપ તરફની એકાગ્રતા થતાં થાય તે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ધર્મસ્વરૂપ છે અને તેમાં પણ આગળ વધવા માટે એ ભગવાન જ્યાંથી સમ્યગ્દર્શન, જ્ઞાન થયું, એમાં ને એમાં એકાગ્ર થતાં કેવળજ્ઞાન થવાનું છે. આહા..હા...! આવું છે, માણસને એકાંત લાગે, વ્યવહા૨નો લોપ લાગે. લાગો બાપા ! શું કરીએ ? આહા..હા...! મુમુક્ષુ :- વ્યવહારના પક્ષવાળાને આકરું લાગે. ઉત્તર :– આકરું લાગે, બહુ આકરું લાગે. વસ્તુ સત્ય જ આ છે, પરમસત્ય આ છે, બાકી બધી વાતું છે. આજે માનો, કાલે માને, ક્યારે માનો, જ્યારે પણ માનો) આ માન્ચે એને છૂટકો છે. આહા.હા...! અહીં કરોડોના દાન આપે માટે દાની થઈ ગયો ! આ...હા...હા...! દાની તો (એને કહીએ) અંદર સંપ્રદાન નામનો ગુણ છે એ ગુણીને પકડતાં, એકાગ્ર થતાં જે દશા થઈ ને એ દશા પોતે રાખી એ દાની છે. આ..હા..હા...! એ વ્યવહારદાની એટલે વિકલ્પ ને રાગ. હોય છે, હેય તરીકે જાણવાલાયક હોય છે. એ ‘વીરચંદભાઈ’ આ તમારું ‘નાઈરોબી’નું બાકી છે. એમાં આ બધું અહીં તો હલકું કરી નાખ્યું. અહીં તો હલકા Page #399 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૦ ૩૮૧ કરી નાખે છે, પૈસા-બૈસા ખરચવા ને રાખવા એની કાંઈ કિંમત નથી, એમ અહીં કહે છે. આ..હા....! હમણાં ત્યાં નેવુંમી જન્મજયંતીનો ખરડો કર્યો. સવા બે લાખ ભેગા કર્યા. નાઈરોબી' મુહર્ત કર્યું ત્યારે બે લાખ ને બે હજાર આપ્યા. “રામજીભાઈના ભાણેજે ! આવ્યા (છે) ને ! બે લાખ ને બે હજાર. જેઠ સુદ ૧૧, ભીમ અગિયારસને દિવસે મુહૂર્ત કર્યું. આવ્યા હતા ને, હમણા આવ્યા હતા. ‘રાયચંદભાઈ અહીં આવ્યા હતા. દીકરો-દીકરી કાંઈ નથી. એની મા ને બાયડી-ભાયડો (ત્રણ) છે. ઈ ઠીક, રાગની મંદતા છે, બાપા ! એને એમ માની બેસે કે, એમાંથી કાંઈક કલ્યાણ થઈ જશે (તો એમ નથી). અરે..રે...! આવી વાતું ભારે આકરી ! આહાહા..! મંદિર વીસ-વીસ લાખના બનાવે ને કલ્યાણ ન થાય ? શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે, જવ જેટલી પ્રતિમા સ્થાપે તો એના પુણ્ય સરસ્વતી ન કહી શકે. પુણ્ય ને પણ ? ધર્મ નહિ ને ? આહા..હા...! ઈ પુણ્ય (છે), ધર્મ નહિ. આહા..હા...! અહીંયાં તો એટલું આવ્યું છે કે, ઉદ્ધત અને એકાગ્રતા. બે આવ્યું (એના) ઉપરથી આ બધું ચાલે છે. જે આત્મજ્ઞાન થયું એ કોઈને ગણતું નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ આવ્યો એને ગણતું નથી. ઓ.હો.હો...! તીર્થકર ગોત્રનો ભાવ બંધાણો એને પણ ગણતું નથી. આહાહા..! પરમાં જેટલી એકાગ્રતા થાય તેને તો એ ગણતું નથી, નહિ. નહિ. નહિ. અહીં એકાગ્રતા થાય તે ખરી વસ્તુ છે). આહા...હા....! શ્ચિમ્ વ »નયત્તિ, ‘તેઓ “નિરંતર...” [RI[વિમુવમન: મવન્ત:] “રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા...” રાગાદિ છે ને ? “રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા,...” આહાહા...! હવે આ પંચમઆરાના સંત કહે છે, પ્રભુ ! અને પંચમઆરાના સાધુ એમ કહે કે, અત્યારે શુભભાવ જ હોય. અર.ર..ર..! એવી વાત કરે છે. “શાંતિસાગરના કેડાયતો. શાંતિસાગરને પણ વ્યવહારની ક્રિયા હતી, બાકી કાંઈ નહિ. લોકોને મહિમાં આવી જાય (કેમકે) બહારમાં (કોઈ) નગ્નવેશ નહોતું ને ! માણસ સાફ, ઉદ્ધત (નહિ) પણ દૃષ્ટિ (નહિ). બાપુ ! દૃષ્ટિ કોઈ અલૌકિક વાત છે, ભાઈ ! આહા...હા...! પેલા “શ્રુતસાગર' એના કેડાયત એમ કહે છે કે, અત્યારે તો શુભભાવ હોય, બીજું હોય નહિ. ભગવાન ! તું શું કરે છો ? પ્રભુ! તું છો એવો અવ્યક્તપણે પણ કબુલાત તેં કરી નથી. મહાપ્રભુ અંદર છે. આ.હા.હા...! ભલે શુભભાવથી રહિત, આટલી પણ એકાગ્રતા, એક વસ્તુ છે અંદર મહાપ્રભુ ! અને એમાં એકાગ્ર થવું તે જ માર્ગની શરૂઆત છે, એ જ માર્ગ છે, બીજો માર્ગ નથી. પાંચમો આરો હોય કે ચોથો આરો હોય કે પાંચમા આરાનો છેડો હોય. આહા..હા...! કાળ આવો (છે) માટે કાંઈક હલકું કરો, હલકું ! બીજે હળવે રસ્તે જવાય એવું (કહો). આ.હા...! “રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા,” [વન્યવિધુરં] આહાહા...! એ બંધથી તો રાંડ્યા છે. વિધુર નથી કહેતા ? બાઈને વિધવા કહે ને ધણીને વિધુર કહે. એમ આ જ્ઞાની Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ સમયસાર સિદ્ધિ-૬. બંધથી વિધુર છે. આહા...હા.! રાંડ્યા છે, એને બંધ છે નહિ. આહાહા.! વિશ્વવિધુરં સમય સર બંધરહિત એવા....” રહિત કોનો અર્થ કર્યો ? એ વિધુરનો. વિધુરનો અર્થ રહિત. આપણે અહીં કહે છે કે માણસને બાઈ મરી જાય ત્યારે કે, આ વિધુર થયો. વિધુર એટલે રહિત થયો. એમ આ સમકિતી બંધથી રહિત છે, વિધુર છે, રાંડ્યો છે. આહા..હા...! એવા સમયના સારને અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને દેખે છે–અનુભવે છે.” આહા..હા...! શું કળશ ! આ..હા...! એક એક કળશે (અમૃત ભર્યા છે) ! અંતરમાં એકાગ્ર થાય છે તે બંધરહિત થઈ જાય છે એમ કહે છે. સમકિતીને ભલે પહેલા બંધરહિત કીધો પણ એ સમ્યક્દૃષ્ટિ પણ પછી અંદર એકાગ્ર થાય તેટલો બંધરહિત થાય અને સંપૂર્ણ એકાગ્ર થાય એટલે તદ્દન બંધરહિત થાય. આમ એનું સ્વરૂપ છે. ભલે સમકિતીને બંધ અને આસવ રહિત કહ્યો પણ છતાં એ પોતામાં એકાગ્ર થશે. આહા..હા..! નિજ સ્વરૂપનું) ભાન તો થયું છે પણ એકાગ્ર થશે તેટલે અંશે બંધરહિત થશે. સમજાણું ? વિશેષ કહેશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૫૪ શ્લોક-૧૨૦, ૧૨૧ શુક્રવાર, જેઠ વદ ૬, તા. ૧૫-૦૬-૧૯૭૯ (“સમયસાર) ૧૨૦ કળશનો ભાવાર્થ. “અહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું....” એટલે શું કહે છે? શાસ્ત્ર વાંચવાનો અભ્યાસ કરવો એ અહીં કહ્યું નથી. હું જ્ઞાનસ્વરૂપ છું એમ પરિણમનમાં આવવું એ શુદ્ધનયનો અભ્યાસ છે. આ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયક છે તેની સન્મુખ થઈને પરિણમન થાય એ શુદ્ધનયનો અભ્યાસ કહેવામાં આવે છે. ઝીણી વાત છે, ભાઈ ! મૂળ વસ્તુ પહેલી પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન, એને દૃષ્ટિમાં અનુભવ લઈને અને પછી પણ તેમાં વારંવાર એકાગ્રતાનો અભ્યાસ કરવો એનું નામ શુદ્ધનયનો અભ્યાસ કેટલાક તો આમાં કહે છે કે, આ ચોથા ગુણસ્થાનની વાત નથી, આ તો સાતમાની વાત છે, વીતરાગ સમકિતની વાત છે). કેમકે અહીં કીધું ને કે, સમકિતીને આસવ, બંધ નથી. માટે એ તો વીતરાગી સમકિતની વ્યાખ્યા છે. અહીં “હેમરાજજી પોતે કહે છે, સ્પષ્ટ કરે છે, પાઠ પણ સ્પષ્ટ કરે છે. અહીંયાં સમ્યગ્દર્શન પહેલી ચીજ જ કોઈ એવી છે કે, અનંતકાળમાં એણે સ્વસ્વરૂપ પૂર્ણ અખંડ એક (છે) એના ઉપર નજર કરી નથી, એના ઉપર ઝુકાવ કર્યો નથી, એનું વલણ જ કર્યું નથી. બાકી બધું કર્યું. બધું એટલે ? બીજી ક્રિયાઓ નહિ. શુભાશુભ ભાવ અસંખ્ય પ્રકારના (છે) તે કર્યા. પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તેની એકાગ્રતાનો અભ્યાસ તે શુદ્ધનયનો Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૦ ૩૮૩ અભ્યાસ છે. આહા..હા....! છે ? હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું – એવું જે આત્મદ્રવ્યનું પરિણમન.... આત્મદ્રવ્ય શુદ્ધ છે એની સન્મુખ થઈને શુદ્ધતાનું પરિણમન (થાય તે શુદ્ધનય છે). કળશમાં નાખ્યું છે. અશુદ્ધ પરિણમન મિથ્યાષ્ટિને હોય. કળશમાં (છે). આ..હા...! પહેલું એનું જ્ઞાન તો કરે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! વસ્તુ છે. પૂર્ણ જ્ઞાન, આનંદાદિ ભરેલું તત્ત્વ છે. ભલે ક્ષેત્રથી શરીર પ્રમાણે હોય, અસંખ્ય પ્રદેશી હો, ક્ષેત્રથી ભલે અનંત પ્રદેશ ન હો, સ્વભાવથી તો અગાધ જ્ઞાન, દર્શન, આનંદાદિ ગુણોથી પૂર્ણ છે). અહીં એ કહ્યું. ખુલાસો આમાં આવ્યો. શુદ્ધનયનો એકાગ્રતાનો અભ્યાસ એટલે કે વસ્તુસ્વરૂપ જે શુદ્ધ છે તેની એકાગ્રતા એટલે તેનું શુદ્ધ પરિણમન થાય) એ શુદ્ધનયનો અભ્યાસ કહેવામાં આવે છે. આહાહા...! પણ એ અભ્યાસ થાય કયારે ? કે, પ્રથમ શુદ્ધ સ્વરૂપ, એની દૃષ્ટિમાં આવીને સમ્યગ્દર્શન, સમ્યફજ્ઞાન થાય ત્યારે તેનું શુદ્ધ પરિણમન થાય અને ત્યારે તે પછી એકાગ્રતા, શુદ્ધ પરિણમનની એકાગ્રતા (થાય). અભ્યાસ છે ને ? જેથી કેવળજ્ઞાન થાય. આહા...હા...! આવી વાતું હવે. એમાં બાહ્યના કોઈ વ્રત, તપ, ભક્તિ , પૂજા, આ બધા મંદિરો બનાવવાના ને આ બધું કંઈ સહાયક થાતું હશે કે નહિ એમાં ? ઈ કહે છે કે, જરીયે સહાયક થાતું નથી. એવી વાત છે. અંદર આખી નિરપેક્ષ વસ્તુ પડી છે. અતીન્દ્રિય અનંત ગુણનો દરિયો, એની અનુભવની દૃષ્ટિ કરીને અને શુદ્ધ પરિણમનને વધારવું એ એકાગ્રતા છે. એ એકાગ્રતાનો અભ્યાસ છે. આહા...હા...! મુમુક્ષુ – એક અગ્રનો અર્થ શું ? ઉત્તર :- એક અગ્ર એટલે દ્રવ્યને મુખ્યને લક્ષમાં લેવું. એક અગ્ર - એક જ મુખ્ય આખું દ્રવ્ય. એક અગ્ર એટલે મુખ્ય. આહા..હા...! મુમુક્ષુ – એક એટલે આત્મા ? ઉત્તર :- આત્મા. હા. એક સ્વરૂપી ભગવાન પૂર્ણ આનંદ, એકરૂપ જે છે. એક આવે છે ને ? બધામાં આવે છે. ૩૨૦ ગાથામાં આવ્યું છે. જે સકળ નિરાવરણ પ્રભુ વસ્તુ જે છે એ સકળ નિરાવરણ અખંડ અને એક વસ્તુ છે. આહા..હા..! ભઈ ! આ તો અપૂર્વ વાત છે. શાસ્ત્રને વાંચવા ને અભ્યાસ ખૂબ કરવો એથી એ શબ્દનયનો અભ્યાસ છે એમ નથી. આહા...હા...! એમાં વાંચવાનો વિકલ્પ પણ જ્યાં ઝેર જેવો છે. આહા...હા..! અરે....! જેના જન્મ-મરણના અંત લાવવા, પ્રભુ ! એ કોઈ ચીજ અલૌકિક છે ! એનો પહેલા જ્ઞાનમાં નિર્ણય થવો જોઈએ. એ વસ્તુ જે પૂર્ણ શુદ્ધ છે એ અખંડ ને એક ને સકળ નિરાવરણ છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક સહજ ભાવરૂપ લક્ષણ જેનું છે), એવું નિજ પરમાત્મદ્રવ્ય તેની Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ સમયસાર સિદ્ધિ-૬ એકાગ્રતા એ શુદ્ઘનયની એકાગ્રતા છે. આવી વાત છે, ભાઈ ! બીજું શું થાય ? આ...હા...! અનંતકાળથી રખડે છે. મુમુક્ષુ :– એકલો આત્મા ઉપાદેય આવ્યો. ઉત્તર ઃ– એકલો આત્મા જ ઉપાદેય છે, પર્યાય નહિ, ગુણભેદેય નહિ. આહા..હા...! લોકોને એકાંત લાગે અથવા આ વાત એમ કે, વીતરાગી સમિકતીની છે. સાતમા અને આઠમા ગુણસ્થાનની વાત છે, એમ કહે છે. પ્રભુ ! એમ નથી. તું પૂર્ણ સ્વરૂપ પ્રભુ (છો એ) દૃષ્ટિમાં આવે ! આ..હા..હા...! પૂર્ણ.. પૂર્ણ.. પૂર્ણ.. જેવો (છે તેવો). આ..હા...! મુમુક્ષુ :- તારામાં ખામી શું છે ? ઉત્તર ઃ– ઈ તો આવ્યું નહોતું ? સ્તવનમાં નહોતું (આવ્યું) ? પ્રભુ મેરે સબ વાતે તું પૂરા, પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, ૫૨ કી આશ કરે કહાં પ્રીતમ’ ૫૨ કી આશ’ (એટલે) રાગ ને વિકલ્પ ને પરદ્રવ્ય ત્રિલોકના નાથની પણ આશા શું કરે ? પ૨ કી આશ કહાં કરે પ્રીતમ, કહાં કિણ વાતે તુમ અધૂરા ? કઈ વાતે તુમ અધૂરા, પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા' આ..હા..હા...! અહીં વાત એવી છે, ભાઈ ! આ..હા..હા...! એક સમયની પર્યાય જેટલોય નહિ, કેવળજ્ઞાનની પર્યાય જેટલોય નિહ. આહા...હા...! બધા ગુણોથી પૂરો છે ને પ્રભુ ! એ તને વિશ્વાસમાં આવતું નથી. માહાત્મ્ય એનું દેખાતું નથી. એટલે અહીં કહે છે કે, ‘આત્મદ્રવ્યનું...’ દ્રવ્ય એટલે ત્રિકાળી વસ્તુ. પરિપૂર્ણ વસ્તુ. એનું જે પર્યાયમાં પરિણમન (થાય)... આહા..હા...! એને બધું થઈ ગયું. આહા....હા...! તે શુદ્ધનય. આવા પરિણમનને લીધે.... પૂર્ણ શુદ્ધ ભગવાન અખંડ નિર્વિકલ્પ વસ્તુ છે તેના અભ્યાસને લીધે. આહા..હા...! લોકોને વ્યવહારવાળાને તો એવું લાગે કે, કાંઈક વ્યવહાર (કરીએ) એનાથી લાભ (થાય). ગજરથ કરીએ, રથયાત્રા (કાઢીએ), મંદિરો (બનાવીએ), દસદસ, વીસ-વીસ અપવાસ કરીએ. પ્રભુ ! એ વસ્તુ તો બાઘની ચેષ્ટાની ક્રિયાઓ, રાગ છે. આહા..હા...! જેમાં પ્રભુ આવ્યો નથી એને તું અડે છો એ તો સ્વરૂપથી ભ્રષ્ટ છે. રાગના વિકલ્પનો ભાવ, એમાં પ્રભુ ચૈતન્યદ્રવ્ય આવ્યું નથી. એના સ્વરૂપના ભાવનો જેમાં અભાવ (છે), એના ભાવમાં હોંશું અને તેના પરિણમનની ક્રિયા (કરે) એ કોઈ ધર્મ નથી. આહા..હા...! અહીંયાં તો ત્યાં સુધી કહ્યું, “નિયમસાર'માં ! આ...હા...! ચાર ભાવથી અગોચર છે. આહા..હા....! રાગથી તો અગોચર છે, ચાર ભાવથી અગોચર છે. એટલે ? કે, ચા૨ ભાવની પર્યાય છે તેને આશ્રયે તે જણાય એવો નથી. પર્યાયને આશ્રયે જણાય એવો ચૈતન્ય નથી. એવા ભગવાન પૂર્ણ છે. આહા..હા...! અરે...! અહીં શાક જરી સારું થયું ને દાળ સારી થઈ, દૂધપાક (ખાય) ત્યાં હો... (થઈ જાય). બળદની જેમ હોહકારો કરે. આ..હા...! તૃપ્ત તૃપ્ત થઈ જાય. અરે......! પ્રભુ ! શું છે ? ભાઈ ! ક્યાં ચાલ્યો ગયો ? પ્રભુ ! તારા ઘરમાં આનંદ છે ને નાથ ! આ..હા...! એ આનંદને સ્પર્શીને પરિણમન થયું એ શુદ્ધનયનો Page #403 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૦ ૩૮૫ એકાગ્રતાનો અભ્યાસ (છે). આ..હા.હા..! આવી વાત છે. વળી પાછો કહે કે, આખો દિ' ભક્તિ, પૂજા, વાંચન ઈ તો હોય. એ હોય ઈ બધું હેયબુદ્ધિએ (છે). આહાહા....! દુનિયાને બેસવું, પંડિતો અને રૂઢિગતમાં ઢસડાઈ ગયા છે અનાદિથી એને આ વાત બેસવી (કઠણ પડે). આહા..હા..! તે શુદ્ધનય. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે છે. જોયું? પરિણતિ. વૃત્તિ એટલે પરિણતિ. વર્તમાન શુદ્ધ દ્રવ્યને આશ્રયે થયેલી પરિણતિ, એ જે પરિણતિ અંદર વળ્યા જ કરે છે, દ્રવ્ય તરફ ઢળ્યા જ કરે છે. આહાહા.! “અને સ્થિરતા વધતી જાય.” છે તે એકાગ્રતાનો અભ્યાસ છે. આ તમારા પ્રશ્નનો ખુલાસો આવ્યો. ભાવાર્થમાંય આ છે. આહા..હા...! ભાઈ ! આ તો જન્મ-મરણ રહિત થવાના માર્ગ છે, બાપા! અનંત. અનંત... અનંત... કાળથી... આ..હા...! અશુદ્ધતાને રગડી. જેમ પેલો મિથ્યાત્વ સંસાર કહ્યો, મિથ્યાત્વ આસ્રવ છે ને મિથ્યાત્વ સંસાર છે. એમ અશુદ્ધ પરિણમન એ સંસાર છે. આમાં ક્યાંક આવ્યું છે ખરું. ક્યાંક આવ્યું છે. મિથ્યાત્વના પરિણામ અશુદ્ધરૂપ છે. મિથ્યાત્વના પરિણામ જ અશુદ્ધરૂપ છે. દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ એ મારા, એવો જે મિથ્યાત્વ ભાવ (તે અશુદ્ધરૂપ છે). ૧૨૧ (કળશમાં) નાખ્યું છે. મિથ્યાત્વના પરિણામ જ અશુદ્ધરૂપ છે. એટલે બીજા અશુદ્ધ છે એની ગણતરી અહીં નથી. આહા...! મિથ્યાત્વ જ સંસાર છે. અવ્રત, પ્રમાદના પરિણામ એ તો અલ્પ અલ્પ સંસાર (છે), એને ગૌણ ગણી નાખીને અને એને અલ્પ કાળમાં એનો અભાવ થઈ જવાનો છે. આહાહા..! એ પરમાત્મા થવાનો છે. એ અસ્થિરતા રહેવાની નથી. આહા...હા..! એવા ચિબિંબને જ્યાં પકડ્યું, આ..હા..હા...! ધ્રુવ ચિબિંબ ભગવાન ચૈતન્ય દ્રવ્ય સ્વભાવ સકળ નિરાવરણ પરમાત્મા... આ...હા... ત્રિકાળ સકળ નિરાવરણ... આ...હા...હા...! એને જ્યાં પકડ્યો અને પરિણમન કર્યું, એ પરિણમન અંદર વળ્યા જ કરે. આહા..હા...! જેને આશ્રયે પરિણમન શુદ્ધ થયું તેમાં તે પરિણમન વળ્યા કરે એ એકાગ્રતાનો અભ્યાસ છે. વાત બીજી છે, બાપા ! ... વાતો બીજી છે. આહા..હા..! ભાગ્યશાળી છે બાપા ! કે, આ વસ્તુ કાને પડે છે. આહા..હા..! આ ત્રણલોકના નાથ તીર્થકરના હૃદયની વાતું છે. આહા...હા...! અહીં એ કહ્યું, મિથ્યાત્વના પરિણામ જ અશુદ્ધરૂપ છે. પેલા શુભાશુભ ભાવ અશુદ્ધ છે એની પછી ગણતરી (ગણી) નથી. ૧૨૧માં છે. આ ૧૨૧ છે ને ? હવે ૧૨૧ (કળશ) ચાલશે, એમાં છે. “કળશટીકામાં છે). પહેલાના તો પંડિતોય માળા આકરા ! આવા અર્થ કર્યા, જુઓને ! આહા..હા...! વળી (કોઈ) કહે, ચર્ચામાં પંડિતોનું ન લેવું. ભાઈની “ફૂલચંદજી” સાથે ચર્ચા થઈ ને ! (એમાં એમ કહ્યું કે, પંડિતોનું નહિ, આચાર્યોનું લેવું. આહા..હા..! “બનારસીદાસ’ તો કહે છે, Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ સમયસાર સિદ્ધિ-૬ ભઈ ! ‘કથા સંસ્કૃતા પ્રાકૃતા દેશભાષા' ચાહે તો સંસ્કૃત હોય કે પ્રાકૃત હોય તે દેશભાષા હોય પણ જેમાં ભગવાન પ્રભુ આત્માની વાત છે એ વાત પંડિતો કહે તોપણ માન્ય છે. આહા..હા...! અરે...! તિર્યંચને ભાષા નથી પણ એ સમિકતી પણ જે કહે એ માન્ય છે. કેમકે તિર્યંચનું સમકિત અને સિદ્ધના સમકિતમાં કાંઈ ફેર નથી. આહા..હા....! એક આટલી ગરોળી હોય, ઉંદરડી સમિકતી હોય. આહા..હા...! અને સિદ્ધનું સમકિત. સમિકતમાં કાંઈ ફેર નથી, પ્રભુ ! આ..હા..હા...! જેણે આખો આત્મા પૂર્ણાનંદ વિશ્વાસમાં લઈને પ્રતીતમાં લઈને, આ.હા..હા...! આદર કર્યો છે ને ! આ..હા...! પૂર્ણાનંદ, જેમાં પર્યાયનો પણ આદર રહ્યો નહિ. આહા..હા..! એવું જે પૂર્ણ શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ એનું જે પિરણમન થવું એ શુદ્ઘનયનો અભ્યાસ (છે) અને એ પિરણમન અંદર વળ્યા કરે એ એકાગ્રતાનો અભ્યાસ છે. આહા..હા...! શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે...’ શુદ્ધનય શ્રુતજ્ઞાન જે અવયવી છે એનો એક અવયવ છે, ભાગ છે. શ્રુતજ્ઞાન જે પ્રમાણ છે એ સ્વ અને પર્યાયને બરાબર જાણે એવું જે શ્રુતજ્ઞાન, એ શ્રુતજ્ઞાનનો શુદ્ધનય અંશ છે. એક બાજુનું પડખું છે. શ્રુતજ્ઞાન છે એ દ્રવ્યને, પર્યાયને, રાગને બેયને જાણે. પણ એનો શુદ્ઘનય છે એક ભાગ છે. એ ભાગ તો ત્રિકાળને સ્વીકારે છે. આહા..હા..! શ્રુતજ્ઞાન અવયવી છે. જેમ આ શરીર અવયવી છે અને હાથ-પગ અવયવ છે. એમ શ્રુતજ્ઞાન અવયવી છે અને શુદ્ઘનય એનો અવયવ છે. વ્યવહાર પણ એનો નય છે પણ આ નય એવો છે કે ખરેખર તેને જ નય કહે છે. નયપરિચ્યુતા આવે છે ને ? આમાં, હમણાં આવશે, હવે આવશે. નયપરિહીણા ! ૧૮૦ ગાથા ! નયપરિહીણા ! એમ નથી કહ્યું, એ નય જ ખરેખર તો એ જ છે. આહા...હા...! ૧૮૦ ગાથા. નયપરિહીણા. એ નય જ એને કીધી છે. આહા...હા...! ઓલું તો એક કહેવામાત્ર, જાણવામાત્ર છે). આહા..હા...! શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે...' આહા....હા...! અરે..! આવા માણસપણા ચાલ્યા જશે, બાપુ ! પછી કયાં જઈશ ? ભાઈ ! કોઈ સામું (નહિ જોવે), ત્યાં પાંજરાપોળ નથી. આહા..હા...! અનાદિઅનંત ભગવાન, એની પકડ અને અનુભવ ન કર્યો.. આ..હા..! અને રાગની પકડ કરી, બહા૨ની ચીજની તો વાત જ શી કરવી ? આહા..હા...! કયાં શ૨ી૨ ને કર્મ ને બાયડી ને છોકરા ને કુટુંબ ને દેશ ને ગામ, ઈ તો કયાંય જુદા.. જુદા.. જુદા.. (રહી ગયા). આ...હા...! આ તો અંતરમાં થતો રાગ, એ રાગની એકતાબુદ્ધિમાં ભગવાનના સ્વરૂપનો નાશ થાય છે. એની દૃષ્ટિમાં (નાશ થાય છે), હોં ! વસ્તુ તો વસ્તુ રહે છે. વસ્તુનો (નાશ) નથી. આહા..હા...! રાગનો એક પણ નાનામાં નાનો અંશ, એનો જ્યાં આદર છે, સ્વીકાર છે, ઉત્સાહ છે, પ્રેમ છે, રુચિ છે, આ..હા..હા...! ત્યાં પરમાત્મસ્વરૂપનો અનાદર છે. આહા..હા...! આવું Page #405 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૦ ૩૮૭ વસ્તુનું સ્વરૂપ છે, ભાઈ ! આકરું લાગે (પણ) બીજું શું થાય ? આહા...હા...! જેમાં ભવ અને ભવના ભાવનો અભાવ છે અરે.... જેમાં એનો જે અનુભવ કરે એ અનુભવનો પણ જેમાં અભાવ છે, એવી જે ચીજ.. આ..હા..! એ ચીજનું જે પરિણમન થયું અને એ પરિણમન તેના તરફ વળ્યા કરવું એ શુદ્ધનય શ્રુતજ્ઞાનનો એક અંશ છે. અને શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે તેથી તે અપેક્ષાએ શુદ્ધનય દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે.” આ અપેક્ષાએ, હોં ! વળી તે અનુભવ એકદેશ.” અંશ છે. એકદેશ શુદ્ધનું પ્રત્યક્ષ વેદન છે. આ..હા...! તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. કેવળજ્ઞાનની પેઠે પ્રત્યક્ષ થયું નથી ને એથી તેને પરોક્ષ વ્યવહાર કહેવામાં આવ્યો. આહા..હા...! છે ? પ્રત્યક્ષ પણ વ્યવહારથી કહેવાય છે. શુદ્ધનય એટલે સ્વભાવની એકાગ્રતા, પરિણમનનું વલણ અંદર રહેવું. એક કોર રામ અને એક કોર ગામ. વિકલ્પથી, પર્યાયથી માંડીને આખુ બધું, તેનાથી ખસી જઈ ભગવાન આત્માને પડખે આવી જવું... આહા...હા...! એ છૂટ્યો. એ ભવથી છૂટ્યો. આહા...હા...! બાકી બધી વાતું છે. મોટા ગજરથ ને રથ ને.. આહા..! ઇન્દ્રો બનાવવા ને. અહીં તમારે નહોતા ? ઇન્દ્ર. એક લાખ ને ચૌદ હજારનો એક ઇન્દ્ર ! એવા સોળ ઇન્દ્રમાં એક એંસી હજારનો ઇન્દ્ર. અહીં સવા પાંચ વર્ષ પહેલા (થયું હતું). “પૂનમચંદ' ! “પૂનમચંદ ને ? શું નામ ? “પૂર્ણચંદ. પૂર્ણચંદ' ! એક લાખ ચૌદ હજારનો એક ઇન્દ્ર થયો હતો. એક ઈન્દ્ર ! અમારા આ ભાઈ મનહરે' (થયો હતો). એ એસી હજારનો ઇન્દ્ર થયો હતો. એંસી હજારનો ! એવા સોળ ઈન્દ્ર ! એમાં લોકોને એમ થઈ જાય કે, આ.હા...હા...! આવા ઇન્દ્રો ને આવી સભા ને છવીસ-છવીસ હજાર માણસ, માણસને હાથી પર બેસાડે. એથી શું? બાપુ ! એ બધી બહારની ચીજ છે). આહા...હા..! એ તરફ ઢળતો રાગ છે એ તો, પ્રભુ ! આહા..હા..! એ રાગનું વલણ તો પર તરફ જાય છે અને ભગવાન આત્મા પવિત્રનું ધામ, એનું પરિણમન તે સ્વભાવ તરફ ઢળે છે, એ એકાગ્રતા (છે). આ.હા...સમજાય છે કાંઈ ? ગાથા આવી છે તો એનો જે વિષય હોય એ ચાલે ને ! બાપુ ! આહા..હા..! બાકી આ વાદવિવાદે પાર પડે એવું નથી. કુંદકુંદાચાર્યદેવ પણ કહે છે, બાપુ ! સ્વસમય, પરસમયની સાથે વાદ કરીશ નહિ. શી રીતે કરીશ ? તું એમ કહેવા જાય કે, લાખ વ્રત ને તપ ને ભક્તિ કરે ઈ કાંઈ નથી. ઈ કહે કે, બધુય છે. ત્યારે તું કહે છે કે, કાંઈ નથી. શી રીતે વાત બેસશે ? આહા..હા... અને ભગવાન પૂર્ણાનંદનો નાથ જ્યાં દૃષ્ટિમાં, અનુભવમાં આવ્યો એને આખો આત્મા પરમાત્મા પ્રતીતમાં આવી ગયો. એ પરમાત્મ થવાની એની તૈયારી થઈ ગઈ. પર્યાયમાં પરમાત્મા થવાની તૈયારી ! બાપુ ! એની વાતું શું કરવી ? આ બધા બહારની ભક્તિ ને હાથી મોટા લાવે, Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ સમયસાર સિદ્ધિ-૬. હાથી (ઉપર) બેસે છે ને ? આખું કુટુંબ બેસાડે. પાંચ હજારમાં, દસ હજારમાં ! ભાઈ ! એ બધી ક્રિયા તો તે કાળે તેની પર્યાય તે કાળે થવાની તે થાય. એમાં કાંઈ તારાથી થાય છે (એમ નથી). આ..હા...હા....! મુમુક્ષુ – પહેલા આપ આવું નહોતા કહેતા. ઉત્તર :- પહેલેથી કહેતા હતા. અત્યારથી ક્યાં કહીએ છીએ ? આ તો હવે વધારે ખુલાસો (આવ્યો). હોહામાં બધા મંડી પડ્યા છે ને ! આહા..હા..! અહીં તો પહેલેથી કહીએ છીએ કે, ભઈ ! રાગ છે તે બંધનનું કારણ છે. આ રાગ છે તેની દિશા પર તરફ છે. વીતરાગની દશા તે સ્વ તરફ છે. આહાહા..! રાગ છે તે ઝેર છે. એ તો મોક્ષ અધિકારમાં ઘણી વાર કહેવાઈ ગયું છે. આહા..હા..! બહાર તરફના વલણમાં છે એ તો બધો રાગ છે. આહા...હા..! અંતર જ્યાં પ્રભુ પૂર્ણ બિરાજે છે એના વલણનો ભાવ થાય) એ શુદ્ધ પરિણામની એકાગ્રતા અને તે શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ (છે). અનુભવ અપેક્ષાએ એને એકદેશ પ્રત્યક્ષ પણ કહેવાય. “સાક્ષાત્ શુદ્ધનય...” પૂર્ણ શુદ્ધનય, ભાષા દેખો ! (એ) “તો કેવળજ્ઞાન થયે થાય છે. એક કોર કહે કે, શુદ્ધનય તો ભૂતાર્થ તે શુદ્ધનય છે. અગિયારમી ગાથા. અગિયારમી ગાથામાં કહ્યું કે, “ભૂપત્યો સિવો સુદ્ધનયો’ ભૂતાર્થ ત્રિકાળી વસ્તુ તે શુદ્ધન્ય છે. અહીં કહે છે કે, શુદ્ધનયની પરિપૂર્ણતા કેવળજ્ઞાને થાય. એટલે કે એને હવે આશ્રય લેવો રહ્યો નહિ. જ્યાં સુધી શુદ્ધનય છે ત્યાં સુધી આશ્રય લે છે પણ પૂર્ણ થઈ ગયો એટલે ત્યાં હવે શુદ્ધનય ખરેખર પૂર્ણ થઈ ગઈ, એમ. આશ્રય લેવો રહ્યો નહિ. એટલે શુદ્ધનય કેવળજ્ઞાન થયે થાય છે એમ કહ્યું. પછી એને આશ્રય લેવાનો, પરિણતિને આમ ઢળવાનું ન રહ્યું. પરિણતિ પૂર્ણ થઈ ગઈ. એને શુદ્ધનય પૂર્ણ થઈ એમ કહેવામાં આવે છે. આસવ (અધિકારમાં) બે ઠેકાણે (આવે) છે. આહા...હા...! આ તો જેને ભવનો ભય લાગ્યો હોય, બાપુ ! ભવનો ડર ! ચોરાશીના અવતાર ! આહાહા..! એ નિગોદ, કીડી, કાગડા, કૂતરા જંગલમાં રહેતા હોય). આહાહા.! સડી ગયેલા પાણીમાં ભૂંડ પડ્યા હોય અને જાણે આમ ગમ્મત કરતા હોય. સડી ગયેલા પાણીમાં ! ત્યાં “કુરાવડમાં જોયું હતું). ભૂંડ સંડેલા પાણીમાં પડે એય એને ઠીક લાગે. આહા...! અરે. ભગવાન ! સડેલા પાણી, હોં ગંધાય. એના બચ્ચા પછી ત્યાં રહે. આ..હા..! એ પણ ભગવાન ત્યાં પ્રેમ કરીને પડ્યો. એક કોર રાજા થાય ને મખમલના ગાદલા હોય અને એમાં પડ્યો હોય. એ બધી જાત એક જ છે. આહા..હા..! પર તરફના વલણમાં તો રાગ છે, બાપુ ! આહાહા...! અને એ દુઃખનો અનુભવ છે, દુઃખનું વેદન છે, ભાઈ ! આહા..હા...! અહીંયાં તો શુદ્ધનય કેવળજ્ઞાન થયે પૂર્ણ થાય છે. સાક્ષાત્ ! ત્યાં પછી આશ્રય લેવો Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૦ ૩૮૯ રહ્યો નથી ને એટલે પૂર્ણ થઈ, એમ (કહ્યું). એક કો૨ કીધું કે, શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે. શુદ્ઘનય શ્રુતજ્ઞાનનો અંશ છે અને બીજી રીતે કહે છે કે, શુદ્ધનયની પરિપૂર્ણતા કેવળજ્ઞાનમાં થાય છે. તો કેવળજ્ઞાનમાં શ્રુતજ્ઞાન છે ? કઈ અપેક્ષાએ કહે છે ? આહા..હા...! એક કોર (કહે કે) શુદ્ઘનય શ્રુતજ્ઞાનનો અંશ છે અને અહીં કહે છે કે, શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે સાક્ષાત્ પૂર્ણ થાય છે. ત્યાં શ્રુતજ્ઞાન રહે છે ? ત્યાં નય છે ? કઈ અપેક્ષાએ કહે છે ? બાપુ ! જે આશ્રય આમ (લેતો હતો), સ્વદ્રવ્યની દૃષ્ટિ હતી એ શુદ્ધનય છે. એનું હજી અંદરમાં વલણ હતું. માથે કહ્યું ને ? (આત્મદ્રવ્યનું) પરિણમન તે શુદ્ધનય’ છે. પરિણમન એટલે જ્ઞાનમાં વળ્યા કરે. એ શુદ્ધ વૃત્તિ, પરિણિત અંદર વળ્યા કરે. એ વળ્યા કરવાનું પૂરું થઈ ગયું તેથી તેને શુદ્ઘનય પૂરી થઈ એમ કહેવામાં આવે છે. આહા..હા...! આવો ઉપદેશ હવે. એક કોર કહે કે, સમ્યગ્દર્શનના અનુભવ કાળે નયાતીત વાત છે. નય કોઈ નથી, નયનો પક્ષ નથી. આહા..હા..! અને અહીં કહે કે, શુદ્ધનયની સાક્ષાત્ પૂર્ણતા કેવળજ્ઞાન (થતાં થાય છે). એ..ઈ...! આહા..હા...! ભાઈ ! વીતરાગમાર્ગ ગંભીર છે, પ્રભુ ! આહા..હા...! એ કંઈ હળદરના ગાંઠીયે ગાંધી થવાતું નથી. એ ચીજ બહુ ઊંડી છે. આહા..હા...! એક બાજુ કહે કે, શુદ્ઘનય... આ..હા...! એ આત્મદ્રવ્યનું પરિણમન (છે). તેનું વલણ અંદર રહ્યા કરે એ એકાગ્રતાનો અભ્યાસ. બીજી રીતે કહે કે, શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે. શ્રુતજ્ઞાનનો પણ અંશ છે. તે સાક્ષાત્ શુદ્ઘનય કેવળજ્ઞાન થયે થાય છે. આહા..હા...! એનો અર્થ જ કે, હવે એને આશ્રય લેવો (રહ્યું નહિ). વલણ હતું, વલણ, આમ આ (અંદર) બાજુ વલણ હતું ને, ઈ વલણ પૂરું થઈ ગયું. ઈ અપેક્ષાએ શુદ્ઘનય પૂરી થઈ ગઈ એમ કીધું. આહા..હા...! હવે એને આમ વલણમાં આમ હતું ને, કીધું ને માથે ? વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે છે, એ હતું ને ? એમાં હતું ને ? એ હવે વળ્યા કરે નથી રહેતું. તેથી એને શુદ્ધનય પૂરી થઈ એમ કહેવામાં આવે છે. આહા..હા...! લખાણ સાધારણ (લાગે). પંડિતે લખાણ કર્યું (છે) છતાં કેટલા (ગંભીર ભાવ છે). આહા..હા...! આકરું કામ બહુ, ભાઈ ! અને જેના ફળ, આ.હા...! ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં’ જેના શુદ્ધનયના વલણથી એના ફ્ળ તરીકે કેવળજ્ઞાન સાદિ અનંત સમાધિ શાંતિ ! આ..હા...! સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, અનંત જ્ઞાન સહિત જો’ અનંત દર્શન ને અનંત જ્ઞાન સહિત. સાદિ અનંત આનંદ ! એની દશાની પ્રાપ્તિ એ શુદ્ઘનયનું સ્વભાવ તરફ વલણ (થયું), એ વલણ પૂરું થયું ત્યારે એ પ્રાપ્તિ થાય છે. આહા..હા...! હવે આમાં કોઈ કંઈક રીતે તર્ક ઉઠાવે કે, આ તો બધી સાતમા ગુણસ્થાનની વાત છે, આઠમાની વાત છે. અને ‘જયસેનાચાર્યદેવ’ની ટીકામાં છે કે, પંચમ ગુણસ્થાન ઉપરની વાત છે પણ મુખ્યપણે, મુખ્યપણે. આહા..હા...! અને અહીં અબુધને સમજાવે છે, અપ્રતિબુદ્ધને Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ સમયસાર સિદ્ધિ-૬ સમજાવે છે. એ તો પાઠ આવી જાય છે. અપ્રતિબદ્ધ છે, અજ્ઞાની છે એને સમજાવે છે. આહા...હા....! જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ તેમ તેને સમજવું જોઈએ, ભાઈ ! એમ આગ્રહ કરીને એકાંતમાં કાંઈકનું કાંઈક કૂટાવો કૂટાવો થઈ જાય. કૂટાઈ જઈશ તું ! આહા..હા..! C સ્લો ન ર (વસંતતિર્તા ). प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु रागादियोगमुपयान्ति विमुक्तबोधाः । ते कर्मबन्धमिह विभ्रति पूर्वबद्ध द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम् ।।१२१ ।। હવે કહે છે કે જેઓ શુદ્ધનયથી શ્રુત થાય તેઓ કર્મ બાંધે છે : શ્લોકાર્થ – ફિ૬] જગતમાં કે જેઓ [શુદ્ધિનયતઃ પ્રવુત્યા શુદ્ધનયથી શ્રુત થઈને (પુનઃ વ તા ફરીને (રાવિયોગમ] રાગાદિના સંબંધને પિયન્તિ પામે છે તે એવા જીવો, વિમુવાવોધા: જેમણે જ્ઞાનને છોડ્યું છે એવા થયા થકા, પૂર્વવદ્ધદ્રવ્યાસ્ત્રā] પૂર્વબદ્ધ દ્રવ્યાસવો વડે ર્મિવશ્વમાં કર્મબંધને વિપ્રતિા ધારણ કરે છે –કર્મોને બાંધે છે) – તિ-વિચિત્ર-વિવ7નીલમ કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે (અર્થાત્ જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે). ભાવાર્થ – શુદ્ધનયથી શ્રુત થવું એટલે હું શુદ્ધ છું એવા પરિણમનથી છૂટીને અશુદ્ધરૂપે પરિણમવું તે અર્થાત્ મિથ્યાદૃષ્ટિ બની જવું તે. એમ થતાં, જીવને મિથ્યાત્વ સંબંધી રાગાદિક ઉત્પન્ન થાય છે, તેથી દ્રવ્યાસવો કર્મબંધના કારણે થાય છે અને તેથી અનેક પ્રકારનાં કર્મ બંધાય છે. આ રીતે અહીં શુદ્ધનયથી શ્રુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી (સમ્યત્વથી) શ્રુત થવું એમ કરવો. ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે, અર્થાતુ શુદ્ધનયથી મૃત થવું. એટલે શુદ્ધ ઉપયોગથી શ્રુત થવું એવો અર્થ અહીં મુખ્ય નથી, કારણ કે શુદ્ધોપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય શેયોમાં ઉપયુક્ત થાય તોપણ મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે અને અલ્પ બંધ સંસારનું કારણ નથી. માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી. Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૧ ૩૯૧ હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો આ પ્રમાણે અર્થ ઘટે :- જીવ શુદ્ધસ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યક્ત્વથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક બંધ થાય છે. તે બંધ જોકે અજ્ઞાનના પક્ષમાં નથી તોપણ તે બંધમાં તો છે જ. માટે તેને મટાડવાને સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને શુદ્ધનયથી ન છૂટવાનો અર્થાત્ શુદ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે. કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે. ૧૨૧. શ્લોક ૧૨૧ ઉપર પ્રવચન હવે કહે છે કે શુદ્ધનયથી શ્રુત થાય તેઓ કર્મ બાંધે છે -' હવેના કળશમાં આવશે. ૧૨૧ (કળશ). (વસંતતિની ) प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु रागादियोगमुपयान्ति विमुक्तबोधाः । ते कर्मबन्धमिह विभ्रति पूर्वबद्ध द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम् ।।१२१ ।। આહા..હા...! “અમૃતચંદ્રાચાર્યદેવ ! આ જગતમાં જેઓ શુદ્ધનયથી ટ્યુત...” થાય છે એટલે કે શુદ્ધ પરિણમનથી ભ્રષ્ટ થાય છે અને એકલો શુભના રાગના અશુદ્ધ પરિણમનમાં આવી જાય છે... આહા...હા...! “શુદ્ધનયથી મૃત થઈને ફરીને રાગાદિના સંબંધને પામે છે...” આહાહા..! એક વાર તો રાગનો સંબંધ તોડ્યો, સ્વભાવનો સંબંધ કર્યો વળી પાછો સંબંધ તોડીને રાગનો સંબંધ કરે એ શુદ્ધનયથી ટ્યુત થાય છે એમ કહે છે. આહા...હા....! ઓ..હો...! નાનામાં નાનો દયાનો રાગ એની સાથે પણ જોડાય જાય, એ એણે રાગનો સંબંધ કર્યો. ચૈતન્યના સ્વભાવથી શ્રુત – ભ્રષ્ટ થયો. આહા..હા...! શાંત માર્ગ છે. પ્રભુનો શાંત માર્ગ છે. પ્રશાંત ! આ..હા..“પ્રશાંત સુધામય જે આવે છે ને ક્યાંક ? સુધામય છે, એવું કાંઈક આવે છે. પ્રશાંત અનંત સુધામય જે, પ્રશાંત અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જયતે” એ. ઈ તો “શ્રીમમાં આવ્યું. આ..હા...! છેલ્લી લીટી, છેલ્લી લીટી. “સુખધામ અનંત સુસંત ચહી” આ...હા...! ધ્યાનમાં રહે. પ્રશાંતિ અનંત સુધામય જે “પ્રશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જયતે” “શ્રીમનો છેલ્લો શબ્દ “જયતે” આવ્યો છે. આહા..હા...! એકાવતારી થઈ ગયા છે. ભલે ગૃહસ્થાશ્રમમાં હતા. એક વૈમાનિકનો સ્વર્ગનો ભવ (છે). એ લોકો મનુષ્ય કહે છે, ખોટી વાત છે. મહાવિદેહમાં Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ સમયસાર સિદ્ધિ-૬ ગયા છે ને કેવળજ્ઞાનપણે વિચરે છે, એ તદ્દન ખોટી વાત છે. સમકિતી મરીને મનુષ્ય મરીને મનુષ્ય થાય જ નહિ. ભાઈ ! તું મોટપ કરવા જા છો પણ કાંઈકનું કાંઈક થઈ જાય છે. આહા..હા...! ભરતક્ષેત્રના સમકિતી વૈમાનિકદેવ સિવાય ક્યાંય ન જાય. આહાહા..! ભલે ત્યાંથી નીકળીને મનુષ્ય થઈ “અશેષ કર્મનો ભોગ છે આ.હા..! “ભોગવવો અવશેષ રે, જેથી દેહ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે.” આહા..હા...! લ્યો ! આ સ્વદેશ કીધું. બેનમાં નથી આવતું ? ૪૦૧ બોલ. એમાં આવે છે ને ? આ.હા...! શુદ્ધ સ્વરૂપ ભગવાન એમાંથી નીકળીને વિકલ્પમાં આવે અરે..! એને એમ થાય છે કે, અમે ક્યાં પરદેશમાં આવી ચડ્યા ? આહા..હા...! સ્વદેશ તો આ છે અંદર ! જેના ભાનમાં અનંતા અનંતા આનંદ, શાંતિ આદિ ભરેલા છે. આહા..હા..! એમાંથી નીકળીને શુભરાગમાં આવવું એ પરદેશ (છે). અહીં તો શુભરાગની એકતા કરે છે તે સ્વથી ભ્રષ્ટ થાય છે ઈ કહેવું છે. જેને શુભરાગનો પ્રેમ જાગ્યો એને) આ પ્રેમ છૂટી ગયો, ભ્રષ્ટ થઈ ગયો. ભગવાન આનંદનું ઘર... આ..હા..હા...! નિજઘરમાં આનંદ છે તેનો પ્રેમ છોડી અને નિજઘરમાં જે ચીજ નથી, બહારની રખડતી ચીજ (છે), એ રાગની ચીજમાં જેને પ્રેમ થયો તે સ્વભાવથી શ્રુત થયો. આહાહા...! બહારથી તો મુનિપણું થઈ અઠ્યાવીસ મૂળગુણ પાળતો હોય, પંચ મહાવ્રત પાળતો હોય બધું હોય. આહાહા...! પણ અંદરમાં ભગવાન શુદ્ધ ચિદાનંદ સ્વરૂપથી ભ્રષ્ટ થયો અને રાગના પ્રેમમાં આવી ગયો એ શુદ્ધનયથી ભ્રષ્ટ થયો છે. બહારથી પંચ મહાવ્રત પાળે, જંગલમાં વાઘ, વરુની વચ્ચે એકલો રહેતો હોય. આ..હા...! એથી શું થયું ? ઈ આવે છે ને ? અનશન આદિ ઘણું કર્યું એ શું છે ? એથી શું છે ? આહાહા..! ફરીને.” ફરીને એટલે શું ? પહેલું (સમ્યગ્દર્શન) થયું હતું ને વળી છૂટી ગયું એમ કહે છે. પહેલો રાગનો સંબંધ છોડ્યો હતો અને સ્વભાવનો સંબંધ કર્યો હતો એ સ્વભાવનો સંબંધ છોડી દીધો અને ફરીને રાગનો સંબંધ કર્યો. આહા...હા...! પાછો જે પરઘર છે ત્યાં આવીને પડ્યો, બાપા ! આહા...હા...! નિજઘરમાંથી ખસી ગયો. આહાહા...! આનંદનું ધામ ભગવાન સુખધામ ! ત્યાંથી ખસી ગયો ને રાગના ધામમાં રસિક થઈ ગયો, એમાં રસીલો થઈ ગયો. આહા..હા..! રાગના રસ ચડ્યા એ સ્વભાવથી ભ્રષ્ટ થયા. આહા..હા...! આવું કામ છે. દુનિયા સાથે અત્યારે મેળ ખાય એવું નથી. આહાહા..! એ તો અહીંના માણસો હવે જે નીકળ્યા એ વળી (સમજે છે. માર્ગ તો બાપા ! આ છે, ભાઈ ! આ..હા...! જગતમાં જેઓ શુદ્ધનયથી ટ્યુત થઈને. પરિણમે. શુદ્ધનું પરિણમન છોડી અશુદ્ધના પરિણમનમાં આવી જાય). ફરીને રાગાદિ અશુદ્ધ પરિણમન, એના “સંબંધના પામે છે.” આહાહા...! “એવા જીવો,... [વિમુવાવોલ્યા: “જેમણે જ્ઞાનને.” છોડી દીધું. [વિમુવાવોલ્યા:] બોધ નામ ભગવાન જ્ઞાનસ્વરૂપ, તેને એણે વિમુક્ત (એટલે) છોડી દીધું. આહાહા...! Page #411 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૧ ૩૯૩ વિમુવત્તવોયા. ભગવાન જ્ઞાનાનંદ સ્વભાવ આત્મ-ભગવાન, એને વિમુક્ત નામ છોડી દીધો. રાગનો રસીલો રાગના પ્રેમમાં રોકાઈ ગયો. આહાહા..! અરે...! આવી વાત ક્યાં છે ? એના ઘરની વાતું (છે), બાપા ! આહાહા! એને માળા એકાંત કહે છે. અહીંનું – “સોનગઢ'નું જ્યાં નામ આવે તો (કહે), એ.. એકાંત, એ. એકાંત (છે). એ ભાષા ઠીક છે. આહા..હા...! ગાળ્યું દેવાની એક રીત ઠીક કાઢી. એકાંત છે.... એકાંત છે. એકાંત છે... મિથ્યાદૃષ્ટિ એકાંત (છે). આહાહા..! વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને જેને મુનિની બહારની ક્રિયાઓ છે એને મુનિ માને તો એ સાચો ! અરે.. બાપા ! મુનિપણું કેવું છે ? આહાહા..! ગમે તેવા જંગલમાં એકલો વર્તતો હોય. એકલો જંગલમાંથી આવીને આહાર લઈને પાછો એકલો ચાલ્યો જાય, એવી ક્રિયા અનંત વાર કરી. એ કંઈ ચીજ નથી. જુવાન અવસ્થા, આમ શરીર ઠીક હોય એ ગમે તે કરે. જંગલમાં પડ્યો રહે પણ એ જંગલમાંથી આ રાગરહિત સ્વરૂપ છે એની ખબર ન મળે અને વિકલ્પ – રાગ ઉઠે છે એનો રસીલો થઈ ગયો. આહા..હા...! એ સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયો. [વિમુવત્તવોઘા બોધ, બોધ એટલે જ્ઞાનથી છૂટ્યો, આત્માથી છૂટી ગયો. “એવા થયા થકા, પૂર્વબદ્ધ દ્રવ્યાસવો.” પૂર્વબદ્ધ જે જડ દ્રવ્યાસ સત્તામાં હતા. આહા..હા..! એ “કર્મબંધને ધારણ કરે છે. કારણ કે રાગનો પ્રેમ થયો એટલે પૂર્વના કર્મના બંધનો સંબંધ અહીં થયો. હવે એને નવા કર્મ બંધાશે. આ..હા..! જ્ઞાનીને બંધાતા નહોતા એ હવે અહીં બંધાશે એમ કહે છે. રાગના રસમાં પૂર્વના કર્મના નિમિત્તને રાગ આપ્યો.. આહાહા..! એથી નવા કર્મ બંધાશે. જ્ઞાનીને આસ્રવ અને બંધનો નકાર કર્યો હતો. એ અલ્પ આસ્રવ, અલ્પ બંધ છે એને ગૌણ કરીને એમ કહ્યું હતું. સર્વથા નથી એમ નહિ. આહાહા...! જ્યાં સુધી કેવળ(જ્ઞાન) ન થાય ત્યાં સુધી, દસમાં ગુણસ્થાન સુધી પણ આ આઠ કર્મ આવે છે અને લોભનો આસવ પણ અબુદ્ધિપૂર્વક છે. અબુદ્ધિપૂર્વક પણ છે એના પુરુષાર્થમાં, એના અવળા પુરુષાર્થમાં, એની દશામાં છે ને ! આહા..હા.! એ રાગ કંઈ કર્મને લઈને નથી. દસમે લોભનો અંશ છે, એના પુરુષાર્થની કમજોરી, નબળાઈને લઈને છે. આ...હા...! અને એ રાગ આસવ છે અને એનાથી નવા છ કર્મ બંધાય છે. આહા..હા..! એક કોર અહીં કહેવું કે, સમકિત થયું તેને બંધન નથી. કઈ અપેક્ષા છે ? ભાઈ ! અનંત મિથ્યાત્વ તે અનંત સંસાર છે અને મિથ્યાત્વ તે જ આસવ છે. એને અપેક્ષાએ કહ્યું કે, એ છૂટ્યું તેને આસવ, બંધ નથી એમ કીધું. આ.હા.! મૂળિયું તો એ છે. આહા...! પછી ચારિત્રના દોષો (છે) એની કાંઈ ગણતરી નથી. જેના ઝાડનાં મૂળિયાં તોડ્યા એના પાંદડાં, ડાળ્યું પંદર દિએ સૂકાઈ જવાની. આહા..હા...! જેના મૂળિયાં સાજાં એનાં પાંદડાં તોડ્યા, કાઢી નાખ્યા, એક એક પાંદડું (કાઢી નાખ્યું) એ મહિને પાછું પાંગરી જશે. આ..હા...! એમ જેણે મિથ્યાત્વના મૂળિયાં તોડી નાખ્યા છે. આહાહા..! એને હવે રાગ-દ્વેષ ને Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ સમયસાર સિદ્ધિ-૬ અસ્થિરતાના પાંદડાં રહ્યાં છે એ સૂકાઈ જવાના, નાશ થઈ જવાના. અને અજ્ઞાનીએ રાગદ્વેષ મંદ કર્યા છે, જંગલમાં પડ્યો છે પણ અંદરમાં સ્વરૂપની દૃષ્ટિનો અભાવ છે. આહા..હા....! એણે સંસારનાં મૂળિયાં સાજા રાખ્યા છે. એને કર્મબંધન ને આસ્રવ છે. આહાહા....! નગ્ન મુનિ હોય, જંગલમાં મહાકષ્ટ વેઠતો હોય પણ એ રાગના પ્રેમમાં પડ્યો ઈ આસ્રવ ને બંધમાં પડ્યો છે. આહા...હા...! અને સ્ફટિક રત્નના મકાનમાં ગૃહસ્થાશ્રમી સમકિતી હોય. આ..હા..હા...! તેને પણ અનંત સંસારના કારણ આસવ અને બંધ છે નહિ. એ અપેક્ષાએ આસવ ને બંધ નથી એમ કહ્યું. આહા..હા...! ધારણ કરે છે.” તિ-વિચિત્ર- વિન્ય-ગીત કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે.... આહાહા.! “અર્થાત્ જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે. અહીં અજ્ઞાનીને વિકલ્પ ઝાળ પણ અનેક પ્રકારની છે અને બંધન પણ અનેક પ્રકારનું છે, પાછું એમ. અનેક પ્રકારની પ્રકૃતિમાં રસ અને સ્થિતિવાળા કર્મ બંધાય. વિચિત્ર કર્મ બંધાય. આહા..હા...! જ્ઞાનીને (કર્મબંધની) ના પાડી ત્યારે આવા અજ્ઞાની જંગલમાં વસતા હોય. આહાહા....! બાયડી, છોકરા છોડ્યા હોય, જંગલમાંથી બહાર આવી એક વખત ખાતો હોય.... આહા..હા...! પણ (જે) રાગના પ્રેમમાં પડ્યો છે એને જૂના કર્મ વિચિત્ર પ્રકારના નવા બંધનનું કારણ થશે. કારણ કે રાગ થઈ ગયો ને પાછો ! આ..હા...! જ્ઞાનીને રાગ છે એ રાગ અસ્થિરતાનો છે, એ મૂળ નહિ. મૂળિયું તોડી નાખ્યું. આહાહા.! એથી એ રાગને હવે જવાને વાર નથી, ટળવાને વાર નથી. આ..હા..! તેથી એને બંધ અને આસ્રવ નથી અને આને બંધ અને આસવ છે. વિચિત્ર ભેદોના સમૂહવાળો) (અર્થાત્ જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે).” વિશેષ કહેવાશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૫૫ શ્લોક-૧૨૧, ૧૨૨ ગાથા-૧૭૯-૧૮૦ રવિવાર, જેઠ વદ ૮, તા. ૧૭-૦૬-૧૯૭૯ સમયસાર ૧૨૧ કળશનો ભાવાર્થ છે. શુદ્ધનયથી શ્રુત થવું એટલે....” શું કહે છે? શુદ્ધ જે આત્માનો નિર્વિકલ્પ અનુભવ, પરથી ભિન્ન પડી, રાગથી ભિન્ન પડી પર્યાયને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં જોડી અને અનુભવ થાય, શુદ્ધ અનુભવ થાય, શુદ્ધ આનંદનું વેદના થાય એને શુદ્ધનય અથવા શુદ્ધનયનો વિષય કહે છે). એનાથી જ્યારે શ્રુત થાય, સ્વભાવના આનંદનું વેદન, પરમાત્મ સ્વભાવને જે પહોંચી વળ્યો છે, સમ્યગ્દર્શનથી, એમાંથી જે કોઈ ચુત થાય “એટલે હું શુદ્ધ છું' એવા પરિણમનથી છૂટીને..” તદ્દન શુદ્ધ પરિણમન ને આનંદ છે, એવા શુદ્ધ પરિણમન એટલે પર્યાય. શુદ્ધ વસ્તુ તો શુદ્ધ છે પણ જેવી ચીજ છે તેવું Page #413 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૧ ૩૯૫ પરિણમન થવું, એવા શુદ્ધ પરિણમનથી છૂટીને અશુદ્ધરૂપે પરિણમવું તે અર્થાત્ મિથ્યાદૃષ્ટિ બની જવું તે.” શુદ્ધનયથી શ્રુત થવાની વ્યાખ્યા આ. આહા...હા...! પોતાનો પ્રભુ અનંત આનંદની અંતરંગ મીઠાશમાં સ્વભાવથી ભરેલા અનંતા ગુણો, મધુર મીઠા અરૂપી સ્વભાવ જેનો મીઠો (છે), એવો જેનો અનુભવ થયો) એમાંથી શ્રુત થવું એટલે અશુદ્ધરૂપે થવું. શુદ્ધરૂપે જે પરિણમન હતું એ છૂટીને વળી અશુદ્ધ વિકારરૂપે પરિણમન થઈ અને મિથ્યાત્વ ભાવને પામે. આવી વાત છે. શુદ્ધનયથી શ્રુત થવું એટલે હું શુદ્ધ છું એવા પરિણમનથી....... હું શુદ્ધ છું એવો વિકલ્પ કરે એમ નહિ. શુદ્ધનય પરિણમન જે છે, નિર્વિકારી વીતરાગી પરિણમન જે છે એ શુદ્ધ પરિણમન છે. એનાથી છૂટીને “અશુદ્ધરૂપે પરિણમવું અર્થાત્ મિથ્યાષ્ટિ બની જવું.” અશુદ્ધરૂપે પરિણમવું એટલે જ મિથ્યાષ્ટિ. આહાહા..! કેમકે આત્મા શુદ્ધ સ્વરૂપ છે, પવિત્ર સ્વરૂપ છે. એ તો વીતરાગ શક્તિઓનો ભંડાર છે. એનું પરિણમન છે એ તો વીતરાગી શુદ્ધ છે. એમાંથી ભ્રષ્ટ થવું એટલે વીતરાગી શુદ્ધ પરિણમનથી ખસી જવું અને અશુદ્ધ વિકારી પરિણમનથી પરિણમવું એટલે કે મિથ્યાષ્ટિ થવું. આવું છે. મિથ્યાષ્ટિ બની જવું તે.” તે શુદ્ધનયથી શ્રુત થવું, એમ. આહા..હા. સમ્યફદૃષ્ટિમાં તો આત્માના શુદ્ધ સ્વભાવરૂપે પરિણમનની મુખ્ય દશા છે. અશુદ્ધતા થોડી છે એ ગૌણ છે. શુદ્ધ પરિણમનની મુખ્યતા છે. આ..હા....! એ શુદ્ધની મુખ્યતા વેદન અને પરિણમનથી વ્યુત થવું એટલે કે અશુદ્ધના વેદનમાં આવવું એટલે કે મિથ્યાદૃષ્ટિ થવું. આવી વાત છે. કહો, લાલચંદજી” આવી વાત છે. બહુ ઝીણી ! મૂળ વાત બહુ સૂક્ષ્મ છે. ઉપરટપકે વ્રત ને તપ ને એ બધું કરે એ બધું સાધારણ છે. પુણ્ય બંધાય. આ વસ્તુ કોઈ અલૌકિક છે ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! જેના અતીન્દ્રિય સ્વાદની આગળ ઈન્દ્રના ઇન્દ્રાસનો, ઈન્દ્રાણીના ભોગ સડેલા કૂતરા ને મીંદડાં સડી ગયેલા હોય એવું જેને લાગે. પોતાના સુખની આગળ જગતના કલ્પનાના સુખો સડેલા તરણા જેવા, મીંદડાં જેવા લાગે. આહા..હા...! આવો માર્ગ છે. એમ થતાં, જીવને મિથ્યાત્વ સંબંધી....” એટલે પેલો રાગ નહોતો એમ પહેલા કહેતા હતા ને ! સમકિતીને રાગ નથી એમ કહ્યું ને ? સમકિતીને રાગ નહોતા, એમ કહ્યું હતું. ઈ મિથ્યાત્વ સંબંધીના રાગ એને નહોતા. આ એના સંબંધીના રાગાદિ ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ સંબંધી રાગાદિ ઉત્પન્ન થાય છે. આહા..હા...! તેથી દ્રવ્યાસવો કર્મબંધના કારણો થાય છે. તેથી જૂના દ્રવ્યાસવ કર્મ એ કર્મબંધના કારણે થાય છે. તેથી અનેક પ્રકારના કર્મ બંધાય છે.” આ રીતે અહીં શુદ્ધનયથી શ્રુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી (સમ્યકત્વથી) ચુત થવું એમ કરવો. ભલે એનો ઉપયોગ રાગમાં ગયો હોય પણ શુદ્ધ પરિણમનથી વ્યુત થયો Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ સમયસાર સિદ્ધિ-૬ નથી. ઉપયોગ કદાચિત્ રાગમાં ગયો હોય છતાં શુદ્ધ ચૈતન્યના પરિણમનથી વ્યુત થયો નથી. દૃષ્ટિએ શુદ્ધ ચૈતન્યને પકડ્યું છે એનાથી તે ટ્યુત થયો નથી. અહીં તો સમકિતીને રાગ થતો નથી એમ જ કહેવું છે. પેલો જરી અસ્થિરતાનો છે એ થતો નથી એટલે શુદ્ધ સ્વરૂપનું પરિણમન જ એને છે. આહા..હા...! આવો માર્ગ હવે. આ તો શરૂઆતનો માર્ગ જ આ છે. “ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે.” ઈ કહ્યું, જોયું ? રાગાદિમાં સમકિતીનો ઉપયોગ જાય એ વાત ગૌણ છે. ચૈતન્યના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિનો અનુભવ થયો છે) એનાથી તે ટ્યુત થતો નથી. ઉપયોગમાં રાગ આવે એ વાત ત્યાં ગૌણ કરી છે. આહા...હા...! અને રાગ આવે માટે શુદ્ધ સ્વરૂપથી શ્રુત થયો છે એમ નથી. શુદ્ધ સ્વરૂપથી શ્રુત તો ત્યારે કહેવાય કે અશુદ્ધ પરિણમન ને મિથ્યાષ્ટિ થાય ત્યારે શુદ્ધથી છૂટ્યો કહેવાય. શુદ્ધ સ્વરૂપનું ભાન અંતર દૃષ્ટિમાં છે અને ઉપયોગ કદાચિત્ રાગાદિમાં જાય છે, છતાં એ શુદ્ધ સ્વરૂપથી શ્રુત થયો નથી. આહા..હા..! અજ્ઞાની શુભરાગના ઉપયોગમાં છે છતાં તે શુદ્ધ સ્વરૂપથી તો ભ્રષ્ટ જ છે. આહાહા....! અને જ્ઞાનીને શુભભાવ કે અશુભભાવ, ઉપયોગમાં અશુભ ભાવ આવે છતાં શુદ્ધ સ્વરૂપથી ચુત ન થાય. ત્યાં જે દૃષ્ટિ છે ત્યાંથી ખસે નહિ. મૂળ સમ્યગ્દર્શનનું પરિણમન ખસે નહિ. આહા..હા..! અશુભરાગ ઉપયોગમાં આવ્યો છતાં ! અને અજ્ઞાનીને શુભરાગ દયા, દાન, વ્રત, ભક્તિનો હોવા છતાં એ મિથ્યાદૃષ્ટિ છે અને શુદ્ધ સ્વરૂપથી તો ભ્રષ્ટ જ છે. આહાહા...! આવો માર્ગ છે. “ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે, અર્થાત્ શુદ્ધનયથી શ્રુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી ચુત થવું એવો અર્થ અહીં મુખ્ય નથી.” શું કીધું? ઉપયોગની અપેક્ષાએ શુદ્ધનયથી ટ્યુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી શ્રુત થવું, શુદ્ધ ઉપયોગથી ખસી જઈને અશુદ્ધ ઉપયોગમાં આવી જાય એ વાત અહીંયાં નથી. અશુદ્ધ ઉપયોગ જ્ઞાનીને પણ આવે. આહા..હા...! આર્તધ્યાન, રૌદ્રધ્યાન થાય. એ ઉપયોગ અશુદ્ધ થાય. છતાં સ્વરૂપની શુદ્ધતાથી ટ્યુત નથી. આનંદનું વેદન તો સાથે છે. આહા...હા...! શુદ્ધ સ્વરૂપથી શ્રુત છે એ ભલે શુભરાગના ઉપયોગમાં આવે તો પણ તે સ્વરૂપથી તો ઠુત છે. શુભમાં આવે તોય શુદ્ધ સ્વરૂપથી શ્રુત છે. જ્ઞાની અશુભમાં આવે તોપણ શુદ્ધ સ્વરૂપથી શ્રુત નથી. આહા..હા...! આવી વાત છે. મૂળ માર્ગ. “શ્રીમમાં આવે છે ને ! “મૂળ માર્ગ સાંભળો જિનનો....” મૂળ માર્ગની શરૂઆત જ કોઈ અલૌકિક છે. એ વિના બધું થોથાં છે). આ..હા...! ભગવાન આખો પૂર્ણાનંદ પ્રભુ ! આનંદનો રસકસ એકલો છે. એવા અનંતા ગુણોનો આનંદ, એવો રસકસવાળો પ્રભુ, એનો જેને અંતરમાં અનુભવ થયો એ ઉપયોગમાં કદાચિત્, Page #415 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૧ ૩૯૭ અશુભ ભાવ આવી જાય છતાં એ શુદ્ધ સ્વરૂપથી ચુત નથી. આહાહા...! ઉપયોગની અપેક્ષાએ તેને ટ્યુત થયો એમ કહેવાતું નથી. ઉપયોગ ભલે એમાં છે પણ લબ્ધરૂપે શુદ્ધ ચૈતન્યની પ્રતીતિ ને અનુભવ લબ્ધરૂપ છે. સમજાણું કાંઈ ? કારણ કે શુદ્ધોપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી...” શું કહે છે? ભગવાન આત્મા પોતાનો શુદ્ધ આનંદ સ્વભાવ, એમાં ઉપયોગ અંદર રહેવો, ધ્યેય બનાવીને ત્યાં ઉપયોગ રહેવો એનો કાળ અલ્પ છે. એ વિશેષ કાળ રહી શકે નહિ. સમજાય છે કાંઈ? “શુદ્ધોપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી.... કારણ કે શુદ્ધોપયોગરૂપ, અંદર આનંદના ઉપયોગમાં રહેવું એનો કાળ ઘણો અલ્પ છે. પોણી સેકંડની અંદર તો છઠ્ઠા ગુણસ્થાનમાં, તેનાથી અડધી સાતમામાં આવે. એમ નીચે ઉપયોગ તો ઘણો થોડો કાળ છે. શું કહ્યું છે? છઠ્ઠા ગુણસ્થાનની સ્થિતિ પોણી સેકંડની અંદર, સાતમાની એનાથી અડધી (છે). તો ત્યાં સાતમાથી અડધીનો એટલો ઉપયોગ રહે તો ચોથ, પાંચમે તો ઉપયોગ થોડો રહે. આહા..હા...! ભલે અસંખ્ય સમય રહે પણ ઘણો થોડો વખત રહે. એટલે ઉપયોગની અપેક્ષાએ ભ્રષ્ટ થવું એમ અહીં ન ગણવું. ચારિત્રદોષમાં એ અસ્થિર થયો પણ વસ્તુમાં અસ્થિર થયો નથી. શુદ્ધ ચૈતન્યના મૂળિયાં પકડ્યા છે. આહા...હા...! માત્ર અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય શેયોમાં ઉપયુક્ત થાય તોપણ મિથ્યાત્વ વિના... આહા..હા...! ભગવાનઆત્મા ! પોતાનું શુદ્ધ પવિત્ર સ્વરૂપ ભગવાન પૂર્ણ, એને ધ્યેય બનાવીને ઉપયોગ ત્યાં રહે એ અલ્પ કાળ રહે. ત્યાંથી છૂટી ઉપયોગ રાગમાં આવે. છે ને ? તેનાથી છૂટી જ્ઞાન અન્ય જોયોમાં ઉપયુક્ત થાય.” સ્વશેયમાં જે ઉપયોગ હતો એ તો સમકિતીને પણ થોડો કાળ રહે. પછી અન્ય શેયોમાં ઉપયુક્ત થાય. બીજા જાણવાયોગ્ય પદાર્થો છે એમાં ઉપયોગ જાય. આહા...હા...! “તોપણ મિથ્યાત્વ વિના...” શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ અને અનુભવ છે એનાથી મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ હોવાથી...” અભિપ્રાયપૂર્વક એટલે રાગ કરવાલાયક છે અને આ રાગ એ મારું સ્વરૂપ છે, એવો અભિપ્રાય ધર્મીનો હોતો નથી. આવો ધર્મ મોંઘો કર્યો એમ કોઈ કહે છે. કોક એમ કહેતું હતું, “સોનગઢવાળાએ સમકિત મોંઘું કર્યું. મોંઘુ કે સોંઘું, લોકો પોતાની રીતે માનતા હોય ને એનાથી આ બીજું નીકળ્યું એટલે એમ કહે કે) મોંઘુ કર્યું. આ કોનું લખાણ છે ? ‘સમયસાર', બહેમરાજજી'નું લખાણ છે. મૂળ પાઠ...! આ..હા! “મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ હોવાથી..” (અર્થાત) રુચિપૂર્વક નથી. ધર્મીને અશુભ રાગ અને શુભ રાગ આવે (છતાં એની) રુચિ નથી, પોસાણ નથી, પોસાતો નથી, હેયબુદ્ધિએ આવે. આહાહા...! “જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય તેને અભિપ્રાયપૂર્વક રાગ નથી એથી તેને રાગ આવે એનો અલ્પ બંધન, અલ્પ સ્થિતિ પડે. આહા...હા.! “અને અલ્પ બંધ સંસારનું કારણ નથી.” એ કંઈ સંસાર, મિથ્યાત્વાના) Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ સમયસાર સિદ્ધિ-૬. અનંત સંસારાનું) કારણ નથી. અલ્પ કોઈ એકાદ-બે ભવ હોય એ કંઈ (ગણતરીમાં નથી). આહા..હા...! સમ્યક્દષ્ટિ ચૈતન્યના સ્વભાવની દૃષ્ટિવંતને, અનુભવીને થોડો રાગ આવે પણ એ રાગ અભિપ્રાયપૂર્વક નથી તેથી તે અનંત સંસારનું કારણ નથી. એ અલ્પ સ્થિતિ બંધાય એટલો આવે. અન્ય શેય છે ને ? સ્વલ્લેયમાંથી ખસીને બહાર આવ્યો છે. આ..હા...! “જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે અને અલ્પ બંધ સંસારનું કારણ નથી.” જોયું ? અલ્પ બંધ (એ ગણતા નથી). અનંત સંસારનું કારણ નથી). મિથ્યાત્વ અને અનંતાનુબંધી અનંત સંસારનું કારણ છે. આહા..હા....! - સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગનો અંશ અંદર છે એની જેને અંદર મીઠાશ છે, રાગ છે તે મારું કર્તવ્ય છે, મારું સ્વરૂપ છે, એવું શલ્ય છે તે મિથ્યાત્વ છે. આહાહા..! અને જ્ઞાનીને રૌદ્રધ્યાન જેવો ભાવ પણ ચોથે-પાંચમે આવે.. આહાહા.! છતાં તેનો ઉપયોગ ભલે પરણેયમાં ગયો, લબ્ધિ, દૃષ્ટિ કંઈ સ્વરૂપથી ખસી નથી. તેથી તેનો રસ અને સ્થિતિ અલ્પ બંધાય છે. “માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી.” ઉપયોગથી ખસી જવું તો સંસાર છે ઈ અહીં મુખ્ય નથી. આહાહા...! આત્મા પૂર્ણાનંદ પ્રભુ ! ચૈતન્ય ભગવાન ! એની અનુભવમાં પ્રતીતિ થઈ, એનો ઉપયોગ કદાચિત્ રાગમાં જાય એની અહીં મુખ્યતા નથી. એની અહીં મુખ્યતા ગણી નથી. હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ. હવે ઉપયોગથી વાત આવી. “તો આ પ્રમાણે અર્થ ઘટે :- જીવ શુદ્ધસ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યકત્વથી ન છૂટે.’ આહાહા.! શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરિપૂર્ણ પરમાત્મા, એકલો અતીન્દ્રિય આનંદનું ધામ એની અંતરથી દૃષ્ટિ થઈ... આ..હા...! એ શુદ્ધ નિર્વિકલ્પ અનુભવથી છૂટે...” કદાચિત્ નિર્વિકલ્પ અનુભવમાંથી ખસી જાય પરંતુ સમ્યકત્વથી ન છૂટે.” શુદ્ધ સ્વરૂપની જે નિર્વિકલ્પ પ્રતીતિ થઈ છે એમાંથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક બંધ થાય છે. તે બંધ જોકે અજ્ઞાનના પક્ષમાં નથી. જ્ઞાનીને થોડો રાગ થાય છે પણ તે અજ્ઞાનના પક્ષ અને અજ્ઞાનની ધારામાં નથી. આહા..હા...! ‘તોપણ તે બંધ તો છે જ.” ભલે અજ્ઞાનના પક્ષમાં નથી પણ બંધ તો છે. અત્યારે તો ઉપયોગની અપેક્ષાએ લેવું છે ને ! પહેલા ઉપયોગની અપેક્ષા નહિ, એને બંધ નથી એમ કહ્યું. અને હવે ઉપયોગ કરી અસ્થિર થાય છે એની વાત કરે છે). આહા..હા..! માટે તેને મટાડવાને ઉપયોગમાં પણ રાગ આવે એને મટાડવાને ધર્મી જીવ સ્વરૂપ તરફના ઉપયોગને પણ વાળવા પ્રયત્ન કરે છે. આહા...! લબ્ધરૂપ તો પ્રગટ્યું છે પણ ઉપયોગ જે રાગમાં જાય છે એને પણ અંતરમાં વાળવા પ્રયત્ન કરે છે. સમજાય છે કાંઈ ? આવી વાતું હવે. શું કરવું આમાં ? કરવું ઈ આત્મા શું છે તેના તરફ ઢળી જવું, તેને Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૧ પડખે ચડી જવું, રાગને પડખેથી છૂટી જવું. આહા..હા...! બંધ તો છે જ. માટે તેને મટાડવાને સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને શુદ્ધનયથી ન છુટવાનો અર્થાત્ શુદ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે.’ શુદ્ધ ઉપયોગમાં જ લીન રહેવું તેવો ઉપદેશ છે. આહા..હા...! એમાં દયા, દાનનો વિકલ્પ પણ ઉઠાવવો નહિ. આહા..હા...! સ્વરૂપમાં, શુદ્ધ સ્વરૂપમાં એકાકાર થઈને રહેવું, ઉપયોગમાં બહાર લઈ ન જવો, એવો અહીં ઉપદેશ છે. “કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ઘનય થાય છે.' લ્યો ! પાછું આવ્યું. પહેલાં આવી ગયું છે. આ બાજુ (છે), શુદ્ઘનય તો કેવળજ્ઞાન થયે થાય છે, આ બાજુ (૧૨૦ કળશના ભાવાર્થની છેલ્લી લીટીમાં) આવ્યું. આ બાજુની છેલ્લી લીટી. આહા..હા...! છેલ્લી લીટી. અહીંયાં પણ એ કીધું, “કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય...’ એટલે પછી એને અંત૨માં ઉપયોગને વાળવો એ રહેતું નથી. પૂર્ણ શુદ્ધ થઈ ગયો. પ૨માત્મદશા કેવળજ્ઞાન (થઈ ગયું). આ..હા..હા...! ૩૯૯ જે જીવ શાયકના લક્ષે સાંભળે છે, હું સાંભળીને કોઈને કહીશ અથવા ઉપદેશ આપી શકીશ એવા ભાવે સાંભળતો નથી પણ પોતાના શાયકના લક્ષપૂર્વક સાંભળે છે, શાયકના લક્ષપૂર્વક ચિંતવન કરે છે, મંથન કરે છે તે જીવ સમ્યક્ત્વ પામવાને લાયક છે. શાયકના લક્ષ વિના માત્ર સાંભળવા ખાતર સાંભળી લેવું કે ચિંતવન કરવું એ કાંઈ કાર્યકારી નથી. આ તો સમ્યક્ત્વ પામવાની કળા છે. જ્યાં સુધી અંતર સ્વરૂપ દૃષ્ટિમાં અને અનુભવમાં આવ્યું નથી ત્યાં સુધી તે જીવ શાયકનું મંથન કરે છે. આમ, શાયકના લક્ષપૂર્વક શ્રવણ, ચિંતવન અને મનન કરે છે તે જીવ સમ્યક્ત્વની સન્મુખ થઈ જાય છે. અંદર દૃઢ સંસ્કાર પાડે, જ્ઞાયકની ધૂન અંદરથી લાગે, બીજું કાંઈ ગમે નહિ, એક શાયકની જ ધૂન લાગે તો સમ્યક્ત્વસન્મુખ છે. વાંચનની કે શ્રવણની ધૂન લાગે એમ નહિ પણ અંદરથી શાયકની ધૂન લાગે તે જીવ સમ્યક્ત્વનો પાત્ર છે. -પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ ઑગસ્ટ-૧૯૯૬ Page #418 -------------------------------------------------------------------------- ________________ ४०० સમયસાર સિદ્ધિ-૬ ههههههههه ( ગાથા-૧૭૯ થી ૧૮૦ जह पुरिसेणाहारो गहिदो परिणमदि सो अणेयविहं । मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो ।।१७९।। तह णाणिस्स दु पुव्वं जे बद्धा पच्चया बहुवियप्पं । बझंते कम्मं ते णयपरिहीणा दु ते जीवा।।१८०।। यथा पुरुषेणाहारो गृहीतः परिणमति सोऽनेकविधम् । मांसवसारुधिरादीन् भावान् उदराग्निसंयुक्तः ।।१७९।। तथा ज्ञानिनस्तु पूर्व ये बद्धाः प्रत्यया बहुविकल्पम्। बध्नन्ति कर्म ते नयपरिहीनास्तु ते जीवाः ।।१८०।। यदा तु शुद्धनयात् परिहीणो भवति ज्ञानी तदा तस्य रागादिसद्भावात्, पूर्वबद्धाः द्रव्यप्रत्ययाः, स्वस्य हेतुत्वहेतुसद्भावे हेतुमद्भावस्यानिवार्यत्वात्, ज्ञानावरणादिभावैः पुद्गलकर्म बन्धं परिणमयन्ति। न चैतदप्रसिद्धं, पुरुषगृहीताहारस्योदराग्निना रसरुधिरमांसादिभावैः परिणामकरणस्य दर्शनात्। હવે આ જ અર્થને દૃગંત દ્વારા દૃઢ કરે છે : પુરુષે ગ્રહેલ આહાર જે, ઉદરાગ્નિને સંયોગ તે બહુવિધ માંસ, વસા અને રુધિરાદિ ભાવે પરિણમે, ૧૭૯. ત્યમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે પૂર્વકાળનિબદ્ધ તે બહુવિધ બાંધે કર્મ, જો જીવ શુદ્ધનયપરિશ્રુત બને. ૧૮૦. Puथार्थ :- [यथा] म. [पुरुषेण] पुरुष. 43 [गृहीतः] अडायेद. [आहारः] ४ ॥२ [सः] ते. [उदराग्निसंयुक्तः] नथी. संयुत थयो. थो. [अनेकविधम्] भने प्रारे [मांसवसारुधिरादीन्] मांस, QAu, रुधिर. 8 [भावान्] वो.३५. [परिणमति] परमे. छ, [तथा तु म. [ज्ञानिनः] u-न. [पूर्व बद्धाः] पूर्वे ये [ये प्रत्ययाः] हे द्रव्यासवो. छ [ते] ते. [बहुविकल्पम्] लाई 51२-i. [कर्म] . [बध्नन्ति] ci. छ;- [ते जीवाः] मेवा ®वो. [नयपरिहीनाः तु शुद्धनयथी. युत. थये। छ. (url. शुद्धनयथी. युत. थाय तो तेने Page #419 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૭૯ થી ૧૮૦ કર્મ બંધાય છે). ટીકા :– જ્યારે શાની શુદ્ધનયથી વ્યુત થાય ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થવાથી, પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો, પોતાને (દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્ભાવ થતાં હેતુમાન ભાવનું (–કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી, જ્ઞાનાવરણાદિ ભાવે પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે, અને આ અપ્રસિદ્ધ પણ નથી (અર્થાત્ આનું દૃષ્ટાંત જગતમાં પ્રસિદ્ધ–જાણીતું છે); કારણ કે ઉત્તરાગ્નિ, પુરુષે ગ્રહેલા આહારને રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમાવે છે એમ જોવામાં આવે છે. ૪૦૧ ભાવાર્થ :- શાની શુદ્ઘનયથી છૂટે ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે, રાગાદિભાવોના નિમિત્તે દ્રવ્યાસવો અવશ્ય કર્મબંધનાં કારણ થાય છે અને તેથી કાર્મણવર્ગણા બંધરૂપે પરિણમે છે. ટીકામાં જે એમ કહ્યું છે કે દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે”, તે નિમિત્તથી કહ્યું છે. ત્યાં એમ સમજવું કે દ્રવ્યપ્રત્યયો નિમિત્તભૂત થતાં કાર્યણવર્ગણા સ્વયં બંધરૂપે પરિણમે છે.’ ગાથા ૧૭૯ થી ૧૮૦ ઉપ૨ પ્રવચન હવે આ જ અર્થને દૃષ્ટાંત દ્વારા દૃઢ કરે છે : जह पुरिसेणाहारो गहिदो परिणमदि सो अणेयविहं । मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो ।।१७९ ।। तह णाणिस्स दु पुव्वं जे बद्धा पच्चया बहुवियप्पं । बज्झंते कम्मं ते णयपरिहीणा दु ते जीवा । ।१८० । । `ળયરિહીના' એમ શબ્દ વાપર્યો છે. વ્યવહારનય એમ ન કહીને, એને જ યથાર્થ નય કહીયે. વ્યવહારનય તો કથનમાત્ર (છે). આહા..હા...! શુદ્ધનયથી પરિહીણ એને નયપરિહીણ કીધાં. નીચે. પુરુષ ગ્રહેલ આહાર જે, ઉદાગ્નિને સંયોગ તે બહુવિધ માંસ, વસા અને રુધિરાદિ ભાવે પરિણમે; ૧૭૯. ત્યમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે પૂર્વકાળનિબદ્ધ તે બહુવિધ બાંધે કર્મ, જો જીવ શુદ્ઘનયપરિચ્યુત બને. ૧૮૦. ત્યાં ખુલાસો કરવો પડ્યો. ‘નયપરિહીણ’ શબ્દ છે ને ? એને શુદ્ઘનય પરિહીણનો Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ સમયસાર સિદ્ધિ-૬ ખુલાસો કર્યો. કારણ કે અહીં શુદ્ધનયની વાત છે. નવપરિહાણ (કહીએ તો) નય તો વ્યવહારનય પણ છે. પણ એ તો કથન (માત્ર છે). મૂળ ચીજ (નહિ), મૂળ ચીજ આ શુદ્ધનય (છે). આહાહા...! અને શુદ્ધનય એટલે ખરેખર શુદ્ધ ભૂતાર્થ સ્વરૂપ ભગવાન પૂર્ણ. ભૂતાર્થ ભૂયસ્થ સિવો સુદ્ધાયો’ અનંત ગુણના રસથી ભરેલો ભગવાન સત્યાર્થ, સત્ય પદાર્થ, સત્ય પદાર્થ, ભૂતાર્થ – ભૂત પદાર્થ, ત્રિકાળ એ જ શુદ્ધનય છે. પછી કીધું કે, એ શુદ્ધનયનો વિષય છે. પહેલું એમ કીધું કે, શુદ્ધનય ઈ જ છે. આહા..હા...! પુરુષે ગ્રહેલ આહાર જે, ઉદરાગ્નિને સંયોગ તે કહ્યું ને? જો જીવ શુદ્ધનયપરિશ્રુત બને' ટીકા :- “જ્યારે જ્ઞાની” ધર્મી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના આનંદની પરિણતિમાં છે.. આહા..હા...! એ “શુદ્ધનયથી ટ્યુત થાય ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થવાથી ત્યારે તેને રાગાદિ થાય. પૂર્વબદ્ધ દ્રવ્યપ્રત્યયો.” પછી પૂર્વના જે દ્રવ્યપ્રત્યયો – જડ આસવો છે, એ પોતાને દ્રવ્યપ્રત્યયોને) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્ભાવ થતાં.” પૂર્વના કર્મના નિમિત્તમાં રાગ-દ્વેષ નિમિત્ત થયું. પૂર્વકમ નવાનું બંધન અને પૂર્વકર્મને હેતુ થયો રાગ-દ્વેષ. ઉપયોગમાંથી ખસી ગયો અને થયો રાગ-દ્વેષ. એ રાગ-દ્વેષ કર્મને નિમિત્ત થયું અને નિમિત્ત પછી નવાને નિમિત્ત થયું. આહાહા....! ‘-દ્રવ્યપ્રત્યયો) કર્મબંધના હેતુપણાના હેતુનો સદ્ભાવ થતાં હેતુમાન ભાવનું - કાર્યભાવનું).” આહા..હા...! દ્રવ્યાસવોને જ્યારે રાગ-દ્વેષ નિમિત્ત થયા તેથી તેનું કાર્ય નવું બંધન એને થાય. તે કાર્ય થયું. કારણ જડકર્મના નિમિત્તને રાગ-દ્વેષના પરિણામનું નિમિત્ત થયું તેથી તેનું કાર્ય નવું બંધન તે કાર્ય થયું. આહાહા..! હેતુમાન ભાવનું –કાર્યભાવનું) અનિવાર્યપણું હોવાથી,...” એનું બંધનનું કાર્ય થાય જ, અનિવાર્ય છે, વારી શકાય નહિ. આહા.હા...! જ્ઞાનાવરણાદિ ભાવે પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે. જ્યારે જૂના કર્મ પડ્યા છે પણ ધર્મી જ્યારે શુદ્ધ ઉપયોગમાંથી ખસી જાય છે અને રાગ-દ્વેષમાં આવે છે ત્યારે તે રાગ-દ્વેષ જૂના કર્મને નિમિત્ત થાય છે અને તેથી નવું કર્મનું કાર્ય થાય છે. નવા કર્મમાં બંધન રૂપી કાર્ય થાય છે. આહા..હા...! “અને આ અપ્રસિદ્ધ પણ નથી (અર્થાત્ આનું દશ્ચંત જગતમાં પ્રસિદ્ધ-જાણીતું છે); કારણ કે ઉદરાગ્નિ, પુરુષે ગ્રહેલા આહારને...” ઉદરાગ્નિ – પેટમાં ક્ષુધા લાગી છે, એ ઉદરાગ્નિને પુરુષે ગ્રહેલો આહાર. એ ઉદરાગ્નિથી “રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમાવે છે.” આહાર ભલે અમુક જાતનો લીધો પણ ઉદરાગ્નિ છે એને લઈને કોઈ વસાપણે, કોઈ ચામડીપણે, કોઈ લોહીપણે ભિન્ન ભિન્નપણે તે આહાર પરિણમાવે છે. “ગ્રહેલા આહારને રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમાવે છે એમ જોવામાં આવે છે. આહાહા..! કીધું છે ? જ્ઞાનીને પણ જરીક (શુદ્ધ) ઉપયોગથી ખસી જાય. આહાહા...! તો એને જૂના કર્મમાં Page #421 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૭૯ થી ૧૮૦ ૪૦૩ વિકારનું નિમિત્તપણું મળ્યું. એથી નવા કર્મ બંધાવાનું કાર્ય થયું. દૃષ્ટાંત : જેમ ઉદરાગ્નિએ આહાર ગ્રહ્યો પણ આહાર ગ્રહ્યો પછી ઉદરાગ્નિને કારણે ભિન્ન ભિન્ન રસ, રુધિર આદિ પરિણમે. એમ ઉપયોગમાં રાગ આવ્યો, એ જૂના કર્મને નિમિત્ત થયું તેથી નવા અનેક પ્રકારના જ્ઞાનાવરણી, દર્શનાવરણી આદિ ભિન્ન ભિન્ન કર્મ થાય. જેમ ઉદાગ્નિથી માંસ, લોહી આદિ ભિન્ન ભિન્ન થાય એમ આ કર્મ પણ ભિન્ન ભિન્ન બંધાય. આહાહા...! આ બધો વિષય બરાબર ઝીણો છે. મુમુક્ષુ :- અનંત સંસારનો બંધ પડે કે અલ્પ સંસારનો પડે ? ઉત્તર :- જ્ઞાનાવરણાદિ અનેક પ્રકાર છે ને ! એક જ ક્યાં છે ? એમ કહે છે. આઠ પ્રકાર થયા ને ! આયુષ્ય ન હોય તો આઠ હોય. અનેક પ્રકારના છે ને ! એક જ પ્રકારનું ક્યાં છે ? આ..હા....! એમ આહાર ગ્રહણ કર્યો તો એક જ પ્રકારે કાંઈ પરિણમન થાય છે એમ નથી. રસ, લોહી, ચામડી વગેરે પણે પરિણમે છે). આહા..હા...! એમ ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપના ઉપયોગથી છૂટી જાય તો પણ તેને એકલા રાગને કારણે જૂના કર્મને રાગનું નિમિત્ત મળ્યું. એથી નવા અનેક પ્રકારના કર્મ બંધાય. એક જ પ્રકારનું બંધાય એમ નહિ. આહા...હા....! સમજાય છે કાંઈ ? “કારણ કે ઉદરાગ્નિ , પુરુષે ગ્રહેલા આહારને રસ...” રસ થાય ને ? લોહી, માંસ, ચરબી વગેરે “ભાવે પરિણમાવે છે એમ જોવામાં આવે છે. લ્યો ! આ..હા.. (ભાવાર્થ) – ‘જ્ઞાની શુદ્ધનયથી છૂટે ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે....” આહાહા...! પહેલા તો એમ કહ્યું હતું કે, દૃષ્ટિથી છૂટતો નથી તેથી શુદ્ધનયથી છૂટતો નથી. હવે અહીં કહ્યું કે, શુદ્ધનયથી છૂટ્યો એટલે ઉપયોગમાંથી છૂટી ગયો. દૃષ્ટિ રહી પણ ઉપયોગમાં જે ધ્યાનમાં ઉપયોગ એકાકાર હતો એ ઉપયોગ બાહ્યમાં ખસી ગયો. એને પણ બંધન થાય છે, હવે એમ કહ્યું. પહેલા ના પાડી હતી (કે), સમ્યફદૃષ્ટિને બંધન અને આસવ છે જ નહિ. એ એના સ્વરૂપની દૃષ્ટિ અને અનુભવ ને એના ભાનને લઈને કહ્યું હતું). આહા...હા...! અહીંયાં કહ્યું કે, સમ્યક્દષ્ટિને ભલે દૃષ્ટિ સમ્યક રહી, જ્ઞાન સમ્યક છે પણ નિર્વિકલ્પ અંતર અનુભવમાંથી ખસી ગયો અને રાગાદિમાં ભલે શુભરાગાદિમાં આવ્યો, ભક્તિ આદિમાં રાગ આવે છે ને ! ત્યારે તે નવા કર્મનું જૂનું કર્મ બંધન નિમિત્ત) થાય એમ આ નિમિત્ત થાય છે. આહાહા! આટલું બધું યાદ રાખવું ! કેટલા બોલો આમાં ગયા. ભાવાર્થ – ‘જ્ઞાની શુદ્ધનયથી છૂટે ત્યારે.... છૂટવાની વ્યાખ્યામાં) અત્યારે ઉપયોગ લીધો. પહેલો શુદ્ધનયથી છૂટે (કહ્યું, ત્યારે મિથ્યાત થયું હતું. સમજાણું ? ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર છે એવું જે ભાન થાય તે ભાનથી છૂટ્યો નહિ. એથી તેને બંધન છે નહિ. હવે અહીં કહે છે કે, નિર્વિકલ્પ ઉપયોગથી છૂટ્યો પણ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ સમયસાર સિદ્ધિ-૬. સમ્યગ્દર્શનથી છૂટ્યો નથી. ઉપયોગ કરી પરશેયમાં ગયો પણ લબ્ધરૂપ અંદર સમ્યગ્દર્શન ને જ્ઞાન એ ચૈતન્ય ઉપર છે. આહા...હા...! ‘ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે....” જોયું? અપેક્ષાથી કથન છે ને ! રાગાદિભાવોના નિમિત્તે દ્રવ્યાસવો અવશ્ય કર્મબંધનાં કારણે થાય છે. એ રાગાદિના કારણે જૂના કર્મો જરૂર નવા કર્મનું કારણ થાય છે. સમજાણું આમાં ? જ્ઞાનીને પણ શુદ્ધ ઉપયોગમાંથી ખસી ગયો, વીતરાગ ઉપયોગ છે એમાંથી ખસીને ઉપયોગ કરી રાગમાં આવ્યો તો એ રાગને લઈને જૂના કર્મ નવા બંધનું કારણ, રાગને લઈને થાય. આહાહા..! નહિતર જૂના કર્મ તો રાગ ન કરે તો તો જૂનું કર્મ ખસી જાય, નિર્જરી જાય. આ જૂના કર્મને રાગાદિ ઉપયોગ થયો એને લઈને નિમિત્ત થયું, કારણ મળ્યું (એટલે) નવા બંધનનું કારણ થાય. આહા...હા...! સમજાય છે. આમાં ? “ચીમનભાઈ ! ‘દ્રવ્યાસવો અવશ્ય કર્મબંધનાં કારણે થાય છે અને તેથી કામણવર્ગણા બંધરૂપે પરિણમે છે. ટીકામાં જે એમ કહ્યું છે કે 'દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મને બંધરૂપે પરિણાવે છે, એ તો નિમિત્તથી કહ્યું. ટીકામાં એમ કહ્યું ને, દ્રવ્યાસ્ત્રવો આ રાગ થયો એટલે નવા કર્મ બાંધે. એમ કીધું ને ? દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મને બંધરૂપે પરિણાવે છે તે નિમિત્તથી વાત છે. અહીં રાગ-દ્વેષ થયો, ઉપયોગ પોતામાંથી ખસ્યો અને પરમ તરફનો ઉપયોગ થયો તેથી જૂના કર્મ છે એ નવા કર્મને બાંધે અને પરિણમાવે. પરિણમાવે એટલે નવા કર્મને નિમિત્ત થાય, એમ. પરિણમે છે એનાથી. પુદ્ગલકર્મને બંધરૂપે પરિણમાવે છે, તે નિમિત્તથી કહ્યું છે.' ‘ત્યાં એમ સમજવું કે દ્રવ્યપ્રત્યયો નિમિત્તભૂત થતાં... આ.હા...! જૂના આસવો જે કર્મબંધ, રજકણો છે, ... પૂર્વના સત્તામાં પડ્યા છે તે, એ નિમિત્તભૂત થતાં કામણવર્ગણા સ્વયં બંધરૂપે પરિણમે છે. એ નિમિત્ત થતાં નવા કર્મો પોતાની મેળાએ પરિણમે છે. એને એમ નહિ કે, આ નિમિત્ત હતું માટે પરિણમવું પડ્યું. એ વખતે પરમાણુમાં કર્મ થવાની અવસ્થાથી પરિણમે છે. જૂનું કર્મ તેને નિમિત્ત છે અને જૂના કર્મને રાગ-દ્વેષ નિમિત્ત છે. આહા..હા...! આજે તો ઘણા બોલ આડાઅવળા આવ્યા. એક બાજુ કહે કે, બંધ નથી ને વળી બીજી બાજુ કહે, બંધ છે. કઈ નયની અપેક્ષા છે ? તે સમજવું જોઈએ). એમ જ માની લે કે, સમકિત છે એટલે બસ, અમારે હવે કંઈ બંધ છે નહિ. તો તો પછી મુનિપણું લેવાની જરૂર રહી નહિ. ચારિત્ર આહાહા...! એકલા સમકિતથી થઈ જાય તો ચારિત્રદશા... આ.હા..હા...! વીતરાગતા વનમાં વાઘ ને વરુ વિચરે ત્યાં વિચરે એવી ચારિત્ર દશા, સીધું સમકિત થતાં પૂર્ણ થવાતું હોત, તો એવી ચારિત્ર (દશાની) જરૂર નહિ. ચારિત્ર આવે, ચારિત્ર વિના મુક્તિ થાય નહિ. એ ક્ષાયિક સમકિત હોય તોય ચારિત્ર વિના મુક્તિ નથી. તીર્થકર જેવા હોય એ ક્ષાયિક સમકિત લઈને આવે છે. આહા..હા...! અષ્ટપાહુડ'માં છે કે, તીર્થકર જેવા પણ વસ્ત્રસહિત હોય તો મુક્તિ નહિ પામે. એવો Page #423 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૭૯ થી ૧૮૦ ૪૦૫ પાઠ છે. તીર્થકર જેવા પણ મોક્ષ એ ભવે નક્કી છે, ત્રણ જ્ઞાન લઈને આવ્યા પણ એ વસ્ત્રસહિત છે તો એને પણ સાધુપણું નહિ થાય. આહા..હા...! વસ્ત્ર તો નિમિત્ત છે પણ એ પ્રત્યેનો જે મમત્વભાવ છે એ મમત્વભાવ છૂટ્યા વિના મુનિપણું આવે નહિ. આહાહા...! સમકિત થયું એથી એ છૂટી ગયો એમ નથી). આ..હા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ મોક્ષનો માર્ગ ત્રણે છે. ત્રણની પરિપૂર્ણતા (થાય) ત્યારે સાચો મોક્ષમાર્ગ (છે). આ..હા..હા...! ક્ષાયિક સમકિતી “શ્રેણિક રાજા ! તીર્થકરો ક્ષાયિક સમકિત લઈને આવે. આહાહા..! એ પણ ચારિત્ર અંગીકાર કરે છે. આહા..હા...! ભાવચારિત્ર, હોં ! દ્રવ્ય એ તો નગ્નપણું. દ્રવ્યથી નગ્નપણું, ભાવે ચારિત્ર. વીતરાગ. વીતરાગ. વીતરાગ.. ઉપયોગમાં જે રાગ હતો, એ વખતે) ભલે સમ્યગ્દર્શન હતું.. આહાહા...! પણ ઉપયોગમાં જે રાગ હતો એને ખસેડીને ઉપયોગમાં વીતરાગતા પ્રગટ કરી ત્યારે તેને ચારિત્ર થાય ને ત્યારે તેને સાક્ષાત્ મુક્તિ થાય, એકલા સમકિતથી પણ થાય નહિ. આહા..હા...! “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ', “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થીજન એહ’ ખેંચતાણ ન કરે, જુઓ ! આ ઠેકાણે આ કહ્યું. આહા..હા...! અને તે ચારિત્ર પણ સમકિત વિના હોય નહિ પાછું. કોઈ કહે કે, ચારિત્ર વિના મુક્તિ નથી માટે અમે આ વ્રત ને તપ ને લઈને બેઠા. સમ્યગ્દર્શન વિના એ ચારિત્ર હોય જ નહિ. આહા..હા....! એ તો બધા બાળવ્રત ને બાળપ છે. કષ્ટો સહન કરે, ઉપસર્ગ સહન કરે એથી શું થયું? એથી અનંતગુણી શુક્લલેશ્યા પૂર્વે કરી. આ..હા...! નવમી રૈવેયક ગયો પણ આત્મસ્પર્શ વિના, આત્મજ્ઞાન વિના એ બધું થોથાં – એકડા વિનાનાં મીંડાં છે. આ.હા! એ આવે છે, હોં! કાલે આવ્યું હતું. “આત્મધર્મ ! ભાઈનું છે ને? ‘હુકમચંદજીનું કાલે આવ્યું છે. એમાં આ બધું નાખ્યું છે. મોઢા આગળ એક શ્લોક નાખ્યો (છે), બહુ સારો નાખ્યો છે), મોઢા આગળ છે. એમ કે, સમ્યગ્દર્શન વિના, આત્માના અનુભવ વિના એના વ્રત ને તપ ને પૂજા ને ભક્તિ બધા થોથાં છે. આહા..હા..! અને સમ્યગ્દર્શન આવ્યા પછી પણ ચારિત્ર તો હોય, જોઈએ, એ ચારિત્ર એ આ વ્રત, તપાદિ નહિ. અંતરની રમણતાનું ચારિત્ર હોય ત્યારે તેને મુક્તિ થાય. આહા..હા...! રાજકુમારો આમ ચાલી નીકળ્યા, જુઓને ! આ...હા...! સમકિતી હતા. મખમલની ગાદીએ સૂતા હતા. આ..હા...! સ્ફટિકના મકાન હતા એમાં સૂતા હતા, એ ચાલી નીકળ્યા. એ અંતરની રમણતા માટે. આહા..હા.! એકલા એક મોરપીંછી ને કમંડળ, બાકી કાંઈ ન મળે. આહાહા...! જંગલમાં ચાલ્યા ગયા. એવી ચારિત્રની અંતર રમણ દશા પ્રગટ કરવા). એકલા જંગલમાં તો અનંત વાર ગયા. આહા..હા...! જંગલમાં ગયો માટે ચારિત્ર થઈ ગયું એમ નથી. આહા..હા...! આ ભગવાનઆત્મામાં વીતરાગતા થઈ અને તે વીતરાગતા પૂર્ણ) થવા જંગલમાં જેના વાસ હોય છે. આહા..હા...! નીચે ધરતી, ઉપર આભ, કોઈ આશ્રય નહિ. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ સમયસાર સિદ્ધિ-૬ પરમાત્મા અંદર આશ્રય છે. આહા..હા...! જેને સૂવા-બેસવાનું સ્થાન નથી, પાણીનું પરબ નથી (કે) તૃષા લાગે ત્યારે પાણી પીવું. આહા..હા...! એવી અંતરની દશા, ચારિત્ર દશા થયા વિના સમકિતનીને પણ મુક્તિ ન થાય. આહા..હા...! સમકિતીનો મહિમા બહુ ગાય, મહિમા તો બહુ ગાય ને ? (કે), એને બંધન નથી, એને આસ્રવ નથી, જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. એ બધી મહિમા ગાય પણ મહિમા ગાય પણ ચારિત્ર વિના એ આગળ વધી શકે નહિ. આ.હા..હા...! અંતર સ્વરૂપની રમણતા, આનંદમાં ચરવું એટલે અતીન્દ્રિય આનંદનું દળ જેણે જોયું. આ.હા...હા...! ભગવાન અતીન્દ્રિય આનંદની ખાણ જોઈ.. આ..હાહા...! જે ખાણમાંથી સોનું નીકળે ને જોયું એ ખાણ ખોલ્યા કરે. આહા..હા...! એમ જે ખાણમાં અનંત જ્ઞાન, અનંત આનંદાદિ ભરેલો (છે), એવા ભગવાનને જેણે જાણ્યો અને પ્રતીતિ કરી છે તે પ્રતીતિમાં એ આવ્યું છે કે, આવા આનંદના ધામમાં હું રમીશ, ઠરીશ એટલી અશુદ્ધતા અથવા કર્મોનો નાશ થશે. બાકી અપવાસ-બપવાસ કરીશ માટે કર્મનો નાશ થશે, એમ નહિ. આહા..હા...! એક બાજુ હા ને એક બાજુ ના. કઈ અપેક્ષા છે ? આ..હા...! ખાતાં-પીતાં સંસારમાં રહેતા મુક્તિ થઈ જાય ? ભરત ચક્રવર્તી જેવા ચાલી નીકળ્યા. આહા...હા...! ત્રણ જ્ઞાનના ધણી હતા. ખબર હતી, ભગવાને કીધું હતું કે, આ ભવે તારી મુક્તિ છે. આહા..હા...! એ પણ છનું કરોડ પાયદળ, છનું હજાર રાણી, એ ઇન્દ્રોએ બનાવેલા પાંચ મોટા બંગલા છોડીને ચાલી નીકળ્યા. અંતરમાં ચાલી નીકળ્યા, હોં ! અંતરમાં આનંદની રમણતા, સ્વરૂપની રમણતા (થાય, એનું નામ ચારિત્ર છે. ચારિત્ર આ કોઈ વ્રત ને તપ ને એ કંઈ ચારિત્ર નથી. આ..હા..! આહાહા! અહીંયાં કહે છે કે, આત્માનું જ્ઞાન થવા છતાં, સમ્યગ્દર્શન એટલે આત્માનો અનુભવ, આનંદનો અનુભવ, અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ, એનો અનુભવ થવો એનું નામ સમકિત (છે), એના આનંદનો સ્વાદ આવવો... આહાહા...! એટલેથી પણ તેની મુક્તિ નહિ થાય. કહે છે. એનો પણ હજી રાગમાં થોડો અસ્થિરતાનો ઉપયોગ વર્તે છે... આહા..હા..! એ છોડીને સ્વરૂપમાં જામશે, અતીન્દ્રિય આનંદના ધામમાં જામી જશે, અંદરમાં સ્વરૂપમાં આનંદમાં જામી જશે ત્યારે ચારિત્ર થશે. એનું નામ ચારિત્ર છે. આ વ્રત ને તપ ને ભક્તિબક્તિ એ કંઈ ચારિત્ર નથી. એ તો બધો શુભરાગ છે. આહાહા..! Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૨ ૪૦૭ O , S વલોકનગર , (મનુષ્યમ) इदमेवात्र तात्पर्य हेयः शुद्धनयो न हि। नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद्धन्ध एव हि ।।१२२ ।। હવે આ સર્વ કથનના તાત્પર્યરૂપ શ્લોક કહે છે : શ્લોકાર્થ – [] અહીં વિમ્ વ તાત્પર્ય આ જ તાત્પર્ય છે કે શુિદ્ધ: ન દિ દેય: શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી; [રિ] કારણ કે તિ- ત્યાત્ વત્થ: નારિતા તેના અત્યાગથી (કર્મનો) બંધ થતો નથી અને તિ-ત્યાત્ વધે થવા તેના ત્યાગથી બંધ જ થાય છે. ૧૨૨. શ્લોક ૧૨૨ ઉપર પ્રવચન इदमेवात्र तात्पर्य हेयः शुद्धनयो न हि। नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद्धन्ध एव हि ।।१२२ ।। એ અહીં કહે છે, “હવે આ સર્વ કથનના તાત્પર્યરૂપ શ્લોક કહે છે :-' છે ને ? અહીં આ જ તાત્પર્ય છે કે શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી. આહાહા...! એટલે ? આત્મા દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામથી પણ જુદી ચીજ છે. દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ તો રાગ છે. આહા...હા..! એનાથી ભવગાનઆત્મા અંદર વીતરાગમૂર્તિ પ્રભુ, એ શુદ્ધનય... છે ? એ “શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી. આહાહા...! એ પૂર્ણાનંદના નાથને પ્રતીતમાં શ્રદ્ધા, જ્ઞાનમાં લીધો છે તે શુદ્ધનય છોડવા લાયક નથી. આહાહા...! જુઓ ! આમાં આ તાત્પર્ય નાખ્યું. ભગવાન આત્મા અનંત અનંત પવિત્ર ગુણથી ભરેલો પ્રભુ ! સર્વજ્ઞ જિનેશ્વરે જોયો એવો જે ભગવાનઆત્મા અનંત આનંદનું દળ છે, અનંત શાંતિનો સાગર છે, અનંત સ્વચ્છતાનો ભરેલો સાગર છે, અનંત અનંત જ્ઞાનાદિ અતીન્દ્રિય ગુણનો એ સાગર છે, એનો અંતરમાં અનુભવ થવો, એને અનુસરીને થવું એનું નામ તો પ્રથમ સમ્યગ્દર્શન છે. આહાહા..! એ Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ સમયસાર સિદ્ધિ-૬ સમ્યગ્દર્શન અને એના સહિત સ્થિરતા (થવા) એ “શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી.” આહા...હા...! વ્યવહારનય તો વ્રત ને તપ ને ભક્તિ એ તો ત્યાગવા યોગ્ય છે, એ તો રાગ છે. આહાહા..! આકરું કામ છે, બાપુ ! વીતરાગનો ધર્મ જિનેશ્વરનો ધર્મ ઝીણો બહુ આ ત્યાગવા યોગ્ય નથી. ઓલું દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ શુભ છે, એ તો ત્યાગવા યોગ્ય છે, એ તો રાગ છે. આહા..હા..! “ગીરનાર” ને “શેત્રુજા'ની જાત્રા ને બાત્રા ને બધો રાગ છે, એ ધર્મ નથી. આ..હા...! એ તો અશુભરાગથી બચવા માટે આવે પણ છે શુભરાગ, ધર્મ નહિ. ધર્મ તો આત્મા રાગ વિનાની જે ચીજ અંદર છે, શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ ! સત્ નામ કાયમ શાશ્વત રહેલો, આનંદ ને જ્ઞાનથી ભરેલો પ્રભુ ! એની સન્મુખમાં એને પડખે થઈને એનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે, એનું નામ ધર્મની પહેલી સીઢી છે. ધર્મનું પહેલું પગથીયું એ છે, બાકી બધા થોથાં છે. આહાહા....! સમજાણું કાંઈ ? આકરું પડે જગતને, શું કરે ? એક તો નવરા ન મળે, વેપારીઓ વેપાર આડે નવરા ન મળે, નવરા હોય તો એવું જાડું, વિપરીત, સ્થૂળ સાંભળવાનું મળે (કે), વ્રત કરો ને તપ કરી ને આ કરો, કલ્યાણ થાશે. મરી ગયો અનંતકાળથી (એ) કરી કરીને. આહાહા...! એ વ્રત ને તપ ને દયા ને દાન ને પૂજા ને ભક્તિ એ તો રાગ છે, વિકલ્પ છે, વિકાર છે. અહીંયાં કહે છે કે, અંદર શુદ્ધ ચૈતન્ય જે છે, રાગ વિનાની ચીજ (છે), એને પકડીને જે અનુભવ કર્યો છે એ છોડવા જેવો નથી. કારણ કે તેના અત્યાગથી (કર્મનો) બંધ થતો નથી.” આહાહા.! ભગવાન પૂર્ણ શુદ્ધ ચૈતન્ય એને ગ્રહ્યો, ઐક્યો, જાણ્યો ને અંદર ઠર્યો એના અત્યાગથી બંધ થતો નથી. એનો ત્યાગ ન કરે તો બંધ થતો નથી. શું કીધું ઈ ? ભગવાનઆત્મા અંદર સચ્ચિદાનંદ પ્રભુ! જિનેશ્વરે નિર્મળાનંદ જોયો છે. અનંત આનંદનો કંદ ! એને કોઈ રીતે ત્યાગવા યોગ્ય નથી. આહા..હા...! છે? ‘તેના અત્યાગથી....” ત્યાગવા યોગ્ય નથી એમ કહીને પછી એના અત્યાગથી એટલે કે તેને છોડે નહિ તો. શુદ્ધ સ્વરૂપ આનંદનો નાથ, એને પકડીને અનુભવે તો “બંધ થતો નથી. આહાહા..! તો એને ‘(કર્મનો) બંધ થતો નથી...” આહા...હા..! માટે આત્માના જ્ઞાન ને ભાન વિના જેટલા વ્રત ને તપ ને ભક્તિ ને જાત્રા કરે એ બધા સંસાર, બંધનું કારણ છે. એમાં ધર્મનો અંશ નથી અને ધર્મનું કારણે નથી. આકરી વાત છે, બાપુ ! આહા..હા...! જગત આખું સલવાઈ ગયું છે. કૈલાસચંદજી ! તમારા લાડનું માંય કેટલાય ગોટા ઊડ્યા છે. ઓલું ‘સુજાનગઢ' શું છે? ત્યાં તો બહુ વિપરીત છે. “સુજાન” કેવું (નામ કીધું) ? “સુજાનગઢ' ! ત્યાં તેરાપંથી છે. તુલસી” તમારા ગામના છે ને ? “લાડનુ'ના ! આ.હા...! આ વીતરાગનો માર્ગ જુદો, બાપુ ! સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરદેવ કહે છે કે, ભાઈ ! તારા ઉપર અનંત અનંત કાળ વીત્યા નાથ ! તેં અનંત વાર બાહ્ય ત્યાગ કર્યો, વ્રત લીધા, Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૨ ૪૦૯ નિયમ લીધા, બાહ્ય સાધુ થયો પણ અંતરમાં આત્મજ્ઞાન જે જોઈએ, આત્માનો સ્વાદ સમકિતમાં લેવો જોઈએ એ લીધો નહિ. અને તેના ત્યાગથી જ બંધન છે. એના અત્યાગથી બંધન નથી. સ્વરૂપ જે છે તેના અત્યાગથી બંધન નથી, એના ત્યાગથી બંધન છે. આહા..હા...! હીરાલાલજી’ ! આહા...હા...! તેના ત્યાગથી બંધ જ થાય છે.’ ભાષા જુઓ. પ્રભુ ! ચૈતન્યમૂર્તિ પરમાત્મા ! વીતરાગ સ્વરૂપે અંદર બિરાજમાન છે, એને છોડીને જે રાગાદિ કરે, એને નિશ્ચયથી બંધ જ થાય છે. એને અબંધ, કોઈ સંવર, નિર્જરા છે નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ? અંત૨માં સ્વરૂપની દૃષ્ટિનો ત્યાગ નથી તેને બંધ નથી અને સ્વરૂપની દૃષ્ટિનો જેને ત્યાગ છે, એ પછી ભલે વ્રત ને તપ કરીને મરી જાય, સૂકાઈ જાય, તો એને બંધન છે. તાત્પર્ય (એ છે) કે (શુદ્ધનય) ત્યાગવા યોગ્ય નથી અને અત્યાગથી બંધ થતો નથી અને તેના ત્યાગથી બંધ થાય, બે અર્થ લીધા. ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રમાં આદર છે એનો ત્યાગ નથી ત્યાં બંધ નથી અને એનો જ્યાં ત્યાગ થયો, રાગમાં આવ્યો એને બંધન છે. આહા..હા...! આ આખો એક સિદ્ધાંત (કહ્યો). શુદ્ધ સ્વરૂપની રમણતા, શ્રદ્ધાજ્ઞાન ને રમણતા (થાય) તેના ત્યાગથી બંધન છે. તેના અત્યાગથી મુક્તિ છે. આ..હા..હા...! એના ત્યાગથી શુભભાવમાં આવે તો બંધન છે. આહા..હા...! વિશેષ કહેશે.... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૫૬ શ્લોક-૧૨૩, ૧૨૪ સોમવાર, જેઠ વદ ૯, તા. ૧૮-૦૬-૧૯૭૯ (‘સમયસાર’) ૧૨૩ કળશ. ૧૨૨માં આવી ગયું કે, શુદ્ધનય ત્યાગવા યોગ્ય નથી. એટલે શું ? વ્યવહારનય ત્યાગવા યોગ્ય છે. બે વાત થઈ ને એમાં ? આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, એનું પરિણમન ને દૃષ્ટિ (થઈ) એ છોડવા લાયક નથી. અને તેના અત્યાગથી કર્મબંધ થતો નથી, તેના ત્યાગથી બંધ થાય અને તેના અત્યાગથી બંધ થતો નથી. એટલે ? શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, એનો જેને ત્યાગ નથી તેને બંધ થતો નથી. અને જેને વ્યવહારનો ત્યાગ છે એને બંધ થતો નથી. આહા..હા...! અને જેને વ્યવહારનો અત્યાગ છે એને બંધ થાય છે. તાત્પર્ય કહ્યું છે ને ? અહીં એ શ્લોક(માં) તાત્પર્ય છે, રહસ્ય છે. તાત્પર્ય એટલે રહસ્ય. આખા સિદ્ધાંતનું આ રહસ્ય છે. મુમુક્ષુ : સિદ્ધાંતનો સાર શું ? ઉત્તર :- તાત્પર્ય ઈ સાર છે, રહસ્ય છે. આહા..હા...! ગમે એટલા પછી બાર અંગ ભણો, વાંચો. વાત ઈ કે, આ ચૈતન્યવસ્તુ પૂર્ણ શુદ્ધ આનંદ, એની શ્રદ્ધા અને એનું પરિણમન Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ સમયસાર સિદ્ધિ-૬ (થાય) તે છોડવા જેવું નથી. એને છોડીને વ્યવહાર આદરવા જેવો નથી. એને છોડે નહિ તો બંધ થાય નહિ. એને છોડે નહિ તો બંધ થાય નહિ. અને વ્યવહારને (ગ્રહ) તો બંધ થાય. વ્યવહારને છોડે તો અબંધ રહે અને વ્યવહારને આદરે તો બંધ થાય. આહાહા..! એમાં આવી ગયું ને ઈ ? ‘તેના અત્યાગથી (કર્મનો) બંધ થતો નથી...” જેને શુદ્ધ સ્વરૂપની દષ્ટિ થઈ અને શુદ્ધનું પરિણમન થયું, ઈ જેણે છોડ્યું નથી એટલે કે તેના આદરમાં છે એને બંધ થતો નથી. આહાહા...! અને જેણે શુદ્ધનયને છોડી છે અને અશુદ્ધ એવો વ્યવહારનયને જેણે ગ્રહણ કર્યો છે એને બંધ (થશે). અહીં તો ચોખ્ખી વાત છે. તાત્પર્ય છે, હોં ! તાત્પર્ય (લખ્યું) છે ને ? “મ્ વ તાત્પર્ય આ રહસ્ય છે. આહા..હા...! નિશ્ચય અને વ્યવહારનયનું આ રહસ્ય છે. જેણે આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમ આનંદ ને અમૃતનો સાગર, એનો જેણે સ્પર્શ કરીને આદર કર્યો અને અનુભવ્યો અને જેને શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ તે છોડવા જેવું નથી. કેમકે તેનાથી મુક્તિ છે. અને વ્યવહાર છોડવા જેવો છે. કેમકે એને છોડશે મુક્તિ છે. વ્યવહારને ન છોડે બંધન છે. આહાહા...! ઈ તાત્પર્યભૂત) આખી વાત છે). ઈ શ્લોક જ એવો મૂક્યો છે. રૂદ્રમ્ વ તાત્પર્ય રેયઃ શુદ્ધનયો ન દિ' આહાહા.! લાખ વાત થઈ હોય અને અનેક પ્રકારના નયના અને પ્રમાણના પ્રકાર આવે પણ આ ચીજ જે છે, શુદ્ધ સ્વરૂપ (જે) રાગથી ભિન્ન એવું જે શુદ્ધ સ્વરૂપનું પરિણમન એ જ મોક્ષનો માર્ગ છે, એનાથી બંધ નથી પણ એનાથી મુક્તિ છે. અને શુદ્ધનયને છોડી અને રાગને, વ્યવહારનયને આદર કરશે એને મુક્તિ નથી, એને બંધ છે. આહાહા....! મુમુક્ષુ :- વ્યવહારને જાણવાલાયક રાખીએ તો ? ઉત્તર :- જાણવાલાયકનો અર્થ એવો કે, છે એમ જાણ્યું. પણ છે બંધનું કારણ. જાણવાલાયક છે કે નહિ ? પણ જાણવાલાયક એકલો છે ? બંધનું કારણ છે. આહા..હા...! ઈ લો ન રહે તે (शार्दूलविक्रीडित) धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिं त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वङ्कषः कर्मणाम्। तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहत्य निर्यद्धहिः पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः ।।१२३ ।। Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૩ ૪૧૧ ફરી, “શુદ્ધનય છોડવાયોગ્ય નથી એવા અર્થને દઢ કરનારું કાવ્ય કહે છે : શ્લોકાર્ય - Tધીર-વાર-મણિનિ નાવિનિઘને વોઘે ધૃતિ નિવેદનમ્ શુદ્ધય: ધીર (ચળાચળતા રહિત) અને ઉદાર (સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત) જેનો મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો (અર્થાત્ જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો) શુદ્ધનય – વિર્મામ્ સર્વવષ:] કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે તે – કૃિતિમિ:] પવિત્ર ધર્મી (સમ્યગ્દષ્ટિ) પુરુષોએ (નાતા કદી પણ નિ વાળ્ય:] છોડવાયોગ્ય નથી. ત્રિરથા:] શુદ્ધનયમાં સ્થિત તે પુરુષો, વિદિઃ નિયંત્ સ્વ-રવિ-વમ્ વિરાત્ સંઋત્ય બહાર નીકળતા એવા પોતાનાં જ્ઞાનકિરણોના સમૂહને (અર્થાત્ કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને) અલ્ય કાળમાં સમેટીને, પૂિર્ણ જ્ઞાન-ઘન-ગોધમ્ છમ્ અવતં શાન્ત મહ.] પૂર્ણ, જ્ઞાનઘનના પંજરૂપ, એક, અચળ, શાંત તેજને-તેજ:પુંજને- પિશ્યન્તિા દેખે છે અર્થાત્ અનુભવે છે. ભાવાર્થ – શુદ્ધનય, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા પરનિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરી, આત્માને શુદ્ધ, નિત્ય, અભેદરૂપ, એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયસ્વરૂપ ચૈતન્યમાત્ર શુદ્ધ આત્મામાં એકાગ્ર-સ્થિરથતી જાય છે. એ પ્રમાણે શુદ્ધનયનો આશ્રય કરનારા જીવો અલ્પ કાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને સંકેલીને, શુદ્ધનયમાં આત્માની શુદ્ધતાના અનુભવમાં) નિર્વિકલ્પપણે ઠરતાં સર્વ કર્મોથી ભિન્ન કેવળ જ્ઞાનસ્વરૂપ, અમૂર્તિક પુરુષાકાર, વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ પોતાના આત્માને દેખે છે અને શુક્લધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે. શુદ્ધનયનું આવું માહાભ્ય છે. માટે શુદ્ધનયના આલંબન વડે જ્યાં સુધી કેવળજ્ઞાન ઊપજે નહિ ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ જીવોએ શુદ્ધનય છોડવાયોગ્ય નથી એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૧૨૩. શ્લોક ૧૨૩ ઉપર પ્રવચન ૧૨૩ (કળશ). (શાર્દૂનવિક્રીડિત) धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिं त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वङ्कषः कर्मणाम्। तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहत्य निर्यद्धहिः पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः ।।१२३ ।। Page #430 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ આ...હા..હા....! [ધીર-સવાર મહિમ્નિ અનાવિનિધને વોધે ધૃતિ નિવઘ્નન્ શુદ્ધનયઃ] કેવું છે સ્વરૂપ ? ધીર (ચળાચળતા રહિત)...' છે. ભગવાન અંદરમાં શુદ્ધ જે ધ્રુવ, શુદ્ધ તે ચળચળતા રહિત છે. ઉદાર...’ છે. ‘(સર્વ પદાર્થોમાં વિસ્તારયુક્ત)...' એટલે કે બધા પદાર્થને જાણે એવું એ ઉદાર છે. પોતે એક પદાર્થમાં આવું જ્ઞાન થયા છતાં એ જ્ઞાન બધા પદાર્થને જાણે એવું ઉદાર છે. આહા..હા...! જેનો મહિમા...’ આ..હા..હા...! ઉદાર છે. જેનો મહિમા ઉદાર છે. જેના જ્ઞાનની પર્યાય શુદ્ધ ચૈતન્યવસ્તુને અવલંબને પ્રગટી તે લોકાલોકને જાણવાની તાકાત રાખે છે, એવી એની મહિમા છે. જેના મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં...' અનાદિનિધન · અનાદિ એટલે આદિ નહિ, અનિધન એટલે અંત નહિ. જેની શરૂઆત નહિ અને જેનો છેડો નહિ, એવો અનાદિઅનંત આત્મા છે). આહા..હા...! એવા અનાદિઅનંત જ્ઞાનમાં એટલે કે આત્મામાં ‘સ્થિરતા બાંધતો...’ આહા..હા...! ખીલે જેમ બાંધે છે ને ? એમ આ ધ્રુવમાં આત્માની પર્યાયને બાંધતો. આહા...હા...! અનાદિઅનંત જે આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ, એમાં સ્થિરતા કરતો. આ..હા...! ‘(અર્થાત્ જ્ઞાનમાં પરિણતિને સ્થિર રાખતો)...' સ્થિર કરતો. શુદ્ધ સ્વરૂપ, તેમાં તેની સ્થિરતાને સ્થિર રાખતો. ૪૧૨ ‘શુદ્ધનય – કે જે કર્મોને મૂળથી નાશ કરનારો છે...’ આહા..હા...! ‘આસવ અધિકાર’ છે ને ! કર્મોને મૂળથી નાશ કરનારો... આહા..હા...! એ જેણે ચૈતન્ય શુદ્ધની દૃષ્ટિ કરી અને અનુભવ કર્યો, એ શુદ્ઘનય કર્મોને મૂળમાંથી ઉખેડી નાખે છે. મૂળ વસ્તુને જ્યાં પકડી, ચૈતન્યઘન અનાદિઅનંત મૂળ (વસ્તુને) જ્યાં પકડી ત્યાં કર્મનો મૂળમાંથી નાશ થઈ જાય છે. આ મૂળને પકડ્યું તો આનું મૂળ નાશ થાય છે. આહા..હા...! 9 કર્મોને મૂળથી નાશ કરનારો છે તે...’ [કૃતિમિઃ] પવિત્ર ધર્મી...' આહા..હા...! ધર્મીને ‘પવિત્ર ધર્મી’ એવી ઉપમા આપી. [તિમિઃ] [તિમિઃ] છે ને ? [કૃતિમિઃ] [કૃતિમિઃ] એટલે સમકિતી. [કૃત્તિમિઃ] એટલે સમકિતી. જેણે કાર્ય કર્યું છે. આહા..હા..! જે આ ચૈતન્ય શુદ્ધ દળ, એને દૃષ્ટિમાં લીધો છે એણે કાર્ય કર્યું છે. એ કાર્ય કરનારો (છે માટે) એને અહીં સમિકતી કહે છે. આહા..હા...! પવિત્ર ધર્મી (સમ્યગ્દષ્ટિ) પુરુષોએ...' એટલે આત્માએ. સમ્યક્દષ્ટ આત્માએ ‘કદી પણ...’ [ન ત્યાખ્યઃ] આ..હા...! છોડવાયોગ્ય નથી.’ કોઈ ક્ષણે પણ શુદ્ધનય – સ્વનો આશ્રય છે એ શુદ્ધ પરિણિત છોડવા જેવી નથી. આહા..હા..! આકરું કામ ઘણું. એક આદરણીય છે ત્યારે એક હેય છે. છે ને ? ફ્રિ આવે છે ને ? આ.હા...! [તંત્રસ્થા:] ‘શુદ્ધનયમાં સ્થિત તે પુરુષો...' જ્ઞાનસ્વરૂપી ભગવાન, એમાં જે આત્માઓ સ્થિત છે. આહા..હા....! વિત્તિ: નિયંત્ સ્વ-મરીવિશ્વમ્ અવિરાત્ સંજ્ઞા આહા..હા...! એ જીવોએ બહાર નીકળતા એવા પોતાનાં શાકિરણો...' જ્ઞાનની કિણો બહા૨માં જાતી, રાગમાં કે એમાં જોડાતી એને Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૩ ૪૧૩ સમેટી લે. આહા..હા..! જ્ઞાનની કિરણો (એટલે કે, પર્યાય જે બહાર દયા, દાન, વ્રતાદિમાં જતી હોય. આહાહા....! તેને પણ સમેટી લ્ય. આહા..હા...! સંકેલી લ્ય. છે ? “જ્ઞાનકિરણોના સમૂહને.” બહાર નીકળતા એવા પોતાનાં....” (જ્ઞાનકિરણો). પોતાની જે જ્ઞાનની પર્યાય – ઉપયોગ બહાર જતી હોય તેને ‘(અર્થાત્ કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને..” એટલે મૂળ તો વિકાર. જ્ઞાન અંદરમાંથી છૂટીને) બહાર જાય ત્યાં વિકાર (ઉત્પન્ન થાય છે). (એ વ્યક્તિઓને) “અલ્પ કાળમાં સમેટીને,... આહા..હા...! રાગમાં જતું જ્ઞાન, એને અલ્પ કાળમાં સમેટીને. પછી કરશું, પછી કરશું, પછી કરશું, એમ નહિ એમ કહે છે. આહા...હા.... જે જ્ઞાનસ્વરૂપ ભગવાન ! શુભાશુભ રાગમાં એ જ્ઞાનનું કિરણ જતું તેને “અલ્ય કાળમાં સમેટીને...” આહાહા.! કેમકે જે પરમાં જતું (એ) તો બંધનું કારણ છે. એથી એને અલ્પ કાળમાં સમેટી આત્મામાં સમાવે. આહાહા...! ‘અલ્ય કાળમાં...” (સમેટીને) પૂર્ણ, જ્ઞાનઘન...” પૂિર્ણ જ્ઞાન-ઘન-ગોધમ્ મ્ વિનં શાન્ત મહં] પૂર્ણ, જ્ઞાનઘનના પુંજરૂપ” પ્રભુ એકલો મુંજ – જ્ઞાનનો ઢગલો ! સમજણનો પિંડ ! જ્ઞાનનો રસકંદ ! ધ્રુવ ! આ...હા.હા...! એવો જે જ્ઞાનનો પુંજ. જ્ઞાનઘનના પુંજમાં. જ્ઞાનઘનરૂપી પુંજમાં, પુંજરૂપ, એક... આહાહા.! એ એક સ્વરૂપ છે તેમાં સ્થિર થાય. અનેકપણા તરફ વળતું હોય એને છોડી દયે. રાગાદિભાવતને છોડી દયે). એક તો એ કીધું, પૂર્ણ, જ્ઞાનઘનના પુંજરૂપ..” બે ‘એક,...” વસ્તુ એકરૂપ છે. ચૈતન્ય.. ચૈતન્ય. ચૈતન્ય... ચૈતન્ય.... ચૈતન્ય. ચૈતન્ય... ચૈતન્ય.... અનાદિનિધન એકરૂપ વસ્તુ છે. એમાં સમેટી લ્ય. ઊલટી પ્રવૃત્તિ જતી હોય તો એમાંથી) ખસીને આમ લાવી દયે. “અચળ,” છે. એવો ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ અચળ છે. આ..હા..! “શાંત તેજને...” શાંત તેજ ! શાંતિ – ઉપશમરસથી ભરેલો ! આ.હા...હા...! શાંતપુંજ – શાંત તેજનો પંજ ! (એ) તેજ:પુંજને દેખે છે.” પર તરફની વૃત્તિ ખેંચીને આત્મા ઉપર આવે છે ત્યારે પોતાના આવા પૂર્ણને, પૂર્ણ જ્ઞાનઘન પુંજરૂપને, એકને, અચળને, શાંત તેજને, શાંત તેજના પુંજને “અનુભવે છે.” દેખે છે એટલે અનુભવે છે. એનું નામ આત્માનું જ્ઞાન અને આત્માનો અનુભવ, એનું નામ મોક્ષનો માર્ગ. આહાહા..! ન ત્યાન્વ:” આમાં ક્યાંક આવ્યું હતું. પહેલામાં આવ્યું હતું ને ? આમાંય આવ્યું ન ત્યાન્વ:' (એટલે કે શુદ્ધનયનો) ત્યાગ ન કરવો, એમ. રાગનો ત્યાગ કરવો. પરવસ્તુના ત્યાગ-ગ્રહણની અહીં વાત નથી. પરવસ્તુનો ત્યાગ-ગ્રહણ આત્મામાં છે જ નહિ. આહાહા....! રાગ જે છે તે ત્યાજ્ય (છે) અને સ્વભાવ જે છે તે અત્યાજ્ય (છે). સ્વભાવનો આદર, સત્કારનું પરિણમન (અને) રાગનો અભાવ. આહાહા.! આવું સમજવું પહેલું કઠણ પડે માણસને (એટલે લોકો ક્રિયાકાંડમાં તણાય ગયા, એમાં ધર્મ મનાઈ ગયો. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ સમયસાર સિદ્ધિ-૬ ભાવાર્થ - “શુદ્ધનય, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી...” શું કહે છે ? કે, જ્ઞાન છે તે મતિ ને શ્રુત ને અવધિના જે ભેદ છે એ ઉપરનું લક્ષ છોડી દયે. સમ્યક્દૃષ્ટિ જીવ (એને) આત્માના સ્વભાવનો ધર્મનો અનુભવ કરવો હોય ત્યારે જ્ઞાનના ભેદો જે છે એને છોડી દયે, ગૌણ કરે. આહાહા....! લ્યો ઠીક ! ગૌણ કરે પરનિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરી,...” બે (વાત) થઈ. એક તો જ્ઞાનના ભેદ પડે છે એને ગૌણ કરી નાખે, અભેદ ઉપર દૃષ્ટિ કરે અને પરનિમિત્તથી થતાં રાગાદિ, એને ગૌણ કરીને સ્વભાવ તરફ દૃષ્ટિ કરે. આહા..હા...! આવો માર્ગ છે. “પરનિમિત્તથી થતા સમસ્ત ભાવો...” પહેલામાં એમ હતું, જ્ઞાનના સમસ્ત વિશેષો, જ્ઞાનના સમસ્ત વિશેષો તેને ગૌણ કરીને. અહીં એમ કહ્યું કે, પરનિમિત્તથી થતા વિકલ્પો – એ સમસ્ત વિકલ્પોને છોડી દઈને. આત્માને શુદ્ધ....” જ્ઞાનના ભેદોનું લક્ષ છોડી દઈ (એટલે કે, ગૌણ કરીને ભલે અભાવ નહિ. અને પરનિમિત્તથી થતા રાગાદિ વિકલ્પ, એને ગૌણ કરીને. હવે શું કરવું ? કે, “શુદ્ધ, નિત્ય, અભેદરૂપ” ભગવાન પવિત્ર છે. આહાહા....! એકલો પવિત્રતાની ખાણ છે ! આહા..હા...! વૃિતિમિલ] નહોતું આવ્યું) ? સમ્યક્રદૃષ્ટિ પવિત્ર ધર્મી એમ કહ્યું છે ને ! કૃતિfમ.] ઓલામાં આવ્યું છે. એટલે પવિત્ર ધર્મી. આહાહા...! પોતાના જે પવિત્ર ગુણો છે તેનો જે અર્થ થયો. અભેદથી, અભેદ, હોં ! ગુણભેદ પણ નહિ. એને “અભેદરૂપ.” (કહે છે). એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે...... આહા...હા...! સમ્યકુદૃષ્ટિ આવા આત્માને ગ્રહણ કરે છે. ભેદના પ્રકારને ગૌણ કરી, પરનિમિત્તથી થતા વિકલ્પોને પણ છોડી. આહાહા.! ગૌણ કેમ કહ્યું? કે, ભલે ટળી ન જાય પણ તેનો આશ્રય છોડી તેનું લક્ષ છોડી દઈને, એમ. રહે, રાગાદિ રહે. પર્યાયના ભેદાદિ રહે પણ ગૌણ કરી, એના ઉપરનું લક્ષ છોડી દઈ. રાગાદિ રહે, પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી (રહે, પણ તેનું લક્ષ છોડીને એમ કહેવું છે). આહા..હા...! આ ધર્મ કરનારને આ કરવું પડશે એમ કહે છે. ત્યારે ધર્મ થશે. આહા...હા....! “ગ્રહણ કરે છે અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયસ્વરૂપ” પરિણતિ એટલે વર્તમાન દશા “શુદ્ધનયના વિષયસ્વરૂપ ચૈતન્યમાત્ર...” શુદ્ધનયનો વિષય તો ચૈતન્યમાત્ર એક ધ્રુવ, અખંડ, અભેદ, એક (છે). આહાહા...! એવો જે વિષય ચૈતન્યમાત્ર શુદ્ધ આત્મામાં એકાગ્રસ્થિર–થતી જાય છે. પરિણતિ (સ્થિર થતી જાય છે. આ રીતે આત્મા શુદ્ધમાં પરિણતિની) એકાગ્રતા થતી જાય છે. લ્યો, આ એકાગ્રતાનું આવ્યું! દેવીલાલજી’ ! વિકલ્પથી એકાગ્રતાનો અભ્યાસ કરવો એ નહિ. આહા..હા.! એ વસ્તુ છે ભગવાન આનંદકંદ, શુદ્ધ, અભેદ, એકરૂપ, તેમાં એકાગ્ર થતો જાય છે. તેમાં પરિણતિ સ્થિર થતી જાય છે). એ પ્રમાણે શુદ્ધનયનો આશ્રય કરનારા જીવો...” આ પ્રમાણે ભગવાન પૂર્ણ અભેદ Page #433 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૩ ૪૧૫ ચૈતન્યનો આશ્રય કરનારા જીવો ‘અલ્ય કાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓ...” બહાર નીકળતી જ્ઞાનની (વ્યક્તિઓ) એટલે ભેદો. અને સર્વ કર્મોથી ભિન્ન કેવળ જ્ઞાનસ્વરૂપ, અમૂર્તિક પુરુષાકાર... આહા...! પુરુષના આકારે આકાર છે. સ્ત્રીના શરીરમાં રહેલો આત્મા પણ, છે તો એ પોતે પોતાના પૂર્ણ સ્વરૂપરૂપ જ છે. એનો એ પણ પુરુષાકાર કહેવામાં આવે છે, અને પુરુષાકાર કહેવામાં આવે છે. આહા..હા.! “વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ..” આ..હા.હા..! વીતરાગ જ્ઞાનસ્વરૂપ પોતાના આત્માને દેખે છે....... આહા..હા...! કેટલી અર્થકારે સ્પષ્ટતા કરી છે ! પેલા કહે, નહિ. આચાર્યનું કથન લાવો. પણ આચાર્યના કથનમાં ગંભીરતા ઘણી છે અને પંડિતો થયા એવા કે એનું સ્પષ્ટીકરણ બહુ સારું કર્યું. બનારસીદાસ', “ટોડરમલ” આ..હા...! ચર્ચામાં એમ થયું ને ત્યાં ? કેવું કહેવાય ગામ ? ખાણીયા. ખાણીયા !” “ખાણીયામાં ચર્ચા થઈ તો એ લોકો કહે, પંડિતોના શબ્દો નહિ, આચાર્યોના (કથનો) ચર્ચામાં લાવો. “ફૂલચંદજી કહે, આચાર્યો, મુનિ અને પંડિતો બધાના જોશે. સંસ્કૃત, પ્રાકૃત, દેશભાષા પંડિતોએ કરી એ બધું જોશે. બનારસીદાસમાં પણ ત્રણ ભાષા આવે છે. આહા..હા.! કારણ કે, પંડિતોએ સ્પષ્ટ કરી નાખ્યું છે. એટલે એને ઈ ખટકે. શાસ્ત્રોમાં ગંભીર વાત ગંભીર છે. ગંભીરને સ્પષ્ટ રીતે) સાધારણ માણસને સમજાય એ રીતે (અર્થકારે અર્થ) કર્યા. ‘ટોડરમલ', બનારસીદાસ', “ભાગચંદજી’, ‘જયચંદજી', “હેમરાજજી' પણ. આહા..હા...! એવા “જીવો અલ્પ કાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ...' વ્યક્તિઓ એટલે ભેદો, એને “સંકેલીને એકરૂપ જ્ઞાનરૂપ થઈ જાય. આહા..હા...ભેદને પણ છોડી દઈ. રાગને તો છોડ, પણ ભેદને છોડ. કેમકે ભેદ ઉપર લક્ષ જશે તો રાગ થશે. આહા...હા..! નિમિત્ત ઉપર લક્ષ જશે તો રાગ થશે અને કર્મના નિમિત્તે થતા રાગ થાય પણ ભેદ ઉપર લક્ષ જશે તોપણ) રાગ થશે. આહા..હા! એટલે નિમિત્તને છોડી, ભેદને છોડી, કર્મના નિમિત્તથી થતા વિકારને પણ છોડી... આ...હા...હા...! નિર્વિકારી ભગવાન અંદર એકરૂપે બિરાજે છે એનો અનુભવ કરવો. આહા..હા..! અહીંયાંથી ધર્મની શરૂઆત અહીંથી છે. બાકી બધી વાતું (છે). મૂળ વાત ઉપરથી ગઈ, પડી રહી. આ..હા..હા...! વસ્તુ છે આખી, પૂર્ણ સ્વરૂપ (છે), અખંડ છે, અભેદ છે. એને ભેદનું લક્ષ છોડી, રાગનું લક્ષ છોડી. આહાહા...! અખંડ જ્ઞાયક ચૈતન્યસ્વરૂપ ભૂતાર્થ જે છે તેના ઉપર દૃષ્ટિ લગાવ, તેનો અનુભવ કર. આવું છે. શુદ્ધનયમાં આત્માની શુદ્ધતાના અનુભવમાં) નિર્વિકલ્પપણે ઠરતાં.” જોયું? આહાહા... અહીં તો વાત જ (આ છે). વિકલ્પથી નિર્ણય કરે એ નહિ. અંદર નિર્વિકલ્પપણે ઠરતાં, ભેદ ઉપર લક્ષ નહિ તો વિકલ્પાનો) તો ક્યાં પ્રશ્ન છે)? આહા..હા...! જ્ઞાનના ભેદો, દર્શનના ભેદો, એવા ભેદ પર્યાયમાં છે એનું પણ લક્ષ છોડીને. રાગના વિકલ્પની તો વાત શી કરવી? Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ સમયસાર સિદ્ધિ-૬ આહાહા..! એવો નિર્વિકલ્પ આત્મા. આ.હા..હા..! “નિર્વિકલ્પપણે ઠરતાં...” આ..હા...! સ્વરૂપમાં ભેદ અને રાગનું લક્ષ છોડીને ઠરતાં. સર્વ કર્મોથી ભિન્ન કેવળ જ્ઞાનસ્વરૂપ એકલો જ્ઞાનસ્વરૂપ “અમૂર્તિક પુરુષાકાર.... આ.હાહા...! “વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ.” એ તો વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ પ્રભુ છે. આહા..હા...! આકરું લાગે. અહીં જાવું. એક તો બહારના ધંધા-ફંદા છોડી પછી કર્મના નિમિત્તથી થતાં રાગને છોડી, પછી જ્ઞાનાદિના મતિ-શ્રુત (આદિ ભેદ પડે એને છોડી. આ..હા...! નિર્વિકલ્પ વસ્તુમાં ઠર. ત્યારે તેને મોક્ષનો માર્ગ પ્રગટ) થાય. આહા! ઈ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રનો અંશ સાથે આવે. આહા..હા..! બહુ સરસ લખ્યું છે. આસવનો અધિકાર (બહુ સરસ છે). આહા..હા...! આ તો પંડિતે બહુ સારું (સ્પષ્ટીકરણ) કર્યું છે). વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ પોતાના આત્માને દેખે છે અને....” એ ધર્મધ્યાન (થયું. “અને શુક્લધ્યાનમાં પ્રવૃત્તિ કરીને આગળ જતાં અંદર શુક્લધ્યાનમાં આવે). આ પહેલું ધર્મધ્યાન (થયું). નિશ્ચય ધર્મધ્યાન, હોં ! પછી નિશ્ચય શુક્લધ્યાન. ત્યાં શુક્લધ્યાનનો તો એક જ પ્રકાર જ હોય છે. ધર્મધ્યાનના બે પ્રકાર હોય છે – વ્યવહાર અને નિશ્ચય. એ નિશ્ચય ધર્મધ્યાનમાં આવી, આગળ વધી અને અને શુક્લધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે. આહાહા...! એની તાકાત અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટવાની છે ! આ..હા..હા..! એનામાં પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ ને પૂર્ણ વીર્ય ભર્યું છે. આહા..હા..! એનો જેણે આશ્રય લીધો અને ભેદાદિનો આશ્રય છોડ્યો તો પહેલો તો શુદ્ધ નિર્વિકલ્પ સ્વરૂપમાં ઠરે છે અને આગળ વધતાં શુક્લધ્યાનમાં આવે છે). શુક્લ એટલે ઉજળું ધ્યાન. ઉજળા ધ્યાનમાં જતાં કેવળજ્ઞાન થાય છે. લ્યો, અહીં તો પહેલેથી ઠેઠ સુધી વાત કરી. આમ છે. આમાં વ્યવહાર કરવો ને વ્યવહારથી થાય ને એ કાંઈ ન આવ્યું. ગુલાબચંદજી” ! આહા..હા...! આ પંડિત લખે છે, હોં આ ! આ “જયચંદ પંડિત છે ને આ ! “પ્રવચનસારના હેમરાજ' પંડિત છે). આ “સમયસાર નો ભાવાર્થ) “જયચંદજી” પંડિત (લખે છે). “અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે.' આ.હા...હાહા...! એ શુદ્ધનયનું આવું માહાભ્ય છે. એટલે કે આત્મા શુદ્ધ પૂર્ણ છે એના પરિણમનનું આ માહાસ્ય છે. વ્યવહારનું માહાસ્ય નથી કે વ્યવહાર એને આગળ લઈ જાય. આહા...હા...! વ્યવહાર તો લક્ષમાંથી છોડી દીધો છે. આહા...હા...! ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ પૂર્ણ આનંદ, નિત્યાનંદ પ્રભુ, એકરૂપ, અભેદ છે તેમાં ઠરતાં.. આ..હા..હા.! બાહ્યથી દૃષ્ટિને સંકેલીને, નિમિત્તથી, રાગથી અને ભેદથી (સંકેલીને). આહાહા...! નિમિત્તથી સંકેલીને પૂર્ણ શુદ્ધ ઉપર આવવું, રાગને સંકેલીને વીતરાગ સ્વભાવ તરફ આવવું, ભેદને છોડીને અભેદમાં આવવું. આહાહા..! છે તો એક સમય, હોં ! એકસાથે થાય છે). સમજાવવા માટે (ક્રમ પડે છે). બાકી આમ ચૈતન્યજ્યોત પરમાત્મા, એમાં ઠરતાં, ભેદ છૂટી જાય છે, રાગ છૂટી જાય છે અને) નિમિત્ત તો એમાં છે જ નહિ. Page #435 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૩ ૪૧૭ આહાહા....! એને અહીંયાં આસ્રવ રહિત મોક્ષમાર્ગ કહે છે. આ ‘આસ્રવ અધિકાર છે ને ! આહાહા...! મુમુક્ષુ :- આસવનો અભાવ થાય. ઉત્તર :- આસવનો અભાવ એ ધર્મ છે, એમ બતાવવું છે. તેથી તાત્પર્ય કહે છે ને ? શુદ્ધનયનું તાત્પર્ય – રહસ્ય આ છે. શુદ્ધના ત્યાગવા યોગ્ય નથી અને તેના અત્યાગે જ મુક્તિ છે. રાગના ત્યાગે મુક્તિ છે અને શુદ્ધનયના અત્યાગે મુક્તિ છે. આહા..હા...! એના માટે આ પછી વિસ્તાર કર્યો. બે ગાથાઓ (બનાવી). અરે..! પાંચમા આરાના (શ્રોતા) માટે ? એને માટે વસ્તુની સ્થિતિ આ છે. આહા..હા..! જ્યારે પણ કેવળજ્ઞાન પ્રગટ કરશે ત્યારે આ વિધિએ જ થશે. જેટલા કેવળજ્ઞાન પામ્યા છે (એ) મે વિજ્ઞાનતઃ સિદ્ધાઃ સિદ્ધા યે નિ વેવના' અત્યાર સુધી જે મુક્તિને પામ્યા એ બધા ભેદજ્ઞાન (એટલે કે) પરથી પોતાને) ભિન્ન કર્યો છે. આહાહા.! “રવામાવતો વલ્કા (અર્થાત) ભેદજ્ઞાનના અભાવે બંધાયેલા છે. કર્મના જોરને લઈને બંધાયેલા છે એમ નથી કહ્યું. આ..હા...! “સમયસારમાં એ બીજી અપેક્ષા છે. “ વામાવતો વલ્લા આ.હા...હા...! રાગ અને ભેદથી ભેદ પાડી અને ભેદજ્ઞાન કરે એની મુક્તિ થાય છે. એ ભેદજ્ઞાનના અભાવે (બંધાય છે). આહા..હા...! રાગ અને ભેદના લક્ષે, નિમિત્તના લક્ષે સંસાર થાય છે, એને લઈને રખડવું થાય છે. આહા...હા...! મુમુક્ષુ :- સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે પણ નિર્વિકલ્પ એકાગ્રતાનો અભ્યાસ કરવો ? ઉત્તર :- એ થાય, ઈ નિર્વિકલ્પ થઈ જાય. અંતર નિર્વિકલ્પ થાઉં, થાઉં એમેય નથી. એ થાય એની વાત છે. પરથી સંકેલીને અંદર ગયો એટલે નિર્વિકલ્પ થઈ ગયો. આહા..હા..! ઝીણી વાત છે. એ જ કીધું નેભેદનું લક્ષ અને નિમિત્તથી થતા રાગનું લક્ષ છોડી, અભેદના અનુભવમાં આવે એ નિર્વિકલ્પમાં આવ્યો. એ જ કીધું. આહા..હા...! મુમુક્ષુ :- શુદ્ધ ઉપયોગમાં આવવું. ઉત્તર :– શુદ્ધ ઉપયોગ અંદરમાં જાય. એ ઉપયોગ શુદ્ધ ત્યાં જ અંદરમાં જાય. આહા..હા..! શુભ-અશુભ ઉપયોગ બહારના લક્ષે થાય અને શુદ્ધ (ઉપયોગ) છે તે અંતરના લક્ષે થાય. આહા..હા..! મુમુક્ષ :- જે જાતનો પુરુષાર્થ ચારિત્રમાં તે જ જાતનો પુરુષાર્થ સમ્યગ્દર્શનમાં ? ઉત્તર :તે જ જાતનો પુરુષાર્થ ચારિત્ર માટે (છે). સ્વના આશ્રય માટે જે પુરુષાર્થ, સમકિત માટે છે એ જ વિશેષ આશ્રય આત્માનો કરવો એ ચારિત્ર છે અને વિશેષ આશ્રય કરવો એ શુક્લધ્યાન છે). આશ્રય પૂર્ણ થઈ ગયો એ કેવળજ્ઞાન. વાત તો એનો – ત્રિકાળનો આશ્રય કરવો એ છે. આહાહા...! આવી વાતું છે. લોકો પછી વિરોધ કરે ને ! એકાંત (છે). લોકો બહારની) પ્રવૃત્તિમાં પડ્યા હોય. ધંધામાંથી નવરા ન થાય, નવરા થાય તો Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ સમયસાર સિદ્ધિ-૬ પછી પ્રવૃત્તિમાં જોડી દે. પૂજા કરો ને ભક્તિ કરો.. આહા...હા.! શ્રાવકના છ પ્રકારના કર્તવ્ય છે ને ? દેવપૂજા (આદિ, એમાં જોડી દે. મુમુક્ષુ :- શ્રાવક તો થા પછી ખ્યાલ આવે. ઉત્તર :– શ્રાવક થયા વિના એ વિકલ્પ ને પૂજા આદિ છે ક્યાં ? આહા...! દેવપૂજા ને એ આવે છે ને ? ગુરુભક્તિ, દાન.. આહાહા...! સંયમ એ ક્યારે ? બાપુ ! એ તો હજી સ્વરૂપના આશ્રયે દૃષ્ટિ થઈ, સ્વરૂપારૂઢ થઈ અને ભેદથી પણ જુદો પડ્યો અને પછી સ્વરૂપમાં ઠરી શકતો નથી ત્યારે એને આવા છ વિકલ્પ આવે. દેવપૂજા, શ્રાવકના છ કર્તવ્ય તરીકે વિકલ્પ આવે. એને વ્યવહારે કર્તવ્ય કહેવાય. આહાહા..! અહીં તો આવા મોટા મકાન બનાવવા. મોટી મૂર્તિઓ બનાવવી). ના પાડવી કે એનાથી ધર્મ થાય નહિ. આહાહા.! કેટલું માણસ ! હો..હા. થઈ જાય. છવીસ હજાર માણસ ! ગામમાં એમ થઈ ગયું ઓ.હો.હો...! છવીસ હજાર ! આટલા માણસ ! હાથી, માણસ લોકો બહારના ભભકા દેખે. અરે... ભાઈ ! બહારથી તો દૃષ્ટિ ઉઠાવ, એમાં બહારમાં કાંઈ નથી પણ રાગ થાય ત્યાંથી દષ્ટિ ઉઠાવ અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ(જ્ઞાન) ભેદ પડે, એવા ભેદ ઉપરથી દૃષ્ટિ ઉઠાવ. આહા...હા....! કરવાનું તો આ છે. બહારના ગમે એવા ઠાઠમાઠ હોય એમાં શું) ? મુમુક્ષુ :- પુરુષાર્થ તો નિર્વિકલ્પતાનો જ કરવો. ન થાય તો ફરીવાર કરવો. ઉત્તર :- એનો જ કરવો. મુમુક્ષુ - ન થાય તો ફરી કરવો, ન થાય તો ફરીવાર કરવો. ઉત્તર :- ઈ એક જ પુરુષાર્થ) કરવો. પૂર્ણ નિર્વિકલ્પ કરવા માટે પણ વારંવાર ત્યાં જ જવું. પહેલી નિર્વિકલ્પતા શરૂ થાય પછી પણ અંદર વલણ થાય, રહ્યા કરે, એ વલણ કરતાં કરતાં કરતાં કેવળજ્ઞાન થઈ જશે. વચ્ચે કોઈ ક્રિયા કરે ને આમ કરે તો થાય (એમ નથી). આહા..હા..! વચ્ચે આવે, પૂર્ણ વીતરાગ ન થાય તો વચ્ચે ઘણો કાળ હોય તો રાગાદિ રહે પણ તે બંધનું કારણ છે. એ કંઈ મોક્ષનું – મુક્તિનું કારણ નથી. આહા..હા...! નિર્વિકલ્પતામાં તો શાસ્ત્રનું જ્ઞાનેય કામ ન કરે. આહા...હા...! એ પણ પરલક્ષથી ભેદ પડ્યો. આહા.હા...! એવા જ્ઞાનમાં પોતાને જ્ઞાન માની અને દુનિયાને સમજાવે, કરે એટલે જાણે આનાથી ધર્મ થાય એ પણ ભૂલમાં પડ્યા છે. આહા...હા...! (અહીંયાં કહે છે, “શુદ્ધનયનું આવું માહાસ્ય છે. માટે શુદ્ધનયના આલંબન વડે...” આહા..હા...! “જ્યાં સુધી કેવળજ્ઞાન ઉપજે નહિ ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ જીવોએ...” ધર્મી જીવોએ. શુદ્ધનય છોડવાયોગ્ય નથી. આહાહા...! અંતરમાં ભંડાર ભર્યો છે, પૂર્ણાનંદ ભર્યો છે), એના ઉપરથી લક્ષ છોડવા જેવું નથી. એનો આશ્રય છોડવા જેવો નથી. જ્યાં સુધી કેવળજ્ઞાન (ન) થાય ત્યાં સુધી એનો આશ્રય કરવાયોગ્ય છે, પ્રભુનો આશ્રય કરવા જેવો છે. પર્યાયનો ને રાગનો આશ્રય કરવા જેવો નથી. આહા..હા...! Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૩ ૪૧૯ એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. લ્યો ! “મ્ વ તાત્પર્ય આવ્યું હતું ને ? એટલે કહે છે. “અમૃતચંદ્રાચાર્યદેવ' (કહે છે), આનું તાત્પર્ય આ છે. પરથી હઠીને સ્વનો – ચૈતન્યનો આદર કરવો). એ શુદ્ધનયનો ત્યાગ નહિ. ત્યાગ કરવો તો) વ્યવહારનયનો ત્યાગ કરવો). શુદ્ધનયનો કોઈ દિ' ત્યાગ નહિ. શુદ્ધનયના ત્યાગે સંસાર છે, શુદ્ધનયના અત્યાગે મોક્ષ છે. આહાહા.! એનો આ વિસ્તાર કર્યો છે. મૂળ તો ઈ (શ્લોક) ૧૨૨ (છે) એ જ ઊંચો છે. “મેવાત્ર તાત્પર્ય દેય: શુદ્ધનયો ન દિ' જોયું? “રેય: શુદ્ધયો ન રિા નાસ્તિ વરતરત્યાIITન્યાદ્ધિધ' બહુ ટૂંકું (કર્યું. શુદ્ધ સ્વભાવનો આદર, એનું પરિણમન એના અત્યાગે મોક્ષ છે. અત્યારે મોક્ષ છે અને એના ત્યાગે બંધ છે. બહુ ટૂંકું ! માલ (ઘણો) છે. ત્રિકાળ દ્રવ્યના આશ્રયે, તેના અત્યાગથી મુક્તિ છે. વ્યવહારના ત્યાગથી મુક્તિ છે. વ્યવહારના અત્યાગથી બંધન છે. આહાહા..! અને શુદ્ધનયના અત્યાગથી મુક્તિ છે. આહા...હા....! બહુ ટૂંકું ! અત્યારે તો આકરું પડે. સાંભળવા મળે નહિ. આ કરો ને છેવટે (એમ કહે), ગુરુની ભક્તિ કરો ! દેવ-ગુરુની ભક્તિ કરો, બસ ! ધુન લગાવો ! ઈ તો રાગ છે. આહાહા..! એ કંઈ સમ્યગ્દર્શનનું કારણ નથી. મુમુક્ષુ :- ગુરુની આજ્ઞા કરી (માની). ઉત્તર :– આજ્ઞા એણે એની કરી જ નથી કે, મારી ભક્તિથી તારું કલ્યાણ થશે એમ કહ્યું નથી. તારી ભક્તિથી તારું કલ્યાણ થશે. એ બધી તો વ્યવહારભક્તિ – રાગ છે. એ તો આવે છે ને ! સિદ્ધભક્તિ ! ઈ નિશ્ચય (ભક્તિ) આવે છે. સિદ્ધભક્તિ, છે નામ સિદ્ધભક્તિ. પણ એ પોતાની સિદ્ધ ભક્તિ છે. આહા..હા.! બીજે ઠેકાણે સિદ્ધભક્તિ આવે છે એ વ્યવહારે (છે). પહેલી નિશ્ચયભક્તિ કહી. “ભક્તિ અધિકાર નિયમસાર ! પહેલી નિશ્ચયભક્તિ કહી, પછી વ્યવહાર સિદ્ધની ભક્તિ વ્યવહારથી (કહી). પછી વ્યવહાર લીધી અને આમાં તો ઈ સિદ્ધની ભક્તિ એટલે કે તારી ભક્તિ એમ. એવું લીધું છે. આ..હા...! એવી ગાથા આવે છે. સિદ્ધ સમાન સદા પદ મેરો” આ..હા...! સદાય શુદ્ધ ચૈતન્ય એકલો પવિત્રનો ધામ, ઈ પવિત્ર પુરુષોએ પવિત્રના ધામને ધ્યાનમાં લેવું. આહા..હા...! એના ધ્યાનનો વિષય પૂર્ણ પવિત્રતા લેવો. એના ધ્યાનનો વિષય ધ્યાનની પર્યાય પણ નહિ. આહા..હા...! આવું છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ સમયસાર સિદ્ધિ-૬. હહહહ C લોક–૧૨૪) (મન્તાન્તા) रागादीनां झगिति विगमात्सर्वतोऽप्यास्रवाणां नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः । स्फारस्फारैः स्वरसविसरैः प्लावयत्सर्वभावा नालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत् ।।१२४ ।। હવે આસવોનો સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે : શ્લોકાર્ધ :- (નિત્ય-ઉદ્યોī] જેનો ઉદ્યોત પ્રકાશ) નિત્ય છે એવી વિમ્ પિ પરH વસ્તુ કોઈ પરમ વસ્તુને [ગન્તઃ સમ્પશ્યત:] અંતરંગમાં દેખનારા પુરુષને, રિડીનાં શાસ્ત્રવાdi] રાગાદિક આસવોનો નિતિ, શીધ્ર સર્વતઃ ાિ સર્વ પ્રકારે વિકામાત] નાશ થવાથી, પિતત્ જ્ઞાન] આ જ્ઞાન [૩ન્મન] પ્રગટ થયું - (WIRwારૈ:] કે જે જ્ઞાન અત્યંત અત્યંત –અનંત અનંત) વિસ્તાર પામતા રિસવિસરૈ: નિજરસના ફેલાવથી [-તોસન્તા] લોકના અંત સુધીના સિમાવાના સર્વ ભાવોને [પ્તાવય] તરબોળ કરી દે છે અર્થાત્ સર્વ પદાર્થોને જાણે છે, [ગવતમ્] જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે અર્થાત્ પ્રગટ્યા પછી સદા એવું ને એવું જ રહે છે – ચળતું નથી, અને મિતુ જે જ્ઞાન અતુલ છે અર્થાત્ જેના તુલ્ય બીજું કાંઈ નથી. ભાવાર્થ :- જે પુરુષ અંતરંગમાં ચૈતન્યમાત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધનયના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે તે પુરુષને, તત્કાળ સર્વ રાગાદિક આસવભાવોનો સર્વથા અભાવ થઈને, સર્વ અતીત, અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારું નિશ્ચળ, અતુલ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન સર્વથી મહાન છે, તેના સમાન અન્ય કોઈ નથી. ૧૨૪. Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૪ ૪૨૧ શ્લોક ૧૨૪ ઉપર પ્રવચન હવે, આસવોના સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે :–' લ્યો ! ૧૨૪ (કળશ). (મુન્દન્તિા ) रागादीनां झगिति विगमात्सर्वतोऽप्यास्रवाणां नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः । स्फारस्फारैः स्वरसविसरैः प्लावयत्सर्वभावा नालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत् ।।१२४ ।। [નિત્ય-ઉદ્યોd] ભગવાનઆત્મા ! નિત્ય જેનો ઉદય છે, જેનો નિત્ય ત્રિકાળ ઉદય છે. આહા...! એવી જે આત્મા ચીજ, ચૈતન્યથી ભરેલી ઝળહળ જ્યોતિ નિત્ય વસ્તુ છે. પરમાત્મસ્વરૂપથી ભરેલી પર આત્મા એટલે પરમ સ્વરૂપથી ભરેલી પરમાત્મ સ્વરૂપ. આહા..હા...! એવી કોઈ ચીજ નિત્ય છે. એવી...” [મ્િ | પરમ વસ્તુ “કોઈ પરમ વસ્તુને.” આ રીતે કોઈ પરમ વસ્તુને એટલે આત્માને. આ..હા...! [ગન્તઃ સમ્પશ્યત:] “અંતરંગમાં...” સમ્યક્ પ્રકારે દેખનારા પુરુષને સમ્યક્ છે ને ? સિમ્પશ્યતા છે. સિમ્પશ્યતઃ] છે ને ? એટલે કે દેખવાનું લીધું. [અન્તઃ સમ્પશ્યત: ત્યાં એનો અર્થ) અંતરંગમાં દેખનારને, સમ્યફ નહિ. અંતરંગમાં દેખનારા પુરુષને ભગવાન જે આત્મા બીજાને દેખે છે એ દેખનારાને દેખતા. આહાહા...! જેની દશામાં પરનું દેખાવું થાય છે તે દશામાં સ્વને દેખે. આહા..હા..! હજી સમ્યગ્દર્શન કેને કહેવું એની ખબરું ન મળે અને સાધુ નામ ધરાવે. આહાહા....! નિત્ય ઉદ્યોત છે એવી પરમવસ્તુને અંતરંગમાં દેખનારા પુરુષને રાગાદિ આસવોનો...” ક્ષિતિ , તે રાગાદિનો ત્યાગ શીઘ્રતાથી થાય છે. આહા...હા...! વીતરાગ સ્વરૂપ ભગવાન આત્મા ત્રિકાળ વીતરાગ સ્વરૂપ જ છે. આહા..હા....! તેને દેખનારાઓ. ત્રિકાળી વીતરાગી સ્વરૂપ પ્રભુ છે. ત્રિકાળ વીતરાગ સ્વરૂપ છે. એવા આત્માને દેખનારાઓ. આ.હા...હા...! આસ્ત્રવોથી “શીઘ્ર સર્વ પ્રકારે...” આસ્રવથી શીઘ્ર તો ઠીક પણ સર્વ પ્રકારે એમ કહ્યું). (એટલે કે કોઈ અંશ ન રહે. આહા.! સર્વ પ્રકારે નાશ થવાથી,...” આસવનો સર્વ પ્રકારે નાશ થવાથી. આહા..હા..! પિત જ્ઞાન “આ જ્ઞાન...” એટલે આત્મા. ફિન્મનનું આવ્યું. પિન્મનક્] બાહ્ય પ્રગટ થયું...” Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ સમયસાર સિદ્ધિ-૬ નિમગ્નમાં અંદર સમાઈ ગયું. આ પ્રગટ થયું. આહાહા...! ઉન્મગ્ન, નિમગ્ન બે નદી છે. ને ! આપણે આવી ગયું ને ! ઉન્મગ્ન. સવારમાં ઉન્મગ્ન. પર્યાયદૃષ્ટિથી જોવે તો ઉન્મગ્ન. દ્રવ્યદૃષ્ટિથી જોવે તો નિમગ્ન છે. આહા..હા..! રાગાદિ આસવોનો નાશ થવાથી, આ જ્ઞાન પ્રગટ થયું...” રિપIRIR: આ..હા...હા...! IિRIR:] નો અર્થ ? અત્યંત અત્યંત. [WIRારે:] નો અર્થ અત્યંત અત્યંત. ચૈતન્યજ્યોતિનો જ્યાં આશ્રય લીધો ત્યારે અત્યંત અત્યંત પર્યાયમાં પ્રગટ થાતું જાય છે. આ..હા..! એવો “અત્યંત અત્યંત (અનંત અનંત)...” DIRારે:] નો અર્થ કર્યો. ‘વિસ્તાર પામતા....” જ્ઞાનની પર્યાયની વિશાળતા પ્રગટ થતાં. વિરસવિસરે] “નિજરસના ફેલાવથી.” આનંદના ફેલાવથી, વિસ્તારથી જ્ઞાન જ્યાં આસવરહિત થઈને પૂર્ણપણાને પ્રાપ્ત થયું, ત્યારે પોતાના નિજ આનંદના રસથી ફેલાણું. જ્ઞાન તો પૂર્ણ થયું પણ અતીન્દ્રિય આનંદનો રસ ફેલાણો. જ્ઞાન સાથે અતીન્દ્રિય આનંદ આવ્યો. આહાહા...! “નિજરસના ફેલાવથી લોકના અંત સુધીના સર્વ ભાવોને..” આહા..હા...! ‘તરબોળ કરી દે છે.” એટલે કે જાણે છે. આહા...હા...! એ જ્ઞાન જ્યાં અંતર પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થયું, પૂર્ણ સ્વરૂપને આશ્રયે, પૂર્ણ સ્વરૂપને આશ્રયે પૂર્ણ સ્વરૂપ પ્રગટ થયું એ લોકાલોક પૂર્ણને તરબોળ કરી દે છે). તરબોળ (કરી દે છે) એટલે એને જાણી લે છે. આહાહા...! કોઈ વસ્તુ બાકી રહેતી નથી. તરબોળ કરી દે છે, જાણી લે છે. [અવનમાં જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે. જે જ્ઞાન કેવળ થયું એ તો થયું એ થયું. સાદિ અનંત અચળ છે. આહાહા..! એવી એવી પર્યાયની અનંતી શક્તિઓનો સાગર છે ઈ. આહા..હા...! એક પર્યાય એક ગુણની, એવી અનંતી પર્યાય અનંત ગુણની. “જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે અર્થાત્ પ્રગટ્યા પછી સદા એવું ને એવું જ રહે છે...” જે સ્વરૂપ પ્રગટ્યું એ એવું ને એવું રહે છે. સોળ આને જેમ સોનું પ્રગટ્યું એમ આ પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન જે પ્રગટ્યું (એ) એવું ને એવું રહે છે. સાદિ અનંત અનંત સમાધિ સુખ’ ‘સદા એવું ને એવું જ રહે છે – ચળતું નથી, અને...” [ગતુ જે જ્ઞાન અતુલ છે... આહાહા...! જેને કોઈ ઉપમા આપી શકાતી નથી એવું અતુલ છે. - જેના તુલ્ય બીજું કોઈ નથી.” એવું એ જ્ઞાન આસવરહિત થતા અનાસ્રવી ભગવાનઆત્મા, એનો આશ્રય લેતા પૂર્ણ અનાસવી દશા થાય છે ત્યારે આસ્રવ જરીયે રહેતો નથી. પણ એ પૂર્ણને જાણે અને અનંત આનંદને ફેલાવતું જ્ઞાન પ્રગટ થાય છે. અનંત જ્ઞાન અને અનંત આનંદ – બે. સાથે અનંત આનંદ – સુખ પણ પ્રગટ્યું. એકલું જ્ઞાન નહિ, જ્ઞાન સાથે અતીન્દ્રિય આનંદ પણ ફેલાણો. આહા..હા...! “જેના તુલ્ય બીજું કોઈ નથી.” લ્યો ! આ...હા....! Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૨૪ ૪૨૩ ભાવાર્થ છે. જે પુરુષ અંતરંગમાં ચૈતન્યમાત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધનયના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે તે પુરુષને, તત્કાળ સર્વ રાગાદિક આસવભાવોનો સર્વથા અભાવ થઈને, સર્વ અતીત, અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારું નિશ્ચળ, અતુલ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન સર્વથી મહાન છે, તેના સમાન અન્ય કોઈ નથી.” વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૫૭ શ્લોક-૧૨૫, ગાથા–૧૮૧-૧૮૩ મંગળવાર, જેઠ વદ ૧૦, તા. ૧૯-૦૬-૧૯૭૯ इति आस्रवो निष्क्रान्तः। इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यामात्मख्याती आस्रवप्ररूपकः વતુર્યોડ : IT. ટીકા :- આ રીતે આસવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો. ભાવાર્થ –આસવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે જાણી લીધો તેથી તે બહાર નીકળી ગયો. યોગ કષાય મિથ્યાત્વ અસંયમ આસવ દ્રવ્યત આગમ ગાયે, રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ જતાયે; જે મુનિરાજ કરે ઇનિ પાલ સુરિદ્ધિ સમાજ લયે સિવ થાય, કાય નવાય નમું ચિત લાય કહું જય પાય લહૂ મન ભાય. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં આસવનો પ્રરૂપક ચોથો અંક સમાપ્ત થયો. (“સમયસાર', ૧૨૪ કળશનો) ભાવાર્થ, છેલ્લી બે લીટી છે ને ! “આસવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો હતો તેને ઓળખીને ટાળ્યો, એ વાત છે. એમાં કાંઈ વિશેષ બીજી વાત નથી. મિથ્યાત્વ આદિ આસ્રવ રંગભૂમિમાં આવ્યા હતા અને જ્ઞાને જોઈ લીધું. જ્ઞાને (જોયું કે, હું તો ચૈતન્ય છું, પૂર્ણ આનંદ છું એવા ભાવ દ્વારા એ આસવને જીતી લીધો. આસવનો નાશ કર્યો. આ છે, એમ. આખા આસ્રવ અધિકારનો, આસવનો સ્વાંગ આવ્યો હતો. એમ. નાટકની પેઠે આમાં કહ્યું છે ને ! “રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે જાણી...” જે શુભ-અશુભ ભાવાદિ આસ્રવ છે, જે સ્વભાવથી ભિન્ન જાત છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ સમયસાર સિદ્ધિ-૬ સ્વભાવ છે એ શુદ્ધ ચૈતન્ય છે, એમ જાણી અને એ સ્વાંગને જેણે દૂર કર્યો. સ્વરૂપમાં સ્થિર થઈ એ અસ્થિરતાનો નાશ કર્યો. તેથી તે બહાર નીકળી ગયો.” તેથી આસવ રંગભૂમિમાં આવ્યો હતો એ નીકળી ગયો. હવે, એના ઓલાનું (-અર્થનો) કળશ. યોગ કષાય મિથ્યાત્વ અસંયમ આસવ દ્રવ્યત આગમ ગાયે, રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ જતાયે; જે મુનિરાજ કરે ઇનિ પાલ સુરિદ્ધિ સમાજ લયે સિવ થાય, કાય નવાય નમું ચિત લાય કહું જય પાય લહૂ મન ભાય. હિન્દીમાં ટૂંકું કર્યું. “યોગ કષાય મિથ્યાત્વ અસંયમ આસવ...” એ દ્રવ્યત્વ છે. જડ, જડ પૂર્વના (બાંધેલા છે). દ્રવ્યત આગમ ગાયો.” પૂર્વના (કર્મ) સત્તામાં પડ્યા છે. “રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ” એ ભાવાસવ. ઓલા પૂર્વના પડ્યા છે) ઈ જડ આસવ (કહ્યા). એ કંઈ બંધનું કારણ નથી. રાગ અને વિરોધ એટલે દ્વેષ, વિમોહ એટલે મિથ્યાત્વ. એવો વિભાવ અજ્ઞાનમય. અજ્ઞાનમય જે ભાવ “યહ ભાવ જતાયે...” એ ભાવાત્સવ બતાવ્યા. જે મુનિરાજ કરે ઇનિ પાલ....” જે મુનિરાજ પોતાનું પાલન (એટલે કે સ્વરૂપની સ્થિરતા કરે “સુરિદ્ધિ સમાજ.' (અર્થાતુ) અતીન્દ્રિય આનંદની ઋદ્ધિરૂપી પોતાનો સમાજ. ‘લયે શિવ થાય...” એ અનંત આનંદ ને અનંત શાંતિને પામી મુક્તિને પામે. ‘કાય નવાય.” “જયચંદજી) પંડિત પોતે કહે છે. હિન્દી ટીકાકાર ! ‘કાય નવાય.” કાયાથી તેને નમું છું. ચિત્ત લાય.” ચિત્તને સાથે રાખીને. એટલે ચિત્તથી પણ નમું છું, એમ. જય.” એ આ જયચંદ્ર' ટીકાકાર. જય પાય.’ આમ જય મળે અને આસ્રવ ટળીને જય થાય અને એમ જય' પોતાનું નામ નાખ્યું. “જય પાય લહૂ મન ભાય.” મનમાં ભાવના એ છે કે રાગથી રહિત થઈને હું શુદ્ધ થાઉં એવી મારી ભાવના છે. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગલકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં આસવનો પ્રરૂપક ચોથો અંક સમાપ્ત થયો.” Page #443 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૫ अथ प्रविशति संवरः । - ૫ સંવર અધિકાર શ્લોક-૧૨૫ (શાર્દૂનવિશ્રીડિત) आसंसारविरोधिसंवरजयैकान्तावलिप्तास्रव - न्यक्कारात्प्रतिलब्धनित्यविजयं सम्पादयत्संवरम् । व्यावृत्तं पररूपतो नियमितं सम्यक्स्वरूपे स्फुरज्ज्योतिश्चिन्मयमुज्जवलं निजरसप्राग्भारमुजृम्भते । । १२५ ।। ૪૨૫ મોહરાગરુષ દૂર કરી, સમિતિ ગુપ્તિ વ્રત પાળી; સંવરમય આત્મા કર્યો, નમું તેહ, મન ધારી. પ્રથમ ટીકાકાર આચાર્યમહારાજ કહે છે કે હવે સંવર પ્રવેશ કરે છે”. આસવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશે છે. ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્યદેવ સર્વ સ્વાંગને જાણનારા સમ્યજ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે ઃ– - શ્લોકાર્થ :- [આસંસાર-વિરોધિ-સંવર-નય-પ્રાન્ત-અવતિપ્ત-આસ્રવ-વારા] અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી સંવરને જીતવાથી જે એકાંત-ગર્વિત (અત્યંત અહંકારયુક્ત) થયો છે એવો જે આસ્રવ તેનો તિરસ્કાર કરવાથી પ્રતિતબ્ધ-નિત્ય-વિનયં સંવર જેણે સદા વિજ્ય મેળવ્યો છે એવા સંવરને સમ્ભાવયા ઉત્પન્ન કરતી, પરપતઃ વ્યાવૃત્ત ૫૨રૂપથી જુદી (અર્થાત્ પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી જુદી), [સમ્ય∞-સ્વરૂપે નિયમિત રત્નુ પોતાના સમ્યક્ સ્વરૂપમાં નિશ્ચળપણે પ્રકાશતી, ચિન્મયમ્] ચિન્મય, છિદ્મવતી Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ સમયસાર સિદ્ધિ-૬ ઉજ્જવળ (-નિરાબાધ, નિર્મળ, દેદીપ્યમાન) અને દુનિન-ર-પ્રાયમર નિજરસના પોતાના ચૈતન્યરસના) ભારવાળી – અતિશયપણાવાળી [ળ્યોતિઃ જ્યોતિ ડિઝૂમ્પd] પ્રગટ થાય છે, ફેલાય છે. ભાવાર્થ – અનાદિ કાળથી જે આસવનો વિરોધી છે એવા સંવરને જીતીને આસવ મદથી ગર્વિત થયો છે. તે આસવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતો, સમસ્ત પરરૂપથી જુદો અને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો આ ચૈતન્યપ્રકાશ નિરજરસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે. ૧૨૫. શ્લોક ૧૨૫ ઉપર પ્રવચન હવે, પાંચમો સંવર (અધિકાર). મોહરાગરુષ દૂર કરી, સમિતિ ગુપ્તિ વ્રત પાળી; સંવરમય આત્મા કર્યો, નમું તેહ, મન ધારી. મોહ.” એટલે મિથ્યાત્વ. “રાગ” અને “રુષ...” (એટલે) દ્વેષ. દૂર કરી, સમિતિ ગુપ્તિ વ્રત પાળી...” જેણે નિશ્ચય સમિતિ ગુપ્તિ અને વ્રતનો વિકલ્પ હોય છે. એ પણ લેવાય. સંવરમય આત્મા કર્યો...” જેણે આત્માને રાગના વિકલ્પના આસવથી રહિત કર્યો. “નામું તેહ, મન ધારી.” તેને હું નમસ્કાર કરું છું. મનથી નમસ્કાર કરું છું. પ્રથમ ટીકાકાર આચાર્યમહારાજ કહે છે કે હવે સંવર પ્રવેશ કરે છે. અખાડાની, રંગભૂમિની વાત લેવી છે ને ! “આસવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશ કરે છે? :- સંવર આવે છે. આની ટીકા કરી છે ને ? “કળશટીકા' ! ત્યાં બીજાની ટીકા કરતા પહેલા ૐ નમ: લીધું છે. “સંવર અધિકાર’ છે ને ! આ ‘સંવર અધિકાર પહેલા કળશટીકાકારે ૐ નમઃ (લખ્યું છે). “સંવર અધિકાર અલૌકિક છે. જે અનંત કાળમાં કર્યો નથી. એથી બધી ટીકાઓ કરી પણ આ ટીકા કરતાં 3ૐ નમ: નાખ્યું છે. ‘ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્યદેવ સર્વ સ્વાંગને જાણનારા સમ્યજ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે :- લ્યો ! आसंसारविरोधिसंवरजयैकान्तावलिप्तास्रवन्यक्कारात्प्रतिलब्धनित्यविजयं सम्पादयत्संवरम् । व्यावृत्तं पररूपतो नियमितं सम्यक्स्वरूपे स्फुर. ज्ज्योतिश्चिन्मयमुज्वलं निजरसप्राग्भावरमुजृम्भते।।१२५|| [માંસંસાર-વિરોધ-સંવર-નય-વત્તિ-વનિત-માસ્ત્રવ-ન્યવારતા “અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી...” આસ્રવ છે એનો વિરોધી સંવર છે. મિથ્યાત્વ, અવ્રત આદિ આસવ, Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૫ ૪૨૭ એનો વિરોધી સંવર છે. એ આસ્ત્રવે પોતાના વિરોધી સંવરને જીતવાથી” સંવર થવા ન દીધો. આસવના પ્રેમમાં સંવર થવા ન દીધો એમ કહે છે. આહાહા..! “સંવરને જીતવાથી એકાંત-ગર્વિત” થયો છે. કોણ ? આસવ. મેં મોટા માંધાતાને પાડ્યા છે. સાધુ નામ ધરાવનારા, અગિયાર અંગના ભણનાર, પંચ મહાવ્રતના પાળનાર એવાને પણ મેં પાડ્યા છે. આસવ છે એમાં એને પ્રેમ છે. એ આસ્રવ છે. આહા...હા...! મારા પંજામાંથી કોઈને નીકળવા નથી દીધા. એવો અહંકાર આસવને થયો. આહાહા..! ‘એકાંત-ગર્વિત (અત્યંત અહંકારયુક્ત) થયો છે એવો જે આસવ તેનો તિરસ્કાર કરવાથી...” હવે સંવરાની વાત કરે છે). આહાહા...! સ્વનો આશ્રય લઈ અને સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર પ્રગટ કરી તેનો તિરસ્કાર કર્યો. [પ્રતિબ્ધ-નિત્ય-વિનય સંવરમ્ “જેણે સદાય વિજય મેળવ્યો છે.” ઓલાએ (-આસવ) તો ફક્ત અનાદિકાળથી અમુક (સમય) સુધી વિજય મેળવ્યો) હતો અને આણે –સંવરે) તો સદાય વિજય મેળવ્યો છે. શું કહે છે એમ કહીને ? કે, જેણે રાગ અને પુણ્ય-પાપના વિકલ્પથી ભિન્ન આત્માનો અનુભવ કર્યો, શુદ્ધ ચૈતન્ય અને સંવર પ્રગટ કર્યો એનો હવે સદાય વિજય રહેવાનો. આહા...હા...! એ સંવર હવે આસ્રવ થવાનો નહિ, સંવરથી પડવાના નહિ, એમ કહે છે. આહા..હા....! જેણે ભગવાન આત્મા પૂર્ણ આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે એમ જેણે અનુભવમાં લીધો એ. સંવર છે). એ સંવરે સદા.. આ..હા..! વિજય મેળવ્યો છે. આહા...હા...! એવો સંવર – આસ્રવ ઉપર સદાય વિજય મેન્થયો છે એવો સંવર. જે સંવર એકવાર થયો એ ફરીવાર પડવાનો નહિ, એમ કહે છે. આહાહા...! આચાર્યની ભાષા જુઓ ! “સદા વિજય મેળવ્યો છેએવો સંવર. કારણ કે આસ્રવ તો અમુક અનાદિસાંત હતો. આ તો સાદિઅનંત સંવર પ્રગટ્યો એટલે સાદિઅનંત સંવર રહેવાનો. આહા...હા...! સમકિત થયું એ સમકિત સાદિઅનંત રહેવાનું. એવી વાત છે. શ્લોક ઊંચો છે આ ! [પ્રતિબધ્ધ-નિત્ય-વિનય સંવર જેણે સદાય વિજય મેળવ્યો છે. એવો જે સંવર. સિમ્પવિતા “ઉત્પન કરતી.” આહા...હા..! ચિનુજ્યોતિની વાત કરવી છે ને ! ચિનુજ્યોતિ – જ્ઞાનરૂપી જ્યોતિ એવો જે ભગવાન આત્મા, એ ચિન્મય જ્યોતિ ઉત્પન્ન કરતી. સંવરને ઉત્પન્ન કરતાં ચૈતન્યજ્યોતિ ઉત્પન્ન થઈ. ઓલો જે આસ્રવ ઉત્પન્ન થતો એ અહીં ચૈતન્ય ઉત્પન્ન થયો. ચૈતન્ય ! સંવરે, ચૈતન્યસ્વરૂપ ત્રિકાળ, એના આશ્રયથી ચિન્મય ચૈતન્યજ્યોતિ પ્રગટ થઈ. આ.હા..આવું છે. પિરપતઃ વ્યાવૃત્ત| પુણ્ય અને પાપના વિકલ્પો, એનાથી સંવર દશા વ્યાવૃત્ત થઈ, દશા રહિત થઈ. આહા...હા...! આ સંવર ! આમ તો સંવર ઘણા લઈને બેસે છે. આસવનો તમે કરાવો સંવર. એ સંવર નહિ. અંતરના અનંત આનંદના સ્વભાવનો ભેટો કરી અને તેમાં લીનતા થઈ, તેથી આસ્રવ ઉત્પન્ન થયો નહિ અને તે ન થયો તે હવે થવાનો નહિ. એવી રીતે સંવર સદાય રહે (એવો) વિજય મેળવ્યો. આ..હા...! અને તેથી ચૈતન્યજ્યોતિ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ સમયસાર સિદ્ધિ-૬ પરરૂપથી નિવૃત્તિ થઈ. ચૈતન્યજ્યોતિ – ભાષા એમ છે ને ? ‘ઉત્પન્ન કરતી. એટલે શું (ઉત્પન્ન કરતી)? (કે) ચૈતન્યજ્યોતિ ઉત્પન્ન કરતી. આહા...હા...! પરરૂપથી જુદી (અર્થાત્ પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તે થતા ભાવોથી જુદી),...” પદ્રવ્ય – શરીર, કર્મ વગેરે અને પરદ્રવ્યના નિમિત્તથી થતા વિકાર ભાવ, એનાથી ચૈતન્યજ્યોતિ જુદી થઈ. આહા..હા..! આમાં પર્યાયની વાત છે, હોં ! ત્રિકાળી ચૈતન્ય છે એ તો (છે). આ તો ચૈતન્યજ્યોતિ પર્યાયમાં પ્રગટ થઈ. સંવર પર્યાયની વાત છે ને ! સંવર એ પર્યાય છે. તો એ ચૈતન્યજ્યોતિ ત્રિકાળ જે છે તેનો આશ્રય લઈને પરથી રહિત થઈને, સ્વથી સહિત થઈને, ચૈતન્યજ્યોતિ પર્યાયમાં પ્રગટ થઈ. આહા...હા...! સિચ-સ્વરૂપે નિયમિત પુરત પોતાના સમ્યક્ સ્વરૂપમાં...” જે ચૈતન્યજ્યોતિ જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ એ પોતાના નિશ્ચળ સ્થિર સ્વરૂપમાં પ્રકાશતી,...” “પોતાના સમ્યક સ્વરૂપમાં નિશ્ચળપણે પ્રકાશતી,... આહા..હા..! “ ચિન્મય, ઉજ્જવળ –નિરાબાધ, નિર્મળ, દેદીપ્યમાન)...” એવી દુનિન-SRI-BI-મારHI (અર્થાતુ) પોતાની શક્તિના જોરથી. પ્રિ-માર|| ‘પોતાના ચૈતન્યરસના) ભારવાળી...” આ...હા...હા...! આસવને તો ક્યાંય તોડી નાખ્યો, કહે છે. પોતાના ચૈતન્યસ્વરૂપના ભારવાળી દશા પ્રગટી છે. ચૈતન્ય. ચૈતન્ય. ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય... એવી જે શુદ્ધ પરિણતિ અને [નિન-૨૨૩-પ્રભાર|| ‘નિજરસના પોતાના ચૈતન્યરસના).. આહા..હા...! આસ્રવમાં તો દુ:ખરસ હતો. આ નિરસ, આનંદના રસથી ફેલાય છે. બે બોલ લીધા. ચૈતન્ય ચિજ્યોતિ પ્રગટી પણ નિજરસ – આનંદસહિત પ્રગટી. ત્યાં ત્યાં જ્ઞાન ને આનંદ વધારે લે છે. પોતાના સમ્યક સ્વરૂપમાં.... “નિર્મળ, દેદીપ્યમાન) નિજરસના પોતાના ચૈતન્યરસના) ભારવાળી...” ચૈતન્યરસનો અતિશય – વિશેષતા થઈ. આહાહા...! આમ્રવનો અભાવ કરી અને સ્વરૂપનો આશ્રય કર્યો ત્યારે આવી ચૈતન્યજ્યોતિ નિજરસ – આત્માના રસવાળી, આનંદના રસવાળી પ્રગટ થઈ. આવું છે. આહા..! “જ્યોતિ પ્રગટ થાય છે....” લ્યો ! અહીં કહ્યું છે ને ? ઉત્પન. ઉત્પન્ન કરતી, હતું ને ત્યાં ? એ ઉત્પન્ન કરતી (એટલે) આ ચૈતન્યજ્યોતિ. “પ્રગટ થાય છે, ફેલાય છે.” આ...હા...હા...! આ તો જ્ઞાનની માંગળિકતા કરી. પોતાના ચૈતન્યસ્વરૂપથી ભરેલો, તેનો આશ્રય લઈને ચૈતન્યજ્યોતિ પ્રગટ થઈ એ નિત્ય પ્રકાશમાન રહેતી અને પોતાના નિજરસથી પ્રગટ થઈ. એનો પરરસ ટળી ગયો. આનંદના રસથી પ્રગટ થઈ. સંવર થાય તેને આનંદ આવે, એમ કહે છે. આહાહા...! નિજરસના.... આહા..! અતિશયથી જ્યોતિ – ચૈતન્યજ્યોતિ પ્રગટ થાય છે, વિસ્તાર પામે છે. જ્ઞાન પોતે પર્યાયમાં વિસ્તાર વિસ્તાર વિસ્તાર પામે છે, ફેલાય છે. જેમ કમળ ખીલે એમ ભગવાન આત્મા આસવથી રોકાયને સ્વરૂપ તરફ ઢળતા એ આત્મા પર્યાયમાં ખીલી નીકળે છે. જ્ઞાન, આનંદ, શ્રદ્ધા આદિ શાંતિ આદિથી ખીલી નીકળે છે. અને અહીં સંવર કહેવામાં આવે છે. લોકોમાં આમ થોડો હાથ જોડીને ઉભો રહે તો (કહે) સંવર થઈ ગયો ! આ Page #447 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૫ ૪૨૯ જામનગરમાં આઠમ ને પાણીના અપવાસ કરે ને ઘણા સંવર કરે. જેમ પોષા કરે ને એવી રીતે સંવર કરે. ભાવાર્થ :- “અનાદિ કાળથી જે આસવનો વિરોધી છે.” (એટલે કે, સંવર “એવા સંવરને જીતીને આસવ મદથી ગર્વિત થયો છે. આહા...હા...! નવમી રૈવેયક ગયા એવા દિગંબર સાધુ મિથ્યાષ્ટિને પણ મેં વશ કર્યા છે. હજારે રાણી છોડી, ઘર, દુકાન, મકાન છોડી, ધંધા છોડીને ત્યાગી થયો પણ છતાં આસ્રવ કહે છે કે, એમાં મારી જીત થઈ છે. (કેમકે) રાગનો ભાવ છે એને જ એણે ધર્મ માન્યો. આહાહા...! મહાવ્રતના પરિણામ આદિ છે એને પોતાનો ધર્મ માની લીધો). અહીં સંવર લે છે. તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો છે... લ્યો ! તે આસવનો તિરસ્કાર કરીને...” તિરસ્કાર કરીને એટલે કે ફરીને હવે તું થઈશ નહિ. આહા..હા..! તે આસવનો તિરસ્કાર કરીને તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો છે. આહા...હા. શું આચાર્યની શૈલી ! ઓ.હો.હો..! કહે છે કે, હંમેશને માટે જ્ય મેળવ્યો છે.” આમાંથી હું હવે પડી જઈશ, સંવરથી પડી જઈશ હવે એ વસ્તુસ્વરૂપમાં એમ નથી. આહા..હા....! એક વાત છે ને, “નયપરીહિણામાં ? “આસ્રવ (અધિકાર)માં. બાકી આદરવાનું આ (છે). આહાહા..! સંવર ઉત્પન્ન થયો એ હંમેશને માટે જય મેળવ્યો. આહા..હા...! આનંદસાગર આત્મા ! પુણ્ય અને પાપના શુભ-અશુભ બધા રાગ મેલ, આસવ, અશુચિ અને જડ, દુઃખરૂપ (છે). આ.હા...! તેનાથી ભિન્ન પડી, તેને તિરસ્કાર કરી અને પોતાના ચૈતન્યસ્વરૂપમાં લીન થયો એના નિજરસથી, આનંદના રસથી ચૈતન્યજ્યોતિ ફેલાય. આહા..હા...! (લોકો) એમ કહેતા કે, આ તો માળું કષ્ટ છે. મુનિપણું કે આ ધર્મ કષ્ટારૂપ) છે. એમ નથી. આનંદરસવાળું છે. ધર્મ છે એ આનંદના રસવાળો છે અને ઓલું તો આકરું પડે, પરિષહ સહન કરવામાં તો. આહાહા..! નિજરસના ચૈતન્યપ્રકાશ પોતાના સ્વરૂપથી (અભિન) “અને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો આ ચૈતન્યપ્રકાશ નિજરસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે.” આ.હા...હા...! ટીકાકારી ટીકા વખતે ઉમેદ છે, ઉમેદ અંદરથી ! આ...હા..હા..! અમે હવે અમારા તરફ ગયા એ હવે બહાર નહિ નીકળવાના. આ..હા..હા...! અમે અમારા ઘરમાં ગયા (એટલે) સદાય અમારો વિજય થયો. આસ્રવ ઉપર સદાયને માટે વિજય મેળવ્યો. આહા..હા.! એક આસ્રવ (અધિકારમાં) વળી નય પરીહિણા જણાવ્યું હતું. કોકને એવું થાય. શુદ્ધનયથી ભ્રષ્ટ થઈ જાય. અહીં કહે છે કે, આ તો જેવો અંદર ભગવાન પ્રગટ્યો છે, ચૈતન્યજ્યોત, જાગતી જ્યોત એવી ને એવી રહેવાની છે. આ..હા..હા..! એમ કહીને અપ્રતિહત સંવરદશા બતાવી છે. આ..હા..હા....! Page #448 -------------------------------------------------------------------------- ________________ ४30 સમયસાર સિદ્ધિ-૬ Hala ( ગાથા-૧૮૧ થી ૧.૩) तत्रादावेव सकलकर्मसंवरणस्य परमोपायं भेदविज्ञानमभिनन्दति . उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो। कोहो कोहे चेव हि उवओगे णत्थि खलु कोहो ।।१८१।। अट्टवियप्पे कम्मे णोकम्मे चावि णत्थि उवओगो। उवओगम्हि य कम्मं णोकम्मं चावि णो अत्थि।।१८२।। एदं तु अविवरीदं णाणं जइया दु होदि जीवस्स। तइया ण किंचि कुव्वदि भावं उवओगसुद्धप्पा।।१८३।। उपयोगे उपयोगः क्रोधादिषु नास्ति कोऽप्युपयोगः । क्रोधः क्रोधे चैव हि उपयोगे नास्ति खलु क्रोधः ।।१८१।। अष्टविकल्पे कर्मणि नोकर्मणि चापि नास्त्युपयोगः । उपयोगे च कर्म नोकर्म चापि नो अस्ति ।।१८२।। एतत्त्वविपरीतं ज्ञानं यदा तु भवति जीवस्य । तदा न किञ्चित्करोति भावमुपयोगशुद्धात्मा ।।१८३।। न खल्वेकस्य द्वितीयमस्ति, द्वयोभिन्नप्रदेशत्वेनैकसत्तानुपपत्तेः। तदसत्त्वे च तेन सहाधाराधेयसम्बन्धोऽपि नास्त्येव । ततः स्वरूपप्रतिष्ठत्वलक्षण एवाधाराधेयसम्बन्धोऽवतिष्ठते। तेन ज्ञानं जानत्तायां स्वरूपे प्रतिष्ठितं, जानत्ताया ज्ञानादपृथग्भूतत्वात्, ज्ञाने एव स्यात्। क्रोधादीनि क्रुध्यत्तादौ स्वरूपे प्रतिष्ठितानि, क्रुध्यत्तादेः क्रोधादिभ्योऽपृथग्भूतत्वात्, क्रोधादिष्वेव स्युः। न पुनः क्रोधादिषु कर्मणि नोकर्मणि वा ज्ञानमस्ति, न च ज्ञाने क्रोधादयः कर्म नोकर्म वा सन्ति, परस्परमत्यन्तं स्वरूपवैपरीत्येन परमार्थाधाराधेयसम्बन्धशून्यत्वात् । न च यथा ज्ञानस्य जानता स्वरूपं तथा क्रुध्यत्तादिरपि, क्रोधादीनां च यथा क्रुध्यत्तादि स्वरूपं तथा जानत्तापि कथञ्चनापि व्यवस्थापयितुं शक्येत, जानत्तायाः क्रुध्यत्तादेश्च स्वभावभेदेनोद्भासमानत्वात् स्वभावभेदाच्च वस्तुभेद एवेति नास्ति ज्ञानाज्ञानयोराधाराधेयत्वम् । किञ्च यदा किलैकमेवाकाशं स्वबुद्धिमधिरोप्याधाराधेयभावो विभाव्यते तदा शेषद्रव्यान्तराधिरोपनिरोधादेव बुद्धेर्न भिन्नाधिकरणापेक्षा प्रभवति। तदप्रभवे चैकमाकाशमेवैकस्मिन्नाकाश Page #449 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૮૧ થી ૧૮૩ ૪૩૧ एव प्रतिष्ठितं विभावयतो न पराधारधेयत्वं प्रतिभाति । एवं यदैकमेव ज्ञानं स्वबुद्धिमधिरोप्याधाराधेयभावो विभाव्यते तदा शेषद्रव्यान्तराधिरोपनिरोधादेव बुद्धेर्न भिन्नाधिकरणापेक्षा प्रभवति। तदप्रभवे चैकं ज्ञानमेवैकस्मिन् ज्ञान एव प्रतिष्ठितं विभावयतो न पराधाराधेयत्वं प्रतिभाति। ततो ज्ञानमेव ज्ञाने एव, क्रोधादय एव क्रोधादिष्वेवेति साधु सिद्धं भेदविज्ञानम्। ત્યાં સંવર અધિકારની) શરૂઆતમાં જ, (ભગવાન કુંદકુંદાચાર્ય) સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદવિજ્ઞાન તેની પ્રશંસા કરે છે : ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં, છે ક્રોધ ક્રોધ મહીં જ. નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. ૧૮૧. ઉપયોગ છે નહિ અષ્ટવિધ કર્યો અને નોકર્મમાં, કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં. ૧૮૨. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્દભવે છે જીવને, ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩. ગાથાર્થ :- (ઉપયોગ:] ઉપયોગ ઉપયો] ઉપયોગમાં છે, ોિ વિષ ક્રોધાદિકમાં રોડપ ઉપયો: કોઈ ઉપયોગ નાસ્તિ] નથી; [] વળી [ોધ: ક્રોધ [ોધે રવ દિ] ક્રોધમાં જ છે, ઉિપયોગ ઉપયોગમાં [૩] નિશ્ચયથી ક્રિોધ:] ક્રોધ નાસ્તિ] નથી. [1ષ્ટવિવેત્યે વળ] આઠ પ્રકારનાં કર્મ વિ પિ તેમ જ નોર્મળા નોકર્મમાં પિયો 1:] ઉપયોગ નાસ્તા નથી [૧] અને [૩૫યોને ઉપયોગમાં [ર્મ કર્મ [વ ]િ તેમ જ નોર્મ નોકર્મ નો રિસ્તા નથી. – તિર્ તુ આવું [વિપરીત અવિપરીત [જ્ઞાનું જ્ઞાન યિતા તુ જ્યારે મુનીવરચાં જીવને મવતિ થાય છે, તિવા ત્યારે [પયોગશુદ્ધાત્મા] તે ઉપયોગસ્વરૂપ શુદ્ધાત્મા [વિન્વિત્ માવા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને નિ રોતિ કરતો નથી. ટીકા :- ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી (અર્થાતુ એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી, કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપત્તિ છે (અર્થાત બનેની સત્તા જુદી જુદી છે); અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી એક સાથે બીજીને આધારાધેયસંબંધ પણ નથી જ. તેથી દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ (દઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે. માટે જ્ઞાન કે જે જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત –રહેલું છે તે, જાણનક્રિયાનું જ્ઞાનથી અભિનપણું હોવાને લીધે, જ્ઞાનમાં જ છે; ક્રોધાદિક કે જે ક્રોધાદિક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે, ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિથી અભિનપણું હોવાને લીધે, ક્રોધાદિકમાં જ છે. (જ્ઞાનનું સ્વરૂપ જાણનક્રિયા છે, માટે જ્ઞાન આધેય અને જાણ નક્રિયા આધાર છે. જાણનક્રિયા આધાર હોવાથી Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ સમયસાર સિદ્ધિ-૬ એમ ઠર્યું કે જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે. એવી જ રીતે ક્રોધ ક્રોધમાં જ છે). વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે નોકર્મમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધાદિક, કર્મ કે નોકર્મ નથી કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપવિપરીતતા હોવાથી (અર્થાત્ જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી તેમને પરમાર્થભૂત આધારાધયસંબંધ નથી. વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણનક્રિયા છે તેમ (જ્ઞાનનું સ્વરૂપ) ક્રોધાદિક્રિયા પણ છે એમ, અને ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિક્રિયા છે તેમ (ક્રોધાદિકનું સ્વરૂપ) જાણનક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથીકારણ કે જાણનક્રિયા અને ક્રોધાદિક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને (ક્રોધાદિકને) આધારાધેયપણું નથી. વળી વિશેષ સમજાવવામાં આવે છે - જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને (આકાશનો) આધારાધેયભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી (અર્થાત્ અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી) બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી –ફાવી શકતી નથી, ઠરી જાય છે, ઉદ્દભવતી નથી); અને તે નહિ પ્રભવતાં, “એક આકાશ જ એક આકાશમાં પ્રતિષ્ઠિત છે' એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારાધેયપણું ભાસતું નથી. એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને (જ્ઞાનનો) આધારાધભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી, અને તે નહિ પ્રભવતાં, “એક જ્ઞાન જ એક જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારાધયપણું ભાસતું નથી. માટે જ્ઞાન જ જ્ઞાનમાં જ છે, ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે. આ પ્રમાણે (જ્ઞાનનું અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું) ભેદવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. - ભાવાર્થ:- ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવકર્મ, જ્ઞાનવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિ નોકર્મ–એ બધાંય પુગલ દ્રવ્યના પરિણામ હોવાથી જડ છે; તેમને અને જ્ઞાનને પ્રદેશભેદ હોવાથી અત્યંત ભેદ છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક, કર્મ તથા નોકર્મ નથી અને ક્રોધાદિકમાં, કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. આ રીતે તેમને પારમાર્થિક આધારાધયસંબંધ નથી; દરેક વસ્તુને પોતપોતાનું આધારાધેયપણું પોતપોતામાં જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં જ છે, ક્રોધ ક્રોધમાં જ છે. આ રીતે ભેદવિજ્ઞાન બરાબર સિદ્ધ થયું. (ભાવકર્મ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવો તે ભેદવિજ્ઞાન છે). Page #451 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૮૧ થી ૧૮૩ ૪૩૩ ગાથા-૧૮૧ થી ૧૮૩ ઉપર પ્રવચન ‘ત્યાં સંવર અધિકારની) શરૂઆતમાં જ, ભગવાન કુંદકુંદાચાર્ય) સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદવિજ્ઞાન તેની પ્રશંસા કરે છે -' ભેદવિજ્ઞાન ઉત્કૃષ્ટ ઉપાય છે. ગમે તેવો વિકલ્પ હોય એનાથી ભિન્ન પડવું અને સ્વરૂપમાં અભેદ થવું એ ઉપાય છે. એ વાત કરે છે, જુઓ ! उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो। कोहो कोहे चेव हि उवओगे णत्थि खलु कोहो।।१८१।। अट्टवियप्पे कम्मे णोकम्मे चावि णत्थि उवओगो। उवओगम्हि य कम्मं णोकम्मं चावि णो अत्थि।।१८२।। एदं तु अविवरीद णाणं जइया दु होदि जीवस्स। तइया ण किंचि कुव्वदि भावं उवओगसुद्धप्पा।।१८३।। હરિગીત. ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં, છે ક્રોધ ક્રોધ મહીં જ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. ૧૮૧. ઉપયોગ છે નહિ અષ્ટવિધ કમ અને નોકર્મમાં, કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં. ૧૮૨. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉભવે છે જીવને, ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩. ટકા – ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી (અર્થાત્ એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી).” આહા..હા..! ખરેખર ભગવાન એક આત્મસ્વરૂપ, તેની બીજી વસ્તુ નથી. બીજી તેની નથી. એકની બીજી નથી. આહા..હા..! એના પુણ્ય-પાપેય, એના નથી. આહા...! એક વસ્તુની બીજી વસ્તુ નથી. કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી....” આહા..હા....! મુમુક્ષુ — વિકારના પ્રદેશો જુદા છે. ઉત્તર :- આમાં કહ્યું શું ? ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ઉપયોગ છે. શુદ્ધ શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન ને શાંતિની પરિણતિ એ ઉપયોગમાં ઉપયોગઆત્મા છે. શું કીધું? ઉપયોગમાં ઉપયોગ છે. પહેલો ઉપયોગ છે એ શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રની નિર્મળ પરિણતિ. એ ઉપયોગમાં ઉપયોગ છે (એટલે કે એમાં આત્મા છે. કારણ કે એ દ્વારા આત્મા જણાય છે. છે ને ? Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ સમયસાર સિદ્ધિ-૬ ઉપયોગમાં ઉપયોગ છે. આહા...! પહેલો શબ્દ જ આકરો છે. આત્મા શેમાં છે ? કહે છે કે, આત્મા શુભ-અશુભ ભાવરહિત શુદ્ધ ભાવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર, એવા ભાવમાં આત્મા છે. આત્મામાં આ ભાવ છે એમ નહિ લેતાં આ ભાવમાં આત્મા છે (એમ કહ્યું). કેમ ? એને આધાર બનાવ્યો. આધેય બનાવ્યો આત્માને શું કીધું ઈ ? શુદ્ધ સમ્યગ્દર્શન, જ્ઞાન પવિત્ર પરિણામ, એને આધાર બનાવ્યો. એને આધારે જ આત્મા આધેય છે. આ ઝીણી વાત છે. ઉપયોગમાં ઉપયોગ છે. પહેલો ઉપયોગમાં એટલે શુદ્ધ પરિણતિ. વીતરાગી શ્રદ્ધા, જ્ઞાન ને શાંતિ એ શુદ્ધ પરિણતિ તે ઉપયોગ. એ ઉપયોગમાં ઉપયોગ છે. એ ઉપયોગની પરિણતિમાં આત્મા છે. આમ જોઈએ તો દ્રવ્યને આધારે પર્યાય છે. અહીં તો કહે છે કે, પર્યાયને આધારે દ્રવ્ય છે. કારણ કે પર્યાયથી જણાણો ને એટલે. સમજાય છે ? બીજી શૈલી કરતાં આ શૈલી જુદી લીધી. ઉપયોગમાં આત્મા છે. ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગ. રાગ-દ્વેષ રહિત એવો જે શુદ્ધ ઉપયોગ, એ ઉપયોગમાં ઉપયોગ એટલે આત્મા દ્રવ્ય છે. કેમકે એ શુદ્ધ ઉપયોગ દ્વારા જણાય છે. જેનાથી જણાણો એને આધારે આત્મા છે એમ કીધું. થોડી ઝીણી વાત છે. આ ગાથા થોડી ઝીણી છે. આહા..! કેમકે પરિણતિ જે શુદ્ધ છે, એ શુદ્ધમાં શુદ્ધ દ્રવ્ય છે એમ જણાય છે. અશુદ્ધથી જણાતો નથી તેમ શુદ્ધમાં દ્રવ્ય છે એવું જાણ્યું કોણે ? કે, શુદ્ધ પરિણતિએ. એટલે શુદ્ધ પરિણતિમાં શુદ્ધ દ્રવ્ય છે. આહા...હા...! ઉપયોગમાં ઉપયોગ છે. આ...હા...! હજી આગળ લેશે. કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી...” શું કહે છે ? આ આવ્યું આમાં. ઉપયોગ શુદ્ધ છે એમાં આત્મા છે. હવે, અહીં તો એ લેવું છે કે, જે પુણ્ય અને પાપના ભાવ છે એના પ્રદેશો ભિન્ન છે. અસંખ્ય પ્રદેશમાં એ પર્યાય ઉત્પન્ન થાય એના ભેદ છે. વિકારી ભાવ ઉત્પન્ન થાય તે આત્માના અસંખ્ય પ્રદેશથી ભિન્ન પ્રદેશ છે. લ્યો, આવું ઝીણું છે. છે તો એ અસંખ્ય પ્રદેશ, પણ એનો જે છેલ્લો ભાગ છે એના એ પ્રદેશમાં છે. એથી અહીં કહ્યું કે, “બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી...” ભગવાનઆત્માની શુદ્ધ પરિણતિમાં જણાણો એ પ્રદેશ અને આસવના પ્રદેશ બે તદ્દન ભિન્ન છે. છે તો એના અસંખ્ય પ્રદેશ. ઝીણી વાત છે, ભઈ ! અહીં તો વિકાર (લીધું છે). નહિતર નિર્વિકારીમાં પણ પ્રદેશ ભિન્ન છે. નિર્વિકારી પરિણતિ અને શુદ્ધ દ્રવ્ય, ઓલી પર્યાય છે માટે એટલો અંશ, પ્રદેશ ભિન્ન છે. પણ ઈ અહીં અત્યારે નથી કહેવું. એ ચિવિલાસમાં આવે છે. ચિવિલાસમાં ! ‘ચિદ્વિલાસ” ! નિર્મળ પરિણતિના પ્રદેશ ભિન્ન છે અને દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. નિર્મળ પરિણતિ પર્યાય છે અને દ્રવ્ય છે તે ધ્રુવ છે. આહાહા..! સમજાણું કાંઈ ? કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી.” આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ ! એનું Page #453 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮૧ થી ૧૮૩ ૪૩૫ જે ભાન થયું એ ભાનમાં આત્મા જણાણો માટે ભાનમાં આત્મા છે. આત્મામાં ભાન છે એમ નહિ. રાગથી, શુભથી તો જણાય નહિ. રાગથી ભિન્ન (છે). દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ આસ્રવ છે. એનાથી આત્મા જણાય નહિ અને એનાથી આત્માને લાભ થાય નહિ. એ અંદર જણાય (તો) આસ્રવરહિત શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા, શાંતિ ને આનંદની જે પિરણિત થાય એમાં આત્મા જણાણો. એમાં આત્મા છે. જેમાં જણાણો તેમાં તે છે. આ ઝીણું છે. કેમકે એક વસ્તુની બીજી વસ્તુ નથી. એક આત્મા બીજા આત્મામાં નથી, બીજા આત્માને લઈને નથી. આહા..હા...! એક પરમાણુ બીજા પરમાણુને લઈને નથી. આહા..હા...! એમ આ આત્મા બીજા દ્રવ્યને લઈને નથી, કર્મને લઈને નથી. આહા..હા...! એક વસ્તુની બીજી વસ્તુ નથી... એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. એ આત્માને અને કર્મને પણ કાંઈ સંબંધ નથી. કર્મ પદ્રવ્ય છે, આ ચૈતન્ય સ્વદ્રવ્ય છે. બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી...' જોઈ ઓલી વસ્તુ કીધી ! કોને ? એ આસવને પણ વસ્તુ કીધી. દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ આસવ, રાગ છે) એને અહીં વસ્તુ કીધી. એક વસ્તુની બીજી વસ્તુ નથી...' કેમકે બન્નેના પ્રદેશો ભિન્ન છે. આ..હા...હા...! પહેલું એ સિદ્ધ કર્યું કે, ચૈતન્યપ્રભુ એ આસ્રવ વસ્તુથી ભિન્ન છે. આસ્રવ વસ્તુ એ જીવની નહિ અને જીવ આસ્રવનો નહિ. આહા..હા...! એક વસ્તુની બીજી વસ્તુ નથી...' આસ્રવો આત્માની વસ્તુ નથી. આત્માના પરમાણુ આદિ નથી. આત્માના આ છોકરા, બાયડી, પૈસા, ધંધો એના નથી. મુમુક્ષુ :- નિશ્ચયે નથી, વ્યવહારે છે. ઉત્તર :- વ્યવહાર એટલે ખોટું બોલવા માટે હોય. આહા..હા...! અહીં તો આસવમાં એ વસ્તુ નથી. વસ્તુ છે એ બીજી વસ્તુની નથી એટલે આસવની નથી. મિથ્યાત્વ ને રાગ-દ્વેષના પરિણામ થાય તેની આ વસ્તુ નથી. આહા..હા....! તો બહારની વાત તો કયાં કરવી ? કહો, ‘ચીમનભાઈ’ શું કરવું આમાં ? કારખાનામાં જાવું ? આ..હા...! અહીં બે વસ્તુ લીધી. એક કોર આસ્રવ અને એક કોર આત્મા. બીજી ચીજ તો છે જ નહિ પણ એક વસ્તુ બીજી વસ્તુમાં નથી. એટલે આત્મા આસવમાં નથી અને આસ્રવ આત્મામાં નથી. આહા..હા...! આ ગંભી૨ શ્લોક છે. કારણ કે, (એક વસ્તુને બીજી વસ્તુ સાથે) સંબંધ જ નથી. આહા..હા....! ભગવાનઆત્મા અને આસ્રવને કાંઈ સંબંધ જ નથી. આહા..હા...! ભિન્ન તત્ત્વ છે કે નહિ ? આત્મા અને આસ્રવ તો ભિન્ન તત્ત્વ છે ને ? નવ તત્ત્વમાં ભિન્ન છે કે નહિ ? તો આ નવ તત્ત્વમાં આવ્યું. આત્મા જ્ઞાયકતત્ત્વ છે, આસ્રવ મલિનતત્ત્વ છે, ભિન્ન તત્ત્વ છે. આહા..હા...! આવી વાત સાંભળે નહિ, સાંભળવા મળે નહિ પછી ગોટા Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ સમયસાર સિદ્ધિ-૬. વાળે. એક સમયનો સંવર એના જન્મ-મરણના અંત લાવે. આહા...હા....! બે વાત થઈ કે, એક વસ્તુને બીજી વસ્તુ સાથે) સંબંધ નથી. આત્માને અને આસવને સંબંધ નથી, આત્માને અને કર્મને સંબંધ નથી, આત્માને અને શરીરને સંબંધ નથી, આત્માને બહારના ધંધા, બાયડી, છોકરાની સાથે કાંઈ સંબંધ નથી, કહે છે. મુમુક્ષુ :- કોઈ રોટલા નહિ ઘડી શ્વે. ઉત્તર :- કોણ (ઘડે) ? એનો આત્મા છે એ બીજી ચીજનો નથી. એનો આત્મા છે – સ્ત્રીનો આત્મા છે એ પતિનો નહિ. પતિનો આત્મા છે એ પત્નીનો નહિ. આહા..હા...! એક વસ્તુને બીજી વસ્તુ (સાથે) સંબંધ નથી. આ..હા...હા...! આવું છે. અહીં તો આગળ લઈ ગયા. એક વસ્તુ – આસ્રવ એ બીજી વસ્તુ છે, એમ કહે છે. આમ તો નવ તત્ત્વમાં તો સંવરતત્ત્વ જ ભિન્ન લીધું છે. અત્યારે એને શુદ્ધ સંવર છે તેમાં એ જણાય છે માટે તેને આધારે જણાણો માટે એનો આધાર – સંવરનો આધાર આત્માને છે. સંવરનો આધાર આત્માને છે ! કેમકે સંવર દ્વારા જણાણો. સમજાણું કાંઈ? આહાહા.! બહુ ટૂંકું થોડામાં શરૂઆત કરી છે, ભારે કરી છે. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી.” નિશ્ચયથી એટલે ખરેખર એમ કીધું છે. પણ વ્યવહારે છે કે નહિ ? કોઈ એમ કહે. વ્યવહારે કહેવામાં આવે એ તો કથનમાત્ર છે કે, ભઈ ! આ મારું શરીર છે કે આ મારા કર્મ છે કે જીવને ત્રણ શરીર છે ને જીવને ઔદારિક, તેજસ, કાર્મણ શરીર છે. ઈ કથનમાત્ર કહેવામાં આવે છે. બાકી એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કાંઈ સંબંધ નથી. આહા...હા...! એ તો વળી પ્રદેશભિન્નવાળી ચીજો તો નથી પણ આ આસવ છે એ તો પોતાના પ્રદેશમાં છે, છતાં એ પ્રદેશ ભિન્ન છે અને આત્માના પ્રદેશ ભિન્ન છે. નિર્મળ શુદ્ધ ધ્રુવના પ્રદેશ ભિન્ન છે અને જેટલા અંશમાંથી આસ્રવ ઉત્પન્ન થાય તે પ્રદેશ જુદા છે. આ..હા...હા...! એ વસ્તુ જુદી છે તો વસ્તુના પ્રદેશો પણ જુદા છે. અરે ! શું કીધું સમજાણું ? આત્મા ભગવાન ચિદાનંદ સ્વરૂપ, એમાં પુણ્ય અને પાપના ભાવ બીજી વસ્તુ છે તો એને ને એને કાંઈ સંબંધ નથી. કાંઈ સંબંધ નથી એટલું નહિ પણ હવે (કહે છે) એના પ્રદેશ ભિન્ન છે. આહાહા.! જે ક્ષેત્રમાં, જેટલામાં ધ્રુવપણું છે એટલામાં એ આસવ નથી. એનાથી જરી ભિન્ન પ્રદેશ છેલ્લા અંશમાં આસ્રવ છે. એટલે એના પ્રદેશ અસંખ્ય માહ્યલો પ્રદેશ ભિન્ન છે. છે તો પોતાના અસંખ્ય પ્રદેશ) જે છે ઈ. આહા..હા..! મુમુક્ષુ :- એક અપરિણમતા પ્રદેશ ને એક પરિણમતા પ્રદેશ છે ? ધ્રુવ અપલટતા પ્રદેશમાં બિરાજમાન અને આસ્રવ પલટતા પ્રદેશમાં છે. ઉત્તર :- છેલ્લા અંશમાં છે. છેલ્લો અંશ, અસંખ્ય પ્રદેશનો છેલ્લો અંશ. એ પ્રદેશ એટલા ભિન્ન છે. આની કોર આખો ધ્રુવ આત્મા ભિન્ન છે. આહા..હા...! Page #455 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૧૮૧ થી ૧૮૩ મુમુક્ષુ :– છેલ્લાનો મતલબ કે પરિણમતા પ્રદેશ, પલટતા પ્રદેશ લેવા ને ? ઉત્તર :– પલટતા નહિ, પલટવાની અપેક્ષા નથી. અહીં તો ક્ષેત્રની અપેક્ષા (છે). ક્ષેત્ર જ ભિન્ન છે. એ ભાવ ભિન્ન છે તેથી તેનું ક્ષેત્ર ભિન્ન છે. આહા..હા..! શ૨ી૨, વાણી એક કોર રાખો પણ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ એ ભાવ ભિન્ન છે તેથી વસ્તુ ભિન્ન છે એથી તેના પ્રદેશો ભિન્ન છે. આ..હા..હા...! પ્રદેશ તો અસંખ્યપ્રદેશ માહ્યલા જ છે. પણ એ ભિન્ન છે, આ ભિન્ન છે. ઝીણી વાત છે. આ..હા...! બહુ ઝીણી વાત છે. આહા..હા...! ૪૩૭ કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે...’ આહા..હા...! ભગવાનઆત્માની સત્તા અને આસવની સત્તા, બેય ભિન્ન હોવાથી બેયની એક સત્તાની અનુપપત્તિ છે (અર્થાત્) બેયની એક સત્તા નથી. બેની બે સત્તા છે. આહા..હા...! બે-ત્રણ લીટીમાં તો (કેટલું ભરી દીધું છે) ! ‘તેમને એક સત્તાની અનુપપત્તિ છે...’ આસવભાવ મિલન ભાવ, અશુિચ ભાવ. ભગવાન નિર્મળ ને શુચિ – પવિત્ર ભાવ છે). બેની સત્તા ભિન્ન ભિન્ન છે. આ..હા..હા...! બેનું હોવાપણું જુદું જુદું છે. આહા..હા...! જેમ શરી૨ અને કર્મથી આત્મા જુદો છે) અને આત્માથી આ જુદી ચીજ છે. એ તો પૃથક્ પ્રદેશ છે. આ શરીર, વાણી, કર્મના પૃથક પ્રદેશ છે અને આસવના પૃથક પ્રદેશ નથી, એ માહ્યલા પ્રદેશનો છેલ્લો અંશ એ એનો પ્રદેશ છે. આ શરીર, વાણી, મન એના પ્રદેશ ભિન્ન છે, પૃથક પ્રદેશ છે. આત્માના પૃથક અને આના પૃથક. આમાં (–આસવમાં) પૃથક છે ખરા પણ એ અસંખ્ય માહ્યલા પૃથક છે. બીજા જુદા પ્રદેશ છે એમ નહિ. શું કહ્યું ? અસંખ્ય પ્રદેશ છે એ માહ્યલા જેટલા અંશમાં જેટલા ક્ષેત્રમાંથી આસવ થાય છે એને પ્રદેશ ભિન્ન ગણ્યા છે, એના પ્રદેશ જુદા ગણવામાં આવ્યા છે. ઝીણું બહુ ! અસંખ્ય પ્રદેશમાંથી એના પ્રદેશ ભિન્ન ગણવામાં આવ્યા છે. છે તો અસંખ્ય (પ્રદેશ), પણ જેટલા ક્ષેત્રમાંથી આસ્રવ ઉત્પન્ન થાય તે ક્ષેત્ર ભિન્ન, તેના પ્રદેશ ભિન્ન. જેમાં આત્મા નિર્મળાનંદ પડ્યો છે એના પ્રદેશ ભિન્ન, તે નિર્મળ ક્ષેત્ર છે. મુમુક્ષુ :- દૃષ્ટાંત દઈને સમજાવો. ઉત્તર :- દૃષ્ટાંત ! આ તો સાદી ભાષા છે, આ તો સાદી ભાષા (છે). જ્યાં આત્માની પર્યાયમાં આસ્રવ જે છે, એ અશુચિ અને મિલન છે. તેથી તે આત્માની ચીજથી ભિન્ન છે એક વાત. અને ભિન્ન છે માટે તેના પ્રદેશ પણ ભિન્ન છે. કોઈપણ ચીજ, આ ઘાસ ઉગે, જમીન છે એમાં પથ્થર આમ ઊંચો હોય. એમાં છેલ્લે ભાગે ઘાસ ઉગે. તો એ ઘાસ જેટલામાં ઉગે એટલા પ્રદેશ ભિન્ન છે અને એ સિવાય આખો પથરો મોટો ભિન્ન છે. આહા..હા...! — Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ સમયસાર સિદ્ધિ-૬ મુમુક્ષુ :- આત્માના પૂરા પ્રદેશમાં આસ્રવતત્ત્વ નથી ? ઉત્તર ઃ– અસંખ્ય પ્રદેશમાંથી... અસંખ્ય પ્રદેશમાંથી જેટલા અંશમાંથી પુણ્ય-પાપ, આસ્રવ ઉત્પન્ન થાય તે પ્રદેશ અને આ પ્રદેશના – નિર્મળના પ્રદેશથી ભિન્ન ગણવામાં આવ્યા છે. ઝીણી વાત છે, ભઈ ! મુમુક્ષુ :– એક એક પ્રદેશમાં ભિન્ન છે ? ઉત્તર ઃ- દરેક પ્રદેશે પ્રદેશે ભિન્ન છે. અસંખ્ય પ્રદેશથી ભિન્ન છે એટલે એ તો દરેક પ્રદેશથી એ ભિન્ન જ છે. અસંખ્ય પ્રદેશમાં છેલ્લા અંશમાં આસ્રવ થાય છે અને આ અસંખ્ય પ્રદેશમાં આખો આત્મા છે. એટલે કોઈ પ્રદેશ આત્માનો – ધ્રુવનો જે છે, એ આસવોનો નથી. આસવનો પ્રદેશ છે તે આનો નથી. આહા..હા...! – મુમુક્ષુ :– આપ એમ કહેવા માગો કે, ઉપરનો ભાગ અને અંદરનો ભાગ ? ઉત્તર ઃ- ઈ છે તો એની એ ચીજ, પણ જરી ઉપર છેલ્લી સ્થિતિ અને આમ અંદર. મુમુક્ષુ :- આત્મામાંથી નીકળી જાય છે માટે. ઉત્તર :– નીકળી જાય છે માટે અથવા પ્રદેશ તો કાંઈ નીકળતા નથી. ભાવ નીકળી જાય છે એટલે નથી કીધું, ખ્યાલમાં છે. આસવનો ભાવ નીકળી જાય છે પણ કાંઈ ઓલા પ્રદેશ નીકળી નથી જતા. પણ જ્યાં સુધી આસ્રવ છે ત્યાં સુધીના પ્રદેશ ભિન્ન છે એમ કહેવામાં આવે. આહા..હા...! (અહીંયાં કહે છે) ‘તેમને એક સત્તાની અનુપપત્તિ છે...' આસ્રવ જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ (છે) એ આસ્રવ છે અને તે જેટલા અંશમાંથી ઉત્પન્ન થાય તેનું ક્ષેત્ર જુદું છે. તેથી આત્મસત્તા અને આસવની સત્તા બેય એક નથી. બેયની સત્તા બે જુદી જુદી છે. બેનું હોવાપણું બેપણે છે. આસવનું હોવાપણું આત્માથી નહિ અને આત્માનું હોવાપણું આસવથી નહિ. આહા..હા...! આવું છે. મુમુક્ષુ :- બે વચ્ચે અતભાવ છે કે અત્યંતઅભાવ છે ? ઉત્તર :– અહીં તો અત્યંતઅભાવ છે. વિકાર છે ને ! અત્યંતઅભાવ છે. આ..હા..! વિકારને અત્યંતઅભાવ કહ્યું ને ! આકરી વાત છે ભાઈ આ બધી. સંવર અધિકા૨’ આકરો છે. આ..હા...! મુમુક્ષુ :- આત્મામાંથી નીકળી જાય છે. ઉત્તર :– નીકળી જાય છે છતાં પ્રદેશ તો એના રહે છે. આસ્રવ નીકળી જાય પણ જે પ્રદેશ નિર્મળ છે ને એ રહે. અહીં તો જ્યાં સુધી આસ્રવ છે અને આત્મા છે ત્યાં સુધીની વાત છે. જ્યાં સુધી ભગવાન અહીં છે અને આસ્રવ છે ઈ વસ્તુ ભિન્ન છે. તો ભિન્ન છે તો પ્રદેશ ભિન્ન છે. પછી આસ્રવ નીકળી ગયા પછી ઓલા એના પ્રદેશ હતા એ બધા નિર્મળ થઈ ગયા. અરે.. અરે..! વાતું ભારે ! Page #457 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૮૧ થી ૧૮૩ ૪૩૯ મુમુક્ષુ :- જરી કઠણ પડે. ઉત્તર :- હા, કઠણ પડે તેથી ધીમે ધીમે લઈએ છીએ). એ ભાવ આવે છે તે રીતે પકડો. જે આસવ ભાવ છે એ આત્મવસ્તુથી એને બીજી વસ્તુ જ કહેવામાં આવી છે. પર્યાયને પણ વસ્તુ કહેવામાં આવી છે. અન્ય વસ્તુ (કહેવામાં આવી છે). ત્રિકાળની અપેક્ષાએ પર્યાયને અન્ય વસ્તુ (કહી છે). અમથી નિર્મળ પર્યાય (પણ). આહા...! “ચિવિલાસમાં ઘણો અધિકાર છે. નિર્મળ પર્યાય અન્ય વસ્તુ છે. આહા..હા...! ત્રિકાળીની અપેક્ષાએ એક સમયની અવસ્થા તે ભિન્ન છે. છતાં એ પર્યાય નિર્મળ છે અંદર અને વસ્તુ પણ નિર્મળ છે. આમાં ચાલતા વિષયમાં) ફેર છે. જેટલામાં ભગવાન શુદ્ધ ચૈતન્ય છે એ બધા નિર્મળ પ્રદેશો છે, અને જે પ્રદેશના અંશમાં પુણ્ય-પાપ, મિથ્યાત્વ આદિ ઉત્પન્ન થયું એ વસ્તુ જુદી અને તે પ્રદેશ જુદા. જે પ્રદેશ જુદા તો એમ કોઈ કહે કે, આસ્રવ ગયા પછી એ પ્રદેશ ક્યાં ગયા ? કે, આસ્રવ ગયા પછી પ્રદેશ નિર્મળ થઈ ગયા. પછી ઈ અનેરી વસ્તુ ન રહી. આહાહા...! સમજાણું કાંઈ ? આ સવા છે ત્યાં સુધી અન્ય વસ્તુના પ્રદેશ ભિન્ન છે. આસ્રવનો નાશ થયો ત્યારે પછી એ આસ્રવના જે પ્રદેશ હતા એ તો અભિન્ન થઈ ગયા, નિર્મળ થઈ ગયા. પછી એ પ્રદેશ આસવના હતા માટે ભિન્ન રહી ગયા, નિર્મળ પણ એમ નથી. એ.ઈ....! મુમુક્ષુ :- અગમનિગમની વાત છે. ઉત્તર :- અગમનિગમની વાત છે. આહા...હા....! (અર્થાત્ બન્નેની સત્તા જુદી જુદી છે); અને એ રીતે એક વસ્તુની બીજ વસ્તુ નહિ હોવાથી... આહાહા...! હવે ત્રીજો બોલ આવ્યો. ‘એક સાથે બીજીને આધારાધેયસંબંધ પણ નથી જ. આ.હા..હા...! આત્માને આધારે કર્મ રહે અને કર્મને આધારે આત્મા તો નથી. આ શરીર આત્માને આધારે રહે છે એમ નથી). આ જીવતું શરીર છે ત્યાં સુધી આમ રહે, લ્યો ! જીવ નીકળી ગયા પછી ? મુમુક્ષુ :- પડી જાય. ઉત્તર :- પડી જાય ! અહીં કહે છે કે, જીવને આધારે આ માથું રહ્યું નથી. આહાહા...! કોઈને આધારે કોઈ દ્રવ્ય રહેતું નથી. અહીં તો આસવને આધારે આત્મા નથી એમ કહે છે). આ...હા...હા...! ઝીણી વાત છે. (કળશ) ટીકાકારે તેથી આ ૐ નમઃ કરીને ટીકા શરૂ કરી. બીજે ૐ નમ: નથી લખ્યું. ૩ૐ નમઃ નથી લખ્યું. ક્યાંક મેં મૂક્યું છે, હોં ! છે ? આ નહિ, ઓલું. નથી. એમાં છે. સંવર એટલે કે મોક્ષનો માર્ગ, આત્માની નિર્મળ પરિણતિ. તેનું મંગળિક કરતાં પહેલો ૐ નમઃ કર્યો. આહા...હા...! પહેલી એ વાત થઈ કે, એક વસ્તુની બીજી વસ્તુ નથી. આવી ગયું ? પછી એક Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ સમયસાર સિદ્ધિ-૬ વસ્તુના અને બીજી વસ્તુના પ્રદેશ ભિન્ન છે એમ કહ્યું. તેથી બેની સત્તા એક નથી. એમ કહ્યું. હવે કહે છે કે, એકબીજાને આધાર-આધેય પણ નથી. આધાર-આધય સંબંધ પણ નથી, એમ છે ને ? ‘આધારાધેયસંબંધ પણ નથી..” ઓલા બે તો કીધા, હવે આ ત્રીજું કહેવું છે. આહા..હા...! શરીરને આધારે આત્મા અને આત્માને આધારે શરીર, આત્મા જ્યારે નીકળીને સ્વર્ગમાં જાય ત્યારે કર્મને આધારે આત્મા ત્યાં જાય છે અને આત્માને આધારે કર્મ જાય છે એમ નથી. સૌનું કારણ સૌ. આહાહા! સ્વર્ગમાં જાય ત્યારે કર્મ તો સાથે છે ને ? પણ એ કર્મને આધારે આત્મા ચાલે છે અને આત્મા ગતિ કરે છે માટે આત્માને આધારે કર્મ સાથે આવે છે એમ નથી. આહા...હા...! આવી ચીજ છે. આચાર્યોએ ગજબ કામ કર્યા છે ! સાદી ભાષામાં.. એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી, એમ. એક સાથે બીજીને, એકની સાથે એટલે બીજાની સાથે બીજીને આધાર-આધયસંબંધ પણ નથી જ. તેથી દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ (દઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે. આહા...હા...! તેથી પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ આધારાધેયસંબંધ છે. એટલે આત્માની નિર્મળ પરિણતિ તે આધાર છે, ભગવાન તે આધેય છે. એનાથી જણાય માટે તે આધેય છે. આહા...હા..! આસ્રવ આધેય છે અને આત્મા અને આધાર છે, એમ છે નહિ. ઓલા રાડ્યું પાડે છે ને કે, વ્યવહારથી નિશ્ચય થાય. જૂઠી વાત છે. રાગ – પુણ્ય-પાપના દયા, દાનનો આસવ એ વસ્તુ જ ભિન્ન છે, તેના પ્રદેશ ભિન્ન છે, તેની સત્તા ભિન્ન છે. આહા..હા..! આવો માર્ગ છે. હવે, ચોથું. પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ (દઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે.' આહા..હા...! શું કહે છે ઈ ? ભગવાનઆત્મા નિર્મળ શુદ્ધ ચૈતન્ય, એની શુદ્ધ પરિણતિને આધાર-આધેય છે. (શુદ્ધ પરિણતિ) આધાર છે, એને આત્મા આધેય છે. બીજાના આધારઆધેય સાથે સંબંધ કાંઈ નથી. જેની શુદ્ધ પરિણતિથી જણાય તેથી તેને આધાર કહ્યો અને આત્માને આધેય કહ્યો. આવું છે. “તેથી દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા રૂપ (દઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે. પોતાની સાથે આધાર છે. એટલે ? નિર્મળ પરિણતિ તે આધાર અને આત્મા તે આધેય એમ સંબંધ છે. સમજાય છે કાંઈ ? નિર્મળ મોક્ષનો માર્ગ તે આધાર, આત્મા તે આધેય. સંવર તે આધાર, આત્મા આધેય. કેમકે સંવરથી તે આત્મા જણાય છે. નિર્મળ પરિણતિથી તે આત્મા જણાય છે. એટલે સંવરની સત્તા અને આની સત્તા ત્યાં એક ગણી નાખી અને એને આધારઆધેય સંબંધ ગણ્યો. સંવર આધાર છે, વસ્તુ આધેય છે. વિશેષ કહેશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) Page #459 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૮૧ થી ૧૮૩ ૪૪૧ પ્રવચન . ૨૫૮ ગાથા–૧૮૧-૧૮૩, બુધવાર, જેઠ વદ ૧૧, તા. ૨©૬-૧૯૭૯ (“સમયસાર) ૧૮૧થી ૧૮૩ ગાથા). “એક વસ્તુની બીજી વસ્તુ નથી...” એમાં આખો સિદ્ધાંત છે. એક ચીજની બીજી ચીજ નથી. એનો અર્થ એ થયો કે પુણ્ય અને પાપના વિકાર પણ એના – આત્માના નથી. “એક વસ્તુની બીજી વસ્તુ નથી. બીજી અનંત અન્ય (ચીજ છે એ તો નથી. પણ અંદરમાં થતાં ક્રોધ, માન, પુણ્ય, દયા, દાનાદિના ભાવ એ પણ એક વસ્તુની – એ વસ્તુ આત્માની નથી, આત્મામાં એ નથી. આહા...! “(એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી)...” નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ક્યાં ગયો ? મુમુક્ષુ :- નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એટલે કાંઈ નથી. ઉત્તર :- ઈ કાંઈ તો કહે, જાણવા માટે છે. એ નિમિત્ત એના પણે, નૈમિત્તિક પોતાની પર્યાયરૂપે પરિણમે. એકબીજાને કાંઈ સંબંધ છે નહિ. કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી...' છે ? આત્માના પ્રદેશ અને શરીર, વાણી, કર્મના પ્રદેશ તો જુદા છે પણ એમાં પુણ્ય-પાપના ભાવ થાય એનાય પ્રદેશ અહીં જુદા ગણવામાં આવ્યા છે. જુદા ગણવામાં આવ્યા છે. જુદા એટલે છે તો અસંખ્ય પ્રદેશ માહ્યલા પણ એનો અંશ જેમાં જેટલો વિકાર ઉત્પન્ન થાય તેટલા ક્ષેત્રને ભિન્ન પ્રદેશ ગણવામાં આવ્યા છે. સમજાય છે ? કેમકે બીજી બીજાની વસ્તુની નથી અથવા સંબંધ નથી. કેમ ? કે, બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી. આહાહા...! ઓલા “કાંતિલાલે લખ્યું છે, રત્નત્રયમાં એક ઓલામાં આવે છે ને ? પંચ પરમેષ્ઠીની સ્તુતિ-ભક્તિથી વિશુદ્ધ પરિણામ થાય છે. “મોક્ષમાર્ગ પ્રકાશક અને વિશુદ્ધથી પછી શુદ્ધ થાય છે, એમ આવે છે. વિશુદ્ધિથી શુદ્ધ થાય છે. એવું ગોતીને નાખે. એ તો જરી નિમિત્તથી કથન કર્યું. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે. જ્યાં પંચ પરમેષ્ઠીની વાત કરી ને ત્યાં પંચ પરમેષ્ઠીની સ્તુતિ વિશુદ્ધ (છે). વિશુદ્ધ પણ એને એમ વિશુદ્ધ (એટલે) જાણે કે શુભને જ વિશુદ્ધ કહે છે, એમ. પણ વિશુદ્ધ તો શુદ્ધને પણ કહે છે, શુભને પણ કહે છે. આ ઠેકાણે ભલે વિશુદ્ધ શુભ છે. પણ બીજે ઠેકાણે શુદ્ધને પણ વિશુદ્ધ કહે છે અને શુભભાવને પણ વિશુદ્ધ કહે છે. અને શુભભાવ વિશુદ્ધ એ બંધનું કારણ છે. અહીંયાં તો ઈ શુભભાવના પ્રદેશ જ જુદા (કહ્યા છે. ભાવ જુદો તો એનું ક્ષેત્ર – સ્થાન પણ જુદું, એમ કહે છે. આહાહા...! આત્માના શુભભાવ એના નહિ. એ વસ્તુ બીજી, એના પ્રદેશો જ બીજા છે. આના પ્રદેશો બીજા (છે). ભાવ બીજો એટલે વસ્તુ બીજી. દયા, દાનના પરિણામમાં આત્માની અપેક્ષાએ બીજી વસ્તુ છે અને એની અપેક્ષાએ. કેમ ? કે, Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ સમયસાર સિદ્ધિ-૬ પ્રદેશ ભિન્ન છે. બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે.” તેમને બેને એક સત્તાની ઉત્પત્તિ નથી. રાગના પરિણામ, દયા, દાન આદિ દેવ-ગુરુ-શાસ્ત્રની વ્યવહાર શ્રદ્ધાના પરિણામ) અને આત્મા, એ બેની સત્તા એક નથી. આહા..હા...! બેયની સત્તા તો જુદી, તદ્દન જુદી છે. આહાહા..! આમ છે. ઓલું છે એટલે એમાં નાખ્યું છે, આજે કાંઈક આવ્યું છે – રત્નત્રય. એક છાપું કાઢે છે ને ! ઈ આમાં છે ને – “મોક્ષમાર્ગ પ્રકાશકમાં ! એ ખબર છે, વિશુદ્ધિ (શબ્દ) બેય ઠેકાણે વપરાય છે. શુભમાંય વપરાય છે, શુદ્ધમાંય વપરાય છે. આ નાખ્યું છે. અરિહંતાદિની પ્રત્યે જે સ્તવનાદિરૂપ ભાવ થાય છે તે કષાયની મંદતાપૂર્વક હોય છે. માટે તે વિશુદ્ધ પરિણામ છે. એને વિશુદ્ધ (કહ્યા છે). જુઓ ! આમાં છે. વિશુદ્ધ કહેવાય છે. તથા સમસ્ત કષાયભાવ મટાડવાનું સાધન છે. નિમિત્તથી કહે છે). વ્યવહાર સાધન ક્યાંક કહ્યું છે ને ! એ અપેક્ષાએ એમ કહ્યું. તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. આટલું છે. અરે! એનું ક્ષેત્ર જુદું, પ્રદેશ જુદા, સત્તા જુદી. કયે ઠેકાણે કહ્યું હોય એ સમજવું જોઈએ). એ તો વ્યવહાર સાધન-સાધ્ય (આવે છે. નિર્મળ પર્યાયનું ક્ષેત્ર જુદું છે. પણ અહીં અત્યારે એનું કામ નથી. અહીં તો મલિન પરિણામ જે શુભ છે, ક્રોધાદિ ક્રોધ કહેશે, સ્વભાવ પ્રત્યેથી વિરુદ્ધ ભાવ એવો જે ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ-માન એટલે દ્વેષ અને માયા-લોભ એટલે રાગ. એ રાગ અને દ્વેષની સત્તા જુદી છે, એના પ્રદેશ જુદા છે. એ આત્માની વસ્તુથી વસ્તુ જુદી છે. આ..હા..! આવી વાત છે. (બન્નેની સત્તા જુદી જુદી છે);” આ.હા..હા...! ચૈતન્ય ભગવાન જ્ઞાયકસ્વભાવ અને વ્યવહાર રત્નત્રયનો રાગ એ બેના પ્રદેશ જુદા અને સત્તા જુદી. આહાહા...! જગતને બેસવું (કઠણ પડે). “અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી.” એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી “એક સાથે બીજીને આધારાધયસંબંધ પણ નથી જ.’ નથી જ, એમ કહ્યું છે. રાગ આધાર અને નિશ્ચય સ્વભાવ આધેય સમજાય, રાગને આધારે નિર્મળ (સ્વભાવ) સમજાય એમ નથી. આહા...હા...! નિર્મળ પર્યાય છે એમાં નાશવાન ઉપયોગ લીધો છે પણ એકલો શુદ્ધ ઉપયોગ છે એ સદાય ન રહી શકે એટલે એનું શુદ્ધ પરિણમન આધાર લીધું. નહિતર ઉપયોગમાં ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગમાં આત્મા છે. પણ એમ કહેવા જાય તો એકલો શુદ્ધ ઉપયોગ કેટલીક વાર નથી, પરિણમન શુદ્ધ છે અને ઉપયોગ રાગમાં જાય છે. એટલે એનું શુદ્ધ પરિણમન છે, આત્માનું શુદ્ધ પરિણમન છે તેમાં આત્મા છે. સમજાણું કાંઈ ? ઉપયોગનો અર્થ એવો થયો. જ્ઞાનસ્વરૂપ જાણનક્રિયા. એ જાણનક્રિયા ઉપયોગનો અર્થ કર્યો છે. આ..હા..! ઓલો તદ્દન શુદ્ધ ઉપયોગ કરે તો શુદ્ધ ઉપયોગ સદાય હોતો નથી. આહાહા..! એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી એક સાથે બીજીને આધારાધેયસંબંધ Page #461 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૮૧ થી ૧૮૩ ૪૪૩ પણ નથી જ.' સંબંધ પણ નથી, એમ કહ્યું. સત્તા તો જુદી છે પણ આધાર-આધય સંબંધ પણ નથી, એમ. તેથી પણ નથી જ.' એમ (કહ્યું). આ પણ નથી, એમ કહેવું છે). ઓલું તો પ્રદેશ જુદા છે, સત્તા જુદી છે પણ આધાર-આધેય સંબંધ પણ નથી. રાગ, વ્યવહાર રત્નત્રયનો રાગ આધાર અને એને લઈને આત્મા જણાય એમ નથી. આહા...હા...! આવી વાત “સંવર અધિકાર’માં ચોખ્ખી વાત મૂકી. તેથી દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ...” દરેક વસ્તુ પોતાના સ્વરૂપમાં આધાર – દઢપણે રહેવારૂપ “જ”. એકાંત કીધું. ‘આધારાધેયસંબંધ છે.” એટલે કે દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં જ રહેવારૂપ આધાર છે. માટે જ્ઞાન કે જે.” જ્ઞાન એટલે આત્મા. જ્ઞાન એટલે આત્મા એ પોતાની જાણનક્રિયા...” આમ ભાષા લીધી છે. ઓલો ઉપયોગ ન લેતા આ લીધું. જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એની જે જાણવાની, શ્રદ્ધવાની, સ્થિરતાની, આનંદની ક્રિયા. ટીકા. ખરેખર...” એટલે નિશ્ચયથી “એક વસ્તુની બીજી વસ્તુ નથી.” એટલે ? એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. એટલે ? ચૈતન્યસ્વરૂપને અને દયા, દાન, વ્રત કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વ્યવહારનો રત્નત્રયનો રાગ, એ રાગને અને આત્માને કાંઈ સંબંધ નથી. આહાહા...! છે ? ‘એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી)” કાંઈ સંબંધ નથી. આહાહા...! મુમુક્ષુ – શેય-જ્ઞાયક સંબંધ પણ નહિ ? ઉત્તર :- એ સંબંધ એટલે નિમિત્ત-નિમિત્ત થયો. એ તો કહે. એમાં કાંઈ એ તો નિમિત્ત વસ્તુ નથી. ખરેખર તો એ શેય અને આ, ઈ પણ વ્યવહાર છે. જ્ઞાન શેયને જાણે ઈ વ્યવહાર છે, જ્ઞાન જ્ઞાનને જાણે એ નિશ્ચય છે. ઝીણી વાત, ઝીણી વાત છે, ભાઈ ! આહા..હા..! અહીં તો પાઠ તો એવો છે, ઉપયોગમાં ઉપયોગમાં નથી એમ નથી કીધું. ઉપયોગમાં ઉપયોગ છે. ત્યારે અહીં ઉપયોગમાં ઉપયોગ છે એમ જો લેવા જઈએ તો શુદ્ધ ઉપયોગમાં આત્મા છે. તો એમ લેવા જઈએ તો શુદ્ધ ઉપયોગ તો સદાય હોતો નથી. એથી શુદ્ધ ઉપયોગમાં શુદ્ધ ઉપયોગ જે છે એનો અર્થ ઈ કરશે, પછી જાણનક્રિયા અર્થ કરશે. ઉપયોગ અર્થ નહિ કરે. કારણ કે ઉપયોગ છે એ શુદ્ધ ઉપયોગ સદાય રહેતો નથી. તો પછી એને આધારે જ હોય તો જાણનક્રિયા પરિણમન જે શુદ્ધ છે એનો આધાર નથી એમ થઈ જાય. છે ઈ. ઉપયોગ ભલે બહારમાં – રાગાદિમાં જાય છતાં આત્માની જાણનક્રિયા, પરિણમનક્રિયા, શુદ્ધ પરિણમનક્રિયા એ જ એટલો ઉપયોગ (છે). એમાં આત્મા છે. આહાહા...! નથી રાગમાં, નથી અજીવમાં, નથી શરીરમાં, નથી ખરેખર તો શુદ્ધ ઉપયોગમાંય પણ ત્રિકાળ વસ્તુ નથી. જાણનક્રિયામાં ઈ વસ્તુ છે. આહાહા...! મુમુક્ષુ - જાણનક્રિયામાં નિષ્ક્રિય વસ્તુ કેમ કહેવાય ? ઉત્તર :- જાણનક્રિયા એ નિર્મળ પરિણતિ છે એના દ્વારા જણાય છે. જાણનક્રિયાનો Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ સમયસાર સિદ્ધિ-૬ અર્થ છે કે, સ્વભાવનું નિર્મળ પરિણમન છે એ દ્વારા જણાય છે. પરિણમન છે એ આધાર છે, આત્મા તે આધેય છે. આહાહા....! એવી શૈલી લીધી છે. “એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી, કારણ કે બન્નેના પ્રદેશો બિન હોવાથી...” આ.હા...હા...! એ વ્યવહાર રત્નત્રયનો રાગ અને ભગવાન આત્મા, બેના પ્રદેશો ભિન્ન છે. છે અસંખ્ય પ્રદેશ માહ્યલા પણ અસંખ્ય પ્રદેશમાં જે પ્રદેશના અંશમાં રાગ ઉત્પન્ન થાય તે રાગભાવ અને તેનું ક્ષેત્ર, ભાવ અને તેનું ક્ષેત્ર, આના ભાવ અને આ ક્ષેત્રથી ભિન્ન છે. સમજાણું કાંઈ ? ઝીણી વાત છે, ભઈ ! આહા..હા...! મુમુક્ષુ :- મનમાં કલ્પના કરવાની કે બેય જુદા છે ? ઉત્તર :– જ્ઞાનસ્વરૂપ અહીં તો આત્મા લેવો છે. મુમુક્ષુ :- કાલ્પનિક રીતે જુદા ન પડે. ઉત્તર :- જુદા નહિ. આત્મા અને જ્ઞાન બેય એક જ અહીં તો લીધા. રાગ જુદો. જ્ઞાન શબ્દ અહીંયાં આત્મા છે. ઉપયોગ કીધો, ઉપયોગ કીધો ને ? ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં ઉપયોગ છે ઈ ઉપયોગ છે તો આ. આત્મા ઉપયોગમાં એટલે જાણનક્રિયામાં ઉપયોગ છે એટલે આત્મા છે. આહા..હા...! થોડી ઝીણી વાત છે, ભઈ ! આહા...હા! કેમકે બેયના પ્રદેશ જુદા છે. બેને સંબંધ નથી, કેમ ? કારણ આપે છે કે, બેયના પ્રદેશ જુદા છે. કારણ કે ભાવ જુદો છે તો ભાવનું ક્ષેત્ર પણ જુદું છે. ધ્રુવ અને ધ્રુવનું ક્ષેત્ર, ધ્રુવભાવ અને ક્ષેત્ર આનાથી જુદું છે અને આનાથી (-ક્રોધાદિથી) એ જુદું છે. અહીં તો વિકારમાં લીધું છે પણ નિર્વિકારી પરિણતિ થાય એનાય પ્રદેશ જુદા છે. કેમકે બે ભાવ થયા ને ! એક ધ્રુવભાવ છે અને એક પરિણતિ ભાવ છે. બે ભાવ થયા માટે બે ભાવના પ્રદેશ બેયના જુદા છે. શુદ્ધ પરિણતિના પ્રદેશ જુદા છે. અહીં તો અશુદ્ધ પરિણતિની) વાત કરી છે. સમજાણું કાંઈ ? આહાહા..! આવું ઝીણું છે. ઓલા કહે, દયા પાળો, વ્રત કરો ને અપવાસ કરો. લ્યો ! થઈ ગયો (ધર્મ) જાઓ! હવે એ વાણિયાને આ સમજવું ! એકબીજાને સંબંધ નથી કારણ કે બન્નેના અંશો – ક્ષેત્ર, ભાવ ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે.” શુદ્ધ સ્વરૂપ ભગવાનઆત્મા અને રાગ, બેની એક સત્તાની અનુપપત્તિ છે. બેની એક સત્તા જ નથી, બેની સત્તા જુદી છે. આહા...હા..! એ તો હમણાં કહ્યું, પેલા કાંતિલાલ ઈશ્વર છે ને ? માસિક કાઢે છે ને એમાં નાખ્યું છે. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં પહેલા (આવે છે કે, ભગવાનની સ્તુતિથી વિશુદ્ધ પરિણામ થાય છે. પણ વિશુદ્ધ તો શુભનેય કહેવાય છે, શુદ્ધને પણ કહેવાય છે). અહીં શુભને (વિશુદ્ધ) કહે છે. એનો અર્થ એમ નથી કે, શુભ છે માટે એને વિશુદ્ધ પરિણામ થાય છે). અપેક્ષાએ વિશુદ્ધ કીધા છે. પણ એ ઉપરાંત “મોક્ષમાર્ગ પ્રકાશક'માં જરી પોતે એવું લીધું છે કે, વિશુદ્ધિ છે એ શુદ્ધનું કારણ છે. એમ લીધું છે. નિમિત્તથી કથન છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૮૧ થી ૧૮૩ ૪૪૫ અહીં કહે છે, વિશુદ્ધિ જે શુભભાવ છે એ આત્મામાં નથી. બેની સત્તા જુદી છે. જુદી સત્તા જુદી સત્તાને શું કરે ? આહાહા..! આવું છે. કઠણ વાત છે, કઠણ. “એક સત્તાની અનુપપત્તિ છે (અર્થાત્ બન્નેની સત્તા જુદી જુદી છે);.” આહાહા.! જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવનો ભાવ, એને દ્રવ્ય ગણીએ તો એના પ્રદેશો પણ ભિન્ન છે. જેટલામાંથી ઈ ઉઠે છે એટલા અંશ – ક્ષેત્ર જુદું છે. એને પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ લઈએ તો કાળ એનો એક સમય પૂરતો, ક્ષેત્ર એ પ્રદેશનો છેલ્લો અંશ, વસ્તુ પોતે ઈ, ભાવ એનો એ વિકારી. સમજાણું કાંઈ આમાં ? જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ રાગના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જુદા. આહાહા....! અને ભગવાન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, એના પ્રદેશ જુદા. આહા...હા...! તેમને એક સત્તાની પ્રાપ્તિ છે જ નહિ. આહાહા...! પણ ઓલું “મોક્ષમાર્ગ પ્રકાશકમાં જરીક લખ્યું છે ને ! વિશુદ્ધિનું આઠમે પાને છે. સ્તવનથી એને વિશુદ્ધિ થાય છે. એને જાણે એમ કે, શુભને વિશુદ્ધ કીધો ને ! એમ. પણ એ શુભનેય વિશુદ્ધ કીધો છે અને શુદ્ધનેય વિશુદ્ધ કીધો (છે), બેય છે. શાસ્ત્રમાં બેય શબ્દ છે. વિશુદ્ધ એટલે ઓલા કષાયની તીવ્રતાની અપેક્ષાએ એને વિશુદ્ધિ કીધી છે, પણ છે તો રાગ, કષાય અને આત્માની સત્તા બે જુદી, બેના પ્રદેશ જુદા, બેના ભાવ જુદા. એ ઉપરાંત ‘એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી એક સાથે બીજીને આધારાધેયસંબંધ પણ નથી જ. આહાહા...! રાગ આધાર અને નિર્મળ પરિણતિ આધેય, એને આશ્રયે પ્રગટે એમ નથી. આહા..હા...! આધારઆધેય સંબંધ પણ નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ (આધાર અને આત્મા આધેય એમ નથી). એક કોર કુંદકુંદાચાર્યદેવ” “મોક્ષ પાહુડમાં કહે કે, “પરવવીવો કુમારું ! “પરબ્બાવો અને એક કોર એમ કહે કે, એ વિશુદ્ધિ એ શુદ્ધતાનું કારણ છે). શુભભાવ એ પરદ્રવ્યને લક્ષે (થાય છે). પણ એ દુર્ગતિ છે, ચૈતન્યગતિ નથી. આહા...હા...! ઝીણી વાત બહુ. ચર્ચાએ કાંઈ પાર ન પડે. ભાવ સમજવા માગે તો સમજાય એવી વાત છે. એક સાથે બીજીને આધારાધેયસંબંધ પણ નથી જ.” શું કહ્યું) ? સત્તા જુદી છે, પ્રદેશ જુદા છે (અને) આ પણ નથી, એમ. તેથી “પણ” (શબ્દ) લેવો પડ્યો. સમજાણું કાંઈ ? આહાહા..! રાગની ક્રિયા અને આત્માનો સ્વભાવ, બંને કાંઈ સંબંધ નથી, એના પ્રદેશ ભિન્ન છે માટે, બેની સત્તા તેથી જુદી છે માટે અને તેથી એને બેયને આધાર-આધેય સંબંધ પણ નથી. આહાહા..! આવો માર્ગ છે. વ્યવહાર કરતા કરતા નિશ્ચય થશે, ઈ ના પાડે છે. એની સત્તા જુદી છે, પ્રદેશ જુદા છે અને એને આધાર-આધેય સંબંધ પણ નથી. આહા...હા...! આવો માર્ગ છે. સંપ્રદાયથી તો આ વાતનો) મેળ ખાવો મુશ્કેલ. કેટલા બોલો સ્પષ્ટ કર્યા છે ! આ.હા.હા...! ચૈતન્ય ભગવાન નિર્મળાનંદ પ્રભુ ! અતીન્દ્રિય આનંદાદિ અતીન્દ્રિય ગુણનું ધામ ! Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ સમયસાર સિદ્ધિ-૬ એ આધેય છે અને એનો આધાર, જે એની પરિણતિથી જણાય છે માટે તેનો આધાર પરિણિત છે. આ..હા...! શુદ્ધ પરિણતિથી આત્મા જણાય. એ હતો, છે ભલે હો. છે ભલે, પણ છેનું છેપણું એને ક્યારે આવે ? આહા..હા...! એ કા૨ણપ૨માત્મા છે ખરો પણ એ છે ક્યારે ? કે, પર્યાયમાં કાર્યપણું થાય એને એ કા૨ણપ૨માત્મા છે. એટલે બીજાને કા૨ણપ૨માત્મા છે એમ આવ્યું ક્યાં ? આહા..હા...! બધાને કારણપરમાત્મા છે ઈ તો બરાબર છે પણ કા૨ણપ૨માત્માનું જેને ભાન થયું નથી એને કા૨ણપ૨માત્માની શ્રદ્ધા કયાં છે ? આહા..હા....! તેથી ભાઈએ કહ્યું હતું ને ? ‘ત્રિભુવન વારિયા’ ! એમ કે, કા૨ણપ૨માત્મા તમે કહો છે તો કારણ હોય તો કાર્ય તો આવવું જોઈએ. પણ કા૨ણપ૨માત્મા છે, એનું અસ્તિત્વ છે એવું જેને પ્રતીતમાં આવ્યું એને છે કે ન હોય એને છે ? અને જેને પ્રતીતમાં આવ્યું એને સમકિતનું કાર્ય આવ્યું. સમજાણું કાંઈ ? આહા..હા...! એવું છે. ઝીણો માર્ગ બહુ. એકબીજાની સાથે આધારાધેયસંબંધ પણ નથી જ.’ પાછો જ (લખીને) એકાંત કર્યું છે. કથંચિત્ આધાર-આધેય સંબંધ અને કથંચિત્ આધાર-આધેય સંબંધ નહિ, કથંચિત્ બેની સત્તા એક છે અને (કથંચિતા) બેની સત્તા જુદી છે, એમ નહિ. આહા..હા...! સમ્યક્ એકાંત નયનો વિષય સિદ્ધ કર્યો છે. આહા..હા...! તેથી (દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં... પોતાના સ્વરૂપમાં (કહ્યું છે). પ્રતિષ્ઠારૂપ (દૃઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે.’ આ તો પહેલા સિદ્ધાંત કર્યાં. હવે આત્મા ઉપર ઉતારે છે. માટે જ્ઞાન કે જે જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત (–રહેલું) છે...’ આ..હા..હા...! સિદ્ધાંત અહીં છે. ઉપયોગમાં ઉપયોગ છે, ઈ અહીં. પહેલા તો સિદ્ધાંત સિદ્ધ કર્યા. આહા..હા...! જે આત્મા, એની જે જાણનક્રિયા, જે પરિણમન દ્વારા આત્મા જણાણો... આહા..હા...! જે પરિણમન દ્વારા આત્મા જ્ઞેય જણાણો, શેય થયો તે જાણનક્રિયાને આધારે તે જણાણો. આહા..હા...! કારણ કે તે કાર્ય થાય ત્યારે કારણ કહેવાય ને ? એમ અહીં કાર્ય જ્યારે જાણનક્રિયા થઈ તો એનાથી આત્મા જણાણો કે, આ આત્મા છે). આમ દ્રવ્યને આશ્રયે ગુણ ને પર્યાય રહે છે. એ તો એક વસ્તુની સિદ્ધિ કરવી (છે). દ્રવ્યને આશ્રયે ગુણ ને પર્યાય છે. બસ ! દ્રવ્યાશ્રયા ગુણા’ ‘તત્ત્વાર્થ સૂત્ર’નું સૂત્ર છે. દ્રવ્યને આશ્રયે ગુણ (રહેલા છે), એ ‘તત્ત્વાર્થ સૂત્ર’નું (સૂત્ર છે). આહા..હા...! આમાંય – શ્વેતાંબરમાં ૨૮મા અધ્યયનમાં પણ છે. દ્રવ્યાશ્રયા ગુણો, એક દવસિયા ગુણા' ત્યાં એ બીજી વાત છે. અહીં કહે છે, એને આશ્રયે જે કીધું હતું એ તો વસ્તુ સિદ્ધ કરવા (કહ્યું હતું). પણ એકલી વસ્તુસ્થિતિ જેને ખ્યાલમાં, અનુભવમાં ન આવે એને શું ? કહે છે. આહા..હા....! જેને ખ્યાલમાં આવે, જ્ઞાનના પરિણમનમાં, શ્રદ્ધાના પરિણમનમાં, શાંતિના પરિણમનમાં એટલે સ્વરૂપાચરણ સ્થિરતા, વગેરે પરિણમનમાં ખ્યાલ આવે કે, આ આત્મા છે માટે જાણનક્રિયા, Page #465 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૮૧ થી ૧૮૩ ૪૪૭ એવું પોતાનું સ્વરૂપ. એ જાણનક્રિયા એનું સ્વરૂપ છે. રાગાદિ એનું સ્વરૂપ નથી. જાણવું. જાણવું-દેખવું એવું પરિણમન એ તો એનું સ્વરૂપ છે. એ જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત (રહેલું) છે..” આ..હા...હા...! એ પોતાના સ્વરૂપમાં આત્મા – જ્ઞાન રહ્યું છે, એમ કહેવું છે ને ? જ્ઞાન પોતાના સ્વરૂપમાં રહ્યું છે. સ્વરૂપ એટલે ? જ્ઞાન એવો જે આત્મા. એને જાણનક્રિયારૂપી જે પોતાનું સ્વરૂપ તેમાં એ રહેલો છે. એટલે તેમાં તે જણાય છે. આવી વાત છે. સમજાય છે આમાં ? જ્ઞાન” એટલે આત્મા કે જે જાણનક્રિયારૂપ.... ઈ પોતાનું સ્વરૂપ છે. આહાહા...! રાગાદિ એનું સ્વરૂપ નહોતું. જે જાણનક્રિયા, આત્મા જે જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પ્રભુ, એની જે વર્તમાન જાણનક્રિયા, શ્રદ્ધાક્રિયા, શાંતિની ક્રિયા, આનંદની (ક્રિયા) એ જાણનક્રિયામાં બધા ગુણોની પર્યાય આવી ગઈ. આહાહા...! સમજાય છે કાંઈ? જાણ નક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત -રહેલું) છે” બે વસ્તુ જુદી પાડી. જ્ઞાન એટલે જ આધેય અને જાણનક્રિયા એ આધાર. એ જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં રહેલું છે. આહા..હા...! સમજાય છે ? પુસ્તક છે ને સામે ? આમાં લોઢામાં-બોઢામાં ક્યાંય ત્યાં હાથ આવે એવું નથી. પૈસા આવે, એ પણ એની પર્યાયનો કાળ (હોય તો આવે). આહા..હા...! અહીં તો પહેલું એમ કીધું, પ્રવચનસારમાં તો એમ આવી ગયું કે, દ્રવ્ય પોતાની પર્યાયને પહોંચી વળે છે. દ્રવ્ય પોતાની પર્યાયને પહોંચે છે, પ્રાપ્ત કરે છે, પામે છે. અને પર્યાય દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ ? પર્યાય દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થાય છે અને પર્યાયને દ્રવ્ય પ્રાપ્ત કરે છે. પછી વિકાર કે અવિકાર બેય. હોં ! ત્યાં નિર્વિકારી પર્યાયની વાત નથી. દ્રવ્ય જે છે એ પોતાની જે પરિણતિ છે કે પર્યાય છે. વિકારી કે અવિકારી. દ્રવ્ય છે એ પોતે મિથ્યાત્વને પામે છે એ પોતાની ક્રિયા પર્યાય છે. આવું છે. એ તો આપણે ઘણા બોલ ગયા. ૯૮ ને ૯૯. એને અવસરે થતો મિથ્યાત્વ ભાવ તેને દ્રવ્ય પહોંચી વળે છે, દ્રવ્ય પ્રાપ્ત કરે છે, દ્રવ્ય પામે છે. એને દ્રવ્ય પામે છે. આહા..હા..! આ..હા..હા..! બીજી કોઈ ચીજ નથી પામતું એટલું ત્યાં સિદ્ધ કરવું છે. અહીં બીજી વાત સિદ્ધ કરવી છે. આહાહા! અહીં તો વસ્તુ છે પણ એ વસ્તુનું જ્યાં અંદર ભાન કરે છે, એની સન્મુખ થાય છે ત્યારે જે જ્ઞાન ને શ્રદ્ધાનું પરિણમન થયું એના સ્વરૂપને આધારે એ ચીજ છે. કારણ કે એના સ્વરૂપને આધારે એ જણાયું છે. આટલું હવે યાદ ક્યારે રાખવું ? કહો, ‘ગંબકભાઈ ! એને “મુંબઈનું સાંચવવું કે “કાંપનું સાચવવું કે આ (સમજવું)? શું કરવું ? “ઉલ્લાસજી ! આ જુદી જાતનો ઉલ્લાસ છે. આહા..હા.! (શ્રોતા :- મુંબઈનું ને લોઢાનું બેયનું સાચવવું ?) કહે છે, પ્રભુ ! એક વસ્તુની બીજી વસ્તુ નથી. એ રાગાદિ અને પર આદિની અપેક્ષા. બેયની સત્તા જુદી એ રાગાદિ અને પરની અપેક્ષા. બેયનો આધારાધેય નહિ એ રાગાદિ Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ સમયસાર સિદ્ધિ-૬ અને પરની અપેક્ષા. અહીંયાં આધાર-આધેય છે. આ..હા...હા..! એ વસ્તુ તો વસ્તુ છે. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ છે, એ છેનું અહીંયાં પરિણમનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ પરિણમન થયું એ પરિણમનને આધારે ‘આ છે', આ છે અંશનું પરિણમન થયું એ અંશમાં ‘આ અંશી આવડો પૂરો છે' એમ એને આધારે જણાણું માટે એને આધાર (કહ્યો), વસ્તુને આધેય (કહી). આહા..હા..! કહો, “મીઠાલાલજી ! આવી ચીજ છે. લોકોને આકરી પડે પણ શું થાય ? એક બાજુ એમ કહે કે, પ્રવચનસાર’ એમ પોકારે (કે), દ્રવ્ય પર્યાયને પહોંચે. વિકારી કે અવિકારી, હોં ! ત્યાં તો દ્રવ્ય ને ગુણ ને પર્યાય સિદ્ધ કરવું છે, એટલું. અહીં તો સંવર સિદ્ધ કરવો છે. સંવર ક્યારે થાય ? કે ચૈતન્યમૂર્તિ શુદ્ધ છે તેનો આશ્રય લઈ અને શુદ્ધ પરિણમન જે થાય, ત્યારે એ પરિણમનમાં એ ચીજ જણાણી માટે એ પરિણમન તે આધાર છે, આત્મા તે આધેય છે. આહા...હા...! આટલું બધું ફેરવવું કેટલું ! સાફ છે, આમ ચોખ્ખી (વાત છે). આહા...હા....! જેને રાગ અને કર્મનો સંબંધ જ નથી. નિમિત્ત-નિમિત્ત એ કોઈ સંબંધ નથી. શેયજ્ઞાયક સંબંધ એ પણ વ્યવહાર છે. આહા...હા..! આહા...હા...! એમાં થતી શુદ્ધ પરિણતિ, શુદ્ધની દૃષ્ટિએ, લક્ષે થતી એ) પરિણતિમાં એને જણાણો કે “આ દ્રવ્ય છે'. પરિપૂર્ણ ભગવાન પરિપૂર્ણ વસ્તુ, ભલે એ પરિણતિમાં એ દ્રવ્ય આવ્યું નહિ પણ પરિણતિમાં એ દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે તેટલું જ્ઞાન અને પ્રતીત થઈ ગઈ. આ..હા..હા..! સમજાણું કાંઈ ? આહા..હા..! આ બધું માથા ફરી જાય એવું છે. આહાહા....! ‘જાણનક્રિયારૂપ પોતાનું સ્વરૂપ.” જોયું છે ? એનું પરિણમન છે ને ઈ પોતાનું સ્વરૂપ છે. ચૈતન્ય ભગવાન ધ્રુવ છે એનું જે પરિણમન છે એ પોતાનું સ્વરૂપ છે. આહાહા...! એક ઠેકાણે એમ કહે કે, પર્યાયસ્વરૂપમાં દ્રવ્ય આવતું નથી અને દ્રવ્યસ્વરૂપમાં પર્યાય આવતી નથી. ઈ વાત તો એમ જ (છે). અહીં પણ એમ કીધું, પર્યાય સ્વરૂપ છે એમાં દ્રવ્ય જણાણું. દ્રવ્ય એમાં આવ્યું નથી પણ જેટલું, જેવડું દ્રવ્ય છે, જેટલા સામર્થ્યવાળું (છે), અનંત ગુણના પુરુષાર્થના, એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, જ્ઞાનમાં અનંત પુરુષાર્થનું રૂપ છે, અનંત આનંદનું રૂપ છે, અનંત અકર્તા, અકારણનું રૂપ છે. એવા એવા અનંતા ગુણનું જે સામર્થ્ય, એવું જે તત્ત્વ જે જાણનક્રિયાના ઉપયોગમાં આવ્યું, જાણનક્રિયા લીધી. ઉપયોગમાં ઉપયોગ છે, એમાં ઉપયોગમાં (એટલે એને અહીં જાણનક્રિયા લીધી. આહા...હા..! સમજાણું કાંઈ ? છે ને સામે ? પુસ્તક છે કે નહિ ? જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત –રહેલું છેઆહા...! કેમ ? કે) જાણ નક્રિયાનું જ્ઞાનથી અભિનપણું હોવાને લીધે... આહાહા.! આત્મા ચૈતન્યસ્વરૂપ પૂર્ણ આનંદાદિ એનું જાણવું થયું, શ્રદ્ધવું થયું, ઠરવું થયું, અનંત ગુણાંશ શક્તિમાં જે હતા તે વ્યક્તરૂપે થયા, બધા અંશ (વ્યક્તરૂપે થયા) તે પરિણમનને આધારે જણાણું કે આ (આત્મા Page #467 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૮૧ થી ૧૮૩ ૪૪૯ છે). આનંદને આધારે જણાણું કે પૂર્ણ આનંદ છે, જ્ઞાનની વ્યક્તતાનો અંશ પૂર્ણ જ્ઞાનને જણાવે છે), શાંતિના આશ્રયે પૂર્ણ શાંતિ (જણાણી), પુરુષાર્થને આશ્રયે પૂર્ણ પુરુષાર્થ જણાણો). એમ એ પ્રગટ જે પર્યાય (થઈએમાં જે અંશ આવ્યા, એ અંશો દ્વારા તે જણાણો છે માટે તેને – અંશને આધાર કહેવામાં આવે છે અને અંશીને આધેય કહેવામાં આવે છે. સમજાય છે ? આહા..હા..! જાણ નક્રિયારૂપ જ્ઞાનથી અભિનપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે.” એ આત્મા ભગવાન ત્રિલોકનાથ, એની જે જાણવાની, દેખવાની, શ્રદ્ધવાની પર્યાય થઈ એ એનું સ્વરૂપ છે અને તેથી એ જ્ઞાનની ક્રિયા, શ્રદ્ધાની ક્રિયા, શાંતિની ક્રિયા એ જ્ઞાનથી અભિન્ન છે, આત્માના સ્વભાવથી તે પર્યાય અભિન્ન છે. આહા...હા...! “અભિન્ન હોવાને લીધે જ્ઞાનમાં જ છે...” મુમુક્ષુ :- પર્યાયમાં દ્રવ્ય આવે ? ઉત્તર – ઈ પર્યાયમાં દ્રવ્ય આવ્યું નથી પણ આ બાજુ સન્મુખ થઈ ગયું માટે અભિન્ન છે, એમ કહેવું છે. બાકી પર્યાય પર્યાય છે અને દ્રવ્ય દ્રવ્ય છે. એ અત્યારે નથી લેવું. અભિન્નનો અર્થ અભેદ થઈ ગયો. રાગ છે ભિન્ન છે એવી રીતે આ અભિન્ન છે, એમ. મુમુક્ષુ :- દ્રવ્યને અને પર્યાયને અભિન્ન કહેવું એ કઈ નયનું કથન છે ? ઉત્તર :- અત્યારે નિશ્ચયનયનું કથન છે. એવી વાત છે. આ તો ઓગણીસમી વખત વંચાય છે ને ! આમાં તાકડે તમે આવ્યા. “રતિભાઈ ન આવ્યા ? “મુંબઈ હશે, ઠીક ! આહા...હા...! મુમુક્ષુ :- જ્ઞાન અને આત્માના પ્રદેશ અભિન્ન હોવાથી અભિન્ન કહ્યું ? ઉત્તર :- પ્રદેશ તો ભિન્ન ઈ નહિ. વસ્તુ એની છે, એક જ સત્તા છે. એમાં સ્વરૂપમાં વસ્તુ રહેલી છે. સ્વરૂપ જે જાણનક્રિયા છે જેમાં આ વસ્તુ રહેલી છે. માટે તે વસ્તુનું સ્વરૂપ છે, તે સ્વરૂપ હોવાને લીધે વસ્તુ અભિન્ન છે, એમ. પકડાય એટલું પકડો, બાપુ ! આ તો ભંડાર છે). મુમુક્ષુ – પર્યાયના પ્રદેશો ભિન્ન છે. ઉત્તર :– અત્યારે જુદા નથી (કહેવા). અત્યારે તો વિકારી પર્યાયના પ્રદેશો જુદા કહેવા છે પછી નિર્વિકારી પર્યાયના પ્રદેશો જુદા, અત્યારે નહિ. એ વાત તો કાલે થઈ ગઈ હતી, નહિ ? કે, ભઈ ! વિકારી પર્યાય મટી ગઈ પછી નિર્મળ પર્યાય ભળી ગઈ નિર્મળ સાથે. એટલે એ પર્યાય ભળી ગઈ નિર્મળ પણ છતાં એના પ્રદેશ તો, પર્યાયના અંશ જુદા છે. જે ત્રિકાળી પ્રદેશ છે અને એક સમયના પ્રદેશ છે એ જુદા છે. અત્યારે અહીં તો ફક્ત પરથી જુદું પાડવું છે. આહા..હા....! એવું છે. જાણનક્રિયાનું જ્ઞાનથી અભિનપણું હોવાને લીધે,” એટલે જાણવાની જે પરિણતિની ક્રિયા છે તેનાથી જ્ઞાન એટલે આત્મા “અભિન્નપણું હોવાને લીધે, જ્ઞાનમાં જ છે;એમ. Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ સમયસાર સિદ્ધિ-૬ એ આત્મા આત્મામાં જ છે. જે આત્માનું પરિણમન કીધું એને આત્મા કીધો, જાણનક્રિયાને આત્મા કીધો. એટલે આત્મા આત્મામાં છે. એ આત્મા પોતાના સ્વરૂપમાં છે. તે સ્વરૂપ જાણનક્રિયા એવું સ્વરૂપ છે. માટે આત્મા એમાં છે. સમજાણું કાંઈ ? આવું સ્વરૂપ છે. જાણનક્રિયા છે એ પર્યાય છે. એ પર્યાયને આધારે આત્મા છે. એ પર્યાયને આધારે જણાય છે માટે તે આધાર કીધો છે. આહા..હા...! જાણનક્રિયા એ ઉત્પન્ન ક્રિયા છે. ઉત્પાદ છે, ઉત્પન્ન છે. એ ઉત્પન્ન ક્રિયાને આધારે આત્મા જણાય છે. માટે તે આત્માનું એ સ્વરૂપ છે. માટે તે સ્વરૂપને આધારે તે આત્મા છે માટે સ્વરૂપ અને આત્મા, બે અભિન્ન છે. આ અપેક્ષા. આહા..હા...! કેટલા પડખાં આમાં (સમજવા) ? નવા માણસને (આકરું લાગે). બાપુ ! વીતરાગમાર્ગ બહુ અલૌકિક છે ! વીતરાગ સિવાય કોઈ ધર્મમાં, કોઈમાં આ સાચી વાત છે જ નહિ. બધાએ કલ્પિત કરેલ છે. શ્વેતાંબર ધર્મમાં આ વાત નથી ને ! આ..હા....! શું કહીએ પણ લોકોને આકરું પડે. શ્વેતાંબર ધર્મ અને સ્થાનકવાસી, એમાં જૈનપણાની શૈલી જ નથી. આહા..હા...! આ..હા..હા...! કહે છે, રાગ અને આત્માની સત્તા બે ભિન્ન (છે) પણ રાગને જાણનારું અને પોતાને જાણનારું, એવી જે જાણવાની ક્રિયા, એવું જાણવાનું જે ઉત્પાદ પરિણમન, એને આધાર (કહેવાય છે) અને આત્મા આધેય (છે). આહા...હા...! મુમુક્ષુ :- સંવરની વાત તો કઠણ છે. ઉત્તર ઃ- સંવરની વાત તો બહુ સાદી ભાષામાં તદ્દન સાદી ભાષામાં મર્મ ખોલ્યા છે. બાપુ ! સંવર એટલે શું ? આહા..હા...! આસ્રવરહિત સંવરની ઉત્પત્તિ છે. એ સંવરની ઉત્પત્તિ (થવી) એ જાણનક્રિયા છે. એ આત્માની જાણનશ્રદ્ધા એ ક્રિયા છે. એ ક્રિયા આત્માનું સ્વરૂપ છે અને આત્માનું સ્વરૂપ હોવાથી તેને આધારે આત્મા રહ્યો છે. આ..હા..હા...! એને જાણનારી ઉત્પન્ન પર્યાય જો ન હોય તો એ કોને આધારે જણાય ? એ..ઈ...! રાગ(ના) આધારે તો જણાતી નથી. તો પર્યાય જ ઉત્પન્ન ન હોય, પ્રગટ (ન હોય) તો આ ત્રિકાળ છે એને જાણ્યો કોણે ? આહા..હા...! મૂળમાં મોટો ફેર છે. આહા..હા...! જાણનસ્વરૂપ જ એનું છે એમ કહે છે. એ રાગાદિ એનું સ્વરૂપ નહિ. તેથી તેની સત્તા ભિન્ન, પ્રદેશ ભિન્ન, આધાર-આધેય ભિન્ન. આહા..હા...! અને જાણનક્રિયા અને આત્મા, બેની સત્તા એક, બેમાં આધાર-આધેય એક, જાણન(ક્રિયા) આધાર અને વસ્તુ આધેય. બેને અંદર સંબંધ ખરો. એને આધારે રહે અને આધેય એમાં રહે એવો સંબંધ. આહા..હા...! એ જાણન જે શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ એટલે પરિણમન, શુદ્ઘ ઉપયોગ પાઠમાં લીધો છે પણ અર્થમાં જાણનક્રિયા લીધી. કારણ છે કે, ઓલો ઉપયોગ જે છે, શુદ્ઘ ઉપયોગમાં જો આત્મા કહો તો શુદ્ધ ઉપયોગ સદાય રહેતો નથી, કોઈ વિકલ્પમાં ૨હે. પણ શુદ્ધનું પિરણમન સદાય રહે છે. ‘ચંદુભાઈ’ ! સમજાણું ! શુદ્ધનું પરિણમન. આ...હા...! પર્યાયની Page #469 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૧૮૧ થી ૧૮૩ ૪૫૧ પ્રગટ દશા શુદ્ધની કાયમ રહે છે. ઉપયોગ કદાચ ન રહે. એથી આ શબ્દ વાપર્યો છે. આ..હા..હા...! ઉપયોગને જાણનક્રિયા' શબ્દ વાપર્યો છે. આહા..હા...! આ ટીકા કહેવાય, આવી ! આ..હા..હા...! સંતો દિગંબર મુનિઓ(એ) ગજબ કામ કર્યાં છે ! આ..હા..હા...! લોકોને અભ્યાસ નહિ (અને) પ્રવૃત્તિ આડે નિવૃત્તિ નહિ. આહા..હા...! પ્રવૃત્તિ પ્રવૃત્તિને ઘરે રહી. એની સત્તામાં એ પ્રવૃત્તિ છે નહિ. આહા..હા...! એની સત્તામાં તો શુદ્ધ પરિણમન છે. આહા..હા...! રાગે નથી તો ૫૨ શરીર, વાણી, મન ને ધંધાની ક્રિયા એ તો ક્યાં છે એમાં ? આહા..હા...! સમજાય છે કાંઈ ? જાણક્રિયાનું જ્ઞાનથી...' જાણનક્રિયા એટલે પરિણમન શુદ્ધ પરિણમન. એનું ‘જ્ઞાનથી....’ એટલે આત્માથી “અભિન્નપણું હોવાને લીધે...' જાણક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જાણનક્રિયા જ્ઞાનમાં જ છે;...’ આહા..હા...! એનાથી જુદી નથી, એમ કહે છે. છે ? આ..હા...! જાણનક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે...' જાણક્રિયા જ્ઞાનમાં જ છે;...' આત્મામાં જ છે. ઈ નિર્મળ પર્યાય છે એ આત્મામાં જ છે, એમ કહે છે. એ આત્મા છે. આહા..હા....! - હવે, ઈ સિદ્ધ કરીને હવે વિરુદ્ધ સિદ્ધ કરે છે. એ અવિરુદ્ધ સિદ્ધ કર્યું. જાણનક્રિયા સ્વરૂપ પ્રતિષ્ઠિત એમાં આત્મા રહેલો છે. જાણનક્રિયા સ્વરૂપ, એને આધારે પ્રતિષ્ઠિત એટલે એને આધારે રહ્યો છે. કારણ કે એ આત્મા છે. જાણનક્રિયાનો સંવરભાવ એ આત્મા છે. આહા..હા...! એક કોર ‘શુદ્ધભાવ અધિકાર’ ‘નિયમસા૨’માં એમ કહે કે), સંવર, નિર્જરા ને કેવળજ્ઞાન બહિર્તત્ત્વ છે. કઈ અપેક્ષા છે ? બધાય તત્ત્વો. સંવર, નિર્જરા ને બધું બહિર્તત્ત્વ છે. અંતઃતત્ત્વ તો એક ત્રિકાળી આનંદનો નાથ છે). પણ એને જાણનારા વિના, છે એવું જાણ્યું કોણે ? એમ કહે છે. એને શેય બનાવ્યા વિના, આ શેય છે, એમ જાણ્યું કોણે ? આ..હા..હા...! મહાપુરુષ કોઈ કરોડપતિ, અબજોપતિ મળવા આવ્યો પણ એની સામું જોયું નહિ અને છોકરા સાથે અડધો કલાક રમતમાં રહી ગયો તો ઓલો ઉઠીને ચાલ્યો ગયો. એટલે એને તો મળ્યો જ નથી. એમ આખી ચીજ પ્રભુ મહાઆત્મા પડી છે, મહાત્મા મહાપુરુષ એ સમીપમાં પડી છે પણ એની સામું જોયા વિના (ખબર કેમ પડે ?) આહા..હા...! મુમુક્ષુ :ઈ ચાલ્યો નથી જાતો. ઉત્તર :– ઈ તો ત્યાંને ત્યાં (છે પણ) એની દૃષ્ટિમાંથી ચાલ્યો ગયો છે ને ! ઈ ચાલ્યો ગયો. અનંતકાળથી ચાલ્યો ગયો. આહા..હા..! એની સત્તાનું અસ્તિત્વ જેવું અને જેટલું છે એટલું તેની સન્મુખ થઈને જાણ્યું નહિ તો એને તો એ સત્તા ચાલી ગઈ છે. આહા..હા...! આવું છે. અરે...! ધન્ય ભાગ્ય ! આ ચીજ ક્યાંથી કાને પડે ? આ કોઈ સંપ્રદાયની ચીજ નથી. આ તો વસ્તુનું સ્વરૂપ છે. આહા..હા...! વસ્તુના સ્વરૂપની આ બધી ટીકા છે. આહા..હા...! - Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ સમયસાર સિદ્ધિ-૬, એ (કહીને) હવે વિરુદ્ધનું લે છે. ‘ક્રોધાદિક કે જે ક્રોધાદિક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે.. આહાહા...! ક્રોધાદિ છે એનું પરિણમન જે છે, એને આધારે એ ક્રોધ છે. ક્રોધાદિક કે જે ક્રોધાદિક્રિયા...” (એટલે) પરિણમન. આહા.! ક્રોધ વસ્તુ છે ઈ વસ્તુ ગણી અને પછી એનું પરિણમન ગમ્યું. એ પરિણમનને આધારે ક્રોધ છે. આહાહા..! ઝીણું આવ્યું આજે પણ અધિકાર એવો છે ત્યાં (શું થાય ?) આહાહા...! ક્રોધ શબ્દ દ્વેષ અને આદિ શબ્દ રાગ. રાગમાં લોભ અને માયા આવે. એ લોભની ઇચ્છાની વૃત્તિ ઉત્પન્ન થઈ. આહાહા..! એ ઇચ્છાની પરિણતિ, એ ક્રોધની ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એ ઇચ્છાની પરિણતિ, જે ક્રોધ, માન, માયા, લોભ છે એની પરિણતિ છે, એને આધારે એ છે. એ પરિણતિને આધારે એ ક્રોધ છે, આત્માને આધારે નહિ. આહા..હા...! ક્રોધાદિ છે ને ? ક્રોધ, માન, માયા, લોભ, વિષય-વાસના, રાગાદિ એ જે ક્રોધાદિ ક્રિયા, એનું પરિણમન, એ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એના સ્વરૂપ – પરિણમન સ્વરૂપ એનું છે. વિકારી ભાવનું પરિણમન એ એનું સ્વરૂપ છે. આહાહા..! એ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એના સ્વરૂપને આધારે વિકાર છે, આત્માને આધારે નહિ, આત્માની પર્યાયને આધારે નહિ. આહા...હા...! બહુ ઝીણું ! મુમુક્ષ :- ક્રોધાદિનો આધાર મોહકર્મ ગણવામાં આવે ? ઉત્તર :- કર્મ-કર્મ અહીં નહિ. અહીં તો અંદરની વાત છે. કર્મ-ફર્મ. નોકર્મ તો બહાર રહ્યા. ઈ આવશે. આ મેળવ્યા પછી આવશે. આઠ કર્મ ને નોકર્મ પછી (આવશે). આઠે કર્મ આવશે. પણ આ તો પહેલાં અંદરનું નક્કી કરે પછી ઓલું છે). એ તો બહારનું તત્ત્વ છે), જુદા છે. પણ આ જુદા ભાસતા નથી માટે તેને જુદાપણું બતાવીને પછી કહે, આની પેઠે બધું લઈ લેવું. કર્મ, શરીર, ફલાણું-ઢીકણું.. (બધું લઈ લેવું). આહાહા....! મૂળ પ્રાણ તો સાધારણ શરીર જુદું છે, કર્મ જુદું છે, એવી ધારણા તો ઘણીવાર થઈ ગઈ છે. અગિયાર અંગના જાણપણા (તો થઈ ગયા છે, પણ આ જુદું થયા વિના એ જુદા છે એવું યથાર્થપણું ન આવે. આહા...હા...! આમ તો અગિયાર અંગના જાણપણા નથી કર્યા ? શરીર જુદું છે, કર્મ જુદું છે. એટલું તો આવ્યું ને ? રાગ જુદો છે એવું પણ ખ્યાલમાં - ધારણામાં આવ્યું હતું પણ ભાવમાં નહોતું આવ્યું. આહા..હા...! રાગરહિત સ્વભાવની દૃષ્ટિ કરીને જે પરિણમન થવું જોઈએ) તે નહોતું. તેથી તેને કહે છે કે, પરિણમનને આધારે તે જણાણો. અને ક્રોધ ને વિકાર છે એ પરિણતિને આધારે વિકાર છે, એ આત્માને આધારે વિકાર છે જ નહિ. વિશેષ કહેવાશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) Page #471 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૮૧ થી ૧૮૩ ૪૫૩ પ્રવચન નં. ૨૫૯ ગાથા–૧૮૧-૧૮૩ ગુરૂવાર, જેઠ વદ ૧૨, તા. ૨૧-૦૬-૧૯૭૯ ‘સમયસાર”, “સંવર અધિકાર અહીં સુધી) આવ્યું છે. ક્રોધાદિક આવ્યું. આત્મા છે એ ત્રિકાળી નિત્ય ધ્રુવ છે પણ વર્તમાન જાણનક્રિયા એ સન્મુખની થાય એમાં એ જણાય. માટે જાણનક્રિયા એ આધાર છે અને આત્મા આધેય છે. બેય એકસ્વરૂપ છે. ઉપયોગે ઉપયોગ. જાણનક્રિયામાં આત્મા છે. આત્મા રાગમાં, શરીરમાં, વાણીમાં ક્યાંય નથી. એ જાણનક્રિયા – જાણવાનો ઉપયોગ જે થાય, ક્રિયા થાય તેને આધારે જણાય છે એથી તે જાણનક્રિયામાં પ્રતિષ્ઠિત છે. આહા..હા....! હવે ક્રોધાદિક...” એટલે કે પુણ્ય અને પાપના ભાવ જે વિકારી ભાવ કે જે ક્રોધાદિક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે..” એ વિકારી ભાવ વિકારી પરિણતિમાં રહેલા છે. જાણનક્રિયામાં આત્મા રહેલ છે એમ વિકારી પરિણતિની ક્રિયામાં વિકાર રહેલો છે. એટલે વ્યવહાર વ્યવહાર કરે તો કહે છે કે, એ વ્યવહાર વિકાર છે અને વિકારની પરિણતિમાં વિકાર રહેલો છે, આત્મામાં નહિ. આહાહા..! આવું (છે). ક્રોધાદિનું અભિન્નપણું હોવાથી કોને ? ક્રોધાદિકમાં જ છે એ. ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાથી. આહા..હા..! જેમ જાણનક્રિયા આત્મા સાથે અભિન્ન હોવાથી તે જાણનક્રિયા તે આધાર પ્રતિષ્ઠિત, એને આધારે આત્મા છે, જણાય છે. એમ ક્રોધાદિ ક્રિયા ભિન્ન છે. આત્માથી તદ્દન ભિન્ન છે. આહાહા..! વ્યવહાર રત્નત્રયનો જે રાગ, કષાય એ ક્રોધાદિથી અભિન્ન છે. એ વિકારથી એ અભિન્ન છે. આત્માથી તદ્દન ભિન્ન છે. આ..હા..! આવું છે. પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે.” એટલે કે વિકાર ભાવ જે છે એની પર્યાયમાં જે પરિણમન છે એમાં એ રહેલ છે. એ એમાં પ્રતિષ્ઠિત છે, આત્મામાં નહિ. આહાહા..! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ – રાગ એ એની પર્યાયની ક્રિયામાં રહેલ છે, પ્રતિષ્ઠિત ક્રિયામાં રહેલ છે), આત્મામાં નહિ. આહાહા...! ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિથી અભિનપણું હોવાને લીધે, ક્રોધાદિકમાં જ છે.” ‘(જ્ઞાનનું સ્વરૂપ જાણનક્રિયા છે. વધારે સ્પષ્ટ કર્યું, જ્ઞાનનું સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ જાણનક્રિયા (છે). જાણવું-દેખવું, આનંદ, શાંતિ આદિ ક્રિયા જાણનક્રિયા કહેવામાં આવે છે. આહાહા....! આત્માની પર્યાયમાં જે જાણન, શ્રદ્ધા, શાંતિ, આનંદ (છે) એ બધી જાણનક્રિયા કહેવામાં આવે છે. એ જાણનક્રિયા, ‘(જ્ઞાનનું સ્વરૂપ જાણનક્રિયા છે,) આત્માનું સ્વરૂપ જાણનક્રિયા છે. રાગ ને ક્રોધાદિ સ્વરૂપ એ એનું સ્વરૂપ નથી. માટે જ્ઞાન આધેય અને Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ સમયસાર સિદ્ધિ-૬ જાણનક્રિયા આધાર છે).' આત્મા તેમાં રહેલ છે. શેમાં? જાણનક્રિયામાં. જાણનક્રિયા આધાર છે, આત્મા આધય છે. કેમકે એનાથી જણાય છે માટે. આ..હા...! ‘તત્ત્વાર્થ સૂત્રમાં તો એવો પાઠ છે. દ્રવ્યાશ્રયા....” દ્રવ્યને આશ્રયે ગુણ છે એવો પાઠ છે. દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા” એવો પાઠ છે. દ્રવ્યને આશ્રયે ગુણ છે. અહીં તો પર્યાયનું વર્ણન છે. ત્યાં દ્રવ્યને આશ્રયે ગુણ છે અને પર્યાયે ખરેખર તો દ્રવ્યને આશ્રયે છે. પણ અહીં તો (એ) સિદ્ધ કરવું છે કે, જેના દ્વારા તે જણાય તેના આધારે તે છે. આહા..હા....! જાણન, શ્રદ્ધા આદિ પરિણમન જે થાય એના પરિણમનને આધારે તે જણાય માટે તે જાણનક્રિયા તે આધાર છે, આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે આધેય છે. બેય એક જ જાત છે. એની જાતમાં એ આધારમાં છે. કજાત જે રાગ છે એમાં એ આત્મા નથી. આહા...હા...! (જાણ નક્રિયા આધાર હોવાથી એમ ઠર્યું કે જ્ઞાન જ આધાર છે” એટલે શું ? કે, આત્મા જે જ્ઞાન છે તેની ક્રિયા જ્ઞાનની જ છે. માટે એ બધી ક્રિયાને આધારે એ જ્ઞાન જ છે, એ આત્મા જ છે. જાણનક્રિયા અને આત્મા, જાણનક્રિયાને આધારે આત્મા, બેય એક જ છે. બેય એક જાત છે. આહા..હા..! બહુ ઝીણું, બહુ જ. જાણવાની ક્રિયા, શ્રદ્ધવાની ક્રિયા, એને પ્રતિષ્ઠિત – એને આધારે આત્મા (છે). કેમકે બેય એક જ જાત છે, એમ કહે છે. જ્ઞાન જ સ્વરૂપ છે, ઈ આત્મા સ્વરૂપ (છે). જાણનક્રિયા એ આત્માનું જ સ્વરૂપ છે. આહા...હા...! ‘(કારણ કે જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે).” આત્મા આત્મામાં જ છે, એમ. આત્મા જાણનક્રિયા, એવી આત્મા, એ આત્મા આત્મામાં જ છે. જાણન, શ્રદ્ધા આદિ આત્મા એ આત્મા આત્મામાં જ છે. આત્મા રાગમાં, વિકલ્પમાં નથી. સમજાણું ? “એવી જ રીતે ક્રોધ ક્રોધમાં જ છે). વિકાર પરિણામ છે એ વિકારને આધારે, વિકારની પરિણતિને આધારે વિકાર છે. આહા..હા...! આમ તો કીધું ને, દ્રવ્યશ્રયા નિર્ગુણા ગુણા એ ‘તત્ત્વાર્થ સૂત્રમાં (છે) અને ‘તત્ત્વાર્થ સૂત્ર'નો એક શબ્દ એવો છે કે, ધર્માસ્તિ, અધર્માસ્તિ છે એ ઉપકાર કરે છે. એવો પાઠ છે. અને અહીં ઇષ્ટોપદેશમાં કહે કે, ભઈ ! બધું ધર્માસ્તિકાયવત છે. ઉપકારનો અર્થ છે, એટલી વાત. ત્યાં ઉપકારનો અર્થ ઉપકાર કરે છે એમ લઈ લ્ય એમ નથી. પાઠ એવો છે. અહીં પુસ્તક નથી. મુમુક્ષુ :- પાઠ છે એ પ્રમાણે અર્થ કરવો જોઈએ ને ! ઉત્તર :- ઈ ઉપકારનો અર્થ જ આ છે. આ પેલા લોકનું છાપું આવે છે ને ? પછી નીચે લખે), “જીવાનામ્ પરસ્પર ઉપગ્રહા' પરસ્પર ઉપગ્રહ (એટલે) ઉપકાર કરે. ઉપકારનો અર્થ એક બીજી ચીજ છે, એટલું. ઉપકાર કરે છે એનો અર્થ ઉપકાર (ખરેખર કરે છે એમ નથી). અહીં ઈ પુસ્તક નથી ને ? “તત્ત્વાર્થ સૂત્ર” ! “સુખ-દુઃખ, જીવિત, મરણ” લીધું છે. એટલે શું પણ ? સુખ-દુઃખે ઉપકાર કરે છે ? દુઃખ ઉપકાર કરે છે ? મરણ ઉપકાર Page #473 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૮૧ થી ૧૮૩ ૪૫૫ કરે છે ? છે, એમ જણાવે છે. આ.હા.પણ થાય ? ઓલામાં તો ઉપગ્રહ છે. પરસ્પર જીવાનામ ઉપગ્રહો આવે છે ને છાપામાં જ્યાં ત્યાં? લોકનું ચિત્ર) કરી નીચે લખે. “પરસ્પર જીવનામ ઉપગ્રહો ઉપગ્રહ એટલે ઉપકાર કરવામાં માને છે. અને “સર્વાર્થસિદ્ધિ વિચનિકામાં ખુલાસો કર્યો છે કે, આ ઉપકારનો અર્થ શું ? એમ નથી. ફક્ત એ વખતે હોય છે માટે ઉપકાર કહેવામાં આવ્યો છે. એવો અર્થ કર્યો છે. સર્વાર્થસિદ્ધિ વિચનિકા' ! પણ એ બીજી ચીજને અડતી નથી. એકબીજામાં અભાવ છે. આહા...! ક્યાંક ઉપગ્રહ છે, બીજામાં હશે. મુમુક્ષુ :- પાંચમા અધ્યાયમાં છે. ઉત્તર :- પાંચમામાં છે ? ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પાંચમામાં છે. એમાં હશે. આ આવ્યું, લ્યો ! હા, એમાં છે. સૂત્ર–૧૭) “અતિરિસ્થત્યુપદો ધર્માધર્મયોપIR:' એમ શબ્દ છે, લ્યો ! ઉપગ્રહનો અર્થ ઉપકાર કરે. ઉપકારનો અર્થ ઉપગ્રહ કર્યો છે. છે, બસ એક વસ્તુ). સમીપમાં છે. “અતિરિચત્યુપગ્રહો ધર્માધર્મયોપવIR” લ્યો, ‘ઉપકાર' શબ્દ છે. જડનો ઉપકાર ઉપકાર? જડ શું ઉપકાર કરે ? પાઠ તો આવો છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ જડ ઉપકાર કરે. એટલે શું? મુમુક્ષુ - ધર્માસ્તિકાય ઉપકાર તો કરે ને ! ઉત્તર :- ધૂળેય કરે નહિ. આહા..હા..! ત્યાં ઇષ્ટોપદેશમાં તો એ અર્થ કર્યો કે, નિમિત્તથી છે એ કેવી ? ધર્માસ્તિકાયવત. ઉદાસીન નિમિત્ત છે. ઉદાસીન નિમિત્તને અહીં ઉપકાર કીધો. શું થાય પણ હવે ? મુમુક્ષુ – આચાર્યોએ ઉપકાર કર્યો છે. ઉત્તર :- ઈ ટૂંકી ભાષામાં ઉપકારનો અર્થ ઉપગ્રહ કર્યો છે. ઉપગ્રહનો અર્થ ઉપકાર કર્યો છે. અને એ આચાર્ય પોતે કહે છે કે, નિમિત્ત અને એને કાંઈ સંબંધ નથી. ઈ વાત રાખીને આ વાત કરવી જોઈએ કે નહિ ? કે, એક દ્રવ્યની પર્યાયમાં બીજા દ્રવ્યની પર્યાય(નો) અત્યંતઅભાવ (છે). એક દ્રવ્યની પર્યાયમાં બીજા દ્રવ્યની પર્યાયનો અત્યંતઅભાવ (છે). હવે એ અત્યંતઅભાવ ક્યારે સિદ્ધ થાય ? એકબીજા ઉપકાર કરે ત્યારે સિદ્ધ થાય) ? બીજી વાત. ત્રીજી ગાથા – દરેક દ્રવ્ય પોતાના ગુણધર્મને સ્પર્શે છે પણ બીજાને અડતું નથી. અડતું નથી તો ઉપકાર ક્યાં (ક) ? એનો અર્થ એકબીજાથી મેળ ખાવો જોઈએ ને ? મેળ વિના કરે ઈ કાંઈ કામ આવે ? આહા..હા...! મુમુક્ષુ :- સર્વાર્થસિદ્ધિમાં એ અર્થ કર્યો છે. ઉત્તર :- બધે અર્થ કર્યો છે. ‘સર્વાર્થસિદ્ધિ’ કહ્યું ને ! “સર્વાર્થસિદ્ધિ વિચનિકા'માં અર્થ કર્યો છે. ઉપકારનો અર્થ કર્યો છે. એક બીજી ચીજ હોય છે એને ઉપકાર તરીકે કહેવામાં આવે છે. સમીપે હોય છે. ઉપકારી – સમીપ, બસ એમ. ઉચિત નિમિત્ત આમાંય આવી ગયું ને ? આહા..હા...! વાંધા એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈક કરે. મોટા વાંધા ! અડે નહિ Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ સમયસાર સિદ્ધિ-૬ એને કરે શું ? આહા...હા...! અહીં કહે છે, “વળી ક્રોધાદિકમાં... એટલે વિકારી ભાવમાં. હવે કર્મ ભેળવ્યા. પહેલું આ લઈ, સૂક્ષ્મ ભાવ, વિકારી ભાવ એની ક્રિયા અને એનું પરિણમન તદ્દન જુદું જ્ઞાન થયું. એ સિદ્ધ કરી અને હવે જડ પરવસ્તુ લે છે). ક્રોધ એટલે પુણ્ય-પાપની ક્રિયામાં. “કર્મમાં” અહીં તો ક્રોધાદિ શબ્દમાં દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ભાવ એમાં આત્મા નથી. એ વિકારી પરિણતિને આધારે વિકાર છે, આત્માને આધારે નથી, એને આધારે આત્મા નથી. આવું ઝીણું છે. કહો, “ગુલાબચંદજી” ! જુદું છે. દિગંબર આચાર્યોની એવી વાત છે. ગજબ વાત છે ! ધીરેથી, શાંતિથી સમજવું). એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, ચૂંબતું નથી. હવે ચૂંબતું નથી તે ઉપકાર કરે ? મુમુક્ષુ :- ઉપકાર તો કરે ને, અહીંથી સો રૂપિયા મોકલવા હોય તો ? ઉત્તર :- કોણ રૂપિયા મોકલે ? રૂપિયા રૂપિયાને કારણે જાય. આહા...હા...! કોથળીમાં જાય માટે કોથળીથી જાય છે, રેલથી જાય છે એમેય નથી. એ પોતાની તે સમયની ક્રિયાવર્તી શક્તિ છે એનું પરિણમન થઈને એમ જાય છે. આહા..હા...! આકરી વાત. અહીં પહેલું આ લીધું કે, જાણનક્રિયા એટલે શુદ્ધ ઉપયોગ. જાણનક્રિયા લીધું કારણ કે ઓલો (શુદ્ધ) ઉપયોગ સદાય ન હોય. પાઠમાં ભલે ઉપયોગ છે. પણ જાણવાની ક્રિયા, પરિણમન, શ્રદ્ધવાની એને આધારે આત્મા જણાય છે. એથી એને પ્રતિષ્ઠિત – આત્માનો આધાર એને લીધો. હવે ઈ વાત કરી અને પછી એ વાત લીધી કે, વિકારી પરિણામ તે વિકારને આધારે છે. વિકારને આધારે છે, એ વાત લીધી. પહેલું કર્મ ને નોકર્મ ન લીધું. કારણ કે સૂક્ષ્મપણું સિદ્ધ કરી (આ લીધું). આહા..હા...! આવી વાત છે, ભઈ ! મુમુક્ષુ – પહેલા તો આપ એમ કહેતા હતા કે, વિકાર એ પુદ્ગલ જનિત છે. ઉત્તર :- પુદ્ગલ જનિત કઈ અપેક્ષાએ ? એ નિશ્ચયથી તો પુદ્ગલ જ છે. આત્માનો સ્વભાવ નથી, પરિણતિનો સ્વભાવ એનો નથી. એની પરિણતિ દ્રવ્યને અનુસારે પરિણતિ હોય છે. એ ખરેખર પુગલજન્ય છે. પણ જ્યારે એની પર્યાયને સિદ્ધ કરવી હોય ત્યારે પર્યાય પોતામાં, પર્યાય પર્યાયને આધારે છે, વિકાર વિકારને આધારે છે, એમ (કહે). ઓલામાંથી ત્યે તો વિકાર યુગલને આધારે છે એમ થાય. પુદ્ગલથી વિકાર થાય, આત્માથી નહિ. આત્મામાં અનંતા.. અનંતા. અનંતા. ગુણો છે એમાં) એક પણ ગુણ વિકાર કરે એવો ત્રણકાળમાં (કોઈ) ગુણ નથી. એવું જે દ્રવ્ય, આનંદનું દળ, અનંત ગુણની પવિત્રતાનો મોટો સાગર, એમાં કોઈ ગુણ એવો નથી કે, વિકૃતિ (કરે). પર્યાયમાં વિકાર થાય છે એથી અશુદ્ધ ઉપાદાને એનામાં છે અને એ અશુદ્ધ ઉપાદાન છે ઈ વ્યવહાર છે અને વ્યવહાર છે તે નિમિત્તને આધીન થયેલો છે માટે છે આત્માનો નથી, એ પરનો છે. આહાહા! આવું છે. વાણિયાને પણ ધંધા આડે એટલી બધી નવરાશ ન મળે. આ..હા...! આવી વાત છે, Page #475 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૮૧ થી ૧૮૩ ૪પ૭ એમ નક્કી કરવું જોશે ને, બાપુ ! આવી વસ્તુ જે રીતે છે તે રીતે નક્કી કરવી જોઈશે). આહા..હા...! અહીં તો મારે બીજું શું કહેવું હતું ? આત્મા જાણનક્રિયાને આધારે (છે) અને ક્રોધાદિ ક્રોધાદિક્રિયાને આધારે રહેલા છે). વિકારી ભાવ વિકારી પર્યાયને આધારે (છે). આહાહા...! પહેલી એ વાત સિદ્ધ કરી. આત્માને આધારે એ નહિ અને એને આધારે આત્મા નહિ. આહાહા....! છે કે નહિ? ભાઈ ! આ ફેરી “ઉલ્લાસચંદજીએ વખત લીધો. નિવૃત્તિ મળી. સારું કર્યું. આ તો બાપુ ! સમજવા જેવી વાત છે, ભાઈ ! અત્યારે તો મુશ્કેલી પડી ગઈ. આહા...હા...! આ તો પરમસત્યનો પ્રવાહ છે. પરમાત્મા ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વરનું કથન આ શૈલીનું છે. આ.હા...હા....! એ કહીને હવે કહે છે, વળી વિકારમાં એ પહેલું સિદ્ધ કર્યું. હવે સાથે બીજું ભેળવી દયે છે. વિકારમાં કર્મમાં કે નોકર્મમાં.” પેલું જડકર્મ. પહેલું ભાવકર્મ લીધું. ભાવકર્મની સાથે એને સંબંધ નથી. પછી એની સાથે મેળવવા લીધું, દ્રવ્યકર્મ. પછી નોકર્મ – બહારના નિમિત્તો લીધા). એ “જ્ઞાન નથી.” એ ત્રણે જ્ઞાન નથી, એ ત્રણેમાં આત્મા નથી. જેમ વિકારમાં આત્મા નથી, કર્મમાં આત્મા નથી, નોકર્મમાં આત્મા નથી. આહાહા...! “મીઠાલાલજી' આવું છે. ક્યાં ગયો તમારો છોકરો ગયો ? કહો, સમજાણું કાંઈ? આહાહા..! કર્મમાં આત્મા નથી અને નોકર્મ નોક”માં. આમ એક નોકર્મ તો આહાર, શરીર વર્ગણા આદિ લીધી છે ને ? એને નોકર્મ લીધું અને એક નોકર્મ એટલે બીજી બધી ચીજો, ભાવકર્મ, દ્રવ્યકર્મ સિવાયની બધી ચીજો તેને નોકર્મ કહેવામાં આવે છે. બાયડી, છોકરા, કુટુંબ બધું નોકર્મ છે. એમાં આ આત્મા નથી. આહા...હા...! મુમુક્ષુ :- આત્મા નથી પણ એની સાથે સગપણ છે. ઉત્તર – ધૂળેય સગપણ નથી. કલ્પના માની છે. પરદ્રવ્યની સાથે શું ? આહા..હા...! જ્યાં સ્વચતુષ્ટથી છે અને પરચતુષ્ટયથી નથી. એવી સપ્તભંગિ પહેલો અને બીજો બોલ. આહા..હા...! ભઈ ! આ તો શાંતિથી, આગ્રહ છોડીને સમજવા જેવી વાત છે. બહુ ઝીણું. તેથી પ્રભુએ કહ્યું ને કે, વાદવિવાદ કરીશ નહિ. કારણ કે શાસ્ત્રમાં એટલા બધા કઈ જાતના શબ્દો હોય એને માળો સામે મુકે. આ ઉપગ્રહ મૂક્યો, લ્યો ! ધર્માસ્તિ, અધર્માતિ ઉપગ્રહ કરે છે. હવે અહીં “ઇબ્દોપદેશમાં તો એમ કહ્યું કે, ધર્માસ્તિ, અધર્માસ્તિકાયવત બધા ઉદાસીન નિમિત્ત છે. આહા..હા...! એ તો પોતે ગતિ કરે ત્યારે એને નિમિત્ત કહેવાય. એટલું. બીજી ચીજ જાણવાને માટે છે. એ માટે તો ખુલાસો કર્યો છે કે, જો એ ગતિ કરાવે તો સદાય ગતિ જ થયા કરે. ધર્માસ્તિકાયની સ્થિતિનું નિમિત્તપણું પણ ન રહી શકે. માટે ગતિ કરે એને ઓલા નિમિત્ત કહેવાય, સ્થિતિ કરે એને ઓલું નિમિત્ત કહેવાય. એમ કરીને આમ સ્વતંત્ર સિદ્ધ કર્યું. આ.હા..! Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ સમયસાર સિદ્ધિ-૬ બે દ્રવ્ય છે અને એ બેય દ્રવ્યની જે ક્રિયા એકસાથે ઈ કરાવતી હોય તો એક અહીં ગતિ કરાવે અને એક સ્થિતિ કરાવે ? એમ તો છે નહિ. આહા...હા...! જે ગતિ કરતી હોય તેને ધર્માસ્તિ નિમિત્ત કહેવાય. ઈ તો ગતિ કરતી હોય એને કીધું. તેને નિમિત્ત કહેવાય. ગતિ કરતા જીવ કે જડ સ્થિર થઈ જાય (તો) એ અધર્માસ્તિકાય સ્થિર કરે ? એ તો પોતે સ્થિર થાય છે ત્યારે અધર્માસ્તિનું નિમિત્ત કહેવાય છે. આવી વાત છે. આહાહા.... વિકારમાં, ભાવકર્મમાં જેમ આત્મા નથી.... આ..હા...હા....! તેમ જડકર્મમાં આત્મા નથી તેમ બાહ્યના બધા નિમિત્તો છે તેમાં આત્મા નથી. આહા..હા...! અને “જ્ઞાનમાં.” આત્મામાં ક્રોધાદિક.” ભાવક્રોધ, જડકર્મ અને નોકર્મ નથી. આત્મામાં એ નથી અને એમાં એ આત્મા નથી, અરસપરસ (છે). આહાહા...! આ તો સંવરનો અધિકાર છે. એકદમ બધું અટકી ગયું. ભગવાન આત્માએ પોતાની સામું જોયું ત્યાં જે જાણનક્રિયા થઈ ત્યાં આસ્રવ રોકાઈ ગયો. આ.હા...! અને જાણનક્રિયામાં આત્મા જણાણો. આહા..હા..! ત્યાં ક્રોધાદિ એટલે ભાવઆસ્રવ છે એ અટકી ગયો અને એને લઈને પછી દ્રવ્ય નવા પરમાણુ આવવાના હતા એ એને આવવાના હતા જ નહિ. એનાથી ન આવ્યા એમ કહેવામાં આવે છે. આહા...હા...! અરે.રે...! વાતે વાતે ફેર લાગે. કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી.” લ્યો ! ભાષા દેખો ! ધર્માસ્તિ, અધર્માતિ ઉપકાર તો એક કોર રહી ગયા પણ આત્મામાં થતા દયા, દાનના પરિણામ, ભક્તિ આદિના પરિણામ અને આત્માને પરસ્પર અત્યંત વિપરીતતા છે. છે ? સમજાણું ? આહા...હા...! તેમને પરસ્પર” એટલે કે વિકારી પરિણામને, જડકર્મને અને નોકર્મને પરસ્પર આત્મામાં એ નહિ અને એમાં આત્મા નહિ. એમ પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીત છે. ઓ.હો.હો...! વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ રાગ શુદ્ધ ચૈતન્ય ભગવાનથી અત્યંત સ્વરૂપ વિપરીત છે. વિપરીત એમ નથી લીધું, અત્યંત સ્વરૂપ વિપરીત છે. આહા..હા... છે કે નહિ એમાં ? કોક કહે કે, ઘરના અર્થ કરે છે. એમ કહે છે. ઘરના ખરા, આત્માના ઘરના ખરા. આહાહા....! અરે.. ભાઈ ! તારે શું કરવું છે ? તારે બીજી ચીજને સંબંધમાં રાખવી છે ? રાખવું છે (ક્યાં) ? એ તો અનાદિથી છે. તો અનાદિથી સંબંધમાં રાખ્યું તો સંયોગો નરક, નિગોદના મળશે. આહા...હા...! આત્માના આનંદ અને જ્ઞાનની પરિણતિ સિવાય કોઈપણ ચીજને જો સંબંધમાં રાખવી હોય તો એ સંબંધમાં રાખવાથી નરક અને નિગોદનો સંબંધ થશે. આહાહા..! ‘ગોવિંદરામજી આવી વાત છે. આ સમજીને શું કરવું? બપોરે પ્રશ્ન કર્યો હતો ને ? આહાહા..! તેમને...” એટલે વિકારી ભાવને અને આત્માને, કર્મને અને આત્માને જોયું ? અને નોકર્મને અને આત્માને પરસ્પર.” પરસ્પર (અર્થાતુ) એ આમાં નહિ અને આ એમાં નહિ. આહા..હા...! વિકાર પરિણામ આત્મામાં નહિ અને આત્મા વિકાર પરિણામમાં નહિ. કર્મ Page #477 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૮૧ થી ૧૮૩ ૪પ૯ આત્મામાં નહિ અને આત્મા કર્મમાં નહિ. નોકર્મમાં આત્મા નહિ અને આત્મા નોકર્મમાં નહિ. આહા.! બધી ચીજો આવી ગઈ. રાગથી માંડીને બધી ચીજો (આવી ગઈ). આહાહા....! પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી.” આહાહા..! ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા અને એની વાણી પણ... આહા..હા...! નોકર્મમાં એ આવે છે ને ? એને અને આત્માને સ્વરૂપ વિપરીતતા છે, કહે છે. આહાહા..! અરે..! આવું છે. અત્યંત સ્વરૂપ વિપરીતતા. પરસ્પર – આનાથી આ અને આનાથી આ. એકબીજાને પરસ્પર અત્યંત સ્વરૂપવિપરીતતા હોવાથી...” આત્માનું સ્વરૂપ અને વિકારી અને કર્મ-નોકર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી. લ્યો ! વિપરીતનો અર્થ વિરુદ્ધ છે. આહા..હા.! હવે ભાવકર્મનું સ્વરૂપ આત્માના સ્વરૂપથી અત્યંત વિપરીત અને વિરુદ્ધ છે. એ ભાવકર્મ જીવને લાભ કરે? કહો ! આ...હા...! ઓલો “કાંતિલાલ બધે ઈ લખે છે (કે), એને વિશુદ્ધિ કીધી છે. માટે વિશુદ્ધિ શુદ્ધનું કારણ કેટલાક માનતા નથી. તમારો “કાંતિ ઈશ્વર'. આહા...હા..! મુમુક્ષુ :- એકાંતથી એવું જ માનવું જોઈએ શું ? ઉત્તર :- એને કાંઈ ખબર નથી. એકાંત જ માને છે. વિશુદ્ધિથી થાય. એને વિશુદ્ધિ શબ્દ વાપર્યો છે. ભઈ ! ઈ તો અહીં ઘણી વાર કહેવાય ગયું છે કે, વિશુદ્ધિ શુભનેય કહેવાય અને વિશુદ્ધિ શુદ્ધનેય કહેવાય. વિશુદ્ધિ શબ્દ આવ્યો માટે શુદ્ધનું કારણ છે એમ છે જ નહિ. અહીં તો એ વિશુદ્ધિ જે કષાયની મંદતા અને આત્માને પરસ્પર અત્યંત વિરુદ્ધ છે. અહીં તો ઈ કીધું. કહ્યું કે નહિ એમાં ? આવ્યું કે નહિ એમાં ? વિશુદ્ધ ભાવ. કષાય મંદ ભાવ ક્રોધાદિમાં આવી ગયો. આહાહા...! ક્રોધ વિભાવ ભાવ છે (એ) અત્યંત સ્વરૂપ વિપરીત છે. વ્યવહારનું સ્વરૂપ અને નિશ્ચય આત્માનું સ્વરૂપ) બે વચ્ચે પરસ્પર અત્યંત સ્વરૂપ વિરુદ્ધ છે. આહાહા..! કેટલા ભેદ થયા ? એકની બીજી ચીજ નહિ, બીજાના પ્રદેશ ભિન્ન, આ..હા...! એટલે સત્તાની ઉત્પત્તિ એક નહિ. આહાહા..! તેથી આધાર-આધેય સંબંધ નહિ. આહા..હા.! આટલા બધા ભેદ) ! કેટલું સ્પષ્ટ કર્યું છે. મધ્યસ્થ થઈને (સમજી બાપુ ! તારે તારું કલ્યાણ કરવું હોય (તો). દુનિયા દુનિયાની જાણે. દુનિયા નવ તત્ત્વ સદાય રહેવાના છે. આસવ, બંધ રહેવાના છે. અનંત કાળ અનંત તીર્થંકરો થયા અને હજી થશે તો એ તત્ત્વના શ્રદ્ધનારા રહેવાના છે. આસવ અને બંધને ધર્મ માનનારા એવા તત્ત્વ માનનારા રહેનારા છે. અનંત તીર્થંકરો થયા, મહાવિદેહમાં થયા. આહાહા..! અને ત્યાં પણ તું અનંત વાર ગયો. આહાહા..! ઈ સ્વરૂપ સાંભળીને પણ અંદર વિપરીતતા ગઈ નહિ. ઈ વિપરીતતામાં રહ્યો હતો. વિપરીતતામાં રહ્યો તો એનો સ્વભાવ સંબંધ સંયોગો વિપરીત મળે. આ..હા...! સંયોગમાં નરક ને નિગોદ, તિર્યંચ ને પશુ (મળે). આહાહા..! Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ સમયસાર સિદ્ધિ-૬. મુમુક્ષુ :- “કાંતિ ઈશ્વરે’ તો શાબાશી આપવી જોઈએ એમ કહે છે. ઉત્તર :ઈ તો આપે. ઘણો મોઢા આગળ છે. હોય એના માનનારા પણ સૌના માનનારા હોય ને ! બોકડા કાપે તો બોકડાના લેનારાય હોય કે નહિ ? એમ. ઉધી માન્યતા(ના) માનનારાય હોય કે નહિ? આહાહા..! અરે.રે...! શું થયું? ભાઈ ! બાપુ ! તું અનાદિઅનંત એની સંભાળ ન કરી અને રાગથી મને લાભ થાય એમાં સંભાળ કરે, તો જેને સંયોગથી લાભ થાય એમ માન્યું ઈ સંયોગ એને નહિ છૂટે. ચાર ગતિનો સંયોગ ભાવ તારો માન્યો એનાથી લાભ માન્યો તો સંયોગભાવ નહિ છૂટે. સંયોગી ચીજ નહિ છૂટે. આહા..હા...! જ્ઞાન એટલે આત્માનું સ્વરૂપ “(અને ક્રોધાદિક) વ્યવહાર ભાવકર્મ (તેમ જ કર્મનોકર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી) તેમને પરમાર્થભૂત.... હવે બીજું વધારે આવ્યું. ત્યાં હતું, પહેલામાં આવી ગયું હતું. ‘એક સાથે બીજીને આધારાધેય સંબંધ પણ નથી જ.' પહેલા આવી ગયું હતું. ચોથી લીટી. અહીં વિશેષ સિદ્ધ કર્યું. તેમને પરમાર્થભૂત આધારાધેયસંબંધ નથી. આહા..હા...! ઓલામાં તો એક બીજીને આધારાધેય સંબંધ નથી એટલું આવ્યું હતું. ચોથી લીટી. એકબીજાને આધારાધેય (સંબંધ નથી. હવે અહીં પરમાર્થે સંબંધ નથી એમ કહે છે). પરમાર્થભૂત...” આહાહા..! રાગને અને આત્માને પરમાર્થભૂત આધાર છે જ નહિ. વ્યવહાર રત્નત્રયને અને આત્માને પરમાર્થભૂત આધારાધેય છે જ નહિ. આહા..હા...! આવી ચીજ છે. પરમાર્થભૂત આધારાધેયસંબંધ નથી. પહેલા એ આવી ગયું હતું પણ ઈ એકબીજાને આધાર-આધેય (સંબંધ નથી) એટલું હતું). હવે અહીં (કહે છે) પરમાર્થે આધાર-આધેય સંબંધ નથી. ખરેખર એકબીજી ચીજને આધાર-આધેય સંબંધ નથી, એમ. ખરેખર રાગને અને ભગવાનઆત્માને ખરેખર આધાર-આધેય સંબંધ નથી. કે રાગને આધારે આત્મા જણાય અને આત્માને આધારે રાગ થાય એમ છે નહિ. આહા..હા..! બહુ ઝીણું. આ..હા...! “વળી જ્ઞાનનું સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ “જેમ જાણનક્રિયા છે.” જાણનક્રિયા છે તેમ (જ્ઞાનનું સ્વરૂપ) ક્રોધાદિક્રિયા પણ છે એમ.” અરસપરસ લ્ય છે. પરસ્પર હતુ ખરું ને? “એમ ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિક્રિયા છે તેમ (ક્રોધાદિકનું સ્વરૂ૫) જાણનક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી.” આહાહા...! કેટલું સ્પષ્ટ કર્યું છે ! બે તદ્દન (જુદા છે). રાગાદિ પદાર્થ, બીજો પદાર્થ જુદો પણ અંદર રાગ (થાય એ) પર પદાર્થ છે. ભાવકર્મ. આહાહા...! અશુદ્ધનયે એની પર્યાયમાં છે પણ શુદ્ધદષ્ટિથી જોઈએ તો એને અને આત્માને કાંઈ સંબંધ નથી એમ કહે છે. અશુદ્ધનયથી રાગ-દ્વેષ આદિ એની પર્યાયમાં છે અને અશુદ્ધનય એટલે વ્યવહાર થયો. ત્યાં તો એ લીધું. અશુદ્ધ દ્રવ્યાર્થિકનકે એમ લીધું છે. અશુદ્ધ દ્રવ્યાર્થિકનયે, દ્રવ્યાર્થિક કેમ (કહ્યું) ? કેમકે ઈ દ્રવ્યની પર્યાય છે ને એમ. એટલે અશુદ્ધ દ્રવ્યાર્થિકનયે વિકાર એનો છે. એમ કહ્યું. પણ એ તો વસ્તુની સ્થિતિ જણાવવા Page #479 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮૧ થી ૧૮૩ ૪૬૧ (કહ્યું). હવે જ્યારે એને સંવર ભેદ બતાવવો છે. આ..હા...! જે વાસ્તવિક એક તત્ત્વમાં નથી અને એ તત્ત્વમાં એ તત્ત્વ નથી. એમ ભેદજ્ઞાન બતાવવું છે. ત્યાં તો રાગમાં આત્મા અત્યંત વિરુદ્ધ (છે એટલે આત્મામાં) છે જ નહિ. આહા..હા....! ઈ વિરુદ્ધ છે એ આત્મામાં છે જ નહિ, એમ. ક્રોધાદિનું સ્વરૂપ જેમ ક્રોધાદિક્રિયા છે તેમ (ક્રોધાદિકનું સ્વરૂપ) જાણનક્રિયા પણ છે...’ આહા..હા....! રાગમાં રાગ છે અને રાગ જાણક્રિયા પણ કરી શકે છે. આત્માની જાણન, સમ્યગ્દર્શન પણ કરી શકે છે એમ નથી. આહા..હા...! રાગ રાગને કરે તેમ રાગ સકિતને કરે એમ ત્રણકાળમાં નથી. આહા..હા...! એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી,...’ વિકારને, કર્મને અને નોકર્મને આત્માની સાથે અને આત્મા એની સાથે, કોઈ રીતે સ્થાપી શકાતું નથી. કારણ કે જાણનક્રિયા અને ક્રોધાદિક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે...’ અહીં આ વધારે લીધું, જોયું ? જાણનક્રિયા એ સ્વરૂપની શ્રદ્ધા-જ્ઞાનની ક્રિયા અને રાગની ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવ – બેયના સ્વભાવ ભિન્ન છે. હવે આટલું તો સિદ્ધ કર્યું. આહા..હા...! બેયના સ્વભાવ ભિન્ન છે. દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ અને આત્માના પરિણામ જે જાણવાના પરિણામ, સમ્યગ્દર્શનના (પરિણામ) એ બેયનું સ્વરૂપ ભિન્ન છે. આહા..હા...! તે બેયના સ્વભાવ જ જુદા છે. બેયના સ્વભાવ ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. આહા..હા...! રાગ રાગના સ્વભાવે પ્રકાશે છે, ભગવાનઆત્મા જાણનક્રિયાથી પ્રકાશે છે. આહા..હા...! કહો. કહ્યું ને, જ્યાં હોય ત્યાં બધે ઈ જ શબ્દ લ્યે છે. ક્ષમાની સામે. કષાય ભાવ છે. બધે ઠેકાણે એ આવે છે. કર્તા-કર્મમાં આવે છે. આહા..હા...! બહુ સારું લખ્યું, હોં ! પહેલો અધિકાર આખો ઘણો સારો અધિકાર !! કારણ વિકા૨પણે આત્માનું જાણનપણું સ્થાપી શકાતું નથી અને આત્માનું જાણપણું વિકારથી થાય એમ સ્થાપી શકાતું નથી. ‘કારણ કે જાણનક્રિયા... એટલે સમ્યગ્દર્શન-શાનની પરિણતિ અને ક્રોધાદિની પરિણિત, રાગની પરિણતિ ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે...’ બેયનો સ્વભાવ જ ભિન્ન ભિન્ન છે એમ જાણે છે. આહા..હા...! હવે આમાં વ્યવહારના રત્નત્રય શાસ્ત્રમાં આવે. વ્યવહાર સાધન છે, નિશ્ચય સાધ્ય છે (એમ આવે) પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવે. આ વાતને ખોટી પાડીને કરે ? (જો એમ કહે તો) પૂર્વાપર વિરોધ થઈ ગયો. આહા..હા...! આત્મા આનંદસ્વરૂપ એ જ્ઞાન અને આનંદસ્વરૂપની પરિણતિ અને રાગની પરિણિત બેનું સ્વરૂપ ભિન્ન સ્વભાવ છે. બેયનો સ્વભાવ જ ભિન્ન પ્રકાશે છે. આહા..હા...! શરીર, વાણી, મન તો ક્યાંય આઘા નોકર્મમાં રહી ગયા પણ અંદર ભાવકર્મ અને આત્માનો સ્વભાવ, બે ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. ભગવાન જાણન-દેખનથી પ્રકાશે છે અને રાગ છે એ વિકારથી Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ સમયસાર સિદ્ધિ-૬ પ્રકાશે છે. આહાહા.... અત્યંત સ્વરૂપ વિપરીતથી પ્રકાશે છે. આહા..હા..! સામે છે કે નહિ ? એકેએક લીટીમાં ઘણું ભર્યું છે. ઓ.હો.હો...! અને એ રીતે...” હજી એક નવી (વાત). “સ્વભાવો ભિન્ન હોવાથી...” દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ અને ચૈતન્યના જાણવાના પરિણામ, બે જાત સ્વભાવ ભિન્ન છે. આહા..હા..! એ પાછું કારણ બીજું કેવું છે. એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે.” એ વસ્તુ જુદી છે. પણ હવે એ વસ્તુ જુદી છે એમાં જરીક કહેવું છે. “વસ્તુઓ ભિન્ન જ છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને.” જોયું ? આ લેવું છે પાછું. એ રાગાદિ અજ્ઞાન છે. એમાં જ્ઞાન નથી, એમ પાછું કહેવું છે. આહા..હા...! આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે એ જ્ઞાનપરિણતિથી આત્મા જણાય અને રાગ છે તે તદ્દન ભિન્ન સ્વભાવ છે. કારણ કે, કીધું ને ? જ્ઞાન અને અજ્ઞાન, બેને આધાર-આધય છે જ નહિ. રાગ અજ્ઞાન છે. એ દયા, દાનનો વિકલ્પ પણ અજ્ઞાન એટલે એમાં જ્ઞાનનો અંશ નથી. અજ્ઞાન છે. આહા..હા...! એ પુણ્ય-પાપના ભાવ તે અજ્ઞાન છે. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેથી “વસ્તુઓ ભિન્ન જ છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને (ક્રોધાદિકને) આધારાધેયપણું નથી.” આહા..હા...! એક-બે આ ગાથા વાંચે તો (સમાધાન થઈ જાય એવું છે). આહા..હા...! કેવું કહ્યું છે, જુઓને ! “ભિન્ન સ્વભાવે પ્રકાશે છે.” બેયના સ્વભાવ ભિન્ન પ્રકાશે છે. બેયના સ્વભાવ ભિન્ન પ્રકાશતા હોવાથી બેય વસ્તુ જુદી છે. બેય વસ્તુ જુદી હોવાથી જ્ઞાન અને અજ્ઞાન કીધું. (સ્પષ્ટતા) કરતા કરતા લાવે છે. રાગના દયા, દાનના, વ્રતના પરિણામ એ અજ્ઞાન છે, એમાં જ્ઞાન નથી એ તો રાગ છે. આહાહા....! અને ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. એ જ્ઞાનસ્વરૂપ અને અજ્ઞાન બેય તદ્દન ભિન્ન છે. આહા...હા...! આ રીતે... ગજબ વાત કરી છે ! ટીકા. ઓ.હો...હો...! જ્ઞાન એટલે આત્માને. આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. એની પરિણતિ જ્ઞાન અને આનંદની છે. એ પરિણતિ દ્વારા એ જણાય એવો છે. માટે પરિણતિ તેનો આધાર છે. રાગનો આધાર રાગ છે. રાગને અને આને બેને, જ્ઞાન ને અજ્ઞાનનો બેનો ફેર છે. આહા..હા..! સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધા-જ્ઞાનનું પરિણમન અને રાગનું પરિણમન એ અજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાન બેય વસ્તુ જુદી છે. કહીને પછી (કહે છે કે, જ્ઞાન અને અજ્ઞાન બેય જુદા છે. “જ્ઞાનને અને અજ્ઞાનને ક્રોધાદિકને) આધારાધેયપણું નથી.” એમ. બન્ને વસ્તુ ભિન્ન છે તેથી રાગને આત્માનો આધાર જરીયે છે, શુભરાગ આત્માને સમ્યગ્દર્શનમાં કંઈક મદદ કરે છે એમ જરીયે નથી. “કાંતિલાલ'નું ઈ જ કહેવું છે, બસ ! શુભભાવ છે ને ? અધકરણ ને અનિવૃત્તિકરણ (આવે છે ને ?) આહાહા...! અરે.રે...! થાય ? ભાઈ ! પાછું અભિમાન મૂકી દેવું કઠણ પડે. આવતા, સાંભળવા આવતા. સાંભળવા તો આવે જ તે (પણ) પોતાની વાત રાખીને. ઈ અહીં ‘સોભાગભાઈ આવતા ઈ પોતાની વાત રાખીને સાંભળતા. પણ આખરે નરમ Page #481 -------------------------------------------------------------------------- ________________ ગાથા- ૧૮૧ થી ૧૮૩ ૪૬૩ પડી ગયા. ‘રાજકોટ’વાળા ‘સોભાગચંદ’. આવે સાંભળવા પણ બરાબર એની વાત રાખીને (સાંભળે). બેનની ચોપડી વાંચી ને એકદમ નરમ પડી ગયા અને એકદમ મારી પાસે આવ્યા. મહારાજ ! આ ચોપડી કોઈ એકાદ જણો પણ વાંચીને ભવનો અંત લાવશે તોય શું ? છ હજાર પુસ્તક લીધા. રૂપિયે, રૂપિયે આપતા હતા ને ? આમ ત્રણ રૂપિયા કિંમત છે) પણ ‘મુંબઈ’વાળા બે (રૂપિયા) આપતા. છ હજાર પુસ્તક સભામાં વહેંચવા લીધા. સાડા ત્રણ હજાર વેંચાણા. કારણ કે કેટલાક છોકરા હોય, કેટલાક અન્યમતિ હોય, કેટલાકને પાસે તો છે. એટલે એમ કે ન હોય એને આપો. સાડા ત્રણ હજાર વેંચ્યા. કહો, ઈ નવીન વાત થઈ છે. ‘રાજકોટ’ બે હજા૨ ઘ૨નો અગ્રેસર માણસ, સાધુ એને પૂછે એ માણસ ‘મુંબઈ’માં બેનની ચોપડીમાં લખ્યું છે એ દિગંબર ધર્મ સત્ય છે એમાં લખેલું છે ને ? ઈ ચોપડી સભામાં વેંચી. સ્થાનકવાસી છોડીને. બાપુ ! આ માર્ગ બીજો છે, બાપા ! આહા..હા...! અને પાછા મારી પાસે હરખ કરવા આવ્યા. હરખ કરે, હોં ! આ..હા..હા...! આ પુસ્તક કોઈ એકાદ બાઈ વાંચશે, એકાદ આદમી વાંચીને ભવનો અંત લાવશે તોય લાભ થશે. એમ બોલ્યા, હોં ! આહા..હા....! લોકોને એવું સાધારણ લાગે. નાને મોઢે મોટી વાતું કહે છે આ તે. સાધુપણું નહિ, મોટમાં બેસવું એવામાં પાછી વાતું આવી કરવી. કહે. આ..હા...! બાપુ ! એ બહારની ચીજ જુદી છે, અંતરની જુદી છે. ક્ષાયિક સમિકતી તો ચક્રવર્તીના રાજમાં હોય, દેખાય. છન્નુ હજાર સ્ત્રી હોય, આસક્તિનો રાગ હોય છે. આહા..હા...! રુચિ ઊડી ગઈ છે, સુખબુદ્ધિ ઊડી ગઈ છે. કોઈપણ ચીજમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આહા..હા...! ધર્મીને આત્માના સુખ સિવાય બધેય સુખબુદ્ધિ (ઊડી ગઈ છે). તીર્થંકર ગોત્ર ભાવ બંધાય એમાંથી પણ સુખબુદ્ધિ ઊડી ગઈ છે કે, આ ઠીક બંધાણું, આ ઠીક ફળશે. આહા..હા...! આવું છે. બહુ સરસ વાત કરી, હોં ! આખો પેરેગ્રાફ એકલા તત્ત્વથી ભરેલો છે. સંવર, સંવ૨. આહા..હા...! હવે દસ મિનિટ છે. વળી વિશેષ સમજાવવામાં આવે છે ઃ— જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને...' જુઓ ! આધાર-આધેયની વ્યાખ્યા. આધારાધેયભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી...' આકાશ કોઈ બીજાને આધા૨ે છે ઈ છે જ નહિ. આકાશ જે સર્વવ્યાપક છે ઈ તો આકાશ આકાશના આધારે છે. આહા..હા...! આ આધારનો દાખલો આપે છે. ભારે ગાથા ! ‘એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને (આકાશનો) આધારાધેયભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં અરોપવાનો નિરોધ જ હોવાથી (અર્થાત્ અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી) બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી....’ બુદ્ધિમાં આકાશને બીજો આધાર હોય એવી વાત પ્રભવતી નથી. (–ફાવી શકતી નથી, ઠરી જાય છે, ઉદ્ભવતી નથી);...' આકાશ બીજા દ્રવ્યને આધારે છે એ વાત ઠરી જાય Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ સમયસાર સિદ્ધિ-૬. છે. એમ છે નહિ. આકાશને વળી આધાર કોણ ? પરવસ્તુ એમાં રહે, એથી વ્યવહાર અવગાહન કહેવાય, પણ આકાશ શેમાં રહે ? આહા..હા...! આધારે ઈ અને આધેય ઈ. આહાહા.... આ રાગ ને આત્માને આધાર-આધેય સંબંધ નથી ઈ સિદ્ધ કરવા આ વાત લીધી છે. વાત તો પેલી સિદ્ધ કરવી છે પણ એ ન સમજાય એને તે દાખલો આપ્યો કે, ભઈ ! તું આકાશ છે એ વિચાર. આકાશને આધાર કોણ ? બીજા કોઈ દ્રવ્યનો આધાર છે ? તારી કલ્પના ત્યાં ઠરી જશે. આકાશનો આધાર આકાશ છે. આહા..હા...! વાહ અને તે નહિ પ્રભવતાં, “એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે” ઠીક ! આ..હા....! આકાશ છે એ જ આકાશને આધાર છે. “એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારાધેયપણું ભાસતું નથી. આકાશને કોઈ બીજો આધાર છે એમાં આકાશ રહેલ છે, એવું ભાસતું નથી. આહા...! એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને...” હવે આત્મા ઉપર ઉતારીએ. આહા..હા..! જ્ઞાનસ્વભાવ ભગવાન આત્મા, આનંદ સ્વભાવ શુદ્ધ પવિત્ર સ્વભાવ, પરમાત્મા એને પોતાની બુદ્ધિમાં સ્થાપીને.” આ..હા...હા! ભેદજ્ઞાન કરાવ્યું. “જ્ઞાનનો આધારાધેયભાવ વિચારવામાં આવે.” આત્માનો આધાર-આધેય ભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી. એ આત્મા કોઈ બીજા દ્રવ્યને આધારે છે નહિ. આહા..હા.! આત્મા રાગને આધારે નથી, રાગ આત્માને આધારે નથી. આહાહા..! છે ? “બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી; અને તે નહિ પ્રભવતાં “એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે આત્મા આત્માની પરિણતિમાં, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. પોતે વસ્તુ પોતે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. આહાહા...! “એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારાધેયપણું ભાસતું નથી.” પરનું આધારપણું અને આત્મા આધેય, એવું ભાસતું નથી. જેમ આકાશને પર આધાર અને આકાશ આધેય નથી એમ ભગવાન આત્માને આધાર રાગાદિ અને આત્મા આધય એમ ભાસતું નથી. એનું સ્વરૂપ છે. તે આધાર અને આત્મા તે આધય. આહાહા...! એમાં છે ? પર-આધારાધેયપણું ભાસતું નથી. માટે જ્ઞાન જ જ્ઞાનમાં જ છે...... આહા...હા! આત્મા આત્મામાં જ છે. એટલે કે આત્માનું સ્વરૂપ જે પરિણતિ કરે એ આત્મામાં છે, એ પણ આત્મા છે. રાગાદિ આત્મા નથી, શરીર, નોકર્મ એ આત્મા નથી. પણ આત્માનું જાણવુંદેખવું, શ્રદ્ધવું, ઠરવું એ આત્મા છે. એનું સ્વરૂપ છે ઈ આત્મા છે અને એ સ્વરૂપના આધારે આત્મા રહેલ છે. તો જ્ઞાન જ્ઞાનમાં રહ્યું છે, આત્મા આત્મામાં રહ્યો છે. આહાહા....! “જ્ઞાન જ જ્ઞાનમાં જ છે, ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે. જેમ આકાશનો આધાર આકાશ જ છે. એમ વિકારનો આધાર આત્મા છે એમ નહિ. આહાહા! એક બાજુ એમ Page #483 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮૧ થી ૧૮૩ ૪૬૫ કહે કે, પુણ્ય અને પાપ, રાગ-દ્વેષાદિ લક્ષણ છે અને આત્મા લક્ષ છે. એ..ઈ...! પંચાસ્તિકાય’ ! એ પરથી ભિન્ન વસ્તુની સ્થિતિ બતાવવી છે. અહીં તો હવે વિકાથી ભિન્ન બતાવવો છે. ક્ષણિક કૃત્રિમ વિકૃત અને ત્રિકાળી અવિકૃત સ્વરૂપ, બે વચ્ચેની વહેંચણીની વાત છે. પંચાસ્તિકાય’માં ત્યાં સુધી આવે – ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્' તો રાગ-દ્વેષનો ઉત્પાદ એ લક્ષણ છે અને આત્મા દ્રવ્ય લક્ષ છે. ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય લક્ષણ છે. ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય લક્ષણ છે અને દ્રવ્ય છે તે લક્ષ છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત સત્ છે અને સત્ છે તે દ્રવ્ય છે. બે સૂત્ર છે ને ! એક કલાકમાં કેટલું યાદ રહે ? એવી ઘણી વાતું છે. આહા..હા...! ‘આ પ્રમાણે...’ આત્માનું અને વિકારીનું. આહા..હા...! સ્વભાવ જ્યાં શુદ્ધ.. શુદ્ધ.. શુદ્ધ... શુદ્ધ... એવું જ્યાં શુદ્ધનું ભાન થયું એ શુદ્ધની પિરણિતમાં રાગનું અને રાગની પરિણતિમાં આત્માનું... આહા...હા...! ભેદવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું.' ઠીક ! આહા..હા...! આ પ્રમાણે આત્માનું અને વિકારનું ભાવક્રોધનું, દ્રવ્યક્રોધ તો જડ (છે), તેમજ કર્મ-નોકર્મનું.. આહા..હા...! ભેવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. વિશેષ આવશે.. (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૬૦ ગાથા-૧૮૧-૧૮૩ શુક્રવાર, જેઠ વદ ૧૩, તા. ૨૨-૦૬-૧૯૭૯ - (‘સમયસા૨’) ‘સંવર અધિકાર' પહેલેથી શરૂ (કરીએ), ફરીને. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી...’ ઉપચારથી કથન કહેવાય એ તો જાણવા માટે છે બાકી એક વસ્તુને (અને) બીજી વસ્તુને કાંઈ સંબંધ નથી. એક આત્માને અને બીજા આત્માને કાંઈ સંબંધ નથી. એક પરમાણુને અને આત્માને કાંઈ સંબંધ નથી. એક પરમાણુને બીજા પરમાણુ સાથે કાંઈ સંબંધ નથી. બધું આમાં આવી જાય. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી (અર્થાત્ એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી)... આહા..હા...! એમ આત્માને દેવ-ગુરુ-શાસ્ત્રથી પણ કાંઈ સંબંધ નથી. એમ છે. આહા..હા...! મુમુક્ષુ :- વ્યવહાર સંબંધ તો છે. = ઉત્તર :– ઈ તો કીધું, કથન – ભાષા કહેવાય બાકી વસ્તુ નથી. વ્યવહાર તો કથનમાત્ર છે. આવે છે ને ? ‘કળશટીકા’માં. બાકી એક ચીજ આત્મા છે એને બીજા આત્મા સાથે કે પરમાણુ સાથે કાંઈ સંબંધ નથી. ‘કારણ...’ કાંઈ સંબંધ નથી એનું કારણ કે, બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી...' બેયના Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ સમયસાર સિદ્ધિ-૬ પ્રદેશ ભિન્ન છે. આહાહા..! વિકારી પરિણામ અને નિર્વિકારી વસ્તુ બેના ક્ષેત્ર ભિન્ન છે. બેનું રહેવાનું સ્થાન ભિન્ન છે. વિકાર અલ્પ પ્રદેશ – અંશમાં રહે છે અને આખી ચીજ બધા પ્રદેશમાં રહે છે. રાગ દયા, દાન, ભક્તિ આદિ એના પ્રદેશો એ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એના જુદા છે અને આત્મા ત્રિકાળી આનંદસ્વરૂપ (છે) એના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તો જુદા છે. આહા..હા..! પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તો જુદા છે પણ એની પર્યાયનો અંશ જેટલો, જેટલામાંથી ઉઠે એટલા પ્રદેશો પણ દ્રવ્ય આત્માની અપેક્ષાએ જુદા છે. ‘તેમને એક સત્તાની અનુપપત્તિ છે. બે થઈને એક સત્તા ઉત્પન્ન થતી નથી. વસ્તુ સ્વભાવ શુદ્ધ ચૈતન્યમૂર્તિ, એનું પરિણમન અને રાગનું પરિણમન બેની સત્તા જુદી જુદી છે, બેનું હોવાપણું જુદું જુદું છે. આહા...! આ ભેદજ્ઞાન કરાવ્યું છે. ભગવાન આત્મા જ્ઞાનપરિણમનમાં જણાય એવો છે. એથી જ્ઞાનપરિણમન તે આત્માનું સ્વરૂપ છે. રાગ છે તે જડ છે, અચેતન છે. તેથી તેના પ્રદેશો જુદા હોવાથી બેની એક સત્તા નથી. બેનું હોવાપણું એકપણે નથી, બેનું હોવાપણું બેપણે જુદું જુદું છે. આહાહા...! ‘અર્થાત્ બન્નેની સત્તા જુદી જુદી છે); અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી” એ રીતે એક વસ્તુ આત્મા અને એની સાથે બીજા આત્મા અને શરીરાદિ. આહા..હા...! ભગવાનઆત્માને અને પંચ પરમેષ્ઠીને પણ ભિન્ન સત્તા છે, ભિન્ન હોવાપણું છે તેથી કાંઈ સંબંધ નથી. ‘એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી.” આ કારણ છે). એક સાથે બીજીને આધારાધયસંબંધ પણ નથી જ.’ આહા...હા...! રાગનો આધાર અને આત્મા આધેય એમ નથી. આ.હા...! દયા, દાન, વ્રત, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા એ રાગ જડ છે. જડનો આધાર ને ચૈતન્ય એમાં આવે એમ નથી. આહા..હા..! એમ ચૈતન્યની શુદ્ધ પરિણતિ નિર્મળ પરિણતિ તે આધાર, આત્મા આધેય. આહા...હા...! અહીં તો ઈ સિદ્ધ કરવું છે ને ! નહિંતર તો પર્યાય છે તે દ્રવ્યમાં નથી. વર્તમાન પર્યાય પ્રગટ છે એ સિવાયની બધી પર્યાયો દ્રવ્યમાં છે, બાહ્ય નથી. પણ વર્તમાન પર્યાય છે એ દ્રવ્યમાં નથી. ઈ શું કહ્યું? કે. આત્મામાં જે અનાદિઅનંત પર્યાય છે એમાં પ્રગટ એક સમયની પર્યાય તે પર્યાય દ્રવ્યમાં નથી, એનું સત્ત્વ ભિન્ન છે. ભૂત અને ભવિષ્યની પર્યાયો અંદરમાં રહી છે એ દ્રવ્યમાં છે. આહા..હા...! અને વર્તમાન પ્રગટ પર્યાય વિનાનો કોઈ દિ એનો કાળ હોય નહિ. એ પ્રગટ પર્યાય અને વસ્તુ બેની સત્તા – પ્રદેશ ભિન્ન છે. આહા..હા..! તેથી તેની સત્તા ભિન્ન છે. અરે! આ..હા..હા...! માટે એક સાથે બીજીને આધારાધયસંબંધ પણ નથી જ.’ વ્યવહાર રત્નત્રય પહેલા થાય તો એના આધારે સમ્યગ્દર્શન થાય એમ નથી. શુભરાગ મંદ રાગ પહેલા થાય અને પછી સમ્યગ્દર્શન થાય એવી વસ્તુ નથી. આહાહા...! આકરી વાત છે, ભાઈ ! જૈનદર્શન ઝીણું બહુ. પણ એ વસ્તુને સમજવામાં એનું ફળ પણ અનંત આનંદ છે ને ! આ.હા...! Page #485 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૮૧ થી ૧૮૩ ૪૬૭ આકરું પડે. પંચ પરમેષ્ઠીની સાથે આધાર-આધેય નહિ. ઈષ્ટ કહેવાય છે ને ? પંચ પરમેષ્ઠી. પણ પંચ પરમેષ્ઠી તો એમના માટે. ઈ તો વ્યવહારથી ઈષ્ટ કહેવાય છે. બાકી આત્માને અને એને કાંઈ સંબંધ નથી. આહાહા...! ‘આધારાધેયસંબંધ પણ નથી જ. એમ. એટલે શું? માથે ઘણું કહ્યું ને ? એક વસ્તુને (બીજી વસ્તુ સાથે) પ્રદેશ સંબંધ નથી. એક બીજીને કાંઈ સંબંધ નથી અને એકબીજાની સત્તા ભિન્ન છે માટે આધાર-આધેય સંબંધ પણ નથી. “નથી જ. એમ છે. આહા..હા...! ગમે તેટલો કષાયનો મંદ ભાવ હોય, શુક્લ લેયા હોય પણ એનાથી આત્માને ધર્મ થાય એમ નથી. આહાહા...! હજી તો ધંધા આડે એ પણ નવરાશ ન મળે, સંસારના પાપ. અહીં તો કહે છે કે, ઈ કષાયની એટલી બધી મંદતા હોય છતાં એના આધારે સમ્યગ્દર્શન થાય એમ નથી. અથવા એને આધારે આત્મા જણાય એમ નથી. આહા..હા...! તેથી દરેક વસ્તુને) પોતના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ... હવે છે શું ? વસ્તુ પોતાનું સ્વરૂપ છે, જ્ઞાન, દર્શન, આનંદ સ્વરૂપ ઈ આત્મા કહેવાય. ઈ સ્વરૂપમાં પ્રતિષ્ઠા છે. તેમાં રહેવું એની શોભા છે. અને તેનો એને આધાર છે. આહા..હા..! પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ...” આ.હા...હા...! એ પર્યાયનો આધાર છે એમ કહે છે. વસ્તુ છે તેનું સ્વરૂપ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, એ સ્વરૂપને આધારે એ વસ્તુ છે. આહા..હા..! પ્રગટ પર્યાય જે છે એ આત્માનું સ્વરૂપ છે. અહીં પર્યાયને આત્માનું સ્વરૂપ કહેવું છે. એક કોર પર્યાયને પરદ્રવ્ય કહે. નિયમસાર' ! કઈ અપેક્ષાએ ? પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી એ અપેક્ષાએ એને પરદ્રવ્ય કીધું. પણ અહીંયાં તો પર્યાય જે છે, પહેલીવહેલી અને અનંત કાળમાં જણાયું નથી એ સમ્યગ્દર્શન-જ્ઞાનની પરિણતિ દ્વારા જણાય છે. માટે તેને આધાર અને આત્માને આધેય કહ્યો છે. આહા...હા...! પર્યાય આધાર. એ તો સિદ્ધ કરવા પહેલા આવી ગયું હતું, પર્યાય કર્તા, કર્મ, કરણ અને દ્રવ્ય તેનું કાર્ય. કર્તા-કર્મમાં આવી ગયું છે ને ? આહા..હા...! ઝીણી વાતું, બાપુ ! વીતરાગનો મારમ્ બહુ ઝીણો છે. અત્યારે તો બધા ગોટા ઉઠાવ્યા છે. એ દરકારે ક્યાં છે ? આહા..હા..! તદ્દન વસ્તુ ભગવાન દ્રવ્ય છે ને ! વસ્તુ છે ને ! તો વસ્તુનું જ સ્વરૂપ – પરિણતિ છે તે તેનો આધાર છે. આહા..હા...! પ્રગટ જે પર્યાય છે તે તેનો આધાર છે. કેમકે એ પર્યાય દ્વારા જણાણો. આત્મા છે એ પ્રગટ પર્યાયમાં જણાણો). બીજી ભૂત-ભવિષ્યની પર્યાયો અંદરમાં છે પણ વર્તમાન જે પર્યાય પ્રગટ છે એનાથી એ જણાય છે. તેથી તે પર્યાય આધાર છે, દ્રવ્ય આધેય છે. આહા...હા...! આવું ઝીણું છે. “માટે જ્ઞાન...” જ્ઞાન એટલે આત્મા. પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ છે, આધાર-આધય સંબંધ છે. પોતાના સ્વરૂપની સાથે આધાર-આધેય સંબંધ છે. એટલે જે પર્યાય પ્રગટ શુદ્ધ પરિણતિ છે એનો આધાર છે, એને આધારે જણાણો છે. એવો આધાર પર્યાયમાં એ છે Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ સમયસાર સિદ્ધિ-૬ એ પ્રતિષ્ઠા છે. આહાહા..! શુદ્ધ સ્વભાવની પરિણતિ વર્તમાન છે તેને આધારે છે તેથી પ્રતિષ્ઠા ત્યાં રહી છે. દ્રવ્યનો આધાર ત્યાં રહ્યો છે. આહા..હા....! એક કોર પરિણતિને બહિર્તત્ત્વ કહે. આ..હા...! ઈ કઈ અપેક્ષા છે ? અહીંયાં કહે, પરિણતિને આધારે વસ્તુ જણાય છે. માટે પરિણતિ તે આત્મા છે. રાગ દયા, દાન, વ્રત, તપનો, જાત્રા આદિનો વિકલ્પ એ બધા જડ છે. આહા..હા..! માટે જ્ઞાન...” એટલે આત્મા કે જે જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં.” જોયું ? એને જાણવાની જે વર્તમાન ક્રિયા, પ્રગટ પર્યાય વિનાનો કોઈ દિ ન હોય. ઈ પ્રગટ પર્યાય તેને જાણનારી છે. આહા..હા..! આત્મા કે જે જાણનક્રિયારૂપ પોતાનું સ્વરૂપ. પાછું એ પર્યાય પોતાનું સ્વરૂપ છે એમ કહ્યું છે). આહા..હા..! એક કોર પર્યાયને પરસ્વરૂપ પરદ્રવ્ય કહે. પદ્રવ્ય પરભાવ હેય (છે). ઈ કઈ અપેક્ષાએ છે ? ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ કહ્યું છે). કુંદકુંદાચાર્યદેવ” તો એમ કહે છે) કે, મારી ભાવના માટે નિયમસાર’ બનાવ્યું છે. આ.હા...હા....! માટે જ્ઞાન....” એટલે આત્મા કે જે જાણનક્રિયા....” જાણનક્રિયા (એટલે) વર્તમાન પર્યાય, હોં ! આહાહા..! એ જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત –રહેલું) છે.” એને જાણનક્રિયા, દ્રવ્યને જાણવાની ક્રિયા કરે તો તે એમાં જાણ્યું માટે એનો આધાર છે. ત્યાં દ્રવ્ય રહેલું છે. આહા..હા...! દ્રવ્ય દ્રવ્યમાં રહ્યું છે નહિ. દ્રવ્ય અહીં જાણન આધારરૂપ ક્રિયામાં) એ રહેલું છે. આહા..હા...! આ તો ફરીને લીધું. આ...હા...! એ જાણનક્રિયાનું એટલે આત્મા જે અનંત ગુણનો પિંડ વસ્તુ છે અને જે વર્તમાન પર્યાય જાણે છે, વર્તમાન પર્યાય પ્રગટ છે એ જાણનક્રિયા છે. ક્રિયા તો આવી. રાગની ક્રિયા અને પરની ક્રિયા નહિ. જાણનક્રિયા આવી. ક્રિયાનો નિષેધ નથી પણ કઈ ક્રિયા ? એ કર્તા-કર્મમાં પણ આ આવે છે. આહા...હા..! આ ભગવાન આત્મા ધ્રુવ નિત્ય છે એની પરિણતિ વર્તમાનમાં જે પ્રગટ પર્યાય છે) એ પરિણતિ છે એ જાણનક્રિયા છે અને જાણ નક્રિયાને આધારે આત્મા રહેલો (છે). કેમકે એ જાણનક્રિયાથી જણાણો. નહિતર છે એવી કાંઈ ખબર નહોતી. વસ્તુ હતી છતાં પર્યાયમાં જાણનક્રિયા તેના તરફ ન ઢળી તો એને માટે કાંઈ હતી નહિ. આહા..હા......! છે ભગવાન અંદર પરિપૂર્ણ, પણ એ બાજુ જ્ઞાનની પર્યાય ઢળી ત્યારે જાણનક્રિયાને આધારે તે જણાણો માટે જાણનક્રિયા એ આત્માનું સ્વરૂપ છે અને તેને આધારે તે (જાણો). આત્મા પોતાના સ્વરૂપને આધારે જણાણો. આત્મા પોતાના સ્વરૂપને આધારે જણાણો. પોતાનું સ્વરૂપ આ જાણનક્રિયા. આહાહા...! કેમ ? કે, “જાણનક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું...” આહા..હા..! વર્તમાન જે પ્રગટ જ્ઞાનપર્યાય દ્રવ્યને જાણે.... આહાહા..! એ જાણનક્રિયાનું અને આત્માનું અભિન્નપણું છે. આ..હા..! રાગ અને જગતના ક્રિયાકાંડ એ બધા આત્માથી Page #487 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૮૧ થી ૧૮૩ ૪૬૯ ભિન્ન છે. આહા..હા...! જેનાથી જણાણો, વર્તમાન પર્યાયથી (જણાણો) તો એ જાણનક્રિયારૂપ પરિણમન એનું સ્વરૂપ છે અને તેથી સ્વરૂપમાં રહેલો છે અને તેથી તે આત્મા જ્ઞાનસ્વરૂપ છે. એ જાણનક્રિયા સ્વરૂપ જ છે. જ્ઞાન જાણનક્રિયા એ પર્યાય છે અને જ્ઞાન તે દ્રવ્ય – વસ્તુ છે. આહા...હા...! આવો માર્ગ. કોને પડી છે ? અરે! કયાંક ચાલ્યું જાવું છે. “જ્ઞાનમાં જ છે.” “જાણનક્રિયાનું જ્ઞાનથી અભિનપણું હોવાને લીધે...” એ જાણનક્રિયામાં જ્ઞાનમાં જ છે. એટલે વસ્તુનું સ્વરૂપ અભિન્ન છે. વસ્તુ તે વસ્તુમાં જ છે. વસ્તુના સ્વરૂપમાં છે એટલે વસ્તુ વસ્તુના સ્વરૂપમાં જ છે. સમજાણું કાંઈ ? ત્યાં સુધી તો અસ્તિની વાત લીધી. હવે, જે કંઈ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, જાત્રાના પરિણામ થાય એ વિકાર છે. જે ક્રોધાદિ છે એ ક્રોધાદિ ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એનું – ક્રોધાદિનું પરિણમન છે એ પરિણમનમાં એ વિકાર છે. આહા..હા...! નિર્મળ પરિણમનમાં જેમ આત્મા છે એમ એની પરિણમનની ક્રિયામાં એ વિકાર છે. આહા..! આત્મામાં નહિ. આવી ચીજ પડી છે. અભ્યાસ માટે વખત મળે નહિ. આખો દિ' પાપ. બાયડી, છોકરા ને ધંધો. પાપના ધંધા કરી કરીને ચાલ્યા જવાના. આહા...હા...! આવી ચીજ હજી સમજવામાં પણ ન આવે એ અનુભવમાં કયારે લે ) મુમુક્ષુ :- આપને ગુરુ ધાર્યા ને સમજવામાં ન આવે ? ઉત્તર :- જેણે ઘણો પરિચય કર્યો છે એની વાત અત્યારે નથી. આહા...! પણ કંઈ પરિચય નથી કે, આ શું ચીજ છે ? અને એ ચીજને જે પર્યાયે જાણી એ પર્યાય એનું સ્વરૂપ છે અને તેથી તે સ્વરૂપ અને જ્ઞાન બે અભિન્ન છે. આ..હા..! જે પર્યાયે જાણ્યું. તે પર્યાય અને આત્મા અભિન એક છે. આહા..હા.! ઓલામાં એમ કહે કે, પર્યાયમાત્ર હેય છે, પરભાવ છે અને પરદ્રવ્ય છે. ત્યાં આગળ એકલો ઉપાદાન ધ્રુવ સ્વભાવ જણાવવો છે. અહીં આશ્રય કોનો લેવાય છે એટલું જણાવવું છે. પર્યાય વિના એ જણાય શેમાં પણ? કાર્ય તો પર્યાયમાં છે. ધ્રુવ તો કૂટસ્થ છે. એ હલતું નથી સદશરૂપે કાયમ છે. એને ત્રિકાળી ભગવાનને જાણવા માટે વર્તમાન પર્યાય પ્રગટ છે તે જ એને જાણે છે. સમજાણું કાંઈ ? આહા..! વિકારી પર્યાય વિકારને આધારે છે. ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિથી અભિનપણું....” જોયું? જેમ ઓલા આત્મા જે પર્યાયથી જણાણો તે તેનું સ્વરૂપ છે. તે સ્વરૂપને અને આત્માને અભિન્નપણું છે. એમ ક્રોધાદિની પર્યાયનું પરિણમન અને વસ્તુ બે અભિન્ન છે. આત્માથી તદ્દન ભિન્ન છે. દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ આત્માથી ભિન્ન છે. આ.હા..હા...! અને એની વિકારની પરિણતિથી તે વસ્તુ અભિન્ન છે. સમજાણું કાંઈ ? આહા...હા...! (જ્ઞાનનું સ્વરૂપ જાણ નક્રિયા છે,)* આત્માનું સ્વરૂપ તો જાણવું એ (છે). અહીં Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ સમયસાર સિદ્ધિ-૬ જ્ઞાનપ્રધાન કથન છે ને ! શ્રદ્ધા, આનંદ અનંત ગુણનો વ્યક્ત અંશ છે એ બધા અંશો એ પર્યાય દ્રવ્યને જાણે છે. જાણે છે જ્ઞાન. બીજી તો એક બાજુ ઢળેલી વસ્તુ છે. આહા..હા...! આત્માનું સ્વરૂપ જાણનક્રિયા છે. માટે જ્ઞાન આધેય છે...' આહા..હા....! આત્મા વસ્તુ છે તે આધેય છે. આ..હા...! ૨હેના૨નું રહેઠાણ એ આત્મા નહિ. રહેનારનું રહેઠાણ જ્ઞાનપર્યાયનું સ્વરૂપ તે એનું રહેવાનું રહેઠાણ છે. આહા..હા...! ‘જ્ઞાન આધેય...’ છે. જ્ઞાન એટલે આત્મા. ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ પ્રભુ, એ આધેય છે એટલે રહેનાર છે. શેમાં (રહેનાર છે) ? જાણનિક્રિયા આધાર છે.’ આ..હા..હા...! જાણનક્રિયા જે ચૈતન્યનું નિર્મળ પરિણમન (થયું), ચૈતન્યનું નિર્મળ પરિણમન (થયું) તેનાથી તે જણાણો માટે તે આત્મા જાણનક્રયામાં છે. જાણનક્રિયા(ને) આધારે છે. આહા..હા...! આવી વાતું હવે. શું આમાં કરવું ? આ કરીને, આ સમજીને શું કરવું ? ઈ સમજીને આત્મા આમ છે, આ પર્યાય છે, જાણન પર્યાય છે એમાં આત્મા રહેલ છે. એટલે એમાં આત્મા જણાય છે એટલે રહેલ છે. આહા..હા...! રાગ અને પુણ્ય-પાપના પરિણામમાં પરિણિત તેની તેમાં એ વિકાર રહેલો છે. આહા..હા...! આ તો બીજી-ત્રીજી વાર વંચાણું. થોડું ચાલ્યું હતું નહિ ? પછી ‘રાજકોટ’વાળા આવ્યા હતા (એટલે) ફરીને (લીધું). જ્ઞાન જ આધાર છે,...' એટલે ? આ..હા...! આ જ્ઞાન જ આધાર, ઈ જ્ઞાન કોણ ? જાણક્રિયા. પહેલું લીધું ને (કે), જ્ઞાન આધેય છે અને જાણક્રિયા આધાર છે. એ જ્ઞાન એટલે આખી ત્રિકાળી વસ્તુ અને જાણનક્રિયા એ વર્તમાન પરિણમન, એને આધારે છે. આ..હા...! કેમકે જાણન પરિણમનમાં જણાણો. છે તો છે પણ એને જણાણો નહિ તો એને કયાં છે ? આહા..હા...! વસ્તુ તો ભગવાન અનંત ગુણનો પિંડ, ભગવત્ સ્વરૂપ બિરાજે છે. દરેક ભગવાનઆત્મા, ભગવત્ સ્વરૂપ છે અંદર. આહા..હા...! બાળગોપાળ બધા. શરી૨ કાઢી નાખો, એને ન જુઓ, શરીરને ન જુઓ, રાગને ન જુઓ તો બધા ભગવાનઆત્મા શુદ્ધ ચૈતન્ય એ એની પિરણિતમાં જણાય છે. (માટે) એ પરિણિત એનું સ્વરૂપ છે. તેથી સ્વરૂપ અને પરિણતિ, પરિણતિ અને વસ્તુ અભિન્ન છે. જ્ઞાનની પરિણિત અને વસ્તુ અભિન્ન છે. આહા..હા...! જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી.’ જે જાણવાની પર્યાય થઈ, જેણે સ્વને શેય બનાવ્યું, જે જ્ઞાનની વર્તમાન દશાએ સ્વને શેય બનાવ્યું એ જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી, આત્મા જુદા નથી. આહા..હા...! હળવે હળવે તો કહેવાય છે. મુમુક્ષુ :- જ્ઞાન આધારરૂપ છે. ઉત્ત૨ :કીધું નહિ ? જ્ઞાન આધાર છે, તો એ ક્યું જ્ઞાન ? જાણનક્રિયા. જે પર્યાયે આત્માને જાણ્યો તે જ્ઞાન. એ આધાર છે. ‘જ્ઞાન જ આધાર છે...’ અને જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી.’ પરિણિત જાણવાની Page #489 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૮૧ થી ૧૮૩ ૪૭૧ દશા છે એમાં જ્ઞાન રહ્યું છે અને એ જાણવું જ્ઞાનનું સ્વરૂપ જ છે. એ સ્વરૂપને આધારે જણાણો છે માટે આધાર એ છે, જ્ઞાન એમાં રહેલું છે. આહાહા...! “જ્ઞાન જ આધાર છે.” “જાણનક્રિયા અને જ્ઞાન જુદાં નથી.' ઈ પરિણમન એ જ્ઞાનનું સ્વરૂપ જ છે, એમ કહે છે). એ પરિણમનને આધારે રહ્યું એ બધું અભિન્ન જ છે. રાગ-દ્વેષના પરિણામ ભિન્ન છે એમ આ ભિન્ન નથી. આહા...હા....! અહીં ‘જ્ઞાન જ આધાર છે.” એમ કીધું ને ? ઈ જ્ઞાન આધાર છે કોણ? કે, જાણનક્રિયા. જ્ઞાન આધાર છે ઈ કોણ ? કે, જાણનક્રિયા. કીધું છે ને ? જુઓને ! “જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણનક્રિયા અને જ્ઞાન....” એટલે વર્તમાન જાણવાની પરિણતિ અને જ્ઞાન એટલે કાયમી ચીજ, તે “જુદાં નથી. આહાહા..! હવે આવું કંઈ અભ્યાસમાં આવે નહિ, વકીલાતમાં આવે નહિ, બી.એ, એલ.એલ.બી.માં નિશાળમાં આવે નહિ. પાપના ધંધા આખો દિ'. આ વસ્તુ ! અહીંયાં તો તારું સ્વરૂપ તને જાણે, જે જાણવાની ક્રિયા તે તારું સ્વરૂપ અને તેને આધારે તું. આહા..હા...! અરે...! આવા મોટા છોકરા હોય, આધાર મળે નહિ, ઘરડા થઈ ગયા. મકાન ઠીક હોય તો ઠીક આધાર કહેવાય. આ હા..હા...! અહીં તો દયા, દાનનો, ભગવાનની ભક્તિનો રાગ એ આધાર અને આત્મા એમાં આધેય એમ નથી. એ રાગને અને ત્રિકાળને જાણનારી પર્યાય, રાગ છે તેનું અસ્તિત્વનું જ્ઞાન અને ત્રિકાળી અસ્તિત્વ પ્રભુ, એનું જ્ઞાન એ જાણનક્રિયામાં આધાર, એ જ્ઞાન આધાર – એ જાણનક્રિયા આધાર, આધેય આત્મા. આહાહા...! ઈ તો આપણે આ બધું આવી ગયું છે. (આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે).” જ્ઞાન એટલે વસ્તુ, જ્ઞાનમાં જ એટલે જાણનક્રિયા, એમાં જ છે. આહા..હા...! વસ્તુ છે એની પર્યાય એ એનું સ્વરૂપ છે. જાણ્યું કે, આ ભગવાન જ્ઞાયક છે, ચૈતન્ય છે, પૂર્ણ છે, પ્રભુ છે, ભગવાન છે એમ જે જ્ઞાનપર્યાયે જાણ્યું એ પર્યાય જ, (જ્ઞાન જ્ઞાનમાં જ છે. માટે તે આત્માનું સ્વરૂપ પણ, આત્મા કહો કે જ્ઞાન કહો, એ બેય જ્ઞાન જ્ઞાનમાં જ છે. આહાહા...! આત્મા પોતાના સ્વરૂપમાં પર્યાયમાં છે. ‘(જ્ઞાન જ્ઞાનમાં જ છે).' જ્ઞાન એટલે ત્રિકાળી સ્વરૂપ, જાણનક્રિયામાં જ છે. આહા...હા...! “એવી રીતે ક્રોધ ક્રોધમાં જ છે). મુનિ છે ને ? (એટલે) ઉત્તમ ક્ષમાની સામેનો ક્રોધ લીધો છે. અણગમો. વસ્તુ સ્વરૂપ છે તેનો અણગમો અને રાગનો પ્રેમ, રાગનો પ્રેમ એ ક્રોધ છે. આહા..હા...! (ક્રોધ ક્રોધમાં જ છે).’ આત્મામાં નથી. આત્મા એમાં નથી અને ક્રોધ આત્મામાં નથી. આત્મા ક્રોધમાં નથી, ક્રોધ આત્મામાં નથી. આહાહા...! જેમ જાણનક્રિયાનો ભાવ એમાં આત્મા છે માટે જ્ઞાન તે જ્ઞાનસ્વરૂપ જ છે, જાણવું ઈ પોતાનું સ્વરૂપ છે. ક્રોધ - અણગમો, આત્મા જેને રુચતો નથી, ગોઠતો નથી એવો જે ક્રોધભાવ, Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ સમયસાર સિદ્ધિ-૬ એ ક્રોધ ક્રોધમાં છે. એને આધારે આત્મા નથી. અને ક્રોધ આત્માને આધારે થયો નથી. આવી વાત છે. (ક્રોધ ક્રોધમાં જ છે).” “વળી ક્રોધાદિકમાં....” એટલે વિકારના પરિણામમાં કર્મમાં” પેલા ભાવકર્મ છે. ભાવકર્મ (એટલે) ક્રોધ, માન, માયા, રાગ, દયા, દાનાદિ એ ભાવકર્મ. જડકર્મ, કર્મમાં...” એટલે જડ (કર્મ). એ પણ જડ છે, ઓલા પણ જડ છે. વિકારાદિ એ જડ છે. આ કર્મ દ્રવ્ય જડ છે. અને “નોકર્મ” મન-વચન ને કાયાથી બીજી બધી ચીજો એને નોકર્મ (કહે છે). આહા..હા....! નોકર્મમાં આત્મા નથી. (ક્રોધ ક્રોધમાં જ છે. વળી ક્રોધાદિકમાં, કર્મમાં કે નોકર્મમાં જ્ઞાન નથી” આત્મા નથી. આહાહા...! વિકાર વિકારમાં જ છે તેથી વિકાર અને કર્મ, નોકર્મ જ્ઞાન નથી (એટલે કે) આત્મા નથી. આહા..હા..! વિકાર વિકારમાં જ છે. આહા..હા....! તેથી વિકારમાં અને કર્મમાં અને નોકર્મમાં આત્મા નથી. ભાષા તો સાદી છે પણ પરિચય ન મળે એટલે એવું લાગે કે, આ શું વાત કરે છે)? આ તે જેન પરમેશ્વરની વાત હશે ? કે આ તે બીજો ધર્મ હશે ? આહા..હા...! ભઈ ! જૈનધર્મમાં તો સામાયિક, પડિકસ્મણા, પોસા કરો (એવું હોય). ધૂળેય સામાયિક, પોસા નથી. મિથ્યાત્વ છે. હજી દર્શનની તો ખબર ન મળે. સમકિત ને સામાયિક. સમકિતરૂપી પરિણમનને આધારે દ્રવ્ય છે. કારણ કે જાણવાની પર્યાયમાં સાથે પ્રતીતિ છે ઈ કંઈ દ્રવ્યને જાણતું નથી. તેથી જાણવાની પર્યાયમાં જણાણો છે તેથી તે જાણવાની પર્યાય તે આત્માનું સ્વરૂપ છે. તેથી તે જ્ઞાન એટલે આત્માનું સ્વરૂપ, પર્યાય સ્વરૂપથી ભિન્ન નથી, અભિન્ન છે. આહા..હા..! વિકારી પરિણામમાં, જડકર્મમાં અને નોકર્મમાં આત્મા નથી અને આત્મામાં ‘ક્રોધાદિક, કર્મ કે નોકર્મ નથી.” અરસપરસ લીધું. આહા...! “કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપવિપરીતતા હોવાથી...” ભાષા દેખો ! “તેમને પરસ્પર... આત્મામાં જે દયા. દાન, વ્રતના પરિણામ થાય અને આત્મા જે જાણનક્રિયાથી જણાય એ બેનું સ્વરૂપ વિપરીત છે. આહાહા..! કારણ કે તેમને તેમને એટલે ? પુણ્ય અને પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રા, એ ભાવ... આહાહા..! અને આત્મા. કર્મ, નોકર્મ તો ઠીક જડ છે. તેમને પરસ્પર અત્યંત સ્વરૂપવિપરીતતા હોવાથી... આહાહા...! વ્યવહાર રત્નત્રયનો રાગ અને ભગવાન જાણનક્રિયાથી જણાય એ સ્વરૂપ, બેય વિપરીત છે. આહા..હા.... વિપરીત છે તો વિપરીત ભાવથી આત્મા જણાય એમ નથી). થોડું રાખો, વ્યવહારનું થોડું રાખો (એમ લોકો કહે). શાસ્ત્રમાં આવે, આવે પણ એ તો એક નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું હોય). “મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે, વ્યવહાર આવે. એ નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે). એમ નથી. વ્યવહાર થયો એમાં એમ નથી. પણ ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવું (છે). આહાહા...! તેમને... એટલે કે દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામને અને આત્માના સ્વરૂપને એટલે જ્ઞાનથી આત્મા જણાણો એ જ્ઞાનસ્વરૂપને. તેમને પરસ્પર અત્યંત સ્વરૂપવિપરીતતા Page #491 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૮૧ થી ૧૮૩ ૪૭૩ હોવાથી” એ બેમાં અત્યંત સ્વરૂપવિપરીતતા છે. આહા..હા..! જાણ નક્રિયા જે જાણવાનીદેખવાની, સ્વને દેખીને જાણવાની-દેખવાની ક્રિયા થઈ એ તો આત્મા જ છે. કેમકે આત્માનું સ્વરૂપ છે. અને એને આધારે તો જણાણો માટે ઈ આધાર છે. એ પર્યાયને અને ક્રોધાદિ રાગાદિ દયા, દાનના પરિણામને અંદરમાં પરસ્પર છે ? “અત્યંત સ્વરૂપવિપરીતતા...” છે. આહા..હા...! અત્યંત સ્વરૂપ વિપરીત છે. અરે..! આવો કઈ જાતનો ધર્મ ? એમાં હવે આ ભેદજ્ઞાનનો ‘સંવર અધિકાર’ ગજબ અધિકાર છે ! ‘(જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમ જ કર્મ, નોકર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી) જ્ઞાનનું સ્વરૂપ તો જાણનસ્વરૂપ છે અને વિકારનું સ્વરૂપ તો મલિનતા, દુઃખરૂપ છે. અજ્ઞાનમય છે એમ આવશે, આવશે. જ્ઞાનને અને અજ્ઞાનને આધાર-આધેય (સંબંધ) નથી. છેલ્લી લીટી આવશે, આ પેરેગ્રાફની છેલ્લી લીટી. ભગવાન આત્મા, એની વર્તમાન જાણનક્રિયા એનું સ્વરૂપ છે, એમાં એ જણાણો એને અને રાગાદિ છે એ અજ્ઞાન છે. આહા..હા...! આ જ્ઞાનસ્વરૂપ છે. જે પર્યાયમાં જણાણો, એ પર્યાયમાં જણાય છે. એ એનું સ્વરૂપ છે. એ સ્વરૂપમાં જ પોતે આત્મા છે. એને અને ક્રોધને એટલે અજ્ઞાન છે. આ જ્ઞાનસ્વરૂપ છે. આહા..હા...! દ્રવ્ય જ્ઞાન, ગુણેય જ્ઞાન અને પર્યાયે જ્ઞાન. એ જ્ઞાનસ્વરૂપ છે અને ક્રોધાદિ બીજી ચીજ અજ્ઞાન છે. એમાં આ જ્ઞાન નથી. આહાહા..! દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના પરિણામમાં જ્ઞાન નથી. ત્યાં આત્મા નથી. એ તો અણાત્મા છે. આહાહા.! આવું ઝીણું છે. ભાષા સાદી છે. બહુ ટીકા સાદી ભાષામાં છે. કેટલા બોલ કહ્યા ! આ..હા...હા....! (જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી)...” આ..હા..! આત્મામાં રાગ, દયા, દાન, વ્રત, પૂજાનો વિકલ્પ ઉઠે એ આત્મા નથી, એ જડ છે અને ભગવાન(આત્મા) જ્ઞાનસ્વરૂપ છે. એ જ્ઞાનસ્વરૂપ છે એટલે જ્ઞાનની પર્યાયમાં એ જણાણો માટે જ્ઞાનપર્યાય પણ આત્માનું જ સ્વરૂપ છે અને આ રાગાદિ છે એ જડસ્વરૂપ છે. બેય તદ્દન ભિન્ન સ્વરૂપ છે. અરે..! લ્યો, આવું સાંભળે નહિ ને (રાડ પાડે) વ્યવહાર ઉથાપે છે. એકાંત છે. એમ કહે બિચારા. અરે..! ભાઈ ! આ...હા...! માંડ સાચું બહાર આવ્યું ત્યારે આળ દેવા માંડ્યા. એકાંત... એકાંત. એકાંત પોકારે છે. “કરુણાદીપ’ પત્રિકા) આવે છે (એમાં) અહીંનું એકેએક વિરુદ્ધ (આવે). જૈનદર્શનમાં થોડું બીજો નાખે. વસ્તુનો ખ્યાલ નથી, બહુ ગૂઢ વસ્તુ. આહાહા..! અહીંયાં આત્મા છે એમાં એ જ્ઞાનની જાણવાની પરિણતિ છે. એ જાણવાની પરિણતિ દ્વારા જણાણો. આત્મા રાગ દ્વારા ન જણાણો. જ્ઞાનની પરિણતિ દ્વારા જણાણો. માટે તે પરિણતિ તે જ્ઞાનનું સ્વરૂપ છે અને તેથી તે આત્માનું સ્વરૂપ અભિન્ન છે. સાથે દયા, દાનનો રાગ ઉઠ્યો, એ રાગનું પરિણમન વિકાર છે અને એ ક્રોધાદિનું પરિણમન તે ક્રોધ છે, વિકારનું પરિણામ તે વિકાર છે. એને જડપણું છે, એને અજ્ઞાનપણું છે. આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયે Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ સમયસાર સિદ્ધિ-૬ જ્ઞાનસ્વરૂપ (છે). પર્યાયથી જાણ્યો ને એટલે. પર્યાયથી દ્રવ્ય જણાણું એટલે જાણનક્રિયા એ આત્માનું સ્વરૂપ છે. મુમુક્ષુ :- સમ્યકજ્ઞાન. ઉત્તર :- સમ્યફજ્ઞાનની જ વાત છે ને, ઓલી વાત છે જ નહિ. આહા...હા..! “(જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિક તેમ જ કર્મ-નોકર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી) તેમને પરમાર્થભૂત આધારાધેયસંબંધ નથી. લ્યો ! આહા..હા...! રાગનો કણિયો મંદ હોય તો આત્માનું જ્ઞાન થાય, આત્મા તરફ ઢળે એમ જરીયે નથી, કહે છે. આહા..હા...! ક્યાં ગયો ? “જીતુ નથી ? જુદી જાત છે આ બે. આહા..હા...! ઝીણી વાત છે, બાપુ ! જન્મમરણ રહિતની વાતું જુદી છે અને જન્મ-મરણ કરી કરીને અનાદિથી મરી ગયો છે. આહાહા..! નરકના, નિગોદના ભવ કરી કરીને મરી ગયો છે. આહા..હા...! જેના દુઃખ દેખીને દેખનારને રોણા આવ્યા છે. એવા દુઃખ અનંત વાર વેક્યા છે, બાપુ ! અત્યારે તું ભૂલી ગયો. આહા..હા...! નરક ને નિગોદના દુઃખો. નિગોદમાં હીણી (દશાનું દુઃખ છે). નરકમાં સંયોગની અપેક્ષાએ દુઃખ કહેવામાં આવે અને નિગોદમાં હીણી દશાની અપેક્ષાએ દુઃખ કહેવામાં આવે. તદ્દન હીણી દશા, અક્ષરનો અનંતમો ભાગ રહી ગયો. આહાહા...આનંદ ને જ્ઞાન ને ક્યાંય નથી). આનંદ તો જરીયે નથી, જ્ઞાન અનંતમાં ભાગનું રહી ગયું. આહાહા.... અને સંયોગી દુઃખ આવે (તો) લોકો એને દેખે. મુમુક્ષુ :- વ્યવહાર કથનમાત્ર છે. ઉત્તર :- એ તો કથનમાત્ર છે, કીધું નહિ ? બીજો નય છે પણ એ કથનમાત્ર (છે), જાણવું (કે) આમ કહે છે. બસ ! એટલું. એમાં એ આદરવા લાયક છે નહિ. આહા..હા...! આ..હા..! માટે “પરમાર્થભૂત આધારાધેયસંબંધ નથી.' કોની સાથે ? જાણનક્રિયા જે આત્માની પરિણતિ છે એનાથી જણાણો એ જાણનક્રિયા અને ક્રોધની જે પરિણતિ. ક્રોધની ક્રિયા, માનની ક્રિયા એ બેને તદ્દન સ્વરૂપ વિપરીત છે. તેથી બેમાં આધાર-આધેય સંબંધ નથી. આહા..હા..! પણ આવે, કોઈ ઠેકાણે આવે), વ્યવહાર સાધન છે, નિશ્ચય સાધ્ય છે. જયસેનાચાર્યદેવમાં તો બહુ આવે. “જયસેનાચાર્યદેવમાં ! એ તો નિમિત્ત છે એનું જ્ઞાન કરાવ્યું. એક વસ્તુ છે એનું જ્ઞાન કરાવ્યું), બાકી એ તો એનું સ્વરૂપ જ નથી. સ્વરૂપ તો એ જાત જે આનંદ અને જ્ઞાન છે એનું પરિણમન થાય એ એની જાત છે. રાગનું પરિણમન તો કજાત છે. અહીં તો એને જડ કીધું. જડ છે. “વિક્રૂપ’ છે ને ? શ્લોક આવશે ને ? ‘વિદ્રુપ નડતો' એ શ્લોક જ આવશે. વિદ્ગણું ન રુપતાં વાતો: આ..હા....! (૧૨૬) કળશમાં છે). ભગવાનઆત્મા જ્ઞાન ને આનંદનો સાગર પ્રભુ, એને જાણવાની પરિણતિથી જાણ્યો. આહાહા..! એ ચૈતન્ય છે. ભલે પરિણતિ પર્યાય છે પણ એ ચૈતન્ય છે. એ ચૈતન્યનું Page #493 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૮૧ થી ૧૮૩ ૪૭૫ સ્વરૂપ છે અને દયા, દાનનો વિકલ્પ ઉઠે એ જડસ્વરૂપ છે. એક કોર જડ અને એક કોર આત્મા. આહાહા...! અને આમાંય કહેશે. “જ્ઞાનને અને અજ્ઞાનને (ક્રોધાદિકને આધારાધેયપણું નથી. છેલ્લે કહેશે. (આ) પેરેગ્રાફનો છેલ્લો શબ્દ છે). આહાહા.! આ તો ફરીને લેવાનું કહ્યું હતું તેથી ફરીને લીધું. “વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણન...” જોઈ ભાષા ? આત્માનું સ્વરૂપ તો જાણનક્રિયા છે. આહા...હા..! આ આત્માનું સ્વરૂપ તો જાણનક્રિયા છે. જે પ્રગટ પર્યાય જાણે છે એ આત્માની જાણ નક્રિયા સ્વરૂપ છે. આહાહા....! જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણનક્રિયા છે તેમ (જ્ઞાનનું સ્વરૂપ) ક્રોધાદિક્રિયા પણ છે.” રાગ પણ છે એમ કોઈ રીતે સિદ્ધ થતું નથી, કોઈ રીતે સ્થાપી શકાતું નથી. આહાહા..! અહીં તો આમ કહે છે, લ્યો ! વ્યવહારે પણ સ્થાપી શકાય કે નહિ ? કોઈ રીતે સ્થાપી શકાય નહિ. જુઓ ! | ‘(ક્રોધાદિકનું સ્વરૂપ) જાણનક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી;.” ભાષા શું છે ? કોઈ રીતે. એમાં કોઈમાં વ્યવહારથી પણ નહિ એમ કહે છે. આહા..હા....! ‘દેવીલાલજી' ! આવી વાત છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ ! અતીન્દ્રિય અનંત અનંત અતીન્દ્રિય જ્ઞાનની મૂર્તિ આત્મા છે. ભગવાન જિનેશ્વરદેવ ત્રિલોકનાથે ભગવાનને આત્મા જોયો એ તો અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે. એનું પરિણમન એને જાણનારું થયું એ જાણવાનું થયું એ તો એનું સ્વરૂપ છે, કહે છે. એ સ્વરૂપ વડે જણાણું માટે એ સ્વરૂપ છે. આ...હા...! પર્યાય એનું સ્વરૂપ છે. બીજે ઠેકાણે એમ કહે કે, પર્યાય તે પરદ્રવ્ય છે. આહા..હા..! આશ્રય, એના તરફનું લક્ષ છોડાવવું છે. ત્રિકાળ ઉપર દૃષ્ટિ કરાવવી છે. આનું પરિણામ પણ ત્રિકાળ ઉપર દૃષ્ટિ છે. રાત્રે કહ્યું હતું કે, સમય સમયની પર્યાય થાય, જે સમયે પર્યાય થાય તે થાય. એક વાત. અને તે પણ નિર્મળ પરિણતિ, જે સમયે નિર્મળ પરિણતિ થાય તે સમયે તે જણાણો. એનો અર્થ કે બધામાં જે સમયે જે પર્યાય થાય છે અને જાણનક્રિયા પણ જે સમયે જાણનક્રિયા થાય તે, એ આત્માને જાણવાની પણ જે સમયે થાય ઈ ક્રિયાનો સમય છે ને ? એટલે ખરેખર તો અવસરે પરિણામ થાય કે જાણનક્રિયાથી જણાય એમ થતાં એની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય. એનો સાર આ છે. આહા...હા...! જેને જાણવો છે એ જાણનક્રિયા એ આવ્યું, એનું સ્વરૂપ આત્મા પોતે જાણે છે. આ..હા...! કેમકે દરેક અનુયોગનું તાત્પર્ય તો વીતરાગતા છે. આમાંય આનું તાત્પર્ય તો વીતરાગતા કહેવી છે. વીતરાગતા શી રીતે થાય? જે સમયે જે થાશે તેના ઉપર નજર રાખે ન થાય. આહા...હા...! અને સ્વરૂપને જાણવાની જાણ નક્રિયા એ પણ જે સમયે થવાની તે થશે. એવો નિર્ણય જેને કરવો હોય એણે તો જ્ઞાયકભાવ ઉપર જાવું પડશે. વીતરાગભાવ જેમાંથી પ્રગટે, વીતરાગભાવ પ્રગટે તેમાં જાવું પડશે. આહા...હા...! ગજબ વાત છે ! આ તો આખી દુનિયા મૂકીને એકલો થાવું હોય એની વાત Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ સમયસાર સિદ્ધિ-૬. છે. એકલો છે. આહા..હા...! ક્યાં છે કાંઈ? છે અનંત પણ એનામાં. બેની સત્તા જ જુદી છે, કીધું ને ? રાગની, દયા, દાનની સત્તા અને આત્માની સત્તા જ ભિન્ન ભિન્ન છે. આહાહા....! તો દયા, દાન, વ્રત, પૂજાના પરિણામનો આધાર અને આત્મા એનાથી) જણાય (એનો) નિષેધ છે. કહો, “ચીમનભાઈ ! આહા...હા...! આ શાસ્ત્ર કાંઈ “સોનગઢ'નું છે ? આ...હા...! “સોનગઢ'માં છપાણું છે. ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા મહાવિદેહમાં બિરાજે છે. પ્રભુ “સીમંધર ભગવાન, એમની આ વાણી છે. અરે...! જગતના જીવો ! “સમયસાર' ભેટશું રહી ગયું. લોકોને ભેટ આપી, ભેટ, ભાઈ ! એકવાર તું આ “સમયસાર લે. લે એટલે કે પરિણતિમાં આત્માને લઈ લે. આહા..હા...! આ.હાહા...! થોડું પણ સત્ય હોવું જોઈએ, ભાઈ ! એ. મોટી ક્રિયા ને અપવાસ ને વર્ષીતપ ને મોટા પચીસ, પચાસ, સો છોકરાઓ લઈને સામાયિક કરવા બેસે. એ બધો કાંઈ ધૂળેય ધર્મ નથી, અધર્મ છે, અધર્મનું પોષણ છે. આહા..હા...! જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણનક્રિયા છે.” (એટલે કે, શુદ્ધ પરિણતિ. “તેમ (જ્ઞાનનું સ્વરૂ૫) ક્રોધાદિક્રિયા પણ છે એમ, અને ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિક્રિયા છે. ક્રોધાદિક્રિયા લેવી છે ને ? અહીં જાણનક્રિયા છે ને ત્યાં ક્રિયા લેવી છે. તેમ (ક્રોધાદિકનું સ્વરૂપ) જાણનક્રિયા પણ છે એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી. અહીં વજન છે. આચાર્ય મહારાજનું અહીં વજન છે. આમ કોઈપણ રીતે સ્થાપી શકાતું નથી. કોઈપણમાં બધુંય આવી ગયું. વ્યવહાર પણ આવી ગયો). આહા.હા...! વિશેષ કહેશે.. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૬૧ ગાથા-૧૮૧ થી ૧૮૩, શ્લોક-૧૨૬ રવિવાર, જેઠ વદ ૧૫, તા. ૨૪-૦૬-૧૯૭૯ આ ‘સમયસાર', “સંવર અધિકાર'. સંવર એટલે ધર્મની ઉત્પત્તિ, ધર્મની ઉત્પત્તિ. નિર્જરા એટલે ધર્મની વૃદ્ધિ. એ અધિકાર છે. અહીં તો હવે દૃષ્ટાંત આપશે પણ એના પહેલાં આ આત્મા છે એનાથી પુણ્ય અને પાપના ભાવ જે અંદર (થાય) છે, શુભ-અશુભ ભાવ (છે), દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ, હિંસા, વેપાર-ધંધાના પરિણામ, એ શુભ-અશુભ પરિણામને વસ્તુ જ બીજી ગણી છે. આત્માથી તે વસ્તુ બીજી છે. આહા...હા...! આત્મા તો સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ અતીન્દ્રિય આનંદઘન (છે) અને આ વિકાર શુભ અને અશુભ ભાવ બેય દુઃખરૂપ અને પરવસ્તુ છે, બેય એક વસ્તુ નથી. એક વસ્તુ નથી તેથી તેના પ્રદેશ એક નથી. આહા..હા..! તેનું રહેવાનું ક્ષેત્ર એક નથી. વસ્તુ જુદી એટલે Page #495 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૮૧ થી ૧૮૩ ४७७ એનું ક્ષેત્ર પણ જુદું. બે (વાત થઈ). ત્રીજું એની સત્તા ભિન્ન છે. તેથી પુણ્ય-પાપના ભાવ અને આત્મા આનંદકંદ, સચ્ચિદાનંદ પ્રભુ – બેયની સત્તા ભિન્ન છે, બેયનું હોવાપણું ભિન્ન છે અને તેથી બેયમાં આધાર-આધેયપણું નથી. કે શુભ-અશુભ ભાવ આધાર અને એને લઈને આત્મા જણાય, એમ નથી. આહા..હા...! અને શુભ-અશુભ ભાવ અને આત્મા, બેને પરસ્પર અત્યંત વિપરીતતા છે. એ આવી ગયું છે. પરસ્પર વિપરીત છે. આહાહા...! આત્મ સ્વભાવ અને પુણ્ય-પાપના ભાવ બે વચ્ચે અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. એટલું કહીને છેલ્લે એમ કહ્યું કે, એ રીતે જ્ઞાનને અને અજ્ઞાને આધાર-આધેયપણું નથી. છે છેલ્લી લીટી? એટલે શું કહ્યું ? આ રીતે છે માટે જ્ઞાન એટલે આત્મા – પ્રજ્ઞાચક્ષુ, જે જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા એને અને અજ્ઞાન એટલે પુણ્ય અને પાપના શુભ-અશુભ ભાવ એ અજ્ઞાન છે, એમાં જ્ઞાન નથી. તેથી બે તદ્દન જુદા છે. જ્ઞાનને અને અજ્ઞાનને આધારાધેયપણું નથી. એટલે કે રાગાદિ દયા, દાન, વ્રત પરિણામ આધાર અને એને લઈને આત્મા જણાય અને સમ્યકુશાન થાય, એમ નથી. આહાહા...! આવી વાત છે. આ દયા, દાન, વ્રત, ભક્તિ , પૂજા કહે છે કે રાગ છે અને આત્મસ્વરૂપ ચિદાનંદથી એ વસ્તુ જ ભિન્ન છે. પ્રદેશ ભિન્ન છે, સત્તા ભિન્ન છે, આધારઆધેય ભિન્ન છે અને અત્યંત બે વચ્ચે સ્વરૂપ વિપરીતતા છે. માટે જ્ઞાન અને અજ્ઞાન, જ્ઞાન એટલે આત્મા, છેલ્લો શબ્દ છે ને ? આત્માને અને અજ્ઞાનને, એ પુણ્ય અને પાપના ભાવ તે અજ્ઞાન છે, એને જ્ઞાન નથી, એનામાં જ્ઞાન નથી. જ્ઞાનસ્વરૂપ ભગવાનઆત્મા અને અજ્ઞાનસ્વરૂપ એ પુણ્ય-પાપના ભાવ, તદ્દન જુદુંજુદા છે. એ અજ્ઞાનને આધારે આત્મા જણાય એવો નથી. આહા..હા..! સમજાણું ? આ વાત તો પહેલી સિદ્ધ કરી ગયા. હવે. એને દાખલો આપીને સમજાવે છે. વળી વિશેષ સમજાવવામાં આવે છે - જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને...” આકાશ સર્વવ્યાપક છે ને, આકાશ ! આ દેખાય એ આકાશ નહિ, હોં ! આકાશ અરૂપી છે. આ લોકમાં ચૌદ બ્રહ્માંડમાં છે અને ખાલી ભાગ, ખાલી. ખાલી. ખાલી... ખાલી. અલોક આકાશ, ક્યાંય અંત નથી, અંત નથી. અંત હોય તો અંત પછી શું ? આ ચૌદ બ્રહ્માંડની ચારે બાજુ આકાશ છે એ અનંત છે. એ આકાશ સર્વવ્યાપક છે. આ લોકમાય છે અને અલોકમાય છે. જેનો અંત ક્યાંય નથી. એનાથી ક્ષેત્રમાં મોટી કોઈ ચીજ નથી. આકાશના ક્ષેત્રથી મોટી (બીજી કોઈ ચીજ નથી. જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને...” જ્ઞાનમાં એ વાતને લઈને આધારાધેયભાવ વિચારવામાં આવે..” કે એ આકાશનો આધાર કોણ ? અને આકાશમાં રહે છે એ શું? એ આધેય શું છે? રહેનાર શું છે ? અને આધાર દેનાર શું છે ? આહા..હા....! બુદ્ધિમાં જો આકાશને માટે વિચારે ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી.” આકાશ આકાશને જ આધારે છે. આકાશથી મોટું કોઈ ક્ષેત્ર નથી Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ સમયસાર સિદ્ધિ-૬ કે જેથી એને આધારે આકાશ હોય. આહા..હા...! એમાં કહેશે. આકાશ ક્ષેત્રથી મોટું છે, ભગવાન શાન અને આનંદથી મોટો છે. આહા..હા...! મુમુક્ષુ :– બે મોટામાંથી મોટું કોણ ? ઉત્તર :– મોટો આત્મા. એ આકાશને પણ જાણનારો આત્મા છે). આ...હા...! ઝીણી વાત છે, ભાઈ ! તાત્ત્વિક વિષય બહુ સૂક્ષ્મ છે. આત્માને, એ પાંચ બોલે કહ્યો એનો આ તો હવે દાખલો આપે છે. (આકાશનો) આધારાધેયભાવ વિચારવામાં આવે...' જ્ઞાનમાં – બુદ્ધિમાં આકાશનો વિચાર કરો કે એ સર્વવ્યાપક આકાશ છે એ અરૂપી છે, ઈ અરૂપી છે, હોં ! એને આધા૨ કોણ ? એનાથી મોટું કોણ છે કે જે આધાર હોય ? આહા..હા..! એ આકાશ છે એ જ આધાર અને આધેય છે. આધા૨ે એ અને આધેય પણ ઈ. આહા..હા...! આકાશ. ત્યારે આકાશને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ હોવાથી (અર્થાત્ અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી) બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી..’ જ્ઞાનમાં વિચાર કરે તો આકાશને લક્ષમાં લે અને એ આકાશને આધાર કોણ ? એમ વિચાર કરે તો બુદ્ધિમાં આધાર-આધેય, એવી ભિન્નતા એમાં ભાસતી નથી. આકાશ આધાર અને આકાશ આધેય. બાકી બીજી આધાર અને આકાશ આધેય, એમ નથી. આહા..હા...! ‘અને તે નહિ પ્રભવતાં...’ શું કહે છે ? બુદ્ધિમાં આકાશનો વિચાર કરતાં.. આ..હા..હા...! એક તો આચાર્ય કહે છે કે, અમે તને તારા આત્માની વાત કરશું પણ એક આકાશનો તો તારી બુદ્ધિમાં વિચાર કર. નાસ્તિક હોય તોય એને જરી વિચા૨ ક૨વો પડશે કે, આકાશ ખાલી ખાલી અરૂપી છે. અહીંયાં છે, બહાર ખાલી અલોક છે, જ્યાં આ ચૌદ બ્રહ્માંડ છે નહિ. જીવ, જડનો જ્યાં સંગ્રહ નથી. ખાલી ભાગ અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત... અનંત... અનંત... ક્યાંય ચાલ્યા જાવ તોય ક્યાંય અંત નથી. એવું અનંત આકાશ ચારે બાજુ છે. આહા..હા...! એવડા આકાશને બુદ્ધિમાં સ્થાપીને વિચાર કર. આહા..હા...! કે, એ આકાશને રહેવાનું સ્થાન કોણ ? કે, એ પોતે જ રહેવાનું સ્થાન અને પોતે આધેય છે. એને બીજો કોઈ આધાર હોતું નથી. આ..હા...! છે ? એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે’ આ..હા...! એક આકાશ જ આકાશને આધારે છે. પ્રતિષ્ઠિત (એટલે) આધારે. ઓ..હો..હો....! આકાશનો દાખલો આપ્યો. એ ક્ષેત્રથી આમ વ્યાપક છે. આ ચૌદ બ્રહ્માંડ જે જડ અને ચૈતન્યનો (સંગ્રહ) છે એ અસંખ્ય જોજનમાં જ છે, અનંતમાં નહિ. આ જડ-ચૈતન્યનો સંગ્રહ અસંખ્ય જોજનમાં (છે), પછી ખાલી ભાગ છે અનંત.. અનંત.. અનંત.. અનંત.. અનંત... ત્યાં અરૂપી આકાશ છે. એનો ક્યાંય અંત નથી. એવડા આકાશને તું બુદ્ધિમાં લે, વિચાર કર. આહા..હા...! અને એનો વિચાર કરતાં તને એમ આવશે કે, આકાશ આવડું મોટું એને આધા૨ કોણ ? એ જ મોટી ચીજ છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૮૧ થી ૧૮૩ ૪૭૯ હવે એને આધાર કોણ ? આધાર ને આધેય એનો એ છે. આહા..હા...! જોયું ? આચાર્યે બુદ્ધિમાં. છે ને ? સ્થાપીને કહ્યું છે. આહા..હા..! બુદ્ધિમાં સ્થાપીને.” (એટલે) લક્ષમાં લઈને આકાશ અમાપ (છે). ચારે બાજુ ખાલી ભાગ અનંત. અનંત. અનંત. અનંત.. અનંત નહિ તો પછી પછી શું ? પછી શું ? પછી શું ? નાસ્તિકને પણ એકવાર વિચાર કરવો પડે કે, આ બધું જડ-ચૈતન્ય અહીને અહીં ખલાસ થઈ જાય. પછી ખાલી ભાગ છે એનો અંત ક્યાં ? આકાશને અંત ન હોય. દશે દિશા અનંત. અનંત. અનંત... ચારે કોર. એમ બુદ્ધિમાં આકાશને સ્થાપીને વિચાર કરતાં આકાશ જ આકાશનો આધાર છે. આહાહા.... છે? “એવું સમજી જનારને પર-આધારાધેયપણું ભાસતું નથી.” આવું સમજી જનારને આકાશનો પર આધાર (છે) એવું ભાસતું નથી. એવી રીતે.” હવે સિદ્ધાંત (કહે છે). આ તો દૃષ્ટાંત (હતો). “એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને.” હવે આ જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ ભગવાન, જાણનારો આત્મા.. આહાહા...! એનો એ ત્રિકાળી જાણક સ્વભાવ છે). ત્રિકાળી જ્ઞાનસ્વભાવ, એ “જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને...” આહા..હા...! રાગમાં સ્થાપીને કે એમ નથી કીધું. સમજાણું કાંઈ ? આહા...! આકાશને માટે પણ બુદ્ધિમાં સ્થાપીને કહ્યું હતું. ત્યાં રાગમાં, વિકલ્પમાં રાખીને વિચાર કર એમ ત્યાં કહ્યું નથી. આહા...હા....! અલૌકિક વાતું છે. આ આત્મા અંદર દેહથી ભિન્ન છે. આ તો જડ, માટી (છે), આ વાણી જડ, મન જડ (છે). અંદર ચૈતન્યપ્રભુ, જે જ્ઞાનની મુખ્યતાથી જ્ઞાનપ્રધાન છે એ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં પર્યાયમાં સ્થાપીને. બુદ્ધિમાં એટલે જ્ઞાનની પર્યાયમાં. આ એક જ્ઞાન જે ત્રિકાળી વસ્તુ છે એનો વિચાર કર. (જ્ઞાનનો) આધારાધેયભાવ વિચારવામાં આવે.” એ આત્માનો આધારઆધેય ભાવ વિચારવામાં આવે. જ્ઞાન એટલે આત્મા. ભાષા તો સાદી છે પણ ભાવ તો (ગંભીર છે). આ.હા..! આકાશને જેમ બુદ્ધિમાં સ્થાપીને એનો આધાર-આધેય (ભાવ) નથી તેમ આ જ્ઞાનને એટલે આત્મા અંદર સચ્ચિદાનંદ પ્રભુ, સત્ શાશ્વત ચિત્ જ્ઞાન અને આનંદ, એનો સાગર પ્રભુ અંદર આત્મા (છે). અરે...! કેમ બેસે ? આવડું શરીર ને એક બીડી પીવે ત્યાં રાજી થઈ જાય. સિગારેટ પીવે (ત્યારે) પાયખાને દસ્ત ઉતરે એમાં) રાજી થઈ જાય. આહા..હા..! એને આવો આત્મા (સમજવો). બાપુ ! આત્મા તો અલૌકિક છે ! આકાશ જેમ ક્ષેત્રથી અવ્યાપક નથી, પ્રસરેલો છે. એમ આ મહાજ્ઞાન, અનંત જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા.. આ.હા.હા..! એના ભાવની અનંતતા છે. એ ભાવને બુદ્ધિમાં લઈને... આહા..હા..! આધારાધેયભાવ વિચારવામાં આવે. વાત તો બહુ સારી આવી છે. “મનસુખભાઈ ! તમારો રવિવાર (આવે ત્યારે) વાત સારી આવી છે. આહા...હા...! Page #498 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ જેમ એ શુભ-અશુભ ભાવ, પુણ્ય-પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ અને કામ, ક્રોધ, આ ૨ળવું, વિષય-વાસના એ બધા ભાવો આત્માની ચીજથી બીજી ચીજ છે, એની જાત બીજી છે. આ જાત છે ત્યારે એ કજાત છે. અને તેથી તેના રહેવાના અંશો જુદા છે. અને તેથી તેની સત્તા જુદી છે અને તેથી તેના આધાર-આધેય જુદા છે અને તેથી તેની સ્વરૂપ વિપરીતતા, સ્વરૂપની વિપરીતતા અનંતી ભિન્ન છે. આહા..હા...! અને તેથી તે અજ્ઞાન અને જ્ઞાન બે ભિન્ન છે. અજ્ઞાન (એટલે) એ પુણ્ય-પાપના પરિણામને અજ્ઞાન કહ્યું. આહા...હા...! સમજાણું કાંઈ ? આ તો સમજાય એવું છે, કાંઈ બહુ ઝીણું નથી. આહા..હા...! અંદર જાણનાર છે એ કોને ન જાણે ? એને જાણના૨ને મર્યાદા શું હોય ? અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત દર્શન એનો જો વિચાર કરવામાં આવે... આ..હા..હા...! જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને (જ્ઞાનનો) આધારાધેયભાવ વિચારવામાં આવે...' આ..હા..હા...! ‘ત્યારે જ્ઞાનને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી...' આ..હા..હા...! એ વસ્તુ છે, જ્ઞાનસ્વરૂપી પ્રભુ એ કોઈ બીજી ચીજને આધારે છે એમ છે જ નહિ. એ ચીજ પોતે વસ્તુ છે એ પોતે પોતાના આધારે (છે). એટલે પર્યાય જેનું સ્વરૂપ જાણવું (છે), એને જાણવાની જે સ્વરૂપની બુદ્ધિ, એ સ્વરૂપ જ્ઞાનસ્વરૂપ છે, એ આત્મ સ્વરૂપ છે. તેથી જ્ઞાનસ્વરૂપ જાણનક્રિયા તે આધાર છે અને આત્મા તે આધેય છે. પણ આત્મા આધેય છે અને કોઈ બીજાને આધારે રહે છે, રાગને આધારે ને પુણ્યને આધારે રહે છે એમ નથી. આહા..હા...! આવી વાતું. વાડાવાળાને તો આકરી લાગે એવી છે. (વાડા) બાંધીને બેઠા છે. ત્રણે કાળ આવો માર્ગ છે, બાપુ ! શું કહ્યું ? જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને...' જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને, હોં ! કો'કની બુદ્ધિમાં સ્થાપીને તું વિચાર કર, એમ (નથી કહ્યું). જ્ઞાનમાં જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને ‘(જ્ઞાનનો) આધારાધેયભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી...' ત્યારે આત્મા બીજા કોઈપણ તત્ત્વને આધારે છે એમ છે જ નહિ. એ તો પોતે પોતાને આધારે જ છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા....હા...! બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી; અને તે નહિ પ્રભવતાં, એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે' એટલે શું કહ્યું ? જાણક સ્વભાવ જે છે, કાયમી અસલી ત્રિકાળી જ્ઞાનસ્વભાવનો વિચાર કરતાં એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે” એટલે કે બીજી કોઈ ચીજ નહિ. એનું જે જ્ઞાનનું પરિણમન કર્યું, જ્ઞાનનું પરિણમન પર્યાયમાં દશા કરી, તે દશાને આધારે એ જણાણો. એથી જ્ઞાનદશા એ આત્માનું સ્વરૂપ છે, જ્ઞાનનું સ્વરૂપ (છે). જ્ઞાનના સ્વરૂપને જ્ઞાનના જ સ્વરૂપનો આધાર છે. આહા..હા...! આવું હવે ધર્મને નામે.. વસ્તુ એવી છે, બાપુ ! આકરી છે. ધર્મ તો એક સેકંડ થાય તો એને જન્મ-મ૨ણ મટે એવી ચીજ છે. પણ ધર્મ કોને કહેવો એ સમજવું કઠણ બહુ, બાપુ ! આહા..હા....! ૪૮૦ Page #499 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૮૧ થી ૧૮૩ ૪૮૧ અહીંયાં તો કહે છે, જ્યારે આકાશને બુદ્ધિમાં સ્થાપતા એનો આધાર-આધેય કોઈ દેખાતો નથી. એમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ ત્રિકાળી, એને વર્તમાન પરિણમન જ્ઞાનમાં વિચારતાં વર્તમાન જ્ઞાનના પરિણમનમાં વિચારતાં એને જ્ઞાનને આધારે જ્ઞાન છે. એ પરિણમન જે થયું એને આધારે જણાણો માટે આત્માને આધારે આત્મા છે, એ જ્ઞાનને આધારે આત્મા છે. આહા...હા...! સમજાણું કાંઈ ? મુમુક્ષુ :- જ્ઞાન તો ઇન્દ્રિયો દ્વારા થાય. ઉત્તર – ધૂળેય ઇન્દ્રિય દ્વારા ન થાય, ઇન્દ્રિય જડ છે, આ તો માટી જડ ધૂળ છે. આ જાણે છે ? જાણે છે તો આત્મા. જેની સત્તામાં જણાય છે, જેની સત્તામાં જણાય છે. તે આત્મા છે. આમાં જણાય છેઆમાં ? આ તો જડ માટી છે. જેના હોવાપણામાં, જેની મોજૂદગીમાં આ છે, આ છે, આ છે એમ જણાય છે એ આત્મા છે, જ્ઞાનસ્વરૂપ છે. આવી વાતું છે. દુનિયાથી જુદી લાગે. શું થાય ? બાપુ ! માર્ગ જ આ છે. આહા..હા...! જેમ બુદ્ધિમાં આકાશને સ્થાપીને આકાશનો કોઈ આધાર નથી એમ ભાસે છે). એવી બુદ્ધિ પ્રસરતી નથી, એવી બુદ્ધિ થતી જ નથી કે આકાશને કોઈ (બીજો) આધાર હોય. એમ ભગવાન આત્મા વર્તમાન જ્ઞાનનું પરિણમન, જ્ઞાનનો ઉત્પાદ દશા જ છે. આહા..હા..! એ જ્ઞાનની વર્તમાન દશાને એ જ્ઞાનનો વિચાર કર કે, આ આત્માને આધાર કોનો છે ? કે, આત્માને જે જાણવાની દશા પ્રગટ કરી તે જ આત્મા છે. તો તેનો આત્માને આત્માનો આધાર રહ્યો. આહાહા.! સમજાણું કાંઈ ? રાગ નહિ, પુણ્ય, દયા, દાન, વ્રત, ભક્તિ નહિ. જ્ઞાનાને) બુદ્ધિમાં સ્થાપીને. આહા...હા...! એ કંઈ ઓછી વાત છે ? બુદ્ધિમાં જ્ઞાન આત્મા છે એમ સ્થાપીને વિચાર કરે તો તે જ્ઞાનનું જે પરિણમન છે, જ્ઞાનનો જે જાણવાનો ભાવ થયો તે ભાવમાં આત્મા જણાશે તેથી તે ભાવમાં આત્મા છે. એ ભાવ પણ આત્મા જ છે. એ ભલે જાણનપર્યાય છે પણ છે ઈ આત્મા. તો આત્માને આધારે આત્મા છે, આત્મા બીજાને આધારે છે નહિ. આહા..હા...! એ દયા, દાન ને વ્રત ને ભક્તિ, પૂજાપાઠ કરે તેથી આત્મા જણાય એની ના પાડી છે. એ રાગ છે, એમ કહે છે. આહા...હા..! મુમુક્ષુ :- છઠ્ઠા ગુણસ્થાન સુધી રાગ છે. ઉત્તર :- બુદ્ધિપૂર્વક રાગ છે. રાગ છે, અચેતન છે. મુમુક્ષુ :- ક્યાં સુધી આધાર છે ? ઉત્તર :- આત્માનો આત્માને આધાર છે. રાગનો આધાર છે જ નહિ. એ માટે તો આ વાત ચાલે છે. રાગનો આધાર નથી પણ એના કારણો પહેલા આપી ગયા ને ? કે, રાગ અને આત્મા બે વસ્તુ ભિન્ન છે. બેના લક્ષણો ભિન્ન છે, એનો સ્વભાવ ભિન્ન છે અને તેથી બેના પ્રદેશો ભિન્ન છે અને તેથી તેની સત્તા ભિન્ન છે. તેથી તેનો આધાર Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ સમયસાર સિદ્ધિ-૬ આધેય પણ ભિન્ન છે. અને તેથી તે બે વચ્ચે અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. માટે તેનો આધાર-આધેય ભિન્ન છે. આહા..હા...! આવી વાત છે. અત્યારે તો આ દયા પાળે ને વ્રત કરે ને ભક્તિ, પૂજા કરે ત્યાં ધર્મ થઈ જશે. ધૂળેય ધર્મ નથી. એ તો બધી રાગની ક્રિયા છે. આત્મા તો જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. જે જ્ઞાન જાણવું અને આનંદ સ્વરૂપ (છે) તે અજ્ઞાન અને દુઃખરૂપ રાગાદિ, એના પરિણામથી એ જણાય ? આહા..હા...! અજ્ઞાનથી જ્ઞાન જણાય ? દુઃખથી આનંદ જણાય ? આહા..હા...! ‘શશીભાઈ’ આ ‘સંવર અધિકા૨’(ની) શરૂઆતમાં છે. આહા...હા...! ચૈતન્યપ્રકાશનો પૂર, નૂર પ્રભુ, એ ચૈતન્યના પ્રકાશનું પૂર, એનાથી દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ તદ્દન જુદી જાત છે. જાત જુદી, ભાત જુદી, ક્ષેત્ર જુદું અરે...! કાળ જુદો. એ એક સમય રહે છે અને અહીં ભગવાન તો ત્રિકાળ રહે છે. આહા..હા...! ભાવ જુદો (છે). આહા..હા...! સમજાણું કાંઈ ? બેય ભાઈ આવ્યા લાગે છે. માણેકચંદજી’ આવ્યા લાગે છે. આહા..હા...! આવી વાત છે. આચાર્યોએ તો એવી ભાષા કરીને, કરુણા કરીને જગતને સત્યમાં એને બેસાડ્યો છે. પ્રભુ ! તું સત્ય વસ્તુ છો ને ! અને સત્ય વસ્તુ તારામાં પ્રભુ ! જ્ઞાન અને આનંદ છે ને ! એ જ્ઞાન અને આનંદનો વિચા૨ ક૨ તો એ વિચાર ને મનનને આધારે એ જણાય છે માટે મનન પરિણમન આધાર અને એ પોતે) આધેય. રાગ આધાર ને આધેય ત્રણકાળમાં નહિ. આહા..હા...! આવું છે. લોકોને ન બેસે એટલે એકાંત કહે, પછી લોકો એમ કહે. એ હતું નહિ. નહોતું એટલે (એકાંત લાગે). વસ્તુ તો આ છે, બાપુ ! આહા..હા...! અને તે ન્યાયથી વિચા૨ ક૨ે તો એને બેસી જાય એવું છે. ન્યાયથી વિચાર કરે કે, જે વિકારી ભાવ છે, શુભ-અશુભ ભાવ, પુણ્ય-પાપ (ભાવ છે) એ દુઃખરૂપ છે, આકુળતા છે. ભગવાનઆત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. એ આકુળતા અને આનંદ સ્વરૂપની જાત એક છે ? અને એ આકુળતાને આધારે આત્મા જણાય એમ છે ? આહા..હા...! એનું જાણવું તો, બુદ્ધિમાં આત્માને સ્થાપીને, બુદ્ધિમાં રાગ (સ્થાપીને) નહિ, જ્ઞાનમાં (સ્થાપીને), જ્ઞાનની પર્યાયમાં – બુદ્ધિમાં આત્માને સ્થાપીને વિચાર કરતાં એ બુદ્ધિમાં બીજો આધાર છે એમ પ્રસરતું નથી, એમ જણાતું નથી. કેટલા બોલ નાખ્યા છે ને એમાં ? પહેલા નાખ્યા છે. પ્રભવતી નથી, નાખ્યું ને ? પહેલા (આવી ગયું છે). ક્યાં આવ્યું ઈ ? (શ્રોતા : બીજા પેરેગ્રાફની ચોથી લીટી). ચાલે એની ચોથી ? હા, ઈ. બરાબર છે. પ્રભવતી નથી.’ ઈ લ્યો. ભિન્ન) આધાર-આધેયની અપેક્ષા પ્રભવતી નથી. (ફાવી શકતી નથી, ઠરી જાય છે, ઉદ્ભવતી નથી);...' આહા...હા....! બુદ્ધિમાં આત્માને લઈને લક્ષમાં લઈને જો એનો વિચાર કર તો તને એમ લાગશે કે, આત્મા જે હું જાણું છું, વિચાર મનન (કરું છું), એ સ્વરૂપમાં એ જણાણો. એ સ્વરૂપ છે એ આત્માનું સ્વરૂપ જ છે. માટે સ્વરૂપનો આધાર એ જાણક્રિયાનો આધાર, આત્મા Page #501 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૮૧ થી ૧૮૩ ૪૮૩ આધેય. પણ જાણનક્રિયા સિવાય રાગ આધાર અને જાણનક્રિયા બે થઈને આધાર (છે), એમ નથી. કહો, સમજાણું કાંઈ ? છે ને ? સામે પડ્યું છે ને ? આહા..હા...! પ્રભવતી નથી એટલે અહીં કહેવું છે કે, જ્ઞાનમાં – જ્ઞાન પર્યાયમાં સૂક્ષ્મપણું કરીને જ્યારે આત્મા જે ત્રિકાળ છે, એનો વિચાર કરે આ..હા...! તો એની બુદ્ધિમાં એ આત્માને બીજો કોઈ આધાર છે એ વાત પ્રભવતી નથી, ફાવી (શકતી) નથી, એમ લખ્યું ને ? ફાવી શકતી નથી. આત્માને બીજો કાંઈક રાગનો આધાર છે એમ ફાવી શકતું નથી. ઠરી જાય છે, ઉદ્દભવતી નથી. આહાહા....! એટલે કહે છે, સત્તા સ્વરૂપ ભગવાન ત્રિકાળ, એને બુદ્ધિમાં સ્થાપીને વિચાર કરતાં પરનું આધારપણું છે એ ઠરી જાય છે એટલે હોતું નથી. એનાથી જણાણો એથી જાણનક્રિયા જે ધર્મની (થઈ), સમ્યગ્દર્શન-જ્ઞાનની ક્રિયા (થઈતે આધાર, આત્મા આધેય (છે). એનાથી આત્મા જણાણો માટે (આત્મા) આધય. પહેલું કાલે ઘણું આવી ગયું છે. ‘ત્યારે જ્ઞાનને બાકીનાં અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી;” લ્યો ! જેમ આકાશની વાત હતી એમ આની વાત (છે). આહા..હા...! “અને તે નહિ પ્રભવતાં, એક જ્ઞાન જ એક જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે’ એટલે ? વસ્તુ છે એનું જ્યાં અંતર્મુખ થઈને મનન કરે, જ્ઞાન કરે છે, જ્ઞાનનું પરિણમન થાય છે એ જ્ઞાન જ એક જ્ઞાનમાં જ, જ્ઞાન એટલે આત્મા, એક જ્ઞાન એ પણ એક નિર્વિકલ્પ જ્ઞાન એમ, રાગ, ભેદ નહિ. આહા..હા...! શું આચાર્યની ટીકા ! એક આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ, તે એક જ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. એ એક જ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. જ્ઞાન પરિણતિ એક જ એની છે. એ પરિણતિમાં એ જણાય છે માટે એ પરિણતિમાં પ્રતિષ્ઠિત છે, પરિણતિમાં એને આધાર છે. આહાહા...! એ શબ્દો બીજા, ભાવ બીજા. આ તો વીતરાગની કૉલેજ છે. જાત જુદી, બાપુ ! અત્યારે બધો ફેરફાર થઈ ગયો છે. ઘણો ફેરફાર, વાડામાં સાચી વાત કહે તો એને ખોટી ઠરાવે, ખોટી વાતને સાચી ઠરાવે. આહા...હા...! એ “એક જ્ઞાન જ. એટલે આત્મા એક જ્ઞાનમાં જ. એક જ્ઞાનમાં જ એટલે તેની જાતમાં. જ્ઞાનનું પરિણમન, જ્ઞાનની શ્રદ્ધા, જ્ઞાનમાં રમણતા વગેરે વગેરે એક જ્ઞાનમાં જ આધાર છે. એ આત્માને, જ્ઞાન એટલે મનન જે પરિણમન થયું એમાં જ એ આત્મા છે, બીજે ક્યાંય આત્મા છે નહિ. “એમ બરાબર સમજી જવાય છે.” એમ બરાબર સમજી જવાય છે અને તેથી એવું સમજી જનારને પર-આધારાધેયપણું ભાસતું નથી.” આહા..હા... એ દયા, દાનનો મંદ રાગ આવ્યો, મંદ હતો એટલે) આ જણાણું એવું ત્યાં રહેતું નથી. ધર્મી જીવને જ્ઞાન સ્વરૂપના પરિણમનથી આ આત્મા છે, એમ જણાણું એને આ જ્ઞાન પરિણમનનો આધાર છે, પણ રાગ આધાર છે (એમ) જણાતું નથી. આહા...હા...! વ્યવહાર Page #502 -------------------------------------------------------------------------- ________________ ४८४ સમયસાર સિદ્ધિ-૬. રત્નત્રય આધાર છે અને નિશ્ચય રત્નત્રય આધેય છે એમ નથી). અહીં તો આધેય આખા તત્ત્વને કહેવું છે પણ આમેય નથી, એમ. આહા..હા...! એ તો સમકિત આદિ મોક્ષનો માર્ગ જે અંદર પ્રગટ કર્યો, જેનાથી જણાણો, એ જેનાથી જણાણો એ એનો આધાર. કારણ કે જણાણો શેનાથી ? કે, જ્ઞાનથી. આમ જ્ઞાનને અંતરમાં વાળ્યું ત્યારે જણાણો. માટે જ્ઞાનને એટલે આત્માને જ્ઞાનનો આધાર એટલે એના સ્વરૂપનો આધાર છે. આહા...હા...! ‘ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે.” જોયું ? “જ્ઞાન જ જ્ઞાનમાં જ છે....” ક્રોધાદિ એટલે રાગ. ક્રોધ ને માન બે દ્વેષ છે. માયા ને લોભ બે રાગ છે. એટલે એ લોભમાં રાગ આવી જાય છે. એટલે રાગાદિ બધું પર છે. એ રાગાદિ રાગમાં છે. આત્મા જ્ઞાનની પરિણતિમાંથી જણાણો (7) પરિણતિમાં છે. આહા..હા...! સમજાણું કાંઈ ? અંદર બુદ્ધિમાં આખો આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ પૂર્ણ, પૂર્ણમ્ ઇદમ્ પૂર્ણ સ્વરૂપ છે. તત્ત્વ છે ઈ કંઈ અધૂરું હોય ? પૂર્ણ છે. એ પૂર્ણ જ્ઞાન ને આનંદનો ઢગલો છે. એને બુદ્ધિમાં – લક્ષમાં લઈને વિચાર કરે કે, આને આધાર કોણ ? ઈ વસ્તુને આધાર કોણ ? આધાર એ મનન કરવાનું પરિણમન, જાણનક્રિયા થઈ તે આધાર (છે). એનાથી જણાણો માટે આધાર. રાગથી જણાણો નહિ માટે આધાર નહિ. આહા..હા...! સમજાય છે કાંઈ ? આવું ઝીણું પડે. જ્ઞાન જ જ્ઞાનમાં જ છે.” રાગાદિ રાગાદિમાં જ છે. આહાહા! વ્યવહાર છે ઈ વ્યવહારમાં જ છે અને નિશ્ચય છે, મનન ઈ નિશ્ચય પરિણમન થયું એમાં એ આત્મા છે. એમાં આત્મા જણાણો છે. આહા..હા...! સમજાણું કાંઈ? આ તો સંવરનો શરૂઆતનો અધિકાર છે, ઘણો અલૌકિક છે. આહા..હા...! અહીં તો કીધું કે, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ વસ્તુ જ આત્માથી જુદી છે અને એના પ્રદેશ જુદા છે, એની સત્તા જુદી છે, એનો આધાર જુદો છે. આહા.! અને બે વચ્ચે અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. આહા...હા...! તેથી જ્ઞાન અજ્ઞાનમાં નથી. એટલે રાગાદિ અજ્ઞાન છે તેમાં આત્મા નથી. એટલે એવી ક્રિયાકાંડથી આત્મા જણાય એવો નથી. આહાહા.! સમજાણું કાંઈ ? આ પ્રમાણે (જ્ઞાનને અને ક્રોધાદિક) આત્માનું અને રાગ-દ્વેષનું – ક્રોધ, માન, માયા, લોભ તેમ જ કર્મ-નોકર્મનું) કર્મ જડ માટી છે એ આત્મા નથી અને કર્મને આધારે આત્મા નથી તેમ કર્મ આત્માને આધારે નથી. આહા..હા...! કર્મની પર્યાય કર્મને આધારે છે. ઈ કર્મપર્યાયને આધારે છે. એની પર્યાય જણાણી કે આ વિકાર છે એને આધારે કર્મ છે. આત્માને આધારે કર્મ (નથી). અહીં એક પ્રદેશ ભેગા છે. જ્યાં આત્મા છે ત્યાં કર્મ છે પણ કર્મનો આધાર આત્માને નથી તેમ આત્માનો આધાર કર્મને નથી. આહા...હા...! એમ આ શરીર છે, નોકર્મ લીધું છે ને ? એનો અર્થ કરે છે. “ભેદવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ Page #503 -------------------------------------------------------------------------- ________________ ગાથા– ૧૮૧ થી ૧૮૩ ૪૮૫ થયું. લ્યો. આ રીતે ભાવકર્મ (અર્થાતુ) પુણ્ય-પાપ, દ્રવ્ય કર્મ જડ અને નોકર્મ (એટલે) બહારની ચીજો. (એમનું) “ભેદવિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. આહા...હા...! ભાવાર્થ – “ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાનસ્વરૂપ છે.” એ વ્યાખ્યા કરી. ઉપયોગમાં ઉપયોગ છે, એમ કહ્યું હતું ને ? ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાનસ્વરૂપ છે, આત્મસ્વરૂપ છે. “અને ક્રોધાદિ ભાવકર્મ” પુણ્ય અને પાપના ભાવ, ભાવકર્મ, વિકાર છે. “ "જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ જ્ઞાનાવરણાદિ આઠ જડ કર્મ છે ને ! અને શરીરાદિ નોકર્મ.” શરીરને આધારે આત્મા અત્યારે નથી. તેમ શરીર આત્માને આધારે અત્યારે નથી. અરે. અરે..! આવી વાતું ! કઈ જાતની વાત હશે આ? આ (શરીર) માટી, ધૂળ છે (એ) અજીવતત્ત્વ છે એને આધારે અંદર આત્મા નથી. તેમ આત્માને આધારે આ શરીર રહ્યું છે એમ નથી. શરીર શરીરની પર્યાયને આધારે શરીર રહ્યું છે. આહા..હા.. કેટલું ફેરવવું એણે. ધાર્યું હોય કાંઈક, નીકળે કાંઈક. હવે બધું ફેરવી નાખવું પડે. આહાહા! શ્રદ્ધા આખી લાઈને ફેરવી નાખવી પડે. આહા..! એ બધાંય પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી કોણ ? એ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ, કર્મ અને શરીર એ બધાં પુગલના પરિણામ હોવાથી પુદ્ગલદ્રવ્ય છે. આહા..હા..! એ જીવદ્રવ્ય નહિ. “પુદ્ગલ દ્રવ્યના પરિણામ હોવાથી જડ છે;..” આહાહા...! વ્રત કરું ને તપ, અપવાસ કરું ને એવો જે વિકલ્પ હોય એ જડ છે. પુદ્ગલના પરિણામ (છે), જીવના નહિ. આહાહા....! અજીવ છે. મુમુક્ષુ :- પર કરે એમ કહે તો જડ થઈ જાય. ઉત્તર :- એ માન્યતા એની જડ થઈ જાય. મને ધર્મ થયો, અપવાસ કરું છું તો મેં વસ્તુ છોડી, એ માન્યતા મિથ્યાત્વ – જડ છે. આહા..હા...! આવું આકરું છે. લૌકિક કેળવણીથી આ કેળવણી જુદી જાત છે. આહા..હા...! તેમને અને જ્ઞાનને...” એટલે (ક્રોધાદિને) અને જ્ઞાનને, આત્માને એટલે જ્ઞાનને અને તેમને એટલે પુણ્ય-પાપાદિ ભાવને પ્રદેશભેદ હોવાથી અત્યંત ભેદ છે. જેમાંથી જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય એ પ્રદેશ ભિન્ન છે. જડના પ્રદેશો, જડના ભાવ એ જે પ્રદેશ છે ચૈતન્યનો પણ એ પ્રદેશ ભિન્ન પ્રદેશ છે. આહા...હા...! ‘અત્યંત ભેદ છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક, કર્મ તથા નોકર્મ નથી.” ચૈતન્યના પરિણમનમાં અને ચૈતન્ય વસ્તુમાં એ રાગ-દ્વેષાદિ નથી તેમ કર્મ અને શરીરાદિ નથી. આહા..હા....! “અને ક્રોધાદિકમાં....” એ રાગાદિમાં ‘કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. એમાં આત્મા નથી. આત્મામાં એ નથી અને એમાં આત્મા નથી. આહાહા...! જાણક સ્વભાવથી જે આત્મા જણાણો એમાં રાગ નથી, ક્રોધ નથી, કર્મ નથી, શરીર નથી. અને શરીર અને રાગ એ પુદ્ગલના પરિણામ Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ સમયસાર સિદ્ધિ-૬ (છે) તેમાં આત્માનું પરિણમન જ્ઞાન કે આત્મા એમાં છે જ નહિ. આત્માનું પરિણમન એમાં નથી. આત્માનું પરિણમન તો શુદ્ધ છે. આહા..હા...! શુદ્ધ પરિણમનને આધારે આત્મા જણાણો માટે શુદ્ધ પરિણમન આધાર છે. એમ અહીં લેવું છે. આહા..હા...! આ રીતે તેમને પારમાર્થિક આધારાધેયસંબંધ નથી;...' આત્માને અને રાગને, કર્મને અને શરીરને આધાર-આધેય નથી. દરેક વસ્તુને પોતપોતાનું આધારાધેયપણું પોતપોતામાં જ છે.’ આહા..હા...! આ માથા ઉપર આ પરમાણુ છે ને, ઉ૫૨નો પરમાણુ, એ નીચલા ૫૨માણુને આધારે નથી. એના આધારે ઈ છે. આ ચોપડીને આધારે આ નથી. એનામાં આધાર નામનો ગુણ છે એને આધારે ઈ છે. આવું દુનિયાથી (ઊંધું). મુમુક્ષુ :- ઠવણીના આધારે ચોપડી છે. ઉત્તર :– એને આધારે ચોપડી નથી. આહા..હા...! વ્યવહારને આધારે નિશ્ચય નથી અને નિશ્ચયને આધારે વ્યવહાર નથી. આહા..હા...! એવી ચીજ છે. અરે...! પોતાનો વિચાર કરીને હું કોણ છું ? આ શું છે ? નિર્ણય કરવાના ટાણા ઓછા. જગતના પાપના ધંધા આખો દિ'. આહા..હા...! અરે...! આ તે શું ચીજ છે ? અને આ શું કહે છે આ ? આહા..હા...! પહેલી ત્રણ ગાથામાં તો ગજબ કામ કર્યું છે ! ત્રણ છે ને ? ઓ...હો..હો....! ઉપયોગમાં ક્રોધાદિક, કર્મ તથા નોકર્મ નથી...' ઉપયોગ એટલે આત્મા. અને ક્રોધાદિકમાં, કર્મમાં તથા નોકર્મમાં ઉપયોગ નથી. આ રીતે તેમને પારમાર્થિક આધારાધેયસંબંધ નથી; દરેક વસ્તુને પોતાપોતાનું આધારાધેયપણું પોતપોતામાં જ છે. માટે ઉપયોગ.... એટલે આત્મા ઉપયોગમાં જ છે,...' આત્મા આત્મામાં જ છે. ઈ આત્માનું પિરણમન થયું એ ઉપયોગ, એ આત્મા. એને આધારે આત્મા છે. રાગનું પરિણમન થયું એ જડને આધારે છે, ઈ જડ છે. આહા..હા...! અંદર ભિન્ન પડીને જ્ઞાનનું પરિણમન થયું એમાં આત્મા છે. કારણ કે એ પરિણમનમાં આત્મા જણાણો છે. આ..હા....! રાગ પરિણમનમાં જડ જણાણું છે, અજ્ઞાન જણાણું છે. આહા..હા...! ઉપયોગ ઉપયોગમાં જ છે,.. મૂળ પાઠ હતો એનું લીધું. ક્રોધ ક્રોધમાં જ છે. આ રીતે ભેદવિજ્ઞાન બરાબર સિદ્ધ થયું.' લ્યો. જુદાપણું બરાબર સિદ્ધ થયું. જેવું જુદું છે તેવું જુદું બરાબર સિદ્ધ થયું. આહા..હા...! ‘(ભાવકર્મ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવો તે ભેદવિજ્ઞાન છે).’ ભાવકર્મ, હોં ! ‘ભાવકર્મ વગેરેને અને ઉપયોગનો ભેદ જાણવો તે ભેદવિજ્ઞાન છે).' છેલ્લું. Page #505 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૬ ૪૮૭ શિહૂિર્તવિક્રીડિત) चैद्रूप्यं जडरूपतां च दधतोः कृत्वा विभाग द्वयोरन्तर्दारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च। भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः ।।१२६ ।। एवमिदं भेदविज्ञानं यदा ज्ञानस्य वैपरीत्यकणिकामप्यनासादयदविचलितमवतिष्ठते, तदा शुद्धोपयोगमयात्मत्वेन ज्ञानं ज्ञानमेव केवलं सन्न किञ्चनापि रागद्वेषमोहरूपं भावमारचयति । ततो भेदविज्ञानाच्छुद्धात्मोपलम्भः प्रभवति। शुद्धात्मोपलम्भात् रागद्वेषमोहाभावलक्षणः संवरः પ્રમવતિા. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્થ:- (વૈતૂર્ણ નપતાં ૨ વધતો: જ્ઞાનચ ર Rચ ) ચિટૂપતા ચૈતન્યરૂપતા) ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ – (ઉયો.) એ બન્નેનો, () અંતરંગમાં (હાઈકારણે) દારુણ વિદારણ વડે (અર્થાત્ ભેદ પાડવાના ઉચ્ચ અભ્યાસ વડે), પરિતઃ વિમા ત્પા) ચોતરફથી વિભાગ કરીને - સમસ્ત પ્રકારે બન્નેને જુદાં કરીને –), (ફર્વ નિર્મનમ્ મેરજ્ઞાનમ્ યતિ) આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે; (ધુન) માટે હવે તમ્ શુદ્ધજ્ઞાન-ગોધમ્ અધ્યાશિતા) એક શુદ્ધ વિજ્ઞાન ઘનના પુંજમાં સ્થિત અને દ્વિતીય-યુરા) બીજાથી એટલે રાગથી રહિત એવા (સન્તા) હે સપુરુષો ! (મોમ્બમ) તમો મુદિત થાઓ. ભાવાર્થ – જ્ઞાન તો ચેતનાસ્વરૂપ છે અને રાગાદિક પુદ્ગલવિકાર હોવાથી જડ છે; પરંતુ અજ્ઞાનથી, જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઈ ગયું હોય એમ ભાસે છે અર્થાત્ જ્ઞાન અને રાગાદિક બન્ને એકરૂપ-જડરૂપ–ભાસે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે, જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા – આકુળતારૂપ સંકલ્પવિકલ્પ – ભાસે છે તે સર્વ પુદ્ગલવિકાર છે, જડ છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે અર્થાત્ અનુભવ થાય છે. જ્યારે આવું ભેદજ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે કારણ કે તેને જણાય છે કે પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે, રાગાદિરૂપ કદી Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ સમયસાર સિદ્ધિ-૬ થયો નથી. માટે આચાર્યમહારાજે કહ્યું છે કે હે સપુરુષો ! હવે તમે મુદિત થાઓ.” ૧૨૬. ટીકા :- આ રીતે આ ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુમાત્ર પણ (રાગાદિવિકારરૂપ) વિપરીતતા નહિ પમાડતું થયું અવિચળપણે રહે છે, ત્યારે શુદ્ધ-ઉપયોગમયાત્મકપણા વડે જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થકું જરા પણ રાગદ્વેષમોહરૂપ ભાવને કરતું નથી, તેથી એમ સિદ્ધ થયું કે, ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ થાય છે અને શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી રાગદ્વેષમોહનો (અર્થાત્ આસવભાવનો) અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય શ્લોક ૧૨૬ ઉપર પ્રવચન હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :- લ્યો. ૧૨૬ (કળશ). (શાર્દૂત્તવિઠ્ઠીડિત) चेद्रूप्यं जडरूपतां च दधतो: कृत्वा विभाग द्वयोरन्तारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च। भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः ।।१२६ ।। આહા..હા..! અર્થ – ચિદ્રુપતા ચૈતન્યરૂપતા) ધરતું જ્ઞાન.... ભગવાન તો આત્મા જાણક સ્વભાવને ધારતો. છે ? “જડરૂપતા ધરતો રાગ....” “રાગ” શબ્દ રાગ-દ્વેષ, પુણ્ય, પાપ બધું લઈ લેવું). આહાહા...! ટીકાનો પાછો ટૂંકો કળશ કર્યો. ટીકાનો જ ભાવ છે. ‘ચૈતન્યરૂપતા) ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ–એ બંનેનો, અંતરંગમાં દારુણ વિદ્યારણ વડે.” આ.હા...હા..! અંદર (ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે),...” આહાહા..! અંતરમાં એ રાગ, વિકલ્પ છે, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ અને ભગવાન જ્ઞાનસ્વરૂપ છે (એ) બેને ઉગ્ર ભેદ પાડીને. આહા..હા...! આ ભેદજ્ઞાન, આનું નામ ધર્મ. આવી વાત ભેદ, આ..હા...હા..! “(તારુIકારોન)” “દારુણ વિદારણ વડે (અર્થાતુ ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે), જોયું ? આહાહા...! કેમકે અંદર જે રાગાદિ છે એની દિશા પર તરફ જાય છે અને જ્ઞાનસ્વરૂપનું પરિણમન એ સ્વ તરફ જાય છે. આહા..હા..! સમજાય છે કાંઈ ? રાગ થાય છે એનું લક્ષ બહાર જાય છે અને જ્ઞાનનું પરિણમન છે એ ચૈતન્યદ્રવ્ય છે. લક્ષ ત્યાં જાય છે. આહા...હા..! “(તાવારોન) (ઉગ્ર અભ્યાસ વડે),...” “(પરિત: વિમા વૃત્તા)” “ચોતરફથી વિભાગ કરીને.” આહાહા..! –સમસ્ત પ્રકારે બન્નેને જુદાં Page #507 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૬ ૪૮૯ કરીને–)' ક્યાંય પણ રાગઅંશ આત્મામાં રહે નહિ (એ રીતે). આહા..હા...! ચારે તરફથી જુદું પાડીને. (–સમસ્ત પ્રકારે બન્ને જુદાં કરીને−)’ ‘(વં નિર્મલમ્ મેવજ્ઞાનમ્ àતિ)” ‘આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે;...' આહા..હા...! અનંત કાળમાં કર્યું નહોતું એ આ કર્યું, કહે છે. એનું નામ ધર્મ કહેવાય છે, બાકી બધી વાતું, થોથાં છે. આ..હા...! રાગથી ભિન્ન પડેલો જે આત્મા, ઉગ્ર અભ્યાસથી વિભાગ કરીને ચારે તરફથી વિભાગ કરીને. કોઈપણ રાગનો અંશ કે શરીરનો અંશ આત્મામાં ન આવે. આહા..હા...! આત્માનો શાનાંશ છે એ કંઈ રાગમાં ને શરીરમાં ન જાય. ચારે તરફથી વિભાગ કરીને –સમસ્ત પ્રકારે બન્નેને જુદાં કરીને–)' (વં નિર્મલમ્ મેવજ્ઞાનમ્ વેતિ)” “આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય...’ થાય છે. આ સમ્યજ્ઞાન, આનું નામ સભ્યજ્ઞાન, આનું નામ સમ્યગ્દર્શન. આ..હા....! સમ્યક્ એટલે જેવું છે તેવું દર્શન. સમ્યક્ એટલે સત્યનું દર્શન. સત્ય જેવો આત્મા છે, રાગથી ભિન્ન પડીને, ભેદ પાડીને જેવો છે તેવો અંદર અનુભવ્યો એ સત્ છે, તેથી તેને સમ્યગ્દર્શન કહે છે. આત્માના સત્યને સત્ય તરીકે જાણીને, અનુભવીને કબુલ્યું. આહા..હા...! માટે હવે એકશુદ્ધ વિજ્ઞાનઘનના પુંજમાં સ્થિત...’ આ..હા..હા...! જોયું ? અને બીજાથી એટલે રાગથી રહિત એવા હે સત્પુરુષો !” ‘મોવર્’ આનંદમાં આવી જાવ, એમ કહે છે. આ..હા..હા...! રાગના વિકલ્પથી, વૃત્તિથી આત્માને જુદો પાડતાં આત્મામાં અતીન્દ્રિય આનંદ આવે ત્યારે તેને ભેદજ્ઞાન અને સમિકત થયું એમ કહેવામાં આવે. ત્યારે તેને ધર્મની શરૂઆત થઈ. આહા...હા....! આવો માર્ગ. મોવમ્ છે ને ? આનંદ, આનંદને પ્રાપ્ત કર. હે સત્પુરુષો ! તમે મુદિત થાઓ.’ અંદર આનંદમાં આવી જાઓ. આ.હા...હા...! (રાગાદિથી) ભેદ પાડીને. જેમ તું દુઃખમાં હતો, ૨ાગ એટલે દુ:ખ, (તેનાથી) ભેદ પાડતાં આત્માનો આનંદ આવે, મુદિત થાઓ, ખુશી થાઓ, રાજી થાઓ, રાજીપો એમાં આવો. વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૬૨ શ્લોક-૧૨૬, ગાથા-૧૮૪-૧૮૫ સોમવા૨, અષાઢ સુદ ૧, તા. ૨૫-૦૬-૧૯૭૯ (‘સમયસા૨’, ૧૨૬ કળશનો ભાવાર્થ). જ્ઞાન તો ચેતનાસ્વરૂપ છે...’ એટલે આ આત્મા ચેતનાસ્વરૂપ છે, એમ. જાણે-દેખે એ એનું સ્વરૂપ છે ‘અને રાગાદિક... શુભ-અશુભ રાગ એ પુદ્દગલવિકાર હોવાથી જડ છે;...' આ ચૈતન્યસ્વરૂપ છે તો આ જડ છે. બેય સામેસામા Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ સમયસાર સિદ્ધિ-૬ લીધા. જાણનાર-દેખનાર એનું સ્વરૂપ છે. રાગ-દ્વેષ એટલે પુણ્ય અને પાપ, શુભ અને અશુભ ભાવ બેય પુગલવિકાર હોવાથી જડ છે...” આહા...હા...! પરંતુ અજ્ઞાનથી, જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઈ ગયું હોય.. અનાદિ અજ્ઞાનને લઈ ચૈતન્યસ્વરૂપ એ જાણે રાગરૂપ થઈ ગયું હોય એમ અજ્ઞાનીને ભાસે છે. રાગથી ભિન્ન છે એ ભાસતું નથી. આ.હા...! “રાગાદિરૂપ થઈ ગયું હોય એમ ભાસે છે અર્થાત્ જ્ઞાન અને રાગાદિક બને એકરૂપ-જડરૂપ–ભાસે છે.” આ...હા....! રાગ જડ છે અને આ જીવ ચૈતન્ય સ્વરૂપ છે. એને બે જડરૂપે ભાસે છે. રાગ હું છું એમ ભાસે છે). અસ્તિત્વ એનું જે ચૈતન્યસત્ત્વ છે એ સત્તાનું સત્ત્વ ખબર નથી અને આ રાગ છું એમ અચેતનને જડને પોતાનો જાણી અને જડરૂપે પરિણમે છે. આહાહા.... - જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ..” જીવ કરે. તીવ્ર દારુણ આવ્યું હતું ને ? ચૈતન્યના સ્વરૂપને અંતરમાં વાળીને રાગથી ભિન્ન પાડી અંદર ચૈતન્યનો અભ્યાસ કરે. આહાહા...નહિતર ચૈતન્ય તો જાણ્યો નથી તેથી એના જાણવામાં ક્યાંક પોતાપણું તો માનશે ને ? ચૈતન્યપણે જણાણું નહિ એટલે દયા, દાન, રાગાદિ ભાવ એ મારા છે, એમ પોતાનું અસ્તિત્વ એને માને. પોતાનું અસ્તિત્વ ચૈતન્ય છે એ જાણ્યું નહિ (એટલે) ક્યાંક પોતાની હયાતી તો માનવી પડશે ને ! એ રાગ અને દ્વેષના પરિણામ... આહા...હા..! એ અચેતનને આત્મા તરીકે માને છે. ભેદજ્ઞાન કરવાથી અંતરંગમાં આત્મા અને રાગનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી. વાંચીને કે એમ નહિ. એમ કહે છે. અંદર ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ. જ્ઞાનસ્વરૂપ અને પર તરફ જતા રાગાદિની દિશા બેના લક્ષણો જુદા જાણી અને જે ભેદજ્ઞાનનો તીવ્ર અભ્યાસ કરે. આહા...હા...! “ભેદજ્ઞાન પ્રગટ થાય છે... “ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન...” આત્માનું જ્ઞાન જુદું પડે છે. આ..હા...! ‘ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે...” આ.હા...હા...! બધી લાખ વાત આવે, કરોડ વાત આવે. જડ બધા, ચૈતન્ય બધા, એના ગુણ-પર્યાયો બધાય ખરેખર તો જાણવાનો સ્વભાવ છે. કોઈ મારા છે એમ માનવાનો એનો સ્વભાવ નથી. જાણવું. સમય સમયની અવસ્થા થાય તે અવસ્થા જીવદ્રવ્યની છે. એમ એ અવસ્થાનું લક્ષ છોડી અને દ્રવ્ય ઉપર દૃષ્ટિ કરે અને તીવ્ર પુરુષાર્થથી આ અભ્યાસ કરે તો એને ભેદજ્ઞાન થાય. મુમુક્ષુ :- અંતરંગમાં શું લેવું ? ઉત્તર – અંતરંગમાં રાગ અને આત્મા, બે (લેવા). એ તો વાત થઈ ને ! આ ચૈતન્યસ્વરૂપ છે અને આ રાગ, એ બેનો ભેદ. અંતરમાં બે ભેદ પાડ, બહારમાં નહિ એમ કહે છે. બહાર નહિ. અંદરમાં રાગ અને આત્મા બેય ભિન્ન પાડે. આહા..હા..! અંતરંગમાં એટલે અંદરમાં. બહારથી કાંઈ ભેદ) પાડવો છે ? અંદરમાં રાગ, દયા, દાનનો વિકલ્પ આવે એનાથી Page #509 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૬ ૪૯૧ ચૈતન્ય સ્વરૂપનો ભેદ – જુદો પાડવાનો અભ્યાસ કરે. આહા..હા....! રાગાદિ ટળે નહિ ભલે, ચારિત્ર વિના ટળે નહિ) પણ પહેલો અભ્યાસ કરીને હું રાગ નથી, હું ચૈતન્ય છું. એમ રાગથી ભિન્ન કરીને ભેદજ્ઞાન કરે. આહાહા...! અંતરંગમાં જ્ઞાન અને રાગ-દ્વેષાદિનો ભેદ પાડવાનો. અંતરમાં ભેદ પાડવાનો. શાસ્ત્ર વાંચીને કે એમ કરીને ધારે, એ નહિ. સાંભળીને ધારી રાખે (કે), રાગ ભિન્ન છે અને આત્મા ભિન્ન છે એમ નહિ, એમ કહે છે. અંતરમાં ચૈતન્ય સ્વરૂપ રાગથી પૂર્ણ ભિન્ન છે, એમ અંદરનો અભ્યાસ કરે. આહાહા...! કેમ ? કે, “જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે,” માત્ર અને જાણવાનો જ છે, એમ. રાગાદિ કરવું એ પણ એનો સ્વભાવ નથી તો પરનું કરવું એ તો બની શકતું નથી. રાગથી માંડીને બધી પર ચીજ, આખો લોકાલોક જ્ઞાતાનું શેય છે. જાણનારો છે (અને) એ જાણવામાં જણાય (એવું) શેય (છે). સમય સમયની અવસ્થા સમય સમયે થાય. દ્રવ્ય પોતે પર્યાયને પામે, પહોંચી વળે, દ્રવ્ય અને ગુણથી પર્યાય થાય પણ એનું તાત્પર્ય શું? એવું જાણીને અંતરમાં જુદું પાડવું. આહા...હા...! રાગ અને જ્ઞાન સ્વરૂપ ભગવાન બે જુદા છે. જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા...” આત્મામાં જે રાગ-દ્વેષ, દયા, દાન, કામ, ક્રોધ ભાવ (થાય એ) કલુષિત છે. ચાહે તો દયાનો, દાનનો, વ્રતનો ભાવ હોય (પણ) છે એ કલુષિત. વિકલ્પ છે, રાગ છે, કલુષિત છે. એ કલુષતા ‘આકુળતારૂપ સંકલ્પ-વિકલ્પ–ભાસે છે....” એ આકુળતારૂપ છે. આહા...હા...! ભગવાન તો અતીન્દ્રિય અનાદિઅનંત આનંદ અને શાંત સ્વરૂપ છે. રાગાદિ આકુળતા અને દુઃખરૂપ છે. એમ બેને જુદા પાડે). તે સર્વ પુગલવિકાર છે, જડ છે.” એ બધા. એ નથી જાણતા પોતાને. રાગ-દ્વેષ, દયા, દાન એ નથી જાણતા પોતાને, નથી જાણતા આત્માને પર વડે જણાય છે. ઈ આવી ગયું છે. પર વડે જણાય છે માટે ઈ જડ છે. જાણનાર વડે જણાય છે. રાગ જાણનાર વડે જણાય છે. આહાહા....! રાગ રાગ દ્વારા જણાતો નથી. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે...” આહા..હા...! એમ જ્યારે રામના વિકલ્પથી ચૈતન્ય સ્વરૂપ જાણક ભિન્ન છે એમ ભેદજ્ઞાન થાય ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે. આહા..હા...! અનાદિનો જે રાગનો સ્વાદ આકુળતા હતો (એ) દુઃખનો સ્વાદ હતો, એનાથી ભિન્ન પડીને ચૈતન્ય સ્વરૂપમાં રાગ નથી, રાગમાં સ્વરૂપ નથી. એમ સર્વત્ર અભ્યાસ કરતાં, ભિન્ન પાડતાં એને આનંદનો સ્વાદ આવે છે. આ લક્ષણ બતાવ્યું. આમ તો ઘણા કહે છે કે, ભેદ પડ્યો છે, ભેદજ્ઞાન થયું છે. પણ ભેદજ્ઞાન થાય એને અતીન્દ્રિય આત્માના આનંદનો સ્વાદ આવે. આહા..હા...! સમજાય છે કાંઈ ? જેને ચૈતન્યસ્વરૂપ ત્રિકાળી છે અને રાગ વિકૃત આકુળતા અને દુઃખરૂપ છે એમ બે વચ્ચેનો તફાવત જાણી અને આત્મા તરફ વળે છે, વળતાં એને રાગથી જુદો પડે છે તેથી તેને Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ સમયસાર સિદ્ધિ-૬ રાગનો સ્વાદ હતો એ છૂટી જાય છે. આ..હા...! એટલે અંશે (છૂટી જાય છે). અને આત્માના આનંદનો સ્વાદ આવે, ત્યારે એને ભેદજ્ઞાન થયું કહેવાય. આહા..હા...! ત્યારે એને સમ્યગ્દર્શન થાય. આહા..હા...! આ તો પહેલી શરૂઆતની વાત છે. પહેલી ભૂમિકા. સમ્યગ્દર્શનના ઠેકાણા ન મળે. શું કહેવાય, કેમ થાય એની ખબરું ન મળે અને વ્રત ને તપ ને અપવાસ કરીને... આહા...! જિંદગી મિથ્યાત્વમાં ગાળે. અર્થાત્ અનુભવ થાય છે.' ભેદજ્ઞાન થાય છે એટલે રાગ અને દ્વેષના વિકલ્પો.. આ..હા...! એ આકુળતા છે અને ભગવાન અંદર નિરાકુળ આનંદસ્વરૂપ છે. એમ ભેદજ્ઞાન થતાં એ આત્માનો જે સ્વભાવ છે તેનો અંશે આનંદનો સ્વાદ આવે છે. આહા..હા...! સમજાય છે કાંઈ ? ત્યારે તેને ભેદજ્ઞાન કહેવામાં આવે છે. આ..હા...! અનુભવ થાય છે.’ જ્યારે આવું ભેદજ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે...' આ..હા...! આવ્યું હતું ને ? આનંદ આવે. રાગના વિકલ્પની આકુળતા અને ભગવાન સ્વભાવની અનાકુળ દશા, બેનો આંતરો પાડતા એને અતીન્દ્રિય આનંદ આવે એટલે કે અતીન્દ્રિય આનંદનો – આત્માનો અનુભવ થાય. ત્યારે એને જ્ઞાનમાં જણાય કે, આ આત્મા આવો છે. એ જ્ઞાનમાં જણાયા વિના આત્મા આવો છે, એવો નિર્ણય અજ્ઞાનીને થાય નહિ. આહા..હા...! આવો માર્ગ. આ તો ધર્મની પહેલી સીઢીની વાત છે. કારણ કે તેને જણાય છે કે પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે,...' એ શું કહ્યું ? કે, રાગ-દ્વેષના પરિણામ જે પુણ્ય-પાપના વિકલ્પ હતા એ આકુળતા હતી. એનાથી આત્માના ચૈતન્યસ્વરૂપ તરફ ઝુકાવથી તેનાથી – વિકારથી ભેદ પડી ગયો. ભેદ પડતાં આનંદનો સ્વાદ આવ્યો. સ્વાદ આવતાં જણાણું કે, આત્મા તો સદાય આવો જ રહ્યો છે, કોઈ દિ’ રાગરૂપે થયો નથી. આહા..હા...! દૃષ્ટિ જ્યાં પડીને આત્માનો અનુભવ થયો એથી (એમ થયું કે), આ આત્મા જો આવો ને આવો ન રહેતો હોય તો અનુભવ થયો તે ટાણે આ ક્યાંથી આવ્યું ? એ અનુભવ થતાં આત્મા અનાદિથી) આવો જ છે. એમાં નથી રાગ, નથી દ્વેષ, નથી વિકલ્પ, દયા, દાનનો વિકલ્પ એમાં નથી. આહા..હા...! આનંદિત થાય છે કારણ કે તેને જણાય છે કે પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે,...’ એટલે કે જ્ઞાનની પર્યાય રાગથી ભિન્ન પડતાં જ્ઞાનનો ભાવ સ્વાદ આવ્યો એથી તેમાં જણાણું કે આ આત્મા તો આ જ્ઞાનસ્વરૂપ અને આનંદ સ્વરૂપ જ સદાય છે. કોઈ દિ' રાગરૂપે આત્મા થયો નથી. આકરી વાત છે, ભઈ ! મૂળ વાત (મૂકીને) આ બધું ઉપરટપકે કરે, લોકોને અભ્યાસ નહિ. વ્રત ને તપ ને એમાં જોડી રે. ધામધૂમ ! મોટી મૂર્તિઓ સ્થાપે ને વરઘોડા (કાઢે). જ્યાં લગી રાગના વિકલ્પથી ચૈતન્યસ્વભાવી પ્રભુ, ભિન્ન છે એમ ભાન થયા વિના ― Page #511 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૬ ૪૯૩ એ ચૈતન્યની જાતનો નમૂનો, સ્વાદનો અર્થ કે સમ્યજ્ઞાનનો સ્વાદ) નહિ આવે. નમૂનો આવ્યો એ દ્વારા જણાવ્યું કે આ તો આખો આત્મા આ સ્વરૂપે જ છે. જ્ઞાનસ્વરૂપે જ છે અને આનંદસ્વરૂપે જ છે. આહાહા....! પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે....” જોયું ? “સ્વરૂપ જ રહ્યો છે” એમ કહ્યું). વસ્તુ જે છે એ દયા, દાનના રાગરૂપે કોઈ દિ થઈ જ નથી. આહાહા..! થઈ હોય તો ભિન્ન જણાણું કેમ? એમ. આહા..હા...! રાગના વિકલ્પ દયા, દાનથી ભિન્ન પાડીને જણાણો ત્યારે જણાણો કે, આ કોઈ દિ' રાગરૂપ થયો નથી. થયો હોય તો આ અનુભવમાં કેમ આવે? સમજાણું કાંઈ ? આહા..હા...! મૂળ સમ્યગ્દર્શનની વાત મૂકીને બધી વાતું લોકો કરે). વ્રત પાળવા ને અપવાસ કરવા ને આ કરવા ને તે કરવા. લોકોમાં (ધર્મીષ્ઠ) માને, લોકો માને કરી શકે નહિ અને (કહે), બિચારા કષ્ટ કરે છે. પણ એના ફળ તો ચાર ગતિના રખડવાના છે. આ.હા...! આ વસ્તુ ભવના અભાવની છે. ચૈતન્ય સ્વરૂપ જાણક સ્વભાવ અને રાગ આકુળતા અને આ (સ્વરૂ૫) અનાકુળ. બેની ભિન્નતા જાણી એટલે આત્માને જાણ્યો. આત્માને જાણ્યો એટલે કે આત્મા આવો જ સદાય રહ્યો છે એમ જાણ્યું. આહા..હા...! “રાગાદિરૂપ કદી થયો નથી માટે આચાર્યમમહારાજે કહ્યું છે કે, “હે સત્પરુષો !” આ...હા...! જુઓને કરુણા ! છે ને કળશમાં ? હે સત્રપુરુષો ! આ.હા..! “મેરેજ્ઞાનમુતિ નિર્મમિદં મોમ્બમધ્યાસિતા:' આમ કરો, પ્રભુ ! એમ કહે છે. આહાહા....! હે સપુરુષો! “લિંગ પાહુડમાં બહુ આવે, લિંગ પાહુડ છે ને ? એમાં હે મહાજન ! એવા શબ્દ આવે. એ ગમે એવો હોય પણ એને હે મહાજન ! હે મહાસંત ! હે મારા મિત્ર ! મિત્ર ! એવી ભાષા ઘણી આવે છે, હોં ! હે મહાભાગ્ય ! એમ કહીને બોલાવે. આહા..હા...! “અષ્ટ પાહુડ' ! આ...હા...! અહીં તો એને જુદો પાડીને અનુભવવાવો છે ને ! રાગના કણથી પણ જુદો. હવે પછી બહારના પદાર્થોનું) શું ? લોઢાના (વેપાર કરે). આહા...! બહુ આકરું કામ. ધંધો કરી શકે નહિ. કરી શકે એમ માને છે. ધંધો કરી શકતો નથી. આહા..હા..! કેમકે એ જ્ઞાનસ્વરૂપ છે. જે જ્ઞાન છે એ કોઈ એક ચીજને મારી માને એ તો જ્ઞાનનું સ્વરૂપ જ નથી. જ્ઞાન સર્વને જાણે એ એનું સ્વરૂપ છે. આત્મા સિવાય સર્વ વસ્તુઓ એ માહ્યલી કોઈ એક-બે ચીજ પણ મારી છે એમ માનવું એ વસ્તુ નથી. પણ આત્મા સિવાય અનંતી ચીજો છે તે બધાને જાણે એવો એનો સ્વભાવ છે. માટે જ્ઞાતા-દૃષ્ટા પોતે છે. આહા..હા..! આ બધું કહીને પણ જ્ઞાતા-દેષ્ટા કરાવવો છે. આહાહા...! “હે સપુરુષો ! હવે તમે મુદિત થાઓ. આહા..હા....! હે ધર્માત્મા ! આ.હા..હા....! હવે ધર્મમાં આનંદ કરો. ધર્મનો આનંદ લ્યો. રાગનો આનંદ તો અનંતકાળથી લીધો. દુઃખનો (સ્વાદ હતો). ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ હોય કે ચાહે તો હિંસા, જૂઠું, Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ સમયસાર સિદ્ધિ-૬ ચોરીના પરિણામ હોય) એ બધા પરિણામ દુઃખરૂપ છે, આકુળતા છે. ભગવાનઆત્મા ! અતીન્દ્રિય આનંદનો સાગર છે. કેમ બેસે ? અતીન્દ્રિય વીતરાગ સ્વભાવથી ભરેલો છે. આહાહા..! અતીન્દ્રિય શાંતિ એ ચારિત્ર (છે). વીતરાગ સ્વરૂપી ચારિત્રથી ભરેલો ભગવાન છે. આ..હા...હા...! એમાં વિકાર તો નથી પણ અપૂર્ણતા નથી. એવી પરમાત્મ વસ્તુ પોતે છે. આહાહા...! એને રાગથી ભિન્ન પાડીને એને જો. હે સત્પરુષો ! હવે તમે મુદિત થાઓ.” હવે ગયો કાળ ગયો કાળ ભલે ગયો, પણ હવે અતીન્દ્રિય આનંદના સ્વાદમાં આવો. આહા..હા...! લ્યો, આવું છે, “ચીમનભાઈ ! ફલાણું કરો, એમ નથી કહ્યું. હે સપુરુષો ! મંદિર બનાવો, શાસ્ત્રો બનાવો, દાન કરો એમ નથી કહ્યું). આહાહા.! ભગવાનની ભક્તિ કરો, એ તો બધો રાગ છે. આહા...હા...! વીતરાગ સ્વરૂપ જ પ્રભુ છે. ચારિત્ર સ્વરૂપ કહો કે રાગરહિત વીતરાગ સ્વરૂપ કહો. એનું સ્વરૂપ જ વીતરાગ છે, એનું સ્વરૂપ જ જ્ઞાન છે, એનું સ્વરૂપ જ શ્રદ્ધા છે, એનું સ્વરૂપ જ શાંતિ છે, એનું સ્વરૂપ સ્વચ્છતા છે, એનું સ્વરૂપ પ્રભુતા છે. એવા અનંતા ગુણથી પવિત્રતાથી ભરેલો ભગવાન એને આ કૃત્રિમ ક્ષણિક વિકારના દુઃખમાંથી ભિન્ન પાડી પ્રભુને જો. આહા..હા...! અને જોઈને આનંદ કરો, એમાં આનંદ થશે. આહાહા....! “મુદિત થાઓ.” એમાં તને આનંદ આવશે. કેટલાક આમ કહે છે કે, આવી દશા સાતમે ગુણસ્થાને હોય. આવું બધું પાળે, વ્રત બધા પાળે) પછી સાતમે ગુણસ્થાને આવી દશા) થાય. અરે..રે....! ઘણું ઊંધું. ટીકા :- “આ રીતે આ ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુમાત્ર પણ (રાગાદિવિકારરૂ૫) વિપરીતતા નહિ પમાડતું.” ભેદવિજ્ઞાન – રાગથી જુદાપણાનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. આત્મજ્ઞાન થયું એટલે રાગથી ભિન્ન પડ્યો. “આ ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુમાત્ર પણ...” આત્માને જરી અણુમાત્ર રાગનો અંશ, ગુણ-ગુણીના ભેદનો અંશ એક રાગ, એવા અણુમાત્ર રાગને પણ. આહાહા...! (રાગાદિવિકારરૂપ) વિપરીતતા નહિ પમાડતું.” જ્ઞાનસ્વભાવમાં રાગ મારો છે, એમ વિપરીતતા નહિ પમાડતું. આહા..હા...! ચોથે ગુણસ્થાને આમ થાય છે. રાગ આવે છતાં પોતાપણે નહિ માનતો. જ્ઞાનસ્વરૂપી ભગવાન હું જ્ઞાતા-દષ્ટા છું. આહાહા.! એ જ્ઞાતા-દ્રષ્ટા અનાદિનો સ્વભાવ છે. આ રાગાદિ કૃત્રિમ હતા, ક્ષણિક અને કૃત્રિમ હતા. આ સદાય અકૃત્રિમ રહે છે. રાગથી ભિન્ન પડી.. આહાહા...! “વિપરીતતા નહિ પમાડતું.” જ્ઞાન અણુમાત્ર રાગને પોતાનો નહિ માનતો. આહાહા..! ભગવાનને સાંભળવાનો ભાવ એ રાગ (છે). આ.હા...! આવી વાતું. સ્વદ્રવ્યના આશ્રય સિવાય કોઈપણ પરદ્રવ્ય ઉપર લક્ષ ગયું એટલે રાગ થયા વિના રહે જ નહિ. એનો અર્થ કહે છે. રાગથી જુદો પાડ એટલે તારો આશ્રય લે. ભગવાન ચૈતન્યજ્યોતિ સચ્ચિદાનંદ પ્રભુ, એનો આશ્રય લે. આહા..હા..! આત્મા શું છે ? (એ) જણાયા વિના આશ્રય શી રીતે લેવો ? Page #513 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૬ ૪૯૫ પહેલા અનુમાનથી જાણે, વિકલ્પથી જાણે. પહેલો આવે. છતાં એ છોડીને પછી અનુભવ કર. આહા...હા...! ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનને.” જ્ઞાનને એટલે આત્માને “અણુમાત્ર પણ (રાગાદિવિકારરૂ૫) વિપરીતતા નહિ પમાડતું.” અણુમાત્ર પણ રાગાદિરૂપે નહિ પમાડતું. સમકિતીને ભલે બીજા રાગ આવે પણ એથી ભિન્ન એ જ્ઞાનને રાગરૂપે નહિ પરિણમાવતું. આહા..હા..! જ્ઞાનને રાગરૂપે નહિ કરાતું. આહા....! “અવિચળપણે રહે છે,” જ્ઞાનમાં જ્ઞાન ચળે નહિ તેમ રહે છે. ચૈતન્યજ્યોતિ ઝળહળ જ્યોતિ પ્રભુ ! શાંત શાંત સ્વભાવનો ડુંગર ! આનંદનો ડુંગર પ્રભુ ! આહા..હા...! એને જ્યાં દૃષ્ટિમાં આવ્યો હતો) હવે ત્યાં અવિચળપણે રહે છે. સ્વભાવમાં અવિચળપણે – ચળે નહિ એમ રહે છે. રાગમાં તો ફેરફાર ફેરફાર થયા જ કરતું અને બેય (ભાવમાં) દુઃખ હતું. શુભરાગ તે દુઃખ અને અશુભરાગ તે દુઃખ. આહાહા..! ‘ત્યારે શુદ્ધ-ઉપયોગમયાત્મકપણા વડે...” શુદ્ધ ઉપયોગાત્મપણા વડે. જોયું? અહીં શુદ્ધ ઉપયોગ નાખ્યો. એ આત્માનો ભેદ પાડીને ઉપયોગ થાય ઈ શુદ્ધ ઉપયોગથી થાય છે. શુભઉપયોગથી નહિ. આહા..હા..! કેટલાક એમ કહે છે કે, શુદ્ધ ઉપયોગ સાતમે (ગુણસ્થાને) હોય. હજી અહીં તો (એની) પહેલાંની વાત છે. આહાહા..! શુભરાગમાં એ ન થાય. શુભરાગમાં શુભ ઉપયોગમાં એ ન જણાય. રાગથી રહિત શુદ્ધ ઉપયોગમાં એ આત્મા જણાય. આહા..હા..! છે ? શુદ્ધ-ઉપયોગ” ઉપયોગમયાત્મક એટલે ઉપયોગસ્વરૂપ. શુદ્ધઉપયોગ સ્વરૂપપણા વડે. જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થકું.” જ્ઞાન એટલે આત્મા. શુદ્ધ ઉપયોગ પરિણમનમાં આવીને સ્વરૂપમાં દૃષ્ટિ કરી ત્યાં જ હવે ઠરે છે. આનંદ જ્યાંથી આવ્યો ત્યાં ઠરે છે. જેમાંથી અતીન્દ્રિય આનંદ ભાળ્યો એમાં હવે ઠરે છે, એમ કહે છે. આહા..હા...! શુદ્ધ ઉપયોગાત્મક “જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું... આહાહા...! શુભ અને અશુભ ઉપયોગ છૂટી જઈ અને સ્વ તરફનો શુદ્ધ ઉપયોગ થયો ત્યારે બધું છૂટું પડી જાય. “જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થકું.” જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થયું, લ્યો ! આત્મા તે કેવળ આત્મારૂપે જ રહેતો થકો. આહા..હા..! જરા પણ રાગદ્વેષમોહના ભાવને કરતું નથી.” એમ કહે છે. આહાહા...! ભગવાનઆત્માનો સ્વભાવ જ્ઞાન અને આનંદથી પૂર્ણ ભરેલો, એનું રાગથી ભિન્ન પડતાં તે આત્માને રાગરૂપે કરતો નથી. આહાહા...! જ્ઞાન જરા પણ રાગદ્વેષમોહના ભાવને કરતું નથી; તેથી (એમ સિદ્ધ થયું કે, ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ.... (થાય છે). આહા..હા...! ભેદવિજ્ઞાનથી આત્માનો અનુભવ (થાય છે). આ..હા..! બીજા કોઈ સાધન નહિ. વ્યવહાર સાધન ને નિશ્ચય સાધ્ય, (એવા) લખાણ ઘણા આવે છે. આહા..હા...! મુમુક્ષુ – ભેદવિજ્ઞાન અને આત્માનુભવ બન્ને સાથે થાય કે પહેલા ભેદવિજ્ઞાન થાય Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ સમયસાર સિદ્ધિ-૬, અને પછી આત્માનુભવ થાય ? ઉત્તર :– બન્ને એકનું એક જ છે. અહીં ભેદજ્ઞાન થયું ઈ જ (આત્માનુભવનું) સ્વરૂપ છે, શબ્દફેર (છે). રાગથી ભિન્ન પડીને અનુભવ થયો એ જ ભેદજ્ઞાન. શુદ્ધ ઉપયોગ થયો. શુદ્ધ ઉપયોગમાં જ સમ્યગ્દર્શન થાય છે. આહાહા....! મુમુક્ષુ :- ભેદવિજ્ઞાનને વિકલ્પરૂપી કહ્યો છે. ઉત્તર :– ઈ અહીં નહિ. ઈ તો (“સમયસાર નાટકમાં છે). ‘જયસેનાચાર્યદેવની ટીકામાં કહ્યું છે કે, ભેદજ્ઞાન તે સમ્યકજ્ઞાન (છે). ઓલો વિકલ્પથી જણાવ્યું. આ હું નહિ, આ હું નહિ, આ હું નહિ. ત્યાં સુધી વિકલ્પ છે, એમ. પણ (અંદર) ઠરે છે ત્યારે વિકલ્પ નથી. આહાહા...! આવો ધર્મ. (શ્રોતા - આવો ધર્મ સાંભળે થોડા). આ..હા...! શુદ્ધઉપયોગાત્મક થતો ‘જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થયું જરા પણ રાગદ્વેષમોહભાવને કરતું નથી; તેથી એમ સિદ્ધ થયું કે, ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ).... એનાથી ઉપલબ્ધિ થાય છે). ભેદજ્ઞાનથી રાગ-દ્વેષ-મોહથી ભિન્નતાની ઉપલબ્ધિ (થાય છે). આ..હા...! રાગ કરતા થાશે, વ્યવહાર સાધન છે (એનાથી) થાશે, (એની) અહીં ના પાડે છે. વ્યવહાર સાધન છે, આવ્યું હતું, કાલે આવ્યું હતું. “પ્રવચનસારમાં અંતરંગ, બહિરંગ સાધન (આવ્યું હતું). એ સાધન, નિમિત્ત છે એનું જ્ઞાન કરાવ્યું. આ.હા..! હોય છે, નિમિત્ત યે સમયે ? કયા કાર્ય કાળે નિમિત્ત નથી ? નિમિત્ત હોય જ છે, જાણે છે. એનાથી કાંઈ થાતું નથી. આહાહા.! આત્માનો અનુભવ ભેદવિજ્ઞાનથી થાય છે. આ સિદ્ધાંત કહ્યો. રાગથી ભેદ પાડવું એવું ભેદજ્ઞાન (તેનાથી) આત્માની પ્રાપ્તિ થાય. રાગને ભેગો રાખીને એનાથી લાભ થાશે, એમ રાખીને આત્માનો લાભ નહિ થાય. આહા...હા...! “ભેદવિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ અને શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી.... શુદ્ધ આત્માના અનુભવથી “રાગદ્વેષમોહનો (અર્થાત્ આસવભાવનો) અભાવ..” આ..હા...! જેટલે અંશ અંદરમાં એકાગ્ર થાય એટલે અંશે રાગ-દ્વેષનો અભાવ (થાય). મોહનો અભાવ તો થઈ ગયો છે પણ અસ્થિરતા રહી છે એનો (અભાવ કરે છે). અને શુદ્ધ આત્માના અનુભવથી “રાગદ્વેષમોહનો (અર્થાત્ આસવભાવનો) અભાવ જેનું લક્ષણ છે. એવું જેનું લક્ષણ છે “એવો સંવર થાય છે. લ્યો, આ સંવર. આહા..હા...! અહીં તો અત્યારે લોકો માને છે કે, છોકરા-છોડીયું બેસે ને સંવર થઈ જાય ને પછી લાડવા ને પતાસા એવું કાંઈક મળે. આહા...! મુમુક્ષુ :- છ કાયની રક્ષા તો થઈ ને. ઉત્તર :- છ કાયની રક્ષામાં પોતે આત્મા છ કાયામાં) નથી ? અનંત અનંત આનંદનો દરિયો છે, પવિત્ર ગુણથી ભરેલો છે. આહા..હા...! એની સત્તાનો તો સ્વીકાર હજી કરતો નથી, એની હયાતીનો સ્વીકાર કરતો નથી અને બાહ્ય ચીજનો સ્વીકાર કરે છે એ) અજ્ઞાન Page #515 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૬ ૪૯૭ છે. આહા..હા...! આ સંવ૨ થયો, સંવ૨. એ રાગ છે તે આસ્રવ છે. એનાથી ભિન્ન પડીને સ્વરૂપનો અનુભવ કરવો તે અનાસ્રવ અને સંવર છે. એનાથી હવે કર્મ આવતું નથી. આ..હા...! આ સંવર. અહીં તો (લોકોએ) સંવ૨ને સહેલો કરી નાખ્યો. સામાયિક કરીને જરી બેઠા (એટલે) થઈ ગયો સંવ૨, પોસો કર્યો એટલે થઈ ગયો સંવ૨. એમ નથી એમ કહે છે. આ..હા...! ‘એવો સંવ૨ થાય છે.’ કેવો ? આત્માનો અનુભવ અને રાગ-દ્વેષ-મોહનો અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે. આહા..હા...! એને સંવર કહીએ, પછી નિર્જરા પછી થાય. રાગ-દ્વેષથી ભિન્ન પડ્યો, પ્રભુ ! એનો અનુભવ થાય ત્યારે તેને સંવર થાય. આહા..હા...! એ પૂરું થયું. જેને કેવળજ્ઞાનની પર્યાયનો મહિમા આવે, જગતના સર્વદ્રવ્યોની (જે પર્યાયો) થઈ, થાય છે, થશે એ સર્વ પર્યાયોને એક સમયમાં જાણી લે, બધા દ્રવ્યોની પર્યાયોને વર્તમાનવત્ જાણી લે, એવી જ્ઞાનપર્યાયોનું માહાત્મ્ય આવે તેને તેની ધૂન લાગે, અને એવી પર્યાયના ધરનાર દ્રવ્યની ધૂન લાગે, એ ધૂનમાંથી ધ્યાન થઈ જાય છે... જ્ઞાનની આવડી મોટી પર્યાય ! એમ જ્ઞાનની પર્યાયની તાકાતનો ભરોંસો કરવા જાય ત્યાં તેને ધ્યાન થયા વિના રહે નહિ, – એની ધૂન પર્યાય ઉપર ન રહેતાં ગુણ ઉપ૨ ધૂન જાય અને એમાં કેવળજ્ઞાનની પ્રત્યક્ષતા થઈ જાય. જેના જ્ઞાનની વર્તમાન એક દશામાં ત્રણકાળની પર્યાયને જાણે અહો ! આ જ્ઞાનની પર્યાયનું આટલું જોર ! આટલી જોરદાર ! એ જ્ઞાનગુણની ધૂન વિના એને જોર આવે જ નહિ. –પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ માર્ચ-૨૦૦૨ Page #516 -------------------------------------------------------------------------- ________________ ४९८ ગાથા-૧૮ ૪થી૧૮૫ समयसार सिद्धि-६ कथं भेदविज्ञानादेव शुद्धात्मोपलम्भ इति चेत् - जह कणयमग्गितवियं पि कणयभावं ण तं परिच्चयदि । तह कम्मोदयतविदो ण जहदि णाणी दु णाणित्तं । ।१८४ ।। एवं जाणदि णाणी अण्णाणी मुणदि अण्णाणतमोच्छण्णो आदसहावं रागमेवादं । अयाणंतो ||१८५ ।। यथा कनकमग्नितप्तमपि कनकभावं न तं परित्यजति । तथा कर्मोदयतप्तो न जहाति ज्ञानी तु ज्ञानित्वम् ।।१८४ ।। एवं जानाति ज्ञानी अज्ञानी मनुते रागमेवात्मानम् । अज्ञानतमोऽवच्छशः आत्मस्वभावमजानन् ।।१८५ ।। यतो यस्यैव यथोदितं भेदविज्ञानमस्ति स एव तत्सद्भावात् ज्ञानी सन्नेवं जानाति - यथा प्रचण्डपावकप्रतप्तमपि सुवर्णं न सुवर्णत्वमपोहति तथा प्रचण्डकर्मविपाकोपष्टब्धमपि ज्ञानं न ज्ञानत्वमपोहति, कारणसहस्त्रेणापि स्वभावस्यापोढुमशक्यत्वात् ; तदपोहे तन्मात्रस्य वस्तुन एवोच्छेदात् ; न चास्ति वस्तूच्छदः, सतो नाशासम्भवात् । एवं जानंश्च कर्माक्रान्तोऽपि न रज्यते, न द्वेष्टि, न मुह्यति, किन्तु शुद्धमात्मानमेवोपलभते। यस्य तु यथोदितं भेदविज्ञानं नास्ति स तदभावादज्ञानी सन्नज्ञानतमसाच्छन्नतया चैतन्यचमत्कारमात्रमात्मस्वभावमजानन् रागमेवात्मानं मन्यमानो रज्यते द्वेष्टि मुह्यति च, न जातु शुद्धमात्मानमुपलभते । ततो भेदविज्ञानादेव शुद्धात्मोपलम्भः । હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) કઈ રીતે થાય छे ? तेना उत्त२३५ गाथा उहे छे : જ્યમ અગ્નિતપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહીં તજે, ત્યમ કર્મઉદયે તપ્ત પણ શાની ન જ્ઞાનીપણું તજે. ૧૮૪. જીવ શાની જાણે આમ, પણ અજ્ઞાની રાગ જ જીવ ગણે, આત્મસ્વભાવ-અજાણ જે અજ્ઞાનતમ-આચ્છાદને. ૧૮૫. Page #517 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૮૪ થી ૧૮૫ ૪૯૯ ગાથાર્થ - (થા) જેમ (નમ સુવર્ણ (નિતમ્ ) અગ્નિથી તપ્ત થયું થકું પણ હવે તેના નવમાd) સુવર્ણપણાને ન પરિત્યનતિ) છોડતું નથી તેથી તેમ (જ્ઞાન) જ્ઞાની (વયતતઃ 10 કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ (જ્ઞાનિત્વમ) જ્ઞાનીપણાને ન નફાતિ) છોડતો નથી. – (4) આવું (જ્ઞાન) જ્ઞાની (નાનાતિ) જાણે છે, અને જ્ઞાન અજ્ઞાની (જ્ઞાનતમોડવછન્નર) અજ્ઞાન-અંધકારથી આચ્છાદિત હોવાથી (શાત્મસ્વમાવ) આત્માના સ્વભાવને (ઝનીન) નહિ જાણતો થકો (... 4) રાગને જ (માત્માન) આત્મા (મનુ માને છે. ટીકા :– જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના ભેદવિજ્ઞાનના) સભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે – જેમ પ્રચંડ અગ્નિ વડે તપ્ત થયું થકું પણ સુવર્ણ સુવર્ણત્વ છોડતું નથી તેમ પ્રચંડ કર્મોદય વડે ઘેરાયું થકું પણ (અર્થાત્ વિધ્ધ કરવામાં આવતાં છતાં પણ) જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી, કેમ કે હજાર કારણો ભેગાં થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે; કારણ કે તેને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય, અને વસ્તુનો ઉચ્છેદ તો થતો નથી કારણ કે સન્ના નાશનો અસંભવ છે. આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત (ઘેરાયેલો, આક્રમણ પામેલો) હોવા છતાં પણ રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે. અને જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન નથી તે તેના અભાવથી અજ્ઞાની થયો થકો, અજ્ઞાન-અંધકાર વડે આચ્છાદિત હોવાથી ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માનતો થકો, રાગી થાય છે, દ્વેષી થાય છે, મોહી થાય છે, પરંતુ શુદ્ધ આત્માને બિલકુલ અનુભવતો નથી. માટે એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) થાય ભાવાર્થ – જેને ભેદવિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે “આત્મા કદી જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી. આવું જાણતો હોવાથી તે, કર્મના ઉદય વડે તપ્ત થયો થકો પણ, રાગી, દ્વેષી, મોહી થતો નથી પરંતુ નિરંતર શુદ્ધ આત્માને અનુભવે છે. જેને ભેદવિજ્ઞાન નથી તે આત્મા, આત્માના જ્ઞાનસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માને છે તેથી તે રાગી, દ્વેષી, મોહી થાય છે પરંતુ કદી શુદ્ધ આત્માને અનુભવતો નથી. માટે એ નક્કી થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ સમયસાર સિદ્ધિ-૬ ગાથા ૧૮૪-૧૮૫ ઉપર પ્રવચન (હવે) ગાથા બે આવી. હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ અનુભવ)...” તમે એક જ વાત કરો, એક જ (કહો તો) એકાંત (થઈ જાય છે. કાંઈક બીજું તો કહો, કાંઈક સાધનથી થાય, આનાથી થાય, આનાથી થાય. ભગવાનનું સ્મરણ કરે, ભગવાન. ભગવાન. ભગવાન.... ભગવાન.... એ રાગ છે. આહા..હા! “ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) કઈ રીતે થાય છે ? ક્યા પ્રકારે થાય છે ? એમ પૂછે છે. શિષ્યનો પ્રશ્ન છે). આવું જેને અંદર ઉગ્યું એને ઉત્તર દેવામાં આવે છે. પૂછે છે, “ભેદવિજ્ઞાનથી જ.” રાગથી ભિન્ન પાડીને સ્વરૂપ આત્માનું જ્ઞાન થયું એ વાત કાંઈ ઓછી નથી, બાપુ ! ઓ.હો.હો...! આત્મા જેને નજરે પડ્યો, એનું શેય બનાવ્યું અને તેનું જ્ઞાન થયું એ અલૌકિક વાત છે. આહા..હા..! એની આગળ આ બધા વ્રત ને નિયમ ને તપસ્યા એની પાસે પાણી ભરે. બંધના કારણ છે. આહા...હા...! “હવે પૂછે છે કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ)....” ઉપલબ્ધિનો અર્થ (અનુભવ કર્યો.. કઈ રીતે થાય છે ?’ તેનો ઉત્તર કહે છે. जह कणयमग्गितवियं पि कणयभावं ण तं परिच्चयदि। तह कम्मोदयतविदो ण जहदि णाणी दु णाणित्तं। ।१८४।। एवं जाणदि णाणी अण्णाणी मुणदि रागमेवादं । अण्णाणतमोच्छण्णो आदसहावं अयाणंतो।।१८५।। જ્યમ અગ્નિતપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહીં તજે, ત્યમ કર્મઉદયે તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. ૧૮૪. જીવ જ્ઞાની જાણે આમ, પણ અજ્ઞાની રાગ જ જીવ ગણે, આત્મસ્વભાવ-અજાણ જે અજ્ઞાનતમ-આચ્છાદને. ૧૮૫. ટીકા :- જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે.” રાગના વિકલ્પથી તદ્દન નિર્વિકલ્પ પ્રભુ આત્મદળ અંદર આનંદદળ છે, સચ્ચિદાનંદ પ્રભુ છે. આહા..હા...! એના જ્ઞાનનો પાર ન મળે. વકીલાતના ને ડૉક્ટરના બધા જ્ઞાન કરે છે ને, ઈ બધા અજ્ઞાન (છે). આ તો જ્ઞાનનો અભ્યાસ છે). આહા..હા...! જ્ઞાનસ્વભાવ, એનો શું પાર ! એવા જ્ઞાનસ્વભાવથી ભેદવિજ્ઞાન છે તે જ તેના ભેદવિજ્ઞાનના) સદ્દભાવથી જ્ઞાની થયો...” ભેદજ્ઞાન છે તે જ તેના ભેદવિજ્ઞાનના) સભાવથી જ્ઞાની થયો...... આહાહા..! કોઈ શાસ્ત્ર ભણીને જ્ઞાની થયો Page #519 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮૪ થી ૧૮૫ થકો, એમ નથી કહ્યું. અગિયાર અંગ અનંત વાર ભણી ગયો. આહા..હા...! ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના ભેદવિજ્ઞાનના) સદ્ભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે :– જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે. જેમ પ્રચંડ અગ્નિ વડે તપ્ત થયું થયું...' સુવર્ણ. પ્રચંડ આકરી અગ્નિ વડે તપ્ત થયેલું એવું સુવર્ણ ‘સુવર્ણત્વ છોડતું નથી...' સુવર્ણપણું સુવર્ણ છોડે નહિ. ગમે એવી એને અગ્નિ લાગી હોય... આહા..હા...! અગ્નિની આંચ એને લાગતી નથી. સુવર્ણપણું છોડતું નથી. આહા...હા...! એ દૃષ્ટાંત થઈ ગયો. ૫૦૧ તેમ પ્રચંડ કર્મ્યુદય વડે ઘેરાયું થયું...' આહા..હા...! આકરા કર્મના ઉદયથી ઘેરાયેલું થયું. કુટુંબ ને કબીલા ને બાયડી ને છોકરા ને ધંધા ને વેપાર ને દુકાન (એનાથી) ઘેરાયેલો. પ્રભુ આત્મા આનંદસ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે (એ) બહા૨ના કર્મોદયથી ઘેરાયેલો. આ..હા...! ઘેરાયું થયું પણ (અર્થાત્ વિઘ્ન કરવામાં આવતાં છતાં પણ) જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી...' એટલે આત્મા તે આત્માપણું છોડતો નથી. આહા..હા...! અગ્નિને લઈને જેમ સુવર્ણ સુવર્ણપણું છોડતું નથી. એમ ધર્મી જીવને પ્રતિકૂળતાના ગંજ આવો તોપણ તે પોતાના સ્વરૂપને છોડતો નથી. આહા..હા...! ‘જ્ઞાન જ્ઞાનત્વ...’ (અર્થાત્) આત્મા આત્મત્વ છોડતો નથી. કેમ કે હજાર કારણો ભેગા થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે;..' આહા..હા....! સ્વભાવ છે ઈ શી રીતે છૂટે ? હજાર કારણો, લાખ કારણા હોય નહિ. આહા..હા...! ચૈતન્ય સ્વભાવ છે, નિર્લેપ છે, નિરાલંબ છે. એવી ચીજને કદી... આ..હા...! છોડતું નથી અને પ૨વસ્તુને પોતાની માનતો નથી. ‘હજાર કારણો ભેગા થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે;’ સ્વભાવ કાંઈ છુટે ? ‘કારણ કે તેને છોડતા સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય... આહા..હા...! સુવર્ણને અગ્નિ દેવા છતાં સુવર્ણ સુવર્ણપણું છોડે નહિ. એમ ધર્મીએ આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ જાણ્યો છે એથી પ્રતિકૂળતા ગમે તે આવે પણ પોતાના આનંદસ્વરૂપને, અનુભવને છોડતો નથી. આહા..હા...! વસ્તુનો જ ઉચ્છેદ થાય,... તેને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય...’ આહા..હા...! વસ્તુ વસ્તુ તો જ્ઞાન શુદ્ધ ચૈતન્ય પવિત્રનો પિંડ પ્રભુ છે. પર્યાયમાં જે વિકા૨ દશા છે એનાથી જુદો પાડીને ભેદજ્ઞાન થયું પછી હવે રાગરૂપ થાય એમ છે નહિ. એમ થાય તો વસ્તુનો નાશ થઈ જાય. વસ્તુનું અસ્તિત્વ નિર્મળ છે, પવિત્ર છે, એવું ભાન થયું છે તેથી અપવિત્રતાના પ્રસંગમાં પણ આત્માનું પવિત્રપણું છૂટતું નથી. આહા..હા...! ગમે એટલા પરિષહ હજા૨ (આવે), ગમે તેટલા પરિષહ આવે, ઉપસર્ગ આવે. આહા..હા...! પોતાના સ્વરૂપને છોડતું નથી. છોડે તો વસ્તુનો નાશ થાય. આહા..હા...! ‘કારણ કે સત્તા નાશનો અસંભવ છે.’ સત્ છે. છે એનો અભાવ શી રીતે થાય ? Page #520 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ સમયસાર સિદ્ધિ-૬ એમ ભગવાન આત્મા જ્ઞાનાનંદ છે એવું ભાન, અનુભવ થયો, રાગનો (અનુભવ) નહિ, એવો છે, સત્ છે એનો ઉચ્છેદ કેમ થાય ? આહા...હા...! સતુ સ્વરૂપ ભગવાન આત્મા, એને જ્યાં અનુભવમાં લીધો, હવે કહે છે એ સસ્વભાવ જાય ક્યાં ? સતુ સ્વભાવ પોતે સ્વભાવ છે એ ઉચ્છેદ થઈ જાય ? સતુ સ્વભાવ અસતુ થઈ જાય ? આહા..હા...! એ સત્ સ્વભાવ કાંઈ રાગરૂપ થઈ જાય ? એ સત્ સ્વભાવ દયારૂપ થઈ જાય ? આ..હા....! સત્ સ્વભાવ તો સત્ સ્વભાવરૂપે જ રહે છે. છે ? “કારણ કે સના નાશનો અસંભવ છે.' “આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત (ઘેરાયેલો) કર્મ એટલે બહારની પ્રતિકૂળતા. ઓ..હો.હો...! સાતમી નરકની પ્રતિકૂળતા, છતાં ત્યાં સમ્યફદૃષ્ટિ જીવ છે. સમ્યક્ દૃષ્ટિ છોડતા નથી. આહા...હા...! પોતાનું આનંદસ્વરૂપ જાણ્યું છે એને લાખ, કરોડ, અનંત પ્રતિકૂળ સંયોગ આવે પણ પોતાના સ્વરૂપનો વિચ્છેદ થતો નથી. છોડતો નથી એટલે વિચ્છેદ થતો નથી એટલે નાશ થતો નથી. આહાહા...! - “આવું જાણતો થકો...” ધર્મી – જ્ઞાની... આહા..હા...! “રાગી થતો નથી, દ્વેષી થતો નથી.” આહાહા.! ઘેરાયેલો હોય છતાં, એમ કહે છે. પ્રતિકૂળતાના ઘેરામાં પડ્યો હોય. આહાહા..! ઈ સાતમી નરકની પીડા દુઃખના ઘેરામાં પડ્યો છે, એ દુઃખ સાંભળ્યું જાય નહિ. આહા..હા..! એવું અનંત વાર વેહ્યું છે. કહે છે, ત્યાં પણ સમકિતી છે એ આવી પ્રતિકૂળતામાં પણ પોતાના સ્વરૂપને છોડતા નથી. આહા..હા...! જેને અનાજનો કણ મળતો નથી, પાણીનું બિંદુ (મળતું) નથી. આહાહા! (અહીં) તો જરી (ગરમ) હવા લાગે તો પંખા ખાય ને આ ખાય ને આ ખાય. એને બિચારાને અગ્નિ જેવી ગરમ હવા દરરોજ (લાગે). ક્ષુધાનો પાર નહિ. આખા અઢી દ્વિપના અનાજ ખવડાવે તોય એને દુ:ખ મટે નહિ. દરિયાના પાણી પૂરા પાડો તો તૃષા મટે નહિ. એટલી તૃષા, એટલી સુધા. છતાં ત્યાં મરે નહિ, દેહ છૂટે નહિ. જ્યાં સુધી આયુષ્ય છે. એના શરીરના ટૂકડા થાય, કટકા થાય. આહાહા...! (આમ હોવા છતાં પણ) “રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે.” લ્યો. આહા..હા....! ગમે તેવા બહારના પ્રસંગમાં, અનુકૂળતામાં રાજી નથી, પ્રતિકૂળતામાં દ્વેષ નથી. આત્મા સિવાય જેટલી ચીજ છે એ તો બધી શેય છે. જ્ઞાનીને તો જોય છે. શેયના બે ભાગલા પાડવા કે આ પ્રતિકૂળ છે અને આ અનુકૂળ છે એ અજ્ઞાની છે. આહાહા...! એ તો અજ્ઞાન છે. મંદવાડ પડે, બાયડી સાચવે, એ કાંઈક કરી આપે, લૂગડાં ધોઈ ચે, આવું બધું સાધન કરે કે નહિ ? કરે એમાં આત્માને શું ? એ તો બહારની વાત છે. આ તો પ્રતિકૂળ સંયોગ હોય તોપણ તે આત્માને અનુભવે છે. “અને જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન નથી તે તેના અભાવથી અજ્ઞાની થયો થકો, અજ્ઞાન-અંધકાર વડે આચ્છાદિત હોવાથી એ જ્ઞાનસ્વરૂપી ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, એ અજ્ઞાનથી Page #521 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮૪ થી ૧૮૫ ૫૦૩ ઢંકાઈ ગયો છે, ભેદજ્ઞાન નથી. રાગથી જુદો (નથી પડ્યો). રાગ તે હું, એ દયા, દાન, વ્રત હું છું. આહાહા....! એનાથી ઢંકાયેલ હોવાથી ચૈતન્યચમત્કારમાત્ર.” ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માનતો થકો,...” લ્યો. “રાગી થાય છે, દ્વેષી થાય છે, મોહી થાય છે, પરંતુ શુદ્ધ આત્માને બિલકુલ અનુભવતો નથી. આહા..હા....! માટે એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ....” એટલે પ્રાપ્તિ. ભેદજ્ઞાનથી જ પ્રાપ્તિ થાય, બીજા કોઈ કારણથી થાતી નથી. વિશેષ કહેશે... (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૬૩ ગાથા–૧૮૪-૧૮૫, ૧૮૬શ્લોક-૧૨૭ મંગળવાર, અષાઢ સુદ ૨, તા. ૨૬-૦૬-૧૯૭૯ સમયસાર ૧૮૪-૧૮૫ (ગાથાનો) ભાવાર્થ. જેને ભેદવિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે.” એટલે ? આ આત્મા જે છે, એ અંદર રાગથી ભિન્ન છે. શરીર જડ છે એનાથી તો ભિન્ન છે, જુદો છે પણ દયા, દાન, વ્રત, કામ, ક્રોધના ભાવ, એનાથી પણ એ પ્રભુ જુદો છે. એવું જેને ભેદવિજ્ઞાન થયું છે. આત્મા શુદ્ધ ચૈતન્ય છે એમાં રાગ ભિન્ન છે. જેને ભેદવિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે “આત્મા કદી જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી.” શું કહ્યું? ધર્મી થાય ત્યારે એને આત્મા આનંદ, જ્ઞાન સ્વરૂપ છે એવું ભાન થાય ત્યારે એને ખ્યાલમાં આવે કે આ આત્મા જ્ઞાનસ્વભાવથી કદી છૂટ્યો નથી. અનાદિથી જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે. આવો ધર્મ છે. “જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી.” આવું જાણતો હોવાથી ધર્મી જીવની શરૂઆત રાગના વિકલ્પથી ભિન્ન પડી પોતાને અનુભવે, જાણે અને એમ જાણે કે આ તો કોઈ દિ' રાગરૂપ થયો જ નથી, એકલો જ્ઞાનરૂપ રહ્યો છે. આહા..હા...! “આત્મા કદી જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી. આવું જાણતો હોવાથી તે, કર્મના ઉદય વડે તપ્ત થયો થકો....” એટલે ? કર્મના નિમિત્તથી પ્રતિકૂળતાનો ગંજ આવે, સાતમી નરક જેવી પ્રતિકૂળતા હો. આહાહા..! તોપણ “રાગી, દ્વેષી, મોહી થતો નથી.” ઝીણી વાત છે, ભઈ ! “સંવર અધિકાર છે. લોકો કહે કે, અમને સંવર કરાવો. એ સંવર નથી. એ તો બધી આસવની વાતું છે. સંવર જેનાથી ધર્મ થાય, જેનાથી જન્મ-મરણના છેડા આવે, અંત આવે એને અહીંયાં સંવર – ધર્મ કહે છે. “તે, કર્મના ઉદય વડે તપ્ત થયો થકો પણ, રાગી, દ્વેષી, મોહી થતો નથી. કેમકે આત્મા પુણ્ય-પાપના રાગથી અંદર ભિન્ન જાણ્યો, અંતર્મુખ થઈને જાણ્યો કે જ્ઞાનસ્વભાવી, આનંદસ્વભાવી છે. એથી એને પ્રતિકૂળતાના ગંજ હોય છતાં તે રાગ, દ્વેષ અને મોહને Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ સમયસાર સિદ્ધિ-૬ પામતો નથી. આહા...હા...! પરંતુ નિરંતર શુદ્ધ આત્માને અનુભવે છે. આહા.! ધર્મી જીવ તો એને કહીએ. આહા..હા..! આત્મા તદ્દન આનંદ અને શુદ્ધ સ્વરૂપ, પવિત્રતાનો ધામ પ્રભુ છે, એને રાગ-દ્વેષથી ભિન્ન કરીને અનુભવવો. જેવું એનું પવિત્ર સ્વરૂપ છે તે પ્રકારે અનુસરીને દશામાં થવું એનું નામ અહીંયાં ધર્મ અથવા સંવર કહે છે. આહા..હા....! જેને ભેદવિજ્ઞાન નથી. જેને રાગના વિકલ્પથી, વૃત્તિથી પણ આત્મા તદ્દન જુદો છે એવો ભેદ – જુદાપણાનું જ્ઞાન નથી. આહાહા..! તે આત્મા, આત્માના જ્ઞાનસ્વભાવને નહિ જાણતો....” જે આત્મા જ્ઞાનસ્વભાવી છે, આનંદ સ્વભાવી છે. અનંત અનંત સ્વચ્છ શક્તિનો પિંડ છે એવું ભેદજ્ઞાન છે નહિ તે તેવું જાણતો નથી. આહાહા...! આવી વાત છે. “આત્મા, આત્માના જ્ઞાનસ્વભાવને નહિ જાણતો.” જ્ઞાનસ્વભાવ શબ્દ આખો આત્મા. આખો આત્મા આનંદ અને જ્ઞાન ને શુદ્ધ ચૈતન્ય છે. એવું જેને જ્ઞાન નથી તે અજ્ઞાની રાગને જ આત્મા માને છે.” એ રાગની વૃત્તિ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રાનો ભાવ ઉઠે એ બધો રાગ છે. એનાથી કલ્યાણ માને અને મારું સ્વરૂપ છે એમ માને. એ બધો રાગ છે, આસવ છે. નવા આવરણનું કારણ છે. વર્તમાન દુઃખરૂપ છે. આહા...! પણ તેનાથી ભિન્નને જાણતો નથી તેથી ક્યાંક પોતાને જાણવાનું માનવું તો થાય છે, પોતાપણું ક્યાંક માને તો ખરો ને ! એટલે ચૈતન્ય ભગવાન રાગથી ભિન્ન જાણવામાં ન આવ્યો એટલે રાગ છે તે હું છું, એમ માન્યું. આહા..હા....! ‘રાગને જ આત્મા માને છે તેથી તે રાગી, દ્વેષી, મોહી થાય છે.” આહાહા..! પોતાના સ્વરૂપને વીતરાગી સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપી છે એને જાણતો નથી તેથી તે રૂપે પરિણમતો નથી. રાગને જાણે છે માટે રાગરૂપે પરિણમે છે. આ હા! ઝીણી વાત ભારે. આખો દિ બીજું કરવું અને એમાં આવી વાત સમજવી). પરંતુ કદી શુદ્ધ આત્માને અનુભવતો નથી.” આહા..હા...! જે કોઈ આત્મા બહિર્મુખ વૃત્તિ એવો જે રાગ, એને પોતાનો જાણે છે એ કદી રાગથી ભિન્ન આત્માને અનુભવતો નથી. આહાહા...! ઝીણો અધિકાર છે. બહારથી ધર્મ થઈ ગયો એમ આ નથી. વ્રત કર્યા ને તપ કર્યા ને પૂજા કરી ને ભક્તિ કરી, ભગવાનની ખૂબ ભક્તિ કરી માટે ધર્મ થઈ ગયો. ઈ રાગને પોતે આત્મા માને છે, બસ ! આહા..હા..! રાગથી ભિન્ન ભગવાન પડ્યો છે એનું એને જ્ઞાન અને અનુભવ નથી. એથી તે રાગના જ અનુભવને આત્મા માને છે. આહા..હા...! માટે એ નક્કી થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે. ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ. “માટે એમ નક્કી થયું કે ભેદવિજ્ઞાન...” રાગના વિકલ્પથી પણ જુદો, પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ, એવું જેને ભેદજ્ઞાન થયું એનાથી શુદ્ધ આત્માનો અનુભવ થાય છે. ક્રિયાકાંડ કરતાં શુદ્ધ આત્માનો અનુભવ થતો નથી. આ..હા...! મુમુક્ષુ :- ચરણાનુયોગથી આત્માનો અનુભવ થાય છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૮૪ થી ૧૮૫ પ૦૫ ઉત્તર :- એ બિલકુલ નહિ. ચરણાનુયોગથી નહિ, ઈ તો આ દૃષ્ટિ ઉઘડ્યા પછી ચરણાનુયોગનો ભાવ આવે એને જાણે. પહેલું આ થયા પછી ચરણાનુયોગ ને વ્રત ને અતિચાર રહિત પાળવા ને ફલાણું એ પછી (વે). મુમુક્ષુ :- પડિમાઓ ન પાળવી ? ઉત્તર :– પડિમા સમ્યગ્દર્શન પછી. પહેલી પડિમા ક્યાં હતી ? આહા..હા...! આત્મા આનંદમૂર્તિ પ્રભુ અંદર છે, જેમાં દયા, દાનનો વિકલ્પ રાગ પણ જેમાં નથી એવી ચીજને અંદર જાણ્યા વિના એની પડિમા-ફડિમા બધી મીંડાં છે. મીંડું મોટું (છે). એકડા વિનાની બિંદી નથી કહેતા ? આહા..હા...! અને અંતર્મુખ જોતા આત્મા રાગથી ભિન્ન છે તેમ ભાસે. તે ભાસે તે આત્માના અનુભવને કરે. તેને રાગ-દ્વેષ ને મોહ ન થાય. પણ અંતર્મુખની જેને દૃષ્ટિ નથી, બહિર્મુખની જ્યાં દૃષ્ટિ છે ત્યાં એને રાગાદિ ભળાય છે, ભાસે છે. રાગ ભાસે, દ્વેષ ભાસે. ભ્રમણા એ રૂપે પરિણમે. આહાહા...! પ્રભુ! સાંભળ તો ખરો ! તારી પ્રભુતા તો જો ! વ્યવહારના શુભ રાગની પર્યાય તો ક્યાંય રહી ગઈ, પણ વીતરાગ નિર્મળ દશારૂપ મુનિપર્યાયનો પણ જેમાં અભાવ છે એવી તારી ધ્રુવ જ્ઞાયક પ્રભુતા છે. નિર્મળ પર્યાય પણ વ્યવહારનયનો વિષય છે અને સમસ્ત પર્યાયથી રહિત એવું ધ્રુવ જ્ઞાયક દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય છે. આહાહા ! આત્મા મુનિ છે અથવા કેવળજ્ઞાની છે–એવી પર્યાયનો ભેખ પણ ધ્રુવ જ્ઞાયકમાં નથી. કેવળજ્ઞાન પણ પૂર્ણ નિર્મળ પર્યાય છે, જ્ઞાનની પૂર્ણ પર્યાયવાળો પણ આત્મા નથી. એ પર્યાય ધ્રુવ દ્રવ્યનો વેશ નથી. આત્મા તો ધ્રુવ ગુણસ્વરૂપ સહજ જ્ઞાનની મૂર્તિ છે. ગજબની વાત છે નાથ ! આ જૈનદર્શન-વસ્તુદર્શન છે. -પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ અંક-૭૦૯ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ સમયસાર સિદ્ધિ-૬ ههههههههه कथं शुद्धात्मोपलम्भादेव संवर इति चेत् सुद्धं तु वियाणंतो सुद्धं चेवप्पयं लहदि जीवो। जाणतो दु असुद्धं असुद्धमेवप्पयं लहदि ।।१८६।। शुद्धं तु विजानन् शुद्धं चैवात्मानं लभते जीवः । जानंस्त्वशुद्धमशुद्धमेवात्मानं लभते ।।१८६।। यो हि नित्यमेवाच्छिन्नधारावाहिना ज्ञानेन शुद्धमात्मानमुपलभमानोऽवतिष्ठते स ज्ञानमयात् भावात् ज्ञानमय एव भावो भवतीति कृत्वा प्रत्यग्रकर्मास्रवणनिमित्तस्य रागद्वेषमोहसन्तानस्य निरोधाच्छुद्धमेवात्मानं प्राप्नोति; यस्तु नित्यमेवाज्ञानेनाशुद्धमात्मानमुपलभमानोऽवतिष्ठते सोऽज्ञानमयाद्भावादज्ञानमय एव भावो भवतीति कृत्वा प्रत्यग्रकर्मास्रवणनिमित्तस्य रागद्वेषमोहसन्तानस्यानरोधादशुद्धमेवात्मानं प्राप्नोति। अतः शुद्धात्मोपलम्भादेव संवरः । હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય છે? તેનો ઉત્તર કહે છે : જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે; અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬. ગાથાર્થ – (શુદ્ધ ) શુદ્ધ આત્માને (વિજ્ઞાન) જાણતો-અનુભવતો (નીવા) જીવ (શુદ્ધ a pવ માત્મા) શુદ્ધ આત્માને જ (મો) પામે છે () અને (શુદ્ધ) અશુદ્ધ (માત્માનું) આત્માને (નાના) જાણતો-અનુભવતો જીવ (શુદ્ધમ્ વ) અશુદ્ધ આત્માને જ (નમ) પામે છે. ટીકા :- જે સદાય અચ્છિન્નધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે એ ન્યાયે નવાં કર્મના આસવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ પરંપરા) તેનો નિરોધ થવાથી, શુદ્ધ આત્માને જ પામે છે; અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, “અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે' એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો Page #525 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૮૬ પ૦૭ નિરોધ નહિ થવાથી, અશુદ્ધ આત્માને જ પામે છે. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે. ભાવાર્થ :- જે જીવ અખંડધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામે છે; અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસવો રોકાતા નથી તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે. ગાથા ૧૮૬ ઉપર પ્રવચન હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ” એટલે અનુભવથી સંવર કઈ રીતે થાય છે ?? તે જ રીતે ધર્મ થાય ? એમ પૂછે છે). ધર્મની શરૂઆત શુદ્ધ આત્માના અનુભવથી જ થાય એ કઈ રીતે ? એમ પૂછે છે. શું કીધું ઈ ? કે, સંવર એટલે ધર્મ. શુદ્ધ આત્માના અનુભવથી જ “સંવર કઈ રીતે થાય છે ? એવો પ્રશ્ન છે. એને ઉત્તર દેવામાં આવે છે. આહા..હા...! જેને આ પ્રશ્ન અંદરથી એવો ઉદ્દભવે છે કે, આ પ્રભુ આત્મા શુદ્ધ આત્માના અનુભવથી જ એને ધર્મ થાય, બાકી ધર્મ ન થાય, એ કઈ રીતે છે ? એની વિધિ શી રીતે છે ? એમ શિષ્ય પૂછે છે. આ..હા..! શિષ્ય એમ પૂછવું નથી કે, અમે રાગક્રિયા કરીએ તો ધર્મ થાય, ભક્તિ કરીએ, પૂજા કરીએ, વ્રત કરીએ (તો) ધર્મ થાય. એમ તો પૂછ્યું નથી. અહીંયાં તો શુદ્ધ આત્માના અનુભવથી સંવર કઈ રીતે થાય ? એમ પૂછ્યું છે). આહા..હા...! ગાથા. सुद्धं तु वियाणंतो सुद्धं चेवप्पयं लहदि जीवो। जाणतो दु असुद्धं असुद्धमेवप्पयं लहदि।।१८६।। નીચે હરિગીત. જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે; અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬. આ.હા...! જે સદાય અચ્છિન્નધારાવાહી. આ તો બધી ઝીણી વાત છે, ભઈ ! જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે.” જે સદાય તૂટક પડ્યા વિના, અચ્છિન્નધારા. રાગથી ભિન્ન ભેદજ્ઞાન (થયું) એ અચ્છિન્ન ધારા (છે). એકધારાથી જેને રાગથી ભિન્નનો અનુભવ છે. આહા..હા...! અચ્છિન્ન ધારાવાહી જ્ઞાન એટલે આત્માથી શુદ્ધ આત્માને અનુભવતા. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ સમયસાર સિદ્ધિ-૬. શુદ્ધ સ્વરૂપ છે. પુણ્ય અને પાપના રાગથી તો ભિન્ન છે એને અનુભવતા. “શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, “જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે આહા..હા...! શું કહે છે ? જુઓ ! સંવર કેમ થાય ? એમ કહે છે. જ્ઞાનમય આત્મા (છે) તો જ્ઞાનસ્વરૂપમાં જ્ઞાનમયની પરિણતિ કરે તો સંવર થાય છે. ભેદજ્ઞાનથી આ રીતે સંવર થાય છે. “જ્ઞાનમય ભાવમાંથી.” જ્ઞાનવાળો એમેય નહિ. જ્ઞાનમય એવા ભાવમાંથી. હું તો જ્ઞાનસ્વરૂપ જ છું. જાણનાર-દેખનાર જ્ઞાતા-દષ્ટા છું, એમ જાણનારને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે... એને તો શુદ્ધ જ ભાવ થાય. અશુદ્ધતા તો થાય જ નહિ. આહા..! જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા એને જ્ઞાનની અંતર એકાગ્રતા થતાં જ્ઞાન થાય, રાગ ન થાય. એટલું કહેવું છે. જ્ઞાન શબ્દની સાથે શ્રદ્ધા થાય, સ્થિરતા થાય, આનંદ થાય. પણ જ્ઞાનમય (ભાવ)માંથી જ્ઞાન થાય. રાગને પોતાનો માને તો રાગ થાય. આહા..હા..! મુમુક્ષુ :- આ તો સાતમા ગુણસ્થાનની વાત છે ને ? ઉત્તર :- ચોથા, ચોથાની વાત છે. હજી તો ભેદજ્ઞાન ચોથાની વાત છે. મુમુક્ષુ :- સંવર કયે ગુણસ્થાને થાય ? ઉત્તર :- સંવર ચોથેથી શરૂ થાય. ઘણા એમ જ કહે છે, ભાઈ કહે છે (ઈ જ કહે છે). સાતમાની વાત છે, સાતમાની વાત છે. અહીં તો હજી ચોથા ગુણસ્થાનની, ધર્મની પહેલી શરૂઆતની વાત છે). આહા.હા..! કેમકે આત્મા પુણ્ય-પાપના રાગથી ભિન્ન છે એવું જ્યાં ભેદજ્ઞાન થયું ત્યારે તે જ્ઞાનસ્વરૂપને અનુભવે અને જ્ઞાનસ્વરૂપ અનુભવતા જ્ઞાનમય જ ભાવ પ્રગટ થાય. આહા...હા...! જ્ઞાનસ્વભાવી આત્મા, એને જ્ઞાનમયથી અનુભવતા તેમાં રાગરહિત જ્ઞાનમય ભાવ થાય. રાગરહિત જ્ઞાનમય ભાવ થાય. જ્ઞાનમયમાંથી જ્ઞાનમય ભાવ થાય. આહા..હા...! આવી વાત. જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ થાય. જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય. એટલે શું કહે છે ? કે, શુદ્ધ આત્મા પવિત્ર પૂર્ણ પ્રભુ છે અને વિકારથી રહિત અનુભવ કરે તો એ જ્ઞાનમય ભાવથી જ્ઞાનમય જ ભાવ થાય. એ શુદ્ધના અનુભવમાંથી શુદ્ધનો જ અનુભવ થાય. ત્યાં આનંદ આવે અને શાંતિ આવે અને વીતરાગતા આવે. આહા..હા...! એને સંવર કહે છે. આહા...હા...! આવું છે. “જ્ઞાનમય ભાવમાંથી..” એટલે આત્મા સ્વભાવ છે. શુદ્ધ ચૈતન્ય નિત્યાનંદ પ્રભુ (છે) એને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ થાય. એ જ્ઞાનમય ભાવ છે એ શુદ્ધ છે તેમાંથી શુદ્ધ ભાવ થાય. પાઠ તો ઈ છે ને ? “સુદ્ધ તુ વિયાતો સુદ્ધ વેવથ્વયં નરિ એ શુદ્ધ ચૈતન્યને જાણતા, તેના તરફ વળતા, તેની સન્મુખ થતા શુદ્ધ સ્વરૂપ છે તે શુદ્ધ રૂપે પરિણમે. આહા...હા...! એમાં પુણ્ય અને પાપનું પરિણમન આવે નહિ. અરે. અરે...! આવી આકરી Page #527 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮૬ વાતું છે. શિષ્યનો પ્રશ્ન હતો (કે), ભેદવજ્ઞાનથી સંવ૨ કઈ રીતે થાય ? એનો આ ઉત્તર છે કે, ‘સુદ્ધ તુ વિયાગંતો શુદ્ધને પામે. પાઠ આ છે. આત્મા અંદર શુદ્ધ પવિત્ર ઊંડે રાગથી ભિન્ન પડીને ઊંડે તળમાં પવિત્ર છે એને જો અનુભવે તો શુદ્ધને અનુભવતા શુદ્ધતા આવે. જ્ઞાનને અનુભવતા જ્ઞાન આવે, આનંદને અનુભવતા આનંદ આવે, શ્રદ્ધાને અનુભવતા શ્રદ્ધા આવે. એ બધી નિર્મળ પર્યાયો સંવર છે. સમજાણું કાંઈ ? ૫૦૯ = જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે.' આહા..હા...! રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય વસ્તુ (છે) એનું જ્ઞાન અને શ્રદ્ધા કરતા તો આનંદ અને જ્ઞાનમય જ ભાવ થાય. જ્ઞાનમય જ (ભાવ થાય), રાગ નહિ. જ્ઞાનમય ભાવ જ થાય, રાગ ન થાય. દ્રવ્યના અવલંબને, વસ્તુ જે શુદ્ધ છે તેના અનુભવથી રાગ કેમ થાય ? આહા..હા...! આવી વાતું. અહીં નવરાશ – ફુરસદ ન મળે. હજી આનો નિર્ણય ક૨વાની ફુરસદ ન મળે કે, આ શું છે પણ અંદર આ ? અંદર એ છે એ શરીરથી જુદો છે. એ તો દ્રવ્ય (જ) ૫૨ છે. પણ અંદ૨માં પુણ્યના પરિણામ થાય છે એનાથી પણ એ ભિન્ન – જુદી ચીજ છે. બે એક વસ્તુ નથી. આહા..હા...! એ સંવર પહેલું આવી ગયું (છે કે) બે વસ્તુ એક નથી. બેની સત્તા એક નથી. બેની પરસ્પર સ્વરૂપ વિપરીતતા છે. આહા..હા...! એને અંદરમાં જોતા શુદ્ધ આત્મા પવિત્ર જે પૂર્ણાનંદનો નાથ પ્રભુ, તેને જોતા, અનુભવતા તે જાતની જ દશા પ્રગટ થાય. જ્ઞાનમય (ભાવમાંથી) જ્ઞાન થાય એનો અર્થ આ. જે શુદ્ધ પવિત્ર જાત છે એનો અનુભવ કરતા પવિત્રતા જ પ્રગટ થાય. એ સંવર છે. આહા..હા...! હવે અજાણ્યા માણસને તો (એમ લાગે કે) કઈ જાતની વાત હશે ? ભાષા (જુદી). આ તે જૈનધર્મની વાત હશે ? આ કઈ જાતની વાત આવી ? દયા પાળવી, વ્રત કરવા, અપવાસ કરવા, લીલોતરી ન ખાવી એવી વાત તો આવતી નથી. ભાઈ ! એ ચીજ તો જુદી છે. જડની ચીજ છે, એ જડની પર્યાયથી જડ ટકી રહ્યું છે. તા૨ે લઈને એ શરીર, વાણી ટકે છે, આવે છે, જાય છે એમ નથી. એ જડ કર્મને શરીરાદિ તેના પરમાણુમાં આવવું, જવું, નીકળવું, ઓછું થવું એ બધી એની જડની દશા તા૨ે લઈને નથી. તા૨ે લઈને તો ફક્ત વસ્તુનો અજાણ ચૈતન્યમૂર્તિનો અજાણ, એને રાગ-દ્વેષ થાય. આહા..હા...! જેને ચૈતન્યમૂર્તિ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘન છે એવું જ્યાં અંતર ભાન થયું, એને જ્ઞાનમયથી જ્ઞાનમય એટલે શુદ્ધમાંથી શુદ્ધમય જ ભાવ થાય. એને અશુદ્ધ ભાવ થાય નહિ. એને પુણ્યના પરિણામ પણ ન થાય, એમ કહે છે. આહા..હા....! દયા, દાન ને વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા, એ ભાવ શુદ્ધને અનુભવતા ન થાય. આ...હા...! એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત...' નવા આવરણનું આવવાનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ...' રાગ-દ્વેષ, મોહ · મિથ્યાત્વાદિ, એનો પરંપરા) તેનો નિરોધ — Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ સમયસાર સિદ્ધિ-૬ થવાથી.” જ્ઞાનીને તેનો વિરોધ (થાય છે) - અટકી જાય છે. સંવર છે ને ? સંવર લેવો છે. આ..હા....! પોતાનું જે શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ છે કેવડું ક્યાં ? એની ખબર ન મળે. શી રીતે અનુભવે ? આ..હા...! એ રાગના વિકલ્પની પાછળ અંદર શુદ્ધ સ્વરૂપ અંદર છે, પર્યાયની વર્તમાન અવસ્થાની જોડે અંતર્મુખમાં ધ્રુવ તત્ત્વ આખું પડ્યું છે. એને શુદ્ધ તરફના વલણથી શુદ્ધતા જ પ્રગટે. એને રાગ-દ્વેષ અને મોહ જે આસ્રવનું કારણ, એ એને હોતા નથી. તેનો નિરોધ થાય છે. લ્યો ! આમ્રવનો નિરોધ તે સંવર. પણ આ. આ રીતે સંવર થાય). આત્સવના પચ્ચખાણ કરાવો (એ નહિ). આહાહા...! આ ચૈતન્યસ્વરૂપ અનંત પવિત્રતાનો પિંડ પ્રભુ છે. એની વસ્તુમાં પુણ્ય અને પાપના વિકલ્પો – રાગ વસ્તુમાં નથી. નવા કૃત્રિમ ઉભા કરે છે. આહા...હા...! એથી સંસારમાં પરિભ્રમણ કરે છે. પણ આ તો અકૃત્રિમ સદાય સ્વભાવ શુદ્ધ છે. આહા...હા...! પવિત્ર છે, શુદ્ધ છે તેનો અંતર અનુભવ કરતા, શુદ્ધતાના અનુભવથી શુદ્ધતા જ પ્રગટે. એમાં પુણ્યપાપની અશુદ્ધતા પ્રગટે નહિ. અને શુદ્ધતા પ્રગટે તે રાગ-દ્વેષ અને મોહનું કારણ ન થાય. એથી એને રાગ-દ્વેષ, મોહનો આસ્રવ અટકી ગયો. રાગ-દ્વેષ, મોહથી જે નવા આવરણ આવતા એ અટકી ગયા. નિરોધ કીધો ને, નિરોધ. આહા...હા...! મુમુક્ષુ - એ અશુદ્ધતા કહીને નિરોધ... ઉત્તર :- એ આવવાના હતા નહિ. સમજાવવું શી રીતે ? અહીં શુદ્ધતા પ્રગટ કરી એટલે એને આવરણ આવવાનું હતું જ નહિ. એને આવરણનો વિરોધ કર્યો એમ કહેવામાં આવ્યું. આહા..હા...! ધર્મની વાત ઝીણી બહુ, બાપુ ! લોકોએ તો બહારમાં સ્થૂળ સ્થૂળ જાડી વાતમાં બધું મનાવી દીધું. આહા..હા...! અનંતકાળથી એ તો માન્યું છે. “નિરોધ થવાથી...” કહ્યું ને ? રાગ-દ્વેષ, મોહની સંતતિથી તેનો નિરોધ થાય છે. એ રાગ-દ્વેષ, મોહ કોણ? કોના ? કે, કર્મના આસ્રવણનું નિમિત્ત. નવા આવવાનું નિમિત્ત. એવા જે રાગ-દ્વેષ, મોહ એની પરંપરા તેનું અટકવાથી નવો આસવ આવતો નથી. એને એ સમયે નવા આસ્રવ આવવાના હતા નહિ, પણ સમજાવવું શી રીતે ? અંદર શુદ્ધ ચૈતન્યના સ્વભાવની દૃષ્ટિ, જ્ઞાન અને અનુભવ થયો એટલો તો ત્યાં આગળ આસ્રવ થતો નથી. થતો નથી પછી આસ્રવ ક્યાંથી આવે ? ભાવઆસ્રવ થતો નથી તો દ્રવ્યઆસ્રવ આવે ક્યાંથી ? દ્રવ્યાસવ એને આવે જ નહિ. આહા..હા..! શુદ્ધ આત્માને જ પામે છે;” એ તો શુદ્ધ આત્માને જ પામે છે. આહા..હા...! શુદ્ધને અનુભવતો શુદ્ધને જ પામે છે. પવિત્રતા પ્રભુની અનુભવતો પવિત્રતાને જ પામે છે, એ સંવર છે. આહા.હા...! આ તો જરીક પોસા કર્યા એટલે સંવર થઈ ગયો માને. એક દિ બે ટંક ન ખાય. આ.હા..! રાણપુરમાં (સંવત) ૧૯૮૪માં ચોમાસુ હતું ને ? હતા તમે ? મનસુખ તે દિ હતો. Page #529 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૮૬ ૫૧૧ નાની ઉમરનો આઠ વર્ષનો હતો). આઠ વર્ષનો. તમારો મનસુખ. એ બધા ત્યાં અપવાસ કરીને બેઠા હતા. ચોરાશીની સાલ હતી. બેસી ગયા, અમારે સંવર છે, અમારે ધર્મ છે. પાઠશાળામાં પડિકસ્મણામાં બોલે કે, ઉત્કૃષ્ટ ભાવ થાય તો એ તીર્થકર ગોત્ર બાંધે. નહિતર નિર્જરા થાય. આહાહા..! ઈ આવે છે. આહાહા....! એલા પણ કીધું, આ ક્યાંથી આવું (આવ્યું) ? તે દિ' (સંવત) ૧૯૮૪માં કહ્યું હતું. ઉત્કૃષ્ટ ભાવ આવે તો તીર્થકર ગોત્ર બાંધે નહિતર નિર્જરા થાય. જે ભાવે બંધ થાય એથી તો નિર્જરાનો ભાવ ઊંચો છે. જે ભાવે બંધ થાય એ તો રાગ છે અને જે ધર્મ થાય એ તો રાગરહિત છે. કાંઈક શબ્દ આવે છે ને ? ... ભાષા ભૂલી ગયા. એમાં આમ હોય તો કર્મની કરોડ ખપે. અને ઉત્કૃષ્ટ ભાવ થઈ જાય તો તીર્થકર ગોત્ર બંધાય, એમ. ઉત્કૃષ્ટ થાય તો તીર્થકર ગોત્ર બંધાય. આવી વાતું. તે દિ કહ્યું હતું, આ તમે પડિકસ્મણામાં વગર વિચાર્યું આ શું બોલો છો ? એ.ઈ..! તમારા સ્થાનકવાસીમાં બધું આવે છે. આહા..! ભગવાનનું ઓલું કરતાં વગેરે એમ કે કર્મની કરોડો ખપે. ઉત્કૃષ્ટ ભાવ આવે તો તીર્થકર ગોત્ર બંધાય. ઉત્કૃષ્ટ સારો ભાવ આવે તો (બંધ થાય ? પણ એ જ પ્રથા છે. આહા..હા...! “આત્માને જ પામે છે, અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે.” હવે સામે વાત લીધી. જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને.” અશુદ્ધ આત્મા એટલે રાગ ને દયાવાળો હું છું, એ અશુદ્ધ આત્માને અનુભવ્યો. આહા..હા..! પરનો કર્તા છું, કરી શકું છું અને દયા, દાન, વ્રતનો રાગ આવ્યો એ મારો છે, એ અશુદ્ધ આત્માને અનુભવે છે. આહાહા...! “અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, “અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે' રાગ અને પુણ્યના પરિણામ પોતાના માની અને અનુભવે એને રાગ થાય છે. દ્વેષ થાય, રાગ થાય, મિથ્યાત્વ થાય. આહા..હા..! અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે એ ન્યાયે નવાં કર્મના આસવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો વિરોધ નહિ થવાથી, અજ્ઞાનમાં નિરોધ ક્યાંથી થાય ? આ..હા...! એટલે રાગ-દ્વેષને કારણે એને નવા આવરણ આવશે. આહા...હા...! અહીં તો કહે, સંવરના પચ્ચખાણ કરાવો (એટલે એને સંવર થઈ જાય. આવું બધું ચાલ્યું છે. ધર્મને નામે ધતિંગ છે. ધર્મ તો જુદી જાત છે, બાપુ ! આ.હા...! એ શુદ્ધ આત્મા પુણ્યપાપ વિનાનો, એની સન્મુખ થઈને અનુભવે ત્યારે તેને રાગ-દ્વેષ, મોહ ન થાય. તેથી તે તેનું આવવાનું નિમિત્ત છે એ કર્મનો વિરોધ થાય. અજ્ઞાની રાગને પોતાનો માને છે. રાગરહિત સ્વરૂપ ચૈતન્ય છે એની ખબર નથી એથી તેને રાગ-દ્વેષ, મોહ ભાવ જ થાય. અશુદ્ધતાને જાણનારો, અશુદ્ધતાને અનુભવનારો, એને) અશુદ્ધતા જ થાય એને એ અશુદ્ધતા નવા કર્મનું કારણ એવા રાગ-દ્વેષ, મોહનું કારણ થાય. આહા..હા..! એ અશુદ્ધતા નવા કર્મ જે આવે એનું કારણ છે. લ્યો, છે ને ? Page #530 -------------------------------------------------------------------------- ________________ સમયસાર સિદ્ધિ-૬ ‘અશુદ્ધ આત્માને જ પામે છે.’ એ અજ્ઞાની તો અશુદ્ધ આત્માને જ પામે છે). ભલે ચાહે તો વ્રત ને અપવાસ કરે ને ભક્તિ કરે ને પૂજા કરે ને જાત્રા કરે (તોપણ) એ અશુદ્ધતાને જ પામે છે. કારણ કે એ પિરણામ મારા અને મને એમાં લાભ છે), એ અશુદ્ધ મલિનતાને અનુભવે છે. આહા..હા...! માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે.’ આ સંવર થાય, નહિતર સંવર નથી. આ..હા...! ૫૧૨ લાઠી’માં આઠમના પેલા પોસા કરેને બધાય ? વીસ-પચીસ જણા ભેગા થઈને (કરે). ધર્મ થઈ ગયો, સંવ૨ થઈ ગયો. સંવ૨ કર્યો, પોષા કર્યા, લ્યો ! આહા..હા...! ‘લાઠી’માં ચોમાસુ હોય ત્યારે એ લોકો કરે. આઠમના અને પાકી, અમાસ એમ એક મહિનાના ચા૨ (પોષા કરે), એ સંવ૨ કર્યો કહેવાય. એ..ઈ...! બધા માનતા હતા. ‘હીરાજી મહારાજ” બિચારા કહેતા. ઈ કહેતા. આ..હા...! વાત આખી ફેર છે, ઉલટપુલટ વાત છે. છેલ્લો શું સ૨વાળો કીધો ? કે, શુદ્ધ આત્માના અનુભવથી જ સંવર થાય છે. ભગવાનઆત્મા શુદ્ધ ચૈતન્યપ્રભુ, એની પ્રાપ્તિ થાય, ઉપલબ્ધિ થાય, અનુભવ થાય તો સંવ૨ થાય. આહા...હા...! સમજાણું કાંઈ ? ભાવાર્થ :- જે જીવ અખંડધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે....’ આ..હા..હા...! જેને આત્મા અંદર શુદ્ધ ચિદાનંદ પ્રભુ ! રાગ, દયા, દાનના વિકલ્પથી ભિન્ન છે એવા આત્માને જેણે જાણ્યો અને અનુભવ્યો... આ..હા..હા...! એ અખંડ ધારાવાહી જ્ઞાન. જ્ઞાનધારા અખંડ વહે. ઘડીકમાં રાગની એકતા અને ઘડીકમાં જ્ઞાનની એકતા, એમ નહિ. આહા..હા...! આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે, એને જ્ઞાનમાં એકાગ્રતાની અખંડ ધારા વહે, ભેદજ્ઞાન નિરંતર વહે. પછી કરવું પડે નહિ. આહા..હા...! મુમુક્ષુ :– નિદ્રાકાળમાં તો જ્ઞાન મૂર્છિત રહે છે. ઉત્તર :– અહીં નીચલી દશાની વાત છે. વીતરાગ થાય એને પૂરું થઈ ગયું. મુમુક્ષુ :– નિદ્રામાં તો મૂર્છિત રહે છે. ઉત્તર :- નિંદ્રામાં પણ આસ્રવ અટકી ગયો છે. સમિત છે ને ! નિંદ્રામાં નિદ્રાને ઠેકાણે. અંદ૨ રાગથી નિર્મળ પરિણમન ભિન્ન પડી ગયું એ પરિણમન કે દિ' છૂટે ? નિંદ્રા હોય તોય શું ? અને રોગ હોય તોય શું ? આહા..હા...! આત્મા ચિદાનંદ પ્રભુ... મુમુક્ષુ :– નિદ્રામાં તો ઉપયોગ શુદ્ધ હોતો નથી. ઉત્તર :– ઉપયોગ ભલે અશુદ્ધ હોય, લબ્ધરૂપ પરિણમન નિરંતર વહે છે. નિંદ્રામાં પણ લબ્ધરૂપ પ્રાપ્તિ નિરંતર છે. ઉપયોગ ફક્ત ૫૨માં ગયો છે. આહા..હા...! છતાં રાગથી ભિન્ન પડેલી જેટલી દશા છે એ દશા તો નિરંતર નિંદ્રામાંય હોય છે. આહા..હા...! માતાના પેટમાં પ્રભુ આવે છે, લ્યોને ! એ તો સમકિત, ત્રણ જ્ઞાન લઈને આવે છે. ત્યાંય સંવર, Page #531 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૮૬ ૫૧૩ નિર્જરા છે. આહાહા! સમકિત અને ત્રણ જ્ઞાન લઈને તીર્થકર માતાના પેટમાં આવે. સવા નવ મહિના પણ ત્યાં ધારા, રાગથી ભિન્ન પડેલી ધારા કાયમ રહે. આહા..હા...! એવી વસ્તુ છે. દુનિયાથી જુદી જાત છે, ભઈ ! દુનિયા બહારથી માનીને બેસી ગઈ છે. આહા..હા... એક તો મનુષ્યપણું મળ્યું. (એ) હારી જશે. આહા..હા...! આ આત્મા અંદર ચિદાનંદ પ્રભુ, એના “અખંડધારાવાહી જ્ઞાનથી...” જોયું ? ભાવાર્થ. ‘આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે.” જોયું ? નિરંતર ભલે ત્યાં ઉપયોગ ન હોય પણ અનુભવ્યા કરે છે. આહાહા..! અડદની દાળમાં જેમ ફોતરું છૂટું પડ્યું એ ફોતરું પછી એને ચોટે જ નહિ. અડદની ધોળી દાળ થાય ને ? એમ ભગવાનઆત્મા, એ કાળુ જે ફોતરું, એવો પુણ્ય-પાપનો ભાવ કાળો મેલ, એનાથી ભિન્ન પડી અને નિરંતર જ્ઞાનની ધારા વહે છે. આહા..! તેને “ભાવાસવો રોકાય છે. તેને રાગ-દ્વેષ-મોહરૂપી ભાવાસવ. ભાવાસવ સમજાણું? રાગ-દ્વેષ અને મોહ એ ભાવાસવ છે, નવા આવરણનું કારણ છે). નવા આવરણ આવે એ દ્રવ્યઆસ્રવ અને આ ભાવાસવ. આહા...હા...! તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસવો રોકાય છે. જે આત્માના આનંદ અને જ્ઞાનને નિરંતર વેદે છે, અનુભવે છે, ભેદજ્ઞાનની ધારામાં સદાય રહે છે. આહાહા...! “તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસવો રોકાય છે...” અનંતાનુબંધી આદિના જેટલા રાગ-દ્વેષ-મોહ છે (તે) રોકાય છે. આગળ જતા જેટલી સ્થિરતા થાય એટલું આગળ વધાય છે. આહા...હા...! “તેથી તે શુદ્ધ આત્માને પામે છે.” “સુદ્ધ તુ વિયાગંતો સુદ્ધ વેવપ્રય નહિ એ ગાથા છે ને ? શુદ્ધને પામે, શુદ્ધને કારણે. શુદ્ધને જે અવલંબે એ શુદ્ધને પામે. આહાહા...! તેથી તે શુદ્ધ આત્માને પામે છે; અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે...” આ...હા...હા...! તો પુણ્ય ને પાપના ભાવવાળો છું, કેમકે જુદી ચીજ છે એ તો જણાણી નથી. આત્માનો ધર્મ છે જ્ઞાન, દર્શન, આનંદ સ્વભાવ એ તો જણાણો નથી. રાગ ને દયા, દાન પરિણામ જણાણા. એને પોતાના માનીને રાગ-દ્વેષ કરે છે. આ..હા! શુદ્ધ આત્માને પામે છે. “અને અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસવો રોકાતા નથી...” આહા..હા..! ભલે સાધુ થઈ જાય, હજારો રાણી છોડે પણ અંદરમાં રાગની એકતા જ્યાં સુધી છે ત્યાં સુધી એને મિથ્યાત્વ અને રાગ-દ્વેષના ભાવાસવ છે, એનાથી નવા દ્રવ્યાસ્ત્રવ થાય છે. આહાહા...! હજારો રાણી છોડે, સાધુ થાય તોય. અંતરમાં રાગની એકતા તૂટે નહિ ત્યાં સુધી અશુદ્ધતા જાય નહિ. આહા..હા...આવો માર્ગ ! મુમુક્ષુ :- ઉપયોગ બહાર હોય તો આનંદ આવે. આનંદ જણાય ? ઉત્તર :- લબ્ધ છે એટલે આનંદ સદાય છે. મુમુક્ષુ :– જ્ઞાનમાં જણાય ? Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ સમયસાર સિદ્ધિ-૬. ઉત્તર :– જણાય છે કે, જણાય. ઉપયોગ ભલે બહાર હોય. ઉઘડેલો આનંદ ક્યાં જાય ? આ.હા...! ‘આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી અનુભવથી) જ સંવર થાય છે.” લ્યો ! આહા..હા..! બહુ ટૂંકામાં (ભર્યું છે). ચૈતન્યમૂર્તિ નિર્મળાનંદ પ્રભુ ! એને પુણ્ય અને પાપના રાગથી ભિન્ન પાડીને એને અનુભવે એને સંવર થાય, ધર્મ થાય. એને ધર્મ થાય, બીજાને ધર્મ ન થાય. એ કરોડો મંદિરો કરાવે ને કરોડો રૂપિયા ખર્ચે... આહા...હા.... કરોડો શાસ્ત્રો બનાવે, પછી સોંઘા આપે, દસ રૂપિયે પડે ઈ પાંચે આપે એ તો શુભરાગ છે. આહા..હા..! “મુંબઈમાં બેનના છ હજાર પુસ્તક વેંચાણા ને ? થોડા બાકી હતા ઈ ‘શાંતિભાઈ એ વેંચ્યા હતા. “ચીમનલાલ ઠાકરશી', લ્યો ! ત્રણ દિ વહેંચ્યા હતા. એકમને દિ ભાઈએ વહેંચ્યા હતા. સોભાગ’ ! વૈશાખ સુદ ૧, એના હશે, તમારા હશે ને ત્રીજા ઓલાના (હશે). મોટી સભામાં વહેંચાણા. વાતમાં શું છે કે એમાં રાગની મંદતા હોય તો શુભ ભાવ (છે). એમાંથી એમ માની ત્યે કે આમાં ધર્મ થઈ જાય છે તો મિથ્યાત્વ છે). આહા...હા...! અરે..! આવી આકરી વાતું, લ્યો ! પૈસાવાળાને પૈસાથી ધર્મ થાતો હોય તો રાજી થાય. તો નિર્ધનને ધર્મને માટે પૈસા ગોતવા પડે. આ..હા..! અરે..! આ શરીર જ કામ ન કરે ત્યાં.. આહા..હા...! શરીરની ક્રિયા થાય છે એ શરીરની જડથી થાય છે). એ કામ જ્યાં આત્માનું નથી... આ..હા..હા...! મુમુક્ષુ :- મંદ કષાયમાં ધર્મ તો ન થાય પણ ધર્મનો ચાન્સ અવકાશ, અવસર અવશ્ય મળે. ઉત્તર :- જરીયે નહિ મળે. એ શુદ્ધતાને પ્રગટે ત્યારે એને ધર્મનો અવસર મળશે. શુભભાવ ગમે એટલા લાખ, કરોડ કરે (તોપણ) શુદ્ધતાનો અવસર નહિ મળે. આહા...હા...! “મોક્ષમાર્ગ પ્રકાશકમાં એક ઠેકાણે જરી કહ્યું છે કે, શુભ બહુ હોય તો નિમિત્તો સારા મળે. તો ક્યાંક કદાચિતુ ત્યાંથી સમજે, એમ. એવું એક આવે છે. એ તો ક્યાંક સમજે તો નિમિત્ત કહેવાય ને, નહિતર (ન કહેવાય). “મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે. બધી ખબર છે. આ..હા..! એમાંથી આ લોકો કાઢે છે. જુઓ ! આમાં કહ્યું છે, શુભભાવ કરે તો એમ કરતા કરતા એને નિમિત્ત ક્યાંક સારા મળે તો નિમિત્તથી પામી જાય. નિમિત્તથી પામે નહિ, ઉપાદાનથી પામે. એના ઉપાદાનથી પામે ત્યારે નિમિત્ત કહેવામાં આવે. આહાહા..! ઘણો બધો ફેરફાર છે, ભાઈ ! Page #533 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૭ શ્લોઝ-૧૨૭ (માલિની) यदि कथमपि धारावाहिना बोधनेन ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते । तदयमुदयदात्माराममात्मानमात्मा परपरिणितिरोधाच्छुद्धमेवाभ्युपैति । ।१२७ । । ૫૧૫ હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે : == શ્લોકાર્થ :– (યવિ) જો (થમ્ અ) કોઈ પણ રીતે (તીવ્ર પુરુષાર્થ કરીને) (ધારાવાદિના વોધનેન) ધારાવાહી જ્ઞાનથી (શુદ્ધમ્ આત્માન) શુદ્ધ આત્માને (ધ્રુવમ્ ઉપલમમાન: આસ્તે) નિશ્ચળપણે અનુભવ્યા કરે (તત્) તો (અયમ્ આત્મા) આ આત્મા, (જીવયત્-આત્મગારામમ્ આત્માનમ્) જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે (અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી જાય છે) એવા આત્માને (પર-પરિતિ-રોધાત) ૫૨પરિણતિના નિરોધથી (શુદ્ધત્ વ અમ્યુપતિ) શુદ્ધ જ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગદ્વેષમોહરૂપ ૫૨પરિણતિનો (ભાવાસવોનો) નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છે ઃ– એક તો, જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યગ્નાન ધારાવાહી જ્ઞાન છે. બીજું, એક જ શેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે, અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક શેયમાં ઉપયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે; આની સ્થિતિ (છદ્મસ્થને) અંતર્મુહૂર્ત જ છે, પછી તે ખંડિત થાય છે. આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરતસમ્યગ્દષ્ટિ વગેરે નીચેનાં ગુણસ્થાનવાળા જીવોને મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે. શ્રેણી ચડનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે કારણ કે તેનો ઉપયોગ શુદ્ધ આત્મામાં જ ઉપયુક્ત છે. ૧૨૭. Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શ્લોક ૧૨૭ ઉ૫૨ પ્રવચન સમયસાર સિદ્ધિ-૬ હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :–' લ્યો. ૧૨૭ (કળશ). (માલિની) यदि कथमपि धारावाहिना बोधनेन ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते । तदयमुदयदात्माराममात्मानमात्मा परपरिणितिरोधाच्छुद्धमेवाभ्युपैति । ।१२७ । । આહા...હા...! જો કોઈ પણ રીતે...' પુરુષાર્થથી. આહા..હા...! અંતરના તીવ્ર પુરુષાર્થથી. ‘વાળ વારેળન્” આવી ગયું હતું ને ? ઉગ્ર પુરુષાર્થથી સ્વ તરફ (વળે). ધારાવાહિના વોધનેન’ ધારાવાહી શાનથી... આહા...હા...! જેની જ્ઞાનધારા છૂટે નહિ. રાગ રહે પણ રાગધારા જુદી અને જ્ઞાનધારા જુદી (રહે). બેય ધારા બેય ધારાનું કામ કરે. આહા...હા...! ધારાવાહી શાનથી...’ ‘શુદ્ધ આત્માને...’ ‘શુદ્ધમ્ આત્માનન્’ પવિત્ર આત્માને. ધ્રુવમ્ ઉપનમમાનઃ આસ્તે ‘નિશ્ચળપણે અનુભવ્યા કરે...’ ધ્રુવ એટલે નિશ્ચળ, ઉપલભ એટલે અનુભવ. આસ્તે એટલે કરે. નિશ્ચળપણે અનુભવ્યા કરે... આહા..હા....! પહેલી તો એ વાત છે કે, એને આત્માની મહિમા જ આવતી નથી. બધી આખી દુનિયાથી ચીજ નિરાળી કોઈ જુદી છે, જેની મહિમાનો પાર નથી. આ..હા..હા...! એવો આ ભગવાનઆત્મા અંદર દયા, દાનના વિકલ્પથી જુદો પડ્યો છે. આહા..હા...! પણ એ વાત કેમ બેસે ? અનાદિની બહા૨ નજર છે. આ દયા પાળો ને આ વ્રત કો ને આ અપવાસ કરો ને પૂજા કરો ને ભક્તિ કરો. આહા..હા..! એથી એને આ રાગની ક્રિયાથી જુદો છે એ કેમ બેસે ? રાગમાં જેને પ્રેમ છે અને રાગનો જે રસીલો છે (એ) રાગમાં રસીલો થઈ ગયો છે. એને ભગવાન રાગથી ભિન્ન છે, આનંદકંદ પ્રભુ (છે) એ શુદ્ધ કેમ બેસે ? અહીં તો કહે છે, ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને નિશ્ચળપણે અનુભવ્યા કરે....' આહા..હા...! તો (અયમ્ આત્મા) આ આત્મા, (યત્-આત્મગારામમ્ આત્માનમ્) જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે...' આહા..હા...! (ઽયંત્-આત્મરામમ્ઞાત્માનમ્) આહા..હા...! જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે...’ જેની આત્મપરિણતિ વધતી જાય છે. ‘એવા આત્માને...’ (પર-પરિગતિ-રોધાતુ) ૫૨૫રિણિત એટલે રાગની દશાને રોકીને.‘નિરોધથી...’ આહા..હા...! સંવરે છે ખરો ને ? રાગનો કણ ગમે તે હોય, ભગવાનની ભક્તિ આદિ Page #535 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૭ ૫૧૭ (હોય) પણ એને રોકીને. આહા..હા...! આત્માને સ્થિરતા વધતી જાય છે, રાગાદિ નાશ થતો જાય છે. ૫૨પરિણતિના નિરોધથી...' (શુદ્ધત્ વ અમ્યુÎતિ) ‘શુદ્ધ જ પ્રાપ્ત કરે છે.’ લ્યો ! બહુ ટૂંકું કર્યું. પોતે પોતાનો આત્મા શુદ્ધ સ્વરૂપે ત્રિકાળ છે તેને વર્તમાનમાં પામીને, નિરંતર ધારાવાહી અનુભવીને, એને અશુદ્ધતા થતી નથી. તેથી તે શુદ્ધતા પામે છે. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન નં. ૨૬૪ ગાથા-૧૮૭ થી ૧૯૨, શ્લોક-૧૨૭, ૧૨૮ બુધવાર, અષાઢ સુદ ૩, તા. ૨૭-૦૬-૧૯૭૯ (‘સમયસા૨’), ૧૨૭ કળશ થઈ ગયો, એનો ભાવાર્થ. ભાવાર્થની બે લીટી થઈ ગઈ છે. ધારાવાહી જ્ઞાન...' ત્યાંથી શરૂ (થાય) છે. છે ? ૧૨૭ કળશનો અર્થ થઈ ગયો છે, ભાવાર્થ બે લીટી થઈ ગઈ છે. મુમુક્ષુ :– બે લીટી લેવાની છે. ઉત્તર :– લેવાની છે ? લેવાઈ ગઈ છે, લેવાઈ ગઈ છે. કાલે લેવાઈ ગઈ છે. ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન...' અહીં ‘સંવર અધિકા૨’ છે. જ્યાં અંત૨ રાગથી આત્મા ભિન્ન પડ્યો એની શુદ્ધ પરિણમનની એક ધારાવાહી ધારા ચાલે. શુદ્ધને ભલે થોડું અશુદ્ધ હોય પણ શુદ્ધ ધારા તો કાયમ ચાલે. પવિત્ર એ સંવર છે. અત્રુટક ધારા – જ્ઞાનાનંદ સ્વભાવની જે પિરણિત છે એ અત્રુટક ધારા છે), ધારા તૂટે નહિ. આહા..હા...! તે બે રીતે કહેવાય છે' :– એ બે રીતે કહેવાય. શું ? ધારાવાહી જ્ઞાન પ્રવાહરૂપ અતૂટક બે રીતે કહેવાય છે. એક તો, જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે...' મિથ્યાદષ્ટિપણું ન આવે અને સમ્યગ્દર્શનપણું હોય, ઉપયોગ ભલે ૫૨માં હોય. આ..હા...! એવું સમ્યગ્ગાન ધારાવાહી જ્ઞાન છે.' સમ્યજ્ઞાન થયું, રાગથી ભિન્ન પડીને ભગવાનઆત્મા (જુદો પડ્યો) એટલે એ જ્ઞાન ધારાવાહી અખંડ રહે છે. મિથ્યાજ્ઞાન ન આવે ત્યાં સુધી અખંડ જ્ઞાનધારા કહે છે. એ અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું...' કીધું ને ? હવે બીજી વાત એક જ શેયમાં...’ એક વાત કીધી. શું એક વાત કીધી ? કે, આત્મા રાગથી ભિન્ન છે એનું ભાન થયું અને ભલે એને રાગ આવે પણ જે શુદ્ધતા પ્રગટી છે એ તો એક ધારાવાહી હોય. મિથ્યાજ્ઞાન ન આવે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન છે. બીજી વાત – એક જ શેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ...’ એક જ્ઞાયક સ્વરૂપ તેને શેય કરીને એમાં જ સ્થિર થવું, ઉપયોગના Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ સમયસાર સિદ્ધિ-૬ ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું...' ઉપયોગનું ધારાવાહીપણું. ઓલામાં ઉપયોગ નહોતો. કોઈ વખતે આવતો પણ સમ્યગ્દર્શન-જ્ઞાન થાય છે એટલું તો ભેદજ્ઞાન સદાય હોય છે. બીજું આ. ઉપયોગ એમાં રહેવાથી જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે. જ્યાં સુધી આત્મા પોતાના ધ્યાનમાં શાતા-શેય ને જ્ઞાનના ભેદને ભૂલી એક ઉપયોગમાં ઉપયોગ પડ્યો હોય એને પણ અંતર્મુહૂર્ત સુધી ધારાવાહી કહે છે. અંતમૂહુર્ત સુધી. ‘અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક શેયમાં ઉપયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે...' આ..હા...! ધારાવાહી એટલે એકધારાએ સરખું ચાલતું. એક સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વ ન આવે ત્યાં સુધી સમ્યગ્દર્શનની ધારા ચાલે, એક એ પ્રકાર. અને એક તો આ ઉપયોગને લાગુ પડે. એ ઉપયોગ અંતમૂહુર્ત રહે, વધારે નહિ. એ ઉપયોગને પણ અંતર ધારાવાહી એટલા કાળમાં કહે છે. ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે;...' આની સ્થિતિ (છદ્મસ્થને) અંતર્મુહૂર્ત જ છે,...' છદ્મસ્થને તો ઉપયોગ અંતમૂહુર્ત રહેવાનો છે. ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે;...’ પછી તે ખંડિત થાય છે.’ ઉપયોગ અંદર ન રહી શકે ત્યારે ત્યાંથી બહાર આવી જાય. આ બે અર્થમાંથી જ્યાં જેવી... કથન શૈલી હોય તેવો અર્થ સમજ્જો. અવિરતસમ્યગ્દષ્ટિ...' ચોથે ગુણસ્થાને, પાંચમે ગુણસ્થાને, છઠ્ઠ ગુણસ્થાને એણે એમ લેવું કે, બે અર્થમાંથી જ્યાં જેવી વિક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરતસમ્યગ્દષ્ટિ વગેરે નીચેનાં ગુણસ્થાનવાળા જીવોને મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે.’ કઈ ? ચોથું, પાંચમે, છઠ્ઠ ધારાવાહી સમ્યગ્દર્શન થયું એ લાગુ પડે. ઉપયોગ નહિ. ઉપયોગ કોઈવાર થાય. એટલે એ ધારાવાહી ઉપયોગની અપેક્ષાએ નહિ. સમ્યગ્દર્શન, જ્ઞાન થયું એ ધારાવાહી કાયમ રહે એ અપેક્ષાએ ધારાવાહી કહેવામાં આવે છે. ચોથે, પાંચમે, છઠે. આહા..હા...! શ્રેણી ચડનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે...’ છે. મુખ્યપણે. આમ તો એને અબુદ્ધિપૂર્વક રાગ છે, પણ એ ન ગણે એટલે મુખ્યપણે શુદ્ધ ઉપયોગમાં એકાગ્ર હોય. શ્રેણી ચડનાર અંદર સ્થિરતા કરે. આઠમા ગુણસ્થાનથી ધારા સ્થિર થાય (એ) સ્થિર થતાં જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે...’ ઉપયોગ ત્યાંથી નીકળે નહિ, ઉપયોગ ત્યાં રહે એની અપેક્ષાએ ત્યાં ધારાવાહી ઉપયોગ કહેવાય છે. સમજાય છે કાંઈ ? આહા..હા...! ધારાવાહી જ્ઞાન ને આ બધું શું હશે ? પૈસાની ધારાવાહીથી રળે નિહ. મુમુક્ષુ :– પૈસાની ધારાવાહી એટલે ? ઉત્તર :- દ૨૨ોજ પચીસ-પચાસ-સો, બસો, પાંચસો રળે. આ..હા...! અહીં અમારે પાલેજ” દુકાન હતી ને ? ત્રણ ભાઈઓ ભેગા હતા. હંમેશાં સાતસોઆઠસોની પેદાશ. દિવસની, હોં ! એક દિવસના સાતસો-આઠસો ધારાવાહી આવે. ઘરાક એવા આવે. પાપની ધારા ! Page #537 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૭ ૫૧૯ આ તો ધર્મની ધારાની વાત ચાલે છે. ધર્મની ધારાના બે પ્રકાર એક ઉપયોગરૂપ ધારા ૨હે. એ તો છદ્મસ્થને અંતમૂહુર્ત રહે પછી ખસી જાય. આઠમા ગુણસ્થાનથી ઉપયોગ ચાલે એ ખસે નહિ. એ ઉપયોગ થઈને પાછો શ્રેણી ચડીને કેવળજ્ઞાન પામે. અને નીચે ચોથે, પાંચમે, છઠે (ગુણસ્થાને) આ ધારાવાહી જ્ઞાન જે નિર્મળ પ્રગટ્યું છે એ ધારાવાહી (જ્ઞાન છે). એને ઉપયોગ ભલે રાગમાં જાય, ૫૨માં જાય (પણ) અંદ૨ સમ્યગ્દર્શન, જ્ઞાન થયું એ કંઈ ખસતું નથી. આહા..હા...! આવા બધા બોલ ધારવા. શું કરવા ધારવા આવા બોલ ? એને સમજાવે છે. ભાઈ ! ખરેખર તો તારું સ્વરૂપ છે એ નિત્યાનંદ પ્રભુ, એના ઉપર ઉપયોગ ગયો, લાગ્યો. બસ ! પછી ભલે થોડો ખસી જાય પણ એ ઉઘાડ થયો અને દર્શન થયું એ તો સદાય રહેશે. ઉપયોગની અપેક્ષાએ બે. નીચલા ગુણસ્થાનવાળાને ઉપયોગ આવે પણ અંતમૂહુર્ત રહે. તરત ખસી જાય અને આઠમા ગુણસ્થાનથી ઉપયોગ આવે (એ) એક ધારાવાહી ઉપયોગ થઈને કેવળજ્ઞાન પામે. સમજાણું કાંઈ ? આહા..હા...! આવું છે. ધર્મધૂરંધર યોગીન્દ્રદેવ પોકાર કરે છે કે અરે ! આત્મા ! તું પરમાત્મા જેવો છો છતાં તું જિનમાં ને તારામાં ફેર પાડે છો ? ફેર પાડીશ તો ફેર કે દી છૂટશે ? તેથી કહે છે કે હું રાગવાળો અલ્પજ્ઞતાવાળો એમ મનન નહિ કરો પણ જે જિનેન્દ્ર છે તે જ હું છું એવું મનન કરો ! અરેરે, હું અલ્પજ્ઞ છું, મારામાં આવી કાંઈ તાકાત હોતી હશે ? એ વાત રહેવા દે ભાઈ ! હું પૂરણ પરમાત્મા થવાને લાયક છું એમ નહિ પણ પૂરણ પરમાત્મા અત્યારે હું છું – એમ મનન કર ! આહાહા ! પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ મે–૨૦૦૨ — Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૨) સમયસાર સિદ્ધિ-૬. ( ગાથા-૧૮૭થી ૧૮૯) केन प्रकारेण संवरो भवतीति चेत् - अप्पाणमप्पणा उंधिऊण दोपुण्णपावजोगेसु । दंसणणाणम्हि ठिदो इच्छाविरदो य अण्णम्हि ।।१८७।। जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा। ण वि कम्मं णोकम्मं चेदा चिंतेदि एयत्तं ।।१८८।। अप्पाणं झायंतो दंसणणाणमओ अणण्णमओ। लहदि अचिरेण अप्पाणमेव सो कम्मपविमुक्कं ।।१८९।। आत्मानमात्मना रुन्ध्वा द्विपुण्यपापयोगयोः । दर्शनज्ञाने स्थितः इच्छाविरतश्चान्यस्मिन् ।।१८७।। यः सर्वसङगमुक्तो ध्यायत्यात्मानमात्मनात्मा। नापि कर्म नोकर्म चेतयिता चिन्तयत्येकत्वम् ।।१८८।। आत्मानं ध्यायन् दर्शनज्ञानमयोऽनन्यमयः। लभतेऽचिरेणात्मानमेव स कर्मप्रविमुक्तम् ।।१८९।। यो हि नाम रागद्वेषमोहमूले शुभाशुभयोगे वर्तमानं दृढतरभेदविज्ञानावष्टम्भेन आत्मानं आत्मनैवात्यन्तं रुन्ध्वा शुद्धदर्शनज्ञानात्मन्यात्मद्रव्ये सुष्टु प्रतिष्ठितं कृत्वा समस्तपरद्रव्येच्छापरिहारेण समस्तसङ्गविमुक्तो भूत्वा नित्यमेवातिनिष्प्रकम्पः सन् मनागपि कर्मनोकर्मणोरसंस्पर्शेन आत्मीयमात्मानमेवात्मना ध्यायन् स्वयं सहजचेतयितृत्वादेकत्वमेव चेतयते, स खल्वेकत्वचेतनेनात्यन्तविविक्तं चैतन्यचमत्कारमात्रमात्मानं ध्यायन् शुद्धदर्शनज्ञानमयमात्मद्रव्यमवाप्तः, शुद्धात्मोपलम्भे सति समस्तपरद्रव्यमयत्वमतिक्रान्तः सन, अचिरेणैव सकलकर्मविमुक्तमात्मानमवाप्नोति। एष संवरप्रकारः । હવે પૂછે છે કે સંવર કયા પ્રકારે થાય છે ? તેનો ઉત્તર કહે છે : પુણ્યપાપયોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી, દર્શન અને શાને ઠરી, પરદ્રવ્યઇચ્છા પરિહરી. ૧૮૭. Page #539 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮૭ થી ૧૮૯ જે સર્વસંગતિમુક્ત, ધ્યાવે આત્મને આત્મા વડે,—નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને. ૧૮૮. તે આત્મ ધ્યાતો, શાનદર્શનમય, અનન્યમયી ખરે, બસ અલ્પ કાળે કર્મથી પ્રતિમુક્ત આત્માને વરે. ૧૮૯ = ગાથાર્થ :- (આત્માનમ્) આત્માને (આત્માના) આત્મા વડે (દ્વિપુણ્યપાપયો ગયોઃ) બે પુણ્યપાપરૂપ શુભાશુભયોગોથી (રુઘ્વા) રોકીને (વર્શનજ્ઞા) દર્શનશાનમાં સ્થિત:) સ્થિત થયો થકો (વ) અને (અન્યસ્મિન્) અન્ય (વસ્તુ)ની (ફાવિરત:) ઇચ્છાથી વિરમ્યો થકો, (ય: આત્મા) જે આત્મા, (સર્વસડામુવત્તઃ) (ઇચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો થકો, (આત્માનમ્) પોતાના) આત્માને (ઞાત્મના) આત્મા વડે (ધ્યાયતિ) ધ્યાવે છે – (ર્મ નોર્મ) કર્મ અને નોકર્મને (ન અ)િ ધ્યાતો નથી, (શ્વેતયિતા) (પોતે) ચેયિતા (હોવાથી) (પ્રત્વ) એકત્વને જ (ચિન્તયતિ) ચિંતવે છે – ચેતે છે – અનુભવે છે, (સ:) તે (આત્મા), (આત્માનં ધ્યાયની આત્માને ધ્યાતો, (વર્શનજ્ઞાનમયઃ) દર્શનજ્ઞાનમય અને (અનન્યમય:) અનન્યમય થયો થકો (અવિરેન વ) અલ્પ કાળમાં જ (ર્મપ્રવિભુત્તમ્) કર્મથી રહિત (આત્માનન્) આત્માને (લમતે) પામે છે. ૫૨૧ ટીકા :- જે જીવ રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને દૃઢતર (અતિ દૃઢ) ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને, શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત (સ્થિર) કરીને, સમસ્ત પરદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડે સર્વ સંગથી રહિત થઈને, નિરંતર અતિ નિષ્કપ વર્તતો થકો, કર્મ-નોકર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને જ આત્મા વડે ધ્યાતો થકો, પોતાને સહજ ચેતયતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે (–જ્ઞાનચેતનારૂપ રહે છે), તે જીવ ખરેખર, એકત્વ–ચેતન વડે અર્થાત્ એકત્વના અનુભવન વડે પદ્રવ્યથી) અત્યંત ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો, શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ) થતાં સમસ્ત પદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો, અલ્પ કાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામે છે. આ સંવરનો પ્રકાર (રીત) છે. ભાવાર્થ :- જે જીવ પ્રથમ તો રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે ચળવા ન દે, પછી તેને શુદ્ધદર્શનશાનમય આત્મસ્વરૂપમાં નિશ્વળ કરે અને સમસ્ત બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત થઈને કર્મ-નોકર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ અનુભવ્યા કરે અર્થાત્ તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવવાથી દર્શનજ્ઞાનમય થયો થકો અને પદ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો અલ્પ કાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે. આ સંવર થવાની રીત છે. ૧. ચેતિયતા = ચેતના૨; દેખના૨-જાણનાર ૨. અનન્યમય = અન્યમય નહિ એવો ૩. ચેતવું અનુભવવું; દેખવું-જાણવું. = Page #540 -------------------------------------------------------------------------- ________________ પ૨૨ સમયસાર સિદ્ધિ-૬ “હવે પૂછે છે કે સંવર ક્યા પ્રકારે થાય છે ?’ લ્યો, આ પ્રશ્ન તો બરાબર છે. સંવર એટલે ધર્મની પહેલી શુદ્ધિ. નિર્જરા એ તો (શુદ્ધિની) વૃદ્ધિ છે. અનાદિથી અશુદ્ધિ છે. પર્યાયમાં અનાદિથી રાગની અશુદ્ધિ છે. આસવ છે, ભાવાસવ (છે). હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે, હવે સંવર ક્યા પ્રકારે થાય ? એનો પ્રકાર શી રીતે છે ? એનો ઉત્તર (કહે છે). अप्पाणमप्पणा रुधिऊण दोपुण्णपावजोगेसु । दंसणणाणम्हि ठिदो इच्छाविरदो य अण्णम्हि ।।१८७।। जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा। વિ વમાં નોર્મો જેવા વિંતરિ ધ્યત્તા ૧૮૮II. अप्पाणं झायंतो दंसणणाणमओ अणण्णमओ। लहदि अचिरेण अप्पाणमेव सो कम्मप्रविमुक्कं ।।१८९।। પુણ્યપાપયોગથી રોકીને નિજ આત્માને આત્મા થકી, દર્શન અને જ્ઞાને ઠરી, પદ્રવ્યઇચ્છા પરિહરી. ૧૮૭. જે સર્વસંગવિમુક્ત, ધ્યાને આત્મને આત્મા વડે–નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને. ૧૮૮. તે આત્મ ધ્યાતો, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે, બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૮૯. ટીકા - જે જીવ રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ.” ભાવ. શું કહ્યું? કે, શુભાશુભ ભાવનું મૂળ રાગ-દ્વેષ ને મોહ છે. આહાહા..! અહીં તો મિથ્યાત્વ અને રાગદ્વેષ એ શુભાશુભ ભાવની ઉત્પત્તિનું મૂળ છે એમ કહે છે. સમજાણું કાંઈ ? રાગ-દ્વેષ ને મોહ – મિથ્યાત્વ જેનું મૂળ છે “એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને...” આહા..હા...! દઢતર (અતિ દઢ) ભેદવિજ્ઞાનના અવલંબનથી.” હવે સવળું કહે છે. એ રીતે છે. શુભાશુભ ભાવ મારા, એવો મિથ્યાત્વભાવ અને એને લાયક રાગ-દ્વેષ છે. એ બધા શુભાશુભ ભાવના મૂળિયા રાગ-દ્વેષ-મોહ છે. તેને દઢતર (અતિ દઢ). એકલું દઢ લીધું નહિ, તેમ દઢતમ ન લીધું, દઢતમ છેલ્લું છે. દઢતર વચલો બોલ લીધો. દઢ, દઢતર અને દઢતમ. દઢતમ એ ઉત્કૃષ્ટ બોલ છે. આહા...હા...! “આત્માને દઢતર ભેદવિજ્ઞાનના અવલંબનથી...” લ્યો. “ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને. આહા..હા...! શુદ્ધ સ્વરૂપ સન્મુખની એકાગ્ર થઈને રાગ ને દ્વેષ ને મોહને રોકીને શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં. હવે આત્મા કેવો છે (એ) પહેલું સિદ્ધ કર્યું. આત્મા શુદ્ધ દર્શનજ્ઞાનરૂપ આત્મા (છે). આત્મા એટલે શુદ્ધ જ્ઞાન-દર્શનરૂપ તે આત્મા. Page #541 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮૭ થી ૧૮૯ પ૨૩ દયા, દાન, વ્રતાદિના વિકલ્પ છે એ કંઈ આત્મા નહિ, એ અનાત્મા છે. આહા...હા....! ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને...” આત્મા વડે જ અત્યંત રોકીને. એની મેળાએ રોકાય, એમ નહિ એમ કહે છે. આહાહા..! પોતાનો ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ, તેનો આશ્રય લઈ તેના અવલંબનથી દઢપણે રાગ-દ્વેષ-મોહને અટકાવે છે. અટકાવે છે એ શબ્દ છે, એ તો ઉપદેશમાં કહેવાય. અટકી જાય છે. શબ્દ તો આવે, ઉપદેશ શૈલી છે ને ! આ..હા....! “અત્યંત રોકીને શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્ય.” આત્મા કોને કહીએ? કહે છે પ્રભુ. તો શુદ્ધ દર્શન, જ્ઞાન – જ્ઞાતા-દષ્ટા તે આત્મા. આ...હા..હા...! આખા લોકાલોક હો, રાગથી માંડીને તે બધા જ્ઞાનના, દર્શનના ક્ષેય અને દૃષ્ય છે. આહાહા..! ભગવાન આત્મા દર્શન, જ્ઞાનરૂપ છે, જ્ઞાન અને દર્શન સ્વરૂપ છે. આહાહા...! મુમુક્ષુ :- શુદ્ધ એટલે શું ? ઉત્તર :– પવિત્ર. શુદ્ધનો અર્થ પવિત્ર). શુદ્ધ છે, અશુદ્ધતા નથી. શુભ અને અશુભ ભાવ અશુદ્ધ છે, શુભ અને અશુભ ભાવ અશુદ્ધ છે. એ અશુદ્ધને શુદ્ધ ભાવથી રોકીને. આ.હા..! આવો સંવર. આમ કરે ત્યારે ધર્મ થાય. અહીં મોં-માથે હાથ આવે નહિ. આહા..હા..! આચાર્યોના તો હૃદય – અભિપ્રાય તો બહુ જોરદાર છે. એ તો દઢતર અભ્યાસથી રોકીને સ્વરૂપની પ્રાપ્તિ પૂર્ણ કરી લેજે. આહા..હા..! “શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત” ભાષા છે ? એકલો પ્રતિષ્ઠિત શબ્દ નથી વાપર્યો. સારી રીતે સ્થિર થઈને. સારી રીતે અંદર આનંદમાં સ્થિર થઈને). આ..હા...! પ્રભુ દર્શન ને જ્ઞાન ને આનંદરૂપ છે તેમાં સારી રીતે ઠરીને. આહા...હા..! સમસ્ત પરદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડે પોતાના આત્મા સિવાય જેટલા પરઆત્માઓ અને પરશરીરો, પારદ્રવ્ય (છે), એ બધા પ્રત્યેની ઇચ્છાના ત્યાગ વડે. આવું તો બાવો થાય તો થાય એમ કહે. (કોઈ) એમ કહેતો હતો. બાવો જ છે, સાંભળને ! જ્યાં હોય ત્યાં તું પરથી તો રહિત જ છો. ખરેખર તો અંદર ઈચ્છાથી પણ રહિત જ તારું સ્વરૂપ છે. આહા! ઈ તો પહેલું કહ્યું. શુદ્ધ દર્શનજ્ઞાનરૂપ જ તે આત્મા છો. આહાહા..! ઇચ્છા તારામાં છે જ નહિ પછી કરવી ને રોકવી ઈ ક્યાં રહ્યું ? આ...હા...! પણ સ્વરૂપમાં ઠરે ત્યારે ઇચ્છા ઉત્પન્ન થતી નથી એટલે એને રોકે છે એમ કહેવામાં આવે છે. કારણ કે સંવર છે ખરો ને. (ઇચ્છાનો) નિરોધ કરે છે, એમ. પદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડે...' સમસ્ત પરદ્રવ્ય. દેવ-ગુરુ-શાસ્ત્ર (પણ) પરદ્રવ્ય છે. ‘ત્યાગ વડે સર્વ સંગથી રહિત થઈને... આહા...હા...! અંતરમાં સર્વ સંગથી રહિત થઈ પરદ્રવ્યથી તો ઇચ્છા નિરોધ કરી અને અંદર જે રાગ છે ત્યાંથી સંગ છોડી. આ..હા...! Page #542 -------------------------------------------------------------------------- ________________ પ૨૪ સમયસાર સિદ્ધિ-૬ નિરંતર અતિ નિષ્કપ વર્તતો થકો...... આહા...હા...! “નિરંતર અતિ નિષ્કપ વર્તતો થકો...” ભાષા જુઓ ! નિરંતર અતિ નિષ્કપ વર્તતો, પાછો. અતિ નિષ્કપ. આહાહા...! “કર્મ-નોકર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના” કર્મ અને શરીરાદિ, વાણી આદિ કોઈને અડ્યા વિના પોતાના આત્માને જ.” પોતાનો ભગવાન દર્શન, જ્ઞાનરૂપ આત્મા. એવા “આત્માને જ આત્મા વડે...” પોતાના આત્માને જ.” આ.હા..હા...! જે શુદ્ધ દર્શન-જ્ઞાનરૂપછે તેને આત્મા વડે, એ શુદ્ધ દર્શનપર્યાય વડે. આહા...હા...! પોતાને સહજ ચેતયિતાપણું હોવાથી..” ભેગું કર્યું. પહેલા દર્શન-જ્ઞાન કહ્યું હતું ને ? દર્શન-જ્ઞાનરૂપ ત્યાં (કહ્યું હતું). હવે ભેગું લીધું. પોતાને સહજ ચેતયિતાપણું હોવાથી.” ચેતયિતા – એ તો જાણનાર-દેખનાર જ છે, બસ ! જગતને ચેતનારો છે. જગતને બનાવનારો નથી, જગતમાં ભળનારો નથી, જગતથી કાંઈ લેવું નથી, જગતથી નિરાળો ચેતનારો જીવ ભગવાન છે. આહાહા..! પહેલા દર્શન-જ્ઞાનરૂપ આત્મા કીધો હતો ને ? અહીં એક શબ્દ વાપર્યો. પોતાને સહજ ચેતયિતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે.” આ.હા...હા..! જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, જ્ઞાનને ચેતે છે – અનુભવે છે. એકલું જ્ઞાનને અનુભવે. આહા...! આ બધી વાત મોટી, પણ પહેલું શું કરવું? પહેલું આ જ કરવું. પહેલું જ આ છે. ૧૭ ગાથામાં કીધું નહિ? ૧૭ ગાથામાં કીધુ, પહેલું શું? પહેલો આત્માને જાણવો. પહેલો નય, નિક્ષેપથી જાણવો એમ કાંઈ કહ્યું નથી. ૧૭ ગાથા. ભગવાન આત્મા જેવો તું ભૂલ્યો છો એને એવી જ રીતે પહેલો જાણ. આહા...હા...! જેવી રીતે તેં તને જાણવાની ભૂલ કરી છે, જાણવાની રીત છોડીને એ ભૂલને છોડીને એકાકાર થા. આહાહા...! જગતની બધી ચીજો વ્યવહાર શેય છે. એમાં કોઈ ઠીક-અઠીક કે એવું કોઈ શેય નથી. બે ભાગલા પાડવા એવું કંઈ જોયમાં નથી. એથી ચેતયિતાપણું હોવાથી એ એકત્વને જ ચેતે છે. એકપણાને જ જાણે છે. આહા...હા...! પંચ પરમેષ્ઠી, આ વેપારધંધા, બાયડી, છોકરા ઠીક એવો ભેદ આમાં નથી. જાણનારને જાણવામાં આવતી ચીજમાં ભેદ નથી. એકરૂપે બધી ચીજો શેય તરીકે છે. આહા..હા...! પંચ પરમેષ્ઠીને પરદ્રવ્યમાં નાખ્યા. આ...હા...! ચેતે છે.” (એટલે) અનુભવવું, દેખવું-જાણવું. –જ્ઞાનચેતનારૂપે રહે છે),” કહ્યું? રાગચેતના, કર્મચેતના અને કર્મફળચેતના. રાગની ચેતના અનુભવવું એ કર્મચેતના. એના ફળનો દુઃખનો અનુભવ કરવો એ કર્મફળચેતના. એ તો અનાદિથી રાગનું કર્મચેતનાપણું કરતો આવે છે. એ તો સંસાર છે. આહા..હા..! એ સંસારમાર્ગમાં મોટો અબજોપતિ હોય તોપણ એ રાગને જ અનુભવે છે. સ્વર્ગના દેવતા, લ્યો. આહા...હા...! મિથ્યાદૃષ્ટિ છે એ તો રાગને જ વેદે છે, બસ ! કષાયને વેદે છે. આહા...હા..! તેને છોડી દઈ. છે ? અહીં આવ્યું. “ચેતયિતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે -જ્ઞાનચેતનારૂપ રહે છે, Page #543 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૮૭ થી ૧૮૯ ૫૨૫ તે જીવ ખરેખર, એકત્વ-ચેતન વડે...' પોતા તરફના એકત્વ-ચેતન વડે. પોતાના તરફના જાણવા-દેખવાના સ્વભાવ વડે. આહા..હા...! ‘અર્થાત્ એકત્વના અનુભવન વડે...’ એકપણાનો જ અનુભવ, જેમાં કોઈ વિકલ્પ, બીજી ચીજ નહિ. આહા..હા...! એવા અનુભવ વડે. શું આ પૂછે છે ? એનો ઉત્તર છે. સંવ૨ કયા પ્રકારે થાય ? એ પ્રકારની વાત ચાલે છે. આહા..હા...! દુકાનના ધંધા કે વેપાર આખો દિ' ત્રેવીસ કલાક એ થે. એકાદ કલાક સાંભળવા જાય. એમાં એરણની ચોરી ને સોયનું દાન. ધર્મ તો એક કોર રહ્યો પણ પુણ્ય પણ નહિ એમ કહે છે. આહા..હા....! અરે...! મોહે મારી નાખ્યા જગતને. આહા..હા...! એકલો ચેતન પ્રભુ, એને ચેતીને – અનુભવીને. આહા..હા...! ‘(પરદ્રવ્યથી) અત્યંત ભિન્ન...’ અત્યંત ભિન્ન, એકલું ભિન્ન નહિ. આહા...હા....! ‘અત્યંત ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો... ચૈતન્યચમત્કાર, ચૈતન્યચમત્કાર ! આ..હા...! જેને જ્ઞાનની દશામાં અનંતુ જાણવું થાય, જેના દર્શનમાં અનંતુ દેખવું થાય, આ..હા...! એવો ચૈતન્યચમત્કાર. ચૈતન્યચમત્કાર, દુનિયામાં ચમત્કાર હોય તો એ છે. બીજા ચમત્કાર તો થોથાં છે. આ..હા..! ચૈતન્યચમત્કારમાત્ર આત્માને....’ ‘પદ્રવ્યથી) અત્યંત ભિન્ન...’ અને ‘ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો....' આ..હા...! શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો,... ત્યાંથી હઠીને અંદરમાં અનુભવે ત્યારે તો શુદ્ધ આત્મા દર્શન-જ્ઞાનમય અનુભવે. શુદ્ધ દર્શન-જ્ઞાન છે ઈ આત્મા. પહેલા કહ્યું હતું, શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મા. ત્રીજી લીટીમાં કહ્યું હતું. આહા..હા...! ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો, શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો,..' આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો (કહ્યું છે), જોયું ? ગુણને નહિ, પર્યાયને નહિ. આહા..હા...! પરદ્રવ્યથી, ઇચ્છાથી ખસ્યો એટલે સ્વદ્રવ્યમાં આવ્યો, બસ ! એ આત્માને આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો,.......' લ્યો ! આત્માને ગુણ છે, એ ગુણને પ્રાપ્ત થયો એમ નથી લીધું. આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો એમાં અનંતા ગુણ આવી ગયા. આહા..હા..! ‘આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ... (એટલે) અનુભવ. શુદ્ધ આત્માનો અનુભવ એ સંવર. આહા...હા...! પાને પાને આ ભર્યું છે. છતાં લોકો પણ એમ (કહે છે) શુભભાવથી ધર્મ, શુભભાવથી ધર્મ પોકાર્યા કરે છે. અને (અહીંનો) વિરોધ કરે છે. મુમુક્ષુ :- આચાર્યે શુદ્ધ ઉપયોગ જ કહી દીધો. ઉત્તર :- આત્મા છે કે નહિ ? આત્મા છે કે નહિ આ કાળે ? આહા..હા...! ત્રણે કાળે (છે), એને કોઈ કાળ લાગુ પડતો નથી. આ..હા...! સચ્ચિદાનંદ પ્રભુ ! ચેતનારો દર્શન-જ્ઞાનરૂપ એ આત્મદ્રવ્ય, એને પ્રાપ્ત કરે. પરદ્રવ્યથી દૃષ્ટિ છોડી આને પ્રાપ્ત કરે. છે ? ‘શુદ્ધ આત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ) થતાં સમસ્ત પદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો...' શુદ્ધ સ્વરૂપની અંતર દૃષ્ટિ અને ઉપયોગ જામતો.. આહા..હા..! ત્યારે પદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો,..' પદ્રવ્યથી અતિક્રાંત (એટલે) Page #544 -------------------------------------------------------------------------- ________________ પ૨૬ સમયસાર સિદ્ધિ-૬. વેગળો પડ્યો. “અલા કાળમાં જ.” “વિરે' શબ્દ છે ને ? “વિરે' શબ્દ છે ને અંદર ? ‘વિરે (ભૂળ ગાથાની) છેલ્લી લીટી (છે). ‘તરિ વિરેન' અલ્પ કાળમાં એ પરમાત્મા થાય છે. “વિરે” “અલા કાળમાં જ. એમ છે ને ? “વિરે' એમ છે. ‘વિરેન’ “અલ્પ કાળમાં જ.' ક્યાં આમાં ક્રમબદ્ધ રહ્યું ? અલ્પ કાળમાં પામે. એ તો એની સ્થિતિ બતાવે છે. (જેને) આવું હોય, કેવળ પામવાને લાંબો કાળ હોય નહિ. ક્રમબદ્ધ એમાં જ આવી જાય છે. આહા...હા...! એના ક્રમમાં આ અનુભવ કરે, એને ક્રમમાં કેવળજ્ઞાન લેવાને થોડી જ વાર હોય, એમ કહે છે. આહા..હા...! | ‘અલ્પ કાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામે છે. આ સંવરનો પ્રકાર તરીત) છે.” સંવર કરવાની આ રીત છે. બેય હાથ જોડે ને આ કરો ને એ રીત નથી, કહે છે. આ છોકરાઓ સંવર કરવા બેસે ને ! સામાયિક (કરે એટલે) પૈસા ચાર આના, આઠ આના, રૂપિયો કે કાંઈક આપે (એટલે) બધા ભેગા થાય. થઈ ગયો સંવર, ઓ.હો..હો...! આ સંવરનો પ્રકાર...” સંવર થવાની આ રીત અને પ્રકાર અને આ વિધિ, સંવર થવાની વિધિ છે. આહાહા...! દુકાનનું કરીએ, નોકરનું કરીએ, બાયડીનું કરીએ અને સંવર કરીએ એવા બે ભાગ હશે ? જ્યાં સુધી પરનું કર્તાપણું માને છે, ભલે સ્ત્રી હોય કે એનો આત્મા હોય કે એનું શરીર (હોય) એનાથી ઠીક માને છે, આ ઠીક છે એમ માને છે) ત્યાં સુધી મિથ્યાત્વ ભાવ છે. મુમુક્ષુ :- આત્મા એક છે. ઉત્તર :- એકલો આત્મા, એક જ આત્મા, એમાં બીજો કોઈ છે નહિ. આહા...હા..! ગૃહસ્થાશ્રમમાં ક્ષાયિક સમકિત પામે તોપણ મારા શુદ્ધ એક દર્શન-જ્ઞાનમય, અપૂર્ણ પણ નહિ, આહા.હા..! વિકાર તો નહિ, પર તો નહિ. સંપૂર્ણ જ્ઞાન-દર્શનમય ભગવાન, તેને પામે છે, લ્યો ! ભાવાર્થ – જે જીવ પ્રથમ તો રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ યોગોથી...” એમાં –ટીકામાં) કહ્યું હતું ને ? “રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ.” શુભાશુભમાં આનું મૂળિયું, રાગ-દ્વેષ-મોહ છે, એમ કહે છે. આહા...હા...! પ્રથમ તો રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે...” જુદા પાડવાના બળ વડે. આહાહા...! “ચળવા ન દે.” પરદ્રવ્ય અને પરદ્રવ્ય તરફના વલણનો રાગ, એનાથી ભેદજ્ઞાન કરતાં “ચળવા ન દે...” આહા...હા....! જ્ઞાનનું ખેંચાણ જ્ઞાનમાં રહે. રાગ અને પરદ્રવ્યમાં જાય નહિ. આહા...હા...! આ સંવરની રીત છે. પછી તેને શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મસ્વરૂપમાં નિશ્ચળ કરે.” અંદર નિશળ કરે. ચળે નહિ, આમ સ્થિર થાય. આહા...! “અને સમસ્ત બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત થઈ.” નિગ્રંથ લીધું છે ને ? (એટલે) મુનિ. આહાહા...! મુનિ આવા હોય, એમ કહે છે. Page #545 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૮૭ થી ૧૮૯ પ૨૭ શુદ્ધદર્શનજ્ઞાનમય...” આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માને અનુભવી. શુદ્ધ આત્માનો અનુભવ પ્રાપ્ત થતાં સમસ્ત પરદ્રવ્યથી અતિક્રાંત થયો થકો. પરવ્યથી છૂટી ગયો, એ તો આવી ગયું નહિ ? “ચળવા ન દે એ ભાવાર્થમાં આવ્યું. “બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત થઈને કર્મ-નોકર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ અનુભવ્યા કરે અર્થાત્ તેના જ ધ્યાનમાં રહે...” આહા..હા...! સમ્યગ્દર્શન એ ધ્યાનમાં જ પ્રાપ્ત થાય છે. વિકલ્પના વિચારમાં ન થાય. કેમકે વસ્તુ પોતે વીતરાગ સ્વરૂપ છે, એથી એને વીતરાગી પર્યાયનું ધ્યાન (થાય) એમાં જ ઈ મોક્ષ પ્રાપ્ત થાય. આહા..હા... અનુભવ્યા કરે અર્થાત્ તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવવાથી...” (અર્થાત) આત્માનું ધ્યાન કરવાથી. આહાહા...! “દર્શનજ્ઞાનમય થયો થકો અને પરદ્રવ્યમયપણાને ઓળંગી ગયો....... આહાહા...આત્મા સિવાયના જેટલા દ્રવ્યો, રાજપાટ, સ્ત્રી, છોકરા, કુટુંબ, દીકરી, દીકરા, પટારા, માલ એ બધાથી છૂટી ગયો. બધાથી જુદો જ છે. પણ ઇચ્છાથી જ્યાં છૂટી ગયો તો બધા પરદ્રવ્યથી છૂટી ગયો. આહા...હા...! જુઓ ! આ મુનિપણાની દશા ! આ...હા...! “પદ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો અલ્પ કાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે. આ સંવર થવાની રીત છે.” લ્યો સંવર કેમ થાય ? કે, આમ થાય. આહા...હા...! એની રીતેય આકરી. મુમુક્ષુ – ભેદવિજ્ઞાનથી થાય. ઉત્તર – બધું તદ્દન જુદું છે. આ.હા.! ઇચ્છા અને પારદ્રવ્યથી ખાલી છો. તારા અનંત ગુણથી ભરેલો છો. આ બે વાત. ઇચ્છા માત્રથી અને પરદ્રવ્ય માત્રથી તું ખાલી છો. આહા...હા.! અને તારા અનંત ગુણોથી પૂર્ણ ભરેલો છો. ઓ.હો...! આવું આત્માનું માહાસ્ય કેમ આવે? આખો દિ ગૂંચવણમાં પડ્યો હોય). આ વિના એને જન્મ-મરણના અંત ન આવે, ભવભ્રમણ ન મટે. આહા...! શુદ્ધ દર્શનજ્ઞાનમય આત્માને પરદ્રવ્યથી ભિન્ન ચેતતો, અનુભવતો, ધ્યાતો સ્થિર થઈને અલ્પ કાળમાં પૂર્ણ પરમાત્માને પામે છે. અલ્પ કાળમાં જેવો આત્મા છે એવો પામે છે. આહા...હા..! પંચમ આરાના મુનિ પણ આમ કહે છે. ગાથા એવી છે ને એમ કહેતા નથી કે, અત્યારે મોક્ષ નથી. આમ કરતાં કરતાં મોક્ષ થાય ઈ છે. આ તો કેટલાક) એમ કહે કે, અત્યારે શુભઉપયોગ જ છે. અર..ર... એટલે અધર્મ જ છે. આહાહા...! શુભ ઉપયોગ છે એ પુણ્ય છે અને પુણ્યના અભિલાષી છે એ ભોગના અભિલાષી છે. આ..હા....! જેને શુભભાવ – પુણ્ય વ્હાલું લાગે છે, એના ફળ તરીકે વિષય મળે, તેના ભોગવવાના એ કામી છે. આહાહા...! શુભભાવ પુણ્ય છે એ ભોગનું કારણ છે. હવે શું કહે છે, પુણ્ય છે ઈ ભોગનું કારણ છે, એ અત્યારે મળે. આહા..હા...! દુનિયા આંધળી પણ ચાલે છે ને ! મુમુક્ષુ :- શુભ ભાવમાં આત્માની અભિલાષા રાખે છે. Page #546 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ સમયસાર સિદ્ધિ-૬ ઉત્તર :- (શુદ્ધભાવમાં) એકલી આત્માની (અભિલાષા) છે, શુદ્ધ આત્મા. અભિલાષા એટલે એની તરફ વલણ, એકાગ્રતા. અભિલાષા એટલે ઇચ્છા એમ નહિ. મુમુક્ષુ :- શુભભાવમાં (આચરણ) કરે ને આત્માની અભિલાષા. ઉત્તર :- નહિ, નહિ. શુદ્ધ, શુદ્ધ. શુદ્ધ ભાવની અભિલાષા કરે. શુભને તો સંસાર.. સંસાર.... સંસાર (કીધું છે). અરે...! પુણ્યને તો ત્યાં સુધી કીધું છે, જે કોઈ પુણ્ય કરે એને વિષયના ભોગની ઇચ્છા છે. જયસેનાચાર્યદેવની ટીકામાં (છે). “જયસેનાચાર્યદેવની ટીકામાં (આવે છે. જે કોઈ પ્રેમથી શુભભાવને કરે છે, ભોગ જેના ફળ, એની (એન) અભિલાષા છે. આહાહા...! અભવી માટે પણ આવ્યું ને? “ભોગનિમિત્તમ્” “બંધ અધિકાર’, બીજે ઠેકાણે છે. આહા.! શુભભાવ એ પુણ્ય છે અને તેના ફળ તરીકે બંધ છે અને એના ફળ તરીકે વિષયો મળે. એટલે પુણ્યના પ્રેમીઓ વિષયના ભોગવવાના પ્રેમી છે. આહાહા...! પુણ્ય તો જ્ઞાનીને ય આવે પણ પ્રેમ નથી. આહાહા....! રુચિ અને સુખબુદ્ધિ નથી. અજ્ઞાનીને તો એમાં સુખબુદ્ધિ છે. આહા..હા...! બે-ત્રણ ઠેકાણે આવશે. શુભભાવ ભોગનું કારણ છે, શુભભાવના ફળમાં એને ભોગ મળે છે. ઘણે ઠેકાણે શુભભાવનું આવે છે). આ..હા...! O •••••••••••••••••••••••••••••••છર વલોકનર ) (માલિની) निजमहिमरतानां भेदविज्ञानशक्त्या भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः । अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः ।।१२८ ।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે : શ્લોકાર્થ:- (મેવવિજ્ઞાનવિજ્યા નિગમદિરતાનાં પુષi) જેઓ ભેદવિજ્ઞાનની શક્તિ વડે નિજ (સ્વરૂપના) મહિનામાં લીન રહે છે તેમને નિયત) નિયમથી ચોક્કસ) (શુદ્ધતત્ત્વોપનમ) શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ (મતિ) થાય છે; (તરિમન સતિ ) શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થતાં, (નિતમ્ વન-ચંદ્રવ્ય-પૂરે-રિચતાનાં) અચલિતપણે સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને, (અક્ષય: વર્મમોક્ષ: મતિ) અક્ષય કર્મમોક્ષ થાય છે (અર્થાત્ ફરીને કદી કર્મબંધ ન થાય એવો કર્મથી છુટકારો થાય છે). ૧૨૮. Page #547 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૮ શ્લોક ૧૨૮ ઉપર પ્રવચન ૫૨૯ હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :–' લ્યો. ૧૨૮ (કળશ). निजमहिमरतानां भेदविज्ञानशक्त्या भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः । अचलितमखिलान्यद्रव्यदूरे स्थितानां भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः । । १२८ । । આહા..હા..! જેઓ ભેદવિજ્ઞાનની શક્તિ વડે...’ એટલે શું ? દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ જે થાય છે, એ રાગથી પણ ભિન્ન પડીને. આહા..હા...! ભેદવિજ્ઞાનની શક્તિ વડે.’ એમ કીધું ને ? કે રાગની શક્તિ વડે ? આ..હા...! રાગથી પણ ભિન્ન પાડીને ભેદજ્ઞાનની શક્તિ વડે. આહા..હા...! શુભરાગની સહાયથી કે મદદથી (એમ નથી કહ્યું). આહા..હા...! દિગંબર મુનિના વચનો આકરા છે. એકદમ પૂર્ણાનંદનો નાથ છે અને રાગાદિ બધી ચીજો તો કૃત્રિમ છે. આહા..હા...! અકૃત્રિમ એવો ભગવાન શુદ્ધ દર્શન-જ્ઞાનમય, એનું ધ્યાન કર, એને ધ્યાનમાં લે. આહા..હા...! એને લક્ષમાં લે. આ..હા...! એને શેય બનાવ, એને દૃષ્ટા થઈને દૃશ્ય બનાવ. આ..હા...! પૂર્ણ સ્વરૂપ તે દૃષ્ટા છે, તે જ્ઞાન છે. એમ જ્ઞાન અને દર્શન પર્યાયમાં બનાવ. આહા..હા...! “મેવવિજ્ઞાનશવન્યા નિનમહિમરતાનાં” ભેદવિજ્ઞાનની શક્તિ વડે નિજ (સ્વરૂપના) મહિમામાં લીન રહે છે...' આ..હા..! સમકિતી ધર્મમાં લીન રહે છે. રાગથી ભિન્ન પડેલું જ્ઞાન, એ જ્ઞાનમાં લીન રહે છે. આહા..હા...! રાગ આવે પણ તેમાં એકાગ્ર થતો નથી તેમ તેમાં પોતાનું સ્વરૂપ છે એમ માનતો નથી. ભેવિજ્ઞાનના બળથી. આહા..હા...! નિજ સ્વરૂપના મહિમામાં લીન રહે છે. રાગથી આમ ભેદ પાડ્યો પણ પાછું નિજ સ્વરૂપમાં લીન રહે છે, એમ. ભેદજ્ઞાનના બળથી ઇચ્છા માત્રથી જુદો પડી અને નિજ સ્વરૂપમાં લીન રહે છે. આહા...હા...! સમજાણું ? નિજ સ્વરૂપમાં લીન રહે છે, એમ કહે છે. તેમને નિયમથી (ચોક્કસ)...' શુદ્ધતત્ત્વોપનમ્મ:’ ‘શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થાય છે.’ નિયમથી થાય, નિશ્ચયથી થાય. ભેદવિજ્ઞાનની શક્તિથી નિષ્નમહિમરતાનાં” પોતાના સ્વરૂપની મહિમામાં લીન. આ...હા...! સ્વરૂપની મહિમામાં લીન (રહે છે). તેમને નિયમથી (ચોક્કસ)...’ શુદ્ધ તત્ત્વનો અનુભવ એટલે શુદ્ધ તત્ત્વની પ્રાપ્તિ થાય છે, એને શુદ્ધ તત્ત્વ પ્રાપ્ત થાય છે. આહા..હા...! શુદ્ધ તત્ત્વનો અનુભવ થાય છે. Page #548 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ સમયસાર સિદ્ધિ-૬ તારમ– તિ” “શુદ્ધ તત્ત્વનો.. અનુભવ થતાં. “તારમ” થતાં. આત્માનો રાગથી ભિન્ન અનુભવ થતાં. શુદ્ધ દર્શન-જ્ઞાનરૂપનો અનુભવ થતાં. “અચલિતપણે સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર...” આહાહા...! ચળે નહિ એ રીતે. સમસ્ત અન્ય દ્રવ્યોમાં બધું આવી ગયું. દેવ-ગુરુશાસ્ત્ર, મંદિર, મૂર્તિ બધું આવી ગયું). રાગ તો ક્યાંય રહી ગયો. આ તો બધું બહાર, બહાર. “સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને આ.હા...! “અક્ષય: વર્મમોક્ષઃ મવતિ આ.હા..હા...! “અક્ષય કર્મમોક્ષ થાય છે. એટલે ? ‘(ફરીને કદી કર્મબંધ ન થાય એવો કર્મથી છૂટકારો થાય છે). આહા..! જુઓ ભાષા ! ઇચ્છાથી અને પારદ્રવ્યથી આત્માને ભિન્ન પાડી અને ભિન્ન આત્માનો જે અનુભવ કરે, એમાં સ્થિર થાય, એમાં જમવટ થાય તો તેને અલ્પ કાળમાં મુક્તિ થાય. એમ નથી કીધું કે, એવું થઈને વચ્ચે પડી જશે, ફલાણું થશે. આહા..! આ તો વીરાના કામ છે. કાયરના કામ નથી. બચાવ કરવો કે આનાથી થાય ને આનાથી થાય. આ..હા....! ‘અક્ષય કર્મમોક્ષ થાય છે અર્થાત્ ફરીને કદી કર્મબંધ ન થાય એવો મોક્ષ થાય છે. કર્મનો ક્ષય થયો એ થયો. આહાહા...! “એવો કર્મથી છૂટકારો થાય છે). એને કોઈ જાતનું પછી કર્મ રહેતું નથી. આ.હા...! અંદર ભગવાન આત્મામાં બે પ્રકાર છે; એક ત્રિકાળી ધ્રુવ ને એક વર્તમાન પર્યાય. આ સિવાયની બીજી કોઈ વસ્તુ એમાં છે જ નહિ. સ્ત્રીપુત્ર, કુટુંબ એ તો બધાં પર છે, તે તેને કારણે આવ્યા છે, તેના કારણે રહે છે, તારામાં નથી ને તારા નથી; અંદર હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસનાના અશુભભાવ એ તારા નથી, તારામાં નથી અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, જાત્રા, ભગવાનના સ્મરણના ભાવ એ પણ પુણ્યભાવ છે એ પણ તારી વસ્તુમાં નથી પણ અહીં તો કહે છે કે ક્ષણિક નિર્મળ પર્યાય પણ તારી વસ્તુમાં નથી. જ્યાં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ બિરાજે છે ત્યાં અંદરમાં જાને ! પર્યાય ક્ષણિકને ત્યાં લઈ જાને ! ક્ષણિક પર્યાય ઉપર નજર ન કર. આહાહા ! શું અદ્ભુત વાત કરી - પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ જૂન-૨૦૦૨ Page #549 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૯૦ થી ૧૯૨ પ૩૧ NA ( ગાથા-૧૯૦-૧૯૨ ) केन क्रमेण संवरो भवतीति चेत् . तेसिं हेदू भणिदा अज्झवसाणाणि सव्वदरिसीहिं। मिच्छत्तं अण्णाणं अविरयभावो य जोगो य।।१९०।। हेदुअभावे णियमा जायदि णाणिस्स आसवणिरोहो। आसवभावेण विणा जायदि कम्मस्स वि णिरोहो।।१९१।। कम्मस्साभावेण य णोकम्माणं पि जायदि णिरोहो। णोकम्मणिरोहेण य संसारणिरोहणं होदि ।।१९२।। तेषां हेतवो भणिता अध्यवसानानि सर्वदर्शिभिः । मिथ्यात्वमज्ञानमविरतभावश्च योगश्च ।।१९०।। हेत्वभावे नियमाज्जायते ज्ञानिन आस्रवनिरोधः। आस्रवभावेन विना जायते कर्मणोऽपि निरोधः ।।१९१।। कर्मणोऽभावेन च नोकर्मणामपि जायते निरोधः।। नोकर्मनिरोधेन च संसारनिरोधनं भवति ।।१९२।। सन्ति तावज्जीवस्य आत्मकर्मैकत्वाध्यासमूलानि मिथ्यात्वाज्ञानाविरतियोगलक्षणानि अध्यवसानानि। तानि रागद्वेषमोहलक्षणस्यास्रवभावस्य हेतवः। आस्रवभावः कर्महेतुः । कर्म नोकर्महेतुः । नोकर्म संसारहेतुः इति। ततो नित्यमेवायमात्मा आत्मकर्मणोरेकत्वाध्यासेन मिथ्यात्वाज्ञानाविरतियोगमयमात्मानमध्यवस्यति । ततो रागद्वेषमोहरूपमास्रवभावं भावयति। ततः कर्म आस्रवति। ततो नोकर्म भवति। ततः संसारः प्रभवति । यदा तु आत्मकर्मणो दविज्ञानेन शुद्धचैतन्यचमत्कारमात्रमात्मानं उपलभते तथा मिथ्यात्वाज्ञानाविरतियोगलक्षणानां अध्यवसानानां आस्रवभावहेतूनां भवत्यभावः । तदभावे रागद्वेषमोहरूपास्रवभावस्य भवत्यभावः । तदभावे भवति कर्माभावः। तदभावेऽपि भवति नोकर्माभावः। तदभावेऽपि भवति संसाराभावः। इत्येष संवरक्रमः। Page #550 -------------------------------------------------------------------------- ________________ પ૩૨ સમયસાર સિદ્ધિ-૬ હવે પૂછે છે કે સંવર ક્યા ક્રમે થાય છે ? તેનો ઉત્તર કહે છે : રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને, -મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૯૦. હેતુઅભાવે જરૂર આઅવરોધ જ્ઞાનીને બને, આસવભાવ વિના વળી નિરોધ કર્મ તણો બને; ૧૯૧. કમતણા ય અભાવથી નોકમનું રોધન અને નોકર્મના રીધન થકી સંસારસંરોધન બને. ૧૯૨. ગાથાર્થ – (તે) તેમના પૂર્વે કહેલા રાગદ્વેષમોહરૂપ આસવોના) હેતવ) હેતુઓ (સર્વમિ ) સર્વદર્શીઓએ (મિથ્યાત્વમ) મિથ્યાત્વ, (અજ્ઞાન) અજ્ઞાન, (વિરતમાવ: વ) અવિરતભાવ (યોગ: ૨) અને યોગ – (ધ્યવસાનાનિ એ (ચાર) અધ્યવસાન (મપિતા: કહ્યા છે. (જ્ઞાનિન) જ્ઞાનીને (હેત્વમાવે) હેતુઓના અભાવે નિયમ) નિયમથી (શાસ્ત્રવનિરોધ:) આસવનો નિરોધ (ગીય) થાય છે, (માસ્ત્રવમાવેન વિન) આસવભાવ વિના નર્મળઃ ૩) કર્મનો પણ નિરોધ:) નિરોધ (ગીય) થાય છે, તેવી વળી (વર્ષા: અમાવે) કર્મના અભાવથી (નોર્મામ્ 9િ નોકમનો પણ નિરોધ:) નિરોધ (ગાયતે થાય છે, (૧) અને (નોર્મનિરોધેની નોકર્મના નિરોધથી (સંસારનિરોધન) સંસારનો નિરોધ (મતિ) થાય છે. ટીકા :- પ્રથમ તો જીવને, આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ (અભિપ્રાય) જેમનું મૂળ છે એવાં મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનો વિદ્યમાન છે, તેઓ રાગદ્વેષમોહસ્વરૂપ આસવભાવનાં કારણ છે; આસવભાવ કર્મનું કારણ છે; કર્મ નોકર્મનું કારણ છે; અને નોકર્મ સંસારનું કારણ છે. માટે – સદાય આ આત્મા, આત્મા ને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગમય આત્માને માને છે (અર્થાત્ મિથ્યાત્વાદિ અધ્યવસાન કરે છે; તેથી રાગદ્વેષમોહરૂપ આસવભાવને ભાવે છે, તેથી કર્મ આસવે છે; તેથી નોકર્મ થાય છે, અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે તે આત્મા), આત્મા ને કર્મના ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ઉપલબ્ધ કરે છે – અનુભવે છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસવભાવનાં કારણો છે તેમનો અભાવ થાય છે; અધ્યવસાનોનો અભાવ થતાં રાગદ્વેષમોહરૂપ આસવભાવનો અભાવ થાય છે; આસવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે; કર્મનો અભાવ થતાં નોકર્મનો અભાવ થાય છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે આ સંવરનો ક્રમ છે. ભાવાર્થ – જીવને જ્યાં સુધી આત્મા ને કર્મના એકપણાનો આશય છે – ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો વર્તે છે, Page #551 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૯૦ થી ૧૯૨ પ૩૩ અધ્યવસાનથી રાગદ્વેષમોહરૂપ આસવભાવ થાય છે, આસવભાવથી કર્મ બંધાય છે, કર્મથી શરીરાદિ નોકર્સ ઉત્પન્ન થાય છે અને નોકર્મથી સંસાર છે. પરંતુ જ્યારે તેને આત્મા ને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વાદિ અધ્યવસાનોનો અભાવ થાય છે, અધ્યવસાનના અભાવથી રાગદ્વેષમોહરૂપ આસવનો અભાવ થાય છે આસવના અભાવથી કર્મ બંધાતાં નથી, કર્મના અભાવથી શરીરાદિ નોકર્સ ઉત્પન્ન થતાં નથી અને નોકર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે. - આ પ્રમાણે સંવરનો અનુક્રમ જાણવો. ગાથા ૧૯૦ થી ૧૯૨ ઉપર પ્રવચન હવે પૂછે છે કે સંવર કયા ક્રમે થાય છે ? પહેલાં કઈ રીતે થાય એમ હતું. હવે એનો ક્રમ શું છે ? (એમ પૂછે છે). પહેલો, પછી ક્રમ પણ છે કે નહિ એને ? એ પૂછે છે. પહેલામાં તો સંવરની પામવાની પદ્ધતિ શું છે ? (એમ પૂછ્યું હતું. આમાં કહે છે) કે, સંવરનો કર્મ શું છે ? આહા..હા...! ગાથા. तेसिं हेदू भणिदा अज्झवसाणाणि सव्वदरिसीहिं। मिच्छत्तं अण्णाणं अविरयभावो य जोगो य।।१९०।। हेदुअभावे णियमा जायदि णाणिस्स आसवणिरोहो। आसवभावेण विणा जायदि कम्मस्स वि णिरोहो।।१९१।। कम्मस्साभावेण य णोकम्माणं पि जायदि णिरोहो। णोकम्मणिरोहेण य संसारणिरोहणं होदि ।।१९२।। લ્યો, આ ક્રમ. રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને, –મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૯૦. હેતુઅભાવે જરૂર આસવરોધ જ્ઞાનીને બને, આસવભાવ વિના વળી નિરોધ કર્મ તણો બને; ૧૯૧. કર્મો તણા ય અભાવથી નોકર્મનું રોધન અને નોકમના રોધન થકી સંસારસંરોધન બને. ૧૯૨. ક્રમ આગળ આવશે. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !) Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ સમયસાર સિદ્ધિ-૬ પ્રવચન નં. ૨૬૫ ગાથા-૧૯૦-૧૯૨, ગુરુવાર, અષાઢ સુદ ૪, તા. ૨૮-૦૬-૧૯૭૯ (‘સમયસાર', ૧૯૦-૧૯૨ ગાથા). પ્રથમ તો જીવને પહેલી ગાથામાં એમ આવી ગયું કે, રાગ-દ્વેષ ને મોહ એ શુભાશુભ ભાવનું મૂળ છે. એમ પહેલા આવી ગયું. પહેલી ગાથા (આવી ગઈ). માટે એનાથી એત્વ છોડીને સ્વરૂપમાં સ્થિર થવું. અહીં કહે છે કે, પ્રથમ તો જીવને.. ક્રમ પૂછે છે ને ? સંવરનો ક્રમ કેમ થાય ? ધર્મનો ક્રમ શી રીતે થાય ? પહેલું શું થાય ? અને પછી શું થાય ? જીવને, આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ... આત્મા અને કર્મ, રાગાદિ, એનાથી એકત્વનો અધ્યાસ (અભિપ્રાય) જેમનું મૂળ છે... પહેલામાં એમ કહ્યું હતું કે, રાગ-દ્વેષમોહ, જેનું મૂળ છે એવા શુભાશુભ ભાવ, એનો ભેદજ્ઞાન દ્વારા અભાવ કરવો. અહીં કહ્યું કે, “આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ.' રાગાદિ પરિણામ અને સ્વભાવ બેય એક છે, એવો જે અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે. આહા..હા....! ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ હો પણ એ પરિણામ રાગ છે અને એની સાથે એકત્વબુદ્ધિ – અધ્યવસાય તે મિથ્યાત્વ છે. એકપણાનો અધ્યાસ (અભિપ્રાય) જેમનું મૂળ છે... જેમનું એટલે ? “ મિથ્યાત્વ-અજ્ઞાનઅવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનો...” મિથ્યાત્વથી એકત્વબુદ્ધિ, અવિરતિ, પ્રમાદ, કષાયથી એકત્વબુદ્ધિ. આહા...હા...! ક્રમ કહ્યો, ક્રમ. ક્રમ પૂડ્યો છે ને ? સંવર ક્યા ક્રમે થાય ? ઝીણી વાત છે, ભાઈ ! પહેલો બાહ્ય ત્યાગ કરે, નિવૃત્તિ લ્ય તો થાય એમ નથી લીધું. પણ પ્રથમ આત્મા અને કર્મ, જે પરવસ્તુ છે એની સાથે એકત્વબુદ્ધિનો અભિપ્રાય જેમનું મૂળ છે. એ અધ્યવસાય જેમનું મૂળ છે. એવાં મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનો વિદ્યમાન છે.” આ..હા..! આત્મા અને કર્મ બેની એકતાબુદ્ધિ, એવો જે મૂળ ભાવ, એ મૂળમાં મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ એ એકત્વબુદ્ધિ છે, એમાં એકત્વબુદ્ધિ થાય છે. આહા..હા..! કર્મના એકપણાના અધ્યાસથી એને મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય સાથે એકત્વબુદ્ધિ થાય છે. મિથ્યાત્વને લઈને, કર્મને લઈને નહિ. આહા..હા.! ઝીણી વાત છે, ભાઈ ! તેઓ રાગદ્વેષમોહસ્વરૂપ આસવભાવનાં કારણ છે.” આહા..હા..! કર્મ અને આત્માને એટલે બીજી ચીજની સાથે, રાગ સાથે એકત્વબુદ્ધિ એ કર્મ સાથે એકત્વબુદ્ધિ (છે), એ એકત્વબુદ્ધિના કારણે, અભિપ્રાયથી જેના રાગ-દ્વેષ અને મોહ, એ આસવભાવનાં કારણ છે. આ.હા...! આ ‘અધ્યવસાનો વિદ્યમાન છે, તે જ આસવના કારણ છે. આસવભાવ કર્મનું Page #553 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૯૦ થી ૧૯૨ પ૩૫ કારણ છે. નિમિત્ત નાખે છે. આસવભાવ જે છે એ કર્મનું કારણ છે. એનાથી કર્મ બંધાય છે. ઝીણું છે, ઝીણું. જેને સ્વ-આત્મા અને પર રાગાદિ, બેનો જેને એકત્વનો અધ્યવસાય છે, તે જેનું મૂળ છે એમાંથી મિથ્યાત્વ, અવ્રત, કષાય, યોગ પ્રવર્તે છે. સમજાણું કાંઈ ? અને એનાથી એ ‘આસવભાવનાં કારણો છે.” એ રાગ-દ્વેષ-મોહ આસવ નવા આવરણનું કારણ છે. આહા....! આમાં યોગ પણ લીધો છે. શુભાશુભ યોગ. છે ને ? મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, યોગ. એ અધ્યવસાન એકત્વબુદ્ધિ વિદ્યમાન છે. તેઓ રાગદ્વેષમોહરૂપ આસવભાવનાં કારણ છે;.” એનાથી એને મિથ્યાત્વ અને રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. ઝીણું બહુ. બાહ્યમાં જાત્રા કરો, ભક્તિ કરો (એટલે) ધર્મ થઈ જાય એમ માને. એમ નથી. મુમુક્ષુ :- પાલીતાણા”ની જાત્રા કરે તો... ઉત્તર – પાલીતાણા શું “સમેદશીખરની લાખ વાર જાત્રા કરે ને. એ શુભરાગ છે. અને એનાથી લાભ થાય એ માન્યતા મિથ્યાત્વ છે. મુમુક્ષુ :- જાત્રા તો આપે પણ કરી હતી. ઉત્તર :- હા, તો શુભભાવ હોય તો આવે છે પણ છે હેય. ત્રણ વાર હિન્દુસ્તાનમાં ફર્યા છીએ. ઘણી જાત્રાઓ કરી. એ તો શુભભાવ છે. હેય છે પણ આવ્યા વિના રહેતો નથી. આ.હા...! અહીં તો એમાં ફેર શું પાડ્યો ? પહેલામાં એમ કહ્યું હતું કે, રાગ-દ્વેષ-મોહ જેનું મૂળ છે એવા જે યોગો. એમ કહ્યું હતું. એ યોગ છે તે આસવ છે અને એને લઈને બંધન છે અને એને લઈને સંસાર છે. અહીં કહે છે, રાગ-દ્વેષ અને મોહ એ આસવભાવના કારણો કેમ ઉત્પન્ન થયા ? કે, આત્મા અને કર્મના એકપણાના અધ્યવસાયથી. મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, યોગસ્વરૂપ અધ્યવસાનો ઉત્પન્ન થયા. આહા..હા...! શુભ ભાવ આવે, મહાવ્રતના પરિણામ પણ મુનિને આવે, પણ છે હેય. બંધનું કારણ છે. ધર્મ નહિ અને ધર્મનું કારણેય નહિ. બંધ છે અને બંધનું કારણ છે. મુમુક્ષુ - કુંદકુંદાચાર્યદેવ તો મહાવિદેહની જાત્રાએ ગયા હતા. ઉત્તર :- ગયા હતા. ઈ તો કીધું, શુભભાવ હોય તો જાય. શુભભાવ આવે તો જાય છે. ભગવાન પાસે ભગવાનની વાણી સાંભળી. આઠ દિ રહ્યા. ઈ પરદ્રવ્ય તરફનું જેટલું લક્ષ છે તેટલો શુભરાગ છે. આ..હા...! સ્વદ્રવ્યનો અંતરમાં જેટલો આશ્રય લે તેટલો ધર્મ થાય. બેને બે ચાર જેવી વાત છે. જેટલું આત્મા સિવાય પદ્રવ્યનું અવલંબન (લ્ય તેટલો અધર્મ છે). સ્ત્રી, કુટુંબ, પરિવારનું અવલંબન તો અશુભભાવ (છે). દેવ-ગુરુ-શાસ્ત્ર, મંદિરનું અવલંબન તો શુભભાવ (છે). બેય બંધના કારણ છે. આહા! અશુભથી બચવા શુભભાવ આવે. અશુભ વંચનાર્થમ્. છે તો બંધ. આહા...હા..! Page #554 -------------------------------------------------------------------------- ________________ પ૩૬ સમયસાર સિદ્ધિ-૬ આસવભાવ કર્મનું કારણ છે;” લ્યો ! જે કંઈ આસવભાવ છે એ નવા કર્મનું કારણ છે. આહા..હા..! કર્મ નોકર્મનું કારણ છે. કર્મ છે એ શરીર પ્રાપ્ત થાય તેનું કારણ છે. આહા..! ક્રમ મૂક્યો ક્રમ. આહાહા...! આ તો ભઈ, શાંતિથી, ધીરજથી વિચારે ને મનન કરે ત્યારે સમજાય એવી વાત છે. આ.હા...! આ તો અધ્યાત્મભાષા (છે), દિગંબર સંતોની ઊંડાણની (વાતો છે). આહા...! રાગ-દ્વેષ અને મોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગ એમ કીધું હતું. આહાહા... અને એ શુભાશુભ યોગની એકત્વબુદ્ધિ મિથ્યાત્વ છે. આ..હા...હા.! અહીં એ જ કહ્યું, બીજી રીતે કહ્યું કે, “આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ....” શુભાશુભ ભાવનું મૂળ રાગ-દ્વેષ-મોહ છે એમાં એકત્વબુદ્ધિ હતી. આહા..હા...! ધીરાનું કામ છે. વીતરાગનો ધર્મ અલૌકિક છે. આહા..હા...! લોકો તો બહારથી માની બેઠા એટલે આ લોકોને રુચે નહિ. લાખ, બે લાખ ખર્ચે, જાત્રા કાઢે, રથ-ગજરથ કાઢે, લાખો માણસ ભેગા થાય એટલે જાણે ધર્મ થઈ ગયો. ધર્મ એમાં નથી, એ રીતે ધર્મ નથી. અહીં તો કર્મ રોકે, ઈ આસ્રવભાવના કારણને રોકે તો કર્મનું કારણ છે તો કર્મ ન થાય. આસવભાવ સેવે છે તો એ કર્મનું કારણ છે. આસવભાવ સેવે છે એ ન સેવે તો એને કર્મબંધન ન થાય, એમ કહ્યું છે. શુભ-અશુભ ભાવ બેય આસ્રવના કારણ છે અને ઈ કર્મના કારણ છે. એનાથી કર્મ બંધાય છે. છે કે નહિ એમાં ? આ.હા..! કર્મ નોકર્મનું કારણ છે;” કર્મ છે એ શરીરનું કારણ છે. કર્મથી શરીર મળશે. નોકર્મ સંસારનું કારણ છે. શરીર એ સંસારનું કારણ છે. જોયું ? નિમિત્ત-નિમિત્ત સંબંધ લીધો. નહિતર સંસારનું મૂળ કારણ મિથ્યાત્વ છે. આ..હા...! પણ અહીં તો કર્મમાં એને ઉપાડીને નિમિત્ત-નિમિત્ત સંબધ બતાડવો છે. નોકર્મ એટલે શરીર સંસારનું કારણ છે. “માટે સદાય આ આત્મા, આત્મા ને કર્મના એકપણાના અધ્યસાથી...” જોયું ? “આત્મા ને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિયોગમય આત્માને માને છે.” જોયું ? આ.હા...! મિથ્યાત્વને, અજ્ઞાનને, અવિરતિને અને કષાયને, શુભાદિ જોગને એકપણાના અભ્યાસથી આત્માને માને છે. આહાહા...! એ આત્મા નથી, શુભજોગ એ આત્મા નથી, છતાં એ આત્માના છે એમ માને છે એ મિશ્રાદષ્ટિ છે. આહા..હા...! આસવભાવ કર્મનું કારણ, કર્મ નોકર્મનું કારણ. જુઓ ! અહીં એકબીજાના નિમિત્ત કારણ આપ્યા, હોં ! નિમિત્તકારણ. “અને નોકર્મ સંસારનું કારણ...” શરીર છે, આ પાંચ ઇન્દ્રિયોનો વિષય સેવશે અને એને કારણે સંસાર છે. આહા..હા..! “માટે – સદાય આ આત્મા, આત્મા ને કર્મના એકપણાના અધ્યાસથી. આત્મા અને કર્મના એકપણાની) બુદ્ધિના અધ્યવસાયથી મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિયોગમય આત્માને માને છે. અનાદિથી સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે અને એ જાણતો નથી. આત્મા તો જ્ઞાતા-દૃષ્ટા આનંદકંદ પ્રભુ છે. એકલો Page #555 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯૦ થી ૧૯૨ પ૩૭ જ્ઞાનઘન છે. એને એ માનતો નથી. તેથી અનાદિથી આ યોગમય આદિને પોતાના માને છે. સ્વરૂપને માનતો નથી. તેથી મિથ્યા ભ્રમ ઉત્પન્ન થાય અને આત્મા માને. કષાયનો ભાવ શુભ થાય, અશુભ થાય એ આત્મામાં છે માટે આત્માના છે એમ માને. આહા...હા...! આત્મામાં પરિણામ ઉત્પન્ન થાય છે ને ? માટે આત્માના છે એમ માને. એ મિથ્યાત્વ છે. આહા..હા..! “(અર્થાત્ મિથ્યાત્વાદિ અધ્યવસાન કરે છે);...” એકત્વબુદ્ધિથી, આત્મા અને કર્મોના એકપણાથી. તેથી રાગદ્વેષમોહરૂપ આસવભાવને ભાવે છે........ આહાહા...જેને પોતાનો માને તેની ભાવના કર્યા કરે. આહા..હા...! એ રાગાદિ શુભ હોય એ પોતાના માને તો એની ભાવના જ કર્યા કરે (કે), એ થાઓ ને વધો. આહાહા.! આસવરહિત ચૈતન્ય સ્વરૂપ છે એની દૃષ્ટિ નથી. એની દૃષ્ટિ નથી તો એની ભાવના એને ન હોય. આહા..હા....! રાગથી જુદું પડ્યું એવું તત્ત્વ, એનું ભાન થતાં ધર્મીને ધર્મની ભાવના હોય છે, શુદ્ધ પરિણામની ભાવના હોય છે. આહા..હા..! અજ્ઞાનીને શુભભાવ જ દેખાણો છે, આત્મા દેખાણો નથી. એથી શુભભાવને પોતાના માને એને વૃદ્ધિ કરવાની ભાવના હોય, એની ભાવના ભાવે. આહા..હા...! ‘તેથી કર્મ..” આવે છે. લ્યો ! રાગ-દ્વેષ ને મોહને પોતાના માનીને ભાવના ભાવે તેથી નવું કર્મ આવે. તેથી નોકર્મ થાય છેકર્મથી નોકર્મ – શરીર મળે. કર્મથી કાંઈ આત્મા મળે ? આહાહા..! કર્મથી શરીર મળે. આહા.! “અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે.” શરીર મળે એનાથી સંસાર ઉત્પન્ન થાય. પાંચ ઇન્દ્રિયના વિષયો અને એ બધા શરીર છે એના તરફ વલણ જતાં બધા ભાવો વિકારમય, સંસારમય ભાવ થાય. આહાહા...! છે ? ‘તેથી સંસાર ઉત્પન્ન થાય છે. અહીં કર્મને સંસારનું કારણ કહ્યું. એક કોર કર્મ જડ છે, સંસાર એ મિથ્યાત્વ, અજ્ઞાન પરિણામ છે પણ અહીં અરસપરસ નિમિત્ત-નિમિત્ત સંબંધ સિદ્ધ કર્યો. આહાહા. આસવના અભિપ્રાય છે, એ આસવને ભાવે છે તેથી તેને નવા કર્મ બંધાય છે. કર્મ બંધાય એ નોકર્મ – શરીરનું કારણ છે અને શરીર તે સંસારનું કારણ છે). એક બાજુ એમ કહે કે, મિથ્યાત્વ જ સંસારનું કારણ છે. આવે છે કે નહિ ? આવી ગયું. મિથ્યાત્વ એ જ આસવ છે અને એ જ સંસારનું કારણ છે. આહાહા...! “પરંતુ જ્યારે તે આત્મા),...” આ તો સંસારનો ક્રમ પડ્યો. જે આત્મા અને બીજી ચીજ કર્મ, એની સાથે એકત્વબુદ્ધિથી ઉત્પન્ન થતા મિથ્યાત્વ, અવ્રત, કષાયના અધ્યવસાય એનાથી રાગ-દ્વેષ-મોહ થાય, એ આસવના કારણ છે અને એ આસવ કર્મનું કારણ છે. કર્મ શરીરનું કારણ છે, શરીર સંસારનું કારણ છે. આહા..હા..! કહો, અહીં શરીર તે સંસારનું કારણ છે. એક ઠેકાણે એમ કહે કે, કર્મને અને આત્માને કાંઈ સંબંધ નથી. તારા પર્યાયમાં Page #556 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ સમયસાર સિદ્ધિ-૬ તારાથી મિથ્યાત્વ થાય છે એ સંસાર છે. અહીં તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવો છે. આમ અનાદિથી ચાલ્યું આવે છે, એમ. આહા...હા...! પરંતુ....” આ પ્રમાણે થાય છે. હવે સંવર કરવાનો ક્રમ બતાવે છે. “જ્યારે તે આત્મા), આત્મા ને કર્મના ભેદવિજ્ઞાન વડે.” હવે સંવર કરવાની રીત કહે છે. ઓલી આસ્રવની રીત હતી. આહા..હા..! આખો દિ ધંધા કરે (પછી) બે ઘડી દેરાસર જાય, અપાસરે જઈને બેસે એટલે જાણે ધર્મ થઈ ગયો, એમ. કાંઈક આપણે ધર્મ કર્યો. એ મિથ્યાત્વને પોષે છે. શુભભાવ હોય એને ધર્મ માને છે એ મિથ્યાત્વને પોષે છે. આહા..હા.! આ રીતે અનાદિથી સંસાર પ્રવર્તે છે, એમ કહે છે. રઝળે છે એનું કારણ આ – આત્મા અને કર્મની એકતાબુદ્ધિ, એને લઈને રાગ-દ્વેષ-મોહ, એને લઈને કર્મ, એને લઈને શરીર, એને લઈને સંસાર. પરંતુ જ્યારે તે આત્મા), આત્મા ને કર્મના ભેદવિજ્ઞાન વડે...” એમ કીધું છે. એમ નથી કહ્યું કે, જ્યારે તે આત્માને કર્મનું જોર ઘટે, કર્મ બળવતરમાંથી (ઘટે), “કચ્છવી ધમ્મો બળિયો, કમ્મો બળિયો’ એમ નહિ. જડની વાત નથી. ભાવકર્મનું જોર હોય, પુરુષાર્થની ઉધાઈનું જોર હોય) ત્યારે સંસાર છે. અહીંયાં કહે છે, “આત્મા ને કર્મના ભેદવિજ્ઞાન વડે.” ઓલામાં આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ (કહ્યું હતું). આહા...હા...! આત્મા અને કર્મનું ભેદવિજ્ઞાન, કર્મ અને થતાં રાગ-દ્વેષ શુભાશુભ પરિણામ, એનાથી ભિન્ન મારો આત્મા છે. એમ જ્યારે જાણે ને માને. આહા...હા. ત્યારે તો એની ધર્મની શરૂઆત થાય. આહા..હા...! આવી આકરી વાતું છે. ઓલામાં એમ હતું, આત્મા અને કર્મનો એકપણાનો અધ્યવસાય. અહીં આત્મા અને કર્મના ભેદવિજ્ઞાન વડે એમ છે). શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને...” અનુભવે. આહાહા.! ઓલો રાગ-દ્વેષ-મોહને અનુભવે છે. આ શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર (અનુભવે). આહા..હા...! (જે) અલ્પ ક્ષેત્રમાં રહ્યો છતાં અનંત અપાર અનંત કાળને પણ જાણે એની ચૂત ચમત્કાર ચીજ છે. આહા..હા..! દેહ પ્રમાણે હોવા છતાં, દેહમાં રહ્યો દેખાય છતાં દેહમાં રહ્યો નથી, છે આત્મામાં. પણ એનો એવો ચમત્કાર છે કે, સ્વક્ષેત્રમાં રહ્યો છતાં અનંત પરક્ષેત્રને અને અનંત પરકાળને એક સમયમાં જાણે એવી તાકાત છે. આહા...હા...! એવી એક સમયની તાકાત એવી અનંતી સમયની તાકાત એક ગુણની, એવા અનંત ગુણનું રૂપ એક આત્મા છે. આહાહા....! તેથી પહેલા આવી ગયું હતું ને ? નિમહિમરતાનાં આવી ગયું હતું ને આની પહેલા? ૧૨૮ (કળશ). “નિનમહિમરતાનાં કળશ આવ્યો. પોતાની મહિમા લાગવી જોઈએ. આહાહા...! જ્યાં જ્યાં પોતાની મહિમા ન લાગે ત્યાં ત્યાં પરવસ્તુની મહિમા અને અધિકતા ભાસે. શબ્દ, રૂપ, રસ, ગંધ, પૈસા, લક્ષ્મી (આદિની મહિમા ભાસે). આહા..હા...! એકનો એક છોકરો હોય, બે-પાંચ, દસ કરોડ રૂપિયા હોય, દસ-પચીસ લાખ ખર્ચવા હોય અને માણસ ભેગા થાય. આ.હા...! જુઓ ! એની હોંશું. એની ઝેરની હોંશું. આહા..હા...! કોણ તારું છે ? Page #557 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૯૦ થી ૧૯૨ પ૩૯ અને કોણ તું છો ? કોણ તારું છે ? અને કોણ તું છો ? આહા..હા..! ભગવાનઆત્મા તો ચૈતન્યમૂર્તિ વીતરાગ સ્વરૂપે પ્રભુ છે. એ પોતે રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાન કરે, જેવું સ્વરૂપ છે તેવું જાણે. ઓલું સ્વરૂપ છે તેથી વિપરીત માનતો હતો. રાગને, પુણ્યને અને કર્મને પોતાના માનતો હતો. આ ધર્મી જીવ. આહા.હા! ધર્મ આમ થાય, આ ક્રમે (થાય) એમ કહે છે. ધર્મ આ ક્રમે થાય. આ ક્રમે એટલે ? પહેલા આત્મા અને કર્મના ભેદવિજ્ઞાન વડે શુદ્ધચૈતન્યમાત્ર આત્માને અનુભવે પહેલો લ્યો ! શરૂઆત અહીંથી કરી છે. અનાદિથી રખડે છે એ કારણ બતાવ્યા. હવે કહે છે કે એ છૂટવાનું કારણ ? કે, એ બધા રાગ ને કર્મ ને બધી ચીજથી ભેદવિજ્ઞાન કરવું. આહાહા...! “ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર.” એકલો ચમત્કાર ચૈતન્ય પ્રભુ ! જ્ઞાનથી ભરેલો, આનંદથી ભરેલો, શાંતિથી ભરેલો, પૂર્ણ સ્વરૂપનો ચમત્કાર જેનો એક ક્ષણમાં જ્ઞાનમાં જેને બધું જણાય, એક ક્ષણમાં જેને અતીન્દ્રિય આનંદનો અનુભવ આવે, એવો ચૈતન્યચમત્કાર ! આહાહા..! શુદ્ધ ચૈતન્યમાત્ર, ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ઉપલબ્ધ કરે...” લ્યો ! ચૈતન્યમાત્ર એમ ન લીધું. ચૈતન્યચમત્કારમાત્ર ! આ..હા...! ઈ પરને અડ્યા વિના પણ જાણવાની શક્તિ પ્રગટ કરે, ઈ ચૈતન્યચમત્કાર છે. પરચીજની હયાતી છે માટે પરને જાણવાની તાકાત ખુલે છે એમ નથી. આહા...પોતે નાના ક્ષેત્રમાં રહેલો પરક્ષેત્ર, દ્રવ્ય, કાળને નહિ અડતો છતાં પોતાના સ્વભાવમાં રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાનથી બધાને એક સમયે જાણે. એવો એ ચૈતન્યચમત્કાર આત્મા છે. આહા...હા..! આ કરવાનું છે). આહા...હા...! પણ આ ન થાય તો પહેલું શું કરવું ? પહેલું તો અનાદિથી કર્યું ઈ બતાવ્યું. પહેલું અનાદિથી કર્યું. શુભજોગ, અશુભજોગ જેના મૂળ રાગ-દ્વેષ-મોહ છે એને સેવ્યા. ઈ પહેલા સેવ્યા. હવે પછી આ કરવું. આહા..હા...! મુમુક્ષુ :- પહેલા દેવ-ગુરુ-શાસ્ત્રનું શ્રદ્ધાન કરવું. ઉત્તર :- દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્ત છે એનાથી ભિન્ન પાડવું. પહેલેથી ભિન્ન કરવો. અહીંથી તો પહેલેથી લીધું. જેમ ૧૭મી ગાથામાં આવ્યું હતું ને? ૧૭મી ગાથા. પ્રથમ આત્માને જાણવો. કોઈ આ વિધિ ને ફલાણું વ્યવહાર દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરવી ને પછી એમ વાત લીધી નથી. એકદમ ધડાકાબંધ ! કોણ છો તું ? કયાં છો ? કેવડો છો ? તારી હયાતીએ તો બીજાની હયાતી જણાય છે. બીજાની – જડની હયાતી તો તારી હયાતીએ – જ્ઞાનથી જણાય છે. આહાહા...! ઈ જડને તો ખબરેય નથી. આહા...હા...! આટલી બધી જડની વિશાળ દશા, એ બધાને ભગવાન પોતામાં રહીને સ્વતઃ પરની સહાય વિના જાણે છે એ ચૈતન્યચમત્કાર નથી ? આહા...હા...! ઝીણી વાત બહુ. અંતરનો આત્મઅભ્યાસ જ અત્યારે ઘટી ગયો. વ્રત કરવા ને તપ કરવા Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ સમયસાર સિદ્ધિ-૬ ને જાત્રા કરવી એવું બધું ચાલ્યું છે). બસું ભરીને ભરીને (જાત્રા કરવી). એક ફેરી બસ્સો બહું ત્યાં ક્યાંક આવી હતી. ઓલા સાધુ હતા ત્યાં. “ભવસાગર’“જાલના” ? “જાલના”માં. બસો બરું. સ્થાકવાસીના આનંદઋષિ હતા. એમાં હતા. આવે, પછી અહીં આવે. દિગંબરના દર્શન કરવા આવે. એકસાથે બસો બરું ! ઓહો..! એથી પછી એમ લાગે ઓ..હો.. કેટલા પૈસા ખર્ચા ! એનો એ પ્રમુખ છે, આ સંઘનો નાયક છે. મુમુક્ષુ :- બધા અભિમાન છે. ઉત્તર :- એમ કે અમે કરીએ છીએ, આ બધું કરીએ છીએ, આ બધું કરીએ છીએ. અભિમાન તો ઠીક પણ અંદર શુભભાવ થાય છે એ દુઃખરૂપ છે. મુમુક્ષુ :– ધર્મનું કારણ થશે એમ માને. ઉત્તર :– બિલકુલ ધર્મનું કારણ નથી. આહા..હા..! ધમાધમ ચલી, કાંઈક બોલો છે ને? “ધામધૂમે ધમાધમ ચલી, જ્ઞાનમાર્ગ રહ્યો દૂર’ આહાહા....! ધમાધમ અરે...! પચાસ હજાર માણસ ભેગું થયું અને આટલા લાખ ખચ્યભગવાનની પ્રતિષ્ઠા કરી, ભગવાનના બોલ બોલાવ્યા, જય નારાયણના અવાજથી ગગન ગાજ્યુ, જય ભગવાન એમ ગગન ગાજ્યુ. આટલા બધા બોલનારા. એમાં ધર્મ કયાં આવ્યો ? આહાહા...! આકરી વાત છે, ભાઈ ! અહીં તો કહે છે કે, પરથી નિરાળો પહેલો જાણ ત્યારે તો તને પહેલી પોતાની સત્તાની ભિન્નતાની શ્રદ્ધા થાય. આહા..હા..! એમ કહ્યું ને ? “ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર..” ચૈતન્યચમત્કારમાત્ર કેમ લીધું ? બિલકુલ રાગનોય અંશ નહિ. આહાહા.! એવો જે ભગવાન શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ, એને અનુભવે. એવા આત્માને પ્રાપ્ત કરે. જે રાગને, જોગને પ્રાપ્ત કર્યો છે, રાગ અને જોગને પ્રાપ્ત કર્યો છે એ હવે ગુલાંટ ખાઈને આત્માને પ્રાપ્ત કરે. આહાહા..! ઝીણું છે પણ વસ્તુ આ છે. જીવન ચાલ્યા જાય છે. હમણાં નહિ, હમણાં નહિ, હમણાં નહિ. હમણા નહિ પછી હમણાં નહિ એટલે હમણાં નહિ (થઈ જશે). પછી કરશું, પછી કરશું, પછી કરશું. આહાહા...! આત્મા ને કર્મના ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્મા...’ આત્માને વિશેષણ આપ્યા. આત્મા કેવો? કે, શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર એમ. આત્માને અને કર્મને ભેદવિજ્ઞાનથી જાણવો એમ કહ્યું, પણ ઈ ચૈતન્ય છે કેવો ? આ.હા...! “શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્મા...” એને ઉપલબ્ધ કરે, પ્રાપ્ત કરે, અનુભવે, એને મેળવે. જે રાગને પોતાનો માનીને શુભરાગને મેળવતો અને પોતામાં થતો હતો, એ આ આત્મા પૂર્ણાનંદનો નાથ છે તેને અનુભવે અને તેને પોતાપણે માને. આહાહા..! આ સંવર થવાની રીત છે. અત્યારે તો સંવર (એટલે) થોડીવાર બેસી જાય, નાની ઉંમરના છોકરાઓને લઈને બેસી જાય એટલે થઈ ગયો સંવર). જાઓ ! ખાઈ-પીને આવે પણ ચાર-છ છોકરા બેસે, સામાયિક કરો (તો) સંવર થશે. આહા..હા..! Page #559 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯૦ થી ૧૯૨ ૫૪૧ મુમુક્ષુ :– છ કાયના જીવની રક્ષા થાય. ઉત્તર :– પોતે કોણ છે એની રક્ષા કરતો નથી. આહા..હા...! રાગને પોતાનો માનવો, ૫૨ને પોતાનું માનવું એ તો પોતાની હિંસા છે. આહા..હા...! અહીંયાં તો પહેલા આત્મા અને કર્મના ભેદવજ્ઞાન વડે. અહીં તો પહેલી વાત લીધી છે. પહેલું આમ કરવું ને તેમ કરવું લીધું નથી. એ..ઈ..! પહેલું વાંચવું, પહેલું સાંભળવું, પહેલું દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરવી (એમ નથી કહ્યું). ઈ હોય પહેલું ભલે પણ એ વસ્તુના સ્વરૂપમાં એ કાંઈ મદદગાર નથી. આહા..હા...! દેવ-ગુરુ-શાસ્ત્રને માને, સાંભળે, સમજે પણ એ કંઈ ભેદજ્ઞાનમાં મદદ કરે એવું નથી. આહા..હા...! આવી વાત છે. આ..હા...! વીતરાગનો આ પોકાર છે. વીતરાગ એમ કહે છે કે, મારી સામું જોતાં પ્રભુ તને રાગ થાશે. તારે હિસાબે હું પરદ્રવ્ય છું. આહા..હા...! મુમુક્ષુ :- તારા હિસાબે અજીવ છું. ઉત્તર :- અજીવ છે, એ જીવ છે એ આ જીવ નથી અને આ જીવ છે એ એ જીવ નથી. આ..હા...! અદ્રવ્ય છે, આની અપેક્ષાએ બધા અદ્રવ્યો છે, અક્ષેત્ર છે, અકાળ છે, અભાવ છે. આહા..હા...! ‘સમ્મેદશીખર’ અને ભગવાનનું સમવસરણ આત્માની અપેક્ષાએ અક્ષેત્ર છે. એનું ક્ષેત્ર તો સ્વ-અસંખ્યપ્રદેશી એ એનું ક્ષેત્ર છે. આહા..હા...! લોકો ‘શેત્રુંજ્ય’ની જાત્રા બહુ કરે. પૂર્વે ૯૯ વા૨ ‘ઋષભદેવ’ ત્યાં આવ્યા હતા, એમ કહે (છે). એમાં શું થયું ? ૯૯ જાત્રા કરી. આ..હા...! અહીં તો કહે છે), પ્રભુ ! પણ એ તો પરલક્ષી ભાવ છે. એ ભાવથી તો ભિન્ન પડવું છે. જેનાથી ભિન્ન પડવું છે એનાથી મદદ કેમ મળશે ? આહા..હા...! કારણ કે જેનાથી ભિન્ન પડવું છે એ ચીજ તારામાં તો નથી. હવે તને ઉપલબ્ધ કરવો હોય તો શી રીતે (ક૨વો) ? ભેદવજ્ઞાનથી. રાગ અને પરના ભેદવિજ્ઞાનથી પ્રાપ્ત થાય એવો છે. આહા..હા...! આ એની રીત છે. આહા..હા...! મુમુક્ષુ :– પહેલા દેશના ન સાંભળે તો ભેદવજ્ઞાન કેવી રીતે કરે ? ઉત્તર :– ભેદવિજ્ઞાન (ક૨વાની) એનામાં તાકાત છે. એની તાકાત જ એટલી છે કે રાગથી ભિન્ન પાડવાની શક્તિ એનામાં પોતામાં છે. પ૨ની અપેક્ષા રાખ્યા વિના ભેદજ્ઞાન થવાની શક્તિ એનામાં છે. આહા..હા...! નિરપેક્ષ તત્ત્વ છે ભગવાન. આ..હા..હા...! નિરપેક્ષ જેને કોઈ અપેક્ષા નથી. વ્યવહારની અપેક્ષા, પરની અપેક્ષા (નથી એવું) નિરપેક્ષ તત્ત્વ છે. આવ્યું નહિ ? ‘નિયમસાર’ ત્રીજી ગાથામાં. ૫૨મ નિરપેક્ષ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ પરમ નિરપેક્ષ (છે). ભગવાનની પણ જેને અપેક્ષા નથી, એની વાણીની પણ અપેક્ષા નથી. આહા..હા...! એવું જે આત્માનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે નિરપેક્ષ છે. એને નિમિત્તની તો અપેક્ષા નથી પણ ભેદની અપેક્ષા નથી. આહા...હા...! આવી વાત છે. લોકોને આકરું Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ લાગે. સમયસાર સિદ્ધિ-૬ મુમુક્ષુ : (નિરપેક્ષ અભેદ) તો આકરો હોય ને ! ઉત્તર ઃ- વસ્તુસ્થિતિ અનંતકાળની (આમ છે). અનંતકાળ...! આહા..હા...! દસ્ત ન ઉતરે તો એનિમા આપે છે, નહિ ? એનાથી બહાર ઢગલો થઈ જાય. આ એનિમા છે. સ્વરૂપમાંથી વિકારાદિ જેટલા બધા કારણો છે એ બધા ભેદજ્ઞાનથી ભિન્ન પડી જાય. આહા...હા...! આમાં એમ ન કહ્યું કે, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરવી, પહેલો વિનય કરવો, બહુમાન કરવું પછી (ભેદજ્ઞાન થાય). પહેલું જ બહુમાન પ્રભુ તારું કર. પછી વિકલ્પ આવશે એટલે ૫૨નું બહુમાન થાય. તું તારું બહુમાન (કર). ચૈતન્યચમત્કા૨ મહિમાવંત વસ્તુ (છે). જેને ધર્મની પર્યાય પ્રગટ કરવી (હોય) તેને ભેદજ્ઞાનથી થાય (છે). એટલે જેટલા ૫૨ છે તેની અપેક્ષા છોડી, તેનો આશ્રય છોડી, એનું નામ ભેદજ્ઞાન. કેટલાકનો આશ્રય છોડે અને કેટલાકનો આશ્રય લઈને થાય એમ છે ? આહા..હા...! બધાનો આશ્રય છોડે. એકાકાર આત્મા ભગવાન ! આ..હા..હા...! મુમુક્ષુ :– જે જાણતો અરહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને. ઉત્તર ઃ- એ એને જાણતો નથી. ઈ નિમિત્તથી કહ્યું. ઈ મનથી કળી લેવાનું એમ કહ્યું છે, આત્માથી નહિ. પછી એને છોડી દઈને અંદ૨માં જાય. અંદ૨માં જઈને પણ એને તો છોડે છે અને પોતાની પર્યાયને પણ ગુણમાં દ્રવ્યમાં ભેળવે, ગુણને દ્રવ્યમાં ભેળવે ત્યારે થાય છે. આહા..હા...! આવી વાતું હવે. ‘અનુભવે છે...’ કર્મ અને આત્માના જુદાપણા વડે ભેદજ્ઞાન વડે આ..હા....! શુદ્ધચૈતન્યચમત્કારમાત્ર આત્માને ઉપલબ્ધ કરે છે...’ પ્રાપ્ત (કરે છે). એટલે રાગને જે પ્રાપ્ત કરતો, રાગ મારો છે એમ જે પ્રાપ્ત કરતો એ ભેદજ્ઞાનથી આત્માને પ્રાપ્ત કર્યો. આહા..હા...! જે આત્મા તરફની દૃષ્ટિ નહોતી ત્યારે રાગને પ્રાપ્ત કરતો, પુણ્યને પ્રાપ્ત કરતો, પાપને પ્રાપ્ત કરતો. આહા..હા...! સમુચ્ચય વાત નહોતી આવી ગઈકાલે ? કે, આત્મા પોતાની પર્યાયને પામે છે, પ્રાપ્ત કરે છે, પહોંચી વળે છે, ચાહે તો વિકારી કે અવિકારી. ઈ પહેલું આવી ગયું. અહીં તો હવે ભેદજ્ઞાન કરવાની વાત છે. એ વિકારી પર્યાયને પહોંચે છે તો આત્મા, એ કંઈ કર્મને લઈને નથી. આહા..હા...! વિકારી મિથ્યાત્વ ભાવને પણ આત્મા પહોંચે, આત્મા પ્રાપ્ત કરે, આત્મા એને મેળવે છે. આહા..હા...! હવે એનાથી ભેદજ્ઞાન કર. આહા..હા..! આવી ઊંડી વાતું છે. ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસવભાવનાં કા૨ણો છે તેમનો અભાવ થાય છે;...' લ્યો ! આહા..હા..! શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુને અનુભવે છે એટલે કે પ્રાપ્ત કરે છે ત્યારે તેને જે આ (રાગ) પ્રાપ્ત થતો એ ભાવ છૂટી જાય છે. મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ એકત્વબુદ્ધિ જે આસવભાવનાં કારણો — Page #561 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯૦ થી ૧૯૨ ૫૪૩ છે તેમનો અભાવ થાય છે;...' લ્યો ! આ..હા..હા...! આ કાંઈ સોનગઢ’ની ટીકા નથી. આ તો પહેલેથી શાસ્ત્ર ચાલ્યા આવે છે. બે હજાર વર્ષથી તો આ ગાથા, મૂળ પાઠ ચાલે છે. હજા૨ વર્ષથી તો ટીકા ચાલે છે. આહા..હા...! ઈ તો કયાંનું કયાં હશે તે દિ’. ટીકા હજાર વર્ષ પહેલા થઈ હતી. (ત્યારે તો) ક્યાંનો ક્યાં અવતા૨માં હશે. અને ભગવાન ‘કુંદકુંદાચાર્યદેવે’ બે હજાર વર્ષ પહેલા (શાસ્ત્ર) રચ્યા ત્યારે તો કોઈ કયાંય હશે. આહા..હા...! એમાં આવીને આવો જોગ થયો છે, કહે છે. હવે ઈ જોગમાં પણ આ ક૨ે તો તારું કલ્યાણ છે. આહા..હા...! (જ્ઞાન અને રાગ) જુદા પડી શકે છે માટે જુદા છે. જુદા પડી શકે (છે). એક હોય તે જુદા શી રીતે પડે) ? જ્ઞાન અને આત્માને જુદા કરી નાખો તો શી રીતે જુદા થાય ? અતદ્ભાવ તરીકે જુદા ઈ જુદું અંદર. પણ પ્રદેશ ભિન્ન નથી માટે અભેદ છે. અતભાવ તરીકે ઈ તો જુદું. દ્રવ્ય તે ભાવ નહિ અને ભાવ તે દ્રવ્ય નહિ, ઈ. પણ તે પૃથકત્વનું અન્યત્વ એ એમાં નથી. અતદ્ભાવનું અન્યત્વ એમાં છે. આહા..હા...! ઈ બપોરે આવ્યું હતું ને ? આ..હા....! આસવભાવના કારણો છે તેમનો અભાવ થાય છે; અધ્યવસાનોનો અભાવ થતાં...’ (અર્થાત્) એકત્વબુદ્ધિનો અભાવ થતાં ‘રાગદ્વેષમોહરૂપ આસવભાવનો અભાવ થાય છે;...’ આ..હા...! જેનાથી જુદો પડ્યો એટલે હવે એની ભાવના રહી નહિ. આહા..હા...! એના ભાવનો અભાવ થાય છે. આસવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે;..' લ્યો ! નવા આવરણો બંધ થઈ ગયા તો હવે કર્મ નથી આવતા. કર્મનો અભાવ થતાં નોકર્મનો અભાવ થાય છે;...' આ ક્રમ કર્યો, ક્રમ. અહીં તો પહેલે સમયે જ્યાં અંદર બધાથી ભિન્ન પડ્યો પણ જ્યાં સુધી થોડી અસ્થિરતા છે ત્યાં સુધી આસ્રવ આવે છે અને કર્મ થાય, શરી૨ થાય અને શરીરથી આ સંસાર ચાલે. પાંચ ઇન્દ્રિયના વિષયોથી (ચાલે). કારણે કે એનું લક્ષ બહા૨ ઉપર છે. કર્મથી શ૨ી૨ મળશે અને શરીરનું લક્ષ એને રહેશે એટલે પાંચ ઇન્દ્રિયના વિષય તરફ લક્ષ રહેશે. ભગવાન અંદર છે ઈ તો છૂટી ગયો, લક્ષમાં નથી. ભેદ પાડ્યો નથી, લક્ષમાં નથી. આહા...હા...! અને જેણે ભેદ પાડ્યો એને શરીરનું લક્ષ છૂટ્યું અને તેમાં વિષયોનું લક્ષ છે એ પણ છૂટી ગયું. એના તરફનો આશ્રય લેવો અને રુચિ (થવી) એ છૂટી ગઈ. આહા...હા...! નોકર્મનો અભાવ થાય છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે.’ ઈ શ૨ી૨નો અભાવ થતાં સંસારનો અભાવ થાય. અપેક્ષાથી (કથન છે). બાકી એક ઠેકાણે તો (એમ કહ્યું કે), મિથ્યાત્વ તે આસ્રવ છે, મિથ્યાત્વ તે સંસાર છે. શરીર-બી૨ સંસાર નથી. કઈ અપેક્ષાએ કથન છે ? અહીં પણ ક્રમ કહેવો છે. રાગની એકતાબુદ્ધિમાં રાગદ્વેષ-મોહ થાશે એને લઈને આસ્રવ ને એને લઈને કર્મ થશે, કર્મને લઈને શરીર થશે અને Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ સમયસાર સિદ્ધિ-૬ શરીરને લઈને રખડવાનો સંસાર થશે. એમ. સમજાણું કાંઈ ? બીજે ઠેકાણે બીજું કહે, પણ બીજી અપેક્ષાએ કહે. ત્યાં તો એમ જ કહે કે, મિથ્યાત્વ તે સંસાર (છે). રાગની એકત્વબુદ્ધિ એ મિથ્યાત્વ એ સંસાર છે, બીજો કોઈ સંસાર છે નહિ. અવ્રતાદિના પરિણામ છે ઈ બધા અલ્પ છે. સ્થિતિ, રસ અલ્પ છે અને એનું જોર અલ્પ છે. એની ગણતરી ન ગણી. આહાહા....! શરીરથી સંસાર પ્રાપ્ત થાય છે ને, એમ અહીં તો કહે છે. કર્મથી શરીર મળે અને શરીરથી સંસાર પ્રાપ્ત થાય. કારણ કે શરીર ઉપર લક્ષ છે એને તો બધી પાંચ ઇન્દ્રિયના વિષયો તરફ લક્ષ છે, પછી ભલે શુભ તરફ હોય કે અશુભ હોય પણ એ બધો સંસાર છે. આહા..હા...! મુમુક્ષુ :- શરીરથી તો ધર્મની શરૂઆત થાય એમ આવે છે. ઉત્તર :- સીધી શરૂઆત આમ જ થાય. આહા...હા...! શુભભાવથી ભગવાનને સાંભળે અને પછી ભગવાને કીધું એટલે શુદ્ધ થયું) એમેય અહીં ગણતરી નથી. અહીં તો તું ભગવાન નિરપેક્ષ તત્ત્વ છો, પ્રભુ અંદર. આ...હા...! તારી મહિમાનો પાર નથી, તારા માહાભ્યનો પાર નથી ! તારી શક્તિ અને ગુણોનું ગહનપણું, ગંભીરપણું ભગવાન પણ પૂરું વાણી દ્વારા કહી શકે નહિ. આહા..! અનંત ગુણ એટલા છે કે એક સમયે એક ગુણ કહે તો અનંત સમયે એના ગુણનો પાર ન આવે. એક ગુણ એક સમયમાં કહે તો ત્રણ કાળના સમય છે તેથી પણ ગુણ તો અનંત ગુણા છે. આહા..હા.! શું કીધું છે ? ચૈતન્યચમત્કાર પ્રભુ ! એટલા પવિત્ર ગુણથી ભરેલો છે કે જેના અનંતા ગુણોને કેવળી પણ એક શબ્દ એક ગુણ કહે, બીજે સમયે (બીજો ગુણ કહે એમ) ત્રણ કાળ થાય તો એ ગુણનું પૂરું પડે નહિ. આ.હાં...હા...! ત્રણકાળના સમયથી પણ ગુણ તો અનંતગુણા છે. આહાહા...! તો પછી એક સમયે એક ગુણ કહે પણ એક સમયે અનંતા ગુણ કહે, અનંતા કહે એવા ત્રણકાળના સમય કહે તોપણ તે ગુણ પૂરા પડે નહિ. આ..હા..હા...! કારણ કે ત્રણકાળના સમયથી તો આકાશના પ્રદેશ અનંતગુણા છે અને એનાથી અનંતગુણા ગુણ છે. આહા...હા..! હવે આમાં ક્યાં આવ્યું તમારા પૈસાનું ? દસ લાખ ને વીસ લાખ ને ઢીકણું લાખ. આહાહા..! આ તો અનંત લાખ. અનંત ક્રોડ. આત્મામાં અનંતા ક્રોડાક્રોડી ગુણ છે. આહાહા...! અનંતા ક્રોડાકોડ ! આ.હાહા...! એવો શુદ્ધ ચૈતન્યચમત્કાર ! એક ગુણ. એક સમયમાં અનંત ગુણને કહે તોપણ ત્રણકાળના સમયમાં એ ગુણનું પૂરું ન પડે. એ ગુણની સંખ્યા પૂરી નહિ પડે. આહાહા...! ગજબ વાત છે ! એક સમયમાં અનંત ગુણ બોલે, બીજે સમયે અનંત, ત્રીજે સમય અનંત તો ત્રણકાળના સમયથી તો આકાશના પ્રદેશ અનંત ગુણા અને એનાથી અનંતગુણા ગુણ છે. એટલે ગુણ તો શી રીતે પાર પડે ? આ.હા...! આવું ચૈતન્યસ્વરૂપ ભગવાન, એને રાગથી ભિન્ન પાડી અને આત્માને પ્રાપ્ત કરવો કે જેથી તેને સંસાર થશે નહિ. આત્મા પ્રાપ્ત થતાં આસ્રવ થશે નહિ, આસ્રવ થશે નહિ એટલે Page #563 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯૦ થી ૧૯૨ ૫૪૫ કર્મ થશે નહિ, કર્મ થશે નહિ એટલે નોકર્મ થશે નહિ, નોકર્મ થશે નહિ એટલે સંસાર થશે નહિ. આહા..હા.... પૈસાના બહારના આબરૂના પાવર અંદર ચડી ગયા હોય ને એ હેઠે ઉતરે. આ..હા...! ઓલો ચાલીસ કરોડ ને ઓલો પચાસ કરોડ ને ઓલો બે અબજ ને ચાલીસ કરોડ ને. આ.હા..! સૌના પાણી ઉતરી ગયા. આહા..! આ પ્રમાણે....” છે ? “નોકર્મનો અભાવ થાય છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે સંવરનો ક્રમ છે. લ્યો ! સંવરનો આવો ક્રમ છે. પહેલું ભેદવિજ્ઞાન કરવું ત્યાંથી શરૂ થાય છે. પહેલું આ કરવું, એમ શરૂઆત થતી નથી. ભક્તિ કરવી (ત્યાંથી શરૂઆત નથી કીધી). સંવર થવાનો ક્રમ આ છે. આહા...હા...! પહેલા જરી ભક્તિ કરવી, વાંચવું, નિવૃત્તિ લઈને, અશુભથી રોકાઈને શુભભાવમાં આવવું પછી શુભમાંથી ખસવું એ વાત અહીં કરી નથી. આહા..હા...! સંવર તો આસવના અભાવથી થાય ને ! એમાં આસવ આટલો કરે તો સંવર થાય એમ ક્યાં આવ્યું ? આહાહા...! પહેલેથી ભેદજ્ઞાન કરવું. આહા.! એની શરૂઆત જ ભગવાન આત્મા અને બીજી ચીજ બે છે, બીજી ભલે અનંત હો, પણ બેની એકતા છે તેને તોડવી એ જ સંવરના ક્રમમાં પહેલી રીત છે. આમ છે. ભાવાર્થ કહેવાશે. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) પ્રવચન . ૨૬૬ ગાથા-૧૯૮થી૧૯૨, શ્લોક-૧૨૯, ૧૩૦ શુક્રવાર, અષાઢ સુદ ૫, તા. ૨૯-૦૬-૧૯૭૯ (‘સમયસાર', “સંવર અધિકારની) છેલ્લી ગાથાનો ભાવાર્થ. “જીવને જ્યાં સુધી આત્મા ને કર્મના એકપણાનો આશય છે. આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ એનો કર્મની સાથે એકત્વબુદ્ધિ છે, રાગ સાથે (એકત્વબુદ્ધિ છે). રાગનો વિકલ્પ ઉઠે ચાહે તો પુણ્યનો હોય કે પાપનો હોય) પણ રાગ સાથે આત્માને એકત્વબુદ્ધિ છે ત્યાં સુધી મિથ્યાત્વ છે. છે ? જુઓ ! “ભેદવિજ્ઞાન નથી..” અસ્તિ-નાસ્તિ કરી. જ્યાં સુધી ભગવાન આત્મા પવિત્રતાનો પિંડ છે એને અપવિત્રતા રાગાદિની એકતાબુદ્ધિ છે એટલે કે ભેદજ્ઞાન નથી, એનાથી જુદો છે, જુદો છે એવું જુદાનું ભાન નથી, ત્યાં સુધી મિથ્યાત્વ...” લ્યો, બહુ ટૂંકી વાત છે. સ્વદ્રવ્યમાં પદ્રવ્યનો કોઈપણ અંશ, રાગઅંશ હો, પુણ્યઅંશ કે શરીર કે કર્મ, કોઈપણ પરદ્રવ્યનો એક અંશ આત્માની સાથે એકત્વબુદ્ધિ છે એ મિથ્યાત્વ ભાવ છે. કેમકે દ્રવ્ય બેય તદ્દન જુદા (છે). અને અંદર વિકાર થાય એ પણ તત્ત્વ – જ્ઞાયકતત્ત્વથી જુદું તત્ત્વ છે. પુણ્ય-પાપનો ભાવ જ્ઞાયકભાવથી જુદું તત્ત્વ છે. જુદાને એકપણાની માન્યતા... આહા...હા...! એ મિથ્યાત્વ Page #564 -------------------------------------------------------------------------- ________________ પ૪૬ સમયસાર સિદ્ધિ-૬, છે. આહા..હા..! ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ત્રણ દોષ લીધા. “અને યોગસ્વરૂપ.... યોગની એકતા. ત્યાં સુધી એને યોગની એકતાબુદ્ધિ છે. આહાહા..! એનો જે અધ્યવસાયએકત્વબુદ્ધિ અને વર્તે છે...” રાગ સાથે, અવિરત સાથે, કષાય સાથે અને યોગ સાથે એત્વબુદ્ધિ વર્તે છે ત્યાં સુધી તે મિથ્યાદષ્ટિ છે, ત્યાં સુધી એને જૈનદર્શનની ખબર નથી. આહાહા..! આવું આકરું છે. ‘મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ” ત્રણ દોષ કીધા અને યોગ...” (એટલે) કંપન એ પણ છે, એની સાથે એકત્વબુદ્ધિ છે. સમ્યગ્દર્શન થતાં આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, એનો અનુભવ થતાં મિથ્યાત્વનો એકત્વપણાનો નાશ, અવિરતિનો પણ એટલે અંશે નાશ, યોગનો પણ એટલે અંશે નાશ થઈ જાય છે. એકત્વબુદ્ધિનો જે ભાવ છે એટલો નાશ થઈ જાય છે. આહાહા...! સમજાય છે કાંઈ ? એ “અધ્યવસાનથી રાગદ્વેષમોહરૂપ આસવભાવ થાય છે....” લ્યો ! એ અધ્યવસાન એકત્વબુદ્ધિથી ચાહે તો મિથ્યાત્વ, અવ્રત, કષાય કે યોગ (હોય) બેની એકત્વબુદ્ધિથી. આત્મા અને એ વિકાર બે ભિન્ન છે છતાં એમાં એકત્વબુદ્ધિથી અધ્યવસાય જે એકત્વબુદ્ધિ થાય છે એ અધ્યવસાનથી રાગ-દ્વેષ-મોહરૂપ આસવભાવ થાય. એને લઈને રાગ-દ્વેષ અને મિથ્યાત્વનો ભાવ થાય. આસવભાવથી કર્મ બંધાય.” આ...હા...હા...! આ તો એનો ક્રમ કહે છે. રાગ-દ્વેષમોહથી આસ્રવ થાય, નવા આવરણ આવે અને તેથી કર્મ બંધાય. આહાહા..! “કર્મથી શરીરાદિ નોકર્સ ઉત્પન્ન થાય છે...” એ કર્મને લઈને આ શરીર, વાણી ઉત્પન્ન થાય. અહીંયાં તો બે ભાગ પાડવા છે ને ! શરીરની અવસ્થા શરીરથી છે પણ છતાં એ અવસ્થાને જ્યાં સુધી યોગની ક્રિયાને અથવા રાગને પોતાનો માને છે ત્યાં સુધી તે અધ્યવસાય બંધનું કારણ છે. એ કર્મબંધનું કારણ છે, એ કર્મ છે (એ) નોકર્મ – શરીરનું કારણ છે. છે ? “અને નોકર્મથી સંસાર છે. શરીરથી સંસાર છે. કારણ કે એના ઉપર લક્ષ જશે એટલે એના પાંચ ઇન્દ્રિયના વિષયો તરફ (ઉપયોગ જાય એ) શુભ કે અશુભ છે. ઈ સંસાર છે. આહા...હા...! પરંતુ જ્યારે....... હવે સવળી વાત છે. તેને આત્મા ને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે.” મૂળ ચીજ આ. ભેદવિજ્ઞાન કરવું એ મૂળ ચીજ છે. પ્રથમમાં પ્રથમ કેમકે મૂળથી અનાદિથી રાગાદિથી એકત્વબુદ્ધિ છે. ચાહે તો દયા, દાન, વ્રતના પરિણામ હો એ રાગ છે, વિકલ્પ છે. એનાથી એકત્વબુદ્ધિ અનાદિથી ચાલી આવે છે. આ.હા...! એથી એને ભેદવિજ્ઞાન નથી. જ્યારે તેને આત્મા ને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે.” શુદ્ધ ચૈતન્ય જ્ઞાનનો અનુભવ થતાં એ ભેદજ્ઞાન થયું. રાગનો અનુભવ જે હતો એ છૂટીને આત્માનો અનુભવ થયો એ ભેદજ્ઞાન થયું. આહા...હા..! અંશે પણ આત્માના શાંતિ ને આનંદનું વેદન આવ્યું એ રાગથી ભેદજ્ઞાનથી Page #565 -------------------------------------------------------------------------- ________________ ગાથા–૧૯૦ થી ૧૯૨ પ૪૭ આવ્યું. આહા...હા..! ‘ત્યારે શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આત્મા અને કર્મનું ભેદજ્ઞાન થાય ત્યારે શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય). આ સંવર થવાનો ક્રમ, ધર્મ થવાનો ક્રમ (છે), એમ કહે છે. આહા...હા...! પહેલું આ કાંઈક દયા ને વ્રત ને તપ ને ભક્તિ કરીએ તો પછી કાંઈક ધર્મ થશે એ માન્યતા મિથ્યાદૃષ્ટિની (છે). વિકાર અને સ્વભાવની એકતાબુદ્ધિ (છે) ત્યાં સુધી મિથ્યાષ્ટિ છે. આહા..હા..! અને મિથ્યાત્વને કારણે બીજા સાથે અનેક પ્રકારના અધ્યવસાયની એકતાબુદ્ધિ છે. પણ જ્યારે ભેદજ્ઞાન થાય ત્યારે શુદ્ધ આત્માનો અનુભવ થાય. ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ. રાગ અને પુણ્યાદિના પરિણામની પ્રાપ્તિ હતી ત્યાં સુધી મિથ્યાત્વ હતું. આહા.હા.! કેમકે ત્યાં એની દૃષ્ટિ હતી. પુણ્ય અને પાપના વિકલ્પોની પ્રાપ્તિ (હતી) ત્યાં સુધી તેની દૃષ્ટિ ત્યાં હતી. એની દૃષ્ટિ છૂટીને ભેદજ્ઞાન થતાં આત્માના સ્વરૂપની પ્રાપ્તિ થઈ એને અહીંયાં ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન કહે છે. આહા..હા...! આવો ધર્મ છે. ધર્મની શૈલી બહુ ઝીણી છે. શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય (અને) મિથ્યાત્વાદિ અધ્યવસાનોનો અભાવ થાય. એટલે પરની સાથે એકત્વબુદ્ધિનો અભાવ થાય. ચાહે તો યોગ હોય તોપણ એકત્વબુદ્ધિનો તો અભાવ છે. આહાહા! કષાય હોય તો એનાથી એકત્વબુદ્ધિનો અભાવ છે, યોગ હોય, કંપન છે પણ એનાથી એકત્વબુદ્ધિનો અભાવ છે. આહાહા...! અજોગ તો ચૌદમે ગુણસ્થાને થાય. અહીંયાં જ્યારે ભેદજ્ઞાન થયું છે ત્યારે તો મિથ્યાત્વ, અવત, કષાય ને યોગ, બધાથી જુદો પડ્યો છે. તેથી યોગના કંપનથી પણ એકત્વ છૂટી ગયું છે. યોગ ને કષાય રહ્યો પણ એનાથી એકત્વબુદ્ધિ છૂટી ગઈ છે. આ..હા...! આવો માર્ગ છે. અધ્યવસાનના અભાવથી રાગદ્વેષમોહરૂપ આસવનો અભાવ થાય છે.' મિથ્યાત્વ આદિ પરની સાથે એકત્વબુદ્ધિનો અધ્યવસાય ગયો ત્યારે તેને આસવનો અભાવ થાય. રાગ-દ્વેષમોહના આસ્રવનો અભાવ થાય છે). આસવના અભાવથી કર્મ બંધાતાં નથી...” અને ભાવઆસ્રવ થતો નથી એથી એને નવા કર્મ બંધાતા નથી. અને કર્મના અભાવથી શરીરાદિ નોકર્સ ઉત્પન્ન થતાં નથી....... કર્મના અભાવથી શરીરાદિની પ્રાપ્તિ થતી નથી અને નોકર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે. શરીરનો અભાવ થતાં મુક્તિ થાય છે. આહા..હા....! આ પ્રમાણે સંવરનો અનુક્રમ જાણવો.” ધર્મની પ્રાપ્તિથી ઠેઠ વૃદ્ધિ થાય) એનો આ પ્રમાણે ક્રમ જાણવો. આહા..હા..! પહેલા કોઈ ભગવાનની ભક્તિ ને પૂજા ને વ્રત ને તપ કરે અને પછી સંવર થાય એમ નથી. ઈ તો આસવ છે. નાનામાં નાના યોગનું કંપન, એની સાથે એકત્વબુદ્ધિ છે ત્યાં સુધી મિથ્યાત્વ અધ્યવસાય છે. આહા...હા....! એટલે કે જ્યાં સુધી પર્યાય ઉપર બુદ્ધિ છે ત્યાં સુધી એને રાગ અને યોગની એકતાબુદ્ધિ છે અને તે દૃષ્ટિ ફરીને દ્રવ્યસ્વભાવ ઉપર દૃષ્ટિ કરી ત્યારે તેને યોગના કંપનની અને કષાયની એકતાની બુદ્ધિનો નાશ થાય છે. આહાહા...! આવું કામ છે. આ પ્રમાણે સંવરનો અનુક્રમ જાણવો. લ્યો ! Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શ્લોક-૧૨૯ સમયસાર સિદ્ધિ-૬ (૩૫નાતિ) सम्पद्यते संवर एष साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात् । स भेदविज्ञानत एव तस्मात् तद्भेदविज्ञानमतीव भाव्यम् । । १२९ । । સંવ૨ થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે તેની ભાવનાના ઉપદેશનું કાવ્ય કહે છે :– શ્લોકાર્થ :– (૫: સાક્ષાત્ સંવર:) આ સાક્ષાત્ (સર્વ પ્રકારે) સંવર (ત્તિ) ખરેખર (શુદ્ધ-આત્મ-તત્ત્વસ્ય ઉપજમા) શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિથી (સમ્પઘતે) થાય છે; અને (સ:) તે શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ (મેવવિજ્ઞાનતઃ વ) ભેદવિજ્ઞાનથી જ થાય છે. (તસ્માત્) માટે (તત્ મેવિજ્ઞાનમ્) તે ભેદવજ્ઞાન (અતીવ) અત્યંત (ભાવ્યમ્) ભાવવાયોગ્ય છે. - ભાવાર્થ :– જીવને જ્યારે ભેદવિજ્ઞાન થાય છે અર્થાત્ જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે, શુદ્ધ આત્માના અનુભવથી આસવભાવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે. માટે ભેદવિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે. ૧૨૯. શ્લોક ૧૨૯ ઉપર પ્રવચન સંવર થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ...' લ્યો ! પહેલું કયું કારણ ? ધર્મ થવમાં પહેલું કારણ શું ? ધર્મ કહો કે સંવર કહો. સમ્યગ્દર્શન, જ્ઞાન અને શાંતિની પ્રાપ્તિ કહો કે સંવ૨ કહો કે ધર્મ કહો. એ સંવરનું પહેલું જ કારણ ભેદવજ્ઞાન કહ્યું છે.' છે ? પહેલું કારણ આ કરવું ને પછી આ કરવું એમ નથી. પહેલા રાગ દયા પાળવી, ભક્તિ કરવી, દેવ-ગુરુનો વિનય કરવો એમ કહ્યું નથી. આહા..હા...! પહેલું જ ભેદવિજ્ઞાન કારણ છે. આહા..હા...! ‘સંવર થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ ભેવિજ્ઞાન કહ્યું છે...' બહુ = Page #567 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૨૯ સરસ છે વાત. મુમુક્ષુ : આત્માનું ધ્યાન કરવું ઈ પહેલું કારણ નહિ ? ઉત્તર :– પહેલું આત્મા તરફનું વલણ કરવું અને પરની એકતા તોડવી એ ભેદજ્ઞાન. જુઓને આમાં લખ્યું છે ને ? કેમકે અનાદિથી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અને રાગાદિ, કષાયાદિ કે યોગાદિથી એકત્વબુદ્ધિ છે. એ અનાદિથી છે. એનું ભેદવિજ્ઞાન પહેલું છે. આ..હા...! કાંઈક કરવાનું છે એ નહિ. ભલે ભેદવિજ્ઞાન પહેલું વિકલ્પવાળું હોય છે, વિકલ્પવાળું ભેદજ્ઞાન હોય. ખરું ભેદજ્ઞાન (તો) પછી વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ (આનંદનો) અનુભવ થાય એ ભેદજ્ઞાન. ‘કળશટીકા’માં ભેદિવજ્ઞાનના બે પ્રકાર પાડ્યા છે. આ..હા...! બુદ્ધિપૂર્વક જ્યાં સુધી ભેદજ્ઞાન કરવાનું છે, બુદ્ધિપૂર્વક જ્યાં સુધી રાગ ને દ્વેષ ને જોગને ભિન્ન કરવાનું છે ત્યાં સુધી વિકલ્પ છે. એ વિકલ્પરહિત થઈને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય ત્યારે એને સંવર અને સમિત થાય. આહા..હા...! ૫૪૯ હવે, સંવર થવાના ક્રમમાં...’ સંવર - ધર્મ થવાના ક્રમમાં. મોક્ષનો માર્ગ થવાના ક્રમમાં. આહા..હા...! સંવરનું પહેલું જ કારણ ભેદવજ્ઞાન કહ્યું...' આહા..હા...! ધર્મનું પહેલું કારણ ભેદવિજ્ઞાન કહ્યું. ધર્મ થના૨ને ભેદવિજ્ઞાન જ પહેલું કારણ કહ્યું. આહા..હા...! ૧૭મી ગાથામાં એમ આવ્યું હતું કે, પહેલો આત્માને જાણવો. અહીં એ જ કહ્યું (કે), પહેલામાં પહેલું ભેદવિજ્ઞાન કરવું. પરથી જુદો (કરવો). કારણ કે પરથી એકત્વબુદ્ધિ છે એ જ મિથ્યાત્વ અને અધ્યવસાય છે. આહા..હા...! એ યોગના કંપન કે દયા, દાન, વ્રતના રાગનો અંશ એની સાથે એકત્વબુદ્ધિ એ જ મિથ્યાત્વ ભાવનો અભેદ ભાવ છે. ૫૨ની સાથે અભેદ છે. આહા..હા...! એટલે પ્રથમ સંવર કરવાનું પહેલું કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે તેની ભાવનાના ઉપદેશનું કાવ્ય કહે છે ઃ–’ એ ભેદવિજ્ઞાન થયું એની ભાવનાનો ઉપદેશ કહે છે. આહા..હા...! આખો દિ' આ ધમાલ કરે, ભગવાનની ભક્તિ કરે ને પૂજા કરે ને પૈસા ખર્ચે એથી ધર્મ થઈ જાય એ વાત છે નહિ. (એ) બધો આસવ છે. આહા..હા...! અહીં તો ત્યાં સુધી (કહ્યું કે), મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ પાંચ જે બંધના કારણ છે, પાંચથી એકત્વબુદ્ધિ તોડવી, પાંચથી ભેદ કરવો એ ભેદજ્ઞાન પ્રથમ કારણ છે. આહા..હા...! મુમુક્ષુ : મુદ્દાની ૨કમ આપ કહો છો ને. ઉત્તર :– મૂળ વસ્તુ છે. પહેલાં આવી ગયું છે કે, સમ્યક્ થતાં, ક્ષાયિક સમિકત થતાં યોગનો પણ એક અંશ નાશ થાય છે. એકત્વબુદ્ધિ નાશ થઈ તો એટલો કંપનનો યોગનો નાશ થયો. આહા..હા...! અહીં એ લીધું છે ને ? મિથ્યાત્વ, અવ્રત, અજ્ઞાન અને યોગ માથે લીધા ને ? ભાવાર્થમાં ચા૨ બોલ લીધા છે. ઈ ચારની સાથે એકત્વબુદ્ધિ છે ત્યાં સુધી અધ્યવસાય મિથ્યાત્વ છે. આહા...હા...! એ ચારથી એકત્વબુદ્ધિ તોડીને, ચારથી એકત્વબુદ્ધિ – Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ સમયસાર સિદ્ધિ-૬. યોગથી પણ એકત્વબુદ્ધિ તોડીને. આહાહા...! ગજબ વાત છે ! પોતે ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ ! અનંત પવિત્રતાના ગુણનો પિંડ છે તેને યોગ ને રાગના ભાવથી ભિન્ન કરવો. આહા..હા..! એ પ્રથમ સંવરનું ભેદવિજ્ઞાન કારણ છે. એ પહેલામાં પહેલું ભેદવિજ્ઞાનનું કારણ છે. આહાહા....! પહેલું શું કરવું? ભેદવિજ્ઞાનના પ્રકારમાં વાત લે ત્યારે એમ લ્ય (કે), પહેલું વિકલ્પથી ભેદજ્ઞાન કરે છતાં એ વસ્તુ નથી. (ભેદ) પાડે, આમ બે ખરા ને, એટલે વિકલ્પ આવે. આનાથી જુદો છું, આનાથી જુદો છું, આનાથી જુદો છું. પણ એ બધું તૂટીને યોગની એકતાની બુદ્ધિ પણ તૂટી જાય. આહાહા...! રાગની એકતાની બુદ્ધિ તો તૂટે પણ આત્મપ્રદેશનું કંપન, એમાંથી પણ અંશે યોગની એકતા તૂટી જાય. આ.હા...! તે કહે છે. ૧૨૯ (કળશ). सम्पाते संवर एष साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात्। स भेदविज्ञानत एव तस्मात् तद्भेदविज्ञानमतीव भाव्यम् ।।१२९ ।। (B: સાક્ષાત્ સંવર:) “આ સાક્ષાત્ સર્વ પ્રકારે) સંવર.” ધર્મ. આ.હા...! સંવર એટલે) આસવનો અભાવ અને કર્મનું નહિ આવવું એવું જે પ્રથમ સાક્ષાત્ સંવર. (સર્વ પ્રકારે) સંવર... આહાહા...! ખરેખર (શુદ્ધ-ત્મિ-તત્ત્વ ઉપનગ્માત) “શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિથી.” પ્રાપ્તિ, (એટલે) “સપનમાત’ અનુભવ. પરનો જે અનુભવ એકત્વબુદ્ધિમાં છે, રાગ-દ્વેષ, દયા, દાન અને યોગ એની સાથે એકત્વબુદ્ધિનો જે અનુભવ છે એ છોડીને આત્માની સાથે એકત્વબુદ્ધિનો અનુભવ. આહા...હા...! આવું આકરું પડે એટલે માણસ પછી બીજા રસ્તે ચડી જાય. વ્રત કરો ને તપ કરો. એનાથી ધર્મ થશે. શુભભાવ કરો, શુભભાવ ખૂબ (કરો). શુભભાવ તો આસ્રવ છે અને આસવની એકત્વબુદ્ધિ છે તે મિથ્યાત્વ છે. આહાહા...! અહીં તો ચારની એકતાબુદ્ધિ તોડવાનું કહ્યું ને ! મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ. આહા...હા...! મુમુક્ષુ :- મિથ્યાત્વ સાથે એકતા તોડતાં બધું છૂટી જાય. ઉત્તર :- ઈ બધું છૂટે, સાથે જ તૂટે છે. એના પ્રકાર બતાવવાના છે ને ! પરથી એકત્વબુદ્ધિ છૂટે એમાં યોગ ને કષાયની એકતાની બુદ્ધિ સાથે તૂટી જાય છે. એટલે પહેલું આવી ગયું છે. એટલે અંશે તો અવિરતિ તૂટી જાય છે, એટલે અંશે યોગ – કંપન તૂટી જાય છે. આહા..હા...! આસ્રવમાં આવી ગયું છે. જેટલે અંશે આત્મા રાગથી ભિન્ન કરી અને ભેદજ્ઞાન કરે છે અને મિથ્યાત્વ ટાળે છે તેટલે અંશે ત્યાં મિથ્યાત્વનો તો અભાવ થાય છે પણ અવિરતિ એટલા અંશે જે જાતની તીવ્ર હતી એ) નીકળી જાય છે. તેમ યોગનું કંપન જેટલું છે એટલું કંપન એકતાબુદ્ધિમાં રહેતું નથી. જેટલું કંપન પહેલું હતું એવું એકત્વ Page #569 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૨૯ પપ૧ ભગવાન આત્માની સાથે એકત્વબુદ્ધિ થઈ એટલા કંપનનો અભાવ થાય છે. આહા..હા....! હવે અહીં તો હજી (લોકોને) શુભભાવથી ધર્મ મનાવવો છે. અહીં તો કહે છે), યોગના કંપનના અંશનો અભાવ ત્યારે ચારેથી એકત્વબુદ્ધિ તૂટે છે. આહાહા...! આવું આકરું કામ છે. મુમુક્ષુ :- ક્ષાયિક સમકિત થઈ જાય છે. ઉત્તર :ઈ સમકિત જ છે. અહીં અપ્રતિહતની જ વાત છે આમાં. આહાહા...! (શુદ્ધ-ગાત્મ-તત્ત્વરચ ૩૫નર્મા) જ્યારે પરથી ભેદજ્ઞાન કરે છે ત્યારે તેને શુદ્ધ પરમાત્મા આત્મા છે, એનો અનુભવ થાય છે. એનું નામ ભેદજ્ઞાન અને દર્શનની અપેક્ષાએ એનું નામ સમ્યગ્દર્શન, સ્થિરતાની અપેક્ષાએ એનું નામ સ્વરૂપ આચરણ. આહા..હા...! કારણ કે જેટલું કષાયમાં એકત્વ હતું એટલી બુદ્ધિ તૂટી એટલું કષાયના અભાવનું પરિણમન પણ થયું. આહા..હા.! સ્વરૂપાચરણની (કેટલાક) ના પાડે છે ને ? સ્વરૂપાચરણ ચોથે (ગુણસ્થાને) હોય નહિ, ભાઈ “વિદ્યાનંદ’, ‘વિદ્યાનંદ ને ? “વિદ્યાસાગર'. અહીં તો કહે છે પ્રભુ ! એકવાર સાંભળ. એક કોર પરિપૂર્ણ ભગવાન અક્રિય જોગ કંપન રહિત, કષાય રહિત, મિથ્યાત્વ રહિત, અવ્રત રહિત, પ્રમાદ રહિત એવું જેનું સ્વરૂપ છે એનો પરથી ભિન્ન પડીને અનુભવ થતાં જેટલા અંશો છે એમાંથી એક એક અંશ બધા સાથે તૂટી ગયા. મિથ્યાત્વ ટળતાં બધા ચારે પ્રકારના અંશો ઓછા થઈ ગયા, અંશ તૂટી ગયો. એની સાથે એકત્વબુદ્ધિ રહી નહિ. આહા..હા...! જ્ઞાન ને સમકિત ધારા કષાય રહિત, યોગના કંપન રહિત થઈ ગઈ. ભલે થોડી (હોય). આ...હા.! આવું છે. માણસને મધ્યસ્થથી આગ્રહ છોડીને શાસ્ત્રને જે કહેવું છે એ મધ્યસ્થથી પોતાની દૃષ્ટિમાં ભેં. પણ આ તો પોતાની દૃષ્ટિ પ્રમાણે શાસ્ત્રનો અર્થ કરે. એટલે બધા ઊંધા અર્થ થાય. એ જ સાક્ષાત સંવર. આ.હા..હા..! સાક્ષાત સંવર, પ્રત્યક્ષ સંવર. આ.હા...! રાગ ને યોગથી એકત્વબુદ્ધિ તૂટતાં ભગવાનઆત્મા સાથે સાક્ષાત્ એકત્વબુદ્ધિ થાય છે. છે ને? ઈ સાક્ષાત (સર્વ પ્રકારે)...” ખરેખર શુદ્ધ આત્મતત્ત્વના અનુભવથી થાય છે. એ બધું શુદ્ધ આત્મતત્ત્વ તરફના વલણથી શુદ્ધ આત્મતત્ત્વ તરફના ઝુકાવથી એ અનુભવ થાય છે. કષાય ને અજ્ઞાન ને યોગ, એનો અંશ પણ ત્યાં તૂટી જાય છે. આહાહા...! કેટલાક કહે છે કે, ‘સોનગઢ વાળાએ સમકિત મોંઘું કર્યું. સહેલું હતું (ઈ) મોંઘું કર્યું. આ દેવ-ગુરુમાં ધર્મ માન્યા અને વ્રત કરવા એ એના – અજ્ઞાનીના સમકિત. આહા..હા....! પરમાત્માનો એ પોકાર છે, પ્રથમમાં પ્રથમ સંવરનું મુખ્ય પ્રથમ કારણ ભેદવિજ્ઞાન છે. એનો અર્થ કે જે અભેદબુદ્ધિથી છે તેનાથી ભિન્ન પડવું એ પ્રથમ કારણ છે. આહા...હા.! કેવી વાત છે ! આ..હા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, શુદ્ધ સ્વભાવનું અસ્તિ તત્ત્વ , જેની બધી સત્તા શુદ્ધ છે એની એકતાબુદ્ધિમાં, અનુભવમાં પરથી ભિન્ન પડી જાય છે ત્યારે એ સંવરનું કારણ થાય છે. અને શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિથી... આહા...હા..! શુદ્ધ આત્મતત્વનો Page #570 -------------------------------------------------------------------------- ________________ પપર સમયસાર સિદ્ધિ-૬ અનુભવ તમે વિજ્ઞાનતઃ થવી જોયું ? “ભેદવિજ્ઞાનથી જ થાય છે.” રાગની ક્રિયા ને દયા ને દાન ને વ્રત ને ભક્તિ, તપસ્યા એનાથી ભેદજ્ઞાન થાય છે એમ નથી. એનાથી તો ભેદ કરવો છે. જેનાથી ભેદ કરવો (છે) એનાથી ભેદ થાય ? આહાહા.! આકરી વાત છે, ભાઈ ! અત્યારની પ્રથા અને વીતરાગમાર્ગ (બન્નેમાં) આખો બહુ ફેરફાર છે, ઘણો ફેરફાર, ઘણો ફેરફાર. (બધા) મિથ્યાત્વના પોષક છે. વ્રત કરો, તપસ્યા કરો (તો) તમારું કલ્યાણ થશે. એ મિથ્યાત્વનું પોષક છે, મિથ્યાત્વની વૃદ્ધિ છે. આ..હા.! મોટા ગજરથ કરો, રથયાત્રા કાઢો, પાંચ-પચીસ લાખ ખર્ચીને મોટી પ્રભાવના કરો. એ બધામાં ધર્મ માનવો એ મિથ્યાત્વની વૃદ્ધિ છે. આહા..હા...! મુમુક્ષુ :- ગજરથ કાઢવામાં દોષ નથી, એમાં ભલું માનવું તે દોષ છે. ઉત્તર :– એને ભલું માનવું એ મિથ્યાત્વ છે. ઈ પોતે વસ્તુ મિથ્યાત્વ નથી. એ મારા છે, એમ માનવું એ મિથ્યાત્વ છે. આહાહા..! મારું તો જ્ઞાનસ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. એમાં આ યોગ ને રાગને પોતાનો માનવો એ જ મિથ્યાત્વ છે. આહા...હા...! ઝીણી વાત છે. શરીરની ક્રિયા અને શુભભાવ એને સહેલો થઈ ગયો. એમાંથી જાણે હવે ધર્મ થઈ જશે. અહીં કહે છે, ક્લેશ કરો તો કરો. ઈ ભક્તિનો ને રાગનો, પૂજાનો, જાત્રાનો રાગ છે એ ક્લેશ કરો તો કરો પણ ધર્મ નથી, એમાં ધર્મની ગંધ નથી. એ નિર્જરા અધિકારમાં આવે છે. ક્લેશ કરો તો કરો. આહા...હા...! ઈ શુભરાગ ફ્લેશ છે. આહા..હા..! કેમ વાત બેસે ? સાંભળવા મળે નહિ હજી. મૂળિયાની વાત અહીં તો ભેદવિજ્ઞાનનો અનુભવ એ ભેદવિજ્ઞાનથી જ થાય છે. આત્મતત્ત્વનો અનુભવ ભેદવિજ્ઞાનથી જ થાય છે. આ..હા..! માથે કહ્યું ને ? “સંવરનું પહેલું જ કારણ ભેદવિજ્ઞાન...” છે. એ કહ્યું. આહા..હા...! શુદ્ધ આત્મા... જેમાં તીર્થકર ગોત્ર જે ભાવે બંધાય એ ભાવ પણ ધર્મ નથી. એ ભાવ પણ પુણ્ય છે. ખરેખર તો એ અધર્મ છે. ધર્મથી બંધન ન થાય અને જે ભાવે બંધન થાય તે ધર્મ નહિ. આહા...હા...! ક્યાં પહોંચવું? (સંવત) ૧૯૮૫માં પહેલું કહ્યું. “બોટાદમાં ૧૯૮૫ની સાલામાં) હજારો માણસ (આવતા). ત્રણસો ઘર તે બધું આવે. ‘કાનજીમુનિ વ્યાખ્યાન આપવા બેઠા છે. લોકોના ઢગલા આવે, ઢગલા. માય નહિ. બહાર બેસે. તે દિ ૧૯૮૫ની સાલમાં કહ્યું. પોષ મહિનો હતો. કીધું, જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ધર્મ નહિ. ધર્મથી બંધાય નહિ અને બંધાય તે ભાવ ધર્મ નહિ. અને બહુ (કડક) ભાષાથી કહીએ તો એ અધર્મ છે. આહા...હા.... કારણ કે જે ભાવે તીર્થકર ગોત્ર બંધાણું એ ભાવનો નાશ કરશે તો વીતરાગ થશે. તીર્થંકર પ્રકૃતિ બંધાણી માટે એ હવે કેવળજ્ઞાન પામશે, એમ નથી. આહા...હા...! જે ભાવે બંધાણું તે ભાવને તોડશે ત્યારે તો વીતરાગ થશે પછી તો કેવળ થાશે, પછી તો એ પ્રકૃતિનો ઉદય આવશે. આ..હા! એમાં આત્માને શું લાભ થયો? આહા..હા.! આવે, Page #571 -------------------------------------------------------------------------- ________________ પપ૩ શ્લોક-૧૨૯ હોય છે. પૂર્ણ ન હોય ત્યાં એ ભાવ આવે પણ છે એ બંધનું કારણ. અહીં તો શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ થાય છે અને તે શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ. આહાહા..! થાય છે. તમે વિજ્ઞાનતઃ હવ) “ભેદવિજ્ઞાનથી જ થાય છે. એમ કીધું. (મેવવિજ્ઞાનત: પવ) એમ છે ને ? “વ' છે ને વ’ ? (મેવવિજ્ઞાનતઃ વ) નિશ્ચય પડ્યો છે. તમે વિજ્ઞાનતઃ 4) જેને આત્માની અનુભવની પ્રાપ્તિ થાય એને ભેદવિજ્ઞાનથી જ થાય. રાગની સહાયથી કે પુણ્ય-પાપ, દયા, દાનની સહાયથી થાય એમ નથી. આહા..હા...! હવે આવું હોય તો ખળભળાટ થાય કે નહિ ? તમારા પેલા કપિલ કોટડિયાને ખળભળાટ(થઈ ગયો). બધાને ક્રિયાકાંડમાં ધર્મ મનાવવો છે એટલે ખળભળાટ. ખળભળાટ થઈ ગયો. એ અનાદિનું છે, ઈ કંઈ નવું નથી, બાપુ ! આહાહા...! અહીં તો ઈ કીધું, તે શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ “ભેદવિજ્ઞાનથી જ થાય છે. બીજો કોઈ ઉપાય જ નથી, બીજી કોઈ એની વિધિ નથી, બીજી કોઈ એની રીત નથી. આહા...હા...! આચાર્યોએ તો સૂર્યની જેમ ચોખ્ખી વાત મૂકી દીધી. દુનિયાને બેસે કે ન બેસે. માણસને બેસે (કે) ન બેસે. આહા...હા.! વાત તો જુઓ ! “સર્પદ્યતે' તે શુદ્ધાત્માનો અનુભવ (મેવિજ્ઞાનતઃ પવ) આહાહા..! ગજબ વાત છે ! પહેલેથી શરૂઆત તે ઠેઠ (સુધી) પરથી જુદું સ્વના અનુભવથી જ ધર્મ – સંવર થાય છે. આ..હા...! જેટલો પરથી ભેદ કરીને અભેદમાં આવે એટલો ધર્મ. આગળ હજી ભેદ રહી જાય એનાથી પછી જુદો પડે એટલો ધર્મ. એ જેટલો રહે એટલો આસ્રવ. આહા..હા..! (મેવિજ્ઞાન: વ) છે ને એમાં શબ્દ ? ( મેવિજ્ઞાન: વ) મૂળ શ્લોક(ની) ત્રીજી લીટી છે. ભેદવિજ્ઞાન જ. આહા..હા..! આ “જ’માં તો એકાંત થઈ જાય. ભગવાનનો માર્ગ અનેકાંત છે. એકાંત છે એટલે ભેદવિજ્ઞાનથી થાય અને અભેદથી ન થાય એનું નામ અનેકાંત છે. આહા..હા...! લોકો કહે, ભગવાનનો માર્ગ તો “જ” એકાંત હોય નહિ. અહીં પૂરો એકાંત કીધો. ભેદવિજ્ઞાનથી જ મુક્તિ થાય, એકાંત છે. સમ્યફ એકાંત, નિશ્ચયનય (છે). આહાહા..! હવે આ બધા થોથા કરીને બેસે. સામાયિક કર્યા, પોસા કર્યા, પડિકસ્મણા કર્યા, એ બધા) થોથા કર્યા. એ તો મિથ્યાત્વના પોષક છે. આહા...હા...! નાનામાં નાની રાગની ક્રિયા કે કંપનની ક્રિયા થાય) એની એકતાબુદ્ધિ તે મિથ્યાત્વ છે. અને નાનામાં નાનું પહેલું ભેદજ્ઞાન એ કંપન અને રાગથી ભિન્ન પડેલું ભેદવિજ્ઞાન મુક્તિનું કારણ છે. આહાહા...! એમાં છે કે નહિ ? આહા..હા...! કેવો શ્લોક મૂક્યો છે ! “સમ્પ્રદ્યતે સંવર સાક્ષાછુદ્ધાત્મતત્ત્વરી વિનોપનમા/ જ મે વિજ્ઞાન પ્રવ તરમા’ એમ પાછું. આહાહા...! સાક્ષાત સંવરની – ધર્મની પ્રાપ્તિ થાય) એ શુદ્ધ આત્મતત્ત્વના અનુભવથી (થાય) અને તે શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ ભેદજ્ઞાનથી થાય છે. આહાહા...! ભેદવિજ્ઞાનથી સંવર થાય છે અને આત્માના સ્વભાવની અભેદતાથી સંવર થાય છે. પરથી ભિન્નતા થઈ Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ સમયસાર સિદ્ધિ-૬ અને પોતાના સ્વભાવની એકતા થઈ. આ જ એનો ધર્મનો અને સંવરનો ક્રમ છે. આ..હા...! મુમુક્ષુ :- ભેદવજ્ઞાન અને આત્મધ્યાન બન્નેથી સંવર થાય ? ઉત્તર :– આત્મધ્યાન એક જ છે. ભેદવિજ્ઞાન એ જ આત્માનું ધ્યાન છે. રાગથી ભિન્ન પડીને આત્મા તરફ ઢળ્યો છે એ જ ધ્યાન છે. આહા..હા...! કષાય ને એનાથી ખસ્યો, હઠ્યો તો સ્વભાવ તરફ આવ્યો એ જ ધર્મ છે, એ જ આત્મા છે. આ..હા..હા..! “તસ્માત્” માટે..” શું કહ્યું ? કે, ધર્મનું મૂળ કારણ ભેદજ્ઞાન અને ભેદવિજ્ઞાન માટે “તત્ મેવિજ્ઞાનમ્” તે માટે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે.’ આહા..હા..! અંતરમાં એને રાગથી ભિન્ન અને કંપનથી ભિન્ન (છે), એમ ભાવવાયોગ્ય છે. બહુ સરસ શ્લોક છે. સંવરના છેલ્લા શ્લોક ! આહા..હા...! ભેદવજ્ઞાન જ મુક્તિનું કારણ છે. માટે...’ એ માટે તે ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે.’ અંત૨માં એકાગ્ર થવા લાયક છે. આ..હા...! એ જ ભેદવજ્ઞાનનું મૂળ છે. બહુ ટૂંકી ભાષા છે. ભાવાર્થ :- જીવને જ્યારે ભેદવિજ્ઞાન થાય છે...’ રાગ અને વિકલ્પથી જુદો પડે છે. આહા..હા...! જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે...' યથાર્થપણે ભિન્નપણે જાણે છે. એકલું જાણવું નહિ. અંદરમાં યથાર્થપણે ભિન્નપણે જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે...' ત્યારે તે શુદ્ધ આત્માના આનંદને અનુભવે છે. શુદ્ધ આત્માના અનુભવથી આસવભાવ રોકાય છે...’ એનાથી આસવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે.’ આ વિધિએ અનુક્રમે સંવ૨ થાય છે. આ રીતે ધર્મ થાય છે. આ..હા....! માટે ભેદવિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે.’ ઠીક ! ‘અમૃતચંદ્રાચાર્યદેવ’ એમ કહે છે. માટે ભેદવિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે.' આહા..હા....! શ્લોક-૧૩૦ (અનુષ્ટુf) भावयेद्भेदविज्ञानमिदमिच्छिन्नधारया | तावद्यावत्पराच्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते । । १३० ।। હવે, ભેદવિજ્ઞાન ક્યાં સુધી ભાવવું તે કાવ્ય દ્વારા કહે છે ઃશ્લોકાર્થ :- (વમ્ મેવિજ્ઞાનમ્) આ ભેદવિજ્ઞાન (અન્નિધારયા) અચ્છિન્નધારાથી (અર્થાત્ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપે) (તાવ) ત્યાં સુધી (માવયેતા) ભાવવું (યાવત્) કે જ્યાં સુધી (પરાર્ વ્યુત્પા) પરભાવોથી છૂટી (જ્ઞાન) જ્ઞાન (જ્ઞા) શાનમાં જ પોતાના Page #573 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૦ ૫૫૫ સ્વરૂપમાં ) (પ્રતિષ્ઠ7) ઠરી જાય. ભાવાર્થ:- અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યજ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય; બીજું, જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્યવિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું. ૧૩૦. શ્લોક ૧૩૦ ઉપર પ્રવચન હવે એની ગાથા. “ભેદવિજ્ઞાન ક્યાં સુધી ભાવવું....” હવે કહે છે. પરથી ભિન્ન અને સ્વભાવની એકતા ક્યાં સુધી કરવી ? પૂર્ણ થાય ત્યાં સુધી. આ..હા. भावयेद्भेदविज्ञानमिदमिच्छिन्नधारया। तावद्यावत्पराच्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ।।१३० ।। ઓ.હો..હો...! ( મ્ મે વિજ્ઞાન) “આ ભેદવિજ્ઞાન...” “એટલે આ. ભેદવિજ્ઞાન (અર્થાતુ) રાગથી ભિન્ન, વિકલ્પથી ભિન્ન એવું જે ભેદવિજ્ઞાન. (સચ્છિન્ન-ધારય) “અચ્છિન્નધારાથી (અર્થાત્ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપે)” આહા...હા....! ઘડીકમાં પરથી જુદો અને વળી ઘડીકમાં પરથી એકત્વ એમ નહિ. આહા...હા...! પરથી જુદાની અચ્છિન્નધારાએ ભાવના કરવી. આહા...હા....! આચાર્યોના તીવ્ર શબ્દો પંચમ આરા માટે આ કહે છે ? પંચમ આરાના સાધુ છે, પંચમ આરાના શ્રોતાને કહે છે. કોઈ એમ કહે કે, પંચમ આરામાં કાંઈ નથી. કહે છે ને ? એક “મૃતસાગર' છે. “શ્રુતસાગર' સાધુ. “શાંતિસાગરના કેડાયતમાં. (ઈ કહે છે. અત્યારે તો શુભજોગ જ હોય, બસ ! અરે...૨...! આવું ગજબ કરે છે. કોઈ પાછું સાચું બોલનાર ન મળે, કોઈ પૂછનાર ન મળે. તમે આ શું કહો છો ? શુભભાવ તો અભવીને અનંતવાર હોય છે. શુભભાવ તો અનંત વાર કર્યો છે પણ) ધર્મ ન થયો. આ ભેદવિજ્ઞાન અચ્છિન્નધારાથી (અર્થાતુ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપે) ત્યાં સુધી...” (તાવ) નામ ‘ત્યાં સુધી...” આહાહા...! (માવયે) “ભાવવું કે જ્યાં સુધી...” (TRI યુત્વ) “પરભાવોથી છૂટી.” તદ્દન પરભાવથી છૂટીને એકલું જ્ઞાન – આત્મા રહી જાય ત્યાં સુધી ભેદજ્ઞાનની ભાવના કરવી. આ..હા..! એકવાર કર્યું એટલે પછી થઈ રહ્યું એમ નહિ પણ પછી પણ ઠેઠ સુધી સ્વરૂપનું ઘોલન રહ્યા જ કરે, સ્વરૂપ તરફની દશાનો પુરુષાર્થ રહ્યા જ કરે, એ (ચ્છિન્ન-ધારયા) ભેદવિજ્ઞાન છે. આહા...હા..! મુમુક્ષુ – બારમાં ગુણસ્થાન સુધી. Page #574 -------------------------------------------------------------------------- ________________ પપ૬ સમયસાર સિદ્ધિ-૬ ઉત્તર – પહેલેથી શરૂઆત, સાતમેથી. ઈ બારમું-બારમું કાંઈ નહિ. અહીં ગુણસ્થાન લીધા જ નથી. ગુણસ્થાન જીવમાં છે જ નહિ. નથી આવ્યું ઈ ? ગુણસ્થાન જીવમાં છે જ નહિ. અહીં તો રાગથી પરથી ભિન્ન કરીને પોતામાં સંપૂર્ણ થાય ત્યાં સુધી ભાવવું, આટલી વાત છે). એમાં વચ્ચે ગુણસ્થાન આવે પણ એ વાત લીધી હતી, પણ જીવમાં ગુણસ્થાન છે જ નહિ. આહા..હા..! આવી વાતું છે. ગુણસ્થાન ભેદવાળું છે. એનાથી પણ ભેદ પાડીને અભેદ કરવું છે. આહા..હા.! પછી કહેવાય એને પહેલેથી ભેદ પાડીને કરે તો ચોથું આવે, વિશેષ એકાગ્ર થાય તો પાંચમું આવે એમ કહેવાય. વિશેષ સ્થિરતા થાય (એટલે) છઠુંસાતમું આવે. પણ એ પર્યાયબુદ્ધિ પર લક્ષ નહિ, એમ કહે છે. ચૌદ ગુણસ્થાન એ પર્યાયબુદ્ધિ છે. આહા..હા..! અખંડ જ્ઞાયકભાવ પૂર્ણ પરમાત્મા, અતીન્દ્રિય આનંદનો ભરચક ભરેલો કોઠારા આહાહા.! અતીન્દ્રિય આનંદનો ભરચક ભરેલો ભંડાર, એની તરફની ભાવના પૂર્ણ સ્થિરતા ન થાય ત્યાં સુધી કરવી. આહાહા...! આવો વખત મળે ક્યાં ? આ..હા...! છોકરાને સાચવવા, ઘરમાં પચીસ-ત્રીસ માણસ થાય અને આ મોંઘવારી. એક એક માણસને પચાસ પોણોસોનો ખર્ચ તો થાય. વીસ માણસ હોય તો પંદરસો રૂપિયા જોઈએ. આહાહા..! આકરું કામ છે. અહીં તો કહે છે કે, શુભવિકલ્પ જે આવે એનાથી ભેદજ્ઞાન ભાવવું. પૂર્ણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી (ભાવવું). આહા...હા...! છે ને ? પરભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ.” જ્ઞાન એટલે આત્મા. આત્મા આત્મામાં જ પોતાના સ્વરૂપમાં છ ઠરી જાય.” ત્યાં સુધી પરથી જુદો પાડવો. એકદમ ઠરી જાય. આહાહા..! ચારિત્રની યથાખ્યાત ચારિત્ર દશા ભેદવિજ્ઞાનથી (થાય) ત્યાં સુધી એણે ભાવવું. ભેદઅભ્યાસ આવે છે ને ? કળશમાં બે-ત્રણ ઠેકાણે આવે છે. ભેદ-અભ્યાસ ચારિત્રને માટે પણ. આહાહા..! ભાવાર્થ – “અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું.” આત્મા આત્મામાં ઠરે એ બે પ્રકારે છે). “એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યજ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય.” એકતાબુદ્ધિ તોડીને સ્વમાં એકત્વ આવ્યો એને પણ અહીંયાં ભેદવિજ્ઞાન કહેવાય. આહા..હા...! “અને જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય.” ઉપયોગ વર્તમાનમાં જ્યારે શુદ્ધ ઉપયોગ થઈ જાય. પહેલા શુદ્ધ ઉપયોગ પૂર્ણ નહોતો થયેલો. કોઈ વખતે થતો. બીજામાં (કહે છે), પૂર્ણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી). “જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્યવિકારરૂપે ન પરિણમે.... આહાહા....! ‘ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય.” પહેલું સમ્યગ્દર્શનની અપેક્ષાએ ઠરી ગયું કહેવાય. પણ એટલું હજી પૂર્ણ ઠર્યું નથી. પછી જ્ઞાન જ્ઞાનમાં તદ્દન ઠરી જાય ત્યાં સુધી ભેદજ્ઞાન રાખવું. આહાહા...! આવા ભાવ અને આવા ભાવના અર્થો. અજાણ્યા માણસને એમ લાગે) કે, આમાં કરવું શું? કરવાનું ન આવ્યું ? ભાઈ ! આહા...હા...! પ્રભુ ! તું મોટો પડ્યો છો તું. તારા પરમાત્મા Page #575 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૧ પપ૭ પાસે તો સિદ્ધની પર્યાય પણ કંઈ કિંમતની નથી. એટલી તારી શક્તિ છે. આહાહા.! એવો જે ભગવાનઆત્મા, એને રાગની એકતા બુદ્ધિથી તોડીને સ્થિર થવું એ પહેલા નંબરનું છે અને પછી. પહેલો નંબર એટલે ઊંચો એમ નહિ, પહેલેથી એમ. પછી અંદરથી સ્થિર થવું, અસ્થિરતામાંથી છૂટીને સ્થિર થવું એ ઊંચા પ્રકારનું ભેદજ્ઞાન. ઠેઠ વીતરાગતા થાય ત્યાં સુધી ભેદજ્ઞાન કરવું, કહે છે. આહા...હા...! શુદ્ધરૂપ થઈ જાય અને ફરી અન્યવિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાન ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય. બન્ને પ્રકારે એમાં એક તો મિથ્યાત્વ ટળીને સમકિતમાં આવે અને પછી અસ્થિરતા ટળીને શુદ્ધ ઉપયોગમાં આવી જાય. એ બન્ને પ્રકારે ભેદજ્ઞાન કરવું. આહા...હા...! એ બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું. આહા...હા...! ખરેખર તો રાગથી કે વિકલ્પથી જુદો પડ્યો, ઈ જુદો પડ્યો છે તો પછી એનું કંઈ ભેદજ્ઞાન કરવું પડતું નથી, પણ પુરુષાર્થનું વલણ એ બાજુ રહ્યા જ કરે અને અહીં રાગની ઉત્પત્તિ ન થાય અને ઉગ્ર પુરુષાર્થ કરે એનું નામ ઉગ્ર (રૂપે) ઠરી જવું, એમ કહેવાય છે. પહેલું સમકિત થઈને મિથ્યાત્વ ગયું એટલો ઠર્યો તો, પછી ચારિત્ર થઈને સ્વરૂપમાં ઠર્યો. એને પછી કંઈ (ભાવવાનું) હોય નહિ. ત્યાં સુધી આત્માને ભાવવો. એમ. આહા..હા..! ફરીને ભેદવિજ્ઞાનના મહિમાનો કળશ કહેશે, લ્યો ! (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) લોક-૧૩૧ | (અનુષ્ટ્રમ) भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन। अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।१३१ ।। ફરીને ભેદવિજ્ઞાનનો મહિમા કહે છે : શ્લોકાર્ધ :- (વન વિત્ત સિદ્ધા.) જે કોઈ સિદ્ધ થયા છે અને વિજ્ઞાનતઃ સિદ્ધા:) તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; યે વન વિના ઉદ્ધા) જે કોઈ બંધાયા છે (કરચ વ અમાવતઃ ઉદ્ધા) તે તેના જ –ભેદવિજ્ઞાનના જી અભાવથી બંધાયા છે. ભાવાર્થ – અનાદિ કાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી તે કર્મથી બંધાયા જ કરે છે – સંસારમાં રઝળ્યા જ કરે છે; જે જીવને ભેદવિજ્ઞાન થાય છે Page #576 -------------------------------------------------------------------------- ________________ પપ૮ સમયસાર સિદ્ધિ-૬ તે કર્મથી છૂટે જ છે – મોક્ષ પામે જ છે. માટે કર્મબંધનું – સંસારનું – મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી. અહીં આમ પણ જાણવું કે – વિજ્ઞાનતવાદી બૌદ્ધો અને વેદાન્તીઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે તેમનો, ભેદવિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી, નિષેધ થયો; કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહિ હોવા છતાં જેઓ સર્વથા અદ્વૈત માને છે તેમને ભેદવિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી; જ્યાં સ્વૈત જ – બે વસ્તુઓ જ – માનતા નથી ત્યાં ભેદવિજ્ઞાન શાનું? જો જીવ અને અજીવ – બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે તો જ ભેદવિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે સ્યાદ્વાદીઓને જ બધુંય નિબંધપણે સિદ્ધ થાય છે. ૧૩૧. પ્રવચન નં. ૨૬૭ શ્લોક-૧૩૧-૧૩૨ શનિવાર, અષાઢ સુદ ૬, તા. ૩૦૬-૧૯૭૯ (‘સમયસાર'), ૧૩૧ કળશ છે. भेदविज्ञानत: सिद्धा: सिद्धा ये किल केचन। अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ।।१३१ ।। યે વેવની કોઈપણ અત્યાર સુધી સિદ્ધ થયા એ ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે. આ એક સિદ્ધાંત. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ, એનાથી પણ જુદા પડીને દ્રવ્યનો આશ્રય લઈને ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા. આ..હા...! મહાસિદ્ધાંત છે. અનંતકાળથી જે કોઈ સિદ્ધ થયા એ બધા વિકલ્પથી ભિન્ન પડી અને આત્માનો અનુભવ કરીને, એનો અનુભવ છોડીને – રાગનો અનુભવ છોડીને, સ્વભાવનો અનુભવ કરીને સિદ્ધ થયા. આ એક જ સિદ્ધાંત છે, લ્યો ! આ...હા...હા...! કોઈ કહે, વ્યવહાર દયા, દાન ને વ્રત, ભક્તિ કરતા સિદ્ધ થાય, નિશ્ચય થાય એ વાત જૂઠી છે. આહા..હા...! આકરું કામ છે. પહેલાં આપણે આવી ગયું છે. સંવર (થવાનું) પહેલું જ કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે. ભેદવિજ્ઞાનથી જ સંવર) થાય છે. આ...હા...! આત્મા અનંત જ્ઞાન, દર્શન, આનંદ સ્વભાવ (છે), એ રાગથી ભિન્ન પડી અને ભેદવિજ્ઞાનથી મુક્તિને પામ્યા. ભેદવિજ્ઞાનથી સમકિત પામ્યા, ભેદવિજ્ઞાનથી ચારિત્ર પામ્યા, ભેદવિજ્ઞાનથી કેવળ પામ્યા, ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા. આ એક માર્ગ છે. આહાહા...! જે કોઈ સિદ્ધ થયા...” જે કોઈ સિદ્ધ થયા. કોઈ પ્રકારે – ભેદે, કોઈ જંગલમાં, કોઈ Page #577 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૧ પપ૯ મેરુ પર્વતે (થયા) એક જ માર્ગ છે, એમ કહે છે. આમ લ્યો તો “મૂલ્યમરિવો’ ત્રિકાળી ભગવાન આત્માના આશ્રયથી જ મુક્તિ પામ્યા છે. અહીં કહ્યું કે ભેદથી એટલે પરથી જુદાથી પાખ્યા. બધી એકની એક વાત છે. આહાહા..! ચાહે તો દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા હો, પંચ મહાવ્રતના પરિણામ હો એ બંધના કારણ છે. એનાથી ભેદજ્ઞાન કરવું એ મુક્તિનું કારણ છે. “જે કોઈ...” એમ કીધું ને ? વન જિન’ ‘સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે;” આ..હા..! અનંત કાળમાં એક જ માર્ગ (છે), બીજો માર્ગ જ નથી. આહાહા...! ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ, એ વિકલ્પથી ભિન્ન પડી, રાગથી બિન પડી અને સમ્યગ્દર્શન પામ્યા, રાગથી ભિન્ન પડીને ચારિત્ર પામ્યા, રાગથી ભિન્ન પડીને શુક્લધ્યાન થયું અને તદ્દન રાગના અભાવથી કેવળજ્ઞાન થયું. રાગનો વ્યવહાર ભાવ કંઈ પણ મુક્તિને સહાયક થાય, મદદ કરે એમ નથી. આહા..હા...! ‘તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા...” કોણ ? “જે કોઈ સિદ્ધ થયા.... આહાહા....! તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે.” (યે વેવન નિ વહ્વાદ) જે કોઈ બંધાયા છે. અત્યાર સુધી સંસારમાં અનાદિથી રખડે છે.. આહાહા....! એ તેના જ (–ભેદવિજ્ઞાનના ) અભાવથી બંધાયા છે.” દયા, દાનાદિ શુભરાગનો અભાવ કરીને મુક્તિને પામે અને અભાવ નથી કર્યો તે બંધાણા છે. એક જ સિદ્ધાંત છે. આ..હા...! રાગથી ભિન્ન પડીને સ્વભાવ (સન્મુખ થવું) એ એક જ મોક્ષનો માર્ગ.. (ચ વ અમાવત: ઉદ્ધા:) રાગના ભેદજ્ઞાનનો અભાવ અને રાગની એકતા બુદ્ધિ, એ બંધનનું કારણ છે. આ.હા...! શ્લોક તો ઘણો ટૂંકો પણ સાર ઘણો આવ્યો છે એમાં. આ.હા..આ બધા વ્યવહાર કરતા કરતા થાય ને નિમિત્ત મળે તો સારું થાય એ બધાનો અહીં નિષેધ કરી નાખ્યો. નિમિત્તથી ભિન્ન પડી, નિમિત્ત તરફના રાગથી ભિન્ન પડી, નિમિત્ત તરફનું વલણ છે એ રાગ છે.. આહા..હા..! એ રાગથી ભિન્ન પડી અને જે સિદ્ધ થયા તે આ રીતે સિદ્ધ થયા છે. બીજી કોઈ રીત નથી. આ સંવરનો અધિકાર છે. આ..હા..! અહીંયાં તો કહે, વ્રત કરો ને તપ કરો ને મંદિર બનાવો ને રથયાત્રા કાઢો ને આ કાઢો ને ફલાણું કરો માટે એમાંથી ધર્મ થશે અને સંવર થશે. એ અહીં ના પાડે છે. આહા..હા...! જેટલી બાહ્યના લક્ષની પ્રવૃત્તિ (થાય) એ બંધનું જ કારણ છે. એ ભેદજ્ઞાનનો અભાવ તે બંધનું કારણ છે. આહા...હા..! જેટલો બંધના ભાવથી ભેદ કરીને સ્વભાવનો આશ્રય લીધો એ બધા સિદ્ધ થયા છે. એક જ પ્રકાર – નંબર છે, બીજો નંબર આમાં ન મળે. આહા...હા.! સંવરનો ક્રમ આ છે. પહેલેથી રાગથી ભિન્ન પડીને સમ્યગ્દર્શન પામે), પછી રાગથી ભિન્ન પડીને ચારિત્ર પામે), પછી અંશે રાગ છે એનાથી ભિન્ન પડીને શુક્લધ્યાન પ્રાપ્ત કરે) એનાથી કેવળજ્ઞાન થાય). આ.હા..હા..! “એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ'. પરમાર્થનો પંથ બે-ત્રણ છે નહિ. આ રીતે જ છે. આ..હા...હા..! Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ સમયસાર સિદ્ધિ-૬ જે કોઈ બંધાણા એ તેના અભાવથી બંધાયા. કર્મને લઈને બંધાણા એમેય નથી કહ્યું. આહાહા...! અત્યાર સુધી જે બંધાણા એ કર્મના જોરે ને કર્મને કારણે બંધાયેલા છે, એમ નહિ. ભેદજ્ઞાનના અભાવથી બંધાણી છે. આહા..હા...! રાગથી ભિન્ન પડ્યા વિના બંધાણા છે. સંસારમાં જેટલા અત્યાર સુધી નિગોદાદિ રહ્યા એ બધા ભેદજ્ઞાનના અભાવથી બંધાયેલા પડ્યા છે. આહાહા..! નિગોદના અનંતા ભવ (કર્યા) એ ભેદજ્ઞાનના અભાવથી ભવ છે. આહાહા..! એક શરીરમાં અનંત જીવ અને એક એક જીવને બે-બે શરીર અને એક એક જીવને અક્ષરના અનંતમા ભાગનો ઉઘાડ, એટલો જે બંધભાવ એને લઈને રખડે છે. આ..હા...! કર્મને લઈને નહિ. કર્મને લઈને બંધાયેલા નથી અને કર્મના અભાવથી નહિ. કર્મનો અભાવ પોતે કર્યો અને આમાં ગયા છે ત્યારે મુક્ત થયા છે. આ..હા..! કષાયની મંદતા, વ્રત ને તપ ને ભક્તિની મંદતા કંઈ પણ સહાયક થાય, મુક્તિમાર્ગને કંઈ પણ મદદ થાય એ બિલકુલ નહિ. તેથી કીધું, વન વિના કોઈપણ નિશ્ચયથી. આહા....! આવો માર્ગ છે. જે કોઈ બંધાણી તે તેના જ (–ભેદવિજ્ઞાનના ) અભાવથી બંધાયા છે. આહા..હા...! એ રાગથી જુદા પાડતો નથી અને રાગનું એકત્વ બંધ કર્યો છે તેનાથી જ મિથ્યાત્વ છે અને બંધાય છે. આહા...હા...! આ મૂળ શ્લોક છે. ભાવાર્થ :- “અનાદિ કાળથી માંડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી. આ ખુલાસો (કરે છે). આ..હા...! જ્યાં સુધી ભગવાનની ભક્તિ ને વિનય ને જાત્રા ને પૂજા કરી નથી ત્યાં સુધી એને મુક્તિ નથી, એમ નથી. આહા..હા.! ભઈ ! એણે મંદિર બંધાવ્યા નથી, દાન કર્યા નથી, ભગવાનની ભક્તિ કરી નથી. આહાહા...! એ બધા ભાવો પરદ્રવ્ય તરફના વલણના બધા ભાવ બંધના કારણ છે. એ બંધાણા છે એ એને પોતાના માનીને બંધાણા છે. અનાદિ કાળથી... એટલે એમાં તો એમેય લીધું કે નિગોદના જીવને કર્મનું જોર છે માટે ત્યાં રહ્યા છે એમ નથી. આવ્યું એમાં ? નિગોદના જીવ અનંત કાળ રહ્યા અને હજી કેટલાક ત્રસ પામ્યા નથી અને ત્રસ પામશે નહિ, એને કર્મનું જોર છે માટે (એમ) છે, એમ નહિ. ભેદજ્ઞાનનો અભાવ અને રાગની એકતાબુદ્ધિ પડી છે. આહા..હા...! એનાથી નિગોદમાં રહ્યા છે. આહાહા...! કેટલાક અનંતકાળે પણ ત્રસ નહિ થાય એ ભેદજ્ઞાનના અભાવને લઈને (નહિ થાય). આહા..હા..! મહાસિદ્ધાંત ! મુમુક્ષુ – નિગોદમાં શું ભેદજ્ઞાન કરે ? ઉત્તર :- ભેદજ્ઞાન કરવાની ક્યાં વાત છે? એ નથી, એટલી વાત છે ને ! ભેદવિજ્ઞાનનો ત્યાં અભાવ છે, એટલું. ભેદજ્ઞાનનો અભાવ છે કે નહિ ? ત્યાં કયાં ભેદજ્ઞાન કરે ? ત્યાં આગળ રાગની એકતાબુદ્ધિ છે ને ? એ જ ભેદવિજ્ઞાનનો અભાવ છે અને એનાથી જ બંધાયેલા છે, એમ કહેવું છે). ભેદવિજ્ઞાન નથી કરી શકતા માટે (ત્યાં છે), એમ નહિ પણ ત્યાં ભેદવિજ્ઞાન કરતા નથી એટલે રાગથી એકત્વબુદ્ધિમાં જઈ પડ્યા છે. આહા...હા...! Page #579 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૧ ૫૬૧ ભગવાન શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ, એને રાગનો અંશ, જે રાગનો કણ, નિગોદને શુભભાવ હોય છે, નિગોદના જીવને શુભ-અશુભ ભાવ બેય હોય છે, તે શુભભાવને પોતાના માનીને બંધાયેલા છે. કર્મને લઈને નહિ. આહા.! ભેદજ્ઞાન કરી શકતા નથી એનો અર્થ કે ભેદજ્ઞાનમાં અભેદપણું માને છે માટે અંદર ભેદ કરી શકતા નથી. આહાહા...! અભેદપણે રાગને અભેદપણે માને છે, ભલે નિગોદ હો, ભલે મન ન હો. આહા..હા..! ભગવાન આત્મા શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ ! ત્યાંય નિર્મળાનંદ ભગવાન છે પણ એ મલિનતાના ભાવને એકતાપણે માનીને નિગોદમાં અને બંધનમાં પડ્યા છે. આહાહા...! એને ભેદજ્ઞાન કરવાની શક્તિ નથી એનો અર્થ એ કે અભેદપણે શક્તિ છે. જુદા પાડવાની શક્તિ નથી એનો અર્થ કે એકપણાની માન્યતા છે. એ અસ્તિ છે. આહા..હા..! રાગનો કણ શુભરાગ અને હોય છે. આમ દયા, દાનના પરિણામ એને નથી પણ કષાયની મંદતાનો શુભભાવ નિગોદને હોય છે. આહાહા..! એ રાગના અંશને પોતાનો માને છે એ તો ત્યાં કરે છે. એથી અબંધપણામાં ન આવતા બંધમાં પડ્યા છે. આ કારણે. આહાહા..! કોઈ એમ કહે કે, નહિ, એકેન્દ્રિય જીવને તો કર્મનું જોર છે માટે તે બિચારા નીકળી શકતા નથી. પણ પંચેન્દ્રિય થયા એ તો મંદ કર્મ છે, એ તો હળવા થયા. અહીં તો એક જ સિદ્ધાંત – એકેન્દ્રિય હોય કે બેઇન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય કે નારકી હોય કે નિગોદ હોય. આહાહા.! સ્વભાવની સાથે રાગનો નાનામાં નાનો કણ પણ એકત્વબુદ્ધિએ પડ્યા છે તેથી બંધાયેલા છે. આહાહા...! આવો માર્ગ છે, ભાઈ ! “અનાદિ કાળથી માડીને જ્યાં સુધી જીવને ભેદવિજ્ઞાન નથી” જોયું? ત્યાં ભેદવિજ્ઞાનની શક્તિ નથી (તેથી) નથી કરતા એમ નહિ પણ એને ભેદજ્ઞાન નથી. આહા...હા...! “ત્યાં સુધી તે કર્મથી બંધાયા જ કરે છે...” આહા...હા...! મનુષ્યપણામાં આવ્યો ને મુનિ થયો, લ્યો ને ! નિગોદમાં તે સ્થાનમાં છે તોય રાગની એકતાબુદ્ધિથી બંધનમાં છે અને મુનિ નગ્ન દિગંબર મુનિ પંચ મહાવ્રત, અઠ્યાવીસ મૂળગુણ પાળે એ પણ રાગની એકતાબુદ્ધિથી બંધાયેલા છે. આહા..હા..! સમજાણું કાંઈ ? એ પ્રાણી નિગોદથી માંડીને. અનાદિ લીધા ને ? અનાદિ કાળથી માંડીને... એમાં નિગોદનો કાળ બાદ કર્યો છે એમ નથી. આહા..હા..! નિગોદમાંથી નીકળવું, ત્રયપણું પામવું એને પણ ચિંતામણિ જેવુ રત્ન જેવું કહ્યું છે. છ ઢાળામાં. એ ત્રસ ઇયળ. ઇયળ. આહા..હા...! અનંત અનંત કાળમાં નિગોદની દશામાં એના દુઃખની શું વાત કરવી ? અક્ષરના અનંતમાં ભાગનો ઉઘાડ રહી ગયો. દુઃખ અનંતુ છે. ખરેખર તો નારકીના દુઃખ કરતા નિગોદનું દુઃખ અનંતગણું છે પણ દુઃખની વ્યાખ્યા સંયોગથી કરે તો એને ન સમજાય. આત્માની હીણી દશાની ઉત્કૃષ્ટતા છે તે દુઃખ છે. આહાહા..! એ નિગોદના જીવની એ દશા છે. અનાદિ કાળથી માંડીને.... આ..હા..હા...! અભવી કે ભવી, નિગોદનો જીવ કે જેનનો સાધુ (થઈને) નવમી રૈવેયક ગયો એ બધા. આ...હા...! ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી એ Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૨ સમયસાર સિદ્ધિ-૬. બંધાણા છે. આહા..હા...! ભલે એ પંચ મહાવ્રત પાળતો હોય, નિરતિચાર પાળતો હોય. આહા..હા..! જે જ્ઞાનનો વેપાર વારંવાર કરતા હોય (એ) એમ કહે છે, અભિક્ષણ જ્ઞાનઉપયોગ. એ અભિક્ષણ જ્ઞાનઉપયોગ નથી. સમકિત થયા પછી એનો જ ઉપયોગ (હોય) એ અભિક્ષણ જ્ઞાનઉપયોગ છે. આત્મા જ્ઞાન છે એનું જ્યાં ભાન થયું નથી એ અભિક્ષણ જ્ઞાનઉપયોગ છે, એ ક્યાંથી આવ્યું ? અભિક્ષણના તીર્થકર ગોત્રમાં આવે છે ને ? અત્યારે ના કહે છે. ઈ અભિક્ષણ ઉપયોગ છે, આવું છે, તેવું છે. પણ મિથ્યાત્વ છે ત્યાં અભિક્ષણ જ્ઞાનઉપયોગ ક્યાંથી આવ્યો ? આહા! એ વ્રતની ક્રિયા ને તપની ક્રિયા અજ્ઞાનમાં એનાથી ત્યાં ધર્મ માને છે ત્યાં જ્ઞાનનો અભિક્ષણ ઉપયોગ ક્યાં આવ્યો ? અભિક્ષણ રાગનો ઉપયોગ છે. આહા હા..આકરું કામ બહુ, ભાઈ ! વીતરાગમા..આહા...હા...! તમારા લાભુભાઈને અહીં સભામાં ઘણીવાર સંભારીએ છીએ, હોં ! આહાહા...! કેવો માણસ ! અત્યારે બેશુદ્ધ થઈ ગયો, કહો ! આહા..હા..! એવી સ્થિતિ, બાપુ ! આહા...હા....! જીવને છૂટવાના રસ્તા મળ્યા વિના એ ક્યાંક ક્યાંક અટકીને જ પડે છે. આહાહા...! અહીંયાં તો કર્મનો અનુભાગ ને રસ ને સ્થિતિ ઘણી લાંબી છે માટે તે રખડે છે એમેય કહ્યું નથી અને કર્મના રસની મંદ સ્થિતિ થઈ માટે છૂટવાને પંથે આવશે એમેય કહ્યું નથી. આહા...હા...! અહીં તો બે જ વાત છે), રાગનો કણ ગમે તે હોય, એનાથી છૂટો પડે – ભેદજ્ઞાન (કર) એ જ મુક્તિની શરૂઆત (છે). કારણ કે પોતે સ્વરૂપ મુક્ત સ્વરૂપ છે. આહા..હા..! નિગોદમાં પણ આત્મા દ્રવ્ય સ્વભાવે તો મુક્ત સ્વરૂપ જ છે. આહા...હા...! વિશ્વાસ કેમ બેસે ? આ..હા...! કરોળિયાની જાળની પેઠે વિકલ્પની જાળમાં ગૂંથાઈ ગયો એને આ ભગવાન મુક્તસ્વરૂપ છે (એ કેમ બેસે ?) ભાવબંધથી રહિત છે, દ્રવ્યબંધ તો પરમાણુ છે એનાથી તો અત્યંત અભાવ જ છે. આહા..હા...! ભાવબંધ છે એનાથી પણ અભાવરૂપ સ્વરૂપ છે અને એનાથી અભાવસ્વરૂપ કરી અને મુક્તિને પામ્યા છે. આહા...હા...! શ્લોક ઘણો ઊંચો છે આ. “સંસારમાં રઝળ્યા જ કરે છે;” આહા...હા...! ભલે એ પંચ મહાવ્રત પાળે, દયા, દાન કરે, ભક્તિ કરે, ભગવાનની ભક્તિ ધુન લગાવી દયે, આહા..હા...! પણ એ રાગ છે એનાથી જુદા પડ્યા વિના રઝળ્યા જ કરે છે. આહા..હા...અહીં તો હજી બાહ્ય નિવૃત્તિ લેવાનો વખતેય ન મળે. મારું કાંઈક કરું, વિચારું તો ખરો. મારા માટે વિચાર માટે કાંઈક નિવૃત્તિ તો લઉં. એ નવરાશય ન મળે. આહા..હા...! અહીં તો રાગથી તદ્દન નિવૃત્ત થવું છે. આહાહા..! બહારથી નિવૃત્ત થવાનો હજી વિચારનો વખતે નથી.. આહાહા..! અંદરમાં રાગનો નાનામાં નાનો કણ, એનાથી પણ નિવૃત્તિ લઈને અભાવસ્વરૂપ કરવું છે. ત્યારે તેને મુક્તિનો માર્ગ હાથ આવે છે. આહાહા...! આટલા મંદિર બનાવ્યા ને આટલા કરોડ રૂપિયા ખચ્ય, આટલા પુસ્તક બનાવ્યા માટે તે બંધના અભાવને રસ્તે છે, એમ નથી. આહા..હા...! Page #581 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૧ ૫૬૩ આવી વાતું છે. એક કોર ભગવાન મુક્ત સ્વરૂપ, એને બંધના રાગ સાથે એકત્વ માનવો. આહા...હા...! અબદ્ધ સ્વરૂપ કહો, મુક્ત સ્વરૂપ કહો. અબદ્ધ ૧૪-૧૫ ગાથામાં આવે છે ને? “નો પરસરિ પ્પા ગવદ્ધ એ અબદ્ધ સ્વરૂપની સાથે કંઈ પણ રાગના સંબંધવાળો એને માનવો... આહા..હા....! એ મિથ્યાદષ્ટિ (છે). સંસાર નરક ને નિગોદના ભવ કરવાની ભાવના, ભાવવાળો છે. આહા..હા....! રાગના નાનામાં નાના કણને પણ પોતાનો માને તો કહે છે કે, (સર્ચ વ અમાવત: ઉદ્ધા:) એને ભિન્ન ન પાડયું તેથી તે બંધાયેલા છે. આહા..હા....! શ્લોક તો નાનો છે (પણ) ભાવ ઘણા ગંભીર છે. આ.હા..! જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે.” આહાહા...! જે જીવને રાગના અંશથી પણ આત્મા ભિન્ન છે, તદ્દન નિરાળો મુક્ત અબદ્ધ સ્વરૂપ છે, એવું જેને જ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે. આ..હા...! આટલી તપસ્યા કરે ને આટલા અપવાસ કરે ને આટલા વ્રત પાળે તો કર્મથી છૂટે છે, એમ નથી. આહા..હા..! (શું કહ્યું ? જે જીવને ભેદવિજ્ઞાન થાય છે તે કર્મથી છૂટે જ છે.” આ...હા...હા..! “મોક્ષ પામે જ છે.” છૂટે છે એટલે રાગથી ભિન્ન પડે છે, ભેદજ્ઞાન કરે છે એ કર્મથી છૂટે છે), મોક્ષ પામે જ છે. માટે કર્મબંધનું સંસારનું મૂળ....” કર્મબંધનું એટલે ? કે “સંસારનું મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે...' ભાષા દેખો ! આ..હા..! સંસારનું મૂળ મિથ્યાત્વ (છે). એ મિથ્યાત્વ, ભેદજ્ઞાનનો અભાવ છે માટે મિથ્યાત્વ છે. આહાહા...! વખત મળે જ્યારે ત્યારે વળી. આહાહા...! વિરોધ કરે એની સામે ઉભા રહેવા પડે. અરે! ઉભા શું રહેવું? કરે દુનિયા. એના વિરોધનું સમાધાન કરવા બેસે તો પાર ન મળે. એવા ઘણા માણસ મળે. આ..હા..! તારા સ્વભાવ તરફ ઢળી જા ને ! બધા વિરોધ કરે છે એને ઘરે રહ્યા. વિરોધવાળાને સમાધાન ન થાય એથી તને શું છે ? આ..હા...! આ વિરોધ કરે છે તો એને હું ઉત્તર આપું અને વળી એ ન સમજે તો વધારે ઉત્તર આપું. એ પણ પાછું ત્યાંને ત્યાં અટકવાનું છે. આહાહા... આવો માર્ગ છે. દુનિયાથી જુદી જાત છે. ભેદવિજ્ઞાનનો અભાવ જ છે.” “કર્મબંધનું-સંસારનું મૂળ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને મોક્ષનું પ્રથમ કારણ...” એટલે મૂળ કારણ “ભેદવિજ્ઞાન જ છે. લ્યો ! છે ને ? સંસારનું મૂળ કારણ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે. આહા..હા...! સંસારનું મૂળ કારણ કર્મ છે, નિદ્ધત અને નિકાચિત અને આ કર્મ છે, એમ નથી કહ્યું. આહાહા...! “સંસારનું-મૂળ કારણ ભેદવિજ્ઞાનનો અભાવ જ.” ભેદવિજ્ઞાનનો અભાવ જ છે. એકાંતથી નહિ, કથંચિત્ કર્મથી પણ છે એમ કહો. કથંચિત કર્મથી પણ રખડે છે, કથંચિત ભેદવિજ્ઞાનના અભાવથી રખડે છે એમ કહો. ના.. ના. આહા..હા..! ભેદવિજ્ઞાનના અભાવથી જ રખડે છે. આહા...હા...! સિદ્ધાંત તો જુઓ ! સિદ્ધાંત. એટલે કે તારા અધિકારની વાત છે, એમ કહે છે. રખડવામાં Page #582 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ સમયસાર સિદ્ધિ-૬ પણ તારો અધિકાર છે – ભેદવિજ્ઞાનનો અભાવ અને છૂટવામાં તારો અધિકાર છે – ભેદવિજ્ઞાનનો સદ્દભાવ. આહા..હા...! એમાં કોઈ પરદ્રવ્યની અંદર મદદ-ફદદ કે સહાયક છે એમ નથી. આહાહા..! આ ક્રિયાકાંડીઓને તો આકરું લાગે. ક્રિયાકાંડમાં મશગુલ હોય. આહા...હા...! મુમુક્ષુ :- ક્રિયાકાંડથી જ્ઞાનકાંડ થાય એવું તો આવે છે. ઉત્તર :– ઈ તો એ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું. પ્રવચનસારમાં આવે છે. એ તો આવું હતું એનું જ્ઞાન કરાવ્યું), એનાથી થાય છે એમ બિલકુલ નહિ. અહીં કહે કે, ભેદજ્ઞાનથી થાય અને ત્યાં કહે કે, રાગથી થાય (તો તો) વિરોધ કથન થયું. વીતરાગના વચનમાં વિરોધ ન હોય. પૂર્વાપર વિરોધ રહિત ભગવાનની વાણી છે. આહા..હા...! જ્યાં સુધી એ ન સમજે ત્યાં સુધી એ અજ્ઞાનને કારણે સંસાર છે, કર્મને કારણે નહિ. ભેદવિજ્ઞાનના અભાવને કારણે સંસાર છે. આહાહા....! ભેદવિજ્ઞાન વિના...” રાગના વિકલ્પથી જુદું પડ્યા વિના અંતર ક્રિયાકાંડનો રાગ છે, ભલે વ્રતનો ને તપનો ને અપવાસનો ને ભક્તિનો (હોય), એ રાગથી ભિન્ન પડ્યા વિના એને ત્રણકાળમાં ધર્મ નહિ થાય. એ બધી રાગની ક્રિયા ધર્મ નથી. એનાથી ભિન્ન પડે) ત્યારે ધર્મ થાય. આહાહા..! જેનાથી ભિન્ન પાડવું છે એનાથી પાછી મુક્તિ થાય ? આહાહા.! જેનાથી તો ભિન્ન પાડવું છે. એને લઈને મુક્તિનો માર્ગ આવે ? આ..હા...! ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી.” એક વાત ઈ કરી. અહીં એમ પણ જાણવું કે વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધો...” બૌદ્ધ એકલું વિજ્ઞાન જ માનનારા છે). એકલું વિજ્ઞાન જગતમાં છે, બીજું કાંઈ નથી એમ માને. “અને વેદાન્તીઓ.... એક જ સર્વવ્યાપક આત્મા છે એમ માને કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે...” અદ્વૈત આત્મા છે. આત્મા અને આત્માનો અનુભવ એવું તપણું પણ એમાં નથી. એમ એ લોકો માને છે. ભેદવિજ્ઞાન કહેતાં આ બધા ખોટા પડે છે, એમ કહે છે. ભેદવિજ્ઞાન તો એક બીજી ચીજ છે તો એનાથી જુદું પડવાનું છે, પણ એક જ ચીજ છે એમ કહો તો) જુદું પડવાનું રહ્યું કોની સાથે ? આ.હા..! ભેદવિજ્ઞાનમાં કેમ આ નાખ્યું ? કે, ભેદવિજ્ઞાનમાં બે વાત આવે. એક રાગ અને એક આત્મા અથવા એક બીજી ચીજ અને એક પોતે આત્મા. તો બે છે એમાંથી ભેદ પડાય, પણ એક જ છે એમાં ભેદ પાડવાનું ક્યાં (રહ્યું ? આહા..હા...! એકલો સર્વવ્યાપક આત્મા, એક જ આત્મા વેદાંત કહે છે. અત્યારે મોટો પંથ ઈ વેદાંતનો ચાલે છે. નિશ્ચયાભાસી મિથ્યાદૃષ્ટિ છે. આહા...હા...! સુધરેલામાં અત્યારે ઈ ચાલે છે. વાતું કરવી, બસ ! બંધ જ નથી. આત્મા મુક્ત સ્વરૂપ જ છે. એને કહે છે, એવું માનનારને બંધથી ભિન્ન પાડવાનું તો રહ્યું નહિ. એક જ વસ્તુ રહી એમાં બે તો આવી નહિ. આહા..હા...! કેટલાક આ જૈનની નિશ્ચય દૃષ્ટિનું વર્ણન સાંભળતા વેદાંત જેવું થઈ જાય છે, એમ Page #583 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૧ ૫૬૫ લાગે છે. નિશ્ચયની વાત સાંભળતા, આત્મા નિર્મળાનંદ શુદ્ધ ચૈતન્ય, એનો અનુભવ તે ધર્મ બીજી ક્રિયાકાંડનો રાગ એ ધર્મ નહિ. ત્યારે એ કહે કે, જુઓ ! વેદાંત પણ એમ કહે છે. માટે વેદાંતની જેવી આ જૈનની શૈલી છે. એમ નથી. આ તો જાત જ જુદી છે. આ..હા...! “વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધો અને વેદાન્તીઓ કે જેઓ વસ્તુને અદ્વૈત કહે છે. એક જ કહે છે, બે નહિ. “અને અદ્વૈતના અનુભવથી જ સિદ્ધિ કહે છે.” અદ્વૈતનો અનુભવ એ બે થઈ ગયા. તેમનો, ભેદવિજ્ઞાનથી જ સિદ્ધિ કહેવાથી, નિષેધ થયો;” એક જ આત્મા છે, સર્વવ્યાપક છે ને વિજ્ઞાનઘન એકલું તત્ત્વ છે, વિજ્ઞાન બૌદ્ધમાં એમ માને છે. બૌદ્ધમાં એક ફાંટો છે. વિજ્ઞાનઅદ્વૈતવાદી – વિજ્ઞાન એકલું છે, બસ ! અને ઓલા વેદાંતી (કહે છે), એક જ આત્મા સર્વવ્યાપક (છે). “ભેદવિજ્ઞાનથી જ સિદ્ધ કહેવાથી, નિષેધ થયો;” કે બેય ખોટા છે. કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહિ હોવા છતાં.... સર્વથા. કથંચિત અદ્વૈત છે. એટલે કે પોતે ગુણપર્યાય અભેદ છે એ અપેક્ષાએ કથંચિત અભેદ છે. આ..હા. દ્રવ્ય અને પર્યાય એવા ભેદ છે એ અભેદ દૃષ્ટિમાં એ ભેદ નથી. એ અપેક્ષાએ અદ્વૈત છે, પણ આ લોકો કહે છે એ પ્રમાણે અદ્વૈત નથી. બૌદ્ધ એકલું જ્ઞાન જ માને અને ઓલા એકલો આત્મા માને, એમ નથી. આહાહા..! તેમને ભેદવિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી...” છે ? “કારણ કે સર્વથા અદ્વૈત વસ્તુનું સ્વરૂપ નહિ હોવા છતાં જેઓ સર્વથા અદ્વૈત માને છે તેમને ભેદવિજ્ઞાન કોઈ રીતે કહી શકાતું જ નથી;...” આ..હા...હા...! “જ્યાં àત જ બે વસ્તુઓ જ-માનતા નથી ત્યાં ભેદવિજ્ઞાન શાનું?’ આહા..હા...! બે ચીજ માને નહિ ત્યાં ભિન્ન કોનાથી કરવું ? એ તો કાંઈ રહ્યું નહિ. આહાહા...! જો જીવ અને અજીવ – બે વસ્તુઓ માનવામાં આવે...” જીવ અને અજીવ, બે માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે. પાછો સંયોગ હોય, સંયોગ ન હોય તો એ તો મુક્ત છે, મુક્ત થયો કહેવાય. આહાહા...! એટલે ભેદ પાડવો તો રહ્યો નહિ, અનાદિથી મુક્ત જ છે, એમ નથી. તેમનો સંયોગ માનવામાં આવે....” કોનો ? જીવ અને અજીવનો. રાગાદિ પણ અજીવ છે. આહા...હા...! “તો જ ભેદવિજ્ઞાન બની શકે.” બે માને તો ભેદવિજ્ઞાન બની શકે. એકલા ન્યાય આપ્યા છે. આ..હા..હા..! “અને સિદ્ધિ થઈ શકે. એક જ માને એને ભેદજ્ઞાન ન થાય અને મુક્તિ થાય નહિ. માટે સ્યાદ્વાદીઓને અપેક્ષાથી કથન છે. અનંત ગુણ અને પર્યાયની અપેક્ષાએ આત્મા દ્વત પણ છે. અભેદની અપેક્ષાએ અદ્વૈત પણ છે. “સ્યાદ્વાદીઓ...” સ્યાદ્વાદી એટલે આમ સ્યાદ્વાદી, હોં ! સ્યાદ્વાદીનો અર્થ એવો નથી કે, નિમિત્તથી પણ થાય અને ઉપાદાનથી પણ થાય. વ્યવહારથી પણ થાય (અને) નિશ્ચયથી પણ થાય, એ સ્યાદ્વાદ. એ સ્યાદ્વાદ નથી. એમાં વસ્તુનો સ્વભાવ છે એને બે અપેક્ષાએ કહેવું એનું નામ સ્યાદ્વાદ, વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાય Page #584 -------------------------------------------------------------------------- ________________ પ૬૬ સમયસાર સિદ્ધિ-૬ અભેદ છે. છતાં ગુણ-પર્યાયથી ભેદ કહેવો એ વ્યવહાર છે અને ગુણ-પર્યાયથી ભેદ હોવા છતાં એકલો અભેદ કહેવો એ નિશ્ચય છે. પણ એનામાં છે એ રીતે અનેકાંતપણું આવે. એમાં ન હોય અને અનેકાંતપણું આવે એમ બને નહિ. આહા...! “જીવ અને અજીવ – બે વસ્તુઓ માનવામાં આવે અને તેમનો સંયોગ માનવામાં આવે...” બે માને પણ સંયોગ ન હોય તોય છૂટું પાડવાનું આવે નહિ. આહા..હા..! તો જ ભેદવિજ્ઞાન બની શકે અને સિદ્ધિ થઈ શકે. માટે સ્યાદ્વાદીઓને જ બધુંય નિબંધપણે સિદ્ધ થાય છે.” અપેક્ષાએ ભગવાનના વચનો સ્યાદ્વાદ છે તેથી તે બધું એનું નિબંધપણે સિદ્ધ થાય છે. આહાહા...! એકપણું પણ છે, અનેકપણું પણ છે. એમ સ્યાદ્વાદથી સિદ્ધ થાય છે. એકપણે દ્રવ્ય તરીકે દ્રવ્ય વસ્તુ એક છે અને ગુણ ને પર્યાયની અપેક્ષાએ અનેક છે. એમ બેય રીતે સિદ્ધ થઈ શકે છે. આહાહા..! એમાં પણ અનેકપણાનો આશ્રય છોડીને એકપણાનો આશ્રય કરવો એ જ મુક્તિનું કારણ છે. અનેક અને એક ન હોય તો અનેકથી છૂટીને એકમાં આવવું એ રહેતું નથી. આહાહા...! સમજાણું કાંઈ ? એવું છે. •••••••••••••••••••••••••••••••છSO (મંદ્રાન્તા ) भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भाद्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण। बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत् ।।१३२।। इति संवरो निष्क्रान्तः। इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ संवरप्ररूपकः पञ्चमोऽङ्कः ।। હવે, સંવર અધિકાર પૂર્ણ કરતાં, સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે : શ્લોકાર્થ:- (મેરજ્ઞાન-૩છનન-વનના) ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી (શુદ્ધતત્ત્વ૩પનમા) શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થઈ, શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિથી (ગ્રામપ્રતયરાત) રાગના સમૂહનો વિલય થયો, રાગના સમૂહનો વિલય કરવાથી (વર્ષri સંવરે) કર્મનો સંવર Page #585 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૨ પ૬૭ થયો અને કર્મનો સંવર થવાથી, (જ્ઞાને નિયતમ્ તત્ જ્ઞાનં વિત) જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું – વિશ્વત્ પરમમ્ તોષ) કે જે જ્ઞાન પરમ સંતોષને (અર્થાત્ પરમ અતીન્દ્રિય આનંદને) ધારણ કરે છે, (મત-ઝાનોમ) જેનો પ્રકાશ નિર્મળ છે (અર્થાત્ રાગાદિકને લીધે મલિનતા હતી તે હવે નથી), (અજ્ઞાન) જે અપ્લાન છે (અર્થાત્ ક્ષાયોપથમિક જ્ઞાનની માફક કરમાયેલું-નિર્બળ નથી, સર્વ લોકાલોકને જાણનારું છે), વં) જે એક છે (અર્થાત્ ક્ષયોપશમથી ભેદ હતા તે હવે નથી) અને (શાશ્વત-ઉદ્યોત) જેનો ઉદ્યોત શાશ્વત છે (અર્થાત્ જેનો પ્રકાશ અવિનશ્વર છે). ૧૩ર. (ટીકા :- આ રીતે સંવર રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો. ભાવાર્થ – રંગભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો. ભેદવિજ્ઞાનકલા પ્રગટે તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી, રાગ-દ્વેષ-વિમોહ સબહી ગલિ જાય ઈમૈ દુઠ કર્મ કાહી; ઉજ્વલ જ્ઞાન પ્રકાશ કરે બહુ તોષ ધરે પરમાતમમાહી, યોં મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહીં. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સંવરનો પ્રરૂપક પાંચમો અંક સમાપ્ત થયો. શ્લોક ૧૩૨ ઉપર પ્રવચન ૧૩૨ છેલ્લો કળશ ને ? “હવે, સંવર અધિકાર પૂર્ણ થતાં, સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે –' આહા..હા...! રાગથી ભિન્ન પડી અને આત્માનું જ્ઞાન વિકસીત થયું, જે પર્યાયમાં સંકોચ હતો, શક્તિમાં પૂર્ણ હતું, સ્વભાવમાં પૂર્ણ હતું, પર્યાયમાં સંકોચ હતો એ રાગથી ભિન્ન પડીને જેવું સ્વભાવમાં પરિપૂર્ણ છે, એ જ રીતે પર્યાયમાં પરિપૂર્ણ થયું. એવા જ્ઞાનની મહિમા કહે છે. આહાહા..! એકલા ન્યાયના વિષયો ભર્યા છે. भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भाद्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण। बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत् ।।१३२ ।। Page #586 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ સમયસાર સિદ્ધિ-૬ (મેવજ્ઞાન-ઉચ્છલન-તનાત્ ભેદાન પ્રગટ કરવાના અભ્યાસથી...' આ..હા...! ‘જનાત્” છે ને ? (એટલે) અભ્યાસ. પહેલું ભેદજ્ઞાન એનું ‘પચ્છનન” એટલે પ્રગટ કરવું. ‘લનાત્’ એટલે એનો અભ્યાસ, અનુભવ. ત્રણ શબ્દોના ત્રણ અર્થ છે. ભેદજ્ઞાન – રાગથી, પુણ્યથી, દયા, દાનના વિકલ્પથી પણ ભેદજ્ઞાન – ભિન્ન પાડે), એ ભેદજ્ઞાન ‘ઉચ્છલન’ (એટલે) એને પ્રગટ કરવાના...” “લનાત્” (એટલે) અનુભવથી, અભ્યાસથી. (શુદ્ધતત્ત્વઽપનમાત્) ‘શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થઈ,...’ તેને શુદ્ધ તત્ત્વનો અનુભવ થાય છે. શું કીધું ? રાગ અને પરથી ભિન્ન પાડીને ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી ‘તાનાત્ ‘શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ...’ શુદ્ધ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. ભગવાન પૂર્ણ શુદ્ધ છે એવી પર્યાયમાં એની પ્રાપ્તિ થાય છે. આ..હા...! ‘શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિથી....' (ગ્રામપ્રભયળાત્) રાગનો સમૂહ. ગ્રામ એટલે સમૂહ. વિકલ્પના સમૂહનો વિલય થયો...' આહા..હા..! (ગ્રામપ્રનયળાત્) રાગના સમૂહનો વિલય થયો, રાગના સમૂહનો વિલય કરવાથી...' (ર્મનાં સંવરે) ‘કર્મનો સંવર થયો...' આહા..હા...! ક્રમ મૂક્યો. જેમ ઓલો રખડવાનો ક્રમ હતો (કે), આસ્રવથી કર્મ થાય ને કર્મથી નોકર્મ ને નોકર્મથી સંસાર. હવે ગુલાંટ મારીને આમ વાત મૂકી. આહા...હા...! રાગના સમૂહનો વિલય થયો...' વીતરાગમૂર્તિ આત્મા રાગથી ભિન્ન પડતાં, ‘રાગના સમૂહનો વિલય કરવાથી...’ (વર્મનાં સંવરે) ‘કર્મનો સંવર થયો...’ એટલે રાગ-દ્વેષ થયા નહિ. રાગદ્વેષ થયા નહિ એટલે આસવ બંધ થઈ ગયો. આ..હા...! અને કર્મનો સંવર થવાથી,...' (જ્ઞાને નિયતક્ તત્ જ્ઞાનં પવિતા) ‘જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું.. આહા..હા...! રાગથી ભિન્ન પડતાં આસ્રવ થયો નહિ તેથી કર્મ થયું નહિ પણ અહીંયાં આ બાજુ વળતાં જ્ઞાનનો વિષય વિશેષ પ્રગટ થયો. આહા..હા...! ‘કર્મનો સંવર થવાથી, જ્ઞાનમાં જ નિશ્વળ થયેલું એવું આ જ્ઞાન...’ આ..હા...! જે રાગમાં એકત્વ હતું એને તોડીને ઈ જ્ઞાનમાં એકાગ્ર થયું, ત્રિકાળી સ્વરૂપ જ્ઞાનનો પિંડ, સમૂહ, એમાં જ્ઞાન એકાગ્ર થયું. કર્મનો સંવર થયો અને કર્મનો સંવર થવાથી, જ્ઞાનમાં જ નિશ્વળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું...' આ..હા...હા...! જે શક્તિરૂપે પૂર્ણ જ્ઞાન હતું, સ્વભાવરૂપે પૂર્ણ જ્ઞાન હતું એ રાગથી ભિન્ન પડતાં, સંવર થતાં, શક્તિમાંથી વ્યક્તતા પૂર્ણની પૂર્ણ થઈ. આહા..હા...! આમાં કેટલા ભિન્ન ભિન્ન બોલ (નાખ્યા છે). અભ્યાસ ન હોય એને એવું લાગે. જ્ઞાન, નિશ્વળ થયેલું જ્ઞાન ઉદય પામ્યું (અર્થાત્) અંતર જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ ગઈ. આહા..હા...! તે રાગમાં અટકીને જ્ઞાનની હીનતા હતી એ રાગથી છૂટીને જ્ઞાનની અધિકતા થઈ ગઈ. આહા..હા...! કે જે જ્ઞાન પરમ સંતોષને (અર્થાત્ પરમ અતીન્દ્રિય આનંદને) ધારણ કરે છે.’ આહા..હા...! રાગના વિકલ્પથી જુદું પડતા જ્ઞાન. આ એટલે આત્મા ઉદય થયો એટલે પર્યાયમાં પ્રગટ થયો એ અતીન્દ્રિય આનંદને લેતું પ્રગટ થયું. આહા..હા...! સંતોષ આનંદ પ્રગટ્યો. Page #587 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૨ ૫૬૯ શબ્દ એમ છે ને ? પરમ સંતોષ પરમ અતીન્દ્રિય આનંદ, એમ. આહા..હા...! ૫૨મ અતીન્દ્રિય આનંદસ્વરૂપ પ્રભુ હતો તે રાગથી ભિન્ન પડતાં જ્ઞાનમાં જ્ઞાન ઠર્યું તો પર્યાયમાં જ્ઞાન પ્રગટ થતાં આનંદ પણ સાથે આવ્યો, સાથે સંતોષ આવ્યો. આહા..હા..! મુમુક્ષુ :– કેવળજ્ઞાન પામ્યો અને સંતોષ આવ્યો એની વાત છે ? ઉત્તર :– હા, પૂર્ણ જ્ઞાન કીધું ને ! અહીં છલ્લો સરવાળો (કરે છે). પરમ સંતોષને (અર્થાત્ પરમ અતીન્દ્રિય આનંદને) ધારણ કરે છે...’ (ગમન-ગાતોમ્) જેનો પ્રકાશ નિર્મળ છે...' જે જ્ઞાન આત્મસ્વભાવ પ્રગટ્યો એને નિર્મળ છે. જ્ઞાન શબ્દે આખો સ્વભાવ, પૂર્ણ સ્વભાવ. પ્રગટ્યો એ નિર્મળ છે. ‘(અર્થાત્ રાગાદિકને લીધે મલિનતા હતી તે હવે નથી)...' (અમ્તાનમ્) જે અમ્લાન છે (અર્થાત્ ક્ષાયોપશમિક જ્ઞાનની માફક કરમાયેલું-નિર્બળ નથી...' જોયું ? પહેલું જે થોડું મલિન ક્ષયોપશમ જ્ઞાન હતું એ તો કરમાયેલું હતું, કરમાઈ ગયેલું હતું. આહા..હા...! આ તો વિસ્તારથી ફાટી નીકળ્યું. કરમાયેલું જ્ઞાન એમાં રહ્યું જ નહિ. આહા..હા...! આ ભેદવજ્ઞાનથી આ ફળ આવે છે, એમ કહે છે. આ પૈસામાં તો પાંચ-પચીસ કરોડ, પચાસ કરોડ, અબજ-બે અબજ થાય ત્યાં) મુદત આવે. અહીં તો હદ નથી, કહે છે. આહા..હા...! જે જ્ઞાન બેહદ અનંત હતું તે જ્ઞાન જ્ઞાનમાં ઠરતાં જ્ઞાન પ્રગટ્યું, એની સાથે અતીન્દ્રિય આનંદ પ્રગટ્યો. સંતોષ આવ્યો, જ્ઞાન આવ્યું. હવે કોઈ ઇચ્છા માત્ર રહી નહિ. આહા..હા....! = (અન્તાનન્દ્) ‘(કરમાયેલું-નિર્બળ નથી, સર્વ લોકાલોકાને જાણનારું છે)...' જોયું ? પૂર્ણ થઈ ગયું ને ! એક છે....' ઓલા મતિ ને શ્રુત ને અવિધ ને એમાં ભેદ હતા, એ ભેદ ટળી ગયા. એક જ્ઞાન, એકલું કેવળજ્ઞાન પ્રગટ થયું). ભેદજ્ઞાનનો અભ્યાસ કરતા કરતા જ્ઞાન એકલું પૂર્ણ રહી ગયું. આહા..હા...! (અર્થાત્ ક્ષયોપશમથી ભેદ હતા તે હવે નથી) અને...’ (શાશ્વત-પઘોતમ્) જેનો ઉદ્યોત શાશ્વત છે.’ એટલે પ્રગટ્યું ઈં પ્રગટ્યું. અનંત કાળ એમ ને એમ રહેશે. ક્ષયોપશમ જ્ઞાન તો પડી પણ જાય. આ તો ક્ષાયિક જ્ઞાન થઈ ગયું. અવિનશ્વર જ્ઞાન. (જેનો પ્રકાશ અવિનશ્વર છે).’ ટીકા :– આ રીતે સંવર (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.’ સંવર થયો એને પૂર્ણ દશા થઈ ગઈ એટલે સંવ૨ રહ્યો નહિ. રાગથી ભિન્ન પડીને સંવર થયો અને એમાંથી પૂર્ણ દશા થઈ એટલે હવે સંવ૨ રહ્યો નહિ. સંવ૨ નીકળી ગયો, એકલું કેવળજ્ઞાન થયું. વિશેષ કહેશે.... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !) Page #588 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ પ્રવચન નં. ૨૬૮ શ્લોક-૧૩૨ સમયસાર સિદ્ધિ-૬ રવિવાર, અષાઢ સુદ ૭, તા. ૦૧-૦૭-૧૯૭૯ ‘સમયસાર’ સંવ૨નો છેલ્લો અધિકા૨, ૧૩૨ કળશ છે. ‘હવે સંવર અધિકાર પૂર્ણ કરતાં, સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે :–' भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भाद्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण । बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत् । । १३२ । । (મેવજ્ઞાન-ઉચ્છલન-તનાત્) “ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી...' શું કહે છે ? અનાદિકાળથી આ આત્મા જે અંતર અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનનો પિંડ છે એને અનાદિથી રાગથી એકપણે માન્યો છે. ચાહે તો શુભરાગ હોય કે અશુભરાગ હોય, એ રાગ છે તે આસ્રવ છે તે દુઃખ છે. એ આત્માના આનંદ સ્વભાવને જ્ઞાનમાં રાગને એકત્વ માની, મિથ્યાત્વ સેવી દુઃખને પંથે દોરાય ગયો છે. આ..હા..! અનાદિકાળથી ઈ દુઃખને પંથે છે. કોઈ એમ માને કે, અમને આ પૈસા છે ને આબરૂ છે ને કીર્તિ છે ને શીર જુવાન છે માટે અમે કાંઈક સુખી છીએ, એ તદ્દન ભ્રમણા છે. એ દુઃખને પંથે છે. આહા..હા...! પોતાનો આત્મા, કહેશે ‘વિમ્રત્તોપં’ ભાઈ નથી આવ્યા ? ‘ચંદુભાઈ’ નથી ? અનાદિકાળથી એણે નિગોદના ભવથી નવમી ત્રૈવેયકના ભવ અનંતા કર્યાં પણ એ બધા દુઃખના પંથે દોરાયેલો (હતો). શુભ અને અશુભ રાગ જે આસ્રવ છે, આકુળતા છે, દુઃખ છે એને આત્માના સ્વભાવ સાથે એકત્વ માની અને દુઃખી થઈને, મિથ્યાદૃષ્ટિ થઈને સંસારમાં રઝળ્યા કરે છે. આહા..હા...! અબજોપતિ, કરોડોપતિ હોય, શરીરની જુવાન ૨૦ વર્ષની શ૨ી૨ની, પચીસ (વર્ષની) જુવાન અવસ્થા (હોય) અને પાંચ-પચીસ કરોડ રૂપિયા હોય, છોકરાના છોકરાનું મોટું કુટુંબ હોય, ધંધો ચાલતો હોય, પાંચ-પાંચ લાખની પેદાશ (હોય), એ બધા દુ:ખને પંથે છે. આહા..હા...! કેમકે રાગને દ્વેષને રસ્તે છે તે દુઃખને રસ્તે છે એની એને ખબર નથી. આહા..હા....! એ અહીં કહે છે કે, ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી...' અનાદિથી જે રાગ અને પુણ્યના, પાપના ભાવ (થાય છે), એની સાથે જે અભેદબુદ્ધિ એકત્વબુદ્ધિ હતી, ઇ જેણે ભેદજ્ઞાનના અભ્યાસથી (તોડી). એ રાગ હું નહિ, હું તો ચૈતન્ય સ્વરૂપ છું (એમ દૃષ્ટિ કરી). આ..હા...! ઝીણી વાત છે, ભાઈ ! ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી...' રાગનો વિકલ્પ શુભા રાગાદિ દયા, દાન, વ્રત હોય એ પણ આસ્રવ છે, વિકાર છે, દુઃખ છે. આહા..હા..! Page #589 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩ર પ૭૧ એનાથી ભેદજ્ઞાન (એટલે) ભિન્ન પાડવાના અભ્યાસથી. આ ધર્મ કરવાની ક્રિયા. આહા...હા...! બહારમાં તો આ માને (કે), આમથી આ થાય. અહીં તો ભેદજ્ઞાન પ્રગટ કરવાનો અભ્યાસ. એમ છે ને ? રાગના વિકલ્પથી, ચાહે તો શુભરાગ પંચ મહાવ્રતનો હો પણ એ આસ્રવ અને દુઃખ છે. પ્રભુઆત્મા એનાથી અંદર ભિન્ન છે. એવો ભેદજ્ઞાનના અભ્યાસ પ્રગટ કરવાથી. એ અનંતકાળમાં કોઈ દિ ભેદજ્ઞાન કર્યું નથી. આહાહા! અજ્ઞાની માને ભલે કે, અમે સુખી છીએ. પાંચ-પચીસ લાખ, બેપાંચ કરોડ, દસ કરોડ રૂપિયા હોય, જુવાન શરીર આમ ૪૦ (વર્ષનું) લઠ જેવું હોય). ત્રણ-ત્રણ, ચાર-ચાર લાડવા ખાતો હોય, પચી જતો હોય પણ એ બધા દુઃખી છે, દુઃખી છે બિચારા. આહા...હા...! એને આત્મા શું ચીજ છે એની ખબર નથી અને આ દુઃખના પંથે છું એની એને ખબર નથી. આહા..હા..! અનાદિકાળથી નિગોદના ભવથી માંડી લીલ, ફૂગ, લસણ, ડુંગળીના અવતાર કર્યા. હવે ભેદજ્ઞાન પ્રગટ કરવાનો અભ્યાસ કરે). સંવર કરવો છે ને હવે ? આહા...હા..! રાગનો નાનામાં નાનો કણ પણ હો એનાથી મારી ચીજ અંદર ભિન્ન છે. એ રાગ ક્ષણિક, કૃત્રિમ અને દુઃખરૂપ છે. ત્યારે હું ત્રિકાળ, નિત્ય અને આનંદરૂપ છું. સમજાય છે કાંઈ ? રાગ જે થાય છે એ કૃત્રિમ, ક્ષણિક અને દુઃખરૂપ છે. ત્યારે પ્રભુઆત્મા અંદર છે એ અકૃત્રિમ, અકરાયેલો, નિત્ય અને આનંદરૂપ છે. આહાહા...! આવું બે વચ્ચે જુદા પાડવાનો ભેદજ્ઞાનનો અભ્યાસ કરવાથી. “ભેદજ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી... આહા...હા...! ફલાણી ક્રિયા કરવાથી એમ કાંઈ કહ્યું નથી. દયા પાળવાથી કે વ્રત કરવાથી, તપસ્યા કરવાથી થાય એમ કહ્યું નથી). એય ! લાંઘણું કરી છે ને ? એણે કરી હતી. વર્ષીતપ કર્યા હતા. મુમુક્ષુ :- ત્યારે ખબર નહોતી. ઉત્તર :- ખબર નહોતી ! આ.હા...! વર્ષીતપ કર્યા હતા. આહાહા...! અરે...! પણ આત્મા અંદર કોણ છે ? અને આ રાગની પરિણતિની ક્રિયા જે રાગ ઉભો થાય છે એ કોણ છે? બે વચ્ચેનું જ્ઞાન નથી એ દુઃખી અને મિથ્યાદૃષ્ટિ છે. આહા...હા...! એ ભેદજ્ઞાનને પ્રગટ કરવાના અભ્યાસથી. એમ છે ને ? “મેરજ્ઞાન-૩૭નન-9ના ત્રણ શબ્દ છે. ભેદજ્ઞાનને પ્રગટ કરવાના અભ્યાસથી. ‘ ના’ એટલે એના અનુભવથી. આહા.હા. ઝીણી વાત છે, ભાઈ ! અનંતકાળથી રખડે છે. એમાં જુવાન પચીસ-ત્રીસચાલીસ વર્ષની ઉંમર હોય, એમાં પૈસા પાંચ-પચીસ કરોડ મળ્યા હોય અને સુંદર પાડા જેવું શરીર હોય, પાડા જેવું ! અરે.રે. ભાઈ ! તને ખબર નથી, બાપુ ! તું કોને આશ્રયે સુખી માને છો એ તને ખબર નથી. એ બધાના આશ્રયે તો રાગ અને દુઃખ છે. આહાહા...! હવે જો તારે સુખને પંથે જાવું હોય, દુઃખને પંથે અનાદિથી દોરાય રહ્યો છે. ભેદજ્ઞાનને પ્રગટ કરવાના “ના” અભ્યાસથી. આમ શબ્દ છે. ભેદજ્ઞાન “ઉછર્તન' Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ સમયસાર સિદ્ધિ-૬ (એટલે) પ્રગટ કરવું. ‘ઉત્ખનન’ (એટલે) પ્રગટ કરવું. તેનો “તનાત્’, તેનો અભ્યાસ. અંતરમાં રાગથી ભિન્ન પાડવાનો અભ્યાસ. આ..હા..હા...! આકરી વાતું છે, આવું છે. વીતરાગ ધર્મ અલૌકિક છે. આહા...હા....! (શુદ્ધતત્ત્વપવનમાત્) ભેદજ્ઞાનના પ્રગટ કરવાના અભ્યાસથી શું થયું ? કે, શુદ્ધ તત્ત્વની પ્રાપ્તિ થઈ. શુદ્ધ તત્ત્વનો અનુભવ થયો. એટલે ? કે, અનાદિથી પુણ્ય અને પાપ, રાગાદિનો જે અનુભવ હતો એનાથી ભિન્ન પડીને આત્મતત્ત્વનો અનુભવ થયો. આહા..હા...! ભગવાનઆત્મા સચ્ચિદાનંદ પ્રભુ, અતીન્દ્રિય અતીન્દ્રિય અનંત અનંત આનંદ ને અતીન્દ્રિય ગુણોનો પિંડ પ્રભુ, ભગવત સ્વરૂપ પ્રભુઆત્મા છે), પણ કેમ બેસે ? આહા..હા...! એક બીડી પીવે ત્યાં એને જાણે આમ.. આ..હા...! તલપ ચડી જાય. આ..હા..! એક સારો પાપડ અને સારું અથાણું મળ્યું હોય, એને ખાય તો એમ થઈ જાય કે, આ..હા..હા...! શું છે ? પ્રભુ ! તું ક્યાં ગયો ? કહે છે કે, એકવાર તો (ભેદજ્ઞાન) કર હવે. અનંત વા૨ એ કર્યું. એકવા૨ એને રાગથી ભિન્ન પાડવાનો અભ્યાસ તો કર. એનાથી તને શુદ્ધ આત્માની ઉપલબ્ધિ – પ્રાપ્તિ થશે. જે અભ્યાસ નથી, રાગને પોતાનો માનવાનો અભ્યાસ છે તેમાં દુઃખની પ્રાપ્તિ છે અને એનાથી પાડતા તને આત્માની પ્રાપ્તિ, આત્માનો અનુભવ થશે. આહા..હા...! આવી ધર્મની રીત હવે. આમાં નવરાશ ક્યાં છે ? શાંતિભાઈ' ! આ..હા..! બે-પાંચ લાખ, દસ લાખ પેદા થાતા હોય, છોકરાઓ કમાતા હોય એમાં આ..હા..હા...! (થઈ જાય). અરે... પ્રભુ ! શું કરે છે તું ? દુ:ખને પંથે ગયો છો, પ્રભુ ! એકવા૨ એનાથી ભેદ પાડવાના અભ્યાસના અનુભવથી તને આત્માની ઉપલબ્ધિ નામ અનુભવ થશે. આહા..હા...! મુમુક્ષુ : એકવા૨ કે વારંવા૨ ? ઉત્તર :– એકવાર કરતાં જ થઈ જશે. પહેલો અભ્યાસ કરે છે પણ થાય છે ત્યારે એક ક્ષણમાં જ થાય છે. આહા..હા...! ભાષા અભ્યાસ છે, શરૂઆતમાં તો એમ થાય ને ! રાગાદિ, જેમાં ૫૨ દિશા તરફની દશા (થાય છે), રાગની, પુણ્યની, દયા, દાન, દેશની એને ફેરવીને પોતા તરફ વાળવી કે આ હું નહિ, એવો અભ્યાસ કરતાં તને આત્માની પ્રાપ્તિ થશે, એમ કહે છે. એમ આવ્યું ને ? (શુદ્ધતત્ત્વઃપતન્માત્ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થશે. જે રાગ ને દ્વેષના દુઃખના પંથમાં તું દોરાય ગયો (એ) ઝેરના પ્યાલા પીવે છે, બાપા ! અને તું રાજી થઈને રખડી રહ્યો છો. આહા..હા...! ‘હીરાલાલભાઈ’ ! આહા...હા...! આત્મા સિવાયની બહારની ચીજોમાં કયાંય પણ તને વિશેષતા, અધિકતા, વિસ્મયતા લાગે એ બધો દુઃખભાવ, મિથ્યાત્વ ભાવ છે. આહા..હા...! એ મિથ્યાત્વ ભાવથી ભેદજ્ઞાનનો અભ્યાસ કરવાથી (એટલે કે) એ હું નહિ, હું તો ચૈતન્યસ્વરૂપ છું. સચ્ચિદાનંદ પ્રભુ, પૂર્ણાનંદનો નાથ, અતીન્દ્રિય આનંદથી ભરેલો ભંડાર, અતીન્દ્રિય આનંદથી પૂર્ણ ભરેલો ભંડાર છું. Page #591 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૨ ૫૭૩ આહા..હા...! આ પૈસા તો ખૂટી પણ જાય. અહીં તો ખૂટે નહિ એવી લક્ષ્મી છે ઈ ! આ..હા..હા...! (શુદ્ધતત્ત્વઃપતન્માત) (અર્થાત્) અનુભવ થઈને. શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિથી... એટલે અનુભવથી. ક્રમ મૂકે છે. (રાગ્રામપ્રય રાત્) ‘રાગના સમૂહનો વિલય...’ રાગ, દ્વેષ, પુણ્ય, પાપ એ બધું રાગમાં જાય છે. આહા..હા...! દયા, દાન, વ્રત, ભક્તિ, તપસ્યા વગે૨ે રાગમાં જાય છે. એ રાગગ્રામ – રાગનો સમૂહ (છે). એ બધા રાગના સમૂહમાં જાય છે. આહા..હા...! આવો ધર્મ હવે. રાગનો ગ્રામ. ગ્રામ એટલે સમૂહ. બધો રાગનો સમૂહ છે. વિકલ્પ જેટલા (થાય), દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, વિષયભોગ વાસના. આહા..હા...! એ બધો રાગનો ગ્રામ સમૂહ છે, એ રાગનો ઢગલો છે. આ..હા...! એનો પ્રલય ક૨ના૨. એવા રાગગ્રામને પ્રલય ક૨ના૨. પ્રલય નામ એનો નાશ કરવાથી. આહા..હા...! છે ને ? રાગના સમૂહનો વિલય કરવાથી...' ઝીણી વાત તો છે, ભાઈ ! આહા..હા...! રાગના સમૂહનો વિલય કરવાથી...' (ર્મનાં સંવરે) ‘કર્મનો સંવર થયો...’ એટલે કે રાગને અટકાવ્યો અને સ્વભાવ સન્મુખમાં શુદ્ધતાની દશા પ્રગટ કરી તેથી કર્મ અટકયા. રાગનો સમૂહ જ્યાં અટક્યો એટલે કર્મ આવતા અટકયા. આહા..હા...! આ વર્ષીતપ કરે માટે કર્મ અટકી જાય ને અપવાસ કરે તો કર્મ અટકી જાય, એમ નથી. એ બધી રાગની ક્રિયાઓ (છે) આ..હા...! અને એમાં પણ ધર્મ થાય છે એમ માને છે તો મિથ્યાત્વનું પોષક છે. આ..હા...! સત્ય પ્રભુ, એનાથી (એ) બધા જુઠાણાના સેવન છે. આહા..હા...! સચ્ચિદાનંદ પ્રભુ, સત્ સ્વરૂપ આત્મા, અતીન્દ્રિય આનંદનો ભંડાર, એનાથી ઊંધી માન્યતા એ બધા અસત્ય આચરણ છે. આહા..હા...! સત્યનો અનાદર કરનારી છે. એને કહે છે કે, અટકાવતા. ‘કર્મનો સંવર થયો....’ રાગનો સમૂહ અટક્યો અને અહીં સંવ૨ દશા, સમ્યગ્દર્શન એટલે આત્માનો અનુભવ થયો એટલે રાગથી જે કર્મ આવતું એ અટકી ગયું. આહા..હા...! ઝીણી વાત બહુ આમાં. કર્મનો સંવ૨ થયો અને કર્મનો સંવર થવાથી,...' (જ્ઞાને નિયતક્ તત્ જ્ઞાનં પવિતા) જ્ઞાનમાં જ નિશ્વળ થયેલું એવું આ જ્ઞાન...’ આહા..હા...! જ્ઞાન એટલે આત્મા. અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ, જ્ઞાનસ્વરૂપ, એમાં એકાગ્ર થવાથી. છે ? જ્ઞાનમાં જ નિશ્વળ થયેલું...’ પોતાના શુદ્ધ સ્વરૂમાં નિશ્વળ થયેલું, રાગના સમૂહથી ખસી ગયેલું. તેથી તેને કર્મનું આવરણ આવતું નથી અને અહીં જ્ઞાનમાં ઠરતાં, જ્ઞાનમાં નિયત થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું...’ જ્ઞાતા-દૃષ્ટાપણાની દશા પ્રગટ થઈ. આહા..હા...! આનું નામ ધર્મ, જ્ઞાન જ્ઞાતા-દષ્ટાપણાની દશા. છે ? જ્ઞાનમાં જ નિશ્વળ થયેલું એવું જ્ઞાન....' જ્ઞાનમાં એટલે આત્મામાં નિશ્વળ થયેલું જ્ઞાન. જે રાગમાં નિશ્વળ થયેલું અજ્ઞાન હતું એ ટાળીને જ્ઞાનમાં જ્ઞાન થયેલું નિશ્ચય જ્ઞાન. આ...હા...હા...! આ જ્ઞાન ઉદય પામ્યું..' (અર્થાત્) સમ્યજ્ઞાન પ્રગટ થયું. હું ચૈતન્યમૂર્તિ = Page #592 -------------------------------------------------------------------------- ________________ પ૭૪. સમયસાર સિદ્ધિ-૬ છું, જ્ઞાતા-દષ્ટ છું એવું સમ્યગ્દર્શનમાં પ્રગટ થયું. આહા..હા...! હું રાગ અને પુણ્ય ને દયા, દાન ને વ્રત ને કામ, ક્રોધ, ભોગના ભાવ એ મારા હતા અને એમાં મને ઠીક હતું, એ અજ્ઞાન, મિથ્યા ભ્રમણા (હતી). આહા..હા...! એ ભ્રમણા ટાળીને આત્મામાં આનંદ છે એ જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું. રાગથી ખસી ગયું, રાગના સમૂહથી ખસી ગયું અને જ્ઞાનના, આનંદના સમૂહમાં ઠરી ગયું. આ..હા...હા...! આવી જાત હવે. ‘આ જ્ઞાન ઉદય પામ્યું...” (વિશ્વત્ પરમ” તોષ) કેવું જ્ઞાન ઉદય પામ્યું ? કે જે જ્ઞાન પરમ સંતોષને....” “તોષ” છે ને ? (એટલે) પરમ સંતોષને. “વિશ્વ (એટલે) ધારણ કરતું. આહા..હા..! પરમ સંતોષ - આનંદ પરિણમતું, આનંદરૂપે પરિણમતું. આહા..હા.! વિકાર, રાગના સમૂહમાં એ દુઃખરૂપે જે પરિણમન હતું એમાંથી ખસીને આત્મ સ્વભાવ સન્મુખ આવ્યો એટલે તેને આત્માના આનંદનો સંતોષ “વિશ્વ ધાર્યો. હવે આનંદનો ધારી રાખ્યો. હવે આનંદનું પરિણમન થયું. આહા...હા..! આ તો અધ્યાત્મ શ્લોક છે. એમાં સંવરનો છેલ્લો શ્લોક છે અને જ્ઞાનની મહિમા (કરે છે. ભગવાન આત્મા જ્યાં જ્ઞાનસ્વરૂપ પ્રગટ થયું એની શું વાત કરવી ? કહે છે. એની મહિમાની વાત કરે છે. આહા..હા..! અરે! ટાણી મળ્યા ત્યારે અભ્યાસ કર્યો નહિ અને ટાણા મળ્યા નહિ ત્યાં રખડીને સાંભળવાનું મળ્યું નહિ. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચૌઇન્દ્રિય... આ..હા...! અરે..! મનુષ્યપણું પામ્યો પણ અનાર્ય દેશમાં બોકડા કાચા ખાય. અનાર્ય દેશમાં. બોકડા સમજાણું ? ઘેટું. નાના બચ્ચા હોય ને ? નાના બચ્ચા સીધા આમ કાચા ખાય. કાચા કટકા કરીને ખાય). આ..હા..! હવે એમાં આવા મનુષ્યના અવતાર મળે તોય શું ? આ..હા...! જેનકુળમાં અવતાર થયો અને એમાં પછી સત્ય વાત કાને પડવી.. આહાહા...! એવી દુર્લભતાના કાળમાં દુર્લભ વસ્તુને પ્રાપ્ત કરી લે. પૈસા-ફેસા મેળવવા એ કાંઈ દુર્લભ નથી, એમ કહે છે. આહા...હા...! પાંચ લાખ પેદા કર્યા છે, દસ લાખ પેદા કર્યા છે. | મુમુક્ષ :- એક શાસ્ત્રમાં તો એમ લખ્યું છે કે ધર્મ સુલભ છે અને પૈસો દુર્લભ છે. ઉત્તર :– સુલભ છે. શું શું કીધું ખબર છે ? ઈ વાત બીજી વાત છે કે, પૈસો સુલભ છે એટલે એને પૂર્વનું પુણ્ય હોય તો મળે છે અને આ તો પુરુષાર્થથી મળે છે. છે શબ્દ છે શાસ્ત્રમાં. દસ પ્રકારની ભાવના છે ને ? પૈસો મળવો સુલભ છે, એટલે ? કે, એનો એમાં કાંઈ પુરુષાર્થ કામ કરતો નથી. એ તો એના પૂર્વના પુણ્યના પરમાણુ પડ્યા હોય તો એવા સંયોગ દેખાય. દેખાય, હોં ! મને શું ? ધૂળ એને મળે ? એની પાસે ક્યાં મળે છે ? એને મમતા મળે છે. આને “બલુભાઈને મોટું કારખાનું હતું. સીત્તેર લાખનું ! એ વેચી નાખ્યું, કાઢી નાખ્યું. આ.હા...! કારખાને અમે ગયા હતા. “રામજીભાઈ હતા, બધા હતા. આહાર કરવા ગયા હતા તે દિ નહિ ? આહાર કર્યો હતો નહિ ત્યાં ? આ.હા...! Page #593 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩ર પ૭૫ બધું જોયું હતું. અરેરે..! ભગવાન તારો માર્ગ કોઈ જુદી જાત છે, બાપુ ! આ બધી બહારની સ્મશાનની જાળું છે. સ્મશાનમાં જેમ અગ્નિ ભભકારા મારે, હાડકા બળેલા હોય ને, ઈ તાજા હોય તો આમ અગ્નિ ચમક ચમક ચમક થાય. એમ ભગવાનઆત્મા સિવાય આ બધા મસાણના ભભકા છે. આહા...હા...! એ ભાઈ કહેતા હતા, ભાઈ નથી, “મલકચંદના” દીકરા છે ને આ ? પૂનમચંદ ! પાંચ-છ કરોડ રૂપિયા (છે). એક ભાઈને વાત કરતા હતા, એના બાપ બેઠા હતા. બાપાએ એક પૈસાનો રસ ચાખ્યો છે ક્યાં ? એટલે એમ કે ત્યાં પૈસા ક્યાં હતા ? એના બાપ પાસે ત્રીસ-ચાલીસ હજાર હતા. બાપાને એમ કહે કે, પૈસાનો રસ ચાખ્યો છે ક્યાં ? એને કે દિ હતા ચાર કરોડ ને પાંચ કરોડ રૂપિયા? અમે આ પાંચ કરોડના રસ ચાખ્યા છે. ઝેરના (રસ ચાખ્યા છે). આહાહા..! અહીં તો જગતથી બીજી વાત છે, બાપુ ! દુનિયા ધર્મને નામે વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાને ધર્મ માને છે એ પણ અધર્મ છે. આહા..હા...! અહીં તો એનાથી ભિન્ન પડેલું તત્ત્વ આખું પડ્યું છે એનું જ્ઞાન કરીને જ્ઞાનમાં વિખ્રત્ પરમ્ તોષ) “વિખ્ર' પરમ સંતોષને આનંદને પરિણમાવતું. પરમ આનંદને ધારણ કરતું. આહા..હા...! જે અનાદિથી રાગને પુણ્યને ધારણ કરીને મારા માનીને મિથ્યાત્વમાં પડ્યો હતો. આ..હા...! એ ભેદજ્ઞાન કરીને, અતીન્દ્રિય આનંદને ધારણ કરીને ત્યાં પડ્યો છે હવે. આહાહા! આવી વાત છે. અતીન્દ્રિય આનંદનું પરિણમન કરી એણે ધારી રાખ્યું. રાગનું પરિણમન કરીને જે ઓલા રાગને ધારી રાખ્યો હતો, એ આ આનંદનું પરિણમન કરીને આનંદને ધારી રાખ્યો. જ્ઞાન એટલે આત્મા, એનો સંતોષ એટલે આનંદ. “પરમ અતીન્દ્રિય આનંદને) ધારણ કરે છે... ઇ “વિશ્વનો અર્થ કર્યો છે. આહાહા..! જુઓ, આનું નામ ધર્મ. જેણે રાગના સમૂહને ભિન્ન પાડી અને આનંદના સમૂહનો ભગવાન આત્મા, એમાં જેણે જ્ઞાનમાં જ્ઞાનની સ્થિરતા કરી, એણે અતીન્દ્રિય આનંદને ધારી રાખ્યો. એ અતીન્દ્રિય આનંદના સ્વાદમાં પડ્યો છે. આહા..હા...! એનું નામ સંવર અને નિર્જરા છે. કહો, ‘ચીમનભાઈ ! દુનિયા બિચારી ક્યાંય રખડતી પડી છે. આહા..હા..! ક્યાંય માની, ક્યાંય મનાવે છે. ધર્મને નામે ક્યાંય મનાવ્યું છે. હેરાન હેરાન થઈ ગયા છે. સંસારને નામે તો રખડે છે. આ..હા..! જ્ઞાન પરમ સંતોષ – પરમ આનંદ, જે રાગ અને પુણ્ય-પાપના ભાવમાં પરમ દુઃખ હતું અને એ દુઃખમાં અમને ઠીક પડે છે એમ હતું. આ.હા..! અને એણે દુઃખને ધારી રાખ્યું હતું. એ હવે ગુલાંટ ખાય છે. એ રાગ નહિ, હું તો આત્મા આનંદસ્વરૂપ છું. એ અતીન્દ્રિય આનંદનો ગંજ છે, અહીં રાગનો સમૂહ હતો, રાગગ્રામ હતું. આહા..હા...! ગ્રામ છે ને ? આવી ગયું હતું. રાગગ્રામ પ્રલય કરનાર. રાગના સમૂહને નાશ કરી અનંત અનંત આનંદાદિ સમૂહને પ્રગટ કરી. આહા..હા...! મન-બાનો જેનો પ્રકાશ નિર્મળ છે.” આ..હા..હા..! ભગવાન આત્મા રાગથી Page #594 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ સમયસાર સિદ્ધિ-૬ ભિન્ન પડીને આત્માનો અનુભવ કરે એ અનુભવ નિર્મળ છે. એમાં રાગ અને દ્વેષનો કણ, મળ, મેળ નથી. આહા..હા..! દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ તો રાગ છે, મેલ છે, મળ છે, દોષ છે. આહાહા.! અરે.રે...! ક્યાં જાવું એને ? કહે છે કે, અંતરમાં “મનમાતોનિર્મળ વસ્તુને આલોકે. (રાગાદિને લીધે મલિનતા હતી તે હવે નથી),...” “અમ7માનોછમ્ આહા! નિર્મળ જ્ઞાનપ્રકાશ થયો. આ..હા...! “ગાતોમ્' એટલે નિર્મળ પ્રકાશ. ““જે અપ્લાન છે (અર્થાત્ ક્ષાયોપથમિક જ્ઞાનની માફક કરમાયેલું–નિર્બળ નથી,)ક્ષયોપશમ જ્ઞાન છે એ તો કરમાઈ ગયેલું (છે). ઘડીકમાં રહે અને ઘડીકમાં કાંઈ ન રહે. આહા..હા..! આ તો અંદર ભગવાન આત્મા સમ્યગ્દર્શન પામ્યો એને આત્માના સ્વભાવમાંથી જ્ઞાન પ્રગટ થયું એ કરમાયેલું જ્ઞાન નથી. એ જ્ઞાન કરમાતું નથી. આહા...હા...! એ ખીલતું જ્ઞાન છે, એ વધતી, ચડતી ડિગ્રીએ છે. આ...હા...હા...! બહારમાં કાંઈક સરખાઈ હોય તો એમ કહે કે, આપણે ચડતી ડિગ્રીએ છે ત્યાં આ ક્યાં આ કરો છો ? કહે, વાતું કરે. અમારે એમ થયું હતું. “ખુશાલભાઈના લગ્ન થયા પછી આમ મારી લગ્નની વાત આવી. ગૃહસ્થને ઘરેથી, સારા લાખોપતિના ઘરેથી. મેં ના પાડી, મારે બ્રહ્મચર્ય છે. એટલે કો'ક બોલ્યું કે, અરે..! ચડતી ડિગ્રીએ તમે તોડી નાખો છો. (સંવત) ૧૯૬૮ના માહ મહિનાની વાત છે. ચડતી ડિગ્રી કહે. આહાહા..! લાખોપતિની દીકરી આવે છે અને તમે ના પાડો છો કે, નહિ. આહા..હા..! ચડતી ડિગ્રી તો આ છે. આહા..હા...! ચડતું જ્ઞાન ને ચડતી શાંતિ, રાગથી ભિન્ન પડીને વધતું જાય એ ચડતી ડિગ્રી છે. આહા...હા.... દુનિયામાં તો એમ માને કે દીકરો મારે ઘરે પરણે, બે-પાંચ કરોડવાળાને ત્યાં પરણે) તો ઓ...હો..હો..! ઓલી પાંચ-પચીસ લાખ લઈને આવે તો જાણે શું કર્યું ! ધૂળ છે, મસાણ છે, રાખ છે સાંભળને ! આહા...હા..! - અજ્ઞાન છે. કહે છે કે, વિકારના ભાવથી ભિન્ન પડીને આત્મજ્ઞાન થયું એ જ્ઞાન હવે કરમાતું નથી. આ..હા...! આચાર્યની શૈલી જ કોઈ એવી છે. એ જ્ઞાન પ્રગટ્યું એ પ્રગટ્ય (હવે) એ જ્ઞાન કેવળજ્ઞાન લેવાનું. આ.હા..હા...! બીજ ઉગી એ પૂનમ થવાની, થવાની ને થવાની. બીજ ઉગી છે પૂનમ થાય જ. એમ જેને આત્મજ્ઞાન રાગથી ભિન્ન પડીને થયું એ અપ્લાન જ્ઞાન છે. નહિ કરમાય. ક્ષયોપશમ જ્ઞાન કરમાઈ જાય છે. આહાહા...! છે તો આયે ક્ષયોપશમ પણ બીજી જાતનું, આત્મા તરફનું. આહાહા! ચાલતા માર્ગથી જાત કાંઈક બીજી છે. દુનિયાની તો બધી ખબર છે ને ! આ...હા...! અપ્લાન. અમ્લાન (એટલે) કરમાતું નથી, નિર્બળ નથી. ‘સર્વ લોકાલોકને જાણનારું છે... કેવળજ્ઞાન સુધી લીધું છે ને ! ભાઈ ! ભેદજ્ઞાન થયું, નિર્મળ જ્ઞાન થયું એમાં સ્થિર થતાં થતાં કેવળજ્ઞાન થઈ ગયું. અહીં સંવરનો છેલ્લો Page #595 -------------------------------------------------------------------------- ________________ શ્લોક-૧૩૨ ૫૭૭ સરવાળો લેવો છે ને ? આ..હા..હા...! જે એક છે...’ ઓલા ક્ષયોપશમમાં તો ભેદ હતા. એક કેવળજ્ઞાન, એક સમયનું અનંત આનંદને વેદતું કેવળજ્ઞાન પ્રગટ્યું. અનંત અતીન્દ્રિય આનંદ જે આત્માનો (છે) એ અતીન્દ્રિય આનંદને વેદતું અનંત કેવળજ્ઞાન પ્રગટ્યું. આહા..હા... ! એકલું છે, એકરૂપ છે, એમાં ભેદ નથી. ક્ષયોપશમથી ભેદ હતા એ નથી. શાશ્વત-પઘોતમ્” આ..હા..હા...! શું મંગળિક કર્યું છે ને ! એ અંદરમાં આત્મા જેમ શાશ્વત છે તેમ એનું જ્યાં રાગથી ભિન્ન પડીને જ્ઞાન થયું, ભાન, સમ્યગ્દર્શન, જ્ઞાન થયું એથી એને સમ્યગ્દર્શન, જ્ઞાન વધીને કેવળજ્ઞાન થવાનું, એ શાશ્વત રહેવાનું. એ કેવળજ્ઞાન થયું એ થયું. એમ ને એમ અનંતકાળ રહેવાનું. આહા..હા..! અહીં તો પાંચ-પચીસ કરોડ આવે અને વ૨સ, બે વરસ (થાય ત્યાં) ભિખારી થઈ જાય. બિહા૨’માં ધરતીકંપ થયો હતો ને ? એક કરોડપતિ માણસ બહાર ફરવા ગયેલો. કરોડપતિ, હોં ! ફરવા ગયેલો. પોતા પાસે સાત-આઠ હજાર રૂપિયાનું કાંઈક કહે, ચાંદીનું કે ઘડીયાળ (હશે), જ્યાં આવ્યો ત્યાં કુટુંબ ને મકાન ને બધું ગામ પ્રલય નાશ થઈ ગયો). બહા૨ કચાંક ફરવા ગયેલો. આહા..હા...! એક ક્ષણમાં ખલાસ. એ પાછો આવ્યો, અહીં જામનગ૨’. ત્યાં એક વિનયમાર્ગ છે. બધાને પગે લાગે. ઈ બધાને પગે લાગે. એમાં પાછો આવ્યો, ભાષણ જ્યાં કર્યું ત્યાં ભાષણ કરતો કરતો મરી ગયો. એમાં આ સંસાર ઘડીકમાં કાંઈ કાંઈ. ક્ષણમાં ગરીબ બનાવ્યો અને ક્ષણમાં પાછો અહીં આવ્યો ત્યાં દેહ છૂટી ગયો. ભાષણ કરતો હતો. લોકોને પહેલા કાંઈક પૈસા આપેલા. એટલે શેઠિયા આવ્યા છે, શેઠિયા (એમ કરીને ભાષણ કરવા ઉભા કર્યા). આહા..હા...! પણ એ તો કો'કને થાય એમ માને. અમારે (કાં) છે ? અમારે ક્યાં (કંઈ છે) ? નિરોગ શરી૨ છે, બે-ત્રણ લાડુ ઉડાવીએ છીએ, પત્તરવેલિયા ખાઈએ છીએ, ઓ.. ઓડકાર ખાઈને) બે-ત્રણ કલાક નિરાંતે સૂવે. ધૂળેય નથી, મરી ગયો છે, સાંભળને. આત્મા આનંદના નાથને પ્રભુ તેં મારી નાખ્યો. તેં પરમાં સુખ માનીને આત્મામાં સુખ છે તેને તેં મારી નાખ્યો. આહા..હા...! જીવતી જ્યોત ભગવાન આનંદનો નાથ છે ને ! આ..હા..હા...! એ જીવતી જ્યોતનો અનાદર કરીને મરી ગયેલા મડદાં. પુણ્ય ને પાપ ને રાગ ને દ્વેષ મડદાં છે. એને જીવતા માનીને, સુખી માનીને બેઠો છો. આવું છે. દુનિયાથી ઊંધું છે, ભઈ ! આહા...હા...! પચાસ કરોડ રૂપિયા, લ્યો ! ‘ચીમનભાઈ’ના શેઠને ત્યાં હમણાં આવ્યા હતા ને ! મુંબઈ’ ! ‘ચીમનભાઈ’ એમાં નોક૨ હતા ને ! એ આવ્યો હતો. પચાસ કરોડ ! વૈષ્ણવ છે, બૈરા બધા જૈન છે. પ્રેમ બિચારાને એટલે આવ્યો હતો. (એમના ઘરે) ગયા હતા ને ! ઈ આવ્યા ત્યારે નાળિયેર મૂક્યું, એક હજાર રૂપિયા મૂક્યા હતા. ઘરે ગયા ત્યારે પંદરસો મૂક્યા હતા. ઘરે પંદરસો રૂપિયા મૂક્યા હતા. પૈસા ધૂળમાં શું ગણતો હતો ? મુમુક્ષુ :– એના ભાઈના છોકરાનું હમણાં જર્મની'માં હાર્ટ ફેઈલ થઈ ગયું. = Page #596 -------------------------------------------------------------------------- ________________ પ૭૮ સમયસાર સિદ્ધિ-૬ ઉત્તર :- એમ ! ઈ તો નાશવાનમાં બાપુ ! ક્યારે શું થશે ? આ તો કહે છે કે, શાશ્વત જ્ઞાન પ્રગટ્યું. આ.હા...હા...! રાગથી ભિન્ન પડી સમ્યગ્દર્શન પ્રગટ કર્યું, સંવર પ્રગટ કર્યો, એટલું કર્મનું આવવું અટકાવી દીધું પછી સ્વરૂપમાં ઠરતાં કેવળજ્ઞાન થયું એ શાશ્વત કેવળજ્ઞાન રહેશે. એમ ને એમ પ્રગટ્યું ત્યારથી તે અનંત કાળ (રહેશે). અનંત અનંત જેનો અંત નહિ. આહાહા. શાશ્વત-ઉદ્યોતમ્ જેનો ઉદ્યોત શાશ્વત છે (અર્થાત્ જેનો પ્રકાશ અવિનશ્વર છે).' ઓ.હો.હો....! શ્લોક ભારે મંગળિક ! દુનિયાની સામે બધું મૂક્યું છે. દુનિયા મોટા ચક્રવર્તીના રાજ પડ્યા હોય. “બ્રહ્મદત્ત' મરીને સાતમી નરકે ગયો. છ— હજાર તો સ્ત્રી, છનું કરોડ પાયદળ, સોળ હજાર દેવ સેવા કરે, એને હીરાના શું કહેવાય ? ઢોલિયા, પલંગ. હીરાના પલંગમાં સૂતો હોય અને સોળ હજાર દેવ સેવા કરતા. (ઈ) મરીને સાતમી નરકે ગયો. અત્યારે સાતમી નરકે છે. આહાહા....! બાપુ ! એ નરકના દુઃખ એક ક્ષણના, ભાઈ ! દેખનારાને રૂદન આવે એવા દુઃખો છે. ભાઈ ! તેં એવા દુઃખ અનંત વાર સહન કર્યા છે, બાપુ ! તને હરખ શેનો આવે છે ? બહારના હરખ તને શેના આવે છે ? આહા..હા...! બહારની ચીજમાં તારા કરતાં અધિકપણું, વિશેષપણું કેમ ભાસે છે? તું મહા અધિક ભગવાન છો અંદર અને એનું જ્ઞાન અને ભાન થતાં કેવળજ્ઞાન થઈને પછી શાશ્વત રહે. અનંત અનંત કાળ, આદિ વિનાનો અનંત કાળ. બહુ મંગળિક કર્યું. આહા..હા.! ટીકા – “આ રીતે સંવર (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.” એટલે સંવર પૂરો થઈ ગયો ને કેવળજ્ઞાન થઈ ગયું. એમ હવે સંવર કરવો રહ્યો નહિ. સંવર નીકળી ગયો. આહા..હા...! ભાવાર્થઃ- “રંગભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો....” સંવર એટલે ધર્મની દશા. રાગ વિનાની નિર્મળ નિર્મળ નિર્મળ ભેદજ્ઞાન દશા. એવો જે સંવર, આનંદ, શાંતિના વેદન સહિત, જે સંવર પ્રગટ થયો એ સ્વાંગ પૂરો થઈ ગયો. એ “સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો.” એટલે સંવર પૂરો થઈ ગયો, કેવળજ્ઞાન થઈ ગયું. હિન્દી. ભેદવિજ્ઞાનકલા પ્રગટે તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી, રાગ-દ્વેષ-વિમોહ સબહી ગલિ જાય ઈમે દુઠ કર્મ રુકાહી; ઉજ્વલ જ્ઞાન પ્રકાશ કરે બહુ તોષ ધરે પરમાતમમાહી, યોં મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહીં. ઓલામાં કહ્યું કે, કર્મ ધારણ કર્યું હતું ને ? આહાહા.! “ભેદવિજ્ઞાનકલા પ્રગટે.” આહાહા...! રાગના કણથી ભિન્ન). શરીર, વાણી આ તો માટી ને ધૂળ જડ છે. એ તો મસાણની રાખું થવાની. આહાહા...! પણ અંદર રાગ, પુણ્ય-પાપના ભાવ (થાય) એનાથી ભેદજ્ઞાન કરતાં જે સમ્યગ્દર્શન અને સંવર થાય. ‘તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી...” ત્યારે Page #597 -------------------------------------------------------------------------- ________________ શ્લોક–૧૩ર પ૭૯ પોતાનો શુદ્ધ સ્વભાવ પ્રાપ્ત કરે. જે રાગને, પુણ્ય-પાપને અનાદિથી પ્રાપ્ત કરતો, એનાથી ભિન્ન પડીને. આહા..હા...! દુનિયાથી બધું ઊંધું છે. આહા! “ભેદવિજ્ઞાનકલા પ્રગટે તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી.... પોતાના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ કરે. ‘રાગ-દ્વેષ-વિમોહ સબહી ગલિ જાય.” રાગ-દ્વેષ ને વિમોહ (એટલે) મિથ્યાત્વ “સબહિ ગલિ જાય.” (એટલે) નાશ થઈ જાય. “ઈમૈ દુઠ કર્મ કાહી;...” દુષ્ટ કર્મ રોકાઈ જાય. સંવર આવતા આત્માની સ્થિરતા થતાં કર્મ રોકાઈ જાય આહાહા.... “ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ કરે.” અંતરની ચૈતન્યની ઝળહળ જ્યોતિ, ચૈતન્યના પ્રકાશની મૂર્તિ, કેવળજ્ઞાનનો કંદ પ્રભુ, એ પર્યાયમાં ઉજ્જવળ જ્ઞાનપ્રકાશ કરે. આહા..હા...! “બહુ તોષ ધરે.” ઘણો આનંદ ધારણ કરે, ઘણો આનંદરૂપે પરિણમે, અતીન્દ્રિય આનંદરૂપે જ્ઞાન પરિણમે. સંવર થતા તેના ફળમાં અતીન્દ્રિય આનંદરૂપે પરિણમે. આહાહા...! પુણ્ય-પાપ અને આમ્રવના ફળમાં દુઃખી થાય. બહારના સંયોગ મળે એમાં રાજી થાય, દુઃખી થાય. આહા..હા...! ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ કરે બહુ તોષ.” આનંદે પરિણમે, આનંદ ધારે. પરમાતમમાહી.” પરમાત્મા આત્મા એમાં આનંદને ધારે. એમાં આનંદનું પરિણમન કરે. એમાં ને એમાં જે ઊંધો પડ્યો, રાગ-દ્વેષ અને દુઃખનું પરિણમન કરતો, એ સવળો પડ્યો એ આત્મામાં આનંદના સંતોષને ધારણ કરે. આહા..હા...! “યોં મુનિરાજ..” મુખ્ય મુનિની વાત છે ને ! “ભલી વિધિ ધારત...” આ જ ભલી રીતીને ધારત. જે કીધી હતી તે સંવરની ધારક. કેવલ પાય સુખી શિવ જાહીં? લ્યો કેવળજ્ઞાન પામીને શીવ – સુખી શીવ થાય. શીવ જાય એટલે મોક્ષ થાય. આહા..હા..! આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકાઆત્મપ્રસિદ્ધિ. આ ટીકાનું નામ આત્મખ્યાતિ (છે). આત્માની પ્રસિદ્ધિ થાય છે. જે અનાદિથી રાગ ને વિકારની પ્રસિદ્ધિ હતી એનો નાશ કરીને આત્માની પ્રસિદ્ધિ થાય છે. આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, શાંત સ્વરૂપ, વીતરાગમૂર્તિ પ્રભુ છે એની પ્રસિદ્ધિ થાય છે. એનું નામ ધર્મ કહેવાય છે. આહાહા..! અરે.રે...! આવું સાંભળવા મળે નહિ ત્યાં બિચારા શું કરે ? એમ ને એમ બહારમાં કાંઈક સરખાઈ ભાળે ત્યાં સંતોષાય જાય ને (માને કે) એ. અમે સુખી છીએ. એક ફેરી કહ્યું હતું ને? ‘નાનાલાલભાઈના સગા હતા, “ચુડગર હતા. અમારા સગાં સુખી છે, કહે. કરોડપતિ “નાનાલાલભાઈ’, ‘રાજકોટ’. ‘જસાણી. જસાણી” એના વેવાઈ અહીં આવ્યા હતા. આવે ને બધા આવે તો ઘણીવાર. (ત્યારે કહેતા હતા કે, અમારા વેવાઈ સુખી છે. કીધું, સુખીની વ્યાખ્યા શું ? સુખીની વ્યાખ્યા શું ? આ પૈસા ધૂળ મળે, કરોડપતિ ઈ સુખી ? ગાંડા તે ગાંડા, પાગલ દુનિયા પાગલ આખી. પૈસાવાળાને સુખી માને. Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ સમયસાર સિદ્ધિ-૬, આ.હા...! પાગલ છે, મુખઈ છે મોટી. આ તો આત્મામાંથી આનંદ આવ્યો, કહે છે. ધર્મ કરતાં, રાગથી ભિન્ન પડતાં, વિકલ્પથી ભિન્ન પડતાં નિર્વિકલ્પ આનંદનો અનુભવ આવતા પૂર્ણ આનંદ પ્રગટ્યો એ શાશ્વત રહેવાનો. આહાહા..! એ અધિકાર પૂરો થયો. આત્માર્થી :- આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે પુરુષાર્થ કેવી રીતે કરવો ? પૂજ્ય ગુરુદેવ :- પ્રથમ વિચારમાં નિરાવલંબીપણે ચાલવું જોઈએ. કોઈના આધાર વિના જ અધ્ધરથી જ ચાલે કે હું આવો છું. ઉત્પાદન વ્યય-ધ્રુવ સ્વરૂપ છું.. વિગેરે. તે વિચારો ચાલતાં ચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહિ. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ હું. આ હું. એમ ઘોલન ચાલતાં ચાલતાં એ વિકલ્પો પણ છૂટી જાય, પછી તો સહજ થઈ જાય. સ્વાધ્યાય વખતે પણ આનું આ જ લક્ષ ચાલ્યા કરતું હોય, આ દ્રવ્ય, આ ગુણ, આ પર્યાય. આ વિચારો ચાલતાં આખા જગતના બીજા વિકલ્પો છૂટી ગયા હોય છે. શાસ્ત્રોના શબ્દો વિના હૈયા-ઉકેલ થઈ જવો જોઈએ. ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ. બીજું ઓછું સમજાતું હોય તેનું કાંઈ નહિ... અન્ય સર્વ વિકલ્પો છૂટી જાય અને અધ્ધરથી આત્મા સંબંધી જ વિચારો ચાલ્યા કરે અને વળગ્યા જ રહે. આખી સત્તાનું જ્ઞાનમાં ઘોલન ચાલે છે. પ્રયોગ તો એણે જ કરવો પડે છે. વિશ્વાસ આવવો જોઈએ. બીજી બીજી ચિંતાઓ હોય તો આ ક્યાંથી ચાલે ?... આનો અભ્યાસ વારંવાર જોઈએ. - પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ એપ્રિલ-મે-૨૦૦૩ Page #599 -------------------------------------------------------------------------- ________________ વાંચકોની નોંધ