________________
શ્લોક–૧૦૪
૫૩
પ્રવૃત્ત) એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, (મુનય: જીભુ અશરણા: નૈ પત્તિ) મુનિઓ કાંઈ અશરણ નથી; (તવા) (કારણ કે) જ્યારે નિષ્કર્મ અવસ્થા નિવૃત્તિ-અવસ્થા) પ્રવર્તે છે ત્યારે (જ્ઞાને પ્રતિચરિતમ્ જ્ઞાનં હિં) જ્ઞાનમાં આચરણ કરતું–રમણ કરતું–પરિણમતું જ્ઞાન જ (છ્યાં) તે મુનિઓને (રળ) શરણ છે; (તે) તેઓ (તંત્ર નિતાઃ) તે જ્ઞાનમાં લીન થયા થકા (પરમમ્ અમૃતં) પરમ અમૃતને સ્વયં) પોતે (વિત્તિ) અનુભવે છે–આસ્વાદે છે.
-
ભાવાર્થ :- સુકૃત કે દુષ્કૃત – બન્નેનો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી મુનિઓને કંઈ પણ કરવાનું નહિ રહેવાથી તેઓ મુનિપણું શાના આશ્રયે, શા આલંબન વડે પાળી શકે ?” એમ કોઈને શંકા થાય તો તેનું સમાધાન આચાર્યદેવે કર્યું છે કે :- સર્વ કર્મનો ત્યાગ થયે જ્ઞાનનું મહા શરણ છે, તે જ્ઞાનમાં લીન થતાં સર્વ આકુળતા રહિત પરમાનંદનો ભોગવટો હોય છે જેનો સ્વાદ જ્ઞાની જ જાણે છે. અજ્ઞાની કષાયી જીવ કર્મને જ સર્વસ્વ જાણી તેમાં લીન થઈ રહ્યો છે, જ્ઞાનાનંદનો સ્વાદ નથી જાણતો. ૧૦૪.
1
શ્લોક ૧૦૪ ઉ૫૨ પ્રવચન
(शिखरिणी)
निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः सन्त्यशरणाः । तदा ज्ञाने ज्ञानं प्ररतिचरितमेषां हि शरणं
स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः । ।१०४ । ।
આહા...હા...! સુતઽરિતે સર્વસ્મિન્ ર્મળિ તિ નિષિદ્ધે” પ્રભુ ! શુભ આચરણરૂપ...’ જોયું ? શુભ આચરણ (કહ્યું છે). દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, અપવાસ એ શુભ આચરણરૂપ કર્મ... એટલે ભાવ કાર્ય અને અશુભ આચરણરૂપ કર્મ...’ હિંસા, જૂઠું, ચોરી, વિષય, આ દુકાનના ધંધા-પાણી, દુકાનના થડે બાવીસ કલાક બેસે ને ! બાવીસ કલાક તો (ન બેસે), છ-સાત કલાક તો સુવે ને ! બે-ચાર કલાક ખાવા-પીવામાં, બાયડી, છોકરા રાજી કરવામાં જાય, દુકાને છ-સાત કલાક બેસે. દસ-દસ કલાક બેસે !
અમારે દુકાન હતી ને ! અમારા ‘કુંવરજીભાઈ’ સવારમાં ઉઠે તે.. છ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ! અમારે પાલેજ” દુકાન (હતી). શું કરો છો કીધું તમે આ ? આખો દિ' આ ! આ તો એકલું પાપ (છે). એ.. બેન આવો, એ.. ભાઈ આવો, આ માલ લ્યો,