________________
ગાથા-૧૮૭ થી ૧૮૯
પ૨૩ દયા, દાન, વ્રતાદિના વિકલ્પ છે એ કંઈ આત્મા નહિ, એ અનાત્મા છે. આહા...હા....!
ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને...” આત્મા વડે જ અત્યંત રોકીને. એની મેળાએ રોકાય, એમ નહિ એમ કહે છે. આહાહા..! પોતાનો ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ, તેનો આશ્રય લઈ તેના અવલંબનથી દઢપણે રાગ-દ્વેષ-મોહને અટકાવે છે. અટકાવે છે એ શબ્દ છે, એ તો ઉપદેશમાં કહેવાય. અટકી જાય છે. શબ્દ તો આવે, ઉપદેશ શૈલી છે ને ! આ..હા....!
“અત્યંત રોકીને શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્ય.” આત્મા કોને કહીએ? કહે છે પ્રભુ. તો શુદ્ધ દર્શન, જ્ઞાન – જ્ઞાતા-દષ્ટા તે આત્મા. આ...હા..હા...! આખા લોકાલોક હો, રાગથી માંડીને તે બધા જ્ઞાનના, દર્શનના ક્ષેય અને દૃષ્ય છે. આહાહા..! ભગવાન આત્મા દર્શન, જ્ઞાનરૂપ છે, જ્ઞાન અને દર્શન સ્વરૂપ છે. આહાહા...!
મુમુક્ષુ :- શુદ્ધ એટલે શું ?
ઉત્તર :– પવિત્ર. શુદ્ધનો અર્થ પવિત્ર). શુદ્ધ છે, અશુદ્ધતા નથી. શુભ અને અશુભ ભાવ અશુદ્ધ છે, શુભ અને અશુભ ભાવ અશુદ્ધ છે. એ અશુદ્ધને શુદ્ધ ભાવથી રોકીને. આ.હા..! આવો સંવર. આમ કરે ત્યારે ધર્મ થાય. અહીં મોં-માથે હાથ આવે નહિ. આહા..હા..!
આચાર્યોના તો હૃદય – અભિપ્રાય તો બહુ જોરદાર છે. એ તો દઢતર અભ્યાસથી રોકીને સ્વરૂપની પ્રાપ્તિ પૂર્ણ કરી લેજે. આહા..હા..! “શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત” ભાષા છે ? એકલો પ્રતિષ્ઠિત શબ્દ નથી વાપર્યો. સારી રીતે સ્થિર થઈને. સારી રીતે અંદર આનંદમાં સ્થિર થઈને). આ..હા...! પ્રભુ દર્શન ને જ્ઞાન ને આનંદરૂપ છે તેમાં સારી રીતે ઠરીને. આહા...હા..!
સમસ્ત પરદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડે પોતાના આત્મા સિવાય જેટલા પરઆત્માઓ અને પરશરીરો, પારદ્રવ્ય (છે), એ બધા પ્રત્યેની ઇચ્છાના ત્યાગ વડે. આવું તો બાવો થાય તો થાય એમ કહે. (કોઈ) એમ કહેતો હતો. બાવો જ છે, સાંભળને ! જ્યાં હોય ત્યાં તું પરથી તો રહિત જ છો. ખરેખર તો અંદર ઈચ્છાથી પણ રહિત જ તારું સ્વરૂપ છે. આહા! ઈ તો પહેલું કહ્યું. શુદ્ધ દર્શનજ્ઞાનરૂપ જ તે આત્મા છો. આહાહા..! ઇચ્છા તારામાં છે જ નહિ પછી કરવી ને રોકવી ઈ ક્યાં રહ્યું ? આ...હા...! પણ સ્વરૂપમાં ઠરે ત્યારે ઇચ્છા ઉત્પન્ન થતી નથી એટલે એને રોકે છે એમ કહેવામાં આવે છે. કારણ કે સંવર છે ખરો ને. (ઇચ્છાનો) નિરોધ કરે છે, એમ.
પદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડે...' સમસ્ત પરદ્રવ્ય. દેવ-ગુરુ-શાસ્ત્ર (પણ) પરદ્રવ્ય છે. ‘ત્યાગ વડે સર્વ સંગથી રહિત થઈને... આહા...હા...! અંતરમાં સર્વ સંગથી રહિત થઈ પરદ્રવ્યથી તો ઇચ્છા નિરોધ કરી અને અંદર જે રાગ છે ત્યાંથી સંગ છોડી. આ..હા...!