________________
૪૪૬
સમયસાર સિદ્ધિ-૬
એ આધેય છે અને એનો આધાર, જે એની પરિણતિથી જણાય છે માટે તેનો આધાર પરિણિત છે. આ..હા...! શુદ્ધ પરિણતિથી આત્મા જણાય. એ હતો, છે ભલે હો. છે ભલે, પણ છેનું છેપણું એને ક્યારે આવે ? આહા..હા...! એ કા૨ણપ૨માત્મા છે ખરો પણ એ છે ક્યારે ? કે, પર્યાયમાં કાર્યપણું થાય એને એ કા૨ણપ૨માત્મા છે. એટલે બીજાને કા૨ણપ૨માત્મા છે એમ આવ્યું ક્યાં ? આહા..હા...! બધાને કારણપરમાત્મા છે ઈ તો બરાબર છે પણ કા૨ણપ૨માત્માનું જેને ભાન થયું નથી એને કા૨ણપ૨માત્માની શ્રદ્ધા કયાં છે ? આહા..હા....! તેથી ભાઈએ કહ્યું હતું ને ? ‘ત્રિભુવન વારિયા’ ! એમ કે, કા૨ણપ૨માત્મા તમે કહો છે તો કારણ હોય તો કાર્ય તો આવવું જોઈએ. પણ કા૨ણપ૨માત્મા છે, એનું અસ્તિત્વ છે એવું જેને પ્રતીતમાં આવ્યું એને છે કે ન હોય એને છે ? અને જેને પ્રતીતમાં આવ્યું એને સમકિતનું કાર્ય આવ્યું. સમજાણું કાંઈ ? આહા..હા...! એવું છે. ઝીણો માર્ગ બહુ.
એકબીજાની સાથે આધારાધેયસંબંધ પણ નથી જ.’ પાછો જ (લખીને) એકાંત કર્યું છે. કથંચિત્ આધાર-આધેય સંબંધ અને કથંચિત્ આધાર-આધેય સંબંધ નહિ, કથંચિત્ બેની સત્તા એક છે અને (કથંચિતા) બેની સત્તા જુદી છે, એમ નહિ. આહા..હા...! સમ્યક્ એકાંત નયનો વિષય સિદ્ધ કર્યો છે. આહા..હા...! તેથી (દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં... પોતાના સ્વરૂપમાં (કહ્યું છે). પ્રતિષ્ઠારૂપ (દૃઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે.’ આ તો પહેલા સિદ્ધાંત કર્યાં. હવે આત્મા ઉપર ઉતારે છે.
માટે જ્ઞાન કે જે જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત (–રહેલું) છે...’ આ..હા..હા...! સિદ્ધાંત અહીં છે. ઉપયોગમાં ઉપયોગ છે, ઈ અહીં. પહેલા તો સિદ્ધાંત સિદ્ધ કર્યા. આહા..હા...! જે આત્મા, એની જે જાણનક્રિયા, જે પરિણમન દ્વારા આત્મા જણાણો... આહા..હા...! જે પરિણમન દ્વારા આત્મા જ્ઞેય જણાણો, શેય થયો તે જાણનક્રિયાને આધારે તે જણાણો. આહા..હા...! કારણ કે તે કાર્ય થાય ત્યારે કારણ કહેવાય ને ? એમ અહીં કાર્ય જ્યારે જાણનક્રિયા થઈ તો એનાથી આત્મા જણાણો કે, આ આત્મા છે).
આમ દ્રવ્યને આશ્રયે ગુણ ને પર્યાય રહે છે. એ તો એક વસ્તુની સિદ્ધિ કરવી (છે). દ્રવ્યને આશ્રયે ગુણ ને પર્યાય છે. બસ ! દ્રવ્યાશ્રયા ગુણા’ ‘તત્ત્વાર્થ સૂત્ર’નું સૂત્ર છે. દ્રવ્યને આશ્રયે ગુણ (રહેલા છે), એ ‘તત્ત્વાર્થ સૂત્ર’નું (સૂત્ર છે). આહા..હા...! આમાંય – શ્વેતાંબરમાં ૨૮મા અધ્યયનમાં પણ છે. દ્રવ્યાશ્રયા ગુણો, એક દવસિયા ગુણા' ત્યાં એ બીજી વાત
છે.
અહીં કહે છે, એને આશ્રયે જે કીધું હતું એ તો વસ્તુ સિદ્ધ કરવા (કહ્યું હતું). પણ એકલી વસ્તુસ્થિતિ જેને ખ્યાલમાં, અનુભવમાં ન આવે એને શું ? કહે છે. આહા..હા....! જેને ખ્યાલમાં આવે, જ્ઞાનના પરિણમનમાં, શ્રદ્ધાના પરિણમનમાં, શાંતિના પરિણમનમાં એટલે સ્વરૂપાચરણ સ્થિરતા, વગેરે પરિણમનમાં ખ્યાલ આવે કે, આ આત્મા છે માટે જાણનક્રિયા,