________________
૪૬૮
સમયસાર સિદ્ધિ-૬ એ પ્રતિષ્ઠા છે. આહાહા..! શુદ્ધ સ્વભાવની પરિણતિ વર્તમાન છે તેને આધારે છે તેથી પ્રતિષ્ઠા ત્યાં રહી છે. દ્રવ્યનો આધાર ત્યાં રહ્યો છે. આહા..હા....! એક કોર પરિણતિને બહિર્તત્ત્વ કહે. આ..હા...! ઈ કઈ અપેક્ષા છે ? અહીંયાં કહે, પરિણતિને આધારે વસ્તુ જણાય છે. માટે પરિણતિ તે આત્મા છે. રાગ દયા, દાન, વ્રત, તપનો, જાત્રા આદિનો વિકલ્પ એ બધા જડ છે. આહા..હા..!
માટે જ્ઞાન...” એટલે આત્મા કે જે જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં.” જોયું ? એને જાણવાની જે વર્તમાન ક્રિયા, પ્રગટ પર્યાય વિનાનો કોઈ દિ ન હોય. ઈ પ્રગટ પર્યાય તેને જાણનારી છે. આહા..હા..! આત્મા કે જે જાણનક્રિયારૂપ પોતાનું સ્વરૂપ. પાછું એ પર્યાય પોતાનું સ્વરૂપ છે એમ કહ્યું છે). આહા..હા..! એક કોર પર્યાયને પરસ્વરૂપ પરદ્રવ્ય કહે. પદ્રવ્ય પરભાવ હેય (છે). ઈ કઈ અપેક્ષાએ છે ? ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ કહ્યું છે). કુંદકુંદાચાર્યદેવ” તો એમ કહે છે) કે, મારી ભાવના માટે નિયમસાર’ બનાવ્યું છે. આ.હા...હા....!
માટે જ્ઞાન....” એટલે આત્મા કે જે જાણનક્રિયા....” જાણનક્રિયા (એટલે) વર્તમાન પર્યાય, હોં ! આહાહા..! એ જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત –રહેલું) છે.” એને જાણનક્રિયા, દ્રવ્યને જાણવાની ક્રિયા કરે તો તે એમાં જાણ્યું માટે એનો આધાર છે. ત્યાં દ્રવ્ય રહેલું છે. આહા..હા...! દ્રવ્ય દ્રવ્યમાં રહ્યું છે નહિ. દ્રવ્ય અહીં જાણન આધારરૂપ ક્રિયામાં) એ રહેલું છે. આહા..હા...! આ તો ફરીને લીધું. આ...હા...!
એ જાણનક્રિયાનું એટલે આત્મા જે અનંત ગુણનો પિંડ વસ્તુ છે અને જે વર્તમાન પર્યાય જાણે છે, વર્તમાન પર્યાય પ્રગટ છે એ જાણનક્રિયા છે. ક્રિયા તો આવી. રાગની ક્રિયા અને પરની ક્રિયા નહિ. જાણનક્રિયા આવી. ક્રિયાનો નિષેધ નથી પણ કઈ ક્રિયા ? એ કર્તા-કર્મમાં પણ આ આવે છે. આહા...હા..! આ ભગવાન આત્મા ધ્રુવ નિત્ય છે એની પરિણતિ વર્તમાનમાં જે પ્રગટ પર્યાય છે) એ પરિણતિ છે એ જાણનક્રિયા છે અને જાણ નક્રિયાને આધારે આત્મા રહેલો (છે). કેમકે એ જાણનક્રિયાથી જણાણો. નહિતર છે એવી કાંઈ ખબર નહોતી. વસ્તુ હતી છતાં પર્યાયમાં જાણનક્રિયા તેના તરફ ન ઢળી તો એને માટે કાંઈ હતી નહિ. આહા..હા......!
છે ભગવાન અંદર પરિપૂર્ણ, પણ એ બાજુ જ્ઞાનની પર્યાય ઢળી ત્યારે જાણનક્રિયાને આધારે તે જણાણો માટે જાણનક્રિયા એ આત્માનું સ્વરૂપ છે અને તેને આધારે તે (જાણો). આત્મા પોતાના સ્વરૂપને આધારે જણાણો. આત્મા પોતાના સ્વરૂપને આધારે જણાણો. પોતાનું સ્વરૂપ આ જાણનક્રિયા. આહાહા...! કેમ ? કે, “જાણનક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું...” આહા..હા..! વર્તમાન જે પ્રગટ જ્ઞાનપર્યાય દ્રવ્યને જાણે.... આહાહા..! એ જાણનક્રિયાનું અને આત્માનું અભિન્નપણું છે. આ..હા..! રાગ અને જગતના ક્રિયાકાંડ એ બધા આત્માથી