________________
૩૮૬
સમયસાર સિદ્ધિ-૬
ભઈ ! ‘કથા સંસ્કૃતા પ્રાકૃતા દેશભાષા' ચાહે તો સંસ્કૃત હોય કે પ્રાકૃત હોય તે દેશભાષા હોય પણ જેમાં ભગવાન પ્રભુ આત્માની વાત છે એ વાત પંડિતો કહે તોપણ માન્ય છે. આહા..હા...! અરે...! તિર્યંચને ભાષા નથી પણ એ સમિકતી પણ જે કહે એ માન્ય છે. કેમકે તિર્યંચનું સમકિત અને સિદ્ધના સમકિતમાં કાંઈ ફેર નથી. આહા..હા....! એક આટલી ગરોળી હોય, ઉંદરડી સમિકતી હોય. આહા..હા...! અને સિદ્ધનું સમકિત. સમિકતમાં કાંઈ ફેર નથી, પ્રભુ ! આ..હા..હા...! જેણે આખો આત્મા પૂર્ણાનંદ વિશ્વાસમાં લઈને પ્રતીતમાં લઈને, આ.હા..હા...! આદર કર્યો છે ને ! આ..હા...! પૂર્ણાનંદ, જેમાં પર્યાયનો પણ આદર રહ્યો નહિ. આહા..હા..! એવું જે પૂર્ણ શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ એનું જે પિરણમન થવું એ શુદ્ઘનયનો અભ્યાસ (છે) અને એ પિરણમન અંદર વળ્યા કરે એ એકાગ્રતાનો અભ્યાસ છે. આહા..હા...!
શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે...’ શુદ્ધનય શ્રુતજ્ઞાન જે અવયવી છે એનો એક અવયવ છે, ભાગ છે. શ્રુતજ્ઞાન જે પ્રમાણ છે એ સ્વ અને પર્યાયને બરાબર જાણે એવું જે શ્રુતજ્ઞાન, એ શ્રુતજ્ઞાનનો શુદ્ધનય અંશ છે. એક બાજુનું પડખું છે. શ્રુતજ્ઞાન છે એ દ્રવ્યને, પર્યાયને, રાગને બેયને જાણે. પણ એનો શુદ્ઘનય છે એક ભાગ છે. એ ભાગ તો ત્રિકાળને સ્વીકારે છે. આહા..હા..!
શ્રુતજ્ઞાન અવયવી છે. જેમ આ શરીર અવયવી છે અને હાથ-પગ અવયવ છે. એમ શ્રુતજ્ઞાન અવયવી છે અને શુદ્ઘનય એનો અવયવ છે. વ્યવહાર પણ એનો નય છે પણ આ નય એવો છે કે ખરેખર તેને જ નય કહે છે. નયપરિચ્યુતા આવે છે ને ? આમાં, હમણાં આવશે, હવે આવશે. નયપરિહીણા ! ૧૮૦ ગાથા ! નયપરિહીણા ! એમ નથી કહ્યું, એ નય જ ખરેખર તો એ જ છે. આહા...હા...! ૧૮૦ ગાથા. નયપરિહીણા. એ નય જ એને કીધી છે. આહા...હા...! ઓલું તો એક કહેવામાત્ર, જાણવામાત્ર છે). આહા..હા...!
શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે...' આહા....હા...! અરે..! આવા માણસપણા ચાલ્યા જશે, બાપુ ! પછી કયાં જઈશ ? ભાઈ ! કોઈ સામું (નહિ જોવે), ત્યાં પાંજરાપોળ નથી. આહા..હા...! અનાદિઅનંત ભગવાન, એની પકડ અને અનુભવ ન કર્યો.. આ..હા..! અને રાગની પકડ કરી, બહા૨ની ચીજની તો વાત જ શી કરવી ? આહા..હા...! કયાં શ૨ી૨ ને કર્મ ને બાયડી ને છોકરા ને કુટુંબ ને દેશ ને ગામ, ઈ તો કયાંય જુદા.. જુદા.. જુદા.. (રહી ગયા). આ...હા...! આ તો અંતરમાં થતો રાગ, એ રાગની એકતાબુદ્ધિમાં ભગવાનના સ્વરૂપનો નાશ થાય છે. એની દૃષ્ટિમાં (નાશ થાય છે), હોં ! વસ્તુ તો વસ્તુ રહે છે. વસ્તુનો (નાશ) નથી.
આહા..હા...!
રાગનો એક પણ નાનામાં નાનો અંશ, એનો જ્યાં આદર છે, સ્વીકાર છે, ઉત્સાહ છે, પ્રેમ છે, રુચિ છે, આ..હા..હા...! ત્યાં પરમાત્મસ્વરૂપનો અનાદર છે. આહા..હા...! આવું