________________
શ્લોક-૧૨૦
૩૮૭ વસ્તુનું સ્વરૂપ છે, ભાઈ ! આકરું લાગે (પણ) બીજું શું થાય ? આહા...હા...!
જેમાં ભવ અને ભવના ભાવનો અભાવ છે અરે.... જેમાં એનો જે અનુભવ કરે એ અનુભવનો પણ જેમાં અભાવ છે, એવી જે ચીજ.. આ..હા..! એ ચીજનું જે પરિણમન થયું અને એ પરિણમન તેના તરફ વળ્યા કરવું એ શુદ્ધનય શ્રુતજ્ઞાનનો એક અંશ છે.
અને શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે તેથી તે અપેક્ષાએ શુદ્ધનય દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે.” આ અપેક્ષાએ, હોં !
વળી તે અનુભવ એકદેશ.” અંશ છે. એકદેશ શુદ્ધનું પ્રત્યક્ષ વેદન છે. આ..હા...! તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. કેવળજ્ઞાનની પેઠે પ્રત્યક્ષ થયું નથી ને એથી તેને પરોક્ષ વ્યવહાર કહેવામાં આવ્યો. આહા..હા...! છે ? પ્રત્યક્ષ પણ વ્યવહારથી કહેવાય છે. શુદ્ધનય એટલે સ્વભાવની એકાગ્રતા, પરિણમનનું વલણ અંદર રહેવું. એક કોર રામ અને એક કોર ગામ. વિકલ્પથી, પર્યાયથી માંડીને આખુ બધું, તેનાથી ખસી જઈ ભગવાન આત્માને પડખે આવી જવું... આહા...હા...! એ છૂટ્યો. એ ભવથી છૂટ્યો. આહા...હા...! બાકી બધી વાતું છે.
મોટા ગજરથ ને રથ ને.. આહા..! ઇન્દ્રો બનાવવા ને. અહીં તમારે નહોતા ? ઇન્દ્ર. એક લાખ ને ચૌદ હજારનો એક ઇન્દ્ર ! એવા સોળ ઇન્દ્રમાં એક એંસી હજારનો ઇન્દ્ર. અહીં સવા પાંચ વર્ષ પહેલા (થયું હતું). “પૂનમચંદ' ! “પૂનમચંદ ને ? શું નામ ? “પૂર્ણચંદ. પૂર્ણચંદ' ! એક લાખ ચૌદ હજારનો એક ઇન્દ્ર થયો હતો. એક ઈન્દ્ર ! અમારા આ ભાઈ મનહરે' (થયો હતો). એ એસી હજારનો ઇન્દ્ર થયો હતો. એંસી હજારનો ! એવા સોળ ઈન્દ્ર ! એમાં લોકોને એમ થઈ જાય કે, આ.હા...હા...! આવા ઇન્દ્રો ને આવી સભા ને છવીસ-છવીસ હજાર માણસ, માણસને હાથી પર બેસાડે. એથી શું? બાપુ ! એ બધી બહારની ચીજ છે). આહા...હા..! એ તરફ ઢળતો રાગ છે એ તો, પ્રભુ ! આહા..હા..! એ રાગનું વલણ તો પર તરફ જાય છે અને ભગવાન આત્મા પવિત્રનું ધામ, એનું પરિણમન તે સ્વભાવ તરફ ઢળે છે, એ એકાગ્રતા (છે). આ.હા...સમજાય છે કાંઈ ? ગાથા આવી છે તો એનો જે વિષય હોય એ ચાલે ને ! બાપુ ! આહા..હા..! બાકી આ વાદવિવાદે પાર પડે એવું નથી.
કુંદકુંદાચાર્યદેવ પણ કહે છે, બાપુ ! સ્વસમય, પરસમયની સાથે વાદ કરીશ નહિ. શી રીતે કરીશ ? તું એમ કહેવા જાય કે, લાખ વ્રત ને તપ ને ભક્તિ કરે ઈ કાંઈ નથી. ઈ કહે કે, બધુય છે. ત્યારે તું કહે છે કે, કાંઈ નથી. શી રીતે વાત બેસશે ? આહા..હા... અને ભગવાન પૂર્ણાનંદનો નાથ જ્યાં દૃષ્ટિમાં, અનુભવમાં આવ્યો એને આખો આત્મા પરમાત્મા પ્રતીતમાં આવી ગયો. એ પરમાત્મ થવાની એની તૈયારી થઈ ગઈ. પર્યાયમાં પરમાત્મા થવાની તૈયારી ! બાપુ ! એની વાતું શું કરવી ? આ બધા બહારની ભક્તિ ને હાથી મોટા લાવે,