________________
ગાથા-૧૬૬
૨૫૯
هههههههه
ગાથા-૧૬ ૬ )
अथ ज्ञानिनस्तदभावं दर्शयति -
णत्थि दु आसवबंधो सम्मादिट्ठिस्स आसवणिरोहो। ___ संते पुवणिबद्धे जाणदि सो ते अबंधंतो।।१६६।।
नास्ति त्वास्रवबन्धः सम्यग्दृष्टेरास्रवनिरोधः ।
__सन्ति पूर्वनिबद्धानि जानाति स तान्यबन्धत् ।।१६६।। यतो हि ज्ञानिनो ज्ञानमयैर्भावैरज्ञानमया भावाः परस्परविरोधिनाऽवश्यमेव निरुध्यन्ते; ततोऽज्ञानमयानां भावानां रागद्वेषमोहानां आस्रवभूतानां निरोधात् ज्ञानिनो भवत्येव आस्रवनिरोधः । अतो ज्ञानी नास्रवनिमित्तानि पुद्गलकर्माणि बन्धाति, नित्यमेवाकर्तृत्वात् तानि नवानि न बन्धन् सदवस्थानि पूर्वबद्धानि, ज्ञानस्वभावत्वात्, केवलमेव जानाति।
હવે જ્ઞાનીને આસવોનો ભાવાસવોનો) અભાવ છે એમ બતાવે છે :
સુદૃષ્ટિને આસવનિમિત્ત ન બંધ, આસવરોધ છે;
નહિ બાંધતો, જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે. ૧૬૬. ગાથાર્થ :- ચિકૃષ્ટ તુ સમ્યગ્દષ્ટિને [ગાસ્ત્રવવન્ધ: આસવ જેનું નિમિત્ત છે એવો બંધ (નાસ્તિ] નથી, [કારત્રનિરોધ:] (કારણ કે, આસવનો (ભાવાસવનો) નિરોધ છે; તાનિ નવાં કર્મોને વિના નહિ બાંધતો [] તે, સિન્તિ સત્તામાં રહેલાં પૂર્વવિદ્ભાનિ પૂર્વે બંધાયેલાં કર્મોને (નાનાતિ, જાણે જ છે.
ટીકા :- ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ નિરોધાય છે-રોકાય છે–અભાવરૂપ થાય છે કારણ કે પરસ્પર વિરોધી ભાવો સાથે રહી શકે નહિ; તેથી અજ્ઞાનમય ભાવારૂપ રાગ-દ્વેષ-મોહ કે જેઓ આસવભૂત (આસવસ્વરૂપ) છે તેમનો નિરોધ હોવાથી, જ્ઞાનીને આસવનો નિરોધ હોય જ છે. માટે જ્ઞાની, આસવો જેમનું નિમિત્ત છે એવાં (જ્ઞાનાવરણાદિ) પુદ્ગલકર્મોને બાંધતો નથી,-સદાય અકર્તાપણું હોવાથી નવાં કર્મો નહિ બાંધતો થકો સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કમને, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે. (જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કર્તાપણું સ્વભાવ નથી; કર્તાપણું હોય તો કર્મ બાંધે,