________________
૨૬૦
સમયસાર સિદ્ધિ-૬ જ્ઞાતાપણું હોવાથી કર્મ બાંધતો નથી).
ભાવાર્થ - જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી, અજ્ઞાનમય ભાવો નહિ હોવાથી (અજ્ઞાનમય) રાગદ્વેષમોહ અર્થાત્ આસવો હોતા નથી અને આસવો નહિ હોવાથી નવો બંધ થતો નથી. આ રીતે જ્ઞાની સદાય અકર્તા હોવાથી નવાં કર્મ બાંધતો નથી અને પૂર્વે બંધાયેલાં જે કર્મો સત્તામાં રહ્યાં છે તેમનો જ્ઞાતા જ રહે છે.
અવિરતસમ્યગ્દષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષમોહ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે, સમ્યક્ત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી. સમ્યગ્દષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. તેને ચારિત્રમોહના ઉદયની બળજરીથી જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી; તે રાગાદિકને રોગ સમાન જાણીને પ્રવર્તે છે અને પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે. માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવા છે; તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી, માત્ર અલ્પ સ્થિતિ અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ બંધને અહીં ગણવામાં આવ્યો નથી.
આ રીતે જ્ઞાનીને આસવ નહિ હોવાથી બંધ થતો નથી.
ગાથા ૧૬૬ ઉપર પ્રવચન
હવે જ્ઞાનીને આસવોનો (ભાવાસવોનો અભાવ છે.” શું કહે છે ? ધર્મી જે છે, જેને આત્મજ્ઞાન થાય છે, હું તો આત્મા સચ્ચિદાનંદ સિદ્ધસ્વરૂપી પૂર્ણાનંદનો સાગર ! આ..હા...હા...! મારામાં શું અધૂરાશ છે ? પેલી (ભક્તિ) આવી હતી ને ? “પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા, પર કી આશ કહાં કરે પ્રીતમ' પરની આશ, હે પ્રીતમ વ્હાલા નાથ ! તારામાં શું અધૂરાશ છે ? અને તારામાં શું ભર્યું નથી ? “કીસ વાતે અધૂરા ?” કઈ વાતે પ્રભુ ! તું અધૂરો છો ? ક્યાં વલખા તે ક્યાં માર્યા ? આહા...હા....! તારા પૂર્ણ આત્માના સ્વભાવથી ભરેલો ભગવાન પૂર્ણ છો ને અંદર ! કઈ વાતે અધૂરો છો તે તું પરમાં વલખા નાખે છે ? મારે પૈસા જોવે ને બાયડી જોવે ને વિષય જોવે ને ભોગ જોવે ને છોકરા જોવે). આહા...હા...! અરેરે! એણે આત્માને મારી નાખ્યો. જીવતી જ્યોત અનંત ગુણનો ધણી, એનો અનાદર કર્યો અને જેમાં આત્મા નથી એવી ચીજને મારી છે એમ માની આદર કર્યો. આહા..હા..! અરે..
હવે અહીં કહે છે કે, અજ્ઞાનીને એ રાગ-દ્વેષ ને મોહ અજ્ઞાનને લઈને થતા. જ્ઞાનીને તે ભાવાત્સવ થતા નથી. શું કીધું ઈ ? જેને આત્મજ્ઞાન થાય છે, આ આત્મા ભગવાન