________________
૨૬૪
સમયસાર સિદ્ધિ-૬
અને સમકિતી કહેવામાં આવે છે. એને અહીંયાં અજ્ઞાન ભાવનો નાશ થાય છે. આહા..હા...! આવી વાતું !
કારણ કે પરસ્પર વિરોધી ભાવો સાથે રહી શકે નહિ.” શું કહે છે ઈ ? કે, જેને આ આત્મા ચિદાનંદ ભગવાનનું ભાન થયું તેને તો તે આત્મમય ભાવ થાય. શાંતિ, વીતરાગતા, સ્વચ્છતા, આનંદ એ ભાવ થાય. એને પુણ્ય-પાપના ભાવ એ તો એનાથી વિરુદ્ધ ભાવ છે. મિથ્યાત્વ સહિતના પુણ્ય ભાવ તો વિરુદ્ધ છે. તો એક સ્થાનમાં બે ભાવ રહી શકે નહિ. આહાહા.! એને આત્માનો જ્ઞાનમય ભાવ પણ થાય અને અજ્ઞાનમય રાગ-દ્વેષના ભાવ પણ થાય, એમ હોઈ શકે નહિ. આ...હા...!
“કારણ કે પરસ્પર વિરોધી.” પરસ્પર વિરોધી સમજાણું? કે, રાગ-દ્વેષના પરિણામ, એ મારા છે અને હું કર્તા છું એવો જે મિથ્યાત્વ ભાવ, એ અજ્ઞાનભાવ અને એક કોર આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને હું શુદ્ધ ચૈતન્ય છું, હું રાગનો કર્તાય નથી, રાગ મારામાં છે જ નહિ, રાગથી મને લાભ છે નહિ એવું જે જ્ઞાન આત્માનું થયું એવા આત્મજ્ઞાન ટાણે એને એનાથી વિરુદ્ધ મિથ્યાત્વના રાગ-દ્વેષના કરવાના ભાવ, એ મિથ્યાત્વ ભાવ હોતો નથી. એક મ્યાનમાં બે તરવાર રહેતી નથી. આહાહા...! જેને આ ભગવાન ચૈતન્યપ્રભુ અંદર ચમત્કારિક ચીજ પડી છે, મહાપ્રભુ ! આ.હા..હા...! જેના ચૈતન્યના ચમત્કાર આગળ ઇન્દ્રોના ઇન્દ્રાસન સડેલા તરણા જેવા લાગે. ઇન્દ્રના ઇન્દ્રાસનો સડેલા કૂતરા અને મીંદડાં મરી ગયેલા હોય એવું લાગે. આહાહા..! એના ભોગ ને એના સુખ જ્ઞાનીને એવા લાગે. અજ્ઞાનીને તો એક જરીક કાંઈક અનુકૂળતા પાંચ-પચીસ લાખ મળ્યા, બાયડી ઠીક (ભળી) ત્યાં એમ માની બેસે કે, અમે સુખી છીએ. ધૂળેય નથી. મરી ગયો, સાંભળને !
ભગવાન અંદર ચૈતન્યજ્યોતિ બિરાજે છે. એનો તેં અનાદર કર્યો છે. અનાદર કર્યો એટલે મેં એની હિંસા કરી છે. અને જે તાારમાં નથી, પુણ્ય અને પાપના ભાવ, તેનો કર્તા થઈને એને – વિકારને તેં જીવતો રાખ્યો. ચેતન જીવતો છે તેને તેં મારી નાખ્યો. આહાહા..! અરે.! આવું સાંભળવું ક્યાં મળે ? બાપા ! શું થાય ? આંખ્યું મીચાઈ જશે, ભાઈ ! ચોરાશીના અવતારમાં ક્યાંય રખડવા ચાલ્યો જઈશ. આત્મા તો નિત્ય છે. દેહ છૂટતા કંઈ આત્મા નાશ થાય એવો નથી. અજ્ઞાનપણે ભવ કાઢ્યા, જઈને રખડશે ચોરાશીમાં ક્યાંય ! કાગડા, કૂતરા, કંથવા, સિંહ, વાઘમાં જન્મશે. આહાહા...!
અહીં કહે છે, જ્ઞાનીના જ્ઞાનમય ભાવ સાથે અજ્ઞાનીના રાગ-દ્વેષના કર્તાના અજ્ઞાન ભાવ, બેય એક ઠેકાણે રહી શકે નહિ. સમજાય છે કાંઈ ? આહા..હા..! પરસ્પર વિરોધી ભાવો સાથે....” પરસ્પર વિરોધી (એટલે) આત્મા ચૈતન્ય આનંદનું જ્ઞાન અને ભાન થયું ત્યાં જ્ઞાનમય શુદ્ધતાના ભાવ થયા અને અજ્ઞાનભાવે તો રાગ-દ્વેષનો કર્તા થાય અને એ રાગદ્વેષ ભાવ થાય. એ બે એક સ્થાનમાં રહી ન શકે. જ્ઞાનમય ભાવમાં અજ્ઞાનમય ભાવ નહિ