________________
ગાથા૧૬૬
૨૬૫
અને અજ્ઞાનમય ભાવ ટાણે જ્ઞાનમય ભાવ નહિ. આહા...હા....! આવો ઉપદેશ કઈ જાતનો ? પેલું તો બહારથી બધા રાજી થાય. આમ વ્રત પાળો, ભક્તિ કરો, અપવાસ કરી લોકો રાજી થાય બિચારા ! અરે.રે...! એ બધા અજ્ઞાન ભાવના પોષક છે. આહાહા...!
પરસ્પર વિરોધી...” એમ કીધું ને ? અજ્ઞાન સ્વરૂપના અજ્ઞાનપણે અજ્ઞાનથી રાગદ્વેષાનો) કર્તા થતો હતો તે આત્માના જ્ઞાનભાવમાં જ્ઞાનભાવનો કર્તા થઈ અને રાગભાવનો કર્તા થતો નથી. તેથી એક સ્થાનમાં બે ભાવ હોઈ શકે નહિ. આહાહા...!
‘તેથી અજ્ઞાનમય ભાવારૂપ રાગ-દ્વેષ-મોહ.” જે અજ્ઞાનથી થયેલા અનંતાનુબંધીનો રાગદ્વેષ અને મિથ્યાત્વ કે જેઓ આસવભૂત...” છે. એ પોતે ભાવાસ્રવ જ છે. સ્વરૂપનું અજ્ઞાન અને મિથ્યાત્વ ભાવ રાગ અને દ્વેષનો કર્તા થાય એ મિથ્યાત્વ ભાવ પોતે જ આસ્રવ છે. નવા કર્મનું કારણ એ ભાવ જ છે. આહા..હા...! “જેઓ આસવભૂત (આસવસ્વરૂ૫) છે તેમનો નિરોધ હોવાથી...” જ્ઞાનીને તે આસ્રવભૂત અજ્ઞાનભાવના રાગ-દ્વેષ તો રોકાય ગયા છે. આહા..હા.! જાણી લીધું કે, મારો પ્રભુ તો આનંદ છે અને આ રાગ તો વિકાર છે. આહાહા...! ત્યાં વાત અટકી ગઈ. અજ્ઞાનમય ભાવ હતો તે) ત્યાં રોકાય ગયો અને જ્ઞાનમય ચૈતન્યનો ભાવ નિર્મળાનંદ પ્રભુ પ્રગટ થયો. આહા...હા....!
જેને અંતર ચૈતન્યનું ભાન થયું એ બાપુ ! અલૌકિક વાતું, ભાઈ ! એ કોઈ બાહ્ય ક્રિયાકાંડથી મળે એવી ચીજ નથી. આહાહા...! કે, ખૂબ વ્રત કરીએ ને બહુ અપવાસ કરીએ (તો) સમકિત થઈ જાય. એ તો બધો અજ્ઞાનભાવ, કર્તા (ભાવ છે), એનાથી સમકિત ન થાય. આહાહા..! પ્રભુ ! માર્ગ જુદો છે. એ આત્મા અંદર પરિપૂર્ણ પરમાત્મ સ્વરૂપ બિરાજમાન (છે). “અપ્પા સો પરમઅપ્પા આત્મા તે પરમાત્મસ્વરૂપ જ છે અંદર. એનો સ્વભાવ પરમાત્મ
સ્વરૂપ છે, પ્રભુ ! આહા...હા...! કેમ બેસે? બે બીડી સરખી પીવે ત્યારે ભાઈસાહેબને પાયખાને દિશા ઉતરે, એને હવે એમ કહેવું કે, તું પ્રભુ છો આવડો !! યે ગજે માપે ? આહા...હા...!
અજ્ઞાનમય ભાવોરૂપ રાગ-દ્વેષ-મોહ કે જેઓ આસવભૂત (આસવસ્વરૂપ) છે.” જોયું? એ આસવભૂત છે ખરું તો. સ્વરૂપનું અજ્ઞાન અને મિથ્યાત્વ ભાવ અને જે મિથ્યાત્વ ભાવ રાગ-દ્વેષનો કર્તા થાય તે રાગ-દ્વેષ ને તે મિથ્યાત્વ ભાવ તે જ આસ્રવ છે, તે જ બંધના કારણ છે. આહા...હા...!
તેમનો નિરોધ હોવાથી, જ્ઞાનીને આસવનો નિરોધ હોય જ છે.” આહા...હા..! સમ્યગ્દર્શન થતા આત્મા પૂર્ણાનંદનો નાથ, તેની સમૃદ્ધિનું ભાન થયું. મારામાં પૂર્ણ આનંદ અને પૂર્ણ ગુણો ભર્યા છે. એમ સમ્યક્ – સત્ય દર્શન, સાચી પૂર્ણ વસ્તુ છે તેનો અનુભવ દર્શન થતાં તેને આત્માની ઋદ્ધિ જે અંદર અનંતી છે એનો નમૂનો એને પર્યાયમાં આવ્યો. આહાહા..! પર્યાય એટલે અવસ્થા. એથી એને ‘આસવનો નિરોધ હોય જ છે.” અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો એવો જે રાગ-દ્વેષ ભાવ એ એને હોતો નથી.
“..થી...!