________________
૯૨
સમયસાર સિદ્ધિ-૬ મુમુક્ષુ :- રૂપિયો, બે રૂપિયા મળે ને !
ઉત્તર :- પહેલાં એટલું બધું નહોતા હતા. પહેલા સાધારણ થાતું. પહેલા રૂપિયાની કિમત હતી નહિ, પણ તે દિ કાંઈક પતાસા આપે, પેંડા આપે એવું સાધારણ આપે. ચોપડી આપે, પથરણું – સારું પથરણું આપે. એવું આપતા. અત્યારે તો બે-બે રૂપિયાની કિંમત શું છે ? ચાર પૈસાનો રૂપિયો ! રૂપિયો આપે, બે રૂપિયા આપે (એટલે) પેલા ખુશી થાય. સામાયિક કરવા બહુ ભેગા થાય. ક્યાં સામાયિક હતી, બાપુ !
એ “અશુભ કર્મને જ બંધનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે.. વગેરે શુભભાવના પ્રકાર. (એ) “પણ બંધનાં કારણ હોવા છતાં...” એ શુભભાવ બંધનું કારણ છે. આહાહા.! “તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા...” આ.હા..! અત્યારે તો ઈ કહે છે કે, વ્યવહાર દયા, વ્રત, તપાદિ નિશ્ચયનું સાધન છે. લ્યો, ઠીક ! બહિરંગ સાધન તો આમાં ‘જયસેનાચાર્યદેવની ટીકામાં પણ આવે) છે. બહિરંગ સાધન (કહ્યું છે). પેલું નિશ્ચય સાધન કરે છે ત્યારે રાગની મંદતાને બહિરંગ સાધનનું નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે.
જયસેનાચાર્યદેવની ટીકામાં છે. “સમયસાર ! એને પકડે છે જુઓ આ બહિરંગ સાધન (કીધું છે).
અંદરમાં ભગવાન શુભ-અશુભ ભાવથી તદ્દન ભિન્ન નિરાળો (બિરાજે છે). ત્રિકાળ પવિત્રતાનો પિંડ પ્રભુ ! એકલો આત્મસ્વભાવ, જેમાં વિભાવની ગંધ નથી. એવા સ્વભાવને ન પામતાં શુભભાવ કરીને સંતોષમાં આવી જતાં. આહા..હા...! ‘તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે... આહા..હા...! એ શુભભાવ પણ મોક્ષનું કારણ છે. આ.હા...! અશુભમાંથી કાંઈ શુદ્ધમાં જવાશે ? માટે શુભભાવ છે (કારણ છે). એક જણો વળી એમ કહેતો. ઈ પગથીયું છે. શુભભાવમાંથી શુદ્ધમાં જવાય માટે શુભભાવ કારણ છે. અરેરે...! લસણ ખાતા ખાતા કસ્તૂરીના ઓડકાર આવે એવું કહે છે. આકરી વાત છે.
“મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે.” શુભભાવ તો જ્ઞાનીને આવે પણ એ બંધનું કારણ જાણી અને દુઃખરૂપ જાણીને હેય જાણે. આહા..હા...! પોતાનો જે ચૈતન્ય સ્વભાવ નિત્યાનંદ પ્રભુ ! ધ્રુવ સ્વભાવ જે નિત્ય પ્રભુ છે અને નિત્યમાં પણ બધા ગુણો પણ નિત્ય છે. આ.હાહા....! એ અનંત અનંત ગુણની રાશિનું નિત્યપણું જે પ્રભુનું (છે), એના સ્વભાવ તરફ ન જતાં આહા...હા! (એ) રાગની ક્રિયાને મોક્ષના કારણ તરીકે અંગીકાર કરે છે). એ શુભ ક્રિયાકાંડના ભાવને... આ..હા...હા..! “મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે. લ્યો ! એ શુભભાવ આશ્રય કરવાલાયક છે એવું માને છે). બારમી ગાથામાં જાણેલો પ્રયોજનવાન છે એમ કીધું છે ને ! એને ઠેકાણે એનો અર્થ એવો કર્યો કે, વ્યવહારને સંભાળો! આહાહા..! હોય છે, પણ એ જાણવાલાયક છે, આદરવા લાયક નથી. હોય