________________
૪૩૮
સમયસાર સિદ્ધિ-૬
મુમુક્ષુ :- આત્માના પૂરા પ્રદેશમાં આસ્રવતત્ત્વ નથી ?
ઉત્તર ઃ– અસંખ્ય પ્રદેશમાંથી... અસંખ્ય પ્રદેશમાંથી જેટલા અંશમાંથી પુણ્ય-પાપ, આસ્રવ ઉત્પન્ન થાય તે પ્રદેશ અને આ પ્રદેશના – નિર્મળના પ્રદેશથી ભિન્ન ગણવામાં આવ્યા છે. ઝીણી વાત છે, ભઈ !
મુમુક્ષુ :– એક એક પ્રદેશમાં ભિન્ન છે ?
ઉત્તર ઃ- દરેક પ્રદેશે પ્રદેશે ભિન્ન છે. અસંખ્ય પ્રદેશથી ભિન્ન છે એટલે એ તો દરેક પ્રદેશથી એ ભિન્ન જ છે. અસંખ્ય પ્રદેશમાં છેલ્લા અંશમાં આસ્રવ થાય છે અને આ અસંખ્ય પ્રદેશમાં આખો આત્મા છે. એટલે કોઈ પ્રદેશ આત્માનો – ધ્રુવનો જે છે, એ આસવોનો નથી. આસવનો પ્રદેશ છે તે આનો નથી. આહા..હા...!
–
મુમુક્ષુ :– આપ એમ કહેવા માગો કે, ઉપરનો ભાગ અને અંદરનો ભાગ ? ઉત્તર ઃ- ઈ છે તો એની એ ચીજ, પણ જરી ઉપર છેલ્લી સ્થિતિ અને આમ અંદર. મુમુક્ષુ :- આત્મામાંથી નીકળી જાય છે માટે.
ઉત્તર :– નીકળી જાય છે માટે અથવા પ્રદેશ તો કાંઈ નીકળતા નથી. ભાવ નીકળી જાય છે એટલે નથી કીધું, ખ્યાલમાં છે. આસવનો ભાવ નીકળી જાય છે પણ કાંઈ ઓલા પ્રદેશ નીકળી નથી જતા. પણ જ્યાં સુધી આસ્રવ છે ત્યાં સુધીના પ્રદેશ ભિન્ન છે એમ કહેવામાં આવે. આહા..હા...!
(અહીંયાં કહે છે) ‘તેમને એક સત્તાની અનુપપત્તિ છે...' આસ્રવ જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ (છે) એ આસ્રવ છે અને તે જેટલા અંશમાંથી ઉત્પન્ન થાય તેનું ક્ષેત્ર જુદું છે. તેથી આત્મસત્તા અને આસવની સત્તા બેય એક નથી. બેયની સત્તા બે જુદી જુદી છે. બેનું હોવાપણું બેપણે છે. આસવનું હોવાપણું આત્માથી નહિ અને આત્માનું હોવાપણું આસવથી નહિ. આહા..હા...! આવું છે.
મુમુક્ષુ :- બે વચ્ચે અતભાવ છે કે અત્યંતઅભાવ છે ?
ઉત્તર :– અહીં તો અત્યંતઅભાવ છે. વિકાર છે ને ! અત્યંતઅભાવ છે. આ..હા..! વિકારને અત્યંતઅભાવ કહ્યું ને ! આકરી વાત છે ભાઈ આ બધી. સંવર અધિકા૨’ આકરો છે. આ..હા...!
મુમુક્ષુ :- આત્મામાંથી નીકળી જાય છે.
ઉત્તર :– નીકળી જાય છે છતાં પ્રદેશ તો એના રહે છે. આસ્રવ નીકળી જાય પણ જે પ્રદેશ નિર્મળ છે ને એ રહે. અહીં તો જ્યાં સુધી આસ્રવ છે અને આત્મા છે ત્યાં સુધીની વાત છે. જ્યાં સુધી ભગવાન અહીં છે અને આસ્રવ છે ઈ વસ્તુ ભિન્ન છે. તો ભિન્ન છે તો પ્રદેશ ભિન્ન છે. પછી આસ્રવ નીકળી ગયા પછી ઓલા એના પ્રદેશ હતા એ બધા નિર્મળ થઈ ગયા. અરે.. અરે..! વાતું ભારે !