________________
ગાથા- ૧૮૧ થી ૧૮૩
મુમુક્ષુ :– છેલ્લાનો મતલબ કે પરિણમતા પ્રદેશ, પલટતા પ્રદેશ લેવા ને ?
ઉત્તર :– પલટતા નહિ, પલટવાની અપેક્ષા નથી. અહીં તો ક્ષેત્રની અપેક્ષા (છે). ક્ષેત્ર જ ભિન્ન છે. એ ભાવ ભિન્ન છે તેથી તેનું ક્ષેત્ર ભિન્ન છે. આહા..હા..! શ૨ી૨, વાણી એક કોર રાખો પણ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ એ ભાવ ભિન્ન છે તેથી વસ્તુ ભિન્ન છે એથી તેના પ્રદેશો ભિન્ન છે. આ..હા..હા...! પ્રદેશ તો અસંખ્યપ્રદેશ માહ્યલા જ છે. પણ એ ભિન્ન છે, આ ભિન્ન છે. ઝીણી વાત છે. આ..હા...! બહુ ઝીણી વાત છે.
આહા..હા...!
૪૩૭
કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે...’ આહા..હા...! ભગવાનઆત્માની સત્તા અને આસવની સત્તા, બેય ભિન્ન હોવાથી બેયની એક સત્તાની અનુપપત્તિ છે (અર્થાત્) બેયની એક સત્તા નથી. બેની બે સત્તા છે. આહા..હા...! બે-ત્રણ લીટીમાં તો (કેટલું ભરી દીધું છે) ! ‘તેમને એક સત્તાની અનુપપત્તિ છે...’ આસવભાવ મિલન ભાવ, અશુિચ ભાવ. ભગવાન નિર્મળ ને શુચિ – પવિત્ર ભાવ છે). બેની સત્તા ભિન્ન ભિન્ન છે. આ..હા..હા...! બેનું હોવાપણું જુદું જુદું છે. આહા..હા...!
જેમ શરી૨ અને કર્મથી આત્મા જુદો છે) અને આત્માથી આ જુદી ચીજ છે. એ તો પૃથક્ પ્રદેશ છે. આ શરીર, વાણી, કર્મના પૃથક પ્રદેશ છે અને આસવના પૃથક પ્રદેશ નથી, એ માહ્યલા પ્રદેશનો છેલ્લો અંશ એ એનો પ્રદેશ છે. આ શરીર, વાણી, મન એના પ્રદેશ ભિન્ન છે, પૃથક પ્રદેશ છે. આત્માના પૃથક અને આના પૃથક. આમાં (–આસવમાં) પૃથક છે ખરા પણ એ અસંખ્ય માહ્યલા પૃથક છે. બીજા જુદા પ્રદેશ છે એમ નહિ. શું કહ્યું ?
અસંખ્ય પ્રદેશ છે એ માહ્યલા જેટલા અંશમાં જેટલા ક્ષેત્રમાંથી આસવ થાય છે એને પ્રદેશ ભિન્ન ગણ્યા છે, એના પ્રદેશ જુદા ગણવામાં આવ્યા છે. ઝીણું બહુ ! અસંખ્ય પ્રદેશમાંથી એના પ્રદેશ ભિન્ન ગણવામાં આવ્યા છે. છે તો અસંખ્ય (પ્રદેશ), પણ જેટલા ક્ષેત્રમાંથી આસ્રવ ઉત્પન્ન થાય તે ક્ષેત્ર ભિન્ન, તેના પ્રદેશ ભિન્ન. જેમાં આત્મા નિર્મળાનંદ પડ્યો છે એના પ્રદેશ ભિન્ન, તે નિર્મળ ક્ષેત્ર છે.
મુમુક્ષુ :- દૃષ્ટાંત દઈને સમજાવો.
ઉત્તર :- દૃષ્ટાંત ! આ તો સાદી ભાષા છે, આ તો સાદી ભાષા (છે). જ્યાં આત્માની પર્યાયમાં આસ્રવ જે છે, એ અશુચિ અને મિલન છે. તેથી તે આત્માની ચીજથી ભિન્ન
છે એક વાત. અને ભિન્ન છે માટે તેના પ્રદેશ પણ ભિન્ન છે. કોઈપણ ચીજ, આ
ઘાસ ઉગે, જમીન છે એમાં પથ્થર આમ ઊંચો હોય. એમાં છેલ્લે ભાગે ઘાસ ઉગે. તો એ ઘાસ જેટલામાં ઉગે એટલા પ્રદેશ ભિન્ન છે અને એ સિવાય આખો પથરો મોટો ભિન્ન છે. આહા..હા...!
—