________________
૧૬૪
સમયસાર સિદ્ધિ-૬ લાભ-નુકસાન થાય છે અને મારામાં જે દયા, દાન, વ્રતાદિ પરિણામ થાય છે એ ધર્મ છે અને ધર્મનું કારણ છે, એવી માન્યતા મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વભાવ મોક્ષના કારણરૂપ સ્વભાવ (એવા) સમકિતથી વિપરીત છે. આ..હા...! ઝીણી વાત છે. આટલું તો કાલે આવી ગયું છે. આટલું તો કાલે આવ્યું હતું. આ તો આજે હિન્દી લોકો આવ્યા છે ને (એટલે ફરીથી લીધું).
“સમ્યત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.” જુઓ ! પર્યાયને સ્વભાવ કહ્યો, હોં ! સમકિતરૂપી પર્યાય જે છે એ સ્વભાવિક પર્યાય છે. શુદ્ધ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ! તેનું જેવું પૂર્ણ સ્વરૂપ છે એવું જ્ઞાનમાં આવી, તેમાં પ્રતીતિ, વિશ્વાસ, રુચિ, દૃષ્ટિ થવી એ સમ્યકત્વ (છે). એ અનંતકાળમાં અનંતકાળથી થયું નથી. એ સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.” પર્યાય છે ને ! “તેને રોકનારું...” તેનાથી વિપરીત. “મિથ્યાત્વ છે; આહા..! તે (
મિથ્યાત્વ) તો પોતે જ કર્મ છે. વિપરીત માન્યતા જે છે, ઊલટી શ્રદ્ધા જે છે એ સ્વયં કર્મ છે. એ કોઈ આત્માની દશા, આત્મા છે નહિ. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ !
અનંતકાળમાં સમ્યગ્દર્શન (પ્રગટ કર્યું નથી). “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપજાયો છ ઢાળામાં આવે છે. મુનિવ્રત લીધા, દિગંબર સાધુ (થઈને) અઠ્યાવીસ મૂલગુણ, પંચ મહાવ્રત (પાળ્યા) પણ મિથ્યાદૃષ્ટિ રહ્યો. એ ક્રિયાકાંડ મારી ક્રિયા છે અને પંચ મહાવ્રત પરિણામ મને લાભદાયક છે એવો જે મિથ્યાત્વભાવ એ સમ્યક્ મોક્ષના કારણથી વિપરીત ભાવ છે. આહાહા.! આવું આકરું કામ છે.
પોતે કર્મ જ છે.” એ આત્મા નહિ. આહા.હા! મિથ્યાત્વભાવ – વિપરીત માન્યતા (એટલે) ધર્મને અધર્મ માનવું અને અધર્મને ધર્મ માનવો, જીવને અજીવ માનવો અને અજીવને જીવ માનવો. આહાહા..! પુણ્ય અને પાપના ભાવ જે મેલ છે તેને ધર્મનું કારણ માનવું, એવો જે મિથ્યાત્વભાવ, એ સમ્યક્ત્વ જે મોક્ષના કારણ(રૂ૫) સ્વભાવ છે એનાથી વિપરીત ભાવ છે. આહાહા..! છે ?
તેના ઉદયથી” (અર્થાતુ) તેના પ્રગટ થવાથી. વિપરીત પ્રતીતિ પ્રગટ થવાથી. કર્મનો ઉદય તો નિમિત્ત છે. તેના ઉદયથી જ.” વિપરીત શ્રદ્ધાના પ્રગટપણાને કારણે જ “જ્ઞાનને મિથ્યાદૃષ્ટિપણું થાય છે. જ્ઞાન શબ્દ આત્મા. આત્માને વિપરીત શ્રદ્ધાને કારણે મિથ્યાદૃષ્ટિપણે થાય છે. આહા...હા...હા...!
એ તો બપોરે ઘણું આવ્યું હતું. કાલે બપોરે આવ્યું હતું ને? પોતાની પર્યાયને દ્રવ્ય કરે છે. પોતાની પર્યાય વિકૃત હો કે અવિકત, તે પોતાના દ્રવ્યથી થાય છે. કર્મથી વિકાર થતો નથી અને રાગથી સમ્યગ્દર્શન થતું નથી. એમાં આવ્યું છે. આહા...! તેના બદલે માનવું કે, કષાયની મંદતાનો ભાવ પુણ્ય, એનાથી મને ધર્મ થશે, એવો જે મિથ્યાત્વભાવ