________________
છે. એક એક ગાથાના અર્થ કરતાં પૂજ્ય ગુરુદેવશ્રી એવા ભાવવિભોર થઈ જાય છે કે તેમાંથી તેને નીકળવું મુશ્કેલ પડે છે. - પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન વચનામૃતમાં પૂજ્ય ગુરુદેવશ્રી વિશે ફરમાવે છે કે પૂજ્ય ગુરુદેવશ્રીનું દ્રવ્ય તો અલૌકિક ને મંગળ છે. તેમનું શ્રુતજ્ઞાન ને વાણી આશ્ચર્યકારી છે. તેઓશ્રી મંગળમૂર્તિ, ભવોદધિ તારણહાર ને મહિમાવંત ગુણોથી ભરેલા છે. તેમણે ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો, તેમનો અપાર ઉપકાર છે કે કેમ ભૂલાય ? પૂજ્ય ગુરુદેવશ્રીને તીર્થકર જેવો ઉદય વર્તે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ અંતરથી માર્ગ પ્રાપ્ત કર્યો બીજાને માર્ગ બતાવ્યો તેથી તેમનો મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષો સુધી પણ ગવાશે.
પૂજ્ય બેન શાંતાબેન ફરમાવે છે કે જેમ મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર પરમાત્માનો સાક્ષાત્ ઉપકાર છે તેવી જ રીતે ભરતક્ષેત્રમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો એટલો જ ઉપકાર છે કારણ કે જે ભવનો અંત તીર્થંકરદેવની સમીપમાં ન આવ્યો તે ભવનો અંત જેમના પ્રતાપે થાય તે પરમકૃપાળુ સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી વારંવાર નમસ્કાર હો. નમસ્કાર હો.
પૂજ્ય નિહાલચંદ્રજી સોગાની કે જેઓને પૂજ્ય ગુરુદેવશ્રીનું એક જ પ્રવચન સાંભળતા ભવના અભાવરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સોનગઢ સુવર્ણપૂરી મુકામે થઈ. તેઓ ફરમાવે છે કે પૂજ્ય ગુરુદેવના એક કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. બધી વાતનો ખુલાસો પૂજ્ય ગુરુદેવશ્રીએ તૈયાર કરી આપ્યો છે તેથી કોઈ વાત વિચારવી પડતી નથી. નહિં તો સાધક હોય તો પણ બધી તૈયારી કરવી પડે.
“શ્રી સીમંધર કુંદકુંદ કહાન આધ્યાત્મિક ટ્રસ્ટ' ની રચના સ્વ. ચંદુલાલ ખીમચંદ મહેતાના સ્મરણાર્થે બેન સરોજબેન ચંદુલાલ મહેતા પરિવાર રાજકોટ દ્વારા કરવામાં આવી છે. આ ટ્રસ્ટની પ્રવૃત્તિમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો પ્રકાશિત કરવાનું કાર્ય કરવામાં આવશે.
આ પરિવારને આદરણીય પૂ. શ્રી લાલચંદભાઈ મોદી-રાજકોટ દ્વારા જ આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશની પ્રેરણા તથા આધ્યાત્મિક મહામંત્રોનું રસપાન થયું હોય આ પરિવાર તેમનો અત્યંત ઋણી છે. પૂ. લાલચંદભાઈ હંમેશાં આ પરિવારને