________________
૧૨૨
ઈ બનાવે ને ! અર.....! આહા..હા...!
પ્રભુનો મારગ બહુ શુરાનો, એ કાય૨ના કામ નથી. આહા..હા...! નામર્દનું અહીં કામ નથી. ઈં આવી ગયું હતું. પુણ્ય પરિણામમાં રોકાનારા નામર્દો છે, ક્લીબ છે. આહા..હા...! ઈ આપણે પહેલાં આવી ગયું છે. કેટલામી ગાથા છે ? ૧૫૪, ૧૫૪ (ગાથામાં) આવ્યું છે. ‘નામર્દાઈને લીધે’‘દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દાઈને લીધે... આહા..હા...! (જે) ભગવાનના સ્મરણ ને વિકલ્પને જરીયે અડ્યો નથી, આહા..હા....!
સમયસાર સિદ્ધિ-૬
એક બાજુ કહ્યું કે, દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયને ચૂંબે છે. એ તો પરદ્રવ્યથી ભિન્ન કરીને (કહ્યું). પછી જ્યારે સ્વદ્રવ્યમાં ભિન્ન, પોતાના દ્રવ્યના પવિત્રને ચૂંબે છે, અપવિત્રને એ ચૂંબતો અને અડતોય નથી. એ અધ્ધર જેમ પાણીના દળમાં તેલના બિંદુ ઉ૫૨ ઉ૫૨ ૨હે છે, પાણીના દળમાં તલના તેલના ટીપા અંદર નહિ જાય. એમ ભગવાન આનંદનો સાગર પ્રભુ ! એમાં એ પુણ્યના પરિણામ તેલ જેવા અંદર નહિ જાય. એ ઉ૫૨ ઉપ૨ ૨હેશે. આહા..હા...! એ એનો સ્વભાવ નથી. આહા..હા...! આવું સ્વરૂપ આકરું પડે.
(અહીંયાં કહે છે), ‘જ્ઞાનસ્ય મવન વૃત્ત' આત્માના અનંતા ગુણો પવિત્ર છે, એ પવિત્રનો પિંડ પ્રભુ આત્મા દ્રવ્ય, તેનું થવું. જે પવિત્ર ગુણો છે તે પણે દ્રવ્યનું પરિણમન થવું. આહા..હા...! તેને ચારિત્ર કહે છે. આ ચારિત્રની વ્યાખ્યા ! આહા..હા...! એ ‘જ્ઞાનસ્ય મવન” સ્વરૂપનું થવું તે સ્વરૂપાચરણ છે. સ્વરૂપનું થવું તે સ્વરૂપાચરણ છે. સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય છે તેનું પરિણમવું તે સ્વરૂપાચરણ છે. સ્વરૂપાચરણ છે તે ચારિત્ર છે. આહા..હા...! આવું છે.
સંપ્રદાયમાંથી વિરોધ ઊભો કરે.. એ... એકાંત છે, એ તો એકાંત છે. જા જઈને પ્રભુને કહે. પ્રભુને કહે, આ એકાંત છે, એકાંત છે. આહા..હા...! શું કરે ? લાખ શાસ્ત્ર ભણ્યો હોય પણ ભણી ભણીને કાઢ્યું હોય પાછું ઈં કે, રાગથી લાભ થાય ને વ્યવહારથી લાભ
થાય.
અહીં પરમાત્મા કહે છે, ૫રમાત્માએ કહેલું જ સંતો કહે છે. આત્માનું પરિણમન, ભવન એટલે પરિણમન. સત્, એનું અનંત ગુણનું જે સત્ત્વ ગુણ, તેનું પરિણમન તે વ્રત છે, તે ચારિત્ર છે. આહા..હા...! માટે તવ વ મોક્ષહેતુઃ’ ‘તવ વ મોક્ષહેતુઃ’ એક ‘તત્નો અર્થ એ કર્યો. તત્ તત્ વ મોક્ષહેતુઃ” તે જ, તે જ મોક્ષનો હેતુ. એમ. વાત એમ છે. ‘તત્ તત્ વ મોક્ષહેતુઃ” તે જ, તે જ મોક્ષનો હેતુ કારણ છે. આહા..હા...! એમાં બે તત્ જ છે. હા, તત્ જ છે. બે વાર તત્, તત્ કરીને (વાત કરી છે). તે જ, તે જ મોક્ષનું કારણ છે. આમાં છે. બે ટીકા છે ને ! એક આ ટીકા છે અને એક આ ટીકા છે. કળશટીકા’ ! બે ટીકા છે. આ..હા..હા....! અહીં ત્રણ લીટી છે, ત્યાં તો આખુ પાનું ભર્યું છે. આહા..હા...! સ્વરૂપાચરણ ! વ્રત, તપ, દયા, દાનના વિકલ્પો (થાય) એ પુદ્ગલ આચરણ (છે). આહા..હા...! બે ભાગ જ પાડ્યા. એક કો૨ પુદ્ગલ આચરણ અને એક કો૨ સ્વરૂપાચરણ.
-
-