________________
શ્લોક-૧૦૬
૧૨૩ આહા..હા...! ભગવાન પરિપૂર્ણ સ્વભાવથી ભરેલો પ્રભુ, તેનું પરિણમન થવું, પરિપૂર્ણ દ્રવ્યનું પરિપૂર્ણપણે પરિણમન થવું, પરિપૂર્ણ પરિણમન થવું એ તો મોક્ષ થયો, પણ એ પરિપૂર્ણ પરિણમન (થવું) એ દ્રવ્યનો સ્વભાવ છે. એમ અહીંયાં પરિપૂર્ણ દ્રવ્યનું પરિણમન ભલે અધૂરું છે તેને અહીંયાં ચારિત્ર – મોક્ષનો માર્ગ કહે છે. આહાહા...!
“માટે.” “તર વ મોક્ષદેતુ” “જ્ઞાન જે મોક્ષનું કારણ છે.” આ તો એકાંત “જ' કહ્યો. વ છે ને ‘વ’. આત્માનું શુદ્ધ પરિણમન, શુભ-અશુભ ભાવથી રહિત, શુદ્ધ સ્વભાવે શુદ્ધના ઉપયોગનું પરિણમન (થવું) તે એક જ મોક્ષનું કારણ છે. એને એક જ મોક્ષનું કારણ છે, બે મોક્ષના કારણ નથી કે, વ્યવહાર અને નિશ્ચય. આહા...હા...! આવું આકરું કામ. ધંધા, બાયડી, છોકરા, પાપ આડે નવરો થાય નહિ, થોડો વખત મળે (અને) કલાક સાંભળવા જાય ત્યાં પેલા એવી વાતું કરે કે, આ..હા...! વ્રત કરો ને તપ કરી ને રસત્યાગ કરો, આમ કરી ને તેમ કરો. આહા..હા...! પરનું ત્યાગ-ગ્રહણ તો આત્મામાં છે જ નહિ. ત્યાગગ્રહણ શૂન્ય છે. આહા...હા...! પરનો ત્યાગ અને પર રજકણનું ગ્રહવું એનાથી તો શૂન્ય છે. પછી રસનો ત્યાગવો એ ક્યાં આવ્યું)? રસને કે દિ ગ્રહ્યો તો તે ત્યાગે? આહા..હા....! ફક્ત રાગને પર્યાયમાં ગ્રહ્યો હતો, એ સ્વભાવનો આશ્રય લઈને તેને ત્યાગે છે. એમ એ નામકથન છે, નામકથન છે. આહા...! રાગનો ત્યાગ કરે છે એ પણ નામકથન (છે). પરમાર્થે તો એ વસ્તુસ્વરૂપ છે ઈ તો રાગરૂપે તો થઈ નથી. પછી થઈ નથી એને છોડવું ? (એ કેમ બને ?) આહા..હા..!
મુમુક્ષુ :- રાગ હોય તોય !
ઉત્તર :- એ થાય તોય વસ્તુ એ રૂપે થઈ નથી. આહાહા...! વસ્તુએ તો રાગનો ત્યાગ કર્યો. એ પણ વ્યવહાર છે. વસ્તુ પોતે જ્ઞાનસ્વભાવ છોડીને રાગરૂપે થઈ નથી. પરદ્રવ્યરૂપે તો થઈ નથી, પ્રશ્ન જ નહિ. પણ રાગરૂપે થઈ નથી. તો પછી રાગનો ત્યાગ કરવો એ તો નામમાત્ર છે. આહા..હા...! એ તો વસ્તુસ્વરૂપ પવિત્ર પ્રભુ છે, એમાં જામી જાય છે, ઠરી જાય છે, બસ ! એનું નામ ચારિત્ર. એણે અચારિત્રનો – રાગનો ત્યાગ કર્યો એ પણ અહીંયાં તો ઉપચારમાત્ર છે. વ્યવહાર રત્નત્રયનો ત્યાગ કર્યો એ પણ ઉપચારમાત્ર કથન છે. આહા..હા...! આવી વાતું છે. શું કરે પણ ?
‘ત ઇવ મોક્ષદેતુ: “ત૮ વ’ આત્માના સ્વભાવનું પરિણમન, શુદ્ધનું પવિત્ર પરિણમન થવું એ રાગની ક્રિયાના અભાવસ્વભાવરૂપે પરિણમવું, તે એક જ મોક્ષનું કારણ છે. બીજું કોઈ મોક્ષનું કારણ છે નહિ. આહા..હા...!