________________
૫૪૨
લાગે.
સમયસાર સિદ્ધિ-૬
મુમુક્ષુ :
(નિરપેક્ષ અભેદ) તો આકરો હોય ને !
ઉત્તર ઃ- વસ્તુસ્થિતિ અનંતકાળની (આમ છે). અનંતકાળ...! આહા..હા...! દસ્ત ન ઉતરે તો એનિમા આપે છે, નહિ ? એનાથી બહાર ઢગલો થઈ જાય. આ એનિમા છે. સ્વરૂપમાંથી વિકારાદિ જેટલા બધા કારણો છે એ બધા ભેદજ્ઞાનથી ભિન્ન પડી જાય. આહા...હા...! આમાં એમ ન કહ્યું કે, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરવી, પહેલો વિનય કરવો, બહુમાન કરવું પછી (ભેદજ્ઞાન થાય). પહેલું જ બહુમાન પ્રભુ તારું કર. પછી વિકલ્પ આવશે એટલે ૫૨નું બહુમાન થાય. તું તારું બહુમાન (કર). ચૈતન્યચમત્કા૨ મહિમાવંત વસ્તુ (છે). જેને ધર્મની પર્યાય પ્રગટ કરવી (હોય) તેને ભેદજ્ઞાનથી થાય (છે). એટલે જેટલા ૫૨ છે તેની અપેક્ષા છોડી, તેનો આશ્રય છોડી, એનું નામ ભેદજ્ઞાન. કેટલાકનો આશ્રય છોડે અને કેટલાકનો આશ્રય લઈને થાય એમ છે ? આહા..હા...! બધાનો આશ્રય છોડે. એકાકાર આત્મા ભગવાન ! આ..હા..હા...!
મુમુક્ષુ :– જે જાણતો અરહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને.
ઉત્તર ઃ- એ એને જાણતો નથી. ઈ નિમિત્તથી કહ્યું. ઈ મનથી કળી લેવાનું એમ કહ્યું છે, આત્માથી નહિ. પછી એને છોડી દઈને અંદ૨માં જાય. અંદ૨માં જઈને પણ એને તો છોડે છે અને પોતાની પર્યાયને પણ ગુણમાં દ્રવ્યમાં ભેળવે, ગુણને દ્રવ્યમાં ભેળવે ત્યારે થાય છે. આહા..હા...! આવી વાતું હવે.
‘અનુભવે છે...’ કર્મ અને આત્માના જુદાપણા વડે ભેદજ્ઞાન વડે આ..હા....! શુદ્ધચૈતન્યચમત્કારમાત્ર આત્માને ઉપલબ્ધ કરે છે...’ પ્રાપ્ત (કરે છે). એટલે રાગને જે પ્રાપ્ત કરતો, રાગ મારો છે એમ જે પ્રાપ્ત કરતો એ ભેદજ્ઞાનથી આત્માને પ્રાપ્ત કર્યો. આહા..હા...! જે આત્મા તરફની દૃષ્ટિ નહોતી ત્યારે રાગને પ્રાપ્ત કરતો, પુણ્યને પ્રાપ્ત કરતો, પાપને પ્રાપ્ત કરતો. આહા..હા...! સમુચ્ચય વાત નહોતી આવી ગઈકાલે ? કે, આત્મા પોતાની પર્યાયને પામે છે, પ્રાપ્ત કરે છે, પહોંચી વળે છે, ચાહે તો વિકારી કે અવિકારી. ઈ પહેલું આવી ગયું. અહીં તો હવે ભેદજ્ઞાન કરવાની વાત છે. એ વિકારી પર્યાયને પહોંચે છે તો આત્મા, એ કંઈ કર્મને લઈને નથી. આહા..હા...! વિકારી મિથ્યાત્વ ભાવને પણ આત્મા પહોંચે, આત્મા પ્રાપ્ત કરે, આત્મા એને મેળવે છે. આહા..હા...! હવે એનાથી ભેદજ્ઞાન કર. આહા..હા..! આવી ઊંડી વાતું છે.
ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસવભાવનાં કા૨ણો છે તેમનો અભાવ થાય છે;...' લ્યો ! આહા..હા..! શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુને અનુભવે છે એટલે કે પ્રાપ્ત કરે છે ત્યારે તેને જે આ (રાગ) પ્રાપ્ત થતો એ ભાવ છૂટી જાય છે. મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ એકત્વબુદ્ધિ જે આસવભાવનાં કારણો
—