________________
ગાથા-૧૯૦ થી ૧૯૨
૫૪૩
છે તેમનો અભાવ થાય છે;...' લ્યો ! આ..હા..હા...! આ કાંઈ સોનગઢ’ની ટીકા નથી. આ તો પહેલેથી શાસ્ત્ર ચાલ્યા આવે છે. બે હજાર વર્ષથી તો આ ગાથા, મૂળ પાઠ ચાલે છે. હજા૨ વર્ષથી તો ટીકા ચાલે છે. આહા..હા...! ઈ તો કયાંનું કયાં હશે તે દિ’. ટીકા હજાર વર્ષ પહેલા થઈ હતી. (ત્યારે તો) ક્યાંનો ક્યાં અવતા૨માં હશે. અને ભગવાન ‘કુંદકુંદાચાર્યદેવે’ બે હજાર વર્ષ પહેલા (શાસ્ત્ર) રચ્યા ત્યારે તો કોઈ કયાંય હશે. આહા..હા...! એમાં આવીને આવો જોગ થયો છે, કહે છે. હવે ઈ જોગમાં પણ આ ક૨ે તો તારું કલ્યાણ છે. આહા..હા...!
(જ્ઞાન અને રાગ) જુદા પડી શકે છે માટે જુદા છે. જુદા પડી શકે (છે). એક હોય તે જુદા શી રીતે પડે) ? જ્ઞાન અને આત્માને જુદા કરી નાખો તો શી રીતે જુદા થાય ? અતદ્ભાવ તરીકે જુદા ઈ જુદું અંદર. પણ પ્રદેશ ભિન્ન નથી માટે અભેદ છે. અતભાવ તરીકે ઈ તો જુદું. દ્રવ્ય તે ભાવ નહિ અને ભાવ તે દ્રવ્ય નહિ, ઈ. પણ તે પૃથકત્વનું અન્યત્વ એ એમાં નથી. અતદ્ભાવનું અન્યત્વ એમાં છે. આહા..હા...! ઈ બપોરે આવ્યું હતું ને ? આ..હા....!
આસવભાવના કારણો છે તેમનો અભાવ થાય છે; અધ્યવસાનોનો અભાવ થતાં...’ (અર્થાત્) એકત્વબુદ્ધિનો અભાવ થતાં ‘રાગદ્વેષમોહરૂપ આસવભાવનો અભાવ થાય છે;...’ આ..હા...! જેનાથી જુદો પડ્યો એટલે હવે એની ભાવના રહી નહિ. આહા..હા...! એના ભાવનો અભાવ થાય છે. આસવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે;..' લ્યો ! નવા આવરણો બંધ થઈ ગયા તો હવે કર્મ નથી આવતા. કર્મનો અભાવ થતાં નોકર્મનો અભાવ થાય છે;...' આ ક્રમ કર્યો, ક્રમ.
અહીં તો પહેલે સમયે જ્યાં અંદર બધાથી ભિન્ન પડ્યો પણ જ્યાં સુધી થોડી અસ્થિરતા છે ત્યાં સુધી આસ્રવ આવે છે અને કર્મ થાય, શરી૨ થાય અને શરીરથી આ સંસાર ચાલે. પાંચ ઇન્દ્રિયના વિષયોથી (ચાલે). કારણે કે એનું લક્ષ બહા૨ ઉપર છે. કર્મથી શ૨ી૨ મળશે અને શરીરનું લક્ષ એને રહેશે એટલે પાંચ ઇન્દ્રિયના વિષય તરફ લક્ષ રહેશે. ભગવાન અંદર છે ઈ તો છૂટી ગયો, લક્ષમાં નથી. ભેદ પાડ્યો નથી, લક્ષમાં નથી. આહા...હા...! અને જેણે ભેદ પાડ્યો એને શરીરનું લક્ષ છૂટ્યું અને તેમાં વિષયોનું લક્ષ છે એ પણ છૂટી ગયું. એના તરફનો આશ્રય લેવો અને રુચિ (થવી) એ છૂટી ગઈ. આહા...હા...!
નોકર્મનો અભાવ થાય છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે.’ ઈ શ૨ી૨નો અભાવ થતાં સંસારનો અભાવ થાય. અપેક્ષાથી (કથન છે). બાકી એક ઠેકાણે તો (એમ કહ્યું કે), મિથ્યાત્વ તે આસ્રવ છે, મિથ્યાત્વ તે સંસાર છે. શરીર-બી૨ સંસાર નથી. કઈ અપેક્ષાએ કથન છે ? અહીં પણ ક્રમ કહેવો છે. રાગની એકતાબુદ્ધિમાં રાગદ્વેષ-મોહ થાશે એને લઈને આસ્રવ ને એને લઈને કર્મ થશે, કર્મને લઈને શરીર થશે અને