________________
૨૦૬
સમયસાર સિદ્ધિ-૬ છીએ, પંચ મહાવ્રત પાળીએ છીએ, જાવજીવ બ્રહ્મચર્ય પાળીએ છીએ. એના ભરોસે રહીશ નહિ. કારણ કે એ તો પ૨ તરફના વલણનો ભાવ છે. આહા..હા....!
વ્યવહાર દર્શન-શાન-ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક જાણી છોડી દે છે.’ એમ જાણીને (છોડી દે છે). સ્વરૂપ તરફ દૃષ્ટિ નથી, ઝુકાવ નથી અને પુણ્યને છોડીને પાપમાં પડ્યા છે, એમ કહે છે. આ..હા...! ‘આવા જ્ઞાનનયના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી...’ એમ. આહા..હા...! પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! તેના તરફ જરીયે ઝુકાવ નથી, વલણ નથી, તેના તરફના પ્રયત્નનો બિલકુલ અભાવ છે અને એકલા જ્ઞાનના ઉઘાડથી ધર્મ માનીને વિષય-કષાયને સેવે છે. આ..હા...! આવા જ્ઞાનનયના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી... જોયું ? અને શુભ પરિણામોને છોડી...’ દે છે. એમ લ્યે છે. શુભ પરિણામને છોડી દે છે. એ વિષય-કષાયમાં વર્તે છે તેઓ પણ સંસારસમુદ્રમાં ડૂબે છે.’
આ તો વીતરાગમાર્ગ છે, ભાઈ ! જરીયે પણ ફેરફાર હોય તો અહીં પાલવે એવું નથી, કહે છે. જ્ઞાનનો ઉઘાડ ક્ષયોપશમ છે ઈ પરલક્ષી છે. એ તો શબ્દજ્ઞાન છે, કંઈ આત્મજ્ઞાન નથી. એ શબ્દજ્ઞાનમાં સંતોષાય અને આત્મજ્ઞાન તરફ વલણ કરતો નથી અને બાકી કષાયના ભાવ તીવ્ર આવ્યા જ કરે તોપણ દરકાર કરતો નથી. આહા..હા...! એ ડૂબી ગયેલા છે.
આહા..હા...!
‘વિષય-કષાયમાં વર્તે છે...’ પાછુ એમ કીધું ને ! સ્વરૂપનો જરીયે ઉદ્યમ નથી, ‘શુભ પરિણામોને છોડી સ્વચ્છંદી થઈ વિષય-કષાયમાં વર્તે છે તેઓ પણ સંસારસમુદ્રમાં ડૂબે છે.’ સંસારસમુદ્ર એટલે મિથ્યાત્વ. આહા..હા...! મિથ્યાત્વ એ જ સંસાર છે. એ એકાંતપણું છે એ જ મિથ્યાત્વ છે અને એ જ સંસાર છે. અંતરના સ્વરૂપ તરફ વલણ નથી અને એકલા જ્ઞાનના ઉઘાડના ભાવમાં જ ધર્મ માની (બેસે). શબ્દજ્ઞાન થઈને, એ શબ્દજ્ઞાન તો અગિયાર અંગનું જ્ઞાન અનંત વાર કર્યું. એ જો ધર્મનું કારણ હોય તો અગિયાર અંગનું જ્ઞાન અનંત વાર થયું. આહા..હા...! એ શબ્દજ્ઞાનમાં સંતોષાય જાય છે પણ આત્મજ્ઞાન તરફ વલણ કરતા નથી. અહીં તો એવું છે રોકડેરોકડા, જેટલા હોય એટલા. આહા..હા...!
મુમુક્ષુ :- શરાફની પેઢી હોય ને.
ઉત્ત૨ :- આડુંઅવળું કાંઈ ચાલે નહિ. પહેલા એવો રિવાજ હતો. રૂપિયો ખોટો હોય તો ચાલવા ન દો. ચોડી ક્યે પોતે, ઉંબરામાં ચોડી ચે. પોતાના ઉંબરામાં ચોડી ચે. પેલો ના પાડે તો કહે, નહિ, ચાલવા નહિ દઉં. (આ તો) વીતરાગની દુકાન છે, શરાફી ! એમાં કાંઈ આડુંઅવળું ચાલે એવું નથી. આહા..હા...!
મુમુક્ષુ :- ઉભયાભાસી હોય તો ?
ઉત્તર :– એ ઉભયાભાસી પણ ઈં છે. આહા..હા..!