________________
૫૬
સમયસાર સિદ્ધિ-૬. ધ્રુવભાવ, નિત્યભાવ, તેમાં લીન થતાં. આહા..હા...! અનિત્ય અને કૃત્રિમ શુભાશુભ ભાવથી છૂટ્યા માટે કાંઈ શરણ નથી એમ નહિ. આહા..હા...! ભગવાન આત્માનું એને શરણ છે. ‘તે જ્ઞાનમાં લીન થયા થકા...” “પરમ્ અમૃત એ શુભ-અશુભ ભાવ તો ઝેર હતો. આહા..હા...હા...! એ દયા, દાન, વ્રત, ભક્તિ , તપના પરિણામ તો ઝેર હતા. આહા...હા...! ત્યાંથી છૂટ્યો તે પરમ અમૃતને પોતે અનુભવે છે.” આ..હા...હા..! અમૃતને “આસ્વાદે છે.” અંદર અમૃતઘન છે, પ્રભુ ! આનંદનો નાથ પરમાત્મા પોતે છે ! આ..હા...હા..! એવા અમૃતને (અનુભવે છે). “પરમન્ મૃતં પાછું. દુનિયાના બહારના અમૃત ઘણા કહેવાતા હોય. આહા...!
પરમ અમૃતને.” “સ્વયં” પોતે....” સ્વયં પોતે (એટલે) પરની અપેક્ષા વિના. “વિન્દતિ નામ “અનુભવે છે–આસ્વાદે છે.' એ એને શરણ છે. વિશેષ કહેશે...
(શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)
هههههههههه
. ગાથા-૧૫૧ )
अथ ज्ञानं मोक्षहेतुं साधयति ।
परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी। तम्हि द्विदा सहावे मुणिणो पावंति णिव्वाणं ।।१५१।। परमार्थः खलु समयः शुद्धो यः केवली मुनिर्ज्ञानी।
तस्मिन् स्थिताः स्वभावे मुनयः प्राप्नुवन्ति निर्वाणम्।।१५१।। ज्ञानं हि मोक्षहेतुः, ज्ञानस्य शुभाशुभकर्मणोरबन्धहेतुत्वे सति मोक्षहेतुत्वस्य तथोपपत्तेः । तत्तु सकलकर्मादिजात्यन्तरविविक्तविज्जातिमात्रः परमार्थ आत्मेति यावत्। स तु युगपदेकीभावप्रवृत्तज्ञानगमनमयतया समयः, सकलनयपक्षासङ्कीर्णैकज्ञानतया शुद्धः, केवलचिन्मात्रवस्तुतया केवली, मननमात्रभावतया मुनिः, स्वयमेव ज्ञानतया ज्ञानी, स्वस्य भवनमात्रतया स्वभाव: स्वतश्चितो भवनमात्रतया सद्भावो वेति शब्दभेदेऽपि न च वस्तुभेदः।
હવે, જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છે :
પરમાર્થ છે નકી, સમય છે, શુધ, કેવળી, મુનિ, જ્ઞાની છે, એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. ૧૫૧.