________________
શ્લોક-૧૨૬
૪૯૧ ચૈતન્ય સ્વરૂપનો ભેદ – જુદો પાડવાનો અભ્યાસ કરે. આહા..હા....! રાગાદિ ટળે નહિ ભલે, ચારિત્ર વિના ટળે નહિ) પણ પહેલો અભ્યાસ કરીને હું રાગ નથી, હું ચૈતન્ય છું. એમ રાગથી ભિન્ન કરીને ભેદજ્ઞાન કરે. આહાહા...!
અંતરંગમાં જ્ઞાન અને રાગ-દ્વેષાદિનો ભેદ પાડવાનો. અંતરમાં ભેદ પાડવાનો. શાસ્ત્ર વાંચીને કે એમ કરીને ધારે, એ નહિ. સાંભળીને ધારી રાખે (કે), રાગ ભિન્ન છે અને આત્મા ભિન્ન છે એમ નહિ, એમ કહે છે. અંતરમાં ચૈતન્ય સ્વરૂપ રાગથી પૂર્ણ ભિન્ન છે, એમ અંદરનો અભ્યાસ કરે. આહાહા...! કેમ ? કે, “જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે,” માત્ર અને જાણવાનો જ છે, એમ. રાગાદિ કરવું એ પણ એનો સ્વભાવ નથી તો પરનું કરવું એ તો બની શકતું નથી. રાગથી માંડીને બધી પર ચીજ, આખો લોકાલોક જ્ઞાતાનું શેય છે. જાણનારો છે (અને) એ જાણવામાં જણાય (એવું) શેય (છે).
સમય સમયની અવસ્થા સમય સમયે થાય. દ્રવ્ય પોતે પર્યાયને પામે, પહોંચી વળે, દ્રવ્ય અને ગુણથી પર્યાય થાય પણ એનું તાત્પર્ય શું? એવું જાણીને અંતરમાં જુદું પાડવું. આહા...હા...! રાગ અને જ્ઞાન સ્વરૂપ ભગવાન બે જુદા છે.
જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા...” આત્મામાં જે રાગ-દ્વેષ, દયા, દાન, કામ, ક્રોધ ભાવ (થાય એ) કલુષિત છે. ચાહે તો દયાનો, દાનનો, વ્રતનો ભાવ હોય (પણ) છે એ કલુષિત. વિકલ્પ છે, રાગ છે, કલુષિત છે. એ કલુષતા ‘આકુળતારૂપ સંકલ્પ-વિકલ્પ–ભાસે છે....” એ આકુળતારૂપ છે. આહા...હા...! ભગવાન તો અતીન્દ્રિય અનાદિઅનંત આનંદ અને શાંત સ્વરૂપ છે. રાગાદિ આકુળતા અને દુઃખરૂપ છે. એમ બેને જુદા પાડે).
તે સર્વ પુગલવિકાર છે, જડ છે.” એ બધા. એ નથી જાણતા પોતાને. રાગ-દ્વેષ, દયા, દાન એ નથી જાણતા પોતાને, નથી જાણતા આત્માને પર વડે જણાય છે. ઈ આવી ગયું છે. પર વડે જણાય છે માટે ઈ જડ છે. જાણનાર વડે જણાય છે. રાગ જાણનાર વડે જણાય છે. આહાહા....! રાગ રાગ દ્વારા જણાતો નથી.
આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે...” આહા..હા...! એમ જ્યારે રામના વિકલ્પથી ચૈતન્ય સ્વરૂપ જાણક ભિન્ન છે એમ ભેદજ્ઞાન થાય ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો
સ્વાદ આવે. આહા..હા...! અનાદિનો જે રાગનો સ્વાદ આકુળતા હતો (એ) દુઃખનો સ્વાદ હતો, એનાથી ભિન્ન પડીને ચૈતન્ય સ્વરૂપમાં રાગ નથી, રાગમાં સ્વરૂપ નથી. એમ સર્વત્ર અભ્યાસ કરતાં, ભિન્ન પાડતાં એને આનંદનો સ્વાદ આવે છે. આ લક્ષણ બતાવ્યું.
આમ તો ઘણા કહે છે કે, ભેદ પડ્યો છે, ભેદજ્ઞાન થયું છે. પણ ભેદજ્ઞાન થાય એને અતીન્દ્રિય આત્માના આનંદનો સ્વાદ આવે. આહા..હા...! સમજાય છે કાંઈ ? જેને ચૈતન્યસ્વરૂપ ત્રિકાળી છે અને રાગ વિકૃત આકુળતા અને દુઃખરૂપ છે એમ બે વચ્ચેનો તફાવત જાણી અને આત્મા તરફ વળે છે, વળતાં એને રાગથી જુદો પડે છે તેથી તેને