________________
૨૮૦
સમયસાર સિદ્ધિ-૬ આ ધર્મ વર્તે છે. એ ધર્મ કુંદકુંદાચાર્યદેવે અહીંયાં કહ્યો. આહા..હા...!
(ઉત્પન્ન થયેલો) “જ્ઞાનમય ભાવ, જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી. શું કહ્યું? પુણ્ય અને પાપના ભાવ થવા છતાં એની ઉપર દૃષ્ટિ નહિ હોવાથી, એનો પરિચય એટલે મારા છે, એમ નહિ કરવાથી પોતાના જ્ઞાનમય ભાવમાં રહેવાથી તેની કર્તા બુદ્ધિનો ભાવ થતો નથી. જ્ઞાતાપણાના ભાવમાં રહે છે. ધર્માજીવ તો જ્ઞાતા-દષ્ટાપણું, જાણવા-દેખવામાં રહે છે. આહા...હા...! આવી વાત !
અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી...” આહા..હા..! “માટે રાગાદિ સાથે મિશ્રિત મળેલો) અજ્ઞાનમય ભાવ...” મિશ્રિતનો અર્થ એ. રાગ મારો છે, રાગથી લાભ થશે. એવો અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરિત કરે છે. રાગ મારું કાર્ય છે, એ અજ્ઞાનમય ભાવથી પ્રેરિત થઈને થાય છે. આહાહા..! અને જેની દૃષ્ટિમાં, પુણ્ય પરિણામ ઉપર દૃષ્ટિ પડી છે તો એને અજ્ઞાનભાવથી આ કર્મ મારું છે, એવી પ્રેરણા થાય છે. જ્ઞાનીને પણ પુણ્યપાપ પરિણામ થાય છે પણ એ પ્રત્યે દૃષ્ટિ નથી, એ પ્રત્યે પરિચય નથી, એનો સંસર્ગ નથી. જેમ ભિન્ન ચીજ છે એમ પોતામાં જ્ઞાનમાં રહીને, એ પુણ્ય-પાપનું કાર્ય મારું છે એવી બુદ્ધિ થતી નથી. આહા...હા... ત્યારે થાય છે શું ?
અને રાગાદિ સાથે અમિશ્રિત ભાવ સ્વભાવનો પ્રકાશક –પ્રગટ કરનાર) હોવાથી...” દેખો ! રાગની સાથે અમિશ્રિત (એટલે) રાગ મારો છે એવું મિશ્રિતપણું છૂટી ગયું. હું તો જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ (છું). એમ રાગથી અમિશ્રિત – રાગથી મિશ્રિત નહિ, ભેળસેળ નહિ. આહા...હા...! ભારે ગાથા ! રાગ પુણ્ય, દયા, દાન, વ્રત, કામ, ક્રોધાદિ ભાવ સાથે જ્ઞાનીને અમિશ્રિત ભાવ (છે). હું ભિન્ન છું. એ સહિત હું છું એમ નહિ. આહા...!
“સ્વભાવનો પ્રકાશક –પ્રગટ કરનાર) હોવાથી.... (એ) તો સ્વભાવનો પ્રકાશક છે. ધર્મીને જાણવું-દેખવું ભાવ પ્રગટ થયો તો એ રાગનો કર્તા થતા નથી. રાગ મારું કાર્ય એમ થતું નથી. “પ્રકાશક (–પ્રગટ કરનાર) હોવાથી કેવળ જ્ઞાયક જ છે..... આહાહા...! એ સમકિતી ધર્મી પહેલા દરજ્જાવાળો માત્ર જ્ઞાયક જ છે. પોતાને અને પરને જાણવાવાળો જ રહે છે. પરનો પરિચય કરીને પરનું કાર્ય મારું એ જ્ઞાની માનતા નથી. જરા પણ બંધક નથી.” મિથ્યાત્વ સંબંધી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી સમકિતીને જરીયે બંધન નથી. અબંધ છે. અસ્થિરતા જે ચારિત્રદોષની છે એની અહીં ગણતરી નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી જે બંધ હતો એ બંધ એને થતો નથી.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)