________________
સમયસાર સિદ્ધિ-૬ પુણ્ય-પાપરૂપે બે પાત્ર...’ એટલે બે પ્રકાર થઈને, ‘કર્મ એક પાત્રરૂપ થઈને...’ નીકળી ગયું. એ બેય કર્મ જ છે, પુણ્ય ને પાપ બેય કર્મ છે. બેયમાં ધર્મ અને આત્મા નહિ.
આ..હા...!
૨૩૦
ભાવાર્થ :- કર્મ સમાન્યપણે એક જ છે...' પુણ્ય હો કે પાપ હો, શુભ હો કે અશુભ હો ‘તોપણ તેણે પુણ્ય-પાપરૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને...’ સ્વાંગ ધારણ કરી (એટલે) એકનો એક આદમી સ્વાંગ ધારણ (કરે એમ). રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો.' આહા..હા...! પુણ્યનો જ્યાં આમ ઠાઠ આવે... કરોડો રૂપિયા, અબજોપતિ, બાયડી રૂપાળી, પોતાનું શરીર રૂપાળુ, પૈસા, મોટા કરોડોના મકાનો... આ..હા..હા...! એ પુણ્યના ઠાઠ દેખીને માણસ એમાં મરતો હોય. એ તો કર્મનું ફળ છે, પ્રભુ ! ત્યાં તું એમાં નથી. અને પાપના ફળમાં નકાદિ ગતિ લ્યો, પણ એ તો પ૨વસ્તુ છે, એ કંઈ તારી ચીજ નથી. આહા..હા...! જાણે હેરાન.. હેરાન (થઈ ગયા). અર.........! અમે નિર્ધન, અમે ગરીબ, અમને ખાવા મળતું નથી. બાપુ ! એ તો પાપની વાત છે. પાપની પ્રતિકૂળતા હોય, એ કંઈ આત્માને નડતી નથી. આહા..હા...!
‘કર્મ સામાન્યપણે એક જ છે તોપણ તેણે પુણ્ય-પાપરૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો.’ નાટકનું બતાવ્યું છે ને અહીંયાં ! રંગભૂમિમાં બે આવ્યા હતા. ‘તેને જ્ઞાને યથાર્થપણે એક જાણી લીધું...' ચૈતન્ય સ્વરૂપે જાણી લીધું કે એ પુણ્ય ને પાપ બેય કર્મ છે, બેય સંસાર છે, બેય બંધનું કારણ છે. આ..હા...! છે ? તેને જ્ઞાને યથાર્થપણે જાણી લીધું ત્યારે તે એક પાત્રરૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું...' બહાર નીકળી ગયું. ‘નૃત્ય કરતું અટકી ગયું.’ પુણ્ય-પાપ અટકી ગયા. એકલો આત્મા રહી ગયો. આહા..હા...!
એનું આ હિન્દી છે.
આશ્રય, કારણ, રૂપ, સવાદસું ભેદ વિચારી ગિને દોઊ ન્યારે, પુણ્ય રુ પાપ શુભાશુભભાવનિ બંધ ભયે સુખદુઃખકા રે; જ્ઞાન ભયે દોઊ એક લખૈ બુધ આશ્રય આદિ સમાન વિચારે, બંધકે કારણ હૈં દોઊ રૂપ, ઇન્હેં તજિ જિનમુનિ મોક્ષ પધારે.
આખા અધિકારનો સાર મૂક્યો. આહા..હા...! અજ્ઞાની પુણ્ય છે ઈ જુદી ચીજ છે અને પાપ જુદું એમ માને. કારણ જુદું છે. પુણ્ય બંધનનું કારણ શુભભાવ છે અને પાપબંધનનું કારણ અશુભ છે એમ અજ્ઞાની બે ભેદ માને. એનું રૂપ (એટલે) બંધનમાં ફે૨ માને અને એના સ્વાદ એટલે ફળ. પુણ્યના ફળમાં આ પૈસા–ધૂળ, બાયડી, છોકરા મળે, પાપના ફળમાં દુર્ગતિ મળે એમ ભેદ વિચારી ગિને દોઊ ન્યારે,...' અજ્ઞાની બેનો ભેદ વિચાર બેય જુદી જાત છે એમ માને.
પુણ્ય રુ પાપ શુભાશુભભાવિન બંધ ભયે સુખદુઃખકા રે;' પુણ્ય અને પાપ બેય શુભાશુભ ભાવ ‘બંધ ભયે...’ બેય સુખ-દુ:ખ એટલે લૌકિક સુખ, હોં ! લૌકિક સુખ-દુઃખને