________________
ગાથા-૧૬૭
૨૭૩
C ગાથા-૧૬ ૭ )
अथ रागद्वेषमोहानामास्रवत्वं नियमयति -
भावो रागादिजुदो जीवेण कदो दु बंधगो भणिदो। रागादिविप्पमुक्को अबंधगो जाणगो णवरि।।१६७।। भावो रागादियुतो जीवेन कृतस्तु बन्धको भणितः ।
रागादिविप्रमुक्तोऽबन्धको ज्ञायकः केवलम् ।।१६७।। इह खलु रागद्वेषमोहसम्पर्कजोऽज्ञानमय एव भावः, अयस्कान्तोपलसम्पर्कज इव कालायससूची, कर्म कर्तुमात्मानं चोदयतिः, तद्विवेकजस्तु ज्ञानमयः, अयस्कान्तोपलविवेकज इव कालायससूची, अकर्मकरणोत्सुकमात्मानं स्वभावेनैव स्थापयति । ततो रागादिसङ्कीर्णोऽज्ञानमय एव कर्तृत्वे चोदकत्वाद्वन्धकः । तदसङ्कीर्णस्तु स्वभावोद्भावसकत्वात्केवलं ज्ञायक एव, न मनागपि बन्धकः।
હવે, રાગદ્વેષમોહ જ આસવ છે એવો નિયમ કરે છે :
રાગાદિયુત જે ભાવ જીવકૃત તેહને બંધક કહ્યો;
રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં, જ્ઞાયક નર્યો. ૧૬૭. ગાથાર્થ – (નીવેન : જીવે કરેલો (રાવિયુત ] રાગાદિયુક્ત [માવે: તુ ભાવ વિશ્વવ: મળત:] બંધક (અર્થાત્ નવાં કર્મનો બંધ કરનાર) કહેવામાં આવ્યો છે. [RIBIવિવિપ્રમુવર:] રાગાદિથી વિમુક્ત ભાવ [કવવ:] બંધક નથી, વિનમ્ જ્ઞાવ: કેવળ જ્ઞાયક જ છે.
ટીકા :– ખરેખર, જેમ લોહચુંબક-પાષાણ સાથે સંસર્ગથી લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને ગતિ કરવાને) પ્રેરે છે તેમ રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે. અને જેમ લોહચુંબક-પાષાણ સાથે અસંસર્ગથી લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને
ગતિ નહિ કરવારૂપ) સ્વભાવમાં જ સ્થાપે છે તેમ રાગદ્વેષમોહ સાથે અભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ, જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી (અર્થાત્ કર્મ કરવાનો જેનો સ્વભાવ નથી) એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે; માટે રાગાદિ સાથે