________________
૪૧૪
સમયસાર સિદ્ધિ-૬ ભાવાર્થ - “શુદ્ધનય, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી...” શું કહે છે ? કે, જ્ઞાન છે તે મતિ ને શ્રુત ને અવધિના જે ભેદ છે એ ઉપરનું લક્ષ છોડી દયે. સમ્યક્દૃષ્ટિ જીવ (એને) આત્માના સ્વભાવનો ધર્મનો અનુભવ કરવો હોય ત્યારે જ્ઞાનના ભેદો જે છે એને છોડી દયે, ગૌણ કરે. આહાહા....! લ્યો ઠીક ! ગૌણ કરે
પરનિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરી,...” બે (વાત) થઈ. એક તો જ્ઞાનના ભેદ પડે છે એને ગૌણ કરી નાખે, અભેદ ઉપર દૃષ્ટિ કરે અને પરનિમિત્તથી થતાં રાગાદિ, એને ગૌણ કરીને સ્વભાવ તરફ દૃષ્ટિ કરે. આહા..હા...! આવો માર્ગ છે. “પરનિમિત્તથી થતા સમસ્ત ભાવો...” પહેલામાં એમ હતું, જ્ઞાનના સમસ્ત વિશેષો, જ્ઞાનના સમસ્ત વિશેષો તેને ગૌણ કરીને. અહીં એમ કહ્યું કે, પરનિમિત્તથી થતા વિકલ્પો – એ સમસ્ત વિકલ્પોને છોડી દઈને.
આત્માને શુદ્ધ....” જ્ઞાનના ભેદોનું લક્ષ છોડી દઈ (એટલે કે, ગૌણ કરીને ભલે અભાવ નહિ. અને પરનિમિત્તથી થતા રાગાદિ વિકલ્પ, એને ગૌણ કરીને. હવે શું કરવું ? કે, “શુદ્ધ, નિત્ય, અભેદરૂપ” ભગવાન પવિત્ર છે. આહાહા....! એકલો પવિત્રતાની ખાણ છે ! આહા..હા...! વૃિતિમિલ] નહોતું આવ્યું) ? સમ્યક્રદૃષ્ટિ પવિત્ર ધર્મી એમ કહ્યું છે ને ! કૃતિfમ.] ઓલામાં આવ્યું છે. એટલે પવિત્ર ધર્મી. આહાહા...! પોતાના જે પવિત્ર ગુણો છે તેનો જે અર્થ થયો. અભેદથી, અભેદ, હોં ! ગુણભેદ પણ નહિ. એને “અભેદરૂપ.” (કહે છે).
એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે...... આહા...હા...! સમ્યકુદૃષ્ટિ આવા આત્માને ગ્રહણ કરે છે. ભેદના પ્રકારને ગૌણ કરી, પરનિમિત્તથી થતા વિકલ્પોને પણ છોડી. આહાહા.! ગૌણ કેમ કહ્યું? કે, ભલે ટળી ન જાય પણ તેનો આશ્રય છોડી તેનું લક્ષ છોડી દઈને, એમ. રહે, રાગાદિ રહે. પર્યાયના ભેદાદિ રહે પણ ગૌણ કરી, એના ઉપરનું લક્ષ છોડી દઈ. રાગાદિ રહે, પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી (રહે, પણ તેનું લક્ષ છોડીને એમ કહેવું છે). આહા..હા...! આ ધર્મ કરનારને આ કરવું પડશે એમ કહે છે. ત્યારે ધર્મ થશે. આહા...હા....!
“ગ્રહણ કરે છે અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયસ્વરૂપ” પરિણતિ એટલે વર્તમાન દશા “શુદ્ધનયના વિષયસ્વરૂપ ચૈતન્યમાત્ર...” શુદ્ધનયનો વિષય તો ચૈતન્યમાત્ર એક ધ્રુવ, અખંડ, અભેદ, એક (છે). આહાહા...! એવો જે વિષય ચૈતન્યમાત્ર શુદ્ધ આત્મામાં એકાગ્રસ્થિર–થતી જાય છે. પરિણતિ (સ્થિર થતી જાય છે. આ રીતે આત્મા શુદ્ધમાં પરિણતિની) એકાગ્રતા થતી જાય છે. લ્યો, આ એકાગ્રતાનું આવ્યું! દેવીલાલજી’ ! વિકલ્પથી એકાગ્રતાનો અભ્યાસ કરવો એ નહિ. આહા..હા.! એ વસ્તુ છે ભગવાન આનંદકંદ, શુદ્ધ, અભેદ, એકરૂપ, તેમાં એકાગ્ર થતો જાય છે. તેમાં પરિણતિ સ્થિર થતી જાય છે).
એ પ્રમાણે શુદ્ધનયનો આશ્રય કરનારા જીવો...” આ પ્રમાણે ભગવાન પૂર્ણ અભેદ