________________
૨૫૬
સમયસાર સિદ્ધિ-૬ છે. આવ્યું હતું કે, ભાઈ ! ઘા વાગે છે. આયુધ ઘા લાગે છે. આહાહા...! પ્રભુની સ્તુતિ કરતા કહે છે, પ્રભુ ! મારા પૂર્વના દુઃખો નરકના, નિગોદના અનંત અનંત ભવમાં સહ્યા પ્રભુ ! એને યાદ કરું તો આયુધ – જેમ શસ્ત્ર તરવારનો ઘા વાગે, જમૈયાનો ઘા વાગે એવો ઘા વાગે છે. આહા..હા..! ઈ તો પહેલા કહ્યું હતું. પણ કોને પડી છે ? આ બહારમાં ધૂળ. આહાહા.! બાયડી, છોકરા, કુટુંબ ને આ પૈસા ને આબરૂ ને કીર્તિ ને ધંધો એકલું પાપ આખો દિ. ધર્મ તો નથી પણ એને તો પુણ્યય નથી. આહા..હા....!
અહીં પ્રભુ એમ કહે છે, પ્રભુ ! તને નવા કર્મ જે બંધાય એનું કારણ શું ? કે, એનું કારણ જૂના કર્મનું નિમિત્ત છે તે. તે નિમિત્ત છે તે કારણ એમ કેમ થાય ? કે, એ નિમિત્તનો પરિચચ – સંગ કરી, સ્વભાવનો સંગ છોડ્યો. આહાહા...! અને સ્વરૂપનું અજ્ઞાન ઉત્પન્ન કર્યું એ અજ્ઞાનભાવથી પુણ્ય ને પાપનું કર્તાપણું આવ્યું, એથી તે જૂના કર્મને નિમિત્ત એ થાય છે. તેથી જૂનું કર્મ નવાને લાવે છે. આ..હા...! અને એ આઠ કર્મ બાંધીને ચાર ગતિમાં રખડે છે. આહા..હા...! અરે.રે..! છે ?
‘(અજ્ઞાનમય) પરિણામ છે.” મારે તો આમાં બીજું કહેવું હતું. લોહચુંબકમાંથી કહેવું છે કે, જે સોય ખેંચાય છે એ સોયમાં પોતાની પર્યાય થઈ છે. એ સોયે લોહચુંબકનો સંગ - સંસર્ગ કર્યો, પોતે જાતે (કર્યો), માટે તેમાં ખેંચાવાની પોતામાં યોગ્યતા થઈ છે. લોહચુંબક એને ખેંચે છે એમ નહિ. આહા..હા.! સમજાણું કાંઈ ? એમ જૂના કર્મ નવાને લાવે છે અને જૂના કર્મ તને રાગ-દ્વેષ કરાવે છે એમ નથી. આહાહા...!
ભગવાન અતીન્દ્રિય શુદ્ધ પ્રભુ ! એને તેં યાદ કર્યો નહિ, એને સ્મર્યો નહિ, એના તે ધ્યાન કર્યા નહિ. એ શું અંદર અનંત અતીન્દ્રિય ગુણનો ભંડાર મોટો ભગવાન અંતર લક્ષ્મી પડી છે. અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, અનંત જીવતર શક્તિ આદિ અનંતી શક્તિઓનો સાગર ભગવાન ! એને તેં યાદ ન કર્યો ને કર્મને યાદ કર્યા. આહા...હા...! આ...હા..હા...! જે તારામાં નથી અને તે યાદ કરીને અજ્ઞાનપણે રાગદ્વેષ ઊભા કર્યા અને એ રાગ-દ્વેષ ને મોહનો કર્તા અજ્ઞાનપણે થયો. આહા..હા.! એથી તેને નવા કર્મ બાંધવામાં જૂના કર્મ નિમિત્ત થયા. હવે, આવું છે. વાણિયાને ધંધા આડે નવરાશ ન મળે ને આવી અટપટી વાતું. આહા...હા..! અરે..રે..!
માટે રાગદ્વેષમોહ જ આસવો છે.' જોયું ? જૂના કર્મને આસ્રવ કહ્યા હતા. બીજી લીટીમાં ખરેખર આસવો છે.” એમ કહ્યું હતું. પણ ખરેખર તો રાગ-દ્વેષ ને મોહ જ આસ્રવ છે. સ્વરૂપનું અજ્ઞાન અને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા રાગ-દ્વેષ-મોહ ભાવ, એ જ નવા કર્મને લાવવાનું કારણ છે. આહા...હા...! માટે રાગદ્વેષમોહ. એટલે મિથ્યાત્વ, ભ્રમણા, અજ્ઞાન એ જ “આસવો છે. તે રાગદ્વેષમોહને ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. એ આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મિથ્યાત્વ ભાવ અને રાગ-દ્વેષ ભાવ તે ચિદાભાસ છે. એ આત્મા નથી પણ