________________
શ્લોક-૧૦૦
૩
મૂળ (સૂત્રધાર) હતો એ અંદર સ્ત્રીનો વેશ પહેરતો હતો અને અહીં તક૨ા૨ થઈ તો ઘણા મુસલમાનો અંદર મફતમાં પેઠા. આ તો (સંવત) ૧૯૬૫-૬૬ની વાત છે. એને એકદમ બહાર આવી પડ્યું. સ્ત્રીનો વેશ પહેરેલો રાખીને) બહાર (આવ્યો). ત્યારે લોકોએ પણ જાણ્યું કે આ તો એનો મુખ્ય માણસ છે, નાટકનો મુખ્ય માણસ (હતો) એણે સ્ત્રીનો વેશ પહેર્યો હતો) રાણીનો (હતો) રાણીનો. ઘણું કરીને તો પીંગળા’નો વેશ હતો. ‘ભર્તુહરી’ની ‘પીંગળા’ આવે છે ને ? ઈ અંદર પહેરતો હતો ત્યાં તક૨ા૨ થઈ એટલે એને એકદમ બહાર આવવું પડ્યું. સ્ત્રીના વેશમાં આવવું પડ્યું). માથુ ઉઘાડુ હતું. આહા..હા...! ત્યારે જાણી લીધું કે, ઓ...હો...! આ તો નાટકનો મુખ્ય માણસ ! પ્રમુખ માણસ (છે) એ આ રાણીનો વેશ ધારણ કરે છે.
એમ પુણ્ય અને પાપના બે વેશ છે તો એક જ વિકારના. આહા..હા...! પણ અજ્ઞાની એને બે રૂપે માને છે. પરંતુ) તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે...' પુણ્ય અને પાપ બેય એક જ છે. ભગવાનઆત્મા એનાથી ભિન્ન અને પુણ્ય અને પાપના ભાવ દયા, દાન, વ્રત, શીલ, તપ આદિ ભાવ... આહા..હા..! હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના, બેય જાત એક જ છે. આ..હા..હા...! આકરું કામ !
તેવી રીતે જોકે કર્મ એક જ છે તોપણ પુણ્ય-પાપના ભેદે બે પ્રકારનાં રૂપ કરી નાચે છે તેને, સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે.' લ્યો ! અહીં તો સમ્યગ્દષ્ટિ લીધું. પેલો જ્યાં હોય ત્યાં સાધુ.. સાધુ નાખે છે. ‘વિદ્યાધરજી’. આહા..હા...! સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે.’ સમ્યગ્દષ્ટિનું જ્ઞાન ચોથા ગુણસ્થાનનું જ્ઞાન. સમ્યગ્દષ્ટિ પણ વીતરાગી પર્યાય છે. કેમકે જિનસ્વરૂપ છે, પોતે વીતરાગસ્વરૂપ જ છે, એની પ્રતીતિ અને જ્ઞાન થઈને જે દશા થઈ એ દશા ભલે ચોથા (ગુણસ્થાનની) હોય, પણ તે વીતરાગી દશા છે. આહા..હા...! એ વીતરાગી દશાનું જ્ઞાન યથાર્થ છે.
-
તે એકરૂપ જાણી લે છે.’ (અર્થાત્) પુણ્ય અને પાપ બન્ને એક જ છે. ચાહે તો હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના, ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવાનનું સ્મરણ (હો), બેય એક જ જાત છે. આ..હા..હા..! (આવું સાંભળે ત્યાં) આકરું કામ પડે
છે.
હમણાં સાંભળ્યું, તમે કહ્યું ને ? સ્વરૂપાચરણ ચારિત્ર ! ‘કળશટીકા’ ‘રાજમલજી’ની ટીકામાં ૧૦૬ કળશમાં છ વાર આવે છે. આ તો ‘રાજમલજી’નું નામ રાત્રે આવ્યું હતું. ત્રણ નામ આવ્યા અને ચોથું (નહોતું). (મેં કીધું, આમાં પણ છે ને ? જોકે આમાં વ્રત એટલે ચારિત્ર. ચારિત્ર, સ્વરૂપાચરણ ચારિત્ર. એક જ ૧૦૬ કળશમાં છ વાર આવે છે. સ્વરૂપાચરણ ચારિત્ર... સ્વરૂપાચરણ ચારિત્ર... આહા..હા...!
?