________________
સમયસાર સિદ્ધિ-૬ પુણ્ય-પાપના ભેદે બે પ્રકારનાં રૂપ કરી નાચે છે તેને, સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે. તે જ્ઞાનના મહિમાનું કાવ્ય આ અધિકારની શરૂઆતમાં ટીકાકાર આચાર્ય કહે છે :
શ્લોકાર્ધ :- (૩) હવે (કર્તાકર્મ અધિકાર પછી), (૫-૩ -એતિ:) શુભ અને અશુભના ભેદને લીધે દિતતાં તમ્ તત્ બે-પણાને પામેલા તે કર્મને નમ્ ૩પનિયન એકરૂપ કરતો, (પિત-નિર્મર-મોહરની) જેણે અત્યંત મોહરને દૂર કરી છે એવો (વોઇ-સુથાપ્નવ:) આ પ્રત્યક્ષ–અનુભવગોચર) જ્ઞાન-સુધાંશુ (સમ્યજ્ઞાનરૂપી ચંદ્રમા) (સ્વયમ્) સ્વયં (તિ) ઉદય પામે છે.
ભાવાર્થ – અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું તેને શાને એક પ્રકારનું બતાવ્યું. જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી તે દૂર કરવામાં આવી ત્યારે યથાર્થ જ્ઞાન થયું; જેમ ચંદ્રને વાદળાં તથા ધુમ્મસનું પટલ આડું આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ જાણવું. ૧૦૦.
પ્રવચન નં. ૨૨૮ શ્લોક-૧૦૦
બુધવાર, વૈશાખ વદ ૫, તા. ૧૬-૦૫-૧૯૭૯
હવે, ત્રીજો પુણ્ય-પાપ અધિકાર
પુણ્ય-પાપ બને કરમ, બંધરૂપ દુર માની;
શુદ્ધાત્મા જેણે લહ્યો, નમું ચરણ હિત જાણી. પુણ્ય અને પાપ બને બંધનરૂપ (છે એમ જાણી) એને દૂર કરીને પોતાના શુદ્ધાત્માને જેણે જાણ્યો... આ...હા..! “નમું ચરણ હિત જાણી.” તેના ચરણમાં હું નમસ્કાર કરું છું. હિતને જાણીને (એટલે મારું હિત એમાં છે. સ્વરૂપમાં એકાગ્ર થવું એ મારું હિત છે. આહાહા...! શુદ્ધત્માને જાણવો અને એમાં) ઠરવું એ મારું હિત છે. એમ જેણે આવું કર્યું તેને પણ હું નમસ્કાર કરું છું. આહા...હા...!
પ્રથમ ટીકાકર કહે છે કે, “હવે એક જ કર્મ બે પાત્રરૂપ થઈને પુણ્ય-પાપરૂપે પ્રવેશ કરે છે. નાટકનો દાખલો આપ્યો છે ને ! એક જ પુરુષ હોય ઈ ઘડીકમાં રાજા થઈને આવે અને ઘડીકમાં ગુલામ થઈને આવે. નાટકમાં ! એમ પુણ્ય અને પાપ એકરૂપ વેશ ધારણ કરી પ્રવેશ કરે છે. આહા...હા..!
જેમ નૃત્યના અખાડામાં નાચવાના અખાડામાં – સ્થાનમાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય... આહાહા.. તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે...” નાટકમાં ઘડીકમાં સ્ત્રીનો વેશ લઈને આવે, ઘડીકમાં પુરુષનો વેશ લઈને આવે. ‘પાલેજમાં એક ફેરી અમારે બન્યું હતું. ત્યાં મુસલમાનનું જોર અને જે નાટકનો