________________
OR
ॐ
શ્રી પરમાત્મને નમઃ
શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર
સમયસાર સિદ્ધિ
(અધ્યાત્મયુગપુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના શ્રી ‘સમયસાર’ઉપર પ્રવચન)
(ભાગ ૬)
-
-
પુણ્ય-પાપ અધિકાર
अथैकमेव कर्म द्विपात्रीभूय पुण्यपापरूपेण प्रविशति - (द्रुतविलम्बित)
तदथ कर्म शुभाशुभभेदतो द्वितयतां गतमैक्यमुपानयन् । ग्लपितनिर्भर मोहरजा अयं स्वयमुदेत्यवबोधसुधाप्लवः । ।१०० । ।
પુણ્ય-પાપ બન્ને કરમ, બંધરૂપ ૬૨ માની; શુદ્ધાત્મા જેણે લહ્યો, નમું ચરણ હિત જાણી.
પ્રથમ ટીકાકાર કહે છે કે હવે એક જ કર્મ બે પાત્રરૂપ થઈને પુણ્ય-પાપરૂપે પ્રવેશ
કરે છે.’
જેમ નૃત્યના અખાડામાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે, તેવી રીતે જોકે કર્મ એક જ છે તોપણ