________________
પ૩૦
સમયસાર સિદ્ધિ-૬ તારમ– તિ” “શુદ્ધ તત્ત્વનો.. અનુભવ થતાં. “તારમ” થતાં. આત્માનો રાગથી ભિન્ન અનુભવ થતાં. શુદ્ધ દર્શન-જ્ઞાનરૂપનો અનુભવ થતાં. “અચલિતપણે સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર...” આહાહા...! ચળે નહિ એ રીતે. સમસ્ત અન્ય દ્રવ્યોમાં બધું આવી ગયું. દેવ-ગુરુશાસ્ત્ર, મંદિર, મૂર્તિ બધું આવી ગયું). રાગ તો ક્યાંય રહી ગયો. આ તો બધું બહાર, બહાર.
“સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને આ.હા...! “અક્ષય: વર્મમોક્ષઃ મવતિ આ.હા..હા...! “અક્ષય કર્મમોક્ષ થાય છે. એટલે ? ‘(ફરીને કદી કર્મબંધ ન થાય એવો કર્મથી છૂટકારો થાય છે). આહા..! જુઓ ભાષા ! ઇચ્છાથી અને પારદ્રવ્યથી આત્માને ભિન્ન પાડી અને ભિન્ન આત્માનો જે અનુભવ કરે, એમાં સ્થિર થાય, એમાં જમવટ થાય તો તેને અલ્પ કાળમાં મુક્તિ થાય. એમ નથી કીધું કે, એવું થઈને વચ્ચે પડી જશે, ફલાણું થશે. આહા..! આ તો વીરાના કામ છે. કાયરના કામ નથી. બચાવ કરવો કે આનાથી થાય ને આનાથી થાય. આ..હા....!
‘અક્ષય કર્મમોક્ષ થાય છે અર્થાત્ ફરીને કદી કર્મબંધ ન થાય એવો મોક્ષ થાય છે. કર્મનો ક્ષય થયો એ થયો. આહાહા...! “એવો કર્મથી છૂટકારો થાય છે). એને કોઈ જાતનું પછી કર્મ રહેતું નથી. આ.હા...!
અંદર ભગવાન આત્મામાં બે પ્રકાર છે; એક ત્રિકાળી ધ્રુવ ને એક વર્તમાન પર્યાય. આ સિવાયની બીજી કોઈ વસ્તુ એમાં છે જ નહિ. સ્ત્રીપુત્ર, કુટુંબ એ તો બધાં પર છે, તે તેને કારણે આવ્યા છે, તેના કારણે રહે છે, તારામાં નથી ને તારા નથી; અંદર હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસનાના અશુભભાવ એ તારા નથી, તારામાં નથી અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, જાત્રા, ભગવાનના સ્મરણના ભાવ એ પણ પુણ્યભાવ છે એ પણ તારી વસ્તુમાં નથી પણ અહીં તો કહે છે કે ક્ષણિક નિર્મળ પર્યાય પણ તારી વસ્તુમાં નથી. જ્યાં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ બિરાજે છે ત્યાં અંદરમાં જાને ! પર્યાય ક્ષણિકને ત્યાં લઈ જાને ! ક્ષણિક પર્યાય ઉપર નજર ન કર. આહાહા ! શું અદ્ભુત વાત કરી
- પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ જૂન-૨૦૦૨