________________
ગાથા૧૭૩ થી ૧૭૬
૩૫૫
પ્રવચન . ૨પર ગાથા–૧૭૩-૧૭૬, શ્લોક-૧૧૮-૧૧૯
બુધવાર, જેઠ વદ ૩, તા. ૧૩-૦૬-૧૯૭૯
('સમયસાર) ૧૧૮ કળશ છે એના ઉપર ચાલે છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે” એટલે શું ? કે, દર્શનમોહ જે કર્મ છે, એનો ઉદય છે અને તેમાં જોડાયને, એમાં જ્યારે જોડાય છે, એ દર્શનમોહનો ઉદય છે ઈ કાંઈ કરાવતું નથી, પણ સ્વરૂપ ચૈતન્યસ્વરૂપ પોતાનું અખંડ (છે) તેના તરફનો આશ્રય, લક્ષ છોડીને દર્શનમોહના ઉદય કાળે તેમાં જોડાઈને જીવ રાગ-દ્વેષ-મોહભાવે પરિણમે છે.” આહાહા....! “ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે.”
અહીંયાં દૃષ્ટિપ્રધાન કથન છે ને ! જ્યાં સુધી મિથ્યાત્વના ઉદયમાં જોડાય છે ત્યાં સુધી તેને આસ્રવ અને બંધન કહેવામાં આવે છે. ત્યાં સુધી જ તેને અજ્ઞાની.... છે ને? અને બંધક કહેવામાં આવે છે. જ્ઞાની-અજ્ઞાનીનો અને બંધ-અબંધનો આ વિશેષ જાણવો.” ધર્મી જવાને) તો આત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તેની) તરફની દૃષ્ટિ છે, ધર્માનું પર્યાયમાં વલણ દ્રવ્યસ્વભાવ સન્મુખ છે, એથી તેને જ્ઞાની કહેવામાં આવે છે. આહા...હા...!
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમ્યગ્દર્શન, જેવું શુદ્ધ સ્વરૂપ (છે) એની પ્રતીતિ અને જ્ઞાન (થાય) એ સ્વની સન્મુખ થઈને સ્વની પ્રતીતિ ને જ્ઞાન થાય અને એનો અનુભવ થાય તેને સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની કહેવામાં આવે છે. અને જ્યાં સુધી દર્શનમોહનો ઉદય હોય અને તેમાં મોહમિથ્યાત્વ ને રાગ-દ્વેષપણે જોડાય ત્યાં સુધી તેને અજ્ઞાની અને બંધક (કહેવામાં આવે છે). જ્ઞાનીને જ્ઞાની અને અબંધક (કહેવાય છે). એ શૈલી અત્યારે લીધી છે). “જ્ઞાની-અજ્ઞાનીનો અને બંધ-અબંધનો આ વિશેષ જાણવો.”
વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા...” ધર્મી પોતાનું પવિત્ર આનંદધામ મૂળ વસ્તુ છે) એના ભાનમાં તો છે પણ એના અભ્યાસ દ્વારા) – અંતરમાં એકાગ્રતાના અભ્યાસ દ્વારા કેવળજ્ઞાન પ્રગટવાથી” એ વસ્તુસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે તેનો અનુભવ છે અને હવે પણ પછી તેના તરફના અભ્યાસમાં એટલે એકાગ્રતામાં અભ્યાસ કરતાં એને કેવળજ્ઞાન થાય છે. કોઈ ક્રિયાકાંડ કરતાં વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા કરતા કેવળજ્ઞાન થતું નથી. આહાહા...!
જ્યારે જીવ સાક્ષાત્ સંપૂર્ણજ્ઞાની થાય છે. ઓલો (જ્ઞાની કહ્યો) હતો એ ચોથે ગુણસ્થાનથી મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો અભાવ થયો હતો), સમ્યગ્દર્શન અને સ્વરૂપના અંશની સ્થિરતા (થઈ, તેથી તેને જ્ઞાની અને અબંધક કહ્યો હતો. હવે એ પોતે પોતાના