________________
૧૪૦
સમયસાર સિદ્ધિ-૬
શબ્દનો અર્થ થાય છે ? આહા..હા...! માર્ગ બહુ ઝીણો છે, બાપા ! આ...હા...! આ કંઈ ‘હળદરના ગાંઠીયે ગાંધી' થવાય એવું નથી. ગંભી૨ ચીજ છે. પ્રભુનો વીતરાગમાર્ગ બહુ ગંભીર છે. આ..હા...!
‘અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન...’ ભાષા જુઓને ચોખ્ખી લીધી ! જ્ઞાન એટલે આત્મા, એનું ચારિત્ર એટલે વીતરાગ ચારિત્ર શુદ્ધ ઉપયોગરૂપી ધર્મ, એનું પરિણમન. ‘કષાયકર્મથી તિરોભૂત થાય છે.’ એ પરિણમન થતું નથી. પુણ્ય અને પાપના ભાવ થતાં વીતરાગી ચારિત્ર છે તે થતું નથી તેથી તે ઢંકાઈ ગયું એમ કહે છે. આહા..હા...! આ કાંઈ કથા વાર્તા નથી,
બાપા !
(આ તો) ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવની વાણી છે. સંતો એ વાણી કહે છે. કુંદકુંદાચાર્યદેવ’, “અમૃતચંદ્રાચાર્યદેવ’દિગંબર સંતો... આહા..હા...! ભગવાનની વાણીથી કહે છે. ‘બંધ અધિકાર'માં આવે છે ને ! ભગવાન આમ કહે છે, લ્યો ! પોતે કહે છે એમ નહિ કહેતા જિનવરદેવ આમ કહે છે (એમ કહે છે). પોતે કહે ઈ સત્ય છે. મુનિ છે. પણ જિનવ૨દેવ આમ કહે છે કે, ૫૨ને જીવાડી શકું એ માન્યતા તે મિથ્યાત્વ છે. આહા..હા...! એમ જિનવરદેવ કહે છે. પ૨ની દયા પાળી શકું, તને આકરું લાગે તો પ્રભુ ! કહું છું કે, એ તો જિનવરદેવ કહે છે. આહા...હા...! તું પરની દયા પાળી શકતો તો નથી પણ પરની દયાનો ભાવ, રાગ થાય... આ..હા..હા...! એ પણ સ્વરૂપની હિંસા થાય છે. વીતરાગભાવ થતાં વીતરાગભાવ સ્વરૂપમાં રાગ થતાં પર્યાયની વીતરાગતાનો હ્રાસ થાય છે એમ જિનવરદેવ કહે છે પ્રભુ ! તને આકરું લાગતું હોય તો. આ..હા..હા..! અરે...! ક્યાં જાવું ? આહા..હા...!
‘જ્ઞાનનું...’ એટલે આત્માનું ચારિત્રરૂપ પરિણમન...' પરિણમન – પર્યાય લેવી છે ને અહીંયાં ! એ થવા દેતું નથી એમ કહે છે. કષાયરૂપી કર્મ (એટલે) પુણ્ય અને પાપના ભાવ, એ બધા કષાય છે, અચારિત્ર છે. ઈ અચારિત્રથી ચારિત્ર તિરોભૂત થાય છે. આહા..હા...! એ જો દયા, દાન, વ્રતના પરિણામના પ્રેમમાં ગયો તો ત્યાં ચારિત્ર છે તે થતું નથી, ઢંકાઈ જાય છે. એ અચારિત્ર ઊભું થયું. આહા..હા...! મહાવ્રતના પરિણામમાં ગયો, (તેના) પ્રેમમાં ત્યાં ગયો... આહા..હા...! તો ત્યાં એ અચારિત્ર ઊભું થાય છે, ત્યાં ચારિત્ર ઢંકાઈ જાય છે. આવી વાતું છે. જયંતીભાઈ ! ક્યાંય ન મળે, સાંભળવા મળે એવું નથી. આહા..હા...!
આહા..હા...!
એ રીતે મોક્ષના કારણભાવોને... જોયું ? મોક્ષના કારણભાવો (રૂપ) પર્યાયને ‘કર્મ તિરોભૂત કરતું...’ એ પુણ્ય અને પાપનો ભાવ, મિથ્યાત્વાદિ ઢાંકી દેતું (હોવાથી) તેનો નિષેધ કરવામાં આવ્યો છે.’ માટે તેનો નિષેધ કરવામાં આવ્યો છે. ઈ દર્શન-જ્ઞાન-ચારિત્ર જે મોક્ષનું કા૨ણ છે તેને વ્યવહાર રત્નત્રયના રાગાદિ ભાવ એ મારા અને એ મને લાભદાયક (છે), એવો જે મિથ્યાત્વ ભાવ એ ચારિત્ર થવા દેતું નથી, દર્શન થવા દેતું નથી, જ્ઞાન (થવા દેતું