________________
ગાથા૧૯૦ થી ૧૯૨
પ૩૯ અને કોણ તું છો ? કોણ તારું છે ? અને કોણ તું છો ? આહા..હા..! ભગવાનઆત્મા તો ચૈતન્યમૂર્તિ વીતરાગ સ્વરૂપે પ્રભુ છે. એ પોતે રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાન કરે, જેવું સ્વરૂપ છે તેવું જાણે. ઓલું સ્વરૂપ છે તેથી વિપરીત માનતો હતો. રાગને, પુણ્યને અને કર્મને પોતાના માનતો હતો. આ ધર્મી જીવ. આહા.હા! ધર્મ આમ થાય, આ ક્રમે (થાય) એમ કહે છે.
ધર્મ આ ક્રમે થાય. આ ક્રમે એટલે ? પહેલા આત્મા અને કર્મના ભેદવિજ્ઞાન વડે શુદ્ધચૈતન્યમાત્ર આત્માને અનુભવે પહેલો લ્યો ! શરૂઆત અહીંથી કરી છે. અનાદિથી રખડે છે એ કારણ બતાવ્યા. હવે કહે છે કે એ છૂટવાનું કારણ ? કે, એ બધા રાગ ને કર્મ ને બધી ચીજથી ભેદવિજ્ઞાન કરવું. આહાહા...! “ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર.” એકલો ચમત્કાર ચૈતન્ય પ્રભુ ! જ્ઞાનથી ભરેલો, આનંદથી ભરેલો, શાંતિથી ભરેલો, પૂર્ણ સ્વરૂપનો ચમત્કાર જેનો એક ક્ષણમાં જ્ઞાનમાં જેને બધું જણાય, એક ક્ષણમાં જેને અતીન્દ્રિય આનંદનો અનુભવ આવે, એવો ચૈતન્યચમત્કાર ! આહાહા..!
શુદ્ધ ચૈતન્યમાત્ર, ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ઉપલબ્ધ કરે...” લ્યો ! ચૈતન્યમાત્ર એમ ન લીધું. ચૈતન્યચમત્કારમાત્ર ! આ..હા...! ઈ પરને અડ્યા વિના પણ જાણવાની શક્તિ પ્રગટ કરે, ઈ ચૈતન્યચમત્કાર છે. પરચીજની હયાતી છે માટે પરને જાણવાની તાકાત ખુલે છે એમ નથી. આહા...પોતે નાના ક્ષેત્રમાં રહેલો પરક્ષેત્ર, દ્રવ્ય, કાળને નહિ અડતો છતાં પોતાના સ્વભાવમાં રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાનથી બધાને એક સમયે જાણે. એવો એ ચૈતન્યચમત્કાર આત્મા છે. આહા...હા..! આ કરવાનું છે). આહા...હા...! પણ આ ન થાય તો પહેલું શું કરવું ? પહેલું તો અનાદિથી કર્યું ઈ બતાવ્યું. પહેલું અનાદિથી કર્યું. શુભજોગ, અશુભજોગ જેના મૂળ રાગ-દ્વેષ-મોહ છે એને સેવ્યા. ઈ પહેલા સેવ્યા. હવે પછી આ કરવું. આહા..હા...!
મુમુક્ષુ :- પહેલા દેવ-ગુરુ-શાસ્ત્રનું શ્રદ્ધાન કરવું.
ઉત્તર :- દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્ત છે એનાથી ભિન્ન પાડવું. પહેલેથી ભિન્ન કરવો. અહીંથી તો પહેલેથી લીધું. જેમ ૧૭મી ગાથામાં આવ્યું હતું ને? ૧૭મી ગાથા. પ્રથમ આત્માને જાણવો. કોઈ આ વિધિ ને ફલાણું વ્યવહાર દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરવી ને પછી એમ વાત લીધી નથી. એકદમ ધડાકાબંધ !
કોણ છો તું ? કયાં છો ? કેવડો છો ? તારી હયાતીએ તો બીજાની હયાતી જણાય છે. બીજાની – જડની હયાતી તો તારી હયાતીએ – જ્ઞાનથી જણાય છે. આહાહા...! ઈ જડને તો ખબરેય નથી. આહા...હા...! આટલી બધી જડની વિશાળ દશા, એ બધાને ભગવાન પોતામાં રહીને સ્વતઃ પરની સહાય વિના જાણે છે એ ચૈતન્યચમત્કાર નથી ? આહા...હા...! ઝીણી વાત બહુ. અંતરનો આત્મઅભ્યાસ જ અત્યારે ઘટી ગયો. વ્રત કરવા ને તપ કરવા