________________
૨૧૨
સમયસાર સિદ્ધિ-૬. બાદશાહ ! એનું જ્યાં પુરુષાર્થમાં જોર આવ્યું, એના બળ વડે. ભેદને – ઉન્માદને અજ્ઞાની નચાવતો હતો એને મૂળમાંથી ઉખેડી નાખે છે. અંશે રાગનો અંશ રહે છે (એમ નહિ). જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવ ઠીક છે એ ભાવને પણ અહીંયાં મૂળમાંથી ઉખેડી નાખે છે. આહા..હા...! આવી વાત છે. મૂળમાંથી ઉખેડી નાખીને ત્રણ શબ્દ છે ને? (મૂનોજૂનું
ત્પા) મૂળમાંથી ઉમૂલ – ઉમૂલ – ઉખેડી નાખીને, મૂળિયું તોડી નાખીને એટલે ઉખેડી નાખીને. આહાહા...!
(જ્ઞાનજ્યોતિઃ મરે પ્રોબ્લેઝૂમે) ચૈતન્યમૂર્તિ જ્ઞાતા-દષ્ટા “જ્ઞાનજ્યોતિ....” “મરે' એટલે અત્યંત....” “પ્રોબ્લેઝૂમે’ ‘સામર્થ્ય સહિત... આહાહા.! પોતાના “અત્યંત સામર્થ્ય સહિત...” પરિણતિમાં, હોં! આહાહા..! જ્ઞાનજ્યોતિ ચૈતન્યમૂર્તિની દષ્ટિ થતા શુદ્ધ પૂર્ણ પરમાત્મસ્વરૂનો આશ્રય થતા જ્ઞાનજ્યોતિ પર્યાયમાં પ્રગટે છે, પરિણમે છે. એ (મોહને) “મૂળથી ઉખેડી નાખીને જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત....” અત્યંત સામર્થ્ય સહિત (એટલે) એને હવે કોઈ વિઘ્ન કરી શકે કે (એ) પર્યાયને કોઈ પાછી પાડે એમ નથી કહે છે. આહાહા..! પંચમ આરાના સાધુ સંત આમ વાત કરે. પરમાત્માના વિરહમાં રહ્યા. આહાહા..!
મુમુક્ષુ :- પરમાત્માના વિરહ ભૂલાવી દીધા.
ઉત્તર :- આ...હા...હા...! ભગવાન ! એ પરમાત્માને મળે તો એ તો રાગ છે. આહા..હા...... આ પરમાત્માને મળતા વીતરાગતા થાય છે. આહા...હા...! ત્રણલોકના નાથ વીતરાગ તીર્થકરની હાજરી સમવસરણમાં (હોય) એમાં શું ? એના તરફનું સાંભળવાનું કે ભક્તિનું વલણ છે. ઈ તો શુભરાગ છે.
અહીંયાં તો આત્મબળ વડે, શુભ કે અશુભના કોઈપણ અંશને મૂળમાંથી ઉખેડી નાખીને. આહા..હા...! શું વાણી ! ફરીને ઉત્પન્ન ન થાય એ રીતે મૂળમાંથી ઉખેડીને, એમ કહે છે. આહાહા...! “જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત.” “મરે' (શબ્દ) છે ને ? ભાર. ભાર, બોજો. “પ્રોબ્લેઝૂમે પ્રગટ થઈ.” જ્ઞાનજ્યોતિ અતિશય બળ વડે પ્રગટ થઈ. ભગવાન આત્મા ચૈતન્યસાગર ! બાદશાહ ! અનંત ગુણનો બાદશાહ ! આહાહા..! નિર્મળ પર્યાયાદિ મારી પ્રજા. એવો જે ભગવાન બાદશાહ, પોતાની પરિણતિમાં નિર્મળપણાને જોરે રાગના બે ભાગને મૂળથી ઉખેડી નાખે છે. આહાહા...! અહીંયાં તો હજી (લોકોને) પાપથી નિવર્તવાનો વખત ન મળે. દુકાન ને ધંધો ને વકીલાત ને... એ.ઈ....! “નટુભાઈ ! આહા..હા...! એ પ્રભુ પુણ્ય-પાપના પરિણામથી નિવૃત્ત સ્વરૂપ જ છે. આહા...!
મુમુક્ષુ :- વકીલાતનો ધંધો પાપનો છે ?
ઉત્તર :- વકીલાતનો ધંધો એકલા મોટા પાપનો. ઘણા માણસને પાપમાં જોડી દીધેલા. ઘણાને પાપમાં જીતાવ્યા છે. એ વખતે વકીલાતમાં ઈ જ મોટા કહેવાતા. કાઠિયાવાડમાં રામજીભાઈ એટલે... અમારા “મનુભાઈ કહે છે, “કાંપમાં એક “મનહરભાઈ વકીલ છે.